________________
૨ ૨૬
કાડ-૩ – ગાથા-૬
સન્મતિપ્રકરણ સુવર્ણદ્રવ્યનાં જ બનાવેલાં હજારો કુંડલો હોય તે સર્વે “કુંડલાકારપણે” અને આ કુંડલ છે. આ કુંડલ છે. આ પણ કુંડલ છે. આમ એક શબ્દ વાચ્યવના વ્યવહારરૂપે સમાન હોવા છતાં પણ, (એટલે કે તિર્યસામાન્યની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ), તથા વિવક્ષિત એક કુંડલ પોતાની ઉત્પત્તિથી પોતાના વિનાશ સુધી કુંડલાકારપણે અને કુંડલ-કુંડલ એવા એક જ શબ્દથી વાચ્યત્વના વ્યવહારરૂપે સમાન હોવા છતાં પણ (એટલે કે ઉર્ધ્વતા સામાન્યની અપેક્ષાએ સમાન હોવા છતાં પણ) વર્તમાન કાળવતી કંડલમાં પણ વિવક્ષિત એવા અર્થપર્યાયની અપેક્ષાએ સંખ્યાત-અસંખ્યાત અને અનંત પ્રકારની તરતમતા હોવાથી અસ્તિ-નાસ્તિ એમ ઉભયરૂપ દ્રવ્ય છે. તે વાત હવે પછીની આ ગાળામાં સમજાવે છે -
पच्चुप्पण्णम्मि वि पज्जयम्मि, भयणागइं पडइ दव्वं । जं एगगुणाईया, अणंतकप्पा गुणविसेसा ॥ ६ ॥ प्रत्युत्पन्नेऽपि पर्याये, भजनागतिं पतति द्रव्यम् । यदेकगुणादिका अनन्तकल्पा गुणविशेषाः ॥ ६ ॥
ગાથાર્થ - પ્રત્યુત્પન્ન (એટલે વર્તમાનકાલના એકસમયવર્તી) એવા પણ પર્યાયમાં વર્તતું દ્રવ્ય ભજનાગતિવાળું (એટલે કે અતિ નાસ્તિ એમ ઉભયસ્વરૂપ) દ્રવ્ય જાણવું. કારણ કે એકગુણ - દ્વિગુણ - ત્રિગુણ આદિ અનંતપ્રકારના ગુણવિશેષો (તે દ્રવ્યમાં) હોય છે. દા.
વિવેચન - તિર્યસામાન્ય અને ઉર્ધ્વતાસામાન્ય એમ બે પ્રકારનું સામાન્ય છે. સામાન્ય એટલે સમાનપણું - સદેશબુદ્ધિજનક અવસ્થા. આવા પ્રકારના બન્ને સામાન્યમાં પણ વિશેષ (ભેદ) અવશ્ય હોય જ છે. અર્થાત્ વિશેષ વિનાનું એકલું સામાન્ય હોતું નથી. અને સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યારેય હોતું નથી. ત્યાં સરખે સરખા આકારાદિ ભાવોવાળી ભિન્ન ભિન્ન અનેક વસ્તુઓમાં જે સરખાપણાની (સદેશતાની) બુદ્ધિ થાય છે તે તિર્યસામાન્ય છે. જેમ કે અનેક કુંડલોમાં, આ પણ કુંડલ, આ પણ કુંડલ ઇત્યાદિ કંડલાકારપણે જે સમાનતા જણાય છે તે તિર્યસામાન્ય છે. અનેક પ્રકારના ઘટમાં જે ઘટપણાની સદેશતા જણાય છે. તે તિર્યસામાન્ય છે.
તથા વિવક્ષિત કોઈ પણ એક વસ્તુની ઉત્પત્તિથી વિનાશ સુધીમાં જે સદેશતાની બુદ્ધિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. જેમ કે સુવર્ણના બનાવેલા એક કુંડલમાં રચના કાળથી ભંગ કાલ સુધીના કાલમાં કુંડલપણે જે એકાકાર પ્રતીતિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે. માટીના બનાવેલા ઘટમાં ઉત્પત્તિથી વિનાશ સુધીના કાલમાં ઘટાકારપણે જે સમાનપણાની બુદ્ધિ થાય છે તે ઉર્ધ્વતા સામાન્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org