________________
૨૮૬
કાડ-૩ – ગાથા-૨૯
સન્મતિપ્રકરણ આ તત્ત્વ સમજવા માટે વિશાળ અને સૂક્ષ્મદૃષ્ટિ કેળવવી જ રહી. અને તે સાપેક્ષવાદને એ જ (અનેકાન્તદૃષ્ટિને જ) આભારી છે. તેથી એકાન્ત આગ્રહ ઉપકારી બનતો નથી. / ૨૮ !
અનેકાન્તદૃષ્ટિ જેમ પોતાના વિષયમાં અનેકાન્તતા સૂચવે છે. તેમ સઘળા પ્રમેયતત્ત્વોમાં પણ અનેકાન્તતા સૂચવે છે. તે વિષય ઉપર બીજાં કેટલાંક સુંદર ઉદાહરણો ગ્રંથકારશ્રી આપે છે.
गइपरिगयं गई चेव, केइ णियमेण दवियमिच्छंति । तं पि य उड्ढगईयं, तहा गई अनहा अगई ॥ २९ ॥ गतिपरिगतं गतिमच्चैव केचिद् नियमेन द्रव्यमिच्छन्ति । तदपि चोर्ध्वगतिकं तथा गतिमदन्यथाऽगतिमत् ॥ २९ ॥
ગાથાર્થ - ગતિ ભાવે પરિણામ પામેલું દ્રવ્ય નિયમો ગતિમાન જ છે. એમ કેટલાક ઈચ્છે છે. પરંતુ ગતિમાન એવું તે દ્રવ્ય ઉર્ધ્વગતિને આશ્રયી જેમ ગતિમાન છે. તેમ અન્યથા (અન્ય દિશાની ગતિને આશ્રયી) અગતિમાન પણ અવશ્ય છે જ. / ર૯
| વિવેચન - અનેકાન્તદૃષ્ટિની ઘણી વિસ્તૃત ચર્ચા એટલા માટે કરી છે કે વ્યાપક પણે સર્વત્ર અનેકાન્તમય વસ્તુતત્ત્વ છે. તે સમજવું અત્યન્ત આવશ્યક છે. અનેકાન્તાત્મક વસ્તુસ્વરૂપ બારીકાઈથી સમજ્યા વિના વસ્તુનું સાચું સ્વરૂપ હાથમાં આવતું નથી. તેથી અજ્ઞાનતાને વશ થયેલો આ જીવ એક તરફી વસ્તુ સ્વરૂપ માની લે છે. તેનો આગ્રહ એવો અને એટલો બધો વધી જાય છે કે તેને બીજી બાજુનું સ્વરૂપ સમજાતું તો નથી, પરંતુ બીજી બાજુનું સ્વરૂપ સમજાવતાં તેને વિરોધો જ દેખાયા કરે છે. તે જીવ સમન્વય કરી શકતો જ નથી. અને પરસ્પર વિરૂદ્ધ બે સ્વરૂપોનો વિરોધ માત્ર દેખીને ઘણા કુતર્કો જ કરે છે. અને એકાન્તતા તરફ જ વધારે વળી જાય છે આ વાત સમજાવવા માટે ગ્રંથકારશ્રી આ ગાળામાં અને આ ગાથા પછીની બે ગાથામાં કેટલાંક સુંદર ઉદાહરણો આપે છે -
(૧) ધારો કે એક રોકેટ અથવા પ્લેન ભૂમિ ઉપર ઉભું છે અને તેનો પાયલોટ તેને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરે છે અને ધીરે ધીરે તે રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે ઉર્ધ્વગતિ કરે છે. સ્થૂલદષ્ટિએ વિચાર કરીએ તો તે રોકેટ અથવા પ્લેન ગતિમાન જ દેખાય છે અને તે પણ ઉર્ધ્વગતિમાન જ જણાય છે. કોઈને પણ પુછો તો આમ જ કહેશે કે આ રોકેટ અથવા પ્લેન ઉપર જાય છે. અર્થાત્ ગતિમાન છે. તેમાં ગતિ જ છે. પણ ગતિનો અભાવ નથી. આપણે તેને વસ્તુસ્થિતિ સમજાયા વિના જો આમ કહીએ કે આ રોકેટ અથવા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org