________________
સન્મતિપ્રકરણ
કાર્ડ-૧ - ગાથા-૪૧ નાસ્તિ વિગેરે ભાંગાઓની આગળ ચા–શ્ચિઃ વિગેરે શબ્દો લગાડાય છે અને એક ધર્મની પ્રધાનતા સમજાવવા માટે જ પાછળ વિવાર લખવામાં આવે છે.
આ રીતે શરીરથી આત્મા કથંચિત્ ભિન્ન પણ છે અને કથંચિત્ અભિન્ન પણ છે. શરીરમાં જ હોવા છતાં પણ શરીરને છોડીને ભવાન્તરમાં જાય છે માટે ભિન્ન છે અને શરીરના પ્રદેશ પ્રદેશે લોહાગ્નિની જેમ એકમેક છે. માટે અભિન્ન પણ છે. આ બે ભાંગા સિદ્ધ થતાં તે બન્નેને એકી સાથે બોલવા જતાં ન બોલાય તેમ હોવાથી અવક્તવ્યનો ત્રીજો ભાંગો પણ સિદ્ધ થઈ જાય છે. આમ ત્રણ ભાંગા સિદ્ધ થતાં પરસ્પરના મીલનથી શેષ ચાર ભાંગા પણ સમજી શકાય છે. આ જ રીતે સામાન્ય-વિશેષ આદિ અનેક યુગલધર્મ રૂપ જોડીઓ ઉપર ઉપરથી ભલે વિરુદ્ધ દેખાતી હોય પરંતુ વાસ્તવિકપણે અવિરોધી એવી અનેક જોડીઓ છે અને તેમાંની એક-એક જોડીવાર સપ્તભંગી બનતી હોવાથી કુલ અનંતી સપ્તભંગીઓ છે. આ પ્રમાણે પુરૂષનું ઉદાહરણ આપીને બન્ને નયો, તથા તત્તનયથી ગમ્ય ઉભય ભાવ (સવિકલ્પ અને નિર્વિકલ્પ) આદિ વિષય ગ્રંથકારશ્રીએ સમજાવ્યો. ૩૬ થી ૪૦ ||
હવે ઉપરની ચર્ચાનો ઉપસંહાર કરે છેएवं सत्तवियप्पो, वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए उण, सवियप्पो णिव्वियप्पो य ।। ४१ ।। ( एवं सप्तविकल्पो वचनपथो भवत्यर्थपर्याये । વ્યનાથે પુન: સવિલ નિર્વિવત્પર્શ છે ૪૨ ૫)
ગાથાર્થ - આ પ્રમાણે અર્થપર્યાયમાં સાતે પ્રકારનો વચનમાર્ગ હોય છે પરંતુ વ્યંજનપર્યાયમાં તો સવિકલ્પક અને નિર્વિકલ્પક એવા બે (કે ત્રણ) જ ભાંગા હોય છે. ૪૧
વિવેચન - ગાથા ૩૬ થી ૪૦ માં જે સપ્તભંગી સમજાવવામાં આવી છે તેમાંથી અર્થપર્યાયમાં અને વ્યંજનપર્યાયમાં કેટલા કેટલા ભાંગા સંભવે તે વિષય આ ૪૧મી ગાથામાં સમજાવે છે. જેમ અસ્તિ-નાસ્તિની સપ્તભંગી થાય છે. તેમ ભેદભેદ, નિત્યાનિત્ય, સામાન્ય-વિશેષ આદિ અનેક યુગલધર્મોની અનેક સપ્તભંગી થાય છે. જીવ-અજીવ આદિ છએ દ્રવ્યો અનંત-અનંત ધર્મોવાળા છે. તેમાંના ઉપરછલ્લી રીતે વિરૂદ્ધ દેખાતા પણ વાસ્તવિકપણે અવિરૂદ્ધ લાગતા બે બે ધર્મોની અનંતી જોડીઓ એ પદાર્થમાત્રના ધર્મ હોવાથી અર્થપર્યાય (પદાર્થના પર્યાયો) કહેવાય છે. આ અર્થપર્યાયો સ્કૂલ અને સૂમ એમ બન્ને પ્રકારના હોય છે. જેમ કે પુરૂષપણાના પર્યાયને આશ્રયી બાલ7-યુવત-વૃદ્ધત્વ અર્થપર્યાય કહેવાય છે. આ અર્થપર્યાયો પૂલ (દીર્ઘકાલવતી) હોવાથી શબ્દોથી વાચ્ય છે. તેથી વક્તવ્યતાવાળા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org