SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સન્મતિપ્રકરણ કાણ્ડ-૨ - ગાથા-૩૨ ૧૮૭ એ જ પ્રમાણે શ્રદ્ધા-રૂચિ - વિશ્વાસ આદિ બીજા અર્થમાં પણ ગ્રન્થકારશ્રી પોતાની વિચારધારા પ્રસિદ્ધ પ્રવાહથી કંઈક જુદી છે. તે વાતનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે ‘‘સમ્ય વર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાń:'' સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર આ ત્રણે ગુણોનો યોગ તે મોક્ષમાર્ગ છે આ સૂત્ર જોતાં, તથા તેવા તેવા પ્રકારના શાસ્ત્રપાઠો જોતાં એમ લાગે છે કે જિનેશ્વર પરમાત્માનાં વચનો ઉપર શ્રદ્ધા-રુચિ-વિશ્વાસ-પ્રેમ. તે સમ્યગ્દર્શન છે. અને મોહને મારે તે રીતે તેમના વચનોનો અભ્યાસ (જાણપણું) તે સમ્યજ્ઞાન છે. અને તેને અનુસારે મોહના નાશને અનુલક્ષીને ત્યાગ-વૈરાગ્યમય પ્રવર્તન તે સમ્યક્ચારિત્ર છે. આ અર્થો જોતાં દર્શન અને જ્ઞાન જુદાં જુદાં હોય તેમ સમજાય છે. અને પ્રસિદ્ધપ્રવાહ પણ એવો જ છે કે સમ્યગ્દર્શન, એ સમ્યજ્ઞાનથી જુદું છે. પરંતુ ઊંડો અભ્યાસ અને સૂક્ષ્મ ચિંતન કરતાં જણાય છે કે વાસ્તવિકપણે તેમ નથી. સમ્યગ્દર્શન એ સમ્યજ્ઞાનથી ભિન્ન નથી. જે સમ્યજ્ઞાન છે તે જ સમ્યગ્દર્શન છે. આ વાત ગ્રંથકારશ્રી હવે સમજાવે છે. અહીં એક પ્રશ્ન થાય કે જો જ્ઞાન એ જ સમ્યગ્દર્શન હોય તો મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાનોમાંથી કયા જ્ઞાનને સમ્યગ્દર્શન કહેવાય ? તેનો ઉત્તર આપતાં ગ્રન્થકારશ્રી કહે છે કે‘મિળિવોદે હંસળસદ્દો દ્દવરૂ નુત્તો = આ દર્શનશબ્દ આભિનિબોધિકજ્ઞાનમાં (મતિજ્ઞાનમાં) જોડાયેલો છે. 44 શ્રી જિનેશ્વર વીતરાગ પરમાત્માએ પ્રરૂપણા કરેલા ભાવોની ભાવથી (હાર્દિક=સાચી) શ્રદ્ધા કરતા એવા પુરૂષનું ‘‘નં બિળેન્હેિં પન્નાં, તમેવ સત્ત્વ નિશ્ચંદ્ર'' જિનેશ્વર પરમાત્માએ જૈનશાસ્ત્રોમાં જે કંઈ કહ્યું છે તે જ સાચું છે. નિઃશંક છે આવા પ્રકારનું અપાયાત્મક (નિર્ણયાત્મક) જે આભિનિબોધિક (મતિજ્ઞાન) વર્તે છે. તે અપાયાત્મક આભિનિબોધિકજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યગ્દર્શન પરમાત્માના વચનો પ્રત્યે રુચિરૂપ, શ્રદ્ધારૂપ, અત્યન્ત પ્રીતિસ્વરૂપ, અને વિશ્વાસાત્મક જરૂર છે. તો પણ જ્ઞાન વિનાની એકલી રુચિ નથી. જિનોક્ત તત્ત્વોને વિષે “આ જ સાચું છે” આવા નિર્ણયવાળી (અપાયવાળી) જે રુચિ છે તે સમ્યગ્દર્શન જાણવું. હૃદયમાં થયેલો જે અટલ નિર્ણય, અફર નિશ્ચય, સાચાપણાનો અચલિત અપાયાત્મક જે બોધ તે સમ્યગ્દર્શન છે. તેથી આ રુચિ અપાયાત્મક હોવાથી અપાયાત્મક એવા બોધથી (મતિજ્ઞાનથી) ભિન્ન નથી. અર્થાત્ મતિજ્ઞાનના ચોથા-પાંચમા ભેદ સ્વરૂપ જે અપાય અને ધારણા છે તે બન્ને પ્રકારનું મતિજ્ઞાન જ પરમાત્મા પ્રત્યે રૂચિવિશ્વાસ અને પ્રીતિવાળું જ્યારે બને છે, ત્યારે તે મતિજ્ઞાનને જ સમ્યગ્દર્શન કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રની શ્રી સિદ્ધસેનગણિજીની બનાવેલી ટીકામાં પ્રથમ અધ્યાયના સૂત્ર ૮ ના ભાષ્યમાં સ્પર્શન દ્વારમાં તથા તેની ટીકામાં આ પ્રમાણે પાઠ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005361
Book TitleSanmati Prakaran
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2008
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy