________________
૧૦
કાર્ડ-૧ – ગાથા-૩
સન્મતિપ્રકરણ ભેદ તરફ ઢળીને જ વિચારે છે અને બોલે છે. અભેદની પ્રધાનતાએ કરાયેલા વિચારો અને ઉચ્ચારણ કરાયેલાં વચનો વસ્તુના સામાન્યસ્વરૂપને પ્રતિપાદન કરનારાં છે તેથી તેવી દ્રષ્ટિને દ્રવ્યાર્થિકનય કહેવાય છે અને ભેદની (વિશેષની) પ્રધાનતાએ કરાયેલા વિચારો અને ઉચ્ચારણ કરાયેલાં વચનો વસ્તુના વિશેષ સ્વરૂપને પ્રતિપાદન કરનારાં છે તેથી તેવી દ્રષ્ટિને પર્યાયાર્થિકનય કહેવાય છે. વસ્તુમાં બન્ને સ્વરૂપો છે માટે તે બન્ને સ્વરૂપોને સમજાવનારા બન્ને નયો (જો અન્યોન્ય સાપેક્ષ હોય તો) સાચા જ છે. જો નિરપેક્ષ હોય, એક-બીજાનો અપલાપ કરનારા હોય તો તે જ બન્ને નયો મિથ્યાસ્વરૂપ પ્રતિપાદન કરનારા હોવાથી દુર્નય છે. ખોટા નય છે.
સામાન્ય-વિશેષની ચડતી-ઉતરતી શ્રેણી અનેક રીતે બને છે. જેમ કે જન્મથી મરણ પર્યન્ત દેવદત્ત પણે રહેલો પુરુષ, બાલ્ય-યુવા અને વૃદ્ધપણાના પર્યાય રૂપ વિશેષની અપેક્ષાએ સામાન્ય હોવા છતાં પણ ભવાન્તરોમાં થનારા દેવ-નારકી-તિર્યંચ-મનુષ્ય આદિ પર્યાયોમાં રહેલા જીવદ્રવ્ય રૂપ સામાન્યની અપેક્ષાએ વિશેષ પણ છે જ. વસ્તુઓના જુદા જુદા સ્વરૂપને સમજાવનારાં પરમાત્માનાં તમામ વચનો બે ભાગમાં સમાઈ જાય છે. કેટલાક સામાન્યબોધક વચનો હોય છે. તો કેટલાંક વિશેષ બોધક વચનો હોય છે. તેની પાછળ જે જુદી જુદી દૃષ્ટિ છે તે જ બે નયો છે. (૧) સામાન્ય ધર્મોનાં બોધક વચનોની પાછળ જે પ્રેરકવૃષ્ટિ છે. અભેદની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ છે. (વક્તાનો આશય છે) તે જ દ્રવ્યાર્થિકનય છે અને (૨) વિશેષધર્મોનાં બોધક વચનોની પાછળ જે પ્રેરકષ્ટિ છે. ભેદની પ્રધાનતાવાળી જે દ્રષ્ટિ છે. (વક્તાનો આવા પ્રકારનો ભેદપ્રધાન જે આશય વિશેષ છે) તે જ પર્યાયાકિનય છે. જેમ કે ત્રસ હોય કે સ્થાવર હોય, આખર બધા જીવ જ છે. આ દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિ છે અને જીવના બે ભેદ છે. એક ત્રસ અને બીજો સ્થાવર. આ પર્યાયાર્થિક નયની દ્રષ્ટિ છે. આ રીતે પરમાત્માનાં તમામ વચનો વસ્તુના સામાન્ય અને વિશેષ પ્રકારના મૂળતત્ત્વને કહેનારાં છે. અને તે જ આ બે નયો છે.
શેષ નૈગમ - સંગ્રહ - વ્યવહાર - જુસુત્ર - શબ્દ - સમભિરૂઢ અને એવંભૂત આવા પ્રકારના જે નયો શાસ્ત્રોમાં આવે છે તે સર્વે નયો આ બે મૂલનયોના જ ઉત્તરભેદો (પેટાભેદો) છે. તે સઘળા નયો આ બન્ને નયોની જ શાખા-પ્રશાખા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બન્ને નયો મળીને વસ્તુના પૂર્ણસ્વરૂપને કહેનાર હોવાથી તથા પરમાત્માનાં વચનો સાંભળીને ગણધરભગવંતોએ કરેલી શાસ્ત્રરચનાના આધારભૂત પણ આ જ બે નયો હોવાથી આ બે નયોમાં જ બધા નો સમાઈ જાય છે. તેથી પ્રથમ તે બે નયોનું જ વર્ણન કરાય છે.
ટીકાનો અંશ = તત્તિ સંસારવં ચેન તત્ તીર્થમ્ = દિશાડાં તથા વા ! तत् कुर्वन्ति उत्पद्यमानमुत्पादयन्ति तत्स्वाभाव्यात् तीर्थकरनामकर्मोदयाद् वेति "हेत्वाद्यर्थे
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org