SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ કાર્ડ-૩ – ગાથા-૨૩-૨૪ સન્મતિપ્રકરણ કે તે અત્યંત ભિન્ન છે. તેવી જ રીતે પરમાણુદ્રવ્ય અને રૂપાદિગુણોનો અત્યન્તભેદ માને છતે પરમાણુમાં રૂપરસાદિ ગુણો ઉત્પન્ન થશે નહીં અને પૂર્વગુણી ત્યાં છે જ નહીં તેથી તેનો નાશ પણ ત્યાં સંભવશે નહીં. તેથી પરમાણુમાં આ લક્ષણ ઘટતું નથી. તથા ગુણ-પર્યાય વિનાનું આ દ્રવ્ય પણ આકાશપુષ્પની જેમ સર્વથા અસત્પણાને પામશે. અથવા સકલજોયને જાણનારા કેવલીમાં પણ આ લક્ષણ ઘટશે નહીં. કારણ કે ગુણગુણીનો અત્યન્તભેદ માને છતે ગુણો વિનાનું કેવલ એકલું ગુણીદ્રવ્ય, અને આધારભૂત ગુણીદ્રવ્ય વિના કેવલ એકલા ગુણો અસત્યણાને જ પામે છે. હવે જો ગુણ અને ગુણી ખરશ્ચંગની જેમ સર્વથા અસત્ જ છે. તો પછી તેમાં કોઈ પણ પ્રકારનું લક્ષણ સંભવે જ કેવી રીતે ? ટીકામાં કહ્યું છે કે – દ્રવ્ય તૈક્ષUાં સ્થિતિ:, ગન્મવિલામ નક્ષU TUIનામું, પર્વ सति केवलिनो युज्यते एतल्लक्षणम्, तत्र किल केवलात्मना स्थिते एव चेतनाचेतनरूपा अन्ये अर्था ज्ञेयभावनोत्पद्यन्ते, अज्ञेयरूपतया च नश्यन्ति । न तु द्रव्यस्याण्वादेर्लक्षणमिदं युज्यते, न हि अणौ रूपादयो जायन्ते अत्यन्तभिन्नत्वात् गव्यश्वादिवत् । अथवा केवलिनोऽपि सकलज्ञेयग्राहिणो नैतल्लक्षणं युज्यते, न चापि द्रव्यस्य अचेतनस्य, गुणगुणिनोरत्यन्तभेदेऽ सत्त्वापत्तेः असतोश्च खरविषाणादेरिव लक्षणाऽसम्भवादिति ॥ ટીકાનો પાઠ ઉપર મુજબ હોવાથી અમે તે પ્રમાણે અર્થ લખ્યો છે છતાં અહીં બીજો પણ આવા પ્રકારનો અર્થ સંભવે છે કે - આ બન્ને લક્ષણો કેવલ એક-એકમાં જ ઘટે છે અર્થાત્ ગુણશૂન્ય એવા ધર્મી દ્રવ્યમાં સ્થિતિ, અને દ્રવ્ય શૂન્ય (આધારશૂન્ય) એવા ગુણાત્મક ધર્મમાં ઉત્પત્તિ-વિનાશ હોય છે. પરંતુ ઉત્પત્તિ-વિનાશ અને ધૃવત્વ આમ ત્રિપદીયુક્ત લક્ષણ એકમાં (ગુણમાં કે દ્રવ્યમાં) ક્યાંય ઘટતું નથી. તથા વળી આમ માનવાથી દ્રવ્યથી ગુણોનો અને ગુણોથી દ્રવ્યોનો એકાન્તભેદ જ સિદ્ધ થાય છે. પરંતુ પદાર્થોનું તેવું સ્વરૂપ નથી. “આ ઘટ લાલ છે” “આ સોનું કુંડલ બન્યું” ઇત્યાદિ રૂપે દ્રવ્યથી ગુણ-પર્યાયોનો અભેદસંબંધ પણ છે તેથી ધર્મી એવું દ્રવ્ય જેમ સ્થિતિધર્મવાળું છે તેમ સમયે સમયે નવા નવા ગુણ-પર્યાય સ્વરૂપે દ્રવ્ય પોતે જ પરિણામ પામતું હોવાથી ઉત્પત્તિ-વિનાશ ધર્મવાળું પણ દ્રવ્ય છે. તેથી ત્રિપદીમય છે. તેવી જ રીતે ગુણ-પર્યાયો પણ ઉત્પત્તિ વિનાશવાળા તો છે જ પરંતુ તિરોભાવે દ્રવ્યમાં સૈકાલિક સંબંધવાળા હોવાથી ધ્રુવ પણ છે જ. દ્રવ્યમાં અતીત અને અનાગત પર્યાયો પણ તિરોભાવે અનાદિ-અનંત રૂપે પડેલા છે. માટે ધ્રુવ પણ અવશ્ય છે જ. આ રીતે ધર્મી એવું દ્રવ્ય અને ધર્મભૂત એવા ગુણ-પર્યાયો એમ બન્ને ઉત્પાદ-વિનાશ અને ધ્રુવધર્મવાળા (ત્રિપદીમય) છે અને જો ત્રિપદીમય છે. એમ માનીએ તો જ પૂર્ણલક્ષણ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy