________________
સન્મતિપ્રકરણ કિાડ-૨ – ગાથા-૩૩
૧૮૯ છે તેને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શન ચાર થી બાર ગુણસ્થાનક સુધી જ હોય છે. ૧ થી ૩ ગુણસ્થાનકોમાં જિનેશ્વર પ્રભુ ઉપર રૂચિ નથી. અને તેરમા-ચૌદમા ગુણસ્થાનકે ક્ષાયોપથમિક ભાવવાળું આવું આભિનિબોધિક જ્ઞાન નથી માટે કેવલી ભગવાન સમ્યગ્દર્શની નથી. પરંતુ અપાય અને સદ્ધવ્યના ક્ષયથી થનારી નિર્મળ દૃષ્ટિવાળા છે એટલે કે તે કેવલી ભગવાન સમ્યગ્દષ્ટિ છે. તે ૩૨ //
सम्मण्णाणे णियमेण, दंसणं दंसणे उ भयणिजं । सम्मण्णाणं च इमं ति, अत्थओ होइ उववण्णं ॥ ३३ ॥ सम्यग्ज्ञाने नियमेन, दर्शनं दर्शने तु भजनीयम् । सम्यग्ज्ञानञ्चेदमिति, अर्थतो भवत्युपपन्नम् ॥ ३३ ॥
ગાથાર્થ - સમ્યજ્ઞાન હોતે છતે દર્શન નિયમ હોય છે પરંતુ દર્શન હોતે છતે (સમ્યજ્ઞાન) ભજનાએ હોય છે. તેથી અર્થ દ્વારા એ સિદ્ધ થયું કે જે સમ્યજ્ઞાન છે તે જ આ (સમ્યગ્દર્શન) છે. || ૩૩ /
વિવેચન - ઉપરની ગાથાની ચર્ચાથી સમજાશે કે એકલી રુચિ તે સમ્યગ્દર્શન નથી, કારણ કે સર્વે દર્શનકારોને તથા તેના અનુયાયીઓને પોત પોતે માનેલી માન્યતાઓ વાસ્તવિકપણે ખોટી હોય તો પણ તેઓની દૃષ્ટિ તે તરફ ઢળેલી છે. તેથી તેવા પ્રકારની ખોટી ખોટી માન્યતાઓમાં પણ અતિશય રુચિ હોય જ છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે વર્તતા જીવોને પણ પોતે માનેલા જુદા જુદા એકાન્તવાદમાં ઘણી જ રુચિ હોય છે. એટલે જ પોતે માનેલા પક્ષનો ઘણો જ બચાવ કરતા હોય છે. જેમકે સાંખ્યો કહે છે કે આત્મા નિત્ય જ છે નૈયાયિક - વૈશેષિકો કહે છે કે આત્મા સર્વવ્યાપી છે. બૌધ્ધો કહે છે કે આત્મા ક્ષણિક અનિત્ય છે. ચાર્વાક કહે છે કે આત્મા પાંચ ભૂતોનો જ બનેલો છે. આવા સેંકડો મુદાઓના જુદા જુદા એકાન્તવાદ લોકો માનતા જ હોય છે. તેઓએ માનેલા તે તે પક્ષની જોરદાર દલીલો રજુ કરે છે. બીજાના પક્ષનું નિરસન અને પોતાના પક્ષનું સ્થાપન સર્વે પણ વાદીઓ જોરશોરથી કરે છે. આ બધું ક્યારે થતું હશે ? પોતાના પક્ષની અતિશય રુચિ હોય તો જ, એટલે “એકલી રુચિ તે દર્શન” આમ જો અર્થ કહીએ તો આવા પ્રકારના એકાન્તવાદના મિથ્યા આગ્રહવાળાઓને પણ પોત પોતાના પક્ષની રુચિ હોવાથી દર્શન કહેવું પડે, તેથી જ મૂલગાથામાં લખ્યું છે કે “સ ૩ મહ્નિ '' દર્શન (એટલે રુચિ) જ્યાં જ્યાં હોય છે ત્યાં ત્યાં સમ્યજ્ઞાન હોય જ એવો નિયમ નથી, કારણ કે એકાન્તમાન્યતામાં પણ રુચિ હોઈ શકે છે. તેથી અનેકાન્ત વિષયક રુચિ જ્યાં જ્યાં હોય છે. ત્યાં ત્યાં સમ્યજ્ઞાન હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org