SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ કાર્ડ-૨ – ગાથા-૪૦-૪૧ સન્મતિપ્રકરણ ભિન્ન જ હોય, તો પર્યાય બદલાયે છતે પણ દ્રવ્ય બદલાયું નહી કહેવાય, તેથી જે દેવપણે દેહધારી જીવ છે. તે મરીને પુરૂષપણે દેહધારી થાય ત્યારે, તથા જે પુરૂષપણે દેહધારી છે તે મરીને નારકીપણે દેહધારી થાય ત્યારે માત્ર પર્યાયો જ જો બદલાતા હોય અને દ્રવ્ય જો અવિચલિત ધ્રુવ જ રહેતું હોય તો જીવદ્રવ્યમાં જે તે તે ભાવે પરિણામ પામવા પણું જણાય છે તે ન દેખાવું જોઈએ અને ન કહેવરાવવું જોઈએ પરંતુ આમ થતું નથી. ઉલટું એમ કહેવાય છે કે દેવરૂપે જે જીવદ્રવ્ય હતું, તે જ જીવદ્રવ્ય હવે પુરૂષરૂપે બન્યું, પુરૂષરૂપે જે જીવદ્રવ્ય હતું તે જીવદ્રવ્ય હવે નારકીરૂપે બન્યું, આમ તે તે પર્યાય સ્વરૂપે દ્રવ્ય બન્યું = દ્રવ્ય પરિવર્તન પામ્યું, આમ બોલાય છે અને આમ જણાય છે દેવપણે લોમાહારી આ જ જીવદ્રવ્ય માનવ બનતાં કવલાહારી આદિ રૂપે પરિણામ પામે છે. માત્ર શરીર જ બદલાય છે. અને જીવ નથી બદલાતો આમ નથી. પણ જીવના પણ સર્વ ભાવો બદલાય છે. તે તે ભવની પરિસ્થિતિ રૂપે જીવદ્રવ્ય પણ પરિણામ પામે છે. તેથી તે પર્યાયો (પરિવર્તનો) જીવદ્રવ્યથી કથંચિત્ અભિન્ન પણ અવશ્ય છે અને જો આમ હોય તો જ આ વ્યવહાર સંભવે અને આ રૂપાન્તર સંભવે. ટીકામાં કહ્યું છે કે - પ્રવમનન્ત દ્રષ્ટાર્તવ નીદ્રવ્યમનાનિધનમવોષિતભવ્ય• जीवरूपं सामान्यं यतो राजत्वपर्यायसदृशः केवलित्वपर्यायस्तस्य तथाभूतजीवद्रव्यस्य विशेषस्तस्मात् तेन रूपेण जीवद्रव्यसामान्यस्यापि कथंचिदुत्पत्तेः सामान्यमप्युत्पन्नं प्राक्तनरूपस्य विगमात् सामान्यमपि तदभिन्नं कथंचिद् विगतं पूर्वोत्तरपिण्डघटपर्यायपरित्यागोपादानप्रवृत्तैकमृद्रव्यवत् । “જીવદ્રવ્ય” એ સામાન્ય છે. અને અકેવલપર્યાય તથા કેવલી પર્યાય તે વિશેષ છે. જેમ “મનુષ્યપણુ” એ સામાન્ય છે અને અરાજપર્યાય તથા રાજપર્યાય એ વિશેષ છે. વિશેષોના પરિવર્તનને લીધે વિશેષોથી અભિન્ન એવું સામાન્ય પણ પરિવર્તન પામે જ છે. તેથી સામાન્ય એવું જીવદ્રવ્ય સામાન્યપણે જેમ ધ્રુવ છે તેમ અકેલિપર્યાય અને કેવલિ પર્યાયાત્મક વિશેષોના પરિવર્તનને લીધે તેનાથી અભિન્ન એવું સામાન્ય જીવદ્રવ્ય પણ પરિવર્તનવાળું હોવાથી ઉત્પાદ-વ્યય વાળું છે જ. તેથી જીવદ્રવ્ય નામનું સામાન્ય પણ પર્યાયાર્થિકનયની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળું છે. તથા તે જ જીવદ્રવ્ય દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ ધ્રુવ પણ અવશ્ય છે જ, માટે સામાન્ય એવું જીવદ્રવ્ય ત્રિપદીમય છે. નિત્યાનિત્ય છે તથા તેના અકેવલિપર્યાય અને કેલિપર્યાય પણ સત્તાગત રીતે જીવદ્રવ્યમાં અતીતકાલમાં પણ હતા જ, તો જ પ્રગટ થયા છે અને તે કેવલજ્ઞાનાદિ ગુણોનો પ્રગટપણે ઉત્પાદ થયો છે અને અપ્રગટપણાનો નાશ થયો છે. જેમ તલમાં તેલ પ્રથમથી જ સત્તાગત રીતે છે જ, તો જ ઘાણી આદિ સંયોગજન્ય પુરૂષાર્થથી નીકળે છે. તેથી આ પર્યાયો પણ પ્રગટ હોય કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy