Book Title: Agnabhakti
Author(s): Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/009109/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ (સચિત્ર) “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ” (આચારાંગ સૂત્ર) - શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૧૯૪) “ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર (પત્રાંક ૨૬૩) સંયોજક પારસભાઈ જૈન પ્રકાશક શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, બેંગ્લોર Page #2 -------------------------------------------------------------------------- ________________ ........ અનુક્રમણિકા ક્રમાંક વિષય ૧. પ્રસ્તાવના ........ ૨. દાતાઓની યાદી ......... ૩. “નિત્યનિયમાદિ પાઠનું માહાભ્ય ......... (‘મંગલાચરણ”, “જિનેશ્વરની વાણી’, ‘હે પ્રભુ, હે પ્રભુ શું કહ્યું?” યમનિયમ”, “ક્ષમાપના” અને મંત્રસ્મરણ આદિ નિત્યનિયમનું માહાભ્ય) ૪. “મંગલાચરણ” (અહો! શ્રી સત્પરુષ કે વચનામૃત જગહિતકર...) નું વિવેચન...૮ ૫. “જિનેશ્વરની વાણી” (અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી...) નું વિવેચન....૧૨ ૬. “ભક્તિના વીસ દોહરા' (“હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું?’) નું માહાત્મ ..............૧૯ ૭. “ભક્તિના વીસ દોહરા' (‘હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું?”) નું વિવેચન....... ૮. “યમનિયમ કાવ્યનું વિવેચન ... ........ ૯. “ક્ષમાપના” (હે ભગવાન હું બહુ ભૂલી ગયો)ના પાઠનું વિવેચન .. ૧૦. “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાસ્ય ... ૧૧. “સાત વ્યસન', અને “સાત અભક્ષ્ય'ના ત્યાગનો ઉપદેશ................... ....૩૯૧ ૧૨. પૂ.શ્રી બ્રહ્મચારીજીએ ભક્તિના “વીસ દોહરા'નું અનેક પ્રકારે કરેલું વિવેચન...૪૪૭ 9 ) જી. ૩૨૯ •...૩૭૨ : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજ કોમ્પલેક્ષ, પાંચમા માળે, નં.૭ આરકોટ, શ્રીનિવાસાચાર સ્ટ્રીટ, બેંગ્લોર પ૬૦૦૫૩ પ્રથમવૃત્તિ, પ્રત ૩૦૦૦, ઇસ્વી સન્ ૨૦૧૧ વેચાણ કિંમત રૂા. ૧૦/ | (૨) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિનું નિવેદન ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શુન્ય જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર આ ગ્રંથનું નામ આજ્ઞાભક્તિ છે. જગતમાં ભક્તિ તો ઘણા કરે છે, પણ સાચી ભક્તિ કોને કહેવાય? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞાસહિતની ભક્તિ હોય તો તે સાચી ભક્તિ છે. એવી આજ્ઞા ભક્તિથી જીવનું કલ્યાણ થાય. “આણાએ ઘમ્મો આણાએ તવો' આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ છે. જ્ઞાની પુરુષો આપણને જે કરવાનું કહે તે જ કરવામાં આપણું કલ્યાણ છે. સ્વચ્છેદે તો જીવે અનંતકાળથી યમનિયમ’ પદમાં કહ્યું તેમ ઘણુંયે કર્યું છે; પણ હજુ સુધી જીવ જન્મમરણથી મુક્ત થયો નહીં. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૨૦૦ માં જણાવે છે કે - અનંતકાળ સથી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” એવી આજ્ઞાપૂર્વકની ભક્તિ પરમકૃપાળુદેવની અનંતકૃપાથી આપણને મળી છે. તે ત્રણ પાઠ માળા આદિનો ભક્તિક્રમ જીવને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરાવશે, એમ પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે - “વીસ દુહા’ ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. “ક્ષમાપનાનો પાઠ આટલાં સાઘન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતા સુઘી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.’ એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુઘી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?” -ઉપદેશામૃત (પૃ.૩૮૮). આજ્ઞાભક્તિ અર્થ સમજીને કરવામાં આવે તો–બળવાન કર્મોની નિર્જરા થાય. એ હેતુથી ત્રણ પાઠ, સ્મરણ મંત્રની માળા, સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગ વિષે આ ગ્રંથમાં મુખ્યત્વે પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી બ્રહ્મચારીજીના વચનો દ્વારા, એ ભાવોને આપણે સ્પષ્ટ સમજી શકીએ, એવા શુભ આશયથી આમાં વિસ્તાર કરેલો છે. તે આપણને ભાવોલ્લાસ લાવવામાં પ્રબળ સહાયકારી બનશે એવી આશા છે. તથા મોટેભાગે દરેક પેરેગ્રાફ ઉપર તેના શીર્ષક આપેલ છે અને ૧૫૦ દ્રષ્ટાંતો તેના ૧૭૫ રેખાચિત્રો સાથે આપવામાં આવ્યા છે. જેથી તે વિષયનો ભાવ સરળતાથી સમજાય અને આત્માને વિશેષ અસરકારક થાય એ હેતુથી આ પ્રયત્ન કરેલ છે. આ ગ્રંથમાં સંક્ષેપમાં આપેલ પુસ્તકના નામોના અર્થ નીચે પ્રમાણે સમજવા વ.કવચનામૃત, પૃ.=પૃષ્ઠ, ઉ.=ઉપદેશામૃત અને બો.૧,૨,૩=બોઘામૃત ભાગ-૧, ૨, ૩ સમજવા. બોઘામૃત ભાગ-૧ના પેજ નંબર સં.૨૦૧૭ની નવી આવૃત્તિ પ્રમાણે છે. આ કરેલ સંગ્રહ સર્વ મુમુક્ષુજનને કલ્યાણરૂપ થાઓ એવી શુભેચ્છા સહ વિરમું છું. એજ– પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી નિર્વાણ અમૃત મહોત્સવ, તા. ૧૨-૫-૨૦૧૧ આત્માર્થી, પારસભાઈ જૈન, અગાસ આશ્રમ Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પ્રકાશનમાં ભાગ લેનાર દાતાઓની યાદી “જેને લોભ ઓછો, તૃષ્ણા ઓછી, તેના ભાવ પણ ઓછા. નવું મેળવવાનો લોભ ઓછો કરાય તથા એકઠું કરેલું દાન આદિ સન્માર્ગે વપરાય તે પણ લોભ ઘટાડવાનો ઉપાય છે. સંતોષી નર સદા સુખી ગણાય છે.” -બોઘામૃત ભાગ-૩ (પૃ.૪૬૭) મુંબઈ રકમ નામ ગામ | રકમ નામ ગામ | ૨૫૫૫૫ શ્રી પારસભાઈ એમ. જૈન | |૧૦૦૦૦ શ્રી જીવીબેન ગોપાળભાઈ પટેલ આસ્તા તથા ભાવનાબેન પી. જૈન અગાસ આશ્રમ ૧૦૦૦૦ શ્રી સરિતાબેન વીરજી કેનીયા, ૨૫૦૦૦ શ્રી શાંતિલાલજી હસ્તીમલજી ઘીરજભાઈ વીરજી કેનીયા, હસ્તે તથા સૂરજબેન શાંતિલાલજી હૂંડિયા બેંગ્લોર સુસ્મિતાબેન વીરજી કેનીયા ૨૫૦૦૦ શ્રી ઠાકોરભાઈ માઘવભાઈ તથા ૫૦૦૦ શ્રી સુબોધક પુસ્તકાલય ખંભાત શાંતાબેન ઠાકોરભાઈ પટેલ બારડોલી ૫૦૦૦ શ્રી સચ, સેવા, સોહમ પરીખ કેનેડા ૨૫૦૦૦ શ્રી દેવજીભાઈ શંકરભાઈ પટેલ | ૫૦૦૦ શ્રી જય, તરુણ, અંજલિ શાહ કેનેડા હસ્તે અશોકભાઈ દેવજીભાઈ પટેલ લંડન ૫૦૦૦ શ્રી મંજુબેન અનિલભાઈ બુલ્કી સુરત ૨૫૦૦૦ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ઈન્દોર ૩૦૦૦ શ્રી નવલબેન તારાચંદભાઈ ગોસર મુંબઈ ૨૫૦૦૦ શ્રી પુષ્પાબેન નાનુભાઈ પટેલ પરિવાર આશ્રમ ૨૫૦૧ શ્રી નટુભાઈ મકનજીભાઈ ભક્ત ૨૫૦૦૦ શ્રી મનુબેન કિશોરભાઈ પટેલ અમેરીકા તથા શારદાબેન નટુભાઈ ભક્ત વાવ ૨૫૦૦૦ શ્રી કુસુમબેન મકનજીભાઈ, પુત્ર | ૨૫૦૦ શ્રી યોગિનીબેન કમલેશભાઈ પરિવાર લંડન વિમલભાઈ, કમલેશભાઈ પટેલ અમેરીકા ૨૫૦૦ શ્રી પિન્કીબેન ભુવનભાઈ નાગડા મુંબઈ ૨૫૦૦૦ શ્રી નીલકુમાર નવિનચંદ્ર ચૌહાણ લંડન ૨૧૦૦ શ્રી લીલાબેન માણેકભાઈ મહેતા સુરત ૨૧૦૦૦ શ્રી રતનબેન એમ. પટેલ અગાસ આશ્રમ ૨૧૦૦ શ્રી પ્રમિલાબેન કાંતિભાઈ મહેતા હુબલી ૨૧૦૦૦ શ્રી પારસબેન સુભાષભાઈ મુથા નાગપુર ૨૧૦૦ શ્રી પ્રેમલતાબેન નવરતનભાઈ મહેતા સુરત ૨૦૦૦૦ શ્રી સ્વ. લક્ષ્મીબેન ગોવિંદભાઈ પટેલ | ૨૦૦૦ શ્રી મૃદુલાબેન બિપીનભાઈ શાહ વડોદરા - હસ્તે સવિતાબેન, સુમતિબેન અગાસ આશ્રમ ૨૦૦૦ શ્રી પ્રિન્સ જવાહરભાઈ શાહ મુંબઈ ૧૫૦૦૦ શ્રી સ્વ. બાબુભાઈ ભુદરજી પરિવાર મુંબઈ ૧૧૧૧ શ્રી અભયકુમાર નવરતનભાઈ મહેતા સુરત ૧૧૧૧૧ શ્રી સંતોકચંદજી હસ્તીમલજી પરિવાર આશ્રમ ૧૧૧૧ શ્રી ભૂલીબેન શાંતિભાઈ પટેલ આશ્રમ ૧૧૧૧૧ શ્રી મંજુબેન સોમાભાઈ પટેલ આસ્તા ૧૧૦૦ શ્રી અમૃતીબેન પારસમલજી ચોપડા હુબલી ૧૧૦૦૦ શ્રી પુષ્પાબેન સંપતરાજજી ચૌઘરી અમદાવાદ ૧૦૦૦ શ્રી પ્રેરણાકુમારી નવરતનભાઈ મહેતા સુરત ૧૧૦૦૦ શ્રી સવિતાબેન રાવજીભાઈ પટેલ આશ્રમ ૧૦૦૦ શ્રી દિલીબેન ભરતભાઈ મુંબઈ ૧૧૦૦૦ શ્રી સોહિનીબેન ઘનશ્યામભાઈ પટેલ | ૧૦૦૦ શ્રી રંજનબેન પ્રવિણભાઈ મુંબઈ - હસ્તે સવિતાબેન રાવજીભાઈ પટેલ ભાદરણ ૧૦૦૦ શ્રી તુષારભાઈ દિનેશભાઈ છેડા મુંબઈ ૧૧૦૦૦ એક મુમુક્ષુભાઈ મુંબઈ | ૧૦૦૦ શ્રી નિર્ભયકુમાર હરખચંદભાઈ ૧૧૦૦૦ શ્રી સ્વ. ચંપાબેન વિનોદભાઈ હસ્તે | ૧૦૦૦ શ્રી પલકકુમારી હરખચંદભાઈ મુંબઈ ચેતનભાઈ વિનોદભાઈ શાહ વિદ્યાનગર ૧૦૦૦ શ્રી કાજલબેન નયનભાઈ મુંબઈ ૧૧૦૦૦ શ્રી રજનીકાંતભાઈ મણિભાઈ પટેલ હુબલી ૧૦૦૦ શ્રી વિજયાબેન પુનશીભાઈ મુંબઈ ૧૦૦૦૦ શ્રી અલ્પેશભાઈ ગોપાળભાઈ પટેલ | ૫૦૦ શ્રી નયનાબેન ખંડુભાઈ પટેલ બારડોલી હસ્તે ભૂલીબેન શાંતિભાઈ પટેલ આસ્તા ૫૦૦ શ્રી મંજુબેન દિનેશભાઈ છેડા મુંબઈ મુંબઈ Page #5 -------------------------------------------------------------------------- ________________ નિત્યનિયમાદિ પાઠનું માહાભ્ય પરમકૃપાળુદેવના કહેવાથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપણને રોજ નિત્યનિયમાદિ પાઠ કરવા જણાવ્યું છે. તેના માટે અગાસ આશ્રમમાં વહેલી સવારના ચાર વાગ્યાથી રાતના સાડાનવ વાગ્યા સુઘી ભક્તિક્રમની યોજના બહુ દીર્ઘદ્રષ્ટિથી પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કરેલ છે. તેમાં મંગલાચરણ, જિનેશ્વરની વાણી, હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, યમનિયમ, ક્ષમાપનાનો પાઠ તો લગભગ બધી ભક્તિઓના ક્રમમાં પ્રથમ બોલાય છે. અને પ્રાતઃકાળની અને રાત્રિની ભક્તિમાં સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની માળા પણ ગણાય છે. સાથે સાત વ્યસન અને સાત અભક્ષ્યનો ત્યાગ કરવા જણાવ્યું છે. આટલાં અલ્પ આત્મસાઘનને પ.પૂ.પ્રભુશ્રીજી મુમુક્ષુઓના આત્માને પરમહિતનું કારણ જાણી પરમકૃપાળુદેવની આજ્ઞાથી એમને યોગ્ય લાગે તેમને અવશ્ય આપતા હતા. મોટા ભાગના આશ્રમમાં આવનારા મુમુક્ષુઓ આ આજ્ઞાનું આરાધન કરે છે. કોઈ આ આત્મસાધનને આજ્ઞાભક્તિ કહે છે, કોઈ મંત્ર સ્મરણ કહે છે અથવા કોઈ મંત્ર કહે છે; પણ પૂ.શ્રી બ્રહ્મચારીજીને કાળી ચૌદસના રવિવારે પ.પૂ.પ્રભુશ્રીજીએ જ્યારે આ મંત્ર આપ્યો ત્યારે પોતાની ‘તત્ત્વજ્ઞાન'માં પોતે લખે છે– મંત્ર દીક્ષા'. આ આજ્ઞાભક્તિનું ઘણું જ માહાસ્ય છે. સમકિતનો ચાંદલો કરાવે એવું એમાં દૈવત રહેલું છે, એમ પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું છે. માટે આ પુસ્તકમાં મંગલાચરણ, જિનેશ્વરની વાણી, “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, ની પ્રાર્થના, યમનિયમ”, “ક્ષમાપના” અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્ર અને સાત વ્યસન, સાત અભક્ષ્યના ત્યાગ વિષે પરમકૃપાળુદેવ, પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીએ શું શું કહ્યું છે, તે મુખ્યત્વે તેમના જ શબ્દોમાં મૂકવામાં આવેલ છે. સાથે એ વાત Page #6 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ સરળતાથી સમજાય તેના માટે અનેક દ્રષ્ટાંતો અને તેના રેખાચિત્રો આપવામાં આવ્યા છે. જેથી આ આજ્ઞાસહિતની ભક્તિ કરતાં તેના અર્થ સમજાવાથી ભાવ = આવે અને કર્મોની બળવાન નિર્જરા થાય એ આ સંગ્રહનો હેતુ છે, જે સર્વને કલ્યાણરૂપ થાઓ. ઉપદેશામૃત' માંથી - પરમકૃપાળુદેવની આજ્ઞા સંત પાસેથી મળી છે તે ઠેઠ ક્ષાયિક સમકિત પમાડશે. “સંસાર આખો ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. તેમાંથી બચાવનાર એક સમકિત છે. તે કરી લેવા જાગ્રત થવા આ અવસર આવ્યો છે. તેની ભાવના રાખવી. સંત પાસેથી, જે કંઈ સમજ મળે તે પકડી તે પ્રમાણે વર્તવા લક્ષ રાખવો. વીસ દુહા, ક્ષમાપના–આટલું પણ જો સંત પાસેથી મળ્યું હોય તો ઠેઠ ક્ષાયિક સમતિ પમાડશે; કારણકે આજ્ઞા છે, તે જેવી તેવી નથી. જીવે પ્રમાદ છોડી યોગ્યતાનુસાર જે જે આજ્ઞા મળી હોય તે આરાઘવા મંડી પડવું; પછી તેનું ફળ થશે જ.” (ઉ.પૃ.૩૬૯) પરમકૃપાળુદેવે મંત્રની આજ્ઞા બીજાને આપવા પ.પૂ.પ્રભુશ્રીજીને રજા આપી સંતે બતાવેલું સાઘન-મંત્ર, ક્ષમાપનાનો પાઠ વગેરે ઓહોમાં કાઢી નાખવું નહીં. આ તો હું જાણું છું, આ તો મને મોઢે છે', એમ લૌકિક ભાવ ન રાખવો. એમાં જે માહાભ્ય રહ્યું છે તે કહી શકાય એવું નથી, જ્ઞાની જ જાણે છે. સૌભાગ્યભાઈએ તે સાઘન મુમુક્ષુને આપવા પરમકૃપાળુદેવ પાસેથી રજા માગી ત્યારે તે મૌન રહ્યા. અમે કહ્યું ત્યારે અમને તે બીજાને આપવા રજા આપી. તેથી અમે તો જે કોઈ જીવો અમારી પાસે આવે છે તેને એ સાધન તેના આત્માને અનંત હિતનું કરનાર જાણી આપીએ છીએ. માટે તે અલૌકિક ભાવે આરાઘવું. વધારે વખત મળે તો આલોચનાનો નિત્યક્રમ રાખવો. વચન ઉપર જો શ્રદ્ધા થશે તો સંગનું ફળ અવશ્ય થશે.” (ઉ.પૃ.૩૪૯) કૃપાળુદેવની મંત્રની આજ્ઞા, શ્રી ઘારશીભાઈના આગ્રહથી પ્રભુશ્રીજીએ આપી ઘારશીભાઈનો પ્રસંગ – “શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ઘંઘુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શન-સમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણા બંઘ કરી શ્રી ઘારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતી કરી કે, “સં. ૧૯૫૭માં શ્રીમજીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભાગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા. Page #7 -------------------------------------------------------------------------- ________________ નિત્યનિયમાદિ પાઠ’ નું માહાભ્ય તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજું શું શોચનીય છે? આજે અવશ્ય કૃપા કરો એટલી મારી વિનંતી છે.” એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાઘના બતાવી છે, બોઘ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. જેથી તેમનો આભાર માની તેનું પોતે આરાઘન કરવા લાગ્યા.” (ઉ.પૃ.(૩૭)) ત્રણ પાઠ, મંત્ર આદિની આજ્ઞા આત્માના કલ્યાણ માટે પરમોત્કૃષ્ટ સાધના “તમે જ મને તારનાર છો, તમારી ગતિ તે મારી ગતિ હો, તમે જ બધું કરશો, તમે બધું જાણો છો' વગેરે આપણે મતિકલ્પના વડે કરેલા નિર્ણય છે. અને કલ્પના વડે કલ્યાણ ન હોય. માટે તેમને પ્રભુશ્રીજીને) આપણે સાચા પુરુષ વિશ્વાસ કરવા યોગ્ય માન્યા છે તો તેમનો બતાવેલો માર્ગ જે પરમ કૃપાળુદેવની ભક્તિ પરમોત્કૃષ્ટ સાઘન જે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નો મંત્ર તથા “વીસ દોહરા', “ક્ષમાપનાનો પાઠ”, “આત્મસિદ્ધિ', “છ પદનો પત્ર' આદિ જે જે આજ્ઞારૂપ ઘર્મ બતાવ્યો છે તેનું આરાઘન જો કર્યા કરીશું તે અવશ્ય કલ્યાણ થશે.” (ઉ.પૃ.૧૨૯) પરમકૃપાળુદેવને જ જ્ઞાની માની તેની જ ભક્તિ કરવી, એ સુરક્ષિત માર્ગ “આપણી કલ્પનાથી કોઈને જ્ઞાની, અજ્ઞાની કહેવામાં ઘણો દોષ છે. જ્ઞાની હોય અને અજ્ઞાની કહીએ તો મોહનીય કર્મ બંઘાય અને અજ્ઞાનીને જ્ઞાની કહીએ તોપણ મોહનીય કર્મરૂપ આચરણ થાય. તેથી સહીસલામત રસ્તો એ જ છે કે જે પુરુષને (પરમકૃપાળુદેવને) જ્ઞાનીરૂપે ભજવાની આપણને શિખામણ તેમણે આપી છે તેને જ જ્ઞાની માની તેની જ ભક્તિ કરવી તથા બીજાની બાબતમાં મધ્યસ્થતા રાખવી. આવો સરળ નિઃશંક માર્ગ તજી આપણી મતિકલ્પનાએ વર્તવું એ નિર્ભય માર્ગ નથી. તે લક્ષમાં લેવા વિનંતિ છે.” (ઉ.પૃ.૧૨૯) દરરોજ ભક્તિમાં મંડ્યા રહો, હુંપણું, મારાપણું ટળી જશે દરરોજ નિયમિત ભક્તિ કરવી. વીસ દુહા, ક્ષમાપના, છ પદનો પત્ર, આત્મસિદ્ધિ, સ્મરણ, “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” દરરોજ ફેરવવું. “અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે.” તેનો અર્થ વિચારવો. ચમત્કારિક છે! ભક્તિમાં મંડ્યા રહો.” (ઉ.પૃ.૩૭૦) ૩ Page #8 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 1 “બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી - પદોના અર્થ વિચારવાં, તો બંઘવૃત્તિઓ રોકવામાં રસ આવે “અવકાશ હોય તો જીવે વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના, બાર ભાવના કે છ પદ ગમે તે વિચારવામાં રહેવાનું છે. જીવને બંઘવૃત્તિઓ રોકવામાં રસ આવતો નથી.” -બો.૧ (પૃ.૪૦૧) અર્થમાં ઉપયોગ રોકવો. વેઠ ન કાઢવી. સદ્ગુરુ આજ્ઞા આરાઘવી “વીશ દોહરા, યમનિયમ, ક્ષમાપના, આત્મસિદ્ધિ એ તો સમજાય એવી સરળ ભાષામાં છે. કિંઈ ન સમજાય એવું નથી. “ભક્તામર’ જેવું હોય તો ન સમજાય. હાલતાં, ચાલતાં, ગમે ત્યારે પણ કરી શકીએ એવું છે. પણ વેઠ કાઢે તો કંઈ અસર ન થાય. સારા નિમિત્તની જરૂર છે. સદ્ગુરુની આજ્ઞા આરાઘવી. “માણે થો” આજ્ઞા એ જ ઘર્મ છે.” -બો.૧ (પૃ.૧૨૦) અભણ પણ શ્રદ્ધાસહિત, ભાવપૂર્વક બોલે તો જ્ઞાન પ્રગટ થઈ જાય. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આખર વખતે વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના એ ત્રણ નિત્યનિયમ તરીકે દરરોજ ભાવપૂર્વક બોલવા જણાવ્યું છે. આટલું જો વિશ્વાસ રાખી કરવામાં આવે તો જ્ઞાન પ્રગટ થઈ જાય તેવું છે. કાંઈ શાસ્ત્રો જાણનાર પંડિતનો મોક્ષ થાય અને અભણનો ન થાય તેવું નથી. શ્રદ્ધાપૂર્વક આજ્ઞાનું આરાઘન કરવાથી બધું થાય છે.” -બો.૧ (પૃ.૧૦) સૂતી વખતે ત્રણ પાઠ બોલી કૃપાળુદેવનું શરણ લઈ સુવું “સાંજે સૂતી વખતે રોજ વીસ દોહરા, યમનિયમ, ક્ષમાપના બોલી કૃપાળુદેવનું શરણું લઈ સૂએ તો કંઈ મોડું ન થાય. એ કરવા જેવું છે. બોલતી વખતે આપણને ભાવ ફૂરે એવું કરવાનું છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણ લેવું.” -બો.૧ (પૃ.૩૮૮) ભક્તિ સાથે વાંચન રાખવું. વિચાર માટે ઘણા વાંચનની જરૂર છે કંઈક ભક્તિ કરીએ અને થોડું વાંચવાનું રાખવું. એથી સંસ્કાર પડે. કંઈક વિચાર થાય એ માટે ઘણા વાંચનની જરૂર છે. મન માંકડા જેવું છે. તેને મૃતરૂપી ઝાડ ઉપર ચઢવા દ્યો; નહીં તો કપડાં ફાડે.” -બોઘામૃત ૧ જ્ઞાનીના વચનો વિચારવામાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે “પૂજ્યશ્રી–સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ કરવું. વીશ દોહરા આદિ ત્રણ પાઠ વારંવાર ભાવપૂર્વક બોલવાનું રાખવું. જીવે ઘણું કર્યું છે, પણ ભાવ વિના બધું લૂખું થયું છે. સત્પરુષનો બહુ ઉપકાર છે. આત્માને ઉન્નત બનાવે એવાં જ્ઞાની પુરુષોના વચનો છે. એમાં જેટલા ખોટી થઈશું તેટલું કલ્યાણ થશે.” -બો.૧ (પૃ.૪૮૧) Page #9 -------------------------------------------------------------------------- ________________ નિત્યનિયમાદિ પાઠ નું માહાત્મ જ્ઞાનીના વચનો થપ્પડ જેવા છે, જીવને જગાડે છે, જાગે તો મોક્ષ મળે ભક્તિમાં રંગાઈ ગયો તો આખી જિંદગીમાં જ્ઞાનીનાં વચન એને સાંભર સાંભર થાય. આત્મા ઊંઘે છે, તેને જગાડવાનો છે. એ જાગ્યો નહીં, તો શું કામ આવે? ફર્યો નહીં, હતો તેવો ને તેવો જ રહ્યો તો પછી જ્ઞાનીએ એટલી બધી માથાકૂટ કરી તે લેખે આવે નહીં. ન સમજાય તો પૂછવું. “આ શું કહ્યું? મને ફરીથી કહો.” એમ ગરજ હોય તે પૂછે. - એક છોકરો હતો. તેણે સાંભળ્યું કે આજે દશ વાગે રાત્રે વરઘોડો નીકળવાનો છે. તેણે માને કહ્યું કે મને જગાડજે. પછી વરઘોડો આવ્યો ત્યારે મા તેને જગાડવા લાગી પણ જાગે જ નહીં. પછી એક થપ્પડ મારી ત્યારે તે જાગ્યો, અને વરઘોડો જોઈ બહુ રાજી થયો. તેમ જ્ઞાનીનાં કોઈ વચનો છે તે થપ્પડ જેવાં છે, જગાડે છે. જાગે તો મોક્ષ સુઘીની વસ્તુ જોવા મળે. જાગે નહીં તો વરઘોડાની પેઠે મનુષ્યભવ જતો રહે. ઓ.૨ (પૃ.૨૦૧) અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે. આમાં ઘણી વાત સમાય છે “પ.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજીએ અંત વખતે જણાવેલ કે કોઈ ઘર્મની ઇચ્છક હોય તો તેને આ ત્રણ Page #10 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દ ન પાઠ નિત્યનિયમરૂપે કરવા જણાવજે, “હે પ્રભુ, હે પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” એ વીસ દોહરારૂપ ભક્તિરહસ્ય અને “યમ નિયમ સંયમ આપ કિયો” તથા “ક્ષમાપના”નો પાઠ પરમકૃપાળુદેવના ચિત્રપટ પ્રત્યે વિનય નમસ્કાર કરી હે ભગવાન, આપની આજ્ઞાથી સંતે કહેલી આ ત્રણ પાઠની નિત્યનિયમ વિષેની આજ્ઞા પ્રમાણે રોજ હું ભક્તિ કરીશ.” એવી ભાવના કરશોજી. અને રોજ કોઈ સંતની આજ્ઞાએ આટલું હું કરું છું એ ભાવ રાખી દિવસમાં એક બે ત્રણ જેટલી વખત બને તેટલી વખત ભક્તિ કર્યા કરવા ભલામણ છેજી. વિશેષ સમાગમે જણાવવા યોગ્ય હોવાથી કંઈ લખી જણાવતો નથીજી. આમાં ઘણી વાત સમાય છે. અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા મોક્ષમાર્ગે ચઢાવે છેજી. જ્ઞાની અને જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા જીવો મોક્ષમાર્ગમાં ગણાય છેજી.” -બો.૩ (પૃ.૧૫૦), નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય, કદી ન ચુકાય તેની કાળજી રાખવી “નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છેજી. સપુરુષની રૂબરૂમાં જે વચન કે ટેક અંગીકાર કરી હોય તે ન ચુકાય એટલું માહાભ્ય મુમુક્ષુના હૃદયમાં રહેવું જોઈએ. હાથીના દાંત બહાર નીકળ્યા તે નીકળ્યા, પાછા પેસે નહીં તેમ સજ્જનનું વચન ફરે નહીં. દુર્જનનું વચન • ૧૬.૧પ૦) 11 જ છે કાચબાની ડોક ઘડીમાં બહાર ને ઘડીમાં પાછી ખેંચે તેના જેવું, “અબી બોલ્યા અબી ફોક થઈ જાય તેવું હોય છે, માટે હવે કદી નિત્યનિયમ ન ચુકાય તેવી કાળજી રાખવા ભલામણ છેજી.” -બો.૩ (પૃ.૩૨૮) Page #11 -------------------------------------------------------------------------- ________________ નિત્યનિયમાદિ પાઠ’ નું માહાભ્ય ગમે ત્યાં જઈએ પણ નિત્યનિયમ કરવાનું કદી ચુકવું નહીં “વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ, મંત્રની અમુક નિયમ પ્રમાણે માળા ગણવી, આલોચના આદિ જે જે નિત્યનિયમ કરતા હોઈએ તે નિયમ સ્થળ બદલાતાં કે નવા અસંસ્કારી જીવો સાથે વસવાનું બને ત્યાં લોકલાજ આદિ કારણે પડી ન મૂકવો; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આઘારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકો ‘ભગ’ એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઈએ તે પ્રત્યે અભાવ ન લાવવો; પરંતુ વિચારવું કે તે લોકોને સસ્તુરુષનો યોગ થયો નથી તે તેમના કમનસીબ છે અને ઘર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વિઘાર્યા કરે છે.....આપણે આપણા આત્માનો ઉદ્ધાર કરવા સત્પરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છેજી.” -બો.૩ (પૃ.૩૪૯) Page #12 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ મંગલાચરણ. (વિવેચન સહિત) અર્થ - મંગલાચરણ એટલે ગ્રંથ કે શુભકાર્યના આરંભમાં કરાતી ઈશ્વરની સ્તુતિ. મંગલ શબ્દની સંધિ વિચ્છેદ કરીએ તો મમ + ગલ. મમ એટલે પાપ અને ગલ એટલે ગાળે. અને બીજી રીતે મંગલ શબ્દની સંધિ વિચ્છેદ કરીએ તો મંગ + લ, મંગ એટલે સુખ અને લ એટલે લાવે એવું મંગલાચરણ. જે પાપને ગાળે અને સુખને લાવે એવું આચરણ અર્થાત્ વર્તન કરવું તે મંગલાચરણ. ભાવાર્થ - “વૃત્તિ બાહ્ય ભાવ તજી પ્રભુ સન્મુખ બને તે અર્થે મંગલાચરણ, ભક્તિ શરૂ કરતાં કરાય છે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૧) “અહો! શ્રી સત્પષકે વચનામૃત જગહિતકર; મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃતકર; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવને પ્રેરક સકલ સદ્ગુણ કોષ હૈ.” ૧ અર્થ - અહો! એટલે આશ્ચર્ય છે કે શ્રી સત્પરુષના વચનામૃત આખા જગતના જીવોનું હિત કરવા સમર્થ છે. વળી અહો! તેમની વીતરાગ પવિત્ર મુદ્રા અને અહો! તેમનો સમાગમ; જે મોહનિદ્રામાં અનાદિકાળથી સુતેલી આત્મચેતનાને જગાડનાર છે. અનાદિકાળના અભ્યાસને લઈને સદા પાપમાં કે પ્રમાદમાં પડતી અમારી વૃત્તિને પણ જે સ્થિર રાખી શકે છે. અને તેમની વીતરાગ મુદ્રાના પવિત્ર દર્શન માત્ર નિર્દોષતા ઉપજાવનાર છે. વળી તેમની વીતરાગ મુદ્રા, તે તેમના જેવો જ મારા આત્માનો પણ મૂળ સ્વભાવ છે તે પ્રગટ કરવા માટે પ્રેરણા આપનાર છે. માટે સત્પરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ એ ત્રણેય વસ્તુ જગતમાં સારરૂપ છે અને એ જ સકળ સદ્ગણનો કોષ એટલે ભંડાર છે. નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ “અહો! શબ્દ આશ્ચર્યકારી બાબત બતાવનાર છે તેથી બીજી વિચારણા તજી સત્પરુષનાં ભક્તિ કરવા યોગ્ય વચનરૂપ અમૃત તરફ બોલનારનો લક્ષ કરાવે છે. બીજાં વચનો કરતાં સસ્તુરુષનાં વચનો ત્રણે કાળના ત્રણે જગતના જીવોને આત્મકલ્યાણ તરફ પ્રેરનાર છે. માટે આશ્ચર્યકારી છે. વળી બીજી આશ્ચર્યકારી બાબતો બતાવે છે. પુરુષની વીતરાગતા સૂચક મુખમુદ્રા તથા તે Page #13 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણનું વિવેચન મહાભાગ્યશાળી સત્પરુષોનો દુર્લભ સત્સમાગમ પણ આશ્ચર્યકારી છે. “મોક્ષકી નિશાની, દેખ લે જિનકી પ્રતિમા' એમ શ્રીકબીર મહાત્માએ જ વીતરાગ મુખમુદ્રાથી મુગ્ધ બની પ્રકાશ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે – મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે “મૂર્તિમાન મોક્ષ' તે સસ્તુરુષ છે.” (વ.પૃ.૨૮૭) શ્રી સપુરુષનાં વચનામૃત, મુખમુદ્રા અને સત્સમાગમ મોહનિદ્રામાં પડેલી સૂતી ચેતનાને જાગ્રત કરનાર છે. પાપ કે પ્રમાદ તરફ ઢળતી વૃત્તિને સદ્ભાવમાં તે ટકાવી રાખનાર છે. સમ્ય પ્રતીતિરૂપ માત્ર દર્શનનો લાભ થતાં જ ચેતનાને તે નિર્દોષ બનાવે છે અને અપૂર્વ સ્વભાવ પ્રગટ કરવા પ્રેર્યા કરે છે. તેથી તે સર્વ સગુણના ભંડારરૂપ છે. વળી વિશેષ ઉપકારો નીચેની કડીમાં બતાવ્યા છે.” -નિત્યનિયમ પાઠ (પૃ.૧૧) “સ્વસ્વરૂપકી પ્રતીતિ, અપ્રમત્ત સંયમ ઘારણે; પૂરણપણે વીતરાગ, નિર્વિકલ્પતાને કારણે; અંતે અયોગી સ્વભાવ જો તાકે પ્રગટ કરતાર હૈ, અનંત અવ્યાબાઘ સ્વરૂપમેં સ્થિતિ કરાવનહાર હૈ.” ૨ અર્થ – હવે પુરુષના વચનામૃત, તેમની વીતરાગ મુદ્રા અને સત્સમાગમ આત્માને પ્રથમ પોતાના આત્મસ્વરૂપની પ્રતીતિ એટલે શ્રદ્ધા કરાવનાર છે. પછી આગળ વધારી આત્માનો અનુભવ કરાવી, જ્ઞાનસહિત શ્રાવકના વ્રત આપી, છછું ગુણસ્થાનકે જ્ઞાનસહિત મુનિ બનાવી, પછી સાતમે અપ્રમત્તસંયત ગુણસ્થાને આત્મધ્યાનમાં સ્થિતિ કરાવનાર છે. ત્યાંથી આગળ આત્માને વઘારી આઠમા ગુણસ્થાનેથી શ્રેણી મંડાવીને પૂરણપણે કેવળજ્ઞાનમય આત્માની વીતરાગદશા પ્રગટાવનારા છે. એ કેવળ જ્ઞાનમય દશા જ નિર્વિકલ્પતાનું કારણ છે. એ સર્વજ્ઞ દશા આવ્યે સર્વ સંકલ્પવિકલ્પરૂપ બંઘનનો આત્માના પ્રદેશોમાંથી સર્વથા નાશ થાય છે. અંતમાં એને મોક્ષે જતાં પહેલાં આત્માનો અયોગી સ્વભાવ એટલે મનવચનકાયાના યોગથી રહિત આત્માની સંપૂર્ણ શુદ્ધ દશા કે સિદ્ધદશાને પણ પ્રગટ કરાવનાર એજ છે. અને એ સિદ્ધદશા પ્રાપ્ત થયે આત્મા પોતાના અનંત અવ્યાબાધ એટલે બાઘા પીડારહિત શુદ્ધ સ્વરૂપમાં સર્વકાળને માટે સ્થિતિ કરે છે અર્થાત્ મોક્ષને પામે છે. એ સર્વ થવાનું કારણ સત્પરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ જ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ – “શ્રી સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમનો નિશ્ચય થયે સ્વસ્વરૂપની શ્રદ્ધા થાય છે. અપ્રમત્ત સંયમનું ભાન પ્રગટે છે, પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવ પ્રગટવાનું તે કારણ બને છે; અને છેલ્લે અયોગી સ્વભાવ ચૌદમે ગુણસ્થાનકે પ્રગટે છે અને અનંત અવ્યાબાઘ સ્વરૂપમાં સ્થિતિરૂપ મોક્ષ થાય છે, તેનું કારણ પણ તે વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ છે.” -નિ.પા. (પૃ.૧૨) “સહજાત્મ, સહજાનંદ, આનંદઘન નામ અપાર હૈ, સતુદેવ, ઘર્મ સ્વરૂપ-દર્શક સુગુરુ પારાવાર હૈ, ગુરુભક્તિસે લહો તીર્થપતિપદ શાસ્ત્રમેં વિસ્તાર હૈ, ત્રિકાળ જયવંત વર્તે શ્રી ગુરુરાજને નમસ્કાર હૈ.” ૩ અર્થ - “એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે.” (વ.પ્ર.૨૬૯) કેમકે વચનામૃત કોના? તો કે સત્પરુષના. વીતરાગ મુદ્રા કોની? તો કે સત્પરુષની. અને સત્સમાગમ કોનો? તો કે સત્યરુષનો. માટે સત્યરુષના એટલે સદ્ગુરુના અનેક ગુણસંપન્ન નામો ઉપકારના બદલામાં અત્રે જણાવે છે - ‘સહજાત્મ એટલે જે સહજાત્મસ્વરૂપ છે. “સહજાનંદ” એટલે જે સહજ આનંદમાં લીન છે. આનંદઘન” એટલે જે આનંદના ઘનરૂપ છે. એવા જેમના ગુણસંપન્ન અપાર નામો છે. જે સાચા દેવ અરિહંત અને સાચો ઘર્મ તે આત્મધર્મનું યથાર્થ સ્વરૂપ દર્શાવનારા છે. એવા સદ્ગના ગુણો તો પારાવાર છે અર્થાત્ તેમના ગુણોનો પાર આવે તેમ નથી. કહ્યું છે કે “સાત સમંદ (સમુદ્ર) કી મસિ (સ્યાહી) કરો, લેખની (કલમ) સબ વનરાઈ (જંગલો); ઘરતી (પૃથ્વી) સબ કાગજ કરો, હરિ (પ્રભુ) ગુણ લિખ્યા ન જાઈ.” એવા આત્મજ્ઞાની ગુરુની ભાવથી ભક્તિ કરવાથી તીર્થપતિ કહેતા તીર્થંકરની પદવીને પણ પામી શકાય છે; એવું શાસ્ત્રમાં વિસ્તારથી કથન છે. માટે ત્રિકાળ જયવંત વર્તી એટલે ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ સદા બન્યું રહો એવા પરમકૃપાળુ ગુરુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને મારા કોટિશઃ પ્રણામ હો. નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ -“શ્રી સત્પરુષથી જીવને અચિંત્ય લાભ પ્રાપ્ત થાય છે, તેથી તેનાં અનેક ગુણસંપન્ન નામો ગણાવે છે; સહજાત્મ, એટલે સહજ સ્વરૂપને રહેવાનું ઘામ, સહજાનંદ એટલે ૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ મંગલાચરણ”નું વિવેચન સહજ અનંત સુખ જેમાં રહે છે તે આત્મા, આનંદઘન એટલે પરમાનંદ પ્રગટે કે હું કો વરસે તેવો બોઘ વરસાવનાર, એવાં અપાર નામ સદ્ગુરુનાં છે. કારણ કે સત્ . દેવ, સઘર્મ અને સસ્વરૂપને ઓળખાવનાર સદ્ગુરુ છે. તેમના ગુણોનો પાર આવે તેમ નથી તેથી તે ગુણોનો સાગર છે. તત્ત્વાર્થસૂત્રમાં તીર્થંકર નામકર્મનાં કારણો જણાવ્યાં છે તેમાં આચાર્યભક્તિ, ગુરુભક્તિ ગણાવી છે. એમ અનેક શાસ્ત્રોમાં ગુરુભક્તિ તીર્થકર નામકર્મ બાંધવાનું કારણ કહેલ છે. તેથી પરમગુરુ એવા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુદેવ ત્રિકાળ જયવંત વર્તા, તેમને અગણિત નમસ્કાર હો !” -નિ.પાઠ (પૃ.૧૨) “એમ પ્રણમી શ્રી ગુરુરાજકે પદ આપપરહિત કારણે; જયવંત શ્રી જિનરાજ (ગુરુરાજ) વાણી કરું તાસ ઉચ્ચારણ; ભવભીત ભવિક જે ભણે, ભાવે, સુણે, સમજે, સદ્દો, શ્રી રત્નત્રયની ઐક્યતા લહી, સહી સો નિજ પદ લહે. (સહી સો પરમ પદ લહે).” ૪ અર્થ - એમ શ્રીમદ્ રાજચંદ્ર ગુરુભગવંતના ચરણકમળમાં પ્રણામ કરીને સ્વપરહિતને અર્થે જયવંત એટલે ત્રણેય કાળમાં જેની વાણીનું, અસ્તિત્વ બનેલું જ છે એવા જિનરાજ કે ગુરુરાજની વાણીનું, ભક્તિપૂર્વક ઉચ્ચારણ કરું છું. સંસારના દુઃખોથી જે ભય પામ્યા છે તે ભવ્ય જીવો પુરુષની વાણીને ભાવપૂર્વક ભણે એટલે વાંચે, ભાવે એટલે તેની વારંવાર ભાવના કરે, સુણે એટલે સાંભળે, સમજે એટલે તે વાણીનો આશય સમજે અને સહે એટલે ભગવાનના કહેલા તે વચનોની શ્રદ્ધા કરે; તે ભવ્યાત્મા રત્નત્રયની એક્તા એટલે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતાને પામી, સહી એટલે અવશ્ય પોતાના નિજપદ એટલે શુદ્ધ આત્મસ્વરૂપને પામશે અથવા નક્કી તે પોતાના પરમપદસ્વરૂપ શાશ્વત સુખશાંતિમય એવા મોક્ષપદને પામશે. નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ –“સ્વપરના હિતને અર્થે શ્રીમદ્ રાજચંદ્ર ગુરુને નમસ્કાર કરી હવે તે જયવંત ગુરુરાજની કે જિનરાજની વાણીનો ઉચ્ચાર કરું છું, ભક્તિ કે સ્વાધ્યાય આદિ શરૂ કરું છું. આ દુઃખના દરિયારૂપ સંસારથી જે ભવ્ય જીવ ભય પામ્યા છે, તે શ્રી સત્પરુષની વાણી ભાવપૂર્વક ભણે, સાંભળે, સમજે અને શ્રદ્ધે તો સમ્યકદર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યારિત્રની એક્તા પામી તે આત્મપદ પામે; ખરેખર તે પરમપદ પામે તેમ છે.” -નિ.પાઠ (પૃ.૧૩) ૧૧. Page #16 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ જિનેશ્વરની વાણી (વિવેચન સહિત) અર્થ - જિન એટલે રાગદ્વેષ, અજ્ઞાનને જેણે જીત્યા તે જિન સમ્યક્રુષ્ટિ. તે સમ્યફષ્ટિમાં પણ સૌથી મોટા તે દેહઘારી પરમાત્મા ભગવાન જિનેશ્વર. તેમની વાણી એટલે વચનામૃત અથવા શબ્દબ્રહ્મ. તે વિષે પરમકૃપાળુદેવ જણાવે છે કે – સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.” (પૃ.૨૪૬) એવી જિનેશ્વર ભગવાનની વાણી છે. નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ :–“શ્રી મોક્ષમાળાના ૧૦૭માં પાઠરૂપે આ જિનેશ્વરની વાણી તે મંગળાચરણ છે. તેમાં ભગવાનની વાણીની અપૂર્વતા શ્રીમદ્ રાજચંદ્ર પ્રગટ કરી છે.” -નિ.પાઠ (પૃ.૧૪) તેનો ભાવ “મોક્ષમાળા વિવેચન પાઠ-૧૦૭” માં પૂ.શ્રી બ્રહ્મચારીજીએ વિસ્તારથી સમજાવેલ છે તે નીચે પ્રમાણે છે :“મોક્ષમાળા વિવેચન'માંથી : તીર્થકર ભગવાનના ચાર અતિશય કહેવાય છે – (૧) અપાયઅપગમ એટલે ઉપદ્રવનો નાશ, (૨) જ્ઞાનાતિશય, (૩) પૂજા-અતિશય અને (૪) વચન-અતિશય. કેવલી કરતાં તીર્થકરને વચનાતિશય હોય છે. તેથી તેમની વાણી પાંત્રીશ ગુણયુક્ત શાસ્ત્રમાં કહી છે. તે ગુણો આ પ્રમાણે છે - (૧) સર્વ ઠેકાણે સમજાય તેવી. (૨) યોજનપ્રમાણ સંભળાય તેવી. (૩) પ્રૌઢ. બોલનાર મહત્ત્વની વાત કરે છે એમ ભાસે. (૪) મેઘ જેવી ગંભીર. (૫) શબ્દ વડે સ્પષ્ટ. ચોખ્ખા અક્ષર સમજાય. (૬) સંતોષકારક. થોડું છેલ્લે સાંભળે તોય કૃતજ્ય માને કે આટલું સાંભળવાનું તો મળ્યું. (૭) દરેક એમ જાણે કે મને જ કહે છે એવી. (૮) પુષ્ટ અર્થવાળી. નકામું ન બોલે. બાળકને કહે તોપણ આશયયુક્ત હોય અને વિદ્વાન પણ આનંદ પામે. (૯) પૂર્વાપર વિરોઘરહિત (૧૦) મહાપુરુષને છાજે એવી. તીર્થકર જ આવું તો બોલી શકે એમ લાગે. (૧૧) સંદેહ વગરની. શું કહ્યું? આમ કહ્યું કે આમ? એવી શંકા ન થાય. (૧૨) દૂષણરહિત અર્થવાળી. ભાષા સંબંધી દોષ, વ્યાકરણ સંબંધી દોષ કે ગ્રામ્યતારૂપ દોષ ન આવે. (૧૩) કઠણ વિષયને સહેલા કરનારી. તત્ત્વની વાત પણ સહેલી લાગે, “આત્મસિદ્ધિ ની જેમ. (૧૪) જ્યાં જેવું શોભે તેવું બોલાય એવી. રાજા બોલે તે રાજા જેવું, દાસી બોલે તે દાસી જેવું. (૧૫) છ દ્રવ્ય, નવતત્ત્વના જ્ઞાનને પુષ્ટ કરે તેવી. (૧૬) પ્રયોજન સહિત. “સમજ્યા?” શું? પછી’ એવા નિરર્થક શબ્દોથી રહિત. (૧૭) પદરચના સહિત. કોઈ પદ અધૂરું નહીં, રચનામાં ભૂલ નહીં. ૧૮) છ દ્રવ્ય અને નવ તત્ત્વની પટુતા સહિત. દરેક વાતમાં એ વણાતા આવે. (૧૯) મધુર વાણી. (૨૦) પારકો મર્મ જણાઈ ન આવે એવી ૧૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરની વાણી'નું વિવેચન ચતુરાઈવાળી. દોષ બતાવે છે જેનામાં હોય તે જ જાણે કે મને કહે છે. બીજાને સામાન્ય વાત કહે છે એમ લાગે. કષાયી માણસની વાણી હોય તેમાં તો બીજાને એમ થાય કે “આને કહે છે, આને કહે છે', એમ પારકો મર્મ પ્રગટ કરે. (૨૧) ઘર્મ-અર્થ પ્રતિબદ્ધ. નાની વાતો હોય તો પણ તેમાંથી આત્માર્થનો સાર નીકળે. (૨૨) દીપ સમાન પ્રકાશ સહિત. દીવાથી જેમ પદાર્થ જણાય તેમ ભગવાનની વાણીથી લોકાલોક જણાય. (૨૩) પરનિંદા અને પોતાનાં વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાના વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાનાં વખાણ વગરની. માનકષાય અને ક્રોઘ હોય તો જ પોતાનાં વખાણ અને પરનિંદા થાય. નિષ્કષાયી વાણી. (૨૪) કર્તા, કર્મ, ક્રિયા વગેરેના સંબંધવાળી. (૨૫) આશ્ચર્યકારી. અપૂર્વ વાણી. આગળ આવું સાંભળ્યું નથી એમ લાગે. (૨૬) વક્તા સર્વગુણસંપન્ન છે, બહુ જાણે છે એમ લાગે. થોડું કહે પણ પ્રભાવ પડે કે એમનામાં કંઈ ખામી નથી. (૨૭) ધૈર્યવાળી. ક્યારે મોક્ષ થશે? એમ અધીરાઈ ન થાય. (૨૮) વિલંબરહિત. થોડું બોલે, પછી ન બોલે એમ નહીં. એકઘારું બોલે. (૨૯) ભ્રાંતિરહિત. સંદેહ ઉત્પન્ન ન થાય. પોતાની ભ્રાંતિ ગઈ છે તેથી સાંભળનારને પણ ભ્રાંતિ ન થાય, શ્રદ્ધા થાય. (૩૦) સર્વ જીવ પોતાની ભાષામાં સમજે એવી. જુદી ભાષામાં બોલનારનું ન સમજાય, પરંતુ ભગવાનની ભાષા સૌ પોતપોતાની ભાષામાં સમજે અને સૌના સંશય છેદાય. (૩૧) શિષ્ટબુદ્ધિ ઉપજાવે તેવી. શિષ્ટ એટલે ઉત્તમ પુરુષ જેવી બુદ્ધિ ઉપજાવે. (૩૨) પદના અર્થને અનેક રીતે આરોપણ કરી બોલે તેવી. એક શબ્દમાંથી અનેક અર્થ નીકળે. (૩૩) સાહસિકપણે બોલે એવી. સાંભળીને શૂરવીરપણું ઊપજે. સાંભળીને દીક્ષા લેવાના ભાવ થાય. (૩૪) પુનરુક્તિ દોષ વગરની. એની એ વાત ફરી કહે તો કંટાળો આવે તેથી ફરી કહેવું પડે તોપણ બીજી રીતે કહે. (૩૫) સાંભળનારને ખેદ ન થાય એવી. એના દોષ કહે તોપણ ખોટું ન લાગે, પણ એમ લાગે કે મારા ભલા માટે કહે છે.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૩૮) (મનહર છંદ). “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; અર્થ - ભગવાનની વાણી, અનંત અનંત ભાવ અને ભેદ એટલે પ્રકારોથી ભરેલી છે. તે વાણી સર્વ જીવોનું ભલું કરનાર હોવાથી ભલી છે. વળી અનંત અનંત નય, નિક્ષેપ સહિત જેનું વ્યાખ્યાન કરવામાં આવેલું છે. માટે અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી ભગવાનની સ્યાદ્વાદયુક્ત વાણી છે. તેમાં જગતમાં રહેલા સર્વ જીવ અજીવ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ તથા જ્ઞાનના ભેદો અને મોક્ષપ્રાપ્તિના જીવોની યોગ્યતાનુસાર પુરુષાર્થ કરવાના ઉપાયો વગેરે સર્વનું વર્ણન કરવામાં આવેલું છે. ૧ ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ ‘નિત્યનિયમાદિ પાઠ' માંથી : “નિગોદના જીવને મરણકાળે જ્ઞાન હોય છે તે ઓછામાં ઓછું જ્ઞાન છે. તેનો વિકાસ થતાં કેવળજ્ઞાન થતાં જ્ઞાનની પૂર્ણતા થાય છે. ત્યાં સુધીના જ્ઞાનના ભેદો, જ્ઞાનથી જણાતા પદાર્થોના ભેદો, વિશ્વનું વર્ણન, સમ્યક્દર્શનથી શરૂ કરી કેવળજ્ઞાન થતાં સુધીના પુરુષાર્થભેદ આદિ અનેક ભાવો ભિન્ન ભિન્ન ભૂમિકાના જીવોને ઉપકારી થાય તેમ જિનેશ્વરની વાણીમાં વર્ણવેલ છે. પરસ્પર વિરોધ ન આવે તેવી અનેક અપેક્ષાઓ કે નયો સહિત વસ્તુને સમજાવવાના પ્રકારોરૂપ નિક્ષેપો સહિત તે વાણી છે.” -નિત્ય. પાઠ (પૃ.૧૪) ‘મોક્ષમાળા વિવેચન' માંથી :– ન “ઉપર જે પાંત્રીશ ગુણ જિનેશ્વરની વાણીના કહ્યા છે તે સામાન્ય પ્રકાર છે. પરંતુ અહીં તો જિનેશ્વરની વાણીને અનંત અનંત ભાવ અને ભેદથી ભરેલી કહી છે. ભાવ એટલે પદાર્થ અને ભેદ એટલે પ્રકાર. અનંત પદાર્થના અનંત સ્વરૂપને અનંત પ્રકારે કહેનારી એવી ભગવાનની ઉત્તમ વાણી છે. ભીલનું દૃષ્ટાંત :– કોઈ ભીલને ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એકે કહ્યું ‘પાણી લાવો'; બીજીએ કહ્યું ‘ગાઓ’ અને ત્રીજીએ કહ્યું ‘હરણને મારો.’ ભીલે ‘સરો નસ્થિ’ એ એક જ વાક્યથી તે ત્રણેને જવાબ આપ્યો. તેથી પહેલી સ્ત્રી એમ સમજી કે અહીં ‘સર’ એટલે સરોવર નથી તેથી પાણી ક્યાંથી લાવું? બીજી એમ સમજી કે ‘સ્વર’ એટલે સારો કંઠ નથી તો કેવી રીતે ગાઉં ? અને ત્રીજી એમ સમજી કે ‘શર’ એટલે બાણ નથી તો હરણને કેવી રીતે મારું? એમ ત્રણેયનું એક જ વાક્યથી સમાધાન થઈ ગયું. એવી જ રીતે હેમચંદ્રાચાર્યે કુમારપાળ ચરિત્ર અને વ્યાકરણ સાથે આવે એવું દ્વિઅર્થી પુસ્તક લખેલું છે. એક એક વાક્યમાંથી સો સો અર્થ નીકળે એવી પણ રચના હોય છે. તેમ તીર્થંકરની વાણી અનંત ભાવભેદથી ભરેલી છે અને ભલી એટલે ઉત્તમ હોય છે. સામાન્યપણે બધા સમજી શકે, થાક ન લાગે તેવી હોય છે. અને તે વાણી બધા રસવાળી, ભૂલ વિનાની તેમ જ સ્યાદ્વાદથી ભરેલી છે. અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે તે જિનેશ્વરની વાણી અનંત નય અને અનંત નિક્ષેપો વડે પદાર્થના સ્વરૂપને કહેનારી છે. એમાં બધા નયો તથા નિક્ષેપો આવીને હાજર થઈ જાય. નય=પદાર્થના અનંત સ્વરૂપને જુદી જુદી અપેક્ષાએ કહે તે નય. નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ મુખ્ય સાત નયો ઉપરથી ૭૦૦ નય કહ્યા છે, પરંતુ કહેવાની અપેક્ષા પ્રમાણે ભેદ પડે તેથી અસંખ્ય અનંત ભેદ નયોના છે. નિક્ષેપ=નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ મુખ્ય ચાર નિક્ષેપ વ્યવહાર ચલાવવા માટે જરૂરના છે. અહીં તો અનંત નય અને અનંત નિક્ષેપો કહ્યા છે. વાણી વાચક જસ તણી કોઈ નયે ન અધૂરી રે.’’ -મો.વિ. (પૃ.૨૪૧) મુખ્ય સાત નય સંબંધીનો વિસ્તાર સંક્ષેપમાં આ પ્રમાણે છે : નય એટલે શું? તો કે જગતમાં રહેલી દરેક વસ્તુમાં અનંત ગુણધર્મો રહેલા છે, તે એક સાથે ૧૪ Page #19 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરની વાણી”નું વિવેચન જણાવી શકાય નહીં. તે અનંત ગુણધર્મોમાંથી, વસ્તુના એક ગુણધર્મને મુખ્ય ૩ કરીને તેના બીજા ગુણઘને ગૌણ કરી, તે એક એક ગુણઘર્મને જુદી જુદી અપેક્ષાથી જણાવવો તેનું નામ નય છે. જગતમાં આ નયવાદ કે અપેક્ષાવાદ અથવા અનેકાંતવાદ વિના વ્યવહાર થઈ શકતો નથી. ભિન્ન ભિન્ન અપેક્ષાથી જોતાં કોઈપણ વાત સત્ય જણાય છે. જેમકે એક જ વ્યક્તિ કોઈનો પુત્ર પણ છે. પિતા પણ છે. ભાઈ પણ છે. ભત્રીજ પણ છે. ભાણેજ પણ છે. કેવી રીતે? તો કે પોતાના પિતાની અપેક્ષાએ તે પુત્ર છે અને તે જ વ્યક્તિ પોતાના પુત્રની અપેક્ષાએ પોતે જ પિતા છે. તે જ વ્યક્તિ ભાઈની અપેક્ષાએ ભાઈ, કાકાની અપેક્ષાએ ભત્રીજો, અને તે જ વ્યક્તિ મામાની અપેક્ષાએ ભાણેજ પણ છે. વ્યક્તિ એક જ હોવા છતાં તે જુદી જુદી અપેક્ષાથી જુદા જુદા રૂપે ઓળખાય છે. આ વ્યક્તિ કોણ છે? તો કે પુત્ર, પિતા, ભાઈ, ભત્રીજો, ભાણેજ એમ વ્યવહારમાં બોલવામાં આવતું નથી. માટે વ્યવહારમાં પણ આપણે બોલીએ છીએ તે નયપૂર્વક જ બોલીએ છીએ કે આ અપેક્ષાથી આ વ્યક્તિ પુત્ર, પિતા, ભાઈ, ભત્રીજ કે ભાણેજ છે. એ અપેક્ષાઓ અથવા નયોને બતાવવા જૈન સિદ્ધાંતમાં મુખ્ય સાત નય પ્રસિદ્ધ છે. અનંત ગુણાત્મક વસ્તુના ઘર્મને સંપૂર્ણ સમજવા માટે આ નયોની અત્યંત આવશ્યક્તા છે. આત્માના શુદ્ધ સ્વભાવને સમજવા માટે પણ આ સ્યાદવાદ કે અનેકાંતવાદની ઘણી જરૂર છે. નયના મુખ્ય સાત ભેદ છે તે નીચે પ્રમાણે - ૧. નૈગમનય - ભૂતપૂર્વ પ્રઘાનમંત્રીને વર્તમાનમાં પ્રધાનમંત્રી કહેવો અથવા ભૂતકાળમાં થઈ ગયેલા ભગવાન મહાવીરનો આજે નિર્વાણ દિવસ છે એમ કહેવું તે ભૂતનૈગમનયની અપેક્ષાથી છે. તથા ભવિષ્યમાં રાજા થવાનો હોય તે યુવરાજને રાજા કહેવો, તે ભવિષ્ય નૈગમનની અપેક્ષાથી છે. ૨. સંગ્રહનય – જેમકે સત્ એ દ્રવ્યનું લક્ષણ છે. આ વાક્ય સર્વ દ્રવ્યોને સત્ જણાવે છે. અથવા જીવનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ. એ વાક્ય સર્વ જીવોનું લક્ષણ ઉપયોગ છે એમ સિદ્ધ કરે છે. અર્થાત્ એક જાતિના ઘણા દ્રવ્યોને એક સાથે કહેવા તે સંગ્રહનયની અપેક્ષાથી છે. ૩. વ્યવહારનય - સંગ્રહનયમાં એક જાતિના ઘણા દ્રવ્યોને એક સાથે કહ્યાં. તે પદાર્થોનો ભેદ કરતા જવું તે વ્યવહારનય છે. જેમકે જગતમાં દ્રવ્ય છ છે. તેમાં એક જીવ દ્રવ્ય છે. તે જીવ દ્રવ્યના પાછા બે ભેદ છે. તે સંસારી અને સિદ્ધ. સંસારી જીવના પાછા બે ભેદ છે. તે સ્થાવર અને ત્રસકાય. તેમાં વળી સ્થાવર જીવના પાંચ ભેદ છે. તે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય ઇત્યાદિ. ભેદના ભેદ, સમજવા માટે કરવા તે વ્યવહારનય છે. ૪. ઋજુ સૂત્રનય :- આ નય વર્તમાનમાં જે સ્થૂલ કે સૂક્ષ્મ પર્યાય હોય તેને જ ગ્રહણ કરે છે. જેમકે સ્ત્રી તે સ્ત્રી, પુરુષ તે પુરુષ, શ્વાન તે શ્વાન, અશ્વ તે અશ્વ, ક્રોઘ પર્યાય સહિત જે હોય જોવા છે. ૧૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 1 તેને ક્રોથી, દયાભાવ સહિત હોય તેને દયાવાન કહેવો એ ઋજુસૂત્રનયથી કથન છે. / ૫. શબ્દનય :- કોઈ મહાપુરુષ આવતા હોય તેમને માટે માનાર્થ સૂચક એ શબ્દ કહે કે તેઓ પઘાર્યા. આ વાક્યમાં જો કે બહુવચનનો પ્રયોગ એકવચનમાં કર્યો છે. છતાં શબ્દનયની અપેક્ષાએ તે બરાબર છે. અથવા કોઈ કથાનું વર્ણન કરતા હોઈએ ત્યારે ભૂતકાળમાં બનેલ હકીકતને વર્તમાનમાં કહેવી. જેમકે લડાઈ ચાલી રહી છે, સેના લડી રહી છે, તોપોનો મારો ચાલી રહ્યો છે, લોહીની ઘારાઓ વહી રહી છે, એમ કહેવા છતાં તે શબ્દનયની અપેક્ષાએ યથાર્થ છે. ૬. સમભિરૂઢનય :- એક વસ્તુના અનેક શબ્દ નક્કી કરવા, પછી ભલે ને શબ્દના અર્થમાં ભેદ હોય. જેમકે સ્ત્રીને અબળા કહેવી, અથવા મૃગનયની કે નારી આદિ કહેવું, અથવા ઇન્દ્રને શક્ર, પુરન્દર અથવા સહસ્ત્રાક્ષી આદિ કહેવું. શબ્દોના અર્થ ભિન્ન હોવા છતાં પણ એક વ્યક્તિ માટે તેનો પ્રયોગ કરવો તે સમભિરૂઢનયની અપેક્ષાથી સત્ય છે. ૭. એવંભૂતનય :- જે શબ્દનો વાસ્તવિક અર્થ જે હોય, તેવી ક્રિયા કરનારને જ તે શબ્દથી બોલાવવો તે એવંભૂતનય કહેવાય છે. જેમકે વૈદું કરનારને જ વૈદ્ય કહેવો, દુર્બલ સ્ત્રીને અબળા કહેવી, પૂજા કરતો હોય તેને જ પૂજારી કહેવો, રાજ્ય કરતો હોય, ન્યાય કરતો હોય ત્યારે જ રાજા કહેવો, રસોઈ કરતો હોય ત્યારે જ રસોયો કહેવો. એમ પોતપોતાની ક્રિયા કરતો હોય ત્યારે જ તે પ્રમાણે કહેવું તે એવંભૂતનયનું કથન કહેવાય છે. વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સમજવા માટે આ સાતેય નયોની ઘણી ઉપયોગિતા છે.” -સહજસુખસાધન (પૃ.૪૭૮)ના આઘારે હવે ચાર નિક્ષેપ સંબંધી બોઘામૃત ભાગ-૧ માં નીચે પ્રમાણે જણાવે છે : “મુમુક્ષુ – નિક્ષેપ એટલે શું? પૂજ્યશ્રી – નિક્ષેપ ચાર પ્રકારે છે. તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. ૧. નામનિક્ષેપ - એટલે નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતા તે રાજા હતા, પછીથી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થંકર હતા. તે નામ નિક્ષેપ છે. બધુ એક નામ કહેતાં સાંભરી આવે. ૨. સ્થાપના નિક્ષેપ - એટલે જે વસ્તુ હાજર ન હોય પણ તે સ્થાપનાથી જણાય. જેમ કે પ્રતિમા છે તે ભગવાનની સ્થાપના છે. ૩. દ્રવ્ય નિક્ષેપ - જે પૂર્વે થઈ ગયું છે અથવા ભવિષ્યમાં થવાનું છે, તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમકે શેઠના છોકરાને શેઠ કહે. શેઠનો છોકરો વર્તમાનમાં શેઠ નથી પણ ભવિષ્યમાં થશે. તેને લઈને તેને શેઠ કહે છે. બીજાં, કોઈ રાજા હોય, પછીથી તેને ઉતારી નાખ્યો હોય તો પણ લોકો તેને રાજા કહે છે કારણ તે પહેલાં હતો. એ દ્રવ્ય નિક્ષેપના દ્રષ્ટાંતો છે. ૪. ભાવનિક્ષેપ - વર્તમાનમાં જેવું હોય તેવું જ કહે. જેમકે કોઈ રસોઈયો હોય અને રસોઈ ન કરતો હોય તો તેને રસોઈયો ન કહે, રસોઈ કરતો હોય ત્યારે જ રસોઈયો કહે.”-બો.ભા.૧ (પૃ.૧૯૫) ૧૬ Page #21 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરની વાણી”નું વિવેચન “સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ, મોક્ષચારિણી પ્રમાણી છે;” અર્થ - વળી ભગવાનની વાણી કેવી છે? તો કે સકળ જગતના જીવોનું. હિત કરવાને જે સમર્થ છે અને મોહરૂપી મદિરાના નશાને હરનારી છે, ભવાબ્ધિ, ભવ એટલે સંસાર, અબ્ધિ એટલે સમુદ્ર. સંસારરૂપી સમુદ્રમાં ડૂબકા ખાતા ભવ્ય જીવોને તારનારી છે, મોક્ષચારિણી એટલે જીવોને મોક્ષના માર્ગમાં ચલાવનારી છે અને પ્રમાણી એટલે પ્રમાણભૂત છે અર્થાત્ દ્રષ્ટાંતસહિત વાતને સિદ્ધ કરી બતાવનારી છે. નિત્યનિયમાદિ પાઠ માંથી - ભાવાર્થ – “સર્વ જીવોના કલ્યાણનું કારણ, મોહને નિર્મૂળ કરવાનું કારણ, ભવસાગર તરવાનું કારણ તથા મોક્ષ પ્રાપ્ત કરાવનારી ભગવાનની અમોઘ વાણી છે.” -નિત્ય પાઠ (પૃ.૧૪) “મોક્ષમાળા વિવેચન'માંથી - “સકલ જગત હિતકારિણી=ભગવાનની વાણી સર્વ સંસારી જીવોનું હિત કરનારી છે. દયાના ‘ઉપદેશથી એકેન્દ્રિયાદિ બઘા જીવોને સુખનું કારણ થાય એવી છે. હારિણી મોહકતે મોહનો નાશ કરનારી છે. મુખ્ય મોહ મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા અથવા દર્શનમોહ, તે ભગવાનની વાણીથી દૂર થાય, વળી કષાય જિતાય તેથી ચારિત્રમોહ દૂર થાય, એ રીતે તારિણી ભવાબ્ધિ= સંસારસાગરથી તારનારી છે. અને મોક્ષચારિણી=મોક્ષના પુરુષાર્થમાં પ્રેરનારી છે. પ્રમાદમાં પડેલો હોય અને વાણી સાંભળે તો પુરુષાર્થમાં મંડી પડે અને અલ્પ કાળમાં મોક્ષ પ્રાપ્ત કરે. એ રીતે મોક્ષમાં લઈ જનારી છે. અંજનચોર આઠ દિવસમાં મોક્ષ પામી ગયા. પ્રમાણી છે=એ જિનેશ્વરની વાણીને મહાપુરુષોએ નિશ્ચય માનવા યોગ્ય, સત્ય અને પ્રમાણભૂત માનેલી છે.” (પૃ.૨૪૨) ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;” અર્થ :- જે ભગવાનની વાણીથી સાત તત્ત્વ કે પુણ્ય, પાપ આદિ નવ પદાર્થ, છ દ્રવ્ય કે છ પદ આદિ જણાય છે. તેવી અદ્દભુત મહાન ભગવાનની વાણીને જગતના કોઈ પદાર્થ સાથે ઉપમા આપીને સરખાવવાની તમન્ના રાખવી તે વ્યર્થ છે. કારણ કે તે ભગવાનની અનંત ભાવભેદથી ભરેલી વાણીને બીજા સાથે ઉપમા આપવાથી કેવળ પોતાની મતિ એટલે બુદ્ધિનું જ માપ નીકળે, ભગવાનની વાણીનું નહીં, એમ પરમકૃપાળુદેવનું માનવું છે. નિત્યનિયમાદિપાઠ' માંથી - - ભાવાર્થ – “તેના જેવું કલ્યાણનું સાઘન શોઘતાં બીજું મળી શકે તેમ નથી. તેથી તેને કોઈની સાથે સરખાવી શકાય કે ઉપમા અપાય તેમ નથી. તેથી ઉપમા આપવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે. ઊતરતી ઉપમા આપે તો ઉપમા આપનારની બુદ્ધિની ખામી ગણાય છે.” -નિ.પાઠ (પૃ.૧૫) Page #22 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ “મોક્ષમાળા વિવેચન'માંથી - “ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ એ વાણી કોના જેવી છે? એના માટે ઉપમા જડે એમ નથી. એની સાથે સરખામણી કરવા યોગ્ય વસ્તુ જગતમાં છે જ નહીં, તેથી એને ઉપમા આપવાની તમા રાખવી = દરકાર રાખવી કે બહાદુરી કરવી વ્યર્થ છે. આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે=એને ઉપમા આપવા કોઈ પ્રયત્ન કરે તો તેની પોતાની બુદ્ધિ મપાઈ જાય છે અર્થાત્ તેની મતિની અલ્પતા જ પ્રગટ થાય છે. તેથી અહીં ઉપમા આપી નથી.” -મો.વિવેચન (પૃ.૨૪૩) “અહો! રાજચંદ્ર બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે.” અર્થ :- ભગવાનની અદ્ભુત અને અગાઘ વાણીનું સ્વરૂપ જોઈને પરમકૃપાળુદેવ આશ્ચર્યસહિત કહે છે કે આવી સ્યાદ્વાદયુક્ત અભુત વાણીનું સ્વરૂપ અજ્ઞાની બાલજીવોના ખ્યાલમાં આવી શકે એમ નથી. એ જિનેશ્વર ભગવાનની અનંત ભાવ અને ભેદથી ભરેલી વાણીને તો કોઈ જ્ઞાની પુરુષે જ જાણી છે, અને જાણી છે તેણે જ માણી છે અને તેણે જ તેના ભારોભાર વખાણ કર્યા છે. “મારા રાજ પ્રભુની વાણી રે, કોઈ સંત વીરલે જાણી રે; વાલા જાણી તેણે માણી રે, વાલા માણી તેણે વખાણી રે. મારા રાજપ્રભુની વાણી રે.” નિત્યનિયમાદિ પાઠ' માંથી - ભાવાર્થ – “શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે અજ્ઞાની જીવોને શ્રી જિનેશ્વરની વાણીનું માહાભ્ય કલ્પનામાં આવે તેવું નથી. પરંતુ જેના એકેક શબ્દમાં અનંત શાસ્ત્રો સમાઈ જાય તેવી શ્રી જિનેશ્વરની વાણી જેણે જાણી છે, એવા જ્ઞાની પુરુષોએ જ તેનું માહાસ્ય જાણ્યું છે, અને ગાયું છે.” -નિત્ય પાઠ (પૃ.૧૫) “મોક્ષમાળા વિવેચન'માંથી - અહો! રાજચંદ્ર, બાળ ખ્યાલ નથી પામતા એ=શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે બાળ એટલે અજ્ઞાની જીવો ભગવાનની વાણી કેવી મહાન ગંભીર છે તેનો ખ્યાલ પામી શક્તા નથી અર્થાત્ તેને સમજી શકતા નથી. સમ્યગ્દર્શન થાય તો જ એનું માહાસ્ય લાગે. જિનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે=એ જિનેશ્વર ભગવાનની વાણી જ્ઞાનીએ જાણી છે. તેણે જ યથાર્થ જાણી છે. તે પ્રકારે બીજાએ જાણી નથી.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૨૪૩) ૧૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભક્તિના વીસ દોહરા'નું માહાભ્ય શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય. શ્રી સદ્ગુરુ ભગવંત પ્રત્યે ભક્તિ પ્રગટ થવાનું રહસ્ય એટલે મર્મ-ગુણભેદ, આ વીસ દોહરાની ગાથાઓમાં બતાવેલ છે, એવા ભક્તિના આ વીસ દોહરા છે. જેનો આપણે રોજ આજ્ઞાભક્તિરૂપે પાઠ કરીએ છીએ. તેનું માહાત્મ જીવને સમજાય અને સાચી ભક્તિ પ્રગટ થાય તેના માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૫૩૪માં અને પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ જે જે ઉપદેશમાં આ વીસ દોહરાનું માહાત્મ તેમના હૃદયમાં હતું તે જુદા જુદા પ્રસંગે પ્રગટ કરેલ છે. તે બધું અત્રે એકત્રિત કર્યું છે. જે વાંચવાથી આપણા હૃદયમાં પણ કંઈક એનું રહસ્ય સમજાય અને હે પ્રભુના આ વીસ દોહરા બોલતા એનું માહાસ્ય હૃદયમાં પ્રગટ રહે એવો આ સંકલન કરવાનો હેતુ છે. જે સર્વને લાભકર્તા થાઓ એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. શ્રીમદ્ રાજચંદ્ર માંથી – વીસ દોહરાની વિશેષ વિચારણા, વિશેષ ગુણો પ્રગટ થવાનું કારણ ““હે નાથ! હવે મારી કોઈ ગતિ (માગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં ક્ય છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સઉપાય એવો જે સદ્ગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.” એવા ભાવના વીશ દોહરા કે જેમાં પ્રથમ વાક્ય હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ' છે, તે દોહરા તમને સ્મરણમાં હશે. તે દોહરાની વિશેષ અનુપ્રેક્ષા થાય તેમ કરશો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે.” (પત્રાંક ૫૩૪) બોઘામૃત ભાગ-૨' માંથી – સદ્ગુરુનું શરણ લઈ રોજ વીશ દોહરાનો ભાવથી વિચાર કરવો વીશ દોહરામાં કેવા ભાવ જોઈએ? તે કહે છે. હે ભગવાન! મારી કોઈ ગતિ દેખાતી નથી. બધું લૂંટાઈ જાય એવું કર્યું છે. આ વાક્ય વાંચી પ્રભુશ્રીજીને આંસુ આવી ગયાં. પુણ્યને લીધે સાધુપણું મળ્યું, જ્ઞાની મળ્યા, તેઓની આજ્ઞા મળી, સમાગમ મળ્યો, પણ મેં તો અવળા જ માર્ગ આરાધ્યા છે. હે પ્રભુ, અનાદિકાળના પરિભ્રમણથી મારી નિવૃત્તિ કર. જે જે સાઘન મેં કર્યા તે બંઘનરૂપ પરિણમ્યાં છે. સર્વ આપદા આદિ નાશ કરવાનું મૂળ કારણ સદ્ગુરુ પ્રત્યે શરણભાવ છે. એમ આ જીવે વિચારવાનું છે. મનુષ્યભવ મળ્યો છે છતાં જીવ કરતો નથી. આત્મામાં શક્તિ ૧૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ છે છતાં અવળી જ વાપરી છે. હે ભગવાન! મેં તો બંઘન થાય એવું કર્યું છે, પણ હવે એથી છુટાય એમ કર. વીશ દોહરામાં કેટલું બધું કહી દીધું છે! હવે ભગવાનને ક્ષણવાર પણ ભૂલું નહીં. સદ્ગુરુનું શરણ એ જ સાચું છે, મુખ્ય વસ્તુ છે. શરણા વગર છૂટકો નથી. “હું પામર શું કરી શકું ?” એમ માત્ર બોલે જ નહીં પણ એ ભાવ એને રહે. એના શરણથી જ બધું પાંશરું થશે. સદ્ગુરુ અને સંતમાં કંઈ ભેદ નથી. બેય ભગવાન છે. છેલ્લે એ જ કહ્યું છે. “પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ.” ખરા સ્વરૂપને હું પકડી રાખું એવી દ્રઢતા મને આપ. સદ્ગુરુનું શરણ એ જ સાચું શરણ છે. વિશ દોહરાનો રોજ ભાવથી વિચાર કરવો. ગુણ પ્રગટે એવું છે. આ વીશ દોહરાની રોજ ભાવથી ભક્તિ કરે તો આત્મગુણ પ્રગટે એમ છે. ભાવો આવી ખસે નહીં તે અનુપ્રેક્ષા છે. એની પાછળ પડવું છે. એમાં જ વૃત્તિ રહ્યા કરે તો શું ફળ થાય તે કહે છે—માન જાય તો દીનતા આવે, ક્રોઘ જાય તો ક્ષમા આવે, એમ દોષો જાય ત્યારે ગુણાવૃત્તિ એટલે આત્માના ગુણો પ્રગટે. વારંવાર વીશ દોહરામાં જ ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણું જપતપ બધું નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીશ દોહરાનો સ્વાધ્યાય આખી રાત કરતા. અને આંખમાંથી આંસ પડવા લાગતાં. એમ આ વીશ દોહરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -બો.૨ (પૃ.૧૯૬) “ઉપદેશામૃત' માંથી - બઘા શાસ્ત્રોનો સાર, આ કાળમાં કામ કાઢી નાખે એવા મંત્ર સમાન વીશ દુહા “સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીઘો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું. વીસ દુહા” ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તો પણ ઓછું છે. લાભના ઢગલા છે. “ક્ષમાપનાનો પાઠ”, “છ પદ'નો પત્ર, યમનિયમ”, “આત્મસિદ્ધિ' આટલાં સાઇન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. “દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે.” એ તો ખોટી વાત છે; પણ તમે જીવતાં સુધી આટલું તો કરજો જ. તેથી સમાધિમરણ થશે, સમકિતનો ચાંલ્લો થશે. વઘારે શું કહ્યું?” (ઉ.પૃ.૩૮૮) વીસ દોહા ચિંતામણિ. સર્વ અવસ્થામાં ગુણ કરે; પણ ભાવપૂર્વક બોલવા “વીસ દોહા ચિંતામણિ છે. જેમ વહેવારમાં પરસાદી વહેંચવામાં આવે છે તેમ પરસાદી છે. ૨૦ Page #25 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય ઉઘાડું પાડીને અંદર કહ્યું છે. કોઈ એવી દવા હોય છે કે માંદો ખાય તોપણ ગુણ કરે અને સાજો ખાય તોપણ ગુણ કરે; તેવી આ ઉદ્ઘાર થવા માટે દવા છે. દવા માટે દૂધ પાણીની જરૂર પડે છે તેમ આને માટે શું જરૂરનું છે?.....ભાર દઈને કહેવાનું કે ‘ભાવ’ જોઈએ. આ ખાસ લક્ષમાં રાખજો. બધા સામાયિક કરે છે, પણ પૂણિયા શ્રાવકનું જ સામાયિક વખણાયું. તેમ ભાવ ભાવમાં ફેર છે. ‘સાધુને હમેશાં સમતા હોય’–આનું નામ ચારિત્ર, સમભાવ. સાઘુ બધે આત્મા જુએ, સિદ્ધ સમાન જુએ. થઈ રહ્યું–આટલું સમજાય તો થઈ રહ્યું! ‘ભક્તામર’ વગેરે સ્તોત્ર છે. પણ વીસ દોહા બધાનો સાર છે. કોણે આપ્યા છે ?’’ વીસ દોહા મહામંત્ર, એનો ભેદી મળે અને મર્મ જાણી જાય તો મોક્ષ થાય “વીસ દોહા, ક્ષમાપનાનો પાઠ એ મહા મંત્ર છે! તાલપુટ વિષ ઉતારે એવો મહા મંત્ર છે! જો એનો ભેદી મળે અને માહિત થાય તો બધું થાય. જીવને, શ્રવણ કરે તો વિજ્ઞાનપણું આવે. તેમ શ્રવણ કરવાથી ખબર પડે. તેથી કર્મ મૂકીને મોક્ષ થાય.’’ (ઉ.પૃ.૨૫૪) (ઉ.પૃ.૪૬૭) સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે, તેમ ભક્તિથી કર્મનું ઝેર ઊતરે “મુમુક્ષુ–ભક્તિયે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી ? પ્રભુશ્રીહૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે પ્રભુ, ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય !’’ (ઉ.પૃ.૪૦૦) બળવાન સત્પુરુષના સંગે મળેલો મંત્ર શ્રદ્ધાથી બોલે તો પણ કામ થાય “કંઈ નહીં તો ‘વીસ દોહરા' ચંડીપાઠની પેઠે રોજ બોલે તો પણ કામ થઈ જાય. સંગ બળવાન છે.’’ (ઉ.પૃ.૪૭૪) ‘વીસ દોહા’ મહામંત્ર છે, અમૃત છે; પણ વિશ્વાસ આવવો જોઈએ જેમ કોઈ મહામંત્ર હોય તેમ ‘વીસ દોહા’ ઝેર ઉતારવા મહામંત્ર છે. એ અમૃત અને પ્રતીતિ જોઈએ.’ (ઉ.પૃ.૪૭૩) ૨૧ છે. વિશ્વાસ પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવ પ્રત્યે જેને શ્રદ્ધા થઈ તેનું કલ્યાણ. ડાહ્યા ન થવું “આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું. વીસ ભક્તિના દુહા મહામંત્ર છે, યમનિયમ સંયમ, ક્ષમાપનાનો પાઠત્રણ વસ્તુ સ્મરણ કરવા, ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્મા જોવો. આત્મા Page #26 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 1 છે. જેમ છે તેમ જ્ઞાનીએ જાણ્યો છે. જ્ઞાનીએ જોયો તે આત્મા. પ્રત્યક્ષ જ્ઞાની કૃપાળુદેવે ચાંદ જેને ચોડ્યો છે તેનું આત્મહિત થવાનું છે.” (ઉ.પૃ.૪૦૩) વીસ દોહા' આત્માર્થે બોલવા. આત્માર્થ સિવાય અમારી આજ્ઞા હોય નહીં “વીસ દોહા તે બધું કરાવશે. તે મંત્ર છે....હે ભગવાન! હું આત્માર્થે કરું છું,' એવી ભાવના કરવી. અમે તો આત્મકલ્યાણ સિવાય બીજાં કંઈ સાધન બતાવતા નથી, અમારી આજ્ઞા તે સિવાય બીજી હોય નહીં.” (ઉ.પૃ.૪૭૦) બોઘામૃત ભાગ-૧-૨-૩' માંથી – કૃપાળુદેવની આજ્ઞાથી વીસ દોહાની વિચારણાથી પ્રભુશ્રીને આત્મા પ્રગટ થયો કૃપાળુદેવે જ્યારે પ્રભુશ્રીજીની ભૂલ જોયેલી ત્યારે કહ્યું કે “વીસ દોહરા'નું બહુમાનપણું કરો તો ગુણ પ્રગટશે. આઠ ટોટક છંદ પણ તેવા જ છે. જો જીવ વિચારે તો આત્મા પ્રગટ થાય તેવું છે. એમને કેટલી બધી કિંમત લાગી હશે ત્યારે એટલું બધું “વીસ દોહરા'નું માહાસ્ય કહે છે. પોતાને એથી આત્મા પ્રગટ થયો છે, તેથી કહે છે.” -બો.૧ (પૃ.૪૩૨) વીસ દોહા બોલે ત્યારે જગતને ભૂલી પ્રભુ પ્રત્યે કાલાવાલા થાય તે ભક્તિ છે “વીસ દોહરા બોલતી વખતે આત્મભાવ રહે, બીજા ભાવ છૂટે, અને કૃપાળુદેવ હાજર છે એમ જાણી કાલાવાલા થાય તો તે વ્યક્તિ છે. અલ્પ પણ આજ્ઞા જીવ જો આરાઘન કરે તો પાર પડે.” -બો.૧ (પૃ.૩૮૩) અભિમાન ઘટાડવા વીસ દોહા ભાવપૂર્વક બોલે તો ઘણા પાપ ખસી જાય વીસ દોહરા રોજ ભક્તિપૂર્વક ભણે તો કેટલાંય પાપ ખસી જાય. હું મોટો એમ અભિમાન થાય છે, પણ આ વીસ દોહરામાં અઘમાઘમ કહ્યો છે તેથી લઘુતા આવે છે.” -બોઘામૃત-૧ વીસ દોહા, યમનિયમ વિચારે તો ગુણો પ્રગટી સમકિત થાય. વીસ દોહરા, યમનિયમ વિચારે તો બઘાય ગુણ પ્રાપ્ત થઈ સમ્યત્વ પ્રગટે. આ તો સાંભળ્યું છે, હું શીખ્યો છું, એમ સામાન્ય કરી નાખ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. મંડી પડવું. જે દેખાય છે તે બધું સ્વપ્ના જેવું છે. બધું ફરતું છે. આવું ને આવું રહેવાનું નથી. વિચાર કરે તો જગતમાં કાંઈ વિશ્વાસ કરવા લાયક નથી. લાગ આવ્યો છે માટે કરી લેવું.” બો.૧ (પૃ:૨૧૨) વીસ દોહા ભાવપૂર્વક બોલાય તો દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થાય “વીસ દોહરા છે તે ભાવપૂર્વક બોલાય તો બઘા દોષો ક્ષય થઈ આત્મા નિર્મળ થઈ જાય તેમ છે. જ્ઞાનીપુરુષનાં વચનો મોઢે બોલી જઈએ, પણ વિચાર ન આવે તો શું કામનું? જેમકે, “હે ભગવાન! હું બહુ ભૂલી ગયો.” શું ભૂલી ગયો? એનો વિચાર આવે તો જ્ઞાની પુરુષોને આગળ શું Page #27 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય જણાવવું છે તેનો લક્ષ થાય. પછી તરત જ એમ જણાવ્યું કે “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં.'' -બો.૧ (પૃ.૩૪) “વીસ દોહરા બોલતી વખતે મન બહાર ફરતું હોય તો બોલવું બંધ કરવું. ફરીથી મન સ્થિર કરીને બોલવું. ઘર્મ ન કરે અને ધર્મ ગણાવે તો તે દંભ છે. સાચું કરવાનું છે. મન સ્થિર કરીને કરવું. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે. ન બને તો ખોટાને તો ખોટું માનવું. મારે સાચું કરવું છે અને સાચું માનવું છે એમ રાખવું.” -બો.૧ (પૃ.૨૨૪) વીસ દોહરા મન સ્થિર કરીને બોલવા. જેટલો આત્મા જોડાય તેટલો લાભ છે વીસ દોહરા રોજ બોલવા. આત્મહિતનું કામ છે. ન આવડે તો સાંભળવા “વીસ દોહરા રોજ બોલવા. જો પોતાને બોલતાં ન આવડતું હોય તો બીજાની પાસે સાંભળવા. બીજાને સંભળાવવા કહેવું. જેમ આપણે ઘેર કુટુંબીઓને વ્યવહારનું કામ ભળાવીએ છીએ તેવી રીતે એ પણ એક આત્મહિતનું કામ છે.’’ -બો.૧ (પૃ.૧૦૮) વીસ દોહરા ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે એવા છે ‘વીસ દોહરા’ અપૂર્વ વસ્તુ છે. કૃપાળુદેવ પાસે જ બેઠા છે, એવો ભાવ રાખીને ભક્તિ કરવી. બડબડ એકલું બોલી જવું નથી. આપણા માટે ભક્તિ કરીએ છીએ એવો લક્ષ રાખવો. કૃપાળુદેવે પ્રભુશ્રીજી ઉપર એક પત્ર (૫૩૪) લખ્યો છે તેમાં વીસ દોહરાનું માહાત્મ્ય કહ્યું છે. ભૂલા પડેલા જીવને ઠેકાણે લાવે તેવું છે. ‘યમનિયમ' પણ તેવું જ છે. આ કાળમાં ભક્તિ જેવું એકે સાધન નથી. બધું એમાં સમાય છે. અહંકાર થાય નહીં એવું છે.’’ -બો.૧ (પૃ.૧૫૫) 66 વીસ દોહરા, સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ કરાવે તેથી જ્ઞાનીના વચનો આત્મામાં ચોંટે "C “પૂજ્યશ્રી—જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ અભિમાન છે. એ અભિમાન ઊતરી જાય એવા ‘વીસ દોહરા' છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તો વિનય ગુણ પ્રગટે. પછી સત્પુરુષ ઓળખાય. ‘સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ' એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે” (૨૫૪) સત્પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તો એને જ્ઞાનીના વચનો ચોંટે. એ માટે ‘વીસ દોહરા' છે. માન જાય તો વિનય ગુણ આવે. એટલો બધો પ્રભાવ ‘વીસ દોહરા’માં છે. કંઈક ગરજ જોઈએ, વિજ્ઞાનપણું જોઈએ.’’ -બો.૧ (પૃ.૪૩૧) ૨૩ વીસ દોહરાનો ભાવપૂર્વક આખી રાત સ્વાધ્યાય, આંખમાંથી આંસુ પડે ‘વારંવાર વીસ દોહરામાં જ ચિત્ત જાય, એની એ ભાવના રહે, એ વિના ચિત્ત બીજે જાય નહીં એવું કરવાનું છે. આ પત્ર (૫૩૪) વાંચી પ્રભુશ્રીજીને બહુ લાગી આવ્યું હતું કે મારું સાધુપણુ જપતપ બધું નકામું ગયું. પછી રાત્રે ઊંઘ ન આવે. ત્યારે વીસ દોહરાનો સ્વાધ્યાય Page #28 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ આખી રાત કરતા, અને આંખમાંથી આંસુ પડવા લાગતાં. એમ આ વીસ દોહરાની અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” -બો.૨ (પૃ.૧૯૭) વીસ દોહા રોજ લાખ વાર બોલાય તોય ઓછા છે “રોજ લાખવાર વીસ દોહા બોલાય તોય ઓછા છે, એમ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ એક વખત કહેલું. પ્રભુ પ્રભુ લય લગાડવાની છે.” -બો.૩ (પૃ.૫૨૧) વીસ દોહરા પ્રાર્થના છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે “હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ” એ લીટીથી શરૂ થતા વીસ દોહરા પ્રાર્થનાના છે તે મુખપાઠ કરી રોજ બોલવાનો નિત્યનિયમ રાખવા ભલામણ છે. તેમાં દરેક શબ્દ મંત્રતુલ્ય છે એમ ગણી અહીં આવતાં પહેલાં બને તેટલા શીખી લેવા ભલામણ છેજી. જે વાત અહીં આવ્યું કહેવી છે તેમાંથી એ પણ છેજી. જેટલો ગોળ નાખે તેના પ્રમાણમાં ગળ્યું થાય છે, તેમ જેટલો હૃદયનો ભાવ આ દોહરામાં રેડાશે તેટલો આત્મા ઊંચો આવે તેવો એમાં ચમત્કાર છે; તે જેમ જેમ વિશેષ તેનું આરાઘન થશે તેમ તેમ સમજાશેજી. હાલ તો મુખપાઠ કરી રોજ ફેરવતા રહેવાનો નિયમ રાખશોજી. આ અલ્પ પણ જ્ઞાનીની આજ્ઞા છે તે ઉઠાવતા રહી આનંદમાં રહેતાં શીખો એ ભલામણ સહ પત્ર પૂર્ણ કરું છુંજી.” -ઓ.૩ (પૃ.૩૨૬) વીસ દોહા બોલતાં વિચાર કરવો, તો મનને કામ મળે અને બીજે જતું અટકે વીસ દોહરા બોલતાં મન ભટકતું હોય તો છેલ્લી કડીથી પહેલી તરફ બોલવા માંડવા તથા દરેક કડીમાં શી ભાવના કરવાની છે તેનો વિચાર ગાતાં ગાતાં કરવો તો મનને કામ મળશે એટલે બીજા વિચારોમાં જતું અટકશે.” -બો.૩ (પૃ.૬૯૬) - વીસ દોહરાનો સંક્ષિપ્ત ભાવાર્થ બોઘામૃત ભાગ-૨' માંથી : આત્માના ગુણો વઘારવા પ્રભાવના છે. હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? હે પરમકૃપાળુદેવ! શું કહ્યું? કંઈ કહેવા જેવું નથી. હે કરુણાના સાગર! અનંત દોષનું પાત્ર હું છું અને આપ દીનાનાથ એટલે આપમાં જે જીવોની અર્પણતા છે તેના આપ નાથ છો, સ્વામી છો. તેમના દયાળુ દેવ છો. મારામાં શુદ્ધ ભાવ નથી. વળી મારા ભાવો આપનામાં રમણ કરતા નથી. પરિગ્રહરહિત, બોજારહિત લઘુત્વભાવ નથી ને દાસત્વભાવ પણ નથી. હે પરમસ્વરૂપને પ્રાપ્ત પરમાત્મા! આપને હું શું કહ્યું? વળી આપ સહુરુષ સદ્ગુરુની આજ્ઞામાંથી કદી ચલાયમાન ન થાઉં એવી અચલ આજ્ઞા મારા હૃદયમાં ઘારણ કરી નથી. તેમ આપશ્રીનો પૂર્ણ વિશ્વાસ, નિશ્ચય દ્રઢપણે નથી અને આપમાં જ મારો પરમ પ્રેમ, ભક્તિ જોઈએ તે નથી. જ્ઞાનીની આજ્ઞાની એક લક્ષે આરાઘના નથી. ૨૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિના વીસ દોહરા’નું માહાત્મ્ય જ્યાં ત્યાં ‘હું ને મારું’ થઈ રહ્યું છે. સત્સંગનો જોગ નથી. હું પામર શું કરી શકું એવો વિવેક નથી. વિવેક એટલે દેહ અને આત્મા જુદા છે એમ વિચાર નથી. છે એમ કહેવાય છે કે કલિકાળનું વર્ણન ઋષભદેવ ભગવાને કર્યું, તે વખતે ઘણા મનુષ્યો, એવા કાળમાં જન્મવું ન પડે એમ ઘારી સાધુ થઈ ગયા. અને આ જીવ આ કલિકાળને ભોગવે છે છતાં કંઈ લાગતું નથી! મર્યાદા ધર્મ નથી તો હવે ભાવના રાખવાની છે. મર્યાદા એટલે આજ્ઞા. આજ્ઞા આરાધનરૂપ ધર્મ જીવને બચાવી શકે. તે માટે ઝૂરવાનું છે. ગરજ હોય તો થાય, નહીં તો કંઈ ન થાય, રૂઢ થઈ જાય. પછી કંઈ બોલે તોય વિચાર નથી આવતો. જ્ઞાનીપુરુષોએ બઘું મુમુક્ષુઓને માટે કહ્યું છે. એ મુમુક્ષુતા આવે ત્યારે મીઠું લાગે. “શુદ્ધભાવ મુજમાં નથી.” એ શુદ્ધભાવ કરવા માટે બધું કહ્યું છે. મુમુક્ષુને એમ થાય કે ચાર ગતિનાં દુ:ખથી કેમ છુટાય ? શુદ્ધભાવ વિના છુટાય એવું નથી. હવે એ શુદ્ધભાવ તો મારામાં નથી, તો કેમ છુટાય? એમ વ્યાકુળતા થાય છે. આ કાળનું સ્વરૂપ મહાપુરુષોએ અનેક પ્રકારે વર્ણવ્યું છે. પદ્મનંદી મુનિએ લખ્યું છે કે જ્યાં મોટાં સરોવર સુકાઈ જાય, ત્યાં મસ્ત્યાદિ પ્રાણીઓને ત્રાસનો પાર ન હોય તેવો આ કાળ છે. તેમાં વળી મોટી ચાંચવાળા બગલાઓ માછલાંને પકડવા ઘ્યાન ધરી ઊભા હોય છે, તેમ આ કાળમાં કુગુરુઓ બગલા જેવા છે. તે બિચારા જીવોને ખાઈ જાય છે, લૂંટી જાય છે. હે ભગવાન! મારું શું થશે? ઘરનું કામકાજ તો કાળ જેવું લાગે. છૂટું છૂટું એમ થતું હોય તેને ઘરમાં રહેવું ભાલા જેવું લાગે. જેમ પક્ષીને પાંજરામાં રહેવું ગમતું નથી, સોનાનું પાંજરું હોય તોય દુઃખરૂપ લાગે છે, તેમ એને ઘરમાં રહેવું પડે તે દુઃખરૂપ લાગે. જે કામ કરવું છે તેની કાળજી જોઈએ. જે કરવાનું છે તે બધું ભૂલી જાય છે. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો તે આખો દિવસ સાંભરે અને પોતાનું સ્વરૂપ ભુલાઈ ગયું છે, તે સાંભરતુંય નથી. એકલો પડે તો ભગવાનનો વિયોગ સાલવો જોઈએ. જો બોલ બોલ કરે તો વિયોગ કેમ સાલે ? જેમ બાઈનો ઘણી મરી જાય ત્યારે બોલવું, જોવું બધું બંધ કરીને ખૂણામાં બેસીને રડે છે, એવું રડવાનું છે. જેનામાં ભક્તિ નથી તે અભક્ત છે. તેના પ્રત્યે ઉદાસ રહેવું જોઈએ. ઘરનું કામ કરતાં બધું આ ભક્તિનું કામ ભૂલી જાય છે. આ ઘરનું કામ તો મારું છે એમ કાળજી રાખીને કરે છે. આખો ને આખો આત્મા એમાં ચોંટી જાય છે. જે સંયોગ મળ્યો તેમાં ‘હું’ એમ થઈ ગયું. રૂપ હું, પુરુષપણાનો સંયોગ મળ્યો તો પુરુષ હું, ઢોરપણાનો સંયોગ મળ્યો તો ઢોરરૂપ હું છું, એમ થઈ ગયું છે. સ્ત્રીને પુરુષ કહે તો ખોટું લાગે. ૨૫ Page #30 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અહંભાવમાં તલ્લીન થઈ ગયો છે. ઘર્મનું ભાન નથી. શું કરે! કંઈક જ્ઞાનીપુરુષનો યોગ થાય, સાંભળે, પછી અભ્યાસ કરે તો થાય. તે કહે કે આત્મા સ્ત્રી નથી, પુરુષ નથી, એમ સાંભળ્યું તો પછી અભ્યાસ થાય. આ દેહના પુ ગલનો ઘર્મ છતાં હું ગોરો, કાળો એમ થાય છે. તે અહંભાવથી હું રહિત નથી. અન્ય ઘર્મથી રહિત થતો નથી. વખતે ત્યાગી દે, પણ નિર્મળપણે નિવૃત્તિ કરતો નથી. ઘન વગેરે બધું ત્યાગી સાધુ થયો હોય, પણ ઘનાદિની ઇચ્છા એને રહ્યા કરે છે. વારંવાર પ્રભુશ્રીજી કહેતા કે ચોખ્ખો થઈને આવ, ચોખ્ખો થઈને આવ. વારંવાર વિચારી જીવને પૂછવું કે એવા એવા દોષો છે તો કેમ મોક્ષે જવાશે? મુમુક્ષુ થવું હોય તો અહંભાવ કરવાનો નથી. ચક્રવર્તી હોય અને દીક્ષા લે, તેના કરતાં દાસીના છોકરાએ પહેલાં દીક્ષા લીધી હોય અને ચક્રવર્તી તેને અહંભાવથી વંદન ન કરે તો તેને રખડી મરવાનું છે. અહંભાવના કણિયા પડ્યા છે, તે બઘા વીણી વીણીને કાઢવાના છે. પોતાનામાં દોષો છે, પાપ છે તે જોતો નથી, નહીં તો શરમ આવે. ઊંડી દ્રષ્ટિ નથી. ઉપર ઉપરથી દેખે છે. હે ભગવાન! હું આપની આગળ શું મોઢું બતાવું? કાંઈ સાઘન મેં કર્યું નહીં અને મારામાં એકેય સદ્ગણ પણ નથી, તો શું મોઢું બતાવું? સાઘન નથી અને ગુણ પણ નથી. વખતે ગુણ હોય તો સાઘન થાય. ગુણ ન હોય તો ભગવાન શું કરે? પણ હે ભગવાન, તું તો કરુણાની મૂર્તિ છે. તારામાં દયા, દયા સિવાય બીજું છે જ નહીં. દીનબંધુ અને અનાથોના નાથ છો તેથી અમારો હાથ ઝાલજે. બાકી મારામાં તો એક પણ સગુણ નથી. પરમ અનાથ છું, છતાં અભિમાનથી ભરેલો છું. તેથી અનંતકાળથી રખડ્યો છું અને કોઈ સત્પરુષના ચરણ સેવ્યાં નથી, આજ્ઞા ઉઠાવી નથી. ભક્તિ આવે તો જ્ઞાન થાય. જીવને દુર્લભ વસ્તુ મળી છે પણ જોઈએ એવો લાભ લઈ શકતો નથી. -બો.૨ (પૃ.૬૫) ૨૬ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત ભક્તિના વીસ દોહરાનું વિવેચન (પરમકૃપાળુદેવ, ૫.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.શ્રી બ્રહ્મચારીજીના બોધવચનો અને દૃષ્ટાંતો સહિત) શ્રી સદ્ગુરુભક્તિરહસ્ય (વીસ દોહરા) “હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” ૧ અર્થ : - “હે પ્રભુ બોલતાં જ કૃપાળુદેવ ભણી દ્રષ્ટિ જવી જોઈએ. દીન અને અનાથ મળીને દીનાનાથ થયું છે. દીન અને અનાથ ઉપર દયા રાખનાર હે પ્રભુ! તમને હું શું કહું? હે ભગવાન! હું તો અનંત દોષનું પાત્ર છું.” - પૂ.શ્રી બ્ર.જીવનદર્શન (પૃ.૧૪૬) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું પ્રભુ એટલે ભગવાન. ભગવાન. ભગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે વાળા. આત્માના અનંત ઐશ્વર્યવાળા એવા હે પ્રભુ! હે પરમકૃપાળુ પરમાત્મા! હું પામર જેવો મૂઢ અજ્ઞાની આપને વિશેષ શું કહ્યું? આપ તો બધું જાણો છો. હે ગુરુરાજ! તમે જાણો છો સઘળું' છતાં મારા અંતર આત્માની શાંતિને માટે પાપોને હલકા કરવા અને ભવિષ્યમાં થનાર દોષોને ટાળવા, આપની સમક્ષ તે તે દોષોને જણાવી, પશ્ચાત્તાપ કરી મારું હૃદય ખાલી કરું છું. દીનાનાથ દયાળ'... આપ તો દીન અને અનાથના નાથ છો. અમારા જેવા પામરો પર પણ દયા કરવાનો જેનો સહજ સ્વભાવ છે માટે આપની સમક્ષ આટલું બોલવાની હિમ્મત થાય છે. દીનઃ એટલે ગરીબ. અનંત ચતુષ્ટયથી અથવા રત્નત્રયથી હું રહિત છું માટે દીન છું - ગરીબ છું. મારી બઘી આત્મસંપત્તિને હું ખોઈ બેઠો છું. અનાથ : એટલે સંસારના ત્રિવિધ તાપથી કે જન્મ જરા મરણના ત્રાસથી બચાવનાર આ જગતમાં મારો કોઈ નાથ નથી; માટે હું અનાથ છું. અનાથીમુનિ, જેમ પહેલા અનાથ હતા પણ પ્રભુનું શરણ લેવાથી સનાથ થયા; તેમ હું પણ અનાથ છું; પણ આપ દયાળુ છો તેથી આપના શરણે આવ્યો છું. કેમકે – “સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી; અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કોઈ ન બાંહ્ય હાશે.” અનન્ય શરણના આપનાર આપ પરમકૃપાળુદેવ છો. આપનામાં કેવું આત્મપ્રભુત્વ પ્રગટેલું ૨૭ Page #32 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન હતું તે પ.પૂ.પ્રભુશ્રીજીએ સાક્ષાત્ નજરે જોયેલું. તેનું અદ્ભુત માહાસ્ય લાગવાથી પરમકૃપાળુદેવ ઉપર લખેલ એક પત્રમાં તેમના ગુણગાન કરે છે અને તેમનું શરણ ઇચ્છે છે, તે આ પ્રમાણે છે – પ.પૂપ્રભુશ્રીજીનો પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય શરણભાવ “અનન્ય શરણના આપનાર પરમ પવિત્ર દીનબંધુ, ગરીબનવાજ, અશરણના શરણ, ભાગ્યના ભેરૂ, મેરૂની પેરે અડોલ, સૂરજની પેરે ઉદ્યોતના કરણહાર, પાણીની પેરે નિર્મળ, ચિંતામણિ રત્ન સમાન, પારસમણિ સમાન, કલ્પવૃક્ષ સમાન, સમુદ્રની પેરે ગંભીર, ચંદ્રમાની પેરે શીતળતાના કરણહાર, સફરી જહાજ સમાન, સફરી જહાજ તો એકવાર તારે, પણ હે નાથે આપ તો ભવોભવના તારણહાર છો. સમતાના સાગર, દયાળુ, દયાના સાગર, કરુણાનિધિ, પરમ પવિત્ર, ક્ષમાવંત, ઘીરજવંતા, લજ્જાવંતા, સત્યસ્વરૂપી મહાત્મા રાજ્યચંદ્ર પ્રભુશ્રીની સેવામાં વિનંતી. હે પ્રભુ! હવે હું શું કરું. હાય હાય! આ સંસાર તો બળી રહ્યો છે. અને હું આપનો સેવક સંસારરૂપી લાયમાં દાખું . તેને હવે હે પ્રભુ! તમે જોશોને. હે નાથ! હાથ ઝાલી બહાર કાઢોને. તમારા દાસને તમારી પાસે રાખો.” કેમકે આપ તો દીનાનાથ દયાળ છો. જ્યારે – હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ' હે કરુણાળુ એવા પરમકૃપાળુ પ્રભુ! અનાદિકાળના મિથ્યાત્વને લઈને હું તો અજ્ઞાનથી અંઘ થયેલો છું, માટે હું અનંત દોષનું ભાજન છું – પાત્ર છું. કેમકે હુંપણું અને મારાપણું જે દોષના મૂળ છે, તે તો મારામાં હાડોહાડ ભરેલા છે. જ્યારે આપ તો દેહાતીત-આત્મસ્વરૂપમાં સ્થિત હોવાથી અનંતગુણના ભંડાર છો અને સ્વભાવે અનંત દયાના સાગર છો. મુજ અવગુણ ગુરુરાજ ગુણ, માનું અનંત અમાપ; બાળક કર પહોળા કરી, દે દરિયાનું માપ.” -પૂજ્યશ્રી બ્રહ્મચારીજી અર્થ - મારામાં અનંત અવગુણ છે અને ગુરુરાજ આપમાં અનંત ગુણ છે. જેમ બાળક હાથ પહોળા કરી દરિયાનું માપ બતાવે કે દરિયો આટલો મોટો છે; તેમ કોઈપણ જીવ આપના ગુણોનું માપ કાઢી શકે નહીં. કેમકે આપના ગુણો તે અમાપ છે, અપરંપાર છે. “શ્રીમદ્ રાજચંદ્રામાંથી – દોષો દૂર કરવાના ઉપાયો - પોતાના અલ્પદોષને વિષે અત્યંત ખેદ હોવો જોઈએ. સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું ફરવું. એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (પૃ.૩૭૬) ૨૮ Page #33 -------------------------------------------------------------------------- ________________ હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'...... દોષને ઓળખી દોષ ટાળે નહીં તો કોઈ દિવસે દોષો ઘટે નહીં “જ્ઞાનીઓ દોષ ઘટાડવા માટે અનુભવનાં વચનો કહે છે, માટે તેવાં વચનોનું સ્મરણ કરી જો તે સમજવામાં આવે, શ્રવણ મનન થાય, તો સહેજે આત્મા ઉજ્જવલ થાય. તેમ કરવામાં કાંઈ બહુ મહેનત નથી. તેવાં વચનોનો વિચાર ન કરે, તો કોઈ દિવસ પણ દોષ ઘટે નહીં.” (વ.પૃ.૭૧૦) વિષયકષાયાદિ દોષ ગયા વિના મોક્ષે જવાય નહીં વિષયકષાયાદિ દોષ ગયા વિના સામાન્ય આશયવાળા દયા વગેરે આવે નહીં તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે? વિષયકષાયસહિત મોક્ષે જવાય નહીં. અંતઃકરણની શુદ્ધિ વિના આત્મજ્ઞાન થાય નહીં. ભક્તિ એ સર્વ દોષને ક્ષય કરવાવાળી છે; માટે તે સર્વોત્કૃષ્ટ છે.” (વ.પૃ.૭૧૦) ક્રોધાદિ દોષો મારે કાઢવા જ છે એમ વિચારે તો તે જરૂર જાય “ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લોભરૂપી જીવને દરદ છે તેનો ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દોષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતો નથી. જો ઉપાય કરે તો તે દોષ હાલ ભાગી જાય. કારણ ઊભું કરો તો કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય. સાચા ઉપાય જીવ શોઘતો નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તો પ્રતીતિ નથી. “મારે લોભ મૂકવો છે” “ક્રોઘ માનાદિ મૂકવાં છે' એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તો દોષ ટળી જઈ અનુક્રમે “બીજજ્ઞાન’ પ્રગટે.” (વ.પૃ.૭૦૧) જીવ જો વૃઢ નિશ્ચય કરે તો ક્રોધાદિ મૂકી શકાય, વૃઢપ્રહારીનું દ્રષ્ટાંત - દૃઢપ્રહારી એક બ્રાહ્મણનો પુત્ર હતો. તે સતવ્યસન ભોગી હોવાથી પિતાએ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. ત્યાંથી જઈ તે ચોરો સાથે ભળ્યો. બીજાને મારવામાં મહાપરાક્રમી હોવાથી ચોરોએ તેને પોતાનો ઉપરી સ્થાપ્યો અને તેનું નામ દ્રઢપ્રહારી રાખ્યું. તે એક દિવસે એક બ્રાહ્મણના ઘરમાં પેઠો. ત્યાં બ્રાહ્મણીએ ખીર બનાવી હતી. તેના બાળકો તે ખીર ખાવા માટે ચારે બાજુ બેઠા હતા. દ્રઢપ્રહારીને ભૂખ લાગવાથી તે ખીરપાત્ર લેવા મંડ્યો ત્યારે બ્રાહ્મણી બોલી–અરે મૂર્ખના મહારાજા આ ખીરપાત્રને કેમ અડકે છે? અમારે પછી એ કામ નહીં આવે; એટલું પણ તું જાણતો નથી. આ વચનથી દૃઢપ્રહારીને ક્રોધ વ્યાપ્યો તેથી એક મુક્કો મારી બ્રાહ્મણીને મારી નાખી. નાહતો નાહતો બ્રાહ્મણ બચાવવા આવ્યો તો તેને પણ મારી નાખ્યો. ઘરમાંથી ગાય પણ દોડતી સામે થઈ તો તેને પણ મુક્કો માર્યો જેથી તે મરી ગઈ અને તેના પેટમાંથી વાછરડું બહાર નીકળી પડ્યું. તેને તરફડતું જોઈને, દ્રઢપ્રહારી જે અસલમાં બ્રાહ્મણ પુત્ર હોવાથી તેને વિચાર થયો કે અરેરે! મેં સ્ત્રીહત્યા, બ્રાહ્મણહત્યા, ગોહત્યા, બાળહત્યા કરી; હવે ૨૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન એ મહાપાપોથી ક્યારે છૂટીશ? એમ પોતાના દોષો જણાયા ત્યારે તેને કાઢવાનો ભાવ થયો. હવે તો આત્મકલ્યાણ કરવું એ જ સાર્થક છે. એમ દૃઢ નિશ્ચય કરી ત્યાં જ પંચમુષ્ઠિ લોચ કર્યો અને તે જ નગરના એક દરવાજે દોઢ મહીના સુધી ઘ્યાનમાં ઊભા રહ્યા. લોકોએ તેને બહુ સતાવ્યા. પછી બીજે દરવાજે ઊભા રહ્યા. પછી ત્રીજે, અને છેલ્લે ચોથે એમ ચારેય દરવાજે દોઢ દોઢ મહિનો ઊભા રહી લોકોએ જે જે દુઃખ આપ્યું તે બધું સમતાએ સહન કરી છ મહિનામાં સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન પ્રગટાવ્યું. એમ જે દોષોને કાઢવાનો નિશ્ચય કરે તો જરૂર થઈ શકે તેમ છે. (‘ભાવનાબોથ’ના આધારે) માન મોટાઈનો દોષ મૂક્યા વગર જ્ઞાનીના વચનો આત્મામાં ઊતરે નહીં “સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણામ પામ્યું, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, અશુભયોગ વગેરે બધા દોષો અનુક્રમે મોળા પડે. આત્મજ્ઞાન વિચારવાથી દોષો નાશ થાય છે. સત્પુરુષો પોકારી પોકારીને કહી ગયા છે, પણ જીવને લોકમાર્ગમાં પડી રહેવું છે; અને લોકોત્તર કહેવરાવવું છે; ને દોષ કેમ જતા નથી એમ માત્ર કહ્યા કરવું છે. લોકનો ભય મૂકી સત્પુરુષોનાં વચનો આત્મામાં પરિણમાવે તો સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં. મોટાઈ ને મહત્તા મૂક્યા વગર સમ્યક્ત્વનો માર્ગ આત્મામાં પરિણામ પામવો કઠણ છે.’’ (વ.પૃ.૭૧૨) પોતાના દોષ જોવા, પરના નહીં; તો જ આ સંસારમાં રહેવું યોગ્ય જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.’’ (વ.પૃ.૩૦૭) સર્વ દોષોને ટાળવાનો ઉપાય; દોષને ઓળખી દોષને ટાળવા “આ સઘળાનો સહેલો ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા.' (વ.પૃ.૮) સત્પુરુષનો ઉપદેશ વિચારે તો જીવના દોષ અવશ્ય ઘટે ન “સત્પુરુષો ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે. પારસમણિનો સંગ થયો, ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં; અને કાં તો ખરું લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં, અને કાં તો સામો માણસ યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો પ્રગટ્યા વિના રહે નહીં.’’ (વ.પૃ.૭૧૦) ‘ઉપદેશમાળામાંથી – સ્થૂલિભદ્ર જેવા પારસમણિએ લોઢા જેવી કોશાને પણ સુવર્ણમય બનાવી સ્થૂલિભદ્રના બ્રહ્મચર્યની દૃઢતાનું દૃષ્ટાંત–“સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઈ, નમીને ૩૦ Page #35 -------------------------------------------------------------------------- ________________ હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'... ચોમાસુ કરવા કોશા વેશ્યાને ઘેર ગયા. તેમને આવતા જોઈ કોશા અતિ અતિ હર્ષિત થઈ અને સામે આવીને પગમાં પડી. તેની આજ્ઞા લઈ સ્થૂલિભદ્ર તેની ચિત્રશાળામાં ચાતુર્માસ રહ્યા. તે હમેશાં ષસનો આહાર કરે છે, સમય પણ વર્ષાઋતુનો છે, નિવાસ ચિત્રશાળામાં છે, પ્રીતિ કોશાની છે, અને પરિચય બાર વર્ષનો છે. વળી નેત્ર અને મુખનો વિલાસ, હાવભાવ, ગાન, તાન, માન, વીણાને મૃદંગના મધુર શબ્દો સહિત નાટ્યવિનોદ વિગેરે નાના પ્રકારના વિષયોને સ્થૂલિભદ્ર આગળ પ્રગટ કરતી અને પોતાનો હાવભાવ બતાવતી કોશા કહે છે કે – “હે સ્વામિન્ ! આ ત્યાગ સાવવાનો સમય નથી, માટે મારી સાથે યથેચ્છ વિષયસુખ ભોગવી તેનો સ્વાદ લ્યો. ફરીથી આ મનુષ્યજન્મ પામવો દુર્લભ છે અને આ યૌવન પણ દુર્લભ છે. પાછળથી વૃદ્ધાવસ્થામાં તપ કરવું ઉચિત છે.” તે સાંભળી યૂલિભદ્ર બોલ્યા - “હે ભદ્ર! અપવિત્ર અને મળમૂત્રનું પાત્ર એવા કામિનીના શરીરનો ઉપભોગ કરવાને કોણ ઇચ્છે? આવા પ્રકારના ઉપદેશથી બુઝીને કોશા વેશ્યા બોલી ઃ હે સ્વામિન્! મારો હવે ઉદ્ધાર કરો. પછી ધૂલિભદ્રમુનિ પાસે સમ્યત્વ સહિત બારવ્રત અંગીકાર કરીને તે કોશા પરમ શ્રાવિકા થઈ.” (પૃ.૧૨૬) પોતાના દોષો જોઈ સદા જાગૃત રહેવું લૌકિક આલંબન ન જ કરવાં. જીવ પોતે જાગે તો બઘાં વિપરીત કારણો મટી જાય. જેમ કોઈ પુરુષ ઘરમાં નિદ્રાવશ થવાથી તેના ઘરમાં કૂતરાં, બિલાડાં વગેરે પેસી જવાથી નુકસાન કરે, અને પછી તે પુરુષ જાગ્યા પછી નુકસાન કરનારાં એવાં જે કૂતરાં આદિ પ્રાણીઓ તેનો દોષ કાઢે; પણ પોતાનો દોષ કાઢતો નથી કે હું ઊંઘી ગયો તો આમ થયું; તેમ જીવ પોતાના દોષો જોતો નથી. પોતે જાગૃત રહેતો હોય, તો બઘાં વિપરીત કારણો મટી જાય; માટે પોતે જાગૃત રહેવું.” (વ.પૃ.૭૧૦) જ્ઞાનીઓએ જે વિચારથી, ઉપાયોથી દોષો ઘટાડેલા તે કરવા જીવ એમ કહે છે કે મારા તૃષ્ણા, અહંકાર, લોભ આદિ દોષો જતા નથી; અર્થાત્ જીવ પોતાનો દોષ કાઢતો નથી. અને દોષોનો વાંક કાઢે છે. જેમ સર્યનો તાપ બહ પડે છે, અને તેથી બહાર નીકળતું નથી; માટે સૂર્યનો દોષ કાઢે છે; પણ છત્રી અને પગરખાં સૂર્યના તાપથી રક્ષણ અર્થે બતાવ્યાં છે તેનો ઉપયોગ કરતો નથી તેમ. જ્ઞાની પુરુષોએ લૌકિક ભાવ મૂકી દઈ જે વિચારથી પોતાના દોષો ઘટાડેલા, નાશ કરેલા તે વિચારો, અને તે ઉપાયો જ્ઞાનીઓ ઉપકાર અર્થે કહે છે. તે શ્રવણ કરી આત્મામાં પરિણામ પામે તેમ પુરુષાર્થ કરવો. કયા પ્રકારે દોષ ઘટે ? જીવ લૌકિક ભાવ, ક્રિયા કર્યા કરે છે, ને દોષો કેમ ઘટતા નથી એમ કહ્યા કરે છે! યોગ્ય જીવ ન હોય તેને સત્પરુષ ઉપદેશ આપતા નથી.” (વ.પૃ.૭૧૦) “સપુરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ “સત્પરુષ કરતાં મુમુક્ષુનો ત્યાગ વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગૃત જાગૃત થઈ ૩૧ Page #36 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન "દ ન વૈરાગ્ય વઘારવો જોઈએ. સપુરુષનું એક પણ વચન સાંભળી પોતાને વિષે દોષો હોવા માટે બહુ જ ખેદ રાખશે, અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. * સત્સંગસમાગમની જરૂર છે. બાકી સપુરુષ તો જેમ એક વટેમાર્ગ બીજા વટેમાર્ગુને રસ્તો બતાવી ચાલ્યો જાય છે, તેમ બતાવી ચાલ્યા જાય છે. ગુરુપદ ઘરાવવા કે શિષ્યો કરવા માટે સત્પરુષની ઇચ્છા નથી. સત્પરુષ વગર એક પણ આગ્રહ, કદાગ્રહ મટતો નથી. દુરાગ્રહ મટ્યો તેને આત્માનું ભાન થાય છે. પુરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. ભ્રાંતિ જાય તો તરત સમ્યકત્વ થાય.” (૨.૫.૭૧૧) ભગવાનનો થોડો જ ઉપદેશ સાંભળી વિચાર્યો તો કલ્યાણ થઈ ગયું. તેનું દ્રષ્ટાંત નીચે પ્રમાણે : પિતાએ કહ્યું- મહાવીરના વચન કદી પણ સાંભળીશ નહીં રોહિણેય ચોરનું દૃષ્ટાંત – પિતા લોહખુરે કહ્યું હે પુત્ર રોહિણેય! પ્રસેનજિત રાજાનો પ્રતાપ દેશ વિદેશમાં છે છતાં તે મારા નામથી ધ્રુજે છે. તેના બુદ્ધિનિઘાન મંત્રીઓએ અનેક બુદ્ધિઓ લડાવી પણ મને ન પહોંચી શક્યા. હું હવે થાક્યો છું. કાલે મરણ આવી જશે, પણ આપણાથી રાજરાજેશ્વરો સરખા કંપે છે તેવી ઘાક તું ઓછી ન થવા દઈશ; અને એક પ્રતિજ્ઞા તું મારી આગળ લે. પુત્ર કહે – “કઈ ('C- પ્રતિજ્ઞા?’ તો કે “મહાવીરની વાણી તારે કદી સાંભળવી નહીં.” “કેમ?” તો કે ભૂલે ચૂકે પણ જો તેમની વાણી સંભળાય તો જે શૂરવીરતા, નિર્દયતા અને ક્રૂરતાનો આપણામાં જે વેગ છે તે ઓસરી જાય. પુત્રે પિતાની આજ્ઞા માન્ય કરી. તેથી પિતા લોહખુર હર્ષ પામ્યો. આવો ઉપદેશ આપી લોહખુર મરણ પામ્યો.” ભગવાન રાજગૃહી નગરીમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. તેમાં બેસીને પ્રભુએ ઘર્મદેશના આપવા માંડી. પેલો રોહિણેય ચોર રાજગૃહી નગરી તરફ જતો હતો. ત્યાં માર્ગમાં સમવસરણ આવ્યું તેથી ચોરે વિચાર્યું કે પિતાની ૩૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ’..... આજ્ઞાનો ભંગ થશે માટે કાન આગળ હાથ રાખી ચાલતાં સમવસરણ પાસે આવ્યો કે તેના પગમાં કાંટો વાગ્યો. કાંટો કાઢવા માટે કાન ઉપરથી હાથ લઈ કાંટો કાઢવા માંડ્યો કે તે જ વખતે પ્રભુના મુખની વાણી તેના સાંભળવામાં આવી ગઈ. “જેમના ચરણ પૃથ્વીને અડતા નથી, નેત્ર પલકરહિત હોય, પુષ્પમાળા કદી કરમાતી નથી અને શરીર પસીનાથી તથા ધૂળથી રહિત હોય તે દેવતા કહેવાય છે.’” આટલા વચન સાંભળવાથી ‘મેં ઘણું સાંભળી લીધું, તેથી મને ધિક્કાર છે' એમ વિચારતો ઉતાવળે પગમાંથી કાંટો કાઢી અને પાછો કાન પર હાથ મૂકી ત્યાંથી પોતાને કામે ગયો.’’ ‘સારી રીતે રચેલા દંભને બ્રહ્મા પણ પામી શકતા નથી' બીજે દિવસે પાણીમાં હાથી પેસે તેમ રોહિણેય ચોર હંમેશની જેમ નગરમાં પેઠો અને ત્યાંથી નગર ફરતા ફરી વળેલ સૈન્યની જાળમાં તે માછલાની જેમ સપડાઈ ગયો. તેને બાંધીને કોટવાળે રાજાની પાસે રજૂ કર્યો. રાજાએ અભયકુમારને સોંપ્યો. અભયકુમારે કહ્યું – ચોરીના મુદ્દા સાથે પકડાય તો જ તેનો નિગ્રહ વિચારી શકાય. રાજાએ રોહિણેયને પૂછ્યું કે તું ક્યાંનો રહેવાસી છે ? તારી આજીવિકા કેવા પ્રકારે ચાલે છે? તું આ નગરમાં શા માટે આવ્યો હતો ? તારું નામ રોહિણેય કહેવાય છે તે ખરું છે ? ત્યારે રોહિણેય બોલ્યો – “હું શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામે કણબી છું. રાત્રે દેવાલયમાં રહ્યો હતો. રાત્રિ ઘણી થઈ તેથી ઘરે જવા નીકળ્યો કે આ રાક્ષસ જેવા કોટવાળ અને સિપાઈઓએ મને પકડ્યો અને મને બાંધીને અહીં લાવ્યા છે.” રાજાએ ગુપ્ત રીતે શાલિગ્રામમાં તપાસ કરાવી તો લોકોએ પણ કહ્યું કે દુર્ગચંડ અહીં રહે છે. પણ હમણાં તે બીજે ગામ ગયેલ છે એમ લોકોએ કહ્યું. રાજપુરુષોએ રાજાને તેવા ખબર આપ્યા. એટલે અભયકુમાર વિચારમાં પડ્યો કે “અહો! સારી રીતે રચેલા દંભના અંતને બ્રહ્મા પણ પામી શકતા નથી.’’ ચોરને પકડવા અભયકુમારે દેવલોકની રચના કરાવી પછી અભયકુમારે દેવતાના વિમાન જેવા રત્નોથી જડિત સાત માળના એક મહેલમાં ગંધર્વો સંગીત સાથે મહોત્સવ કરે છે તે મહેલમાં અભયકુમારે તે ચોરને દારૂ પીવરાવીને બેહોશ કરી અને દેવદુષ્ય વસ્ત્રો પહેરાવી ત્યાં શય્યા પર સુવડાવ્યો. જ્યારે નશો ઊતરી ગયો ત્યારે અભયકુમારની આજ્ઞાથી નરનારીઓના સમૂહે ‘જય પામો, જગતમાં તમે આનંદ કરો.’ ‘હે ભદ્ર! તમે આ મોટા વિમાનમાં દેવતા થયા છો તો તમે તમારા પૂર્વના કરેલા સુકૃત્ય દુષ્કૃત્યને યથાર્થ અમને જણાવો, પછી સ્વર્ગમાં ભોગ ભોગવો.’ તે સાંભળી રોહિણેય વિચારમાં પડ્યો કે, ‘શું આ સત્ય હશે? અથવા શું મને મારી કબૂલાત કરાવી પકડવા માટે અભયકુમારે આ પ્રપંચ રચેલ હશે?” એમ વિચારતાં તેને પગમાંથી કાંટો કાઢતી વખતે સાંભળેલું વીરપ્રભુનું વચન યાદ આવ્યું, તેથી પ્રતિહાર, ગંધર્વો, અપ્સરાઓ વગેરેની તરફ જોયું તો તે બધાને પૃથ્વી પર સ્પર્શ કરતા, પસીનાથી મલિન થયેલા, કરમાયેલી પુષ્પની ૩૩ Page #38 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન માળાવાળા અને નેત્ર પણ મટકું મારતા દીઠા. પ્રભુના વચનને આધારે તે બધું કપટ જાણીને રોહિણેય બોલ્યો કે – “મેં પૂર્વજન્મમાં ઘણા સુપાત્રને દાન આપ્યા છે, જિનચૈત્ય કરાવ્યા છે, જિનબિંબ બનાવ્યા છે વગેરે સદ્ગુરુની સેવા કરી છે. ૦ ઇ Us છે / / નક / ART by _B/ alia આ પ્રમાણે પૂર્વભવમાં સુકૃત્યો કરેલા છે. તેના વિના આવા સ્વર્ગલોકને કોણ પામી શકે.” ભગવાનના ઉપદેશના અંશે મને ફાંસીથી બચાવી લીઘો. આટલા ઉપાયોથી પણ ચોર પકડાય નહીં તો નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી. એટલે અભયકુમારે ચોરને છોડી મૂક્યો. ત્યાંથી છૂટી ગયા પછી રોહિણેય વિચાર્યું કે–મારા પિતાની આજ્ઞાને ધિક્કાર છે કે જેથી હું આજ દિન સુધી ભગવંતના વચનામૃતથી વંચિત રહ્યો. જેના ઉપદેશના એક અંશે પણ મને જીવનદાન આપ્યું છે, નહીં તો મને ફાંસીએ ચઢવું પડત એમ વિચારી તરત જ ભગવાન પાસે ગયો. ભગવાનને વંદન કરી આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી – હે પ્રભુ! આપના વચનામૃતનું જે શ્રદ્ધાપૂર્વક પાન કરે છે તેમને ઘન્ય છે. તમારા વચનોએ મને આજે મૃત્યુના મુખમાંથી બચાવી લીધો. પ્રભુએ તેના પર કૃપા કરીને નિર્વાણપદને આપનારી એવી ઘર્મદેશના આપી. તે સાંભળી પ્રતિબોઘ પામી તે રોહિણેય બોલ્યો - હે સ્વામિ! હું યતિઘર્મને યોગ્ય છું કે નહીં? પ્રભુએ કહ્યું – તું યોગ્ય છે.” ૩૪ Page #39 -------------------------------------------------------------------------- ________________ ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'... રોહિણેય કહે-હું જ ચોર છું. હું દીક્ષા લઈ જન્મ સફળ કરીશ પછી શ્રેણિક રાજા પાસે રોહિણેય ચોર આવીને કહેવા લાગ્યો કે હે રાજ! તમારા નગરને લૂંટનારો ચોર તે હું જ છું. બીજો ચોર શોધવાની જરૂર નથી. મારી સાથે કોઈને મોકલો જેથી લૂંટેલો બધો ઘનમાલ એને બતાવી દઉં અને પછી હું દીક્ષા લઈ મારા જન્મને સફળ કરીશ. , ' s ] » e. UST - ' «રે છેaછે. , કે જ્યાં ઘન દાટેલું હતું તે રોહિણેયે અભયકુમારને બતાવ્યું. રાજાએ પણ જેનું તે હતું તેને ઘન આપી દીધું. પછી રોહિણેયનો દીક્ષા મહોત્સવ પણ રાજા શ્રેણિકે કર્યો. ભગવાન પાસે દીક્ષા લઈ છા માસ સુધીનું તપ કરી છેલ્લે ભગવાનની રજા લઈ વૈભારગિરિ ઉપર પાદોપગમન અનશન કર્યું. ત્યાં શુભ ધ્યાનથી દેહનો ત્યાગ કરી સ્વર્ગને પામ્યો.” એમ સસ્કુરુષનું એક પણ વચન સાંભળીને જે પોતાના દોષો ઘટાડશે તેનું જરૂર કલ્યાણ થશે. ૩૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન ( 3 હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ"... ‘ઉપદેશામૃત' માંથી - બહુ સમજવા જેવા આ વીસ દુહા છે' “આ તત્ત્વજ્ઞાનમાંથી દુહા વીસ છે. તે મુખપાઠ કરવા અને રોજ બોલવા. બોલતાં એવી ભાવના કરવી કે હે પ્રભુ! હું તો અનંત દોષનો ભરેલો છું – ક્રોધ, માન, માયા, લોભ, વિષય, પ્રમાદ વગેરેથી હું તો ભરેલો છું. એવી દીનત્વની ભાવના કરવી. બહુ સમજવા જેવા આ વીસ દુહા છે. બધું થઈને દશપંદર મિનિટ બોલતાં લાગે.” (ઉ.પૃ.૩૧૦) દોષોને કાઢવાની ભાવના એજ ખરી મુમુક્ષતા છે. “જેમ જેમ સત્સંગ અને સલ્ફાસ્ત્રનો પરિચય વધે તેમ તેમ પોતાના દોષ જોવામાં આવે. જ્યારે દોષ જોવામાં આવે ત્યારે લાગે કે મારામાં આટલા બધા દોષ ભરેલા છે! ત્યાર પછી તે દોષોને કાઢવાની ભાવના જાગે. દોષોને કાઢવાની ભાવના એ જ ખરી મુમુક્ષતા છે.” (બો.૧ પૃ.૧૦૮) ચારણમુનિના સમાગમ દોષોનું થયેલું ભાન અંજનચોરનું દૃષ્ટાંત - “એક વેશ્યા બાગમાં ફરવા ગઈ. ત્યાં એણે રાજાની રાણીના ગળામાં સુંદર હાર જોયો એટલે એને મનમાં થયું કે આવો હાર જો મને પહેરવાને ન મળે તો મારું $ 2 4 UMI[T ) જીવન નકામું છે. જ્યારે અંજનચોર તે વેશ્યાને ઘેર આવ્યો ત્યારે તેણીએ તેને તે રાણીનો હાર ચોરી લાવવા કહ્યું. અંજનચોર પોતાની આંખમાં એક જાતનું અંજન આંજતો જેથી તેને કોઈ જોઈ શકતું નહીં. અંજનચોર તે હાર ચોરી લઈ જતો હતો ત્યારે તે હારના રત્નનો પ્રકાશ ઘણો હોવાથી કોટવાળના જોવામાં આવ્યો તેથી તે તેની પાછળ પડ્યો. અંજને જાણ્યું કે કોટવાળ મારી પાછળ પડ્યો છે તેથી ગલી ગૂંચીમાં થઈ સ્મશાનમાં ચાલ્યો ગયો. ત્યાં સ્મશાનમાં એક બાગનો માળી આકાશગામિની વિદ્યા સાધ્ય કરવા ડરનો માર્યો સીકા ઉપર ચઢ ઊતર કરતો હતો. તેની હિંમત ન ચાલવાથી તેણે બતાવેલ મંત્ર બોલી અંજનચોરે બથી દોરડીઓ એકસાથે કાપી નાખી જેથી છે. કે ચોરી લાવવા Dr w ૩૬ Page #41 -------------------------------------------------------------------------- ________________ ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'.. વિદ્યા સિદ્ધ થઈ. વિદ્યાને, જ્યાં મૂળ મંત્ર આપનાર શેઠ છે ત્યાં લઈ જવા કહ્યું. શેઠ શાશ્વતા સુદર્શનમેરુના ચૈત્યાલયમાં પૂજા કરતા હતા. ત્યાં વિદ્યા તેને લઈ ગઈ. શેઠ = ' અંજનને ચારણમુનિ પાસે લઈ ગયા. ચારણમુનિનો ઉપદેશ સાંભળી પોતાના દોષો કાઢવાની ભાવના જાગી. તેથી દીક્ષા લઈ સંયમ આરાથી સાત દિવસમાં કેવળજ્ઞાન પામી મોક્ષ પ્રાપ્ત કર્યો.” દોષ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરે તો ફરી ન થાય હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” દોષ થયા હોય તેનો પશ્ચાત્તાપ કરે તો ફરી ન થાય. સદ્ગનો બોઘ હોય તો સવિચાર આવે, નહીં તો બધું સ્વચ્છેદે છે. પંચકલ્યાણક બોલીએ ત્યારે વિચારવું કે ભગવાનની ભક્તિ થાય છે કે બીજાં થાય છે? ભક્તિ વિચાર સહિત કરવી. બડબડ બોલ્યા ન જવું.” (બો.૧ પૃ.૨૨૭) જેમ શ્રી રત્નાકર સૂરિએ પશ્ચાત્તાપ કરી પોતાના દોષો જોયા તે સ્વયં લખેલ “રત્નાકર પચ્ચીસી'માં જણાવે છે : કંચન અને કાંતાનો મોહ દોષો કાઢવામાં બાઘક “મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં; આગમન ઇછ્યું ઘનતણું, પણ મરણને પ્રીયું નહીં, ૩૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન નહિં ચિંતવ્યું મેં નર્ક, કારાગ્રહ સમી છે નારીઓ; મથુબિંદુની આશા મહીં, ભય માત્ર હું ભૂલી ગયો.” ૨૦. અર્થ –મેં ભોગોને સુખદાયક માન્યા પણ તે રોગને આપનાર છે એમ વિચાર ન કર્યો. મેં ઘનને ભેગું કરવા ઘણો પ્રયત્ન કર્યો પણ મરણ આવી મને લઈ જશે અને આ બધું અહીં જ પડ્યું રહેશે તેનો મને વિચાર પણ ન આવ્યો. મારામાં મોહનો ઉદય હોવાથી મારા માટે સ્ત્રી તે નરકરૂપ કારાગૃહમાં નાખનારી છે એમ પણ મેં કદી ચિંતવ્યું નહીં અને મઘુબિંદુ સમાન વિષયસુખ મેળવવાની આશામાં એના ફળમાં ચારગતિમાં કેવા દુઃખો ભોગવવા પડશે તેનો ભય માત્ર હું ભૂલી ગયો અને મોહમાં જ રાચી રહ્યો. હે પ્રભુ! એ મારી કેટલી ગાઢ અજ્ઞાનતા છે. મોટામાં મોટો દોષ તીવ્ર મુમુક્ષતા કે મુમુક્ષતા જ નથી જીવના દોષો અનંત છે. રોજ બોલીએ છીએ “હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ.” અનંત પ્રકારના દોષોમાં મોટામાં મોટો દોષ તો તીવ્ર મુમુક્ષતા નથી કે મુમુક્ષતા જ નથી એ છે. બધા જીવો ઘર્મ પાળે છે. જીવ ગમે તે ઘર્મ પાળતો હોય અને માને કે હું મુમુક્ષુ છું, પણ એ મુમુક્ષતા નથી. મનુષ્યમાત્ર ગમે તે ઘર્મને માને છે. દરેકને ઘર્મ ગમે છે અને તે પ્રમાણે કરવાની માન્યતા હોય છે, પણ એ મુમુક્ષુતા જ્ઞાની પુરુષોએ સ્વીકારી નથી. તેનું નામ મુમુક્ષુતા નથી એમ કૃપાળુદેવ કહે છે.” (બો.૨ પૃ.૬૦) પરમકૃપાળુદેવે પ.પૂ.પ્રભુશ્રીજીને સાનથી ભૂલોની સ્મૃતિ આપી તેનો ઉપકાર એક પત્રમાં પ.પૂ.પ્રભુશ્રીજી જણાવે છે, તે નીચે પ્રમાણે – - પ.પૂ. પ્રભુશ્રીજીની જેમ પુરુષના બોઘથી દોષો ખુંચે તો કામ થાય હે પ્રભુ મારી ભૂલ ઘણી તે સત્પરુષની સાનથી બેચાર ભૂલની કોઈ સ્મૃતિ આપી, તે અલ્પ બુદ્ધિથી મારા જોવામાં આવી, તેથી વારંવાર અવસરે યાદ આવો છો; કે હે જીવ - દોષ તો અનંત છે, પણ અહંકારથી તે જોયા નહીં. તે માંહે નાથ આપ તો જાણતા થકી જે આ કેવો બાળક જેવો બિચારો અહંકારમાં ડોલ્યાં કરે છે. તો પણ મુને કદી મોંઢે કહ્યું નહીં. અને દોષને ટાળવાને તમે શરણ થયા. હે નાથ ઘન્ય છે આપની સમતા, ગંભીરપણાને જે મુને કાંઈ કહ્યું નહીં. અને મેં તે ભૂલ દેખી, વિચાર થયો કે વાહ મારા પ્રભુની ઘીરજને ઘન્ય છે. હે પ્રભુ માવિત્ર, આ કલેષિત દુષ્ટ આત્માને ધિક્કાર છે કે આ દુષમકાળમાં સપુરુષની અમૃતવાણી સાંભળતા હજુ છાતી ભેદાતી નથી. જરા લાજ નથી. કાળનો ભરોસો નથી. વળી જીવ તો જાણે ઘણા કાળનો આગ્રહ કરી રહ્યો છે. હે પ્રભુ સંસારથી વિરક્ત થઈ આપની ભક્તિમાં અહોરાત્રિ રહેવાય એવું શું સાઘન હશે તે કૃપા કરી જણાવો.” ૩૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ'..... હું તો દોષ અનંતનું ભાન છું કરુણાળ'. આ સ્તવનમાં શ્રીનયવિજયજી, ભગવાન આગળ જીવના દોષો જણાવે છે - * “સાહિબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તુમારી; નરય નિગોદમાં રે, તિહાં હું બહુ ભવ ભમીયો, તુમ વિના દુઃખ સહ્યાં રે, અહોનિશ ક્રોધે ઘમઘમિયો. સા૦૧ ઇન્દ્રિય વશ પડ્યો રે, પાલ્યાં વ્રત નવિ સંસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, થાવર હણિયા હુંશે; વ્રત ચિત્ત નવિ ઘર્યા રે, બીજું સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડલું જઈ ખોલ્યું. સા૨ ચોરી મેં કરી રે, ચઉવિહ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન આણશું રે, મેં નવિ સંજમ પાળ્યું; મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો, રસના લાલચે રે, નીરસ પીંડ ઉવેખ્યો. સા.૩ નરભવ દોહિલો રે, પામી મોહ વશ પડિયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડિયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરિયો, શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરિયો. સા૦૪ લક્ષ્મીની લાલચે રે મેં બહુ દીનતા દાખી, તોપણ નવિ મળી રે, મળી તો નવિ રહી રાખી; જે જન અભિષે રે, તે તો તેહથી નાશે, નૃણ સમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાપ ઘન ઘન તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, જેહને ઘર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિ ભોજન કીઘાં, વ્રત નવિ પાળિયાં રે, જેહવાં મૂળથી લીધાં. સા૦૬ અનંત ભવ હું ભમ્યો રે, ભમતાં સાહિબ મળિયો, તુમ વિના કોણ દિયે રે, બોણિરયણ મુજ બળિયો; સંભવ આપજો રે, ચરણકમળ તુમ સેવા, નય એમ વીનવે રે, સુણજો દેવાધિદેવા. સા૦૭નિત્યક્રમ (પૃ.૨૬૫) ૩૯ Page #44 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ?” ૨ અર્થ - “કૃપાળુદેવે ક્ષાયિક સમતિ થયા પછી આ પ્રાર્થના લખી છે. શુદ્ધ ભાવ એ બહુ મોટો ગુણ છે. “વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ.” અનંતકાળથી જીવ શુભાશુભ ભાવ કરતો આવ્યો છે પણ શુદ્ધભાવ આવ્યો નથી. એવો શુદ્ધભાવ આવવા માટે પ્રભુ ભણી દ્રષ્ટિ કરીને એનું સ્વરૂપ વિચારવું. લઘુતા એટલે હલકાપણું - આરંભ પરિગ્રહનો ભાર જેના ઉપર ના હોય તે. દીનતા એટલે “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે.” (૨૫૪) એવું લઘુત્વ અને દીનત્વ હે પ્રભુ મારામાં નથી. તો હે ભગવાન! હું આપ પરમસ્વરૂપને શું કહ્યું?” - પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) “શુદ્ધ ભાવ મુજમાં નથી'... હું તો અનંત દોષનું ભાજન છું કેમકે મોટે ભાગે અશુભમાં જ રમું છું. શુભ ભાવ પણ ક્યારેક જ આવે છે. તો શુદ્ધ ભાવ તો ક્યાંથી આવે? અને શુદ્ધ ભાવ વિના મને સર્વ તુજ સ્વરૂપે એટલે સર્વમાં આત્મા જણાતો નથી. ભાવ ત્રણ પ્રકારના છે. શુભ, અશુભ અને શુદ્ધ ભાવ. શુભ, અશુભભાવથી જીવ સંસારમાં શાતા, અશાતા પામે છે અને શુદ્ધ ભાવથી જીવનો મોક્ષ થાય છે. એવો શુદ્ધ ભાવ તે મારામાં નથી. તે શુદ્ધ ભાવ લાવવા મનને શામાં રોકવું તે પ્રજ્ઞાવબોઘના ૪૭માં પાઠમાં જણાવે છે – “મનને આઘારે તરવાનું કે ડૂબવાનું સમજો રે, તેથી મનની શુદ્ધિ કરવા સત્પરુષને ભજો રે. વંદું પદ ગુરુ રાજચંદ્રના યોગ અવંચકકારી રે.” (પ્ર.પાઠ ૪૭) અર્થ - મનને આઘારે તરવાનું કે બૂડવાનું છે. મન જો સપુરુષના આધારે ચાલે તો સંસાર સમુદ્રથી તરી શકાય છે અને મન જો તેથી વિપરીત ચાલે તો સંસાર સમુદ્રમાં બુડાડી દે એમ છે. બંઘ અને મોક્ષનું કારણ મનુષ્યોનું મન જ છે. તેથી મનની શુદ્ધિ કરવા માટે સત્પરુષના વચનોને સાચાભાવથી ભજજો અર્થાત્ તે પ્રમાણે જ વર્તન કરવાનું રાખજો. તો મન અશુભભાવને તજી શુભભાવમાં રહેતા રહેતા શુદ્ધભાવને પામશે. તે શુદ્ધભાવ જીવને કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષે લઈ જશે. -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૫૩૫) શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : આત્માનો શુદ્ધ સ્વભાવ તે સો ટચના સોના માફક શુદ્ધ છે “સુખરૂપ આત્માનો ઘર્મ છે એમ પ્રતીત થાય છે. તે સોના માફક શુદ્ધ છે.” (વ.પૃ.૭૬૬) ४० Page #45 -------------------------------------------------------------------------- ________________ ‘શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ’..... આત્માર્થના લક્ષે સદાચરણ સેવી શુદ્ધભાવ પ્રાપ્ત કરવો ‘પ્રશ્ન :- જીવે કેમ વર્તવું? સમાઘાન - સત્સંગને યોગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગનો સદા યોગ નથી મળતો. જીવે યોગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું, અદત્ત લેવું નહીં; બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે; તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતા હોય તો ઉપકારી છે, નહીં તો પુણ્યયોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પોતે પણ જગતના ઉ૫કા૨ને અર્થે નિશ્ચય કરી સેવે છે.’’ (વ.પૃ.૭૧૫) સત્પુરુષના સમાગમથી કે બોઘથી આત્મસ્વરૂપ શુદ્ધ થાય “સત્પુરુષ અને સત્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સત્શાસ્ત્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પોતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સત્પુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તો અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ ?’’ (વ.પૃ.૭૧૪) ‘બોઘામૃત ભાગ-૧'માંથી : શુદ્ધભાવના લક્ષે શુભમાં રહે તે પુણ્યાનુબંધી પુણ્ય અંતે મોક્ષ આપે “પૂજ્યશ્રી— શુદ્ધભાવ જો ન રહેતો હોય તો શુદ્ધભાવ જ મારે કરવા યોગ્ય છે એવો અંતરમાં લક્ષ રાખીને શુભભાવમાં પ્રવર્તે તો મોડેવહેલે શુદ્ધભાવની પ્રાપ્તિ થાય. મુમુક્ષુ–શુદ્ધભાવની જીવને ખબર નથી તો લક્ષ કેવી રીતે રહે? પૂજ્યશ્રી—જ્ઞાની પુરુષના અવલંબને શુદ્ધભાવનો લક્ષ ૨ખાય છે. જ્ઞાનીએ કહ્યું તે સાચું છે, હું તો કંઈ જાણતો નથી, એવો ભાવ રાખે તો શુદ્ધભાવનો લક્ષ રહે છે. શુદ્ધભાવને અર્થે જે શુભભાવ કરવામાં આવે છે તો પુણ્યાનુબંધી પુણ્ય એટલે પરંપરાએ મોક્ષનું કારણ થાય છે; અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની ક્રિયા કરવામાં આવે છે તે શુભભાવ નથી પણ શુભક્રિયા છે. તેનું ફળ સંસાર છે.’” (બો.૧ પૃ.૧૨૬) શુદ્ધભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું “શુદ્ધભાવ ન રહેતા હોય ત્યારે શુદ્ધ ભાવ પામેલા પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખવું. મરુદેવા કેળના ઝાડમાંથી મનુષ્ય થયા અને મોક્ષે ગયાં. આત્માની અનંત શક્તિઓ છે. આ મનુષ્યભવ મોક્ષની બારી સમાન છે. તેમાં પેસી જાય તો થાય, નહીં તો ફરી એવી બારી મળવી મુશ્કેલ છે. વાસનાથી (અશુભભાવથી) આખું જગત ભરેલું છે. વાસના એ જ દુઃખ છે, માટે આપણે ૪૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન E ની વાસનાથી બચવું. મનુષ્યભવ ચિંતામણિ સમાન છે. જે ઇચ્છે તે મળી શકે. વાસના ભૂત જેવી છે. જેમ કોઈને ભૂત વળગ્યું હોય ત્યારે ગાંડો બની જાય છે, તેમ વાસનાથી મનુષ્ય ગાંડો બની જાય છે.” (બો.૧ પૃ.૧૨૫) નથી સર્વ તુજ રૂપ'... હે પ્રભુ! બઘા જીવો મૂળ સ્વરૂપે, તારા જેવા શુદ્ધ સ્વરૂપી હોવા છતાં, “શુદ્ધભાવ મુજમાં નથી, માટે તેમ જોવાતું નથી. “અમૂલ્ય તત્વવિચાર’ નામના કાવ્યમાં પણ કૃપાળુદેવે જણાવ્યું છે કે - “સર્વ આત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો' પ.પૂ.પ્રભુશ્રીજી યોગવાસિષ્ઠ' ગ્રંથ વાંચવાથી આ જગત બધું ભ્રમરૂપ છે એમ જોતા. પછી પરમકૃપાળુદેવ મળ્યા ત્યારે કહ્યું કે મુનિ ભ્રમ નહીં પણ બ્રહ્મ જુઓ-આત્મા જુઓ. પછી સર્વમાં આત્મા-પ્રભુ જોતાં થયા. તેથી એમનું નામ પણ “પ્રભુશ્રીજી” પડી ગયું. શ્રી તુલસીદાસજીએ પણ એક ગાથા લખી છે કે – “ચિત્રકૂટકે ઘાટ પર, ભઈ સંતનકી ભીર; તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર.” અર્થ - ચિત્રકૂટના ઘાટ ઉપર સંતજનોની ભીડ જામી છે. તુલસીદાસજી ચંદન ઘસીને ભક્તોને તિલક કરતી વખતે બઘામાં રામ જુએ છે. બઘાના હૃદયમાં રામ વસેલા છે. - જીર T ૪૨ Page #47 -------------------------------------------------------------------------- ________________ ‘નથી લઘુતા કે દીનતા’..... આવો સાધર્મિક ભાવ આવે તો આપણને પણ બધા મુમુક્ષુઓમાં મારા પ્રભુનો વાસ છે તેથી તે પૂજ્ય છે એમ જણાય. પણ હજુ સુધી તેવો ભાવ આવ્યો નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી : હે પરમાત્મા સર્વમાં તું છો, બધા તારા જેવા શુદ્ધ આત્મા છે “સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ ૫રમ ધર્મ સ્ખલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી.’’ (વ.પૃ.૨૪૪) સર્વમાં શ્રીહરિ જ છે એમ નિશ્ચય કરવો “પરમ પ્રેમસ્વરૂપ આનંદમૂર્તિ આનંદ જ જેનું સ્વરૂપ છે એવા શ્રીમાન હરિના ચરણકમળની અનન્ય ભક્તિ અમો ઇચ્છીએ છીએ. વારંવાર અને અસંખ્ય પ્રકારે અમોએ વિચાર કર્યો કે શી રીતે અમે સમાધિરૂપ હોઈએ ? તો તે વિચારનો છેવટે નિર્ણય થયો કે સર્વરૂપે એક શ્રી હરિ જ છે એમ તારે નિશ્ચય કરવો જ.’’ (વ.પૃ.૨૩૭) ‘નથી લઘુતા કે દીનતા'..... હે પ્રભુ! મારામાં લઘુતા કે દીનતા નથી. હું તો બધાથી નાનો છું એવું નમ્રપણું મારામાં નથી. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા – ‘લઘુતા મેરે મન માની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની’ -શ્રી ચિદાનંદજી = લઘુતા એ તો મારા મનને બહુ ગમેલી છે. કેમકે એ તો ગુરુગમ પામવાની નિશાની છે. લઘુતા એટલે વિનય હોય તો જ ગુરુ જ્ઞાન આપે છે. ‘લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.’ લઘુતા હોય તો જ આત્માની પ્રભુતા-સિદ્ધિ પ્રાપ્ત થાય. પ્રભુતા એટલે હું મોટો છું એમ માને તો તેનાથી પ્રભુ દૂર રહે. વિનય વગર વિદ્યાગ્રહણ થાય નહીં. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી : સત્પુરુષનો દાસ બની તેમની આજ્ઞામાં રહે તો તે પણ તેવો જ થાય “આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.’ (વ.પૃ.૧૮૩) ૪૩ પરમકૃપાળુદેવ સર્વના શિષ્ય થવા ઇચ્છે માટે સાચા સદ્ગુરુ “આખા જગતના શિષ્ય થવારૂપ દૃષ્ટિ જેણે વેદી નથી તે સદ્ગુરુ થવાને યોગ્ય નથી.’’ તે (વ.પૃ.૧૫૮) Page #48 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “જગમાં સર્વના શિષ્ય થવા સદ્ગુરુ ઇચ્છતા, રાજચંદ્ર પ્રભુ એવા, તેમને પ્રણમું સદા.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી (શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયાવાળાના પ્રસંગમાંથી) આખા જગતના શિષ્ય થવારૂપ જેની દ્રષ્ટિ છે એવા પરમકૃપાળુદેવા રામદાસજીનો પ્રસંગ – “એક વખત રામદાસજી નામના જોગી ગામમાં વવાણિયામાં) અખાડામાં ઊતર્યા હતા, તેઓએ વાત સાંભળી હશે કે આ ગામમાં રાયચંદભાઈ’ નામના મહાત્મા છે અને ઘણા જ ચમત્કારિક છે. તેથી મારી દુકાન પર આવ્યા અને પૂછ્યું કે અત્રે “રાયચંદભાઈ નામના પુરુષ છે કે? મારે મળવાની ઇચ્છા છે. મેં કીધું કે ચાલો. તે જોગીને હું સાહેબજી પાસે લઈ ગયો. સાહેબજી પોતે ગાદી પર બિરાજ્યા હતા. તે પરથી તુરત ઊભા થઈ વિનયપૂર્વક હાથજોડી નમસ્કાર કરી તે જોગીને ગાદી પર બેસાડ્યા અને પોતે એક પડખા પર બેઠા. તે જોગીએ સાહેબજીને કહ્યું કે મારે કેટલાક પ્રશ્નો પૂછવા ઇચ્છા છે. આપકું સબ લોક મહાત્મા તરીકે માને છે. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “કાંઈ નહીં, ફરમાવો. મારી યોગ્યતા પ્રમાણે ખુલાસા કરીશ.” પછી તે જોગીએ સાહેબજીને અમુક દર્શનવાલે જીવને કર્મનો કર્તા કહતે હૈ ઔર વેદ દર્શનવાલે આ પ્રમાણે કહતે હૈ, વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. સાહેબજીએ સર્વ હકીકત સાંભળી જણાવ્યું કે “હવે બીજું કાંઈપણ પૂછવા બાકી રહ્યું છે? હોય તો જણાવો.” ત્યારે તે જોગીએ જણાવ્યું કે બીજું નથી. પછી સાહેબજીએ તેમના પ્રથમ પ્રશ્નનો એવો ખુલાસો કર્યો હતો કે જેથી તેમનો તમામ મદ ગળી ગયો. એ પ્રમાણે અનુક્રમે સર્વે પ્રશ્નોનો ખુલાસો કર્યો. જેથી તેઓ ઘણો જ આનંદ પામ્યા અને જોગીજી તુરત જ ગાદી પરથી ઊભા થઈ સાહેબજીના સન્મુખે આવીને બેઠા અને સાહેબજીને જણાવ્યું કે હું તો આપકા દાસ છું. આપકે સન્મુખ બેસવા લાયક છે. મારી ઘણી જ ભૂલ થઈ છે, મારાથી આપશ્રીકી આશાતના થઈ છે જેથી હું ક્ષમા માંગુ છું. એમ કહી એકદમ સાહેબજીના સન્મુખે ઊભા રહી વારંવાર સાષ્ટાંગ નમસ્કાર કરવા લાગ્યા. ત્યારે સાહેબજીએ તેમ કરતાં અટકવા જણાવ્યું, પરંતુ જોગીજી ઘણા જ ઉત્સાહમાં અટક્યા નહીં. લગભગ ત્રણ કલાક બેઠા હતા. બાદ ફરીથી આવ્યા હતા ત્યારે એક કલાક સુધી બેઠા હતા.” | (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૧૪) કૃપાળુદેવ કહે જ્ઞાની હાજર નહીં તો મુમુક્ષુનો સત્સંગ પણ મહા ભાગ્યરૂપ “તમો સર્વ મુમુક્ષુજન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઇચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષમ કાળને વિષે તો તેની પ્રાપ્તિ પરમ દુષમ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિષે સ્થિર બુદ્ધિ છે જેની એવા મુમુક્ષુજનને વિષે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહા ભાગ્યરૂપ જાણીએ છીએ.” (વ.પૃ.૩૬૨) ४४ Page #49 -------------------------------------------------------------------------- ________________ નથી લઘુતા કે દીનતા'... કૃપાળુદેવની કેટલી અદ્ભુત લઘુતા “અમને પ્રત્યેક મુમુક્ષુઓનું દાસત્વ પ્રિય છે.” (વ.પૃ.૨૫૯) મુમુક્ષજીવને પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે કોઈપણ જીવને કંઈ પણ પરિશ્રમ દેવો, એ અપરાઘ છે અને તેમાં મુમુક્ષજીવને તેના અર્થ સિવાય પરિશ્રમ દેવો એ જરૂર અપરાઘ છે, એવો અમારા ચિત્તનો સ્વભાવ રહે છે. તથાપિ પરિશ્રમનો હેતુ એવા કામનો પ્રસંગ તમને ક્વચિત્ જણાવવાનું થાય છે, જે વિષેના પ્રસંગમાં અમારા પ્રત્યે તમને નિઃશંકતા છે, તથાપિ તમને તેને પ્રસંગે ક્વચિત્ પરિશ્રમનું કારણ થાય એ અમારા ચિત્તમાં સહન થતું નથી; તોપણ પ્રવર્તીએ છીએ. તે અપરાઘ ક્ષમા યોગ્ય છે; અને એવી અમારી કોઈ પ્રવૃત્તિ પ્રત્યે ક્વચિત્ પણ અસ્નેહ ન થાય તેટલો લક્ષ પણ રાખવો ઘટે છે.” (વ.પૃ.૩૮૯) મુમુક્ષુ જીવને પરિશ્રમ આપતાં ચિત્તવૃત્તિ સંકોચ પામે છે “આજે આ પત્ર લખવાનો હેતુ થાય છે તે અમને ચિત્તમાં વિશેષ ખેદ રહે છે, તે છે. ખેદનું કારણ આ વ્યવહારરૂપ પ્રારબ્ધ વર્તે છે, તે કોઈ રીતે છે, કે જેને લીધે મુમુક્ષુ જીવ પ્રત્યે ક્વચિત્ તેવો પરિશ્રમ આપવાનો પ્રસંગ થાય છે. અને તેવો પરિશ્રમ આપતાં અમારી ચિત્તવૃત્તિ સંકોચ પામતી પામતી પ્રારબ્ધ ઉદયે વર્તે છે. તથાપિ તે વિષેનો સંસ્કારિત ખેદ ઘણો વખત સ્ફરિતપણું પામ્યા કરે છે. (વ.પૃ.૩૮૯) પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની યોગ્યતા જોઈ તેમને કરેલ અદ્ભુત નમસ્કાર “પરમકૃપાળુ મુનિવર્યના ચરણકમળમાં પરમભક્તિથી સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૪) આત્મદશાનું સ્મરણ થયું માટે બદલામાં નમસ્કાર “હે શ્રી સોભાગ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” (વ.પૃ.૮૨૪) પરમાત્મા પરમકૃપાળદેવ અને ભક્તિમાન ભક્ત શ્રી સોભાગભાઈ “આપની સર્વોત્તમ પ્રજ્ઞાને નમસ્કાર કરીએ છીએ. કળિકાળમાં પરમાત્માએ કોઈ ભક્તિમાન પુરુષો ઉપર પ્રસન્ન થવું હોય, તો તેમાંના આપ એક છો. અમને તમારો મોટો ઓથ આ કાળમાં મળ્યો અને તેથી જ જિવાય છે.” (વ.પૃ.૨૭૦) જ્ઞાની ગુરુની ગમે તેવી આજ્ઞા ઉપાસવારૂપ લઘુતા જોઈએ ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે! ચક્રવર્તી રાજા હોય, તેણે રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કોઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તી રાજ્યપણાના વખતના ૪૫ Page #50 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સમયની દાસીનો છોકરો તે ભૂલ ભાંગી શકે તેમ હોય તો તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જો તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય?” તો તેને રખડી મરવાનું છે.” (વ.પૃ.૭૦૨) “ ગુI: પૂના સ્થાને ગુળાશું, ૧ ૨ હિંગ ૧ ૨ વય: ” વ્યક્તિમાં પૂજાનું સ્થાન ગુણ છે. ઉંમર કે લિંગ નથી. ગમે તે ઉંમરનો કે પુરુષ કે સ્ત્રીલિંગ ઘારક હોય પણ ગુણો હોય તો પૂજનીય છે; અન્યથા નહીં. ‘નથી લઘુતા કે દીનતા'..... ઉપદેશામૃત' માંથી - ‘લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર' નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ?” સૌથી શ્રેષ્ઠ લઘુતા છે. શ્રવણ કરવું જ્ઞાનીનાં વચનનું. તેથી આ જીવને અગાઘ નફો આવે છે. માયાના સ્વરૂપમાં સંસારમાં હજારો રૂપિયાનો નફો થાય છે, તેથી આ અધિક છે.” (ઉ.પૃ. ૧૯૨) માન કષાયે ભૂંડું કર્યું હવે એને મૂકી પાણીથી પાતળો થઈ જા “લઘુતા આવે તો પછી કેવું કામ થાય? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડું કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે? તે આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે! ભટકો—તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે. હવે ક્યારે લેવાશે? “અઘમાઘમ અઘિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું? પ્રભુ, પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સગુરુપાય; દીઠા નહિ નિજ દોષ તો, તરિયે કોણ ઉપાય?” માટે લઘુતા જોઈએ. આ જીવને અનંત કાળચક્રથી માન મુકાયું નથી; તે હવે મૂકી દે અને પાણીથી પાતળો થઈ જા. અહંકારથી કરીશ તો તે લેખામાં નહીં આવે. હું સામાયિક કરી આવ્યો, હું અપાસરે ગયો–આમ કર્યું, તેમ કર્યું. અને ત્યાંથી નવરો પડ્યો એટલે પછી બધું બીજે ન કરવાનું કરે! “નવરો બેઠો નખોદ વાળે.” નખોદ વળ્યું છે અણસમજણથી.” (ઉ.પૃ.૨૦૧) હું તો સૌથી નાનો છું એ સાચો ભાવ ટકી રહે તો ખરો ભગવાનનો ભક્તા સંત એકનાથનું દૃષ્ટાંત - “મહારાષ્ટ્રમાં સંત એકનાથ થઈ ગયા. તેમને ગુસ્સો આવે તેના માટે એક માણસે ઉપાય કર્યો. ૪૬ Page #51 -------------------------------------------------------------------------- ________________ નથી લઘુતા કે દીનતા”.. સંત એકનાથ રોજ મંદિરે ભગવાનની પૂજા કરવા જતા. જ્યારે તે પૂજામાં fe 5 તલ્લીન બની ગયા, ત્યારે પેલો માણસ આવીને એકદમ તેમના ખભા ઉપર ચઢી બેઠો! પણ એકનાથ તો જરાય ગુસ્સે ન થયા; અને મધુર સ્વરે બોલ્યા : “આવ, * ભાઈ, આવ મને મળવા તો ઘણા લોકો આવે છે, પણ તારા જેટલો પ્રેમ તો કોઈએ બતાવ્યો નથી. તું ભલે આવ્યો. પેલો માણસ તો બિચારો શરમનો માર્યો અડઘો થઈ ગયો અને હાથ જોડી તેમની પાર, PER પાસે માફી માંગવા લાગ્યો.” (સંતોની જીવનપ્રસાદી'માંથી) આવી લઘુતા જોઈએ. પાણીથી પાતળો થવાનું જણાવે છે. પણ હજુ સુધી આ ઉપદેશ આ મૂઢ જીવના હૃદયમાં ઊતરતો નથી. માનનો શત્રુ વિનય, તે વેરીને પણ વશ કરે “બઘાનો સાર વિનય. વનો વેરીને પણ વશ કરે. દીકરો થઈને ખવાય; બાપ થઈને ન ખવાય. વનાની અને લઘુતાની વાત કરે આત્માર્થી; પહેલાં વિનયને ઘરમાં લાવશે તો કામ થશે. મોટા કરોડપતિમાં પણ વનો હોય તો તેના દાસ છીએ. ‘લઘુતા તો મેરે મન માની” (ચિદાનંદજી). માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. ४७ Page #52 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી-સુંદરી—એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને ને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું બેઠો છું. નાના ભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે તે મૂળે જ છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬) સર્વશાસ્ત્રનો સાર, મોક્ષનો માર્ગ, સમકિતનું કારણ તે વિનય “સર્વ શાસ્ત્રોનો સાર અને મોક્ષ પામવાનો માર્ગ કે સમકિતનું કારણ એ વિનય છે. વિનયથી પાત્રતા યોગ્યતા આવે છે. ઘર્મનું મૂળ વિનય છે. સેવાની ભાવના રાખવી, લઘુતા રાખવી, ગુરુથી અતિ દૂર નહીં તેમ અતિ પાસે નહીં તેમ બેસવું, નીચે આસને બેસવું, આજ્ઞા સિવાય શરીરે પણ અડવું નહીં. એ બધા વિનયના રસ્તા છે. પ્રાયશ્ચિત્ત વડે દોષોની શુદ્ધિ કરવી. ઋદ્ધિગારવ, રસગારવ અને શાતાગારવ તજવાં.” (ઉ.પૃ.૨૯૫) ગુરુનો અત્યંત વિનય કરી ગુણ જ જોયા તો કેવળજ્ઞાન પામ્યા વિનયવાન શિષ્યનું દૃષ્યત - એક ગામમાં એક જ્ઞાની મુનિ ઘણા શિષ્યો સાથે પઘાર્યા હતા. તે મુનિનો સ્વભાવ ક્રોથી હતો; તે પોતે પણ જાણતા હતા. તેથી ક્રોઘનું નિમિત્ત ન બને માટે બઘાથી દૂર એક ઝાડ નીચે જઈ બેઠા. બીજા શિષ્યો પણ પોતપોતાનાં આસન પસંદ કરી દિવસ કોઈ કોઈ કાર્યમાં ગાળતા હતા. તે વખતે સાંજના હાથે મીંઢળ બાંધેલો એક યુવાન પરણીને મિત્રો સાથે મુનિનાં દર્શનાર્થે આવ્યો. તેના મિત્રો મશ્કરા હતા. તેમણે એક સાધુ પાસે જઈ કહ્યું, “મહારાજ, આને સાધુ કરો.” એકવાર-બે વાર કહ્યું તે સાઘુ ન બોલ્યા. છતાં તેમણે કહેવું જારી રાખ્યું. એટલે સાધુએ કહ્યું, અમારા કરતાં મોટા પેલા સાઘુ છે તેમની પાસે જાઓ. બીજા સાથે પાસે જઈ તેમણે જણાવ્યું તો તેમણે વળી બીજાને બતાવ્યા. એમ કરતાં છેવટે તેઓ મોટા મુનિ મહારાજ-ગુરુની પાસે ગયા. અને દર્શન કરી તેમણે પેલી વાત વારંવાર કહ્યા કરી. ગુરુ થોડી વાર તો સાંખી રહ્યા પણ ફરી ફરી ખૂબ આગ્રહ કરવાથી તે ક્રોધે ભરાયા. એટલે તેમણે પેલા નવીન પરણેલાને પકડી વાળ ઉપાડી નાખી મુનિ બનાવ્યો. તે સમજી ગયો અને મહારાજે મોટી કૃપા કરી એમ ગણી કંઈ બોલ્યો નહીં. પણ બીજા તો તેનાં માબાપને કહેવા ઘેર દોડી ગયા. તેથી તેણે ગુરુજીને જણાવ્યું કે હવે જો આપણે અહીં રહીશું તો આપને પરિષહ પડશે. માટે અત્યારે અહીંથી વિહાર કરવો ઠીક છે. તેમણે કહ્યું, રાત પડી જશે અને અત્યારે ક્યાં જઈશું? શિષ્ય કહે, આપનાથી વૃદ્ધાવસ્થાને લઈને ન ચલાય તો હું આપને ખભે બેસાડી લઈશ. આમ નક્કી થવાથી બધા પર્વત તરફ ચાલી નીકળ્યા. ગુરુની આંખે ઓછું સૂઝતું તેથી તેમણે કહ્યું, ભાઈ, હવે દેખાતું નથી એટલે તેણે તેમને ખભે લઈ લીધા. પર્વત ઉપર ચઢવાનું અને ખાડા, પથરા વગેરેને લીધે પગ ખસે કે હેલકારો આવે તેથી ગુરુજી તો તેને ઉપર બેઠા બેઠા લોચ કરેલા માથામાં મારવા લાગ્યા. પણ તે શિષ્યના મનમાં ४८ Page #53 -------------------------------------------------------------------------- ________________ નથી લઘુતા કે દીનતા......... 0 4 ) અતિજ્ઞાન ઉપન્યું ? તેણી કહ્યું, ઓપન , , ગુરુના દોષ ન વસ્યા. ઊલટું તેને એમ લાગ્યું કે હું કેવો અભાગિયો કે મારે લીધે તેમને વિહાર કરવો પડ્યો અને આમ વૃદ્ધાવસ્થામાં તેમને અડચણ પડે છે. ગુરુ તો તેના ઉપર ક્રોઘ કરે, કે દેખાતું નથી? કેમ આમ ચાલે છે? વગેરે કહે ત્યારે ખાડાને લીધે પગ ખસી જાય છે કે એવું - કહી પોતાનો દોષ કાઢે, પણ ગુરુજી ( જ છે ઉપર અણરાગ ન થયો. પછી વઘારે. સાચવવા વાંકો વળી નીચે હાથથી તપાસતો ઉપર ઘીમે ઘીમે ચઢવા લાગ્યો. તે એવામાં શિષ્યને એ પરિષહ સહન કરતાં કેવળજ્ઞાન થયું. ગુરુને મનમાં થયું, હવે કેમ કંઈ ખાડા પથરાથી હેલ્લા આવતા નથી? તેથી પૂછ્યું, કેમ અલ્યા, હવે કંઈ ભૂલ થતી નથી? જ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું, આપના પસાયે. ગુરુએ પૂછ્યું, મતિજ્ઞાન ઊપજ્યું? તેણે કહ્યું, આપના પસાથે. ફરી પૂછ્યું, શ્રુતજ્ઞાન ઊપજ્યું? તેણે તે જ ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું, અવધિજ્ઞાન ઊપજ્યુ ? તો કહે, આપના પસાથે. ફરી પૂછ્યું, મન:પર્યય ઊપજયું? કે આ તેણે કહ્યું, આપના પસાયે. ગુરુને તો આશ્ચર્ય વધ્યું, ફરી પૂછ્યું, કેવળજ્ઞાન ઊપસ્યું કે શું? તેણે કહ્યું આપના પ્રસાદે. એટલે તો ખભા ઉપરથી ગુરુ ઊતરી પડ્યા અને તેને પગે પડી ક્ષમા માગવા લાગ્યા કે હે ભગવાન! મેં આપને ઘણું દુઃખ દીધું અને પોતાની નિંદા કરવા લાગ્યા ત્યાં તો ગુરુજીને પણ કેવળજ્ઞાન પ્રગટ્યું.” (ઉ.પૃ.૩૦૫) મારો આત્મા સિદ્ધ સમાન છે, તેને યાદ કરી નમસ્કાર કરવા “પ્રભુશ્રી–નમસ્કાર કોને કરો છો? (૧) મુમુક્ષુ–આત્માને નમસ્કાર કરવાના છે. (૨) મુમુક્ષુ–મેં આત્મા જાણ્યો નથી, સપુરુષે જાણ્યો છે માટે તેમનો વિનય કરવા નમસ્કાર કરવા. પ્રભુશ્રી—વિનય તો અવશ્ય કરવાનો છે. એ દ્વારા જ ઘર્મની પ્રાપ્તિ છે. માટે સર્વનો વિનય કરવો. તે અર્થે નમસ્કાર કરાય છે. પરંતુ તેમાં સમજવાનું એ કે મારો આત્મા સિદ્ધ સમાન છે તેને તેણી તે જ ઉત્તર આપ્યો. ફરી પૂછ્યું છે '' ૪૯ Page #54 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન યાદ કરીને, આગળ કરીને નમસ્કાર કરવા. પછી ગમે તેને નમીએ પરંતુ ઉપયોગ પોતાના શુદ્ધ આત્માને યાદ કરવા તરફ આપવો. આત્મા વડે આત્માને નમસ્કાર કરવા. પ્રથમ પોતાના આત્માને યાદ કરી પછી નમવું. એ સિદ્ધસ્વરૂપ મારો આત્મા તેને મેં જાણ્યો નથી પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે તે માટે માન્ય છે, એમ સ્મરણ અવશ્ય કરવું. નમસ્કારવિધિ પોતાના આત્મસ્વરૂપને યાદ કરવા નિમિત્તે છે.” (ઉ.પૃ.૪૩૯) નથી લઘુતા કે દીનતા'. પ્રથમ લઘુતા આવે તો આત્મપ્રભુતા પ્રગટે લઘુતાથી પ્રભુતા આવે છે. પ્રભુશ્રીજી કહેતા કે અમારું નામ લઘુ પાડ્યું તે સારું છે. બઘાથી નાના થઈને બેઠા છીએ.” (બો.૧ પૃ.૬૭૫) “બઘાનો યથાયોગ્ય વિનય કરવો’ પૂજ્યશ્રી– વિનય એ ઘર્મનું મૂળ છે. બઘાનો યથાયોગ્ય વિનય કરવો. વિનય એક વશીકરણ મંત્ર છે.” (બો.૧ પૃ.૭૩) કૃપાળુદેવને માને તેના અમે દાસના પણ દાસ છીએ. “પ્રભુશ્રીજી કહેતા કે અમે તો કૃપાળુદેવને માનતા હોય તેના દાસના દાસ છીએ.” (બો.૨ પૃ.૬૨) નમ્યો તે પરમેશ્વરને ગમ્યો. “(૪) વિનય એ શોભા છે. નમ્રભાવ એ મોટું આભૂષણ છે. બે પક્ષમાંથી એક પક્ષ નમતું આપે તો ઝટ પાર આવે. નમ્યો તે પ્રભુને ગમ્યો.” (બો.૨ પૃ.૧૧) લઘુ અને નમ્ર બનવાનો દૃષ્ટાંતથી ઉપદેશ ચીનના એક મહાત્માનું દૃષ્ટાંત –“ચીન દેશના એક મહાત્માને તેના શિષ્ય પૂછ્યું : ગુરુજી આપ નમ્રતા વિષે મને કંઈક કહો!” _ શ્રી નમ્રતા એટલે શું? જવાબમાં મહાત્માએ પોતાનું મોં ઉઘાડી જીભ બતાવીને બોલ્યા – “હજી મારી આ જીભ મારા મોંમા સાબૂત છે?” શિષ્ય કહ્યું : હાજી છે. ગુરુ કહે - તો પછી મારા બઘાં દાંત પણ સાજા છે? શિષ્ય કહ્યું - નાજી, આપના મોંમા એકેય દાંત રહ્યો નથી. એટલે મહાત્મા બોલ્યા - બેટા, જીભ નરમ છે માટે તે હજી ટકી રહી તે જ સારા છે? શપે ક નાજ, આપના મોબા ૫૦ Page #55 -------------------------------------------------------------------------- ________________ નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ?... છે, જ્યારે દાંત પોતાના કઠણપણાને લીધે એકબીજાને અથડાઈને નાશ પામ્યા ૩ છે. માટે નમ્ર થવું, પણ કઠણ ન થવું, સમજાયું? શિષ્ય હુંકારમાં માથું ધુણાવ્યું કે આ હાજી સમજાયું.” (સંતોની જીવનપ્રસાદીમાંથી) લઘુતા કે નમ્રતા જીવનમાં આવે તો તે વ્યક્તિ બઘાને પ્રિય લાગે છે. પણ વાણીમાં કે વર્તનમાં કઠોરતા હોય તો તે કોઈને ગમતો નથી. માટે સદૈવ લઘુ અને નમ્ર થવું. પણ હે પ્રભુ! મારામાં હજી સુધી તેવી લઘુતા કે દીનતા અર્થાત્ નમ્રતા આવી નથી. “ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ઘર્મ પ્રગટે' માનાદિક શત્રુ મહા, નિજછંદે ન મરાય, જાતાં સદ્ગશરણમાં અલ્પ પ્રયાસે જાય.” જ્ઞાનીપુરુષ ઓળખાય તો એમ થાય કે એમનામાં માન નથી. તેથી દૈન્યત્વ આવે, માન ન થાય. સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને હું અધમાધમ છું એવી ભાવના પરમ દૈન્યપણું હોય તેને થાય છે. એ પરમ દૈન્યપણું અટક્યું છે, ટતું નથી, ત્યાં સુધી યોગ્યતા આવતી નથી. ખરી રીતે લઘુતા આવે ત્યાંથી જ ઘર્મ પ્રગટે છે. પુરુષનું માહાસ્ય સમજાય ત્યારે જ લઘુતા આવે છે. “વાસો ૬ થાય છે, તેથી માન રહેતું નથી. પછી સમજાય કે ‘સોડ€.” ” (બો.૨ પૃ.૬૨) ક્યાં સિદ્ધ ભગવાન અને ક્યાં હું અનંતદોષનું પાત્ર “સિદ્ધ સાથે સરખાવતાં અનંત દોષનું ભાજન છે. એમ વારંવાર વિચારી લઘુતા ઘારણ કરવી. શું કરવાથી મારા આત્માનું કલ્યાણ થાય? તેનો વિચાર કરવો. પુણ્યને લઈને કંઈ મળ્યું હોય અને અભિમાન થતું હોય તો ઝટ તે અભિમાન કાઢી નાખવું, જેમ કાંટો કાઢી નાખે તેમ.” (બો.૨ પૃ.૭) હું મોટો છું, હું ડાહ્યો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી “માન જાય તો વિનય આવે. વિનય ગુણ આવે તો બધું પ્રાપ્ત થાય છે. માનથી ફૂલી ગયો છે. હું જ મોટો ને બાકી બધા નાના એમ માને છે. વિનય આવે તો બીજાના ગુણો દેખાય. મોટામાં મોટો દોષ માન. હું જાણું છું, હું ડાહ્યો છું એમ માને તેથી અટકી પડે છે. હું ડાહ્યો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. જે લઘુ એટલે નાનો થાય તે જ મોક્ષની બારીમાં પેસી શકે. પોતાની પામરતા સમજે તો સદ્ગુરુના ગુણોનું માહાસ્ય સમજાય અને તેમના પ્રત્યે ઉલ્લાસભાવ ભક્તિ પ્રગટે ત્યારે જ્ઞાન થાય.” (બો.૩) ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પરમકૃપાળુદેવ કરતાં ૧૪ વર્ષ ઉંમરમાં મોટા છે અને સાધુપુરુષ છે છતાં પોતાના ગુરુ પ્રત્યે કેવી લઘુતા છે તેનો પુરાવો તેમના પત્ર દ્વારા જાણવા મળે છે : શ્રી સૂર્યપુર નિવાસી અલ્પજ્ઞ પામર બાળકના પુનઃ પુનઃ નમસ્કાર સ્વીકારશોજી. આપની પવિત્ર સેવામાંથી એક પ્રેમરસ સહિત અમૃતધારાવાળું વચનામૃતોનું ભરેલું એક કાર્ડ આપના દીન કિંકર શિષ્યને મળ્યું જેથી આ અતૃપ્તિ આતમા તેનું પાન કરવાથી અતિ આનંદ સાથે દર્શનના ૫૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન લાભ જેવા સંતોષને પામ્યો છે. હે નાથ એવી જ કૃપાથી વળી આ દાસી કિંકર ઉપર પત્ર લખવા કૃપા કરશો.” આવી લઘુતા કે દીનતા આવશે ત્યારે આત્માનું કલ્યાણ થશે. “શું કહ્યું પરમસ્વરૂપ?' હે પરમસ્વરૂપ એટલે ઉત્કૃષ્ટ સહજાત્મસ્વરૂપને પામેલા પરમકૃપાળુ પરમાત્મા! હું આપને વિશેષ શું કહ્યું? આપ તો મારા બઘા દોષો જાણો છો. છતાં મારા દોષોનો પશ્ચાત્તાપ કરવા માટે અને આત્માના મૂળભુત ગુણો પ્રગટાવવા માટે આપની સમક્ષ હું ભક્તિપૂર્વક પ્રાર્થના કરું છું તે સફળ થાઓ, સફળ થાઓ. “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં.” ૩ અર્થ - “ઉપર કહેલું પરમસ્વરૂપ શાથી સમજાય? તો કહે, સદ્ગુરુની આજ્ઞાથી. એવા સદ્ગુરુની આજ્ઞા મેં મારા હૃદયમાં અચળપણે ઘારણ કરી નહીં. સદ્ગુરુની આજ્ઞા રાગદ્વેષ ન કરવા તે છે. આવી આજ્ઞા ઘારણ ક્યારે થાય? તો કે પ્રભુ પ્રત્યે આદર ને વિશ્વાસભાવ આવે ત્યારે. એવો આપ પ્રભુ પ્રત્યે આદર અને વિશ્વાસભાવ પણ મારામાં નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.” “થમ્પો આપ તવો ’ આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાઘન એ જ તપ.” -આચારાંગ સૂત્ર “जिणाणाय कुणंताणं सव्वंपि मोक्खकारणं सुन्दरंपि सबुद्धिजे सव्वं भवणिबंधणं" ભાવાર્થ - જિનેશ્વરની આજ્ઞાનુસાર જે જે કરવામાં આવે છે તે સર્વે મોક્ષના કારણરૂપ છે. તે સિવાય અન્ય સુંદર દેખાતું છતાં પણ પોતાની બુદ્ધિએ સ્વમતિ કલ્પનાએ જે કરવામાં આવે છે તે સર્વ સંસાર વધારનાર છે. -શ્રી સદ્ગુરુ પ્રસાદ (પૃ.૧) દાન તપ શીલવ્રત નાથ આપ્યા વિના, થઈ બાઘક કરે ભવ ઉપાધિ.” શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી - આત્માર્થીએ સંપૂર્ણપણે જ્ઞાનીની આજ્ઞામાં રહેવું “સદ્ગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાસોચ્છવાસ સિવાય બીજું ન ચાલે એવી જિનની આજ્ઞા છે.” (વ.પૃ.૬૮૮) પ૨ Page #57 -------------------------------------------------------------------------- ________________ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં. જ્ઞાનીની એક આજ્ઞા આરાઘતાં અનેકવિઘ કલ્યાણ.' “જ્ઞાનીને ઓળખો; ઓળખીને એઓની આજ્ઞા આરાધો. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ થાય છે.” (વ.પ્ર.૯૬૯) | (શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદના પ્રસંગમાંથી) અમે સપુરુષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું? શ્રી મોતીભાઈનો પ્રસંગ – એક દિવસ ફરવા જતાં મને સાથે આવવાની આજ્ઞા થઈ. રસ્તે ચાલતાં સાહેબજીએ મને જણાવ્યું કે “તમો અમારી પાછળ શા માટે ફરો છો?” મેં કીધું કે કલ્યાણની ઇચ્છાએ. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે “તમે કેમ જાણ્યું કે અમો તમારું કલ્યાણ કરીશું?” મેં કીધું કે મને અનુભવ થયો છે કે આપ સત્પરુષ છો. જેથી મારું કલ્યાણ થશે E * એમ મને ચોક્કસ ખાતરી છે. સાહેબજીએ જણાવ્યું કે “અમો સત્પષ છીએ તેમ તમોએ શાથી જાણ્યું?” મેં કીધું કે તેનો અનુભવ મને સારી રીતે થયો છે તેથી જાણું છું. સાહેબજીએ જણાવ્યું કે “શા અનુભવથી જાણો છો?” મેં કીધું આપશ્રીની દરેક ક્રિયા જમતી વખતે, પાણી પીતાં, હાલતાં-ચાલતાં, બેસતા-ઊઠતાં વિરક્તપણે થાય છે તેવું મારા સમજવામાં ચોક્કસ રીતે આવ્યું છે; તેથી ઓળખાણ થયું છે. ૫૩ Page #58 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સાહેબજીએ જણાવ્યું કે “બીજો તેમ કરશે તો?” ત્યારે મેં કહ્યું કે બીજાથી જ તેમ કૃત્રિમ થઈ શકે નહીં. સાહેબજીએ ફરીથી જણાવ્યું કે “એવી તમોને ક્યાંથી ખાતરી થઈ કે તમો સન્દુરુષને બરોબર ઓળખો છો?” ત્યારે મેં જણાવ્યું કે સાહેબજી, આપશ્રીના સમાગમમાં આવીને મારા મનને એવી ઇચ્છા કે લાલચ નથી થઈ કે હું ખાવાપીવાના સુખની સામગ્રી કે પૈસા વગેરે મેળવી સંસાર-વ્યવહારમાં સુખી થાઉં, તો પછી આપશ્રીની પૂંઠે અમો ચાલતા હોઈશું તે શાને માટે? તેથી મને ચોક્કસ ખાતરી થઈ છે કે આપશ્રી સપુરુષ છો અને આપશ્રીના આશ્રયે આવવાથી જરૂર કલ્યાણ થશે જ, એવું મારું દૃઢપણે માનવું છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૯૦) જ્ઞાની પુરુષે બતાવેલી આજ્ઞા આરાઘી તો કલ્યાણ ચિલાતીપુત્રનું દૃષ્ટાંત - “ચિલાતીપુત્ર હાથમાં શેઠપુત્રીનું મસ્તક લઈને રુધિરથી વ્યાસ શરીરવાળો છતાં ઉતાવળથી માર્ગ કાપતો હતો, તેવામાં તેણે કાયોત્સર્ગે રહેલા એવા એક શાંત મુદ્રાવંત મુનિને દીઠા; મુનિને જોઈને તે બોલ્યો “હે મુનિશ્વર! જલ્દી ઘર્મ કહો, નહીં તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.” 0 11 12( C BF/ ર If115 = . ૪ ૫૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’...... | મુનિએ જોયું કે, પાત્ર અનુકૂળ છે, તેથી તે “ઉપશમ -વિવેક-સંવર’ એ / 5 પ્રમાણે એ ત્રણ પદનું ઉચ્ચારણ કરીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. આ ચોર ચિલાતીપુત્રે વિચાર્યું “આ મુનિએ આકાશગામિની વિદ્યાનું ઉચ્ચારણ કર્યું કે કંઈ મંત્રાક્ષર કહ્યા? કે ઘર્મમંત્ર કહ્યો? એમ ચિંતવન કરી મુનિની જગ્યાએ ઊભો રહી તે ઉપશમ, વિવેક, સંવર એ ત્રણ પદનું ધ્યાન ઘરવા લાગ્યો. , શગામિની વિદ્યાનું ! ! INધામ, I Www* Roser/ | , 5 - 1 / / A || sowe, ઉપશમ એટલે ક્રોથની ઉપશાંતિ, ક્રોઘનો ત્યાગ. વળી વિવેક એટલે કરવા યોગ્ય કર્યો હોય તેનો અંગીકાર અને ન કરવા યોગ્ય હોય તેનો પરિત્યાગ કરવો એ વિવેક. એવા વિવેકને અંગીકાર કર્યો. પાંચઇન્દ્રિયમાં જતી વૃત્તિને રોકવી, એનું નામ સંવર. એ અર્થ સમજીને તેણે સંવર પણ આદર્યો. આમ તે ચોર ત્રણ શબ્દનું ધ્યાન ઘરતો ત્યાં કાયોત્સર્ગ રહ્યો. શરીર તેનું રુધિરથી ખરડાયેલું હતું, તેથી કીડીઓએ આવીને તેનું સર્વ શરીર ચાલણી જેવું કરી મૂક્યું. તે સર્વ વેદના તેણે સમભાવે સહન કરીને અઢી દિવસમાં તે સ્વર્ગગતિને પામ્યો.” -ભરતેશ્વર બાહુબલી વૃત્તિ ભાષાંતર (પૃ.૧૧૮) જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે તો લાભ જ થાય. એ વેપાર લાભનો જ છે. કેવળજ્ઞાન સુઘી જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન પરમ હિતકારી “ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.” (વ.પૃ. ૬૩૮) ૫૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન મોક્ષ થવા માટે આત્મા જેને પ્રગટ છે એવા જ્ઞાનીની આજ્ઞા આરાઘવી “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય..... અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાઘક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાઘવી જોઈએ.” (વ.૫.૨૬૨) અનંતકાળથી જીવ રખડે છે. છતાં તેનો મોક્ષ થયો નહીં. જ્યારે જ્ઞાનીએ એક અંતર્મુહૂર્તમાં મુક્તપણું બતાવ્યું છે. જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે.” (વ.પૃ.૭૬૬) નિઃશંકતાથી જ્ઞાનીની આજ્ઞા આરાધે તેની સર્વ વાસના ક્ષય થાય. “કોઈ પણ પ્રકારે સદ્ગુરુનો શોઘ કરવો; શોઘ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.” (વ.પૃ.૨૪૬) શીલોપદેશમાળા' માંથી - પ્રાણ જતાં પણ આજ્ઞાનો ભંગ કરું નહીં હે ભગવાન! તેં જે જે આજ્ઞા કરી હોય તે હું ન તોડું, વંકચૂલની જેમ. વંકચૂલે પોતાના પ્રાણ જતા કર્યા પણ જ્ઞાની પુરુષે જે આજ્ઞા આપી હતી તેનો ભંગ કર્યો નહીં. વંકચૂલનું દૃષ્ટાંત - “વંકચૂલ રાજાના કુંવર હતો. પણ વ્યસનોમાં પડવાથી રાજાએ કુંવરને દેશનિકાલ આપ્યો. કારણ કે ‘વૈરી, વ્યાધિ, અગ્નિ, વાદ અને વ્યસન એ વૃદ્ધિ પામે તો મહા અનર્થના કરનાર થાય છે. તે પોતાની પત્ની અને બહેનને સાથે લઈ નીકળી પડ્યો. જંગલમાં ભીલોનો રાજા થયો. ત્યાં મુનિઓ વિહાર કરતા કરતા આવી ચઢ્યા. મુનિઓએ કુંવરને કહ્યું – વર્ષાઋતુ નજીક આવી ગઈ છે તેથી અમે વિહાર કરી શકીએ એમ નથી. માટે અમને રહેવા માટે સ્થાન આપો. ત્યારે વંકચૂલે કહ્યું–રહેવા માટે સ્થાન આપું પણ તમારે અહીં ઉપદેશ આપવો નહીં. મુનિએ આ વાત કબુલ કરી. ચોમાસું પુરુ થયે મુનિઓ વિહાર કરી જતા હતા ત્યારે વંકચૂલ પણ વળાવવા આવ્યો. તે વખતે મુનિએ કહ્યું – તું કંઈ નિયમ લે. તેણે કહ્યું શું નિયમ લેવો? મુનિએ કહ્યું આ ચાર નિયમ લે. એક તો અજાણ્યું ફળ ખાવું નહીં. બીજું કોઈને ઘા કરે તો સાત ડગલાં પાછાં વળીને ઘા કરવો. ત્રીજ રાજાની રાણીનું સેવન ન કરવું અને ચોથું કાગડાના માંસનો ત્યાગ કરવો. પ્રાણ જાય તો પણ આ નિયમ તોડીશ નહીં. તે ચારેય નિયમ કુંવરે અંગીકાર કર્યા. ૫૬ Page #61 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’..... એક દિવસ વંકચૂલ ઘણા ભીલો સાથે જંગલમાં આવ્યો. ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોઈ તોડી લાવી વંકચૂલ આગળ મૂક્યા. ત્યારે તેણે કહ્યું શેના ફળ છે? ભીલોએ કહ્યું : અમને ખબર નથી. ત્યારે વંકચૂલે અજાણ્યા ફળ ખાવાની ના પાડી. પણ બીજા બઘાએ ખાધા તેથી બઘા મરી ગયા. જબ sw t * C : મ જિક CO વંકચૂલ ઘરે આવી જોતાં પોતાની બહેન પુરુષના કપડાં પહેરી પોતાની સ્ત્રી સાથે સૂતેલી જોઈ, કોઈ પરપુરુષ છે એમ જાણી તેને મારવાનો વિચાર કર્યો. તે વખતે ગુરુની આજ્ઞા યાદ આવી. તે ગુરુની આજ્ઞા પ્રમાણે સાત ડગલાં પાછા હઠી ઘા કરતાં તલવાર દિવાલે અથડાઈ અને બહેન જાગી ગઈ અને બોલી કોણ? - ભાઈ તમે? આમ નિયમના કારણે આ બીજાં અનર્થ થતાં અટક્યું. તેથી ગુરુના વચન ઉપર વિશેષ શ્રદ્ધા આવી. ૫૭ Page #62 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન S conce dini Rડાના કWS Geeઝાત્રે AlIII:10 એક વખત રાજાના મહેલમાં ચોરી કરવા જતાં બારીમાં જેવો હાથ નાખ્યો કે રાણીના હાથને જ લાગ્યો. રાણી તેના ઉપર મોહિત થઈ ગઈ અને પોતાની સાથે દુર્વ્યવહાર કરવા જણાવ્યું. વંકચૂળે કહ્યું તમે કોણ ' | 7. છો? રાણીએ કહ્યું – હું * રાજાની રાણી છું. ત્યારે તેણે ૧/ કહ્યું – તમે તો મારી માતા સમાન છો. વંકચૂલ નહીં માનવાથી રાણીએ બૂમાબૂમ કરી તેને પકડાવ્યો. - રાજા રાત્રિની બધી હકીક્ત જાણતો હતો. છતાં સભામધ્યે વંકચૂલને કહ્યું : ' તું મારી રાણીને લઈ જા. - ત્યારે તેણે કહ્યું એ તો મારી ? માતા સમાન છે. હું લઈ 78 જઈશ નહીં. રાજાએ ફાંસીની સજા આપી તો પણ ડર્યો નહીં. મંત્રી ફાંસી ઉપર ચઢાવવા લઈ ગયો. રાજાએ અંદરથી ફાંસી નહીં આપવાની ભલામણ કરી હતી. આવી વંકચૂલની દૃઢતા જોઈ રાજાએ તેને યુવરાજપદ : :). " આપ્યું. પછી ચંદ્રયશાસૂરિ પઘાર્યા ત્યારે તેમનો ઉપદેશ સાંભળી શ્રાવકના વ્રત અંગીકાર કર્યા. અંત સમયે લડાઈમાં ઘણા ઘા વાગ્યા. તેની રૂઝ માટે બીજા ઔષઘ કારગત ન લાગવાથી કાગડાના માંસની વૈધે ભલામણ કરી. ત્યારે વંકચૂલ કહે-મારું મૃત્યુ ભલે થાય. હું ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરીશ નહીં. પછી byuda - Mી ૫૮ Page #63 -------------------------------------------------------------------------- ________________ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી.......... સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમા દેવલોકમાં બાવીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી અનુક્રમે સિદ્ધિપદને પામશે.” આમ મૃત્યુને સ્વીકારું પણ ગુરુ આજ્ઞાનો ભંગ કદી કરું નહીં.” જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય જે જે સાધન આ જીવે પૂર્વ કાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહીં. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંઘ જેવી છે, કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી, અને આત્માર્થ પણ સાથી પ્રારબ્ધવશાત્ જેનો દેહ છે, એવા જ્ઞાનીપુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં જ સામા જીવને પ્રેરે છે; અને આ જીવે તો પૂર્વ કાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી; ઊલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. તે પોતાની કલ્પના કરી સાઘન કરે તેથી આત્માર્થ ન થાય, અને ઊલટું આત્માર્થ સાથું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય, કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે. જે વાત સ્વપ્ન પણ આવતી નથી, તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. તેમ આ જીવ પૂર્વ કાળથી અંઘ ચાલ્યો આવતાં છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે, જીવના પૂર્વકાળનાં બધાં માઠાં સાઘન, કલ્પિત સાધન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાઘન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૧) એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગે તેમ એક આજ્ઞાથી અનેક ગુણ પ્રગટે જ્ઞાનની પ્રત્યેક આજ્ઞા કલ્યાણકારી છે. માટે તેમાં ન્યૂનાથિક કે મોટા નાનાની કલ્પના કરવી નહીં. તેમજ તે વાતનો આગ્રહ કરી ઝઘડો કરવો નહીં. જ્ઞાની કહે તે જ કલ્યાણનો હેતુ છે એમ સમજાય તો સ્વચ્છેદ મટે. આ જ યથાર્થ જ્ઞાની છે માટે તે કહે તે જ પ્રમાણે કરવું. બીજા કોઈ વિકલ્પ કરવા નહીં. જગતમાં ભ્રાંતિ રાખવી નહીં, એમાં કાંઈ જ નથી. આ વાત જ્ઞાની પુરુષો ઘણા જ અનુભવથી વાણી દ્વારા કહે છે. જીવે વિચારવું કે “મારી બુદ્ધિ જાડી છે, મારાથી સમજાતું નથી. જ્ઞાની કહે છે તે વાક્ય સાચાં છે, યથાર્થ છે.” એમ સમજે તો સહેજે દોષ ઘટે. જેમ એક વરસાદથી ઘણી વનસ્પતિ ઊગી નીકળે છે, તેમ જ્ઞાનીની એક પણ આજ્ઞા આરાઘતાં ઘણા ગુણો પ્રગટે છે.” (વ.પૃ.૯૯૬) ૫૯ Page #64 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સ્વચ્છેદ ટાળવો હોય તો જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જીવને બે મોટા બંધન છે : એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંઘ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી, સ્વછંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંઘ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૯૧) એકલાં પુસ્તકથી જ્ઞાન નહીં પણ ગુરુથી જ્ઞાન થાય, “ઉપદેશજ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તો પુસ્તકનો મોક્ષ થાય! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તો પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્ગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે ને આત્મામાં પરિણમાવે તો કલ્યાણ થાય.” (વ.પૃ.૭૧૪) સદ્ગુરુની આજ્ઞા આરાઘે તેને હજુ પણ શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય. “દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્ચયથી, સપુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુવીર્યથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે.” (વ.પૃ.૬૨૦) - સદ્ગુરુની આજ્ઞા આરાધે તો બઘી વાસનાનો નાશ થાય “સદ્ગુરુની આજ્ઞામાં બઘાં સાઘનો સમાઈ ગયાં. જે જીવો તરવાના કામી હોય છે તેની બઘી વાસનાનો નાશ થાય છે. જેમ કોઈ સો પચાસ ગાઉ વેગળો હોય, તો બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થોડો વેગળો હોય, તો તો કોઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે ?'' (વ.પૃ.૭૧૯) અજ્ઞાનીથી નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાથી કામ, ક્રોધાદિ ઘટે અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે.” (વ.પૃ.૬૯૯) જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જે ક્રિયા કરે તો અપ્રમત્ત ઉપયોગ થાય. જ્ઞાનીની આજ્ઞારૂપ જે જે ક્રિયા છે તે તે ક્રિયામાં તથારૂપપણે પ્રવર્તાય તો તે અપ્રમત્ત ઉપયોગ થવાનું મુખ્ય સાધન છે.” (વ.પૃ.૧૦૨) ૬૦ Page #65 -------------------------------------------------------------------------- ________________ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં..... સદ્ગરુની આજ્ઞાએ વર્તે તો પાપથી વિરમી સંસારસમુદ્ર તરી જાય “સદ્ગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતાં એટલે સદ્ગુરુની આજ્ઞાએ રે વર્તતાં પાપથકી વિરમવું થાય છે, અને અભેદ્ય એવા સંસારસમુદ્રનું તરવું થાય છે.” (વ.પૃ.૭૪૯) આજ્ઞામાં જ એકતાન થયા વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ “આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. એને માટે તમે શું ઉપાય કરશો? અથવા ઘાર્યો છે? અધિક શું? અત્યારે આટલુંય ઘણું છે.” (વ.પૃ.૨૩૦) સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે જીવ ખોટા સંગથી અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યક્ત થાય.” (વ.પૃ.૭૨૭) જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પાંચ સમિતિપૂર્વક વર્તવું જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક ચાલવું પડે તો ચાલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક બોલવું પડે તો બોલવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક આહારાદિ ગ્રહણ કરવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક વસ્ત્રાદિનું લેવું મૂકવું; જેમ આજ્ઞા આપી છે તેમ આજ્ઞાના ઉપયોગપૂર્વક દીર્ઘશંકાદિ શરીરમળનો ત્યાગ કરવા યોગ્ય ત્યાગ કરવો. એ પ્રકારે પ્રવૃત્તિરૂપ પાંચ સમિતિ કહી છે.” (વ.પૃ.૫૯૬) જ્ઞાની પુરુષની આજ્ઞા ઉપાસવાથી જીવનું શીધ્ર કલ્યાણ “ઘણાં શાસ્ત્રો અને વાક્યોના અભ્યાસ કરતાં પણ જો જ્ઞાની પુરુષોની એકેક આજ્ઞા જીવ ઉપાસે તો ઘણાં શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય.” (વ.પૃ.૬૩૭) શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મનમોહન મેરે; શિષ્ટ કહે તે પ્રમાણ; રે મનમોહન મેરે.” -નિત્યક્રમ (પૃ.૫૩) અર્થ : જગતમાં શાસ્ત્રો ઘણા છે અને જીવની બુદ્ધિ થોડી જ છે. માટે મનને મોહ પમાડનારા એવાં પ્રભુ જે કહે તેને જ પ્રમાણભૂત માનવું. તો જીવનું શિવભૂતિમુનિની જેમ શીધ્ર કલ્યાણ થાય. જ્ઞાની પુરુષની એક આજ્ઞા પણ દૃઢતાથી પાળતા જીવનો મોક્ષ શિવભૂતિમુનિનું દૃષ્ટાંત - “શિવભૂતિ નામનો કોઈ નિકટભવી પરમ વૈરાગ્યવાન જીવ ગુરુ પાસે દીક્ષા પામી મહાન તપશ્ચર્યા કરવા લાગ્યો. પરંતુ ગુરુ પાસે શાસ્ત્ર ભણવા જેટલો કે ૬૧ Page #66 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભણે તો ઘારણા કરવા જેટલો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ તેને નહોતો. તેથી ગુરુએ તેને “મા રુષ” મા તુષ” એટલા શબ્દો જ ભણાવ્યા. આ શબ્દો તે ગોખવા લાગ્યો. ગોખતાં ગોખતાં તે પણ શુદ્ધ ન રહ્યા પણ “માષ તુષ” એટલું જ યાદ રહ્યું. તે ગોખવા લાગ્યો. કોઈવાર એક સ્ત્રીને સૂપડા વડે અડદને ઉપસતાં જોઈ તેને પૂછ્યું કે તું શું કરે છે ? બાઈએ કહ્યું, “માષ તુષ ભિન્ન કરું છું.” એટલે અડદ અને છોડા જાદા કરું છું. આ સાંભળી તેના ચિત્તમાં એમ અર્થ ફૂર્યો કે માષ એટલે અડદ અને તુષ એટલે છોડાં જેમ ભિન્ન છે, તેમ સારરૂપ આત્મા અને અસાર એવું શરીર બન્ને ભિન્ન ભિન્ન છે. એવા ભાવ સહિત “માષ તુષ ભિન્ન’ ગોખતાં તેને આત્માનો અનુભવ થવા લાગ્યો અને તે આત્મભાવનાની એકાગ્રતામાં, આત્મામાં તલ્લીન થઈ જતાં, ઘાતી કર્મનો નાશ કરી કેવળજ્ઞાનને પામ્યો.” (અષ્ટપ્રાભૃત પૃ.૮૯) એમ જ્ઞાની પુરુષની એકેક આજ્ઞા જીવ આરાધે તો ઘણા શાસ્ત્રથી થતું ફળ સહજમાં પ્રાપ્ત થાય. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ સ્ત્રીના પ્રસંગમાં ન જ જાય જ્ઞાનીની આજ્ઞાએ વર્તતા એવા ભદ્રિક મુમુક્ષુ જીવને “બ્રહ્મચર્ય પાળવું એટલે સ્ત્રીઆદિકના પ્રસંગમાં ન જવું' એવી આજ્ઞા ગુરએ કરી હોય તો તે વચન પર દ્રઢ વિશ્વાસ કરીને તે તે સ્થાનકે ન જાય; ત્યારે જેને માત્ર આધ્યાત્મિક શાસ્ત્રાદિક વાંચી મુમુક્ષતા થઈ હોય, તેને એમ અહંકાર રહ્યા કરે કે, “એમાં તે શું જીતવું છે?” આવી ઘેલછાના કારણથી તે તેવા સ્ત્રીઆદિકના પ્રસંગમાં જાય. કદાચ તે પ્રસંગથી એક વાર, બે વાર બચે, પણ પછી તે પદાર્થ પ્રત્યે દ્રષ્ટિ દેતાં “આ ઠીક છે' એમ કરતાં કરતાં તેને તેમાં આનંદ થાય, અને તેથી સ્ત્રીઓ સેવે. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે બાળોભોળો જીવ તો વર્તે, એટલે તે બીજા વિકલ્પો નહીં કરતાં તેવાં પ્રસંગમાં ન જ જાય. આ પ્રકારે જે જીવને “આ સ્થાનકે જવું યોગ્ય નથી” એવાં જે જ્ઞાનીના વચનો તેનો દ્રઢ વિશ્વાસ છે તે બ્રહ્મચર્યવ્રતમાં રહી શકે છે, અર્થાત્ તે આ અકાર્યમાં પ્રવૃત્ત ન થાય. ત્યારે જ્ઞાનીના આજ્ઞાંકિત નથી એવા માત્ર આધ્યાત્મિક શાસ્ત્રો વાંચી થયેલા મુમુક્ષુઓ અહંકારમાં ફર્યા કરે, અને માયા કરે કે એમાં શું જીતવું છે? આવી માન્યતાને લઈને આ જીવ પડી જાય છે, અને આગળ વધી શકે નહીં.” (વ.પૃ.૬૮૫) તપશ્ચર્યા સ્વચ્છેદથી ન કરવી પણ આજ્ઞાથી કરવી જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદે ન કરવું. ‘હું ડાહ્યો છું” એવું માન રાખવું તે કયા ભવને માટે? “હું ડાહ્યો નથી” એવું સમજ્યા તે મોક્ષે ગયા છે. મુખ્યમાં મુખ્ય વિપ્ન સ્વચ્છેદ છે. જેનો દુરાગ્રહ છેદાયો તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂક્યો હોય તો બીજાને પણ પ્રિય થાય છે; માટે કદાગ્રહ મુકાયાથી બઘાં ફળ થવા સંભવે છે.” (વ.પૃ.૯૯૪) ૬૨ Page #67 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’...... જ્ઞાનીની આજ્ઞાથી જીવ ગમે તે કરે તો પણ તે મોક્ષમાર્ગમાં છે “જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેનો કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ (જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તોપણ તે મોક્ષના માર્ગમાં છે.’’ (વ.પૃ.૭૭૧) જ્ઞાની, મોક્ષનો શાંત માર્ગ બતાવે તેથી કંઈ પાપ થાય નહીં “અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તો તે અમે અમારે શિરે ઓઢી લઈએ છીએ; કારણકે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કોઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગ્યાએ કોઈ મૂકે તો કાંઈ તેણે રાજ્યનો ગુનો કર્યો કહેવાય નહીં; તેમ રાજા તેનો દંડ કરે નહીં; તેમ મોક્ષનો શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યોગ્યતાનુસાર કોઈને કાંઈ બતાવ્યું હોય અને કોઈને કાંઈ બતાવ્યું હોય તેથી મોક્ષ(શાંતિ)નો માર્ગ અટકતો નથી.” (વ.પૃ.૭૭૧) ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'... બોઘ સાંભળી, શ્રદ્ધી તે પ્રમાણે વર્તવાનો ભાવ થાય તે આજ્ઞા “આજ્ઞા એટલે શું? સત્પુરુષ ઉપર એવી શ્રદ્ધા કે તે કહે છે તે સાચું છે, તેના ઉપર પ્રેમ થાય, તેના વચનનું શ્રવણ થાય; તે સાંભળીને સાચું માને, તે પ્રમાણે વર્તવાનો ભાવ થાય; એ પ્રમાણે ભાવનું પલટવું તે આજ્ઞા છે.’’ (ઉ.પૃ.૩૩૮) જ્ઞાનીની આજ્ઞાથી પાંચ દશ મિનિટ પણ આત્માને માટે ગાળવી “આજ્ઞાથી જે જે સાધન મળ્યાં છે તે મોક્ષ આપનાર થશે. સામાયિક લૌકિક રીતે ભલેને હજારો કરો; પણ જ્ઞાનીની આજ્ઞાથી તો પાંચ-દશ મિનિટ પણ આત્માને માટે ગળાય તે દીવો કરશે.” (ઉ.પૃ.૩૬૦) (બ્ર.શ્રી મગનભાઈ લક્ષ્મીદાસ પટેલ, સુણાવના પ્રસંગમાંથી) આજ્ઞા ચઢે કે સેવા ચઢે શ્રી ભાઈલાલભાઈનો પ્રસંગ – “રાત્રે બધા પ્રભુશ્રીજીના પગ-હાથ દાબે ત્યારે ભાઈલાલ-ભાઈ પાસે બેઠેલા હોય તે પણ સેવા કરવા જાય ત્યારે ના પાડે. ભાઈલાલભાઈથી રહેવાય નહીં. એટલે ફરી ફરીને જાય, પણ ના પાડી દે. પછીથી એકવાર રૂમમાં બધા બેઠા હતા ત્યારે પ્રભુશ્રીજીએ બધાને પ્રશ્ન કર્યો કે સેવા ચઢે કે આજ્ઞા ચઢે’ ત્યારે સેવા કરવાવાળાએ કહ્યું કે સેવા. પણ પ્રભુશ્રીજીએ જણાવ્યું કે ‘આજ્ઞા ચઢે’. આજ્ઞામાં સેવા આવી જાય છે.’’ -શ્રી. લ. જીવન દર્શન (પૃ.૧૩૬) ૬૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે, તેમની આજ્ઞા “આજ્ઞાએ ઘર્મ– કૃપાળુદેવની આજ્ઞા. પરમકૃપાળુદેવનું શરણું છે. તે માન્ય = છે. સૌ સંપે મળીને રહેજો. મતમતાંતર, ભેદભેદ, પક્ષપાત નથી. વાત છે માન્યાની. કૃપાળુદેવે મને કહ્યું છે એ વગર વાત નથી. ગુરુદેવ સહજાત્મસ્વરૂપ રાજચંદ્રજી કૃપાળુદેવ છે. આત્મા છે, જેમ છે તેમ છે. આત્મા કોને કહીએ? જ્ઞાનીએ આત્મા જોયો છે. એમણે જેને જણાવ્યો છે તે માન્ય કરવો, એ વગર નહીં.” (ઉ.પૃ.૪૦૪) મહાત્માનું દ્રષ્ટાંત - “એક મહાત્મા હતા. તેની પાસે કોઈ ભોજન લઈને આવ્યો. ત્યારે મહાત્મા કહે કે કૂતરાને નાખી દે. ત્યારે તે કહે કે આપ પ્રથમ આરોગો. તેથી મહાત્માએ કહ્યું કે ચાલ્યો જા, તારું કામ નથી. એમ જે આજ્ઞા-આરાઘનને બદલે પોતાનું ડહાપણ કરે તે કામ ન આવે.” (ઉ.પૃ.૪૩૫) ગૌતમસ્વામીએ મહાવીર પ્રભુને, તેમ પ્રભુશ્રીજીએ કૃપાળુદેવને ગુરુ મનાવ્યા શ્રી ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત - “ગૌતમસ્વામીએ પંદરસો તાપસીને જ્ઞાન પમાડ્યું ત્યારે ગૌતમસ્વામીને ગુરુ માનવા લાગ્યા. પણ ગૌતમસ્વામી તેમને મહાવીર પ્રભુ પાસે લઈ ગયા અને તેમને જ માનવા કહ્યું. એમ જે સત્પરુષ ઉપકારી છે તેમના કહેવાનો આશય સમજવો અને આજ્ઞા આરાઘવી; કારણ કે આ જીવની સમજણ અલ્પ છે. તેથી પોતાની મતિ-કલ્પના ન દોડાવતાં સપુરુષ જે સાચા છે અને જેમના પર શ્રદ્ધા છે તે કહે તેમ માનવું અને કહે તેમ કરવું.” (ઉ.પૃ.૪૩૫) જ્ઞાનીની આજ્ઞા આરાધતા જીવનો તત્કાળ મોક્ષ શ્રેણિક રાજા શિકારે ગયા હતા. ત્યાં મુનિનો સમાગમ થવાથી જ્ઞાન પામ્યા. ગજસુકુમારને એક હજાર ભવ જેટલાં કર્મ હતાં. તે ભગવાન નેમિનાથના સમાગમે મળેલી આજ્ઞા આરાઘતાં નિર્જરા થઈ નાશ પામ્યાં અને તત્કાળ મોક્ષે ગયા. તેથી માર્ગ પ્રાપ્ત થવામાં તો જીવની યોગ્યતા, પુરુષાર્થ મુખ્ય છે. તે હોય તો પૂર્વ પુણ્યના ઉદયે જ્ઞાની તો જ્ઞાન આપવા તૈયાર છે. તારી વારે વાર! પરંતુ પાત્રતા, ભાજન વગર શું આપે? પોતાનું આગળનું ગ્રહણ કરેલું, માનેલું જે મિથ્યાત્વ છે તે મૂકી દે અને હું કંઈ જ જાણતો નથી એમ સમજે તો બોઘ યથાર્થ પરિણમે; પણ મલિન વાસણમાં વિપરીત પરિણમે.” (ઉ.પૃ.૪૩૫) કૃપાળુદેવે અમને આજ્ઞા કરેલી કે બાહ્ય દેખાય ત્યાં પણ આત્મા જ જોવો “આત્મા તો સર્વ પાસે છે; પરંતુ તે બહાર જોઈ રહ્યો છે. હું વાણિયો, બ્રાહ્મણ, સ્ત્રી વગેરે છું અને ઘર વગેરે દેખાય છે તે મારું છે એમ માની પરિણમી રહ્યો છે. જ્યારે અંતરાત્મા થાય ત્યારે બાહ્ય વસ્તુઓથી પોતાને ભિન્ન માને તથા દેખે. કૃપાળુદેવે અમને કહેલું કે બાહ્ય દેખાય છે ૬૪ Page #69 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’.... ત્યાં પણ આત્મા જ જોવો. એટલે ઘર, શરીર, આકાશ વગેરે જે જોવાય છે તે આત્માના જ્ઞાન ગુણે કરીને જોવાય છે.જો આત્મા ન હોય તો હાથ નીચેથી ઊંચો ન થઈ શકે. બધી સત્તા છે તે આત્માની જ છે. આત્મા તો છે જ, પરંતુ જે નાશવંત છે તેમાં હુંપણું, મારાપણું કરે છે તે મૂકી દેવું. અને મારું સ્વરૂપ જ્ઞાનીએ જોયું તેવું છે એમ શ્રદ્ધા કરવી.’’ (ઉ.પૃ.૪૩૫) પરમકૃપાળુદેવે જે આજ્ઞા નાની મોટી કરી, તે જ ઉપાસવા યોગ્ય “અમને જે જે આજ્ઞા તે પરમકૃપાળુદેવે કરી છે તે આજ્ઞા મારે પણ હો! એ ભાવના પણ રાખવી યોગ્ય છેજી. પરમકૃપાળુદેવે જીવાત્માની કર્મપ્રકૃતિ કુશળ વૈદની પેરે દેખી જેને જે આજ્ઞા નાની મોટી કરી છે તો તેણે તે જ આજ્ઞા તનમનથી ઉઠાવવી કર્તવ્ય છેજી. આગળ ઉપર આ ભવમાં અગર પરભવમાં મોટી આજ્ઞા તેને અવશ્ય તેવા જ્ઞાનીથી અથવા તે જ જ્ઞાનીથી મળી આવશેજી.’’ (ઉ.પૃ.૫૦) ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'... ‘બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી' : મંત્રની આજ્ઞા મળી, તેનો જાપ કરવાથી કર્મ જાય “જેને જ્ઞાનીપુરુષનો યોગ થયો છે તેને ફિકર નથી. જ્ઞાની જાણે છે તે મારે જાણવું છે, એવી ભાવના રાખવી. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યો ત્યારે તેની રાતદિવસ ધૂન લગાવી. પછી કૃપાળુદેવને પૂછ્યું કે કેમ કંઈ દેખાતું નથી ? કૃપાળુદેવે કહ્યું કે કર્યા જવું અને દેખવા કરવાની ઇચ્છા પણ ન કરવી. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે મારે જાણવો છે અને આજ્ઞા મળી તેનો પુરુષાર્થ કરવો. મંત્ર મળ્યો છે તેનો જાપ કરવો. એથી કર્મ જાય છે.’’ (બો.૧ પૃ.૪૯૨) આજ્ઞાની અપૂર્વતા લાગે તો જીવને સમ્યગ્દર્શન થાય “નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.’’ “આજ્ઞા એટલી બધી અચળ કરી મૂકવી કે એના વિના ગમે જ નહીં, પણ જીવને અપૂર્વતા નથી લાગતી. અપૂર્વતા લાગે તો સમ્યગ્દર્શન થાય. રોજ ખાય છે, પીએ છે તોય જાણે કોઈ દિવસ ખાધું જ નથી એમ થાય છે. જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છ્વાસ ચાલતા હોય ત્યાં સુધી સ્મરણ મૂકવું નહીં. એ થાય ક્યારે ? અપૂર્વતા લાગે ત્યારે. (બો.૧ પૃ.૬૭૮) દરેક કામ કરતાં સંભારવું કે આમાં જ્ઞાનીની આજ્ઞા છે? “પૂજ્યશ્રી—જે થોડીક પણ આજ્ઞા મળી હોય તેને દરેક કામ કરતાં સંભારે કે હું એ કામ કરું છું એમાં જ્ઞાનીની આજ્ઞા છે કે નહીં? અને આજ્ઞાને આરાધવાનો બહુ પ્રયત્ન કરે. તે માટે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ સાધન છે. “બાળાÇ ધમો બાળાÇ તવો’ સ્વચ્છંદને રોકવો એ મોટું તપ છે.” (બો.૧ પૃ.૧૩૨) ૬૫ Page #70 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જેમને આત્મા પ્રાપ્ત છે એવા પ્રત્યક્ષ સત્પરુષ કૃપાળુદેવની આજ્ઞા “કલ્યાણ શાથી થાય? પ્રત્યક્ષ સત્પષની આજ્ઞાથી. એમાં રુચિ થશે ત્યારે ને કલ્યાણ થશે. એને ગરજ, રુચિ જાગે તો કલ્યાણ થાય. માર્ગ જુદો છે. કૃપાળુદેવ આત્મજ્ઞાની પુરુષ છે. એમની આજ્ઞાથી આત્મજ્ઞાન થાય એવું છે. કોઈ સાચી વસ્તુનું અવલંબન મળે તો કામ થાય....મહાપુરુષનું એક વચન લઈને ઘસી નાખ્યું તો કામ થયું. હવે સાચું જ કરવું છે. નવરા પડીએ કે સ્મરણ, વાચન, વિચાર કરવાનું રાખવું.” (બો.૧ પૃ.૫૨૭) જ્ઞાનીની આજ્ઞાથી મંત્ર મળ્યો, તેમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય પૂજ્યશ્રી- “જેમ સ્વચ્છંદ રોકાશે તેમ આગળ વઘાશે. બધી વસ્તુઓ છોડી એક પર આવવું. બઘા વિકલ્પો છોડી ‘હું કંઈ જાણતો નથી”, એવું કરવું. જ્ઞાની જાણે છે. એની આજ્ઞા મળી તો બીજા વિકલ્પો ન કરવા. “કાળા થી માઈ તવો” (આચારાંગ). સાચી વસ્તુ મળી તો બીજા વિકલ્પો ન કરવા. “મંત્ર' છે તે આત્મા જ મળ્યો છે, એમ માનવું. બીજા વિકલ્પો ન કરવા. જેટલું મંત્રમાં રહેવાય તેટલું આત્મામાં જ રહેવાય છે. જડ, ચેતન એને જ્ઞાની જાણે છે. જ્યારે આવરણ ખસશે ત્યારે સમજાશે. ડાહ્યા થવું નથી. વઘારે ડાહ્યો વઘારે ખરડાય. મંત્ર મળ્યો છે તે આખા જીવનનું ભાતું છે. મંત્ર મળ્યો છે તેથી હવે દેહ છૂટી જાય તોય કંઈ વાંધો નથી.” (બો.૧ પૃ.૪૫૨) પહેલાના વખતમાં પ્રાણ જાય તો પણ આજ્ઞા ન તોડે એવા જીવો હતા. “સહજાનંદસ્વામી થયા તે વખતના જીવોને વિષે આજ્ઞાની વૃત્તિ હતી. પ્રાણ જાય તો પણ આજ્ઞાને ગૌણ ન કરે એવા જીવો હતા. પરમાર્થની ઇચ્છા જીવોને ઓછી થતી જાય છે. પહેલાંના સમયમાં ચક્રવર્તી જેવાને રાજ્ય છોડવાનું કહેતા તો છોડી દેતા. તેથી ઉપદેશ પણ એવો કરતા. જ્ઞાની પુરુષ જીવની વૃત્તિ જોઈને ઉપદેશ કરે છે. પહેલાં તો બઘા ઘર્મ સાંભળવા આવતા ત્યારે આચાર્ય પ્રથમ તો સાધુપણાની વાત કરતા કે છૂટવું હોય તો આ મુનિપણું છે. એમ સવેસંગપરિત્યાગની વાત કરે. પહેલાં જો શ્રાવકપણાની વાત કરે તો ગૃહસ્થઘર્મનો વ્રતો લઈ જીવ સંતોષ માને. તેથી આચાર્યને શિક્ષા થતી (પ્રાયશ્ચિત્ત લેવું પડતું). જો સામા જીવને મુનિપણું પાળવાની શક્તિ ન હોય તો શ્રાવકપણાનું વર્ણન કરે. પહેલાં તો બઘાંના આયુષ્ય લાંબા હતાં અને જીવોને ગરજ પણ હતી. કેટલાંય શાસ્ત્રો મોઢે કરતા. બઘાંય શાસ્ત્રો મોઢે રાખતા. પણ જેમ જેમ કાળ પડતો આવ્યો તેમ તેમ ભુલાતું ગયું. તેથી પછી શાસ્ત્રો લખાયાં.” (બો.૨ પૃ.૧૦૨) સાઘન કરતાં આત્માને ભૂલી ગયો તો એ સાઘન રમકડાં જેવા જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મુમુક્ષુ કરે તો પણ એનો મોક્ષ થાય. માહાભ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો ૬૬ Page #71 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’..... આરાધક હોય તો બે ઘડીમાં ય કેવળજ્ઞાન થાય. કોઈ સાધનનો આપણે નિષેધ નથી. સાધન કરવાં, પણ આત્માને ભૂલી ગયો તો એ સાઘન રમકડાં જેવાં છે.” (બો.૨ પૃ.૧૪૫) જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે, તે ઘર્મધ્યાન છે “જ્ઞાનીની આજ્ઞાથી કલ્યાણ છે. મને પરમાર્થપ્રાપ્તિ થઈ છે એમ માનતા હો તો તપાસવું કે મારી વૃત્તિ પરમાત્મામાં એકતાન છે કે નહીં? જ્ઞાનીની આજ્ઞામાં એકતાન થવાનું છે. “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય.’ એવી લય લાગે ત્યારે જ્ઞાનીની આજ્ઞા વિસરાય નહીં. એવું થયું હોય તો પરમાત્મામાં એકતાન છે એમ જાણવું. જ્ઞાનીની આજ્ઞામાં એકતાનતા છે, તે ધર્મધ્યાન છે.” (બો.૨ પૃ.૨૯) જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવની આજ્ઞા આરાઘવી “જ્ઞાનીની આજ્ઞા સિવાય કલ્યાણ થાય એવુ નથી. જગતમાં તો જ્ઞાનીની આજ્ઞા ક્યાંય હોય નહીં. આ કાળમાં એવો યોગ થયો છે, પણ દુર્લભ છે. અનેક નવલકથાઓ, છાપાંઓ વગેરે નીકળે છે. સત્શાસ્ત્ર તો મહાભાગ્યે જ પ્રાપ્ત થાય એવું થયું છે. અસદ્ગુરુ એને અવળે રસ્તે લઈ જાય. જેણે આત્મા જાણ્યો છે એવા કૃપાળુદેવ સિવાય ક્યાંય ચિત્ત રાખવું નથી, રાખે તો આવરણ થાય. આ જ્ઞાની, આ જ્ઞાની એમ ન કરવું. જે વચનોથી જીવ જાગતો થાય, તે વચનોથી પણ જીવને જાગૃતિ થતી નથી! મોહમાં ને મોહમાં ફરે છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે, એની આજ્ઞા આરાધવી.'' (બો.૨ પૃ.૧૨૭) પરમકૃપાળુદેવે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું માટે પ્રત્યક્ષ જ્ઞાની ‘(૧) પ્રશ્ન—“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.” (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? અને અમારે વિષે તે શી રીતે સંભવે ? ઉત્તર—જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ; તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક આરાધવા, અપ્રમત્તપણે આરાધવા ભલામણ છેજી.’ (બો.૩ પૃ.૭૭૭) જ્ઞાનીપુરુષની આજ્ઞાનું આરાઘન કરવું એ જ ધર્મ “ ‘જ્ઞાનીની આજ્ઞાને વિચારવી.’ (૪૬૦) એ વિષે પૂછ્યું, તે વિષે જણાવવાનું કે “બાળાÇ ધો” “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ” એમ શાસ્ત્રો પોકારીને કહે છે, તો મને તેવી આજ્ઞા ૬૭ Page #72 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ક્યારે મળે? આજ્ઞા ઉઠાવવાથી અવશ્ય કલ્યાણ થાય તેમ છે એવું હૃદયમાં ક્યારે નિરંતર રહ્યા કરે? આજ્ઞા ઉઠાવાતી નથી તેટલો વખત કલ્યાણ થતું નથી એવી સ્મૃતિ રહેવાથી પણ વૈરાગ્ય ઉદાસીનતા અન્ય કાયોંમાં રહેવી ઘટે, તે થાય છે કે નહીં? શાને જ્ઞાની પુરુષો આજ્ઞા કહે છે? શા અર્થે કરે છે? આજ્ઞા પ્રાપ્ત થતાં જીવને કેટલો સપુરુષનો ઉપકાર સમજાવો જોઈએ? તેની નિષ્કારણ કણાને નિત્યપ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સત્પરુષ તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો!”” (બો.૩ પૃ.૩૧૦) ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'. જ્ઞાની પુરુષની આજ્ઞાના ત્રણ પ્રકાર (૧) જ્ઞાનીપુરુષના સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે તે એક પ્રકાર છે. (૨) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષે જેને આજ્ઞા કરી હોય તેની મારફત જીવને આજ્ઞા પ્રાપ્ત થાય, અને (૩) ત્રીજો પ્રકાર - પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કોઈ જીવ આરાઘતો હોય તેની પાસેથી તેનું માહાત્ય સમજી તે આજ્ઞા-આરાધકની પેઠે જે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાઘે છે. આ ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાઘવા અર્થે છે અને ત્રણેથી કલ્યાણ થાય છેજી. પહેલા ભેદનું દૃષ્ટાંત–શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ઘર્મ પામ્યા. બીજા ભેદનું દ્રષ્ટાંત–ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ઘર્મ સંભળાવજો. ત્રીજા ભેદનું વણાગનટવરનું દ્રષ્ટાંત–લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો (કૌરવ-પાંડવો જેવા)ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા–ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો, એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી. ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં હંકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાઘન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ પણ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા, પણ રાજા બચાવ કરી શક્યો નહીં અને મરણ ૬૮ Page #73 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં'..... પમાડે તેવાં તે બાણ જાણી તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘોડાનાં બાણ કાઢી નાખ્યાં, તો તે / પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા છે, સૂઈ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે ભગવાન! હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યા તેમ તે દાસે પણ કર્યું અને બન્નેના દેહ છૂટી ગયા. રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું તેથી વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મોક્ષમાર્ગ આરાઘી તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યો છે તે આત્મા છે તે અર્થે કરવું. ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ” (બો.૩ પૃ.૫૦૦) સ્વચ્છેદે જીવ પ્રવર્તે છે તેથી સદ્ગુરુની આજ્ઞામાં રહેવું અઘરું પડે બળદને જેમ ચીલો કાપવો આકરો પડે છે તેમ સ્વચ્છેદે જીવ પ્રવર્તી રહ્યો છે તેને સદગુરુની આજ્ઞારૂપ નાથ અઘરી પડે છે, પણ તે વિના જીવ અનાથ અને અશરણ છે; અને તે અનાથપણું ટાળવા અનાથી મુનિ સરખા આત્મજ્ઞાન પામેલા સદગુરુનું શરણું અને બોઘ શ્રેણિક મહારાજા જેવાને પણ ગ્રહણ કરવાં પડ્યાં હતાં અને તેવા પુરુષના યોગે જ જીવને પોતાની ભૂલ સમજાય છે. એ અનાદિ ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાઘન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે.” (બો.૩ પૃ.૫૨) સપુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ઘર્મનું કારણ નથી' તત્ ૩ૐ સત્ર “પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ, મોક્ષ થતાં સુધી રહો, આપ પ્રભુની સેવ. વિ.શુભેચ્છા સંપન્ન સાધ્વીજીનો પત્ર મળ્યો. તેમાં તમારા સમાગમથી તેમને સમાધિમરણના સાઘનની જિજ્ઞાસા જાગી છે એમ જણાવે છે. જે જિજ્ઞાસા જાગી છે તે વર્ધમાન થાય તેવું વાંચન, ભક્તિ, સત્સમાગમની તેમને જરૂર છેજી. બારમાં વિહરમાન ભગવાન ચંદ્રાનનનું સ્તવન શ્રી દેવચંદ્રજીનું ચોવીશીમાં છે તે વાંરવાર વાંચી તેમણે અભ્યાસ કરવા જેવું છેજી. તેમાં જણાવ્યું છે – આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ઘર્મ, દંશણ, નાણ, ચારિત્રનો રે, મૂળ ન જાણ્યો મર્મ રે. ચંદ્રાનનટ ૬૯ Page #74 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ઘર્મ પ્રસિદ્ધ, આતમગુણ અકષાયતા રે, ઘર્મ ન જાણે શુદ્ધ રે. ચંદ્રાનન તેમ પુરુષની આજ્ઞા વિનાની ક્રિયા તે ઘર્મનું કારણ નથી. “બાપ થમ્યો કાળા તવો”એવો શ્રી આચારાંગમાં પાઠ છે : જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. તો હવે ઘર્મ કે સમાધિમરણની પ્રાપ્તિની જેને ભાવના છે તેણે પરમ કૃપાળુદેવની આજ્ઞાનું આરાઘન કર્તવ્ય છે. પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનાવતાર ભગવંતે જે આજ્ઞા કરુણાનિધાન શ્રીમદ્ લઘુરાજસ્વામીને જણાવેલી તે જ આજ્ઞા તે સ્વામીશ્રીજીના જણાવવાથી તેમના વિશ્વાસપાત્ર બ્રહ્મચારીએ જણાવવાથી તમને આ જણાવું છું આમ કહી, વીસ દોહરા, ક્ષમાપનાનો પાઠ, યમનિયમ આટલું નિત્યનિયમરૂપે કરવા જણાવશો અને પરમકૃપાળુદેવનો ચિત્રપટ તમારે ત્યાં હોય તેને નમસ્કાર કરવા જણાવી તે મહાપુરુષને સદ્ગુરુ ઘારી તેમની આજ્ઞાએ માત્ર આત્માર્થે સર્વ સદાચાર વ્રત વગેરે કરવા કહેશો. તેમની હાલ અત્યંત ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુમંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જામ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે. બીજેથી મન ઉઠાવી એક પરમકૃપાળુદેવમાં ચિત્ત રાખશો તો એકની ઉપાસનામાં સર્વ જ્ઞાની સમાઈ જાય છે. કોઈની વિરાધના થતી નથી. વીતરાગ દશાને પ્રાપ્ત સર્વ પૂજ્ય છે. એ દ્રઢતા રાખી પ્રેમ ભક્તિ વર્ધમાન થાય તેમ કર્તવ્ય છેજી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુ ઉર બસેં, વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાય દિયે.” લોકરંજનનો માર્ગ મૂકી સમાધિ-મરણની તૈયારી હવે કરવી છે એ લક્ષ રાખી, જે જે સદાચાર, વ્રત, ક્રિયા, ભક્તિ કરશો તે સદ્ગુરુ આજ્ઞાએ ઉપકારી મોક્ષમાર્ગ સાઘક નીવડશેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.” (બો.૩ પૃ.૫૧૫) નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં.” પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “આંખો મીંચી ત્વરિત-ગતિથી જીવ દોડ્યો જ દોડ્યો, ક્યાં જાવું છે? ખબર નથી તે; વેગમાં જેમ ઘોડો; દુઃખો ભારે ચતુર-ગતિમાં ભોગવ્યાં તે વિચારી, આજ્ઞા સાચા ગુરુની પકડો, તો મળી મોક્ષ-બારી. ૨૨ અર્થ – જેમ અજ્ઞાનવશ આંખો મીંચીને ત્વરિત-ગતિથી જડ ક્રિયા કરીને કે શુષ્કજ્ઞાની ૭૦ Page #75 -------------------------------------------------------------------------- ________________ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં’... બની દોડ્યો જ જાય છે. ક્યાં જવું છે? એની ખબર નથી; અર્થાત્ આત્માર્થનો લક્ષ નથી. જેમ વેગમાં ઘોડો દોડે તેમ દોડ્યો જ જાય છે. તેના ફળમાં ચારે ગતિના ભારે દુઃખો ભોગવ્યાં. તે વિચારી હવે સાચાં સગુરુની આજ્ઞાને પકડી રાખી તેની જ આરાઘના કરો, તો તમને મોક્ષમાં પ્રવેશ કરવાની બારી મળી ગઈ એમ જાણજો. -અ.ભા.૧ (પૃ.૨૪૪) વંદું સદ્ગુરુ રાજ અતિ ઉલ્લાસથી રે, અતિ ઉલ્લાસથી રે, રહું આજ્ઞાવશ રોજ, બચુ ભવ ત્રાસથી રે; બચુ ભવત્રાસથી રે, અર્થ – પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં અતિ ઉલ્લાસભાવે કહેતા અત્યંત પ્રેમભાવે હું વંદન કરું છું. તેમની આજ્ઞાને આધીન પ્રતિદિન જો હું રહું તો આ સંસારના જન્મ, મરણ કે આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ભયંકર ત્રાસથી હું બચી જાઉં. ૧ાા -પ્ર.વિ.ભા. ૨ (પૃ.૧) આજ્ઞા વિના ભવ-હેતુ બને વ્રતાદિ મહા! રે, બને વ્રતાદિ મહા! રે, ઉપકરણોનો સમૂહ મેરુ સમ જો અહા! રે, મેરુ સમ જો અહા! રે, “સૌ ભૂત-ભવ-પુરુષાર્થ થયો નિષ્ફળ ખરે! રે, થયો નિષ્ફળ ખરે! રે, તો ય ન ચેતે કેમ? હજી ચેતન અરે! રે, હજી ચેતન અરે! રે. ૨૪ અર્થ - સપુરુષની આજ્ઞા આરાધ્યા વિના અજ્ઞાનીના વ્રત, તપ, જપ, સંયમાદિ સર્વ સંસારના કારણ બને છે. મેરુ પર્વત સમાન ઓઘા મુપતિના ઉપકરણો અનેક ભવોના મળી ઘારણ કર્યા છતાં હજુ સંસારના દુઃખોથી જીવ છૂટી શક્યો નથી. સર્વ ભૂતકાળના ભાવોમાં કરેલા પુરુષાર્થ નિષ્ફળ ગયા છે. તોય હજી આ ચેતન આવો અવસર મળ્યા છતાં કેમ ચેતતો નથી? એ જ આશ્ચર્ય છે. રજા -પ્ર.વિ.ભા. ૨ (પૃ.૧૦) ઢ નિશ્ચય જો થાય તે આજ્ઞા ઉઠાવવા રે, તે આજ્ઞા ઉઠાવવા રે, વિભાવથી મુકાઈ સ્વભાવમાં આવવા રે; , સ્વભાવમાં આવવા રે; તો તેની ભક્તિ યથાર્થ, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તે શાસ્ત્ર બઘાં ભણ્યો રે, તીર્થ કર્યા તેણે સર્વ પુરુષાર્થ જ તે ગણ્યો રે, પુરુષાર્થ જ તે ગણ્યો રે.૧૫ અર્થ :- જ્ઞાની પુરુષની આજ્ઞા ઉઠાવવાનો જો દ્રઢ નિશ્ચય થાય અર્થાત્ વિભાવથી મુકાઈને સ્વભાવમાં આવવાનો જો પુરુષાર્થ થાય તો તેની ભક્તિ યથાર્થ છે. તે બધા શાસ્ત્ર ભણી ગયો. તેણે સર્વ તીર્થની યાત્રા કરી લીધી. કેમકે બધું કરીને પોતાના આત્મસ્વભાવમાં આવવું છે. તેના માટેનો આ બઘો પુરુષાર્થ છે.” I૧પ -..ભા.૧ (પૃ.૬) (શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી) બોઘને વિચારવા માટે જુદા જુદા બેસવાની આજ્ઞા શ્રી ઘોરીભાઈનો પ્રસંગ :-“સંવત્ ૧૯૫રના પર્યુષણમાં રાળજ સોળ દિવસ પરમ ૭૧ Page #76 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કૃપાળુદેવના દર્શનનો લાભ લીધો હતો. શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન શ્રી આનંદઘનજીકૃત ઘણી વખત કહેવરાવતા હતા. ત્યાં એક વખત આહાર લેવા આજ્ઞા કરી હતી. અને ત્યાં સમ્યદર્શનની વ્યાખ્યા કરી તેનું અદ્ભુત સ્વરૂપ સમજાવ્યું હતું. હમેશાં અદ્ભુત બોઘ મળતો હતો. તે વખતે વિચારવા માટે જુદા જુદા બેસવા આજ્ઞા કરતા. પછી પોતે પણ પૂછતા અને જ્યાં ભૂલ પડતી તે વખતે સમજાવતા હતા.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૬૭) પરમકૃપાળુદેવે “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથ વચનામૃતમાં આવેલ પત્રોમાં, મોક્ષમાળામાં, આત્મસિદ્ધિ, પુષ્પમાળામાં કે સાતસો મહાનીતિ વગેરેમાં અનેક આજ્ઞાઓ આપી છે; પણ મેં ગુરુદેવની તે આજ્ઞાઓને એકાંતમાં બેસી વિચારી નથી તો તે ગુરુદેવની આજ્ઞાઓ મારા જીવનમાં કેવી રીતે અચળ થાય, સ્થિર થાય! આપ તણો વિશ્વાસ હૃઢ... “સૌ વ્યવહાર વિશ્વાસે ચાલે, પણ પરમાર્થે પહેલોજી; બહુ બળવાળી શ્રદ્ધા જેની, તે પુરુષાર્થે ઘેલોજી.” અર્થ - જગતમાં સૌ વ્યવહાર વિશ્વાસથી ચાલે છે. જેમ કોઈને પૈસા ઘીરીએ તો વિશ્વાસ છે કે તે પાછા આપશે. તેમ પરમાર્થમાં તો સૌથી પહેલો વિશ્વાસ જોઈએ. જ્ઞાનીપુરષ પ્રત્યે વિશ્વાસ હોય તો જ તેમની વાત માન્ય થાય. જ્ઞાની કહે તું દેહ નહીં પણ આત્મા છું તો તે વાત માન્ય થાય. અને જેની જ્ઞાની પ્રત્યે બહુ બળવાન શ્રદ્ધા હોય, તો તેનો આત્મા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ પણ તેટલો જ બળવાન હોય. જેમ માતા પ્રત્યે બાળકને દ્રઢ વિશ્વાસ છે કે મા જે કંઈ કરે તે મારા હિતને માટે જ હોય તેમ જ્ઞાની પુરુષ પ્રત્યે જેને દ્રઢ વિશ્વાસ હોય તેને જ્ઞાની જે કહે તે સત્ય જ લાગે અને તે મારા કલ્યાણ માટે જ છે, એમ તેને લાગવાથી તેમની આજ્ઞા માન્ય થાય. પણ હે પ્રભુ! આપ પ્રત્યે મને એવો દૃઢ વિશ્વાસ આવ્યો નથી. મને એવો દ્રઢ વિશ્વાસ આવે એવી આપ કૃપા કરો જેથી આપની આજ્ઞા ઉપાસીને આ ભવે મારા આત્માનું કલ્યાણ કરું. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા આવ્યું તેની આજ્ઞા આરાધે તો બઘા વિક્ષેપ મટે જો જ્ઞાનીની યથાર્થ પ્રતીતિ આવી હોય, અને બરાબર તપાસ્યું છે કે “આ સત્પરુષ છે, આની દશા ખરેખરી આત્મદશા છે. તેમ એમનાથી કલ્યાણ થશે જ, અને એવા જ્ઞાનીના વચન પ્રમાણે પ્રવર્તે તો ઘણા જ દોષ, વિક્ષેપ મટી જાય. જ્યાં જ્યાં જુઓ ત્યાં ત્યાં અહંકાર રહિત વર્તે અને તેનું બધું પ્રવર્તન સવળું જ થાય. એમ સત્સંગ, સપુરુષનો યોગ અનંત ગુણનો ભંડાર છે.” (વ.પૃ.૯૯૬) ૭૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ આપ તણો વિશ્વાસ હૃઢ'.... (શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી ) પરમકૃપાળુદેવ યથાર્થ મહાત્મા છે એમ પ્રતીતિ થઈ શ્રી ઝવેરભાઈનો પ્રસંગ –“તે વખતે અમારે પૂ. ઘોરીભાઈ બાપુજીભાઈ, શ્રી ભાદરણવાળાની ઉપર આઘાર, તેથી તેઓશ્રીને માણસ મોકલી અત્રે બોલાવ્યા હતા. સાંજે પધાર્યા હતા. તે વખતે મેં ઘોરીભાઈ સાહેબને કહ્યું કે કોઈ કેવળી ભગવાન જેવા વચન છે, તેવા મહાત્મા આવેલ છે. તો પૂ. ઘોરીભાઈએ કહ્યું કે હું જોયા પછી હા કહીશ. પછી પૂ. ઘોરીભાઈને તેડીને વનક્ષેત્ર ગયો જ્યાં પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા, અને તેમણે પ્રશ્નોત્તર શાસ્ત્રયુક્ત કરેલ તેથી તેમના મનને સંતોષ થયો અને આ યથાર્થ મહાત્મા છે તેમ તેમને પ્રતીતિ થઈ હતી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૬૧) જ્ઞાની પ્રત્યે વૃઢ શ્રદ્ધા થાય તો સાચી ભક્તિ પ્રગટે “જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય.” (વ.પૃ.૭૦૯) જ્ઞાનીના વચન પ્રત્યે શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીઘો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.” (વ.પૃ.૯૬૮) જ્ઞાનીની આજ્ઞા ભક્તિપૂર્વક ઉઠાવવામાં મહાન મહાન પુણ્ય જોઈએ “તથારૂપ (યથાર્થ) આસ (મોક્ષમાર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા) પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે, તેનું ઓળખાણ થવામાં મહત્ પુણ્ય જોઈએ છે, અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ મહત્ પુણ્ય જોઈએ છે; એવાં જ્ઞાનીનાં વચન છે, તે સાચાં છે, એમ પ્રત્યક્ષ અનુભવાય એવું છે.” (વ.પૃ.૧૦૨) (શ્રી પોપટલાલ ગુલાબચંદના પ્રસંગમાંથી) જ્ઞાનીનું ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ હોત શ્રી મોતીભાઈનો પ્રસંગ -“ત્યાં સાણંદવાળા એક ભાઈ ઘણા ભાગે તેનું નામ મોતીભાઈ હતું. તેઓ આણંદ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તે વખતે સવારે Page #78 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પરમકૃપાળુદેવ બોધ દેતા હતા. તે માણસ ચૌદ પ્રશ્નો પૂછવા ધારીને ઉતારો કરીને લાવ્યા હતા. તે પ્રશ્નોનો ઉતારો તેઓની પાઘડીમાં ખોસેલો હતો. તે વખતે તે ઘણીએ પ્રશ્નો પૂછ્યા નહોતા અને પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં તેઓના ચૌદ પ્રશ્નોનો ખુલાસો કર્યો હતો જેથી તેઓના મનનું સારી રીતે સમાધાન થયું હતું. તેથી તે માણસ ઊભો થઈને પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડી બોલ્યો કે આપ પ્રભુ છો વગેરે ઘણી જ સ્તવના કરી હતી. ત્યારબાદ તેઓ બેઠા હતા, પણ તેઓના મનમાં એમ આવ્યું કે આ પુરુષ ગૃહસ્થાવાસમાં છે માટે નમસ્કાર કેમ થાય? એવું એના મનમાં આવતાં પરમકૃપાળુદેવે તેઓને કહ્યું કે તમારા નમસ્કાર અમારે જોઈતા નથી, તેમ તેનો કાંઈપણ પૈસો ઊપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવુંમનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાખવાના છે વગેરે ઘણો બોધ કર્યો હતો. તે પરથી તે માણસને એવો દૃઢ વિચાર થયો કે આ પુરુષ મહાત્મા પુરુષ છે એ નિઃસંશય છે, કારણકે મારા મનમાં ઊગેલા વિચારો પણ જણાવી દીધા, તેમજ પ્રશ્નો પૂછવાની વાત પણ મારા મનમાં જ હતી તેનું પણ સમાઘાન કર્યું; તે પરથી એવો દૃઢ વિશ્વાસ થયો કે આ પુરુષ અવધિજ્ઞાની પુરુષ છે એમ લાગ્યું હતું. આ મોતીભાઈએ શ્રી આત્મસિદ્ધિ છપાવવા રૂા. ૩૦૦/અર્પણ કર્યા હતા.’’ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૦૮) સંયમથી પતિત ઠેકાણે આવે પણ શ્રદ્ધાથી પતિત ઠેકાણે ન આવે ‘ચારિત્રમોહનો લટક્યો તે ઠેકાણે આવે છે, પણ દર્શનમોહનો પડ્યો ઠેકાણે આવતો નથી. કારણ, સમજવા ફેર થવાથી કરવા ફેર થાય છે. વીતરાગરૂપ જ્ઞાનીનાં વચનમાં અન્યથાપણું હોવાનો સંભવ જ નથી. તેના અવલંબને રહી સીસું રેડ્યું હોય એવી રીતે શ્રદ્ધાને ઓઘે પણ મજબૂત કરવી. જ્યારે જ્યારે શંકા થવાનો પ્રસંગ આવે ત્યારે જીવે વિચારવું કે તેમાં પોતાની ભૂલ જ થાય છે. વીતરાગ પુરુષોએ જ્ઞાન જે મતિથી કહ્યું છે, તે મતિ આ જીવમાં છે નહીં; અને આ જીવની તિ તો શાકમાં મીઠું ઓછું પડ્યું હોય તો તેટલામાં જ રોકાઈ જાય છે. તો પછી વીતરાગના જ્ઞાનની મતિનો મુકાબલો ક્યાંથી કરી શકે? તેથી બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.” (વ.પૃ.૬૭૪) સાચા સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા એ જ સમકિત “દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવળીનો પ્રરૂપેલો, એ ત્રણેની શ્રદ્ધાને જૈનમાં સમ્યક્ત્વ કહ્યું છે. માત્ર ગુરુ અસત્ હોવાથી દેવ અને ધર્મનું ભાન નહોતું. સદ્ગુરુ મળવાથી તે દેવ અને ઘર્મનું ભાન થયું. તેથી સદ્ગુરુ પ્રત્યે આસ્થા એ જ સમ્યક્ત્વ. જેટલી જેટલી આસ્થા અને અપૂર્વપણું તેટલું તેટલું સમ્યક્ત્વનું નિર્મળપણું સમજવું. આવું સાચું સમ્યક્ત્વ પામવાની ઇચ્છા, કામના સદાય રાખવી. (વ.પૃ.૬૮૬) ૭૪ Page #79 -------------------------------------------------------------------------- ________________ આપ તણો વિશ્વાસ દૃઢ'.... (શ્રી ગાંડાભાઈ ભાઈચંદ ખંભાતના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવ પ્રત્યે વૃઢ વિશ્વાસ તેથી તેમની કરેલી આજ્ઞાથી પરમસંતોષ શ્રી ગાંડાભાઈનો પ્રસંગ :-“ત્યારબાદ સંવત ૧૯૫૪ની સાલમાં કૃપાનાથ શ્રી વસો પઘારેલા. તે સમાચાર સાંભળી હું ત્યાં ગયો હતો. અંતરથી એમ થાય કે તેમની અહોરાત્ર વાણી સાંભળું અને સેવામાં જ રહ્યું. બોઘ સાંભળવાથી મારું મન ઘણું જ રાજી હતું. ત્યાં મેં કૃપાનાથને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે “તારે મોક્ષમાળા, ભાવનાબોઘ વાંચવા. તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હંમેશાં “બહુ પુણ્ય કેરા’ નો પાઠ વિચારવો તથા પરમગુરુ”એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હંમેશાં થોડો વખત પણ નિયમમાં બેસવું.” આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો હતો.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૨૭) આપ તણો વિશ્વાસ વૃઢ'... ઉપદેશામૃત' માંથી : આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ તો બધું જ સવળું “આટલા બઘા બેઠા છે, પણ કોઈએ એકાંતમાં બેસીને નક્કી કર્યું છે? શ્રદ્ધા કરી છે? શ્રદ્ધાવાળો ઘનવંત છે. તેનું કામ થશે. એક શ્રદ્ધા દૃઢ કરી હોય તો બધું સવળું થઈ જાય. આત્માના સ્વરૂપની શ્રદ્ધા થઈ ગઈ હોય તો તેનું બધું જ સવળું થઈ જાય છે.” (ઉ.પૃ.૩૯૭) (પંડિત લાલનના પ્રસંગમાંથી -). કૃપાળુદેવમાં આવી વૃઢ શ્રદ્ધા-વિશ્વાસ હોય તો અવશ્ય મોક્ષ થાય, પંડિત લાલનનો પ્રસંગ – “કૃપાળુદેવે જે માર્ગ કહ્યો છે, તેમાં આપણે અડગ શ્રદ્ધા કેળવીએ. ગુરુદેવમાં જેમ જેમ શ્રદ્ધા વધતી જાય તેમ તેમ આપણો ઉદ્ધાર નજીક છે. તે શ્રદ્ધા કેવી જોઈએ? ગૌતમસ્વામીને મહાવીર પ્રત્યે જેવી શ્રદ્ધા હતી, લઘુરાજસ્વામીને કૃપાળુદેવ પ્રત્યે જેવી શ્રદ્ધા હતી તેવી શ્રદ્ધા, તેવો પ્રેમ જોઈએ. શ્રી ગૌતમસ્વામીનું દૃષ્ટાંત - એક વખત ગૌતમસ્વામી, પ્રભુ મહાવીરને પૂછે છે : “પ્રભુ! હું જે જે સાધુઓને દીક્ષા આપું છું તેને કેવળજ્ઞાન થઈ જાય છે, અને મને કેમ નથી થતું?” ભગવાન જવાબ આપે છે કે ગૌતમ, તને કેવળજ્ઞાન જરૂર થાય, પણ મારા ઉપર રહેલો રાગ તું છોડે ત્યારે. ગૌતમસ્વામી નમ્રતાપૂર્વક જવાબ આપે છે કે પ્રભુ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તો તમે જ મોક્ષ છો, કે જેના પ્રતાપે મને ઘર્મ સૂઝયો. મેં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા, આથી મારી ગતિ તો નરકમાં જ હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહીં સાથે સાચો ઘર્મ પણ બતાવ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન થતું હોય તો તે મારે નથી જોઈતું. ૭૫ Page #80 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન ગુરુદેવમાં એવી શ્રદ્ધા એ નૌકા સમાન છે. એ નૌકામાં (આત્મસિદ્ધિના / ૧૪૨ દોહારૂપી નૌકામાં) આપણે બેઠા છીએ. એ કમાનરૂપી ગુરુદેવમાં શ્રદ્ધા રાખો, એ જરૂર ઘારેલે સ્થળે મોક્ષ પહોંચાડશે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૧૮) સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે “શ્રદ્ધા. સદ્ધ પરમ ઉર્દી - ભગવાનનું વચન છે. કેડ બાંધીને તૈયાર થઈ જઈ, નાચીકૂદીને પણ એક શ્રદ્ધા પકડ કરી દો. પછી જપ, તપ, ત્યાગ, વૈરાગ્ય બધું થશે. સૌથી પહેલી શ્રદ્ધા. એ બહુ મોટી વાત છે. મહાભાગ્ય હશે તેને તે થશે.” (ઉ.પૃ.૩૯૦) મુખ્યત્વે શીલ પાળી આત્માની શ્રદ્ધા દૃઢ કરવી. સર્વત્ર આત્મા જોવો મુખ્ય વાત સત્ અને શીલ પાળી શ્રદ્ધા દ્રઢ કરવી. દોરડું હાથ આવે તો કૂવામાંથી બહાર નીકળાય. માટે શ્રદ્ધારૂપી દોરડું પકડ્યું તે હાથમાંથી ક્ષણવાર પણ છૂટવા ન દેવું - વિસ્મૃતિ ન કરવી. શ્રદ્ધા કોની કરવી? ક્યાં કરવી? ઘરઘરનાં સમકિત છે કે નહીં. પણ ખરા જ્ઞાની બતાવે તે જ પકડ કરી લેવી. તો જ આ ત્રિવિધ તાપથી છુટાય. “સદ્ધ પરમ કુર્જહાં' “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય.” એ લક્ષમાં રાખવું. અને આજ્ઞાને વિચારી આરાઘવી, સર્વત્ર આત્મા જોવો. સદ્વર્તન આચરવું.” (ઉ.પૃ.૪૨૫) સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. પણ યોગ્યતાની કચાશ છે “મુમુક્ષુ-શ્રદ્ધા તો અત્રે છે તે બઘાને છે. પ્રભુશ્રી–બઘાને શ્રદ્ધા છે તો મોક્ષ પણ બઘાનો છે. શ્રદ્ધા સાચી જોઈએ. મુમુક્ષુ–સાચી શ્રદ્ધા કોને કહેવી? પ્રભુશ્રી–જેવો જ્ઞાનીએ આત્મા જામ્યો છે તેવો મારો આત્મા છે, તે માટે માન્ય છે, અને હું તો જ્ઞાનીનો દાસ છું, એમ સાચા જ્ઞાનીની શ્રદ્ધા થાય તેનો મોક્ષ થાય જ. ઘણા જીવોનો ઉદ્ધાર થઈ જશે. હજુ એક પણ નમસ્કાર કર્યો નથી. એક વાર પણ દર્શન કર્યા નથી. બોઘ સાંભળ્યા છતાં હજી સાંભળ્યો નથી. યોગ્યતાની કચાશ છે. યોગ્યતા આધ્યે જ્ઞાની બોલાવીને આપી દેશે. આત્મા તો જ્ઞાની જ આપશે. દ્રષ્ટિ ફરે તો બીજાં જ જણાય; જગત આત્મારૂપ જોવામાં આવે. ચર્મચક્ષુએ જણાય છે તે પર્યાયવૃષ્ટિ છે. જ્ઞાનચક્ષુ આત્રે આત્મા જોવાય.” (ઉ.પૃ.૩૫૯) શાસ્ત્ર વાંચનથી શ્રદ્ધાને પોષણ મળી આત્મા ઓળખવાની તીવ્રતા જાગે છે “સપુરુષ ઉપર શ્રદ્ધા થાય, શાસ્ત્રના વાંચનથી તે શ્રદ્ધાને પોષ મળે અને આત્મા ઓળખવા જીવને તીવ્રતા જાગે ત્યારે પુરુષના બોઘે એવી શ્રદ્ધા થાય કે આ આત્માનું સ્વરૂપ છે. એટલે જ્ઞાનીને આત્માની શ્રદ્ધા છે તેવી શ્રદ્ધા થાય તે સમ્યકત્વ છે.” (ઉ.પૃ.૩૩૮) ૭૬ Page #81 -------------------------------------------------------------------------- ________________ આપ તણો વિશ્વાસ દૃઢ'.... (શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી ) પરમકૃપાળુદેવમાં શ્રદ્ધા કરી બોઘ અનુસાર પુરુષાર્થ કરે તો કેવળજ્ઞાન થાય શ્રી ઘોરીભાઈનો પ્રસંગ - “સં.૧૯૫૨ની સાલમાં શ્રી મોક્ષમાળા વાંચવાથી પરમકપાળદેવ વિષે ભાવના જન્મી અને તે પુરુષને મળવાની જિજ્ઞાસા ઊપજી. તેમજ પૂજ્યશ્રી અંબાલાલભાઈ પાસે સારી પેઠે વાત સાંભળવાથી વિશેષ પ્રતીતિ થઈ. તેમનો બોઘ સાંભળતાં આત્માના પ્રદેશ પ્રદેશ રોમેરોમમાં તે પ્રસરી જતો. તેમનો એવો બોધ મળેલ છે કે જો ખરેખર વિચારી તેવો પુરુષાર્થ કરીએ તો કેવળજ્ઞાન ઊપજે!” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૪૬) આત્મામાં આત્મબુદ્ધિ તે સમ્યક્ શ્રદ્ધા. પરમાં સુખબુદ્ધિ તે વિપરીત શ્રદ્ધા “સદ્ધ પરમ કુહા’ “શ્રદ્ધા બે પ્રકારે છે : એક સમ્યગુ શ્રદ્ધા અને બીજી વિપરીત શ્રદ્ધા. સંસારમાં સુખ છે એવી માન્યતા, તથા દેહ, સ્ત્રી, પુત્ર, ગૃહ, ઘન, ઘાન્ય, રોગ, શોક, ક્લેશ, ક્રોધ, માન આદિ પરમાં હું અને મારાપણાની શ્રદ્ધા, માન્યતા એ સંસારની વિપરીત શ્રદ્ધા છે. તે ફરીને “છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ” એવી શ્રદ્ધા થાય તે પરોક્ષ શ્રદ્ધા છે. દેહ, સ્ત્રી, પુત્ર વગેરે મારાં નથી, રોગ આદિ મને નથી; હું માત્ર જ્ઞાતા-દ્રષ્ટા, જોનાર-જાણનાર, સર્વથી ભિન્ન, અવિનાશી, જ્ઞાનીએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું - એ પરોક્ષ શ્રદ્ધા.” (ઉ.પૃ.૩૪૭) સમ્યકુશ્રદ્ધાના બે ભેદ – પ્રત્યક્ષ શ્રદ્ધા અને પરોક્ષ શ્રદ્ધા પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો જીવ કોઈ સ્ત્રી, પુરુષ કે પદાર્થ ભાળે ત્યાં પ્રથમ આત્મા જુએ છે; પછી પર દ્રવ્ય જુએ છે. જેમકે, શ્રેણિક તે આત્મા છે તેવો પહેલો લક્ષ રાખી, શ્રેણિક “રાજા', ચેલણા રાણી', રાજગૃહી નગરી” વગરે વર્ણન કરે છે. પરોક્ષવાળો પહેલાં દ્રશ્ય પદાર્થને જુએ છે. પછી વિચાર કરી, ‘દ્રશ્ય અને આત્મા જુદા છે', એમ ભેદ પાડે છે. પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય તેને પ્રત્યક્ષ શ્રદ્ધા છે. આ બન્નેની શ્રદ્ધા સભ્યશ્રદ્ધા છે.” (ઉ.પૃ.૩૪૭) કહેવા માત્ર પરોક્ષથી કામ થાય નહીં, વેદનીય આદિ પ્રસંગે કસોટી થાય. પરોક્ષ શ્રદ્ધાવાળો દ્વારની બહાર ઊભો છે; પ્રત્યક્ષ શ્રદ્ધાવાળો અંદર પ્રવેશ્યો છે. પરોક્ષવાળો પગલું મૂકે તો અંદર, પ્રત્યક્ષમાં પ્રવેશે. પરોક્ષના ઘણા ભેદ છે. કહેવામાત્ર પરોક્ષથી કામ થાય નહીં. પરોક્ષ શ્રદ્ધાવાળાને રોગ, વેદનીય આદિ પ્રસંગોમાંથી કસોટી થાય છે. તેને પ્રસંગે પરોક્ષ શ્રદ્ધા બળવાન રહે અને ઉપયોગ જાગૃત રહે કે હું આ વેદનીય આદિનો માત્ર જ્ઞાતા-દ્રષ્ટા ૭૭ Page #82 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન છું, આકાશ અને ભૂમિને જેટલું છેટું છે તેટલું રોગાદિને અને મારે છેટું છે, તે મારા આત્માથી ભિન્ન છે; એવું ભેદજ્ઞાન ત્યાં બળવાન થાય ત્યારે પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવે છે.” (ઉ.પૃ.૩૪૭) શ્રદ્ધા એ મહા બળવાન વસ્તુ છે. તે જેને થઈ તેના હજારોભવ નાશ પામી જશે “આખો સંસાર ત્રિવિઘ તાપથી બળી રહ્યો છે. સર્વ જીવો જન્મમરણાદિ દુઃખમય પરિભ્રમણમાં રખડી રહ્યા છે. ત્યાં હવે શું કરવું? તેમાંથી બચવા શું કરવું? ૧. મુમુક્ષુ–સત્સંગ. ૨. મુમુક્ષુ–સપુરુષની ભક્તિ. ૩. મુમુક્ષુ–સપુરુષના આશ્રયે વાસનાનો ક્ષય કરવાનો પુરુષાર્થ. ૪. મુમુક્ષુ–આત્માનો નિશ્ચય કરી લેવો. ૫. મુમુક્ષુ–બાહ્ય અને અંતર પરિગ્રહને ત્યાગી જ્ઞાનીના ચરણમાં વાસ કરવો. ૬. મુમુક્ષુસદ્ગુરુએ આપેલું સ્મરણ તેમાં આત્માને જોડેલો રાખવો. પ્રભશ્રી–અપેક્ષાએ આપ સર્વેનું કહેવું યોગ્ય છે. અને આપ સર્વ જે પ્રમાણે બોલ્યા છો તે પ્રમાણે કરશો તો કલ્યાણ થશે. પરંતુ સર્વથી મોટી વાત એક જ છે. તે અનંતા જ્ઞાનીઓએ કહેલી કહીશું, તે અમને પણ સંમત છે. “સા પરમ કુદ્દા' સહુરુષની શ્રદ્ધા એ સર્વથી મોટામાં મોટી વાત એક જ છે. જો તે થઈ ગઈ તો જપ, તપ, ભક્તિ કંઈ ન થાય તો પણ ફિકર નહીં. શ્રદ્ધા એ મહા બળવાન છે. શ્રદ્ધા છે ત્યાં જપ, તપ, ભક્તિ આદિ સર્વ છે જ. માટે એક શ્રદ્ધા આ ભવમાં અવિચળ કરી લેવી. આ એક પકડ કરી લેશો તો કામ થઈ જશે. હજારો ભવ નાશ પામી જશે. દેવગતિ થશે. અનુક્રમે મોક્ષ થશે.” (ઉ.પૃ.૩૭૩) યક્ષની વાત જેણે દૃઢ વિશ્વાસથી પકડી રાખી તે બચી ગયો જિનરક્ષિત અને જિનપાલિતનું દૃષ્ટાંત – “એક ઘનાઢ્ય શેઠને જિનરક્ષિત અને જિનપાલિત એમ બે દીકરા હતા. તે મોટી ઉંમરના થયા. ત્યારે વેપાર કરી સ્વાવલંબનથી ઘન કમાઈ આત્મસંતોષ મેળવવા ઇચ્છા થતાં માતાપિતાના પ્રેમ અને ઘેર રહેવાના આગ્રહને અવગણી હઠ કરી પરદેશ ગયા. ઘણો માલ ભરી, વહાણ દૂર દેશમાં લઈ જઈ વેચી ત્યાંથી મસાલા વગેરે ઉત્તમ વસ્તુઓ ખરીદી. પાછા દેશમાં આવા નીકળ્યા. રસ્તામાં તોફાનથી વહાણ ભાંગી ગયાં. પણ એક બેટ ઉપર બન્ને આવી ચઢ્યા. ત્યાં એક રયણાદેવી રહેતી હતી. તેણે બન્નેને લલચાવી પોતાને સ્થાને રાખ્યા. ઘણા વિલાસમાં તેમને મગ્ન કરી દીધા. ઘર પણ ન સાંભરે તેમ તેમના ઉપર કૃત્રિમ પ્રેમ દર્શાવી વિષયસુખમાં લીન કરી દીધા. એક દિવસ ઇન્દ્રની આજ્ઞા મળતાં તેને સમુદ્ર સાફ કરવા જવાનું કામ આવી પડ્યું. એટલે તે બન્ને ભાઈઓને કહ્યું કે ખાસ કામ અર્થે મારે ત્રણ દિવસ જવાનું છે. પણ તમને અહીં કંઈ અડચણ પડવાની નથી; જ્યાં બેટમાં ફરવું હોય ત્યાં ૭૮ Page #83 -------------------------------------------------------------------------- ________________ ‘આપ તણો વિશ્વાસ દૃઢ’..... ફરવું, પણ એક ઉત્તર દિશામાં ન જવું. એમ કહી તે કામે ચાલી ગઈ. બન્ને ભાઈઓ બધે ફરીને બાગ આદિ સ્થળો જોઈ રહ્યા એટલે ઉત્તર તરફ જવા નિષેધ કરેલો તેથી જ ખાસ જિજ્ઞાસા થઈ કે જોઈએ તો ખરા ત્યાં શું છે. એમ ધારી તે દિશામાં ચાલ્યા. ત્યાં હાડકાં આદિ દુર્ગંધી પદાર્થોના ઢગલા જણાયા. દૂર જતાં એક માણસને શૂળી ઉપર ચઢાવેલો હતો તેથી બૂમો પાડતો હતો, તેની પાસે તે બન્ને પહોંચી ગયા, તેનો અંત નજીક જણાતો હતો. ke G તે બન્નેએ પૂછ્યું, “આપનું અમે શું હિત કરીએ ?’’ તેણે કહ્યું “ભાઈ, હું હવે મરણની નજીક છું, તેથી બચી શકું તેમ નથી. પણ તમારી આવી જ દશા થનારી છે. તમારી પેઠે મેં બહુ વિલાસ એ રયણાદેવી સંગે ભોગવ્યા, પણ તેને દરિયો સાફ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે તમે તેને મળી ગયા એટલે મારી આ દશા તેણે કરી. હાલ તે નથી એટલે જ તમે આ પ્રદેશમાં આવ્યા લાગો છો. બીજા કોઈ મળતાં તમે પણ શૂળીના ભોગને પ્રાપ્ત થશો.” આ સાંભળી બન્નેએ તેને હાથ જોડી વિનંતિ કરી કે કોઈ ઉપાય અમારા છુટકારાનો હોય તો કૃપા કરી જણાવો. તેણે કહ્યું કે દરિયા કિનારે એક યક્ષ રહે છે, તે દ૨૨ોજ બપોરે પોકારે છે કે કોને તારું, કોને પાર ઉતારું? તે વખતે તેનું શરણ ગ્રહણ કરી, “આપ ગમે તે કહેશો તે મારે માન્ય છે, પણ મને બચાવો અને અમારે ૭૯ Page #84 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન દેશ પહોંચાડો.” આમ કહેવાથી તે મચ્છનું રૂપ ઘારણ કરી તમને પીઠ પર બેસાડશે અને સૂચના આપશે તે પાળશો તો સાગર ઓળંગી સ્વદેશ પહોંચશો. આ ઉપાય અજમાવવા તે બીજે દિવસે ગયા. યક્ષને વિનંતી કરી ત્યારે તેણે કહ્યું કે તમને લલચાવવા રયણાદેવી આવશે પણ તેના સામું પણ જોશો નહીં. જે તેના પ્રત્યે પ્રેમવંત બની લલચાશે તેના મનને જાણી લઈ હું પીઠ ઉપરથી ઉછાળી તેને દરિયામાં નાખી દઈશ. બન્નેએ એક તરવાના લક્ષથી તેની શરત કબૂલ કરી. ત્યાં તો તે મચ્છ થઈ કિનારે આવ્યો એટલે બન્ને તેની પીઠ ઉપર બેસી ગયા અને સપાટાભેર દરિયો કાપવા લાગ્યા. - ત્રીજે દિવસે રયણાદેવી આવી ત્યારે તેમને ઘેર દીઠા નહીં તેથી જાણી ગઈ કે તેમને કોઈ ભેદી મળ્યો છે. તેથી તેમની શોધમાં તે દરિયામાં ચાલી અને આકાશમાં રહીને વિલાપ કરતી બન્નેને વીનવવા લાગી. જિનરક્ષિત ગંભીર અને સમજુ હતો. તે તો તેના તરફ પીઠ દઈને બેઠો, ગમે તેવા ચાળા કે વિનવણી કરે તેની કાળજી કરી નહીં. મરણરૂપ જ તેની કપટજાળ તે લેખતો. તે તો નહીં જ ફસાય એમ ખાતરી થવાથી તે હવે માત્ર જિનપાલિતનું નામ દઈ વારંવાર કહેવા લાગી : “મેં તમને શું દુઃખ દીધું છે? મારા સામું જરા જોવાથી મને આશ્વાસન મળશે. પૂર્વની વાત સંભારી કૃપા કરી મારો સ્નેહ યાદ કરો, આવા નિષ્ફર ન થાઓ; અબળા ઉપર દયા લાવો.” એવા વચનોથી નાનો જિનપાલિત લલચાયો, “બિચારી આટલું કલ્પાંત કરે છે તો તેના સામું જોવામાં શો દોષ છે?” એમ કરી જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં યક્ષે તેને ઉછાળી નાખી દીઘો કે તરત તેની નીચે ત્રિશુલ મૂકી દેવીએ તેના ત્રિશૂલથી કટકેકટકા કરી દરિયામાં નાખી દીઘો. પણ જિનરક્ષિત લલચાયો નહીં, તે સ્વદેશ પહોંચી ગયો. આ ઉપરથી બોઘ લેવાનો કે જગતની માયા, પુદુ ગલ અનેક રીતે ભોળવી તેની પ્રીતિ માં આ આત્માને ફસાવે છે; પણ પોતે ન ઠગાતાં, * એક મારો આત્મા - જ સાચો છે એમ - જાણી, તેને જ - ખરો માનવો. E ફ જી . 2. PI lh || '' ૮૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ “આપ તણો વિશ્વાસ દૃઢ’.... બાકી સર્વ માયા છે. દેહાદિ પરવસ્તુમાં મોહ ન કરવો.” (ઉપદેશામૃત પૃ.૧૯૭) મારા ગુરુએ કહ્યું તે મને માન્ય એવી અડગ શ્રદ્ધા રાખવી “કંઈ ન સમજાય તો મારા ગુરુએ કહ્યું તે માટે માન્ય છે, એમ ઉપયોગ રાખવો. અંજન આદિ ચોર મહાપાપના કરનારાઓનો પણ તે શ્રદ્ધાથી ઉદ્ધાર થયો હતો; માટે વચન પ્રત્યે અડગ પ્રતીતિ રાખવી.” (ઉ.પૃ.૪૯૨) - પરમ પુરુષની શ્રદ્ધા આવી તેનો અવશ્ય મોક્ષા રસ્તે ચડવા માટે પરમ પુરુષની શ્રદ્ધાની જરૂર છે. જેને તે આવી તેનો અવશ્ય મોક્ષ થશે. ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થવાનું છે. એમાં કંઈ પૈસાની કે પદવીની જરૂર નથી, માત્ર શ્રદ્ધા કરવાની જરૂર છે. જે તેમ કરશે તે ગમે તેવો હશે તો પણ ઉત્તમ પદ પામશે. મેં નથી જાણ્યો તો મેં માન્યા છે તે પુરુષે તો આત્મા જાણ્યો છે એટલી પ્રતીતિ પણ બહુ લાભકારી છે.” (ઉ.પૃ....) પરમકૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને જ મારું સર્વસ્વ માનું “શ્રદ્ધા એવી દ્રઢ કરવી કે હવે હું કોઈ બીજાને ન માનું. મારો આત્મા જે જ્ઞાનીએ જોયો છે તેવો જ છે. મેં જોયો નથી; પણ જ્ઞાનીએ જોયો છે. તેમની આજ્ઞાએ મને ત્રિકાળ માન્ય છે. તે જ્ઞાની એ પરમ કૃપાળુ સદ્ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ છે; તે મને સદા કાળ માન્ય હો. હવે તે જ મારું સર્વસ્વ માનું. તેમના સિવાય બધું પર માનું.” (ઉ.પૃ.૪૪૫) (૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ જુનાગઢથી લખેલા પત્રમાંથી ) એક પરમકૃપાળુદેવની અખંડ શ્રદ્ધાથી આત્માનું સુખ અનુભવે છે “અત્રે કોઈ અદ્ભુત વિચારો અને આત્મિક સુખ અનુભવમાં આવે છે તે કહી શકાતું નથી. અનંત શક્તિ છે, સિદ્ધિઓ છે, પૂર્વભવ પણ જણાય છે, આનંદ આનંદ વર્તે છે, એક જ શ્રદ્ધાથી! કહ્યું-લખ્યું જાતું નથી. આપના ચિત્તને શાંતિ થવાનો હેતુ જાણી જણાવ્યું છે, કોઈને જણાવવાની જરૂર નથી.” (ઉ.પૃ.૧૬) આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માન્ય, એવી શ્રદ્ધા રાખશે તેનું કલ્યાણ “આત્મા ત્રણ લોકમાં સાર વસ્તુ છે. આત્મા શા વડે ગ્રહાય? ઉપયોગ વડે ગ્રહાય. આત્મા જ્ઞાનીએ જાણ્યો તે માટે માન્ય છે. આ શ્રવણ, બોઘ પ્રત્યે અવિચલ શ્રદ્ધા રહેશે તેનું કલ્યાણ છે.” (ઉ.પૃ.૪૯૨) સપુરુષનો બોઘ વારંવાર સાંભળે તો શ્રદ્ધા, વિશ્વાસનો રંગ ચઢે “મનુષ્યભવ પામીને કર્તવ્ય છે રંગ વિશ્વાસનો, પ્રતીતિનો, શ્રદ્ધાનો, આસ્થાનો; તેમાં જ તણાઓ. કોઈ કપડાને રંગમાં બોળે, બે, ચાર, પાંચ, આઠ વખત બોળે ત્યારે રંગે રંગ ચઢતો જાય છે. એક વખત બોળવાથી રંગ નથી ચઢતો, વઘારે બોળાય તો ચઢે છે. માટે વાત સાંભળો, ૮૧ Page #86 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન 'E ફરી ફરીને સાંભળો. કહેવાનું કે જેને બહુ શ્રદ્ધા પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ આવી છે તેનું કામ થશે. સૌને વિશ્વાસ, પ્રતીતિ અને શ્રદ્ધાનું કામ છે.” (ઉ.પૃ.૧૯૬) જ્ઞાની પુરુષના વચનમાં વિશ્વાસ રાખવો એ સુખદાયક માર્ગ છે ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ એક સુખદાયક માર્ગ છે. જેનો દ્રઢ વિશ્વાસ હોય છે, તે દુઃખી હોતો નથી. અથવા દુઃખી હોય તો દુઃખ વેદતો નથી. દુઃખ ઊલટું સુખરૂપ થઈ પડે છે.” (વ.પૃ.૨૨૪) આવી સ્પષ્ટ વાત હોવા છતાં હે પ્રભુ! આપનો મને દ્રઢ વિશ્વાસ નથી. આપ તણો વિશ્વાસ હૃઢ... (શ્રી મોહનલાલજી મહારાજનો પ્રસંગ ) પરમકૃપાળુદેવના ચરણસ્પર્શથી બઘી શંકાઓનું સમાઘાના શ્રી મોહનલાલજી મુનિનો પ્રસંગ - “મુનિ મોહનલાલજીને પ્રશ્ન ઊઠ્યો કે પરમકૃપાળુદેવની પરમ નિગ્રંથદશા માનીએ છીએ અને આવી ઉપાથિમાં રહે છે, તેનો ઉત્તર નહીં મળવાથી દેહત્યાગ કરવાના વિચાર સુધી મુંઝવણ થયેલી તે પરમકૃપાળુદેવના ચરણસ્પર્શ કરતાં બઘાં કલંકો સમાઈ ગયા. અને અપૂર્વ શાંતિ પ્રસરી ગઈ. તેમજ દેહથી જેમ વસ્ત્ર ભિન્ન છે તેમ આત્મા અને દેહનું ભિન્નત્વ કૃપાળુદેવ વિષે ભાસ્યું. Page #87 -------------------------------------------------------------------------- ________________ “આપ તણો વિશ્વાસ દ્રઢ’...... એવો પ્રત્યક્ષ સન્દુરુષનો અતિશય છે કે જેના દર્શન માત્રથી મિથ્યાત્વાદિ fe | દોષો નાશ પામે છે. પોતે પઘાર્યા તેવા જ મારા અંતઃકરણમાં જે શલ્ય સાલતું ) હતું તે વિષે વગર પૂછ્યું અંતરજામીએ કૃપા કરી જણાવ્યું કે જીવોએ જ્ઞાનીપુરુષની ઓળખાણ અનાદિકાળથી બાહ્યવૃષ્ટિએ કરેલ છેજ્ઞાનીનું સ્વરૂપ જે જ્ઞાનવૃષ્ટિએ સમજવું જોઈએ તે સમજાવી શલ્ય છેદક અપૂર્વ બોઘ કર્યો હતો.” -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧માંથી (પૃ.૪૫) ડાહ્યા ન થવું. લોકો પોપટને પાંજરામાં પૂરે કેમકે ડાહ્યો થવા જાય છે રત્ન વાણિયાનું દૃષ્ટાંત - “એક વાણિયો હતો તે પરદેશમાં બહુ ઘન કમાયો હતો. પછી તેને વતન (ઘર) જવું હતું. ત્યાં રસ્તામાં ઠગારું પાટણ આવે તો ઘન કેમ લઈ જવું એ વિચારવા લાગ્યો. પછી તેણે બધું ઘન આપીને ત્રણ રત્નો ખરીદ્યાં. તે લઈને ચાલ્યો. ઠગારું પાટણ આવ્યું તેમાં બઘા ઠગ ને લૂંટારા. તેમાં થઈને જવાનું હતું તેથી રત્નો ઝાડની બખોલમાં સંતાડી ભિખારીનો વેષ લઈ ગામમાં થઈ જા આવ કરે અને મોટેથી બોલે કે રત્નવાણિયો જાય છે, રત્નવાણિયો જાય છે! ઠગોએ પકડ્યો પણ રત્ન મળ્યાં નહીં. લોકોએ જાણ્યું કે આ તો ગાંડો છે. એક દિવસ તે ત્રણ રત્ન લઈને જવા લાગ્યો અને રોજની જેમ બોલતો ગયો, પણ લોકો કહે, એ તો ગાંડો છે. ( IN UT 4 A & -હી ૮૩ Page #88 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન % {É 3 ડાહ્યા ન થવું. જ્ઞાનીએ કહ્યું તે લક્ષમાં રાખવું. એક મંત્ર મળ્યો તો તેની પાછળ પડવું, ગાંડા થઈ જવું. આત્માનું હિત 4 કરવું છે. લોકો કાગડાને પાંજરામાં નથી પૂરતા; પોપટને પાંજરામાં કેમ પૂરે છે? ડાહ્યો થવા જાય છે - - તેથી. ડહાપણ દેખાડવું નથી, તેમ માનવું પણ નથી. જ્ઞાનીએ કહ્યું તે એક સાચું જ્ઞાની જાણે છે. એણે જે કહ્યું તેને આઘારે આઘારે કામ કર્યા કરવું. આટલો ભવ તેમ કરવું.” (જૂનું બો. ૧ પૃ. ૨૩૧) (શ્રી ઘોરીભાઈ બાપુજીભાઈના પ્રસંગમાંથી) સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેનો બેડો પાર થાય “સદ્ધા પરમ દુલહા આ આગમનું વચન પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી ઘણી વખત બોઘમાં દર્શાવતા. એક વખત પર્યુષણ પર્વના છેલ્લા દિવસે બઘી સભા સમક્ષ જણાવેલું કે એક વાક્ય ફરી પર્યુષણ ઉપર બઘા મળીએ ત્યાં સુધી વારંવાર વિચારવા જણાવું છું, કહીને ઉપરનું વાક્ય કહ્યું હતું. “શ્રદ્ધા પરમ કુહા” સાચી શ્રદ્ધા જેના હૃદયમાં વસી તેનો બેડો પાર થાય તેમ છેજી. ઘર્મનો પાયો સબ્રદ્ધા છે. કંઈ ક્રિયા, તપ, ઉપવાસ આદિ ન બને તેનો વાંધો નથી; પણ જો સતુશ્રદ્ધા હૃદયમાં હોય તો તેને શુદ્ધભાવનો પક્ષપાત છે. તેના વખાણ શ્રી યશોવિજયજીએ કર્યા છે : શુદ્ધભાવ ને સૂની કિરિયા, બહુમાં અંતર કેતોજી, ઝળહળતો સૂરજ ને ખજૂઓ, તાસ તેજમાં તેતોજી.” માત્ર શુદ્ધભાવનો પક્ષપાત જેને છે અને જે શુદ્ધભાવના લક્ષ વિનાની શૂન્ય ક્રિયા ઘણી કરે છે પણ પહેલાને સૂર્યના તેજ જેવું વિપુલ અને શાશ્વત ફળ મળે છે અને બીજાને અલ્પ અને ક્ષણિક ફળ માત્ર ક્રિયાનું મળે છે તે આગિયાના અજવાળા-ઝબકારા જેવું છે.” -ઓ.૩ (પૃ.૬૨૦) ગુરુના આત્માની ચેષ્ટા વિષે વૃત્તિ રહે તો વૃઢ વિશ્વાસ આવે એક શિષ્યની ગુરુપ્રત્યેની શ્રદ્ધાનું દ્રષ્ટાંત – “એક ગુરુશિષ્ય વિહાર કરતાં વડની ८४ Page #89 -------------------------------------------------------------------------- ________________ ‘આપ તણો વિશ્વાસ વૃઢ’..... છાયામાં વિસામો લેવા બેઠા. શિષ્યને ઠંડા પવનથી ઊંઘ આવી ગઈ. તેવામાં એક સાપ દોડતો આવ્યો. તેને રોકીને ગુરુએ પૂછ્યું, શું કામ આવ્યો છે? V . તેણે કહ્યું કે તમારા શિષ્યના ગળાનું લોહી પીવા પૂર્વના વેરને લઈને આવ્યો છું. ગુરુએ તેને થોભાવીને કહ્યું, હું તને તેના ગળામાંથી લોહી કાઢીને આપું છું. એમ કહી ગળાની ચામડી ચપ્પુથી કાપવા લાગ્યા કે શિષ્ય આંખ ઉઘાડી પણ ગુરુને જોયા એટલે મીંચી દીધી ૮૫ અને માન્યું કે ગુરુ કરતા હશે તે સારું જ કરતા હશે. પછી કાચલીમાં લોહી કાઢી સાપને પાયું. તે પીને ચાલ્યો ગયો. આ શિષ્યની પેઠે મહાત્માને પોતાનું ગળું કાપતા પોતાની નજરે પ્રત્યક્ષ દેખે તોપણ ગુરુ જે કરે તે મારા હિતને અર્થે જ કરે છે. મારે તેમાંથી કંઈક શીખવાનું જ છે. તેમના આત્માની ચેષ્ટાને વિષે તેની વૃત્તિ રહે તો અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ પ્રાપ્ત થાય. પણ ભક્તિ જાગી હોય તો તેમ બને, માટે ગુરુભક્તિ વધારતા જવું એ આપણું કર્તવ્ય છેજી.'' (બો.૩ પૃ.૩૫૯) ‘આપ તણો વિશ્વાસ દૃઢ’..... “દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીંપણું તેહ જાણો. ઘારપ Page #90 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન સંક્ષેપાર્થ :– જ્યાં મતાગ્રહ, દુરાગ્રહ કે હઠાગ્રહ હોય ત્યાં પક્ષપાત હોય છે. અને પક્ષપાતીનું વચન સત્ય હોતું નથી. તેથી આવા પક્ષપાતીઓના વચનથી સાચા દેવ, ગુરુ, ધર્મની શુદ્ધિ એટલે સાચું ઓળખાણ કેવી રીતે થાય? અને સાચું ઓળખાણ થયા વિના તે પ્રત્યે સાચી શ્રદ્ધા પણ કેમ આવે? શુદ્ધ શ્રદ્ધાન એટલે વ્યવહાર સમકિત વગરની સર્વ તપ સંયમની ક્રિયા તો છાર એટલે ધૂળ અથવા રાખોડી ઉપર લીંપણ કર્યા સમાન જાણવી. પણ સદેવ-ગુરુ—ધર્મની સાચી શ્રદ્ધા-સહિત, સદ્ગુરુ આજ્ઞાએ, આત્માર્થના લક્ષે, નિષ્કામ ભાવે કરેલી ક્રિયા વડે જ કર્મોની નિર્જરા થઈ, શાશ્વત સુખ શાંતિ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.’” પ।। -ચૈ.વંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ૧૭૨) પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧-૨' માંથી : “તેથી તજી સૌ કાજ જ્ઞાની જન શોધજો રે, જ્ઞાની જ્ઞાની મળ્યે વિશ્વાસ અચળ ઉર ઘારજો રે; અચળ૦ પ્રાણ થકી પણ પ્રિય ગણી સત્સંગને રે, ગણી યથાશક્તિ પુરુષાર્થ કરી રાખો રંગને રે. કરી અર્થ :— તેથી બીજા સર્વ કાર્યોને મૂકી દઈ પ્રથમ જ્ઞાનીપુરુષની શોધ કરજો. જ્ઞાનીપુરુષ મળી આવે કે તેના ઉપર અચળ દૃઢ શ્રદ્ધાને ઘારણ કરજો. પ્રાણથી પણ પ્રિય સત્સંગને ગણી, યથાશક્તિ આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ કરી આત્માને સાચો રંગ ચઢાવજો. સત્સંગમાં ભાલાના વરસાદ વરસે તો પણ છોડશો નહીં. અને કુસંગમાં મોતીઓની લહાણી મળે તો પણ જશો નહીં.” ||૮|| -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪) “કરું શ્રદ્ધા સાચી, અચળ, મરણાંતે ટકી રહે, વળી વાણી-કાર્ય ઉપશમ-અમીનો રસ વહે, લહું અંતે શાંતિ પરમ સુખધામે પ્રગટ જે, અનંતી આત્માની અખૂંટ વિભૂતિ એકરૂપ તે. ૧૨ અર્થ :- આપણા શુદ્ધ સ્વરૂપની એવી સાચી શ્રદ્ધા કરું કે જે અચળપણે મને મ૨ણની છેલ્લી ઘડી સુધી ટકી રહે. વળી મારા વાણીકાર્યમાં કહેતા વાણી બોલવામાં પણ જાણે કષાયની ઉપશાંતતા થઈ હોય એવો અમી એટલે અમૃતમય મીઠી નિર્દોષ વાણીનો ૨સ વહે. તેના ફળસ્વરૂપ જીવનના અંત સમયે હું એવી પરમ આત્મશાંતિને પામું કે જે ‘સ્વયંજ્યોતિ સુખધામ' સ્વરૂપ એવા આત્મામાં સદા પ્રગટ છે. આત્મામાં અનંત અખૂટ ગુણોની વિભૂતિ એટલે વૈભવ તે એકરૂપ થઈને સર્વકાળ સ્વભાવમાં રહેલો છે તેને હું આપની કૃપાએ હવે પ્રગટ કરું.’’ ।।૧૨।। -પ્ર.વિ.ભાગ.૧ (પૃ.૫) ૮૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ને પરમાદર નાહીં'.... ને પરમાદર નાહીં. સપુરુષની અદ્ભુત દશા સમજાય તો પરમ આદરભાવ આવે “સપુરુષની યથાર્થ જ્ઞાનદશા, સમ્યત્વદશા, ઉપશમદશા તે તો જે યથાર્થ મુમુક્ષ જીવ સત્પરુષના સમાગમમાં આવે તે જાણે કેમકે પ્રત્યક્ષ તે ત્રણે દશાનો લાભ શ્રી સભૂરુષના ઉપદેશથી કેટલાક અંશે થાય છે. જેમના ઉપદેશે તેવી દશાના અંશો પ્રગટે તેમની પોતાની દિશામાં તે ગુણ કેવા ઉત્કૃષ્ટ રહ્યા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે; અને એકાંત નયાત્મક જેમનો ઉપદેશ હોય તેથી તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવિત નથી તે પણ પ્રત્યક્ષ સમજાશે. સપુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે.” (વ.પૃ.૬૪૭) પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રસંગ – પરમકૃપાળુદેવના વચનો પ્રત્યે પરમ આદરભાવ પરમકૃપાળુદેવનો પત્ર મળ્યા પછી અનુકૂળ વખત મળે ત્યારે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે પ્રથમ નમસ્કાર આદિ વિનય કરી ઉલ્લાસભેર પત્ર ઉઘાડી મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઈ પ્રભુશ્રીજીને રોમાંચ થઈ આવતો. ઘીમે ઘીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બઘો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા. વળી ફરી ફરી વાંચી વિચારતા: સટુરુષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને હદયમાં ખડી કરી અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને હૃદયમાં ઉતારતા.” (બો.૩ (પૃ. ૨૧૯) એવો પરમ આદરભાવ પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુદેવ પ્રત્યે હતો. ત્યારે જ આવું મોટું કામ આત્મહિતનું કરી શક્યા છે. (શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી ) પરમ આદરભાવથી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં શ્રી ઝવેરભાઈનો પ્રસંગ - | શ્રી વડવા શ્રી પરમ કૃપાળુદેવ ભગવાન સાથે ૧-૨ દિવસ રહ્યા હતા. તે વખતે શ્રી ખંભાતથી હજારેક માણસ આવેલ હતું અને ૭ મુનિઓ પધાર્યા હતા, અને શ્રી પરમકૃપાળુદેવ ઉપર તડકો આવતો હતો તેથી " પૂ.રતનભાઈ અને પૂ.ત્રિભોવનભાઈ સૂરજ આડા ઊભા રહી શ્રી પરમ , કૃપાળુદેવ ઉપર તડકો આવવા દીધો નહીં. Page #92 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન મુનિશ્રી પઘાર્યા તે વખતે શ્રી પરમકૃપાળુદેવ ગાદી ઉપર બિરાજેલ હતા તે ગાદી કાઢી નાખી પોતે જાજમ ઉપર બિરાજ્યા. તે વખતે સમોવસરણ જેવી રચના અમને આબેહૂબ લાગી હતી.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ. ૨૬૨) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદના પ્રસંગમાંથી) પરમ આદરભાવથી પરમકૃપાળુદેવના ચરણ તળે કીનખાબના રેજા પાથર્યા શ્રી સોમચંદભાઈનો પ્રસંગ “સં.૧૯૫૭ના કાર્તિક વદ ૩-૪ના દિવસે સવારમાં આવતી ગાડીમાં પરમકૃપાળુદેવ પધાર્યા અને સ્ટેશનથી બારોબાર આગાખાનના બંગલે પધાર્યા. પૂ.શ્રી પોપટલાલભાઈએ શેઠ પૂંજાભાઈ હીરાચંદની દુકાનેથી કીનખાબના રેજાની ગાંસડી મંગાવી તે તાકાના રેજા બંગલાના ઝાંપેથી માંડી પગથિયા તથા સીડી ઉપર હૉલ સુધી પાથરી દીધાં. તેના ઉપર શ્રી પરમકૃપાળુદેવ ચરણકમળ મૂકતાં મૂકતાં ઉપર પહોંચી બિરાજ્યા હતા.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૧૮) સપુરુષની દશા સમજાય તો તેમના પ્રત્યે પરમ આદરભાવ આવે. પ.પૂ.પ્રભુશ્રીજી આહોર પધાર્યા ત્યારે ઘર ઘર દર્શન કરવા મુમુક્ષુઓ બોલાવી ગયા, ત્યારે રસ્તામાં પ્રભુશ્રીજીના પગ જમીન ઉપર પડવા દીધા નહીં. પણ આગળ આગળ ચાદરો પાથરી પાથરીને લઈ ગયા હતા. કારણ પ.પૂ.પ્રભુશ્રીજી પ્રત્યે આવો પરમ આદરભાવ મુમુક્ષુઓને હતો. સપુરુષની અદ્ભુત દશા સમજાય તો તેમના પ્રત્યે પરમ આદરભાવ આવે. પણ હે પ્રભુ! મારામાં આપના પ્રત્યે જોઈએ તેવો પરમઆદરભાવ આવ્યો નહીં. જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ.” ૪ અર્થ: “સદગુરુ પ્રત્યે વિશ્વાસ અને આદરભાવ આવવા માટે સત્સંગની જરૂર છે. આવો સત્સંગનો યોગ પણ મને નથી. આપની સેવાનો પણ મને યોગ નથી. સેવાભાવ આવવા માટે, અર્પણતાની જરૂર છે. તેવી અર્પણતા પણ મારામાં નથી. અર્પણતા મેળવવા માટે અનુયોગનો આશ્રય લેવાનો છે. આવો આશ્રયનો પણ મને યોગ નથી. (પ્રથમાનુયોગ અથવા ઘર્મકથાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ એ ચાર અનુયોગ કહેવાય છે.)” -પૂ.શ્રી.બ્ર.જી. (પૃ.૧૪૬) ભગવાન મહાવીરનો બઘો બોઘ આ ચાર અનુયોગમાં સમાય છે. પ્રથમાનુયોગમાં મહાપુરુષોના જીવનચરિત્રોની કથાઓ આવે છે. મન જો કષાયવાળુ હોય ત્યારે એ કથાનુયોગ વિચારવા યોગ્ય છે. કરણાનુયોગમાં કર્મગ્રંથની વાતો આવે છે અને તેની પ્રકૃતિઓની ગણતરીની વાત આવે છે. તે, મન જ્યારે જડ જેવું થયું હોય ત્યારે વિચારવા યોગ્ય છે. ચરણાનુયોગમાં ચારિત્ર સંબંધી વાતો આવે છે. તે, મન જ્યારે પ્રમાદી થઈ ગઈ ગયું હોય ત્યારે વિચારવા યોગ્ય છે. ૮૮ Page #93 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'..... દ્રવ્યાનુયોગમાં મૂળ આત્મા - આદિ દ્રવ્યોની વાતો આવે છે. તે, મન જ્યારે હું ને વૈરાગ્ય ઉપશમવાળું હોય ત્યારે વિચારવા યોગ્ય છે. યથા સમયે તે તે ગ્રંથો વિચારવાથી વિશેષ લાભનું કારણ થાય છે. જોગ નથી સત્સંગનો'... શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે' “સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે; સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે; સત્સંગની એક ઘડી જે લાભ દે છે તે કુસંગના એક કોટ્યાવળિ વર્ષ પણ લાભ ન દઈ શકતાં અધોગતિમય મહા પાપ કરાવે છે. તેમજ આત્માને મલિન કરે છે. સત્સંગનો સામાન્ય અર્થ એટલો કે, ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે.” (વ.પૃ.૭૫) ઉત્તમશાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે' “આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સપુરુષોનો સમાગમ એ પણ સત્સંગ છે.” (વ.પૃ.૭૫) અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો' તત્ત્વજ્ઞાનીઓએ મુખ્ય બોઘ એવો કર્યો છે કે, સર્વ સંગ પરિત્યાગ કરી, અંતરમાં રહેલા સર્વ વિકારથી પણ વિરક્ત રહી એકાંતનું સેવન કરો. તેમાં સત્સંગની સ્તુતિ આવી જાય છે. કેવળ એકાંત તે તો ધ્યાનમાં રહેવું કે યોગાભ્યાસમાં રહેવું તે છે, પરંતુ સમસ્વભાવનો સમાગમ, જેમાંથી એક જ પ્રકારની વર્તનતાનો પ્રવાહ નીકળે છે તે, ભાવે એક જ રૂપ હોવાથી ઘણાં માણસો છતાં અને પરસ્પરનો સહવાસ છતાં તે એકાંતરૂપ જ છે; અને તેવી એકાંત માત્ર સંતસમાગમમાં રહી છે.” (વ.પૃ.૭૫) જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ' સત્સંગથી જે સુખ, આનંદ મળે છે, તે અતિ સ્તુતિપાત્ર છે. જ્યાં શાસ્ત્રોના સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાન, ધ્યાનની સુકથા થાય, જ્યાં પુરુષોનાં ચરિત્ર પર વિચાર બંઘાય, જ્યાં તત્ત્વજ્ઞાનના તરંગની લહેરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સત્સંગ તે મહાદુર્લભ છે.” (વ.પૃ.૭૫) અચિંત્ય સત્સંગ મળે જીવ ન સુધરે તો તે અગિયારમું આશ્ચર્ય જ છે અચિંત્ય જેનું માહાસ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો Page #94 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન / \ આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.” (વ.પૃ.૧પ૨) સ્વરૂપશુદ્ધિ ટકાવવા સત્સંગ સદેવ સેવવા યોગ્ય “અમ જેવા સત્સંગને નિરંતર ભજે છે, તો તમને કેમ અભય હોય?” | (વ.પૃ.૩૪૮) જ્ઞાની પુરુષ, મુમુક્ષુ પુરુષ કે માર્ગાનુસારી પુરુષનો સત્સંગ સદૈવ કર્તવ્ય “સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ “અમારા આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્યા કરે છે.” “સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યા જેવાં, સાવ પરના, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વભાવિકપણે ભાસે છે.” માત્ર જ્ઞાની પુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે.” (વ.પૃ.૩૯૩) સર્વ વિકારથી મુક્ત મનને પણ સત્સંગનું બંઘન જરૂરી અમે કે જેનું મન પ્રાયે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી કે શબ્દાદિક વિષયોથી અપ્રતિબંઘ જેવું છે; કુટુંબથી, ઘનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે; તે મનને પણ સત્સંગને વિષે બંઘન રાખવું બહુ બહુ રહ્યા કરે છે.” (વ.પૃ.૩૨૩) કળિયુગ છે માટે અપૂર્વ એવા સત્સંગમાં જ નિરંતર રહેવું જરૂરી એક સમયે પણ વિરહ નહીં, એવી રીતે સત્સંગમાં જ રહેવાનું ઇચ્છીએ છીએ. પણ તે તો હરિઇચ્છાવશ છે. કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અધંકાર વ્યાપ્ત છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.” (વ.પૃ.૩૦૪) સત્સંગ અને સત્પરુષ વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં સત્સંગ ને સત્યસાઘન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩). ૯૦ Page #95 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'.... પુરુષાર્થ નહીં કરો તો. આ યોગ પણ નિષ્ફળ જશે માટે પુરુષાર્થ કરવો તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થ-રહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ – પુરુષાર્થ શ્રેષ્ઠ છે.” (વ.પૃ.૭૦૩) સપુરુષથી અનંત જીવ તરી ગયા અને સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું એમ નિશ્ચય કરવો કે સત્પષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અશોચ્યાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે!' (વ.પૃ.૭૦૩) સાચો મેળો સત્સંગનો, એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય લૌકિક મેળામાં વૃત્તિને ચંચળ કરે એવા પ્રસંગ વિશેષ હોય. સાચો મેળો સત્સંગનો. એવા મેળામાં વૃત્તિની ચંચળતા ઓછી થાય, દૂર થાય. માટે સત્સંગ મેળાને જ્ઞાનીઓએ વખાણ્યો છે, ઉપદેશ્યો છે.” (વ.પૃ.૯૭૧) સાચો મેળો સત્સંગનો ખેડૂત કુટુંબનું દૃષ્ટાંત - “એક ગામમાં કોઈ નવું ખેડૂત કુટુંબ વસવાટને ઈરાદે હળઓજાર, ઘરવખરી વગેરે લઈને આવ્યું. ગામને ભાગોળે તળાવની પાળે હારબંઘ તખ્તી ઓ લખેલી જોઈ. દરેક ઉપર મરનારનું નામ અને આયુષ્યની અવધિ નોંધેલી. કોઈ છ માસ; બાર માસ; વરસ; બે વરસ; ત્રણ ચાર વરસ થી વધુ કોઈ નહીં! આ ગામના લોકો આટલા અલ્પ આયુષી? ૯૧ Page #96 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કુટુંબે વસવાટનો નિર્ણય તત્કાળ ફેરવ્યો અને ગાડા જોડી પાછા જવા નીકળ્યા. ગામના ઘરડાઓએ આ દ્રશ્ય જોયું ને પાછા વાળવા માણસ દોડાવ્યો. કુટુંબના મુખીને પાછો વાળી લાવ્યા અને પૂછ્યું કે : “કેમ પાછા વળ્યા? અમારો કંઈ વાંકગુનો ?” મહાજનો, તખ્તીઓ જોયા પછી મન ન થયું - મન ન માન્યું. જે ગામમાં કોઈ પાંચ વર્ષ પણ ન જીવે, ત્યાં છોરૂવાછરું થતાં રહેવું કઈ રીતે? ભાઈ તમે ન સમજ્યા. અમારું ગામ તો સત્સંગી. ભગવાનની ભક્તિ કરીએ એટલું જ અમારું જીવ્યુ લેખે ગણાય, બીજું નહીં. એટલે સૌએ રોજ રોજ પ્રભુનામનું કીર્તન કર્યું હોય તે જ ઘડી નોંધે અને મારે ત્યારે એટલું જ જીવ્યો એમ લખાય. તે આ તખ્તીઓ ઉપર લખેલ છે. આ હૈયે બેસતું હોય તો તમે નિરાંતે ગાડાં પાછા વાળીને આવો. સત્સંગી ગામ જાણી તેઓ બઘા પાછા આવ્યાં ને જાત મહેનત કરી જીવ્યા અને સત્સંગ ભક્તિ કરીને ભવ તર્યા.” (સંતોના જીવનમાંથી) “કોઈ પણ પ્રકારે સત્સંગનો ભોગ બને તો તે કર્યા રહેવું' “કોઈ પણ પ્રકારે સત્સંગનો જોગ બને તો તે કર્યા રહેવું. એ કર્તવ્ય છે, અને જે પ્રકારે જીવને મારાપણું વિશેષ થયા કરતું હોય અથવા વધ્યા કરતું હોય તે પ્રકારથી જેમ બને તેમ સંકોચાતું રહેવું, એ સત્સંગમાં પણ ફળ આપનાર ભાવના છે.” (વ.પૃ.૩૨૩) સત્સંગના અભાવમાં સમભાવ અથવા અદ્વેષભાવ રહે તેમ કરવું “મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાઘન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે; તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે; તથાપિ એમ કરવામાં જ આત્મસાઘન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાઘન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે, પણ જ્યારે પૂર્વકર્મના નિબંઘનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે અવેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.” (વ.પૃ.૩૪૮) “જીવને સત્સંગ એજ મોક્ષનું પરમ સાધન છે' “ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દ્રઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે.” (વ.પૃ.૨૮૭) ૯૨ Page #97 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'..... સત્સંગ જેવું કોઈ હિતસ્વી સાધના આ જગતમાં અમે જોયું નથી, સાંભળ્યું નથી “પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ઘરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.” (વ.પૃ.૨૮૭) સત્સંગમાં જ્ઞાનીના વચનબળ કામનું સામર્થ્ય નાશ કરી શકાય “સત્સંગ છે તે કામ બાળવાનો ઉપાય છે. સર્વ જ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે; અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઈ હોત. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૧૩) અસંગ એવું આત્મસ્વરૂપ તે સત્સંગથી સુલભપણે જણાય. અસંગ એવું આત્મસ્વરૂપ સત્સંગને યોગે સૌથી સુલભપણે જણાવા યોગ્ય છે, એમાં સંશય નથી. સત્સંગનું માહાસ્ય સર્વ જ્ઞાની પુરુષોએ અતિશય કરી કહ્યું છે, તે યથાર્થ છે. એમાં વિચારવાનને કોઈ રીતે વિકલ્પ થવા યોગ્ય નથી.” (વ.પૃ.૪૯૧) (શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવના પ્રતાપે ક્રોઘ પ્રકૃતિમાં સાવ પલટો. શ્રી વ્રજભાઈનો પ્રસંગ - “પહેલાં મને એટલો બધો ક્રોઘ કષાય વર્તતો હતો કે સહજ સહજ બાબતમાં પણ હું તપી જતો; અને ક્રોઘાતુર થઈ દરેકની સાથે તકરારો કરતો. જેથી તે સમયમાં લોકોમાં મારી એવી છાપ પડી ગઈ હતી કે આ માણસને છંછેડવા જેવો નથી. તે કારણે સઘળા લોકો મારાથી દૂર રહેતા હતા. ત્યારપછી સાહેબજીના સમાગમમાં આવ્યા બાદ તેમની કૃપાએ તે કષાય સહેજે મોળો પડ્યો અને એવો સરળભાવ વર્તે છે કે કોઈ મારું ગમે તેટલું વાંકુ બોલતો હોય તો પણ તેનો ખેદ મને થતો નથી. અને સઘળા સાથે નાના બાળકની માફક લઘુત્વભાવે વર્તવાનું થાય છે. સઘળા લોકોમાં મારી છાપ સારી પડી છે તેથી કહે છે કે વ્રજભાઈ તો તદ્દન બદલાઈ જ ગયા. પ્રથમ કોઈ મારી સંગત કરતું નહોતું, તે હાલમાં સઘળા લોકો મારા પર ઘણી જ ચાહના રાખે છે. આ સઘળો પ્રતાપ સગુરુદેવ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ભગવાનનો જ છે.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૨૫૯) ક્ષણવારના સપુરુષના સમાગમથી પણ તરી શકાય "क्षणमपि सज्जनसंगतिरेका, भवति भवार्णवतरणे नौका." ૯૩ Page #98 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન ક્ષણવારનો પણ સત્પરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે; અને તે યથાર્થ જ લાગે છે.” (વ.પૃ.૨૨૪) ક્ષણવારનો પણ પુરુષનો સમાગમ અદ્ભુત ફળ આપે નારદજીનું દૃષ્ટાંત - “એક વખત નારદજીએ ભગવાનને “સત્સંગનું માહાસ્ય શું?— એમ પ્રશ્ન કર્યો. નારદજીને ભગવાને કહ્યું –અમુક વડ ઉપર એક કાચીંડાનું બચ્ચું હાલ જખ્યું છે તેને જઈને પૂછો. ભગવાનની આજ્ઞા થઈ, તેથી ત્યાં જઈને તેમણે પૂછ્યું કે તે તરફડીને મરી ગયું. એટલે ભગવાન પાસે આવી બધી હકીકત કહી સંભળાવી. ભગવાને ફરી બીજા ઝાડના એક માળામાં પોપટ નું બચ્યું છે તેને પૂછવા મોકલ્યા; તો ત્યાં પણ જઈ સત્સંગનું માહાસ્ય પૂછ્યું કે તેણે દેહનો ગજર, ત્યાગ કર્યો. ૯૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'..... ફરી પશ્ચાત્તાપપૂર્વક ભગવાનને નિવેદન કર્યું કે હે ભગવાન! મને પાપ 'હું લાગે તેવી જગાએ કેમ મોકલો છો? ભગવાને સમજાવીને ફરી રાજાને ત્યાં કુંવર જન્મ્યો હતો તેને ત્યાં મોકલ્યા. ત્યાં તો જો બાળક મરી જશે તો જરૂર પકડીને તે લોકો શિક્ષા કરશે એવો ભય લાગ્યો, પણ ભગવાનની આજ્ઞા મુશ્કેલી ભરેલી પણ પાળવી એવો નિશ્ચય કરી ત્યાં જઈ તરત જન્મેલા બાળકને મગાવી નારદ ઋષિએ પૂછ્યું કે સત્સંગનું માહાભ્ય શું? બાળકે કહ્યું : “તમે હજી ન સમજ્યા? પહેલાં કાચીંડાના ભવમાં તમે મને દર્શન o //// memang દીઘાં તેથી હું પોપટ થયો અને ત્યાં ફરી તમારાં દર્શન થતાં અહીં હું રાજપુત્ર થયો. એ બધો સત્સંગનો પ્રતાપ છે.” (બો.૩ પૃ.૩૨૨) આત્માના હિતરૂપ એવા સંગ વિના બીજા સર્વ સંગ મૂકી દેવા આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે, અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમરૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. એ જ વિનંતિ. સહજાત્મસ્વરૂપ.” (વ.પૃ.૪૮૮) ૯૫ Page #100 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન નિરંતર સત્સંગની ઇચ્છા અને અસત્સંગમાં ઉદાસીનતા રાખવી. આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત = થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાતિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે.” (વ.પૃ.૨૯૪) કુળગુરુ વૈરભાવ શીખવાડે તો તે કુગુરુ પ્રહલાદનું દૃષ્ટાંત - “પ્રહૂલાદને તેના કુળગુરુ શુક્રાચાર્યે પૂછ્યું, ‘તારા બાપને મારવા માટે તે વિષ્ણુ અવતાર નરસિંહને વિનંતી કરી હતી?” પ્રહલાદે કહ્યું: “ના, મેં કોઈને મારવાનો ભાવ પણ કર્યો નથી.” શુક્રાચાર્યે કહ્યું : “તો તારા બાપને મારનાર પર તારે વેર રાખવું જોઈએ; -- - સુપુત્રે તો પિતાનું વેર લેવું જોઈએ.’ એમ વારંવાર કહેવાથી વિષ્ણુ સાથે યુદ્ધ કરવા અસુરસૈન્ય સજ્જ કરી તે મેદાનમાં આવ્યો. વિષ્ણુને કુગુરુ કેવું ભરાવે છે તે જોઈને, હસવું આવ્યું. પણ ભક્તને સમજાવવો એ પોતાનું કર્તવ્ય સમજી, એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લઈ, પ્રહૂલાદ પાસે તે આવ્યા અને પૂછ્યું, “મહારાજ, આ લશ્કર લઈ ક્યાં ચડાઈ કરી છે?” Page #101 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'..... પ્રલાદે કહ્યું : “મારા પિતાનું વેર લેવા વિષ્ણુ પર ચડાઈ કરી છે. તે ૬ કી બ્રાહ્મણે કહ્યું : “મારા પુત્રનો પણ તેણે વઘ કર્યો છે, માટે હું પણ તમારી સાથે તે વેર લેવા આવવા ઇચ્છું છું. પણ તે ક્યાં રહે છે, તે જાણો છો?” પ્રહલાદ કહે, તેની ખબર નથી.” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે બળવાન બહ છે એમ સાંભળ્યું છે, તો પ્રથમ તમારા બળની મને ખાતરી કરી આપો તો જણાય કે તમે તેને જીતશો. આ મારી લાકડી જમીન ઉપરથી ઉપાડી ઘો જોઈએ.' પ્રહૂલાદે ઘણું બળ કર્યું પણ લાકડી ઊપડી નહીં. તેથી તેણે જાણ્યું કે આ જ વિષ્ણુ ભગવાન લાગે છે, તેથી તેમને પગે પડી વિનંતી કરી કે “મારી રક્ષા કરો. હે ભગવાન! હું તો પુરોહિતથી ભોળવાઈ ગયો હતો. ge (જાણે જા ગોવાના 5 (viiiI]\ ) G, S " વિષ્ણુ કહે : “તું તો મને મારવા તૈયાર થયો છે. માટે તું મારી રક્ષા કર એમ વિનોદમાં સમજાવી તે અંતર્ધાન થઈ ગયા.” (પ્રવેશિકા પૃ.૧૧૪) આપણને સાચા આત્મજ્ઞાની ગુરુ મળ્યા છે માટે અવશ્ય આત્મહિત કરી લેવું જોઈએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સત્સંગથી આત્મવિચાર ઉત્પન્ન થઈ અંતે જીવનો મોક્ષ થાય “આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસહ્મસંગનું બળ ઘટે છે; સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવરૂપ, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.” (વ.પૃ.૪૫૧), કલિયુગમાં મહાપુણ્ય સપુરુષનો યોગ અને સત્સંગ મળે “સપુરુષનો યોગ તથા સત્સમાગમ મળવો બહુ કઠણ છે, એમાં સંશય નથી. ગ્રીષ્મ ઋતુના તાપથી તપાયમાન થયેલા પ્રાણીને શીતળ વૃક્ષની છાયાની પેઠે મુમુક્ષુ જીવને સપુરુષનો યોગ તથા સત્સમાગમ ઉપકારી છે. સર્વ શાસ્ત્રોમાં તેવો યોગ મળવો દુર્લભ કહ્યો છે.” (વ.પૃ.૬૧૩) સત્સંગના વિરહમાં સપુરુષના વચન વિચારવાનું રાખવું યોગ્ય સત્સંગનું સેવન જે નિરંતરપણે ઇચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાં સુધી દૃઢભાવે તે ભાવના ઇચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તી, પોતાને વિષે લઘુપણું માન્ય કરી, પોતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઇચ્છી, સરળપણે વર્યા કરવું; અને જે કાર્ય કરી તે ભાવનાની ઉન્નત્તિ થાય એવી જ્ઞાનવાર્તા કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું, તે યોગ્ય છે.” (વ.પૃ.૩૨૯) બાહ્ય ઉપાધિ ઓછી કરી સત્સંગ વિશેષ કરવો “સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે. અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાધઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્યત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્યત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી: અજ્ઞાનીને દુ:ખ છે. સમાધિ કરવા સારુ સદાચરણ સેવવાનાં છે. ખોટા રંગ તે ખોટા રંગ છે. સાચો રંગ સદા રહે છે. જ્ઞાનીને મળ્યા પછી દેહ છૂટી ગયો, (દેહ ઘારણ કરવાનું ન રહે, એમ સમજવું. જ્ઞાનીનાં વચનો પ્રથમ કડવાં લાગે છે, પણ પછી જણાય છે કે જ્ઞાની પુરુષ સંસારનાં અનંત દુઃખો મટાડે છે. જેમ ઓસડ કડવું છે, પણ ઘણા વખતનો રોગ મટાડે છે તેમ.” (વ.પૃ.૭૦૬) દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યક્તા “જિજ્ઞાસાબળ, વિચારબળ, વૈરાગ્યબળ, ધ્યાનબળ અને જ્ઞાનબળ વર્ધમાન થવાને અર્થે આત્માર્થી જીવને તથારૂપ જ્ઞાની પુરુષનો સમાગમ વિશેષ કરી ઉપાસવા યોગ્ય છે. તેમાં પણ વર્તમાનકાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાને અર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે. જેથી તથારૂપ શુદ્ધ જિજ્ઞાસાવૃત્તિએ દીર્ઘકાળ પર્યત સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. સત્સમાગમના અભાવે વીતરાગકૃત, પરમશાંતરસપ્રતિપાદક વીતરાગવચનોની અનુપ્રેક્ષા વારંવાર ૯૮ Page #103 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'... કર્તવ્ય છે. ચિત્તસ્થર્ય માટે તે પરમ ઔષઘ છે.” (૨.૫.૯૨૯) આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન નિમિત્ત કોઈ નથી આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજાં નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ?” (વ.પૃ.૪૨૩) મનુષ્ય અવતાર મળ્યો છે ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે? “સત્સંગ હોય તો ઘણા ગુણો સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનુષ્ય અવતાર મળ્યો છે, ને સદાચાર નહીં સેવે, તો પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સપુરુષનું વચન સાંભળવાનો, વિચારવાનો યોગ મળ્યો છે.” (વ.પૃ.૭૨૫). (શ્રી પોપટભાઈ મહોકમચંદ અમદાવાદના પ્રસંગમાંથી) ચોથા આરાના મુનિઓ જેવો સત્સંગ મળતા છતાં લોકો ભૂલે છે શ્રી પોપટભાઈનો પ્રસંગ - “એકવાર શંખપર શ્રી લલ્લુજી મુનિ આદિ પાસે જતાં શ્રીમદે કહેલ–લોકો વાણિયા નથી, ભૂલે છે. ચોથા આરાનું મળે છે છતાં ભૂલે છે. ચોથા આરામાં પણ મળવો દુર્લભ તે મળતાં છતાં ભૂલે છે!” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૧૨) સત્સંગના વિયોગમાં આત્મબળ વધારી સત્તાસ્ત્રનો પરિચય રાખવો. જીવને પરમાર્થ પામવામાં અપાર અંતરાય છે, તેમાં પણ આવા કાળને વિષે તો તે અંતરાયોનું અવર્ણનીય બળ હોય છે. શુભેચ્છાથી માંડી કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચતાં ઠામ ઠામ તે અંતરાયો જોવામાં આવે છે, અને જીવને વારંવાર તે અંતરાયો પરમાર્થ પ્રત્યેથી પાડે છે. જીવને મહત્ પુણ્યના ઉદયથી જો સત્સમાગમનો અપૂર્વ લાભ રહ્યા કરે તો તે નિર્વિઘ્નપણે કૈવલ્ય પર્વતની ભૂમિકાએ પહોંચી જાય છે. સત્સમાગમના વિયોગમાં જીવે આત્મબળને વિશેષ જાગ્રતા રાખી સન્શાસ્ત્ર અને શુભેચ્છા સંપન્ન પુરુષોના સમાગમમાં રહેવું યોગ્ય છે.” (વ.પૃ.૬૧૨) આત્મદશા વઘારવા સન્શાસ્ત્ર અને સદાચારની જાગૃતિ સદેવ રાખવી “સત્સમાગમ, સલ્ફાસ્ત્ર અને સદાચારમાં દૃઢ નિવાસ એ આત્મદશા થવાનાં પ્રબળ અવલંબન છે. સત્સમાગમનો યોગ દુર્લભ છે, તોપણ મુમુક્ષુએ તે યોગની તીવ્ર જિજ્ઞાસા રાખવી અને પ્રાપ્તિ કરવી યોગ્ય છે. તે યોગના અભાવે તો અવશ્ય કરી સન્શાસ્ત્રરૂપ વિચારના અવલંબને કરી સદાચારની જાગૃતિ જીવે રાખવી ઘટે છે.” (૨.૫.૯૧૧) ૯૯ Page #104 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સત્સંગથી જીવનમાં પલટો આવે તો સત્સંગ સફળ છે સત્સંગ થયો છે તેનો શો પરમાર્થ? સત્સંગ થયો હોય તે જીવની કેવી = દશા થવી જોઈએ? તે ધ્યાનમાં લેવું. પાંચ વરસનો સત્સંગ થયો છે તો તે સત્સંગનું ફળ જરૂર થવું જોઈએ અને જીવે તે પ્રમાણે વર્તવું જોઈએ. એ વર્તન જીવે પોતાના કલ્યાણના અર્થે જ કરવું પણ લોકોને દેખાડવા અર્થે નહીં. જીવના વર્તનથી લોકોમાં એમ પ્રતીત થાય કે જરૂર આને મળ્યા છે તે કોઈ પુરુષ છે. અને તે સત્પરુષના સમાગમનું, સત્સંગનું આ ફળ છે તેથી જરૂર તે સત્સંગ છે એમાં સંદેહ નહીં.” (વ.પૃ.૬૮૭) માત્ર આત્માર્થે સાઘન કરે તેને સત્સંગ સફળ થાય. જગતને બતાવવા જે કંઈ કરતો નથી તેને જ સત્સંગ ફળીભૂત થાય છે. સત્સંગ ને સપુરુષ વિના ત્રણે કાળને વિષે કલ્યાણ થાય જ નહીં.” (વ.પૃ.૯૯૬) (શ્રી નગીનદાસ ઘરમચંદ અમદાવાદના પ્રસંગમાંથી) જ્ઞાની પુરુષની સેવા કરનાર ઘણા મળશે પણ જ્ઞાનીપુરુષ નહીં મળે શ્રી નગીનદાસનો પ્રસંગ –“પરમકૃપાળુદેવે જણાવ્યું કે અહીં સુધી આવીને પ્રમાદ થાય તો પછી ત્રણ ગાઉ સુઘી જતાં-આવતાં રસ્તો થાય તે આંટો શું કરવા ખાવો જોઈએ? પછી અમે કહ્યું કે હવેથી જેમ આજ્ઞા હશે તેમ કરીશું. પછી પરમકૃપાળુદેવે એક પુસ્તક વાંચવા આપ્યું તે અમો બઘા નીચે બેસીને વાંચતા હતા. એક દિવસે એક ભાઈને પ.કૃ.દેવે જણાવ્યું કે જ્ઞાની પુરુષની સેવા કરનારા ઘણા મળશે, પણ તેવી સેવા કરાવનાર પુરુષો નહીં મળે એમ જણાવ્યું હતું.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૩૧) અવ્યાબાઘ સમાધિ માટે સત્સંગ સરળ ઉપાય “જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંઘ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે, કેમકે જીવને જો અવ્યાબાઘ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આમ હોવાથી દિન દિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે, ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાઘવાની જ ઇચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૨૨) “સત્સંગનો લેશ અંશ પણ નહીં મળવાથી બિચારો આ આત્મા વિવેકઘેલછા ભોગવે છે.” (વ.પૃ.૧૬૯) સંત સમાગમ કે આત્મા જેમાં વર્ણવ્યો છે એવા શાસ્ત્ર પ્રત્યે રુચિ કર્તવ્ય સત્સંગ થવાનો પ્રસંગ ઇચ્છીએ છીએ, પણ ઉપાઘિયોગનો જે ઉદય તે પણ વેદવા વિના ઉપાય નથી. ચિત્ત ઘણી વાર તમ પ્રત્યે રહ્યા કરે છે. જગતમાં બીજા પદાર્થો તો અમને કંઈ રુચિનાં કારણ રહ્યા નથી. જે કંઈ રુચિ રહી છે તે માત્ર એક સત્યનું ધ્યાન કરનારા એવા સંત પ્રત્યે, જેમાં આત્માને વર્ણવ્યો છે એવાં સલ્ફાસ્ત્ર પ્રત્યે, અને પરેચ્છાએ પરમાર્થના નિમિત્ત-કારણ એવાં દાનાદિ પ્રત્યે રહી છે. આત્મા તો કૃતાર્થ સમજાય છે.” (વ.પૃ.૩૨૫) ૧૦૦ Page #105 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો..... જેમાં આત્મા ઠરી રહે એવા સત્સંગ પ્રત્યે જીવની રુચિ નથી એ આશ્ચર્ય છે “જવાહિરી લોકોનું એમ માનવું છે કે એક સાઘારણ સોપારી જેવું સારા * રંગનું, પાણીનું અને ઘાટનું માણેક (પ્રત્યક્ષ) એબ રહિત હોય તો તેની કરોડો રૂપિયા કિંમત ગણીએ તોપણ તે ઓછું છે. જો વિચાર કરીએ તો માત્ર તેમાં આંખનું ઠરવું અને મનની ઇચ્છા ને કલ્પિત માન્યતા સિવાય બીજું કાંઈ નથી, તથાપિ એક આંખના ઠરવાની એમાં મોટી ખૂબીને માટે અને દુર્લભ પ્રાતિને કારણે જીવો તેનું અદ્ભુત માહાસ્ય કહે છે; અને અનાદિ દુર્લભ, જેમાં આત્મા ઠરી રહે છે એવું જે સત્સંગરૂપ સાઘન તેને વિષે કંઈ આગ્રહ–રુચિ નથી, તે આશ્ચર્ય વિચારવા યોગ્ય છે.” (વ.પૃ.૩૮૦) ઘાર્મિક કથા મુખ્ય સત્સંગમાં રહી; પણ જીવને માહાભ્ય નથી “પુસ્તક વાંચવામાં જેથી ઉદાસીનપણું, વૈરાગ્ય કે ચિત્તની સ્વસ્થતા થતી હોય તેવું ગમે તે પુસ્તક વાંચવું. તેમાં યોગ્યપણું પ્રાપ્ત થાય તેવું પુસ્તક વાંચવાનો વિશેષ પરિચય રાખવો. ઘર્મકથા લખવા વિષે જણાવ્યું તો તે ઘાર્મિક કથા મુખ્ય કરીને તો સત્સંગને વિષે જ રહી છે. દુષમકાળપણે વર્તતા આ કાળને વિષે સત્સંગનું માહાસ્ય પણ જીવના ખ્યાલમાં આવતું નથી. કલ્યાણના માર્ગનાં સાઘન કયાં હોય તે ઘણી ઘણી ક્રિયાદિ કરનાર એવા જીવને પણ ખબર હોય એમ જણાતું નથી.” (વ.પૃ.૨૧૯) સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું ઉત્પન્ન થાય ૬. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાઘન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે. કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૬૯) સત્સંગને પરમહિતકારી જાણી પરમ સ્નેહે ઉપાસવા યોગ્ય ૭. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ય ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજસમાધિપર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છું.” | (વ.પૃ.૪૬૯) બીજા સાઘનને ગૌણ કરી પ્રથમ સત્સંગ જ ઉપાસનીય “૮. અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાઘનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ જ ૧૦૧ Page #106 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન "દ ન સર્વાર્પણપણે ઉપાસવા યોગ્ય છે, કે જેથી સર્વ સાઘન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે.” (વ.પૃ.૪૬૯) સત્સંગના બાઘક કારણોને ન છોડે તો સત્સંગ ફળવાન થાય નહીં “૯. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાઘ કરનાર એવા માઠાં કારણોનો ત્યાગ ન કર્યો!” (વ.પૃ.૪૬૯) આ બાઘક કારણો સત્સંગ ફળવાન ન થવા દે “૧૦. મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઇંદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.” (વ.પૃ.૪૬૯) સત્સંગને અર્થે દેહત્યાગ થાય તો ભલે થાય ૧૧. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહત્ પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્ય કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; અને તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ઘર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.” (વ.પૃ.૪૭૦) અભયકુમારની બુદ્ધિથી આવેલ જાગૃતિ આર્દ્રકુમારનું દૃષ્ટાંત - “હાલમાં એડન કહેવાય છે ત્યાં આદન નામનો રાજા હતો. તે વખતે મગઘદેશમાં શ્રેણિક રાજા હતો. તે બંને રાજાઓને પોતપોતાને સ્થાને રહ્યા રહ્યા પરસ્પર પ્રીતિભાવ હતો, તેથી તેઓ એક બીજાને સારી સારી વસ્તુઓ મંત્રી દ્વારા ભેટ મોકલતા હતા. આદન રાજાને આદ્રકુમાર અને શ્રેણિકરાજાને અભયકુમાર નામે પુત્ર હતા. પિતાને લઈને તેના પુત્રોને પણ પ્રતિભાવ થયો; તેથી એકવાર આન્દ્રકુમારે, પોતાના પિતાએ શ્રેણિક રાજાને ભેટ મોકલી ત્યારે પોતે પણ અભયકુમાર માટે કેટલીક વસ્તુઓ કોટી મૂલ્યવાળા મણિ અને વસ્ત્રો વગેરે ભેટ તરીકે મોકલ્યાં. તે વસ્તુઓ મળ્યા પછી તે લાવનારા પાછા જવાના હતા ત્યારે શ્રેણિક રાજાએ આદન રાજા માટે ભેટની વસ્તુઓ મોકલી. તે સાથે અભયકુમારે પણ આદ્રકુમારનું ભેટશું જોઈ વિચાર્યું કે પૂર્વભવમાં આન્દ્રકુમારે કંઈ વ્રતની વિરાઘના કરી હશે તેથી તેનો અનાર્યદેશમાં જન્મ થયો છે. પણ ૧૦૨ Page #107 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'..... નિકટભવિ જણાય છે માટે હું એવી વસ્તુ મોકલું કે જેથી એને જાતિસ્મરણજ્ઞાન થાય. તેથી એક પેટીમાં ઋષભદેવ પ્રભુની પંચ ઘાતુની મૂર્તિ પૂજાના ઉપકરણો સહિત મૂકીને મોકલી. સેવકોને કહ્યું કે-“આ પેટી આર્દ્રકુમારને હાથોહાથ આપજો. અને તે એકાંતમાં એકલા હોય ત્યારે ઉઘાડીને જુએ એમ કહેજો.” સેવકોએ એમ જ કર્યું. આર્દ્રકુમારે એકાંતમાં પેટી ઉઘાડી અને પ્રતિમાજી જોઈને બહુ જ રાજી થયો. પછી “આ આભૂષણ ક્યાં પહેરવાનું હશે?” એમ વિચારી હાથે ગળે માથે બધે લગાડી જોયું, પણ ઠીક લાગ્યું નહિ. પછી સામે મૂકીને જોવા લાગ્યો તો બહુ ઠીક લાગ્યું. તે વખતે તેના મનમાં વિચાર થયો કેમેં આવું કાંઈક જોયું છે.” ઉહાપોહ કરતાં જાતિસ્મરણજ્ઞાન થયું. પૂર્વભવ દીઠો. T I[l E પૂર્વભવે ચારિત્ર વિરાઘેલું તેથી અનાર્યદેશમાં ઉત્પન્ન થયાનું સમજાણું, એટલે પછી આર્ય દેશમાં જવાની અને દીક્ષા લેવાની તીવ્ર ઇચ્છા થઈ. તેના પિતા તેને આર્ય દેશમાં જવા દે તેમ ન હોવાથી છુપી રીતે નીકળી ગયો. આર્યભૂમિ પર આવી દીક્ષા લીધી. અભયકુમારને મળ્યો. પરસ્પર બહુ પ્રેમ થયો. પછી એકવાર સ્કૂલના થઈ પણ પછી વિશુદ્ધ ચારિત્ર પાળી ઉગ્ર તપ કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને પાંચસો મુનિ સાથે મોક્ષે ગયા. આ બઘા સત્સંગતિના ફળ છે, તેથી પિતાની ખાસ ફરજ છે કે–પુત્રને સારા સંસ્કાર આપે, સત્સંગ કરાવે, સારા પુસ્તકો વાંચવા માટે લાવે જેથી જીવનું કલ્યાણ થાય.” ૧૦૩ Page #108 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જ્ઞાનીના ઉપદેશને પ્રત્યક્ષ તુલ્ય જાણી આરાધવાથી સમ્યક્ત્વ “૧૨. સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થયે પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાઘવો કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૪૭૦) સત્સંગથી પ્રાપ્ત બોધને અનુસરે નહીં તો કદી કલ્યાણ થાય નહીં ‘૧૩. જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો, કે જે કંઈ મારે કરવું છે, તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે, અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદયબળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતાં, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતાં સંકોચતાં ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇંદ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવાં અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય અવશ્ય આરાધન કર્યાં જ કરવાં; કેમકે સત્સંગપ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં.’’ (વ.પૃ.૪૭૦) ‘જોગ નથી સત્સંગનો’.... પુણ્ય વિના સત્સંગ કરવો સૂઝે નહીં તેમ મળે પણ નહીં કંદોઈની છોકરીનું દૃષ્ટાંત :—‘૧. દુકાળના વખતમાં કેટલાક મજૂરો ટોપલા અને કોદાળી, પાવડા લઈને મજૂરી કરવા જતા હતા. તેમને જોઈને કંદોઈની છોકરીએ તેના પિતાને પૂછ્યું કે આ બધા ક્યાં જાય છે? કંદોઈએ કહ્યું, મજૂરી કરવા જાય છે. તેણે પૂછ્યું કેમ મજૂરી કરવા જાય છે ? ૧૦૪ Page #109 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો'... કંદોઈએ કહ્યું, દુકાળમાં ખાવાનું મળે નહીં, માટે મહેનત કરીને પેટ ભરવાનું કરે ૩ છે. ત્યારે તે છોકરીએ કહ્યું કે “આ ખાજાંની ભૂકરી ખાય નહીં?” કંદોઈએ કહ્યું, એ તો તને મળે, પણ એમને ક્યાંથી મળે?” તેમ સત્સંગનો દુકાળ છે. તે શોધ્યો પણ મળવો મુશ્કેલ છે. પણ જેને પૂર્વના પુણ્ય વડે સત્સંગ મળ્યો છે તેને એમ થાય કે “બઘા આવો સત્સંગ ન કરે?” પણ પુણ્ય વિના સત્સંગ કરવો ય સૂઝે એમ નથી, તેમ મળવો પણ દુર્લભ છે.” (ઉ.પૃ.૧૯૩) સત્સંગથી આત્માની શ્રદ્ધા થાય છે, બોઘ પરિણમે છે “સત્સંગનું માહાભ્ય અથાગ છે. સત્સંગમાં શું છે? આત્માની શ્રદ્ધા થાય છે, પરિણમન થાય છે.“ (ઉ.પૃ.૪૭૪). સત્સંગના યોગે તિર્યંચ ગતિના જીવો પણ દેવગતિને પામ્યા. કૃપાળુદેવનું વચન છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાઘન છે. ઉપદેશ, સત્સંગ જેવું સંસારથી તરી જવાને બીજાં કોઈ સાધન નથી. સત્સંગના યોગે તિર્યંચગતિના જીવો પણ સપુરુષના બોઘે દેવગતિ પામી, સમકિત પામી મોક્ષ પ્રાપ્ત થયા છે, તેવી શાસ્ત્રમાં કથાઓ છે. માટે જીવને સત્સંગ જ કર્તવ્ય છે. તેથી સમકિત આવે છે અને મોક્ષ પણ થાય છે.” (ઉ.પૃ.૪૯૬) સત્સંગમાં તન્મયપણું આવે તો કામ થઈ જાય શેઠ પુત્ર ઘનાભદ્રનું દૃષ્ટાંત “એક રાજા મરણ પામ્યો. તેનો કુમાર નાની ઉંમરનો હતો. તેને મારી નાખી રાજ્ય લઈ લેવાની પિત્રાઈઓએ જાળ રચી. પ્રઘાને રાણીને આ વાત જણાવી. રાણી કુમારને લઈ નાસી છૂટી. કોઈ ગામમાં ખેડૂતને ત્યાં આવી રહી. તેનું કામ તે કરતી. કુમાર ખેડૂતના વાછરડાં ચારવા જંગલમાં ગયો. વાછરડાં છૂટાછવાયાં જંગલમાં જતા રહ્યાં. કુમાર તેમને ખોળતો ખોળતો એક ગુફા પાસે આવી પહોંચ્યો. ત્યાં એક મુનિને જોયા. તે મુનિ ! કેટલાક શિષ્યોને બોઘ આપી રહ્યા હતા. તે સાંભળવા કુમાર બેઠો, બોઘ બહુ મીઠો લાગ્યો. ' ૧૦૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “આ બહુ સારું કહે છે, લાવ હું ય એમ કરું, એમ જ મારે કરવું છે.” એમ તેનાં પરિણામ ઉત્તમ થયા. વાછરડાં તો બઘાં પાછા વળી ગયા હતાં. તે ગુફામાંથી નીકળી ઘર તરફ આવતો હતો. ભાવ પરિણામ બોઘમાં હતાં, લેગ્યા ઉત્તમ હતી. ત્યાં રસ્તામાં વાઘે પકડી મારી Sછે કે IT ૨ પગ થી Sા રે 0: AD, | $$ ' - 5 નાખ્યો. ઉત્તમ વેશ્યાના બળે મરીને દેવ થયો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઘનાભદ્ર નામનો સુપ્રસિદ્ધ શ્રેષ્ઠીનો કુમાર થયો. તે ભવે ચારિત્ર પામી મોક્ષે ગયો. એક જ સત્સંગ થયો હતો. પરંતુ ભાવ, પરિણામ તે સત્સંગમાં ઉત્કૃષ્ટ થવાથી કામ થઈ ગયું. તેમ અહીં પણ સાંભળ સાંભળ કરતાં ભાવ પરિણામ તદ્રુપ થતાં કામ થઈ જાય એવો મહા દુર્લભ સત્સંગ છે. એવાં ભાગ્ય ક્યાંથી હોય કે જ્ઞાનીના વચન કાને પડે? “રાંકને હાથ રતન!” (ઉ.પૃ.૩૭૨) ૧૦૬ Page #111 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો’..... (51) બહુ ડહાપણ અને પંચાત મૂકી દઈ ઝટ સમાગમમાં આવવું બથી વાતોનો અને દુઃખનો ઉપાય એક સત્ સમાગમ છે. માટે બહુ જ ડહાપણ અને પંચાત મૂકી દઈ, હજારો રૂપિયા મળતા હોય તો પણ તેને ઝેર જાણી, એ વાત છોડી દઈને સમાગમમાં રહેવું, બીજો ઉપાય નથી. સમાગમથી શાંતિ થશે અને જે લાભ થશે તે તો કહી શકાય નહીં. માટે બીજાં કાંઈ નહીં કરતાં ઝટ સમાગમમાં આવવું. કોઈ બીજી વાતે કાંઈ પણ સાર નથી, માત્ર અગ્નિની ઝાળમાં બળવા જેવું છે; અને મોહનીય કર્મ મૂંઝવે છે તો તેનો ઉપાય એક સત્સમાગમ છે, તેમાં આવવું.” (ઉ.પૃ.૯૩) વીતરાગની સભામાં મોહનીયકર્મ ને બહાર જ બેસવું પડે તમારી વૃત્તિ, વર્તન તમને પણ ગમતું નથી અને ખેદ કરાવે છે અને બળ ચાલતું નથી તો તે બધું અત્રે ઠીક થઈ રહેશે. વીતરાગની સભામાં, સમાગમમાં મોહનીય કર્મને બહાર જ બેસવું પડે છે. જીવની જો છૂટવાની ઇચ્છા છે અને સાચા વીતરાગ પુરુષ છે તો પછી મોહનીય કર્મ કાંઈ કરી શકતું નથી, મૂંઝવણ આવતી નથી-જતી રહે છે અને શાંતિ થાય છે. (ઉ.પૃ.૯૩) “જોગ નથી સત્સંગનો'.... બોઘામૃત ભાગ-૧-૨-૩ માંથી - એકાંતમાં બેસી પોતાના આત્માનો વિચાર કરવો તે પણ સત્સંગ મુમુક્ષુ–સત્સંગ એટલે શું? પૂજ્યશ્રી–આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ; એકાંતમાં બેસીને પોતાનો વિચાર કરવો તે સત્સંગ; ઉત્તમનો સહવાસ તે સત્સંગ; આત્માભણી વૃત્તિ રહેવી તે સત્સંગ.” (બો.૧ પૃ.૧૨૫). મરી જજો પણ સત્સંગ કરજો જેથી સંસાર અસાર લાગે જીવનમાં કરવાયોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો. સમ્યગ્દર્શન અને રુચે અને સંસાર અસાર છે; એમ લાગે.” | (બો.૧ પૃ.૩૭૭) સત્સંગે સમજણ ફરે, તે સમજણ એને દુઃખથી છોડાવે “કૃપાળુદેવના આખા પુસ્તકના પાને પાના ઉપર સત્સંગ, સત્સંગ છે. એથી જ કલ્યાણ છે. સત્સંગે સમજણ ફરે અને તે સમજણ એને છોડાવે છે. કેમ છુટાય? કેમ બંઘાય? એ સત્સંગે જણાય છે. સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ દુઃખ છે.” (બો.૧ પૃ.૪૦૭) પુસ્તક વાંચતા કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખવો. પૂજ્યશ્રી–“સત્સંગ ન હોય ત્યારે બીજા સમાગમ કરતાં પુસ્તકનો સમાગમ કરવો. કૃપાળુદેવ મને જ કહે છે એવો લક્ષ રાખીને વાંચવું. નિરંતર સત્સંગની ભાવના રાખવી. સત્સંગની જરૂર છે. ૧૦૭ Page #112 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન / \ બીજા કોઈના સંગમાં પડવું નહીં. સત્પરુષ ઉપર શ્રદ્ધા અને નિઃસ્પૃહતા એ બેની જરૂર છે.” (બો.૧ પૃ. ૧૫૫) સંસારનું ઝેર ચઢે કે જલ્દી સત્સંગરૂપી જડીબુટ્ટી સૂંઘવાની જરૂર સાપ નોળિયાનું દ્રષ્ટાંત – “પ.પૂ.પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે નોળિયાને સાપ સાથે જાતિવેર હોય છે. સાપ દેખે કે દોડીને પકડે અને તેને વીંખી નાખે. પણ સાપ ચંચળ હોવાથી તેના પંજામાંથી સરી જઈ તેને કરડે કે તુરત તેને નાખી દઈ તે જડીબુટ્ટી સુંઘી આવે અને ફરી તે સાપને પકડે છે. ફરી કરડે તો ફરી સુંઘી આવે. આમ કરતાં કરતાં નોળિયો, ઝેર વગરનો છે છતાં ઝેરવાળા સાપને મારી નાખે છે. તેમ સંસાર ઝેરી નાગ જેવો છે. મુમુક્ષુ નોળિયા જેવા હોવા જોઈએ. તેને સંસારનું ઝેર જણાય કે તરત બુટ્ટીરૂપ સત્સંગ સેવે. વળી પ્રારબ્ધયોગે સંસારપ્રવૃત્તિ કરતાં ભક્તિ આદિ ઘર્મકાર્યોમાં મંદતા દેખાય કે સત્સંગ સાથી બળવાન બને. આમ કરતાં કરતાં મુમુક્ષુ મોક્ષે જાય છે, સંસારસાગર તરી જાય છે; પણ પુરુષાર્થ ચૂકી જાય તો ઝેર ચઢી જાય અને સંસારને વશ થઈ જાય; માટે સત્સંગની વારંવાર ઉપાસના કર્તવ્ય છે. તેવો જોગ ન બને ત્યાં સુધી તેની ભાવના રાખી ત્યાં જે કોઈ ભાઈબહેનોનો યોગ હોય તેમની સાથે કે એકલા પણ ભક્તિરૂપ આધાર બળપૂર્વક આરાઘવાયોગ્ય છેy.” (બો.૩ પૃ.૫૯૬) ૧૦૮ Page #113 -------------------------------------------------------------------------- ________________ “જોગ નથી સત્સંગનો.......... સત્સંગથી સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય “પૂજ્યશ્રી–સત્સંગનો યોગ એવો છે કે જીવના ભાવ ફરતાં વાર નથી જ લાગતી. થોડા વખતમાં ઘણું કામ થઈ જાય. કમઠની પાસે પાર્શ્વનાથ ગયા. ત્યાં સાપ નીકળ્યો. સાપને ભગવાનનાં દર્શન થયાં, સ્મરણ મળ્યું, તેથી ઘરણેન્દ્ર થયો. એ બઘાનું કારણ સત્સંગ થયું. અલ્પકાળમાં ઘણું કામ થઈ જાય એવો આ સત્સંગ છે. ચિત્તની એકાગ્રતા પણ સત્સંગમાં થાય છે. ભાવ ફેરવવાનો ઉપાય સત્સંગ છે. ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વંદન કરવા જતા હતા. ત્યારે તેઓ જે હાથી ઉપર બેઠા હતા, તેના પગ નીચે જે જીવો કચરાયા તે ભરત ચક્રવર્તીના પુત્રો થયા અને મોક્ષે ગયા. મરુદેવા માતા પણ ઝાડમાંથી આવ્યાં અને મોક્ષે ગયાં. સાચી વસ્તુનો વિશ્વાસ આવે તો કામ થઈ જાય. આ કાળમાં એવા પુરુષ થયા છે, પણ લોકોને વિશ્વાસ નથી આવતો. મોક્ષની વાતનાં ગપ્પા માર્યાથી કંઈ કામ થાય નહીં. એ તો જેને અનુભવ છે, તે જ જાણે છે. અનુભવ વિના ન જાણી શકાય. “મારે શું કરવું કે જેથી સુખ મળે?” એવી મૂંઝવણ થાય, ત્યારે માર્ગ મળે. જ્યાં સુધી ભગવાનનું શાસન છે ત્યાં સુધી કોઈ ને કોઈ મહાપુરુષ તો હોય જ છે. ગરજ જાગવી જોઈએ.” (બો.૧ પૃ.૧૭૭) આત્માનું કામ થાય તે સત્સંગ, બાકી બધા કુસંગા સત્સંગને નામે જીવ ઠગાય છે. જ્યાં આત્માનું કામ થાય ત્યાં સત્સંગ છે. જ્ઞાનીનું એક એક વચન કીમતી છે. એ તો આત્માનો ઉદ્ધાર કરવા માટે જ કહે છે. બહુ હિતકારી શિખામણ છે. કાળ એવો છે કે પોતાને કંઈક સંસારી વાસના હોય તે સત્પરુષ સિવાય બીજાને જણાવવાની જરૂર નથી. કેમકે બીજાને જણાવે તો વાસનાને પોષે અને સત્પરુષને જણાવે તો, તેઓ તો કઢાવી નખાવે. સત્સંગના નામે પણ જીવ ઠગાય છે. એ તો મુમુક્ષુ છે ને! એમ કરી જીવ સંસારી ઇચ્છાઓને પોષે, સંસારી વાતો કરે, એ કંઈ સત્સંગ નથી. બે ચાર મુમુક્ષુ ઓટલા ઉપર બેસી સંસારી વાતો કરે તો કેટલાંય કર્મ બાંધે. વાતો કરતાં કરતાં ક્યાંય ચઢી જાય. એ કંઈ સત્સંગ નથી, કુસંગ છે. જીવે બહુ ચેતવા જેવું છે.” (જૂનું બો.૧ પૃ.૩૦૮) વચનરૂપ ભાલા પડતા હોય તો પણ સત્સંગ છોડવો નહીં પ્રભુશ્રીજી કહેતા કે ભાલાનો વરસાદ વરસતો હોય તોય સત્સંગ કરવો અને મોતીનો વરસાદ વરસતો હોય તોય કુસંગ ન કરવો.” (બો.૨ પૃ.૩૧૧) (શ્રી હીરાલાલ નરોત્તમદાસ અમદાવાદના પ્રસંગમાંથી) સત્સંગનું સેવન અતિ બળવાનપણે કરવું જરૂરી, તેને ક્યારે પણ ચૂકવો નહીં શ્રી હીરાલાલભાઈનો પ્રસંગ – “અમદાવાદથી જ્યારે રેલ્વે ટ્રેન ચાલુ થઈ ત્યારબાદ પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશધ્વનિ ચાલતી હતી. તે ઉપદેશમાં મુખ્યત્વે ૧૦૯ Page #114 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન ભલામણરૂપે જણાવતા હતા કે સત્સંગનું સેવન અતિબળવાનપણે કરવું યોગ્ય છે. તેમાં કિંચિત્માત્ર પણ પ્રમાદ કર્તવ્ય નથી. આ ક્ષણભંગુર જીવનનો ક્યારે પણ ભરૂસો રાખવો ઉચિત નથી. આ વિકરાળ કાળ પોતાનું મોઢું ફાડીને તત્પર રહેલ છે. લીઘો કે લેશે એમ થઈ રહેલ છે. તેવા સમયે સત્સંગનું સેવન અતિબળવાનપણે કરવું ઉચિત છે. પાંચ મિનિટનો સત્સંગ તે પણ ઉત્તમ ફળને આપનાર થઈ પડે છે. માટે ગમે તેવી પ્રબળ આપત્તિઓ આવી પડે તો પણ સત્સંગ ક્યારે પણ ચૂકવો નહીં.'' (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૦૩) મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે “ધર્મ કરવાની ઇચ્છા થાય ત્યારે કોઈ જીવો દાન કરે, શાસ્ત્રો વાંચે વગેરે જેવાં નિમિત્ત મળે તે પ્રમાણે અનેક પ્રકારનાં સાઘનો કરે છે, પણ પરમ સાધન સત્સંગ છે. સર્વ સાધનને ગૌણ કરી સત્સંગ કરવો. ક્યારે મને સત્સંગ થશે ? એવી રોજ ભાવના કરવી. ચોથા કાળમાં પણ સત્સંગની પ્રાપ્તિ દુર્લભ હતી. આ કાળમાં દુઃખે કરી ધર્મ પ્રાપ્ત થાય છે. જ્ઞાની પુરુષો ઓછા છે. મહાપુણ્યનો યોગ હોય ત્યારે સત્સંગનો યોગ થાય છે. ચોથા કાળમાં મુનિઓ ઘણા, પણ એ તો વનમાં જ વિચરતા. કોઈક વખતે સમાગમ થતો. આ કાળમાં તો દુર્લભ છે. કાળને પોષાય એમ નથી. માટે જેમ બને તેમ સત્સંગમાં શુદ્ધતા આરાઘવી. નિવૃત્તિ મુખ્ય વસ્તુ છે. સત્સંગ વિના ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. પહેલાં સત્સંગે સમજણ કર, મિથ્યા વાસના દૂર કર. હું જાણતો નથી, જ્ઞાની જાણે છે. સમજીને શમાવું.’ (બો.૨ પૃ.૧૨૪) જ્ઞાનીએ કહ્યું તે સમજવા માટે નીચેની વસ્તુઓ જરૂરી “સત્સંગમાં આટલી વસ્તુ જરૂરની છે : (૧) હું કંઈ ન જાણું. (૨) સામાન્યપણું ન કરવું. (૩) વિનયાદિ ગુણયુક્ત થવું. (૪) પાંચ ઇંદ્રિયોના વિષયોમાં કે લોભમાં ન પ્રવર્તવું. એ વાત શાસ્ત્ર વાંચતા અને આત્મવિચાર કરતી વખતે પણ કલ્યાણકારી છે. જ્ઞાનીએ કહ્યું તે સમજવું છે, એમ કરી આત્મવિચાર કરતા રહેવું. લૌકિક વાત છોડી અલૌકિકમાં વૃત્તિ રહેવા દેવી. પ્રમાદથી એક સમયમાં જે કર્મ બંધાય છે તેથી આત્મા ક્યાંય ઘસડાઈ જાય છે.’’ (બો.૨ પૃ.૧૦૩) ફુગુરુ, ઘરના કામ, છાપાં, ક્રોધાદિ કષાય બધો અસત્સંગ “મુમુક્ષુ—અસત્સંગ એટલે શું? પૂજ્યશ્રી—સત્સંગે જે કંઈ રુચિ થઈ હોય તેને પલટાવી નાખે તે અસત્સંગ છે. કુગુરુ, ઘરનાં કામ, છાપાં એ અસત્સંગ છે. ક્રોધ, માન આદિ કષાય અસત્સંગ છે. જે આપણે કરવું છે તેમાં વિઘ્ન કરનાર તે બધા અસત્સંગ છે. એથી ભડકતો રહે તો ન પડે. નહીં તો અસત્સંગે જીવને સમકિત હોય તેય જતું રહે.’ (બો.૨ પૃ.૮૯) સત્સંગ વગર સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે “મુમુક્ષુ–“અસત્સંગનું વિપરિણામ વિચારવું” એટલે શું? ૧૧૦ Page #115 -------------------------------------------------------------------------- ________________ જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ'. પૂજ્યશ્રી–અસત્સંગથી શી શી હાનિ થાય છે? તેનો વિચાર કરી એથી દૂર fe રહેવું. કૃપાળુદેવ આત્મામાં રહે છે, સમાધિમાં રહે છે. ઉપાધિમાં સમાધિ રહેવી ? મુશ્કેલ પડે અને સત્સંગ હોય તો સહેજે સમાધિ રહ્યા કરે. આત્માને જે જાણતો નથી, તે બીજાને ઉપદેશ કરે તો પોતાને ય લાભ ન થાય અને સામાને પણ લાભ ન થાય. એકઘારાં પરિણામ રહેતાં નથી. જ્યારે સત્સંગ ન હોય ત્યારે વિચારે કે મારાં પરિણામ કેવાં રહે છે? ત્યારે અસત્સંગનું સ્વરૂપ સમજાય. સારા ભાવ પણ પલટાતાં વાર ન લાગે. ભાવના કરવી અને યથાશક્તિ સત્સંગને આરાધવો. પોતાની શક્તિ પ્રમાણે કર્યા કરવું. એકલી ભાવના જ નહીં, અનેક પ્રકારે વિચારીને જ્ઞાનીનું કહેલું સાચું છે એ અનુભવમાં આણવા જેવું છે. એ જ મારે કરવું છે એમ રાખવું.” (બો.૨ પૃ.૮૯) જેને સંસારથી છૂટવું હોય તેણે સત્સંગમાં રહેવું કૃપાળુદેવે પૂર્વે ઘણો સત્સંગ કર્યો છે તેથી સત્સંગને ઇચ્છે છે. સત્સંગથી ભાવ ચઢિયાતા થાય છે. જેને છૂટવું છે તેણે સત્સંગમાં રહેવું. સત્સંગથી જેટલો લાભ છે તેટલો બીજાથી ન થાય. મનુષ્યભવ કડાકૂટ માટે મળ્યો નથી. સમાધિભાવ ન જવા દેવો. કૃપાળુદેવને અંતરથી સત્સંગ સત્સંગ રટણ થયા કરે છે. મોટો કલ્યાણનો નિર્ણય કરવો હોય તો સત્સંગ કરવો. સત્સંગનું કૃપાળુદેવે બહુ વેદન કર્યું છે, તેથી માહાસ્ય લાગે છે. જેને છૂટવાની ભાવના છે તેનો સંગ તે સત્સંગ છે.” (બો.૨ પૃ.૮૯) - સત્સંગના ત્રણ પ્રકાર છે તે આ પ્રમાણે “સત્સંગ ત્રણ પ્રકારે છે. એક પરમ સત્સંગ, તે જ્ઞાનીનો સંગ છે. બીજો, પોતાની સમાન દશાવાળા જીવોનો સંગ. ત્રીજો, પોતાથી નીચી દશાવાળા હોય, ભવ્ય હોય અને તેને છૂટવાની ઇચ્છા હોય તો તેય સત્સંગ છે. તે પણ કરવા યોગ્ય છે. સત્સંગ એ જીવને જાગૃતિનું કારણ છે.” (બો.૨ પૃ.૮૧) સત્સંગ કરવો પણ કુસંગ તો કદી પણ ન કરવો “બળવું ભલું અગ્નિ વિષે કે ઝેર પી મરવું ભલું, કે ડૂબવું દરિયે ભલું વા સિંહસંગે એકલું વસવું વને તે તો ભલું; પણ સેવવો કુસંગ ની. સંકટ નડે સૌ એક ભવ, મિથ્યાત્વ નડતું ભવ ઘણા.” ૧૫ અર્થ – અગ્નિમાં બળવું ભલું કે ઝેર પી મરવું ભલું, દરિયામાં ડૂબવું ભલું કે વનમાં સિંહ સાથે એકલા વસવું તે ભલું પણ કુસંગ સેવવો સારો નહીં. કેમકે અગ્નિ, ઝેર, જળ કે સિંહના સંકટ જીવને એક જ ભવ મારે; પણ કુસંગ તો મિથ્યા માન્યતાઓ કરાવી જીવને ભવોભવ સંસારમાં રઝળાવે છે. મોટામાં મોટો કુસંગ તે કુગુરુનો છે. ૧૫મા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૭૭) ૧૧૧ Page #116 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન શુભ પુરુષાર્થનું ફળ શુભ જ આવશે “ભાવ ફરે સત્સંગ થયે; પણ ત્યાંય ન બોઘની સોટી ય લાગે, તે ઑવ કેમ હવે સુઘરે? નહિ હિત-અહિત વિચારથી જાગે. કર્મ મહા બળવાન છતાં પુરુષાર્થ સદાય વસે ઑવ પાસે; એ જ ઉપાય ઉપાસી રહો, શુભ સાઘનનું ફળ શુભ જ થાશે. ૧૧ અર્થ - સત્સંગ થવાથી જીવના ભાવ ફરે છે, પણ જેને સત્સંગમાં પણ પુરુષના બોઘની સોટી લાગતી નથી, તે જીવ હવે કેમ સુઘરે? કેમકે સત્સંગમાં આત્માનું હિત શામાં છે, અહિત શામાં છે, એવી વિચારણા થવા છતાં પણ જીવ જાગતો નથી. તેનું કારણ કર્મ મહા બળવાન છે. તો પણ જીવની પાસે સદાય પુરુષાર્થ વસે છે. એ પુરુષાર્થ કર્મને હણવાનો સાચો ઉપાય છે. માટે પુરુષાર્થની જ હંમેશાં ઉપાસના કર્યા રહો તો શુભ સાઘન કરવાનું ફળ કાલાન્તરે શુભ જ આવશે. શ્રીમદ લઘુરાજ સ્વામી કહે છે કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ કામ થઈ જશે.” ||૧૧| -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૧૨૪) નથી સસેવા જોગ'.. સપુરુષોની સેવા કરવાનો પણ મને પ્રત્યક્ષ જોગ મળ્યો નથી ખંભાતના પૂ.શ્રી અંબાલાલભાઈને પરમકૃપાળુદેવની સેવાનો પ્રત્યક્ષ જોગ મળ્યો તો શું પરિણામ આવ્યું? આત્મજ્ઞાન પામ્યા. સાત દિવસનો પરમકૃપાળુદેવનો બોઘ પણ અક્ષરે અક્ષર લખી લાવે એવી લબ્ધિ, સેવાથી એમને પ્રગટી હતી. પૂ. શ્રી બ્રહ્મચારીજીએ પ.પૂ.પ્રભુશ્રીજીની રાતદિવસ સેવા કરી તો આત્મજ્ઞાન પામ્યા. અને સેંકડો જીવોને પરમકૃપાળુદેવનું શરણ અપાવનાર થયા. મણિલાલ બોટાદવાળાને દીક્ષા લેવાના ભાવ હોવાથી ઘરમાંથી છાનામાના ભાગી જતા હતા. તેમને પરમકૃપાળુદેવના એક પત્રથી શાંતિ થઈ ગઈ કે દીક્ષા લેતા પહેલાં ઘણી ઘણી યોગ્યતાની જરૂર છે. તે યોગ્યતા આધ્યે દીક્ષા ફળીભૂત થાય છે. તેમને એક વાર પરમકૃપાળુદેવનો પ્રત્યક્ષ જોગ મળતા સેવાનો પણ લાભ મળેલો. તે આ પ્રમાણે :(શ્રી મણિલાલ રાયચંદ ગાંધી બોટાદવાળાના પ્રસંગમાંથી) જેવા ભાવ તેવા પ્રભુ ફળે શ્રી મણિલાલનો પ્રસંગ –“પરમકૃપાળુદેવ સાથે થોડીવાર ઘર્મચર્ચાની વાતો ચાલી. પછી સાહેબજી એક ઢોલિયા ઉપર સૂતા. એટલે ચાર-પાંચ મુમુક્ષુઓ સેવા ભક્તિ કરવા પગ ચાંપવા બેઠા. તેમની પાસે મેં નજીક જઈ ઘીમેથી કહ્યું કે સેવા કરવાનો લાભ મને આપો. ત્યારે બીજા ભાઈઓ કહે તમે પડખે બેસો. તે ઉપરથી મનમાં બહુ ખેદ થયો કે આ સર્વે ભાઈઓને તો ૧૧૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ કેવળ અર્પણતા નથી'..... ઘણી વખત લાભ મળે છે, પણ મને કોઈ વખત દર્શન થયા અને આ લાભ નહીં મળે! તેમ વિચાર કરતાં વધારે દિલગીર થઈ ગયો. પૂજ્યશ્રીએ કહ્યું તમે સૌ એક બાજુ બેસો. મણિલાલની ઇચ્છા છે તો કરવા દો. એટલે સૌ કોરે ખસી ગયા, અને બહુ આનંદથી યથાશક્તિ સેવા કરી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૭૧) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદવાળાના પ્રસંગમાંથી) શ્રી સોમચંદભાઈનો પ્રસંગ - “એક દિવસ વઢવાણ કેમ્પમાં બપોરે ત્રણના સુમારે કૃપાળુદેવના હૉલમાં ગયો અને સેવા-ચાકરી કરતો હતો. તેવામાં પોતે જણાવ્યું કે સંડાસ જવું છે. જેથી મેં ટબ વગેરે ગોઠવી દીધું. પોતે બેઠા અને હું બાજુમાં ઊભો હતો. સંડાસથી પરવારી પોતે ખુરશીમાં બેઠા. પછી તે ટબ મેં લીધું. ઝાડો પાતળો પણ તેમાંથી ઘણી જ સુગંધ આવતી હતી. મને ભ્રાંતિ થઈ કે જરૂર કોઈ ઉંચા પ્રકારના અત્તરની બાટલી પડી લાગે છે અને તેથી આટલી બઘી સુગંથી મહેંકે છે. પાઠવવાની જગ્યાએ મેં ટબ પાઠવ્યું તો પણ ત્યાં ચારે બાજુથી સારી એવી સુગંધી આવતી હતી. તે વાત મેં પરમકૃપાળુદેવને કરી તથા ભાઈશ્રીને કરી. પરમકૃપાળુદેવે જણાવ્યું કે તેમ જ છે.” (શ્રીમદ્ રાજચંદ્રના જીવન પ્રસંગોમાંથી પૃ.૩૧૮) પ્રજ્ઞાવબોઘ'માંથી - સુખી સાચા સંતો ઍવિત ઘન આશા તજીં તરે, સહે કષ્ટો ભારે શરીરથી, ઉરે બોઘ નીતરે; સ્મૃતિથી સંતોની સકળ દુઃખના કારણ ગળે, સદા સેવા ચાહું સમીપ વસવા સંત પગલે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજી અર્થ - “આ જગતમાં એક માત્ર સુખી સાચા સંતપુરુષો છે કે જે જીવવાની કે ઘનની આશાને તજી દઈ સંસાર સાગર તરી જાય છે. કર્મના ફળમાં આવેલ ભારે કષ્ટો-ઉપસર્ગો પરિષહો વગેરેને શરીરથી સહન કરે છે પણ તેમના પવિત્ર હૃદયમાં બોઘની ઘારા સદા નીતરતી રહે છે. એવા સંતપુરુષોની સ્મૃતિમાત્રથી સકળ દુઃખના કારણો નાશ પામે છે. તેવા સંતપુરુષોની હું સદા સેવા ચાહું છું અને તેમના ચરણ સમીપમાં વસવાની કામના સદા હૃદયમાં ઘારી રાખું છું કે જેથી શીધ્ર મારા આ સંસારનો અંત આવે. એવા સત્પરુષની સેવાનો જોગ ઇચ્છું છું અથવા જેને યોગ મળ્યો છે તે પુરુષો દ્વારા પરમકૃપાળુદેવના કે પ.પૂ.પ્રભુશ્રી વગેરેના પ્રસંગોની વાતો સાંભળવામાં આવે તો પણ જીવન ઘન્ય માનું છું.” -અ.ભા.૧ (પૃ.૩) કેવળ અર્પણતા નથી'..... પૂ.શ્રી બ્રહ્મચારીજીને પ.પૂ.પ્રભુશ્રીજીના સત્સંગનો જોગ થયો. તેના કારણે તેમના ચરણકમળમાં સંપૂર્ણપણે અર્પણ થવાની ભાવના જાગી. તેથી પોતાના ૪ વર્ષના પુત્ર બબુને, પોતાના ૧૧૩ Page #118 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભાઈને ૨૨ પાનાનો પત્ર લખી તેમને સોંપી દઈ પોતે મનવચનકાયાના ત્રણેય યોગથી પ.પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અર્પણ થઈ ગયા. ‘ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર' તેનું ફળ તેઓ સમ્યક્દર્શન પામ્યા. ભરત મહારાજા ભગવાન ઋષભદેવને અર્પણ થયા, તેમનું શરણ સ્વીકાર્યું. અને તેમની આજ્ઞાથી આ રાજ્ય ઋષભદેવનું છે એમ માની રાજ્ય કર્યું; તો તેઓ પણ કેવળજ્ઞાનને પામ્યા. શ્રી રામના ભાઈ ભરતે પણ શ્રી રામની ચરણપાદુકાને સિંહાસન પર મૂકી આ રાજ્ય શ્રી રામનું છે. હું તો તેમનો સેવક છું એમ તેમને અર્પણ થઈ રાજ્ય સંભાળ્યું. તો ઉત્તમગતિને પામ્યા. એવો સર્વસ્વ અર્પણતાનો ભાવ હે પ્રભુ! મને ક્યારે આવશે? ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : ભગવાનને સર્વ સમર્પણ કર્યા વિના દેહાભિમાન મટે નહીં “ભગવતને સર્વ સમર્પણ કર્યા સિવાય આ કાળમાં જીવનું દેહાભિમાન મટવું સંભવતું નથી.’’ (વ.પૃ.૩૦૯) પરમકૃપાળુદેવની આજ્ઞા ભક્તિમાં આખી જિંદગી ગઈ તો અવશ્ય મોક્ષ “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (વ.પૃ.૧૯૪) તન, મન, ધનાદિ જ્ઞાનીને અર્પણ કરવાથી મુમુક્ષુતા નિર્મળ હોય “તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.’ (વ.પૃ.૩૧૮) દેહાદિમાં હું પણું - મારાપણું મટાડવા અર્પણતા કરવી “અર્પણતા જે કરવાની છે તે અહંભાવ, મમત્વભાવ તથા દેહાદિ જે પર છે, તે મટાડવા માટે કરવી. કૃપાળુદેવે પણ લખ્યું છે. અર્પણભાવ કર્યા પછી મમત્વભાવ ન રહે. જનકે અષ્ટાવક્રને તન, મન, ધન બધું સોંપી દીધું, પછી અષ્ટાવક્રે એને કહ્યું કે તું મારા આ રાજ્યનું કામ કર. જનકરાજા ‘આ ગુરુનું રાજ્ય છે’, હું તો નોકર છું, એમ ગણી રાજ્ય કરતા. દરેક કામ કરતી વખતે પહેલાં એ ગુરુને સંભારતા. આ ગુરુનું કામ કરું છું એમ કરી કામ કરતા તેથી અહંભાવ મમત્વભાવ થતો નહોતો. અહંભાવ, મમત્વભાવ જવો બહુ દુર્લભ છે. આપ્યા પછી અહંભાવ કરે કે મારું શરીર સારું, રૂપાળું છે, તો ચોર કહેવાય. અર્પણ કર્યા પછી પોતાનું કંઈ ન મનાય. (બો.૧ પૃ.૫૮૯) ૧૧૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ‘નથી આશ્રય અનુયોગ’..... નથી આશ્રય અનુયોગ'... અનુયોગનો મને આશ્રય નથી. અનુયોગ ચાર છે. (૧) ઘર્મકથાનુયોગ (૨) : ચરણાનુયોગ (૩) કરણાનુયોગ (૪) દ્રવ્યાનુયોગ. ચાર અનુયોગરૂપ મહાનીધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર “દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ઘર્મકથાનુયોગના મહાનિધિ એવા વીતરાગ પ્રવચનને નમસ્કાર કરું છું.” (વ.પૃ.૫૮૦) દ્રવ્યાનુયોગ પરમ ગંભીર, સૂક્ષ્મ અને ભગવાનના બોઘનું રહસ્ય દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહાભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે. દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પરુષના ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.” (વ.પૃ.૬૩૨) દ્રવ્યાનુયોગનું ફળ સંયમ અને એ જ સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વઘારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે.” (વ.પૃ.૬૩૨) ઉપદેશપ્રાસાદ ભાષાંતર'ના આઘારે – સર્વશ્રેષ્ઠ તત્ત્વ વીતરાગ પ્રણીત ઘર્મ પૂષ્પચૂલાનું દૃષ્ટાંત – એક નગરમાં પુષ્પકેતુ નામે રાજા હતો. તેની રાણી પુષ્પવતીને પુત્રપુત્રી સાથે જોડકું જગ્યું. તેમનાં નામ પુષ્પચૂલ તથા પુષ્પચૂલા પાડ્યા. બન્ને વચ્ચે અત્યંત પ્રેમ હોવાથી રાજાએ યુક્તિથી પ્રઘાન વગેરેની સમ્મતિ લઈને ભાઈબહેનના જ લગ્ન કરી દીઘા. આ બધું જોઈને રાજાની રાણી પુષ્પવતીને સંસારનું સ્વરૂપ વિચિત્ર ભાસ્યું અને વૈરાગ્ય પામી દીક્ષા લઈ લીધી. અંતે સમાધિમરણ કરીને તે દેવલોકે ગઈ. ત્યાંથી પોતાની પુત્રી પુષ્પચૂલા જે હમણાં રાણી છે તેને દીક્ષા અપાવવા માટે સ્વપ્નમાં ભયંકર નરકનું વાસ્તવિક સ્વરૂપ દેખાડ્યું. તે વાત તેણીએ પુષ્પચૂલ રાજાને કરી. ત્યારે રાજાએ બૌદ્ધમત વગેરેના સાધુઓને બોલાવી નરકનું સ્વરૂપ પૂછ્યું. તેના જવાબમાં નરકને ગર્ભવાસના કેદખાના જેવું કહ્યું. પણ રાણીને તે બરાબર લાગ્યું નહીં. તેથી અગ્નિકાપુત્ર આચાર્યને બોલાવીને પૂછ્યું. તેમણે સાત નરકોનું વર્ણન કર્યું. ત્યારે રાણી બોલી કે શું આપને પણ મારા જેવું સ્વપ્ન આવ્યું છે? ત્યારે આચાર્ય ભગવંતે કહ્યું કે ના અમને સ્વપ્ન આવ્યું નથી પણ ભગવાનના કહેલા આગમ વડે તે સર્વ જાણીએ છીએ. આગમ એ તત્ત્વલોચન છે. તેના વડે સર્વ જણાય છે. પુષ્પચૂલાને બીજે દિવસે દેવલોકનું સ્વપ્ન એની માતાએ દેખાડ્યું. તે વિષે પણ અગ્નિકાપુત્ર ૧૧૫ Page #120 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન આચાર્યને પૂછ્યું ત્યારે એનું પણ આબેહૂબ વર્ણન કરવાથી રાણીને એ વાત બેસી ગઈ. પછી શું કરવાથી નરકે જવાય? શું કરવાથી દેવલોકે જવાય? વગેરે રાણીના પૂછવાથી શ્રી ગુરુએ કહ્યું કે વિષયસેવનાદિકથી નરક જવાય. શ્રાવકઘર્મ CM2 'દી ( m) DOC (GD) I ૦ ૦ ૦ B e e #I 09/ કિ , તથા મુનિઘર્મ આરાઘવાથી સ્વર્ગે કે મોક્ષે જવાય. એ સાંભળી પુષ્પચૂલાએ રાજાની આજ્ઞા લઈ ગુરુ પાસે દીક્ષા લઈ લીધી. Ir Googy ૧૧૬ Page #121 -------------------------------------------------------------------------- ________________ ‘હું પામર શું કરી શકું?”.... અંતે કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવ્યો. આ બધો પ્રભાવ તત્ત્વજ્ઞાનનો છે. (૬ કી તત્ત્વજ્ઞાનરૂપ લોચન એટલે આંખથી ત્રણે લોકમાં શું શું છે તે સર્વ જાણી શકાય છે. માટે સર્વજ્ઞ પ્રણીત આગમને અને શ્રી ગુરુ ઉપદિષ્ટ તત્ત્વને લોચનદાયક માનું. ભગવાનનો કહેલો દ્રવ્યાનુયોગ તત્ત્વજ્ઞાનનો જ બોઘ કરે છે અને સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય પણ એ જ છે. વ્યવહારિક પ્રવૃત્તિ ઘટાડી સન્શાસ્ત્ર અર્થે ઘણો અવકાશ મેળવી શકે “સત્પરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત્ જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લાભ અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાઘન કરવું યોગ્ય છે. તે સત્સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેની વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તો પણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સલ્ફાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે.” (વ.પૃ.૬૦૭) હું પામર શું કરી શકું?' એવો નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુઘીની છેક.” ૫ અર્થ - “હું પામર છું, કશું કરી શકતો નથી, એવો વિવેક મારામાં નથી. પામર એટલે હું કશું જાણતો નથી, અઘમ છું. એવો વિવેક શાથી આવે? આપના ચરણકમળના આશ્રયની ઘીરજ, મરણ સુધી હોય તો વિવેક આવે. ક્ષણક્ષણમાં વૃત્તિઓ પલટાય છે, તો પછી વિવેક કેવી રીત આવે? મરણપર્યત તારા શરણમાં જ રહું એવો ભાવ આવે ત્યારે વિવેકની પ્રાપ્તિ થાય. એવી ઘીરજ પણ મારામાં નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) પામર શું કરી શકું?' હું વિષય કષાયને આધીન છું માટે પામર છું. કર્માધીન છું, નિમિત્તાધીન છું એવું પોતાનું પામરપણું જીવને સમજાય, એવો વિવેક આવે તો તે પામરપણાને દૂર કરવા જ્ઞાનીપુરુષનું શરણ શોધે અને મરણની છેલ્લી ઘડી સુધી તે શરણ ટકાવી રાખી સમાધિમરણ કરે. (શ્રી છગનભાઈ નાનજીભાઈ લીંબડીવાળાના પ્રસંગમાંથી) અનંતવાર પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યા માટે એંઠવાડારૂપ શ્રી છગનભાઈનો પ્રસંગ - “એક રાત્રે ભિખારીઓ ઓરડાની પાસે બેઠા વાતો કરતા હતા કે ભાઈ, આજે જે ઠેકાણે હું માંગવા ગયેલો તેમણે સારી રીતે એંઠ વગેરેનો ભૂકો મને આપ્યો. તે મેં પોતે ખાઘો અને વધ્યો તે મારા ભાઈને પણ આપ્યો. એમ બન્ને સંતોષ પામ્યાની વાતો ૧૧૭ Page #122 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કરતા હતા. ત્યારે કૃપાળુદેવે મને કહ્યું કે છગન, સાંભળ આ વાતો કરે છે તે. મેં કહ્યું કે હા બાપજી, સાંભળું છું. બાપજી કહે કે એ વાતનો પરમાર્થ સમજવાનો છે. આનો પરમાર્થ આમ વિચારી શકાય કે આપણો આ પામર આત્મા, જગતમાં પાંચ ઇન્દ્રિયોના વિષયની ભૂખને લઈને ઘન માલ મિલકતરૂપ આહાર મળતાં રાજી થઈ પરમ સંતોષ માને છે. પણ જ્ઞાનીઓ તેવા જીવોને પામર ભિખારીઓની ઉપમા આપે છે કે અનંતકાળથી ભોગવેલા એવા એંઠવાડા જેવા વિષય ભોગોને પામી આ પામર જીવ રાજી થાય છે, પણ પરમ અમૃત સ્વરૂપ આત્માનન્દ કે જે પોતાની પાસે જ છે તેને ખોળતો નથી, કારણ તેનું અજ્ઞાન છે. અને તેનું ભાન જ્ઞાની પુરુષો જ કરાવી શકે છે.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી પૃ.૩૫૩) “હું પામર શું કરી શકું?”.... કર્મને આધીન જીવ કર્તાભાવ કરે એ અહંકાર છે હું પામર શું કરી શકું? અહંભાવ છોડવાનો છે. આ જીવ “હું કરું છું' એમ અહંભાવ કરે છે.” (બો.૨ પૃ.૩૦૯) ૧૧૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ‘હું પામર શું કરી શકું?”. (પ.પૂ.પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાંથી) હે પ્રભુ આપની પાસે રહેવું છે પણ શું કરું? સામર્થ્ય નથી હે પ્રભુ ઇચ્છા તો જ્યાં પ્રભુ વસે તે સ્થાનમાં રહેવાની થાય છે. પણ શું કરું? મારામાં કોઈ સામર્થ્ય નથી. માટે તમે સહાય કરો તો જે જે ઇચ્છા છે તે પૂર્ણ થાય. ખરી પ્રીતિ તો જળ પ્રત્યે મચ્છની છે તેમ હે પ્રભુ તમારામાં પ્રીતિ છે તે જ શ્રેષ્ઠ છે. અને (મનવચનકાયાના) જોગની પ્રીતિ છે તે તો દાદુર (દેડકો) જેમ કચરામાં દેહ રાખે તેમ છે. વળી જળની પ્રીતિ તો બેહને છે. પ્રીતિ પ્રીતિમાં ફેર હોય છે તેમ મારે તો તમને પ્રીતિ ઉપરથી દેખાડવાની નથી. પણ તમારા પ્રેમરસના શરણમાં પડવાની છે. બીજી કાંઈ જરૂર નથી હે પ્રભુ.” (શ્રી ઠાકરશીભાઈ લહેરચંદ શાહ લીમડીના પ્રસંગમાંથી) હું પામર શું જાણું. હું તો આપના દર્શનાર્થે આવ્યો છું શ્રી ઠાકરશીભાઈનો પ્રસંગ –“જમીને ઉઠ્યા પછી કૃપાનાથની સેવામાં હું બેઠો હતો, તે વખતે કૃપાનાથે ઉદાસીનતાથી પૂછ્યું કે, તમે શું જોઈને અહીં દોડ્યા આવ્યા છો? અહીં શું ત્યાગ ભાળ્યો? શું વૈરાગ્ય ભાળ્યો? મેં કહ્યું–મને પામરને શું માલુમ પડે? હું તો પૂજ્યશ્રી સૌભાગ્યભાઈ તથા ડુંગરભાઈના અવલંબને આપ સાહેબને જ્ઞાનીપુરુષ ગણી અત્રે દર્શનાર્થે આવ્યો છું. મારા તો આપ પરમકૃપાનાથ સદ્ગુરુ છો. સાહેબ! મને આડો અવળો ગૂંચવશો નહીં. પછી કંઈક આત્મજ્ઞાન સંબંધી પૂછતાં કૃપાનાથે કહ્યું કે હાલ તું સમજી શકે તેમ નથી.” -શ્રી.રા. પ્રે. પ્રસંગોમાંથી (પૃ.૩૩૨) (શ્રી છગનભાઈ નાનજીભાઈના પ્રસંગમાંથી) તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. શ્રી છગનભાઈનો પ્રસંગ એક નાગલપર ગામના સલાટ મોતીભાઈ જે વઢવાણ કેમ્પમાં આવીને રહ્યાં હતા તેમણે કહ્યું કે ચાલો તમારી સાથે આવું, મને રાયચંદભાઈ જ્ઞાનીના દર્શન કરાવજો. ત્યારે મેં | | | કીધું કે તમારે જ્યારે આવવું ;]WL હોય ત્યારે આવજો, દર્શન , કરાવીશું. પછી એ આવે એટલે હું બાપજી પાસે તેડી જતો. પણ આ મોતીભાઈ બાપજીને પગે લાગે ત્યારે બાપજી તેને બે હાથ ઊંચા કરીને ના પાડે. ૧૧૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ત્યારે આ ભાઈ બોલ્યા કે સાહેબજી, હું તો પગે લાગું પણ તમે મને શી રીતે ના પાડો છો? બાપજીએ કહ્યું કે હું માણસ અને તમો પણ માણસ છો તેથી. ત્યારે મોતીભાઈ બોલ્યા કે ના સાહેબ, એમ ન કરવું. તમે તો જ્ઞાની છો, અમે તો પામર છીએ. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે તમો શાથી કહો છો? ત્યારે તેઓએ કહ્યું કે એ હું જાણું છું કે તમો જ્ઞાની છો માટે હવેથી સાહેબજી એમ ન કરશો.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી (પૃ.૩૪૭) (શ્રી વ્રજભાઈ ગંગાદાસ પટેલ કાવિઠાના પ્રસંગમાંથી) અબુઘ અને અશક્ત મનુષ્યો પણ જ્ઞાની પુરુષના શરણથી અદ્ભુત ફળને પામ્યા શ્રી વ્રજભાઈનો પ્રસંગ –“સાહેબજી જ્યારે કાવિઠા પધાર્યા ત્યારે અગાસ સ્ટેશન થઈ પધાર્યા હતા. તે વખતે સ્ટેશન પર હું હાથ જોડીને ઊભો રહ્યો અને મારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે વખતે મેં સાહેબજીને વિનંતીપૂર્વક જણાવ્યું કે સાહેબજી મારી શી વલે થશે? ત્યારે સાહેબજીએ મારી સામી નજર કરી કીધું કે તમારું કામ નક્કી થશે. એક શ્રદ્ધા રાખી સ્મરણ કરજો. તે સાંભળી મેં દંડવત્ નમસ્કાર કર્યા. તે વખતે સાહેબજીએ મને જણાવ્યું કે તમોએ દંડવત્ કર્યા તેથી તમોએ અમને કાયા અર્પણ કરી. ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે ત્યારબાદ પરમકૃપાળુદેવ એક મહિનો વસો રહી શ્રી ઉત્તરસંડાના સીમાડામાં એક બંગલો હતો ત્યાં બિરાજ્યા હતા. હું ત્યાં દર્શન કરવા ગયેલ. દર્શન કરતી વખતે પ્રભુને ગળગળીને મેં કહ્યું કે પ્રભુ, મને કંઈ આવડતું નથી, ભણેલ નથી તો આ જીવની શી વલે થશે? ત્યારે ભગવાને કહ્યું કે આ ભવમાં તમને વિશેષ સમજણ નથી તો તમો એક ભગવાનનું લક્ષ રાખજો અને શ્રદ્ધા રાખજો. એમ કહી “પરમગુરુ સર્વજ્ઞદેવ'નો મંત્ર આપ્યો અને જણાવ્યું કે એ જ સ્મરણ રાખજો; ભણેલા કરતાં તમારું કલ્યાણ વહેલું થશે. આવતા ભવમાં જ્ઞાન થશે અને ત્રીજે ભવે મોક્ષ થશે એમ જણાવ્યું હતું.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૨૫૭) (પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રસંગમાંથી) જ્ઞાની પુરુષ આગળ અજ્ઞાની પામર છે. તેનું જોર ચાલી શકે નહીં શ્રી હરજીભાઈનો પ્રસંગ –“એક વખત મંડાળામાં પૂ.હરજીભાઈ પૂ.પ્રભુશ્રીને ગુરુ કરવા ચાદર ઓઢાડવાના ભાવથી ચાદર લઈને ગયા. પ.પૂ.પ્રભુશ્રીજીએ પૂછ્યું શું લાવ્યો છે? શું કરવા? તેણે કહ્યું સ્વામીનારાયણમાં અમે ગુરુને ચાદર ઓઢાડીએ છીએ તે આજે ચાદર આપને ઓઢાડવાનો છું. હા કહો કે ના કહો પણ ઓઢાડીશ. પછી તે ઓઢાડવા જાય ત્યારે પ.પૂ.પ્રભુશ્રીજી પાટ ઉપરથી ઊભા થઈ જાય. એમ બહુ વાર કર્યું પણ લાગ ન ખાશો. એક વખત તો જલદીથી ઓઢાડવાનો વિચાર કરી પાસે ગયા ત્યાં તેમણે એક આંગળી સામી ઘરી ત્યાં તો તે પાણી પાણી જેવા થઈ ગયા અને ધ્રુજવા લાગ્યા. ઘણીવાર પછી પૂછ્યું, કેમ છે? પછી તેને લાગ્યું કે મારું કંઈ ૧૨૦ Page #125 -------------------------------------------------------------------------- ________________ એવો નથી વિવેક'..... જોર ચાલે તેવું નથી. પછી પ.પૂ.પ્રભુશ્રીજીએ ચાદર લઈ ખેસની પેઠે ખભે / 3 નાખી અને પ્રસાદીરૂપે પાછી આપી સાચવી રાખવા કહ્યું. એવો નથી વિવેક'.... શ્રીમદ્ રાજચંદ્ર માંથી - આત્માને આત્મા જાણે અને દેહને દેહ જાણે તે વિવેક લઘુ શિષ્યો–ભગવન્! આપ અમને સ્થળે સ્થળે કહેતા આવો છો કે વિવેક એ મહાન શ્રેયસ્કર છે. વિવેક એ અંઘારામાં પડેલા આત્માને ઓળખવાનો દાવો છે. વિવેક વડે કરીને ઘર્મ ટકે છે. વિવેક નથી ત્યાં ઘર્મ નથી તો વિવેક એટલે શું? તે અમને કહો. ગુરુ—આયુષ્યમનો! સત્યાસત્યને તેને સ્વરૂપે કરીને સમજવાં તેનું નામ વિવેક. (વ.પૃ.૯૫) મોક્ષમાળા વિવેચન'માંથી - આત્માને ઓળખવાનો દીવો તે વિવેક સત્યને સત્ય અને અસત્યને અસત્યરૂપે સમજે તેને જ્ઞાનીઓ વિવેક કહે છે. વ્યવહારમાંઆવકાર આપે વગેરે ડહાપણથી વર્તે તેને “વિવેક' કહે. વિવેક એ જ્ઞાનનો ભેદ છે. શ્રેયસ્કર એટલે હિત કરનાર. આત્માને ઓળખવાનો દીવો વિવેક છે તે જ્ઞાનપ્રકાશ કહેવાય છે. જે જ્ઞાનથી આત્માને ઓળખે, આત્માને આત્મા જાણે અને દેહને દેહ જાણે તે વિવેક છે. દેહને આત્મા માનવો તે અજ્ઞાન, અંધકાર અથવા અવિવેક છે. વિવેક વડે ઘર્મ ટકે છે એટલે વિવેક પ્રાપ્ત થાય તો ઘર્મ જાય નહીં. સત્ય એટલે વસ્તુ જેમ છે તેમ અને અસત્ય એટલે વસ્તુ હોય તેથી વિપરીત.” (પૃ.૧૧૩) સંસારના સુખો ભોગવે તેથી નરકે જાય. તેને સારાં ગણે તે અવિવેક “અવિવેક છે તેથી સંસારના સુખોમાં મોહિની છે. સંસારને અમૃત જેવો ગણ્યો એ અવિવેક છે. સંસાર કડવો છે, કડવા ફળને આપે છે. સંસારના સુખો ભોગવે તેથી નરકે જાય. તેને સારાં ગણે તે અવિવેક છે. સંસાર ઝેર જેવો લાગે તે વૈરાગ્ય છે. સંસારના ઔષધરૂપ તે વૈરાગ્યને કડવો ગણે તે અવિવેક છે. ભાવઅમૃતમાં આવવું એટલે જ્ઞાન દર્શનમાં આવવું એનું નામ વિવેક છે. વિવેક એ કેવી ઉત્તમ વસ્તુ છે! અજ્ઞાનનું જ્ઞાન કરી નાખે એવી આશ્ચર્યકારી વસ્તુ છે. વિવેક ઘર્મનું મૂળ છે. એ હોય તો પછી ઘર્મવૃક્ષ વધે. વિવેક વિના જ્ઞાન જ્ઞાનરૂપે ન ઓળખાય, શીલ શીલરૂપે ન ઓળખાય, ઘર્મ ઘર્મરૂપે ન ઓળખાય, તત્ત્વ તત્ત્વરૂપે ન ઓળખાય અને તપ તપરૂપે ન ઓળખાય.” (પૃ.૧૧૪) ૧૨૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન fe - “શ્રીમદ્ રાજચંદ્રમાંથી - શુદ્ધ નિર્મળ એવો આત્મા અન્ય સંયોગવશ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે. શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાભ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી.” (વ.પૃ.૭૮૯) મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું “નરસિંહ મહેતા ગાઈ ગયા છે કે : મારું ગાયું ગાશે તે ઝાઝા ગોદા ખાશે; સમજીને ગાશે તે વહેલો વૈકુંઠ જાશે. તાત્પર્ય કે સમજીને વિવેકપૂર્વક કરવાનું છે. પોતાની દશા વિના, વિના વિવેકે, સમજ્યા વિના જીવ અનુકરણ કરવા જાય તો માર ખાઈ જ બેસે. માટે મોટા કહે તેમ કરવું, કરે તેમ ન કરવું. આ વચન સાપેક્ષ છે.” (વ.પૃ.૬૬૭) કેટલાક મુખ દુરાચારમાં, વિષયમાં માનવદેહ ગુમાવે એ જ અવિવેક “કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સવિવેકનો ઉદય થતો નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. એથી આપણને મળેલો એ દેહ બહુ દુર્લભ માનવદેહ સફળ કરી લેવો અવશ્યનો છે. કેટલાક મુખ દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલો માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ઘર્મમાં ત્વરાથી સાવઘાન થવું.” (વ.પૃ.૧૦) એવો નથી વિવેક'..... પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “મૂઢ બાળ, ઉન્મત્ત કહ્યા જે લહે નહીં વિવેક અહો! કનક-થાળમાં ધૂળ ભર્યા સમ વિષય-વાસના દેખ અહો! શ્રી રાજ અર્થ :- જે હિતાહિતના વિવેકને પામતા નથી તેને પુરુષોએ મૂઢ, બાળ એટલે અજ્ઞાની અને ઉન્મત્ત એટલે ગાંડા કહ્યાં છે. કેમકે તે કનક એટલે સોનાના થાળમાં ઘૂળ ભર્યા સમાન આ અમૂલ્ય માનવદેહનો સમય ધૂળ સમાન વિષય વાસનામાં ગાળે છે. લો. ૧૨૨ Page #127 -------------------------------------------------------------------------- ________________ ચરણ શરણ ઘીરજ નથી'..... કાચ લઈ દે ચિંતામણિ તે, ઘોવે અમીથી પાય અહો! ગજવર-પીઠે વહે ઇંઘન, ઘન કાજે ભવ જાય અહો! શ્રી રાજ ) અર્થ - કોઈ કાચના ટુકડાને લઈ ચિંતામણિ રત્ન આપી દે, કોઈ અમૃતથી પગ ઘોવે, કોઈ રાજાના પટહસ્તિ ઉપર લાકડા ભરે, તેમ જે આત્મા ઘન ભેગું કરવા માટે આ અમૂલ્ય માનવદેહનો ઉપયોગ કરે તે પણ તેવું જ કરે છે. I/૧૦ના સાચાં મોટાં મોતી વેરે, તોડી હાર લે સૂત્ર અહો! કલ્પતરુ છેદી અરે! વાવે વંતૂરા, વિચિત્ર અહો! શ્રી રાજ અર્થ - જે હારને તોડી સાચા મોટા કિંમતી મોતીને વેરી નાખી તેમાંથી સૂત્ર એટલે દોરાને ગ્રહણ કરે અથવા કોઈ જે માગે તે મળે એવા કલ્પવૃક્ષને છેદી નાખી ધંતુરાને વાવે તેવું વિચિત્ર કાર્ય વિષય કષાયમાં પડેલા અજ્ઞાની જીવો આ જગતમાં કરી રહ્યાં છે. ૧૧ ભર દરિયે ખીલા કાજે હા! કાણી કરતો નાવ અહો! ભસ્મ કરે ઉત્તમ ચંદન દહી, તેવા બને બનાવ અહો! શ્રી રાજ, અર્થ - કોઈ દરિયાની વચ્ચે ખીલો મેળવવા માટે નાવને કાણી કરી દે, કોઈ ઉત્તમ કિંમતી ચંદનને બાળી તેની ભસ્મ બનાવે, તે મૂર્ખ શિરોમણિ ગણાય. તેમ મોહથી ઉન્મત્ત થયેલા જીવના તેવા જ બનાવો છે. I૧૨ાા - જો ઘન, ભોગો કાજે નરભવ ગાળો ઘર્મરહિત અહો! શા માટે આ જન્મ ઘર્યો છે? કેવો કરો વ્યતીત અહો! શ્રી રાજ અર્થ - જો ઘન પ્રાપ્ત કરવા કે ભોગો ભોગવવા અર્થે આ મનુષ્યભવને ઘર્મરહિત ગાળો છો તો તમે આ જન્મ શા માટે ઘારણ કર્યો છે? અને તેને કેવા પ્રકારે વ્યતીત કરો છો તેનો જરા વિચાર કરો. ‘નથી ઘર્યો વિષય વઘારવા, નથી ઘર્યો દેહપરિગ્રહ ઘારવા.” શ્રીમદ્ રાજચંદ્ર I/૧૩ના એ વિચારો ઊગે ક્યારે? સત્સંગતિ જો થાય અહો! ભવ-ભય જાગે, ગુણો પ્રગટે, પાપો દૂર પળાય અહો! શ્રી રાજ અર્થ - એવા વિચારો ક્યારે ઊગે? તો કે જીવને સત્સંગ થાય તો. સત્સંગ થાય તો સંસારની ચારગતિમાં દુઃખ જણાય તેથી ભય લાગે, ગુણો પ્રગટે અને પાપ કરવાથી જીવ દૂર રહે.” ૧૪ -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૩૩૭) ચરણ શરણ ઘીરજ નથી'..... હે પ્રભુ! આપના ચરણકમળનું શરણ એટલે આજ્ઞાને મરણની છેલ્લી ઘડી સુધી ટકાવવાની મારામાં ઘીરજ નથી. આપના ચરણકમળનું શરણ લે તો શું ફળ આવે? તો કે – ૧૨૩ Page #128 -------------------------------------------------------------------------- ________________ “જે અતિ દુષ્કર જલધિ સમો સંસાર જો તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો.” આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન અર્થ ઃ– એ અત્યંત દુ:ખે કરીને તરી શકાય એવો જે સંસાર સમુદ્ર છે તે આપ પ્રભુના અવલંબને એટલે કે શરણ લેવાથી તે ગાયની ખરી જેવો નાનો બની જાય. કેમકે - “શરણ કરે બલિયાતણું, મન મોહન મેરે, યશ કહે તસ સુખ થાય રે, મન મોહન મેરે” મનને મોહ પમાડનાર એવા બળવાન જ્ઞાનીપુરુષનું જે શરણ અંગીકાર કરે તેને શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે તે જીવ આ ભવે અથવા પરભવે સાચા આત્મિક સુખનો ભોક્તા થાય છે. પણ હે પ્રભુ! આપના ચરણકમળના શરણની ઘી૨જ મને ક્યારે આવશે કે જેથી આપના આશ્રયપૂર્વક આ દેહ છોડી મારું સમાધિમરણ કરું. ચરણ શરણ ધીરજ નથી'..... ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી – મોક્ષ કરતાં સત્પુરુષના ચરણ સમીપનો નિવાસ અમને પ્રિય “મોક્ષથી અમને સંતની ચરણ-સમીપતા બહુ વહાલી છે; પણ તે હિરની ઇચ્છા આગળ દીન છીએ.” (વ.પૃ.૨૯૯) પ્રત્યક્ષ આત્મજ્ઞાની પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા વિશેષ રાખવી વારંવાર બોધ સાંભળવાની ઇચ્છા રાખવા કરતાં સત્પુરુષના ચરણ સમીપમાં રહેવાની ઇચ્છા અને ચિંતના વિશેષ રાખવી. જે બોધ થયો છે તે સ્મરણમાં રાખીને વિચારાય તો અત્યંત કલ્યાણકારક છે.’” (વ.પૃ.૬૮૭) ગમે તેવી આપત્તિમાં પણ ધીરજને ન છોડે તો યથાર્થ બોધ પરિણમે “ધીરજ ન રહે એવા પ્રકારની તમારી સ્થિતિ છે એમ અમે જાણીએ છીએ, તેમ છતાં ઘીરજમાં એક અંશનું પણ ન્યૂનપણું ન થવા દેવું તે તમને કર્તવ્ય છે; અને એ યથાર્થ બોધ પામવાનો મુખ્ય માર્ગ છે.’’ (વ.પૃ.૩૩૧) પરિષહોને શાંતિથી, ઘીરજથી વેદે તો શીઘ્ર કલ્યાણ “તમે સૌ ધીરજ રાખજો અને નિર્ભય રહેજો. સુદૃઢ સ્વભાવથી આત્માર્થનું પ્રયત્ન કરવું. આત્મકલ્યાણ પ્રાપ્ત થવામાં ઘણું કરીને વારંવાર પ્રબળ પરિષઠો આવવાનો સ્વભાવ છે, પણ જો તે પરિષહ શાંત ચિત્તથી વેદવામાં આવે છે, તો દીર્ઘ કાળે થઈ શકવા યોગ્ય એવું કલ્યાણ બહુ અલ્પ કાળમાં સાધ્ય થાય છે.” (વ.પૃ.૨૮૩) ૧૨૪ Page #129 -------------------------------------------------------------------------- ________________ ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક'...... સંસારની ઉપાધિના ઉદયને ઘીરજથી વેદવો યોગ્ય સંસારી ઉપાધિનું જેમ થતું હોય તેમ થવા દેવું, કર્તવ્ય એ જ છે, તે અભિપ્રાય એ જ રહ્યા કરે છે. ધીરજથી ઉદયને વેદવો યોગ્ય છે.” (વ.પૃ.૩૨૫) ચરણ શરણ ઘીરજ નથી'... સપુરુષના ચરણનું શરણ લઈ સદા સમતા, ક્ષમા, ઘીરજ રાખવી. ઘીરજ કર્તવ્ય છે. ઉદાર વૃત્તિનો માણસ સંપત્તિ હો કે વિપત્તિ હો પણ તે સમતાથી ચાલે છે. તે ફતેહથી હરખાઈ જતો નથી અને હાર ખાવાથી અફસોસ કરતો નથી; ભય આવી પડે તો તેનાથી ભાગતો નથી, અથવા ભય ન હોય તો તેને ખોળવા જતો નથી. બીજા તેને હરકત કરે તો તેને દરગુજર કરે છે. તે પોતા વિષે કે બીજાઓ વિષે વાતો કર્યા કરતો નથી, કેમકે પોતાનાં વખાણ કરવાની ને બીજાનો વાંક કાઢવાની તેને દરકાર નથી. તે નજીવી બાબતો વિષે બરાડા મારતો નથી અને કોઈ પાસેથી મદદ મેળવવા માટે તે આજીજી કરતો નથી. દરેક માણસે આફત અને અડચણોને માટે સદા તત્પર જ રહેવું ઘટે છે. નસીબમાં ગમે તે લખ્યું હોય-સુખ કે દુઃખ તેની સામા જોવાનો, થવાનો એક જ ઉપાય “સમતા ક્ષમા ઘીરજ છે. કદી હિમ્મત હારવી નહીં. કોઈ પણ પ્રકારની આફતો આવી પડે કે ગમે તેવો અકસ્માત બનાવ બને તેથી કોઈ પણ મનુષ્ય પોતાનો અભ્યાસ છોડવો નહીં. અને જેટલું ઉચ્ચતમ અને વિસ્તીર્ણ જ્ઞાન તે સંપાદન કરે તે સઘળું પોતાના જ ઉપયોગમાં આવે છે.” (ઉ.પૃ.૬૬) પરમકૃપાળુદેવના ચરણનું શરણ લઈ આત્મપુરુષાર્થમાં મંડ્યા રહેવું આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊભે માર્ગે તાપડીની વાત જેવું આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજ.” (બો.૩ પૃ.૭૭૯) પરમકૃપાળુદેવના ચરણના શરણની ઘીરજ મરણની છેલ્લી ઘડી સુધી રાખવી “મોક્ષમાર્ગના આપણે સર્વે મુસાફરો પરમકૃપાળુદેવના શરણરૂપ ગાડીમાં બેઠા છીએ. એકબીજાના વિચારોની, મુશ્કેલીઓની, દુઃખની વાતો કરી દિલ હલકું કરી તે માર્ગમાં ત્વરિત ગતિએ ચલાય તે લક્ષ છેy.” (બો.૩ પૃ.૫૫૯) મરણ સુધીની છેક'... જેનો જન્મ થયો તેનું મરણ અવશ્ય થશે. કારણ કે કોઈપણ વસ્તુની પર્યાય શાશ્વત નથી. “કોઈ ગર્ભ વિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ; ૧૨૫ Page #130 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય” મરણ આગળ તો ઇન્દ્ર પણ શરણરહિત. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય, તે ભલે સુખે સૂએ. ” -શ્રી તીર્થંકર-છજીવનીકાય અધ્યયન (વ.પૃ.૫૦૪) સર્વનું મરણ નિશ્ચિત છે માટે સમાધિમરણની તૈયારી કરવી “પૂજ્યશ્રી– જીવે બહુ વિચારવા જેવું છે. જન્મ અને લગ્નના જેમ પ્રસંગો આવે છે, તેમ મરણનો પ્રસંગ પણ અવશ્ય આવવાનો છે. માટે ચેતતા રહેવું. “એકવાર જો સમાધિમરણ થયું તો સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.” (૨૫) એકવાર સમાધિમરણ કરે તો બઘા ભવોમાં સમાધિમરણ જ થાય. આ સમાધિમરણનું કામ એમ ને એમ થતું નથી. પહેલાં તૈયારી કરી રાખી હોય તો થાય. “હું નહીં કરું” એમ ચાલતું નથી. મરણ આગળ ઇન્દ્ર જેવા પણ શરણરહિત છે. મહાવીર ભગવાનને ઇન્દ્ર કહ્યું કે હે ભગવાન, આપના નિર્વાણ પછી ભસ્મગ્રહ આવવાનો છે; માટે આપ થોડુંક આયુષ્ય વઘારો. ત્યારે ભગવાને કહ્યું કે આયુષ્ય વધારવા કે ઘટાડવા કોઈ સમર્થ નથી.” (બો.૧ પૃ.૧૭૮) દેહ અને આત્મા જુદા છે તેનો વિચાર કરીને ભેદ પાડે તો મરતા આવડે મરતાં આવડવું જોઈએ. મરતાં આવડે તો ફરી દેહ ઘારણ કરવો ન પડે. દેહ અને આત્મા બન્નેય સ્પષ્ટ જાદાં દ્રવ્ય છે, પણ જીવે વિચાર કરીને ભેદ પાડ્યો નથી. જો ભેદ પાડ્યો હોય તો આત્મા નિત્ય છે', એવું દ્રઢ થઈ જાય. દેહ અનિત્ય છે, વિશ્વાસ રાખવા જેવો નથી. માટીનું વાસણ ફુટતાં વાર ન લાગે. તેમ આ દેહ છે તે માત્ર સંયોગરૂપ છે, પરમાણુઓનો જથ્થો ભેગો થયો છે. આત્મા દ્રષ્ટા છે. દેહ રૂપી છે અને આત્મા અરૂપી છે. જડ અને ચેતન બે વસ્તુ છે. જે જાણે તે ચેતન; જે ન જાણે તે અચેતન. જડ પુદ્ગલમાં હર્ષ-શોક, મોહ ઇત્યાદિ કરીને જીવ પોતાને સુખી માને છે તે ભૂલ છે. એ ભૂલ નીકળે તો પછી ગભરામણ, મૂંઝવણ કંઈ ન થાય. જેને મોહ ઓછો થયો છે તેને મૂંઝવણ ન થાય. આ દેહ મારો છે એમ થઈ ગયું છે. આખી જિંદગી સુધી મારો દેહ, મારો દેહ' એમ કરે પણ પોતાનો ન થાય. “મારો દેહ, મારો દેહ' કરે છે એ ભ્રાંતિ છે.” (બો.૧ પૃ.૧૭૮) “અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” ૬. અર્થ - “તારા માહાભ્યનો મને પ્રફુલ્લિત ભાવ નથી. એવા પ્રફુલ્લિત ભાવ માટે તારા પ્રત્યે જેવા સ્નેહની જરૂર છે તેવો સ્નેહ મારામાં એક અંશ માત્ર પણ નથી. તારા ઉપર સ્નેહ શી રીતે થાય? તો કહે : પરમ પ્રભાવ હોય તો. પ્રભાવ એટલે ગૌતમ સ્વામી જ્યારે મહાવીર સ્વામી ૧૨૬ Page #131 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય તુજ માહાભ્યનો'..... જ 'મને નથી મળ્યો છેએ પુરુષનો પાસે આવ્યા હતા ત્યારે બહુ અહંકારથી ભરેલા અને જાણે મહાવીર સ્વામીથી લડવા માટે જ આવ્યા હોય તેવું લાગતું હતું. પણ જ્યારે ભગવાન સમીપે પહોંચ્યા ત્યારે સર્વ ખોટા ભાવ જતા રહ્યા; અને સાચા રસ્તાને પકડી લીધો. એ પુરુષનો પ્રભાવ કહેવાય છે. આવો પરમ પ્રભાવ પણ મને નથી મળ્યો કે જેથી સદગુરુ પ્રત્યે સ્નેહ ઉત્પન્ન થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૬) અચિંત્ય તુજ માહાભ્યનો'.... દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઇષ્ટ વલ્લભ ત્રિભુવનઘણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પૂજના તો કીજે રે બારમા જિનતણી રે. ૨ સંક્ષેપાર્થ – ભગવાનની જળ ચંદનાદિકથી દ્રવ્યો વડે કરાતી પૂજા તે શુભભાવનું કારણ છે. ભાવપૂજાના બે પ્રકાર છે (૧) પ્રશસ્ત ભાવપૂજા અને (૨) શુદ્ધ ભાવપૂજા. ગુણી ઉપરના રાગને પ્રશસ્ત ભાવપૂજા કહે છે. ત્રણ ભુવનના સ્વામી ભગવાન વાસુપૂજ્ય મને પરમ ઇષ્ટ છે, વલ્લભ છે, તે મને અત્યંત પ્રિય લાગે છે. એ પ્રશસ્ત રાગરૂપ ભાવપૂજા છે તથા પ્રભુના શુદ્ધ સ્વરૂપને અવલંબીને પોતાના સ્વસ્વરૂપમાં તન્મય થવું તે શુદ્ધ ભાવપૂજા છે. રા. અતિશય મહિમા રે અતિ ઉપગારતા રે, નિર્મલ પ્રભુગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરત તુચ્છ તે રે, જિનરાગી મહાભાગ. પૂ૩ સંક્ષેપાર્થ :- ભગવાનના અતિશયોનો મહિમા તથા અનંત દુઃખરૂપ સંસારથી આત્મઘર્મની ઓળખાણ કરાવી ઉગારનાર એવા પ્રભુના ઉપકારોને સંભારવાથી તેમના પ્રત્યે નિર્મળ ગુણાનુરાગ પ્રગટે છે. ત્યારે તેના આગળ દેવતાઈ મણિ હો કે દેવતાઈ કામકુંભ હો અથવા દેવતાઈ કલ્પવૃક્ષ હો તે સર્વ તુચ્છ ભાસે છે. એવો જે જિન વીતરાગનો રાગી એટલે પ્રેમી હોય તેને મહાભાગ્યશાળી જાણવો. એ પણ પ્રશસ્ત ભાવપૂજા છે.” -ચં.ચો.(અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૪૮) “તાહરું ધ્યાન તે સમકિતરૂપ, તેથી જ જ્ઞાનને ચારિત્ર તે જ છેજી; તેહથી રે જાયે સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોયે પોજી. સંક્ષેપાર્થ - તમારું ધ્યાન તે જ સમકિતસ્વરૂપ છે, તે જ જ્ઞાન છે અને ચારિત્ર પણ તે જ છે. તેથી સઘળાં પાપ દૂર થાય છે. અને પરિણામે ધ્યાન કરનાર પણ ધ્યેયસ્વરૂપને પામે છે, અર્થાત્ જેનું ધ્યાન કરે તેવો જ તે પોતે બની જાય છે.” -ચ.ચો.(અર્થસહિત) ભાગ-૧ (પૃ.૨૧૦) “અચિંત્ય તુજ માહાભ્યનો'.... ચિંતવનમાં પણ ન આવી શકે એવું હરિ એટલે શુદ્ધાત્માનું સ્વરૂપ “અદ્ભુત! અદ્ભુત! અદ્ભુત! પરમ અચિંત્ય એવું હે હરિ, તારું સ્વરૂપ, તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું?” (વ.પૃ.૨૪૪) ૧૨૭ Page #132 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પરમાત્મા તે આનંદની જ મૂર્તિ છે, સર્વગુણનો ભંડાર “કેવળ તે આનંદની જ મૂર્તિ છે. સર્વ સત્તાની બીજભૂત તે શાશ્વત મૂર્તિને ફરી ફરી અમે જોવા તલસીએ છીએ.” (વ.પૃ.૨૩૮) જ્ઞાનીઓને આત્માના સુખ આગળ જગત તૃણવત્ ભાસે જ્ઞાનીઓ જગતને તૃણવત્ ગણે છે, એ એઓના જ્ઞાનનો મહિમા સમજવો.” (વ.પૃ.૯૬૯) (શ્રી મલકચંદભાઈ મોરબીવાળાના પ્રસંગમાંથી) જાણે સાક્ષાત્ ભગવાન જ હોય’ શ્રી મલકચંદનો પ્રસંગ – “સાહેબજીની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જુઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમજ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોઘ હોય નહીં. અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંકલના અદ્ભુત લાગતી. જ્ઞાન અમારામાં પરિણમેલું છે ખાતાં, ઉઠતાં, બેસતાં, તદ્દન અપ્રમત્તદશા જોવામાં આવતી. એક વખતે બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. - વાણી તદ્દન અમૃતમય, સામા માણસ ઉપર અસર થાય જ વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકોત્કીર્ણ હતા કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીના સમીપમાં રહીએ જેથી હંમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.” પ્રેરક પ્રસંગો પૂ.૭૯) (શ્રી છગનભાઈ નાનજીભાઈના પ્રસંગમાંથી) તમારા ઘચ ભાગ્ય કે આવા જ્ઞાની પુરુષ તમારે ઘેર જભ્યા શ્રી છગનભાઈનો પ્રસંગ - માતુશ્રી તથા નાના માતુશ્રી (ઝબકબા) ત્યાં પઘાર્યા હતા. ત્યાં કૃપાનાથે મને કહ્યું કે એ બઘા રાત્રે બેસે છે ત્યાં તું નાથીબાને સાથે લઈને જા તથા ઘર્મધ્યાન, સ્તવન, પ્રતીતિ વગેરેની વાત કરજો. પછી મેં નાથીબેનને કહ્યું કે માતુશ્રી તથા નાના માતુશ્રીને કૃપાળુદેવ સાથે સાંસારિક સગપણ નથી, પણ તેમને એવી વાત કરવી કે તમારા ઘન્ય ભાગ્ય છે કે આવા જ્ઞાની પુરુષ તમારા ઘરે અવતર્યા. અમો તો એ પુરુષને ભગવાન જ ગણીએ છીએ. તેના આશરે કલ્યાણ જ થાય; પણ તમોને તે વિષે ભગવાન જેવો રાગ નથી. પણ આ અવસર જાય છે. તમારા જેવાના ઘરમાં ચિંતામણિ રત્નનો જોગ છે. તમો તે વાત લક્ષમાં લો. એ વિચારી જુઓ કે આ કાકા લીંબડીના તથા અમો વીરમગામના તે આવા મહાત્માના કારણથી ઘરબાર સામું જોતા નથી અને તેમની સમીપમાં તેમની આજ્ઞા ઉપાડીએ છીએ. આમ કૃપાળુદેવની જ્ઞાની તરીકેની પ્રતીતિ અમોને વિશેષ થતી ગઈ છે એમ વાત કરવી.” (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો પૃ.૩૫૦) ૧૨૮ Page #133 -------------------------------------------------------------------------- ________________ “અચિંત્ય તુજ માહાભ્યનો'...... જ્ઞાનીના અચિંત્ય માહાભ્યનું જેટલું ઓળખાણ તેટલું કલ્યાણ “જ્ઞાની પુરુષનું અગમ્ય, અગોચર માહાભ્ય છે. તેનું જેટલું ઓળખાણ થાય તેટલું માહાસ્ય લાગે; અને તે તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય.” (વ.પૃ.૯૯૦) જીવનકળા'માંથી - ખેડાથી દેવકરણજી મહારાજ પ્રભુશ્રીજીને લખે છે કે : એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ (શ્રીમદ્ ઊતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે.” પરમકૃપાળુદેવની અદ્ભુત દશા “અડતાલીસની સાલમાં રાળજ બિરાજ્યા હતા. તે મહાત્મા શાંત અને શીતલ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્દભુત યોગીન્દ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીન્દ્ર પરમ શાંત બિરાજે છે. એવું પોતે પોતાની નગ્ન ભાવી અલિંગી નિઃસંગ દશા વર્ણવતા હતા.” (પૃ.૨૩૦) (શ્રી રત્નકુક્ષી મા દેવબાઈના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવની અલિપ્ત દશા શ્રી રત્નકુક્ષીમાનો પ્રસંગ –“સંવત્ ૧૯૫૬ની સાલમાં પરમકૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં હતા ત્યારે માતુશ્રીને પોતે કહ્યું કે “સંસારી જીવો સ્ત્રી સાથે એક દિવસમાં જેટલો મોહ કરે છે તેટલો આખી ઉમરમાં અમે કર્યો નથી. અને મને (માતુશ્રીને) કહ્યું કે–આપની આજ્ઞા હોય તો હું આજથી સર્વ પ્રકારે વ્રતનો નિયમ ઘારણ કરું.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨) (શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર, વસોના પ્રસંગમાંથી) સાહેબજી લલ્લુજી મહારાજને પગે લાગવાનું કહેતા શ્રી જેઠાભાઈનો પ્રસંગ - “શ્રી લલ્લુજી મહારાજને કોઈ પહેલા પગે લાગતા નો'તા. તેથી સાહેબજી (પરમકૃપાળુદેવ) બઘાઓને મહારાજને પગે લાગવાનું કહેતા હતા. પણ આ મહાત્માને જોઈ બધાની આંખ ઠરવાથી તેમને જ પહેલાં પગે લાગતા હતા. પણ આવો બઘો દેખાવ જોઈને મને તો એમ ચોક્કસ થયું કે આ સાહેબજીને બિલકુલ માન કે પૂજાવાની અપેક્ષા નથી. કરવા માંડો તો જ સફળ થશે, કહેવા માત્રથી સફળતા નથી તે ટાઈમમાં એક મેવાડના સાધુ ભટ્ટારક આવ્યા હતા. તેમની સાથે ઘણી જ ઘર્મ સંબંધીની ચર્ચા થઈ હતી. પરંતુ તેમાં સાહેબજીનો બોઘ સર્વોત્કૃષ્ટ થયો હતો અને તે ભટ્ટારક સ્તવનો ૧૨૯ Page #134 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન બોલતા હતા. પણ તેમને પૂજ્યશ્રી કહેતા કે “તેમ કરવા માંડો તો જ સફળ થશે, પણ કહેવારૂપ બોલવાથી કંઈ સફળ થશે નહીં.’’ (શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૩) સ્પૃહારહિત જ્ઞાનીના અદ્ભુત ઉપદેશથી ઘણા જીવો બૂઝે “સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીના ઉપદેશને વિષે અદ્ભુતપણું છે, તેઓ નિચ્છિાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાત્મ્ય છે, માટે સહેજે માહાત્મ્યને લઈને ઘણા જીવો બૂઝે છે.’’ (વ.પૃ.૭૦૭) (શ્રી છોટાલાલ માણેકચંદ ખંભાતના પ્રસંગમાંથી) પૂછવા ઘારીને આવેલા સર્વનું ઉપદેશમાં જ સમાધાન શ્રી છોટાલાલભાઈનો પ્રસંગ :-“સં.૧૯૪૯ના આસો માસમાં પરમકૃપાળુદેવ ખંભાત પધાર્યા ત્યારે મારા મકાનમાં ૧૮ દિવસની સ્થિરતા કરી હતી. સાહેબજી તે વખતે ઉપદેશ કરતા તે વખતે મારું મકાન શ્રોતાજનોથી ભરાઈ જતું. દરેક હૉલમાં લોકો ભરાઈ જતા જેથી પગ મૂકવા જેટલી જગ્યા પણ રહેતી નહોતી. તેથી ઘણા લોકો મકાનની બહાર નીચે ઊભા ઊભા ઉપદેશ સાંભળતા હતા. પૂછવા ધારીને આવેલા સર્વનું સમાધાન ઉપદેશમાં જ થઈ જતું. જેથી લોકો આશ્ચર્ય સહિત આનંદ પામતા અને વિચારતા કે જાણે આપણા મનના ભાવો તેઓશ્રીના જાણવામાં આવી ગયા ન હોય !’’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૮) અહો! અહો! અહો! તેમના પવિત્ર ગુણો “અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું, અહો! તેમની વીતરાગતા, અહો! તેમની મુખમુદ્રા, અહો! તેમની કૃપા એ બધું વચનમાં આવી શકે નહીં પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધુ શું લખું ?’' -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૦૦) (શ્રી છોટાલાલ છગનલાલ ખંભાતના પ્રસંગમાંથી) પોતાના કુટુંબ પ્રત્યે પણ રાગ દશા જોવામાં આવી નહીં પરમકૃપાળુદેવની દશા વિષે નીચે મુજબ મારા જોવામાં આવેલ છે : શ્રી છોટાલાલભાઈનો પ્રસંગ ઃ– સંવત્ ૧૯૪૯ની સાલમાં પરમકૃપાળુદેવ પોતાની દુકાનમા બેસતા હતા, તો પણ પોતાની દશા વહેવારિક પદાર્થ પર નહીં રાખતા જ્ઞાનીના માર્ગ પ્રત્યેની વિશેષ લાગણી જોવામાં આવતી હતી; એવી ખાતરી અમોને થયેલ છે. ત્યારબાદ સંવત્ ૧૯૫૨માં તે જ રૂપે દશા જોવામાં આવેલ. તે વખતે તેમના ધર્મપત્ની તથા તેમના બે પુત્રો અને એક પુત્રી મુંબઈ મુકામે હોવા છતાં પણ તેમનામાં રાગદશા જોવામાં આવતી નહોતી. ફક્ત શાસ્ત્ર વાંચવું અગર કોઈ મુમુક્ષુ સાથે જ્ઞાનાદિ સંબંધી વાતના ઘ્યાનમાં વિશેષ કાળ નિર્ગમન થતો હતો. એ અમોને ખાતરીપૂર્વક અનુભવ થયેલ છે. તેમજ તેઓશ્રી હરતા ફરતા હોય તો પણ સચિત્ત આનંદ એવા એવા શબ્દો પોતાના મન સાથે ઉચ્ચારો કરતાં જોવામાં આવતાં હતા.’’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગોમાંથી (પૃ.૨૩૦) ૧૩૦ Page #135 -------------------------------------------------------------------------- ________________ ‘અચિંત્ય તુજ માહાત્મ્યનો’..... બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા કહેનાર શ્રી તીર્થંકરદેવ બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.’’ (વ.પૃ.૩૧૪) તીર્થંકરદેવનો અંતર આશય આ ક્ષેત્રે પરમકૃપાળુદેવના હૃદયમાં “શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દૃઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે.’’ (વ.પૃ.૩૧૪) જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા ગંભીર હોય શ્રી મોહનલાલજી મહારાજનો પ્રસંગ :–“એક દિવસે પરમકૃપાળુદેવ ઉપાશ્રયમાં સવારના પધાર્યા તે વખતે માત્ર અમે સાઘુઓ હતા. અમે મેડા ઉપર હોવાથી પરમકૃપાળુદેવ ઉપર પધાર્યા, મૌન રહી એક આસન ઉપર બિરાજ્યા. આ વખતે મોહનલાલજી મહારાજ તેમની મુખમુદ્રાનું મેષોન્મેષ દૃષ્ટિથી જોઈને અંતર્ધ્યાન પરમગુરુનું કરતા હતા. થોડા વખત પછી પરમકૃપાળુદેવ ઉપદેશમાં બોલ્યા-જીવો જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણી શકતા નથી. જ્ઞાનીપુરુષ સમુદ્ર જેવા ગંભીર હોય. જીવ જો તે ગંભીરતા જાણે તો સમકિત ક્યાં દૂર છે? અર્થાત્ જ્ઞાનીપુરુષની ગંભીરતા જાણતા જ જીવને સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે.’’ અમે નગ્ન-અસંગ એવા આત્માને અનુભવ્યો માટે અમે દિગંબર છીએ એક દિગંબર ભાઈનો પ્રસંગ :– “એક દિવસ પોતે જે મકાનમાં ઊતર્યા હતા તે મકાનમાં એક દિગંબર ભાઈ જે જિજ્ઞાસુ અને વૈરાગી હતો તે પરમકૃપાળુના દર્શનાર્થે ગયો. તેને પરમગુરુએ પૂછ્યું તમે કોણ છે? ત્યારે તેણે કહ્યું સાહેબજી હું દિગંબર છું. ત્યારે પોતે કહ્યું કે તમે દિગંબર નથી દિગંબર તો અમે છીએ. તે સ્તબ્ધ થઈ વિચારમાં પડ્યા કે આપણે શું કહેવું? ૧૩૧ Page #136 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પછી પરમગુરુ (પરમકૃપાળુદેવ) બોલ્યા કે અમે આત્મા નગ્ન-અસંગ અનુભવ્યો છે એટલે અમે દિગંબર છીએ અને તમે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે માટે શ્વેતાંબર છો. વિનોદમાં આવી અપૂર્વ વાત સમજાવી હતી.’’ -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૨,૫૩) ‘અચિંત્ય તુજ માહાત્મ્યનો'..... સત્પુરુષ કે સ્મરણનું માહાત્મ્ય લાગ્યું હોય તો તે સાંભરે “પૂજ્યશ્રી–જીવને જે વસ્તુનું માહાત્મ્ય લાગ્યું હોય તેના વિચારો આવે. પૈસા કમાવાનું જો માહાત્મ્ય જાગ્યું તો તેના વિકલ્પો આવે. નિરંતર સ્મરણમાં ચિત્ત રાખે તો સંકલ્પ-વિકલ્પ ઓછા થાય.’’ (બો.૧ પૃ.૧૦૮) સત્પુરુષ પાસે ઋદ્ધિ-સિદ્ધિ માટે આવવાથી સંસાર વૃદ્ધિ “કેટલાક લોકો સાહેબજી પાસેથી ઋદ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થશે તેવા હેતુથી આવતા હતા. તેઓ તરફ સાહેબજી બિલકુલ લક્ષ આપતા નહોતા. એક વખતે સાહેબજીએ જણાવ્યું કે તમો અમારી પાસે જે ઇચ્છાએ આવો છો તેવી ઇચ્છાએ અમારી પાસેથી તમોને પરમાર્થલાભ નહીં થાય. તેવી ઇચ્છાઓ ભવવૃદ્ધિના હેતુ છે, માટે તેવી ઇચ્છાએ આવશો નહીં.'' -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬) ઘ્યાનમાં આત્માનંદ વર્તે ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન કાગળોના નમૂનાનો પ્રસંગ :–“પરમકૃપાળુદેવ એક વખત જ્યારે ઘ્યાનમાં લીન હતા ત્યારે એક ભાઈએ કાગળોના નમૂના તેઓશ્રીને બતાવતાં ખરીદી માટે સલાહ માગી. ત્યારે એવો જવાબ મળ્યો કે પ્રથમ અમારું મસ્તક ઉતારી લીધું હોત તો ઠીક થાત. આવા પ્રકારે ઘ્યાનમાં આત્માનંદ વર્તે છે; ત્યારે પરપદાર્થનો પરિચય મૃત્યુ સમાન લાગે છે. ગૃહસ્થ વેશમાં પ્રવૃત્તિમાં રહી ધર્મસાધન કરવું એ ઘણું દુષ્કર છે. તેઓશ્રીને મુંબઈ સ્મશાનતુલ્ય લાગતું.’” (બો.૧ પૃ.૨૭) (પંડિત શ્રી લાલનના પ્રસંગમાંથી) ધ્યાન નિવૃત્તિએ કૃપાળુદેવની મુખમુદ્રા આનંદમાં વિભોર પંડિત લાલનનો પ્રસંગ ઃ—‘મુંબઈમાં વચલા ભોઈવાડામાં ચંદ્રપ્રભુનું મંદિર હતું, એ જ મંદિર આજે ભૂલેશ્વરની નજીકમાં આવી ગયું છે. અહીંયા કૃપાળુદેવની સાથે ત્રણથી ચારની વચમાં શનિવારે, રવિવારે અને રજાને દિવસે જતો હતો. ત્યાં કૃપાળુદેવ ચંદ્રપ્રભુની પ્રતિમાની સામે પદ્માસને બેસી ધ્યાનસ્થ થતા હતા. તેમની જોડે બેસી હું ભાવપૂજા કરતો. ધ્યાન નિવૃત્તિ થતાં કૃપાળુદેવની શાંત મુખમુદ્રા જાણે આનંદમાં ઝીલતી હોય એમ દેખાતું હતું.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રે૨ક પ્રસંગો (પૃ.૧૭૦) ૧૩૨ Page #137 -------------------------------------------------------------------------- ________________ “અચિંત્ય તુજ માહાભ્યનો'..... (શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીજીના પ્રસંગમાંથી) “શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા ગાંધીજીનો પ્રસંગ – “આપણે સંસારી જીવો છીએ, ત્યારે શ્રીમદ્ અસંસારી (સંસારથી વિરક્ત) હતા, આપણને અનેક યોનિમાં ભટકવું પડશે, ત્યારે શ્રીમદ્ કદાચ એક ભવ બસ થાઓ, આપણે મોક્ષથી દૂર ભાગતા હોઈશું, ત્યારે શ્રીમદ્ વાયુવેગે મોક્ષ તરફ ઘસી રહ્યા હતા.” “શ્રીમદ્ રાજચંદ્રની દ્રષ્ટિએ તો મોક્ષ મેળવવો એટલે સર્વાશે રાગદ્વેષથી રહિત થવું.” -શ્રી રા.પ્રેરક પ્રસંગો (પૃ.૧૪૧) કાવ્યમાં જેવો વૈરાગ્ય તેવો તેમના જીવનમાં – અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો; સર્વ સંબંઘનું બંઘન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો... અપૂર્વ ૧ સર્વભાવથી ઓદાસીન્યવૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય જો; અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં; દેહે પણ કિંચિત્ મૂચ્છ નવ જોય જો.. અપૂર્વ૨ - શ્રીમદ્ રાજચંદ્ર “જે વૈરાગ્ય એ કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલો.” તેમની પ્રત્યેક ક્રિયામાં વૈરાગ્ય તો હોય જ “ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તો હોય જ. કોઈ વખત આ જગતના કોઈપણ વૈભવને વિષે તેમને મોહ થયો હોય એમ નથી જોયું.” શ્રી.રા.પ્રેરક પ્રસંગો (પૃ.૧૩૭) ખૂન કરનાર પ્રત્યે પણ પ્રેમ અને દયાઘર્મનું ફૂંડા ભરીને પાના ઘણીવાર કહીને લખી ગયો છું કે મેં ઘણાના જીવનમાંથી ઘણું લીધું છે, પણ સૌથી વધારે કોઈના જીવનમાંથી ગ્રહણ કર્યું હોય તો તે કવિશ્રી શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાંથી છે. દયા ઘર્મ પણ હું તેમના જીવનમાંથી શીખ્યો છું. ખૂન કરનાર ઉપર પણ પ્રેમ કરવો એ દયાઘર્મ મને કવિશ્રીએ શીખવ્યો છે. એ ઘર્મનું તેમની પાસેથી મેં કૂંડા ભરીને પાન કર્યું છે.” -શ્રી રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૪૦) એ દયાઘર્મ અહિંસા ઘર્મનો આઘાર લઈ ગાંઘીજીએ ભારતદેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કર્યો. એમાં ગાંધીજીનું આંતરિક પીઠબળ તે શ્રીમદ્ હતા. ૧૩૩ Page #138 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન મેં કદી તેમને મોહમયી સ્થિતિમાં જોયા નથી “જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગૂઢ વાતો લખવા બેસી જાય, તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂચ્છિત સ્થિતિમાં (મોહમયી સ્થિતિમાં) જોયા નથી. મારા ઉપર સૌથી વઘારે છાપ શ્રીમદ્ગી ઘણા ઘણા ઘર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું. દરેક ઘર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ (શ્રીમદે) પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણા વચનો મને સોંસરા ઊતરી જતા. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિક્તા વિશે તેટલું જ હતું, ને તેથી હું જાણતો હતો કે તેઓ મને ઇચ્છાપૂર્વક આડે રસ્તે નહીં દોરે. પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં (ઘાર્મિક સંબંઘી મૂંઝવણમાં) હું તેમનો આશ્રય લેતો. મારા જીવન પર શ્રીમદ્ગો એવો સ્થાયી પ્રભાવ પડ્યો છે કે હું એનું વર્ણન કરી શકતો નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૩૭) એમ પરમકૃપાળુદેવ કોઈને કવિરૂપે, કોઈને શતાવધાની રૂપે, કોઈને વિદ્વાન રૂપે, કોઈને પ્રામાણિક ઝવેરીરૂપે, કોઈને જ્ઞાનીરૂપે ભાસ્યા જ્યારે પ.પૂ.પ્રભુશ્રીજીએ તો તેમને ભગવાનરૂપે ઓળખ્યા તો તેમને તેનો લાભ થયો. તેમનાથી પોતે પણ ભગવાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું. ભગવાનના વચનોનું માહાભ્ય પણ ભગવાન તુલ્ય જ “ભગવાન પાસે જાય તો ભગવાનનો બોઘ સાંભળે. ભગવાન પ્રત્યક્ષ ન હોય તો એમના વચનો પ્રત્યક્ષ ભગવાન જ છે, એમ વિચારી સ્વાધ્યાય કરવો.” (બો.૧ પૃ.૨૬૫) સપુરુષના એક એક વચનમાં અનંત આગમ રહેલા છે “જેમ કોઈ કિંમતી બીજ ઇલાયચી વગેરેનું વાવ્યું હોય તો બહુ લાભ થાય; તેમ પુરુષનું વચન બહુ કિંમતી છે, તે જો હૃદયમાં ઉતાર્યું હોય તો ઘણો લાભ થાય. સત્સંગમાં બહુ કમાણી થાય છે. સત્સંગમાં જે કંઈ સાંભળ્યું હોય, તેનો વિચાર કરવો.” (જૂનું બો.૧ પૃ.૧૨૦) (શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી) અમારે ભગવાન મહાવીરથી વિરુદ્ધ કંઈ કહેવું નથી શ્રી પોપટભાઈનો પ્રસંગ :-“કેટલાક લોકો અજાણપણામાં તેમજ સાહેબજીના સમાગમમાં નહીં આવેલા હોવાથી એમ ઘારતા હતા કે એ તો કંઈ બઘાથી જુદી જ વાત કરે છે. એકવાર તે લોકો સાહેબજી પાસે આવ્યા હતા ત્યારે સાહેબજીએ તેઓને વગર કીઘે જણાવ્યું કે તમારું અમારા માટે જે ઘારવું છે, તે ભૂલભરેલું છે. શ્રી મહાવીરે જે માર્ગ દર્શાવેલ છે એ જ પ્રમાણે ચાલવાનું ૧૩૪ Page #139 -------------------------------------------------------------------------- ________________ અચિંત્ય તુજ માહાભ્યનો’.... છે. તે સિવાય બીજા કોઈ પ્રકારે માર્ગ મળી શકવાનો નથી. અમારે કાંઈ શ્રી મહાવીરે દર્શાવેલ માર્ગથી વિરુદ્ધ દર્શાવી અનંતો સંસાર વઘારવો નથી. તેનું વિરુદ્ધતાથી કહેવાનું કોઈ પ્રયોજન નથી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬) અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ઘર્મ જેણે બતાવ્યો તેનું અચિંત્ય માહાભ્ય છે “અચિંત્ય તુજ માહાસ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ.” “આ દોહરાનો ભાવાર્થ તમે પૂક્યો હતો, તેનો પરમાર્થ ઉપર ટાંકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુઘ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (૮૪૩) આવું અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ઘર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે તેનું અચિંત્ય માહાસ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ જીવને આવતો નથી. એ કોઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશ આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેનો એક અંશ પણ પરમપુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટક્તો નથી; તેની સાથે પ્રીતિ બંઘાતી નથી; તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે.” (બો.૩ પૃ.૫૧૭) (શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈ ખંભાતના પ્રસંગમાંથી) શ્રી ગાંડાભાઈનો પ્રસંગ –“એક દિવસ સાહેબજી કેટલેક દૂર ગામ બહાર પધાર્યા હતા. ત્યાં એક વૃક્ષ નીચે બિરાજમાન થયા હતા. સર્વે મુમુક્ષભાઈઓ સાહેબજીના સન્મુખે બેઠા હતા. સાહેબજીના મુખારવિંદ માંહેથી ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. ત્યાગ વૈરાગ્ય સંબંધમાં ઘણો જ અનુપમ ઉપદેશ ચાલતો હતો. તે સાંભળી સર્વે મુમુક્ષુભાઈઓના નેત્રો માંહેથી ચોઘારાએ અશ્રુ વહેતા હતા.” -શ્રી રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૨૨) ‘નથી પ્રફુલ્લિત ભાવ'.... “સ્વામી સ્વયંપ્રભને હો જાઉં ભામણે, હરખે વાર હજાર; વસ્તુ ઘર્મ હો પૂરણ જસુ નીપનો, ભાવકૃપા કિરતાર. સ્વામી ચૈત્યવંદન ચોવીશી “હે નાથ મોક્ષનાયક હાથ ઝાલો, કર્મો કઠિન ચૂરનાર સહાય આલો, હે વિશ્વ તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા.” -પ્રજ્ઞાવબોઘ શ્રીમદ્ રાજચંદ્રમાંથી : જ્ઞાનીના વચનો અંતરમાં ઊતરે તો દિન પ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધે જીવને જ્ઞાનીપુરુષ સમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ ૧૩૫ Page #140 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચનો સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વઘતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય.” (વ.પૃ.૬૯૮) (શ્રી ભગુભાઈ ગોઘાવીવાલાના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવનો આખી રાત ઉપદેશ શ્રી ભગુભાઈનો પ્રસંગ –“ફરીથી પરમકૃપાળુદેવનો સમાગમ શ્રી અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીએ થયો હતો. ત્યાં તેઓશ્રીના મુખે ઉપદેશ ધ્વનિ આખી રાત ચાલી હતી. સર્વેને ઘણો જ આનંદ થયો હતો. સર્વેના મન ઘણા જ ઉલ્લાસિત થયા હતા અને જાણે તેઓશ્રીની ઉપદેશધ્વનિ સાંભળ્યા જ કરીએ એમ સર્વેને થયું હતું. શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૮૭) (પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧માંથી) પરમકૃપાળુદેવના બોઘથી આવેલ અપૂર્વ આનંદ શ્રી વનમાળીભાઈનો પ્રસંગ :-“ગોઘાવોના વનમાળીભાઈ પરમકૃપાળુદેવના બોઘ શ્રવણથી એવા હર્ષમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે બાપજી (પ્રભુશ્રીજીને) હવે તો હું આપના ચરણમાં રહીશ. મને સાધુપણું આપો. તેમની વૃદ્ધાવસ્થા હોવાથી મોહનલાલજી મહારાજે કહ્યું, આપની વૃદ્ધાવસ્થા છે તો આપ સાધુપણું લઈને શું કરશો? ત્યારે તે બોલ્યા કે તમને બધાને આહારપાણી લાવી આપીશ અને તમારી સર્વેની સેવા ભક્તિ કરીશ. એમ કહી રાતના થયેલ પરમકૃપાળુદેવના બોઘની આનંદથી વાતો કરવા માંડ્યા. અમે પણ જાણે પ્રત્યક્ષ બોધ પામ્યા હોય એવો અવર્ણનીય આનંદ થયો હતો.” (પૃ.૫૧) (પરમપૂજ્ય પ્રભુશ્રીજીના બોઘમાંથી) દેહાતીત દશામાં કોઈ પણ મોહનો અંશ નથી પ.પૂ.પ્રભુશ્રીજીનો પ્રસંગ –“પ્રભુશ્રીજી કહે–અમે તો બઘાને છોકરાની માફક રમાડીએ છીએ. અમારા કરમ ખરાં, પણ તે ખપાવવાનાં. પણ એટલી તો ખાતરી રાખવી કે અમારી રમત તેમાં કોઈપણ મોહનો અંશ નથી, દેહાતીત દશામાં થાય એટલે અમારે કર્મ બંઘાતાં નથી. અમે જે કરીએ તે બોઘરૂપે અને તેની કેટલી અવસ્થા-દશા છે તે પારખી લેવાની ખાતર. જો કોઈ એમાંથી ઘારે કે આ તો મોહ હશે, તો તેની અઘમદશા થાય, નરકમાં જવાનું થાય (ગળે ફાંસ દર્દ બતાવ્યું) તે તો મરી ગયો જ જાણવો. અને જો પોતાની સ્થિતિમાં રહે તે આગળ વધે છે.” ૧૩૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ‘નથી પ્રફુલ્લિત ભાવ’..... જ્ઞાનીપુરુષના વચનથી ઉલ્લાસ થાય તો જીવ ભેદજ્ઞાનને પાત્ર બને “જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લાસિત થતો એવો જીવ, ચેતન, જડને ભિન્નસ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે.” (વ.પૃ.૬૪૨) (શ્રી ગાંડાભાઈ ભાઈજીભાઈના પ્રસંગમાંથી) ભગવાને અવતાર ધારણ કર્યો પણ લોકો ઓળખી શકતા નથી શ્રી ગાંડાભાઈનો પ્રસંગ —“વડવામાં પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઘેર આવતા રસ્તામાં ચાલતા મેં સબુરભાઈને તથા અમારા બૈરાઓને પૂછ્યું કે કેમ ? કેવો આનંદ વરતાય છે? ત્યારે સબુરભાઈએ જણાવ્યું કે આ આનંદની તો શી વાત કરવી ? ઘીનો સ્વાદ કેવો હોય છે એમ કોઈ પૂછે તો આપણે કેવા પ્રકારનો કહી શકીએ? તેને માટે તો પ્રકાર બતાવી શકાતો જ નથી. પરંતુ એમ જ કહી શકાય કે તેનો સ્વાદ તે વાપરવાથી અનુભવ થઈ શકે, વાણી દ્વારાએ તેનો પ્રકાર બતાવી શકાતો નથી; તેમ આ પુરુષની વાણી સાંભળી ઘણો જ આનંદ અનુભવાય છે. પરંતુ તે આનંદનો પ્રકાર વાણી દ્વારાએ અકથ્ય છે વગેરે ઉત્સાહ જણાવતા હતા. ત્યારબાદ બૈરાઓએ જણાવ્યું કે આ કળિયુગના લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો છે પણ લોકો ભગવાનને ઓળખી શકતા નથી. જેને ઓળખાણ થશે તેને વૈકુંઠે લઈ જશે.’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૧૯) સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો “સ્વાત્મહિતમાં પ્રમાદ ન થાય અને પ૨ને અવિક્ષેપપણે આસ્તિક્યવૃત્તિ બંધાય તેવું તેનું શ્રવણ થાય, ક્રિયાની વૃદ્ધિ થાય, છતાં કલ્પિત ભેદ વધે નહીં અને સ્વપર આત્માને શાંતિ થાય એમ પ્રવર્તવામાં ઉલ્લાસિત વૃત્તિ રાખજો, સત્શાસ્ત્ર પ્રત્યે રુચિ વધે તેમ કરજો. આ પત્ર પરમકૃપાળુ શ્રી લલ્લુજીમુનિની સેવામાં પ્રાપ્ત થાય. ૐ શાંતિઃ’ (૧.પૃ.૬૫૩) ‘નથી પ્રફુલ્લિત ભાવ’..... જ્ઞાનીનું અચિંત્ય માહાત્મ્ય લાગે તો આત્મા પ્રફુલ્લિત થાય “જ્ઞાનીપુરુષના માહાત્મ્યનો જીવને જ્યાં સુધી લક્ષ ન થાય ત્યાં સુધી આત્મામાં પ્રફુલ્લિતપણું આવતું નથી.’’ (બો.૧ પૃ.૩૩) (શ્રી ઝવેરભાઈ ભગવાનભાઈ કાવિઠાના પ્રસંગમાંથી) દર્શનથી ઉલ્લાસ પામી આત્મા ઉછળી જતો શ્રી ઝવેરભાઈનો પ્રસંગ – ‘સ્વાભાવિક શ્રી પરમકૃપાળુદેવના દર્શન થતાં જે રોમાંચિત ઉલ્લાસ આનંદ આવતો તે અનહદ હતો. આત્મા ઊછળી જતો હતો.’’ ૧૩૭ Page #142 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન = કુળ (શ્રી ઝવેરભાઈ શંભુદાસ કાવિઠાના પ્રસંગમાંથી) આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે શ્રી ઝવેરભાઈનો પ્રસંગ - “પરમકૃપાળુદેવ ગામથી થોડે દૂર જંગલમાં પઘારતા ત્યારે મુમુક્ષભાઈઓ સાથે જતા હતા. ત્યાં પરમકૃપાળુદેવનો બોઘ સાંભળી અમો સર્વે ભાઈઓને ઘણો જ આનંદ થતો. અપૂર્વ અલૌકિક અદ્ભુત ઉપદેશ ચાલતો હતો. તે રસ્તે થઈને ( 1 * 8 - ShઝT ૨wy5) = S કેટલાંક લોકો ઢોર ચરાવતાં જતાં ત્યારે પરમકૃપાળુદેવનો ઉપદેશ સાંભળી ઊભા રહી જતા હતા. ઢોરો કેટલેક દૂર ચાલ્યા જતા પણ પરમકૃપાળુદેવની અમૃત સરખી વાણી સાંભળી તેઓ આનંદ પામી ઠરી જતા અને ઘણા વખત સુધી રોકાતા હતા. ખૂબ ઉત્સાહપૂર્વક પરમકૃપાળુદેવને નમસ્કાર કરતા અને એકબીજાને વાતો કરતા કે આ તો ભગવાન છે, અવતાર ઘારણ કર્યો છે.” સૌથી પહેલો સત્સંગ જ કર્તવ્ય છે “સત્સંગમાં ઉલ્લાસભાવ રહે છે અને થોડા વખતમાં ઘણું કામ થઈ જાય છે.”(બો.૨ પૃ.૧૦૨) ૧૩૮ Page #143 -------------------------------------------------------------------------- ________________ ‘અંશ ન એકે સ્નેહનો’..... રોજે ક્રમ ચાલુ રાખે તો સમજાય અને ઉલ્લાસભાવ આવે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પોતે શ્રી આનંદઘનજી, શ્રી દેવચંદ્રજી આદિનાં સ્તવનો રોજ સવારે ભક્તિમાં ગાતા. બીજા સાંભળનારને કે ઝીલનારને કંઈ સમજાય નહીં, પણ રોજ એનો એ ક્રમ ચાલુ રહ્યો તો આજે તેનાં તે સ્તવનો અમૃત જેવાં લાગે છે. અને તેઓશ્રીને કેમ તેમાં ઉલ્લાસ આવતો તે સમજાય છે. તેમ અભ્યાસ ચાલુ રાખશો તો ટીપે ટીપે સરોવર ભરાય તેમ આગળ ઉપર લાભ સમજાશે.'' (બો.૩ પૃ.૬૯૫) પ્રભુ પ્રત્યે પ્રફુલ્લિત ભાવ લાવી પ્રતિદિન પ્રભુનું ધ્યાન ધરજો “નિત્ય નવીન ઉત્સાહથી, ઘરજો પ્રભુનું ધ્યાન, સ્મરણ કરજો પ્રીતથી, તજી દેહ-અભિમાન.” ‘અંશ ન એકે સ્નેહનો'..... હે પ્રભુ! આપના પ્રત્યે મને સ્નેહનો - પ્રેમનો એક અંશ પણ પ્રગટ્યો નહીં. કેમકે પ્રેમરૂપી મૂડી તો મેં જગતના પદાર્થોમાં વેરી દીધી છે. માટે આપના પ્રત્યે મને ક્યાંથી પ્રેમ પ્રગટે ! જ્યારે પૂ.શ્રી બ્રહ્મચારીજી લખે છે કે – “નથી નાથ જગમાં સાર કાંઈ, સાર સદ્ગુરુ પ્યાર છે.” ‘શ્રીમદ્ રાજચંદ્ર'માંથી : જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો “કણબી અને કોળી જેવી જ્ઞાતિમાં પણ માર્ગને પામેલા થોડા વર્ષમાં ઘણા પુરુષો થઈ ગયા છે; તે મહાત્માઓની જનમંડળને અપિશ્વાન હોવાને લીધે કોઈક જ તેનાથી સાર્થક સાધી શક્યું છે; જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો, એ કેવી ઇશ્વરી અદ્ભુત નિયતિ છે! એઓ સર્વ કંઈ છેવટના જ્ઞાનને પ્રાપ્ત થયા નહોતા; પરંતુ તે મળવું તેમને બહુ સમીપમાં હતું. એવા ઘણા પુરુષોનાં પદ વગેરે અહીં જોયા. એવા પુરુષો પ્રત્યે રોમાંચ બહુ ઉલ્લુસે છે; અને જાણે નિરંતર તેની ચરણસેવા જ કરીએ, એ એક આકાંક્ષા રહે છે. જ્ઞાની કરતાં એવા મુમુક્ષુ પર અતિશય ઉલ્લાસ આવે છે; તેનું કારણ એ જ કે તેઓ જ્ઞાનીના ચરણને નિરંતર સેવે છે; અને એ જ એમનું દાસત્વ અમારું તેમના પ્રત્યે દાસત્વ થાય છે, તેનું કારણ છે.’” (વ.પૃ.૨૫૭) જ્ઞાનીપુરુષનું સાચું ઓળખાણ થાય તો તેમના પ્રત્યે અપૂર્વ સ્નેહ આવે છે “જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે; પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દૃષ્ટિ મલિન હતી; દૃષ્ટિ જો મલિન હોય તો તેવી સમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ ૧૩૯ Page #144 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ રસ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય વૃઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.” (વ.પૃ.૨૬૮) જગત પ્રત્યે મોહ હોય તો પુરુષ પ્રત્યે સ્નેહ ક્યાંથી આવે “જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જેને જગતની ઇચ્છા, રુચિ, ભાવના તેને મોક્ષને વિષે અનિચ્છા, અરુચિ, અભાવના હોય એમ જણાય છે.” (વ.પૃ.૩૩૮) ન મળે પરમ પ્રભાવ'. | મુમુક્ષુઓને પરમકૃપાળુદેવનો પરમ પ્રભાવ તેમના સમાગમમાં આવવાથી જોવા મળ્યો તેવો મને મળ્યો નથી. મને પણ આપના સમાગમે આપના પરમ પ્રભાવના પ્રસંગો જોવા મળે તો મારા મનમાં પણ આપના પ્રત્યે પરમપ્રેમ આવી શકે. પણ તેવો યોગ મને મળ્યો નથી. માટે આપના પ્રત્યે મારા હૃદયમાં સ્નેહનો એક અંશ પણ પ્રગટ્યો નથી. (શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી) સ્કૂલમાં પ્રથમ દિવસે ચોપડીનું વાંચન શ્રી પોપટભાઈનો પ્રસંગ –“સાહેબજી જે સ્કૂલમાં ભણવા માટે જતા હતા તે સ્કૂલના માસ્તર એક મુમુક્ષુભાઈને મળ્યા હતા. તેઓ સાહેબજીના સંબંધમાં અલૌકિક ચમત્કારિક બાળપણની વાતો જણાવતા હતા. તે હકીકત સાંભળવામાં આવવાથી નીચે પ્રમાણે જણાવું છું – “સાહેબજીની અલૌકિક દશાનો અનુભવ આજે મને સ્મરણ કરાવે છે કે જ્યારે તેમને મારી ક્લાસમાં ભણવા માટે પ્રથમ બેસાડ્યા ત્યારે મેં તેમને એકડે એક લખીને શીખવા માટે આપ્યા, પછી એકથી દશ સુધી અને ત્યારબાદ જેમ જેમ હું આગળ બતાવતો ગયો તેમ તેમ તેઓ જણાવતા કે આ તો મને આવડે છે. ચોપડીમાંથી પાઠ વાંચવા માટે જણાવ્યું ત્યારે તે પાઠ એકદમ વાંચી સંભળાવ્યો. ત્યાર પછી બીજા આગળ પાછળના કેટલાક પદો વંચાવ્યા. ચોપડી મૂકી દીઘા બાદ અનુક્રમે જેટલા પાઠ વાંચી ગયા હતા તે સઘળા પાઠ એકપણ ભૂલ વિના મુખપાઠે બોલી સંભળાવ્યા હતા. આ હકીકતથી મને ચમત્કાર ભાસ્યો કે આજ રોજથી ભણવા માટે આવ્યા છે અને આ શું? આ છોકરાને શું ભણાવું? તમારો છોકરો દેવપુરુષ જણાય છે મારી એક ભૂલ થઈ હતી. તે ભૂલ સાહેબજીએ જણાવી કે આ ઠેકાણે આ પ્રમાણે હોવું જોઈએ, અને તેમાં આ પ્રમાણે કેમ કહો છો? તેની મેં તપાસ કરી તો તેમના કહેવા પ્રમાણે મારી ૧૪૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ‘ન મળે પરમ પ્રભાવ’..... ભૂલ નીકળી. તેથી મને ચમત્કાર લાગ્યો કે આ છોકરો મહા ઉત્તમ પુરુષ જણાય છે, તેથી હું તેમના પૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પાસે ગયો અને સઘળી હકીકત વિદિત કરી જણાવ્યું કે તમારા છોકરાને હું શું ભણાવું? જે જે કહું છું તે સઘળું કહે છે કે મને આવડે છે, ચોપડીના પાઠ વંચાવ્યા તો તે મુખપાઠ થઈ ગયા. માટે મને તો એમ જ ખાતરી થઈ છે કે આ છોકરો દેવપુરુષ હોય એમ જણાય છે વગેરે જણાવ્યું હતું.’ શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૯) (શ્રી પોપટભાઈ મનજીભાઈ વવાણિયાના પ્રસંગમાંથી) બાળવયમાં ધર્મસંબંધી માર્મિક વ્યાખ્યાન શ્રી પોપટભાઈનો પ્રસંગ :–“એક વખતે મણીભાઈ જશભાઈ શ્રી વડોદરા સ્ટેટના સર ન્યાયાધીશ હતા તે સાહેબજી પાસે આવ્યા હતા. કચ્છ દેશ તરફ પધારવા માટે ઘણા આગ્રહપૂર્વક સાહેબજીને વિનંતી કરી, જેથી સાહેબજી કચ્છ તરફ તેમની સાથે પધાર્યા હતા. ત્યાં સાહેબજીએ ઘણા લોકો મધ્યે ધર્મસંબંધી વ્યાખ્યા કરી ભાષણ આપ્યું હતું. જેથી કચ્છના લોકો ઘણા આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા કે આ છોકરો બાળવયમાં કેવું અદ્ભુત જ્ઞાન ધરાવે છે તો તે આગળ પર મહાપ્રતાપી તેમજ યશવાન નીવડશે.’’ -શ્રીમદ્ રાજચદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૧) પરમકૃપાળુદેવની જ્ઞાનશક્તિ શ્રી વીરજી દેસાઈનો પ્રસંગ :–વવાણિયામાં એક વીરજી દેસાઈ નામે વ્યક્તિ હતાં. એકવાર પરમકૃપાળુદેવ સાથે તેઓ ફરવા જતા હતા. ત્યારે શ્રીમદે પૂછ્યું : વી૨જીકાકા! મારા કાકીને કંઈ થાય તો તમે બીજીવાર પરણો ખરા ? વીરજીભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં. થોડા દિવસ થયા અને વીરજી દેસાઈના પત્ની ગુજરી ગયા. બીજીવાર ફરી વીરજી દેસાઈ સાથે પરમકૃપાળુદેવને ફરવા જવાનો યોગ બન્યો ત્યારે ફરી તે વાત ઉપાડી શ્રીમદે કહ્યું : વી૨જીકાકા! હવે ફરી પરણશો ? ત્યારે તેઓ બોલ્યા નહીં પણ મોઢું મલક્યું. તેથી પરમકૃપાળુદેવે જણાવ્યું કે છ મહિના સુધી પરણશો નહીં. છ મહિના થયા કે શ્રાવણ વદ ૬ની રાત્રે ઉપાશ્રયથી ઘરે આવતાં ખાળમાંથી સર્પ નીકળ્યો અને વીરજીભાઈને કરડ્યો. ઝેર ઉતારવાની ઘણી મહેનત કરી; તે વખતે વીરજીભાઈએ કહ્યું : મારો ચોવિહાર ભંગાવશો નહીં; મને કહેનારે કહી દીધું છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર જીવનદર્શન (પૃ.૬૦) (શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદના પ્રસંગમાંથી) ૧૪૧ પરમકૃપાળુદેવના વચન, અતિશયયોગે દૂરથી સંભળાતા હતા શ્રી મોતીલાલભાઈનો પ્રસંગ :–“સાહેબજીનું શરીર બહુ નાજુક હતું પરંતુ આત્મબળનું સામર્થ્ય અત્યંત હતું. હું નડિયાદથી સાહેબજી પાસે આવતો ત્યારે લગભગ પાંચ ખેતરવા દૂર હોઉં ત્યાંથી પણ સાહેબજીની ગાથાઓનો સ્વર સાંભળી શકતો હતો. જ્યારે હું સાહેબજીની પાસે જઈ Page #146 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન ૯ કી પહોંચે તે વખતે પણ સાહેબજી ગાથાઓની ધૂન બોલતા જ હોય, પણ તે સ્વર કિંઈ મોટા ઘાંટાથી કે વધુ અવાજથી બોલતા હોય તેમ જણાતું નહોતું. પણ સાહેબજીના વચન અતિશય યોગે દૂરથી પણ તે ચોક્કસ સાંભળી શકાતું હતું. સાહેબજી જે ગાથાઓ બોલતા હતા તે ગાથાઓ શ્રીમાન આનંદઘનજી મહારાજ વગેરેની હતી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૮૮) “અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ.” ૭ અર્થ :-“તારા અચળરૂપમાં મારું મન લાગતું નથી. તારા પર મને આસક્તિ નથી. મને સદ્ગુરુના વિયોગનો પરિતાપ થતો નથી. અને તેનો ખેદ પણ થતો નથી. તારા પ્રેમની મને કથા પણ લભ્ય થતી નથી. અને પાછો તેનો ખેદ અથવા પરિતાપ પણ થતો નથી.” પૂ.શ્રી.બ્ર.જી. (પૃ.૧૪૭) પ.પૂ.પ્રભુશ્રીજીને વિરહથી થયેલો ખેદ અને પરિતાપ પ.પૂ.પ્રભુશ્રીજીના વિરહનું દ્રષ્ટાંત -“એક વખત પ્રભુશ્રીજીનું ચોમાસું ખંભાતમાં હતું. ત્યારે પરમકૃપાળુદેવ ખંભાતથી ત્રણ ગાઉ દૂર રાળજ ગામમાં બિરાજતા હતા. બઘાં મુમુક્ષુઓ ત્યાં જઈને દર્શન કરતા અને વખાણતા. પ્રભુશ્રીજીને પણ દર્શન કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. પણ ચોમાસામાં તો મુનિઓને બહાર ન જવાય. એથી કરીને તેઓ મનમાં બહુ મૂંઝાતા હતા. એક દિવસે ચાલતાં ચાલતાં પરમકૃપાળુદેવ જે ગામમાં હતા તે રાળજ ગામની બહાર તલાવડી પાસે આવીને ઊભા રહ્યાં. પછી કોઈ સાથે કહેવડાવ્યું કે અંબાલાલભાઈને કહેજો કે પેલા મુનિ આવેલા છે. અંબાલાલભાઈને કોઈએ કહ્યું એટલે ગામ બહાર આવ્યા અને પૂછ્યું તમે આજ્ઞા વગર કેમ આવી ગયા? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આજ્ઞા માટે જ અહીં ઊભો છું. પછીથી શ્રી અંબાલાલભાઈએ પરમકૃપાળુદેવ પાસે જઈને બધી હકીકત કહી. પરમકૃપાળુદેવે ખબર મોકલી કે “તમને અમારા દર્શન કર્યા વિના જો શાંતિ થતી હોય તો પાછા ચાલ્યા જાઓ અને ના થતી હોય તો હું ત્યાં આવું.” પ્રભુશ્રીજીએ વિચાર્યું કે ભલે દર્શન ન થાય પણ મારે પરમકૃપાળુદેવને અહીં આવવાનું કષ્ટ તો આપવું નથી. એમ વિચારી પાછા ચાલ્યા ગયા. જતાં જતાં બહુ ખેદ થયો કે મારા કેવા અંતરાયકર્મો છે કે બઘાને પરમકૃપાળુદેવના દર્શન થાય છે અને મને નથી થતા. પરમકૃપાળુદેવે બધું જાણી બીજે દિવસે શ્રી સોભાગભાઈને ત્યાં મોકલ્યા. શ્રી સોભાગભાઈને જોઈને પ્રભુશ્રીજીને બહુ હર્ષ થયો. શ્રી સોભાગભાઈએ કહ્યું કે તમને બહુ ખેદ થાય છે એટલે મને મોકલ્યો છે. હવે આ મંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુનું સ્મરણ કરજો. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા પછી શાંતિ થઈ. આવો વિરહનો ખેદ થાય ત્યારે સદ્ગુરુના અચળરૂપમાં આસક્તિ થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭) ૧૪૨ Page #147 -------------------------------------------------------------------------- ________________ ‘અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ’..... ‘અચળરૂપ આસક્તિ નહિ'..... આપના અચળ સહજાત્મસ્વરૂપનું મને હંમેશાં નિરંતર ધ્યાન રહેવું જોઈએ, પણ મને તેનો અભ્યાસ નથી. તો તારા અચળ સ્વરૂપ પ્રત્યે મને કેવી રીતે આસક્તિ થાય. પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે : “જેને સદ્ગુરુ ચરણસુ રાગ, તેના જાણો મોટાભાગ; જેને સદ્ગુરુ ચરણસુ પ્યાર, તેનો જાણો અલ્પ સંસાર.” ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી – ભગવાનના ગુણો પ્રત્યે ભક્તિ વિના જ્ઞાન શૂન્ય છે “તમને જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. વધારે શું કહીએ ?’’ (વ.પૃ.૨૯૫) સતીનું મન પતિમાં, તેમ ભક્તનું મન ભગવાનમાં રમવું જોઈએ “ મન મહિલાનું રે વહાલા ઉપરે,બીજા કામ કરંત,’ એ પદના વિસ્તારવાળા અર્થને આત્મપરિણામરૂપ કરી, તે પ્રેમભક્તિ સત્પુરુષને વિષે અત્યંતપણે કરવી યોગ્ય છે, એમ સર્વે તીર્થંકરોએ કહ્યું છે, વર્તમાને કહે છે અને ભવિષ્ય પણ એમ જ કહેવાના છે.’” (વ.પૃ.૩૪૨) ‘અચળરૂપ આસક્તિ નહિ'..... ૧૪૩ રાગીના સંગથી સંસાર અને નીરાગીના સંગથી મોક્ષ શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં શ્રી દેવચંદ્રજી જણાવે છે – “રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારોજી; નીરાગીથી રે રાગનું જોડવું, લહીએ ભવનો પારો જી. નેમિ જિણેસર નિજ કારણ કર્યું.” અર્થ :– સંસારમાં રહેલા અજ્ઞાની જીવો રાગદ્વેષથી યુક્ત છે. એવા જીવોના સંગથી રાગદશાની જ વૃદ્ધિ થાય છે. અને તેનું ફળ પણ સંસારવૃદ્ધિ આવે છે. જ્યારે નિરાગી એવા વીતરાગ પરમાત્મા સાથે રાગનું જોડાણ કરવું અર્થાત્ પ્રેમભક્તિ વધારવી તે સંસાર સમુદ્રથી પાર ઉતારનાર સાચો માર્ગ છે. કેમકે પ્રભુ સામો રાગ કરતા નથી, તેથી અનુક્રમે આપણો પણ રાગ નાશ પામે છે.’’ ૪|| -ચૈત્યવંદન ચોવીશી ભા.૧ (અર્થસહિત) (પૃ.૨૯૭) Page #148 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન બોઘામૃત ભાગ-૨' માંથી – . પરમકૃપાળુદેવના અચળ સ્વરૂપ પ્રત્યે આસક્તિ થાય તો કલ્યાણ બધેથી એ પુરુષ ઊખડી ગયા છે, ક્યાંય આસક્ત નથી. કોઈ પણ પદાર્થમાં ચોંટ એમને નથી. ઉદાસભાવ છે. કોઈ પ્રત્યે રાગભાવ નથી એવા વીતરાગ છે. તે નમન કરવા યોગ્ય છે. વારંવાર એમાં જ ચિત્ત જાય. જેમ જેમ સંભારે તેમ તેમ વઘારે સાંભરે એવા ઉલ્લાસથી એ પુરુષનું ધ્યાન કરવા યોગ્ય છે. એવા અપૂર્વ પુરુષની શ્રદ્ધા થાય તો, એ જેવી તેવી વસ્તુ નથી. તેમાં જ ચિત્ત રાખવું. અનંત ભવ ભમતાં એવો પુરુષ કોઈક વખત મળે. એવા આપણને કૃપાળુદેવ મળી આવ્યા, તો એમનામાં ચિત્ત રાખવું. પ્રભુશ્રીજીએ આપણને બતાવ્યા, નહીં તો સમજાતેય નહીં.” (બો.૨ પૃ.૧૦૩) ‘નહીં વિરહનો તાપ’... હે પ્રભુ આપના શુદ્ધ સહજાત્મસ્વરૂપ પ્રત્યે મને પ્રેમ નથી. તેથી મને આપના વિરહનો તાપ પણ લાગતો નથી. “શ્રીમદ રાજચંદ્રમાંથી - આ કાળમાં જ્ઞાનીપુરુષના દર્શન દુર્લભ થઈ પડ્યા છે “દુષમકાળ છે એમાં સંશય નથી. તથારૂપ પરમજ્ઞાની આસપુરુષનો પ્રાયે વિરહ છે.” (વ.પૃ.૪૬૨) અતિશય વિરહાગ્નિ ભગવાન પ્રત્યે વેદાય તો સ્વસ્વરૂપની પ્રાપ્તિ થાય “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમ જ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” (વ.પૃ.૨૮૪) જ્ઞાનીપુરુષના વિરહમાં વિશેષ સાવઘાન રહેવું જરૂરી “જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાનીપુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવઘાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યે ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં.” (વ.પૃ.૩૭૨) જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અજ્ઞાનની પ્રવૃત્તિ થાય “જ્ઞાની પુરુષ સમતાથી કલ્યાણનું જ સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાની ૧૪૪ Page #149 -------------------------------------------------------------------------- ________________ કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ”... પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે છે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ, કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી.” (વ.પૃ.૭૦૮) કથા અલભ તુજ પ્રેમની' તારા પ્રત્યે ભક્તોની કેવી પ્રીતિ હતી તેની કથા પણ મને સાંભળવા મળતી નથી. ભૂતકાળમાં અનેક ભક્તો થઈ ગયા. તેમની કથાઓ જીવનચરિત્રો પણ મને સાંભળવા મળતા નથી, કે જેથી મને પણ આપના અચળ એટલે સ્થિર આત્મસ્વરૂપ પ્રત્યે તેમની જેમ આકર્ષણ થાય અને અંતરમાં ભક્તિ પ્રગટે. જેમકે – કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે શ્રી કુમારપાળ રાજાને કેવી અદ્ભુત ગુરુભક્તિ પ્રગટી હતી કે જેના પ્રતાપે ખરતાડના વૃક્ષો પણ શ્રી તાડના થઈ ગયા. શ્રી કુમારપાળ રાજાની શ્રી ગુરુ હેમચંદ્રાચાર્ય પ્રત્યેની અનન્ય ભક્તિ શ્રી કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત - “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા. એવો અભિગ્રહ લઈને સાતસો લહિયાને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાઘુને વિધિપૂર્વક વાંદીને રાજા લેખશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળના પાનામાં લખતાં જોઈને રાજાએ ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લજ્જિત થયો અને મનમાં વિચારવા લાગ્યો કે “અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તે ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?’ એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો-હે ગુરુદેવ! મને ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો. તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે?” એમ ગુરુએ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે - શ્રી તાડનાં વૃક્ષો અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલદી મળી શકશે ? એમ ગુરુએ તથા સામંતો વિગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. શ્રી સંઘે તેમની સ્તુતિ કરી કે – અહો! શ્રી કુમારપાળ રાજાની ગુરુકૃપાએ જિનાગમને વિષે કેવી ભક્તિ છે તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો! તેનું સાહસ પણ કેવું નિઃસીમ છે.” ૧૪૫. Page #150 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પછી કુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વિગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યા કે – - “હે ખરતાડના વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય, તો તમે શ્રી તાડના વૃક્ષો થઈ જાઓ. એમ કહીને રાજાએ કોઈએક ખરતાડ વૃક્ષના ઢંઘ પ્રદેશ ઉપર પોતાના સુવર્ણનો હાર મૂક્યો. પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ઘર્મ ધ્યાનમાં તત્પર થઈને રહ્યો, એટલે શાસન દેવતાએ તે ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધાં. પ્રાત:કાળે ઉપવનના રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવે દન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઈનામ આપીને આનંદ પમાડ્યા પછી શ્રી તાડના પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “આ ક્યાંથી ?” એમ પૂછ્યું, એટલે રાજાએ વિનયથી સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવીબોઘી (બૌઘાચાર્ય) વિગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલા જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા.” -ઉ.પ્રા.ભા.ભાગ-૪ (પૃ.૨૦૪) આવી ગુરુભક્તિ અમને પણ પ્રગટો એવી પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે. ૧૪૬ Page #151 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'..... નહીં તેનો પરિતાપ”.... એવા સાચા ભક્તોની ભક્તિ કે કથા પણ મને સાંભળવા મળતી નથી અને તેનો પરિતાપ એટલે ખેદ પણ મારા મનમાં થતો નથી એવો હું પુણ્યહીન સ્થિતિમાં આવી પડ્યો છે. માટે આપની કૃપા થાય તો જ મારો ઉદ્ધાર થાય. “નોક્ષ મૂરું ગુરુકૃપા.” “ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન.” ૮ અર્થ -“ભક્તિ માર્ગમાં નિરંતર રહેવા જેવું છે. સર્વ જે ભક્તિનો માર્ગ ભાખ્યો છે એવા માર્ગમાં પણ મારો પ્રવેશ નથી, એવા ભાવ ક્યારે થાય? તો કહે : તારા ભજનમાં દ્રઢ ભાન થાય ત્યારે. એવું દ્રઢ ભાન પણ મને નથી. મારો ઘર્મ શું છે, તેની પણ મને સમજણ નથી. મારો ઘર્મ એટલે જિનેશ્વર ભગવાને ભાખ્યો છે, તે જૈનઘર્મ અથવા આત્માનો ઘર્મ. એવો ઘર્મ ક્યાંથી લભ્ય થાય? શુભદેશમાં સ્થાન હોય તો. એવું શુભસ્થાન પણ મને પ્રાપ્ત થયું નથી.”-પૂ.શ્રી બ્ર.જી. (પૃ.૧૪૭) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ. ભક્તિ એ પરમપ્રેમનું બીજું રૂપ છે. “ભક્તિ પરમપ્રેમ રૂપા” ભગવાન પ્રત્યે એવા પરમપ્રેમરૂપ ભક્તિમાં હજુ મારો પ્રવેશ થયો નથી. ભગવાનને પામવાના ત્રણ માર્ગ પરમકૃપાળુદેવે પત્રાંક ૬૯૩ માં જણાવ્યા છે – જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, ભક્તિમાર્ગ “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.” (વ.પૃ.૫૦૪) ૧. જ્ઞાનમાર્ગ :- શાસ્ત્રો વાંચી મોક્ષમાર્ગને જાણી આરાઘવો તે જ્ઞાનમાર્ગ. એ મહા મુશ્કેલીથી આરાધી શકાય એવો માર્ગ છે. કેવળજ્ઞાન દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. ગુરુગમ વગર આ જ્ઞાનમાર્ગથી મોક્ષમાર્ગમાં અનેક શંકાઓ ઉત્પન્ન થાય કે વિકલ્પ ૧૪૭ Page #152 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન દ ન વધે અથવા શાસ્ત્રો જાણ્યાથી પોતાની મરજી પ્રમાણે વર્તવાનો સ્વછંદ આવે જ અથવા અતિપરિણામીપણું એટલે જે જ્ઞાન પોતામાં પરિણમ્યું ન હોય છતાં માની લે કે એ જ્ઞાન બધું મારામાં પરિણમી ગયું, હું તો જ્ઞાનીના કહેવા પ્રમાણે જ વર્ત છું. એમ પોતે માની લેવાથી વારંવાર જીવને તે સાચા મોક્ષમાર્ગથી પડવાના કારણો થાય છે. અથવા આત્માની ઉચ્ચી ભૂમિકાને પ્રાપ્ત થવા દેતા નથી. - ૨. ક્રિયામાર્ગ - મોક્ષ પ્રાપ્તિ અર્થે ઘર્મની ક્રિયાઓ કરવી તે ક્રિયામાર્ગ છે. તે ક્રિયાઓ વિષે સરુના ઉપદેશ દ્વારા સાચી સમજણ મેળવ્યા વગર પોતાના સ્વચ્છેદે મોક્ષ મેળવવા માટે ઘર્મની ક્રિયાઓ-પૂજા-વ્રત-તપ-જપાદિના અનુષ્ઠાન કરવા તે ક્રિયાજડપણું છે. તે જ ઘર્મક્રિયાના સાઘનો પૂજા-વ્રત-તપ-જપાદિ અનુષ્ઠાનનું સાચું સ્વરૂપ જ્ઞાની પુરુષો દ્વારા પ્રથમ સમજીને પછી કરવા યોગ્ય છે. નહીં તો તે જ ક્રિયાઓથી જીવને અસદ્ અભિમાન, જે ક્રિયાઓ કરતા હોઈએ તેનો આગ્રહ, અથવા ક્રિયાઓ કરવાથી રિદ્ધિસિદ્ધિ પ્રગટશે એવો મોહ અથવા તપસ્વીઓની પૂજા સત્કાર આદિ બહુમાનની ભાવના અને સર્વથી વિશેષ તો ઘર્મને નામે ક્રિયાઓ દેહની થાય છે અને તેને આત્માની ક્રિયાઓ માની લેવી એ આદિનો આમાં સંભવ રહ્યો છે. ૩. ભક્તિમાર્ગ :- માટે કોઈક આત્મજ્ઞાની મહાત્માને બાદ કરતાં એટલે કોઈ આત્મજ્ઞાની મહાપુરુષ જ્ઞાનમાર્ગમાં પ્રવૃત્તિ શકે, તે સિવાય ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય લીધો છે. અને સદગુરુનું સર્વાર્પણપણે શરણ સ્વીકારી તેમની જ આજ્ઞામાં વર્યા છે. પણ જેનું શરણ લઈએ તે સાચા આત્મજ્ઞાની પુરુષ હોવા જોઈએ. નહીં તો અજ્ઞાનીના શરણથી, મળેલો રત્ન-ચિંતામણિ જેવો આ દુર્લભ મનુષ્યદેહ ઊલટો ચારગતિમાં વિશેષ પરિભ્રમણ કરાવનારો થઈ જાય. આ પત્રાંક ૬૯૩ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે “ભક્તિમાં સ્વછંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ એનું ચિત્ત ચોંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. ભગવાનમાં ચિત્તને લીન કરવું એ અહીં કહેવું છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અલ્પ જ્ઞાન હોય તો તે અનેક દોષોને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે. અને ભક્તિમાં તો હું કંઈ જ જાણતો નથી' એમ રહે. જ્ઞાનમાર્ગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાર્થનો નિર્ણય કરી બેસે તો ઘણા દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે. આ કાળ એવો છે કે જિંદગી આખી ભક્તિ જ કરવા યોગ્ય છે.” (જૂનું બો.૧ પૃ.૩૩૨) માટે પૂ.શ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોઘ’ ગ્રંથના “સાર્વજનિક શ્રેય’ નામના રૂપમાં પાઠમાં પણ ભક્તિમાર્ગની ભલામણ કરતા જણાવે છે કે “હાંરે આ કળિકાળે તો ભક્તિ-માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો; ૧૪૮ Page #153 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'... ઉ– હાંરે સદાચરણ પણ સેવા કરી વિચાર જો, એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો. હાંરે વ્હાલા અર્થ – આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, તો જ તે જ્ઞાન સફળ છે. પરમપ્રેમરૂપ ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્યવત્ છે. આ સર્વ સંતપુરુષોની શિખામણ છે. તેને હૃદયમાં કોતરી રાખવી. તથા પોતપોતાની ભૂમિકા અનુસાર વિચાર કરીને હમેશાં સદાચરણને જ સેવવા. તેમજ માત્ર એક આત્માર્થના જ લક્ષપૂર્વક નિષ્કામભાવે પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું. એ આત્મકલ્યાણનો સુગમ ઉપાય છે. જગતના સર્વ જીવોનું હિત પણ આમાં જ સમાયેલું છે.” -પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧ (પૃ.૪૧૭) એ ભક્તિમાર્ગના બીજા નવ પ્રકાર “પ્રવેશિકા' નામના ગ્રંથના ૧૭મા પાઠમાં જણાવે છે :“ પ્રભક્તિના કોઈ પ્રકાર હશે કે નહીં? ઉ–નવધા ભક્તિ મનાય છે. પ્રતે નવ પ્રકાર કયા? “શ્રવU, વીરતા, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; ધુતા, સમતા, પળતા, નવધા, મવિત પ્રમાન.” -શ્રી બનારસીદાસ (૧) શ્રવણ-ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી તે શ્રવણ ભક્તિ છે; તેમના ગુણો સાંભળી તેમનું મહાભ્ય હૃદયમાં વસવાથી આપણી વૃત્તિ તેવા બનવા પ્રેરાતી જાય છે. (૨) કીર્તન–તેમના ગુણગ્રામ કરતાં તેમના સ્વરૂપમાં મન જોડાય છે અને ઉત્તમ ભાવના પોષાય છે. શ્રવણ કીર્તનનો ક્રમ ઘણા આરાઘે છે પણ આગળનો ક્રમ આરાઘનાર બહુ વિરલ જીવો હોય છે. (૩) ચિંતવન-ચિંતવન એટલે મનન કરવું; કથાદિ સાંભળીને, સ્તવન કરીને, તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો જરૂરનો છે. (૪) વંદન–વંદન એટલે નમસ્કાર આદિ વિનય ભક્તિ કરવી, (૫) સેવન–સેવન એટલે ગુરુ આદિ પૂજ્ય જનોની સેવાચાકરી, તેમના વચનામૃતોનું, આજ્ઞાનું ઔષઘની સમાન સેવન કરવું અને આત્મભ્રાન્તિ રૂપ રોગ દૂર કરવો. (૬) ધ્યાન-ધ્યાન એટલે મનોવૃત્તિ જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી અથવા ઘર્મધ્યાન આદિવડે ઘર્મમૂર્તિ બનવું. (૭) લઘુતા–લઘુતા એટલે પોતાનામાં ગુણોની વૃદ્ધિ થયા છતાં છલકાઈ ન જવું, બાહ્ય પદાર્થોનું. શાસ્ત્રજ્ઞાન આદિનું માહાસ્ય ન લક્ષમાં રાખતાં, ફળ બેસતાં વૃક્ષની ડાળ નમે તેવા નમ્રભાવે વર્તવું તે. (૮) સમતા–“સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” સર્વ જીવને પોતાના સમાન માની રાગદ્વેષ ન થવા દેવા, તે પરમાત્મદશા પામવાનો માર્ગ છે. (૯) એકતા–એકત્વ ભાવના, અસંગ દશા; ઈષ્ટદેવમાં તલ્લીન થઈ જવું તે. શ્રી સુંદરદાસનું પ્રેમલક્ષણા ભક્તિ વિષે નીચેનું કાવ્ય વિચારવા યોગ્ય છે.”— ૧૪૯ Page #154 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન (ઇન્દવ છંદ) " प्रेम लग्यो परमेश्वर सों तब, भूलि गयो सिगरो घरु बारा । ज्यों उन्मत्त फिरें जितहीं तित, नेक रही न शरीर संभारा ॥ स्वास उसास ऊठे सब रोम, चलै दृग नीर अखंडित धारा । કુંવર ઝોન રે નવધા વિધિ, છાજિ પર્યો રસ પી મતવારા ।'' -પ્રવેશિકા (પૃ.૪૦) અર્થ :–પરમેશ્વર સાથે પ્રેમની લગની લાગે ત્યારે સઘળું ઘરબાર વગેરે બધું ભક્તને ભૂલાઈ જાય છે. જેમ ઉન્મત્ત એટલે ગાંડો માણસ અહીંતહીં ફર્યા કરે અને તેને પોતાના શરીરની લેશ સંભાળ લેવાનું પણ સૂઝતું નથી. તેમ ભક્તને પણ ભગવાનના વિરહમાં કે ભક્તિના વેગમાં શ્વાસોચ્છવાસ ઉઠે કે બધા રોમ ઊભા થઈ જાય, કે આંખોમાંથી આંસુની ધારા અખંડિતપણે વહ્યા કરે તો પણ તેની તેને ખબર પડતી નથી. સુંદરદાસ કહે છે કે આ કલિકાળમાં આ નવ પ્રકારની ભક્તિ કરનાર પણ કોણ હશે? કે જે આ પ્રભુના પ્રેમરસમાં ઉન્મત્ત બનીને ગાંડાની જેમ જગતને કે શ૨ી૨ને ભૂલી ગયો હોય ? અર્થાત્ કોઈ વિરલા જ હશે, એવી કાળસ્થિતિ થઈ ગઈ છે. ‘પ્રજ્ઞાવબોધ'માંથી : ભક્તિ વિષેની ભલામણ “દેખાદેખી ભક્તિ કરતા, ધંધે વળગી ભૂલી જતા, કાળ ગાળવા કીર્તન કરતા, કોઈ રહસ્ય ન ઉર ઘરતા; ગાન - તાન મિષ્ટાન્ન મળે છે, એમ ગણી ટોળે મળતા, પણ આત્માની ઉન્નતિ કાજે ભક્ત-મંડળે ના ભળતા.” ૬ અર્થ :—“કોઈ એક બીજાને દેખી ભક્તિ કરે છે. પછી ધંધે વળગી બધું ભૂલી જઈ માયા પ્રપંચ કરે છે. સમય પસાર કરવા ભજન કીર્તન કરે છે પણ ભક્તિ કરવાનું પ્રયોજન શું છે તેનો કોઈ હૃદયમાં વિચાર કરતા નથી. પણ ભગવાનની ભક્તિના નામે ગાયન કરવાનું મળે છે અને તેની તાનમાં લીન થવાનું બને છે. વળી ભક્તિના ફળમાં તરત મિષ્ટાન્ન મળે છે એમ ગણી બધા ટોળામાં ભેગા થાય છે. પણ જ્યાંથી આત્માની ઉન્નતિ થાય અને ગુણો પ્રગટે એવા સાચા ભક્ત મંડળમાં તે ભળતા નથી.'' ।।૬।। -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૫૭૯) માટે શાસ્ત્રનો કે ભક્તિનો મર્મ સમજવા શ્રી સદ્ગુરુની અનન્ય પ્રેમે ભક્તિ કરવી. “મર્મ સદ્ગુરુ-ઉરે જે રહ્યો ગુપ્ત તે, જાણવા ભક્તિ કરવી સુભાવે, રોકી સ્વચ્છંદ, આજ્ઞા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોઘ આવે. આજ’૧૨ અર્થ :–‘શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર્આત્મામાં રહ્યો છે.’ તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી ૧૫૦ Page #155 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'.... જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન પામવાની સમજ આવે છે. ૧૨ા -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬૭) “પ્રભુ ભક્તિ રત ચિત્ત રમે જ્યાં, કેવળજ્ઞાન પ્રકાશે જી, કોણ મૂર્ખ ઇંદ્રિયસુખ ઇચ્છે, જેથી નિજ સુખ નાશજી. અર્થ -પ્રભુના શુદ્ધ આત્મસ્વરૂપમાં ભક્તિ પ્રગટીને જો ચિત્ત તેમાં જ રમે તો કાળે કરીને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યે રાજુલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો તો તે કેવળજ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઊપજી તો તે પણ કેવળજ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઇચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે.” I૧કા -પ્ર.વિ-૧ (પૃ.૩૯૮) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૧,૨' (અર્થ સહિત)માંથી : શ્રી દેવચંદ્રજી મહારાજ પણ ભક્તિથી કેવા કેવા મોટા લાભ થાય છે તે શ્રી અજિતવીર્ય જિનેશ્વરના સ્તવનમાં જણાવે છે – “પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે મ૦ વચન અસંગી સેવ રે; ભ૦ કર્તા તન્મયતા લહે રે મ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦ ૩ સંક્ષેપાર્થ - પ્રીતિરૂપ ભક્તિ અનુષ્ઠાન વડે અસંગી એવા પ્રભુના વચન અનુસાર તેમની સેવા એટલે આજ્ઞા ઉઠાવતાં, કર્તા એવો પુરુષ હમેશાં પ્રભુની ભક્તિમાં જગતને ભૂલી જઈ પ્રભુના ગુણમાં તન્મય બને છે. [૩] જિન ભક્તિરત ચિત્તને, મ. વેદક રસ ગુણ પ્રેમ રે; ભવ સેવક જિનપદ પામશે રે, મ રસથિત અય જેમ રે. ભ૦ ૬ સંક્ષેપાર્થ – શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિમાં જેનું ચિત્ત રત છે અર્થાત્ લીન છે તેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમગુણ વેધક રસ જેવો છે. જેમ વઘક રસથી વેથિત થયેલું અય એટલે લોઢું, સોનું બની જાય છે, તેમ પ્રભુભક્તિમાં તન્મય એવો સેવક પણ સુવર્ણ સમાન જિનપદને પામે છે. કા. નાથ ભક્તિરસ ભાવથી રે, મ૦ તૃણ જાણું પરદેવ રે; ભ૦ ચિંતામણિ સુરતથકી રે મ અથિકી અરિહંતસેવ રે. ભ૦ ૭ સંક્ષેપાર્થ –શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા નાથ પ્રભુની ભક્તિરસમાં ભાવોની તરબોળતા થતાં અને સર્વ પર દેવો તૃણ સમાન ભાસે છે. તેમજ ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ મને તો શ્રી અરિહંત પ્રભુની સેવા અઘિકી કહેતાં વઘારે શ્રેષ્ઠ જણાય છે; કારણ કે એ સેવા શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને આપનારી છે. તેવા ૧૫૧ Page #156 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મ કરજો જિનપતિભક્તિ રે; ભ૦ દેવચંદ્ર પદ પામશો રે, મ. પરમ મહોદય યુક્તિ રે. ભ૦ ૯ સંક્ષેપાર્થ –હે ભવ્યાત્માઓ! જો તમને નિર્મળ એવી આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈ હોય તો શ્રી જિનપતિ એવા જિનેશ્વર પ્રભુની ભક્તિ ભાવપૂર્વક કરજો. તો તમે પણ દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ શાશ્વત સુખરૂપ એવા મોક્ષપદને પામશો. પ્રભુની ભક્તિ સાચા ભાવે કરવી એ જ પરમ મહોદય એવા મોક્ષપદને પામવાની સાચી યુક્તિ છે અર્થાત્ એ જ સાચો ઉપાય છે.” મા -ચૈત્યવંદનચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૨૧૦) શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી મુનિસુવ્રતનાથ જિનેશ્વરના સ્તવનમાં જણાવે છે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને નીરાગી બનાવે તો તેના પ્રત્યેની ભક્તિ કોને ન ગમે? સર્વ આત્માર્થીને તો ગમે જ. “દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનસું ભીનો; જસુ રાગે નીરાગી થાયે, તેમની ભક્તિ કોને ન સુહાયે. ૧ સંક્ષેપાર્થ –ગત ચોવીશીમાં થયેલા બારમા તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત ભગવાને કેવળજ્ઞાન વડે નવ તત્ત્વોનું કે છ દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને જૈનદર્શનમાં પ્રગટ કર્યું તે જાણવાથી તેના પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને આત્મા આદિ પદાર્થોનું દર્શન થયું અર્થાત્ શ્રદ્ધા થઈ. તેથી વીતરાગ પ્રભુના ગુણોમાં સાચા રાગે મન ભીનું થયું અર્થાત્ સાચા ભક્તિભાવે તે ગુણો પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. જેના પ્રત્યે રાગ કરવાથી પોતે પણ વીતરાગપદને પામે એવી પ્રભુની આજ્ઞાભક્તિ કોને ન ગમે? અર્થાત્ વિચારવાન પુરુષોને તો ગમે જ. પણ પ્રભુ આજ્ઞાથી જે વિમુખ છે, અજાણ છે, તે તો બિચારા અજ્ઞાનીજીવો સંસારમાં જ રઝળ્યા કરે છે. આવા તેમની ભક્તિ ભવભય ભાંજે, નિર્ગુણ પિણ ગુણશક્તિ ગાજે; દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિયળ સવિ કાપે. ૫ સંક્ષેપાર્થ –એવા સાચા વીતરાગી પ્રભુની ભક્તિ ખરેખર ચારગતિરૂપ સંસારના ભયને ભાંગનાર છે. અનંતદોષથી યુક્ત પ્રાણી પણ પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કરી જગતમાં પંકાય છે. પ્રભુ પ્રત્યેનો દાસભાવ તે આત્મપ્રભુતાને આપનાર છે અને અંતરમાં રહેલા મિથ્યાત્વ, કષાયાદિ કલિમલ એટલે પાપમળને સર્વથા નષ્ટ કરનાર છે. માટે પ્રભુભક્તિ જ સર્વથા કર્તવ્ય છે.” પાા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૧૫૦) “શ્રીમદ્ રાજચંદ્રમાંથી - સદગુરુની ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે.” (વ.પૃ.૩૯૫) ૧૫૨ Page #157 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'..... ભક્તિ કરી ભગવાન પાસે કંઈ ઇચ્છવું નહીં “સકામભક્તિથી જ્ઞાન થાય નહીં, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય.” (વ.પૃ.૭૦૭). પ્રભુભક્તિ એ મોક્ષનો ઘુરંધર માર્ગ “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ઘુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે.” (વ.પૃ.૩૩૫) આ કાળમાં જીવનપર્યત ભક્તિ પ્રઘાનદશા આરાઘવી “ભક્તિપ્રઘાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રઘાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે; તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રઘાન દશા આરાઘવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.)” (વ.પૃ.૩૪૦). મહાત્મા કબીરજી અને નરસિંહ મહેતાની ભક્તિ સર્વોત્કૃષ્ટ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થ, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે તથાપિ તેમની દારિડ્યાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના “પરચા” પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.” (વ.પૃ.૨૭૯) ખરો ભક્ત સુખમાં કે દુઃખમાં હોય પણ ભક્તિ જ કરે નરસિંહ મહેતાનું દ્રષ્ટાંત - “નરસિંહ મહેતાને ભગવાન પર અપૂર્વ વિશ્વાસ હતો. એમના પરચા ભગવાનના ભક્ત દેવોએ પૂર્યા હતા પણ એમને અંતરથી બિલકુલ એ માટે ઇચ્છા ન હતી, કે યાચના કરી નથી. દામાજી પંતનું દ્રષ્ટાંત - દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણોતના બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી રાખતા. બહુ મોટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર ૧૫૩ Page #158 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન fe 1 અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો જ ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડ્યું છે અને લોકો કે ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બઘાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. થોડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું કે મને ભજન કરી લેવા દો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું. S THAR હJfft આ બાજુ એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં દામાજીને લઈને સિપાઈઓ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું, તમારા વતી પૈસા કોણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બોલ્યા કે મારે માટે ભગવાનને તસ્દી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત થયો. ૧૫૪ Page #159 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’..... સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તોય ભક્તિ કરે, પણ મારું આ દુઃખ જાઓ એમ ન કરે. એ સાચી ભક્તિ છે. નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિસિદ્ધિ આત્મામાં પ્રગટી હતી, છતાં બધું કામ એમ ને એમ કરતા. ભક્તિમાં એમને વધારે આનંદ આવતો હતો. જ્યાં સુધી નિઃસ્પૃહતા ન આવે ત્યાં સુધી આનંદ પણ ન આવે. ભગવાનને તસ્દી આપવાની ભક્તને ઇચ્છા હોતી નથી. બધી ભક્તિમાં પરાભક્તિ છે તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. થાય તે બધું જોયા કરવું.” (બો.૨ પૃ.૫૫) ‘ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીદ્યા માર્ગે ચાલ્યું જવાય’ “ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.’’ (વ.પૃ.૬૮૭) સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને શ્રદ્ધા એ જ ત્રિકાળમાં જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ ૧૫૫ Page #160 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાઘવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિ કાળથી પરિભ્રમણ કર્યું છે.” (વ.પૃ.૨૫૯), જ્ઞાનપ્રાપ્તિનો સુગમ ઉપાય ભક્તિમાર્ગ, સર્વ અશરણને શરણરૂપ મહાત્મા બુદ્ધ (ગૌતમ) જરા, દારિત્ર્ય, રોગ અને મૃત્યુ એ ચારને એક આત્મજ્ઞાન વિના અન્ય સર્વ ઉપાયે અજિત દેખી, જેને વિષે તેની ઉત્પત્તિનો હેતુ છે, એવા સંસારને છોડીને ચાલ્યા જતા હવા. શ્રી ઋષભાદિ અનંત જ્ઞાની પુરુષોએ એ જ ઉપાય ઉપાસ્યો છે; અને સર્વ જીવોને તે ઉપાય ઉપદેશ્યો છે. તે આત્મજ્ઞાન દુર્ગમ્ય પ્રાયે દેખીને નિષ્કારણ કરુણાશીલ એવા તે સપુરુષોએ ભક્તિમાર્ગ પ્રકાશ્યો છે, જે સર્વ અશરણને નિશ્ચળ શરણરૂપ છે, અને સુગમ છે.” (વ.પૃ.૪૯૧) જ્ઞાનીની ભક્તિ કર્યા વિના ઉપદેશ પરિણમે નહીં, માટે ભક્તિ અવશ્ય કર્તવ્ય “જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પરુષોએ કહ્યું છે.” (વ.પૃ.૨૬૩) - સાચી ભક્તિ હોય તો દેહદુ:ખ ગણે નહીં નાભા ભગતનું દ્રષ્ટાંત :- “નાભો ભગત હતો. કોઈકે ચોરી કરીને ચોરીનો માલ ભગતના ઘર આગળ દાટ્યો. તેથી ભગત પર ચોરીનો આરોપ મુકી કોટવાળ પકડી ગયો. કેદમાં નાખી, ચોરી મનાવવા માટે રોજ બહુ માર મારવા માંડ્યો. પણ સારો જીવ, ભગવાનનો ભક્ત એટલે શાંતિથી સહન કર્યું. ૧૫૬ Page #161 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'... ગોંસાઈજીએ આવીને કહ્યું કે હું વિષ્ણુભક્ત છું, ચોરી કોઈ બીજાએ કરી છે [E 3 એમ કહે.” ત્યારે ભગતે કહ્યું કે “એમ કહીને છૂટવા કરતાં આ દેહને માર પડે તે શું ખોટું ? મારે ત્યારે હું તો ભક્તિ કરું છું. ભગવાનના નામે દેહને દંડ થાય તે સારું. એને નામે બધુંય સવળું. દેહ રાખવાને માટે ભગવાનનું નામ નહીં લેવું. ભલે દેહને માર પડે તે સારું–શું કરવો છે દેહને!” (વ.પૃ.૭૦૩) પરમકૃપાળુદેવને પરમપુરુષની ભક્તિ વિના કંઈ પ્રિય નથી એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ છીએ ત્યારે માંડ જાણી શકીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) ઘણું મનન કર્યા પછી વૃઢ નિશ્ચય કે ભક્તિ એ જ સર્વોપરી માર્ગ “ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે. અને તે સપુરુષના ચરણ સમીપ રહીને થાય તો ક્ષણ વારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે.” (વ.પૃ.૨૬૪) મુક્તિનું કારણ એવી સાચી ભક્તિ પ્રગટાવી અતિ દુર્લભ ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં પણ છે, એમ લાગે છે.” (વ.પૃ.૩૦૧) અભણનું જ્ઞાન પણ ભક્તિથી નિર્મળ થાય, અને તેથી મોક્ષ થાય “પ્ર–અભણને ભક્તિથી જ મોક્ષ મળે ખરો કે? ઉ—ભક્તિ જ્ઞાનનો હેતુ છે. જ્ઞાન મોક્ષનો હેતુ છે. અક્ષરજ્ઞાન ન હોય તેને અભણ કહ્યો હોય, તો તેને ભક્તિ પ્રાપ્ત થવી અસંભવિત છે, એવું કંઈ છે નહીં. જીવ માત્ર જ્ઞાનસ્વભાવી છે. ભક્તિના બળે જ્ઞાન નિર્મળ થાય છે. નિર્મળ જ્ઞાન મોક્ષનો હેતુ થાય છે.” (વ.પૃ.૪૩૦) સવારના ૪ થી ૭ ભક્તિ માટે યોગ્ય કાળ અને મંત્ર રટણ સર્વકાળ માટે યોગ્ય “ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતા અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિનો વિસ્તાર મોટો છે, તો પણ ટૂંકામાં લખ્યું છે. (એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે યોગ્ય કાળ છે. સ્વરૂપચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે. ૧૫૭ Page #162 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને જ શુદ્ધ, સ્પષ્ટ વાણી એ શુચિ છે.” (વ.પૃ.૨૮૮) ભક્તિમાર્ગ પ્રવેશ નહીં'... ઉપદેશામૃત માંથી - સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરી પશ્ચાતાપ કરે તો પાપનો નાશ થાય મુમુક્ષુ–પાપ દોષ તો અનંતકાળથી અનેક પ્રકારના કર્યા છે, તે નાશ કરવાનો મુખ્ય ઉપાય કયો? પ્રભુશ્રી–ભક્તિ, સ્મરણ, પશ્ચાતાપના ભાવ કરે તો સર્વ પાપનું નિવારણ થાય. ઉપવાસ આદિ તપ તો કોઈથી ન પણ થાય. કદાચ કષ્ટ આપે. પરંતુ સ્મરણ-ભક્તિ પ્રેમપૂર્વક કરે ને ભગવાનનું રટણ કરે, સદ્ગુરુમંત્રમાં રહે તો કોટિ કર્મનો ક્ષય થાય. એવો એ ભક્તિનો મહિમા છે.” (ઉ.પૃ.૪૪૩) બ્રહાચર્યાશ્રમમાં રહી સ્વરૂપભક્તિમાં લીન રહેવું “સતુ અને શીલ એ યોગ્યતા લાવશે. અને છેવટમાં કહી દઉં? આ છેલ્લા બે અક્ષર ભવસાગરમાંથી બૂડતાને તારનાર છે. તે શું છે? તો ભક્તિ, ભક્તિ અને ભક્તિ. સ્વરૂપભક્તિમાં પરાયણ રહેવું.” (ઉ.પૃ.૩૬૯) ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. કલિકાળમાં આવી ભક્તિ ક્યાંથી હોય સત્સંગે સમાગમે વાણી સાંભળવામાં આવે છે તેથી હિત થાય છે. સત્સંગમાં આવી કંઈ લઈ જવું જોઈએ. શું? કર્તવ્ય શું છે? ભક્તિ. ભક્તિ જેવું કોઈ સાધન નથી. એ બહુ મોટી શ્રેષ્ઠ વસ્તુ છે. મુમુક્ષુ–ભક્તિયે ઘણા કરે છે. તો ભક્તિ કઈ કરવી? પ્રભુશ્રી–હૃદયમાં ટેક રાખવો. વીસ દુહા ભક્તિના એકાંતમાં બેસી આખા દિવસમાં એક વાર પણ બોલવા. આ મંત્ર છે, જાપ છે. સાપનું ઝેર જેમ મંત્રથી ઊતરે છે તેમ આ જીવને ભક્તિથી કર્મનું ઝેર ઊતરે છે. “હે! પ્રભુ, હે! પ્રભુ, શું કહ્યું? દીનાનાથ દયાળ” લઘુત્વ, ગરીબાઈ, ગુરુવચન એ ક્યાંથી હોય!”” (ઉ.પૃ.૪૦૦) પરમકૃપાળુદેવની જે ભક્તિ કરે છે તેના અમે દાસના દાસ છીએ. “ગુરુભક્તિમાં ગુરુના ગુણગ્રામથી કર્મની કોડ ખપે છેજી, તે કર્તવ્ય છેજી. હે પ્રભુ! આપને એક ભલામણ છે તે પ્રથમ પણ કહેલ તે હવે પણ ધ્યાનમાં લેશોજી. હે પ્રભુ! અમે તો આ યથાતથ્ય સદ્ગુરુના ભક્તના દાસના દાસ છીએ અને તે સદ્ગુરુ યથાતથ્યની ભક્તિ જે કરે છે તેને નમસ્કાર છેજી. હે પ્રભુ! આપ સર્વના જાણવામાં છે કે શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્ર પ્રભુનો આ એક દીન શિષ્ય છેજી. તો હવે તે સ્વરૂપ યથાતથ્ય ક્યાં છે તે વિચારી ભક્તિ કર્તવ્ય છેજ.” (ઉ.પૃ.૨૬) ૧૫૮ Page #163 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'..... પાપીને પાપો યાદ કરી પ્રભુ સમક્ષ પશ્ચાતાપ કરવાનો અધિકાર છે “ભક્તિ જીવે કર્તવ્ય છે. સર્વ ઘર્મમાં ભક્તિને પ્રધાનપદ આપ્યું છે. વૈષ્ણવ , હોય, મુસલમાન હોય, ખ્રિસ્તી હોય કોઈ ભક્તિમાં નથી માનતા એમ નથી. એનાથી પાપનો નાશ થાય છે. પાપી છે તેને આર્તભક્તિ કરવાનો અધિકાર છે. બાકી ભક્તિના ઘણા પ્રકાર છે. બોઘ સાંભળવો, વાંચન, વિચારણા, સદ્ગમાં પ્રેમ, ભાવ-એવી ભક્તિ ઉત્તમ છે.” (ઉ.પૃ.૪૪૪) પરમકૃપાળુદેવની પરમાત્મા પ્રત્યે અખંડ એકતાર ભક્તિ પરમકૃપાળુદેવ પરમાત્મા પ્રત્યે અખંડ પ્રેમ, એકતારપણું ઇચ્છતા હતા. એવી એક્તાર ભક્તિ એ જ માર્ગ છે. પોતાને આત્મા જાણવો છે તે માટે જેણે જામ્યો છે તેના સ્મરણપણે એકતાર થવાનું છે. પરમજ્ઞાની કપાળદેવ એક ગાથા કલાકના કલાક સુથી એક શૂનથી બોલતા. કોઈ બેઠું હોય તેને સાંભળવું હોય તો સાંભળે. પણ બીજી વાત કરતા નહીં. એમ એક લયથી સ્વરૂપનું રટણ કરતા કે તેમના બોલવાના પડછંદા પડે.” (ઉ.પૃ.૪૪૪) તમારી તો યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિ ને ભક્તિ કરી લો અમે પણ એવી ઉમ્મર હતી ત્યારે આવેશપૂર્વક અખંડ ધ્યાન આપતા અને અપૂર્વ ભક્તિ થતી. વનમાં એકલા જઈને, ચિત્રપટની ભક્તિ કરતા. એમ એ ભક્તિની લય હતી. હવે ઘડપણને લઈને નમસ્કાર પણ થઈ શકતા નથી. થાકી જવાય છે. તમારી તો હજુ યુવાવસ્થા છે, તો થાય તેટલી ભક્તિ, ભક્તિને ભક્તિ કરી લો. અહીં તો લૂંટંલૂંટ કરવાની છે! જે ભાવ કરે તેના પોતાના છે. હમણાં પ્લેગ ચાલે છે તેથી માણસો મરણના ભયને લીધે ગામ બહાર તંબુ ઠોકીને રહ્યા છે; પણ ભક્તિ કરતા નથી!” (ઉ.પૃ.૪૪૪) - સાચો ભક્ત એ જ કે જે પરમાત્માની ભક્તિમાં જીવન ગાળે. “પરમાત્મા ભક્તોને મોક્ષ આપવા કરતાં ભક્તિ આપવામાં પણ છે; અને ભક્તને પરમાત્માની ભક્તિ એ જ તેનું જીવન છે.” (ઉ.પૃ.૯) મોક્ષે જવાનો સીઘો રસ્તો તે ભક્તિ. આવો જોગ ફરીથી નહીં મળે “પ્રભુશ્રી–ભક્તિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. મુકામે જવાનો રસ્તો છે. ભક્તિભાવથી કલ્યાણ થાય છે; પણ ઘેર બેઠા ન થાય. આ ભાવ કરો. ફરીથી દાવ નહીં આવે, માટે ભક્તિ કરવાની છે.” (ઉ.પૃ.૨૦૯) જ્ઞાનીની ભક્તિ ભાવથી આજ્ઞા સહિત કરે તો જ્ઞાન આપોઆપ નિર્મળ થાય “સર્વ શાસ્ત્રનો સાર કોઈ જ્ઞાની પુરુષની શોઘ કરી તેના વચનમાં વિશ્વાસ રાખી તેની આજ્ઞા ઉઠાવવા પુરુષાર્થ કરવો એ જ છે. જ્ઞાની પુરુષ પાસે જ્ઞાનની યાચના કરતાં ભક્તિની કામના રાખવી એ વિશેષ હિતકારી છે એમ જ્ઞાની પુરુષોનું અનુભવ-કથન છે, તે વિચારશો.” (ઉ.પૃ.૧૧૯) ૧૫૯ Page #164 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જે ભક્તિ, વાંચન, વિચારણા, સ્મરણ વિશેષ કરે તેને વિશેષ લાભા “કોઈ પર રાગ-દ્વેષ ન કરવો. એમ સમભાવથી વર્તાય તો તે વીમો ઉતાર્યો ન કહેવાય. વીમો ઉતાર્યો હોય તો દર માસે કે વર્ષે અમુક રૂપિયા ભરવા પડે તેમ અહીં દરરોજ કે આખો વખત જેટલી ભક્તિ, વાંચન, વિચારણા, આત્માની ઓળખાણ સદ્ ગુરુસાક્ષીએ થાય તેટલું લેખે છે. જે જેટલું વધારે કરે તેટલો તેનો વીમો મોટો.” (ઉ.પૃ.૪૪૫) ભક્તિમાર્ગ પ્રવેશ નહીં'..... બોઘામૃત ભાગ-૧' માંથી : સંસાર ઉપરનો પ્રેમભાવ ઊઠી સન્દુરુષ ઉપર થાય તે ભક્તિ “મુમુક્ષુ—ભક્તિ એટલે શું? પૂજ્યશ્રી–સંસારથી વૃત્તિ ઊઠીને સપુરુષ ઉપર થાય તે ભક્તિ છે. પ્રભુશ્રીજીના બોઘમાં આવ્યું હતું કે “ભક્તિ એ ભાવ છે.” સંસાર ઉપર જે પ્રેમભાવ છે તે ઊઠી સપુરુષ ઉપર તેવો ભાવ થાય તે ભક્તિ છે.” -બો.૧ (પૃ.૧૩૨) ગુરુ આત્મજ્ઞાની હોય તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજાય પૂજ્યશ્રી- “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય-પ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.” “જે સદ્ગુરુ છે તેની ભક્તિ કોઈ પુણ્યવાનને જાગે છે. જ્ઞાનીની આજ્ઞાએ ઘર્મ થાય છે. ‘મારે ઘો'. આચાર્યના ગુણો, ભક્તિ કરતાં હૃદયમાં ઘારણ કરવા. જેટલું બહુમાનપણું ગુણો પ્રત્યે હોય, તેટલી ગુરુભક્તિ થાય. ગુરુ શબ્દ સાંભળતા જ ગુરુનાં બઘા ગુણો સાંભરે તે ગુરુભક્તિ છે. દેવ અને ઘર્મનો આઘાર ગુરુ છે. ગુરુ હોય તો દેવ અને ઘર્મ સમજાય, નહીં તો ન સમજાય.” (બો.૧ પૃ.૧૯૨) મંદિર છે તે સમવસરણ છે અને બેઠા તે મારા પ્રત્યક્ષ ભગવાન છે “મુમુક્ષુ–“સમાધિસોપાન'માં આવે છે કે પ્રતિમાને વંદન કરવું, નમસ્કાર કરવા, પૂજા કરવી વગેરે, તે પ્રત્યક્ષ વિનય છે, ભગવાન તો પ્રત્યક્ષ નથી તો પ્રત્યક્ષ વિનય કેમ કહેવાય? પૂજ્યશ્રી–ભાવ પ્રત્યક્ષના કરવાના છે. ભગવાન તીર્થકર જ્યારે વિચરતા હતા, ત્યારે આ જીવ ક્યાંય એકેન્દ્રિયાદિમાં ભટકતો હશે અને હવે મનુષ્યભવ મળ્યો છે, પણ તેવો યોગ નથી. તે માટે ભગવાનના મંદિરમાં જઈને ભાવના કરવી કે સાક્ષાત ભગવાન વિરાજ્યા છે. આ મંદિર છે તે સમવસરણ છે એમ જાણીને ભક્તિ કરવી. કષાય ઘટાડવાના છે.” (બો.૧ પૃ.૧૯૫) સદેવ, ગુરુ, ઘર્મ પ્રત્યેનો રાગ તે પ્રશસ્ત રાગ છે “જ્ઞાની પ્રત્યે વિશેષ ભાવ, ભક્તિ થાય તે પ્રશસ્ત રાગ છે. દેવ, ગુરુ, ઘર્મ પ્રત્યે રાગ તે ૧૬૦ Page #165 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’..... પ્રશસ્ત રાગ છે. કોઈ જીવો કુળધર્મવડે ગુરુની ભક્તિ કરે છે. કોઈ જીવો મુનિના શીલ, તપ, દયા આદિ દેખીને ભક્તિ કરે છે. પણ મુનિ ‘સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રને આરાધે છે', એવા ભાવથી ભક્તિ કરે તે સાચી ભક્તિ છે.’’ (બો.૧ પૃ.૨૮૬) આત્માને ઓળખવાનું કે ભક્તિનું કામ ઉલ્લાસપૂર્વક કરવું “મહાપુરુષોએ આ જગતની બધી વસ્તુઓ તપાસી સારરૂપ એક આત્મા કાઢ્યો. “આત્માથી સૌ હીન.” આત્માથી કોઈ ચઢિયાતી વસ્તુ નથી. ત્રણ જગતના સારરૂપ આત્મા છે તેને ઓળખવો. બીજાં કામ તો કરવાં પડે તેમ કરવાં, પણ ધર્મનું કામ તો ઉલ્લાસપૂર્વક કરવાનું છે. ભક્તિમાં ઉલ્લાસ ન રહે તો અબહુમાન દોષ થાય.’’ (બો.૧ પૃ.૪૦૫) મારે ભગવાનની ભક્તિ જ કરવી છે. તેનું ફળ આત્માની નિર્મળતા આનંદશ્રાવકનું દૃષ્ટાંત – ‘આનંદશ્રાવકને મહાવીર મળ્યા. તેમણે વિચાર્યું કે મારી પાસે આટલાં બધાં ગાડાં, ગાયો વગેરે છે અને એમની પાસે કંઈ નથી, તોપણ એ વધારે સુખી છે. તેમણે મહાવીર ભગવાનને પૂછ્યું કે હે ભગવાન! મારે સુખી થવું છે, એનો ઉપાય બતાવો. ભગવાને કહ્યું કે ઉપાધિ વધારીશ નહીં. JM. ૧૬૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તેમણે તે દિવસથી ઓછું કરવા માંડ્યું. એમ કરતાં કરતાં તેમને એમ થયું કે મારે તો હવે ભગવાનની ભક્તિ જ કરવી છે. એમ વિચારી તે તપ વગેરે કરવા લાગ્યા અને બધો વખત ભક્તિમાં જ ગાળવા લાગ્યા. ભગવાને ગૌતમસ્વામીને કહ્યું કે આનંદ શ્રાવક માંદા છે. ગૌતમસ્વામી આનંદશ્રાવકને ઘેર ગયા. તેમણે ગૌતમસ્વામીને પાસે આવવા કહ્યું. તેઓ પાસે ગયા ત્યારે ચરણસ્પર્શ કર્યા પછી આનંદશ્રાવકે કહ્યું કે મને તો પહેલો દેવલોક દેખાય છે. ક SEN gar (ws | ગૌતમસ્વામીને થયું કે ગૃહસ્થને આટલી નિર્મળતા થાય નહીં, એટલે સ્વાભાવિક કહ્યું કે ગૃહસ્થને એટલું હોય નહીં અને ગુરુની આગળ જૂઠું બોલાય નહીં, માટે માફી માગો. ગૌતમસ્વામી ગુરુ એટલે આનંદશ્રાવક કંઈ બોલ્યા નહીં, પણ એટલું પૂછ્યું કે સાચાની માફી કે જૂઠાની ? ગૌતમસ્વામીએ કહ્યું કે જૂઠાની. ત્યારે આનંદશ્રાવકે કહ્યું કે તો હું માફી માગવા યોગ્ય નથી. પછી ગૌતમસ્વામી શંકાસહિત ભગવાન પાસે ગયા અને પૂછ્યું, ત્યારે ભગવાને કહ્યું કે હા, ખરું છે. આનંદને પહેલું સ્વર્ગ દેખાય છે. ૧૬૨ Page #167 -------------------------------------------------------------------------- ________________ ‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’..... તેં એને શંકામાં નાખ્યો છે માટે તારે માફી માગવી જોઈએ. ત્યારે તરત ગૌતમસ્વામી જઈને શ્રાવક પાસે માફી માગી આવ્યા.’’ (બો.૧ પૃ.૨૮૦) જે રાગદ્વેષ ઘટાડે અને મટાડે તે ભગવાન જેવો થાય “કૃપાળુદેવ કહે છે કે રાગદ્વેષથી રહિત થવું એ જ ધર્મ છે. ધર્મ ઘર્મ કરે અને રાગદ્વેષ કરે તો ધર્મ ક્યાંથી થાય? મોક્ષે જવું હોય તો રાગદ્વેષને ઓછા કરવા પડે. ભગવાન પ્રત્યે રાગ કરવાનો છે. એ એકપક્ષી રાગ હોવાથી મોક્ષે લઈ જાય છે. ભગવાન પ્રત્યે રાગ થવા માટે સંસાર પ્રત્યેથી રાગભાવ ઓછા કરવાનો છે. કોઈથી વેરભાવ રાખવો નહીં. મૈત્રીભાવ રાખીને વર્તવું. જે રાગદ્વેષ ઓછા કરે છે તે ભગવાનની પાસે જાય છે.’’ (બો.૧ પૃ.૮૧) આપણે જેની ભક્તિ કરીએ તે વીતરાગ હોવા જોઈએ “ગુણવાનની ભક્તિ કરે તો ગુણ પ્રાપ્ત થાય અને વ્યસનીની ભક્તિ કરે તો વ્યસન પ્રાપ્ત થાય. પહેલામાં પહેલો લક્ષ એ રાખવો કે જેની આપણે ભક્તિ કરીએ છીએ તે વીતરાગ છે કે નહીં? કૃપાળુદેવે એ જ લખ્યું છે કે જેની પાસેથી ધર્મ માગવો, પામ્યાની પૂર્ણ ચોકસી કરવી.’ (૪૬૬) જો અજ્ઞાનીની ભક્તિ કરે તો આખી જિંદગી એની નકામી જાય. જગતમાં દેખાદેખી ભક્તિ થાય છે. સાચા સદ્ગુરુ મળ્યા હોય અને સાચી ભક્તિ પ્રાપ્ત થઈ હોય તો તે પાણીમાં કમળ રહે તેમ રહે છે, વૈભવ એને બાધા કરતો નથી. ભરત મહારાજને જ્યાં દેખો ત્યાં ભગવાન જ જાણે દેખાતા, એવી ભક્તિ એમને હતી. જેવી સૃષ્ટિ તેવી સૃષ્ટિ થાય છે.’” (બો.૧ પૃ.૬૭૫) ૧૬૩ Page #168 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન મહાપુરુષોના વચનમાં વૃત્તિ જોડી રાખવી તે પણ ભક્તિ છે “ભક્તિ એ બહુ સારું નિમિત્ત છે. એમાં પડવાનું હોય નહીં, અહંભાવ થાય નહીં. મુમુક્ષુ–ભક્તિ એટલે શું? પૂજ્યશ્રી–મહાપુરુષોનાં વચનોમાં વૃત્તિ રાખવી, સ્વરૂપમાં સ્થિત થયા છે એવા પુરુષોમાં જોડાવું તે ભક્તિ. જેમ જેમ જ્ઞાનીપુરુષની ઓળખાણ પડે તેમ તેમ ભક્તિ થાય. મહાપુરુષો પ્રત્યે જે આસક્તિ છે તે સંસારને નાશ કરવાનું કારણ છે.” (બો.૧ પૃ.૧૪૧) પોતાનો સ્વછંદ રોકીને ભક્તિ વગેરે કરે તો સફળ થાય ભક્તિ સર્વોત્કૃષ્ટ સાધન છે. ઘણાં શાસ્ત્રો ભણે, સમજે અને તેમાંથી સાર કાઢે એવી જીવની શક્તિ નથી. કૃપાળુદેવે લખ્યું છે : જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન; અવલંબન શ્રી સદ્ગુરુ, સુગમ અને સુખખાણ.” (૯૫૪) પોતે ભક્તિ વગેરે કરતો હોય અને સ્વચ્છંદ ન હોય તો સફળ થાય.” (બો.૧ પૃ.૧૦૮) યોગ્યતા લાવી સમજીને ભક્તિ કરે તો ભોગ ઝેર જેવા લાગે “ભક્તિ કરવાથી, ગુણચિંતનથી એને ભોગ છે તે ઝેર જેવા લાગે છે. જેમ વીતરાગને ભોગ નથી ગમતા તેમ એને પણ થઈ જાય. વીતરાગ જે સંસારથી વિમુખ થયા છે તેમની ભક્તિ કરે તો એને પણ એવું થાય, પણ સમજીને કરે તો. ભગવાનમાં અનંત વીતરાગતા છે. જીવ જેટલી યોગ્યતા લઈને જાય તેટલી વીતરાગતા એનામાં આવે. પ્રભુશ્રીજી કહેતા કે “યોગ્યતા લાવો, યોગ્યતા લાવો.' એ પાત્રતાની ખામી છે, તે લાવવાની છે.” (બો.૧ પૃ.૬૭૫) સાચા ભક્તિભાવે પ્રભુને ફૂલ ચઢાવે તો પાપ પણ પ્રશસ્ત થાય પ્રશ્ન- “બંઘના હેતુ જે છે પાપસ્થાન જો, તે તુજ ભક્ત પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો.” (દેવચંદ્રજી કૃત ગતચોવીશી-૧૬) એટલે શું? પૂજ્યશ્રી–ભગવાનની ભક્તિ જેના હૃદયમાં છે તેને પાપ પણ પુણ્યરૂપ થાય છે, એટલે પ્રશસ્તતાને પામે છે. જેમ કોઈ શિકારી પૂછે છે કે આ બાજુ થઈને હરણ ગયાં છે તે કઈ બાજુ ગયાં? તો પેલો પુરુષ ઊલટી બાજુ બતાવીને કહે કે આ બાજુ ગયાં છે. એમ ન ગયાં હોય છતાં કહે. જૂઠું બોલીએ તો પાપ છે છતાં એનો લક્ષ અહિંસાનો છે તેથી જૂઠું નથી. લક્ષ બીજો છે તેથી પાપ પણ પુણ્યરૂપ થાય છે. તેમ ભગવાન પ્રત્યે પ્રેમ છે તેને પાપ પણ સવળું થાય. કોઈ ફૂલ તોડતો હોય પણ એને ભક્તિ કરવી છે તેથી પાપ પણ પ્રશસ્ત થાય છે.” (બો.૧ પૃ.૪૦૨) ૧૬૪ Page #169 -------------------------------------------------------------------------- ________________ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન’...... fe 1 જેમ આપણું ચિત્ત વિશેષ સ્થિર રહે તેમ ભક્તિ કરવી “મુમુક્ષ-ભક્તિ કરવી ત્યારે મૌનપણે કરવી કે મોટેથી બોલીને કરવી? પૂજ્યશ્રી—આપણું ચિત્ત જો વિક્ષેપવાળું હોય તો મોટેથી બોલવું. જેનું ચિત્ત થોડુંક બીજું સાંભળતાં ત્યાં જતું રહે એવું વિક્ષેપવાળું હોય, તેણે મોટેથી ભક્તિ કરવી, જેથી તેનું ચિત્ત બહાર ન જાય. જેમ આપણે સ્મરણ બોલીએ છીએ ત્યારે એક જણ આગળ બોલે અને પછી બધાય બોલે છે. એમ બોલવાથી ચિત્ત સ્થિર રહે છે. જો આપણું ચિત્ત વિક્ષેપરહિત હોય તો ભક્તિ મૌનપણે કરવી. અથવા હોઠ ફરકાવ્યા વિના કાયોત્સર્ગરૂપે કરે તો મોટેથી બોલે તેના કરતાં દશ ગણો લાભ થાય. પણ–“જ્યાં જ્યાં જે જે યોગ્ય છે. તહાં સમજવું તેહ.” સ્યાદ્વાદ માર્ગ છે. માટે સમજીને પોતાની ભૂમિકા તપાસીને કરવું. ચિત્ત વિક્ષેપવાળું હોય અને કાયોત્સર્ગમાં ઊભો રહી ભક્તિ કરે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ લડાઈ કરવા લાગે. માટે સમજીને કરવું.” (બો.૧ પૃ.૧૪૪) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન વૃઢ ભાન'. બોઘામૃત ભાગ-૧,૨'માંથી - જ્ઞાનીના વચનોમાં લીન થાય તો આનંદ આવે. પ્રથમ ગમે નહીં તો પણ કરવું “જેટલી સત્પષમાં લીનતા થાય તેટલો આનંદ અનુભવાય છે. આ જીવને જે વસ્તુ ગમે, તેના વિચાર કરે. ભક્તિ વગેરે ઘર્મક્રિયા કરતો હોય ત્યારે કડવાશ લાગે તો ભલે લાગે, પણ મારે તો એ જ કરવું છે અને એનાથી જ મારું હિત થશે; એમ માને તો ઘીમે ઘીમે અભ્યાસ પડે ત્યારે તેમાં આનંદ આવવા લાગે. પુરુષાર્થની જરૂર છે.” (બો.૧ પૃ.૧૦૯) - ભક્તિ અને સત્સંગ કરવાથી શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે ભક્તિ અને સત્સંગ કરવાનાં છે. ભક્તિમાં જે લીનતા છે તે ખરો સત્સંગ છે. ભગવાનના ગુણોમાં વૃત્તિ રાખવી તો વધારે લાભ થશે. જ્ઞાનીનું સ્વરૂપ જાણે તો એનું પોતાનું ખરું સ્વરૂપ પ્રગટે. બીજું એને પછી ગમે નહીં. ભક્તિના સત્સંગથી અત્યંત શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટે છે. એવું આ ભક્તિના સત્સંગનું ફળ છે.” (બો.૨ પૃ.૯૮) જ્ઞાની સહજાત્મસ્વરૂપ છે. તે સ્વરૂપને જે ભજે તે તેવો થાય વિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ થવાનું કારણ સદ્ગુરુ છે. સદ્ગુરુ પ્રત્યે આપણને શુદ્ધ ભક્તિ જોઈએ. પૈસા મળે, મોટા થઈએ, એવી ઇચ્છા ન કરવી. “કામ એક આત્માર્થનું, બીજો નહિ મન રોગ” એમ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ વિચારવું. જ્ઞાનીના સ્વરૂપને ઓળખીને જે ભક્તિ કરે છે, તેને આત્મસ્વરૂપ પ્રગટ થાય છે, એમાં કોઈ શંકા નથી.” (બો.૨ પૃ.૯૮). જ્ઞાનીના વચનોમાં પ્રેમ આવે, તેમાં કાળ જાય તેટલું જીવન સફળ જ્ઞાનીપુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું ૧૬૫ Page #170 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કલ્યાણ છે, એમાં જેટલો કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા લાગે તો સ્વચ્છંદ રોકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળ છે એટલે બીજે ખસે નહીં, એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હોઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચનો સિવાય, આખું જગત સોનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડવો. મન બીજે ચોંટ્યું છે. તે બધેથી ઉઠાડે તો ભક્તિ થાય.” (બો.૨ પૃ.૯૯) સમ્યક્રવૃષ્ટિ પણ અશુભ ભાવમાં ન જવા માટે ભક્તિ કરે “પૂજ્ય પ્રભુશ્રીજી આગળ સ્તવન બોલાતું હતું તે બંઘ રખાવી પ્રશ્ન પૂછ્યો કે સમ્યગ્દષ્ટિ જીવ ભક્તિ શા માટે કરે છે? જવાબમાં પછી તેઓએ કહ્યું કે એક માણસને ફાંસીની સજા થઈ હોય પરંતુ જો એક હજાર રૂપિયા દંડ ભરે તો ફાંસી માફ થાય, એમ કહેવામાં આવે તો હજાર રૂપિયા ખુશી થતો થતો ભરે છે. જો કે હજારનું નુકસાન તો છે, છતાં ફાંસીની સજા માફ થઈ તેથી દંડ ભરીને ખુશી થયો. તેમ સમ્યગ્રુષ્ટિને શુદ્ધ ધ્યેય હોય છે પરંતુ તેમાં ન ટકી શકે તેથી શુભમાં રહે છે. પરંતુ તે ભક્તિ વગેરે સાઘન કરતો હોવાથી અશુભમાં જતો નથી.” (બો.૨ પૃ.૩૦૩) ભક્તિ કરવાથી આત્મા ઊજળો થાય, કર્મ નિર્જરે, ભક્તિ એ જ પુરુષાર્થ છે ભક્તિથી જ્ઞાન થાય છે એમ કહ્યું પણ ભક્તિ એટલે શું? તે કહે છે. જ્ઞાનીનાં વચનો છે, તેને બોલવાં તે ભક્તિ છે. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે” એમ બોલતાં બોલતાં કોઈને થાય કે આથી કેવળજ્ઞાન થાય છે! ભક્તિનો બીજો અર્થ ભાવ છે. ભક્તિ કરવાથી આત્મા ઊજળો થાય છે, કર્મ નિજરે છે. જ્ઞાનીપુરુષનાં વચનો સાંભળી જાગી જવું જોઈએ. જ્ઞાની કોને કહે છે? કંઈ ભીંતને કહે? આ દેહ તો ભીંત જેવો છે. જ્ઞાની મફત આપે તો પણ લે કોણ ? ઊંઘતો હોય તે કેવી રીતે લે? ભક્તિ એ જ પુરુષાર્થ છે. “જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ.” સાચો પુરુષાર્થ ભક્તિ છે. જ્ઞાનીનાં વચનો સમજી એણે કહેલું માન્ય કરવું. ઉપવાસ કરે, બધું કરે પણ બઘાનું મૂળ વિશ્વાસ છે. વિશ્વાસે વહાણ ચાલે છે. એટલો પુરુષાર્થ કર્યો કહેવાય. ભક્તિ એ પુરુષાર્થ છે એમ કહ્યું.” (બો.૨ પૃ.૨૦૧) ભક્તિ કરી જન્મમરણ ઓછા ન કર્યા તો તે મનુષ્ય નથી પણ મડદું જ છે “ભક્તિ એ આત્મા છે એમ કહે છે. જે ભક્તિ નથી કરતો તે મનુષ્ય નથી. જન્મમરણ ઓછાં થાય એવું ન કર્યું તો મડદું જ છે. આત્મારૂપ થવું એ જ ભક્તિ છે. જગતમાં ભક્તિ ભક્તિ બહુ કહે છે, પણ અજ્ઞાનીની આરાધના કરે તો તે અજ્ઞાનભક્તિ છે. કોઈ માતાની, કોઈ કોઈની ભક્તિ કરે ૧૬૬ Page #171 -------------------------------------------------------------------------- ________________ સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન.... એ બઘી અજ્ઞાનભક્તિ જ છે. એ શું આપે? કૂવામાં પાણી હોય તો બહાર આવે. જ્ઞાનીની ભક્તિ તે જ ખરી ભક્તિ છે. જેણે આત્મા જાણ્યો છે, તેની ભક્તિ સાચી છે.” (બો.૨ પૃ.૨૦૧) નહીં ભજન દૃઢ ભાન'... ભકિતમાર્ગમાં પ્રવેશ કરવા માટે પ્રભુના ભજન ગાવા કે તેમના ગુણગ્રામ કરવા કે તેમના ગુણોનું ચિંતવન કરવું જોઈએ તેનું પણ મને દ્રઢપણે ભાન આવ્યું નહીં અથવા તેમની કથા સાંભળવાનો ભાવ પણ મને થયો નહીં. તો ભક્તિમાર્ગમાં મારો પ્રવેશ કેવી રીતે થાય? “સમજ નહીં નિજ ઘર્મની'... નિજ ઘર્મ એટલે શું? તો કે આત્માનો ઘર્મ. તેની પણ મને સમજ નથી. ગીતામાં કહ્યું છે “સ્વધર્મે મરાં શ્રેય: પરથ ભાવ:” સ્વધર્મ એટલે આત્મઘર્મમાં રહીને મરવું સારુ, પણ પરધર્મ એટલે આત્મા સિવાય પરભાવો બધા ભયરૂપ છે. માટે પરમકૃપાળુદેવે પણ કહ્યું–‘આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે.” પણ હે પ્રભુ! મને નિજ એટલે પોતાના આત્માનો ઘર્મ એટલે સ્વભાવ, તે ખરેખર શું છે? તેની પણ મને ખબર નથી. શ્રીમદ્ રાજચંદ્રામાંથી - આત્મામાં આત્મબુદ્ધિ કરે તો પરિભ્રમણ ટળે, પરમાં મારાપણું કરે તો તે વધે સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણ દશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે, તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ઘન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાઘે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.” (વ.પૃ.૪૩૬) જૈનધર્મનો આશય આત્મા પોતાનો સારભૂત શાશ્વત સ્વભાવ પામે એ જ છે “જૈનધર્મનો આશય, દિગંબર તેમ જ શ્વેતાંબર આચાર્યોનો આશય, ને દ્વાદશાંગીનો આશય માત્ર આત્માનો સનાતન ઘર્મ પમાડવાનો છે, અને તે જ સારરૂપ છે. આ વાતમાં કોઈ પ્રકારે જ્ઞાનીઓનો વિકલ્પ નથી. તે જ ત્રણે કાળના જ્ઞાનીઓનું કહેવું છે, હતું અને થશે; પણ તે નથી સમજાતું એ જ મોટી આંટી છે. બાહ્ય વિષયોથી મુક્ત થઈ જેમ જેમ તેનો વિચાર કરવામાં આવે તેમ તેમ આત્મા અવિરોધી થતો જાય; નિર્મળ થાય.” (વ.પૃ.૭૬૫). ૧૬૭ Page #172 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન દ ન “નહિ શુભ દેશે સ્થાન.... બોઘામૃત ભાગ-૧' માંથી - સત્સંગ જેવું જીવને કલ્યાણ માટે બીજું એક્કે સાઘન નથી પરમકૃપાળુદેવે જણાવ્યું છે કે “તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ એવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું?” (૧૨૮) આપણે તેવી મુંઝવણ રહી નથી. પૂ.પ્રભુશ્રીજીએ આ આશ્રમ સ્થાપ્યો છે કે જ્યાં રહીને સત્સંગ કરી શકાય અને પોતાના આત્માને નિર્મળ કરી શકાય. સત્સંગ જેવું જીવને એક્રેય બળવાન સાઘન નથી. સત્સંગને માટે પ્રભુશ્રી કહેતા કે તે તો માના થાન (સ્તન) જેવો છે. બાળકને દૂઘપાક હજમ થાય નહીં, પરંતુ માનું ધાવણ-દૂઘ ઘણું માફક આવે; તે પીને બાળક ઊછરે છે, તેમ જીવને સત્સંગ કારણરૂપ છે. પૂ. પ્રભુશ્રી કહેતા કે સત્પરુષનાં દર્શન માટે તથા બોઘ સાંભળવા જે વખતે વિચાર કરીને ડગલું ભર્યું કે ડગલે ડગલે યજ્ઞનું ફળ થાય છે.” (બો.૧ પૃ.૫). જ્યાં ભક્તિ સત્સંગ હોય તેવા સ્થાનમાં આવવાનું થાય તો જીવનું મહાભાગ્ય છે “કોઈ તીર્થસ્થાનમાં આવવાનું થાય તે જીવનું મહાભાગ્ય છે. જ્યાં ભક્તિ થતી હોય, સત્સંગ હોય તેવા સ્થાનોમાં કોઈ દિવસે ન સાંભળ્યું હોય તે સાંભળવા મળે છે. આ દેહમાં આત્મા છે તેને લઈને માણસ રૂપાળો દેખાય છે. બધી શોભા આત્માની છે. જેમ ઝાડમાંથી જીવ નીકળી જાય ત્યારે ઝાડની કંઈ શોભા રહે નહીં. તેમ આ દેહમાંથી આત્મા નીકળી જાય, તો શરીર મડદું, ગંધાવા લાગે. જગતમાં જે કંઈ રમણીયતા છે તે આત્માની છે. (૪૩૮) આત્મા અરૂપી પદાર્થ છે. તેને જાણવાનો છે.” (બો.૧ પૃ.૪૯૮). સપુરુષો વિચરેલા હોય તે સ્થાન ઘણા કાળ સુઘી જીવને પવિત્ર કરે જેવું ક્ષેત્ર તેવા ભાવ પણ થાય છે. શ્રવણ પોતાના અંઘ માતાપિતાને લઈને પાણીપતના મેદાનમાંથી પસાર થતા હતા ત્યારે વિપરીત ભાવો આવ્યા. મનમાં વિચાર કર્યો કે આવા ભાવો શા કારણે આવ્યા હશે? તેનો વિચાર કરતાં જણાયું કે યુદ્ધનું મેદાન હોવાથી તેવા ભાવો આવ્યા. તેમ સત્પરુષો જ્યાં વિચરેલા હોય ત્યાં ઘણા લાંબા કાળ સુધી વાતાવરણ જીવને પવિત્ર કરે તેવું હોય છે.” (બો.૧ પૃ.૨૭) “નહિ શુભદેશે સ્થાન.... ઉપદેશામૃત' માંથી – આ આશ્રમ, બ્રહ્મચર્યવ્રત પાળી આત્માની શોઘ કરવા માટે છે આ આશ્રમ કેવું છે! અહીં તો માત્ર એક આત્માની વાત છે. પોતાના આત્માને ઓળખો. એને જ દેવ માનો. હું કહું તે મનાશે? આત્મા તે જ સિદ્ધ છે, તે જ દેવ છે, તેને જ પૂજવાનો છે.” (ઉ.પૃ.૪૩૨) ૧૬૮ Page #173 -------------------------------------------------------------------------- ________________ કાળદોષ કળિથી થયો'.... આ આશ્રમમાં મહાન અદ્ભુત જ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે ' આ આશ્રમમાં કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રની આણ વર્તે છે. તે મહાન આ અદ્ભુત જ્ઞાની છે. આ પુણ્યભૂમિનું માહાત્મ જુદું જ છે. અહીં રહેનારા જીવો પણ પુણ્યશાળી છે. પણ તે ઉપરથી દેખાય તેમ નથી; કારણ કે ઘન, પૈસો નથી કે લાખ બે લાખ દેખાય. અહીં તો આત્માના ભાવ છે. આત્માના ભાવ છે તે જ ઊંચામાં ઊંચી દશા પમાડે તેમ છે.” (ઉ.પૃ.૪૩૩) આ આશ્રમ એક ઘર્મધ્યાન માટે જ છે, અન્ય પ્રવૃત્તિનો અહીં નિષેઘ છે “શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છેજી. આશ્રમનું સ્થળ જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ ચોમાસાં કર્યાં છે, જ્યાં અનેક મુમુક્ષુજીવો પોતાનો સ્વાર્થ થોડા વખત માટે કે લાંબા વખત માટે તજી એક ઘર્મધ્યાન અર્થે જ રહે છે. તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈને રહેવાય તો આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાથિપણે ઘર્મધ્યાનમાં જાય તેવો સંભવ છેછે.” (બો.૩.૫.૪૬૩) શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસનો ભક્તિક્રમ “અહીં રોજ સવારમાં વહેલા ચાર વાગે ઘંટ વાગે છે ત્યારે બધા, સભામંડપમાં ભક્તિ થાય છે ત્યાં બેસે છે. સાડા સાત વાગે ભક્તિ પૂરી થાય ત્યારે બધે દર્શન કરીને ઘેર જાય. ચાપાણી, નાહવું વગેરે કરીને પાછા સાડા નવ વાગે ઘંટ વાગે ત્યારે સભામાં એકઠા થાય તે વખતે ભક્તિ થાય, વંચાય, ચર્ચાય. સાડા અગિયાર વાગે બઘા ઊઠે અને ખાઈપીને પાછા અઢી વાગે ઘંટ વાગે ત્યારે એકઠા થાય, તે વખતે ભક્તિ કરે. વંચાય તે સાંભળે. સાડા ચાર વાગે ભક્તિ ઊઠ્યા પછી બધા ઘેર ચા-પાણી, ખાવાનું વગેરે કરવું હોય તે કરે અને ખાઈને સાડા છ વાગે ઘંટ વાગે ત્યારે બધા એકઠા થાય, દેવવંદન કરે. પછી જેને ફરવા જવું હોય તે ફરવા જાય. સાડા સાત વાગે ઘંટ વાગે ત્યારે એકઠા થાય. ભક્તિ થાય તે સાંભળે, બોલે, વંચાય તે સાંભળે. એમ કરી દસ વાગે ઘરે જાય. એમ આખો દિવસ માથાકૂટ કરે તો તેનું ફળ ન થાય? બીજાં કામો કરીએ તેનું ફળ થાય છે, તો એનું કેમ ન થાય? પ્રભુશ્રીજીએ યોજના કરી છે, તે એવી છે કે જીવનું મન બીજે સંસારમાં ન જાય. બઘાય સંકલ્પ વિકલ્પો રોકાઈ જાય એવી આ યોજના છે. મનને કંઈક ખોરાક જોઈએ છે, નહીં તો બીજે જાય ત્યાં માર ખાય છે.” (બો.૧ પૃ.૫૭૨) કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ.” ૯ અર્થ –“કાળ બહુ ખરાબ અને દુષમ છે. એવા કાળમાં મને સધ્ધર્મની પ્રાપ્તિ થઈ નથી; અને થઈ છે તો ઘર્મની મર્યાદા પાળતો નથી, એમ છતાં પણ મનમાં કશી વ્યાકુળતા થતી નથી. હે પ્રભુ! મારા કર્મો તો જુઓ! કેવાં અહિતકારી છે. મનમાં વ્યાકુળતા થાય તો ઘર્મ ભણી શ્રદ્ધા ઉત્પન્ન થાય.” -પૂ.શ્રી બ્ર.જીવન દર્શન (પૃ.૧૪૭) ૧૬૯ Page #174 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કાળદોષ કળિથી થયો'..... કળિ એટલે પાપ. જીવોના પાપી વર્તનને લઈને કાળને પણ દોષ લાગ્યો. * “હીન પુણ્ય જીવોએ આ ભરતક્ષેત્ર ઘેરી લીધું છે.” માટે પરમકૃપાળુદેવે પત્રાંક ૨૫૪માં જણાવ્યું છે : કલિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું.' પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧-૨'માંથી : સત્યમતિ કહે : ઘંઘા સમ સી ઘર્મ થયા કળિ-ભાવે રે, મારું તે સારું' સૌ માને, સમ્યક્ જ્ઞાન અભાવે રે; શ્રીમદ્ અર્થ -સત્યમતિ કહે : આ કળિકાળમાં તો કળિ એટલે પાપ ભાવનાથી સૌ ઘર્મ ઘંઘા સમાન બની ગયા છે. સર્વે “મારું તે સારું એમ માને છે. સમ્યકજ્ઞાનના અભાવે અમે કહીએ છીએ તે સાચો માર્ગ છે એમ સૌ માની બેઠા છે. લા. પોતાનો કોઈ શિષ્ય કરે જો સંત-સમાગમ બીજે રે, તો કુગુરુને તાવ ચઢે છે; સાચી-ખોટી ચીજે રે–શ્રીમદ્ ” અર્થ -પોતાનો કોઈ શિષ્ય બીજા સંતનો સમાગમ કરે તો કુગુરને તાવ ચઢે છે. તે શિષ્યનું સાચું ખોટુ કહીને પણ બીજા સંતના સમાગમથી તેને દૂર કરે છે. “જીવને સન્મુરુષનો યોગ મળવો દુર્લભ છે. અપારમાર્થિક ગુરુને જો પોતાનો શિષ્ય બીજા ઘર્મમા જાય તો તાવ ચઢે છે. પારમાર્થિક ગુરુને “આ મારો શિષ્ય છે” એવો ભાવ હોતો નથી. કોઈ કુગુરુ આશ્રિત જીવ બોઘશ્રવણ અર્થે સદ્ગુરુ પાસે એક વખત ગયો હોય, અને પછી તે તેના કુગુરુ પાસે જાય, તો તે કુગુરુ તે જીવને અનેક વિચિત્ર વિકલ્પો બેસાડી દે છે, કે જેથી તે જીવ ફરી સદ્ગુરુ પાસે જાય નહીં. તે જીવને બિચારાને તો સત્અસત્ વાણીની પરીક્ષા નથી એટલે ભોળવાઈ જાય છે, અને સાચા માર્ગેથી પડી જાય છે.” (વ.પૃ.૬૮૫) ૧૦ણી -પ્ર.વિ.ભા.૧ (પૃ.૧૦૮) “કળિકાળે તો કોઈક જ સાચા સાધુ ભાળ; નિર્દય શુદ્ર જનો પીડે, ટકે કેટલો કાળ? ૧૯ અર્થ આ કળિકાળમાં તો કોઈક જ સાચા સાઘુ દેખાય છે. પ.પૂ.પ્રભુશ્રીજી તથા પૂ.શ્રી દેવકરણજી મહારાજ વિષે પરમકૃપાળુદેવે જણાવેલું કે આ ચોથા આરાની વાનગી છે. આ પાપના યુગમાં નિર્દય અને શુદ્ર એટલે હલકી વૃત્તિના લોકો આવા મહાત્માઓને પણ પીડા આપે, તો તે કેટલો કાળ તેમની સામે ટકી શકે? જેમકે પ.પૂ.પ્રભુશ્રીજી, લોકોની કનડગતને લઈને જુનાગઢ જેવા એકાંત સ્થાનોમાં રહેવા લાગ્યા. તેમજ પૂ.શ્રી આનંદઘનજી મહારાજે પણ લોકોના અયુક્ત દબાણને લઈને જન સહવાસ છોડી વનવાસ સ્વીકાર્યો. અથવા શ્રી યશોવિજયજી મહારાજનું પણ ઉદયાથીન વર્તન થવાથી બાહ્ય ક્રિયાનો આગ્રહ મૂકી વિશેષ સ્વરૂપધ્યાનમાં સ્થિર ૧૭૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ કાળદોષ કળિથી થયો’... રહેવા લાગ્યા. તેથી લોકો તેમને ઓળખી શક્યા નહીં. એવું ભયંકર કળિકાળનું રક સ્વરૂપ છે. ૧૯ાા જેમ સુકાતા સર વિષે માછલીઓ ગભરાય, ફેરવતા બક ચંચુ બહુ; ક્યાં નાસી સંતાય? ૨૦. અર્થ :-જેમ સર એટલે તળાવ સુકાતા માછલીઓ બિચારી ગભરાવા લાગે છે. કેમકે ત્યાં બક એટલે બગલાઓ લાંબી ચાંચ ફેરવતા ઘણા ઊભા હોય છે. ત્યાંથી બિચારી માછલીઓ ક નાસીને ક્યાં સંતાય? તેમ આ કળિયુગમાં મોક્ષમાર્ગના જિજ્ઞાસુ જીવોને કુગુરુરૂપી બગલાઓ પોતાના મતરૂપી ચાંચમાં પકડી લે તો તે બિચારા છૂટીને કોને શરણે જાય? એ જોઈને મહાપુરુષોને બહુ દયા આવે છે.” ૨૦ના (પ્ર.વિ.ભા.૧ પૃ.૪૩૪) કાળદોષ કળિથી થયો’..... શ્રીમદ્ રાજચંદ્રમાંથી - આ કાળમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો મેળવવાની જીવોને અત્યંત આકુળતા “શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકુળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ આ “દુસમ કળિયુગ'નામનો કાળ છે.” (વ.પૃ.૩૩૬) આ કાળમાં જીવોને આરત એટલે આત્માની ગરજ નાશ પામવા જેવું થયું છે “હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ૧૭૧ Page #176 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે.” (વ.પૃ.૨૪૩) કળિયુગમાં ઘન અને સ્ત્રીનો મોહ જ્ઞાની પ્રત્યે પરમપ્રેમ ન આવવા દે તેવો. કળિયુગમાં અપાર કષ્ટ કરીને સપુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડ્યું અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર.” (વ.પૃ.૨૯૯) આ કાળમાં સત્સંગ પ્રાપ્ત થાય તો મહાભાગ્યનો ઉદય સમજવો જેને વિષે પરમાર્થ ઘર્મની પ્રાપ્તિનાં કારણો પ્રાપ્ત થવાં અત્યંત દુષમ થાય તે કાળને તીર્થંકરદેવે દુષમ કહ્યો છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે. સુગમમાં સુગમ એવો કલ્યાણનો ઉપાય તે, જીવને પ્રાપ્ત થવો આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુપણું, સરળપણું, નિવૃત્તિ, સત્સંગ આદિ સાઘનો આ કાળને વિષે પરમ દુર્લભ જાણી પૂર્વના પુરુષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યો છે, અને તે વાત પણ સ્પષ્ટ છે. પ્રથમનાં ત્રણ સાઘનોનો સંયોગ તો ક્વચિત્ પણ પ્રાપ્ત થવો બીજા અમુક કાળમાં સુગમ હતો; પરંતુ સત્સંગ તો સર્વ કાળમાં દુર્લભ જ દેખાય છે, તો પછી આ કાળને વિષે સત્સંગ સુલભ ક્યાંથી હોય? પ્રથમના ત્રણ સાઘન કોઈ રીતે આ કાળમાં જીવ પામે તોપણ ઘન્ય છે.” (વ.પૃ.૩૬૫), આ કાળમાં આત્મલક્ષી પુરુષને બચવા યોગ્ય ઉપાય માત્ર નિરંતર સત્સંગ “આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે; તેમાં જો કોઈ આત્મપ્રત્યયી પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ઘારાએ સત્સંગનું ઉપાસવું એ જ જણાય છે.” (પૃ.૩૭૫) મહાઅધંકારવાળા આ કાળમાં પરમકૃપાળુદેવનો જન્મ આપણા ઉદ્ધાર માટે “આપ હૃદયના જે જે ઉદુગાર દર્શાવો છો; તે તે વાંચી આપની યોગ્યતા માટે પ્રસન્ન થવાય છે, પરમ પ્રસન્નતા થાય છે, અને ફરી ફરી સત્યુગનું સ્મરણ થાય છે. આપ પણ જાણો છો કે આ કાળમાં મનુષ્યોનાં મન માયિક સંપત્તિની ઇચ્છાવાળાં થઈ ગયાં છે. કોઈક વિરલ મનુષ્ય નિર્વાણમાર્ગની દ્રઢ ઇચ્છાવાળું રહ્યું સંભવે છે, અથવા કોઈકને જ તે ઇચ્છા પુરુષનાં ચરણસેવન વડે પ્રાપ્ત થાય તેવું છે. મહાંઘકારવાળા આ કાળમાં આપણો જન્મ એ કંઈક કારણ યુક્ત હશે જ, એ નિઃશંક છે; પણ શું કરવું, તે સંપૂર્ણ તો તે સુઝાડે ત્યારે બને તેવું છે.” (વ.પૃ.૨૫૫) ઘર્મભાવના ક્ષીણ થતી હોવાથી અનુક્રમે ઘર્મમાર્ગ નાશ પામશે “શાસ્ત્રોને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણા યોગ્ય કહ્યો છે; અને તે પ્રકારે અનુક્રમે થયા ૧૭૨ Page #177 -------------------------------------------------------------------------- ________________ ‘કાળદોષ કળિથી થયો’..... કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થ સંબંધીનું કહ્યું છે. જે કાળમાં અત્યંત દુર્લભપણે પરમાર્થની પ્રાપ્તિ થાય તે કાળ દુષમ કહેવા યોગ્ય છે; જોકે સર્વ કાળને વિષે પરમાર્થપ્રાપ્તિ જેનાથી થાય છે, એવા પુરુષોનો જોગ દુર્લભ જ છે, તથાપિ આવા કાળને વિષે તો અત્યંત દુર્લભ હોય છે. જીવોની પરમાર્થવૃત્તિ ક્ષીણપરિણામને પામતી જતી હોવાથી તે પ્રત્યે જ્ઞાનીપુરુષોના ઉપદેશનું બળ ઓછું થાય છે, અને તેથી પરંપરાએ તે ઉપદેશ પણ ક્ષીણપણાને પામે છે, એટલે પરમાર્થ માર્ગ અનુક્રમે વ્યવચ્છેદ થવા જોગ કાળ આવે છે.” (વ.પૃ.૩૪૬) સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી પણ કાળ વધારે વિષમ છે, બહુ વિષમ છે “આ કાળને વિષે અને તેમાં પણ હમણાં લગભગના સેંકડાથી મનુષ્યની પરમાર્થવૃત્તિ બહુ ક્ષીણપણાને પામી છે, અને એ વાત પ્રત્યક્ષ છે. સહજાનંદસ્વામીના વખત સુધી મનુષ્યોમાં જે સરળવૃત્તિ હતી, તે અને આજની સરળવૃત્તિ એમાં મોટો તફાવત થઈ ગયો છે. ત્યાં સુધી મનુષ્યોની વૃત્તિને વિષે કંઈ કંઈ આજ્ઞાતિપણું, પરમાર્થની ઇચ્છા, અને તે સંબંઘી નિશ્ચયમાં દૃઢતા એ જેવાં હતાં તેવાં આજે નથી; તેથી તો આજે ઘણું ક્ષીણપણું થયું છે, જોકે હજી આ કાળમાં પરમાર્થવૃત્તિ કેવળ વ્યવચ્છેદપ્રાપ્ત થઈ નથી, તેમ સત્પુરુષરહિત ભૂમિ થઈ નથી, તોપણ કાળ તે કરતાં વધારે વિષમ છે, બહુ વિષમ છે, એમ જાણીએ છીએ.’’ (વ.પૃ.૩૪૬) કળિયુગમાં સત્સંગની હાનિ અને તેના માહાત્મ્યનું પણ ભાન નહીં “કળિયુગમાં સત્સંગની પરમ હાનિ થઈ ગઈ છે. અંધકાર વ્યાસ છે. અને સત્સંગનું જે અપૂર્વપણું તેનું જીવને યથાર્થ ભાન થતું નથી.'' (વ.પૃ.૩૦૪) ભગવાને જિનાગમમાં આ કાળને દુષમ નામ આપ્યું તે સત્ય છે “જિનાગમમાં આ કાળને ‘દુષમ’ એવી સંજ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમ કે ‘દુષમ’ શબ્દનો અર્થ ‘દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય એવો' થાય છે. તે દુઃખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય તો એવો એક ૫રમાર્થમાર્ગ મુખ્યપણે કહી શકાય; અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. જો કે ૫રમાર્થમાર્ગનું દુર્લભપણું તો સર્વ કાળને વિષે છે, પણ આવા કાળને વિષે તો વિશેષ કરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે.’’ (વ.પૃ.૩૫૯) કૃપાળુદેવમાં વીતરાગતા વિશેષ હોવાથી નિરંતર સત્સંગની ભાવના “કાળ વિષમ આવી ગયો છે. સત્સંગનો જોગ નથી, અને વીતરાગતા વિશેષ છે, એટલે ક્યાંય સાતું નથી, અર્થાત્ મન વિશ્રાંતિ પામતું નથી. અનેક પ્રકારની વિટંબના તો અમને નથી, તથાપિ નિરંતર સત્સંગ નહીં એ મોટી વિટંબના છે. લોકસંગ રુચતો નથી.’’ (વ.પૃ.૩૦૬) ૧૭૩ કળિયુગમાં સત્પુરુષનો બોધ એ જ એક પરમશાંતિનું કારણ “મોટેરા પુરુષોએ આ કાળને કઠણ કાળ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તો એ છે કે ‘સત્સંગ’નો Page #178 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જોગ થવો જીવને બહુ કઠણ છે; અને એમ હોવાથી કાળને પણ કઠણ કહ્યો છે. માયામય અગ્નિથી ચૌદ રાજલોક પ્રજ્વલિત છે. તે માયામાં જીવની બુદ્ધિ રાચી આ રહી છે, અને તેથી જીવ પણ તે ત્રિવિઘતાપ-અગ્નિથી બળ્યા કરે છે; તેને પરમ કારુણ્યમર્તિનો બોધ એ જ પરમ શીતળ જળ છે. તથાપિ જીવને ચારે બાજુથી અપૂર્ણ પૂણ્યને લીધે તેની પ્રાપ્તિ હોવી દુર્લભ થઈ પડી છે. પણ એ જ વસ્તુની ચિંતના રાખવી. “સને વિષે પ્રીતિ, સ”રૂપ સંતને વિષે પરમ ભક્તિ, તેના માર્ગની જિજ્ઞાસા, એ જ નિરંતર સંભારવા યોગ્ય છે. તે સ્મરણ રહેવામાં ઉપયોગી એવાં વૈરાગ્યાદિક ચરિત્રવાળાં પુસ્તકો અને વૈરાગી, સરળ ચિત્તવાળાં મનુષ્યનો સંગ અને પોતાની ચિત્તશુદ્ધિ એ સારાં કારણો છે. એ જ મેળવવા રટણ રાખવું કલ્યાણકારક છે. અત્ર સમાધિ છે.” (વ.પૃ.૨૮૨) કાળદોષ કળિથી થયો'.... ઉપદેશામૃત' માંથી : આ કળિયુગમાં પણ જ્ઞાનીની આજ્ઞા આરાધે તો મોક્ષ થાય. “કળિયુગ, કળિકાળ! તાલકૂટ વિષ, વિષ ને વિષ આ સંસાર છેજી. તેમાં ચિંતામણિ સમાન મનુષ્યભવ, અનંતા જન્મમરણ કરતાં આ ભવ મળ્યો છે. તેમાં સદ્દગુરુની ઓળખાણ થયે, તેની આજ્ઞા આરાધ્ય મુક્ત થવાય છેજી. જીવ બધુંય કરી ચૂક્યો છેજી. શું નથી કર્યું તે વિચારો.” (ઉ.પૃ.૩૧) આવા કઠણ કાળમાં પણ જીવ ઘારે તો આત્મઘર્મ પ્રાપ્ત કરી શકે કાળ કઠણ છે, દુષમ કે કળિકાળ કહેવાયો છે. છતાં કર્મનો તીવ્ર ઉદય એકસરખો હોવા સંભવ નથી. ઘર્મનો અવકાશ, જીવ ઘારે તો, આ કાળમાં પણ પ્રાપ્ત કરી શકે તેવું ભગવંતે કહેલું છે.” (ઉ.પૂ.૧૨૦) બોઘામૃત ભાગ-૧-૨'માંથી - જીવોના પાપના કારણે કાળને પણ કલંક લાગ્યો ““કાળ દોષ કળિથી થયો એટલું બોલ્યા કે વિચાર આવે કે કૃપાળુદેવે કળિકાળનું સ્વરૂપ કેવું કહ્યું છે! સદ્ગુરુનો યોગ મળે નહીં, સત્સંગ મળે નહીં એવો આ કળિકાળ છે.” (બો.૧ પૃ.૬૮૬) કળિયુગ છે માટે મંત્રમાં કે આત્મવિચારમાં સદા રહેવું “ “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” (૨૫૪) એટલે શું? બીજા વિચાર આવે તે પડી મૂકી આત્મવિચારમાં રહેવું. ક્યારે મરણ થશે તેની ખબર નથી. કળિયુગમાં નીચે રસ્તે જવાના ઘણા પ્રસંગો હોય છે. એથી બચવા જ્ઞાની પુરુષે જે મંત્ર આપ્યો હોય તેમાં ચિત્ત રાખવું. શરીર છે તે બધો કચરો છે. તેમાં આત્મા એ એક સુંદર વસ્તુ છે. ધ્યાન ૧૭૪ Page #179 -------------------------------------------------------------------------- ________________ ‘નહિ મર્યાદા ઘર્મ’..... કરવાથી આત્મા નિર્મળ થાય છે. સદ્વિચાર કરવાથી આત્મધ્યાન થાય છે. અને આત્મધ્યાન થાય તો નિર્મળતા થાય. હરતાં ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ એ સ્વરૂપ પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેના વિચાર આવે તે બધું કર્મ બંધાય. સમયે સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે સમયે કરવાનો છે.’’ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ’ એ મંત્રનું સ્મરણ પ્રવાહ રીતે ચાલુ રાખવું. વાંચવું, વિચારવું, ફેરવવું. જીવને અનાદિકાળથી ભૂલાવો છે. દેહ છે એ જ મારું સ્વરૂપ છે એમ જીવ માને છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી.” (બો.૧ પૃ.૪૯૦) વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ “દુકાળનો અવસર હોય ત્યારે લોકો ગમે તેવું લૂખુંસૂકું ભોજન મળે તેથી ચલાવે છે, ભોજન મળવું મુશ્કેલ પડે છે. એવો આ કાળમાં પરમાર્થરૂપી દુકાળ પડ્યો છે. તેથી પરમાર્થ પ્રાપ્ત થવો દુર્લભ છે. બીજી વસ્તુઓ પહેરવા-ઓઢવાનું તો સારું થયું છે, પણ આ કાળમાં પરમાર્થ પામવો દુર્લભ છે. આકાશમાં ઊડતા વિમાનો આદિ ઘણુંય થયું છે પણ પરમાર્થ આ કાળમાં દુઃખે કરી પમાય છે. પહેલાંના શ્રાવકો એવા હતા કે સાધુ ભૂલો પડ્યો હોય તો તેને પણ સુધારતા.’’ (બો.૨ પૃ.૧૦૭) ‘નહિ મર્યાદા ધર્મ’..... મુનિ ધર્મની મર્યાદા કે ગૃહસ્થઘર્મની મર્યાદા કે બ્રહ્મચારી કે મુમુક્ષુ કે આત્માર્થીની જે જે મર્યાદાઓ ભગવંતે યોજી છે તે ધર્મમર્યાદાઓ મારામાં નથી. તેમજ વ્યવહારમાં વૃદ્ધ મર્યાદા કે પરિગ્રહની મર્યાદા પણ મેં કરી નથી. ‘શ્રીમદ્ રાજચંદ્ર’માંથી : આ કાળમાં વૃદ્ધમર્યાદા કે વ્રતાદિની ઘર્મમર્યાદા પ્રત્યે આદરભાવ નથી ‘વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે.’’ (વ.પૃ.૨૪૪) ૧૭૫ Page #180 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ‘બોઘામૃત ભાગ-૧' માંથી : આ કાળમાં આત્મજ્ઞાન મેળવવા જીવોને વ્યાકુળતા થતી નથી “નહીં મર્યાદા ઘર્મ ઘર્મ મર્યાદા, વૃદ્ધ મર્યાદા એ બઘી મર્યાદા રહી નથી. તોય મને વ્યાકુળતા નથી. બીજાને માટે વ્યાકુળતા કરું છું પણ આત્માને માટે તો કંઈ વ્યાકુળતા થતી નથી. હે ભગવાન! જુઓ મારા કેવા કર્મો છે! એમ દરેક પદ કે પત્ર ગમે તે બોલતાં વિચાર કરવો તો મન બીજે ન જાય.” (બો.૧ પૃ.૬૮૬) આ કાળ દુષમકાળ હોવાથી ઘર્મમર્યાદાનો લોપ થાય છે છતાં સર્વ જીવો પોતપોતાને ઘર્મ કરનારા માને છે. તેના ઉપર એક દ્રષ્ટાંત છે – કળિયુગમાં બઘા પોતાને ઘર્માત્મા માને કાળો તંબુ અને સફેદ તંબુનું દૃષ્ટાંત – શ્રેણિક રાજાના સમયમાં સભામાં વાતચીતના પ્રસંગે લોકોએ કહ્યું કે હવે ઘર્મ કરનારા આ કાળમાં રહ્યાં નથી ત્યારે અભયકુમારે જણાવ્યું કે જગતમાં “ઘર્માત્મા’ ઘણા છે તેની પરીક્ષા કરી જુઓ. પરીક્ષા કરવા માટે બે તંબુ બાંધ્યા. એક સફેદ અને બીજો કાળો. પછી અભયકુમારે ઘોષણા કરી કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું. અને ઘર્મી હોય તેઓએ સફેદ તંબુમાં બેસવું અને જેઓ પાપી હોય તેઓએ કાળા તંબુમાં બેસવું. એક સિવાય બઘા લોકો સફેદ તંબુમાં આવીને બેઠા. તે જોઈ શ્રેણિક રાજાએ પૂછ્યું કે તમે બઘા સફેદ તંબુમાં કેમ બેઠા છો? તે સર્વ બોલ્યા કે હે મહારાજ! અમે સર્વ પોતપોતાના કુળક્રમથી આવતા ઘર્મનું આચરણ કરનારા હોવાથી ઘર્મી છીએ, તેથી આ તંબુમાં આવ્યા છીએ. આ સાંભળી હિંસા, જૂઠ, ચોરી, પરસ્ત્રીગમન અને જુગાર વગેરે સાત વ્યસનના સેવનાર દોષોની ખાણરૂપ, ઘર્મ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા લોકો પોતાને ઘર્માત્મા માને છે. અહો કેવો દુષમ કાળ વર્તે છે. પછી કાળા તંબુમાં બેઠેલો એક જ વ્યક્તિ હતો. તેને રાજાએ ત્યાં બેસવાનું કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે હે સ્વામી! અમે પહેલા સુઘર્માસ્વામી પાસે માંસ અને મદિરાના ત્યાગનો નિયમ લીઘો હતો. તેનો મારાથી ભંગ થયો છે, માટે હું મહાપાપી છું. “વ્રતલોપી કેમકે ૧૭૬ Page #181 -------------------------------------------------------------------------- ________________ તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ મહાપાપી’ વ્રતનો લોપ કરનાર મહાપાપી કહેવાય છે. તેથી હું આ તંબુમાં આવીને fe 1 બેઠો છું. આવું વર્તમાન કાળનું સ્વરૂપ હોવા છતાં પણ હે પ્રભુ! મને કોઈ હૃદયમાં વ્યાકુળતા થતી નથી. મનુષ્યભવથી મોક્ષ થઈ શકે, તેને ખાવાપીવા કે મોજશોખમાં વાપરે છે નકામી જરૂરિયાત બહુ વધી ગઈ છે. પુણિયો શ્રાવક બે આનામાં ચલાવતો અને ફુલોથી ભગવાનની પૂજા ભક્તિ કરતો. એને ભગવાને વખાણ્યો. શ્રેણિકને કહ્યું કે તું એની એક પણ સામાયિક ખરીદે તો નરકે ન જાય. જીવને મનુષ્યભવ દુર્લભ સમજાયો નથી. એક માણસની પાસે એક અમૃતનો પ્યાલો હતો, તેમાંથી એક ટીપું પણ મરેલા મનુષ્યના મોઢામાં નાખે તો મરેલો જીવતો થાય. તેને પગ ધોવા માટે વાપરી નાખ્યું. તેમ આ મનુષ્યભવથી મરવાનું છૂટી મોક્ષ થાય એવું છે, તેને આ જીવ ખાવાપીવામાં, મોજશોખમાં, કમાવામાં, એવી નજીવી વસ્તુઓમાં વાપરે છે.” (બો.૧ પૃ.૪૭૯) જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. તે ઉપાધિથી છૂટવા ન દે પૂજ્યશ્રી–પરિગ્રહ જેટલો છે, તેટલું પાપ છે. જેટલા પૈસા વધે તેટલું પાપ વધે છે. છૂટવાની ભાવના છતાં એ એને ખાળી રાખે છે.” (બો.૧ પૃ.૪૭૬) તોય નહીં વ્યાકુળતા'.... પંચમકાળનું વર્ણન ભગવાન ઋષભદેવે પોતાના સમયમાં કર્યું. તે સાંભળીને કેટલાય મુમુક્ષુઓએ ખેદ પામી દીક્ષા લઈ લીધી. તે જ કાળમાં હું હોવા છતાં મને વ્યાકુળતા થતી નથી. કે મર્યાદા ઘર્મ પળાતો નથી તેની પણ મને વ્યાકુળતા એટલે ખેદ થતો નથી. V ૧૭૭ Page #182 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન "દ ન જુઓ પ્રભુ મુજ કર્મ તે માટે હે પ્રભુ! મારા કર્મ તો જુઓ, હું કેવો ભારે કર્મી છું કે મને મારા ને વર્તનથી કોઈ વ્યાકુળતા પણ થતી નથી, કે હું આપની બોધેલી ઘર્મમર્યાદામાં નહીં રહ્યો તો મારા શા હવાલ થશે, હું કઈ ગતિમાં જઈને પડીશ, ત્યાં મારી કોણ રક્ષા કરશે એવો વિચાર પણ મને આવતો નથી. આપ જેવા જ્ઞાની પુરુષનો જોગ જે મહા દુર્લભ છે તે આ મનુષ્યભવમાં મળ્યા છતાં પણ હવે જો પુરુષાર્થ કરવાની ભાવના ન થઈ તો મારા જેવો અભાગીયો કોણ? અથવા મારા અને પશુ અવતારમાં શો ફરક રહ્યો? કાંઈ જ નહીં. આ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે – પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧' માંથી – “ચારે ગતિ દુઃખથી ભરી, કર્મતણો બહુ ભાર, પ્રભુજી; માનવદેહ વિષે બને સપુરુષાર્થ પ્રકાર, પ્રભુજી.” રાજ અર્થ -હવે સ્વદેશ જવા માટે પરમકૃપાળુદેવે શો ઉપદેશ આપ્યો છે તે જણાવે છે – હે ભવ્યો! નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ એ ચારેય ગતિ બહુ દુઃખથી ભરેલી છે. તમારા આત્મા ઉપર જ્ઞાનાવરણીયાદિ આઠેય કર્મનો ઘણો ભાર હોવાથી આ ચારેય ગતિમાં તે કર્મના ફળમાં જીવને ઘણા જ દુઃખ ભોગવવા પડે છે. એક મનુષ્ય દેહ જ એવો છે કે જેમાં સ્વદેશ એટલે મોક્ષે જવાનો સંપૂર્ણ પુરુષાર્થ બની શકવા યોગ્ય છે.” “શાતા વેદનીય અશાતાવેદનીય વેદતાં શુભાશુભ કર્મના ફળ ભોગવવા આ સંસારવનમાં જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. એ ચાર ગતિ ખચીત જાણવી જોઈએ. ૧. નરકગતિ - મહારંભ, મદિરાપાન, માંસભક્ષણ ઇત્યાદિક તીવ્ર હિંસાના કરનાર જીવો અઘોર નરકમાં પડે છે. ત્યાં લેશ પણ શાતા, વિશ્રામ કે સુખ નથી. મહા અંઘકાર વ્યાપ્ત છે. અંગછેદન સહન કરવું પડે છે, અગ્નિમાં બળવું પડે છે અને છરપલાની ઘાર જેવું જળ પીવું પડે છે. અનંત દુઃખથી કરીને જ્યાં પ્રાણીભૂતે સાંકડ, અશાતા અને વિવિલાટ સહન કરવાં પડે છે, જે દુઃખને કેવળજ્ઞાનીઓ પણ કહી શકતા નથી. અહોહો!! તે દુઃખ અનંતી વાર આ આત્માએ ભોગવ્યાં છે. ૨. તિર્યંચગતિ - છલ, જૂઠ, પ્રપંચ ઇત્યાદિક કરીને જીવ સિંહ, વાઘ, હાથી, મૃગ, ગાય, ભેંસ, બળદ ઇત્યાદિક શરીર ઘારણ કરે છે. તે તિર્યંચગતિમાં ભૂખ, તરસ, તાપ, વઘબંધન, તાડન, ભારવહન કરવા ઇત્યાદિકનાં દુઃખને સહન કરે છે. ૩. મનુષ્યગતિ - ખાદ્ય, અખાદ્ય વિષે વિવેકરહિત છે; લજ્જાહીન, માતા-પુત્રી સાથે કામગમન કરવામાં જેને પાપાપાપનું ભાન નથી; નિરંતર માંસભક્ષણ, ચોરી, પરસ્ત્રીગમન વગેરે મહાપાતક કર્યા કરે છે; એ તો જાણે અનાર્ય દેશનાં અનાર્ય મનુષ્ય છે. આર્યદેશમાં પણ ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય પ્રમુખ મતિહીન, દરિદ્રી, અજ્ઞાન અને રોગથી પીડિત મનુષ્યો છે. માન-અપમાન ૧૭૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ સેવાને પ્રતિકૂળ જે.... ઇત્યાદિક અનેક પ્રકારનાં દુઃખ તેઓ ભોગવી રહ્યાં છે. ૪. દેવગતિ - પરસ્પર વેર, ઝેર, ક્લેશ, શોક, મત્સર, કામ, મદ, સુઘા નગર ઇત્યાદિકથી દેવતાઓ પણ આયુષ્ય વ્યતીત કરી રહ્યાં છે; એ દેવગતિ. એમ ચાર ગતિ સામાન્યરૂપે કહી. આ ચારે ગતિમાં મનુષ્યગતિ સૌથી શ્રેષ્ઠ અને દુર્લભ છે. આત્માનું પરમહિત મોક્ષ એ ગતિથી પમાય છે.” (વ.પૃ.૭૦). મનુષ્યભવ દુર્લભ છે-ભલે રોગી, ગરીબ, અશક્ત, ઘરડો ગમે તેવો હોય પણ મનુષ્યભવ અને તેમાં સાચા અનુભવી પુરુષનો કોઈ સંતની કૃપાથી મળેલી મંત્રનો લાભ તે અપૂર્વ છે. તો સહજાત્મસ્વરૂપ પરમગુરુ”નો જાપ અને તે જ ભાવના રાખવી ઉત્તમ છે.” (ઉ.પૃ.૧૧૮) . “એવો યોગ લહ્યા છતાં, લાગ્યો ન બોઘ લગાર, પ્રભુજી; જાગ્યો ન જો મોહનીંદથી, ઢોર સમો અવતાર, પ્રભુજી. રાજ અર્થ - આવા આર્યક્ષેત્રમાં ઉત્તમકુળ, જાતિ, નિરોગી કાયા, સપુરુષના યોગસહિત દેવદર્લભ માનવજન્મ પામીને સ્વઘામરૂપ મોક્ષને માટે સત્પરુષના બોઘની લગાર માત્ર પણ અસર ન થઈ તો આ દેહમાં સ્થિત આત્માને અનંતવાર ધિક્કાર છે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અઘિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો!” (વ.પૃ.૯૫૨) આવા ઉત્તમયોગમાં પણ આ જીવ મોહનિદ્રામાંથી જાગૃત ન થયો તો ઢોરના અવતાર અને આ મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી, અર્થાત્ તે નર નથી પણ વાનર જ છે.” વિદ્યા વિના પશુfમ: સમાના' આત્મવિદ્યાથી રહિત નર પશુ સમાન છે.” ” જા. -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૫૨૪) “સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.” ૧૦ અર્થ - “જે સેવાને પ્રતિકૂળ છે એવા બંધનના કારણોનો પણ મને ત્યાગ નથી. સેવાભાવ કરતા હોય તો ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ. પણ આ ઇન્દ્રિયો તો માનતી જ નથી, અને બાહ્ય પદાર્થો ઉપર રાગ કરે છે. તો સેવાભાવ ક્યાંથી થાય? સેવાભાવથી કલ્યાણ થાય એવું છે. કેમકે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સેં, સબ આગમ ભેદ સુ ઉર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે.” એવો પ્રેમ પ્રભુ પ્રત્યે થાય તો આત્માનું કલ્યાણ થાય.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭) સેવાને પ્રતિકૂળ જે.... સેવા એટલે આજ્ઞા. તારી આજ્ઞા ઉઠાવવામાં વિદ્ધકારક એવા કારણોનો મેં ત્યાગ કર્યો નહીં. પ્રમાદ એ પણ આત્મકલ્યાણ કરવામાં મહા વિજ્ઞકારણ છે એ વિષે પરમકૃપાળુદેવ બહુ ૧૭૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન fe 1 ભારપૂર્વક એક પ્રસંગમાં જણાવે છે : (શ્રી મોતીલાલ ભાવસાર નડિયાદવાળાના પ્રસંગમાંથી) સેવાને પ્રતિકૂળ એવા પ્રમાદને તજવાનો મહાન ઉપદેશ શ્રી મોતીલાલભાઈનો પ્રસંગ :–“સાહેબજીના સમાગમ લાભે તે વખતની મારી આત્મદશા ઘણી જ વૈરાગ્યવાળી થઈ હતી; પ્રથમ પ્રમાદ ઘણો જ વર્તતો હતો. તે દૂર કરાવ્યો હતો. મને સાહેબજીના સમાગમથી નિર્ભયપણું એટલા સુધી રહેતું હતું કે સાહેબજીના આશ્રયે એમની છત્રછાયા નીચે આ ક્ષણિક જીવનનો ત્યાગ થાય તો કેટલું કલ્યાણ થાય એવા વિચારોથી ઘણો જ આનંદ વર્તાયા કરતો હતો.” (શ્રી રા.પ્રેરક પ્રસંગો પૃ.૨૮૬) અમે વીરપ્રભુના છેલ્લા શિષ્ય, અલ્પ પ્રમાદથી ભવભ્રમણ “એક દિવસ રસ્તે ચાલતા ચાલતા સાહેબજીએ બોઘ દેવો શરૂ કર્યો હતો. તેમાંનો સ્મૃતિમાં રહેલ બોઘનો ટૂંકામાં ભાવાર્થ અત્રે જણાવું છું – સાહેબજી કહે : “તમે પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? વર્તમાનમાં માર્ગ એવો કાંટાથી ભર્યો છે કે તે કાંટા ખસેડતાં અમને જે શ્રમ વેઠવો પડ્યો છે તે અમારો આત્મા જાણે છે. જો વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે તેમની પૂંઠે પૂંઠે ચાલ્યા જાત, પણ તમને પ્રત્યક્ષ જ્ઞાનીનો યોગ છે છતાં એવા યોગથી જાગ્રત થતા નથી. પ્રમાદ દૂર કરો, જાગ્રત થાઓ. અમે જ્યારે વીરપ્રભુના છેલ્લા શિષ્ય હતા તે વખતમાં લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. પણ જીવોને અત્યંત પ્રમાદ છતાં બિલકુલ કાળજી નથી. જીવોને પ્રત્યક્ષ જ્ઞાની પુરુષોનું ઓળખાણ થવું ઘણું જ દુર્લભ છે.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૮૭) સેવાને પ્રતિકૂળ જે’...... શ્રીમદ્ રાજચંદ્રામાંથી - કલ્યાણને વિષે પ્રતિબંઘરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાની પુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોઘ થવાને અર્થે, અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાની પુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાઘન છે.” (વ.પૃ.૩૭૨) કંચન, કાંતાના બંઘન તોડું તો પ્રભુસેવામાં મન જોડું યાજ્ઞવલ્કક્યનું દૃષ્ટાંત :- “યાજ્ઞવક્ય નામે બ્રાહ્મણ હતો. તે જનકરાજાના દરબારમાં ૧૮૦ Page #185 -------------------------------------------------------------------------- ________________ સેવાને પ્રતિકૂળ જે'.... જતો. એક વખત રાજાએ તેને પૂછ્યું, ત્યાગનું સ્વરૂપ કેવું છે? બ્રાહ્મણે કહ્યું, કાલે કહીશું. પછી તે ઘેર ગયો. તેને મૈત્રેયી અને કાર્યાયિની નામે બે સ્ત્રીઓ હતી. તેમને ઘન વહેંચવા લાગ્યો અને કહ્યું કે તમે અર્થ અર્થે વહેંચી લો, હું તો ત્યાગ લઉ છું. ત્યારે મૈત્રેયીએ કહ્યું, ઘનથી મોક્ષ મળશે? તે વિચારવાની હતી તેથી કહે, મોક્ષ મળતો હોય તો આપો. પછી તેણે પણ ત્યાગ લીઘો અને કાર્યા વો ર0 થી ) 3 યિનીને ઘન આપ્યું. પછી બીજે દિવસે કરો યાજ્ઞવક્ય જનકરાજા ના દરબાર માં ગયો. ' રાજાએ જાણી લીધું કે આ ત્યાગનું સ્વરૂપ છે. ણ વગર કહ્યું જાણી લીધું.” (બો.૧ પૃ.૨૯૩) એમ કંચન અને કાંતા પ્રત્યેનો મોહ મટાડી હું બંઘનથી નિવૃત્ત થાઉ તો આપની સેવા ઉઠાવી શકું. પણ હે પ્રભુ! એવી મારામાં શક્તિ નથી. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧' માંથી - “કનક - કામિની - સૂત્રથી બંઘાયા ત્રણ લોક; તે તોડી વિરલા બને સ્વાધીન, સુખી, અશોક. ૨ અર્થ –કનક એટલે સોનારૂપ પરિગ્રહ તથા કામિની એટલે સ્ત્રી તેના પ્રત્યેના મોહરૂપી સૂત્ર એટલે તાંતણાથી ઉર્ધ્વઅઘો અને મધ્ય એ ત્રણેય લોકના જીવો બંઘાયેલા છે, અર્થાત્ સ્ત્રી અને તેને લઈને ઘનમાં થતી આસક્તિ વડે સર્વ સંસારી જીવો આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ ત્રિવિઘ તાપમાં સદા બળ્યા કરે છે.” એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજન કું, બિચમેં લિયો માર.” -આલોચનાદિ પદ સંગ્રહ લોખંડની બેડીઓ તોડવી સહેલી પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ આદ્રકુમારનું દૃષ્ટાંત - “આર્દ્રકુમાર મુનિને ભોગાવલી કર્માનુસાર દીક્ષા લીધા પછી સંસાર માંડવો પડ્યો. પુત્ર થોડોક મોટો થયો કે ફરીથી ઘર છોડી દીક્ષા લેવા માટે તૈયાર થયા, ૧૮૧ Page #186 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ત્યારે પુત્રે કાચા તાંતણાથી આર્દ્રકુમારના પગે બાર આંટા મારી દીધા. તે જોઈ પુત્ર માટે ફરીથી બાર વર્ષ સંસારમાં રોકાવું પડ્યું. ત્યાર બાદ ફરી દીક્ષા લઈ એક વાર તાપસના આશ્રમ આગળ થઈને જતાં હાથીને તેમના પ્રભાવે દર્શન કરવાના ભાવ ધવાથી તેની બેડી તૂટી ગઈ. તેથી કોઈએ મુનિને કહ્યું કે આપના પ્રભાવે હાથી I ૦૦૦ ની બેડીઓ તૂટી ગઈ ત્યારે તેમણે જવાબમાં કહ્યું કે લોખંડની બેડીઓ તોડવી સહેલી છે પણ રાગના કાચા તાંતણા તોડવા દુર્લભ છે. રા હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈપણ મારા નથી, એવી આત્મ શોકરહિત બની જાય એવા જીવો આ વિશ્વમાં કોઈ વિરલા જ છે. રા ભાવના સાચા ભાવથી ભાવીને કનક કામિનીના બંધન તોડી આત્મામાં જ રહેલ સ્વાધીન સુખને પામવા ૧૮૨ Page #187 -------------------------------------------------------------------------- ________________ સેવાને પ્રતિકૂળ જે'..... પડી મુમુક્ષુના પગે બેડી બે બળવાન, આરંભ-પરિગ્રહ-જનક કનક-કામિની માન. ૩ અર્થ –જેને સંસારના જન્મજરામરણાદિ દુઃખોથી છૂટવાની ઇચ્છા છે એવા મુમુક્ષુના પગમાં પણ કર્મને આધીન બે બળવાન બેડીઓ પડેલ છે. તે આરંભ અને પરિગ્રહને જન્મ આપનાર એક કનક એટલે સોનાદિ-પરિગ્રહ પ્રત્યેનો રાગ છે અને બીજો સ્ત્રીઆદિ પ્રત્યેનો મોહભાવ છે. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બઘું, કેવળ શોકસ્વરૂપ.” (વ.પૃ.૮૨) પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૧૨ સેવાને પ્રતિકૂળ એવા વ્યવસાયને જેમ બને તેમ સંક્ષેપ કરતાં જવું “જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય તે વ્યવસાય કોઈ પ્રારબ્ધયોગ કરવો પડતો હોય તો તે ફરી ફરી પાછા હઠીને, “મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું' એવું ફરી ફરી વિચારીને અને “જીવમાં ઢીલાપણાથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે” એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલો બને તેટલો વ્યવસાય સંક્ષેપ કરતા જઈ પ્રવર્તવું થાય, તો બોઘનું ફળવું થવું સંભવે છે.” (વ.પૃ.૩૯૮) પરિગ્રહના પ્રતિબંધને ત્યાગી ઉપદેશ કરું તો ફળે. એક તપસ્વીનું દૃષ્ટાંત - “એક વાર એક માણસે એક તપસ્વીને કહ્યું : “સાહેબ, મને ત્યાગ ભાવના વિષે ઉપદેશ આપો.” એ સાંભળી તપસ્વી તરત જ બહાર ચાલ્યા ગયા. આજુબાજુ બેઠેલા લોકોને આ જોઈ ખૂબ નવાઈ લાગી. પેલો માણસ પણ ભોંઠો પડીને ત્યાંથી જતો રહ્યો. ૧૮૩ Page #188 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન થોડીવાર પછી તપસ્વી પાછા આવ્યા. એટલે એક જણે તેમને પૂછ્યું : ‘એક ભાઈ ત્યાગભાવના વિષે ઉપદેશ સાંભળવા આપની પાસે આવ્યા, ત્યારે આપ કશો ઉપદેશ આપ્યા વિના બહાર કેમ ચાલ્યા ગયા? એ બિચારાને કેટલું ખોટું લાગ્યું હશે ?’ ત્યારે તપસ્વી બોલ્યા : “ભાઈઓ તે વખતે મારી પાસે ચોવીસ રતીભાર જેટલી ચાંદી હતી. એટલો સંગ્રહ મારી પાસે હોય અને ત્યાગ વિષે કોઈને ઉપદેશ આપવા બેસું, એ મને બહુ શરમભરેલું લાગ્યું એટલે હું બહાર જઈને મારી પાસે રહેલા એ ચાંદીનું દાન કરી આવ્યો. હવે હું ખુશીથી ત્યાગભાવના વિષે કહી શકું એમ છું. -સંતોની જીવન પ્રસાદીમાંથી તે બંધન નથી ત્યાગ’..... તે બંધન મુખ્યત્વે ચાર પ્રકારના છે ઃ– (૧) લોકસંબંધી બંધન (૨) સ્વજન કુટુંબરૂપ બંધન (૩) દેહાભિમાનરૂપ બંધન અને (૪) સંકલ્પ વિકલ્પરૂપ બંધન. તેનો મેં ત્યાગ કરવા પુરુષાર્થ કર્યો નહીં. ૧૮૪ Page #189 -------------------------------------------------------------------------- ________________ તે બંઘન નથી ત્યાગ'.. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : સ્વચ્છેદ અને ચાર પ્રતિબંઘ, પ્રભુની સેવામાં બાધક “સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રઘાન એવું કારણ સ્વચ્છેદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંઘી બંઘન, સ્વજનકુટુંબ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન) એ બંઘન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી તમે વિચારો. અને એ વિચારતાં અમને જે કંઈ યોગ્ય લાગે તે પૂછજો. અને એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાઘન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. (વ.પૃ.૨૯૦) પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી - “લોકસ્વજન-નન-કલ્પના બંધનરૂપ સંબંઘ પ્રભુજી; સત્રદ્ધા દ્રઢ આદરી, ટાળું બઘા પ્રતિબંઘ, પ્રભુજી. રાજ હવે સ્વઘામરૂપ મોક્ષપ્રાપ્તિમાં બાઘક એવા જે ચાર પ્રકારના બંધન છે તેને ટાળવા જણાવે છેઃ અર્થ - લોકસંબંધી બંઘન, સ્વજન કુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંધન અને સંકલ્પવિકલ્પરૂપ બંઘન. આ ચારેય બંઘન સાથે મારે સંબંધ રહેલો છે. પણ સત્પરુષ ઉપર દ્રઢ સત્રદ્ધા કરીને તેમની આજ્ઞા પ્રમાણે વર્તી આ બઘા પ્રતિબંધને હવે દૂર કરું. જીવને બે મોટા બંઘન છે : એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છેદ ટાળવાની ઇચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાઘવી જોઈએ; અને પ્રતિબંઘ ટાળવાની ઈચ્છા જેની છે, તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંઘનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે, તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે.” (વ.પૃ.૨૯૧) ૧૦ણા -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૫૨૭) જ્યાં સુધી રાગ બંઘન છે, ત્યાં સુધી ઉપાધિ છે. અલ્પકાળમાં ઉપાધિ રહિત થવા ઇચ્છનારે આત્મપરિણતિને કયા વિચારમાં આણવી ઘટે છે કે જેથી તે ઉપાધિરહિત થઈ શકે? એ પ્રશ્ન અમે લખ્યું હતું. તેના ઉત્તરમાં તમે લખ્યું કે “જ્યાં સુઘી રાગબંઘન છે ત્યાં સુધી ઉપાધિરહિત થવાતું નથી, અને તે બંઘન આત્મપરિણતિથી ઓછું પડી જાય તેવી પરિણતિ રહે તો અલ્પકાળમાં ઉપાધિરહિત થવાય.’ એ પ્રમાણે ઉત્તર લખ્યો તે યથાર્થ છે.” (વ.પૃ.૪૬૪) જેનો પ્રતિબંઘ કરે તેના વિચાર આવે ગુરુ શિષ્યનું દૃષ્ટાંત – “એક ગુરુ હતા. તેમની પાસેથી છ મહિનામાં શિષ્યો જ્ઞાન ૧૮૫ Page #190 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પામતા એવો એમનો પ્રભાવ હતો. એક શિષ્યને દીક્ષા લીઘાં છ મહિનાથી ઉપર ઘણા દિવસો થઈ ગયા, પણ એને જ્ઞાન થાય નહીં. ગુરુને વિચાર થયો કે બઘાય છ છ મહિનામાં તૈયાર થાય છે અને આને તો કેટલાય દિવસ થઈ ગયા છતાં ઉપદેશની કંઈ અસર થતી નથી. ઉપદેશ તો બહુ સારો કરીએ છીએ. પછી એ શિષ્યને ગુરુએ પોતાની પાસે બોલાવ્યો અને પૂછ્યું કે તને આખો દિવસ શાના વિચાર આવે છે ? તારું ચિત્ત ક્યાં રહે છે? શિષ્ય કહ્યું કે ર છોડી આવ્યો હતો તે વખતે એક મારી નાની પાડી હતી. તે પાડીના વિચારો મને આવે છે, કે પાડી કેવી થઈ હશે? સુકાઈ ગઈ હશે કે જાડી થઈ ગઈ હશે? શું ખાતી હશે? કોઈ ચારોપાણી આપતું હશે કે નહીં? એવા વિચારોમાં મારું મન રહે છે. એવી કલ્પના જીવને દ્રઢ થઈ જાય તે પ્રતિબંઘ છે. જેવો પ્રતિબંઘ તેવો જ ભવ લેવો પડે છે. ગુરુએ કહ્યું કે જા, આ સામે ઓરડી છે તેમાં બેસી તું પાડીના જ વિચાર કર્યા કર. - THE પછી શિષ્ય ત્યાં જઈને બેઠો અને વારંવાર પાડીના વિચાર કર્યા કરે કે પાડી બહુ મોટી થઈ ગઈ હશે, દૂધ આપતી હશે, મોટાં શીંગડાં ફૂટ્યાં હશે. એમ વારંવાર એના એ વિચાર કર્યા કરે. પછી ગુરુએ બોલાવ્યો કે બહાર આવ. તેણે કહ્યું “કેવી રીતે બહાર આવું? બારણામાં શીંગડા ભરાઈ જાય છે!” એને એમ જ થઈ ગયું કે હું પાડી જ છું. મારે શીંગડા ફૂટ્યાં છે. પછી માંડ માંડ બહાર આવ્યો. ત્યારે ગુરુએ કહ્યું તેં જેમ આ પાડીના વિચારો કર્યા તો પાડીરૂપ થયો ને? તેમ આ તેના વિચાર કરવાથી શરીરરૂપ થઈ ગયો છે, પણ આત્માના વિચાર શરીર પણ પાડી જેવું છે. તેના વિચાર કરવાથી શરી૨૨૧ ૧૦ ૧૮૬ Page #191 -------------------------------------------------------------------------- ________________ દેહેન્દ્રિય માને નહીં'. કરીશ તો આત્મારૂપ થઈશ. પછી એ તો સમજુ હતો તેથી સમજી ગયો. (બો.૨ પૃ.૨૯૦) દેહેન્દ્રિય માને નહીં. હે નાથ! આ દેહ અને ઇન્દ્રિયો પ્રત્યેનો રાગ મને વિષયકષાયમાં દોરી જાય છે. તે મનને પાછું વારવા છતાં પણ તે પાછું ફરતું નથી. પણ ઇન્દ્રિયોની આસક્તિવડે વગર વિચાર્યું મેં શું શું કર્યું. તે શ્રી રત્નાકરસૂરિ “રત્નાકર પચ્ચીશીમાં જણાવે છે - “મેં ભોગ સારા ચિંતવ્યા, પણ રોગ સમ ચિંત્યા નહીં, આગમન ઇછ્યું ઘનતણું, પણ મરણને પ્રીન્યું નહીં; નહીં ચિંતનું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ, મઘુબિંદુની આશા મહી, ભય માત્ર હું ભૂલી ગયો.” અર્થ :- ઇન્દ્રિયોની આસક્તિથી મેં પાંચ ઇન્દ્રિયોના ભોગોને સારા ગણ્યા; પણ તે રોગોને ઉત્પન્ન કરનારા છે એવો વિચાર પણ મને આવ્યો નહીં. બહુ ઘન મને મળે એવી ઇચ્છા કરી પણ મરણ આવવાનું છે અને આ બધું ભેગું કરેલું અહીં જ પડ્યું રહેશે તેની પણ મેં પૃછના એટલે મનમાં ઊંડો વિચાર કરીને નક્કી કર્યું નહીં. આ નારીઓ એટલે સ્ત્રીઓ પ્રત્યે મને રાગ-મોહ હોવાથી તે મોહ મને કારાગ્રહ એટલે જેલ સમાન નરકમાં ઘકેલી જશે એનો પણ મને વિચાર આવ્યો નહીં. અને વળી વિષયસુખરૂપ મઘના ટીપાંમાં આસક્ત બનીને આલોકભય, પરલોકભય, મરણભય, આદિ બઘા ભયને જ ભૂલી ગયો. હે નાથ! હવે મારું શું થશે? આપ સિવાય મને બુદ્ધિ આપનાર આ જગતમાં કોઈ નથી. એક તારું જ શરણ સત્ય છે. ઇન્દ્રિયદ્વારથી ચૂકી પડ્યો હું વિષયો વિષે; ભોગો પામી ન મેં પૂર્વે-જાયું રૂપ યથાર્થ જે.” -સમાધિશતક છ બારીઓવાળા એક મકાનમાં ઊભા રહી આખો દિવસ એક મૂકી બીજી, બીજી મૂકી ત્રીજી, એમ બારીઓમાંથી બહાર જ જોયા કરે તો અંદર શું છે તે દેખાય નહીં. તેમ પાંચ ઇન્દ્રિયો અને મનથી આત્મા બાહ્ય વિષયમાં જ રત રહે છે ત્યાં અંદર શું છે તે શી રીતે જણાય? ઊભો છે અંદર પણ દ્રષ્ટિ છે બહાર. તે દ્રષ્ટિ અંદર કરવી. આત્મા જોવો. તો પોતાની વિભૂતિ સર્વ જણાય.” (ઉ.પૃ.૩૬૨) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી - ઇન્દ્રિયો વિષયો ચહે રે, ખેંચે અવિરત-પંથ; સંયમરૂપ લગામથી રે, વારે તે નિગ્રંથ. સમતાસ્વામી તે રે જે રમતા સમભાવે. ૧૮૭ Page #192 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અર્થ - પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોને ઇચ્છે છે. આંખ રૂપને, કાન / સંગીતને, નાક સુગંઘને અને મુખ સ્વાદને તથા શરીર કોમળ સ્પર્શને ઇચ્છે છે. છે તે ઇન્દ્રિયો જીવને અસંયમના માર્ગમાં ખેંચી જાય છે. જ્યારે સંયમરૂપ લગામથી આ ઇન્દ્રિયોરૂપી ઘોડાઓને જે વશ કરે તે જ સાચા નિગ્રંથ છે.” ૩ (પ્ર.વિ.ભાગ-૨ પૃ.૫૫) “વિષય વિષે વૃત્તિ ફરે એ જ અસંયમ જાણ, બાહ્ય ત્યાગ પણ નટ-દશા, શું સાથે કલ્યાણ? ૨૧ અર્થ :- હવે ત્રીજી સુખશય્યા સંયમ છે. તેના વિષે સમજાવે છે : પાંચ ઇન્દ્રિયોના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ વિષયોમાં જીવની વૃત્તિ ફર્યા કરે એ જ અસંયમ છે એમ તું જાણ. મનના એવા અસંયમ પરિણામ હોવા છતાં બાહ્ય પદાર્થોનો ત્યાગ કરી જગતને સાધુ કહેવરાવવું તે નાટક કરનાર નટની સ્થિતિ જેવું છે. જેમ નટ રાજા બને પણ તે રૂપ નથી તેમ ‘વેષ ઘર્યા જો સિદ્ધ થાય તો ભાંડ ભવૈયા મોક્ષે જાય” અથવા “ઉપર વેષ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂરજી.” એવા જીવો આત્માનું કલ્યાણ શું સાધી શકે ?” ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી, ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના” -નિષ્કુલાનંદ ૨૧ાા (પ્ર.વિ.ભાગ-૧ પૃ.૧૨૯) “મળ્યું બંઘનનું ફળ દેહ આ, દેહમાં ઇંદ્રિય-ગ્રામ રે, તે રૂપ, રસાદિ વિષયો ગ્રહે, થાય નવા બંઘ આમ રે. શ્રી રાજ.” અર્થ - પૂર્વે આઠ કર્મો બાંધ્યા તેના ફળસ્વરૂપે આ દેહની પ્રાપ્તિ થઈ. તે દેહમાં પાંચ ઇન્દ્રિયોએ પોતાનું ગામ વસાવ્યું. તે ઇન્દ્રિયો પોતાના રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ અને શબ્દરૂપ વિષયોને ગ્રહણ કરે છે. તેથી ફરી નવા કર્મના બંઘ થયા કરે છે. પણ આ બંઘ-પરંપરા જાણવી, ચાલી રહી ઘટમાળ રે, વિષયોની આસક્તિ વડે નભે ગૃહસ્થ - જંજાળ રે. શ્રી રાજ, અર્થ - અનાદિકાળની આ બંધ પરંપરા જાણવી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી નોકર્મરૂપ દેહાદિને ઘારણ કર્યા કરું છું. આ ઘટમાળ એટલે કૂવાના ઘડાની માળ સમાન કે ઘાંચીના બળદની જેમ હું આ સંસારમાં જ ત્યાંની ત્યાં અનાદિથી ભમ્યા કરું છું. પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિના કારણે આ ત્રિવિધ તાપાગ્નિમય ગૃહસ્થની જંજાળ નભી રહી છે. વિષયોની આસક્તિના કારણે કરોળિયાની જાળ સમાન કુટુંબાદિને પાથરી તેમાં ફસાઈને હું દુઃખી થયા કરું છું.” Iકા (પ્ર.વિ.ભાગ-૨ પૃ.૩૨૪) “હે! મન-બાળક, નારી-રૂપ-કૂપ પાસે રમવા ના જા રે, મોહ–સલિલે ડૂબી મરશે, એવી દોડ ભૂલી જા રે. પરો. ૧૮૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ દેહેન્દ્રિય માને નહીં'... અર્થ - હે! મનરૂપી બાળક તું નારીના રૂપરૂપી કૂવા પાસે રમવા જઈશ નહીં. નહીં તો મોહરૂપી સલિલ એટલે પાણીમાં તું ડૂબી મરીશ. માટે એ તરફની દોડ હવે ભૂલી જા. /પ૩ના જીવાજીવ-વિચારે રમજે, ઇન્દ્રિય-રમત વિસારી રે, સંયમ-બાગે વ્રત-વૃક્ષોમાં, ધ્યાન-રમત બહુ સારી રે. પરો અર્થ :- હે જીવ! આ ઇન્દ્રિયોની રમત હવે ભૂલી જઈ જીવ અને અજીવ તત્ત્વના વિચારમાં રમજે. સંયમરૂપી બાગ અને વ્રતરૂપી વૃક્ષોમાં આત્મધ્યાન કરવારૂપ રમત બહુ સારી છે.” ૫૪ (પ્ર. વિ.ભાગ-૨ પૃ.૫૨૯), ઇદ્રિય-ગણ ગણ રાક્ષસો, કષાય શસ્ત્ર વિચાર; ગ્રહી વિત્તરૂપ માંસ તે બને નિરંકુશ ઘાર. ૨૬ અર્થ - પાંચ ઇન્દ્રિયોના સમૂહને તું રાક્ષસ સમાન ગણ તથા ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયને તે રાક્ષસના શસ્ત્ર સમાન જાણ. તે ઘનરૂપી માંસને પામી ઇન્દ્રિયોરૂપી રાક્ષસ નિરંકુશ બની જઈ પરવસ્તુમાં જીવને રાગ કરાવી સંસાર સમુદ્રમાં ઘકેલી દે છે. "यौवनम्, धनसंपत्ति, अधिकारम्, अविवेकीता; ओक्केकम् अपि अनर्थाय, किम यत्र चतुष्टयम्." અર્થ - યૌવન, ઘનસંપત્તિ, સત્તા અને મોહના ગાંડપણરૂપ અવિવેકીતા. આમાનું એક પણ હોય તો અનર્થકારક છે. તો પછી જ્યાં ચારેય હોય તેનું તો કહેવું જ શું? અર્થાત્ અનર્થનો ત્યાં પાર નથી.” ા૨કા (પ્ર.વિ. ભાગ-૧ પૃ.૩૧૮) પરાધીન ઇન્દ્રિયસુખો, ક્ષણિક ને દુઃખમૂળ, પ્રભુજી; જીવન ઝબકારા સમું મોક્ષયત્ન અનુકૂળ, પ્રભુજી. રાજચંદ્ર પ્રભુને નમું.” અર્થ - આ પાંચેય ઇન્દ્રિયના સુખો પરાધીન છે, ક્ષણિક છે અને દુઃખના મૂળ છે. 'सपरं बाधासहीयं विछिन्नं बंधकारणं विषमं । ગં ન્દ્રિયેહીં છ તે સીવવું દુઃશ્વમેવ તહીં !' અર્થ - ઇન્દ્રિયસુખ પરાધીન, બાઘાથી યુક્ત, વિનાશકારી, કર્મબંધનું કારણ અને વિષમભાવને કરાવે એવું છે. જેથી ઇન્દ્રિયોથી પ્રાપ્ત થતું સુખ તે ખરેખર દુઃખનું જ બીજું રૂપ છે. આપણું આ જીવન પણ વિજળીના ઝબકારા જેવું ક્ષણિક છે. માટે આ જીવનમાં સ્વદેશરૂપ મોક્ષ મેળવવાનો યત્ન કરવો એ જ આત્માને અનુકૂળ અર્થાત્ કલ્યાણકારી છે.” “વીજળી ઝબકારા જેવાં, મોતી પરોવી લેવાં, ફરી ફરી નહીં મળે એવાં સત્સંગ કીજીયે; હાંરે મારે સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનું.” -આલોચનાદિ પદસંગ્રહ /૧૮ (પ્ર.વિ. ભાગ-૧ પૃ.૫૨૯) ૧૮૯ Page #194 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન “વિષય-કષાયે અતિ મૂઢ જે સત્ય શાંતિ શું જાણે? વીર પ્રભુ ક્વેઃ “મોહનગરમાં ઠગાય તે શું માણે? દેજો સેવાશ્રી ગુરુરાજ જેથી નરભવ લાગે લેખે. અર્થ - વિષયકષાયમાં અતિ આસક્ત બનેલા સંસારી મૂઢ જીવો તે આત્મામાંથી પ્રગટતાં સત્ય શાંતિના સુખને ક્યાંથી જાણી શકે. વીર પરમાત્મા કહે છે કે જે જીવો સંસારની મોહ માયામાં ઠગાય, તે જીવો આત્માના પરમાનંદને ક્યાંથી માણી શકે અર્થાત્ અનુભવી શકે. ૪ળા પાણી ભરેલી રહે ન ચાળણી, અનિત્ય તેવા ભોગો, જન્મ-મરણની રેંટમાળ તર્જી સાથે વીર સુયોગો. દેજો, અર્થ - જેમ ચાળણીમાં ભરેલું પાણી રહી શકે નહીં; તેમ અનિત્ય એવા ઇન્દ્રિયોના ભોગો શાશ્વત રહી શકે નહીં. માટે અનાદિકાળના રેંટમાળ સમાન જન્મમરણના દુઃખોને દૂર કરવા, વીર પુરુષો વર્તમાનમાં મળેલા સદ્ગુરુ, સત્સંગ વગેરેના ઉત્તમ સુયોગોને પોતાના વીરત્વથી પૂરેપૂરો લાભ લેવા પ્રયત્ન કરે છે, તે જ આ મળેલ દુર્લભ માનવદેહને સફળ કરી જાણે છે.” ૪૮. -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૧૬૩) દેહેન્દ્રિય માને નહીં “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - અતિ પ્રિય દેહ, ઇન્દ્રિય પણ રોગથી દુઃખ આપે તો ઘનથી શું સુખ મળે? સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ઘનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.” (વ.પૃ.૪૬૩) (શ્રી જેઠાલાલ ભાવસાર વસોવાળાના પ્રસંગમાંથી) આત્માને શરીરથી જુદો જાણી, ઘીમે ઘીમે દેહભાવ ઘટાડી, કર્મ મટાડી શકાય શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ – લખનાર : ફરીના પ્રસંગે અમીન છોટાભાઈ ચતુરભાઈના બંગલે કૃપાળુશ્રીના સમાગમમાં હું ગયો હતો. તે વખતે મેં પ્રશ્ન કર્યો હતો કે આ જીવ કર્મ સહિત હોવાથી તેને દેહ તે જ હું એવો અભ્યાસ થઈ ગયો. તો તેને કર્મથી જુદો કરવાનો રસ્તો પુરુષાર્થથી થઈ શકે, પણ દેહને એકદમ ઝટકેથી પાડી નાખ્યો હોય તો જલ્દીથી તેનો પાર આવે કે નહીં? પૂજ્યશ્રી ઃ આ દેહને એકદમ પાડવાથી આત્માની ઘાત થાય છે, મતલબ કે મનુષ્યભવે કરીને અનંતા કર્મો ક્ષય થાય. સમજીને કરવાને બદલે એકદમ કંટાળીને દેહ પાડી નાખવાનો નથી. તેમ થાય તો મહાનીચ ગતિને પાત્ર થાય છે. મનુષ્યભવ તો બહુ જ પુણ્યનો થોક ભેગો થવાથી પ્રાપ્ત ૧૯૦ Page #195 -------------------------------------------------------------------------- ________________ દેહેન્દ્રિય માને નહીં'. થાય છે. માટે કર્મની નિર્જરી, ઘીમે ઘીમે દેહને દમવાથી અને ઇન્દ્રિયોને નિયમમાં લાવવાથી થાય છે. શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૬) ઇન્દ્રિય વિષયો ભોગવી છૂટવાની ઇચ્છા રાખવાથી તે વધે પણ ઘટે નહીં. “વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાઘતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય.” (વ.પૃ.૪૬૧) વિષયો ભોગવવાથી તૃષ્ણા વઘે પણ ઘટે નહીં મઘુબિંદુનું દ્રષ્ટાંત - “કોઈ પુરુષ સાર્થથી ભૂલો પડી મોટા અરણ્યમાં પેઠો. ત્યાં જાણે સાક્ષાત્ યમરાજ હોય તેવા કોઈ હસ્તીએ તેને અવલોકન કર્યો. તે ઉન્મત્ત હાથી તે પુરુષની સામે દોડ્યો. તેના ભયથી દડાની જેમ ઉછળતો ને પડતો તે પુરુષ નાઠો. થોડે જતાં આગળ એક કૂવો જોવામાં આવ્યો. તેથી તેણે વિચાર્યું કે, “આ હાથી જરૂર મારા પ્રાણ લેશે, તેથી આ કૂવામાં પૃપાપાત કરવો સારો.” આવું ઘારી તે કૂવામાં પડ્યો. તે કૂવાના કાંઠા ઉપર એક વડનું વૃક્ષ ઊગ્યું હતું. તેની વડવાઈઓ કૂવામાં લટકી રહી હતી, તેથી પડતો એવો તે પુરુષ તે વડની વડવાઈ સાથે વચમાં લટકી રહ્યો. તેણે નીચે દ્રષ્ટિ નાખીને જોયું તો કૂવાની અંદર જાણે બીજો કૂવો હોય તેવો એક અજગર મુખ ફાડીને જોવામાં આવ્યો. વળી તે કૂવાના ચારે ખૂણામાં ઘમણની જેમ ફૂંફાડા મારતા ચાર સર્પો જોવામાં આવ્યા. ઉપર નજર કરતાં તેણે આલંબન કરેલા વડની શાખાને છેદવાને માટે કાળા અને ઘોળો એવા બે ઉંદર પોતાના કરવતના જેવા દાંતથી પ્રયત્ન કરતા નજરે પડ્યા. તેમજ ઉન્મત્ત ગજેન્દ્ર પણ તેને મારવાને માટે વડની શાખાને સુંઢવડે વારંવાર હલાવવા લાગ્યો. તેથી તે વૃક્ષની શાખા ઉપર રહેલા એક મઘપૂડામાંથી ઉડીને કેટલીક મક્ષિકાઓ પેલા પુરુષને દંશ કરવા લાગી. આ પ્રમાણેની પીડાથી દુઃખી થતા તે પુરુષે કૂવામાંથી નીકળવાને માટે ઊંચુ મુખ કર્યું. તેવામાં પેલા મઘપૂડામાંથી મઘના બિંદુ ટપકવા લાગ્યા. તે પેલા પુરુષના લલાટ ઉપર પડીને મુખમાં આવ્યા, તેનો સ્વાદ પામીને તે સુખ માનવા લાગ્યો. તે વખતે કોઈ વિદ્યાઘર તેને આપત્તિમાંથી મુક્ત કરવાને માટે વિમાન સહિત ત્યાં આવી કૃપાથી બોલ્યો કે, “હે મનુષ્ય! ચાલ, આ વિમાનમાં બેસીને સુખી થા.” તેણે કહ્યું કે, “હે દેવ! ક્ષણવાર રાહ જુઓ, એટલામાં હું આ મથના બિંદુ ચાટી લઉં.” પછી વિદ્યાઘરે ફરીવાર પૂછ્યું, તથાપિ તેણે તેવોજ જવાબ આપ્યો. છેવટે વિદ્યાઘર કંટાળી પોતાને સ્થાનકે ચાલ્યો ગયો. ઉપરના દ્રષ્ટાંત વિષે એવો ઉપનય છે કે, જે ઉન્મત્ત હાથી તે મૃત્યુ સમજવું. તે સર્વ જીવોની ૧૯૧ Page #196 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પછવાડે ભમ્યા કરે છે. અને જે કૂવો કહ્યો તે સંસાર જાણવો, તે ગમનાગમનરૂપ જળથી ભરેલો છે. જે અજગર તે ભયંકર નરકભૂમિ સમજવી. ચાર ખૂણે જે ચાર કે સર્પો હતા, તે ક્રોધાદિ ચાર કષાયો જાણવા અથવા ચાર ગતિ જાણવી. જે વડવૃક્ષ તે મનુષ્યનું આયુષ્ય સમજવું. જે કાળો અને ઘોળો બે ઉંદર કહ્યા તે મનુષ્યના આયુષ્યને છેદન કરનારા શુક્લપક્ષ અને કૃષ્ણપક્ષ સમજવા. જે માખીઓ તે પુત્ર, પુત્રી વર, અતિસાર, વાયુ વિગેરે વ્યાધિઓ સમજવા. અને જે મઘુબિંદુ તે વિષયરાગ સમજવો, કે જે માત્ર ક્ષણવાર સુખાભાસ કરાવનાર છે. જેથી કામરાગ શમતો નથી પણ વિશેષ વર્ધમાન થાય છે. માટે વિષયાદિ પદાર્થને વશ ન થતાં તેને જિતવાથી જ શાશ્વત એવું આત્માનું મોક્ષસુખ મેળવી શકાય છે.” (ઉ.પ્રા.ભા.ભાગ-રના આઘારે) ઇન્દ્રિયના વિષયો તુચ્છ લાગે તો લુબ્ધતા ન થાય “પ્ર—પાંચ ઇન્દ્રિયો શી રીતે વશ થાય? ઉ–વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. જેમ ફૂલ સુકાવાથી તેની સુગંધી થોડી વાર રહી નાશ પામે છે રમાઈ જાય છે, તેથી કાંઈ સંતોષ થતો નથી, તેમ તુચ્છભાવ આવવાથી ઇંદ્રિયોના વિષયોમાં લુબ્ધતા થતી નથી. પાંચ ઇંદ્રિયોમાં જિલ્લા ઇંદ્રિય વશ કરવાથી બાકીની ચાર ઇંદ્રિયો સહેજે વશ થાય છે.” (વ.પૃ.૯૮૮) શરીરને પુષ્ટ કરવાના ભાવથી, આહાર કરે તો માંસ ખાવા બરાબર આ વખતે અમને (પ્રભુશ્રીજી આદિ મુનિઓને) ઇન્દ્રિય નિગ્રહ સંબંઘી અમાપ બોઘ પરમ કૃપાળુદેવે કર્યો હતો. અને કહેવામાં આવ્યું હતું કે જે આહાર માંસને વઘારે છે તેવો શરીરને પુષ્ટ કરનારો આહાર તે માંસ ખાવા બરાબર છે. આ બોઘની ખુમારી દીર્ઘકાળ સુઘી રહી હતી.” (પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૯) અનાદિનો પાંચ ઇન્દ્રિયોના વિષયોનો મોહ અટકાવવો જરૂરી “જેથી ખરેખર પાપ લાગે છે તે રોકવાનું પોતાના હાથમાં છે, પોતાથી બને તેવું છે તે રોતો નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંઘ ને સ્પર્શનો મોહ રહ્યો છે. તે મોહ અટકાવવાનો છે. મોટું પાપ અજ્ઞાનનું છે.” (વ.પૃ.૭૦૭) ઇન્દ્રિયોને વિષયોમાં છૂટી મૂકવાનો મોહ અટકાવવો સુભદ્રનું દૃષ્ટાંત – “શ્રી રાજગૃહ નગરમાં કોઈ શેઠનો પુત્ર સુભદ્ર નામે હતો. તે જન્મથી જ દરિદ્રીપણું પામેલો હોવાથી નિરંતર ભિક્ષાવૃત્તિથી ઉદર નિર્વાહ કરતો હતો. એકદા તે નગરમાં શ્રી મહાવીરસ્વામી ગુણશીલ વનમાં સમવસર્યા. તે પરમાત્માને વાંચવા માટે રાજા તથા સર્વ પીરજનો જતા હતા. તે જોઈને તે સુભદ્ર પણ સર્વ જનની સાથે પ્રભુ પાસે ગયો. ત્રણ ભુવનને ૧૯૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ દેહેન્દ્રિય માને નહીં' તારવામાં સમર્થ અને જેને કોઈની ઉપમા ન આપી શકાય એવી શ્રી જિનેશ્વરની 'દ ન વાણી સાંભળીને આશ્ચર્ય પામેલા સુભદ્ર વિચાર કર્યો કે “અહો! આજ મેં નિસીમ ) ગુણના નિધિ સમાન કર્મકલંકરહિત એવા પ્રભુને જોયા. આજે મારો જન્મ સફળ * થયો.” પછી સમગ્ર જગતના જીવોનો ઉદ્ધાર કરનાર અને બોધિબીજને આપનાર એવા શ્રી પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઇંદ્રિયો સંબંઘી વ્યાખ્યાન શરૂ કર્યું. તે આ પ્રમાણે अवरे उ अणात्थपरंपराओ पावंति पावकम्मवसा । संसारसागरगया, गोमाऊ अगसिअ कुम्मुव्व ॥२॥ ભાવાર્થ–“રાગદ્વેષથી રહિત થઈને ઇન્દ્રિયના વિષયોને રોકનારા પ્રાણીઓ મૃદંગ દ્રહના સુખને પામનારા કાચબાની જેમ નિવૃત્તિ સુખને પામે છે અને બીજા સંસારસાગરમાં પડેલા પ્રાણીઓ પાપકર્મના વશથી શિયાળે ગ્રસિત કરેલા કાચબાની જેમ અનર્થ પરંપરાને પામે છે.” તે આ પ્રમાણે ઇન્દ્રિયોને વશમાં રાખનાર સુખી થાય અને છૂટી મૂકનાર માર્યો જાય, બે કાચબાનું દ્રષ્ટાંત – વારાણસી પુરીને વિષે ગંગાનદીને કાંઠે મૃદંગ નામના તળાવમાં ગુપ્તદ્રિય અને અગસેન્દ્રિય નામના બે કાચબાઓ રહેતા હતા. તે બન્ને સ્થલચારી કીડાઓનું માંસ ખાવામાં પ્રીતિવાળા હતા. તેથી એકદા તેઓ દ્રહની બહાર નીકળ્યા હતા, તેવામાં બે શિયાળીયાએ તેમને જોયા. તે કાચબાઓ પણ શિયાળને જોઈને ભય પામ્યા, તેથી તેમણે પોતાના ચારે પગ તથા ગ્રીવાને સંકોચીને પોતાની ઢાલમાં ગોપવી દીઘા, અને કાંઈ પણ ચેષ્ટા કર્યા વિના જાણે મરી ગયેલા હોય તેમ પડ્યા રહ્યા. બન્ને શિયાળ પાસે આવીને તે કાચબાઓને વારંવાર ઉંચા ઉપાડીને પછાડ્યા, ગુલાંટો ખવરાવી તથા ઘણા પાદપ્રહાર કર્યા, પરંતુ તે કાચબાને કાંઈ પણ ઈજા થઈ નહીં. પછી થાકી ગયેલા તે બન્ને શિયાળ થોડે દૂર જઈને સંતાઈ રહ્યા એટલે પેલા અગસેન્દ્રિય કાચબાએ = 380 4816 ચપળતાને લીધે એક પછી એક એમ ચારે પગ તથા ગ્રીવાને બહાર કાઢી. તે જોઈ બન્ને શિયાળે તત્કાળ દોડી આવીને તેની ડોક પકડીને મારી નાખ્યો. બીજો ગુણેન્દ્રિય કાચબો -- ૧૯૩ Page #198 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તો અચપળ હોવાથી ચિરકાળ સુધી તેમનો તેમ પડ્યો રહ્યો. પછી ઘણીવાર સુધી રોકાઈને થાકી ગયેલા તે શિયાળ જ્યારે ત્યાંથી જતા રહ્યા, ત્યારે તે કાચબો ચોતરફ જોતો જોતો કૂદીને જલ્દીથી દ્રહમાં જતો રહ્યો, તેથી તે સુખી થયો. એમ પાંચ અંગોને ગોપવનાર કાચબાની જેમ પાંચે ઇંદ્રિયોને ગોપવનાર પ્રાણી સુખી થાય છે અને ઇન્દ્રિયોને છૂટી મૂકનાર પ્રાણી બીજા કાચબાની જેમ માર્યો જાય છે. તેથી જેમ બને તેમ શબ્દ, રૂપ, રસ, ગંઘ અને સ્પર્શ એ પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં થતા મોહને અટકાવવામાં જ જીવનું કલ્યાણ છે.” (ઉ.મા.ભાષાંતર ભાગ-૫ પૃ.૯૫) દેહેન્દ્રિય માને નહીં'. બોઘામૃત ભાગ-૧,૨,૩' માંથી – ઇન્દ્રિય જય થાય તો જ્ઞાનીનું કહેલું સમજાય “સત્સંગમાં વિઘ્ન કરનાર પાંચ ઇન્દ્રિયોના વિષયો છે. પૂર્વે ઘણીવાર સત્સંગ મળ્યા છતાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં વૃત્તિ રહેવાથી નિષ્ફળ થયા છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોમાંથી પાછો ખસે તો જ્ઞાનીનું કહેલું સમજાય. એ પહેલું પગથિયું છે.” (બો.૧ પૃ.૧૮૧) મન ઉપર ચોકી રાખે તો ઇન્દ્રિયો અને મન વશ થાય ત્રણ દુકાનનું દ્રષ્ટાંત - “મન વચન ને કાયા એ ત્રણે યોગથી સપુરુષની આજ્ઞામાં વર્તવું જોઈએ. જેમ એક શેઠને ત્રણ દુકાન છે. (૧) કાપડની (૨) સોના ચાંદીની અને (૩) ઝવેરાતની. જો કાપડ ની દુકાનમાં ખોટ આવે તો સોના - ચાંદી ની દુકાનમાં નફો આવે તેનાથી પૂરી ( શકાય અને સોના ચાંદીની દુકાનમાં ખોટ આવે તો ઝવેરાતની દુકાનના નફામાંથી પૂરી શકાય. પણ ઝવેરાત ની દુકાન માં ખોટ જાય તો સોના - ચાંદીની દુકાનમાંથી પૂરી શકાય નહીં અને સોના , ૧૯૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ દેહેન્દ્રિય માને નહીં'. ચાંદીની દુકાનમાં નુકસાન આવે તો કાપડના વેપારથી પૂરી શકાય નહીં. તેવી રીતે શરીરથી કોઈને હાનિ કરી હોય તેની અસર સારાં વચનથી ટાળી ) શકાય. વચન ખરાબ બોલાઈ ગયું હોય તો પશ્ચાતાપ વગેરેના ભાવ કરવાથી જ તેની અસર ન રહે, પરંતુ મનના ભાવ અંદરમાં ખોટા થતા હોય તેની અસર વચનથી-મોઢે સારું બોલવાથી ટળે નહીં, તેમ વચન ખોટું બોલાયું હોય પછી શરીરથી કામ કરી આપે વગેરે મહેનત કરે પણ તેથી કંઈ વળે નહીં. આ રીતે પ્રથમ મન એટલે ભાવ સુધારવાની જરૂર છે. તેથી મનની વૃત્તિઓ સપુરુષની આજ્ઞામાં જોડેલી રાખે. સમકિતીને વૃત્તિરૂપી દોરી તેના હાથમાં હોય છે, બીજામાં મન જતું રોકીને સ્મરણમાં, ધ્યાનમાં, સ્વાધ્યાયમાં પ્રવર્તાવે. વચનને પણ સ્વાધ્યાયમાં, સ્મરણમાં, વિનયયુક્ત બોલવામાં આજ્ઞાપૂર્વક પ્રવર્તાવે દેહને પણ સદ્ગુરુની ભક્તિ, સેવા, આસનની સ્થિરતા વગેરેમાં આત્માર્થે જ પ્રવર્તાવે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૪૬) એમ ઇન્દ્રિયો અને મન વશ થાય તો જ્ઞાનીનું કહેલું સમજાય. પાંચ ઇન્દ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન “આપણે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં જ હજી ડૂબી રહ્યા છીએ અને જે ઇંદ્રિયોને જીતીને આત્માનો બોજો હલકો કરવો છે તે ઇંદ્રિયોના તો આપણે ગુલામ જેવા બની ગયા છીએ. ખરી રીતે એ પાંચ ઇંદ્રિયો તે જન્મમરણ કરાવનારાં કર્મબંઘ પાડવામાં આગેવાન છે તેથી મહાપુરુષોએ તેમને વિષઘર સાપની ઉપમા આપી છે. ઘરમાં સાપ હોય ત્યાં સુધી ઘરઘણી નિશ્ચિંતે ઊંઘતો નથી, તેને મરણનો ડર રહ્યા કરે છે; તો આ તો પાંચે સાપને સોડમાં રાખીને આપણે સુખી થવા ઇચ્છીએ છીએ તે કેમ બને? જ્યાં સુધી ઇંદ્રિયો વશ ન થાય ત્યાં સુધી સુખે સૂવા યોગ્ય નથી. તેમાં પ્રથમ જીભ જીતવા યોગ્ય છે.” (બો.૩ પૃ.૪૪) (શ્રી શંકરભાઈ અજુભાઈ કાવિઠાના પ્રસંગમાંથી) પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય અને મિથ્યાત્વરૂપી દ્વારો બંઘ કરે તો આત્મા પ્રાપ્ત થાય શ્રી શંકરભાઈનો પ્રસંગ :- “એક વખતે મહીજી ભંગીયાએ સાહેબજીને પૂછ્યું હતું કે મહારાજ, દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે? (વેદાંતના શાસ્ત્રોમાં દશ ઇન્દ્રિયો કહી છે તે રીતિએ દશે ઇન્દ્રિયો વશ કરવા સંબંધી મહીજી ભંગીયાએ સાહેબજી પ્રત્યે પ્રશ્ન પૂછેલ છે.) ત્યારે સાહેબજીએ તે ભંગીયાને જણાવ્યું કે એક શેઠ હતા. તેમની પાસે પારસમણિ હતો. તે પારસમણિનું રક્ષણ કરવાથૅ શેઠ પોતાની પાસે જ રાખતા હતા. એક દિવસને વિષે શેઠ તળાવે ન્હાવા ગયા હતા ત્યારે પોતાની પાસે રાખેલો પારસમણિ તેણે આંટીમાં ખોસી રાખ્યો. પછી શેઠ નાહી રહ્યા બાદ ધોતીયું બદલી બહાર આવ્યા. હવે પારસમણિ આંટીમાં ખોસી રાખેલો તે વિસ્મરણ થઈ જવાથી ઘોતીયું બદલતી વખતે નીકળી પડ્યો અને તળાવમાં પડી ગયો. બહાર આવ્યા બાદ તે પારસમણિની સ્મૃતિ આવી. હવે તે પારસમણિની શી રીતે શોઘ ૧૯૫ Page #200 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ૬ કુત કરવી તેનો વિચાર કરવા લાગ્યા. વિચાર કરતાં એવો વિચાર થયો કે તળાવમાંથી સઘળું પાણી ખાલી કરી નાખવું અને ખાલી થયેથી તે પારસમણિની શોધ થઈ * શકશે. તેવા વિચારથી ખાલી કરાવવાથે મજૂરોને કામે વળગાડ્યા. લગભગ અડઘો ભાગ ખાલી થઈ ગયો અને ચોમાસાનો વખત આવ્યો અને વરસાદથી પાછું તળાવ ભરાઈ ગયું. ચોમાસું વીત્યા બાદ ખાલી કરાવવાનું કામ ફરી શરૂ કર્યું. કેટલોક ભાગ ખાલી થઈ ગયો અને વળી ચોમાસાનો વખત આવી પહોંચ્યો. જેથી ચોમાસાના વરસાદથી તળાવ ભરાઈ ગયું. આ પ્રમાણે દરેક વખતે તમામ શ્રમ નિષ્ફળ નીવડતો હતો. એક દિવસને વિષે એક ડાહ્યો પુરુષ તે તળાવના રસ્તા પર થઈ પસાર થતો હતો. તે વખતે તળાવનું પાણી ખાલી કરવાનું કામ ચાલતું હતું. તે જોવા અર્થે તે પુરુષ સહજ થોભ્યો. તે પુરુષને વિચાર થયો કે પાણી ખાલી કરવાનું શું પ્રયોજન હશે? આ વિચારથી તે પુરુષે તળાવમાં કામ કરનાર માણસોને સહજ પૂછ્યું કે ભાઈ, આ તળાવનું પાણી ખાલી કરવા માંડ્યું છે તે શું કારણથી? ત્યારે તેઓએ જણાવ્યું કે અમારા શેઠનો પારસમણિ આ તળાવમાં ખોવાયો છે, તેની શોઘ કરવાથું ખાલી કરવામાં આવે છે. ઘણા વર્ષોથી ખાલી કરવાનો પ્રયાસ ચાલે છે, પણ કેટલોક ભાગ ખાલી થયો હોય છે ને વળી ચોમાસાના વરસાદથી તળાવ પાછું ભરાઈ જાય છે. જેથી અત્યાર સુધીની તમામ શ્રમ નિષ્ફળ નીવડ્યો છે. ત્યારે તે પુરુષે જણાવ્યું કે તમો આ પ્રમાણે કામ કર્યા કરશો તો તે હજુ પણ નિષ્ફળ જ નીવડશે. ત્યારે તેઓએ પૂછ્યું કે કેમ? ત્યારે તે પુરુષે જણાવ્યું કે આ તળાવમાં પાણી આવવાના દશ દ્વાર છે, તે દ્વારા પ્રથમ બંઘ કરવા કે જેથી આ તળાવમાં નવું પાણી પ્રવેશ કરી શકે નહીં. ૧૯૬ Page #201 -------------------------------------------------------------------------- ________________ કરે બાહ્ય પર રાગ’..... (ભંગીયાએ દશ ઇન્દ્રિયો વશ કરવાનો પ્રશ્ન પૂછેલ છે જેથી દશ ઇન્દ્રિયોરૂપી ૩ તળાવના દશ દ્વારો પ્રથમ બંધ કરવા સાહેબજીએ જણાવ્યું.) અને ત્યારબાદ તળાવમાં રહેલું પાણી ખાલી કરવાનું કામ યોજવામાં આવે તો તે કાર્ય થોડા જ વખતમાં સફળ નીવડી શકે. આ પ્રમાણેની તે પુરુષે યોગ્ય સલાહ આપી જેથી તે પુરુષના કહેવા પ્રમાણે કામ શરૂ કર્યું. થોડા જ વખતમાં તે તળાવ તદ્દન ખાલી થઈ ગયું અને તેમાંથી શોઘ કરીને પારસમણિ મેળવી લીધો. આ પ્રમાણેનું દ્રષ્ટાંત આપી દશ ઇન્દ્રિયો શી રીતે વશ થઈ શકે તેનો આ દ્રષ્ટાંત પ્રમાણે વિસ્તારથી ખુલાસો કર્યો હતો.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૨૫૩) તેમ કર્મ આવવાના દશ દ્વાર તે પાંચ ઇન્દ્રિયો, ચાર કષાય અને મિથ્યાત્વને જે રોકે તે પોતાના શરીરરૂપી તળાવમાંથી પારસમણિ જેવો આત્મા અવશ્ય પ્રાપ્ત કરે. અનંતકાળથી જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોનો ભિખારી અનંતકાળથી જીવ ભિખારીની પેઠે ફર્યા કરે છે. મને જોવા, ચાખવા, દેખવાનું મળે એમ ભિખારીની પેઠે ફરે છે. જેમનાથી અનાદિકાળનું જીવનું ભિખારીપણું જતું રહે તો એ જ આપણા તરણતારણ છે. ઇચ્છા એ જ ભીખ છે. જે માગે તે ભિખારી છે. લાખ રૂપિયા હોય અને બે લાખ કરવા હોય તો એ ભિખારીપણું જ છે.” - બો.૨ (પૃ.૯૧). જેનાથી અનાદિનું ભિખારીપણું મટી જાય તે તરણતારણ છે. જેની ઇચ્છાઓ છૂટી ગઈ છે તેનાથી જ ઇચ્છા છૂટે છે.” -બો.૨ (પૃ.૯૧) પરમકૃપાળુદેવની બધી ઇચ્છાઓ છૂટી ગયેલી હોવાથી મુનિઓને ઉપદેશમાં જણાવે છે – પરમકૃપાળુદેવે મુનિઓને કહ્યું કે હે મુનિઓ આ દેહને તમારો માનશો નહીં “અપૂર્વ કૃપા કરી કહ્યું કે હે મુનિઓ આ દેહને તમારો માનશો નહીં. જેમ પંથી ચાલતાં કોઈ વૃક્ષ તળે બેસે પછી તે સ્થળને ત્યજીને ચાલ્યો જાય તેમ આ દેહ મૂકીને ચાલ્યા જવાનું છે. આ પ્રકારે દ્રષ્ટાંત દઈ દેહાધ્યાસથી મુક્ત કરાવવા વિશેષ બોઘ કર્યો હતો. તેનો સંક્ષેપ હૃદયમાં એવો રહ્યો કે આ દેહને હવે આપણો પોતાનો માનવો નહીં. પરમગુરુએ કરેલી એ આજ્ઞા આપણા હૃદયમાં સ્થિર રહો.” - પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૪) કરે બાહ્ય પર રાગ'... આ ઇન્દ્રિયો બાહ્ય જગતના મોહક પદાર્થોમાં, ઘનકુટુંબાદિમાં રાગ કરાવી જીવને બંઘન કરાવે છે. છતાં જીવને કાંઈ ભાન આવતું નથી. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી – આખું જગત બાહ્ય પદાર્થો પર રાગ કરવામાં તલ્લીન “સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય? આવા અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી, અને કિંઈ પણ તેમ થયા કરે છે તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગoષવા યોગ્ય છે.” (વ.પૃ.૪૮૪) ૧૯૭ Page #202 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન સંભવનાથ પ્રભુનો ઉપદેશ સાંભળી બાહ્ય કુટુંબાદિ પરના રાગને ત્યજ્યો સુભાનુકુમારનું દૃષ્ટાંત – “આ ભરતક્ષેત્રને વિષે મગધ દેશમાં સુવપ્રા નામે પુરી છે, તેમાં અરિદમન નામે રાજા હતો. તેને ઘારિણી નામે પટ્ટરાણી હતી. તેને દેવસમાન કાંતિવાળો સુભાનુ નામે કુમાર થયો હતો. તે કુમાર યુવાવસ્થા પામ્યો ત્યારે તેને તેના પિતાએ રૂપ, લાવણ્ય અને કળાવાળી એકસો કન્યાઓ પરણાવી. તે સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવતો સુભાનુકુમાર સુખે સુખે દિવસો નિર્ગમન કરતો હતો. એકદા શ્રી સંભવનાથ સ્વામી તે નગરીના ઉદ્યાનમાં સમવસર્યા. તે વૃત્તાંત વનપાળે આવીને સુભાનુકુમારને કહ્યો કે ‘અનેક કેવળી, અનેક વિપુલમતિ, અનેક ઋજુમતિ અનેક અવધિજ્ઞાની, અનેક પૂર્વઘર, અનેક આચાર્ય, અનેક ઉપાઘ્યાય, અનેક તપસ્વી, અનેક નવદીક્ષિત મુનિઓ તથા અનેક દેવદેવીઓથી પરિવરેલા સર્વજ્ઞ, સર્વદર્શી અને આકાશમાં જેમની આગળ ધર્મચક્ર ચાલે છે એવા શ્રી સંભવનાથ સ્વામી આપણા ઉદ્યાનમાં સમવસર્યા છે.’ તે સાંભળી સુભાનુકુમાર પોતાની સોએ સ્ત્રીઓ સહિત મોટી સમૃદ્ધિથી વાંદવા નીકળ્યો; અને સમવસરણમાં રહેલા પ્રભુને વંદના કરીને વિનયપૂર્વક યોગ્યસ્થાને બેઠો. તે વખતે સ્વામીએ દેશનાનો આરંભ કર્યો કે - “સર્વ ધર્મને વિષે મુખ્ય હેતુ પરભાવનો ત્યાગ કરવો તેજ છે.’’ ઇત્યાદિ અનેક યુક્તિવાળા ઉપદેશને સાંભળીને ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમવડે ૧૯૮ Page #203 -------------------------------------------------------------------------- ________________ કરે બાહ્ય પર રાગ’...... સર્વવિરતિ ગ્રહણ કરવાની જેની બુદ્ધિ થઈ છે એવો સુભાનુકુમાર પ્રભુના ૯ કી ચરણકમળમાં વંદના કરીને બોલ્યો કે “શરણરહિત પ્રાણીઓને શરણ આપવામાં , સાર્થવાહ સમાન, અને ભવસમુદ્રથી તારનાર એવા હે પ્રભુ! હે સ્વામી! મને સર્વવિરતિ સામાયિકનો ઉપદેશ કરો કે જેથી વિષય કષાયાદિકનો ત્યાગ વૃદ્ધિ પામે.” તે સાંભળીને ભગવાને તેને સામાયિક ચારિત્ર આપ્યું. તેણે મહાવ્રત ગ્રહણ પૂર્વક સાધુપણું અંગીકાર કર્યું. //// તેજ વખતે તેનું આયુષ્ય પૂર્ણ થવાથી તે કુમાર મૃત્યુ પામીને સ્વર્ગે ગયો. તેવામાં તે કુમારનો પિતા પરિવાર સહિત પ્રભને વાંદવા આવ્યો. ત્યાં પોતાના પુત્રને મરેલો જોઈને તેને અતિ ખેદ થયો. તેની માતા પણ પુત્રવિયોગથી વિલાપ કરતી રુદન કરવા લાગી. તે વખતે સુભાનુકુમારનો જીવ તત્કાળ દેવપણું પામીને પ્રભુની પાસે આવ્યો. ત્યાં પોતાના માતાપિતાને વિલાપ કરતા જોઈને તે દેવે તેમને કહ્યું કે ‘તમને એવું શું દુઃખ પડ્યું છે કે પરમ સુખદાયક એવા શ્રી જિનેશ્વરના ચરણકમળને પામીને પણ તમે રુદન કરો છો?” તે સાંભળીને રાજા તથા રાણી બોલ્યા કે “અમારો અત્યંત પ્રિય પુત્ર મૃત્યુ પામ્યો, તેનો અમારે વિયોગ થયો, તે દુઃખ અમારાથી સહન થતું નથી.” દેવ બોલ્યો કે “હે રાજા! તે પુત્રનું શરીર તમને પ્રિય છે કે તેનો જીવ પ્રિય છે? જો તેનો જીવ પ્રિય હોય તો તે હું છું. માટે મારા ઉપર પ્રીતિ કરો, અને જો તેનું શરીર પ્રિય હોય તો આ તેના પડેલા શરીર ઉપર પ્રીતિ કરો. હે માતા! તમે કેમ વારંવાર ૧૯૯ Page #204 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [૬ વિલાપ કરો છો? તમારો પુત્ર કયે ઠેકાણે-શરીરમાં કે જીવમાં ક્યાં રહેલો છે? તેનું શરીર અને જીવ એ બન્ને તમારી પાસે જ છે, માટે રુદન કરવું યુક્ત નથી.” તે સાંભળીને રાજા બોલ્યો કે “તારે વિષે અથવા આ પહેલા શરીરને વિષે એકે ઉપર અમને પ્રીતિ થતી નથી.” દેવ બોલ્યો કે “ત્યારે તો સ્વાર્થ જ સર્વ પ્રાણીને ઇષ્ટ છે, અને પરમાર્થ કોઈને ઇષ્ટ નથી એવું થયું. દાન a ll - . છે (IUI નાખી *ts આ જગતના સર્વ પદાર્થ અનિત્ય છે, અસત્ય એવો સર્વ સંબંઘ અવાસ્તવિક છે. તેમાં તમે કેમ મોહ પામો છો? સર્વ લૌકિક સંબંઘ ભ્રાંતિરૂપ જ છે, સાચો નથી. હે માતાપિતા! વિરતિરહિત સંસારી પ્રાણીઓનો સંબંધ અનાદિ કાળથી હોય છે; પણ તે અધૃવ છે, માટે હવે શાશ્વત રહેનારા અને શુદ્ધ એવા શીલ, શમ, દમાદિ બંઘુઓનો સંબંઘ કરવા યોગ્ય છે. મારો ને તમારો સંબંધ પણ અનાદિ છે; પરંતુ તે અનિત્ય હોવાથી હવે હું નિત્ય એવા અમદમાદિ બંધુઓ સાથે સંબંધ જોડવા ઇચ્છું છું–તેનો આશ્રય કરું છું. એક સમતા રૂપી કાંતાને જ હું અંગીકાર કરું છું, અને સમાન ક્રિયાવાળી જ્ઞાતિને હું આદરું . બીજા સર્વ બાહ્ય વર્ગનો - બાહ્ય કુટુંબનો ત્યાગ કરીને હું ઘર્મસંન્યાસી થયો છે. ઉદયિક સંપદાઓનો ત્યાગ કરવાથી જ ક્ષયોપથમિક સ્વસંપદા પ્રાપ્ત થાય ૨૦૦ Page #205 -------------------------------------------------------------------------- ________________ કરે બાહ્ય પર રાગ’..... છે, અને ત્યાર પછી ક્ષાયિક ભાવની રત્નત્રયરૂપ સંપદા પ્રાપ્ત થાય છે.” ઇત્યાદિ દેવના કરેલા ઉપદેશથી રાજા પોતાના સમગ્ર કુટુંબ સહિત પ્રતિબોઘ પામ્યો; એટલે તેમણે શ્રીમાનું સંભવનાથ સ્વામી પાસે દીક્ષા ગ્રહણ કરી અને મહાનંદપદની સાઇનામાં પ્રવર્યા. અનુક્રમે મહાનંદપદ પ્રાપ્ત કર્યું.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૦૩) ‘કરે બાહ્ય પર રાગ'... બોઘામૃત ભાગ-૧'માંથી - પુણ્યથી પૈસા મળે પણ ઘન વધે તેમ પાપ જ વધે છે “પુણ્યને લઈને પૈસા મળી આવે, પણ એને સારા માનવા નથી. પાપને પાપ જ જાણવું છે. અઢાર પાપસ્થાનકમાં પરિગ્રહને પાપ કહ્યું છે. માન્યતા સાચી ન થાય ત્યાં સુધી મોક્ષ થાય નહીં. ઘન વધે તેમ પાપ જ વધે છે, એમ જાણવું. લક્ષ્મી બઘી ક્ષણિક છે. “લક્ષ્મી અને અધિકાર વઘતાં શું વધ્યું તે તો કહો!” અહીંથી આયુષ્ય પૂર્ણ થાય ત્યારે શું સાથે આવે? પાપ આવે.” -બો.૧ (પૃ.૫૯૦) પૈસા પરથી રુચિ ઘટે તો પુરુષોનાં વચનો વાંચવાનો વખત મળે “માટે કૃપાળુદેવનું શરણું લેવું.... પૈસા પરથી રુચિ ઓછી થાય તો સલ્લાસ્ત્રમાં રુચિ થાય. સપુરુષોનાં વચનો વાંચવા, વિચારવાં, શ્રદ્ધવાં. શ્રદ્ધવામાં કંઈ પૈસા બેસતા નથી. ગમે તેવી કમાણી થતી હોય પણ આપણે જે વાંચવાનો નિયમ રાખ્યો હોય તે ન છોડવો. પુણ્યના ઉદયને લીધે બધું દેખાય છે. પાપ આવે ત્યારે બધું પકડી રાખે તોય ન રહે, જતું રહે. કર્મ છે એમ બોલે છે પણ તેવી શ્રદ્ધા જીવને નથી. હું કરું છું એમ થાય છે. ઘનને સારું માને છે. તેથી એનાં વખાણ કરે છે. બીજાને લૂંટી લાવી એકઠું કર્યું હોય તે બધું જતું રહેવાનું છે. ચક્રવર્તીઓને ત્યાં પણ રહ્યું નથી. થોડા વખતમાં બધું જતું રહેવાનું છે. ભવરોગ વધે એવું કરે છે. અનીતિ વગેરે કરી પાપ વઘારે છે. અનીતિ કરી પૈસા એકઠા કરે છે તેથી પાપ કરી નરકમાં જાય છે. એ ઊલટો રસ્તો છે, દુઃખી થવાનો રસ્તો છે, સીઘો રસ્તો નથી.” - બો.૧ (પૃ.૫૯૦) “તુજ વિયોગ ફુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિં.” ૧૧ અર્થ - “તારા પર પ્રેમ આવ્યો હોય તો વિરહનો પરિતાપ થાય અને વિયોગ સુરે. પણ આવો ખેદ મને થતો નથી. અથવા તારો વિયોગ પણ મનમાં સ્કુરતો નથી. વચનનો અને નયનનો સંયમ પણ ઘર્યો નથી. અનભક્ત એટલે જે ભક્ત ન હોય એવાથી ઉદાસભાવ તેમજ ગૃહાદિક કાર્યોમાં પણ ઉદાસ ભાવ થતો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૭) ૨૦૧ Page #206 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન “તુજ વિયોગ સ્કુરતો નથી”...... હે પ્રભુ! મારો પ્રેમ દેહ અને ઇન્દ્રિયો પ્રત્યે હોવાથી મને આપના ગુણો પ્રત્યે પ્રેમ આવ્યો નહીં અને તેથી આપનો વિયોગ પણ મને સ્કુરાયમાન થતો નથી. પૂ.શ્રી અંબાલાલભાઈના હૃદયમાં પરમકૃપાળુદેવના વિયોગથી પ્રગટેલ અસહ્ય વિરહવેદના “વિશાળ અરણ્યને વિષે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, તે વૃક્ષમાં નિઃશંકતાથી, શાંતપણે, કોમળપણે સુખાનંદમાં પક્ષીગણ મલકતાં હોય, તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજવલિત થયું હોય તે વખતે તે વૃક્ષથી આનંદ પામનારાં એવાં પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય? કે જેને ક્ષણ એક પણ શાંતિ ન હોય! અહાહા! તે વખતના દુઃખનું મોટા કવીશ્વરો પણ વર્ણન કરવાને અસમર્થ છે; તેવું જ અપાર દુઃખ અઘોર અટવીને વિષે આ પામર જીવોને આપી હે પ્રભુ! તમે ક્યાં ગયા? હે ભારતભૂમિ! શું આવા, દેહ છતાં વિદેહપણે વિચરતા પ્રભુનો ભાર તારાથી વહન ન થયો? જો તેમ જ હોય તો આ પામરનો જ ભાર તારે હળવો કરવો હતો; કે નાહક તેં તારી પૃથ્વી ઉપર બોજારૂપ કરી રાખ્યા..... હે પ્રભુ! તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરીશું? તમે જ જ્યારે નિર્દયતા વાપરી ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ? હે પ્રભુ! તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણશક્તિ, વૈરાગ્યની તીવ્રતા, બોબીજનું અપૂર્વપણું, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યગ્રચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થલીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિઃસ્વાર્થી બોઘ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેંદ્ર દેવો આપનાં ગુણ સ્તવન કરવાને અસમર્થ છે તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારા શુદ્ધ અંતઃકરણથી ત્રિકરણયોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ આપે પ્રકાશિત કરેલા વચનો અને આપેલું બોઘબીજ મારું રક્ષણ કરો એ જ સદૈવ ઇચ્છું છું. આપે સદેવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી તે હવે હું વિસ્મૃત નહીં કરું. ખેદ, ખેદ અને ખેદ; એ વિના બીજું કંઈ સૂઝતું નથી. રાત્રિ-દિવસ રડી રડીને કાઢું છું; કાંઈ સુઝ પડતી નથી.” (જી.પૃ.૨૭૦) તુજ વિયોગ સ્કુરતો નથી'... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - વીતરાગતા વિશેષ હોવાથી ભક્તિ સત્સંગનો વિરહ વિશેષ વેદાય છે “વિરહની વેદના અમને વધારે રહે છે, કારણ કે વીતરાગતા વિશેષ છે; અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે. પણ હરિઇચ્છાને અનુસરી પ્રસંગોપાત્ત વિરહમાં રહેવું પડે છે; જે ઇચ્છા સુખદાયક ૨૦૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ ‘તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં'..... માનીએ છીએ, એમ નથી. ભક્તિ અને સત્સંગમાં વિરહ રાખવાની ઇચ્છા (EN) સુખદાયક માનવામાં અમારો વિચાર નથી રહેતો.” (વ.પૃ.૩૦૫) પરમકૃપાળુદેવના દેહાંતનો પ.પૂ.પ્રભુશ્રીજીને ઘણો જ આઘાત લાગ્યો “શ્રીમદ્ભા દેહાંતના સમાચાર કાવિઠા આવ્યા તે વખતે શ્રી લલ્લુજી મહારાજ વગેરે કાવિઠામાં હતા. આગલે દિવસે તેમને ઉપવાસ હતો અને એકાંત જંગલમાં તેમને રહેવાનો અભ્યાસ હતો. તે પારણા વખતે ગામમાં આવ્યા ત્યારે મુમુક્ષુઓ અંદર અંદર વાતો કરતા હતા; તે વિષે તેમણે તપાસ કરતાં શ્રીમદ્ભા દેહાંતના સમાચાર મળ્યા કે તુરત પાછા જંગલમાં ચાલી નીકળ્યા અને આહારપાણી કંઈ પણ વાપર્યા વિના એકાંત જંગલમાં જ તે વિયોગની વેળા વિતાવી. તેમને ઘણો જ આઘાત લાગ્યો હતો..... જેને આત્મદાનનો લાભ મળ્યો છે તેને તે ઉપકાર સમજાયાથી સદ્ગુરુનો વિયોગ અસહ્ય થઈ પડે છે.” (જી.પૃ.૨૯,૨૭૦) “અતિશય વિરહાગ્નિ હરિ પ્રત્યેની જલવાથી સાક્ષાત્ તેની પ્રાપ્તિ હોય છે. તેમજ સંતના વિરહાનુભવનું ફળ પણ તે જ છે.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૨૮૪) પ.પૂ.પ્રભુશ્રીજીના દેહાંતનો પૂ.શ્રી બ્રહ્મચારીજીને ઘણો વિરહ સાલ્યો પ.પૂ.પ્રભુશ્રીજીના દેહત્યાગનો પૂ.શ્રી બ્રહ્મચારીજીને પણ ઘણા મહિના સુઘી વિરહ સાલ્યો હતો. તેના વિષે એક કાવ્યમાં તેઓશ્રી લખે છે : “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આપની પ્રભુ આપની ઉપકારી પ્રભુજી આપની, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની.” વચન નયન યમ નાહીં. વચન અને નયન એટલે આંખનો મેં સંયમ કર્યો નહીં. વચન એટલે વાણીને સવળી કરીને, તારા ગુણગાનમાં કે મંત્ર સ્મરણમાં કે મૌનવ્રત ઘારણ કરવામાં રોકી નહીં. અને નયનને તારા દર્શન કરવામાં કે સન્શાસ્ત્ર વાંચનમાં રોકીને સવળા કર્યા નહીં. “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧માંથી - ભગવાનના ગુણગ્રામથી જીભ પવિત્ર સપુરુષોના ગુણગ્રામે જે રસના પાવન કરતા રે, તે જન કુવિદ્યા-રસ તજીને સહજે ભવજળ તરતા રે. વંદું અર્થ - હવે વચનયોગને પ્રશસ્ત કરવા વિષેનો ઉપાય જણાવે છે - સપુરુષોના ગુણગ્રામ કરીને જે પોતાની રચના એટલે જીભને પાવન કરે છે, તે ભવ્યાત્મા કુવિદ્યા એટલે મિથ્યાત્વના રસને મુકી દઈ સહજે સંસારરૂપી સમુદ્રને તરી જાય છે. -અ.ભા.૧(પૃ.૫૩૭) ૨૦૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પૂજવાયોગ્ય, સ્તુતિ કરવાયોગ્ય, નમસ્કાર કરવાયોગ્ય કોણ છે? તે કહે જ છે. જે વસ્તુ આપણે જોઈએ છે તે વસ્તુ જેનામાં હોય તેને નમસ્કાર કરવાના હોય છે. ભગવાન એવા છે. કીર્તન કરવાયોગ્ય છે. વાતો કરવી તોય એમના ગુણોની કરવી, એ ગુણગ્રામ છે.” -ઓ.૨ (પૃ.૧૦૩) ર૧ - સત્ય પ્રમાણિક વચન વદે જે સત્કૃતને આધારે રે, વિશ્વ તણા વ્યાપાર વિષે નહિ વ્યર્થ વચન ઉચ્ચારે રે. વંદું અર્થ - જે સતશ્રત એટલે સન્શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કરુણામય સત્ય પ્રામાણિક વચન બોલે છે, તે વિશ્વમાં અનેક પ્રકારની વ્યાપાર કે વ્યવહાર આદિની ક્રિયા કરતાં પણ અપ્રયોજનભૂત એવા વ્યર્થ વચનને ઉચ્ચારતા નથી.” -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૫૩૭) પૂજ્યશ્રી–સત્ય બોલવાની ટેવ પાડવી. સત્ય બોલવું હોય તેણે કામ સિવાય બોલ બોલ કરવું નહીં, મૌન સેવવું. જેણે સત્ય બોલવું હોય તેણે (ચારેય પ્રકારની) વિકથાનો ત્યાગ કરવો અથવા તેવી વાતોમાં અનુમોદન આપવું નહીં. તેમ કરવાથી જૂઠું બોલવાનો પ્રસંગ આવે છે.” -બો.૧ (પૃ.૧૩) I/૨૨ા. “ભલું થયું મેં પ્રભુગુણ ગાયા વારસનાનો ફલ લીઘો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભવિક જન હરખોરે, નીરખી શાંતિ નિણંદ. ભવિક૦૮ સંક્ષેપાર્થ – હે પ્રભુ! ભલું થયું કે આજે મેં આપના ગુણોનું કીર્તન કર્યું. તેથી હું આ રસના એટલે જીભ મળ્યાનું ફળ પામ્યો, અર્થાત્ જીભ પણ આજે આપના ગુણગાન કરીને કૃતાર્થ થઈ. શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે આજે મારા મનના સકલ કહેતા સર્વ મનોરથો સિદ્ધ થયા.” //૮ી -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૧ (પૃ.૨૦૮) ભગવાનના દર્શન કરવાથી નેત્ર પવિત્ર થાય “જે પ્રસન્ન પ્રભુ મુખ ગ્રહે, તેહિજ નયન પ્રઘાન, જિ. જિનચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણ. જિ. શ્રી સંક્ષેપાર્થ :- જે પ્રસન્ન ચિત્તે પ્રભુની વીતરાગ મુખમુદ્રાના દર્શન કરે છે તે જ નયન પ્રદાન એટલે શ્રેષ્ઠ છે ઘન્ય છે, તથા એવા જિનેશ્વરના ચરણ-કમળમાં જેનું મસ્તક નમે છે તે જ મસ્તક પ્રમાણભૂત છે અર્થાત્ સાર્થક છે. કારણ કે તેની આજ્ઞા મસ્તકે ઘારણ કરનાર જીવ જ મોક્ષનો અધિકારી થાય છે.” રા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૧૦૨) પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧” માંથી - જેવા ભાવ તેવા પ્રભુ ફળ “જેવા ગુણ પ્રભુના કહ્યા, તેવી જ જિનમુદ્રા ય; સ્થિર સ્વરૂપ, રાગાદિ વિણ, ધ્યાનમૂર્તિ દેખાય. ૧૪ ૨૦૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ‘વચન નયન યમ નાહીં’..... અર્થ :— શાસ્ત્રોમાં પ્રભુના જેવા ગુણ કહ્યા છે તેવાં જ જિનમુદ્રામાં જણાય છે. ભગવાન રાગદ્વેષથી રહિત હોવાથી સ્વસ્વરૂપમાં સ્થિત છે. તેવી જ ભગવાનની મૂર્તિ પણ ધ્યાનાવસ્થામાં સ્વસ્વરૂપમાં સ્થિત જણાય છે. ।૧૪। કૃત્રિમ, કારીગર-રચિત, જિનવરબિંબ ગણાય; તો પણ તેના દર્શને પ્રભુ-ભાવે ઉર જાય. ૧૫ અર્થ :– જિનેશ્વર ભગવાનની પ્રતિમા તે કૃત્રિમ, કારીગર દ્વારા બનાવેલ હોવા છતાં પણ તેના દર્શન કરવાથી પ્રભુના શુદ્ધ ભાવોમાં આપણું મન જાય છે. ।।૧પપ્પા એ ઉપર દૃષ્ટાંત છે; સુણ, ભૂપતિ ગુણવાન; વેશ્યા-શબ સ્મશાનમાં, ત્યાં મુનિ, વ્યસની, શ્વાન. ૧૬ = અર્થ :– એના ઉપર એક દૃષ્ટાંત છે કે હે ગુણવાન એવા રાજા ! તું સાંભળ. સ્મશાનમાં એક વેશ્યાનું મડદું પડેલું હતું. ત્યાં મુનિ, વ્યસની અને શ્વાન એટલે કૂતરાનું આવવું થયું. ॥૧૬॥ શબ ખાવા કૂતરો ચહે, વ્યસનીમન લોભાય જીવતી ગણિકા હોય તો વાંછિત ભોગ પમાય. ૧૭ અર્થ :– તે મડદાને કૂતરો ખાવા ઇચ્છે છે, વ્યસનીનું મન તે વેશ્યામાં આસક્ત થાય છે કે જો આ ગણિકા એટલે વેશ્યા જીવતી હોત તો હું એના વડે ઇચ્છિત ભોગ પામી શકત. ।।૧૭।। ૨૦૫ Page #210 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન મુનિ મડદું દેખી કહે ઃ ‘નરભવ દુર્લભ તોય, ગણિકાએ તપ ના કર્યું; ભૂલશો હવે ન કોય.' અર્થ :– જ્યારે મુનિ ભગવંતે વેશ્યાના મડદાને જોઈને કહ્યું કે દેવદુર્લભ એવો મનુષ્ય દેહ પામીને પણ આ વેશ્યાએ ઇચ્છાનિરોધરૂપ તપ કર્યું નહીં, અર્થાત્ તત્ત્વ સમજી ઇચ્છાઓને ઘટાડી નહીં. તેથી હે ભવ્યો! એવી ભૂલ તમે કરશો નહીં, અર્થાત્ આવો મનુષ્યભવ પામીને ઇચ્છાઓને ઘટાડજો. ।।૧૮।। આમ અચેતન અંગથી ત્રિવિધ ભાવ-ફળ થાય, વ્યસની ન૨ નરકે ગયો, ભૂખ-દુખ શ્વાન કમાય. ૧૯ અર્થ :– આમ અચેતન એટલે જડ એવા વેશ્યાના શરીર વડે ત્રણ પ્રકારે જીવોના ભાવ થયા, અને તેનું ફળ પણ તેઓ પોતાના ભાવ પ્રમાણે પામ્યા. વ્યસની મનુષ્ય તેને ભોગવવાના ભાવવડે મરીને નરકે ગયો. અને કૂતરાને વેશ્યાનું મડદું જોઈ ભૂખનું દુઃખ ઊભું થયું. ૧૯ સાધુ સ્વર્ગ વિષે ગયા, લહી ભાવ-ફળ જેમ; તેમ અચેતન બિંબ પણ ફળ દે, ભાવે તેમ. ૨૦ અર્થ – તથા સામુનિ મહારાજ ઉત્તમ ભાવવડે સ્વર્ગના ભોગી થયા. જેમ આ મુનિ, વ્યસની અને કૂતરો, જડ એવા શબવડે ભાવ પ્રમાણે જુદા જુદા ફળના ભોક્તા થયા, તેમ અચેતન એવી પ્રતિમા પણ જીવોને પોતાના ભાવ પ્રમાણે ફળ આપનાર સિદ્ધ થાય છે.’’ ।।૨૦।। -પ્ર.વિ. ભાગ-૧ (પૃ.૨૧૦) ‘વચન નયન યમ નાહીં'..... ‘શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી : બોલવાનું ઓછું કરે તો કર્મ ઓછા બાંધે “સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે.’’ (વ.પૃ.૨૦૧) મૌન રહેવામાં કલ્યાણ પણ બોલવું પડે તો પ્રયોજન પૂરતું જ બોલવું “વાણીનું સંયમન શ્રેયરૂપ છે, તથાપિ વ્યવહારનો સંબંધ એવા પ્રકારનો વર્તે છે કે, કેવળ તેવું સંયમન રાજ્યે પ્રસંગમાં આવતા જીવોને ક્લેશનો હેતુ થાય; માટે બહુ કરી સપ્રયોજન સિવાયમાં સંયમન રાખવું થાય, તો તેનું પરિણામ કોઈ પ્રકારે શ્રેયરૂપ થવું સંભવે છે.’’ (વ.પૃ.૩૮૯) મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષ મૌન રહી મોહનીયને કાઢી નાખ્યું “ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું. રાગદ્વેષ ને અજ્ઞાન વિના યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ કહેતાં બોલતાં છતાં પણ મુનિપણું મૌનપણું જાણવું. પૂર્વ તીર્થંકરાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ૨૦૬ Page #211 -------------------------------------------------------------------------- ________________ વચન નયન યમ નાહીં. ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંઘ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું.” (પૃ.૬૭૬) વચન નયન યમ નાહીં'. બોઘામૃત ભાગ-૧' માંથી – “કર્મ બાંધવાના મુખ્ય કારણ વચન અને નયન' “મુમુક્ષુ–“વચન નયન યમ નાહીં.” એનો શો અર્થ હશે? પૂજ્યશ્રી-કર્મ બાંધવામાં મુખ્ય કારણ વચન અને નયન છે. કોઈથી વેર બાંધે તો વચનથી જ બાંધે છે. કોઈને ખરાબ વચન કહે તો કર્મ બાંધે. આંખથી દેખીને રાગ-દ્વેષ કરે તેથી કર્મબંધ થાય છે. તેનો હે ભગવાન! મારાથી સંયમ થઈ શકતો નથી. (બો.૧ પૃ.૧૪૮) વઘારે બોલ બોલ કરે તો જ્ઞાન ઉપર આવરણ આવે એક ભાઈ–વાણીનું સંયમન શ્રેયરૂપ છે.” (૪૭૯) એટલે શું? પૂજ્યશ્રી–મન, વચન, કાયા એ કર્મ બાંઘવામાં મુખ્ય કારણ છે. તેમાં વચન છે તે વિશેષ કર્મ બાંઘવાનું કારણ છે. વચનને દૂરથી સાંભળીને પણ જીવ કર્મ બાંધે છે. વચનનો સંયમ રાખવા જેવો છે. જરૂર પડે તેટલું જ બોલવું. ઘણા લોકોને ટેવ હોય છે કે નકામું બોલ્યા કરે, જેમાં કંઈ માલ ન હોય તેવું પ્રયોજન વિના બોલ્યા કરે. વચનવર્ગણા છે તે જ્ઞાનને આવરણ કરનાર છે માટે જરૂર પૂરતું બોલવું. હું કંઈ જાણતો નથી, મારે સમજવાનું છે એમ રાખવું. વ્યવહારમાં પણ કહેવાય છે કે બોલવા માટે જીભ તો એક જ આપી છે, પણ સાંભળવા માટે કાન બે આપ્યા છે. બોલવા કરતાં વધારે સાંભળવું. મને સમયે સમયે અનંત કર્મ બંઘાય છે એવો ભય લાગ્યા વિના એ ન થાય.” -જૂનું બો.૧(પૃ.૬૭) બોલવું ઓછું સાંભળવું વધારે વઢકણીરાણીનું દૃષ્ટાંત – એક શહેરમાં રાજાની રાણી વઢકણી હતી. ગમે તેની સાથે વઢવાડ કરે ત્યારે જ એને શાંતિ વળે. ગામના લોકો કંટાળી ગયા. તેથી રાજાને ફરિયાદ કરી. ત્યારે રાજાએ કહ્યું કે ગામમાંથી દરેકના ઘરમાંથી પ્રતિદિન એક જણ આવી રાણી સાથે વઢવાડ કરવી. એમ વારો બાંધ્યો. વારા પ્રમાણે એક ડોશીનો વારો આવ્યો. તેને ત્યાં છોકરાની વહુ તરત પરણીને આવી હતી. તેણે ડોશીને કહ્યું કે, માજી! તમારા બદલે મને જાવા દ્યો. સાસુએ ના પાડી કે તું તો નાની છે, તારું કામ નહીં. છતાં આગ્રહ કરવાથી સાસુએ જવાની રજા આપી. તે ગઈ ત્યારે સાથે એક શેર ચણા લેતી ગઈ અને થોડી મોડી ગઈ. તેથી રાણી વઘારે ક્રોધે ભરાણી અને વહુને ગમે તેમ બોલવા લાગી. પણ તે વહુ તો બોલી જ નહીં. રાણી જ્યારે ખૂબ બોલી ચૂપ રહી ૨૦૭ Page #212 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન કે વહુએ મોઢામાં ચણાનો એક ફાકો મારી રાણીને અંગૂઠો બતાવ્યો. તેથી રાણી ફરી વધારે બોલવા લાગી. પણ વહુ તો બોલ્યા વગર માત્ર ચણા ખાતી જાય અને રાણીને અંગૂઠો બતાવતી જાય. એમ સાંજ સુધી કરતાં રાણી બોલીબોલીને થાકીને લોથ જેવી થઈને પડી. પછી રાણીને વિચાર આવ્યો કે એ કંઈ નહીં બોલવાથી કેવી સુખે UJI - સુખે ચણા ખાતી રહી અને હું જ દુ:ખી થઈ. હવે વઢવાડ કરવી જ નથી, એમ નિશ્ચય કરીને રાજાને જણાવ્યું, તેથી રાજા પણ આનંદ પામ્યો. એમ ફ્લેશ સમયે મૌન રહેવાથી બેયને શાંતિનું કારણ થાય છે. વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું’ “જેને હું કંઈ જાણતો નથી, મારે ડહાપણ નથી કરવું, મારી મેળે ડહાપણ કરવા જઉં તો અવળું થશે, એમ લાગ્યું હોય તેને સમજાય. જ્ઞાનીપુરુષોનાં વચનોમાં જેટલો કાળ જાય તેટલો લાભ છે. મોટા ભાગ્યવાળાને જ્ઞાનીનાં વચન ઉપર વિશ્વાસ હોય છે. ડહાપણ કરવાવાળો પોતે પરિભ્રમણ કરે અને બીજાને પણ કરાવે; માટે ડાહ્યા ન થવું. હું જાણતો નથી એમ રાખવું અને વધારે ન બોલતાં જેટલું બને તેટલું સ્મરણ કરવું. સિદ્ધભગવાન બધુંય જાણે છે છતાં નથી બોલતા. જે સમજે તે બોલે નહીં. સમજીને શમાઈ જવું.’' -જૂનું બો.૧ (પૃ.૬૮) ૨૦૮ Page #213 -------------------------------------------------------------------------- ________________ વચન નયન યમ નાહી'.... E 3 ) ભગવાનના વચનથી વિપરીત બોલવાથી અનંતસંસાર વધ્યો રજ્જા સાથ્વીનું દૃષ્ટાંત - “એકદા રજ્જા આર્યાના શરીરમાં પૂર્વકર્મના આ અનુભાવથી કુષ્ટ વ્યાધિ ઉત્પન્ન થયો, તે જોઈને બીજી સાધ્વીઓએ તેને પૂછ્યું કે * “હે દુષ્કર સંયમ પાળનારી! આ તને શું થયું ?” તે સાંભળી પાપકર્મથી ઘેરાયેલી રજા બોલી કે “આ પ્રાસુક જળ પીવાથી મારું શરીર નષ્ટ થયું.” તે સાંભળીને “આપણે પણ આ પ્રાસુક જળ વરજીએ”એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો, તેમાંના એક સાધ્વીએ વિચાર્યું કે “જો કદાપી મારું શરીર હમણાંજ આ મહા વ્યાધિથી નાશ પામે, તો પણ હું તો પ્રાસુક જળ તજીશ નહીં. ઉકાળેલું જળ વાપરવાનો અનાદિ અનંત ઘર્મ કૃપાળુ જિનેશ્વરોએ કહેલો છે તે મિથ્યા નથી. આનું શરીર તો પૂર્વે ઉપાર્જન કરેલા કર્મથી વિનષ્ટ થયું છે. અહો! તે નહીં વિચારતાં આ રજ્જા અનંત તીર્થકરોની આજ્ઞાનો લોપ કરનારું અને મહા ઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બોલી?” ઇત્યાદિ શુભ ધ્યાન કરતાં વિશેષ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ દેવોએ કેવળીનો મહિમા કર્યો. પછી ઘર્મદેશનાને અંતે રજ્જાએ કેવળીને પ્રણામ કરીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિનું પાત્ર થઈ? કેવળીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપિત્તનો દોષ છતાં તેં સ્નિગ્ધ આહાર કંઠ સુઘી ખાધો. તે આહાર કરોળિયાની લાળથી મિશ્ર થયેલો હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મોહના વશથી સચિત જળથી ઘોઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહીં, તેથી તારી જેમ બીજાઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ કિંચિત્ પણ નથી.” alle ore by ૨૦૯ Page #214 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન તે સાંભળીને રજ્જાએ પૂછ્યું કે “હે ભગવન્! જો હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત લઉં, તો મારું શરીર સારું થાય કે નહીં?’” કેવળીએ કહ્યું કે “જો કોઈ પ્રાયશ્ચિત્ત આપે તો સારું થાય.' રજ્જા બોલી કે “તમેજ આપો. તમારા જેવો બીજો કોણ મહાત્મા છે?”’ કેવળીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઇચ્છા કરે છે, પણ તારા આત્માના ભાવરોગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે ? તોપણ હું તો તને પ્રાયશ્ચિત્ત આપું. પરંતુ તેવું કોઈ પ્રાયશ્ચિત્ત નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તેં પૂર્વે સર્વ સાધ્વીઓને કહ્યું છે કે ‘પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડ્યું.' આવું મહાપાપી વાક્ય બોલીને તેં સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડ્યો છે, તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે, તેથી તારે કુષ્ટ, ભગંદર, જલોદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિરોધ, અર્શ, ગંડમાલ વિગેરે અનેક વ્યાધિવાળા દેહવડે અનંતા ભવોમાં દીર્ઘકાળ સુધી દારિદ્ર, દુઃખ, દુર્ભાગ્ય, અપયશ, સંતાપ અને ઉદ્વેગનું ભાજન થવાનું છે.’’ આ પ્રમાણે કેવળીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પોતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ! જેઓ ભાષાસમિતિવડે શુદ્ધ એવું વાક્ય બોલે છે તે કેવળજ્ઞાન પામે છે, અને જે ભાષામિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બોલી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજ્જા આર્યાની જેમ કુગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખસમૂહને પામે છે.’’ -ઉ.પ્ર.ભા.ભાગ-૪ (પૃ.૪૧૧) વિના વિચારે બોલવાનું ફળ ભયંકર પણ આવે માતા પુત્રનું દૃષ્ટાંત – માતા બહારથી આવી ત્યારે પુત્ર રોષમાં કહ્યું કે તું ક્યાં ગઈ હતી ? કોઈએ ફાંસીએ ચઢાવી હતી? તે આટલી મોડી આવે છે. મને ભૂખ લાગી છે તેનું ભાન નથી. ત્યારે માતાએ પણ ગુસ્સામાં આવી કહ્યું કે તારા હાથ કપાઈ ગયા હતા? આ ઉપર જ સિકામાં પડયું હતું, તે લઈને ખાઈ શકતો નથી. આવું બોલવાથી તે છોકરાને આગલા ભવમાં ફાંસીએ ચઢવું પડ્યું અને માતાના હાથ કપાયા. માટે કદી પણ આવા દ્વેષના વચન બોલવા નહીં કે જેથી વેર વધે. અથવા કોઈને ગધેડો કહેવાથી ગધેડાનો અવતાર આપણને લેવો પડે. અથવા બીજાને આપણા પ્રત્યે રાગ થાય, મોહ થાય, પ્રેમ આવે કે પ્રીતિ વધે એવા વચન બોલવાથી પણ ભવ વધે છે. એની સાથે જન્મ લઈ સંસારના દુઃખો ભોગવવા પડે છે. ‘વચન નયન યમ નાહીં' નયન એટલે આંખ પણ બાહ્ય વસ્તુઓ પ્રત્યે રાગદ્વેષ કરાવી જીવને ઘણા કર્મ બંધાવે છે. ‘નહીં ઉદાસ અનભક્તથી'..... અનભક્ત એટલે જે ભગવાનના ભક્ત નથી, માત્ર સંસારમાં જ રાચી માચીને રહેલા છે તે પ્રત્યે મને ઉદાસભાવ એટલે ઉપેક્ષાભાવ થયો નહીં કે એ મને કુસંગનું કારણ છે. એમ જાણી મેં તેનો ત્યાગ પણ કર્યો નહીં. ૨૧૦ Page #215 -------------------------------------------------------------------------- ________________ નહિ ઉદાસ અનુભક્તથી, તેમ ગૃહાદિક માંહી.... “જે તારા ભક્ત નથી તેઓ આસક્તિપૂર્વક સંસારની ખટપટમાં લાગી રહ્યા છે છે. તેમના પ્રસંગમાં આવતાં તન્મય થઈ જાઉં છું; તેમ ન કરતાં તે પ્રત્યે ઉદાસભાવ, ઉપેક્ષાભાવ રહેવો જોઈએ.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૧૨) પણ તે રહેતો નથી એ મારી કમજોરી છે. મને સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી તેથી જ આવું બને છે એમ માનું છું. પણ વૈરાગ્ય લાવવા રોજ તારા વચનામૃતોને વાંચવા જોઈએ, પણ તે વાંચતો નથી એ જ મારી મોટી ભૂલ છે. ‘તેમ ગૃહાદિક માંહીં.... તેમજ ઘરકુટુંબના કાર્યોમાંજ રચી-પચી રહ્યો છું. તેમાં જ મને આનંદ આવે છે. માટે તે પ્રત્યેનો મારો રાગભાવ ઘટે અને સત્સંગની ઉપાસના થાય તેવી હે પ્રભુ! કૃપા કર. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧-૨' માંથી - “ઉપદેશ ગુરુવર આપતા : “સુંદર ઘરે ઉંદર પડે, વસ્ત્રો અને શિરકોષમાં જૂઓ કરી ઘર આથડે; શધ્યા મનોહર માંકણે ઊભરાય, રોગે તન મળે, કરૂપ કાણી સ્ત્રી કહે કટુ વચન, ખાવા ના મળે. ૨૦ અર્થ - હવે ગુરુવર્ય શાલિભદ્ર આદિને ઉપદેશ આપવા લાગ્યા કે આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે કે સુંદર ઘરમાં ઉંદર પેસી જઈ વસ્ત્રો કાપી નાખે, માથાના વાળમાં જૂઓ ઘર કરી જાય, મનોહર શય્યા પણ માંકણથી ઊભરાવા લાગે, રોગથી શરીર ગળી જાય, કદરૂપી કાણી સ્ત્રી હોય અને વળી કડવા વચન કહેતી હોય, ખાવાને પણ પૂરતું ના મળતું હોય તો પણ મૂર્ખ એવો આ જીવ ઘરબારને છોડવા ઇચ્છતો નથી. ૨૦ના ગૃહવાસમાં આવાં ઘણા દુઃખો ઘણા પરવશ સહે; તોયે અરે! નર મૂઢ ના ગૃહવાસ તજવાને ચહે દુર્બુદ્ધિ એમ વિચારતા : “ઘન આજકાલ મળી જશે, પ્રત્યક્ષ અંજલિજલ સમું વહી જાય જીવન, શું થશે? ૨૧ અર્થ - ગૃહવાસમાં આવા ઘણા પ્રકારના દુઃખો ઘણા જીવો પરવશપણે સહન કરે છે. તો પણ મૂઢ એવા મનુષ્યો આવા ગૃહવાસને તજવા ઇચ્છતા નથી. પણ દુર્બુદ્ધિથી યુક્ત તેઓ એમ વિચારે છે કે ઘન આજકાલમાં મળી જશે. પણ પ્રત્યક્ષ અંજલિ એટલે હાથમાં રહેલું જળ જેમ ટીપે ટીપે નીચે વહી રહ્યું છે તેમ જીવન પણ સમયે સમયે નષ્ટ થઈ રહ્યું છે તો મારા શું હવાલ થશે? એમ તે વિચારતો નથી.” ૨૧ાા -પ્ર.વિ. ભાગ-૨ (પૃ.૬૭) “સંસાર અસાર વિચારજો, કર્મ-કાષ્ઠ દુઃખ-લાય રે, ગૃહસ્થપણું જ પગ-શૃંખલા સુવ્રત-કૃપાળું કપાય રે. શ્રી રાજ ૨૧૧ Page #216 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરાનું વિવેચન અર્થ - આ સંસારને હમેશાં અસારરૂપ વિચારજો. કર્મરૂપી કાષ્ઠ એટલે લાકડા તે દુઃખરૂપી બળતરાને વઘારનાર છે. આ ગૃહસ્થપણું તે પગમાં પડેલ શૃંખલા એટલે સાંકળ સમાન છે. પણ તે સાંકળને સુવ્રતરૂપી કૃપાણ એટલે તલવારથી કાપી શકાય છે. ૩૧ સાંસારિક સુખની રુચિથી વિષ-ભક્ષણ હિતકાર રે, પ્રજ્વલતી ચિતાથી પણ વધુ ગૃહ-ચિંતા દુઃખકાર રે. શ્રી રાજ અર્થ - સંસાર સુખની રુચિ રાખવા કરતાં વિષ ભક્ષણ કરવું હિતાવહ છે. કારણ વિષ એક જ ભવ મારે જ્યારે સંસારસુખનો મોહ જીવને અનંત જન્મમરણ કરાવે છે. વાજલ્યમાન બળતી ચિતાથી પણ અધિક ઘરની ચિંતા ગૃહસ્થને દુ:ખ આપનાર છે.” ૩૩ાા -પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૨૯) કેદ સમો ગૃહવાસ ગણ, પગ-બેડી નિજ નાર, સ્વજન સિપાઈ સાચવે, સંકટરૂપ આહાર. ૮૮ અર્થ - હે જીવ! હવે તું ગૃહવાસને કેદ સમાન જાણ. પોતાની સ્ત્રીને પગની બેડી સમાન માન. પુત્ર, સગાં, આદિ કુટુંબીજનોને સિપાહી સમાન જાણ કે જે તને સાચવીને એ કેદમાંથી બહાર નીકળવા દેતા નથી. અને તે કેદમાં પડ્યો પડ્યો તું ત્રિવિઘ તાપરૂપ સંકટને ભોજનરૂપે સદા આરોગે છે.” li૮૮ાા -4.વિ.ભાગ-૧ (પૃ.૨૦૫) તેમ ગૃહાદિક માંહી.... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : - ઘરમાં ઉપયોગ વિશેષ ચંચળ થાય માટે દીક્ષાનો ઉપદેશ કર્યો “ગૃહાદિ પ્રવૃત્તિના યોગે ઉપયોગ વિશેષ ચલાયમાન રહેવા યોગ્ય છે, એમ જાણીને પરમપુરુષ સર્વસંગપરિત્યાગનો ઉપદેશ કરતા હવા.” (વ.પૃ.૪૯૦) ગૃહસ્થ, એકાંત ઘર્મ આરાઘના ન કરી શકે કેમકે વ્યવસાય કરવો પડે “ગૃહસ્થાશ્રમી એકાંત ઘર્મસાઘન કરવા ઇચ્છે તો તેમ ન થઈ શકે, સર્વસંગપરિત્યાગ જ જોઈએ. ગૃહસ્થને ભિક્ષા વગેરે કૃઢ્ય યોગ્ય નથી.” (વ.પૃ.૨૦૮) ગૃહત્યાગ કરવાથી જે આરાઘના થઈ શકે તે ઘરમાં નહીં થઈ શકે “કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુઘારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, ૨૧૨ Page #217 -------------------------------------------------------------------------- ________________ “તેમ ગૃહાદિક માંહી’... અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.” | (વ.પૃ.૨૧૦) સુંદર ઘર, અલંકાર આદિ મોહના કારણ હોવાથી પ્રત્યક્ષ ઝેર સમાન લોકવૃષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકવૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ઘર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ઘારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરુષાર્થ કરવો યોગ્ય છે.” (વ.પૃ.૫૬૨) ઘરકુટુંબ પરિગ્રહ આદિમાં જે મારાપણું છે એ જ સંસાર છે ગૃહકુટુંબ પરિગ્રહાદિ ભાવને વિષે જે અહંતા મમતા છે અને તેની પ્રાપ્તિ અપ્રાતિ પ્રસંગમાં જે રાગદ્વેષ કષાય છે, તે જ “વિપર્યાસબુદ્ધિ છે; અને અહંતા મમતા તથા કષાય જ્યાં વૈરાગ્યઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે, અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે “વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાતિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય-ફ્લેશ તેનું મંદ થવું તે “ઉપશમ' છે. એટલે તે બે ગુણ વિપર્યાસબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્ બુદ્ધિ કરે છે, અને તે સદ્ગદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત્ દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. જ્યાં વૈરાગ્ય અને ઉપશમ બળવાન છે, ત્યાં વિવેક બળવાનપણે હોય છે. વૈરાગ્યઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં, અથવા યથાવત્ વિવેક હોય નહીં. સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે.” (વ.પૃ.૪૦૭) સ્ત્રી, પરિગ્રહાદિમાં જેટલો મોહ છે તેટલી સમજણની ખામી “સ્ત્રી, પરિગ્રહાદિને વિષે જેટલો મૂછભાવ રહે છે તેટલું જ્ઞાનનું તારતમ્ય જૂન છે, એમ શ્રી તીર્થકરે નિરૂપણ કર્યું છે.” (વ.પૃ.૬૮૧) આરંભ પરિગ્રહમાં અજાગ્રત રહે તો ઉપાસેલો વૈરાગ્ય પણ નાશ પામે અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે તો ઘણાં વર્ષની ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે, એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાયે પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્ય પ્રવર્તવું ઘટે છે, એ ૨૧૩ Page #218 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન વાતનો મુમુક્ષુ જીવે કાર્યો કાર્ય, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે લક્ષ રાખ્યા વિના મુમુક્ષતા રહેવી દુર્લભ છે; અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં. મારા ચિત્તમાં મુખ્ય વિચાર હાલ એ વર્તે છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૪૮) “અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ.” ૧૨ અર્થ - દેહ તે હું અને સ્ત્રી પુત્રાદિ એ બઘાં મારા છે એમ માનીને જીવ બેઠો છે એટલે અહંભાવ જતો નથી. જે મારું નથી તેને મારું માની બેસવું તે અહંભાવ. હે પ્રભુ! આવા અહંભાવથી હું રહિત નથી. સ્વધર્મ એટલે આત્મઘર્મનો પણ સંચય નથી. સ્વઘર્મનો સંચય હોય તો અહંભાવની મંદતા થાય, પણ એવું બન્યું નથી. અને અન્ય ઘર્મો પ્રત્યે પણ મારી નિર્મળપણે નિવૃત્તિ નથી. અન્ય ઘર્મ એટલે જૈન અથવા આત્મધર્મ સિવાયના બઘા ઘર્મો.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અહંભાવથી રહિત નહિ. અહંભાવ એટલે દેહમાં “હું” પણાનો ભાવ. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્રાદિ મારા છે. આવા અહંભાવથી હું રહિત નથી. હાડોહાડ તે જ માન્યતા ભરેલી છે. “સદ્ગુરુ-બોઘ વિચારતાં, ટળે દેહ-અહંકાર, પ્રભુજી; દશા વિદેહી તે વર્યા, ભાવ-દયા-ભંડાર, પ્રભુજી. રાજય અર્થ - હે પ્રભુ! સદ્ગુરુ પરમકૃપાળુદેવના બોઘને વિચારતાં મારા દેહ પ્રત્યેનું અભિમાન ટળવા માંડે છે અને દેહ પ્રત્યેનો અહંભાવ ગળવા માંડે છે. કેમ કે મારા ગુરુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ વિદેહદશાને પામેલા છે અને ભાવદયાના ભંડાર હોવાથી ઉપદેશ પણ એવો જ આપે છે.” રા. -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૫૨૪) અહંભાવથી રહિત નહિ'. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : જે સમજ્યા તેણે પોતાનો સ્વભાવ મારા તારા રહિત દીઠો, તેમાં સમાઈ ગયા “જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાળસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ ૨૧૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ “અહંભાવથી રહિત નહિ'..... આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય / કુલ સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.” (વ.પૃ.૪૮૭) અહંભાવ એ ઝેર ઝેર અને ઝેર જ છે એમ માને તો આત્માર્થ થાય જેણે જેણે સદ્ગુરુને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળકૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શક્તો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર ઝેર અને ઝેર માની રાખી વર્તાયુ હોય તો આત્માર્થને બાઘ ન થાય.” (વ.પૃ.૫૨૪) (શ્રી સોમચંદભાઈ મહાસુખરામ અમદાવાદવાળાના પ્રસંગમાંથી) અહંભાવને ઝેરરૂપ માનવો કે હે જીવ! તું એક પૈસામાં વેચાયો છું શ્રી સોમચંદભાઈનો પ્રસંગ –“પરમકૃપાળુદેવ અને ડૉ. પ્રાણજીવનદાસ બન્ને બંગલામાં હતા. મેં દર્શન કર્યા. પછી પોતે જણાવ્યું કે શું લાવ્યા? મેં કહ્યું –દાતણ વગેરે. શ્રીમદે પૂછ્યું.આ દાતણ કેટલાના? મેં કહ્યું-એક પૈસાની નવ સોટીઓ લાંબી અને સારી છે. ૨૧૫ Page #220 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પોતે કહ્યું કે જાઓ ઉપર ડૉક્ટરને બતાવજો અને કહેજો કે એક પૈસાની આ નવ દાતણની સોટીઓ છે. ઉપર જઈ ડૉક્ટરને કહ્યું અને ડૉક્ટર આશ્ચર્ય પામ્યા. હું નીચે આવ્યો અને ડૉક્ટર સાહેબ પણ નીચે આવી ભાઈશ્રીને ત્યાં જમવા પધાર્યા. મને વિચાર થયો કે શ્રી પરમકૃપાળુદેવે ડૉક્ટર સાહેબને શા હેતુથી દાતણ બતાવરાવ્યા હશે? વિચાર કરતાં મને એમ લાગ્યું કે જીવને અહંકાર થતો હોય કે હું આવો છું તો હે જીવ, જરા વિચાર કર કે એક પૈસામાં તું વેચાયો છું, માટે અહંકાર કરીશ નહીં.’’ -શ્રી. રા. પ્રેરક પ્રસંગો (પૃ.૩૨૧) મેં તો વૃત્તિ શાંત કરી છે એવું અહંપણું આવવાથી ચારગતિમાં રખડે “તુચ્છ પદાર્થમાં પણ વૃત્તિ ડોલાયમાન થાય છે. ચૌદપૂર્વધારી પણ વૃત્તિની ચપળતાથી અને અહંપણું સ્ફુરવાથી નિગોદાદિમાં પરિભ્રમણ કરે છે. અગિયારમે ગુણસ્થાનકેથી પણ જીવ ક્ષણ લોભથી પડી પહેલે ગુણસ્થાનકે આવે છે. ‘વૃત્તિ શાંત કરી છે', એવું અ ંપણું જીવને સ્ફુર્યાથી એવા ભુલાવાથી રખડી પડે છે.’” (વ.પૃ.૬૯૬) (શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાના પ્રસંગમાંથી) બહુ ડાહ્યો થાય તે સંસારમાં રઝળે શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ :–“એક વખતે ભાદરણવાળા ઘોરીભાઈ સાથે સાહેબજી મોહનીય કર્મસંબંઘી વ્યાખ્યા કરતા હતા ત્યારે કહ્યું કે “મોહનીય કર્મની પ્રકૃતિઓ જોર કરી જાય ત્યારે સામા થવું. એમ કરતાં જય થાય. ઘોરીભાઈએ સાહેબજીને કીધું કે મેં એક સિદ્ધાંતમાં એવું વાંચ્યું છે કે ‘ડાહ્યો વિચક્ષણ બહુ પરિભ્રમણ કરે, તે કેમ હશે? સાહેબજીએ કીધું કે “આ સંસારમાં જે બહુ ડાહ્યો થાય તે પરિભ્રમણ કરે; ઇત્યાદિ.’’ વ્યાખ્યા સાહેબજીએ કરી હતી.’’ -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૯) અહંભાવથી રહિત થવા માટે નિત્ય પોતાનું હલકાપણું દેખવું પોતાનું ક્ષયોપશમબળ ઓછું જાણીને અહંમમતાદિનો પરાભવ થવાને નિત્ય પોતાનું ન્યૂનપણું દેખવું; વિશેષ સંગ પ્રસંગ સંક્ષેપવા યોગ્ય છે. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૮૮) (શ્રી નાનચંદભાઈ ભગવાનભાઈ પૂનાવાળાના પ્રસંગમાંથી) ‘જાણ આગળ અજાણ થઈએ, તત્વ લઈએ તાણી' શ્રી નાનચંદભાઈનો પ્રસંગ :-‘હું સાંજના ૬ા ને આશરે તેમને મળવા ગયો. સાથે રતનજી વી૨જીના માણસને લઈને ગયો. હું પરગામનો છું જાણી મને આવકાર દઈને જોડે બેસાડ્યો, પણ મારી અજ્ઞાનતાને લીધે, અભિમાન અને અહંકારને લીધે માનતો હતો કે મારા આગળ ધર્મ સંબંધી શ્રીમદ્ શું બોલી શકશે? મોટા મોટા મુનિરાજો પણ મારા પ્રશ્નોનું સમાધાન ૨૧૬ Page #221 -------------------------------------------------------------------------- ________________ “સ્વઘર્મ સંચય નાહીં.. કરી શક્યા નહોતા તો આ તો મારા આગળ એક નાના છોકરા જેવા છે. શ્રીમદે પોતે ઘણી ઘીરજથી અને સરળતાથી પ્રેમાળ ભાષાએ મને પૂછ્યું કે તમે કંઈ વાંચ્યું છે? કંઈ જાણ્યું છે? તો હું એમ કહું છું કે મારા વડીલના પુણ્યથી મેં એમને સરળ જવાબ ન આપ્યો કે મેં વાંચ્યું નથી, તેમ જાણ્યું નથી તેથી ઠીક થયું, નહીં તો મારી ઉંમર વર્ષ પપની હતી અને હું ફજેત પામત; કારણ કે હું કંઈ જાણું નહીં અને વાંકાચૂકા પ્રશ્ન કરીને મૂરખ બનત. પણ તેમણે મારા ઉપર કૃપા કરીને પાસે થોડા પુસ્તકો પડેલા હતાં તેમાં “સુંદર વિલાસ” નામનું એક પુસ્તક હતું તે તેમણે એકદમ હાથમાં લઈને વાંચવું શરૂ કર્યું. બે ત્રણ લીટીઓ વાંચીને તે વાતનું વિવેચન કરવા લાગ્યા. તે વિવેચન કરવામાં મારા મનના જે કંઈ સંદેહ અને પૂછવાના પ્રશ્નો હતા તે તેજ વખતે ખુલાસા થઈને શમાઈ ગયા. તે બાબત મારા મનથી પૂછવાનું કંઈ બાકી રહ્યું નહીં, અને જે અભિમાન હતું તે નષ્ટ થઈ ગયું.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬૧) “સ્વધર્મ સંચય નાહીં.” સ્વઘર્મ એટલે પોતાના આત્માનો ઘર્મ. આત્માનો ઘર્મ એટલે આત્માનો સ્વભાવ. આત્માનો સ્વભાવ શું છે? તો કે “સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રએ આત્માનો સ્વભાવ છે. એટલે શું? તો કે જેમ છે તેમ આત્મા કે જડ પદાર્થોનું સ્વરૂપ જાણવું, જેમ છે તેમ જ પદાર્થનું સ્વરૂપ જોવું, અને જેમ છે તેમ પોતાના આત્મસ્વભાવમાં જ સ્થિર રહેવું, એ આત્માનો મૂળઘર્મ છે, સ્વભાવ છે. એ આત્માનો મૂળઘર્મ મને પ્રાપ્ત થાય એવા ગુણોનો મેં સંચય એટલે સંગ્રહ કર્યો નહીં. શા માટે કર્યો નહીં? તો કે દેહાભિમાન મારું ગળ્યું નથી. દેહ તે જ હું છું એવી દેહમાં આત્મબુદ્ધિ હજુ સુધી મારી ગઈ નથી. એ જાય તો શું થાય? તો કે – “દેહાભિમાને ગલિતે, વિજ્ઞાને પરમાત્મનિ; યત્ર યત્ર મનોયાતિ, તત્ર તત્ર સમાઘયઃ” અર્થ - દેહમાં હું પણાનું અભિમાન જો ગળી જાય અને પોતાનું સ્વરૂપ જે પરમાત્મા જેવું છે તે અનુભવમાં આવી જાય તો આત્માનો ભાવમનરૂપ ઉપયોગ જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને સમાધિ જ છે. તેનો આત્મા સદા સ્વસ્થ છે. તે નવીન કર્મબંઘ કરતો નથી. અંતે સમાધિમરણનું કારણ પણ સ્વઘર્મ છે. તે સ્વઘર્મ અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી પ્રગટે છે તે જણાવે છે: પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “સ્ફટિક રત્ન સમ જીવ-નિર્મળતા, જિનવર-બોઘ-પ્રકાશજી, પ્રબળ કષાય-અભાવે પ્રગટે, સહજ ઘર્મ વિકાસેજી. સૂક્ષ્મ અર્થ - શ્રી જિનેશ્વર ભગવંતનો બોઘ એમ જણાવે છે કે આત્માની નિર્મળતા, મૂળ સ્વરૂપે જોતાં સ્ફટિક રત્ન જેવી છે. તે આત્માની નિર્મળતા પ્રબળ કહેતા બળવાન એવા અનંતાનુબંધી કષાયનો અભાવ થયે પ્રગટે છે. જેથી સહજ સ્વાભાવિક આત્મામાં જ રહેલા સમ્યક્દર્શનાદિ ઘર્મ ૨૧૭ Page #222 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પ્રગટમાં આવે છે અને ક્રમે કરી તે વિકાસ પામી પૂર્ણતાને પામે છે.” -પ્ર.વિ.૨ (પૃ.૨૭૦) શ્રી આનંદઘનજી મહારાજ ઘર્મનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે – “ઘરમ ઘરમ કરતો જગ સહુ ફિરે, ઘરમ ન જાણે હો મર્મ જિ. ઘરમ જિનેસર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિઘ૦૨ સંક્ષેપાર્થ - જગતવાસી જીવો કોઈને કોઈ ઘર્મમતમાં હોય છે. તે સર્વ અમે ઘર્મ કરીએ છીએ એમ કહેતા ફરે છે. પણ ઘર્મના મર્મ એટલે રહસ્યને જાણતા નથી. આત્મા ગચ્છમત નામના ઘર્મવાળો નથી પણ તે તો જ્ઞાનદર્શનમય ઘર્મવાળો છે; પણ આ રહસ્યને તે જાણતા નથી. સંપૂર્ણ શુદ્ધ આત્મધર્મને પામેલા શ્રી ઘર્મનાથ ભગવાન છે. એવા ઘર્મ જિનેશ્વરના ચરણનું શરણ ગ્રહણ કરનાર અર્થાત્ તેમની આજ્ઞાનુસાર વર્તનાર જીવો અનંત સંસાર વઘારે એવા કોઈ કર્મને બાંધતા નથી. રા. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિશાન જિ. હૃદય નયણ નિહાળે જગઘણી, મહિમા મેરુ સમાન. જિલ્થ૦૩ સંક્ષેપાર્થ - સદ્ગુરુ ભગવાન જો કૃપા કરીને પ્રવચન અંજન કરે અર્થાત્ પ્રકૃષ્ટ વચનોવડે પર્યાયવ્રુષ્ટિ સજાવીને દ્રવ્યદ્રષ્ટિ કરાવે તો અનાદિકાળથી ગુણ રહેલું પરમવિઘાનસ્વરૂપ એવું પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય તેના જોવામાં આવે. આત્મા અરૂપી દ્રવ્ય હોવાથી તે ઇન્દ્રિયોથી જણાય નહીં. પણ હૃદયરૂપી નેત્રથી તે જગઘણી એવા ભગવાનના અથવા આત્માના દર્શન કરી શકે; અર્થાત્ આત્માના હોવાપણાનો હૃદયમાં તેને અનુભવ થાય. તે આત્મ અનુભવ કરનારનો મહિમા મેરુપર્વત સમાન છે. કેમકે અનાદિકાળના જન્મમરણના દુઃખનો અંત પામી સર્વકાળને માટે તે આત્માના અનંતસુખને પામશે.” ૩યા ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૮૫) સ્વઘર્મ સંચય નહીં... જ્યાં ત્યાંથી રાગ-દ્વેષથી રહિત થવું એ જ મારો એટલે આત્માનો ધર્મ છે જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ મારો ઘર્મ છે; અને તે તમને અત્યારે બોથી જઉં છું. પરસ્પર મળીશું ત્યારે હવે તમને કંઈ પણ આત્મત્વ સાઘના બતાવાશે તો બતાવીશ. બાકી ઘર્મ મેં ઉપર કહ્યો તે જ છે અને તે જ ઉપયોગ રાખજો. ઉપયોગ એ જ સાઘના છે. વિશેષ સાઘના તે માત્ર સત્પરુષનાં ચરણકમળ છે, તે પણ કહી જઉં છું. આત્મભાવમાં સઘળું રાખજો; ઘર્મધ્યાનમાં ઉપયોગ રાખજો; જગતના કોઈ પણ પદાર્થ, સગાં, કુટુંબી, મિત્રનો કંઈ હર્ષ-શોક કરવો યોગ્ય જ નથી. પરમશાંતિપદને ઇચ્છીએ એ જ ૨૧૮ Page #223 -------------------------------------------------------------------------- ________________ “સ્વઘર્મ સંચય નાહીં'... આપણો સર્વસમ્મત ઘર્મ છે અને એ જ ઇચ્છામાં ને ઇચ્છામાં તે મળી જશે, માટે નિશ્ચિંત રહો. હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભૂલશો નહીં.” (વ.પૃ.૧૭૦) (શ્રી સોમચંદ મહાસુખરામ અમદાવાદના પ્રસંગમાંથી) ઘર્મનું ફળ શાંતિ શ્રી સોમચંદભાઈનો પ્રસંગ -“એક બહેન આવ્યા અને કૃપાળુદેવને પૂછ્યું કે “ઘર્મ એટલે શું?” કૃપાળુદેવે જવાબ આપ્યો–બહેન, ઘર્મ એટલે શાંતિ.” શાંતિ એ આત્માનો ગુણધર્મ છે. સ્વઆત્મધર્મમાં જીવ આવે તો અપૂર્વ શાંતિ અનુભવાય. તે નિર્વિકલ્પદશા છે. ત્યાં અનંતસુખ છે.” આત્માના વિચાર કરવારૂપ ઘર્મ ભજવો યોગ્ય “જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ઘર્મનો, ઓઘસંજ્ઞારૂપ ઘર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ઘર્મ ભજવો યોગ્ય છે.” (વ.પૃ.૩૩૨) અનંત જન્મમરણનું કારણ પોતાના સ્વરૂપનું અજ્ઞાના “જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં પડે.” (વ.પૃ.૭૦૦) આત્મા સ્વઘર્મ પામે તે પ્રકાર ઘર્મના, સ્વભાવથી દૂર કરે તે અઘર્મ “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ઘર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ઘર્મરૂપ નથી.” (વ.પૃ.૩૫૧). જેને આત્મજ્ઞાન છે એવા સત્પરુષથી જ સ્વઘર્મ કે આત્મઘર્મ પમાય. “જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાસ અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.” (વ.પૃ.૩૫૧) (શ્રી ત્રિભોવનભાઈ માણેકચંદ ખંભાતવાળાના પ્રસંગમાંથી) પરમકૃપાળુદેવ જેવા આત્મજ્ઞાની પુરુષથી જ સ્વધર્મનો સંચય કરાયા શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ -એકવાર સાહેબજી સમયસાર નામનો ગ્રંથ વાંચતા હતા. તે વખતે જાણે એકલો આત્મા જ બોલે છે, એવો ભાસ થતો હતો. તે વખતે ખંભાતમાં રહેનાર એક શ્રાવકભાઈ લોકમાં વિદ્વાન તરીકે ગણાતો હતો. તે હુકમ મુનિના ગ્રંથ વાંચતો. તેને વેદાન્તનો આશ્રય હતો. કેવળજ્ઞાન સુધીની માન્યતા કરી હતી. તે ભાઈ સાહેબજી પાસે આવ્યા હતા. તે વખતે સાહેબજી આત્માના ઘરની વ્યાખ્યા કરતા હતા. સાહેબજીએ કીધું કે આત્મજ્ઞાન ૨૧૯ Page #224 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા’નું વિવેચન તેને કહેવાય કે ખોળામાં આવીને સિંહ બેસે, સર્પ બેસે પણ કિંચિત્માત્ર રૂંવાડામાંય પણ તેને ભય થાય નહીં તે જ્ઞાન છે. તે વખતે પેલા ભાઈ, સાહેબજી પ્રત્યે હાથ જોડી વારંવાર બોલ્યા કે હું તેવો નથી. ઇત્યાદિ બોલ્યા હતા. પછીથી તે ભાઈનો મદ ગળી ગયો, અને તે ભાઈ સાહેબજી પાસે ગયા પછીથી સાહેબજીના વખાણ કરતા હતા એમ તેમના ચિરંજીવી પુત્ર હીરાભાઈથી વાત જાણી હતી. તેઓ હાલ શ્રી સુબોધક પુસ્તકાલયમાં આવે છે.’” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૧) સ્વધર્મ એ બહુ ગુપ્ત છે. તે કોઈક મહાભાગ્યે સદ્ગુરુ કૃપાએ પામે છે “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતરસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતરસંશોધન કોઈક મહાભાગ્ય સદ્ગુરુ અનુગ્રહે પામે છે.’’ (વ.પૃ.૧૭૮) સ્વધર્મ સંચય નાહીં'..... ‘ઉપદેશામૃત' માંથી : પોતાના આત્માની સંભાળ આટલો ભવ લે તો સ્વધર્મ સંચય થાય “ ‘જાગ્યા ત્યાંથી સવાર;’ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો. આત્મા તો મરવાનો છે નહીં. ત્યારે તેની ૨૨૦ Page #225 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વધર્મ સંચય નાહીં'..... સંભાળ હવે લો. સબ સબકી સંભાલો મૈં મેરી ફોડતા હૂં.’ પોતાની—પોતાના આત્માની સંભાળ આટલો એક ભવ લો.’’ -ઉપદેશામૃત (પૃ.૩૭૨) ગોવાળણને ઠગી પણ મુનિ મળતા પોતાના આત્માની સંભાળ લઈ લીધી = આભીરી અને વણિકનું દૃષ્ટાંત “કોઈ ગામમાં એક વણિક હતો. તે દુકાને બેસીને હમેશાં વેપાર કરતો હતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની ગોવાળણ બે રૂપિયા લઈને કપાસ લેવા આપી. તેણે વણિકના હાથમાં બે રૂપિયા આપી તેનો કપાસ આપવા કહ્યું, એટલે તે વણિકે ‘હાલમાં કપાસ બહુ મોંઘો છે.' એમ કહીને અર્ઘા અર્ધા રૂપિયાની બે ઘારણ તોળીને તેને એક રૂપિયાનો કપાસ આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી ગોવાળણ બે વખત જોખી આપવાથી બે રૂપિયાનો મને કપાસ આપ્યો.” એમ જાણીને તે કપાસ લઈ પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું કે “આજે એક રૂપિયો ફોગટનો મળ્યો છે, માટે આજ તો હું તેનું ઉત્તમ ભોજન જમું.” એમ વિચારીને તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદીને ઘેર મોકલ્યું, અને પોતાની સ્ત્રીને તેના ઘેબર કરવાનું કહેવરાવ્યું. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા; તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કોઈ કામ સારું આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલા વણિકની સ્ત્રીએ તે બન્નેને ઘેબર જમાડ્યા. “સ્ત્રીઓને જમાઈ પર અતિ સ્નેહ હોય છે.’’ ૨૨૧ Page #226 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજનને માટે ઘેર આવ્યો, ત્યારે જ હમેશની જેવું સ્વાભાવિક ભોજન જોઈને તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે “હે પ્રિયા! તેં આજે ઘેબર કેમ કર્યા નહીં?” સ્ત્રીએ જવાબ આપ્યો કે “હે સ્વામી! ઘેબર તો કર્યા હતા, પણ તે સત્પાત્રને જમાડ્યા છે. આજે કાંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત અહીં આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે.” તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચાર કરવા લાગ્યો કે “મેં બીજાને માટે થઈને બિચારી ગોવાળણને નકામી છેતરી. તેને છેતરવાનું પાપ મને લાગ્યું, અને ઘેબર તો બીજાએ જ ખાઘા. મૂર્ણ પુરુષો સ્ત્રી પુત્રાદિકને માટે અત્યંત પાપ કર્મ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે.” એમ વિચારી તે ગામ બહાર જઈને દેહચિંતા કરી પાછો વળતાં સૂર્યના તાપવડે ગ્લાનિ પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો; તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈને તેણે કહ્યું કે “હે પૂજ્ય! અહીં આવો. જરા વિશ્રાંતિ લ્યો અને મારી એક વાત સાંભળો.” તે સાંભળીને જ્ઞાની મુનિએ કહ્યું કે “હું મારા પોતાના કાર્ય માટે ઉતાવળે જાઉં છું, તેથી હું રોકાઈશ નહીં.” વણિક ૨૨૨ Page #227 -------------------------------------------------------------------------- ________________ સ્વધર્મ સંચય નાહીં’... બોલ્યો કે “હે મહારાજ ! શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું હું ? બોલ્યા કે હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું?” મુનિ બોલ્યા કે “બીજાના કાર્યો માટે ઘણા જીવો ક્લેશ પામે છે; તેમાં પ્રથમ તો સ્ત્રીપુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દ્રષ્ટાંતરૂપ છે.” આ એક જ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું કે “આપ તપનું પારણું વિગેરે કરો. પછી હું આપની પાસે આવીશ.” પછી મુનિ નિર્દોષ આહારવડે દેહને ભાડું આપીને સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે તે વણિકે તેમની પાસે જઈ ઘર્મનું શ્રવણ કર્યું. ઇત્યાદિ ગુરુના ઉપદેશથી પ્રતિબોઘ પામેલા વણિકે ગુરુને કહ્યું કે “હે ગુરુ! બંઘુવર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું ત્યાં સુધી આપ અહીં જ રહેજો.” એમ કહીને ઘેર જઈ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે; તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે. અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતો નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વ બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંઘુઓએ સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. S aray RESIPUMS v જા ની છત પર AS "0" , T ' - ૨૨૩ Page #228 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વિગેરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી; માટે તમે મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ; તેથી હું તમારા સર્વનો સંબંઘ મૂકીને સ્વઘર્મનો સંચય કરવા આ મુનિનો જ આશ્રય કરું છું.” -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૫૩) પુરબિયાની જેમ પોતાના આત્માની સંભાળ રાખે તો સ્વઘર્મ પામે પુરબિયાનું દૃષ્ટાંત –“કેટલાક પુરબિયા ઉજાણી કરવા નદીકિનારે ગયા હતા. દરેકે પોતપોતાનો જુદો ચોકો કરી રસોઈ કરી. પછી નદીમાં નાહવા માટે બધા ગયા. નાહીને પાછા આવ્યા ત્યારે એક પુરબિયાને શંકા પડી કે મારો ચોકો કયો હશે. તે નક્કી કરવા તેણે એક પથરો ઉપાડી બઘાને કહ્યું, “સબ સબકી સંભાલો, મેં મેરી (હાંડી) ફોડતા હૂં' એટલે સૌ પોતપોતાની હાંડીઓ સંભાળી બેઠા. એટલે એણે પથરો નાખી દઈને પોતાનો ચોકો સંભાળી લીધો.” -ઉપદેશામૃત (પૃ.૩૭૨) તેમ પર પંચાત મૂકી પોતાના આત્માની સંભાળ રાખે તો જીવ સ્વધર્મ પામે. ૨૨૪ Page #229 -------------------------------------------------------------------------- ________________ સ્વઘર્મ સંચય નાહીં’.... FL) મિથ્યાત્વરૂપી કાટ જાય તો જીવ ભેદજ્ઞાન પામી કંચન જેવો થાય f: કી પારસમણિનું દ્રષ્ટાંત – “એક મહાત્માએ પ્રસન્ન થઈને પોતાના ભક્તને સાત દિવસ માટે પારસમણિ આપ્યો, અને કહ્યું કે સાત દિવસમાં જેટલું આનાવડે સોનું બનાવવું હોય તેટલું બનાવી લે. શિષ્ય સોનુ બનાવવા માટે સસ્તુ લોખંડ શોધી ઘણું લઈ આવ્યો પણ તે બધું કાટવાળું હતું. તેથી તેનું રતિભાર પણ સોનું બન્યું નહીં. સાત દિવસ પૂરા થયેથી પારસમણિ પાછો આપી દેવો પડ્યો. અમૂલ્ય વસ્તુ મળવા છતાં પણ તે ભિખારી જ રહ્યો. . તેમ મિથ્યાત્વરૂપી કાટ એટલે દેહમાં આત્મબુદ્ધિરૂપી કાટ આપણા આત્મા ઉપર લાગેલો છે. તેથી પારસમણિ સમાન જ્ઞાની પુરુષનાં વચનો મળવા છતાં પણ આત્મા કંચનમય બની શકતો નથી. અને ચાર દિવસની ચાંદની જેવું આ આયુષ્ય તો વિષયકષાયમાં પૂરું થઈ જાય છે. માટે અત્યંત પુરુષાર્થ કરી મિથ્યાત્વરૂપી કાટને શ્રદ્ધાના બળે કાઢી નાખવાનો જ પ્રયાસ જીવે કરવો જોઈએ. તો સ્વઆત્મઘર્મનો સંચય થઈ જીવને ભેદજ્ઞાનની પ્રાપ્તિ થાય.” “બોઘામૃત ભાગ-૧' માંથી - સહજાત્મસ્વરૂપ એ જ સ્વઘર્મ છે પણ મેં તેનું રટણ કરી સંચય કર્યો નહીં “નવકારમંત્ર” અને “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ એક જ છે. નવકારમાં પહેલું “નો રિહંતા' એમ આવે છે. અરિહંત છે તે સહજાત્મસ્વરૂપ છે. પછી ‘નમો સિદ્ધા', સિદ્ધ છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “મો મારિબાઈ', આચાર્ય છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “નો ૨૨૫ Page #230 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ૩વજ્ઞાયા', ઉપાધ્યાય છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. “નમો સ્ત્રો, સવ્વસાહૂ', સાઘુ છે તે પણ સહજાત્મસ્વરૂપ છે. આ બધામાં પૂજવા યોગ્ય વસ્તુ સહજાત્મસ્વરૂપ છે અને પાંચ પરમેષ્ઠી પરમગુરુ છે. કૃપાળુદેવે આપણને ટૂંકામાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુમાં બધું કહી દીધું છે.” -બો.૧ (પૃ.૫૨૩) દાણાની જેમ સ્મરણમંત્ર મળ્યો તો તેમાં દિનોદિન વૃદ્ધિ કરી આત્મહિત કરવું વિચક્ષણ વહુનું દ્રષ્ટાંત – “એક શેઠ વૃદ્ધ થયા. તેથી તેમણે વિચાર્યું કે હવે આ ઘરનું કારોબાર કોને અને કેવી રીતે સોંપવું. તેની પરીક્ષા કરવા માટે પોતાના સગાવહાલાને એક દિવસ બોલાવી જમાડીને તેમની સામે પોતાની ચારે છોકરાઓની વહુઓને બોલાવી દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપ્યા. Unth તેમાં સહુથી મોટી હતી તેણે વિચાર્યું કે સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. તેથી સસરાએ બઘાની વચ્ચે કંઈ દાગીના કે કીમતી ચીજ આપવાને બદલે આવા દાણા આપ્યા એમ વિચારી તેણે તે ફેંકી દીઘા. બીજીએ વિચાર્યું કે દાણા તો ખાવા માટે હોય એમ વિચારી પ્રસાદરૂપે જાણી તેના છોડાં ઉખેડીને ખાઈ ગઈ. ત્રીજીએ વિચાર્યું કે સસરાજીએ દાણા આપ્યા છે તે કંઈ કારણસર હશે નકામા તો નહીં હોય. માટે કોઈવાર કામે લાગશે એમ વિચારી ડાબલીમાં સાચવીને સંઘરી રાખ્યા. ચોથી વહુ જે સહુથી નાની હતી તે બહુ વિચક્ષણ હતી તેણે એ પાંચ દાણાને પોતાના પિયરે મોકલી ૨૨૬ Page #231 -------------------------------------------------------------------------- ________________ ‘સ્વધર્મ સંચય નાહીં’..... વવરાવ્યા. નવા દાણા થયા તેનાથી બીજે વર્ષે ફરી ખેતી કરાવી. એમ પાંચ વર્ષ કરાવ્યું. તેથી ઘણાં ગાડાં ભરાય એટલી ડાંગર થઈ. પાંચ વર્ષ પછી શેઠે ફરીથી બધાની વચ્ચે ચાર વહુઓને બોલાવી તે દાણાનું શું કર્યું? એમ પૂછ્યું. બે જણીએ પોતાની વીતેલી વાત કહી કે હું ખાઈ ગઈ અને ફેંકી દીધા. ત્રીજીએ પોતે સંઘરેલા દાણા લાવીને બતાવ્યા અને ચોથી વહુએ કહ્યું કે તે દાણા લાવવા માટે તો ઘણા ગાડાં જોઈશે. પછી તે મુજબ પોતાના પિયરથી અનેક ગાડાં ભરીને દાણા મંગાવ્યા આથી શેઠે વિચારીને તેને ઘરની માલકણ કરીને તિજોરી સોંપી. જેણે દાણા સાચવી રાખ્યા હતા તેને ઘરની બીજી દેખરેખ રાખવાનું કામ સોંપ્યું. જે ખાઈ ગઈ હતી તેને રસોડાનું કામ સોંપ્યું. અને જેણે દાણા ફેંકી દીધા હતા તેને ઘર સાફસૂફ અને કચરો બહાર ફેંકવાનું કામ સોંપ્યું. આ વાત પરથી આપણે આ સમજવાનું છે કે સત્પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય કે સ્મરણમંત્ર મળ્યો હોય તો તેને વિસારી ન દેતાં જેટલો બને તેટલો પુરુષાર્થ કરી દિનોદિન તેમાં વૃદ્ધિ કરવી. તો સ્વઆત્મધર્મનો જીવને સાક્ષાત્ અનુભવ થાય.” (નિત્ય.પાઠ પૃ.૧૪) જે કંઈ કરું તે આત્માર્થે એટલે સ્વધર્મ પ્રાપ્તિ માટે કરું “પૂજ્યશ્રી—કરવાનું છે આત્માના હિત માટે. પ્રભુશ્રીજી કહેતા કે જે કંઈ કરવું તે આત્માર્થે. ૨૨૭ Page #232 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [ આત્માને ભૂલ્યો તો બધું નકામું જાય. લોકોને દેખાડવા કરે તે કંઈ કામનું નથી. પ્રભુશ્રીજી કહેતા કે આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજાં જુએ. આત્માને ન ભૂલવો. પર પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા કે દૂઘ આખરે ત્યારે મેળવણ નાખે છે, તો દહીં થાય. નહીં તો દૂઘ બગડી જાય. તેમ જે કંઈ કરવું તેમાં “આત્માર્થે કરવું છે એ મેળવણ નાખવું, તો કામ બગડે નહીં.” -ધો.૧ (પૃ.૫૧૩) ‘નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ઘર્મની કાંઈ ... અન્ય ઘર્મ એટલે આત્મઘર્મથી વિપરીત તે અન્ય ઘર્મ. આત્મઘર્મ સિવાય અન્ય ઘર્મને બતાવનાર એવા કુદેવ, કુગુરુ અને કુઘર્મથી મારી નિર્મળપણે એટલે સંપૂર્ણપણે આત્માર્થે નિવૃત્તિ થઈ નથી; અર્થાત્ કુદેવ, કુગુરુ કે કુઘર્મના નિમિત્તે માન પોષવાની કે સાંસારિક વાસનાઓ પોષવાની વૃત્તિથી હું સંપૂર્ણપણે નિવૃત્ત થયો નથી. અને દેવી દેવતાઓની માન્યતા રાખી હજુ મિથ્યાત્વને જ પોષણ આપી રહ્યો છું. પણ આત્માના ઘર્મો કે ગુણો જે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય આદિ છે તે પ્રગટાવવા પુરુષાર્થ પણ કરતો નથી. વળી આત્મા સિવાય શરીર, માન મોટાઈ અને તેને લઈને વિષયવિકાર, મોહ આદિ વિભાવભાવોમાં મારી વૃત્તિ જાય છે તે બઘા આત્મા સિવાય પર ઘર્મો છે; તેની પણ નિવૃત્તિ મારા આત્માના કલ્યાણ માટે હજ સથી મારાથી થઈ નથી. આ સર્વ બાહ્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી આવો અદભૂત યોગ મળ્યો છે તો ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણમાં જ કાળ ગાળવો જોઈએ પણ તેમ કરવામાં મારું બળ ચાલતું નથી, માટે આપ કૃપા કરી મને બળ આપો કે જેથી હું નિવૃત્તિ લઈને ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય જ કર્યા કરું. નથી નિવૃત્તિ નિર્મળપણ, અન્ય ઘર્મની કાંઈ... શ્રીમદ્ રાજચંદ્ર માંથી - નિવૃત્તિ મેળવી આત્માને જાગૃત કરવો એવી જ્ઞાની પુરુષની આજ્ઞા “પરમનિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રઘાન આજ્ઞા છે; તથારૂપ યોગમાં અસમર્થતા હોય તો નિવૃત્તિ સદા સેવવી, અથવા સ્વાત્મવીર્ય ગોપવ્યા સિવાય બને તેટલો નિવૃત્તિ સેવવા યોગ્ય અવસર પ્રાપ્ત કરી આત્માને અપ્રમત્ત કરવો એમ આજ્ઞા છે.” (વ.પૃ. ૬૫૪) સવાર સાંજ નિવૃત્તિ લઈ આ સંસારથી કેમ છૂટાય તે શોઘજે “વ્યવહારનો નિયમ રાખજે અને નવરાશે સંસારની નિવૃત્તિ શોઘજે.” (વ.પૃ.૬) આત્મજ્ઞાન શીધ્ર થવા અત્યંત પુરુષાર્થ કરી પરપરિચય છોડવો જ અલ્પ કાળમાં અવ્યાબાઘ સ્થિતિ થવાને અર્થે તો અત્યંત પુરુષાર્થ કરી જીવે પરપરિચયથી નિવર્તવું જ ઘટે છે, હળવે હળવે નિવૃત્ત થવાનાં કારણો ઉપર ભાર દેવા કરતાં જે પ્રકારે ત્વરાએ નિવૃત્તિ થાય તે વિચાર કર્તવ્ય છે; અને તેમ કરતાં અશાતાદિ આપત્તિયોગ વેદવા પડતો હોય તો ૨૨૮ Page #233 -------------------------------------------------------------------------- ________________ ‘નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ’..... તેને વેદીને પણ પરપરિચયથી શીઘ્રપણે દૂર થવાનો પ્રકાર કરવો યોગ્ય છે. એ વાત વિસ્મરણ થવા દેવા યોગ્ય નથી.’’ (વ.પૃ.૪૨૧) સંસાર સંબંઘી પ્રસંગને જેમ બને તેમ સંક્ષેપી આત્મહિત કરવું “લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થયું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ; લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.’’ (વ.પૃ.૪૨૩) ઉપવાસ નિવૃત્તિ માટે છે તે દિવસે વિશેષ ધર્મધ્યાન કરવું “નિવૃત્તિ માટે ઉપવાસ બતાવ્યા છે. હાલમાં કેટલાક અજ્ઞાની જીવો ઉપવાસ કર્યો હોય ત્યારે દુકાને બેસે છે, અને તેને પૌષધ ઠરાવે છે. આવા કલ્પિત પૌષઘ જીવે અનાદિકાળથી કર્યા છે. તે બધા જ્ઞાનીઓએ નિષ્ફળ ઠરાવ્યા છે.’’ (વ.પૃ.૭૧૮) પ્રતિદિન થોડી પણ નિવૃત્તિ લઈ ચિત્તવૃત્તિ અવશ્ય સ્થિર કરવી “ઉપાધિના યોગને લીધે શાસ્ત્રવાંચન જો ન થઈ શકતું હોય તો હમણાં તે રહેવા દેવું, પરંતુ ઉપાધિથી થોડો પણ નિત્ય પ્રતિ અવકાશ લઈ ચિત્તવૃત્તિ સ્થિર થાય એવી નિવૃત્તિમાં બેસવાનું બહુ અવશ્ય છે. અને ઉપાધિમાં પણ નિવૃત્તિનો લક્ષ રાખવાનું સ્મરણ રાખજો.’” (વ.પૃ.૨૬૨) અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ આત્મજોગ પ્રગટે ‘‘વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્યપરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. અસત્સંગપ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળના હીનસત્ત્વ થયો હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે તો કોઈ રીતે પુરુષાર્થયોગ્ય થઈ વિચારદશાને પામે.’’ (વ.પૃ.૪૫૧) અલ્પ પણ નિવૃત્તિ ગમતી નથી તો મિથ્યાત્વથી છૂટવું કેટલું દુર્ઘર “અલ્પમાં અલ્પ એવી નિવૃત્તિ કરવામાં પણ જીવને ટાઢ વછૂટે છે, તો તેવી અનંત પ્રવૃત્તિથી કરી જે મિથ્યાત્વ થાય છે, તેથી નિવર્તવું એ કેટલું દુર્ધર થઈ પડવું જોઈએ ? મિથ્યાત્વની નિવૃત્તિ તે જ ‘સમ્યક્ત્વ' ’”. (વ.પૃ.૭૫૪) વૃત્તિઓને રોકી અંતર્મુખ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા “દૃઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતવૃિત્ત કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે.’’ (વ.પૃ.૬૯૧) મનુષ્યત્વના સફળપણા માટે સત્પુરુષ, સત્સંગ આદિની જરૂર “જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળ થવું ક્યારે સંભવે ? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે; એવો નિશ્ચય કરવો ૨૨૯ Page #234 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જોઈએ. અને સફળપણા માટે જે જે સાઘનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે, તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે.” (વ.પૃ.૨૬૨) (શ્રી જેઠાલાલ જમનાદાસ ભાવસાર વસોવાળાના પ્રસંગમાંથી) માત્ર આત્મધ્યાન અર્થે નિવૃત્તિ લઈ એકાંત સેવનાર પરમકૃપાળુદેવ શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ –“ત્રીજે દિવસે કોઈ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણિયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરુદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાધાન સાહેબજીએ કરી નાખ્યું હતું અને તે ઉપરથી એણે રાજી થઈને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે તે તમને ખુશીથી ઈનામ આપું છું એને લઈ મને પાવન કરો. ત્યારે સાહેબજીએ તે માણસને ઘણો જ ઠપકો દીધો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? અને વેપાર કરવો હોય તો ગામડાંમાં શું કરવા રહીએ? કપાળશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોઘતા હતા. ઉપરની વાતો પરથી મને ચોક્કસ થયું કે આ પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે એમ નક્કી થયું હતું. શ્રીમદ્ રાખે.પ્રસંગો (પૃ.૨૭૪) બોઘામૃત ભાગ-૧' માંથી : જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તો આ આશ્રમ તપોવન જેવું છે જે જે પદાર્થ નિવૃત્તિ આપે એવા હોય તે નિવૃત્તિદ્રવ્ય છે. નિવૃત્તિવાળું ક્ષેત્ર હોય તેથી કામ કરી લેવું. કૃપાળુદેવે લખ્યું છે કે એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? પ્રભુશ્રીજીએ આ કરી આપ્યું. જેને આત્માનું કલ્યાણ કરવું છે તેને તો આ આશ્રમ તપોવન જેવું છે. નિવૃત્તિને માટે કાળ વઘારે કાઢે તે નિવૃત્તિકાળ અને સંકલ્પવિકલ્પોમાં ન જાય તે નિવૃત્તિભાવ છે.” (જૂનું બો.૧ પૃ.૩૧૧) એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? ૧૩ અર્થ –“એમ અનેક પ્રકારથી વિચાર કીઘા પણ સસાઘન મળ્યું નહીં. હું સાઘનરહિત જ રહ્યો. મારામાં એક પણ સગુણ નથી. મારું મોઢું તને કેવી રીતે બતાવું, શરમ આવે છે. એટલા દોષો ભરેલા છે કે હું કહી શક્તો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) એમ અનંત પ્રકારથી સાઘન રહિત હુંય'. હે ભગવાન! મેં પૂર્વજન્મોમાં મારા આત્મકલ્યાણ માટે અનંત પ્રકારના સાઘનો કુગુરુની આજ્ઞાથી કે સ્વચ્છેદે કર્યા તેથી હજુ સુધી મારા જન્મમરણનો અંત આવ્યો નથી. હવે આપ પરમકૃપાળુનો યોગ થયો છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.” તેથી આપના બોઘને જાણી, તેની શ્રદ્ધા કરવાથી જરૂર છૂટવાની વાતનો આત્મામાંથી ભણકાર થશે અને તેમ વર્તવાનો પણ ભાવ થશે. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક ૧૬૬ માં નીચે પ્રમાણે જણાવે છે – ૨૩૦ Page #235 -------------------------------------------------------------------------- ________________ એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય, નહીં એક સગુણ પણ, મુખ બતાવું શું?'. અનાદિકાળના પરિભ્રમણમાં મોક્ષે જવા અનંત પ્રકારના સાઘનો કર્યા “૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, સત્’ મળ્યા નથી. “સત્’ સુપ્યું નથી, અને “સત્ શ્રક્યું નથી, અને એ મળે, એ સુયે, અને એ શ્રયે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. ૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. ૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.” (વ.પૃ.૨૪૬) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે જ્ઞાન અને જ્ઞાની. જ્ઞાન જ્ઞાનીમાં હોવાથી જ્ઞાની “અનંતકાળથી પરિભ્રમણ છે, એમાં વિદ્યા ઘણી વાર ભણ્યો, જિનદીક્ષા લીધી, આચાર્યપણું મળ્યું, પણ સત્ મળ્યા નથી. સત્ પામવા પ્રથમ જ્ઞાની કહે તે સાંભળવું, પછી એની શ્રદ્ધા કરવી. પોતાના ભાવથી બંઘાય છે, પોતાના ભાવથી છૂટાય છે. અંતરંગ ક્રિયા છે તે સદ્ગુરુ વિના સમજી ન શકાય. માટે સગુરુની ભક્તિ, શરણ લેવાં. જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાની પાસે જવું. જ્યાં મોક્ષમાર્ગ છે, ત્યાં જાય તો મોક્ષમાર્ગે ચઢે. અનાદિકાળથી પરિભ્રમણ કરતો આવ્યો છે, પણ આત્મા પ્રાપ્ત થયો નથી. સપુરુષનું ઓળખાણ થવું મુશ્કેલ છે. ઓળખાણ થયા પછી જો એક વચન મરતાં સુધી પકડ કરી લે તો મોક્ષ થઈ જાય. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે અને એ આત્મા જ છે. બહાર શોઘવાથી ન મળે. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કયા હશે? ૫.ઉ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની.” (બો.૨ પૃ.૩૫) નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું?' હે ભગવાન! એક પણ આત્મગુણ હજુ સુધી મારામાં પ્રગટ્યો નથી; તો હું પાપી એવો આપને શું મોઢું બતાવું. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી એક પણ ગુણ ખરેખર પ્રગટ્યો કહેવાય નહીં. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી - “દાન, શીલ, તપ સુંદર ગુણ પણ, પથ્થરતુલ્ય પ્રમાણોજી, જો મિથ્યાત્વ વસે ઉરમાં તો, કહે જિનવર, જન જાણોજી. વિનય અર્થ - દાન, શીલ અને તપ એ સુંદર ગુણો હોવા છતાં, હૃદયમાં જો મિથ્યાત્વનો વાસ છે તો તે ગુણોને પણ પત્થર સમાન જાણો એમ જિનેશ્વર કહે છે. કેમકે દાન, શીલ અને તપની આરાધના કરીને પણ જો આલોક કે પરલોકમાં દેવાદિકના ઇન્દ્રિય સુખ મેળવવાની જ ઇચ્છા છે તો તે ગુણો તેને દેવલોકમાં લઈ જઈ મોહમાં ફસાવી ફરી હલકી ગતિમાં લઈ જનાર હોવાથી તે ૨૩૧ Page #236 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન : મિથ્યાત્વ સહિત ગુણોને પણ પત્થર સમાન ભવસાગરમાં ડૂબાડનાર જ માનવા યોગ્ય છે. I૪ સમ્યક્દર્શન સાથે તે ગુણ રત્નતુલ્ય અમૂલ્યજી, અવગુણ પણ સઘળા સવળા ત્યાં મહિમા કોઈ અતુલ્યજી. વિનય અર્થ - દાન, શીલ, તપાદિ ગુણો જો સમ્યદર્શન સાથે હોય તો તે રત્નતુલ્ય અમૂલ્ય ગણવા યોગ્ય છે. સમ્યગ્દર્શનની હાજરીમાં તો અવગુણો પણ સઘળા સવળા થઈ જાય છે. એવો સમ્યગ્દર્શનનો અતુલ્ય મહિમા છે. તેનું કારણ એ છે કે સમ્યવૃષ્ટિ જીવને સંસારમાં ઉદયાશીન કાર્ય કરતા છતાં પણ હૃદયમાં કર્તાભાવ હોતો નથી. તે બાહ્યથી કર્તા દેખાય છે પણ અંતરથી માત્ર સાક્ષીરૂપે રહે છે. તેથી જ્ઞાનીપુરુષો ખાતા છતાં ખાતા નથી, પીતાં છતાં પીતા નથી, ભોગવતા છતાં ભોગવતા નથી; એવો સમ્યદર્શનનો મહિમા અપરંપાર છે.” પા (પ્ર.૧ પૃ.૪૧૯) “પૂજ્ય ગૃહસ્થપણું ગમ્યું, આવું ભક્તિ-ઘામ, સદ્ગુણ-ગણ વિના નહીં શોભે શ્રાવક નામ. ૧૮ અર્થ - જેને પુરુષ પ્રત્યે ભક્તિ જાગી છે, જેના ઘરના બધા ભક્તિ કરતા હોવાથી ઘર પણ ભક્તિનું ઘામ બન્યું છે, તેનું ગૃહસ્થપણું વખણાય છે, પૂજ્ય મનાય છે. પણ સગુણના સમૂહ વગર ગૃહસ્થનું શ્રાવક એવું નામ શોભા પામતું નથી.” -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૪૩૩) શ્રાવક કોને કહેવા? જેને સંતોષ આવ્યો હોય; કષાય પાતળા પડ્યા હોય; માંહીથી ગુણ આવ્યો હોય; સાચો સંગ મળ્યો હોય તેને શ્રાવક કહેવા.” (વ.પૃ.૭૨૯) કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ.” ૧૪ અર્થ :- “હે સર્વજ્ઞ ભગવાન! તમે કેવળ દયાની મૂર્તિ છો, દીનના બંધુ અને નાથ છો. હું મહાપાપી છું, અને પરમ અનાથ છું. મારો હાથ ગ્રહીને મને તારો હાથ ગ્રહો એટલે શું? કંઈ સગુરુ હાથ ઝાલવા આવે? “ગ્રહો પ્રભુજી હાથ” એટલે મને બોઘ આપીને મારી મિથ્યા માન્યતા ટળે તેમ કરો. હું ડૂબી રહ્યો છું, માટે બોઘરૂપી હાથથી ગ્રહીને મને પકડીને બહાર કાઢો.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ'... આપ તો હે પ્રભુ માત્ર કરુણાની જ મૂર્તિ છો અર્થાત્ દયાના જ સાગર છો. અને દીનબંધુ એટલે મારા જેવા પામરના પણ આપ મિત્ર છો. અને દીનનાથ એટલે મારા જેવા ગરીબના આપ નાથ પણ છો. “અભિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુથારસ ઝીલતી રે, નિરખત તૃમિ ન હોય. વિ૦૬ ૨૩૨ Page #237 -------------------------------------------------------------------------- ________________ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ'... સંક્ષેપાર્થ – હે પ્રભુ! આપની મૂર્તિ તો અમિયભરી એટલે અમૃતરસનો ભરેલો જાણે કુંડ ન હોય એવી ભાસે છે. એની રચનાની ઉપમા બીજા કોઈ સાથે આપી શકાય એમ નથી. વળી આપની મૂર્તિ તો રાગદ્વેષથી રહિત અને સમભાવ સહિત એવા શાંત સુઘારસમાં ઝીલી રહી છે કે જેને નિરખત એટલે ઘારીઘારીને જોવા છતાં પણ મારા મનને તૃપ્તિ થતી નથી, અર્થાત્ વારંવાર જોયા કરવાની ભાવના રહ્યા કરે છે. કારણ કે તરૂપ બનવા માટે આપની મૂર્તિ મને પરમ આધારરૂપ છે.” Iકા -ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૧૫૯) (શ્રી મલકચંદભાઈ મોરબીવાળાના પ્રસંગમાંથી) શાંત વીતરાગ મુદ્રા - કેવળ કરુણાની મૂર્તિ જાણે સાક્ષાત્ ભગવાન જ છે શ્રી મલકચંદભાઈનો પ્રસંગ - પરમકૃપાળુદેવની મુદ્રા તદ્દન વિષય-કષાય રહિત અને શાંત હતી અને આખા શરીરમાં વીતરાગતા પ્રસરી રહી હતી. ગમે તે વખતે જાઓ પણ મુખારવિંદ અન્ય પરિણામને ભજતું નહીં. કેમ જાણે સાક્ષાત્ ભગવાન જ હોય! તેમ જ થતું. વાત કરે તેમાં પૂર્વાપર વિરોધ હોય નહીં. અખંડ ઉપયોગ રાખતા તથા વાતની સંકલના અભુત લાગતી. ખાતાં, ઉઠતાં, બેસતાં તદ્દન અપ્રમત્ત દશા જોવામાં આવતી. એક વખત બોલ્યા કે, જ્ઞાન અમારામાં પરિણમેલું છે. તે મુખારવિંદ જોતાં ખુલ્લી રીતે જણાતું હતું. વાણી તદ્દન અમૃતમય અને સાતિશયવાળી હતી. વચન એવાં ટંકાત્કિર્ણ હતાં કે સામા માણસ ઉપર અસર થયા વિના રહે જ નહીં. અને એમ જ ઇચ્છા રહે કે તેઓશ્રીની સમીપમાં રહીએ જેથી હમેશાં નવું નવું સાંભળીએ. સાહેબજીને ઘણી લબ્ધિઓ પ્રગટી હતી.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૭૯) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી - “શ્રી રાજચંદ્ર-ચરણે નમું જયવંતાજી, જેના ગુણ અનંત રે ગુણવંતાજી, તારક તત્ત્વ બતાવતા જયવંતાજી, અકામ કરુણાવંત રે ગુણવંતાજી. ૧ અર્થ – શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુના ચરણકમળમાં હું પ્રણામ કરું છું. જેનું શુદ્ધ સ્વરૂપ ત્રણે કાળમાં જયવંત છે, અર્થાત્ જેના શુદ્ધ સ્વરૂપનું અસ્તિત્વ ત્રણેય કાળમાં વિદ્યમાન છે. તે શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ રહેલા હોવાથી તે ગુણોના ભંડાર છે. જે ભવ્યાત્માઓને સંસાર સમુદ્રથી તારનાર એવા આત્મતત્ત્વને બતાવનારા છે, એવા પરમકૃપાળુ પ્રભુ અકામ એટલે નિષ્કામ કરુણાશીલ સ્વભાવવાળા હોવાથી સદા પૂજનીય છે. તેના ગુણ ગુરુના શું વર્ણવું? જય૦ અમાપ એ ઉપકાર રે ગુણ કેવળ કરુણા-મૂર્તિ છે, જય૦ મોક્ષમાર્ગ-દાતાર રે ગુણ૦૨ અર્થ - એવા ગુરુ ભગવંતના ગુણોનું હું શું વર્ણન કરી શકું? જેને મારા પર કોઈ કાળે ૨૩૩ Page #238 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન fe માપ ન નીકળી શકે એવો અનંત અમાપ ઉપકાર કરેલ છે. આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર.” -શ્રીમદ્ રાજચંદ્ર જે માત્ર કરુણાની જ મૂર્તિ હોવાથી જન્મમરણથી છૂટવારૂપ મોક્ષનો માર્ગ બતાવી મારા પર અનંતી દયા કરી છે. મારા ભવિષ્યમાં આવનાર અનંતકાળના દુઃખોને ફેડી શાશ્વત સુખશાંતિનો માર્ગ બતાવી જે ઉપકાર કર્યો છે તેનો પ્રત્યુત્તર વાળવા હું સર્વથા અસમર્થ છું. સમકિતદાયક ગુરુ તણો, પ્રત્યુપકાર ન થાય?” ભવ કોડાકોડી લગે, કરતા ક્રોડ ઉપાય. મારા પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૩૦૩) “અનંત દયા સપુરુષની જય. કોઈ ન પામે પાર રે ગુણ૦ અનંત જીવ ઉપર થતો જય૦ ખરેખરો ઉપકાર રે ગુણ૦ ૨૧ અર્થ :- સત્પરુષોના હૃદયમાં રહેલી અનંતદયાનો કોઈ પાર પામી શકે નહીં. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહી સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હદય રડે છે.” -શ્રીમદ્ રાજચંદ્ર (પૃ.૪૯૯) સપુરુષ દ્વારા અનંત જીવો ઉપર ખરેખરો ઉપકાર થાય છે. ગુરુ પરંપરા અનાદિકાળથી ચાલી આવે છે. અનંત જીવો પર અનંત ઉપકારો થયા છે. તેઓ શાશ્વત સુખનો માર્ગ બતાવી એવો ઉપકાર કરે છે કે જેથી કોઈ કાળે દુઃખ આવે નહીં. માટે દેવવંદનમાં તેમની સ્તુતિ કરી છે : “પરાત્પર ગુરવે નમઃ, પરંપરાચાર્ય ગુરવે નમઃ પરમગુરવે નમઃ, સાક્ષાત્ પ્રત્યક્ષ સગુરવે નમો નમઃ” ૧૨૧ (પ્ર.વિ.૨ પૃ.૩૦૮) અર્થ -પરાત્પર એટલે પરથી પર એટલે સર્વથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ગુરુ ભગવંતને મારા નમસ્કાર હો. સુધર્મા સ્વામી આદિની ઉત્તરોત્તર પરંપરામાં થયેલા આચાર્ય-ગુરુ ભગવંતોને મારા નમસ્કાર હો. સહજાત્મસ્વરૂપને પામેલા એવા પંચ પરમેષ્ઠીરૂપ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એવા પાંચેય પરમગુરુ ભગવંતને મારા નમસ્કાર હો. તથા વર્તમાનમાં પરોપકારી એવા સાક્ષાત્ પ્રત્યક્ષ સદ્ગુરુ સહજાત્મ-સ્વરૂપમય પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને વારંવાર મારા નમસ્કાર હો. (શ્રી પોપટભાઈ મનજીભાઈ દેસાઈ વવાણિયાના પ્રસંગમાંથી) સપુરુષ કેવળ કરુણાની જ મૂર્તિ હોય છે શ્રી પોપટભાઈનો પ્રસંગ - વવાણિયામાં આરજાજીઓની ભાવનાથી “પરમકૃપાળુએ સૂયગડાંગસુત્રમાંથી બે ગાથાઓ વાંચીને તે ગાથાઓનું સવિસ્તાર વર્ણન એવું તો સ્પષ્ટ રીતે કર્યું ૨૩૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ”... કે જે સાંભળી આરજાજી તો ચકિત થઈ ગયા, સ્તબ્ધ બની ગયા અને સાહેબજી પ્રત્યે બોલવા લાગ્યા કે અહો! અમોએ તો આ પ્રમાણે કોઈ સ્થાને સાંભળ્યું નથી, તેમજ કોઈપણ સાધુ મહારાજ કે સાધ્વીજીએ સમજાવ્યું નથી. આપે અમારા ઉપર મહંત ઉપકાર કર્યો છે. એમ કહી બધા આરજાજીઓ પાટ પરથી ઊભા થઈ ગયા. ત્યારે સાહેબજી બોલ્યા કે આમ કાં કરો છો? ત્યારે આરજાજી બોલ્યાં કે અમો પાટ પર બેસવા લાયક નથી, અમારી ઘણી જ ભૂલ થઈ છે અને તેથી આપની આશાતના થઈ છે. ત્યારપછી આરજાજીઓએ મને કીધું કે હાલમાં લગભગ એક માસ સુધી અમારી સ્થિરતા થવાની છે, ત્યાં સુધી હંમેશાં એકાદ કલાક પઘારે તો ઘણો જ લાભ મળી શકે. આ હકીકત મેં સાહેબજીને વિદિત કરી ત્યારે તેમણે મને જણાવ્યું કે ભલે, તેમ કરીશું. તમો હંમેશાં હાજર રહેજો. આ પ્રમાણે સાહેબજી હંમેશાં ઉપાશ્રયે પઘારતા અને હું પણ સાથે જતો હતો. સાહેબજી જ્યારે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં કે તુરત જ આરજાઓ પાટ પરથી ઊભા થઈ જતા અને નીચે બેસતા હતા.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૫) હવે પૂ.શ્રી બ્રહ્મચારીજી પણ આ ગાથામાં પોતાનો અનુભવ જણાવે છે – “હું દુમક સમ હીનપુણ્ય પણ તુજ દ્વાર પર આવી ચડ્યો, સુસ્થિત શ્રીમદ્ રાજચંદ્ર તણી કૃપાનજરે પડ્યો; ત્યાં સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામે મળ્યા, મુજ દ્રષ્ટિરોગ મટાડવા જાતે પરિશ્રમમાં ભળ્યા. ૮ અર્થ - “ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં કહ્યું તેમ હીનપુણ્ય એવા ઠુમક જેવો હું પણ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમના મુખ્ય દ્વાર પર આવી ચઢ્યો અને સુસ્થિત મહારાજા જેવા શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની કૃપાનજરે પડ્યો. ત્યાં રાયણ તળે બિરાજમાન સંત શ્રી લઘુરાજ સ્વામી પ્રેમસહ સામા મળ્યા. તથા મારો દૃષ્ટિરોગ એટલે અનાદિનો આત્મભ્રાન્તિરૂપ રોગ મટાડવા પોતે જાતે પરિશ્રમમાં ભળ્યા; અર્થાત્ સ્વયં પ્રભુશ્રીજીએ તે જ કાલીચૌદસના રવિવારે પ્રથમ મુલાકાતના દિવસે, મને મંત્ર દીક્ષા આપી કૃતાર્થ કર્યો.” પાટા (પ્ર.વિ.ભા.૧ પૃ.૧૫) | (શ્રી પૂંજાભાઈ સોમેશ્વર ભટ્ટ ખેડાના પ્રસંગમાંથી) વિષય-કષાયથી શાંત એવા કૃપાળુએ આત્મા છે એમ કૃઢતાથી જણાવ્યું શ્રી પૂંજાભાઈનો પ્રસંગ – “તેમની સાથે પ્રથમ સમાગમ થયો ત્યારે મારા ચિત્તની સ્થિતિ ઘણી જ અસ્થિર હતી. આત્મા છે કે નથી? છે, તો કેવો છે ? તે સંબંધી વ્યાકુળ રહેતું. તેવામાં મને ખબર મળી કે કોઈ જૈન જ્ઞાની ખેડામાં રા.બા.નરસીરામના બંગલામાં ઊતરેલા છે. એક સાંજે તેમને મળવા માટે ગયો. તે વખતે તેઓ ફરવા ગયેલા. તેથી હું તેઓ જે માર્ગે ગયેલા તે માર્ગે ગયો. આગળ જતાં અંધારું થયું હતું. અંધારામાં સાદા કપડાં પહેરેલ શાંત ૨૩૫ Page #240 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન [; ન પુરુષને સામે આવતા જોઈ મેં ઘાર્યું કે તેઓ જ હશે. પાસે જઈ મેં તેમને પૂછ્યું કે આપની સાથે ચાલું? એક ક્ષણ વિચાર કરી તેમણે કહ્યું, “ચાલો.” પછી મેં મારા મનની સ્થિતિ કહીને પૂછ્યું : પ્રશ્ન : “આત્મા છે?” શ્રીમદે ઉત્તર દીઘો : “આત્મા છે.” પ્રશ્ન : અનુભવથી કહો છો કે આત્મા છે? ઉત્તર : “હા, અનુભવથી કહીએ છીએ કે આત્મા છે. સાકરના સ્વાદનું વર્ણન ન થઈ શકે, તે તો અનુભવ ગોચર છે; તેમજ આત્માનું વર્ણન ન થઈ શકે. તે પણ અનુભવગોચર છે, પણ તે છે જ.” સત્ય વક્તા જેવી વાણી ઉપર મને શ્રદ્ધા થઈ તેમનું કહેવું મને સત્ય વક્તાના જેવું લાગ્યું, અને તેમના બોલવા ઉપર મને શ્રદ્ધા થઈ. તે સંબંધી ચર્ચા કરતાં અમે બંગલામાં આવી પહોંચ્યા. તેમની વાત ઉપરથી મને જણાયું કે જીવ છે, જીવો અનેક છે, કર્મ છે, પૂનર્જન્મ છે વગેરે બાબતો તેઓ અનુભવથી માનતા હતા. આત્માની અભેદતા અને જગતકર્તા ઈશ્વરનું અસ્તિત્વ એ સિદ્ધાંતો તેમને માન્ય ન હતા.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૮૯) કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ' એક અંશ શાતાથી કરીને સર્વ સુખનું કારણ કરુણાની મૂર્તિ સપુરુષ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સપુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુઘીની સર્વ સમાધિ, તેનું સપુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.” (વ.પૃ.૨૯૯) (પ.પૂ.પ્રભુશ્રીજીએ પરમકૃપાળુદેવ ઉપર લખેલ પત્રમાંથી) કેવળ કરુણાની જ મૂર્તિ હોવાથી અમર બનાવે એવા વચનોનું પાન કરાવ્યું “હું દીન રંક બાળક છું, જાણી કૃપાળુનાથે મારી આશા પૂર્ણ કરી છે. હે પ્રભુ મને આપે કરુણા દ્રષ્ટિએ દયા લાવી અપૂર્વ અમૃત વચનો પાન કરાવ્યા છે. હે ભગવાન ઘન્ય છે આપની પવિત્ર કૃપાને.” પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ' હું તો પરમ પાપી એટલે મહાપાપી છું અને પરમ અનાથ છું એટલે ભવસાગરમાં બૂડતા 236 Page #241 -------------------------------------------------------------------------- ________________ ‘પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ’... મને કોઈ બચાવનાર નથી; માટે મારો હાથ ગ્રહીને મને તારો, પાર ઉતારો. કેમકે દ ii આપ તો કેવળ કરુણાની જ મૂર્તિ છો અને દીનના બંધુ અને નાથ પણ છો. જ “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨'માંથી - “હે! નાથ, મોક્ષ-પથ-નાયક, હાથ ઝાલો, કર્મો કઠિન ચૂરનાર સહાય આલો; હે! વિશ્વ-તત્ત્વ સમજી સમજાવનારા, ગુણો થજો પ્રગટ વંદનથી અમારા. 4 અર્થ :- હે નાથ! મોક્ષમાર્ગના નાયક, આ સંસારમાં ડૂબતા એવા આ પામરનો આપ હાથ ઝાલો. હે કઠીન કમને ચૂરનાર એવા પ્રભુ! મને પણ કર્મોને હણવામાં સહાય આપો. જડ ચેતનાત્મક વિશ્વ તત્ત્વને સમજી, જગત જીવોને સમજાવનારા એવા હે પ્રભુ! આપને સાચા ભક્તિભાવે વંદન કરવાથી અમારા પણ આત્મગુણો પ્રગટ થજો, એમ ઇચ્છીએ છીએ. જો આશ્ચર્ય સર્વ ઘરતા પ્રભુ, ઉર આવો, સંપૂર્ણ આત્મ - ગુણ દાસ તણા જગાવો; આત્માથી સર્વ હીન છે, નથી માગવું તે, શ્રી બોઘરૂપ બનવા પ્રભુ, જીવવું છે. 5 અર્થ - હે પ્રભુ! આપનું અનંતજ્ઞાન, દર્શન, સુખ, વીર્ય સર્વ આશ્ચર્યમય છે. એવા સર્વ આશ્ચર્યને ઘારણ કરનારા પ્રભુ! આપ મારા હૃદયમાં પઘારો. આ દાસના પણ સંપૂર્ણ આત્મગુણો જે તિરોભાવે રહેલા છે તેને આવિર્ભાવે કરી, મોહનદ્રામાંથી જાગૃત કરો. આ જગતમાં રહેલા સર્વ પદાર્થો આત્માથી હીન છે, તેની આપની પાસે હવે કોઈ માગણી નથી. પણ શ્રી એટલે આત્મલક્ષ્મીથી યુક્ત એવા બોઘરૂપ એટલે જ્ઞાનરૂપ બનવા અર્થે હે પ્રભુ! હવે માત્ર જીવવું છે. માટે આ પામરને તેમ થવા સહાય આપો.” -પ્ર.વિ. ભાગ-૨ (પૃ.૪૪૪) અલૌકિક પદ પ્રગટાવ્યું તો આશ કરે નાદાન, કેવળ કરુણામૂર્તિ દેજો તમને ઘટતું દાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 24 અર્થ - આપે અલૌકિક એવું શુદ્ધ આત્મપદ પ્રગટ કર્યું તો નાદાન એવો હું પણ આપની પાસે તે પદ પ્રાપ્તિની આશા રાખું છું. આપ કેવળ કરુણાની જ મૂર્તિ છો. તેથી આપના પદને શોભે એવું ઘટતું દાન મને આપજો. જેથી હું પણ સર્વકાળને માટે સુખી થાઉં. સર્વોત્તમ દાન આપનાર એવા કરુણાળુ પ્રભુ જિનેન્દ્રનો જગતમાં સદી જયજયકાર હો. 24 તુજ સમ્મતિમાં મતિ હો મારી, ગળે દેહ-અભિમાન, હૈયાનો ઉજ્જડ હું તેમાં વસજો રાજ પ્રઘાન. જય અહો! જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 25 અર્થ - આપની હામાં હા ને નામાં ના એવી મારી મતિ હોજો. કે જેથી મારું અનાદિનું દેહાભિમાન નાશ પામે. હું તો પ્રભુ! હૈયાનો ઉજડ છું, અર્થાત મારું હૃદય ખાલી છે. તેમાં યુગપ્રઘાન એવા આપ રાજ પ્રભુનો સદા વાસ હોજો એ જ આ પામરની આપ પ્રભુ પ્રત્યે ભાવભીની પ્રાર્થના છે. સર્વ સુખના મૂળભૂત મોક્ષમાર્ગના ઉપદેષ્ટા એવા મહાન શ્રી જિનેન્દ્ર 237 Page #242 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન +9 ) E 7 પ્રભુનું શાસન ત્રણેય લોકમાં તેમજ ત્રણેય કાળમાં સદા જયવંત વર્તા, જયવંત વતો.” Íરપાઈ -પ્ર.વિ. ભાગ-૧ (પૃ.૧૨) પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ'.. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ક્રોઘ, માન, માયા, લોભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોઘ કરે તો બધું તપ નિષ્ફળ જાય.” (વ.પૃ.૭૨૭) એવા ભયંકર કષાય ભાવો છે, તેને હું છોડતો નથી. માટે હું પાપી પરમ અનાથ છું. છતાં હે પ્રભુ! મારો હાથ પકડીને અર્થાત્ મને સાચી સમજ આપીને મારા કષાયભાવોને ઘટાડો કેમકે તમે તો કેવળ કરુણાની જ મૂર્તિ છો, દયાના જ સાગર છો. ક્રોધ, માન, માયા, લોભના ફળ ઘણા કડવા છે. તે નીચેની સઝાયોમાં પણ આવે છે“આલોચનાદિ પદ સંગ્રહમાંથી - ક્રોઘની સક્ઝાય “કડવાં ફળ છે ક્રોઘનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે. કડવાં. 1 ક્રોધે ક્રોડપૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોઘ સહિત તપ જે કરે, તે તો લેખે ન આય. કડવાં. 2 સાઘુ ઘણો તપીઓ હતો, ઘરતો મન વૈરાગ; શિષ્યના ક્રોઘ થકી થયો, ચંડકોશીઓ નાગ.” કડવાં, 3 (પૃ.૩૦૫) માનની સઝાય “રે જીવ માન ન કીજીએ, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. 2. જીવ૦ 1 સમકિત વિણ ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નવિ મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહિયે જુક્તિ રે. રે જીવ૦ 2 વિનય વડો સંસારમાં; ગુણમાં તે અધિકારી રે; માને ગુણ જાયે ગાળી, પ્રાણી જો જો વિચારી રે. રે જીવ૦ 3 માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોઘન ગર્વે કરી, અંતે તે સવિ હાર્યો રે. રે” જીવ૦ 4 (પૃ.૩૦૬) માયાની સઝાય સમકિતનું મૂળ જાણિયેજી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી મ કરીશ માયા લગાર. 1 238 Page #243 -------------------------------------------------------------------------- ________________ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ’...... મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડ કપટનો રે કોટ; જીભે તો જીજી કરેજી, ચિત્તમાંહે તાકે ચોટ રે. પ્રાણી 2 / તપ કીધું માયા કરીજી, મિત્રશું રાખ્યો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણજોજી, તો પામ્યા સ્ત્રી વેદ રે.” પ્રાણી, 5 (પૃ.૩૦૭) લોભની સઝાય “તમે લક્ષણ જોજો લોભનાં રે, લોભે મુનિજન પામે ક્ષોભના રે, લોભે ડાહ્યા મન ડોલ્યા કરે રે, લોભે દુર્ઘટ પંથે સંચરે રે. તુમે૧ જોતાં લોભનો થોભ દીસે નહિ રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે; લોભે ચક્રી સુભમ નામે જુઓ રે, તે તો સમુદ્રમાંહે ડૂબી મૂઓ રે. તુમે૬ એમ જાણીને લોભને છંડજો રે, એક ઘર્મશું મમતા મંડજો રે; કવિ ઉદય રતન ભાખે મુદા રે, વંદું લોભ તજે તેહને સદા રે.” તુમે 7 (પૃ.૩૦૭) ઉપરની ચારે સક્ઝાયોમાં જે કષાયોનું વર્ણન કરેલું છે તે બઘા દોષો મારામાં હોવાથી હું પરમ પાપી છું અને અનાથ છું. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - લોભનો થોભ જોઈએ; નહીં તો દુઃખ જ આવે સુભમ ચક્રવર્તીનું દૃષ્ટાંત - “છ ખંડ સાથી આજ્ઞા મનાવનાર રાજાધિરાજ, ચક્રવર્તી કહેવાય છે. એ સમર્થ ચક્રવર્તીમાં સુભમ નામે એક ચક્રવર્તી રાજા થઈ ગયો છે. એણે છ ખંડ સાથી લીઘા એટલે ચક્રવર્તીપદથી તે મનાયો; પણ એટલેથી એની મનોવાંછા તૃપ્ત ન થઈ; હજુ તો તે તરસ્યો રહ્યો. એટલે ઘાતકી ખંડના છ ખંડ સાધવા એણે નિશ્ચય કર્યો. બઘા ચક્રવર્તી છ ખંડ સાધે છે; અને હું પણ એટલા જ સાથું, તેમાં મહત્તા શાની? બાર ખંડ સાધવાથી ચિરકાળ હું નામાંકિત થઈશ; સમર્થ આજ્ઞા જીવનપર્યત એ ખંડો પર મનાવી શકીશ; એવા વિચારથી સમુદ્રમાં ચર્મરત્ન મૂક્યું; તે ઉપર સર્વ સૈન્યાદિકનો આધાર રહ્યો હતો. ચર્મરત્નના એક હજાર દેવતા સેવક કહેવાય છે; તેમાં પ્રથમ એકે વિચાર્યું કે કોણ જાણે કેટલાંય વર્ષે આમાંથી છૂટકો થશે? માટે દેવાંગનાને તો મળી આવું, એમ ઘારી તે ચાલ્યો ગયો; પછી બીજો ગયો; ત્રીજો ગયો; અને એમ કરતાં કરતાં હજારે ચાલ્યા ગયા ત્યારે ચર્મરત્ન બૂડ્યું, અશ્વ, ગજ અને સર્વ સૈન્ય સહિત સુભુમ નામનો તે ચક્રવર્તી બૂડ્યો; પાપભાવનામાં ને પાપભાવનામાં મરીને તે અનંત દુઃખથી ભરેલી સાતમી તમતમપ્રભા નરકને વિષે જઈને પડ્યો. જુઓ! છ ખંડનું આધિપત્ય તો ભોગવવું રહ્યું; પરંતુ અકસ્માત્ અને ભયંકર રીતે પરિગ્રહની પ્રીતિથી એ ચક્રવર્તીનું મૃત્યુ થયું, તો પછી બીજા માટે તો કહેવું જ શું? પરિગ્રહ એ પાપનું મૂળ છે; પાપનો પિતા છે; અન્ય એકાદશવ્રતને મહા દોષ દે એવો એનો સ્વભાવ છે. એ માટે થઈને આત્મહિતૈષીએ જેમ બને તેમ તેનો ત્યાગ કરી મર્યાદાપૂર્વક વર્તન કરવું.” (વ.પૃ.૭૬) 239 Page #244 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પરિગ્રહની પાપભાવનામાં મરણ થાય તો નરકગતિમાં જાય જે પ્રાણીને પરિગ્રહની મર્યાદા નથી, તે પ્રાણી સુખી નથી. તેને જે મળ્યું તે ઓછું છે. કારણ જેટલું મળતું જાય તેટલાથી વિશેષ પ્રાપ્ત કરવા તેની ઇચ્છા થાય છે. પરિગ્રહની પ્રબળતામાં જે કંઈ મળ્યું હોય તેનું સુખ તો ભોગવાતું નથી પરંતુ હોય તે પણ વખતે જાય છે. પરિગ્રહથી નિરંતર ચળવિચળ પરિણામ અને પાપભાવના રહે છે; અકસ્માત્ યોગથી એવી પાપભાવનામાં આયુષ્ય પૂર્ણ થાય તો બહુઘા અધોગતિનું કારણ થઈ પડે. કેવળ પરિગ્રહ તો મુનીશ્વરો ત્યાગી શકે; પણ ગૃહસ્થો એની અમુક મર્યાદા કરી શકે.” (વ.પૃ.૭૬) સમજીને મર્યાદા કરી હોય તો છૂટે “જો સમજીને મર્યાદા કરી હોય તો તે ન ઓળંગે. મનુષ્યભવ મોક્ષ માટે છે. વધારે કમાઈશ તો પણ કંઈ સાથે આવવાનું નથી. ગોવર્ધનરામનું દૃષ્ટાંત -‘સરસ્વતીચંદ્ર'ના લેખક શ્રી ગોવર્ધનરામે ચાલીસમા વર્ષે વકીલાત છોડવી એમ નક્કી કરેલું. ચાલીસમા વર્ષે વકીલાત જામી ત્યારે છોડી દીધી. મર્યાદાવાળાને કલ્પના વધે નહીં. મર્યાદા કરી હોય તો વધારેના સંકલ્પ વિકલ્પ અટકી જાય. જેમ લક્ષ્મી આદિનો લાભ થાય તેમ લોભ વધે. ઘર્મથી જાણે–સમજે કે આ ખોટું છે છતાં મૂકે નહીં. પરંતુ પરિગ્રહ કોઈ દિવસ સુખ આપે નહીં અને આત્માનું હિત થવા દે નહીં.” -મોક્ષમાળા વિવેચન (પૃ.૬૩) બોઘામૃત ભાગ-૧,૩'માંથી : લોભને લઈને અનેક પ્રકારના પાપ કરી જીવ સંસાર વધારે છે “જન્મમરણનું કારણ મોહ છે અને તેમાં મુખ્ય લોભ છે. તે લોભને લઈને જીવ અનેક પ્રકારનાં પાપ કરીને ભવ ઊભા કરે છે. એ લોભપ્રકૃતિ ચાહે તો ઘન, વિષયભોગ, દેવલોક કે લૌકિક દુઃખોથી છૂટવાના રૂપમાં હો, પણ તે છોડ્યા વિના આ ભવભ્રમણથી છુટાય તેવું નથીજી.” -બો.૩ (પૃ.૫૦૪) વિચારીને લોભ છોડે તો નવરો થાય અને સદ્વિચાર આવે “શરીરના રોગ જાદા અને આત્માના રોગ જુદા છે. જન્મમરણ એ આત્માના મુખ્ય રોગ છે. લોભ છે એ પણ રોગ છે. ઉપાય કર્યા વિના લોભ ન જાય. જ્ઞાનીએ એને ખોટો કહ્યો છે. પણ જીવને દર્દ લાગે તો દવા કરે. સંસાર દુઃખરૂપ લાગે તો છોડે. આખો સંસાર લોભને લઈને છે. ઇચ્છા છે એ જ લોભ છે. બઘાં દુઃખોનું મૂળ કારણ ઇચ્છા છે. હે જીવ ક્યા ઇચ્છત હવે, હૈ ઇચ્છા દુઃખમૂલ” દરદ સમજાય તો કાઢવાનો પુરુષાર્થ કરે અને મનમાં લાગે કે આ દરદ જાય તો ઠીક, દોષ છે એ જ મોટું દરદ છે. ઉપાય કરે તો જાય. વિચાર કરે તો ખબર પડે કે મને ક્યાં ક્યાં લોભ થાય છે? અને દુઃખરૂપ પણ લાગે લોભ જાય તો નવરો થાય અને સદ્વિચાર આવે.” -બો.૧ (પૃ.૧૮૧) 240 Page #245 -------------------------------------------------------------------------- ________________ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ”..... પ્રભુ પાસે અંતરાયકર્મની પૂજા ભણાવીને પણ માગે તો મિથ્યાત્વ વૃઢ થાય. “પૂજ્યશ્રી–ભક્તિ કરે અને એમ ઇચ્છે કે મને ઘન મળો, નોકરી મળો, પુત્ર મળો. એવી ઇચ્છા ન કરવી. વીતરાગ ભગવાન પાસે આવવું શા માટે ? વીતરાગતા માટે. જન્મમરણ ઘટે એ માટે ભગવાન પાસે જવાનું છે. ભગવાન પાસે માગે તેથી કંઈ મળે નહીં. પૂણ્ય હોય તો મળે. ભગવાન પાસે જઈને માગવું એ અલૌકિક મિથ્યાત્વ છે. વીતરાગદેવ અલૌકિક છે. તેમની પાસે માગે તેથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. ભગવાન પાસે જઈને માગવું એ તીવ્ર લોભ છે. તેથી પાપ બંધાય છે. ભગવાન તો વીતરાગ છે. મહાવીરજી તીર્થક્ષેત્ર છે. ત્યાં લોકો જાય છે અને બાઘા રાખે છે કે મારે પુત્ર થશે તો હું છત્ર ચઢાવીશ, ઘન મળશે તો અમુક ચઢાવીશ. એને બદલે વીતરાગતાની માગણી કરવી. રોગ આવે કે ઘન ન મળે ત્યારે લોકો અંતરાય કર્મની પૂજા ભણાવે છે, એથી મિથ્યાત્વ દ્રઢ થાય છે. (પછી પોતે જ પ્રશ્ન પૂછ્યો) ભગવાન પાસે સ્ત્રી, પુત્ર વગેરે ન માગવાં એમ કહ્યું તો એમાં આપણને શું શીખવા જેવું આવ્યું? મુમુક્ષુ–એવું આપણે ન માંગવું. પૂજ્યશ્રી–એને બદલે વીતરાગતાની માગણી કરવી.” -ધો.૧ (પૃ.૫૨૦) ક્રોઘમાં ક્ષમા રાખે તો છ માસના ઉપવાસનું ફળ થાય. “આત્માર્થી જીવ જે જે કરે તે આત્માને હિત થાય તેવું કરે, “આત્માર્થે કરે તો ઘર્મ થાય” એમ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી પણ કહેતા હતા. વળી એમ પણ તેઓશ્રી કહેતા હતા કે કંઈ ઘનથી જ ઘર્મ થતો નથી; કાયાથી વિશેષ થાય છે. સદાચરણથી પ્રવર્તે, કષાય મંદ કરે, વિનય આદિથી સર્વને પ્રસન્ન રાખે, કોઈ ક્રોથમાં આવીને કંઈ અયોગ્ય બોલી ગયો હોય તે ભૂલી જાય અને ક્ષમા ઘારણ કરે તો છ માસના ઉપવાસનું ફળ પામે; આમ સત્ અને શીલની તથા સપુરુષ પ્રત્યે શ્રદ્ધાની બહુ ભાર દઈને તે વાત કરતા હતા.” બો.૩ (પૃ.૧૩૮) કૂવાનું પાણી વપરાતું સારું, તેમ દાનમાં પૈસા વપરાતા સારા. બીજાને દુઃખી કરી પોતે દુઃખી થાય છે. બીજાને દુઃખ થાય એવું રડે તો તે પણ પાપનું કારણ છે. અશાતાવેદની બંઘાય છે. દાન છે તે વાવવા જેવું છે. એક દાણો વાવે તો હજાર દાણા થાય. અદત્તાદાન એટલે આપ્યા વગર લેવું, તે ચોરી કહેવાય છે. અદત્તાદાનથી પાપ થાય છે. દાન કરે તો પુણ્ય થાય છે, મુનિને દાન કરે, શાસ્ત્રનું દાન, ઔષઘદાન, અભયદાન, આહારદાન એ બઘા પુણ્યનાં કારણો છે. પવિત્ર વસ્તુનું દાન દેવું. જેમાં પાપ થાય તેવું દાન દેવાયોગ્ય નથી. કરુણાદાનમાં દયાભાવ હોય છે અને પાત્રદાનમાં પૂજ્યભાવ હોય છે..... કૂવાનું પાણી વપરાતું સારું રહે, તેમ દાનમાં પૈસા વપરાય તો સારું રહે. જેણે આપ્યું ન હોય તેના ઘરમાં પછી આપવાનું ય ન રહે.” -બો.૧ (પૃ.૫૯૧) 241 Page #246 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ઘન મળ્યાનો સદુપયોગ કરે તો સાથે જાય. ભોજરાજાનું દ્રષ્ટાંત - “ભોજરાજા બહુ ઉદાર હતો અને ગમે તેને મોટી * મોટી રકમો ઉદારતાથી દાનમાં આપતો તેથી મંત્રીએ એને સમજાવવો એમ વિચારી, સિંહાસનની પાસે “આપત્તિનો વિચાર કરી દાન કરવું જોઈએ એમ લખાવ્યું. તેથી રાજા સમજી ગયો કે દાન દેવાનો નિષેઘ કરે છે. ઉત્તરમાં રાજાએ વાક્ય લખાવ્યું કે ભાગ્યશાળીઓની પાસે આપત્તિ ક્યાંથી આવે?” તેના ઉત્તરમાં ફરી મંત્રીએ લખાવ્યું કે “કદાચ દેવ (ભાગ્ય) એવું હોય કે આપત્તિ આવી પણ જાય.” રાજાએ તેનો ઉત્તર એમ લખાવ્યો કે, “દુર્ભાગ્યનો ઉદય થશે તે વખતે લક્ષ્મી પણ જતી રહેશે; રહેશે નહીં.' માટે વહેતી ગંગા હોય તેમાં હાથ ઘોઈ લેવા. પૂર્વ પુણ્યને લઈને પ્રાપ્ત થયું છે, તેનો સદુપયોગ કરે તો સાથે જાય. જેને જરૂર હોય તેને દાન આપવાનું છે. વિવેકપૂર્વક દાન કરે તો દાન દેનારા સુખી થાય અને દાન લેનારા પણ સુખી થાય. પૈસા એકઠા કર્યા હોય પણ વાપરતો ન હોય એ નીચ કહેવાય. દરિદ્રતાની પ્રાપ્તિ દાન ન કરવાથી થાય છે. તેથી પાપ સૂઝે અને પાપનું ફળ દુઃખ આવે.” ઓ.૧ (પૃ.૫૯૧) પૈસા સાથે નહીં આવે પણ તેના માટે કરેલું પાપ સાથે આવે “મુમુક્ષુ–તૃષ્ણા કેમ જાય? પૂજ્યશ્રી–તૃષ્ણા ખોટી છે એમ લાગી? ઉપાધિરૂપ છે એમ લાગી? મારી સાથે જે આવે એવું કરવું છે. તૃષ્ણા ઓછી કરવી હોય તેણે નિયમ કરવો જોઈએ. ઉપાધિ કોને માટે કરું છું? ખાવા જેટલું તો છે. આટલું કુટુંબને ચાલે. ઉપાધિ ઓછી કરી હોય તો આત્માનું કામ થાય. મારે મોક્ષે જવું છે, એમ થાય તો બીજી તૃષ્ણા ઓછી થાય. વધારે પૈસા શા માટે ઇચ્છે છે? બીજા મોટા કહે તે માટે, અને મોટાઈ માટે. હું મોટો છું એમ કરી કોઈ મોક્ષે ગયા નથી. મોટાઈ મૂકીને બઘા મોક્ષે ગયા છે. પહેલામાં પહેલો સત્સંગ કરવાનો છે. ભૂલવાળા રસ્તામાં ગામ નહીં આવે. પર્વત જેટલો પૈસાનો ઢગલો કરીશ તો પણ મોક્ષ નહીં આવે. હમણાં દેહ છૂટી જાય તો શું સાથે આવે? એક લાખ રૂપિયા હોય તેમાંથી એક હજાર જાય તો દુઃખી થાય, પણ નવાણું હજારથી રાજી ન થાય. પૈસા મારી સાથે નહીં આવે અને હિંસા મારી સાથે આવશે. જેમ બને તેમ ઓછા કરતા જવું.” -બો.૧ (પૃ.૭૯) સુખી થવું હોય તો ઉપાધિ વઘારવી નહીં “દેહ જાડો થાય તો કંઈ આત્મા જાડો થવાનો નથી. પૈસા વધારે થાય તો કંઈ આત્માને લાભ નથી. હું મરીને ક્યાં જઈશ? એમ થાય તેનાથી પાપ ઓછું થાય. વિચારની જરૂર છે. શું કરવા કરું છું? કોના માટે કરું છું? કુટુંબ માટે કરું છું, તો તે માટે કોઈ કામમાં તો આવવાના નથી.” -બો.૧ (પૃ.૨૮૦) “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.” 15 242 Page #247 -------------------------------------------------------------------------- ________________ “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન”...... અર્થ :–“હે પ્રભુ! હું અનંતકાળથી આ સંસારમાં ભ્રમણ કરી રહ્યો છું, fe 1 અને ચાર ગતિમાં આથડી રહ્યો છું, મને કશું ભાન નથી. ભાન વિના , અનંતકાળથી રખડતો આવ્યો છું. ભાન શાથી આવે? સંતને સેવે તો. પણ મેં તો ગુરુ કે સંતને પણ સેવ્યા નથી, તેમની આજ્ઞા ઉઠાવી નથી; અને વધારામાં અભિમાન પણ મૂક્યું નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'... હે ભગવાન! આપના બોઘેલા આત્મસ્વરૂપના ભાન વગર હું અનંતકાળથી ચતુર્ગતિરૂપ સંસારમાં આથડી રહ્યો છું. અનંતદુઃખ પામી રહ્યો છું. “ચૌરાશી લખ ભેખમાં, હું બહુ પરિ નાચા હો; મુગતિ દાન દેઈ સાહિબા, અબ કર હો ઉવાચા હો. સુમતિનાથ સાચા હોવું સંક્ષેપાર્થ - ચોરાસી લાખ જીવયોનીમાં નવા નવા દેહરૂપ વેષ ઘારણ કરીને હું બહુ પરિ કહેતાં ઘણી વાર ફરી ફરી નાચ્યો છું અર્થાત્ નાટક કર્યા છે. માટે હે સાહિબા! હવે ભવ નાટકથી છોડાવી મને મુક્તિનું દાન આપી, ઉવાચા કહેતાં ફરી વાચા એટલે વાણીનો ઉપયોગ કરી આપની પાસે કંઈ માગવું ન પડે એવો ઉવાચ બનાવી દ્યો અર્થાત્ મન વચન કાયારૂપ ત્રણે યોગથી રહિત એવી સિદ્ધદશાને આપી મને કૃતાર્થ કરો કે જેથી પછી કંઈ માંગવું પડે નહીં. રૂા. લાગી અગ્નિ કષાયકી, સબ ઠોર હી આંચા હો; રક્ષક જાણી આદર્યા, તુમ શરણ સાચા હો. સુજ સંક્ષેપાર્થ - આ સંસારમાં ચારે બાજુ ક્રોઘ, માન, માયા, લોભરૂપ કષાયની અગ્નિ સળગેલી છે. જેની આંચ એટલે ઝાળ સબ ઠોર હી કહેતાં સર્વ સ્થાનોમાં અમને બાળી રહી છે. તેથી આપને રક્ષા કરનાર જાણી આદર્યા છે. કેમકે તમારું જ એકમાત્ર શરણ સાચું છે. અન્ય કોઈ આ જગતમાં બચાવનાર નથી.” -શૈ.ચો. (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૨૪૦) “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી : “ચારે ગતિ ભટકતાં બહુ થાક લાગ્યો, પામ્યો અચાનક સુયોગ, વિચાર જાગ્યોહે! જીવ, શાંત-રસ-પૂર્ણ વિભુ ભજી લે, દુઃખો અનંત છૂટશે, હિત આ સજી લે. 2 અર્થ - હે પ્રભુ! આ ચારેય ગતિમાં અનાદિથી ભટકતાં મને બહુ થાક લાગ્યો, તેમાં અચાનક મહાભાગ્યોદયે આપ પ્રભુનો સુયોગ પ્રાપ્ત થતાં એવો વિચાર જાગ્યો કે હે! જીવ, હવે તું પરમશાંતરસથી પરિપૂર્ણ એવા વિભુ એટલે પ્રભુને ભજી આત્મપ્રાપ્તિ કરી લે, જેથી ભવિષ્યમાં આવનારા અનંતદુઃખોનો નાશ થઈ તારા આત્માનું કલ્યાણ થાય. હવે જીવનમાં આવેલી આવી તકને સાધ્ય કરી લે; જવા દઈશ નહીં.” -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪૪૩) 243 Page #248 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “રાત્રિ વ્યતિક્રમી ગઈ, થયો નરભવરૂપ પ્રભાત રે, નિદ્રા પરિહરવા ટાળજો ભાવ-નિદ્રા હે! ભ્રાત રે. શ્રી રાજ અર્થ - ચોરાશી લાખ જીવયોનિમાં જ્યારે હું ભટકતો હતો ત્યારે તે રાત્રિ સમાન હતું. તે રાત્રિ વ્યતિક્રમી એટલે મટીને આ મનુષ્યભવ મળ્યો અને તેમાં સપુરુષનો યોગ થયો તે પ્રભાત થયા સમાન જાણવું. તેથી હવે અનાદિની મોહ નિદ્રાને દૂર કરવા માટે ભાવ નિદ્રા એટલે આત્માના અજ્ઞાનને ટાળવાનો હે ભાઈ! હવે પુરુષાર્થ કરજો. રાા “રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાનો પ્રયત્ન કરજો.” શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૩) પૂજ્યશ્રી–રાત્રિ વ્યતિક્રમી ગઈ એટલે શું? રાત્રિમાં જીવ ઊંધે છે, કંઈ ભાન નથી. તેમ આ જીવ લક્ષચોરાશીમાં ભટકતો હતો તે વખતે રાત્રિ જેવું હતું, મોક્ષમાર્ગનો યોગ નહોતો. તે મટી મનુષ્યભવ મળ્યો તે રાત્રિ વ્યતિક્રમી ગઈ અને સસ્તુરુષનો યોગ થયો તે પ્રભાત થયું કહેવાય. મુમુક્ષુ–ભાવનિદ્રા એટલે શું? પૂજ્યશ્રી– આત્માનું અજ્ઞાન. એ અજ્ઞાન ટાળવા માટે પુરુષાર્થ કરવાનો છે. મનુષ્યભવ મળ્યો, સપુરુષનો યોગ થયો તો હવે કરી લેવું. સામગ્રી મળી તો તેનો ઉપયોગ કરી મોક્ષમાર્ગે ચાલવું.” -o.2 (પૃ.૪) મુરા ક્ષણે ક્ષણે જીવ બંદ્યાય આ, એ જ અનાદિ વ્યાપાર રે, હા! કાળ અનંત વીતી ગયો, ભવસાગર-દુઃખ અપાર રે. શ્રી રાજ અર્થ - આપણો આત્મા પ્રતિ સમય શુભાશુભ કર્મોથી બંધાય છે. એ જ અનાદિકાળનો એનો વ્યાપાર છે. પ્રતિદિન 2.19.000 વિપળનો આ જીવ વ્યાપાર કરે છે. મનમાં ઘાટ ઘડે અને ભાંગે એ રૂપ સંકલ્પ વિકલ્પનો વ્યાપાર કરે છે. “શ્રી જિને આ જીવના અજ્ઞાનની જે જે વ્યાખ્યા કહી છે, તેમાં સમયે સમયે તેને અનંતકર્મનો વ્યવસાયી કહ્યો છે. (વ.પૃ.૪૧૨). હા! એટલે આશ્ચર્ય છે કે ચાર ગતિમાં આત્માને અનંતદુઃખ ભોગવતા અનંતકાળ વ્યતીત થઈ ગયો! “ક્ષણ ક્ષણ જતાં અનંતકાળ વ્યતીત થયો, છતાં સિદ્ધિ થઈ નહીં.” -શ્રીમદ્ રાજચંદ્ર આ ભવસાગરમાં અનંત અપાર દુઃખ હોવા છતાં આત્માને અજ્ઞાનવશ તેનું ભાન થતું નથી. (3" -પ્ર.વિ.ભા.૧ (પૃ.૩૨૩) અનંતકાળથી આથો વિના ભાન ભગવાન'... ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨માંથી - “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવઘાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળ અનંત અપાર રે. 40 1 સંક્ષેપાર્થ - હે અનંત કરુણા કરીને જગતના જીવોને તારનાર એવા જગતારક સર્વાનુભૂતિ પ્રભુ! હું આપની આગળ વિનંતિ કરું છું. તે વિનંતિને આપ અવઘારો અર્થાત્ લક્ષમાં લ્યો. આપના સ્વરૂપના દર્શન વગર અથવા સમ્યગ્દર્શન વગર હું દેહાદિમાં અહંભાવ મમત્વભાવ 244 Page #249 -------------------------------------------------------------------------- ________________ કરી જ્ઞાનાવરણાદિ આઠ કર્મો બાંધી, તેના ફળમાં અનંત અપાર કાળ સુધી હું ચારગતિરૂપ સંસારમાં રઝળ્યો અને અનંત દુઃખ પામ્યો છું. માટે હે જગતારક વિભો! આપ સમક્ષ આ સર્વ દુઃખથી મુક્ત થવા અર્થે વિનંતિ કરું છું. 1 સુહમ નિગોદ ભવે વસ્યો, પુદ્ગલ પરિઅટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે. 402 સંક્ષેપાર્થ - કઈ કઈ ગતિઓમાં કેવા પ્રકારના ભવ ઘારણ કર્યા તેનું વર્ણન નીચેની ગાથાઓથી હવે કરે છે - સુહમ એટલે સૂક્ષ્મ નિગોદમાં ભવ કરતો હું ત્યાં વસ્યો. કેટલા કાલ સુધી ત્યાં વાસ કર્યો? તો કે અનંત પુદ્ગલ પરિઅટ્ટ એટલે અનંત પુગલ પરાવર્તન કાલ સુધી ત્યાં જ વાસ કર્યો. સૂક્ષ્મ નિગોદમાંથી એકવાર પણ જીવ બહાર ન નીકળે ત્યાં સુધી તે જીવ અવ્યવહાર રાશિમાં કહેવાય છે. તે અવ્યવહાર રાશિ એટલે નિત્ય નિગોદમાં અનંતકાળ વ્યતીત થઈ ગયો. ત્યાં રહી ક્ષુલ્લક ભવ એટલે હલકા ભવ અત્યંતપણે કર્યા અર્થાત્ એક શ્વાસોશ્વાસમાં સાડા સત્તર વખત જન્મ મરણ કર્યા. એમ ઉપરા ઉપરી જન્મમરણની વેદના એક ઘારાપણે મારા આત્માએ સહન કરી. રા. વ્યવહાર પણ તિરિય ગતે, ઇગ વણખંડ અસન્ન રે; અસંખ્ય પરાવર્તન થયાં, ભમિયો જીવ અઘસ રે. 40 3 સંક્ષેપાર્થ - અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો. ત્યાં પણ તિરિય ગતે એટલે તિર્યંચ ગતિમાં ઇ વણખંડ એટલે એક વનસ્પતિના ભાગમાં જ અસન્ન એટલે અસંજ્ઞીપણે (મન વગર) અસંખ્ય પુગલ પરાવર્તન થયા છે. એમ મારા જીવે સમ્યક્ જ્ઞાન, દર્શનસ્વરૂપ, પોતાના આત્મઘન વિના અઘન્નપણે ભ્રમણ કર્યું છે. ફા સૂક્ષમ સ્થાવર ચારમેં, કાલહ ચક્ર અસંખ્ય રે; જન્મ મરણ બહુલાં કર્યાં, પુદ્ગલ ભોગને કંખ રે. 40 4 સંક્ષેપાર્થ - તથા સૂક્ષ્મ સ્થાવર એવા પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર કાયમાં અસંખ્ય કાલચક્ર સુઘી (એક કાલચક્ર વીસ કોડાકોડી સાગરોપમનું) મારા આત્માએ જન્મમરણ બહુ જ કર્યા. તે શા માટે કરવા પડ્યા? તો કે પુદ્ગલ ભાગની કંખ એટલે કાંક્ષાએ અર્થાત્ ભોગોને ભોગવવાની ઇચ્છાથી, તેના ફળમાં કરવા પડ્યાં. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાવશ સર્વ યોનિઓમાં મેં અનંત દુઃખ સહન કર્યા. 4 ઓધે બાદર ભાવમેં, બાદર તરુ પણ એમ રે; પુદ્ગલ અઢી લાગેટ વસ્યો, નામ નિગોદે પ્રેમ રે. 40 5 સંક્ષેપાર્થ - ઓધે એટલે સામાન્યપણે બાદર ભાવમેં અર્થાત્ કંદમૂળાદિ બાદ એટલે 245 Page #250 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન દેખાય છે તેવી નિગોદમાં અથવા બાદર તરુ એટલે સાધારણ અનંતકાય / વનસ્પતિ (ગોટલી ન થાય ત્યાં સુધીની કેરી અથવા સેવાલ વગેરે) માં પણ હું લાગલગાટ એકસાથે અઢી પુદ્ગલ પરાવર્તન સુઘી વાસ કર્યો. જાણે નિગોદ સાથે પ્રેમ કર્યો હોય તેમ થયું. /પા. સ્થાવર સ્કૂળ પરિતમેં, સીત્તર કોડાકોડિ રે; આયર ભમ્યો પ્રભુ નવિ મિલ્યા, મિથ્યા અવિરતિ જોડિ રે. . 6 સંક્ષેપાર્થ - બાદર પ્રત્યેક પાંચે સ્થાવર એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ તથા વનસ્પતિકાયમાં ઉત્કૃષ્ટ સિત્તેર કોડાકોડી આયર એટલે સાગરોપમ સથી ભ્રમણ કર્યું. પણ આપ સમાન પ્રભુનો મને ભેટો નહીં થયો, તેથી મિથ્યાત્વ અને અવિરતિની જ વૃદ્ધિ કરી. IIકા વિગલપણે લાગત વસ્યો, સંખિજવાસ હજાર રે; બાદર પજ્જવ વણસ્સઈ, ભૂ જલ વાયુ મઝાર રે. 40 7 અનલ વિગલ પજ્જતમેં, તસભવ આયુ પ્રમાણ રે; શુદ્ધ તત્ત્વ પ્રાપ્તિ વિના, ભટક્યો નવ નવ ઠાણ રે. 40 8 સંક્ષેપાર્થ - વિગલપણે એટલે વિકલેન્દ્રિયપણે લાગલગાટ સંખ્યાતા હજાર વર્ષ પર્યત બે ઇંદ્રિય, ત્રિઇંદ્રિય અને ચતુરેન્દ્રિયમાં વાસ કર્યો. તથા બાદર પજ્જવ વણસઈ એટલે બાદર પ્રત્યેક વનસ્પતિકાયમાં અને ભૂ એટલે પૃથ્વી, પાણી અને વાયુકામાં તેમજ અનલ એટલે અગ્નિકાયમાં, વિગલ એટલે વિકસેન્દ્રિય, પક્કતમેં એટલે પર્યાયમાં, તે તે ભવના આયુષ્યના પ્રમાણમાં શુદ્ધ દેવ, ગુરુ, ઘર્મ તત્ત્વની પ્રાપ્તિ વિના નવા નવા સ્થાનકોમાં મેં ખૂબ ભ્રમણ કર્યું. માતા સાથિક સાગર સહસ દો, ભોગવીઓ તસ ભાવે રે; એક સહસ સાથિક દધિ, પંચેન્દ્રી પદ દાવે રે. 40 9 સંક્ષેપાર્થ - સાથિક એટલે સ અધિક અર્થાત્ બે હજાર સાગરોપમથી કાંઈક અથિક કાલ સુઘી તસ એટલે ત્રસકાયમાં (બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી ત્રસ જીવોમાં) ઉપરોક્ત દુઃખો મેં ભોગવ્યા. તેમાં એક સહસ દથિ એટલે એક હજાર સાગરોપમથી કંઈક અધિક પંચન્દ્રિયપણામાં ભ્રમણ કર્યું. તે પંચેન્દ્રિયપણામાં માત્ર અડતાલીસ જ ભવ મનુષ્યના પ્રાપ્ત થયા; અને બાકીના બધા તિર્યંચ પંચેન્દ્રિયમાં કે નારકી અથવા દેવ કે યુગલીયાના ભવ થયા. તે સિવાયનો બીજો બધો કાળ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત પુદ્ગલપરાવર્તન કરતાં ગયો. પાલાા. પર પરિણતિ રાગીપણે, પર રસ રંગે રક્ત રે; પર ગ્રાહક રક્ષકપણે, પરભોગે આસક્ત રે. 40 10 સંક્ષેપાર્થ :- ઉપરોક્ત અનંતકાળનું ભ્રમણ શા માટે થયું તેના હવે કારણો દર્શાવે છે - પર પુદ્ગલ પદાર્થમાં રાગસહિત પરિણતિ એટલે ભાવ કરવાથી, પર એવા પુદ્ગલમાં આનંદ 246 Page #251 -------------------------------------------------------------------------- ________________ “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'..... માની તેના રંગે રક્ત એટલે તન્મય થવાથી, તથા પર પુદ્ગલના ગ્રાહક એટલે / 3 તેને જ ગ્રહણ કરવાની ઇચ્છાથી તથા તેના જ રક્ષણ કરવામાં ઉપયોગ રહેવાથી તેમજ પર એવા વિષયભોગોમાં આસક્ત થવાથી શુદ્ધ આત્મતત્ત્વનું મને દર્શન ન થયું અને માત્ર સંસાર ભ્રમણ જ ચાલુ રહ્યું. 10 શુદ્ધ સ્વજાતિ તત્ત્વને, બહુ માને તલ્લીન રે; તે વિજાતિ રસતા તજી, સ્વસ્વરૂપરસ પીન રે જ૦ 11 શુદ્ધ સ્વજાતિમય એવા આત્મતત્ત્વને જે બહુમાનપૂર્વક તલ્લીનતાએ ભજશે એટલે કે જે પોતાના ‘સહજાત્મસ્વરૂપનું ધ્યાન ઘરશે, તે ભવ્યાત્મા આત્માથી વિજાતીય એવા પુદ્ગલથી ઉત્પન્ન થતાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શની રસતા એટલે આસ્વાદને તજી, સ્વસ્વરૂપમય એવા શુદ્ધાત્મરસના અમૃતને સર્વકાળને માટે પીન એટલે પીતા થઈ જશે. ./૧૧ના શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર, તારક લાયક દેવ રે; તુજ ચરણ શરણ રહ્યો, ટળે અનાદિ કુટેવ રે. 40 12 સંક્ષેપાર્થ - શ્રી સર્વાનુભૂતિ જિનેશ્વર પ્રભુ ભવ્ય જીવોના સાચા તારક છે. કારણ કે વીતરાગ પરમાત્મા હોવાથી તે સાચા દેવપણાને લાયક છે. માટે હું તો આપના ચરણકમળના શરણમાં રહ્યો છું કે જેથી કર્મબંઘ કરવાની અનાદિ કાળની મારી કુટેવ ટળી જાય.” ૧રા -ચં.ચો.ભા.૧ (પૃ.૯૭) અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન'.. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - અનંતકાળથી જન્મમરણ કરું છું તે કેમ મટે એ વારંવાર વિચારવું “અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી અને તે શું કરવાથી થાય? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે. તેને વિચાર્યા વિના કે દ્રઢ વિશ્વાસથી ઝૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિકલ્પો દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશો.” (વ.પૃ.૨૦૧) - વીતરાગતા, વિનય અને સપુરુષની આજ્ઞા એ નહીં મળવાથી રખડ્યો “જગતમાં નીરામીત્વ, વિનયતા અને સત્પરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરવો ઉચિત છે. જય થાઓ!” (વ.પૃ.૧૭૬) વાસનાનો અભ્યાસ અનાદિનો, તેને દૂર કરવા સત્સંગ સર્વશ્રેષ્ઠ અનંતકાળથી જીવને અસત્ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સત્ સંબંધી સંસ્કાર 247 Page #252 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબદર્શન થઈ શકતું નથી, તેમ અસત્ વાસનાવાળા ચિત્તને વિષે પણ સત્ સંબંથી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી; ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંતકાળનો જે મિથ્યા અભ્યાસ છે. તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત્ સત્તા અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોકલજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. (વ.પૃ.૨૭૮) જ્ઞાની પુરુષની આશાતના, નિંદા કરવાથી અનંતસંસાર વધે. “જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે. તે પુરુષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળપરિણામે પરમ ઉપયોગદ્રષ્ટિએ વર્તવું, એ અનંતસંસારને નાશ કરનારું તીર્થકર કહે છે, અને તે વાક્યો જિનાગમને વિષે છે.” (વ.પૃ.૩૪૩) અસદ્ગથી અનાદિથી રખડ્યો, સદ્ગુરુની આજ્ઞાએ વર્તે તો કલ્યાણ જીવ ખોટા સંગથી, અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય.” (વ.પૃ.૭૨૭) અનંતકાળથી નરક નિગોદાદિમાં કુટાઈ હવે મનુષ્યભવ પામ્યો “અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં સૂક્ષ્મ નિગોદમાંથી આગળ કુટાતો પિટાતો કર્મની અકામ નિર્જરા કરતો, દુઃખ ભોગવી તે અકામ નિર્જરાના યોગે જીવ પંચેન્દ્રિય મનુષ્યપણું પામે છે.” (વ.પૃ.૬૬૨) બોઘામૃત ભાગ-૩'માંથી - સપુરુષની પ્રાપ્તિ અને જીવની યોગ્યતા હોય તો અવશ્ય કલ્યાણ થાય “પ્રશ્ન–અનંતકાળથી જે કલ્યાણ થતું નથી તે અત્યારે કેમ થશે? ઉત્તર-“જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પરુષના યોગ વિના સમજાતું નથી.” (505) બેય યોગો સાથે મળે ત્યારે કલ્યાણ અનંતકાળથી નહોતું થતું તે થાય છેy.” બો.૩ (પૃ.૭૭૯) જીવની યોગ્યતા અને સત્પરુષનો યોગ હોય તો અનંતકાળમાં નહીં થયેલું એવું જીવનું કલ્યાણ થાય. સપુરુષ તો પરમકૃપાળુ પરમાત્મા જેવા મળેલ છે. હવે માત્ર આપણી યોગ્યતાની ખામી છે. માટે પ.પૂ.પ્રભુશ્રીજી કહે છે કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. પ્રભુ અમે તો આપવા જ બેઠા છીએ, પણ તમે લેશો શામાં? યોગ્ય બનો તો આપી દઈએ. એ યોગ્યતા શું છે? તો કે–ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ એ યોગ્યતા છે. અથવા 248 Page #253 -------------------------------------------------------------------------- ________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન'..... કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહિયે જિજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરુ બોઘ; તો પામે સમકિતને, વર્તે અંતર શોઘ.” એનુંજ બીજું રૂપ શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા છે. એ ગુણો પોતામાં આવે તો તે જીવ સમકિત પ્રાપ્ત કરવાને યોગ્ય થાય. અનંતકાળથી જીવને સમકિત આવ્યું નથી. તેથી અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન” પણ તે હવે મટી જાય અને શાશ્વત સુખશાંતિને સર્વ કાળને માટે જીવ પામી ભવબંધનથી મુક્ત થાય એવો યોગ છે, એવો અવસર હાથમાં આવેલો છે. સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'... હે સર્વજ્ઞ ભગવાન! આપનો બોઘેલો માર્ગ પ્રવર્તાવનાર એવા સદ્ગુરુ ભગવાનની મેં ઉપાસના કરી નહીં અથવા સદ્ગુરુના અવલંબને સાધકપણે વર્તતા એવા સંતપુરુષોની પણ આજ્ઞા હું ઉઠાવી શક્યો નહીં, તેથી હું આ ચોરાશી લાખ જીવ યોનિમાં હજુ ભણું . તેનું મુખ્ય કારણ કે મેં મારું અભિમાન-હું જાણું છું, સમજું છું તે છોડ્યું નહીં. તેથી તે દેવગુરુઘર્મની આજ્ઞાએ હું પ્રવર્તી શક્યો નહીં અને તેના ફળસ્વરૂપ જન્મમરણના દુઃખ જ પામતો રહ્યો. કેમકે ‘પાપ મૂળ અભિમાન છે' તે મેં છોડ્યું નહીં. “પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧" માંથી : “અહિતમાં હિત માની બેઠો, હિતતણું નહીં ભાન, શાશ્વત નિજ સત્તાના જાણું, અનિત્યનું અભિમાન. જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. 6 અર્થ - પાંચ ઇન્દ્રિયના વિષયો તથા ક્રોઘાદિ કષાયભાવો કે જે આત્માને અહિતરૂપ છે તેમાં હું હિત માની બેઠો છું. અને આત્માને હિતરૂપ એવા વૈરાગ્યભાવમાં, કે ક્ષમા, સરળતા, વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આદિ આત્મઘર્મને ઘારણ કરવામાં કે ઇન્દ્રિય જય કરવામાં અથવા કષાયોને ઉપશાંત કરવામાં ખરેખર મારું હિત રહેલું છે તેનું મને હજુ સુધી ભાન નથી. તથા મારી શાશ્વત ત્રિકાળ રહેનાર, કદી મરનાર નહીં એવી નિજ આત્મસત્તા છે તેનું પણ મને જ્ઞાન નથી. અને વળી તેથી વિપરીત અનિત્ય એવા શરીર, ઘન, કુટુંબાદિને મારા માની તેનું અભિમાન કરું છું એ જ મારી અજ્ઞાનતાની પરાકાષ્ટા છે. માટે મહાન આશ્ચર્યકારક એવા વીતરાગ સ્વરૂપને ઘારણ કરનાર આપ જિનેન્દ્ર પ્રભુને ઘન્ય છે. Iકા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૭) 249 Page #254 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “સર્વ શાસ્ત્ર-સમુદ્રોના પારગામી મુનિ મહા, અભિમાન નહીં ઘારે, બાળ જેવા રહે, અહા! 14 અર્થ - સર્વ શાસ્ત્રરૂપી સમુદ્રોના પારને પામેલા એવા મુનિ મહાત્માઓ કદી અભિમાનને ઘારણ કરતા નથી; પણ અહો! બાળક જેવા સદા નિર્દોષ બનીને રહે છે. એવી નિર્દોષતા જ ઉપાસવા યોગ્ય છે. I14o. નિરભિમાનીની વાણી સૌ કોઈ સુણવા ચહે; સ્વપ્રશંસા અભિમાની તણી વાણી વિષે વહે–૧૫ અર્થ - નિરભિમાની જીવની વાણી સૌ કોઈ સાંભળવા ઇચ્છે. જ્યારે અભિમાની જીવની વાણીમાં સ્વપ્રશંસાનો પ્રવાહ વહ્યા કરે છે; તે આપવડાઈ કર્યા કરે છે. 15 પકવાન્ને કાંકરી જેવી દૂભવે મન આપણાં; વિના વાંકે બને વૈરી અભિમાની તણાં ઘણાં. 16 અર્થ - અભિમાની જીવની આપવડાઈ, પકવાન જમતાં વચ્ચે કાંકરી આવી જાય તો કેવો રંગમાં ભંગ પડે, તેમ તે વાણી આપણા મનને દૂભવે છે. અભિમાની જીવના, વિના વાંકે ઘણા વૈરી બની જાય અર્થાત્ તે કોઈનું બૂરું ન કરે તો પણ તેના અભિમાનથી તેના પ્રત્યે ઘણાને અણગમો રહે છે. II11aaaa પ્ર.વિ.ભા.૧ (પૃ.૫૪૯) પાપમૂલ અભિમાન” પ્રસિદ્ધ જગમાં અતિ, નિષ્પાપી નિરભિમાની વિનયાવિત સન્મતિ. 3 અર્થ - ‘પાપનું મૂળ અભિમાન છે' એમ જગતમાં અતિ પ્રસિદ્ધ વાત છે. પ્રશ્ન-અભિમાન થવાનું કારણ શું? બધું છે તો પારકું. પૂજ્યશ્રી–પારકું નથી માન્યું. મારું નથી એમ જેને હોય તે અભિમાન ન કરે. પોતાનું માન્યુ હોય તો અભિમાન થાય.” ઓ.૧ (પૃ.૧૫૧) પણ જે નિરભિમાની, વિનયવાન અને સબુદ્ધિવાળા છે તે નિષ્પાપી જીવો છે. તે તત્ત્વને પામી શકે છે. અઘમાઘમ અઘિકો પતીત સકલ જગતમાં હુય” એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી લાગવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે “જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.” માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે.” -બો.૧ (પૃ.૬૫) 3 જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, શ્રી, તપે, રૂપે અભિમાન કુબુદ્ધિને; પડે ના સુજ્ઞ તો કૂપે. 4 અર્થ - શાસ્ત્રોમાં મુખ્યત્વે આઠ પ્રકારના મદ એટલે અહંકાર ઊપજવાના પ્રકાર છે તે આ પ્રમાણે–જાતિમદ, કુળમદ, બળમદ, વિદ્યામદ, ઐશ્વર્ય એટલે સત્તામદ, શ્રી એટલે લક્ષ્મી-ઘનમદ, તપમદ અને રૂપમદ. કુબુદ્ધિવાન જીવને એથી અભિમાન ઊપજે છે. જ્યારે સુજ્ઞ એટલે વસ્તુને 250 Page #255 -------------------------------------------------------------------------- ________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન”.... સમ્યક્ પ્રકારે જાણનાર એવો આત્માર્થી જીવ, તે આ અભિમાનરૂપી કૂવામાં પડતો 6 ) નથી. મેતારક મુનિ અને હરિકેશી મુનિએ પૂર્વભવમાં બ્રાહ્મણ જાતિનું અભિમાન કે કરેલું તેથી તેમને આ ભવમાં ચંડાલ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું. I4o. જાતિવંત ઘણા જીવો કુકર્મે નરકે ગયા, નરો કુલીન ભિખારી અભિમાન વશ થયા. 5 અર્થ - ઉત્તમજાતિમાં ઉત્પન્ન થવા છતાં જીવનમાં જાતિમદ આદિ કુકર્મો કરી ઘણા જીવો નરકમાં જઈને પડ્યા. તેમજ ઉત્તમ કુલમાં જન્મ લેવા છતાં તેનું અભિમાન કરવાથી આવતા ભવમાં ભિખારી બની ગયા. મરિચિનું દૃષ્ટાંત - ભગવાન ઋષભદેવના સમયમાં ભરત મહારાજાએ મરિચિને ભાવી તીર્થકર જાણી નમસ્કાર કર્યા ત્યારે ભગવાન મહાવીરના જીવ મરિચિએ કુલમદના અભિમાનમાં આવીને કહ્યું કે મારા દાદા કોણ છે? પ્રથમ તીર્થકર ઋષભદેવ, મારા પિતા કોણ છે? છ ખંડના અધિપતિ ચક્રવર્તી તો હું આવતા ભવોમાં વાસુદેવ, ચક્રવર્તી અને તીર્થકર થાઉં તો એમાં શું નવાઈ? તેના ફળમાં લગભગ એક કોડાકોડી સાગરોપમ સુધી તેમને સંસારમાં ભ્રમણ કરવું પડ્યું.” /પા -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૫૪૭) ‘સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'..... “શ્રીમદ્ રાજચંદ્રમાંથી : અભિમાન મૂકે તો વિનય આવે અને ગુરુ સંતની સેવા થાય. “માર્ગ પામવામાં અનંત અંતરાયો છે. તેમાં વળી “મેં આ કર્યું, “મેં આ કેવું સરસ કર્યું?” એવા પ્રકારનું અભિમાન છે. “મેં કાંઈ કર્યું જ નથી' એવી દ્રષ્ટિ મુકવાથી તે અભિમાન દૂર થાય.” (વ.પૃ.૭૦૦) ચક્રવર્તીની સંપત્તિની તુલનામાં મારી પાસે શું છે તે અહંકાર કરું? “છ ખંડના ભોક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મોટાઈ અને અહંકાર કરી બેઠો છું એમ કેમ વિચારતો નથી?” (વ.પૃ.૭૨૭) પોતાનો કોઈ ગુણ જોઈ રાજી ન થવું પણ અલ્પ દોષ જોઈ પશ્ચાતાપ કરવો “પોતાને વિષે ઉત્પન્ન થયો હોય એવો મહિમાયોગ્ય ગુણ તેથી ઉત્કર્ષ પામવું ઘટતું નથી, પણ અલ્પ પણ નિજદોષ જોઈને ફરી ફરી પશ્ચાત્તાપમાં પડવું ઘટે છે, અને વિના પ્રમાદે તેથી પાછું ફરવું ઘટે છે; એ ભલામણ જ્ઞાનીપુરુષનાં વચનમાં સર્વત્ર રહી છે; અને તે ભાવ આવવા માટે સત્સંગ, સદ્ગુરુ અને સલ્લાસ્ત્રાદિ સાઘન કહ્યાં છે, જે અનન્ય નિમિત્ત છે.” (વ.પૃ.૪૨૨) 251 Page #256 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન આજ્ઞા ભક્તિ કરે તો સ્વચ્છેદ ટળે અને અહંકાર મટે જરા સમતા આવે કે અહંકાર આવીને ભુલાવે છે કે “હું સમતાવાળો છું.” = માટે ઉપયોગ જાગૃત રાખવો. માયાને શોધી શોધીને જ્ઞાનીએ ખરેખર જીતી છે. ભક્તિરૂપી સ્ત્રી છે. તેને માયા સામી મૂકે ત્યારે માયાને જિતાય. ભક્તિમાં અહંકાર નથી માટે માયાને જીતે. આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં અહંકાર છે.” (વ.પૃ.૭૦૬) ઉપદેશામૃત' માંથી - આ જીવનું માન - અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે માન ન હોય તો અહીં જ મોક્ષ છે. તે મુકાણું તો કામ થયું. સમાધિસ્થ બાહુબલજીને તેમની બહેનો–બ્રાહ્મી-સુંદરી–એ જંગલમાં જઈને કહ્યું : “વીરા, ગજથકી હેઠા ઊતરો.” ત્યાં બાહુબલજી વિચારમાં પડી ગયા અને જાગ્યા કે ખરી વાત છે, અહંકારરૂપી ગજ ઉપર હું નાનાભાઈને હું નમવા હવે તો જાઉં એમ વિચારીને ઊઠ્યા કે તરત કેવળજ્ઞાન થયું. આટલા જ માનના અહંકારથી કેવળજ્ઞાન અટક્યું હતું. આ જીવનું માન-અહંકારે ભૂંડું કર્યું છે. તે મૂક્ય છૂટકો છે.” (ઉ.પૃ.૨૦૬) અભિમાનીના અહંકારથી જીવનું ઘણું ભૂંડું થાય. તે મૂક્યા વગર મુક્તિ નથી ઉજ્જિતકુમારનું દ્રષ્ટાંત - નંદિપુરમાં રત્નશખર નામે રાજાનો પુત્ર ઉજ્જિતકુમાર હતો. એકદા તે વિદ્યાશાળામાં ગયો, ત્યાં ભણાવનાર ગુરુને ઊંચે આસને બેઠેલા જોઈ તેણે કહ્યું કે “તું અમારા રાજ્યમાં આવેલા દાણાનો ખાનાર થઈને ઊંચા આસન પર બેસે છે. અને મને નીચે બેસાડે છે;” એમ કહી ગુરુને લાત મારી નીચે પાડી દીધા. તે વાત સાંભળી ‘આ કુપુત્ર છે” એમ જાણી રાજાએ તેને પોતાના દેશમાંથી દૂર કર્યો. BRITE 252 Page #257 -------------------------------------------------------------------------- ________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન”.. I ઉન્ઝિત કુમાર ચાલતો ચાલતો એક તાપસના આશ્રમમાં ગયો. ત્યાં પગ ઉપર પગ ચઢાવીને તે તાપસોની સામે બેઠો. એટલે તાપસોએ તેને શિખામણ આપી કે “હે ભાગ્યશાળી! વિનય રાખ.” તે બોલ્યો કે “મસ્તકપર જટાજુટ રાખનારા અને આખે શરીરે ભસ્મ ચોળનારા બાવાઓને વિષે વળી વિનય શો?” તેનું તેવું ગર્વિષ્ઠ વચન સાંભળીને તાપસોએ તેને તરત ત્યાંથી કાઢી મૂક્યો; એટલે તે ક્રોધથી . બોલ્યો કે અરે! મારા પિતાનું રાજ્ય પામીશ ત્યારે તમારો નાશ કરીશ.” એમ કહીને બડબડતો બડબડતો તે આગળ ચાલ્યો. માર્ગમાં તેને એક | સિંહ મળ્યો. તેને જોઈને હાથમાં તીક્ષ્ણ ખડ્ઝ છે લઈ અહંકારથી તેની સન્મુખ જ ચાલ્યો. સિંહની સાથે યુદ્ધ થતાં સિંહ તેને ખાઈ ગયો. તે મરીને ગધેડો થયો. ત્યાંથી મરી ઉંટ થયો. ત્યાંથી મરીને ફરીથી નંદીપુરમાં જ પુરોહિતનો પુત્ર થયો. બાલ્યાવસ્થામાં જ તે ચૌદ વિદ્યાનો પારગામી થયો. ) / એક ત્યાં પણ અહંકારથી જ મૃત્યુ પામીને તેજ નંદીપુરમાં ગાયન કરનારો Gee ડુંબ થયો. તેને જોઈ પૂર્વભવના પિતા પુરોહિતને તેના પર ઘણો સ્નેહ થવા લાગ્યો. એ પરમ છે 253 Page #258 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન એવામાં કોઈ કેવળજ્ઞાની તે ગામે પઘાર્યા. તેને પુરોહિતે નમ્રતાથી પૂછ્યું કે જ “હે પૂજ્ય! આ ડુંબના પર મને ઘણો પ્રેમ થાય છે તેનું કારણ શું?” ત્યારે પર કેવળીએ તેના પૂર્વ ભવનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને તે ગાયકને જાતિસ્મરણજ્ઞાન થયું; તેથી તે કેવળી પરમાત્માના વચન સાંભળવાનો રસિક થયો. પછી ગાયકે પોતાના ઉદ્ધારનો ઉપાય પૂક્યો; ત્યારે શ્રી કેવળીએ અનેક સ્યાદ્વાદથી યુક્ત એવું મન, વચન અને કાયા રૂપ ત્રણ યોગની શુદ્ધિનું સ્વરૂપ પ્રકાશિત કર્યું. તે કેવળીના મુખથી ઘર્મોપદેશ સાંભળીને સંસારની અનિત્યતા જાણી પુરોહિત અને ડુંબ બન્ને શુદ્ધ ઘર્મને અંગીકાર કરી પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી અનુક્રમે મુક્તિને પામશે. -ઉપદેશપ્રસાદ ભાષાંતર ભાગ-૫ના આધારે (પૃ.૧૫૬) તેણે અભિમાન મૂકી વિનયવાન થઈ ઘર્મને અંગીકાર કર્યો તો જન્મમરણથી છૂટ્યો. નહીં તો ઘીમે ઘીમે રાજપુત્રમાંથી ગધેડો, ઉંટ, ડુંબ વગેરેના ભવો કરતો કરતો વિશેષ નીચગતિને પામત. માટે અભિમાન મૂકી વિનયવાન થઈ ઘર્મનું આરાઘન કરવું એ જ શ્રેયસ્કર છે. જીવને તુચ્છ વસ્તુનું અભિમાન થાય છે પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જણાવેલું કે જીવને તુચ્છ વસ્તુનું પણ અભિમાન થાય છે. બીજાના કરતાં પોતાના જોડાં સારા હોય તો તેનું પણ જીવને અભિમાન થાય કે મારા જોડા એના કરતાં સારા છે. ભલેને જોડા જેવી તુચ્છ વસ્તુ છે છતાં તેનુંય પાછું અભિમાન થાય છે. અભિમાન વિના જીવ રહેતો નથી. ‘સેવ્યા નહિ ગુરુસંતને, મૂક્યું નહિ અભિમાન'.... બોઘામૃત ભાગ-૧,૨' માંથી - સપુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો જ્ઞાનીના વચનો ચોંટે પૂજ્યશ્રી–જીવને આ સંસારમાં ભમવાનું મોટું કારણ અભિમાન છે. એ અભિમાન ઊતરી જાય એવા “વીશ દોહરા' છે. અનંતાનુબંધી માનથી જીવને રખડવાનું થાય છે. અભિમાન દૂર થાય તો વિનય ગુણ પ્રગટે. પછી સત્પષ ઓળખાય. “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે.” (254) સપુરુષમાં પરમેશ્વરબુદ્ધિ થાય તો એને જ્ઞાનીના વચનો ચોંટે. એ માટે “વીશ દોહરા' છે. માન જાય તો વિનય ગુણ આવે. એટલો બઘો પ્રભાવ “વીશ દોહરા' માં છે. કંઈક ગરજ જોઈએ, વિજ્ઞાનપણું જોઈએ.” ઓ.૧ (પૃ.૪૩૧) માન આવે તો ભગવાન પડખેથી ખસી જાય જીવને અભિમાન પેસી જાય છે. માન આવે તો ભગવાન પડખેથી ખસી જાય. ‘અઘમાઘમ છું” એ ટકવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવું કૃપાળુદેવે બધું લખ્યું છે. એક “ક્ષમાપના” બોલે તો બધું ઝેર ઊતરી જાય.” (જૂનું બો.૧ પૃ.૨૧૦) 254 Page #259 -------------------------------------------------------------------------- ________________ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન'...... ભગવાન હોય ત્યાં માન ન રહે અને માન હોય ત્યાં ભગવાન ન રહે ગોપીઓના અહંકારનું દ્રષ્ટાંત -“શ્રીમદ્ ભાગવતમાં એક કથા આવે છે. શરદ-પૂર્ણિમાની રાત્રિ હતી. શ્રીકૃષ્ણ જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બથી ગોપીઓ ઘરનાં કામ વગેરે છોડીને ત્યાં શ્રીકૃષ્ણ પાસે આવી. શ્રીકૃષ્ણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ગોપીઓએ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ, કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય છે. પછી તે રોજ તેની પૂજા કરતી હોય; અને જ્યારે પતિ ઘરે આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને પહેલાં પૂજા કરવા દો. તેમ અમારા પતિ તો તમે છો. બીજા તો બઘા લાકડાના પૂતળા જેવા છે. જ્યારે ખરા પતિ ઘરે આવે ત્યારે લાકડાના પતિની કોણ સેવા કરે? તે સાંભળી શ્રીકૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને પછી બહુ આનંદથી રાસ રમ્યા. તે વખતે એક ગોપી અને એક કૃષ્ણ, એક ગોપી અને એક કૃષ્ણ એમ બધી ગોપીઓ સાથે કૃષ્ણ દેખાવા લાગ્યા. તે વખતે ગોપીઓના મનમાં થયું કે આપણે કેવી ભાગ્યશાળીની છીએ! આ વખતે બીજાં બધાં ઊંધે છે અને આપણે ભગવાન સાથે લીલા કરીએ છીએ. એમ જરાક અભિમાન આવી ગયું, એટલામાં તો એકેય કૃષ્ણ ન મળે. કૃષ્ણ અલોપ થઈ ગયા. કેમકે “મોહનવરને માન સંઘાથે વેરજો.” જ્યાં ભગવાન હોય ત્યાં માન ન રહે અને જ્યાં ભાન હોય ત્યાં ભગવાન ન રહે, એવું છે. માટે અભિમાન મૂકવાનું છે.” બો.૧ (પૃ.૭૦૨) સંસાર નાશ કરવા તૈયાર થયો ને અભિમાન કરે તો સંસાર વધે કૃપાળુદેવે લખ્યું છે કે “જો કે તીર્થકર થવા ઇચ્છા નથી; પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે.” (170) તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવોને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી. પણ તીર્થકર પોતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. અત્યારે જીવની પાસે અભિમાન કરવા જેવું કંઈ નથી. અભિમાન દૂર થવાનો ઉપાય જ્ઞાનીની આજ્ઞા છે. સંસાર નાશ કરવા તૈયાર થયો હોય અને અભિમાન કરે ત્યાં સંસાર વધે. લોકોમાં માન મેળવવા જીવ વઘારે તણાય છે.” -જૂનું બો.૧ (પૃ.૩૦૫) મહાપુરુષોના ગુણો અને પોતાના દોષો જુએ તો અભિમાન ટળે. “મુમુક્ષુ–કોઈ પદ અથવા પત્ર બોલતાં અભિમાન આવી જતું હોય તો બોલવું કે ન બોલવું? પૂજ્યશ્રી–જ્યારે બોલે ત્યારે વિચારે કે હું હજુ શીખ્યો નથી. શું એવું અભિમાન કરવા જેવું શીખ્યો છું? પૂર્વે થઈ ગયેલા ગણધરોએ ચૌદપૂર્વની રચના કરી હતી. ઘણા એ પૂર્વેને ભણ્યા હતા. તે જ્ઞાનની આગળ મારું જ્ઞાન શું છે? કશુંયે નથી. ભગવાનમાં કેટલા ગુણો છે! મારામાં કેટલા બઘા દોષો ભરેલા છે? મારે તો હજુ ઘણું કરવાનું છે. મેં કંઈ કર્યું નથી. જીવે અહંકાર કરવા જેવું કોઈ કામ નથી કર્યું. એમ જો વિચાર કરે તો અભિમાન થાય નહીં, અને પુરુષાર્થ પણ જાગે. જ્યારે 255 Page #260 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન f6 3 મનમાં અભિમાન આવે ત્યારે ભગવાનને સંભારે તો અભિમાન ન થાય. પોતાનાથી જે નીચા છે તેના ઉપર દ્રષ્ટિ રાખે તો અભિમાન થાય.” -બો.૧ (પૃ.૧૨૭) જ્ઞાની પુરુષ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું એમ માનવું નહીં “જ્યાં સુધી જ્ઞાની પુરુષ એમ ન કહે કે તને જ્ઞાન થયું છે, ત્યાં સુધી જ્ઞાની છું એમ માનવું નહીં. મારે જાણવું છે એમ રાખવું. પોતાને જ્ઞાની માની લે તો પછી કોઈની પાસેથી જાણવાનું બંધ થઈ જાય, એટલે પછી ભૂલ જાય નહીં, અને જ્ઞાન થાય નહીં. મને જ્ઞાન થયું એમ માનવામાં નુકસાન છે. એના કરતાં ન માનવામાં લાભ છે. તીર્થકર વિચરતા હતા ત્યારે ગણઘર જેવા પણ ‘ભગવાન જાણે” એમ રાખતા. (આનંદ શ્રાવક-ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત : ઉપદેશછાયા-૪) ગૌતમસ્વામીએ છતે જ્ઞાને જોયું નહીં, ઉપયોગ આપ્યો નહીં. જઈને મહાવીરસ્વામીને પૂછ્યું. પણ તેથી જ્ઞાન કંઈ જતું રહ્યું? ન માનવામાં કંઈ ખોટ નથી. હું જાણું છું એમ માનવું જીવને સારું લાગે છે, પણ તે નુકસાન કરનાર છે, અશાંતિ કરનાર છે. મને આવડે છે એવું અભિમાન હોય તો જ્ઞાનીનું કહેલું ન બેસે. ગુણગ્રાહી થવું. માનવું છે જ્ઞાનીનું. એણે સાચી વસ્તુ જાણી તે આપણે કામની છે. જગતમાં કશું પ્રિય કરવા જેવું નથી અને “જે કંઈ પ્રિય કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી” (198) એટલું હૃદયમાં રહે તો કામ થાય. પ્રિય કરવા જેવું છે તે જ્ઞાનીએ જાણ્યું છે. ચેતતો રહે તો આગળ વધે.” -જૂનું બો.૧ (પૃ.૨૩૧) કૃપાળુદેવને ઉપાધિમાં પણ સમાધિ કેમકે ક્ષાયિક સમ્યક્રવૃષ્ટિ "देहाभिमाने गलिते विज्ञाते परमात्मनि / यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः // (223) હું વાણિયો છું, બ્રાહ્મણ છું, સ્ત્રી છું, પુરુષ છું, એ આદિ દેહાભિમાન જેને નથી અને આત્મસ્વરૂપ જેણે જાણ્યું છે, તેનું ચિત્ત જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સમાધિ છે. રાગદ્વેષ થતા નથી. અમુક કરવું, અમુક ન કરવું, એમ એ કરતા નથી. જે ઉદયમાં આવે તે કરે છે. સમાવિભાવ એમનો છૂટતો નથી. એ ક્ષાયિક સમકિતનું બળ છે. કોઈ એમ કહે કે તમારે આટલી ઉપાધિ છે તો ભાર કાઢી નાખો ને! કૃપાળુદેવ કહે છે કે એવું કરવું હોય તો થાય, પણ એમ કરીએ તો કર્મ ભોગવાય નહીં. ભોગવ્યા વિના છૂટકો નથી, આ ભવમાં કે પરભવમાં.” -બો.૨ (પૃ.૧૦૧) “સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક.” 16 અર્થ:- “હે પ્રભુ! મેં સંતચરણ એટલે સદ્ગુરુના આશ્રય વગર અનેક સાઘન કર્યા, પણ એનાથી કશું પાર પામ્યો નહીં. એક અંશ માત્ર પણ વિવેક ઊગ્યો નથી.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) 256 Page #261 -------------------------------------------------------------------------- ________________ સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક’....... “સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક'... હે પ્રભુ! અનંતકાળના પરિભ્રમણમાં મેં મુક્તિને અર્થે અનેક સાઘન , યમનિયમ'ના પદમાં જણાવ્યાં છે તેવા કર્યા, પણ તેમાં મારી એક મોટી ભૂલ રહી ગઈ કે તે સાઘન સદગુરુ કે સંત-પુરુષની આજ્ઞાએ અથવા તેમના આશ્રયે ન કરતાં સ્વચ્છેદે જ દોડ કરી. “શ્રી આનંદઘનજી મહારાજ શ્રી ઘર્મનાથ ભગવાનના જીવનમાં જણાવે છે - “દોડતા દોડતા દોડતા દોડિયો, જેતી મનની રે દોડ જિ. પ્રેમ પ્રતીત વિચારો ટૂંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ. ઘ૦ 4 સંક્ષેપાર્થ - હે પ્રભુ! મેં આપના દર્શન કરવા માટે અનાદિકાળથી દોડ દોડ જ કર્યું છે. જેટલી મારા મનની શક્તિ હતી તેટલી સ્વચ્છેદે દોડ કરી છે અને મુક્તિ મેળવવા માટે અનેક તીર્થોની યાત્રા કરી છે કે ઘર્મોની આરાઘન કરી છે. પણ આનંદઘનજી મહારાજ કહે છે કે મુક્તિ મેળવવાનો માર્ગ તો સદ્ગુરુ પ્રત્યેનો પ્રેમ, તેની પ્રતીતિ એટલે શ્રદ્ધા અને તેમના વચનોનો વિચાર કરતાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ ઢુંકડી થશે અર્થાત્ પોતામાં જ આત્માના દર્શન થશે. પણ સાથે ગુરુગમને અવશ્ય જોડજો, નહીં તો ફરી ભૂલા પડશો. શ્રીમદ્જીએ પણ આ વિષે કહ્યું છે કે-“બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે.” જા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૧ (પૃ.૧૮૬) પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧,૨' માંથી : “ત્રિવિધિના તાપે અશરણ બઘો લોક બળતો, ભૂલી અજ્ઞાને હા! સ્વરૂપ નિજ, દુઃખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો, તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ રળતો. 3 અર્થ - હે પ્રભુ! ઊર્ધ્વ, અઘો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાથિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભૂલી જઈ; જન્મ, જરા, મરણના કે ત્રિવિધ તાપાગ્નિમાં દુઃખમાં જ તે ઊકળ્યા કરે છે. તે ત્રિવિધ તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અનન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોઘતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ! તું નિવાર, નિવાર. “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં પત્રાંક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે : 257 Page #262 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન “આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સફુરુષ જ શરણ છે; સન્દુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯) -પ્ર.વિ.ભા.૧ (પૃ.૨) “જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સુલભ મોક્ષપદ, ભાખ્યુંજી; આત્મસ્થિરતા, મોક્ષમાર્ગ તો કેમ સુલભ નહિ? દાખ્યુંજી. સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ પામ્યા, અચળ આ કળિકાળજી. અર્થ - જ્ઞાનીપુરુષના દ્રઢ આશ્રયથી સર્વોત્કૃષ્ટ એવું મોક્ષપદ સુલભ છે એમ મહાપુરુષોએ કહ્યું છે, તો ક્ષણે ક્ષણે આત્માનો ઉપયોગ સ્થિર કરવો ઘટે એવો કઠણ મોક્ષમાર્ગ તેમના દ્રઢ આશ્રયે કેમ સુલભ ન હોય? અર્થાતુ હોય જ. આત્મઉપયોગ સ્થિર થયા વિના મોક્ષપ્રાપ્તિ હોય નહીં. સૂક્ષ્મ આત્મતત્ત્વની દ્રઢ શ્રદ્ધાને આ કળિકાળમાં પામ્યા એવા પરમકૃપાળુપ્રભુનો ચરણ કમળમાં મારા કોટિશ પ્રણામ હો. ટી. જ્ઞાનીપુરુષનાં વચન તણો દૃઢ આશ્રય જે નર પામ્યો છે, તેને સાઘન થાય સુલભ સૌ, અખંડ નિશ્ચય માન્યોજી. અર્થ - જ્ઞાનીપુરુષના વચનમાં જેને દ્રઢ શ્રદ્ધા હોય તેને મોક્ષમાર્ગમાં ઉપયોગી એવા વૈરાગ્ય, ઉપશમ. ભક્તિ. સંયમાદિ સર્વ સાઘન સલભ થાય એવો અખંડ નિશ્ચય જ્ઞાનીઓએ માન્ય કરેલ છે.” II -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૭૧) સંતચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - દુષમકાળમાં વૃત્તિઓનો જય કરવા માટે સત્સંગની સમીપતા જરૂરી “જ્ઞાનીપુરુષના વચનનો દ્રઢ આશ્રય જેને થાય તેને સર્વ સાઘન સુલભ થાય એવો અખંડ નિશ્ચય સત્પરુષોએ કર્યો છે, તો પછી અમે કહીએ છીએ કે આ વૃત્તિઓનો જય કરવો ઘટે છે, તે વૃત્તિઓનો જય કેમ ન થઈ શકે? આટલું સત્ય છે કે આ દુષમકાળને વિષે સત્સંગની સમીપતા કે દ્રઢ આશ્રય વિશેષ જોઈએ અને અસત્સંગથી અત્યંત નિવૃત્તિ જોઈએ; તોપણ મુમુક્ષને તો એમ જ ઘટે છે કે કઠણમાં કઠણ આત્મસાધન હોય તેની પ્રથમ ઇચ્છા કરવી, કે જેથી સર્વ સાધન અલ્પ કાળમાં ફળીભૂત થાય.” (વ.પૃ.૪૪૭) આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે સઘુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કર્તવ્ય “સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે. 258 Page #263 -------------------------------------------------------------------------- ________________ સંતચરણ આશ્રય વિના સાઘન કર્યા અનેક’..... જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી. તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રય-ભાવના નિત્ય કર્તવ્ય છે.” (વ.પૃ.૪૯૨) પૂર્વકાળમાં જ્ઞાનીનો આશ્રય લીઘો નથી એ જ કારણ પરિભ્રમણનું થયું છે “ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તો આત્મા જેમાં મુખ્યપણે વર્તે છે, તે ધ્યાન કહેવાય છે; અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. એવું જ આત્મજ્ઞાન તે યથાર્થ બોઘની પ્રાપ્તિ સિવાય ઉત્પન્ન થતું નથી. એ યથાર્થ બોઘની પ્રાપ્તિ ઘણું કરીને ક્રમે કરીને ઘણા જીવોને થાય છે, અને તેનો મુખ્ય માર્ગ તે બોઘસ્વરૂપ એવા જ્ઞાનીપુરુષનો આશ્રય કે સંગ અને તેને વિષે બહુમાન, પ્રેમ એ છે. જ્ઞાની પુરુષનો તેવો તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણી વાર થઈ ગયો છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેનો આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી; અને તે જ કારણ જીવને પરિભ્રમણનું થયું છે, એમ અમને તો દ્રઢ કરીને લાગે છે.” (વ.પૃ.૩૫૭) પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ ઘટાડવી, તો આશ્રય રહે જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોઘ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાઘનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાઘનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાઘનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે.” (વ.પૃ.૪૫૪) અજ્ઞાની અને અશક્ત મનુષ્યો પણ સંતચરણના આશ્રયથી તરી ગયા “તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ઘર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.” (વ.પૃ.૬૨૬) જ્ઞાની પુરુષના શરણસહિત દેહ છૂટે તો જીવન ધન્ય બની જાય “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મમરણાદિનો નાશ કરી શકે કેમકે તે યથાસંભવ ઉપાય છે.” (વ.પૃ.૫૦૩) 259 Page #264 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે તો સાઘન સફળ જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ પુરુષનાં વચનનું અપૂર્વ અને અદ્ભુત સ્વરૂપ ભાસે છે; અને બંઘનિવૃત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્રત્યક્ષ સત્પરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ વૈરાગ્ય અને આશ્રયભક્તિની ઘારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વઘી શકતાં નથી, અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે છે.” (વ.પૃ.૩૯૮) પાંચમા આરાના અંત સુધી જ્ઞાની કે તેમના ઉપદેશનું હોવાપણું છે “એક વખત ઉપદેશમાં આવ્યું હતું કે જ્ઞાની વિના કોઈ કાળે ભૂમિ હોતી નથી. અને તે ઉપર પોતાનું દ્રષ્ટાંત દીધું હતું કે જે સાલમાં ચિદાનંદજીનો દેહાંત થયો એ જ સાલમાં અમારા દેહનો જન્મ થયો છે. એટલે જ્ઞાનીનું પૃથ્વી ઉપર હોવાપણું છે. શ્રી મહાવીરસ્વામીનું શાસન પાંચમા આરાના અંત સુધી ચાલશે તે સમ્યકત્વને આશ્રયે ચાલશે.” -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૧ (પૃ.૫૫) “પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'.... સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક” તેથી હું સંસાર સાગરનો પાર પામી શક્યો નહીં, અને સાચો મોક્ષનો મૂળમાર્ગ જ તે મારા હાથમાં ન આવવાથી વિવેકનો એક અંશ પણ મારામાં ઉદય પામ્યો નહીં. વિવેક એટલે હિતાહિતનું ભાન, કૃત્યાકૃત્યનું ભાન કે પેયાપેય કે ખાદ્યાખાદ્યનું જ્ઞાન અથવા સર્વના ફળસ્વરૂપ એવો જે જડચેતન વિવેક તે હું કરી શક્યો નહીં. તેથી હું મારા શુદ્ધ આત્મસ્વરૂપને પામી ન શક્યો અને ઘોર-અપાર દુઃખમય સંસારમાં જ આજ દિવસ સુધી રઝળતો રહ્યો છું. વિવેક શબ્દના અનેક અર્થ “પ્રમાદ' શબ્દની પેઠે “વિવેક' શબ્દ વ્યવહારમાં વપરાય છે. કોઈ અતિથિ આદિની આગતાસ્વાગતામાં કુશળ હોય, બીજાનું મન સાચવીને વર્તતો હોય તો લોકો તેને વિવેકી કહે છે; એટલે વ્યવહાર કુશળતા અર્થમાં વિવેક મોટે ભાગે વપરાય છે. સારા ખોટાને પારખવામાં પણ વિવેક શબ્દ વપરાય છે; વિવેચનના અર્થમાં પણ ક્વચિત્ વપરાય છે; જેમકે “એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે.” યત્નાપૂર્વક આચરણને પણ કેટલાક વિવેક કહે છે : જેમકે “ઉપશમ વિષય કષાયનો, સંવર તીનું યોગ; કિરિયા જતન વિવેકર્સે, મિટે કર્મ દુખ-રોગ.” -બૃહદ આલોચના 260 Page #265 -------------------------------------------------------------------------- ________________ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'..... પરંતુ પરમાર્થ ભાષા કે અધ્યાત્મ શાસ્ત્રોમાં વિવેકનો અર્થ આત્મા સંબંધી ઓળખાણ કે દેહાદિથી ભિન્ન પોતાનું સ્વરૂપ સમજવું એવો થાય છે. એ રીતે વિવેકને ભેદજ્ઞાન પણ કહેવાય છે, સમ્યકજ્ઞાન પણ કહેવાય છે " -પ્રવેશિકા (પૃ.૨૧૦) શ્રીમદ્ રાજચંદ્ર માંથી - આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં “લઘુ શિષ્યો–અહો! વિવેક એ જ ઘર્મનું મૂળ અને ઘર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહીં એ પણ સત્ય છે. જ્ઞાન, શીલ, ઘર્મ, તત્ત્વ અને તપ એ સઘળાં વિવેક વિના ઉદય પામે નહીં એ આપનું કહેવું યથાર્થ છે. જે વિવેકી નથી તે અજ્ઞાની અને મંદ છે. તે જ પુરુષ મતભેદ અને મિથ્યાદર્શનમાં લપટાઈ રહે છે. આપની વિવેક સંબંઘીની શિક્ષા અમે નિરંતર મનન કરીશું.” મોક્ષમાળા (વ.પૃ.૯૪) છ પદને વિચારવાથી વિવેકજ્ઞાન અથવા સમ્યક્રદર્શન પ્રગટે “આત્મા છે', “આત્મા નિત્ય છે', “આત્મા કર્મને કર્તા છે', “આત્મા કર્મનો ભોક્તા છે', તેથી તે નિવૃત્તિ થઈ શકે છે', અને નિવૃત્ત થઈ શકવાનાં સાઘન છે', એ જ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવાયોગ્ય છે. પૂર્વના કોઈ વિશેષ અભ્યાસબળથી એ છ કારણોનો વિચાર ઉત્પન્ન થાય છે; અથવા સત્સંગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાનો યોગ બને છે.” (વ.પ્ર.૪પર) સંસારના અનિત્ય પદાર્થમાં મોહ હોવાને લીધે છ પદની શ્રદ્ધા થતી નથી અનિત્ય પદાર્થ પ્રત્યે મોહબુદ્ધિ હોવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાદ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેનો વિવેક કરતાં કરતાં જીવને મૂંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથિ છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છોડી દેવાનો યોગ પૂર્વકાળે ઘણી વાર બન્યો છે, કેમકે જેનો અનાદિકાળથી અભ્યાસ ચાલે છે તે, અત્યંત પુરુષાર્થ વિના, અલ્પકાળમાં છોડી શકાય નહીં. માટે ફરી ફરી સત્સંગ, સન્શાસ્ત્ર અને પોતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લેવો યોગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરૂપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરૂપ આવિર્ભાવ થાય છે.” (વ.પૃ.૪૫૩) ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૫” માંથી - "कर्म जीवं च संश्लिष्टं, सर्वदा क्षीरनीरवत् / विभिन्नीकुरुते योऽसौ, मुनिहंसो विवेकवान् // 9 // 261 Page #266 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન ભાવાર્થ –“સર્વદા દૂઘ અને જળની જેમ એકરૂપ થઈ ગયેલા એવા કર્મ I અને જીવને આ વિવેકી મુનિરૂપી હંસ પૃથક્ કરે છે.” જ્ઞાનાવરણીય આદિક કર્મ અને સચ્ચિદાનંદરૂપ જીવ તે સર્વ કાળ દૂઘ અને જળની જેમ એકીભૂત થયેલા છે. તેને લક્ષણાદિ ભેદે કરીને જે પૃથક્ કરે છે, તે મુનિહંસ વિવેકવાન કહેવાય છે. વિશેષાર્થ –હેય (ત્યાગ કરવા લાયક) અને ઉપાદેય (ગ્રહણ કરવા લાયક)ની જે પરીક્ષા તે વિવેક કહેવાય છે. તેના બે ભેદ છે - ઘન ઉપાર્જન કરવામાં, રાજનીતિમાં અને કુળનીતિ વગેરેમાં જે નિપુણતા તે લૌકિક વિવેકદ્રવ્યવિવેક કહેવાય છે, અને લોકોત્તર એવો ભાવવિવેક તો ઘર્મનીતિ જાણનારને હોય છે. તેમાં પણ સ્વજન, દ્રવ્ય અને પોતાના દેહાદિકમાં જે રાગ-તેની વહેંચણ કરવી અર્થાત્ કરવા યોગ્ય નથી એમ વિચારવું, તે બાહ્યવિવેક કહેવાય છે; અને અશુદ્ધ ચેતનાથી ઉત્પન્ન થયેલ જ્ઞાનાવરણાદિક દ્રવ્યકર્મ તથા વિભાવાદિક ભાવકર્મ–તેની જે વહેંચણ કરવી-વિભાગ કરવો તે અત્યંતર વિવેક કહેવાય છે. કહ્યું છે કે વેહાત્માદ્યવિવેaોડયું, સર્વદા સુમો મવેત્ | મોટટ્યાપિ તદ્ધ, વિવેત્ત્વતિયુર્કમ: III ભાવાર્થ –“દેહ એ જ આત્મા છે ઇત્યાદિ જે અવિવેક તે તો સર્વદા સુલભ છે; પણ તે બન્નેના ભેદમાં (ભેદ સંબંઘી) જે વિવેક તે કોટીભવે પણ અતિ દુર્લભ છે.” વિશેષાર્થ આત્માના ત્રણ ભેદ છે. બાહ્યાત્મા, અત્તરાત્મા અને પરમાત્મા. જેને દેહ, મન, વાણી વિગેરેમાં આત્મત્વ બુદ્ધિ છે, એટલે દેહ જ આત્મા છે વગેરે, એ પ્રમાણે સર્વ પૌલિક પ્રવર્તનમાં જેને આત્મત્વ બુદ્ધિ છે તે બાહ્યાત્મા કહેવાય છે. તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ સહિત અવસ્થામાં પણ જ્ઞાનાદિ ઉપયોગ લક્ષણવાળા, નિર્વિકાર, અમર, અવ્યાબાદ અને સમગ્ર પરભાવથી મુક્ત એવા આત્માને વિષે જ જેને આત્મબુદ્ધિ છે તે અન્તરાત્મા કહેવાય છે. અવિરતિ સમ્યવૃષ્ટિ (ચોથા) ગુણસ્થાનકથી આરંભીને બારમા ક્ષીણમોહ ગુણસ્થાનક સુઘી અન્તરાત્મા કહેવાય છે, અને જે કેવળજ્ઞાન તથા કેવળદર્શનના ઉપયોગવાળા છે તે પરમાત્મા કહેવાય છે. તે તેરમા ચૌદમા ગુણસ્થાનકે હોય છે. આવા ભેદના વિવેક કરીને સર્વ સાધ્ય છે. દેહ એટલે શરીર અને “આદિ' શબ્દથી મન, વાણી ને કાયા તેને વિષે “આ જ આત્મા છે' એમ જ માનવું તે અવિવેક છે. તે અવિવેક સંસારમાં સર્વદા સુલભ છે; ને શરીર અને આત્માની ભિન્નતાનું જે વિવેચન કરવું તે વિવેક છે; તેવો વિવેક કોટીભવે પણ અતિ દુર્લભ છે. સમ્યવ્રુષ્ટિ જીવને જ તેવું ભેદજ્ઞાન હોય છે. संयमानं विवेकेन, शाणेनोत्तेजितं मुनेः / धृतिधारोल्बणं कर्म-शत्रुच्छेदक्षमं भवेत् // 1 // ભાવાર્થ - વિવેકરૂપી સરાણે કરીને તેજસ્વી કરેલું અને ધૃતિ (સંતોષ)રૂપ તીક્ષ્ણ ઘારવાળું 262 Page #267 -------------------------------------------------------------------------- ________________ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક'..... પરભાવનિવૃત્તિરૂપ જે સંયમરૂપી શસ્ત્ર તે જ્ઞાનાવરણાદિ કર્મરૂપી શત્રુનો નાશ 6 કી કરવાને સમર્થ થાય છે. આ જીવ અનાદિકાળથી મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાનથી અધિષ્ઠિત થયેલો હોવાથી સંસારમાં પરિભ્રમણ કરે છે. તે જ જીવ ત્રિલોકના વત્સલ એવા જિનેશ્વરે કહેલા શ્રેષ્ઠ આગમના તત્ત્વરસનું પાન કરવા વડે સ્વ-પરના વિવેકને પ્રાપ્ત કરીને પરભાવ અને વિભાવથી નિવૃત્ત થઈ પરમ સ્વરૂપનો સાઘક થાય છે. આ સંબંઘમાં ઉદાહરણ છે તે નીચે પ્રમાણે વિવેકે કરી હજારો ડાંસોનો-ઉપસર્ગ સહન કર્યો શ્રમણભદ્રનું દૃષ્ટાંત - ચંપાનગરીમાં જિતશત્રુ રાજાને શ્રમણભદ્ર નામે પુત્ર હતો. તેણે એક દિવસ ઘર્મઘોષ નામના ગુરુમહારાજ પાસે ઘર્મોપદેશ સાંભળ્યો કે– यथा योधैः कृतं युद्धं, स्वामिन्येवोपचर्यते / शुद्धात्मन्यविवेकेन, कर्मस्कन्धोर्जितं तथा // 1 // ભાવાર્થ –“જેમ સુભટોએ કરેલું યુદ્ધ રાજાને વિષે ઉપચાર કરાય છે, એટલે યુદ્ધનું જયપરાજયરૂપી ફળ રાજામાં આરોપણ કરાય છે–આ રાજા જીત્યો કે હાર્યો એમ કહેવાય છે, તેમ અવિવેક અને અસંયમે કરીને બંઘાયેલા કર્મઢંઘોના સામ્રાજ્યનો આરોપ પણ શુદ્ધ આત્માને વિષે જ કરાય છે.” ઇત્યાદિ ઘર્મોપદેશ સાંભળીને કામભોગથી વિરક્ત થયેલા તે મહાત્માએ દીક્ષા ગ્રહણ કરી. ગુરુની કૃપાથી તે શ્રમણભદ્ર મુનિ શ્રુતસાગરનો પાર પામ્યા, અને ગુરુની આજ્ઞાથી એકલવિહાર - જો કોઈ Ins જ, કે - ર 263 Page #268 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન f: કુત પ્રતિમા અંગીકાર કરી. અન્યદા તે મુનિ નીચી ભૂમિવાળા પ્રદેશોમાં વિહાર કરતા શરદઋતુને સમયે કોઈ મોટા અરણ્યમાં રાત્રિને વિષે પ્રતિમા ઘારણ કરીને રહ્યા. ત્યાં સોયના જેવા તીક્ષ્ણ મુખવાળા હજારો ડાંસો તે મુનિના કોમળ શરીર ઉપર લાગીને તેમનું લોહી પીવા લાગ્યા. ડંખવામાં તત્પર એવા નિરંતર વળગી રહેલા તે ડાંસોએ કરીને સુવર્ણના વર્ણ જેવા તે મુનિ જાણે લોહના વર્ણ જેવા હોય તેમ શ્યામ વર્ણ થઈ ગયા. તે ડાંસોના ડંખથી મુનિના શરીરમાં મહા વેદના થતી હતી તો પણ ક્ષમાઘારી તે મુનિ સહન કરતા હતા, અને તે ડાંસોને ઉડાડતા પણ નહોતા. ઊલટો તે એવો વિચાર કરતા હતા કે “આ વ્યથા મારે શી ગણતરીમાં છે? આથી અનન્તગણી વેદના નરકમાં મેં અનંતીવાર સહન કરી છે. કેમકે परमाधार्मिकोत्पन्ना, मिथोजाः क्षेत्रजास्तथा / नारकाणां व्यथा वक्तुं, पार्यते ज्ञानिनापि न // 1 // ભાવાર્થ - “નારકીઓની પરમાઘાર્મિક ઉત્પન્ન કરેલી, પરસ્પરની કરેલી તથા ક્ષેત્રથી ઉત્પન્ન થયેલી વ્યથાનું સંપૂર્ણ વર્ણન કરવાને જ્ઞાનીઓ પણ સમર્થ નથી.” વળી अन्यद्वपुरिदं जीवाजीवश्चान्यः शरीरतः / जानन्नपीति को दक्षः, करोति ममतां तनौ // 2 // ભાવાર્થ –“આ શરીર જીવથી ભિન્ન છે, અને આ જીવ શરીરથી જુદો છે. એમ જાણતા છતાં પણ કયો ડાહ્યો માણસ શરીર પર મમતા કરે ?" દેહ એ પુદ્ગલનો પિંડ છે, અને તે અનિત્ય છે. જીવ અમૂર્ત અને અચળ (નિત્ય) છે. તે જીવ અનન્ત જ્ઞાન, દર્શન અને ચારિત્ર ઘર્મવાળો છે, ચૈતન્ય સ્વરૂપ છે, સ્વ (પોતાના) રૂપનો કર્તા છે, સ્વ-રૂપનો ભોક્તા છે, સ્વ-રૂપમાં જ રમણ કરનાર છે, જેનું ભવભ્રમણ મટી ગયું છે અને પૌગલિક પરભાવના કર્તુત્વાદિ ઘર્મથી રહિત છે.” ઇત્યાદિ વિવેક કરીને શુભ ભાવ ભાવતા સતા તે મુનિ તે મહા વ્યથાને સહન કરતા હતા. તે ડાંસોથી તેમના શરીરનું સઘળું લોહી શોષાઈ ગયું, તેથી તે જ રાત્રિએ તે મુનિ કાળ કરીને સ્વર્ગે ગયા. આ પ્રમાણે વિવેક ગુણને હૃદયમાં ઘારણ કરવાથી શ્રમણભદ્ર મુનિ સ્વર્ગસુખને પામ્યા. તે જ પ્રમાણે બીજા પણ નિપુણ મુનિવરોએ આ જિનવચનને અંગીકાર કરવા.” (પૃ.