SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ કાઠ-૧ – ગાથા-૯ સન્મતિપ્રકરણ તથા બૌદ્ધદર્શન કે જે ક્ષણે ક્ષણે દ્રવ્ય પણ સર્વથા બદલાય જ છે, કોઈ ધ્રુવતત્ત્વ છે જ નહીં, ઉત્પન્ન થયેલી તમામ વસ્તુઓ નાશના સ્વભાવવાળી જ હોવાથી બીજા સમયે જ નાશ પામે છે. માટે બધી જ વસ્તુઓ ક્ષણિકમાત્ર જ છે. આ દર્શન એકાન્તભેદવાદી હોવાથી મિથ્યાત્વ છે આવો વિવેક સ્વયં સ્વબુદ્ધિથી કરવો. તથા નૈયાયિક - વૈશેષિક જો કે ભેદ એટલે વિશેષ અને અભેદ એટલે સામાન્ય એમ બન્ને માને છે પરંતુ ઉભયનયથી આક્રાન્ત એક વસ્તુ ન માનતાં જે સામાન્ય છે તે વિશેષરૂપ નથી અને જે વિશેષ છે તે સામાન્યરૂપ નથી આમ એકાન્ત બન્નેને સ્વતંત્ર માને છે માટે તે પણ મિથ્યાત્વ જ છે. સત્તા નામના સામાન્યને વિશેષ માનતાં સામાન્યપણાના સ્વરૂપની હાનિ થાય અને પરમાણુ પરમાણુએ રહેનારા વિશેષમાં સામાન્યપણુ માનતાં વિશેષપણાના સ્વરૂપની હાનિ થાય. આવું નૈયાયિકોનું માનવું છે. તેથી બન્ને સ્વતંત્ર જ છે. આમ તેઓ એકાન્તભેદ જ માને છે. તેથી તે દર્શન પણ મિથ્યાત્વ જ છે. (જાઓ આ જ ગ્રંથની ત્રીજા કાંડની ગાથા ૪૮-૪૯) || ૮ || અંતિમ સામાન્ય અને અંતિમ વિશેષને છોડીને સર્વે વિચારો અને સર્વે વચનવ્યવહારો બન્ને નયનો વિષય બને છે. એકલો એક નય ક્યાંય લાગતો નથી. તે વિષયની ચર્ચાનો ઉપસંહાર - दव्वढिओ त्ति तम्हा, नत्थि णओ नियम सुद्धजाईओ। ण य पजवढिओ णाम, कोइ भयणाय उ विसेसो ॥ ९ ॥ (द्रव्यार्थिक इति तस्माद् नास्ति नयो नियमाच्छुद्धजातिः । ન ચ પર્વવાર્થિો નામ, શત્ મળનાડુ વિશેષઃ || ૧ ) ગાથાર્થ - તેથી શુદ્ધ જાતિવાળો (જેમાં પર્યાયાર્થિકનય લાગુ ન જ પડતો હોય તેવો) દ્રવ્યાર્થિક નામનો નય નિયામાં નથી જ. એવી જ રીતે (જ્યાં દ્રવ્યાર્થિક નય લાગુ ન પડતો હોય તેવો) શુદ્ધ જાતિવાળો પર્યાયાર્થિક નામનો પણ કોઈ નય નથી જ. ફક્ત ભજનાને લીધે (વિવક્ષાને લીધે) બન્નેમાં વિશેષતા છે / ૯ વિવેચન - સામાન્યથી દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે નયો (વસ્તુને સમજવા માટેની બે દૃષ્ટિઓ, બે અપેક્ષાઓ, બે વિવક્ષાઓ) છે. બન્ને નયોના અનુક્રમે સામાન્ય અને વિશેષ, અર્થાત્ અભેદ અને ભેદ આ વિષયો છે. પરંતુ વિશેષ વિનાનું એકલું સામાન્ય, કે સામાન્ય વિનાનું એકલું વિશેષ ક્યાંય છે જ નહીં. જેમ કે જે વૃક્ષમાં વૃક્ષત્વ - વનસ્પતિત્વ નામનું સામાન્ય છે તે જ વૃક્ષમાં મૂળ-થડ-શાખા-પ્રશાખા-ફૂલ-ફળ અને બીજા વિગેરે વિશેષ પણ હોય જ છે. મનુષ્ય નામનું સામાન્ય જ્યાં વર્તે છે ત્યાં જ ચૈત્ર-મૈત્ર-દેવદત્ત આદિ વિશેષો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy