________________
૨૫૬
કાર્ડ-૩ – ગાથા-૧૭-૧૮
સન્મતિપ્રકરણ ત્રણ-ચાર ફુટ ઉંચાઈવાળો પુરૂષ ઉભો રાખીએ તો તે પુરૂષ ઉંચો જણાશે. અને તેની પડખે છ-સાત ફુટ ઉંચાઈવાળો પુરૂષ ઉભો રાખીશું તો ઠીંગણો દેખાશે. આ ઉચાપણુ અને ઠીંગણાપણું પરાપેક્ષિત હોવાથી અને પરને આધીન હોવાથી અસલ પોતાનું સ્વરૂપ નથી. આ જ રીતે પિતૃત્વ-પુત્રત્વ-પૌત્રત્વ આદિ પર્યાયો અને ગુણો પરાપેક્ષિત કલ્પનામાત્ર સ્વરૂપ હોવાથી વાસ્તવિક નથી. હવે જો ગુણ અને પર્યાયો વાસ્તવિક છે જ નહીં તો તેને દ્રવ્યથી જુદા તત્ત્વ તરીકે માનવા, તે ઉચિત નથી.
પુરૂષભાવે જ માત્ર રહેલો નિરફથી = વિશેષ ધર્મોરૂપી અતિશય વિનાનો અર્થાત્ સામાન્ય માત્ર રૂપે જ રહેલો આ પુરૂષ, તે પુરૂષમાત્ર જ છે. (વિશેષધર્મોથી યુક્ત નથી.) ફક્ત પુત્ર, પિતા અને દાદા આદિની સાથે જોડાયો છતો તેઓની સાથેના સંબંધથી અનુક્રમે પિતા-પુત્ર-પૌત્ર પણે સંસારમાં વ્યવહારાય છે. કોઈ પુરૂષ રાજાને ત્યાં નોકરીમાં જોડાય એટલે તેને રાજપુરૂષ કહેવાય પણ તે વ્યક્તિમાં રાજપુરૂષત્વ નામનો કોઈ વિશેષ પર્યાય પ્રગટ થતો નથી, પુરૂષત્વ નામનું સામાન્ય જ છે. રાજાના સંબંધથી તે રાજપુરૂષત્વ કહેવાયું. તેમ આ વિવણિત પુરૂષમાં પણ સામાન્ય માત્ર જ છે. ગુણ-પર્યાય સ્વરૂપ વિશેષો જુદા નથી. સંબંધ માત્રથી તેમાં તેવા તેવા સંબંધીપણું કહેવાય છે.
આ જ રીતે જગતમાં રહેલાં કેરી આદિ દ્રવ્યો પણ ચક્ષુ નામની ઇન્દ્રિય સાથે જોડો ત્યારે કાળી-નીલી-પીળી ઇત્યાદિ પણે રૂપ નામના ગુણવિશેષને પામે છે. અને ધ્રાણેન્દ્રિય સાથે જોડો ત્યારે સુગંધી દુર્ગધી આવા ગુણવિશેષને પામે છે. રસનેન્દ્રિય સાથે જોડો ત્યારે ખાટીમીઠી ઇત્યાદિ રસાત્મક ગુણવિશેપને પામે છે. પરંતુ તે કેરી આદિ દ્રવ્યોમાં રૂપ-રસ-ગંધસ્પર્શાદિ ગુણો રૂપી જુદુ કોઈ તત્ત્વ નથી. કેરી તે દ્રવ્ય માત્ર જ છે. ઇન્દ્રિયોના સંબંધને લીધે તેમાં વર્ણ-ગંધ-રસ-સ્પર્શ આદિ વિશેપો વ્યવહારાય છે. વાસ્તવિકપણે દ્રવ્ય સામાન્ય રૂપ જ છે. વિશેષો છે જ નહી. માત્ર જુદા જુદા સંબંધોને લીધે પરાપેક્ષિત કલ્પના માત્ર જ છે.
ટીકામાં કહ્યું છે કે - યથા પ્રતિસMWવિશિષ્ટઃ પિત્રાદ્દિવ્યપદેશમશ્રત્યાયી पुरुषरूपतया निरतिशयोऽपि सन् तथा द्रव्यमपि घ्राण-रसन-चक्षुस्-त्वक्-श्रोत्रसम्बन्धमवाप्य रूपरसगन्धस्पर्शशब्दव्यपदेशमात्रं लभते द्रव्यस्वरूपेणाविशिष्टमपि, न हि शक्रेन्द्रादिशब्दभेदाद् गीर्वाणनाथस्येव रूपादिशब्दभेदाद् वस्तुभेदो युक्तः ।
પુરૂષ જેમ પિતા-પુત્રાદિના સંબંધવિશેષથી પુત્ર-પિતાપણે સંબંધી બને છે. અસલ સ્વરૂપે તો પુરૂષ જ છે. તેવી રીતે કેરી આદિ પુદ્ગલ દ્રવ્ય પણ ઇન્દ્રિયોની સાથે જોડાયું છતું રૂપ-રસ-ગંધ અને સ્પર્શ આદિ વિશેષણવાળું (વિશેષધર્મોવાળું) વ્યવહારાય છે. પરંતુ વાસ્તવિક તો તે દ્રવ્યમાત્ર જ છે. ગુણ-પર્યાયાત્મક વિશેષો તેમાં ભિન્ન તત્ત્વરૂપે નથી. આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org