________________
સન્મતિપ્રકરણ કાડ-૧ – ગાથા-૮
૨૩ લોકોને પણ જણાવાય છે. તે માત્ર દ્રવ્યાર્થિક નયનો જ વિષય બને છે કારણ કે તેનાથી મોટું (વિશાળ) જો કોઈ સામાન્ય હોત તો આ સત્તા સામાન્ય તેના અંડરૂપ વિશેષ બનત કે જ્યાં પર્યાયાર્થિકનય લાગત. પરંતુ સત્તાથી કોઈ વિશાળ સામાન્ય નથી. તેથી આ જ અંતિમ વિશાળ સામાન્ય બને છે. માટે ત્યાં એક નય પ્રવર્તે છે. આ વાત સાતમી ગાથામાં કહી છે.
એવી જ રીતે અંતિમવિશેષમાં કેવળ એકલો પર્યાયાર્થિકનય જ પ્રવર્તે છે. તે વાત આ આઠમી ગાથામાં જણાવે છે. પછિ મવિયL = જેની પછી (પાછળ) વિકલ્પો (ભદો) પડતા નથી. એવો જે અંતિમભેદ અર્થાત્ અંતિમવિશેષ, નિવ્યય = તથા જેની પછી હવે કોઈ પણ જાતનો વચનવ્યવહાર નથી. જેના ભેદ ન હોવાથી ભેદ સમજવા કે સમજાવવા માટે જ્યાં શબ્દપ્રયોગ નથી. એવો જે અંતિમવિશેષ સૂચક બોધ કે વચન છે તે માત્ર પર્યાયાર્થિકનયનો વિષય બને છે. તેને છોડીને ઉપાજ્ય વિશેષ સુધી દ્રવ્યનો (સામાન્યનો - અભેદનો) પણ ઉપયોગ છે જેમ કે 100 ઘટદ્રવ્ય હોય તો આ ઘડા છે એમ ઘટપણે અભેદ કરી શકાય છે. તે છેલ્લે બે ઘડા હોય ત્યાં સુધી બન્ને ઘડાનો પણ અભેદ કરીને આ ઘડા છે એમ બોલી શકાય છે સમજી શકાય છે. પરંતુ જયારે એક જ ઘટ હોય છે ત્યારે તેનો અભેદ કોની સાથે કરવો ? હવે અભેદ શક્ય નથી. આ રીતે અંતિમ વિશેષ હોય ત્યારે અભેદ શક્ય નથી તે માટે અંતિમ વિશેષને છોડીને સત્તા નામના મહાસામાન્યથી આરંભીને ઉપાસ્ય વિશેષ સુધી જેમ વિશેષનો (ભજનો) બોધ થાય છે. તથા ભેદસૂચક વચન વ્યવહાર થાય છે તેમ મધ્યવર્તી તે ભાવોમાં દ્રવ્યનો (અભેદનો) ઉપયોગ પણ થાય છે. અને અભેદનો બોધ પણ થાય છે. એટલે જેવી ભિન્નતા છે. તેવી અભિન્નતા-ઐક્યતા પણ છે જ. માટે મધ્યવતી સઘળા વિચારો અને વચનો ઉભયનયનો વિષય બને છે.
તે માટે વલ્લું પનવયવોર્વમાં જે જે વસ્તુ પર્યાયાસ્તિકનયથી આક્રાન્ત (ભરેલી) છે. જે જે વસ્તુ પર્યાયાસ્તિકનયનો વિષય બને છે. તે સઘળી તમામ વસ્તુ વ્યઠ્ઠિયક્ષ વUિM = દ્રવ્યાર્થિકનયથી પણ વક્તવ્ય બને જ છે સારાંશ કે સત્તા નામનું મહાવ્યાપક અંતિમ સામાન્ય જેમ એક દ્રવ્યાર્થિકનયનો જ વિષય બને છે. તેમ અંતિમ વિશેષ ફક્ત એક પર્યાયાંર્થિકનયનો જ વિષય બને છે. બાકીના મધ્યમવર્તી સઘળાં વચનો ઉપાજ્ય સામાન્યથી પ્રારંભીને ઉપાજ્ય વિશેષ સુધીનાં સઘળાં વચનો ઉભયનયથી આક્રાન્ત છે તે માટે ક્યાંય પણ એકાન્ત ભેદ કે એકાત્તે અભેદ માનવો જોઈએ નહીં. જે જે દર્શનકારો એકાન્ત અભેદ કે એકાનો ભેદ જ માને છે તે મિથ્યાત્વ છે. જેમ કે વેદાન્તદર્શન કે શંકરાચાર્યાદિ ઋષિમુનિઓ સર્વથા અદ્વૈતવાદ જ માને છે. કોઈ લોકો આ જગત ઈશ્વરમય જ છે. ઈશ્વર એ જ એક તત્ત્વ છે. અર્થાત બ્રહ્માદ્વૈતવાદને જ માને છે. ઈત્યાદિ દર્શનકારો અભેદના એકાન્તવાદી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org