SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કાર્ડ-૨ – ગાથા-૧૫ સન્મતિપ્રકરણ કંઈ જાણે છે તે સર્વ જુએ છે અને જે કંઈ જુએ છે. તે સર્વ જાણે છે. તેથી અજ્ઞાતને જોતા અને અદેખને જાણતા ભગવાન શું જાણે અને શું જુએ? આ દોષ પણ લાગતો નથી. તેથી અભેદવાદ (એકોપયોગવાદ) માનવો એ જ નિર્દોષ માર્ગ છે. આવું ગ્રંથકારશ્રીનું કહેવું છે. ./૧૪| - ઉપરોક્ત સર્વ હકીકત સાંભળીને હવે આ ૧૫મી ગાથામાં ક્રમવાદી આચાર્યશ્રી પોતાનો બચાવપક્ષ રજુ કરે છે - भण्णइ जह चउणाणी, जुज्जइ णियमा तहेव एयं पि । भण्णइ ण पंचणाणी, जहेव अरहा तहेयं पि ॥ १५ ॥ भण्यते यथा चतुर्ज्ञानी, युज्यते नियमात्तथैवैतदपि । भण्यते न पञ्चज्ञानी, यथैवार्हन् तथैतदपि ।। १५ ।। ગાથાર્થ - ક્રમવાદી પોતાના પક્ષનો બચાવ કરતાં કહે છે કે મતિ આદિ કોઈ પણ એક જ્ઞાનના ઉપયોગવાળો જીવ જેમ લબ્ધિથી ચારજ્ઞાની કહેવાય છે. તેમ કેવલીમાં પણ આ નક્કી ઘટી શકે છે. સિદ્ધાન્તકાર કહે છે કે જેમ અરિહંત ભગવાન પંચજ્ઞાની કહેવાતા નથી. તેમ આ પણ (નથી જ ઘટવાનું એમ) સમજવું. ૧૫ || વિવેચન - ક્રમવાદી અને સહવાદી એમ બન્ને વાદીઓ મતિજ્ઞાની એવા છઘસ્થનું એક ઉદાહરણ આપીને અમેદવાદી એવા સિદ્ધાન્તકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીની સામે પોતાના પક્ષનો બચાવ કરે છે કે - છઘ0 એવા ચાર જ્ઞાનવાળા મહાત્મા પુરૂષને મતિશ્રુત-અવધિ અને મન:પર્યવ આમ ચારે જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ પ્રગટ થયેલો હોવાથી શક્તિથી (લબ્ધિથી) ચારે જ્ઞાનો તે આત્માને હોય છે તેથી જ તે “ચતુર્કાની” કહેવાય છે. જેમ કે કેવલજ્ઞાન થયા પૂર્વેના શ્રી ગૌતમસ્વામીજી. પરંતુ ઉપયોગ તો (વપરાશ તો) કોઈ પણ એક જ્ઞાનનો જ કરે છે. જીવસ્વભાવ જ એવો છે કે ચારે જ્ઞાનશક્તિઓનો વપરાશ સાથે હોતો નથી. થતો નથી. આ રીતે એક જ્ઞાનશક્તિનો ઉપયોગ (વપરાશ) હોવા છતાં પણ લબ્ધિને આશ્રયી તે ચાર જ્ઞાની કહેવાય છે. તેમ આ કેવલી પરમાત્મામાં બન્ને આવરણોનો ક્ષાયિકભાવ હોવાથી શક્તિથી (લબ્ધિથી) કેવલજ્ઞાન અને કેવલદર્શન એમ બન્ને ઘટે છે. બન્ને સાથે જ હોય છે. પરંતુ વપરાશની દૃષ્ટિએ (ઉપયોગની અપેક્ષાએ) એક સમયમાં એક શક્તિનો જ વપરાશ હોય છે બીજા સમયે બીજી શક્તિનો જ વપરાશ કરે છે. આ બચાવ ક્રમવાદી પક્ષનો છે. સહવાદી પક્ષનો એવો બચાવ છે કે ક્ષાયિકભાવ હોવાથી બન્ને લબ્ધિ સાથે પ્રગટ થયેલી જ છે પરંતુ ઉપયોગ એક શક્તિનો વિશેષ ધર્મ જાણવામાં અને બીજી Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy