SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ કાડ-૩ – ગાથા-૩૦ ૨૮૮ સન્મતિપ્રકરણ भिरभ्युपगन्तव्यम् । एवं च तद् तथा = प्रतिनियतदिग्गमनेनैव गतिमद्, अन्यथाऽपि गतिमद् स्यात्, तदाऽभिप्रेतदेशप्राप्तिवद् अनभिप्रेतदेशप्राप्तिरपि तस्य भवेदित्यनुपलभ्यमानयुगपद्विरुद्धोभयदेशप्राप्तिप्रसक्तेरत्राप्यनेकान्तो नाव्यापकः । આવી જ રીતે અત્યન્ત સ્થિર કાયોત્સર્ગ મુદ્રામાં રહેલો કોઈ પુરૂષ ઉપરછલ્લી દૃષ્ટિથી સ્થિર જ જણાશે પણ તે સ્થૂલદૃષ્ટિએ જેમ સ્થિર છે તેમ અંદરની રૂધિરાદિ ધાતુઓના પરિભ્રમણની અપેક્ષાએ તથા શ્વાસઉચ્છવાસની અપેક્ષાએ અને તેની સાથે સાથે આત્મપ્રદેશોની ચંચલતા - ભ્રમણતા - તથા મન વચન અને કાયાના યોગદશાની અપેક્ષાએ અસ્થિરતા પણ જરૂર છે જ. આમ ઉભયાત્મક સ્વરૂપ વસ્તુનું માનવું તે જ યથાર્થ છે. જેની આવી દૃષ્ટિ હોય છે. તેને જ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. મેં ૨૯ || गुणणिव्वत्तियसण्णा, एवं दहणादओ वि दट्ठव्वा । जं तु जहा पडिसिद्धं, दव्वमदव्वं तहा होइ ।। ३० ॥ गुणनिर्वर्तितसज्ञा, एवं दहनादयोऽपि द्रष्टव्याः । યથા પ્રતિષિદ્ધ, દ્રવ્યમદ્રિવ્ય તથા (= મનના) ભવતિ | ૩૦ || ગાથાર્થ - ગુણથી બનેલાં છે નામ જેનાં એવા “દહન” આદિ શબ્દો પણ આમ જ જાણવા. જે દ્રવ્ય જે સ્વરૂપે નિષિદ્ધ હોય છે તે દ્રવ્ય તે સ્વરૂપે અદ્રવ્ય પણ કહેવાય છે. ૩૦ વિવેચન - અનેકાનદષ્ટિને સમજાવવા ગ્રંથકારશ્રી બીજાં ઉદાહરણો પણ આપે છે. શબ્દો ત્રણ જાતના હોય છે. ૧ યૌગિક, ૨ યોગ રૂઢ, અને ૩ રૂઢ. જ્યાં શબ્દની વ્યુત્પત્તિ થતી હોય અને તે વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ તેમાં સંભવતો હોય તે શબ્દ યૌગિક શબ્દ કહેવાય છે. જેમકે જ્ઞાનવૃતિ કૃતિ જ્ઞાનાવરીયમ્ = જ્ઞાનનું આવરણ કરે તે જ્ઞાનાવરણીય. આ અર્થ જ્ઞાનાવરણીય કર્મમાં બરાબર સંભવે છે. તેથી તે યૌગિક શબ્દ છે. જ્યાં વ્યુત્પત્તિ થતી હોય. તથા વ્યત્પત્તિ પ્રમાણે અર્થ પણ તેમાં સંભવતો હોય પણ શબ્દનો વ્યુત્પત્તિથી કહેલો અર્થ બહુમાં સંભવતો હોય છતાં તેમાંથી અમુકમાં જ આ શબ્દ રૂઢ થયો હોય (વપરાતો હોય) તે યોગરૂઢ કહેવાય છે. જેમ કે વેદ્યતે રૂતિ વેનીયમ્ = જે કર્મ વેદાય, અનુભવાય, તે વેદનીયકર્મ, આ અર્થ આઠે કર્મમાં લાગુ પડે છે કારણ કે આઠ કર્મો જીવ દ્વારા વેદાય તો છે જ. છતાં ત્રીજા કર્મમાં જ આ શબ્દ રૂઢ થયેલો છે. કારણ કે જે સુખદુઃખાત્મક અનુભવ છે. તે ત્રીજા કર્મથી જ થાય છે. તેથી ત્રીજા કર્મને જ વેદનીયકર્મ કહેવાય છે. એવી જ રીતે પ ગાયતે રૂતિ નિમ્ = કાદવમાં ઉત્પન્ન થાય તે પંકજ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy