________________
(૧૨) બન્યો. એક વખત કામરુદેશના વિજયશર્મા રાજાએ દેવપાલ ઉપર ચઢાઈ કરી. મોટા સૈન્ય દ્વારા દેવપાલને ઘેરી લીધો. દેવપાલ ગભરાયો. સૂરિજીના શરણે ગયો. હવે તમે જ રક્ષણકર્તા છો એમ કહીને ચરણશરણ થયો. સૂરિજીએ ગભરાઈશ નહીં એમ કહીને સુવર્ણસિદ્ધિ યોગથી ઘણું ધન અને સર્ષાવિદ્યાથી મોટું સૈન્ય સર્યું. તેનાથી દેવપાલરાજાએ વિજયશર્માને હરાવ્યો. દેવપાલરાજા સંકટમાંથી બચ્યો. તેથી સૂરિજી ઉપર પ્રસન્ન થઈને સૂરિજીને “દિવાકર” ના નામથી ઉદ્ઘોષિત કર્યા. શત્રુઓના ભયરૂપી અંધકારનો નાશ કરવામાં આ સૂરિજી દિવાકર=સૂર્યસમાન છે. આવા આશયથી અપાયેલા આ ઉપનામથી આ સૂરિજી ત્યારથી દિવાકરના નામે જ વધારે પ્રસિદ્ધ થયા. આજે સમસ્ત જૈન સમાજ શ્રી સિદ્ધસેનસૂરિજીને “શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી” ના નામે જ જાણે છે અને કહે છે.
શ્રી સિદ્ધસેનસૂરિજીના વિક્રમરાજા તો ભક્ત હતા જ, હવે દેવપાલ રાજા પણ ભક્ત થયા. આમ રાજાઓના ભક્તિભાવથી સૂરિજી આચારપાલનમાં કંઈક શિથિલ થવા લાગ્યા. પાલખીમાં બેસીને રાજમંદિરે જવું-આવવું ચાલું થયું. માનની માત્રા વધવા લાગી. સૂરિજી રાજમાન્ય હોવાથી કોઈ કંઈ કહી શકતું નહીં. આ વાત ગુરુજી શ્રી વૃદ્ધવાદિસૂરિજીએ જાણી. જીવને હિતોપદેશ આપી માર્ગે લાવવા જોઈએ એમ વિચારી, વેશ બદલીને વૃદ્ધવાદિજી કર્માનગરે આવ્યા. વૃદ્ધવાદિસૂરિજીએ સરસ્વતીકંઠાભરણ આદિ અનેક પ્રકારની બિરૂદાવલી બોલાવતા સેવકો વડે વહન કરાતી પાલખીમાં બેઠેલા શ્રી સિદ્ધસેનજીને જોયા. ત્યાં આવીને દિવાકરસૂરિજીને કહ્યું કે હું તમારી પ્રસિદ્ધિ સાંભળીને આવ્યો છું. આ એક શ્લોકનો અર્થ મને સમજાવો. દિવાકરજીએ કહ્યું કે ભલે, તે શ્લોક કહો.
વૃદ્ધવાદિજીએ તે શ્લોક આ પ્રમાણે ગાયો - अणफुल्ली फुल्ल म तोडहु, मन आरामा न मोडहु । मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडह काई वणेण वणू ॥१२॥
શ્રી સિદ્ધસેનજીને આ અપભ્રંશભાષાના શ્લોકનો અર્થ કંઈ બેઠો નહીં. ત્યારે કહ્યું કે બીજું કંઈક પુછો. ગુરુજીએ કહ્યું કે ના, તમારું નામ ઘણું સુપ્રસિદ્ધ છે. તમારા જેવા પાસેથી મને આ શ્લોકનો અર્થ ન મળે તો બીજા કોના પાસેથી મળે ? તમે ફરીથી વિચારો. સિદ્ધસેનજીએ ઘણો વિચાર કર્યો પણ તે શ્લોકનો અર્થ બેઠો નહીં. ત્યારે કહ્યું કે તમે જ આ શ્લોકનો અર્થ સમજાવો. (મને બરાબર સમજાતો નથી). ત્યારે શ્રી વૃદ્ધવાદિજીએ કહ્યું કે –
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org