________________
સન્મતિપ્રકરણ કાડ-૨ – ગાથા-૧૪
૧૪૭ ભિન્ન માની છે તેથી આમ જ થશે. અને હંમેશાં સાકારધર્મો (વિશેષધર્મો) કરતાં નિરાકારધર્મો (સામાન્યધર્મો) ઓછા જ હોય છે પરિમિત જ હોય છે. તથા નિરાકાર ધર્મો કરતાં સાકાર ધર્મો અનંતગુણા હોય છે. આ રીતે બનવાથી કેવલજ્ઞાન અનંતગુણા વિશેષ ધર્મોનું ગ્રાહક બનવાથી સામાન્યધર્મ માત્રનું જ ગ્રાહક એવું અનાકારોપયોગવાળું કેવલદર્શન તો નિયમ પરિમિતવિષયવાળું જ અર્થાત્ કેવલજ્ઞાન કરતાં અનંતમા ભાગના જ વિષયવાળું બનવાનું. કેવલજ્ઞાન અનંતગુણા વિષયવાળું અને કેવલદર્શન અનંતમા ભાગના વિષયવાળું જ બનવાનું. આમ બન્નેની અસમાન વિષયતા જ થવાની આપત્તિ આવશે. અહીં પણ શાસ્ત્રવિરોધ આવવાનો.
ક્રમવાદમાં અને સહવાદમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ઉપયોગનો ભેદ માનેલ હોવાથી, બન્નેમાંનો એક ઉપયોગ વિશેષનો અને એક ઉપયોગ સામાન્યનો જ, એમ એક એક અંશમાત્રનો જ ગ્રાહક થવાથી ઉપરોક્ત સર્વે પણ દોષો આવે છે. સિદ્ધાન્તકાર શ્રીસિદ્ધસેનજી મહારાજશ્રીએ તર્ક દ્વારા વીણી વીણીને ઉપરોક્ત એક એક દોષો તેઓની સામે ઠાલવ્યા છે. પોતે માનેલા અભેદવાદમાં આમાંનો એક પણ દોષ લાગતો નથી. કારણ કે પોતે એમ માને છે કે સર્વથા ક્ષીણ આવરણવાળા આ કેવલી ભગવાનનું કેવલજ્ઞાન પણ સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોને અર્થાત્ સર્વધર્મોને જાણે છે એટલે સર્વધર્મોનું ગ્રાહક છે. (એકલા વિશેષ ધર્મમાત્રનું જ ગ્રાહક નથી) તથા આ જ કેવલી ભગવાનનું કેવલદર્શન પણ સામાન્ય અને વિશેષ એમ બન્ને ધર્મોનું અર્થાત્ સર્વધર્મોને દેખે છે. એટલે સર્વધર્મનું ગ્રાહક છે (એકલા સામાન્યધર્મ માત્રનું જ ગ્રાહક દર્શન નથી.) આ રીતે જ્ઞાન સામાન્ય અને વિશેષ આમ બન્ને પ્રકારના સર્વ ધર્મોને જાણે છે અને દર્શન પણ આ જ સર્વધર્મોને દેખે છે. જાણવું અને દેખવું આ બન્ને જ્ઞાનનાં જ સ્વરૂપો છે. તેથી એક જ ઉપયોગ છે. અભેદ ઉપયોગ છે. ઉપયોગભેદ નથી. એક જ ઉપયોગ સર્વધર્મોને જોવાનું અને જાણવાનું એમ બન્ને કામ કરે છે તેથી એક જ ઉપયોગનાં દેખવાની અને જાણવાની એમ ક્રિયાની વિવિધતાને લીધે દર્શન અને જ્ઞાન એવાં બે નામો છે.
ટીકા - સત્ર તાત્પર્યાર્થઃ - યત્વે જ્ઞાનનોર્ન થા, તતડત્યવિષયત્વત્ दर्शनमनन्तं न स्यादिति "अणंते केवलणाणे अणंते केवलदर्शने' इत्यागमविरोधः प्रसज्येत । दर्शनस्य हि ज्ञानाद् भेदे साकारग्रहणादनन्तविशेषवर्तिज्ञानादनाकारं सामान्यमात्रावलम्बि केवलदर्शनं यतो नियमेनैकान्तेनैव परीतमल्पं भवतीति कुतो विषयभेदादनन्तता ?
આવી માન્યતા ધરાવવાથી ક્ષીણ આવરણવાળા કેવલી ભગવાન સર્વ સમયમાં સર્વદ્રવ્યોના સર્વપર્યાયોને એકી સાથે જાણે છે તે કેવલજ્ઞાન છે. અને તે જ સર્વ ધર્મોને જુએ છે આ કેવલદર્શન છે. તેથી અલ્પજ્ઞતા કે અલ્પદર્શિતાના કોઈ પણ દોષ આવતા નથી. જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org