________________
૮૫
સન્મતિપ્રકરણ
કાષ્ઠ-૧ – ગાથા-૩૬ થી ૪૦ એક અંશ અસ્તિઆત્મક છે. અને બીજો એક અંશ નાસ્તિ આત્મક છે. આવો અર્થ કરવો. વસ્તુના દેશભાગ ન કરતાં વસ્તુના અખંડ સ્વરૂપનો દેશભાગ અર્થાત્ એક અંશ એવો અર્થ કરવો. || ૩૦ ||
(૬) આ જ પ્રમાણે ઘટ-પટ આદિ સકલ વસ્તુગત અસ્તિ-નાસ્તિ આત્મક જે અખંડ અનંત સ્વરૂપ છે. તેમાંનો મારૂ સન્માવે ો = અસભૂત (નાસ્તિ આત્મક) સ્વરૂપવાળો જે એક અંશ છે તેની પ્રથમ વિવક્ષા કરીએ અને ત્યારબાદ તે ય૩મયાન = દ્રવ્યનો યુગપરૂપે ઉભયાત્મક એવો જે અવક્તવ્ય નામવાળો બીજો ભાગ છે તેની વિવક્ષા કરતાં તે અસ્થિ વત્તત્રં ચ દો વિયં વિચMવસા = તે જ દ્રવ્ય વિવક્ષાના વશથી નાસ્તિ અવક્તવ્ય પણ હોય છે. એટલે કે નાસ્તિ અવક્તવ્ય પણ અવશ્ય છે જ. I ૩૯
(૭) ઉપર સમજાવ્યા પ્રમાણે જ જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો અસ્તિ-નાસ્તિ આત્મક અખંડ અનંત સ્વરૂપવાળા જે છે તેમાંનો સમાવિષ્માવે તે = સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ “અસ્તિ આત્મક” સ્વરૂપવાળો જ એક ભાગ છે તથા પરદ્રવ્યાદિની અપેક્ષાએ “નાસ્તિ આત્મક” સ્વરૂપવાળો જે બીજો એક ભાગ છે. તે બન્નેની પ્રથમ ક્રમસર વિવક્ષા કર્યા બાદ સો ય સમય નસ = જે દ્રવ્યનો ઉભય સ્વરૂપાત્મક એવો જ અંશ છે. તેની વિવક્ષા કરવાથી “તેં મલ્થિ અસ્થિ વિત્તવયં ચ વિયં વિયUવતા'' તે આ એક જ દ્રવ્ય વિવક્ષાના વશથી અતિરૂપ પણ છે. નાસ્તિરૂપ પણ છે. અને અવક્તવ્યસ્વરૂપ પણ છે. આ ત્રિકસંયોગી છેલ્લો સાતમો ભાંગો થયો.
જેમ “અસ્તિ-નાસ્તિ” વિષે આ સપ્તભંગી સમજાવી. તેવી જ રીતે “નિત્ય-અનિત્ય” વિષે પણ સમજવી. જેમ કે “આત્મા નામનું જે મૂલદ્રવ્ય છે તે કર્મના ઉદયને વશ થયો છતો સુખી-દુઃખી, રાજા-રંક, રોગી-નિરોગી, રૂપવા-કરૂપી ઇત્યાદિ ગમે તેટલી જુદી જુદી અવસ્થાઓ પામે તો પણ તે આત્મતત્ત્વ રૂપે ક્યારેય નવો ઉત્પન્ન થતો નથી કે ક્યારેય સર્વથા નાશ પામતો નથી. અનાદિકાળથી છે જ, અને ભાવિમાં પણ અનંતકાળ રહેશે જ. આમ દ્રવ્યાર્થિકનયની (દ્રવ્યની પ્રધાનપણે) દૃષ્ટિએ આ આત્મા નિત્ય છે. એ જ રીતે આ આત્મદ્રવ્ય દ્રવ્ય સ્વરૂપે અનાદિ-અનંત (નિત્ય) હોવા છતાં પણ કર્મોદય આદિ અભ્યત્તર કારણોને લીધે, તથા આહારાદિ બાહ્ય સામગ્રી રૂપ નિમિત્તોને અનુસારે ભિન્ન ભિન્ન અવસ્થાઓ પણ અવશ્ય પામે જ છે. સદાકાળ એક અવસ્થામાં રહે એવું કુટસ્થ નિત્ય દ્રવ્ય નથી. તેથી પર્યાયાર્થિકનયની દૃષ્ટિએ આ આત્મા અનિત્ય પણ છે જ. આ પ્રમાણે વારાફરતી બન્ને નયોની દૃષ્ટિએ જોતાં આ આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મદ્રવ્ય જ એક આવું નિત્યાનિત્ય છે. એમ નહીં પરંતુ ધર્મ-અધર્મ આકાશ-પુદ્ગલ અને જીવ એમ સર્વે પણ દ્રવ્યો આવાં જ છે. એક નયની અપેક્ષાએ નિત્ય અને બીજા નયની અપેક્ષાએ અનિત્ય છે. "सर्वं जगत् नित्यानित्यम् एव, न तु नित्यमेव वा, क्षणिकमेव वा.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org