________________
સન્મતિપ્રકરણ
કાણ્ડ-૩ – ગાથા-૩૦
૨૮૯
આ અર્થ કમળમાં-કીડામાં-સૂક્ષ્મજીવાતમાં આમ બહુ અર્થમાં લાગુ પડે છે. પણ કમલમાં જ રૂઢ છે. તે સઘળા શબ્દો યોગરૂઢ જાણવા, તથા જેમાં શબ્દનો અર્થ ન સંભવતો હોય પણ શબ્દપ્રયોગ માત્ર થતો હોય તે રૂઢ કહેવાય છે. જેમ કે કોઈ છોકરાનું નામ દેવેન્દ્ર કે સુરેશ પાડ્યું હોય પણ તે કંઈ દેવોનો ઇન્દ્ર કે સુરોનો સ્વામી નથી. આ રૂઢ નામ કહેવાય છે. આમ નામો ત્રણ પ્રકારનાં હોય છે.
આવા પ્રકારના નામોમાંથી જે જે નામો ગુણથી પાડ્યાં હોય, અર્થની સંગતિ થતી હોય એટલે જે નામો પાડ્યાં હોય તે મુનિવર્તિત સન્તા = ગુણનિષ્પન્ન નામ કહેવાય છે. યૌગિક અને યોગરૂઢ નામો આવાં જ હોય છે. જેમકે દહન (અગ્નિ), પવન (વાયુ) વિગેરે. વહતીતિ વદનમ્, પુનાતીતિ પવનમ્ = જે બાળે તે દહન એટલે જે બાળવાનું કામ કરે તે દહન, ખરેખર બાળવાનું કામ અગ્નિ કરે છે. માટે અગ્નિને દહન કહેવાય છે અને જે પવિત્ર કરે - - સાફ કરે - ચોખ્ખુ કરે તે પવન એટલે વાયુ. આ રીતે દહનાદિ (દહન-પવન વિગેરે શબ્દો) ગુણનિષ્પન્નનામો છે. લાકડાં કાગળ-કપડાં આદિ દ્રવ્યોને અગ્નિ બાળે છે તેથી અગ્નિને દહન કહેવાય છે અને વાયુ કચરાને ખેંચી જાય છે. તથા ઘરને સાફ કરે છે તેથી વાયુને પવન કહેવાય છે. આમ દહન (અગ્નિ) બાળે જ, અને પવન (વાયુ) પવિત્ર સાફ કરે જ, આ અર્થ અગ્નિમાં તથા વાયુમાં ઘટે જ છે. તેથી આ નામો ગુણનિષ્પન્ન નામ તરીકે પ્રસિદ્ધ છે. મૂલગાથામાં ‘“વળાઓ વિ’” પદમાં દહન-પવન આદિનાં ઉદાહરણો કહ્યાં છે.
લોકો આવી વ્યુત્પત્તિને જાણનારા ભલે હોય પણ જો તે સ્થૂલદૃષ્ટિવાળા હોય (અર્થાત્ બહુ સૂક્ષ્મ તત્ત્વમાં ન ઉતરેલા હોય) તેવા પુરૂષને કહીએ કે ભાઈ ! અગ્નિ એ દહન તો જરૂર છે. પરંતુ સાથે સાથે અદહન પણ જરૂર છે. તથા વાયુ પવન તો જરૂર છે પરંતુ સાથે સાથે અપવન પણ જરૂર છે. તો તુરત જ તે બોલી ઉઠશે અને વિરોધ રજુ કરશે કે શું આમ તે કંઈ હોતું હશે ! અગ્નિ તો સર્વને બાળે જ છે. કોઈને છોડતું નથી માટે દહન જ કહેવાય. તેને અદહન કેમ કહેવાય ? તોફાની જોરદાર વાયુ બધાને જ ખેંચી જાય છે. માટે પવન જ કહેવાય, તેને અપવન કેમ કહેવાય ? આમ એકાન્ત તરફ ઢલેલી દૃષ્ટિથી તે પુરૂષ દહન-અદહન અને પવન-અપવન વચ્ચે વિરોધ જ દેખવાનો છે. અને પોતે માનેલા એકાન્તવાદને જ પોષવાનો છે. અને કહેવાનો જ છે કે અગ્નિને દહન જ કહેવાય અને વાયુને પવન જ કહેવાય પણ અદહન અને અપવન ન કહેવાય.
પરંતુ ધીરેથી જ્યારે તેને સમજાવીએ કે દહન એટલે અગ્નિ બાળે છે જરૂર, પણ દાહ્યને (બાળી શકાય તેવા પદાર્થોને) જ બાળે છે. આત્મા-આકાશ-પરમાણુ-દ્રયણુકધર્માસ્તિકાયાદિ ઘણા અદાહ્ય (ન બાળી શકાય તેવા) પદાર્થો છે. તેને કંઈ તે અગ્નિ બાળતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org