SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૨ – ગાથા-૪૦-૪૧ સન્મતિપ્રકરણ ૨૦૫ પૂર્વકાલમાં અને પાછલા કાલમાં વ્યય-ઉત્પાદભાવે વર્તે છે. આ એક દૃષ્ટાન્ત છે. તેની જેમ જીવદ્રવ્ય અને કેવલજ્ઞાનમાં પણ આમ જ છે. તે દાન્તિક છે. મનુષ્યપણાની જગ્યાએ જીવપણું છે અને અરાજપર્યાયની જગ્યાએ છદ્મસ્થપર્યાય છે તથા રાજપર્યાયની જગ્યાએ કેવલી પર્યાય છે. હવે આપણે દૃષ્ટાન્તને અનુસારે દાર્દાન્તિકમાં વિચારી જોઈએ. ટીકામાં કહ્યું છે કે - યથા શ્રદ્ પુરુષ: પgિવર્ષ સર્વાયુદ્ધHશ્રત્ય વંશવઈ: सन्नराधिपो जातः, उभयत्र मनुष्ये राजनि च जातशब्दोऽयं प्रयुक्तो वर्षविभागमेवास्य दर्शयति । જેમ જન્મથી મરણ સુધી મનુષ્ય તેનો તે જ છે. તેમાં અરાજપર્યાય હોય કે રાજપર્યાય હોય પણ પૂર્વાપર બન્ને અવસ્થામાં મનુષ્યપણુ સદા ધ્રુવ છે. તેની જેમ અનાદિકાલથી અને અનંતકાલ સુધી જીવદ્રવ્ય તેનું તે જ છે. તેમાં અકેવલી પર્યાય (છાસ્થતા) હોય કે કેવલપર્યાય હોય પણ પૂર્વાપર બન્ને અવસ્થામાં જીવપણું સદા ધ્રુવ જ રહે છે. તથા તે જ મનુષ્ય હવે અરાજા મટી રાજા બન્યો એમાં વપરાયેલ “ના” શબ્દ (એટલે ગુજરાતી ભાષામાં “બન્યો” શબ્દ) તે જ મનુષ્યને મનુષ્યપણે જીવંત રાખીને અરાજપર્યાયથી રાજપર્યાયરૂપે વિશિષ્ટ બનાવે છે. તેવી જ રીતે આ જીવ પણ જીવપણે જીવંત હોતે જીતે હવે અકેવલી (છઘ0) મટીને કેવલી બન્યો, આમાં વપરાયેલ “નાત" શબ્દ તે જ જીવને જીવપણે ધ્રુવ રાખીને અકેવલીપણાના પર્યાયમાંથી કેવલીપણાના પર્યાયરૂપે વિશિષ્ટ બનાવે છે. જન્મથી મરણ પર્યન્ત “આ મનુષ્ય છે. આ મનુષ્ય છે” આવો પણ વ્યવહાર થાય છે કારણ કે તેમાં માનવપણું સદા છે. આ સામાન્યનો વ્યવહાર થયો ગણાય, કારણ કે માનવપણું એ અરાજપર્યાય અને રાજપર્યાયની અપેક્ષાએ સામાન્ય છે. તેમાં જ એટલે કે તે સામાન્યમાં જ આ માનવ પહેલાં અરાજા હતો, તે હવે અરાજા મટી ગયો અને રાજા બન્યો, તેમાં અરાજાપણું અને રાજાપણું જે જણાવવામાં આવ્યું છે તે સામાન્ય એવા માનવમાં વિશેષનો વ્યવહાર છે. તેવી જ રીતે અનાદિ-અનંતકાલ સુધી જીવદ્રવ્યમાં જીવપણાનો જે વ્યવહાર છે. તે સામાન્યનો વ્યવહાર છે. તેમાં જ અકેવલીપણું અને કેવલીપણું જે જણાવવામાં આવે છે તે વિશેષનો વ્યવહાર છે આ રીતે સામાન્યપણાના વ્યવહારમાં જ વિશેષપણાનો વ્યવહાર થતો હોવાથી સામાન્યથી આ વિશેષપર્યાયો એકાન્ત ભિન્ન નથી. આ પ્રમાણે વિશેષધર્મો સામાન્યથી કથંચિત્ ભિન્ન છે. અને કથંચિત્ અભિન્ન છે. પણ એકાન્ત ભિન્ન નથી. જો એકાન્ત ભિન્ન હોત તો આ જીવ જે અનાદિ-અનંત છે તે અનાદિથી અનંતકાળ સુધી એકસ્વરૂપવાળો જ રહેવો જોઈએ, કારણ કે તેમાં આવતા પર્યાયો જો તેનાથી એકાન્ત Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy