________________
૩૪૬ કાષ્ઠ-૩ – ગાથા-૫૦
સન્મતિપ્રકરણ जे संतवायदोसे, सक्कोलूया भणंति संखाणं । संखा य असव्वाए, तेसिं सव्वे वि ते सच्चा ॥ ५० ॥ यान् सद्वाददोषान् शाक्यौलूक्या भणन्ति साह्यानाम् । साडख्याश्चासद्वादे, तेषां सर्वेऽपि ते सत्याः ॥ ५० ।।
ગાથાર્થ - શાક્યો (બૌદ્ધો) અને ઔલુક્યો (વૈશેષિકો) સાંખ્યોને સત્કાર્યવાદ માનવામાં જે જે દોષો કહે છે. તથા સાંખ્યો તેઓના (શાક્ય અને ઔલુક્યોના) અસત્કાર્યવાદમાં જે જે દોષો કહે છે. તે સર્વે પણ દોષો સાચા છે. / ૫૦ ||
ટીકાનો પાઠ - યાન્તિસર્વપક્ષે દ્રવ્યાસ્તિષ્ણુપતિપવાથગ્રુપને વિયૌનૂક્યા दोषान् वदन्ति सांख्यानां क्रियागुणव्यपदेशोपलब्ध्यादिप्रसंगादिलक्षणान् - ते सर्वेऽपि तेषां सत्या इत्येवं सम्बन्धः कार्यः । ते च दोषा एवं सत्याः स्युः, यद्यन्यनिरपेक्षनयाभ्यु• पगतपदार्थप्रतिपादकं तत्शास्त्रं मिथ्या स्यात्, नान्यथा, प्रागपि कार्यावस्थात एकान्तेन तत्सत्त्वनिबन्धनत्वात् तेषाम्, अन्यथा कथञ्चित्सत्त्वेऽनेकान्तवादापत्तेर्दोषाभाव एव स्यात् । सांख्या अपि असत्कार्यवाददोषान् असदकरणादीन् यान् वदन्ति, ते सर्वे तेषां सत्या एव, एकान्ताऽसति कारणव्यापारासम्भवादन्यथा शशशृङगादेरपि कारणव्यापारादुत्पत्तिः स्यात् ।
વિવેચન - કારણમાં કાર્ય સત્ (વિદ્યમાન) છે અને પ્રગટ થાય છે કે કારણમાં કાર્ય અસત્ (અવિદ્યમાન) છે અને પ્રગટ થાય છે. આ વિષય ઉપર દર્શનકારોની માન્યતા ભિન્ન ભિન્ન પ્રવર્તે છે. ઘટ એ માટીમાંથી થાય છે. પટ એ તખ્તમાંથી થાય છે. અલંકારો એ સુવર્ણમાંથી થાય છે. તેલ એ તલમાંથી થાય છે. આમ સર્વત્ર કાર્ય-કારણભાવ જાણીતો છે. ત્યાં માટી-તન્ત-સુવર્ણ અને તલ નામના ચારે કારણોને જૈનદર્શનમાં ઉપાદાનકારણ કહેવાય છે. અને ન્યાય-વૈશેષિક દર્શનોમાં સમાયિકારણ કહેવાય છે. તથા ઘટ-પટ-અલંકાર અને તેલ આ ચારે તે તે કારણોમાંથી પ્રગટ થતાં કાર્યો છે. આ ચાર તો વસ્તુસ્થિતિ સમજાવવા માટે ઉદાહરણો છે. પરંતુ સર્વત્ર કાર્ય-કારણભાવ આ રીતે જાણવો.
માટી-તન્ત આદિ કારણોમાં ઘટ-પટ આદિ કાર્યો વિદ્યમાન છે અને પ્રગટ થાય છે. આમ માનવું તે “સત્કાર્યવાદ” કહેવાય છે. તથા તે જ માટી-તન્ત આદિ કારણોમાં ઘટપટ આદિ કાર્ય અવિદ્યમાન છે અને પ્રગટ થાય છે. આમ માનવું તે “અસત્કાર્યવાદ” છે. સાંખ્યદર્શનના અનુયાયીઓ સત્કાર્યવાદી છે. કારણ કે તેઓ કારણમાં કાર્યની સત્તા છે. અને ઉત્પન્ન થાય છે. એમ માને છે. આ કારણથી તેઓ અમેદવાદી પણ કહેવાય છે. અને શાક્યો તથા ઔલુક્ય (એટલે કે બૌદ્ધો અને વૈશેષિકો) તથા તેઓના અનુયાયીઓ અસત્કાર્યવાદી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org