________________
કાડ-૨ – ગાથા-૧૮
સન્મતિપ્રકરણ
૧૫૩ યુક્તિસિદ્ધ કરે છે. તેમ અહીં પણ ગ્રન્થકર્તાએ ક્રમવાદ અને સહવાદની માન્યતાનો પરાભવ કરીને પોતાને માન્ય અભેદવાદની નિર્દોષપણે સિદ્ધિ કરી છે. આપણને પણ આ ચર્ચા સાંભળતાં આ અભેદવાદની જ વાત વધારેમાં વધારે સંગત હોય અને યુક્તિયુક્ત હોય તેમ જરૂર લાગશે. પરંતુ આ અભેદવાદમાં પણ એક મોટી શંકા તો રહે જ છે કે જો આ રીતે દર્શન અને જ્ઞાનમાં કેવલીપણામાં ભેદ ન જ હોય તો “નફ ના તફયા ન પાસરૂ" ઇત્યાદિ જે આગમપાઠો છે અને અહીં ચોથી ગાથામાં જે પાઠો આપ્યા છે તથા ગ્રન્થકારે પોતે પણ પૂર્વપક્ષકારના મતની રજુઆત કરવાના કાલે જણાવ્યા છે. તે આગમપાઠોનું શું? આગમના સાક્ષીપાઠો તો અત્યન્ત સ્પષ્ટપણે પોકારે છે કે કેવલી જ્યારે જાણે છે ત્યારે જુએ નહીં અને જ્યારે જુએ છે ત્યારે જાણે નહીં.
તથા ક્રમવાદને સિદ્ધ કરે તેવો ઉપરોક્ત સૂત્રપાઠનો પ્રઘોષ તો સન્મતિપ્રકરણ ન ભણેલા અને કર્મગ્રન્થાદિના અભ્યાસીઓમાં પણ આબાલગોપાલ પ્રસિદ્ધ છે. વળી પ્રાથમિક એવા તે અભ્યાસીઓમાં તો એવું પણ પ્રસિદ્ધ છે કે છઘમાં પહેલું દર્શન હોય પછી જ્ઞાન હોય અને બન્ને ઉપયોગ અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત પરાવર્તન પામે. તથા કેવલી ભગવાનમાં પહેલું જ્ઞાન હોય અને પછી દર્શન હોય અને તે પણ સમયે સમયે ઉપયોગની પરાવૃત્તિ પામે. આ સાક્ષીભૂત આગમપાઠોનો અને પ્રસિદ્ધપ્રઘોષનો આ અભેદવાદી ગ્રન્થકાર શું ઉત્તર આપશે? તેમના પક્ષમાં પણ સાક્ષીપાઠોને સંગત કરવાની મુશ્કેલી તો ઉભી જ રહે છે. તે વાત જાણવા માટે હવે પછીની ૧૮મી આદિ ગાથા જોઈએ. || ૧૬-૧૭ |
પોતાના માનેલા અભેદવાદમાં આવતા આગમવિરોધનો પરિહાર કરતાં કહે છે - परवत्तव्वयपक्खा, अविसिट्ठा तेसु तेसु सुत्तेसु । अत्थगईअ उ तेसिं, वियंजणं जाणओ कुणइ ।। १८ ॥ परवक्तव्यपक्षा अविशिष्टास्तेषु तेषु तेषु सूत्रेषु ।। ઉર્થાત્યા તુ તેષાં, બ્રૂન (ચારડ્યાં) : રોતિ મે ૨૮ ||
ગાથાર્થ - તે તે આગમસૂત્રોમાં લખેલા પાઠો (જ્યાં સુધી વિશિષ્ટ કરવામાં ન આવે જો કોઈ અપેક્ષાવિશેષ લગાડવામાં ન આવે, આગળ-પાછળ કોઈ વિવક્ષા જોડવામાં જો ન આવે તો) પરદર્શનના વક્તવ્યવાળા પક્ષની સમાન પક્ષો છે. પરંતુ જાણકાર (શાસ્ત્રનો અનુભવી) માણસ અર્થની સંગતિને અનુસાર તે આગમપાઠોનો અપેક્ષા લગાડવાપૂર્વક વિભાગ કરે છે. જે ૧૮ |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org