SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાઠ-૨ – ગાથા-૨૬ ૧૭૩ નથી. છએ ઇન્દ્રિયજન્ય બોધને દર્શન કહેવાતું નથી. કારણ કે તેમાં ચાર ઇન્દ્રિયો તો પ્રાપ્યકારી જ છે તેથી તે ચાર ઇન્દ્રિયોમાં અસ્પૃષ્ટવિષયક બોધ થતો નથી, ચહ્યું અને મન બે જ અપ્રાપ્યકારી છે. તેથી આ બે જ ઇન્દ્રિયોના બોધને અનુક્રમે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન કહેવાય છે. તેમાં પણ માનસિકજ્ઞાનમાં અતીતાદિવિષયક અનુમાનને છોડીને અચક્ષુ દર્શન જાણવું - કારણ કે અનુમાનજ્ઞાન એ સાક્ષાત્સાન નથી. અવધિજ્ઞાન અને કેવલજ્ઞાનમાં આ વ્યાખ્યા બરાબર લાગુ પડે છે. તેથી તે બન્ને જ્ઞાનને દર્શન કહેવાય છે. મન:પર્યવજ્ઞાનમાં જે કોઈ બોધ થાય છે. તે મનોવર્ગણાના પુલવિષયક બોધ થાય છે. અને તે પુગલો ચિંતન કરનારા જીવવડે પૃષ્ટ હોવાથી અસ્પૃષ્ટ વિશેષણ ત્યાં સંભવતું નથી. તેથી ત્યાં દર્શન કહેવાતું નથી. આ રીતે અતિવ્યાપ્તિ અવ્યાતિ આદિ દોષ વિનાનું દર્શનનું આ લક્ષણ યથાર્થ જાણવું. ટીકામાં કહ્યું છે કે - મઝૂરેડર્થરૂપે રક્ષા ય તિ પ્રત્યયઃ સ વક્ષનું જ્ઞાનમેવ सत् इन्द्रियाणामविषये च परमाण्वादौ अर्थे मनसा ज्ञानमेव सत् अचक्षुर्दर्शनम्, मुक्त्वा मेघोन्नतिरूपाल्लिङ्गाद् भविष्यवृष्टौ, नदीपूराद् वोपर्यतीतवृष्टौ वा लिङ्गिविषयं यद् ज्ञानम्, तस्यास्पृष्टाविषयस्याप्यदर्शनात् । અનુમાનને છોડીને અસ્પષ્ટ અને બાલ્વેન્દ્રિયના અવિષયનું જે સાક્ષાત્ જ્ઞાન થાય છે તે જ્ઞાન જ દર્શન કહેવાય છે.” ૨૫ II દર્શનશબ્દની આ વ્યાખ્યામાં અતિવ્યાપ્તિનું હોવું અને તેનું નિવારણ કરવું તે આ ગાથામાં જણાવે છે - मणपज्जवणाणं दंसणं ति तेणेह होइ ण य जुत्तं । भण्णइ णाणं णोइंदियम्मि ण घडादओ जम्हा ॥ २६ ।। मन:पर्यवज्ञानं दर्शनमिति तेनेह भवति न च युक्तम् । भण्यते ज्ञानं नोइन्द्रिये, न घटादयो यस्मात् ।। २६ ॥ ગાથાર્થ - પ્રશ્ન - ઉપરોક્ત તે વ્યાખ્યા વડે અહીં મન:પર્યવજ્ઞાન પણ મન:પર્યવદર્શન થઈ જશે અને તેને દર્શન કહેવું યોગ્ય નથી, કારણ કે શાસ્ત્રોમાં મન:પર્યવદર્શન ક્યાંય કહ્યું નથી માટે), ઉત્તર - મન:પર્યવજ્ઞાન માત્ર મનોવર્ગણામાં જ પ્રવર્તે છે. પરંતુ તેનાથી ઘટાદિ શેય પદાર્થો જણાતા નથી. / ર૬ | વિવેચન - “બાહ્યઇન્દ્રિયો વડે અસ્કૃષ્ટ અને અગ્રાહ્ય એવા વિષયનું જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. તે જ્ઞાન જ દર્શન કહેવાય છે” આવી કોઈ દિવસ નહી સાંભળેલી, નહી જાણેલી ૧૪ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy