________________
(૨૨)
કામોમાં ઘણા જ વ્યસ્ત હોવા છતાં ઝીણવટપૂર્વક મેટર જે તપાસી આપ્યું છે તે બદલ તે સર્વે મહાત્મા પુરૂષોનો હું ઘણો જ ઘણો ઋણી છું. તેઓએ મારા ઉપર કરેલા ઉપકારને યાદ કરીને વારંવાર ભાવથી વંદના કરું .
આ ગ્રંથ ઘણો જ દર્શનપ્રભાવકત્રંથ છે, મૌલિકગ્રંથ છે. પાછળના અનેક આચાર્ય મહારાજશ્રીઓએ પોતાના રચેલા ગ્રંથોમાં આ સન્મતિપ્રકરણની ઠેકઠેકાણે સાક્ષી આપેલી છે. અર્થનું ગાંભર્ય ઘણું છે. ટીકા પૂજ્ય અભયદેવસૂરિજીની છે. પરંતુ વાદમહાર્ણવ હોવાથી તે ટીકા એટલી બધી લાંબી છે કે તેમાં મૂળ અર્થ શોધવો ઘણો જ મુશ્કેલ બને છે. તેથી અમારી ભૂલો થવાનો અવશ્ય સંભવ છે. ઉપરોક્ત ચારે આચાર્ય મહર્ષિઓ આ વિષયના ઘણા જ અભ્યાસી છે. ગીતાર્થ છે. તેથી તેઓની સૂચના મુજબ ઘણી ખરી ભૂલો તો સુધારી લીધી છે. છતાં છઘસ્થતાના કારણે, અનુપયોગ દશાના કારણે ભૂલો થવાનો સંભવ તો છે જ, તેથી મારા આ લખાણમાં જે કંઈ ભૂલચૂક થઈ હોય તે બદલ ચતુર્વિધ સંઘ સમક્ષ વારંવાર ક્ષમા યાચના માગું છું. આપશ્રીને જે કંઈ ભૂલ દેખાય તે ક્ષમા કરીને સત્ત્વરે જણાવવા વિનંતી છે. જેથી બીજી આવૃત્તિમાં સુધારા થઈ શકે. લખાણમાં ઉપયોગ કરેલા સાહિત્યની યાદી :
નવાંગવૃત્તિકાર પૂજ્ય શ્રી અભયદેવસૂરીશ્વરજી કૃત તત્ત્વબોધવિધાયિની ટીકા, પૂજ્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મ. શ્રી કૃત હિન્દી વિવેચન ભાગ-૧-૨-૫, પંડિતવર્ય
શ્રી સુખલાલજીભાઈ તથા બેચરદાસભાઈ દોશી કૃત ગુજરાતી વિવેચન, શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય, વિશેષણવતગ્રંથ, તથા અભિધાન રાજેન્દ્રકોશ. આ ગ્રન્થોનો મુખ્ય મુખ્ય આધાર લઈને આ લખાણ તૈયાર કરેલ છે. તે સિવાય પ્રસંગોપાત જરૂરી લાગ્યા તે ગ્રંથોની પણ સહાય લીધી છે. પ્રકાશનમાં સહયોગ :
આ ગ્રન્થના પ્રકાશનખર્ચમાં અમેરિકાના કેટલાક ભાઈ-બહેનો તરફથી યથોચિત આર્થિક સહયોગ મળેલ છે. તેમાંથી પાઠશાળાઓમાં ભણતા પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા ભણાવતા અધ્યાપકબંધુઓને આ પુસ્તક ભેટ અપાશે. તથા પૂજ્ય પન્યાસજી મ.સા. શ્રી વજસેનવિજયજી મ.સા. તથા તેમના શિષ્ય પૂજય હેમપ્રભવિજયજી મ.સા. ની શુભપ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાલય વાંકીતીર્થ તથા જૈન આરાધનાધામ જામનગરથી આર્થિક સહયોગ આ ટ્રસ્ટને મળેલ છે. તથા પૂજ્ય શ્રી જિનચંદ્રસાગરજી મ.સા. અને પૂ. શ્રી હેમચંદ્રસાગરજી મ.સા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org