________________
૧૩
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ – ગાથા-૪ - ધર્માસ્તિકાયાદિ અમૂર્તદ્રવ્યો હોય કે સ્તંભ-કુંભ આદિ મૂર્તિ દ્રવ્યો હોય પરંતુ આખરે તે સર્વે દ્રવ્યો આ સંસારમાં “સત્” છે. સત્ રૂપે સર્વે દ્રવ્યો સમાન છે. ઐક્ય છે. અભેદ છે. કારણ કે આ સર્વે પદાર્થો પોતપોતાના સ્વરૂપે પણ અસ્તિત્વ-સત્ત્વ (હોવાપણાને) ધરાવે છે. માટે “સ” પણે-(હોવા રૂપે) બધાં દ્રવ્યો સમાન છે. આવા પ્રકારનું તત્ત્વ સમજાવનારી જે દ્રષ્ટિ તે સંગ્રહનય છે અને તે જ દ્રવ્યાર્થિકનયની મૂલપ્રકૃતિ (અભેદપ્રધાન મૂલસ્વભાવ) છે. અને તે પોતાનો સહજ સ્વભાવ હોવાથી શુદ્ધ પ્રકૃતિ કહેવાય છે. સ પણે આ દુનિયાની તમામ વસ્તુઓ એકરૂપ છે જ. આવું સમજવું તે મૂલભેદરૂપે દ્રવ્યાર્થિકનય છે અને ઉત્તરભેદરૂપે સંગ્રહનય છે.
માત્ર આનો એકાન્ત માનવો તે દુર્નય છે. કારણ કે સત્ પણે અભેદ હોવા છતાં ચેતન-અચેતનરૂપે, મૂર્ત-અમૂર્ત રૂપે ભેદ પણ છે જ. તેથી તે ભેદની ઉપેક્ષા કરી કેવળ અભેદ માનવો તે મિથ્યાત્વ છે. દુર્નય છે. એકાન્તવૃષ્ટિ છે જેમકે વેદાન્તદર્શન - મીમાંસકદર્શન અને શંકરાચાર્યાદિનો અદ્વૈતવાદ. (કેવળ અદ્વૈત જ છે આમ માનવું તે મિથ્યાત્વ જ છે) “સત્ પણાની અપેક્ષાએ” સર્વે વસ્તુઓનો અપરિમિત અભેદ માનવો તે શુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. તેમાંથી ઘડરૂ= એક એક વસ્તુવાર પરિમિત અભેદને જણાવનાર શબ્દાર્થવાળો જે નિશ્ચય છે. તે દ્રવ્યાર્થિકનયના બીજા ભેદરૂપ વ્યવહારનય છે. જેમ કે સર્વે જીવદ્રવ્યો જીવપણે અભિન્ન છે અથવા સર્વે પુગલદ્રવ્યો પુદ્ગલપણે સમાન છે. સર્વે મૂર્તદ્રવ્યો મૂર્તિપણે એક છે. “આમ આ બધા જીવ છે.” “આ બધાં પુગલ છે.” “આ બધાં મૂર્તિ છે.” “આ બધાં અમૂર્ત છે.” ઈત્યાદિ પરિમિતપણે વસ્તુના ઐક્યને સમજાવનારી જે દ્રષ્ટિ તેમજ અપેક્ષાનુસાર જીવ પુદ્ગલ વિગેરેના ભેદને પણ ગૌણતાએ મહત્તા આપનારી જે દ્રષ્ટિ તે વ્યવહારનય છે. “સપણે” બધી વસ્તુઓ સમાન હોવા છતાં જુદા જુદા શબ્દ પ્રમાણે થતો જે વ્યવહાર તથા તેનો વપરાશ કરવાનો વ્યવહાર પરિમિત અભેદને આશ્રયી થાય છે. માટે આવી સીમિતાભદાંશગ્રાહી દૃષ્ટિને વ્યવહારનય કહેવાય છે. જેમ કે “જ્ઞાન એ જીવનો ગુણ છે” અહીં જીવો કહેવાથી સર્વે જીવો સમજવાના છે પરંતુ સર્વે દ્રવ્યો સમજવાનાં નથી. માટે આ પરિમિતઅભેદગ્રાહી તથા ભેદસૂચક દ્રષ્ટિને વ્યવહારનય કહેવાય છે. આ રીતે જ્યારે કોઈ વસ્તુનો વ્યવહાર કરવો હોય, લેવડ-દેવડ કરવી હોય ત્યારે વક્તાની દૃષ્ટિ ભેદ તરફ ઢળે તો જ થાય છે. આ રીતે વિચારતાં સત્ રૂપે પ્રથમ ગ્રહણ કરેલ અખંડ ઐક્યતત્ત્વને પણ કાર્યના પ્રયોજનને અનુસારે જીવ અજીવ આદિ અમુક પ્રકારના પરિમિત ભેદને પણ સ્વીકારવો જ પડે છે તે માટે “સત્તા રૂપે” રહેલા તત્ત્વને અખંડપણે (સંપૂર્ણ ઐક્યરૂપે) ગ્રહણ કરનારી જે દ્રષ્ટિ તે સંગ્રહાય છે અને આ સંગ્રહનય જ શુદ્ધદ્રવ્યાર્થિકનયની મૂળભૂત પ્રકૃતિ છે અને આ જ “સત્તાતત્ત્વને” સત્પણે અખંડ રાખીને જીવ-અજીવ ધર્મ-અધર્મ રૂપે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org