૧૨૩) “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સસાધન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય.” 17 અર્થ - “હે પ્રભુ! જેટલાં સાઘનો કર્યા તેનાથી બંઘન જ થયું. હવે મને કોઈ ઉપાય સૂઝતો નથી. જ્યાં સુધી સત્સાઘનને હું નથી સમજ્યો ત્યાં સુધી બંઘન કેવી રીતે જાય? સાચો માર્ગ સદ્ગુરુ સિવાય બતાવનાર કોઈ નથી. સદ્ગુરુના કહેવા પ્રમાણે ચાલવા જેવું છે.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) 264 Page #269 -------------------------------------------------------------------------- ________________ સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”... સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય'.... હે પ્રભુ! અજ્ઞાન અવસ્થામાં સ્વચ્છેદે કે કુગુરુ આશ્રયે મોક્ષને અર્થે કરેલા - યમનિયમાદિ સર્વ સાધન છૂટવાને બદલે બંધનરૂપ થયા. બઘો પુરુષાર્થ નકામો ગયો એટલું જ નહીં પણ તે સાધન આત્માને કર્મ બંઘાવનાર નીવડ્યા. સન્માર્ગમાં વિઘ્નરૂપ થયા. સાચો મોક્ષમાર્ગ હાથ આવે તો જીવનો મોક્ષ થયા વિના રહે નહીં “નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયો, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં; કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઈએ.” (વ.પૃ.૭૩૩) “બીજા સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્દગુરુ થકી, ઉલટો વધ્યો ઉતાપ.” -શ્રીમદ્ રાજચંદ્ર (શ્રી ત્રિભોવન માણેકચંદ ખંભાતના પ્રસંગમાંથી) અસથુરુ પોતે બુડે અને બીજાને પણ બુડાડે શ્રી રામચંદ્રજીનું દૃષ્ટાંત –“એકવાર સાહેબજીએ કહ્યું કે અસદ્ગુરુ પોતે રખડે અને તેના આશ્રયે આવેલા જીવો હોય તે પણ રખડે. ઈત્યાદિ વાતો કર્યા પછી કહ્યું કે શ્રી રામચંદ્રજી જ્યારે કૈલાસ પધાર્યા હતા, ત્યારે દેવોને કહ્યું કે “અયોધ્યામાંથી જે જે દુઃખી મનુષ્યો હોય તેઓને લાવો. દેવો લાવ્યા પછી ફરીથી રામચંદ્રજીએ કીધું કે હવે કોઈ ત્યાં છે? ત્યારે દેવોએ કહ્યું કે હવે ત્યાં કોઈ નથી રહ્યું પણ એક કૂતરો છે. તેના શરીરમાં બહુ કીડા પડ્યા છે. તેથી તે બહુ દુઃખ પામે છે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું–જાઓ તેને સાચવીને લાવો. એક કીડો પણ બહાર પડી જાય નહી, તેવી રીતે તે કૂતરાને લાવો. દેવો તેને સાચવીને લાવ્યા. રામચંદ્રજીએ કૂતરા પર પાણી છાંટ્યું. એટલે કૂતરા પર જે કીડા હતા તે મનુષ્યો થઈ ગયા. તેને રામચંદ્રજીએ પૂછ્યું કે તમે આ કૂતરાને કેમ પીડો છો? ત્યારે તેણે રામચંદ્રજીને કહ્યું આ કૂતરાનો જીવ તે પૂર્વે અમારો ગુરુ હતો અને અમે તેના શિષ્ય હતા. અમો એના આઘીન વર્તતા હતા. અમે એને તન, મન, ઘન અર્પણ કર્યા હતા. તેણે અમારું કલ્યાણ કર્યું નહીં. પણ અમારું તન, મન, ઘન હરણ કરી ગયો. તે લેણું અમે આ પ્રકારે લઈએ છીએ અને અમે આવા અવતાર ઘારણ કરીએ છીએ.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૮) કહેતા કહેતી પણ સપુરુષ પ્રત્યે પ્રેમ આવ્યો, તે જીવ કલ્યાણ પામે આ કથા સાહેબજીએ અમોને કહી સંભળાવી અને પછી કહ્યું કે એક સપુરુષ પ્રત્યે જેનો ઓધે રાગ હોય તે પણ કલ્યાણ પામે. તે ઉપર એક ગાથા કહી. ઓઘે જેને તેનો રાગ, એ વિના નહીં બીજો લાગ; સુમતિ ગ્રંથ અર્થ અગાઘ. 265 Page #270 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન તેવી ગાથા કીઘા પછી કહ્યું કે તમો અમારી પૂર્ણ ખાતરી કરજો અમે અમારા અર્થે કંઈ સ્વાર્થ ઇચ્છીએ ત્યારે તમે જાણજો કે તે માર્ગ ભૂલ્યા છે. આ ભવિષ્યમાં સ્મરણ રહેવા તમને કહીએ છીએ. ઇત્યાદિ પ્રકારે કહ્યું હતું.” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૯૧) કુદેવ, કુગુરુ અને કુઘર્મના આશ્રયે પૂર્વે સૌ સાઘન કર્યા તો મારા કર્મબંઘનો કેવી રીતે જાય? જ્યારે સાચા જ્ઞાની પુરુષ પ્રત્યે ઓધે એટલે કહેતા કહેતી સાંભળીને પણ જો પ્રેમ આવ્યો હોય તો પણ જીવ કલ્યાણ પામે. પણ ગુરુ નિઃસ્વાર્થી અને આત્મજ્ઞાની હોવા જોઈએ; જો કુગુરુ હોય તો સંસારમાં પરિભ્રમણ વૃદ્ધિનું જ કારણ થાય. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય' શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : પૂર્વે પોતાની કલ્પનાથી સાઘન કર્યા માટે સહુ સાઘન બંધનરૂપ થયા “જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) જ્ઞાની પુરુષની આજ્ઞાથી સાઘન કરે તો બધા સાઘન સવળા થાય “જીવના પૂર્વકાળનાં બઘાં માઠાં સાઘન, કલ્પિત સાઘન મટવા અપૂર્વજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી; અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે, જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે; અને એ વાત જ્યારે જીવથી મનાય છે, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું, નિવર્તવું શરૂ થાય છે.” (વ.પૃ.૪૧૨) હવે પુરુષનો યોગ થયો તો મારા સર્વ સાઘન સફળ થશે “જીવને પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સપુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે.” (વ.પૃ.૪૧૯) ઘર્મના સર્વ સાઘન આત્માને ઓળખવા માટે છે “બઘા ઘર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવો. બીજા બધાં સાઘન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો છે.” (વ.પૃ.૭૧૫) 266 Page #271 -------------------------------------------------------------------------- ________________ “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય”..... આત્માને જન્મમરણથી છોડાવવા માટે બધી ક્રિયાઓ છે; બંઘન માટે નથી “સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો * લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે. બંઘનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પ્ર.૨૫૬) બાહ્યત્યાગ પણ જ્ઞાન નહીં' એવા ભેખધારીને નમવું પડે તો કેવા ભાવ રાખવા? “મુનિ મોહનલાલજીએ પ્રશ્ન કર્યો કે અમારે ભેખધારીને નમવું પડે છે. તો નમવું કે ન નમવું તેનો પ્રત્યુત્તર કૃપાળુદેવે એમ આપ્યો કે - નમવું ખરું પણ મનમાં એવી ભાવના ભાવવી કે કોઈકાળે ભવાંતરમાં પણ તમારું દર્શન ન થશો. હવે તમારાથી થાક્યા, તમને પગે લાગીએ છીએ. દરેકે ન છૂટકે કરવી ક્રિયામાં એવી ભાવના રાખવી કે ભવાંતરે પણ તું સામો ન આવીશ.” -પૂ.શ્રી બ્રહ્મચારીજીની ડાયરી નં.૧૮ (પૃ.૩૪) અનાદિકાળથી જીવ આત્મજ્ઞાનરહિત એવા કહેવાતા ગુરુને આશ્રયે વર્તવાથી કે સ્વચ્છેદે વર્તવાથી એના સર્વ ઘર્મના સાઘનો પણ બંધનરૂપ જ થયા. પણ આત્મજ્ઞાન પામ્યો નહીં. કેમકે આત્મજ્ઞાન રહિત ગુરુ કદી આત્મજ્ઞાન પમાડી શકે નહીં. માટે સાચા આત્મજ્ઞાની ગુરુની જ શોધ કરી તેની આજ્ઞાનું પાલન કરવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને તેથી સર્વ દુઃખથી મુક્ત થઈ શકાય છે. “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય બોઘામૃત ભાગ-૧' માંથી - હું કંઈ જાણતો નથી એમ વિચારી જ્ઞાની કહે તેમ જાણવું અને માનવું “સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય?” જે ઘણું કરીને થાક્યા છે તેનાં આ વચનો છે. ઘણુંયે કર્યું તોય જન્મ મરણ છૂટ્યાં નહીં. પોતાનો અનુભવ જ કૃપાળુદેવે કહ્યો છે. કરુણા આવવાથી કહ્યું છે. જીવનો સ્વભાવ એવો છે કે દેખવા માટે કલ્પના કરે છે. સાચી વસ્તુ કલ્પનામાં આવે એવી નથી. જ્ઞાનીએ જે જોયું છે તેને આઘારે વિચાર કરવો. પહેલું કરવાનું, ‘હું કંઈ જાણતો નથી', સાચું જ્ઞાનીએ જાણ્યું છે. જ્ઞાનીએ યથાર્થ જાણ્યું છે. કલ્પના હશે ત્યાં સુધી સાચું બેસશે નહીં. આત્માની કલ્પના ન કરવી. જ્ઞાનીએ આત્મા જામ્યો છે તેવો છે. મારે તે જાણવો છે, એમ રાખવું. મધ્યસ્થ રહેવું. જ્ઞાનીએ જાણ્યું છે તે યથાર્થ છે. આત્મભાવના કઈ? તો કે જ્ઞાનીએ ભાવી છે. જ્ઞાનીના આશ્રયે ભાવના કરવાની છે. કલ્પનાથી જીવ છેતરાય છે. એટલા માટે જ કૃપાળુદેવે પહેલું એ જ કહ્યું–બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા.” (76) -બો.૧ (પૃ.૩૧૪) 267 Page #272 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન / \ જે રાગદ્વેષથી છૂટ્યા એવા સપુરુષ મોક્ષનો માર્ગ બતાવી શકે, બીજા નહીં રાજા અને શાસ્ત્રીનું દ્રષ્ટાંત - “એક રાજા હતો. તે શાસ્ત્રી પાસે સૂત્ર સાંભળવા જાય. તેમાં એમ આવે કે આ સૂત્ર સાંભળે તેનો અવશ્ય મોક્ષ થાય અને એને સાંભળવાથી અમુક અમુક મોક્ષે ગયા છે. એ સાંભળી રાજા બહુ આનંદ પામ્યો. એમ કરતાં કરતાં દશ ચોમાસાં નીકળી ગયાં. પછી રાજાએ વિચાર કર્યો કે કેમ મોક્ષ થતો નથી? એવામાં કોઈ એક આચાર્ય પધાર્યા. ત્યારે રાજાએ પૂછ્યું, “મહારાજ, મોક્ષ કેમ થતો નથી? આચાર્યે કહ્યું, “મોક્ષે જવું છે કે વાતો જ કરવી છે?” રાજાએ કહ્યું, “ના, મોક્ષે તો જવું છે.' મહારાજે કહ્યું, “સવારે પેલા શાસ્ત્રીને લઈને ઘર્મશાળામાં આવજે.” બીજે દિવસે રાજા અને શાસ્ત્રી બન્ને આવ્યા. બધી સભા એકઠી થઈ. પછી મહારાજે તો પેલા શાસ્ત્રીને થાંભલે બાંધી દીઘો અને રાજાને પણ બીજા થાંભલે બાંધી દીધો. પછી મહારાજ બોલ્યા, “શાસ્ત્રીજી, પેલા રાજાને છૂટો કરો.” શાસ્ત્રીજીએ કહ્યું, “મહારાજ, હું તો બંઘાયેલો છું, કેમ છૂટો કરું ?" પછી રાજાને કહ્યું, “તમે શાસ્ત્રીને છૂટો કરો.” રાજાએ કહ્યું, “એ તો કેમ બને?” - 268 Page #273 -------------------------------------------------------------------------- ________________ સસાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય’.... ત્યારે મહારાજે કહ્યું, “બન્ને સમજી ગયા ને?” પછી રાજાએ કહ્યું, “ખુલ્લા fe 1 શબ્દોમાં કહો જેથી અમને ખબર પડે.” આચાર્ય મહારાજે કહ્યું, “ભાઈ, બંધાયેલો કેમ છોડાવે? પણ છૂટો હોય તે છોડાવી શકે. તેમ જ, મોક્ષ થવા માટે જે મોક્ષ ભણી જવા મંડ્યા છે, જે સંસારના પરિગ્રહથી અને રાગદ્વેષરૂપ કષાયથી છૂટા થયા છે એવા સપુરુષો મોક્ષે જવાનો રસ્તો બતાવી શકે; અને પછી જો જીવ તેના કહ્યા પ્રમાણે આજ્ઞા આરાધે તો અવશ્ય મોક્ષ થાય, પણ વાતો કરવાથી થાય નહીં.” " -બો.૧ (પૃ.૭૩) સસાઘન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય'.. જાના કર્મબંધનોને તોડનાર જે સત્સાઘન છે તેને તો હું સમજ્યો પણ નહીં. ખોટી મિથ્યામાન્યતાઓ કે કદાગ્રહોને દૂર કરનાર સદ્ગુરુ ભગવંતનો બોઘ છે. તેને મેં જાણ્યો નહીં, સાંભળ્યો નહીં, શ્રદ્ધક્યો નહીં, તો મારા કર્મબંઘ ન કરનાર સ્વચ્છંદ કે આગ્રહો કેવી રીતે દૂર થાય? ન જ થાય. માટે હે પ્રભુ! હવે હું આપનું શરણ અંગીકાર કરું છું. “પૂર્વ પુણ્યના ઉદયથી, મળ્યો સદ્ગુરુ યોગ; વચન સુઘા શ્રવણે જતાં, થયું હૃદય ગત શોક. નિશ્ચય એથી આવીયો, ટળશે અહી ઉતાપ; નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (વ.પૃ.૨૩૧) શ્રીમદ્ રાજચંદ્ર માંથી - માનો પૂર્વે સાઘન મળ્યા પણ શ્રદ્ધા ન કરી તો તે નહીં મળ્યા બરાબર છે જગતમાં સપરમાત્માની ભક્તિ-સગુન્સસંગ–સતુશાસ્ત્રાધ્યયન–સમ્યકુદ્રષ્ટિપણું અને સતયોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોઘ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે.” (વ.પૃ.૧૭૮) દેહમાં મારાપણું અને પરમાં મારાપણું એ મિથ્યાત્વ છે. તેને મૂળથી છેદવું જીવની અનાદિકાળની ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઊગે નહીં. નહીં તો તે પાછી ઊગી નીકળે છે; જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તો ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંઘન થાય છે?” “તે કેમ ટળે?’ એ વિચાર પ્રથમ કર્તવ્ય છે.” (વ.પૃ.૯૯૯) બોઘામૃત ભાગ-૧,૨ માંથી - મંત્ર તે સત્સાઘન છે. આરાધે તો બઘા બંઘન નાશ પામે નિયમ લીઘો હોય તો જીવતાં સુધી પાળવો, તેથી ઘણો લાભ થાય. હરતાં ફરતાં કે 269 Page #274 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન T: કી ગાડીમાં કે ગમે ત્યાં મંત્રમાં ચિત્ત રાખવું. જેને સાઘન મળ્યું છે તે ન વાપરે તો મૂખ ગણાય. જેને નથી મળ્યું તે તો શું કરે? જ્ઞાનીની આજ્ઞા મળી તો એની કે પાછળ મંડી પડવું. ઘર્મ અર્થે પ્રાણ પણ છોડી દેવા છે. દેહ તો ઘણી વખત મળ્યો ને મળશે, પણ ઘર્મ ન મળે. એવી દ્રઢતા આવે ત્યારે સમ્યગ્દર્શન થાય. ત્યાગમાં આનંદ છે એવો ગ્રહણમાં નથી. ત્યાગ કરીને આનંદ મેળવતા શીખવાનું છે.” -બો.૧ (પૃ.૪૫૧) સહુ સાઘન બંઘન થયા’ માટે સત્સાઇન શું કરવું તે જણાવે છે “અનંતકાળના અનંતભવમાં મનુષ્યભવ પણ મળ્યા, છૂટવાનાં સાઘન પણ કર્યા, પણ “સહુ સાઘન બંઘન થયાં.” ભૂલ રહી ગઈ છે તે મૂળમાર્ગમાં કહી છે - એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બં; ઉપદેશ સગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંઘ.” અનાદિના બંધ જવા માટે, જ્ઞાનદર્શનચારિત્રરૂપ મૂળમાર્ગ પામવા માટે, સદ્ગુરુનો ઉપદેશ પામવો જોઈએ. બોઘ પરિણામ નથી પામતો તેના બે કારણો છે : એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંઘ. મોટામાં મોટો દોષ સ્વચ્છેદ છે, એ જાય તો પ્રતિબંઘ જાય છે. સંસારની વાસના રહી છે તેનું કારણ સ્વચ્છેદ છે. સ્વચ્છેદ સપુરુષથી ઓળખાય છે. જેને છૂટવું હોય તેને માટે રસ્તો છે.” -ઓ.૨ (પૃ.૪૪) આત્મજ્ઞાની પુરુષ વિના અનંતકાળનું પરિભ્રમણ કદી મટે નહીં “અનંતકાળથી પરિભ્રમણ થતાં છતાં તેની નિવૃત્તિ, જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષ વિના ન થાય. જેણે આત્મા જામ્યો છે તેવા પુરુષને આશ્રયે જ છુટાય છે. આ વિષમ કાળ છે, હીનપુણ્યવાળા જીવો ઘણા છે. સાચી વસ્તુ ગમવી બહુ મુશ્કેલ છે. આ જીવે શું કર્યું અને શું નથી કર્યું? તે વિચારવાનું છે. આ મનુષ્યભવ મળ્યો છે તેમાં વખત નકામો ન જવા દેવો. (1) યોગ્યતા વધે તેવી વિચારણા કરવી. યોગ્યતા સત્સંગથી આવે છે. (2) કામભોગની ઇચ્છા રોકી, સ્વચ્છેદ રોકી વૈરાગ્યસહિત સત્સંગ કરે તો યોગ્યતા આવે. (3) યોગ્યતા માટે બ્રહ્મચર્ય અને સત્સંગ બળવાન સાધન છે. જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજી ઇચ્છા કરવી નહીં. પાંચ ઇન્દ્રિયોમાં વૃત્તિ ન જવા માટે અને પાત્રતા આવવા માટે સત્સંગ કરવો. કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ ન રાખવો. મોક્ષ સિવાય બીજી સંસારની ઇચ્છા ન રાખવી. જે કરવા જેવું છે તે જીવે જાણ્યું નથી.” -બો.૨ (પૃ.૪૪) “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સક્રુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?" 18 અર્થ - “નિરંતર મનમાં પ્રભુ પ્રભુ એવી લગની લાગે ત્યારે મુમુક્ષતા તો શું, પણ મોક્ષેય પ્રગટ થાય. બનારસીદાસે લખ્યું છે કે-ભાલસો ભુવન વાસ, કાલ સો કુટુંબ કાજ.” એટલે જેને પ્રભુની લગની લાગી છે તેને પછી ગૃહસ્થાશ્રમ ભાલા જેવો લાગે છે, અને કુટુંબ કાર્ય કાળ જેવાં 270 Page #275 -------------------------------------------------------------------------- ________________ “પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય'.... લાગે. એને જ સર્વજ્ઞ ‘તીવ્ર મુમુક્ષુતા' કહે છે. એવી પવિત્ર લગની લાગી નથી. અને સદ્ગુરુને અંતઃકરણથી પાય પણ લાગ્યો નથી. જ્યાં સુધી સ્વદોષ ન દેખે ત્યાં સુધી બધું નકામું છે. સ્વદોષ જોયા વિના કેવી રીતે કરી શકાય?” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય'. હે પ્રભુ! સંસાર દુઃખરૂપ જ છે, ક્લેશરૂપ છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે; દુઃખનો એ સમુદ્ર છે એવું મને ભાસ્યું નથી. તેથી મારાં અંતઃકરણમાં પ્રભુ પ્રભુની લય લાગતી નથી. અર્થાત્ આપના બોઘેલા ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું નિશદિન રટણ થતું નથી અને ભાવ ભક્તિથી આપના ચરણકમળમાં રહેવાની ભાવના પણ જાગતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : જેને પ્રભુ પ્રભુની લય લાગે તે જ જન્મમરણથી છૂટે “જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે; તે જ “પિયુ પિયુ” પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વઘારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે; અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજો સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી! મોહ બળવાન છે!” (વ.પૃ.૨૮૩) પરમકૃપાળુદેવને-પ્રભુ પ્રત્યે લય લાગી છે. “એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહદારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી.” (વ.પૃ.૨૯૦) મીરાંબાઈને મન સર્વત્ર ભગવાન મીરાંબાઈ મહાભક્તિવાન હતા. વૃદાવનમાં જીવા ગોસાંઈના દર્શન કરવા તે ગયાં, ને પૂછાવ્યું કે “દર્શન કરવા આવું?” ત્યારે જીવા ગોસાંઈએ કહેવડાવ્યું કે “હું સ્ત્રીનું મોં જોતો નથી.” ત્યારે મીરાંબાઈએ કહેવડાવ્યું કે “વૃંદાવનમાં રહ્યાં, આપ પુરુષ રહ્યા છો એ બહુ આશ્ચર્યકારક છે. વૃંદાવનમાં રહી મારે ભગવાન સિવાય અન્ય પુરુષના દર્શન કરવા નથી. ભગવાનના ભક્ત છે તે તો સ્ત્રીરૂપે છે, ગોપીરૂપે છે. કામને મારવા માટે ઉપાય કરો; કેમકે લેતાં ભગવાન, દેતાં ભગવાન, ચાલતાં ભગવાન, સર્વત્ર ભગવાન.” " (વ.પૃ.૭૦૩) 271 Page #276 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પ્રભુપ્રેમથી ભારત શૂન્ય; સર્વત્ર માયા મોહનું દર્શન પૂર્ણકામ એવું હરિનું સ્વરૂપ છે. તેને વિષે જેની નિરંતર લય લાગી રહી જ છે એવા પુરુષથી ભારતક્ષેત્ર પ્રાયે શૂન્યવત્ થયું છે. માયા મોહ સર્વત્ર ભળાય છે. ક્વચિત્ મુમુક્ષુ જોઈએ છીએ; તથાપિ મતાંતરાદિકનાં કારણોથી તેમને પણ જોગ થવો દુર્લભ થાય છે.” (વ.પૃ.૨૮૫) શ્રી યશોવિજયજી મહારાજ અરનાથ ભગવાનના સ્તવનમાં જણાવે છે :“પ્રભુપદ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે; મનમોહન સ્વામી વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે. મનમોહન સ્વામી અર્થ - પ્રભુના ચરણનું જેઓએ શરણ લીધું તેઓ ઉત્તમ સ્થિતિમાં તાજા ને તાજા રહ્યા, પણ જેઓ પ્રભુથી વેગળા ગયા તેઓ ઉત્તમ સ્થિતિથી પતિત થયા. વાચક શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે હું તો અન્ય દેવનું ધ્યાન ઘરતો નથી; મને તો એક માત્ર વીતરાગ પ્રભુના જ ગુણગ્રામ પ્રિય છે. ભાવાર્થ - જેણે પ્રભુનું શરણ અંગીકાર કર્યું તેઓ જ આત્માની ચઢતી ચઢતી દશાને પામી અંતે કેવલજ્ઞાનને વરે છે. પણ જેઓ પ્રભુના બતાવેલા માર્ગથી ભ્રષ્ટ-પતિત થાય છે તેઓ પડતા પડતા છેક મિથ્યાત્વ ગુણસ્થાને પણ આવી જાય છે. તેઓની આત્મિક સ્થિતિ વિશુદ્ધ રહેતી નથી; મલિન થઈ જાય છે. જેમ કોઈ માણસ ઊંચેથી પડે અને તેના હાડકાં ભાંગી જાય. તે માણસ પ્રાયઃ લાંબાકાળે સાજો થાય છે, તેવી જ સ્થિતિ હઠયોગીઓની છે. તેઓ એકવાર પડ્યા પછી પ્રાયઃ બહુ લાંબે અંતરે પુનઃ ઊંચા આવે છે.” પા ચૈત્યવંદન ચોવીશી (અર્થસહિત) ભાગ-૧ (પૃ.૨૪૨) પૂ.શ્રી બ્રહ્મચારીજી, આત્માર્થી સજ્જન પુરુષોને ભલામણ કરે છે - “સદ્ગુરુ સેવીએ રે, સજ્જન, નિઃશંકિત થાવા-એ આંકણી સદ્દગુરુ-વંદન, સદ્ગુરુ પૂજન, સદ્ગુરુ ભક્તિ સારી, સદ્ગુરુ-બોઘે, તત્ત્વ-વિશોઘે ઊઘડશે શિવ-બારી. સદ્ગુરુ અર્થ - હે સજ્જન પુરુષો! તમે આત્માદિ સત્ તત્ત્વને વિષે શંકારહિત થવા માટે હમેશાં સદ્ગુરુની સેવા કરો અર્થાત્ તેમની કહેલી આજ્ઞાનું હમેશાં પાલન કરો. સદ્ગુરુ ભગવંતને વંદન કરવું, પૂજન કરવું, તેમની ભક્તિ કરવી તેજ સારી છે અર્થાત્ તે આત્માને હિતકારી છે, પરમ કલ્યાણકારી છે. સદ્ગુરુ ભગવંતના બોઘવડે જો આત્માદિ તત્ત્વોનું વિશેષ શોઘન કરવામાં આવે તો મોક્ષની બારી તમારા માટે ઊઘડી જશે. મનુષ્યભવમાં એજ કર્તવ્ય છે. તેના” -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨ (પૃ.૩૧૭) 272 Page #277 -------------------------------------------------------------------------- ________________ દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?” બોઘામૃત ભાગ-૧' માંથી : હરતા ફરતા “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રની ધૂન લગાવવી “આ જીવની સમજણનું ઠેકાણું નથી, માટે કૃપાળુદેવનું શરણ રાખવું. જે ભૂલ થઈ તે થઈ. જાગ્યા ત્યારથી સવાર. પ્રમાદમાં કેટલોય કાળ ગયો હવે પ્રમાદ ન કરવો. હવે તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”, “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” હાલતાં ચાલતાં એ ધૂન લગાવવી છે. હાલતાં ચાલતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” કર્યા કરવું.” -o.1 (પૃ.૩૮૮) દીઠા નહિ નિજ દોષ તો, તરી એ કોણ ઉપાય ?' તેમજ નિજ દોષ—પોતાના દોષ જોવા ભણી દ્રષ્ટિ થતી નથી, પણ તેને બદલે બીજાના જ દોષ હું જોયા કરું છું. ત્યાં સુધી મારો કયા પ્રકારે ઉદ્ધાર થાય. કયા ઉપાયે સંસાર સમુદ્રથી હું તરીશ એવો ખેદ મારા મનમાં થયા કરે છે. “મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને; ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારૂ પરતણું, હે નાથ! મારું શું થશે? ચાલાક થઈ ચૂક્યો ઘણું.” -શ્રી રત્નાકર પચ્ચીશી શ્રીમદ્ રાજચંદ્ર માંથી - સૌથી મોટો દોષ આત્માને ભૂલી દેહાદિને પોતાના માનવા “તારે દોષે તને બંઘન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.” (વ.પૃ.૨૧૨) પોતાનો અલ્પ દોષ પણ ખૂંચે તો કાઢે “સર્વથી સ્મરણજોગ વાત તો ઘણી છે, તથાપિ સંસારમાં સાવ ઉદાસીનતા, પરના અલ્પગુણમાં પણ પ્રીતિ, પોતાના અલ્પદોષને વિષે પણ અત્યંત ક્લેશ, દોષના વિલયમાં અત્યંત વીર્યનું સ્ફરવું, એ વાતો સત્સંગમાં અખંડ એક શરણાગતપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે.” (વ.પૃ.૩૭૬) પોતાના દોષ જોયા નહીં તો મળેલ માનવદેહ વૃથા જાય. મનુષ્યઅવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં; પોતાના દોષ જોયા નહીં; આત્માને નિંદ્યો નહીં, તો તે મનુષ્યઅવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે.” (વ.પૃ.૭૨૭) પોતાના દોષ જોઈ નિંદે તો પુરુષના આશ્રયથી કલ્યાણ “આપણે વિષે કોઈ ગુણ પ્રકટ્યો હોય, અને તે માટે જો કોઈ માણસ આપણી સ્તુતિ કરે, અને જો તેથી આપણો આત્મા અહંકાર લાવે તો તે પાછો હઠે. પોતાના આત્માને નિંદે નહીં, 273 Page #278 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન અત્યંતરદોષ વિચારે નહીં, તો જીવ લૌકિક ભાવમાં ચાલ્યો જાય; પણ જો પોતાના દોષ જાએ, પોતાના આત્માને નિંદે, અહંભાવરહિતપણું વિચારે, તો સપુરુષના આશ્રયથી આત્મલક્ષ થાય.” (વ.પૃ.૭૦૦) પોતાના દોષો જોઈ ઘટાડે નહીં ત્યાં સુધી બોઘ પામવો દુર્લભા સત્સમાગમ અને સન્શાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે. જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે.” (વ.પૃ.૪૭૩) નિજ દોષ જોવાનો વૃઢ લક્ષ રહે તો આત્મા સમાધિને પામે જે જે પ્રકારે પરદ્રવ્ય(વસ્તુ)નાં કાર્યનું સંક્ષેપપણું થાય, નિજ દોષ જોવાનો દૃઢ લક્ષ રહે, અને સત્સમાગમ, સલ્ફાસ્ત્રને વિષે વર્ધમાન પરિણતિએ પરમ ભક્તિ વર્યા કરે તે પ્રકારની આત્મતા કર્યા જતાં, તથા જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવાથી દશા વિશેષતા પામતાં યથાર્થ સમાધિને યોગ્ય થાય, એવો લક્ષ રાખશો, એમ કહ્યું હતું. એ જ વિનંતિ.” (વ.પૃ.૪૮૯) જગતમાં સર્વને આત્મા માની પરના દોષ જોવામાં ન આવે તો કલ્યાણ “જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.” (વ.પૃ.૩૦૭) ચારમાંથી એક પણ દોષ હોય તો સમકિત થાય નહીં (1) અવિનય, (2) અહંકાર (3) અર્ધદગ્ધપણું, પોતાને જ્ઞાન નહીં છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું, અને (4) રસલુબ્ધપણું એ ચારમાંથી એક પણ દોષ હોય તો જીવને સમક્તિ ન થાય. આમ શ્રી “ઠાણાંગસૂત્ર'માં કહ્યું છે.” (વ.પૃ.૬૭૮) અમૂલ્ય માનવદેહમાં સ્વરૂપનું ધ્યાન ન રહ્યું તો અનંતવાર ધિક્કાર “ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાસ છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંત વાર ધિક્કાર હો!” (વ.પૃ.૯૫૨) દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય?' બોઘામૃત ભાગ-૧,૨' માંથી - વૈરાગ્ય હોય તો પોતાના દોષો દેખાય “દોષ છુપાવવા નહીં. ભક્તિમાં દોષ સેવે તો ભક્તિ નુકસાન કરે. ‘હું બોલું છું એવું મારામાં 274 Page #279 -------------------------------------------------------------------------- ________________ દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય?’... છે? પોતાને ન ભૂલવો એ પહેલી વસ્તુ છે. હું આત્મા છું. મારામાં દોષો છે તે 1 ટાળવા ભક્તિ કરું છું. વિચાર હોય તો જે કરે તે બધું સફળ થાય. “હે પ્રભુ! હે ) પ્રભુ! શું કહ્યું?” એટલું બોલતાં પણ વિચાર આવે. મારા જીવતા પ્રભુને બોલાવું છું. હું દુઃખી છું તેથી ભગવાનને બોલાવું છું. સંસાર દુઃખરૂપ લાગે, મારે છૂટવું છે, એવો ભાવ તે વૈરાગ્ય છે. વૈરાગ્ય હોય તો બધું સવળું થાય. “નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો.” (172) ક્યાંય આસક્તિ કે દ્વેષ કરવા જેવું નથી. કોઈનો વાંક નથી. કર્મ દુઃખ આપે છે. પોતાના દોષ પોતાને ટાળવાના છે. મુમુક્ષુ હોય તે પોતાના દોષ જુએ ને ટાળે.” -બો.૧ (પૃ.૨૨૭) પોતાના દોષો નિષ્પક્ષપાતપણે જુએ તો શરમ આવે એવું છે “અહીં તો મુમુક્ષતા વિષે કહેવું છે. મુમુક્ષતા નથી એ ખામી છે. એ મુમુક્ષતા જેમ જેમ આવશે તેમ તેમ છૂટવા માટે પ્રયત્ન કરશે. બઘાય કંઈ મુમુક્ષુરૂપે જન્મે એમ નથી. પૂર્વે પુરુષાર્થ કર્યો હોય તે મુમુક્ષરૂપે જન્મે છે. તીર્થકર ભગવાન જેવા જન્મથી જ મુમુક્ષરૂપે છે. પણ જેને મુમુક્ષતા ઉત્પન્ન કરવી હોય, તેને રસ્તો બતાવે છે કે પોતાના દોષો જુએ, બીજાના દોષો ન જુએ. પોતાના દોષો જુએ અને ટાળવાનો ઉપાય કરે તો છૂટે. દોષોનો પક્ષપાત કરે તો એને છોડવાની ભાવના ન થાય. કપડા ઉપર ડાઘ પડ્યો હોય તો ઘોઈ નાખવાનું મન થાય. દોષ નથી દેખાયા તેથી લાગતું નથી, નહીં તો શરમ આવે એવું છે. | દોષમાં પક્ષપાતતા એટલે હું એકલો જ ક્યાં દોષ કરું છું, બીજાય કરે છે ને? બીજા કરતાં હું તો સારો છું. એમ પક્ષપાત કરે તો દોષો જાય નહીં. જેમકે બઘાય જૂઠું બોલે છે અને હું પણ બોલું છું, એમા શું? એમ પક્ષપાત ન કરે. પોતાના દોષ અપક્ષપાતે જુએ, ત્યારે મુમુક્ષુ થયો કહેવાય. દોષો દેખાયા પછી છોડવા લાગે છે. ન જાય તો કોઈ જ્ઞાનીને પૂછે, તેની શોઘ કરે. સ્વચ્છેદે વર્તે તો દોષ વધે. જેટલી દોષોમાં પક્ષપાતતા તેટલી ઘર્મમાં ઉપેક્ષા થાય છે. સ્વચ્છંદી હોય તેને જ્ઞાનીપુરુષ ઉપદેશ આપે, આજ્ઞા કરે, તોય શો લાભ થાય?” -બો.૨ (પૃ.૧૦) જ્ઞાનીની આજ્ઞાએ વર્તે તો દોષો જાય અને મુમુક્ષુ થાય “બોઘના યોગે સ્વચ્છેદે ન વર્તે તો દોષો જાય. જ્ઞાનીનું કહેવું માને એટલી એને ગરજ હોય છે. “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” જ્ઞાનીની ઇચ્છાએ વર્તે તો સ્વચ્છેદ ન રહે. પોતાના દોષ જોવાથી, દોષો ટાળવાથી, સ્વચ્છંદ રોકવાથી જીવ બોઘને યોગ્ય થાય છે. દોષ ટળવાનો ઉપાય જ્ઞાની પાસે છે. મારામાં બહુ દોષ છે એમ લક્ષ રાખી જ્ઞાની પાસે સાંભળે. કોઈ ઉપાય જ્ઞાની બતાવે તો તેવી રીતે તેમની આજ્ઞાએ વર્તવું છે. એવું થાય ત્યારે મુમુક્ષતા આવે.” -બો.૨ (પૃ.૬૧) ભાવથી પ્રતિમાને પ્રત્યક્ષ ગણે તો પરમાત્મા સાથે વાતો થાય “કહેવાનું કે જેવું ઇચ્છે તેવું થઈ શકે છે. બીજાં પછી એને ગમે નહીં. પ્રતિમાની ભક્તિમાં તલ્લીનતા થાય તો તેની સાથે વાતો થાય, બધું થાય. મન વચન કાયા કર્મ બંધાવનાર છે તેને 275 Page #280 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા’નું વિવેચન પરમાત્માની સાથે જોડે તો કલ્યાણ થાય. બઘાનું મૂળ પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ચિત્ત લીન થાય છે. જેનામાં શુદ્ધભાવ છે, એવા ભગવાનમાં લીનતા થાય તો ઘણાં કર્મ ખપી જાય.” બો.૧ (પૃ.૩૨૧) “અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય.” 19 અર્થ - “સકળ જગતમાં હું અઘમઘમ છું, પતિત છું, એવો નિશ્ચય જ્યાં સુધી મનમાં ન થાય ત્યાં સુધી હે જીવ! તું શું સાઘન કરીશ? સ્વદોષ જોયા વિના બધું અવળું છે.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) અઘમઘમ અઘિકો પતિત, સકળ જગતમાં હુંચ' હે પ્રભુ! આ સકળ વિશ્વમાં અઘમમાં પણ અધમ કોણ? તો કે હું. અધિકો પતિત=અધિક પતિત એટલે અધિક પાપી-પાપીઓમાં પણ મહાપાપી એવો હું છું. કેમકે મોહના ગાંડપણને લીધે જન્મમરણના કેટલા ભયંકર દુઃખ છે, તેનો પણ મને વિચાર આવતો નથી. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨' માંથી - “મોહ-ઘેલછા જગ આખામાં વ્યાપી રહી અપાર અહો! જન્મમરણનાં દુઃખ કેટલાં તેનો નહીં વિચાર અહો! શ્રી રાજ અર્થ - મોહનું ગાંડપણ જગત આખામાં અપારપણે વ્યાપી રહ્યું છે. તેથી જન્મમરણના કેટલાં ભયંકર દુઃખ છે તેનો જીવને અહો! વિચાર પણ આવતો નથી. એક તરુણ સુકુમારને રોમે રોમે લાલચોળ સૂયા ઘોંચવાથી જે અસહ્ય વેદના ઊપજે છે તે કરતાં આઠગણી વેદના ગર્ભસ્થાનમાં જીવ જ્યારે રહે છે ત્યારે પામે છે. મળ, મૂત્ર, લોહી, પરુમાં લગભગ નવ મહિના અહોરાત્ર મૂછગત સ્થિતિમાં વેદના ભોગવી ભોગવીને જન્મ પામે છે. જન્મ સમયે ગર્ભસ્થાનની વેદનાથી અનંતગુણી વેદના ઉત્પન્ન થાય છે.” (વ.પૃ.૭૦) મારા દિન ઉપર દિન ચાલ્યા જાતાં, આવે મરણ નજીક અહો! મોહ-મદિરાના છાકે જીવ જાણે ન ઠીક-અઠીક અહો! શ્રી રાજ, અર્થ - દિવસો ઉપર દિવસો ચાલ્યા જાય છે અને મરણ નજીક આવે છે. છતાં જીવ મોહરૂપી દારૂના છાકમાં એટલે નશામાં પોતાને માટે શું ઠીક અને શું અઠીક છે તે જાણી શકતો નથી. તેથી શરીરમાં અહંભાવ અને કુટુંબાદિમાં મમત્વભાવ કરી જીવ નવીન કર્મથી બંઘાયા જ કરે છે. સા. નજરે મરતા જન જગમાં બહુ દેખે તોયે અંઘ અહો! વિપરીતતા કોઈ એવી ઊંડી, લાંબી કાળ અનંત અહો! શ્રી રાજ 276 Page #281 -------------------------------------------------------------------------- ________________ “અમાઘમ અથિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના સાઘન કરશે શુંય ?'... ડ , અર્થ - જગતમાં ઘણા લોકોને મરતા નજરે જુએ છે તો પણ અંઘ જેવો fe રહી પોતાને પણ એક દિવસ આ પ્રમાણે મરવું પડશે તેનો ખ્યાલ આવતો નથી. આ જીવની અનંતકાળની એવી વિપરીત દશા હોવાથી આના મૂળીયા ઘણા ઊંડા છે. તે સહજ રીતે નીકળી શકે એમ લાગતું નથી. - એક વૃદ્ધનું દ્રષ્ટાંત - “કોઈનો વીશ વર્ષનો પુત્ર મરી ગયો હોય, તે વખતે તે જીવને એવી કડવાશ લાગે છે કે આ સંસાર ખોટો છે. પણ બીજે જ દિવસે એ વિચાર બાહ્ય વૃત્તિ વિસ્મરણ કરાવે છે કે એનો છોકરો કાલ સવારે મોટો થઈ રહેશે; એમ થતું જ આવે છે; શું કરીએ?” આમ થાય છે; પણ એમ નથી થતું કે પુત્ર જેમ મરી ગયો, તેમ હું પણ મરી જઈશ. માટે સમજીને વૈરાગ્ય પામી ચાલ્યો જાઉં તો સારું. આમ વૃત્તિ થતી નથી. ત્યાં વૃત્તિ છેતરે છે.” (વ.પૃ.૬૮૯) III -પ્ર.વિ.ભાગ.૨ (પૃ.૩૩૬) હવે પુરુષ કહે તેમ જો હું ન કરું તો અઘમાઘમ હું જ છું “અઘમામ અથિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?” “એ ગાથા પૂછી તેનો વિચાર એમ કર્તવ્ય છે કે નિગોદથી નીકળી પરમકૃપાળુદેવના શરણ સુધી અવાયું એ કોઈ અલૌકિક બીના બની છે. પરંતુ હવે જો તે શરણ, મરણ સુધી પકડી ન રાખું તો મારા જેવો આત્મઘાતી મહાપાપી બીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલ માર્ગે ચાલવાને બદલે કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવો પશુપણે વર્તુ; કાળાબજારની નીતિથી ઘન એકઠું કરવામાં જ જીવન કૃતાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય આ પત્રને મથાળે જણાવ્યું છે તે વીસરી જાઉં તો સપુરુષને મળી તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી તેનો દ્રોહી બનવાનું અધમાધમ પુરુષના લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્યજનોને તો કોઈ આઘાર કે ઉપદેશ 277 Page #282 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન : ક કર્ણગોચર થયો નથી, તેથી તે તજવા યોગ્ય વસ્તુનું અત્યંત માહાભ્ય મનમાં રાખે તેમાં તેનો દોષ ઓછો ગણાય; પણ જેને પરમ પુરુષનાં દર્શન, તારકતત્ત્વથી પૂર્ણ વચનો કર્ણગોચર થયાં છે, તેનો આશ્રિત ગણાય છે, છતાં તેને વગોવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હોય તે અઘમાઘમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી પોતાની જવાબદારીનો ઉત્તમ ખ્યાલ રાખી જે પુરુષોનું અવલંબન લીધું છે તે નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદર્શરૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી.” બો.૩ (પૃ.૫૧૮) અઘમાઘમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય”..... હું બઘાથી અઘમ છું એમ લાગે ત્યારે પુરુષાર્થઘર્મ વધે “મુમુક્ષુ–“અઘમાઘમ અધિકો પતિત સકલ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના સાઘન કરશે શું ?" એ ગાથાનો શો આશય હશે? પૂજ્યશ્રી–હું તો દોષ અનંતનું એનું બીજ રૂપ જ છે. મારામાં બહુ દોષો ભરેલા છે. ભગવાનમાં જેટલા ગુણ છે તેટલા મારામાં દોષો ભરેલા છે. હું છેલ્લે પગથિયે ઊભો છું; મારે હજુ ઘણો પુરુષાર્થ કરવાનો છે. હું બઘાથી અધમ છું, એમ પોતાનું અધમપણું લાગે તો પુરુષાર્થઘર્મ વર્ધમાન થાય.” -બો.૧ (પૃ.૧૨૭) પોતાને અઘમાઘમ માને તો વિનયગુણ આવે અઘમઘમ અઘિકો પતિત, સકલ જગતમાં હુંય' એવું રોજ બોલીએ છીએ, પણ અંદરથી થવું જોઈએ. કૃપાળુદેવે કહ્યું છે કે–“જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત.' (21-83) માનને કાઢવા માટે ખરો ઉપાય વિનયગુણ છે. દ્રષ્ટિ ફેરવવી છે. જ્યાં ઘર્મનું માહાસ્ય લાગે ત્યાં શરીરનું માહાસ્ય ન લાગે. શરીર તો નાશ પામવાનું છે. અભિમાન કરીશું તોય નાશ પામશે. ગમે તેટલું અભિમાન કરે, તો પણ રહે નહીં. અભિમાન કરવા જેવી તો કોઈ વસ્તુ જગતમાં નથી.” -બો.૧ (પૃ.૧૪૬) જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે અલ્પ પણ દોષ થયો હોય તો પશ્ચાત્તાપ કરવો. વારંવાર ઠપકો દઈને એ દોષો ટાળવા. પોતાના દોષ પોતાને જ કાઢવા પડશે. દોષો દેખાય ત્યારે દોષો કાઢવા પુરુષાર્થ કરવો. જેટલા દોષો જશે તેટલો જીવ હલકો થશે. કરોડ રૂપિયા આપ્ટે પણ સાંભળવા ન મળે એવા કૃપાળુદેવનાં વચનો છે. કૃપાળુદેવે આખી “પુષ્પમાળા' લખી અને છેવટે કહ્યું કે પોતાના દોષો ઓળખીને કાઢવા. પોતાના દોષ દેખાય ત્યારે હું તો અધમાધમ છું એમ વિચારી દોષોને કાઢવા....થોડા દોષો હોય અને પુરુષાર્થ કરે તો જાય; પણ દોષો વધી ગયા અને તેને કાઢવા પુરુષાર્થ ન કરે તો ઉપર ચઢી જાય, ગાઢ થઈ જાય. સગુરુ, સત્સંગ, સલ્ફાસ્ત્ર એ સાચાં સાઘનો છે એની જરૂર છે. સત્સંગનો યોગ હોય તો સત્સંગ કરવો, એ ન હોય તો સક્શાસ્ત્રનો પરિચય રાખવો. સત્સંગનો 278 Page #283 -------------------------------------------------------------------------- ________________ પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ'.. યોગ તો પુણ્ય હોય તો મળે, પણ સન્શાસ્ત્ર તો ગમે ત્યારે વાંચી શકીએ. સત્સાઘનમાં ગરજ ન રાખે તો કંઈ ન થાય. જીવ પોતે પોતાને છેતરે છે. લૌકિક ભાવ તે જીવને છેતરે છે, પોતે પોતાને છેતરી રહ્યો છે, ઠગે છે. જીવ અહંભાવ કરે છે કે હું જાણું છું, સમજું છું, તેથી ઠગાય છે.” -બો.૧ (પૃ.૧૭૦) એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું?' એવો દ્રઢ નિશ્ચય અંતરમાં ન થાય ત્યાં સુધી હે જીવ! મોક્ષ પ્રાપ્તિના સાઘન તારે કામ લાગવાના નથી. અને મોક્ષપ્રાપ્તિના સાઘન ન થાય તો મોક્ષપ્રાપ્તિ પણ થવાની નથી એ વાત સુનિશ્ચિત છે. આખા જગતના શિષ્ય થવારૂપ દ્રષ્ટિ જેણે વેદી નથી તે ગુરુ થવાને યોગ્ય નથી.” તો પછી તેવા ગુરુના આશ્રિત જીવમાં કેટલા હદ સુધી પોતાની પામરતાનું ભાન થવું જોઈએ એ સમજી શકાય છે. એટલા હદ સુધી લઘુતા આવ્યા વગર મોક્ષ નથી. “લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર.” પ્રભુશ્રી કહે, ‘લઘુતા મેરે મન માની, એ તો ગુરુગમ જ્ઞાન નિશાની.” હું અઘમાઘમ છું એ નિશ્ચય મનમાં થાય પછી સાઘન કામ લાગે અઘમાઘમ છું, એવું કરવાનું છે. એ નિશ્ચય આવ્યા વિના જ્ઞાની સાઘન બતાવે તોય શું કામનું? જીવને ભાન નથી, ભુલવણીમાં છે. તેથી અભિમાનમાં ફુલી જાય છે. સંસારપરિભ્રમણનું કારણ માન છે, એ ખાડામાંથી નીકળવાનું છે. બધેથી મને સંકોચી જ્ઞાનીની આજ્ઞામાં ચિત્ત રાખવું. માન આવ્યું તો કર્મ બંઘાય અને તેથી પરિભ્રમણ કરવું પડે. આત્મા આત્મભ્રાંતિથી માંદો થયો છે. જ્ઞાનીના બોઘ વગર આગળ પગ ચાલે એમ નથી. જ્ઞાનીએ કહ્યું હોય તેના ઉપરથી પોતા ઉપર વિચાર આવે તો જ્ઞાનીએ કહ્યું હોય તે દ્રઢ થઈ જાય. એવું થાય તો સમ્યત્વ થાય છે.” -બો.૨ (પૃ.૧૮૦) “પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ.” 20 અર્થ:- ઉપરની 19 ગાથાનો સારાંશ પણ આમાં આવી ગયો છે. ભગવાનને અંતે પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને ફરીફરી એ જ માગું છું કે સદ્ગુરુ અને તારા સ્વરૂપની મને દૃઢ શ્રદ્ધા થાઓ, તેની પ્રાપ્તિ થાઓ.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૮) પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જન્મ હે ભગવાન! તારા પદપંકજ એટલે ચરણકમળમાં વારંવાર પડીને એટલે નમસ્કાર કરીને અંતમાં એ જ માગું છું કે - 279 Page #284 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન સદ્ગુરુ અને સંત તુજ સ્વરૂપ જ છે. અર્થાત્ તારામાં, સદ્ગુરુમાં અને આ સંતના સ્વરૂપમાં અંતર જ નથી એવી મારા હૃદયમાં દ્રઢપણે શ્રદ્ધા થાઓ. - સદ્ગુરુ અને સંત ભગવાન રૂપ જ છે એવી પરમેશ્વર બુદ્ધિ મારા હૃદયમાં અચળ રહો એવી મારી અંતિમ માંગણી છે તે સફળ થાઓ. શિષ્ય ભગવાન પાસે સદ્ગમાં પરમેશ્વર બુદ્ધિ માંગી લઈ સમ્યગ્દર્શન માંગી લીધું. કારણ સાચાદેવ અને સાચા ઘર્મનું સ્વરૂપ બતાવનાર સદ્ગુરુ કે સંત જ છે. માટે એક અપેક્ષાએ સદગુરુમાં આસ્થા એ જ સમકિત છે. અને સમકિતની પ્રાપ્તિ એ જ સર્વ દુઃખક્ષયનો ઉપાય છે તેમજ એ જ મોક્ષપ્રાપ્તિનું બીજ છે. પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૨ માંથી - “ભૂલ ગુરુમાં કરી, દેવ-ઘર્મે ખરી; સર્વ પુરુષાર્થ પણ ભૂલવાળો, તેથી મુમુક્ષુઓ સદ્ગુરુ આશ્રયે, સત્ય પુરુષાર્થથી દોષ ટાળો. આજ૨૩ અર્થ :- ગુરુ ઘારણ કરવામાં જો ભૂલ કરી તો દેવ અને ઘર્મનું સાચું સ્વરૂપ સમજવામાં પણ અવશ્ય ભૂલ થશે. અને કુગુરુ આશ્રયે વ્રત તપાદિ કરવાનો પુરુષાર્થ પણ આત્મલક્ષ વગર ભૂલવાળો થશે. જેથી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય પણ સંસારનો સંસાર જ રહેશે. તેથી હે મુમુક્ષુઓ! શ્રી સદ્ગુરુ ભગવંતના આશ્રયને ગ્રહણ કરી, તેમની આજ્ઞાએ સત્ય પુરુષાર્થ આદરીને મિથ્યાત્વ, કષાય આદિ સર્વ દોષોનો હવે નાશ કરો. ર૩ -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬ “નમસ્કાર-મંત્રે અરિહંત આદ્ય, પછી સિદ્ધ આવે; સદેહી સુસાધ્ય; ઊગે ભક્તિ એથી પરાત્મા પમાય; ગણો જ્ઞાનીને મોક્ષ-મૂર્તિ સદાય. 5 અર્થ - નમસ્કારમંત્રમાં આદ્ય એટલે પ્રથમ અરિહંત ભગવંતને નમસ્કાર કર્યા છે. પછી સિદ્ધ ભગવાનને કર્યા છે. કેમકે દેહધારી પરમાત્મામાં વૃત્તિ સહેજે સ્થિર રહી શકે છે. પુદ્ગલનો પ્રેમ છોડવા માટે દેહદારી પરમાત્માની ભક્તિ કરવાની છે. સિદ્ધ ભગવાનની ભક્તિથી પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે નહીં. માટે સિદ્ધ કરતાં અરિહંતને ઉપકારની અપેક્ષાએ પહેલા નમસ્કાર કર્યા છે. ભગવાનની મૂર્તિ જોઈને તેમનું પરમાત્મસ્વરૂપ યાદ આવવું જોઈએ. તેથી તેમના પ્રત્યે ભક્તિ પ્રગટ થઈ પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તેમ સસ્કુરુષમાં પરમેશ્વરબુદ્ધિ ન રહે તો તેમનું દેહરૂપ દેખાય છે. અને દેહરૂપ જોવાની બાહ્યવૃષ્ટિ સદી ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનીને સદા મોક્ષની મૂર્તિ જાણો. પરમાત્માએ આ દેહ ધારણ કર્યો છે એવી બુદ્ધિ થયે જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ ઊગે છે. અને તેજ આગળ વધતાં પરાભક્તિનું કારણ થાય છે. માટે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ કરવી, એ જ પરમાત્મસ્વરૂપ પ્રાપ્તિનો સંગમ ઉપાય છે. પરમાત્મા આ દેહદારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં 280 Page #285 -------------------------------------------------------------------------- ________________ ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ'..... ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે જે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) //પા. પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૪૧૨) “આજ ગુરુ રાજને પ્રણમી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે ઠરું છું. આજ૦૧ અર્થ - આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું: “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં રમો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુધી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ઘર્મને પામી જાઉં; એવી મારી અભિલાષા છે. I1aaaa " -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬૫) સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દે જ... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - ભગવાન, સદ્ગુરુ અને સંત; સ્વરૂપ અપેક્ષાએ ત્રણેય એક જ છે “શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એક રૂપ જ છે.” (વ.પૃ.૨૩૭) સંતપણું અતિ અતિ દુર્લભ છે. આવ્યા પછી સંત મળવા દુર્લભ છે. સંતપણાની જિજ્ઞાસાવાળા અનેક છે. પરંતુ સંતપણું દુર્લભ તે દુર્લભ જ છે !" (વ.પૃ.૭૯૭) સદ્ગુરુ તે દેહ નહીં પણ શુદ્ધ આત્મા આત્મા ને સદ્ગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદ્ગુરુનો આત્મા એ સરુ છે. જેણે આત્મસ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે તે આત્મા અને સદ્ગુરુ એક જ એમ સમજવાનું છે. પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય.” (વ.પૃ.૭૧૮) “પ્રથમ નમું ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન’ હે પુરુષપુરાણ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સન્દુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે, અને અમે સપુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણું અમને સપુરુષ 281 Page #286 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે; માટે હવે તું કહે તેમ કરીએ?” (વ.પૃ.૨૯૯) જ્ઞાની પુરુષ પ્રત્યે ભક્તિ પ્રગટ્યા વિના પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાતિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ-જ્ઞાનીરૂપ પરમાત્માની-ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે, આરાઘવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહદારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ભાગવતમાં ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણં” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યા છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.” (વ.પૃ.૨૭૬) 282 Page #287 -------------------------------------------------------------------------- ________________ ચમ નિયમ' (વિવેચન સહિત) (આઠ ટોટક છંદ) પરમકૃપાળુદેવ દ્વારા રચિત “યમનિયમ' કાવ્યના આઠ ટોટક છંદ છે. માટે એને આઠ ટોટક છંદ' પણ કહે છે. અને “શું સાઘન બાકી રહ્યું?” એમ પણ કહે છે. તો કે આ જીવે અનંતકાળથી પરિભ્રમણ કરતાં, ભૂતકાળમાં આત્મકલ્યાણ માટે અનેક સાઘન સ્વમતિ કલ્પનાએ કે કુગુરુ આશ્રયે કર્યા, પણ સદ્ગુરુની આજ્ઞાએ નહીં કર્યા; તે આત્માને ભૂલીને કર્યા. એ જ સાઘન બાકી રહ્યું. તેથી જીવ જન્મમરણના દુઃખમાંથી હજી છૂટ્યો નહીં. વળી બીજું નામ “યમ નિયમ'નું કેવલ્ય બીજ શું?” એટલે કેવળજ્ઞાનનું બીજ શું? તો સમકિત. સમતિ હોય તો કેવળજ્ઞાન આવે તો તે સમકિત અનંતકાળમાં કેમ ન આવ્યું? તે માટે આ “યમનિયમ' કાવ્યમાં તેના કારણો અને તેના ઉપાયો બેય બતાવેલ છે. જેનું ચિંતન કરતાં જીવને વિશેષ પુરુષાર્થ વર્ધમાન થવાનો હેતુ છે. આના વિષે પરમકૃપાળુદેવ પત્રાંક પ૩૪માં જણાવે છે : જીવે શું આચરવું બાકી અને અત્યાર સુઘી જે આચર્યું તે કેમ વૃથા થયું? “બીજા આઠ ટોટક છંદ તે સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે, કે જેમાં આ જીવને શું આચરવું બાકી છે, અને જે જે પરમાર્થને નામે આચરણ કર્યા તે અત્યાર સુધી વૃથા થયાં, ને તે આચરણને વિષે મિથ્યાગ્રહ છે તે નિવૃત્ત કરવાનો બોઘ કહ્યો છે, તે પણ અનુપ્રેક્ષા કરતાં જીવને પુરુષાર્થ વિશેષનો હેતુ છે.” (વ.પૃ.૪૩૪) હે પ્રભુની સાથે આ આઠ ટોટક છંદ એટલે યમનિયમની આ આઠ ગાથાઓ પણ ચિંતન કરવા યોગ્ય છે કે જેમાં આ જીવને અનંતકાળના પરિભ્રમણમાં શું આચરવું બાકી રહી ગયું, અને આજ સુધી પરમાર્થ એટલે આત્માર્થના નામે જે જે ઘર્મની ક્રિયાઓ કરી તે બધી ફોક કેમ ગઈ, તેનું શું કારણ? છતાં તેજ ક્રિયાઓ કરવાનો પોતાના મનની કલ્પનાએ આગ્રહ રહે છે. તે આગ્રહ નિવૃત્ત કરવા માટેનો જેમાં બોઘ છે–એવા યમનિયમના આઠ ટોટક છંદ પણ સાથે વિચારવા યોગ્ય છે. જેથી સમ્યક્ રીતે વિશેષ પુરુષાર્થ ઉપડવાનું તે કારણ છે. શું સાધન બાકી રહ્યું! કૈવલ્યબીજ શું? કૈવલ્યબીજ એટલે શું? કેવળજ્ઞાનનું બીજ સમકિત છે. જે જીવ સદ્ગુરુની આજ્ઞાને હૃદયમાં પ્રેમપૂર્વક ઘારણ કરે તેના આત્મામાં આ સમકિતરૂપ બીજ રોપાય છે. 283 Page #288 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન (તોટક છંદ) “યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો; વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દૃઢ આસન પા લગાય દિયો.” 1 અર્થ - યમ- આજીવન વ્રત લેવા તે “યમ” કહેવાય છે. જેમકે પાંચ અણુવ્રત કે પાંચ મહાવ્રત. તેમાં પણ ક્વચિત્ આગાર એટલે છૂટ રાખવી પડે કેમકે પૂર્ણપણે સર્વ વખતે વ્રત ન પળે; પણ પ્રયત્ન તેની પૂર્ણતાએ પહોંચવા માટેનો જ હોય. નિયમ” એટલે થોડા વખત માટે જે ખાસ નિયમ કરીએ તે નિયમ કહેવાય. જેમકે એક મહિના સુધી મારે અમુક વસ્તુનો ત્યાગ છે અથવા આજે મારે મૌન છે કે ઉપવાસ છે આદિ. “સંયમ” એટલે પાંચ ઇન્દ્રિયો અને મનને પોતપોતાના વિષયોમાં જતું રોકવું તે ઇન્દ્રિય સંયમ, અને પાંચ સ્થાવર જીવોરૂપ પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય અને હાલતાચાલતા જીવોરૂપ ત્રસકાયની રક્ષા કરવી તે પ્રાણીસંયમ કહેવાય છે. આ બેય મળીને બાર પ્રકારનો સંયમ છે. તેને “આપ કિયો' એટલે સ્વચ્છેદે અર્થાત્ પોતાની મરજી પ્રમાણે યમ, નિયમ, કે સંયમ પાળ્યા અથવા કુગુરની આજ્ઞાએ તેણે જેમ કહ્યું તેમ કર્યું. પુનિ એટલે વળી. ત્યાગ - વળી બાહ્ય ત્યાગ અનેક પ્રકારે કર્યો પણ ખરેખર ત્યાગ કરવાયોગ્ય એવી દેહમાં આત્મબુદ્ધિ તેનો ત્યાગ ન કર્યો. બિરાગ એટલે વૈરાગ્ય- મોહગર્ભિત વૈરાગ્ય કે દુઃખગર્ભિત વૈરાગ્ય અથાગ એટલે અનેકવાર ખૂબ કર્યો પણ જ્ઞાનગર્ભિત એટલે ત્યાગ વૈરાગ્ય આદિની સાચી સમજણ મેળવીને કે સંસાર પરથી વિરક્તભાવ લાવીને, અંતઆત્મામાં રહેલી આસક્તિને તોડી નહીં. આસક્તિ એટલે પરપદાર્થ પ્રત્યે મનમાં રહેલો તીવ્ર રાગ તેને દૂર કર્યો નહીં. તેથી આત્મામાં રહેલી ઇન્દ્રિયોની વાસના ગઈ નહીં અને સાચો ત્યાગ આવ્યો નહીં. વનવાસ - નિર્જન જંગલમાં બધું છોડીને એકલો મૌનપણે રહ્યો. છતાં આત્મજ્ઞાન ન હોવાથી અંતર્વાચારૂપ સંકલ્પ વિકલ્પ મટ્યા નહીં, તે તો તેમજ ચાલુ રહ્યાં. દ્રઢ આસન પધ- એટલે ચલાયમાન ન થવાય એવું દ્રઢ પદ્માસન લગાવીને કલાકો સુધી બેસી રહ્યો. એવી સર્વ ક્રિયાઓ બહારથી કરી, પણ અંતરમાં રહેલી અનાદિની વિષયકષાયની વૃત્તિઓ ઘટી નહીં; ઉપર કહેલી સર્વ પ્રકારની ક્રિયાઓ કરવા છતાં તે તો એમની એમ જ રહી. માટે સ્વચ્છેદે કરેલા યમ, નિયમ, સંયમ, તપ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ બઘા સાઘનો વૃથા ગયા; પણ જન્મમરણથી છૂટવાના કારણે થયા નહીં. 284 Page #289 -------------------------------------------------------------------------- ________________ યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો.......... ‘યમનિયમ' કાવ્યની પહેલી ગાથાના પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અર્થ કરી ' ન સમજાવ્યા તે નીચે પ્રમાણે છે : આઠ દ્રષ્ટિમાં પહેલી દ્રષ્ટિમાં પંચ મહાવ્રત, બીજી દ્રષ્ટિમાં આ પાંચ નિયમો : કહ્યાં છે— યમ –“યમ એટલે શું? અને તે કેટલા છે? જીવનપર્યત વ્રત લેવામાં આવે તે યમ છે. યમ પાંચ છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ –પણ પાંચ કહેવાય છે. શૌચ, સંતોષ, તપ, સઝાય અને ઇશ્વરધ્યાન. (1) શૌચ- લોભ નહીં તે. આત્માને મલિન કરનાર લોભ છે. બાહ્યથી શરીર પવિત્ર રાખે તે બાહ્ય શોચ. મનમાં રાગદ્વેષ ન થવા દે તે અત્યંતર શૌચ. (2) સંતોષ– એટલે લાભ થાય તેથી રાજી ન થાય અને હાનિ થાય તો શોક ન કરે. | (3) તપ- એટલે મનના કહ્યા પ્રમાણે વર્તે નહીં પણ તેની સામો પડે. (4) સક્ઝાય- એટલે શાસ્ત્રોને વિચારવા સ્વાધ્યાય કરે. (5) ઇશ્વરધ્યાન– એટલે ભગવાનને ભૂલે નહીં. એક ભગવાનમાં જ લક્ષ રાખે. ખાતાં, પીતાં, પહેલા ભગવાનને સંભારે, આ પાંચ નિયમો કહેવાય છે.” બહાર ભટકતી વૃત્તિઓને રોકવી તે પણ સંયમ છે. વૈરાગ્ય હોય તો થાય. સંયમ– પાંચ ઇન્દ્રિયો અને મનને જીતે અને છ કાય જીવની રક્ષા કરે, એમ બાર પ્રકારે સંયમ છે. સંયમમાં સ્વદયા અને પરદા પાળે. કૃપાળુદેવે “અપૂર્વ અવસરમાં કહ્યું છે કે “સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.” સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. બહાર ભટકતી વૃત્તિઓને રોકવી તે પણ સંયમ છે. એવો સંયમ, વૈરાગ્ય હોય તો થાય. આ યમ, નિયમ, સંયમ બઘા જીવે “આપ કિયો’ એટલે સ્વચ્છેદે કર્યા છે, અથવા અજ્ઞાનીના આશ્રયે કર્યા છે. પોતાની મેળે કરે અથવા અજ્ઞાનીની આજ્ઞાથી કરે તો કંઈ લાભ થાય નહીં.” બીજ ત્યાગ કર્યા પણ દેહને આત્મા માનવાનો ત્યાગ ન કર્યો “ત્યાગ એટલે શું? “આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્યઅધ્યાસ નિવર્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે.” (વ.પૃ.૪૫૨) તાદાસ્ય એટલે દેહને આત્મારૂપ માનવો, દેહ તે જ આત્મા માનવો. એવા અધ્યાસનો ત્યાગ તે ખરો ત્યાગ છે. ભગવાને એને ત્યાગ કહ્યો છે. પણ જીવે એવો ત્યાગ કર્યો નથી. સ્વચ્છંદી થઈને બાહ્ય ત્યાગ વગેરે કર્યા છે. જો ખરો ત્યાગ કર્યો હોત તો આજે સંસારમાં હોત જ નહીં.” -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) સ્વચ્છેદે ત્યાગ કર્યો. સદ્ગુરુ આજ્ઞાથી કર્યો હોત તો સંસારનો નાશ થાત તામલી તાપસનું દૃષ્ટાંત- “તામ્રલિસી નગરીમાં તાલી નામે શેઠ વસતો હતો. એક 285 Page #290 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન દિવસ તેને અર્ધી રાત્રે વિચાર આવ્યો કે હું પૂર્વના પુણ્યથી પૈસા વગેરે બધી સામગ્રી પામ્યો છું. તેથી પરભવ માટે મારે તપ વગેરે કરવું જોઈએ. એમ વિચારી દિવસ ઊગ્યે પોતાના પુત્રને સર્વ વાત જણાવી. ગૃહભાર સોંપીને વૈરાગ્યપરાયણ થઈ તાપસી દીક્ષા લીધી. અને નદીના કાંઠા ઉપર રહેવા લાગ્યો. તેમજ કાયમ બબ્બે ઉપવાસ કરીને પારણું કરવા લાગ્યો. પારણાના દિવસે પણ જે આહાર લાવતો તેને નદીના જળથી એકવીશવાર ઘોઈ નીરસ કરીને ખાતો હતો અને ઉપર પાછા બબ્બે ઉપવાસ કરતો હતો. એ પ્રમાણે સાઠ હજાર વર્ષ સુધી તેણે દુષ્કર અજ્ઞાનતપ કર્યું. છેવટે અનશન અંગીકાર કર્યું. તે અવસરે બલીંદ્ર ચ્યવી ગયેલ હોવાથી બલિચંચા રાજઘાનીમાં રહેનારા અસુરોએ આવી, અનેક પ્રકારનાં નાટ્ય અને સમૃદ્ધિ બતાવી તામલી તાપસને વિજ્ઞપ્તિ કરી કે–“હે સ્વામિન! તમે નિયાણું કરી અમારા સ્વામી થાઓ. અમે સ્વામી રહિત છીએ.” MKIN વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું “અંત સમયે દેવલોકનો વૈભવ બતાવી નિયાણું કરવા જણાવ્યું પણ એ મંદકદાગ્રહી, ગુણગ્રાહી તપસ્વીએ ક્યાંય સાંભળેલું કે વીતરાગ કહે છે કે નિયાણું ન કરવું; તો આ વખતે મારે કશી દેવલોક આદિની ઇચ્છા કરવી નથી એમ જાણે અજાણે, બીજી શ્રદ્ધા અંગીકાર કરેલી છતાં વીતરાગ-વચનનું બહુમાનપણું અને તે વચનનું કસોટીને પ્રસંગે યાદ કરી અમલમાં મુકવું એ 286 Page #291 -------------------------------------------------------------------------- ________________ યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો'... મહાભાગ્યનું કારણ બન્યું. વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન થવાથી તે ચમરેન્દ્રનું પદ / 5 પામ્યો. બઘા ઇન્દ્રોને તીર્થકરના પંચકલ્યાણકોમાં જવાનો નિયોગ હોય છે તેથી સમકિત ન હોય તોપણ સમકિત પામવાનું કારણ બને છે. તે ચમરેન્દ્રપણે ઉત્પન્ન થયા પછી શક્રેન્દ્રનું સિંહાસન પોતાના સિંહાસન ઉપર જ છે એમ જાણતાં દેખતાં ઇર્ષા થઈ આવી તેથી ક્રોઘ પ્રગટ્યો, પોતે પ્રભાવશાળી છે તો તે અપમાન કેમ ખમે? એવું માન સ્ફર્યું. પોતાની તેને જીતવાની શક્તિ નથી એવું સલાહકાર દેવોથી જાણ્યું, છતાં ક્રોઘ અને માયાના પ્રભાવે પાછા હઠવાને બદલે પોતાની શક્તિ પ્રગટ કરવાનો દંભ સ્કુર્યો. શક્રેન્દ્રને જીતવાનો લોભ જાગ્યો; તેમ છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઈનું શરણ લઈને લડવા જવું.” ચમરેન્દ્ર, ભગવાન મહાવીરનું વૃઢ શરણ લઈ શક્રેન્દ્ર પાસે પહોંચ્યો “અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા યોગઘારી પુઢવીશિલા ઉપર ઊભેલા શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ “ઢ ઘારી વિક્રિયાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવ્યો. પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઈ કાકી છે 2 ( છે : ક '' (U Page #292 -------------------------------------------------------------------------- ________________ ક - કરી છે 4. Men આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન fe તેને શિક્ષા કરવા શક્રેન્દ્ર માં છુ આ વ્રજ ફેંક્યું. પરંતુ કોઈનું જ સારી શરણ લઈને આટલા સુઘી તે આવી શક્યો લાગે છે. એમ વિચારતાં મહાપુરુષની આશાતના રખે થઈ જાય એવા ડરથી તે પોતે શસ્ત્ર પાછળ દોડ્યાં અને શ્રી ભગવંત મહાવીરની સમીપ પહોંચતા જ વ્રજને પકડી લીધું.” -ઓ.૩ (પૃ.૫૧૨) શ ) બધું આત્માને ભૂલીને કર્યું હવે બધું જ - આત્માર્થે જ કરવું - - “યમ નિયમ સંયમ આપ કિયો.” \( wifii >> જીવ અનંતકાળથી ભટકે છે. એ બઘાં સાઘન નથી કર્યા એમ નથી. જે દેખ્યું તે કરવા માંડ્યું. મુખથી મૌન રહ્યો. આસન પણ દ્રઢ લગાવ્યાં. પણ બધું આત્માને ભૂલીને કર્યું. હવે શું કરવું? તે કૃપાળુદેવે લખ્યું છે - “સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો અને આત્મા ગવષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાઘનનો આગ્રહ અપ્રઘાન કરી, સત્સંગને ગજવો; તેમજ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે. તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે, તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર)” (491). આ દ્વાદશાંગીનું સળંગ સુત્ર છે. આખી દ્વાદશાંગીનું એ જ કહેવું છે.” (બો.૨ 5.3) આસક્તિનો ત્યાગ એ જ ખરો વૈરાગ્ય વિરાગ એટલે શું? પાંચ ઇન્દ્રિયોના વિષયોની આસક્તિનો ત્યાગ તે ખરો વૈરાગ્ય છે. બને તેટલો ત્યાગ કરે અને જે છૂટે નહીં તેના પ્રત્યે વૈરાગ્ય રાખે. શરીર પ્રત્યે વૈરાગ્ય રાખે, આસક્તિ છોડે, મમતા ન કરે! દેહ તે હું નહીં એમ માને. જરૂર પડે તે વસ્તુ રાખે પણ આસક્તિ ન થવા દે, એ વૈરાગ્ય છે. પણ જીવે ખરો વૈરાગ્ય કર્યો નથી. સમજણ ન હોય ત્યાં સુધી વૈરાગ્ય નથી, પણ દ્વેષ છે.” વનવાસ, મૌન, પદ્માસન આદિ સાઘનો સ્વચ્છેદે અનેકવાર કર્યા વનવાસ લીઘો એટલે જ્યાં માણસો ન હોય એવા જંગલમાં રહ્યો. મુખ મૌન રહ્યો એટલે 288 Page #293 -------------------------------------------------------------------------- ________________ ‘વનવાસ લિયો મુખ મૌન રહ્યો, દ્રઢ આસન પદ્મ લગાય દિયો’...... કોઈથી બોલે નહીં. નિરંતર મૌન ધારણ કર્યું. પણ આત્મજ્ઞાન ન હોવાથી મનમાં તો વિકલ્પરૂપ અંતર્વાચા ચાલુ જ રહી. પદ્માસન લગાવીને પણ બેસી ગયો. ચલાયમાન નહીં થયો. આ બધા સાઘનો જીવે સ્વચ્છંદપણે તો ઘણી વાર કર્યા છે.” 1aaaa -પૂ. શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) “યમ નિયમ સંજમ આપ કિયો, પુનિ ત્યાગ બિરાગ અથાગ લહ્યો;”.. “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સ્વચ્છેદ રોકે તો અવશ્ય જીવનો મોક્ષ થાય “રોકે જીવ સ્વચ્છેદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. 15 જીવ અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઇચ્છાએ ચાલ્યો છે, એનું નામ “સ્વચ્છેદ' છે. જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્ક દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે.” 15 (વ.પૃ.૫૩૪) “ઉપદેશામૃત' માંથી - પોતાની સમજ ફેરવી સપુરુષ પ્રમાણે કરવી; એ વિના કદી મોક્ષ નથી “દોષ તો અનંત પ્રકારના છે. તે સર્વ દોષના બીજભૂત મૂળ દોષ સ્વચ્છંદ, ઉદ્ધતપણું છે. તેના અંગભૂત એટલે સ્વચ્છંદના અંગભૂત દોષો ઘણા છે; જેવા કે હું જાણું છું, સમજો છું, અને તેના આઘારે પોતાની કલ્પનાનુસાર પરમાર્થનો નિર્ણય કરવો, પોતાની કલ્પનાનો નિર્ણય તે સાચો માનવો, સપુરુષોની સંમતિ વિના પરમાર્થ માર્ગની પોતે કલ્પના કરવી અને તે કલ્પના પ્રમાણે બીજાને પણ સમજાવવા, ઇત્યાદિ તથા ઇન્દ્રિયાદિ વિષયનું અતિ લોલુપીપણું, ક્રોધ, માન, માયાની મીઠાશ, ઇત્યાદિ દોષો આત્મામાંથી દૂર કરી, પોતાની સમજ ફેરવી સત્પરુષની સમજ અનુસાર પોતાની સમજ કરવી. એ વિના ત્રણે કાળમાં કલ્યાણનો, મોક્ષનો માર્ગ નથી.” (ઉ.પૃ.૧૧૭) પોતાની મતિકલ્પનાએ ઘર્મ આરાઘનથી મૂળ આત્મઘર્મ પામી શક્યો નહીં “આ જીવ અનાદિ કાળથી પોતાની મતિકલ્પનાએ ઘર્મ માની લઈ ઘર્મ આરાઘન કરવાનું પ્રયત્ન કરે છેજ. તેથી મૂળ ઘર્મને પામી શક્યો નથી. મિથ્યા મોહને લઈ અનંત સંસારમાં અનંતા જીવો પરિભ્રમણ કરે છે, તે પોતાના સ્વચ્છંદની કલ્પના છે. તે ભૂલ જિનાગમમાં વર્ણવેલી જ્ઞાની પુરુષે જોઈ, વિચારી, ટાળી પોતાના નિજભાવ મૂળ ઘર્મ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પોતે પરિણમ્યા છે. તે જ કર્તવ્ય છે.” (ઉ.પ્ર.૧૧૪) 289 Page #294 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન બોઘામૃત ભાગ-૨' માંથી : જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહી; એ સ્વચ્છંદ છે “પ્રશ્ન-સ્વછંદ એટલે શું? પૂજ્યશ્રી–પોતાને ગમે તેમ વર્તે જ્ઞાનીને ગમે તેમ ન વર્તે. પોતાને ફાવે તેમ વર્તે તે સ્વચ્છંદ. પોતાની ઇચ્છા આગળ કરે છે. જ્ઞાનીને તો એ જ કઢાવવું છે. તારી સમજણ ઉપર મૂક મીંડુ ને તાણ ચોકડી. જ્ઞાની કહે કે તું દેહ નથી, પણ આત્મા છે, પણ એ માને નહીં. એ સ્વચ્છેદ કહેવાય ને? બીજાં શું કહેવાય?” -બો.૨ (પૃ.૪૨). બોઘામૃત ભાગ-૩' માંથી - પોતાની ઇચ્છાએ અથવા ફુગુરુની આજ્ઞાએ કરેલા સાઘનનું ફળ સંસાર (1) “બીજાં સાઘન બહુ કર્યા, કરી કલ્પના આપ; અથવા અસદ્ગુરુ થકી, ઊલટો વધ્યો ઉતાપ.” “યમ નિયમ સંયમ આપ કિયો” એમાં જણાવેલાં સાઘનો સદ્ગુરુની આજ્ઞા વિના જીવે ઘણા કર્યા અને તેનું ફળ ચાર ગતિરૂપ પ્રત્યક્ષ દેખાય છે. તેથી મોક્ષ ન મળે તેવી રીતે કરેલા પ્રયત્નને બીજા સાઘન” કહ્યાં; “કરી કલ્પના આપ” એમાં સ્વચ્છેદે પ્રવૃત્તિ કરી એમ જણાવ્યું અથવા તો અસદ્દગુરુની આજ્ઞાથી કરેલાં સાધનથી પણ સંસારરૂપ ફળ પ્રાપ્ત થયું. જીવને ક્લેશિત કરવા સિવાય બીજું ફળ મળ્યું નહીં. શ્રીકૃષ્ણની સાથે વીરા સાળવીએ 18000 સાધુને વંદના કરી પણ શરીરને શ્રમ પડ્યો તે સિવાય બીજું કાંઈ ફળ મળ્યું નહીં, કારણ કે પોતાની મેળે દેખાદેખી, ભાવ વિના વંદનાઓ કરી હતી.” -બો.૩ (પૃ.૩૬૫) વનવાસ લિયો, મુખ મૌન રહ્યો, વૃઢ આસન પદ્મ લગાય દિયો.” 1 બોઘામૃત ભાગ-૨' માંથી - આત્માને ભૂલી બધું પુણ્ય માટે કર્યું. જ્ઞાની મળે તો સવળું થાય “સુખ દુઃખ બધું સહન કર્યું, પણ જેને માટે બધું કરવાનું હતું તેને ભૂલી ગયો. આસનને જોયું તો આસન લગાવતાં શીખ્યો. પણ આત્માને ભૂલીને એ કર્યું, તેથી ભૂલો પડ્યો. જિજ્ઞાસા હોય અને જ્ઞાની મળે તો સવળું થાય; નહીં તો અવળું થાય, આવું જાય.” -બો.૨ (પૃ.૬૮) - વનમાં જઈ, મૌન રહી, આસન વૃઢ લગાવી અષ્ટાંગયોગ સાધ્યા યોગના આઠ અંગ–યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ઘારણા, ધ્યાન અને સમાધિ છે. એ બધા મિથ્યાદર્શનસહિત કર્યા. પરંતુ સૂક્ષ્મબોઘ એટલે આત્મજ્ઞાનનો લક્ષ નહીં હોવાથી તે મોક્ષરૂપ ફળને આપનાર નહીં થયા. સંસારફળને આપનાર થયા.” 290 Page #295 -------------------------------------------------------------------------- ________________ મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુતાર ભયો........... “મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો; જપ ભેદ જપે, તપ ત્યોંહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબપે.૨ અર્થ - “મન એટલે મન અને પીન એટલે પવનઃશ્વાસોચ્છવાસ. મનને બીજે ન જવા દેવા શ્વાસોચ્છવાસને રોક્યા. એમ મનનો નિરોઘ કર્યો. પણ તે યથાર્થ નહોતો. મનને યથાર્થપણે જાણ્યું નહીં, પણ દમન કર્યું. મનનું સ્વરૂપ શું છે તે જાણ્યા વિના કર્યું. જ્યારે એ મને છેતરશે, તે ખબર નથી. પોતાને શિખામણ આપે કે પાપ કરીશ તો નરકમાં જવું પડશે. માટે પાપ કરીશ નહીં એ સ્વબોઘ છે. હઠયોગ એટલે કાયા, વચન અને મનને રોકે, પરાણે વશ કરે. એમાં તલ્લીન થઈ ગયો. એ મારે કરવું જ છે, એવો હઠયોગ નિશ્ચય કરી એતાર થઈ ગયો. એ બધા પ્રયોગો જીવે સ્વચ્છેદે કર્યા. જપના અનેક ભેદો છે તે બઘા કર્યા. તપ પણ કર્યા. જેમ કોઈ પહેલે દિવસે એક ચોખાનો દાણો ખાય, પછી બીજે દિવસે બે દાણા ખાય એમ કરતાં પેટ ભરાય ત્યારે એક એક ઓછો કરવા માંડે. આવા તપ અનેક કર્યા. મનથી સર્વ બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીનતાથી વર્યો. કોઈથી બોલ્યો નહીં. એકલો ફર્યો. એમ અનેક પ્રકારે ઉદાસીનતા રાખી. આવું જીવે ઘણું કર્યું. પણ બધું “આપ કિયો' એટલે પોતાની મેળે સ્વચ્છેદે કર્યું.” પરા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૪૯) મન પોન નિરોઘ સ્વબોઘ કિયો, હઠ જોગ પ્રયોગ સુ તાર ભયો;”....... શ્રીમદ્ રાજચંદ્ર માંથી : શ્વાસનો જય સત્પષની આજ્ઞા વગર કરે તો સંસાર જ વધે “શ્વાસનો જય કરતાં છતાં સત્પરુષની આજ્ઞાથી પરામુખતા છે, તો તે શ્વાસજય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય ત્યાં છે કે જ્યાં વાસનાનો જય છે. તેનાં બે સાધન છે : સદુ ગુરુ અને સત્સંગ. (વ.પૃ.૧૮૯) ઉપદેશામૃત” માંથી - શ્વાસોચ્છવાસ રોકવા આદિ સાઘન કાંઈ ખપના નથી, બઘી કલ્પના છે “ત્રણ ચાર વરસ માહિત થવામાં ગળાય ત્યાર પછી ખબર પડે. વીતરાગ મારગ મહા ગંભીર છે, વેદાન્ત તો એના આગળ શું ગણતરીમાં? શ્વાસોશ્વાસ આદિ સાઘન કાંઈ ખપનાં નથી, કલ્પના છે. માનેલું બધું શું છૂટે?” (ઉ.પૃ.૬૪) 291 Page #296 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન કુરુદત્તનું દૃષ્ટાંત - “હસ્તિનાપુરમાં કુરુદત્ત નામે એક શ્રેષ્ઠીનો પુત્ર મહા સુખી હતો. તે એકદા ઘર્મદેશનાને સમયે શ્રી ગુરુ મહારાજ પાસે ગયો. ત્યાં તેણે સ્યાદ્વાદરૂપ ગુરુનું વાક્ય હૃદયમાં ધારણ કર્યું. ગુરુ મહારાજે કહ્યું કે ના ' “આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અનેક અન્ય દર્શનીઓ (બીજા ઘર્મવાળાઓ) પરસ્પર વાદવિવાદ કરે છે. રેચક, કુંભક અને પૂરક વાયુનું અવલંબન કરીને પ્રાણાયામમાં પ્રવૃત્ત થાય છે, અને મૌન ઘારણ કરીને પર્વત તથા વનની ગુફાઓમાં પરિભ્રમણ કરે છે; તો પણ તેઓ શ્રી અર્હતે કહેલા આગમનું શ્રવણ કર્યા વિના સ્યાદ્વાદરૂપી આફવાક્યથી જ થઈ શકે તેવી સ્વભાવ તથા પરભાવની પરીક્ષા કરી શકતા નથી, અને સ્વસ્વભાવના અવબોધ વિના તેઓની કાર્યસિદ્ધિ પણ થતી નથી.... આ પ્રમાણે ગુરુના મુખથી અધ્યાત્મ સ્વરૂપ સાંભળીને પ્રતિબોધ પામેલા કુરુદત્તે દીક્ષા ગ્રહણ કરી. પછી શ્રતનો અભ્યાસ કર્યો. અને એકલ વિહારી પ્રતિમા અંગીકાર કરી. કોઈએ મૂનિના મસ્તક ઉપર માટીની પાળ બાંધી તેમાં ચિતાના બળતા અંગારા ભર્યા. મુનિએ સમતાભાવે ઉપસર્ગ સમ્યકુપ્રકારે સહન કરી દેહ ત્યાગી પરલોકે સિધાવ્યા.” -ઉપદેશ પ્રાસાદ ભા. ભાગ-૫ (પૃ.૧૭૬) બોઘામૃત ભાગ-૨' માંથી - ગમે તે કરે પણ જ્ઞાનીના બોઘ સિવાય મોહ જાય નહીં કેટલાકને શ્વાસ રોકે તેથી રિદ્ધિસિદ્ધિઓ પ્રગટે છે, તેથી જીવ અવળે રસ્તે ચઢી જાય. જ્ઞાનીની દોરવણી જો ન હોય તો ક્યાંય ને ક્યાંક માથું ભરાઈ જાય. જ્ઞાનીને આઘારે બઘા યોગ 292 Page #297 -------------------------------------------------------------------------- ________________ મન પીન નિરોઘ સ્વબોઘ કિયો, હઠજોગ પ્રયોગ સુ તાર ભયો'.... સાઘવાના હોય છે. નહીં તો ક્યાંય તણાઈ જાય. શ્વાસોચ્છવાસ સ્થિર થવાથી મન સ્થિર થાય છે. તેથી ઇન્દ્રિયો પણ પ્રબળ થાય છે. અને તેથી બે ચાર ગાઉ દૂરની વાત પણ સાંભળી શકે.... તેથી જીવને એમ થાય કે જુઓ! મને આત્મા પ્રાપ્ત થયો, એમ માની બેસે તેથી અવળે રસ્તે ચડી જાય. શ્વાસ રોકે પણ જ્ઞાની વગર મોહ ડરતો નથી. જ્ઞાનીના બોઘ સિવાય મોહ જવાનો રસ્તો નથી. અજ્ઞાની દ્વારા કંઈ સાઘન કલ્યાણરૂપ થતું નથી. જ્ઞાની દ્વારા એ સાઘન મળ્યું હોય તો કલ્યાણરૂપ થાય.” -o.2 (પૃ.૧૪૭) જ્ઞાની પુરુષનો યોગ ન હોય તો જીવ અવળે રસ્તે ચઢી જાય શિવરાજર્ષિનું દ્રષ્ટાંત - “હસ્તિનાપુર નામના નગરમાં શિવરાજા રાજ્ય કરતો હતો. એક દિવસ મધ્ય રાત્રિએ તેને વિચાર આવ્યો કે પૂર્વ પુણ્યના ઉદયથી હું રાજ્ય ઋદ્ધિ પામ્યો છું. એકાંત સુખમાં મારું જીવન વ્યતીત થઈ રહ્યું છે. હમણાં પ્રબળ પુણ્યનો ઉદય પ્રવર્તી રહ્યો છે ત્યાં સુધીમાં - tal C છે શું છે છે ? BET મારું આત્મસાઘન પણ સાથી લઉં. એમ વિચારી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરી પોતે તાપસી દીક્ષા ગ્રહણ કરી. જંગલમાં ઝૂંપડી બનાવી તેમાં રહેવા લાગ્યો. છઠ્ઠ છઠ્ઠની તપસ્યાપૂર્વક આતાપના લેતા વિનય વગેરે ગુણોથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી વિભંગ નામનું જ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાનના પ્રભાવે શિવરાજર્ષિએ તિસ્કૃલોકમાં રહેલા સાત દ્વીપ સમુદ્રોને નિહાળ્યા. તેથી પોતે એમ માનવા લાગ્યા કે મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયાં છે. 293 Page #298 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન હસ્તિનાપુરના રાજમાર્ગ વગેરે સ્થળોએ જઈ અનેક મનુષ્યો સમક્ષ કહેવા લાગ્યા કે હે દેવાનુપ્રિયો! મને સાતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયા છે. તેથી આ આ દુનિયામાં સાત દ્વીપો અને સાત સમુદ્રો છે. ત્યાર પછી એક પણ દ્વીપ કે સમુદ્ર નથી. ગૌતમસ્વામી છઠ્ઠના પારણે ગોચરી નિમિત્તે હસ્તિનાપુરમાં પધાર્યા. મનુષ્યોના મુખથી શિવરાજર્ષિની સઘળી હકીકત જાણી. ગૌતમસ્વામી ભગવાન પાસે આવી હાથ જોડી પ્રશ્ન કર્યો કે હે ભગવાન! શિવરાજર્ષિનું એ કથન સત્ય છે કે મૃષા છે? કેવળજ્ઞાની પ્રભુએ જણાવ્યું કે- હે આયુષ્યમાન્ ગૌતમ! શિવરાજર્ષિનું કથન મિથ્યા છે, કેમકે આ તિર્યલોકમાં સાત નહીં, પણ જંબુદ્વીપ વગેરે અસંખ્યાતા દ્વીપો અને લવણસમુદ્ર વગેરે અસંખ્યાતા સમુદ્રો રહેલા છે. આવો પ્રભુનો પ્રત્યુત્તર સાંભળી પરિષદમાં રહેલા અનેક મનુષ્યોના હૃદયગત સંશયો દૂર થયા. દેશના સમાપ્ત થયે સઘળી પરિષદ આનંદપૂર્વક પ્રભુને વંદન–નમસ્કાર કરી જતાં રસ્તામાં સ્થળે સ્થળે લોકસમૂહમાં એક જ વાત ફેલાઈ કે ‘શિવરાજર્ષિનું કથન મૃષા છે'. શિવરાજર્ષિ પણ લોકો મારફત આ હકીક્ત જાણી મહાઉદ્વેગ પામ્યા. કલુષતા થવાથી તેમનું વિર્ભાગજ્ઞાન પડી ગયું. રાજર્ષિના અંતરમાં શુભ સંકલ્પ થયો કે હું એ પ્રભુની પાસે જાઉં, તેમને વંદન–નમસ્કાર કરી મારા આત્માને કૃતકૃત્ય કરું. એમની સેવા આ ભવ અને પરભવમાં મને અવશ્ય અમોઘ ફળ આપનારી થશે. 294 Page #299 -------------------------------------------------------------------------- ________________ જપ ભેદ જપે તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લઈ સબપે'..... જ્યાં મહાવીર ભગવાન બિરાજ્યા હતા ત્યાં શિવરાજર્ષિ આવી પ્રભુને વંદન 6 કી કરી હાથ જોડી તેમની સન્મુખ બેઠા. પ્રભુએ સંશય નિવારક સુધામય દિવ્ય . દેશના સંભળાવી. તે ઘર્મ સાંભળી શિવરાજર્ષિ પ્રતિબોધ પામ્યા. ભગવાન પાસે પ્રવજ્યા ગ્રહણ કરી. અગિયાર અંગો ભણ્યા અને છેવટે સર્વ કર્મનો ક્ષય કરી શિવરાજર્ષિ મોક્ષસુખને પામ્યા.” -ચોસઠપ્રકારી પૂજાના આધારે બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે જ ખરી સમાધિ સમાધિ માટે જગતમાં જે કહેવાતું હોય તે બધું એમણે તપાસી જોયું. ઇન્દ્રિયોના, શ્વાસના ભેદો જાણીને યોગશાસ્ત્રમાં બધું કહ્યું છે. જેટલો થાય તેટલો બાહ્ય વસ્તુઓનો વિચાર કર્યો છે. લોકો શ્વાસ રોકે ત્યારે સમાધિ કહે છે, પણ એ સમાધિ નથી. ભગવાને સમાધિ શાને કહી છે? તે કૃપાળુદેવ કહે છે કે “આત્મપરિણામની સ્વસ્થતા” એટલે આત્મામાં રહે, બહારના પદાર્થોમાં વૃત્તિ ન જાય તે સમાધિ છે. નહીં તો જીવ ઠગાઈ જાય. આત્મપરિણામની સ્વસ્થતા આત્મા ઓળખાયા વગર ક્યાંથી થાય? રાગદ્વેષથી આત્માનાં પરિણામ ચંચળ થાય છે. એ રાગદ્વેષ ન થાય ત્યારે સમાધિ કહેવાય. સમ્યગ્દર્શન થયા પછી એને સહજ સમાધિ રહે છે. ચોથી દીક્ષાદ્રષ્ટિમાં પ્રાણાયામનું સ્વરૂપ કહ્યું છે– “બાહ્યભાવ રેચક ઈહાં જી, પૂરક અંતરભાવ; કુંભક થિરતા ગુણે કરી જી, પ્રાણાયામ સ્વભાવ.” બાહ્યભાવને બહાર કાઢવો અને અંતરભાવને અંદર પૂરવો અને ગુણોમાં સ્થિરતા કરવી તે રેચક, પૂરક અને કુંભક છે. એ ભાવપ્રાણાયામ છે. શ્વાસ રોકવા, કાઢવા એવું તો જીવે ઘણી વાર કર્યું છે. ઓ.૨ (પૃ.૨૧૨) બહારની બધી ક્રિયા કરે પણ અંદરની વાસના રોકાતી નથી એક બાવાનું દ્રષ્ટાંત - “પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા કે એક સમાધિ ચઢાવનાર બાવો હતો. તેણે યજમાનને ઘેર જઈ કઢી થતી હતી તે માગી, પછી વાર હતી તેથી એક ખૂણામાં બેસી સમાધિ ચઢાવી, ત્યાં કોઈએ ઘાસની ગંજી લાવી ખડકી દીધી. તે બાવાજી છ મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી ત્યારે “કઢી થઈ?” એમ બોલ્યા. એટલું બધું કર્યું પણ એની કઢીની વાસના ન ગઈ.” -બો.૨ (પૃ.૨૧૨) તિલક કરતાં ત્રેપન વહ્યા, ને જપમાળાના નાકા ગયા; કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.” “જપ ભેદ જપે, તપ ત્યૌહિ તપે, ઉરસેંહિ ઉદાસી લહી સબવેં......૨ 295 Page #300 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન f6 “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - અનંતવાર કરેલ જપ, તપ વૈરાગ્યાદિ કેમ નિષ્ફળ ગયા? તેનું શું કારણ? અનંતકાળ થયાં જીવનું સંસારને વિષે પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિષે એણે અનંત એવા જપ, તપ, વૈરાગ્યાદિ સાઘનો કર્યા જણાય છે, તથાપિ જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાઘન થઈ શક્યાં હોય એમ જણાતું નથી. એવાં તપ, જપ, કે વૈરાગ્ય અથવા બીજાં સાઘનો તે માત્ર સંસારરૂપ થયાં છે; તેમ થયું તે શા કારણથી? એ વાત અવશ્ય ફરી ફરી વિચારવા યોગ્ય છે. (આ સ્થળને વિષે કોઈ પણ પ્રકારે જપ, તપ, વૈરાગ્યાદિ સાઘનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેનો હેતુ શો હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવને વિષે વૈરાગ્યાદિ સાઘન તો ખચીત હોય છે.)” (વ.પૃ.૩૪૯) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, તે બે અક્ષર કયા? તો કે જ્ઞાની 3. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સતું મળ્યા નથી, “સત્ સુપ્યું નથી, અને ‘સત્ શ્રદ્ધયું નથી, અને એ મળે, એ સુષ્ય, અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. 4. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. 5. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો” (વ.પૃ.૨૪૬) બોઘામૃત ભાગ-૨' માંથી :જ્ઞાન ગુણ છે, જ્ઞાની ગુણી છે. તેથી ‘જ્ઞાન જ્ઞાનીમાં કળો' માટે બે અક્ષર તે જ્ઞાની બે અક્ષરમાં માર્ગ રહ્યો છે. તે બે અક્ષર કહ્યા હશે? ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે જ્ઞાન અને જ્ઞાની.” -બો.૨ (પૃ.૩૫) ઉદાસ થયો પણ આત્મપ્રાપ્તિ રહી ગઈ માટે પુરુષ કહે તેમ કર તપની ઘણી વિધિઓ છે, તે બધા પ્રકારના તપ પણ કર્યા. દેખાય છે તે બધું કર્યું. ઉદાસ થઈ ગયો, ઉદાસ થઈને શું કરવું તે રહી ગયું. અનંત કાળનો પુરુષાર્થ નકામો ગયો, તો હવે તો વિચાર. બહારનાં બધાં સાધનોનો પુરુષાર્થ કર્યો, પણ કંઈ હાથ ન આવ્યું; નિષ્ફળ થયું. માટે મારાથી તો કંઈ થતું નથી, એમ કરી જ્ઞાનીપુરુષ પાસે જા. “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દઈ વન્ય જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે.” (76) -o.2 (પૃ.૬૮) 296 Page #301 -------------------------------------------------------------------------- ________________ સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;...... “સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, ન્મત મંડન ખંડન ભેદ લિયે; વહ સાઘન બાર અનંત કિયો, છત્તદપિ કછુ હાથ હજુ ન પય.” 3 અર્થ :- “સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક, પ્રમાણો વડે શીખી ગયો. પંડિત થયો, વાદવિવાદ કર્યા. અન્ય મતોનું ખંડન મંડન કર્યું. આ સાચો ઘર્મ છે, આ ખોટો છે, એમ ભેદ પાડ્યા. એવા સાઘનો અનંતી વાર કર્યા છતાં જીવ મોક્ષમાર્ગ પામ્યો નહીં. બધું કર્યું પણ જન્મમરણ છૂટ્યા નહીં.” રા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) “સબ શાસ્ત્રનકે નય ઘારિ હિયે, મત મંડન ખંડન ભેદ લિયે;”.... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - આત્મા સમજવા શાસ્ત્રો ઉપકારી, તે પણ સ્વચ્છેદરહિત પુરુષને “આત્માર્થ સિવાય, શાસ્ત્રની જે જે પ્રકારે જીવે માન્યતા કરી કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ' છે. સ્વચ્છંદતા ટળી નથી, અને સત્સમાગમનો યોગ પ્રાપ્ત થયો છે, તે યોગે પણ સ્વદના નિર્વાહને અર્થે શાસ્ત્રના કોઈ એક વચનને બહુવચન જેવું જણાવી, છે મુખ્ય સાધન એવા સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે, તે જીવને પણ ‘અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ” છે. આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે, અને તે પણ સ્વચ્છેદરહિત પુરુષને; એટલો લક્ષ રાખી સન્શાસ્ત્ર વિચારાય તો તે “શાસ્ત્રીય અભિનિવેશ” ગણવા યોગ્ય નથી. સંક્ષેપથી લખ્યું છે.” (વ.પૃ.૪૯૦) બઘા નયનું જ્ઞાન આત્માર્થે છે. આત્માર્થ તે જ ખરો નય. સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમભાવ આવે તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વઘવાનું ઠેકાણું છે. સત્પરુષના આશ્રયે જાળ ટળે.'' (વ.પૃ.૭૨૫) નિત્યનિયમાદિ પાઠ' માંથી - “અનેક પ્રકારનાં શાસ્ત્રો છે. જેમકે ચરણાનુયોગ, કરણાનુયોગ, ઘર્મકથાનુયોગ વગેરે. તે સર્વ શાસ્ત્રોને તેના નયપૂર્વક એટલે નિશ્ચય અને વ્યવહારનયની અપેક્ષાની સમજણપૂર્વક શીખ્યો, સમજ્યો. તેથી મત કેમ સ્થાપિત કરવા ને ઉથાપવા તેનું રહસ્ય જાણ્યું. એ રીતે અનેક ઘર્મમતો સ્થાપિત કર્યા તેમ જ અનેક ઘર્મમતો ઉખેડી નાખ્યા. જેમકે મહાવીર સ્વામીના પૂર્વ ભવોમાં થયું હતું. આ બધાં સાઘનો જીવે અનાદિકાળથી અનેક ઉત્સર્પિણી અવસર્પિણીમાં ભમતાં અનેકાનેક 297 Page #302 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન વખત (બારનવાર) કર્યા છે, છતાં તેને હજુ તેનું ફળ કંઈ પ્રાપ્ત થયું નથી. ઘર્મ સાઘનો કર્યા પણ ઘર્મ ન પામ્યો.” (પૃ.૨૭) વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો...... 3 “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી : બીજું બધું કર્યું પણ આત્માને ઓળખી તેમાં શમાવવાનું ન થયું “અનંતકાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં, અને તેથી પરિભ્રમણનિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવપદમાં વર્તે તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્ગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં, જાણવાનો પ્રતિબંઘક અસત્સંગ, સ્વચ્છેદ અને અવિચાર તેનો રોઘ કર્યો નહીં જેથી સમજાવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને શમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો, એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે, અને નિઃસંદેહ છે.” (વ.પૃ.૪૮૮) પોતાની કલ્પનાએ કંઈ કલ્યાણ નહીં; કલ્યાણ જ્ઞાની પુરુષની આજ્ઞાએ “જીવ પોતાની કલ્પનાથી કહ્યું કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાનીપુરુષના લક્ષમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા.” (વ.પૃ.૩૮૨) સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે' (શ્રી ત્રિભોવનભાઈ ખંભાતવાળાના પ્રસંગમાંથી) શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ - “મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ આપ્યો નહીં. મેં બે ત્રણ વાર પાંચવાર પૂછ્યું હશે ત્યારે સાહેબજીએ કીધુ કે પાંચવાર પૂછ્યું? મેં કીધું મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું કે : “ધ્યાન તરંગરૂપ છે.” તે વખતથી મને ધ્યાનનો આગ્રહ હતો તે જતો રહ્યો, તે એવો કે તે પછીથી ઇચ્છા ઉત્પન્ન થતી નથી. -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૮૪) 298 Page #303 -------------------------------------------------------------------------- ________________ વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પડે.. ધ્યાનમાં પ્રકાશ દેખાય તે આત્મા નહીં; પણ તેને જાણનાર તે આત્મા છે “પરમગુરુએ સાથુમંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો : “યોગના અભ્યાસીઓ * ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે તે શું હશે?” આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો : “ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીને દેખાય છે. દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી આ પહાડ જેવડું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે છે. પણ વસ્તુતઃ તે આત્મા નથી; પણ તેને જાણનાર જે છે તે આત્મા છે. જીવનકળા (પૃ.૨૪૩) અનાદિથી જીવે દેહને જ આત્મા માની ક્રિયાઓ કરી છે “અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાથિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે.” (વ.પૃ.૨૯૦) સૌથી પ્રથમ સપુરુષનું વચન સાંભળી તે પ્રમાણે જ વર્તવા યોગ્ય “હે આયુષ્યમનો! આ જીવે સર્વ કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી.” (વ.પૃ.૨૬૦) અસદ્ગુરુ અને અસાસ્ત્રને સાક્ષાત્ આત્મઘાતી માને તો જ સ્વરૂપ સમજાય આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસલ્લાસ્ત્ર અને અસદ્ગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે. તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવા વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.” (વ.પૃ.૩૭૨) ઉપદેશામૃત” માંથી :કરવાનું હતું સમ્યક્દર્શન, તે નથી કર્યું તેથી કંઈ હાથ ન આવ્યું અનંતવાર સાઘન કીઘાં, કંઈ હાથ ન આવ્યું : “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર કંઈક રહ્યું. તે જે કર્તવ્ય છે તે રહ્યું. વિપ્ન ઘણાં છે. વિપ્ન એટલે કર્મ. તે આડાં ફરે છે. 299 Page #304 -------------------------------------------------------------------------- ________________ FE 5 આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન મુખ્ય આ છે. તે ન હોય તો તેને દેખાય એવું છે. મૂળ મતલબ શું છે? બધી વસ્તુ જપ, તપ, ક્રિયા, કમાણી કરી; તેનું ફળ મળ્યું અને મળશે. પણ કરવાનું કે નથી કર્યું, તે શું છે? તે શોધી કાઢો. 1. મુમુક્ષુ–સમ્ય 2. પ્રભુશ્રી–જાઓ, આ આવ્યું, તે જ કહેવાશે. આ નથી આવ્યું. “સમકિત નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.' જપ, તપ, બીજાં સાઘન - બધાં પછી છે.” (ઉ.પૃ.૧૭૨) બોઘામૃત ભાગ-૨' માંથી - આત્માને ઓળખી અંદર સમાય તો પોતાના અનુભવમાં આવે “યમનિયમમાં સાઘન કહ્યાં છે તે અનંતવાર કર્યો, પણ સમ્યક્ઝકારે થયાં નથી એટલે જન્મમરણ ટળ્યાં નથી. એ બધો પુરુષાર્થ તો કર્યો પણ સમજવું અને શમાવું એ રહી ગયું. જ્ઞાન થવું અને બીજેથી વિરામ પામવું એ એની પાસે આવ્યું નથી. આત્મા સમજાયો નથી તો પછી છૂટેય નહીં. સમજીને શમાશે તે પોતાના અનુભવમાં આવશે. “અનંતકાળથી જીવનું પરિભ્રમણ થયા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી? અને તે શું કરવાથી થાય? " (195) તેનો આ બધો ઉત્તર છે. ઉપયોગને બાહ્યમાં પ્રવર્તાવ્યો પણ અંદર શમાવ્યો નહીં, તેથી સહુ સાઘન બંઘન થયાં. મોક્ષ ન થયો.” -બો.૨ (પૃ.૨૭૩) શાસ્ત્રો વાંચે, વ્રત પાળે પણ સટ્ટુરુ વિના ભૂલ ટળતી નથી “ગમે તેટલાં શાસ્ત્રો વાંચે, વ્રત પાળે, પણ ભૂલ રહી જાય છે. જીવ અનંત કાળથી ઠગાતો આવ્યો છે. “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” મારે સ્વચ્છેદે વર્તવું નથી. એ સ્વચ્છેદથી મોક્ષ થાય એવો નથી. એ સ્વછંદ સદગુરુને યોગે રોકાય. એવા યોગની ભાવના કરવી કે મને કોઈ સગુરુનો યોગ ક્યારે થશે?” ઓ.૨ (પૃ.૨૭૯) સ્વચ્છેદે, દેખાદેખી કે કુગુરુ આશ્રયે કર્યું તેથી કંઈ હાથ ન આવ્યું બઘા સાઘનો કર્યા પણ સ્વચ્છેદ હતો તેથી ખામી આવી. દેખાદેખી કર્યું. સુગુરુ જોઈએ. કુગુરુને આશ્રયે બધું કર્યું. જે દેખાય છે તે વસ્તુ પ્રત્યે પ્રેમ થાય છે, પણ જ્ઞાની પુરુષ પ્રત્યે પ્રેમ થતો નથી. પુરુષમાં પરમેશ્વરબુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમ ઘર્મ કહ્યો છે. જ્ઞાનીઓને એ જ કરાવવું છે.” -બો.૨ (પૃ.૬૮) મારે એક આત્માને ઓળખવો છે. એ લક્ષ ન હોય તો બહારમાં ખળી રહે “સત્સંગને ગવષવો. વ્રત નિયમ જાત્રા એ બધું પછી, પણ પહેલો સત્સંગ કરવા દે. એ વગર ઠેકાણું ન પડે. સત્સંગમાં નિર્ણય થાય છે. પછી જેટલું દોડે તેટલું સવળું પડે. સત્સંગ મળ્યો હોય અને આગ્રહ બીજા હોય તો સત્સંગ નિષ્ફળ જાય. યમનિયમનો આગ્રહ છોડી મારે એક આત્માને ઓળખવો છે એમ કરી સત્સંગ કરવો. મારે આત્મા ઓળખવો છે, જ્યાં ત્યાંથી મારે 300 Page #305 -------------------------------------------------------------------------- ________________ “અબ ક્યોં ને બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં?'... છે. એને 2 આત્મજ્ઞાન કરવું છે એ લક્ષ હોય તો એ ભાવ પોષાય. નહીં તો જીવ બહારની વસ્તુઓમાં ખળી જાય છે. જગતના જીવો બાહ્ય વ્રતનિયમ તરફ જુએ છે; એને જ્ઞાન તરફ લક્ષ નથી. કુસંગનો પણ પ્રભાવ બહુ પડે છે. બીજી વસ્તુ જે નિયમ વ્રત કરવા તેને અપ્રઘાન કરી સત્સંગ કરવો.” ઓ.૨ (પૃ.૧૫૨) માર્ગનો અજાણ હોવાથી ગમે તે ઉપાય કરે પણ માર્ગ મળે નહીં વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આટલું આટલું કર્યા છતાં માર્ગ ન મળ્યો. મારે માર્ગ શોઘવો છે, એવું થાય તો માર્ગ શોધે. જ્ઞાની કહે છે કે તને માર્ગ નથી મળ્યો, માર્ગ મળ્યો હોત તો મોક્ષે જતો રહ્યો હોત, અહીં રખડત નહીં. - પૂજ્યશ્રી–માર્ગ શાને કહેતા હશે? માર્ગ ન મળ્યો, પણ માર્ગ કયો? અહીં મોક્ષમાર્ગ કહેવો છે. બીજા માર્ગ તો આંખે દેખાય પણ મોક્ષમાર્ગ આંખે દેખાતો નથી, તેની વાત છે. અનંતકાળથી જીવને સાચો માર્ગ હાથ આવ્યો નથી. હાથ આવ્યો હોત તો મોક્ષ થાત. પોતાની કલ્પનાએ માથાકૂટ કરે પણ માર્ગ મળે એવો નથી, કારણ કે અજાણ છે.” -બો. (પૃ.૪૧) “અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઓર રહા ઉન સાઘનસેં? બિન સગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈં કહ બાત કહે?” 4 અર્થ - “આટલું આટલું પોતાની મેળે કર્યું છતાં કશું હાથમાં ન આવ્યું. ત્યારે જ્ઞાની પુરુષો આ જીવને સંબોધીને કહે છે કે મનુષ્યભવ મળ્યો છે તો મનથી કેમ નથી વિચારતો કે આ ઉપરના સાઘનોથી કંઈ બીજાં કરવા જેવું છે? સદ્ગુરુ વિના ગમે તેટલી માથાકૂટ કરે તોય પાર આવે એમ નથી. સદ્ગુરુ મળે તો આત્મા પાસે જ છે. દ્રષ્ટિ ફેરવવાની છે. દેહને જુએ છે તેના બદલે આત્મા જોવાની દ્રષ્ટિ કરવાની છે. સદ્ગુરુ વિના આવી દ્રષ્ટિ થાય નહીં. જીવ સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાયે પણ હાથ આવે તેમ નથી, એવો આત્મા છે. જ્ઞાનીઓ કહે છે પણ પકડે કોણ? સદગુરુ વિના કામ થાય એમ નથી. સદ્ગુરુ મળે તો જ આત્મા સમજાય. એ વિના રહસ્ય જણાય એમ નથી. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” ખરો ગુરુ તો પોતાનો આત્મા જ છે. એ જ્યારે જાગશે ત્યારે કામ થશે. પોતે પોતાનો વૈરી થઈને વર્તે છે, તેના બદલે પોતે પોતાનો મિત્ર થઈ વર્તશે ત્યારે કામ આવશે. અનાથી મુનિએ શ્રેણિકને કહ્યું હતું કે આપણો આત્મા જ નંદનવન જેવો છે; અને આપણો આત્મા જ નરકે લઈ જનાર છે; આપણો આત્મા જ મિત્ર અને આપણો આત્મા જ શત્રુ છે. એ જ કર્મનો કરનાર અને મોક્ષે લઈ જનાર છે. ચાવી સદ્ગુરુના હાથમાં છે. માને તો કામ થઈ જાય.” જા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) 301 Page #306 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન અબ ક્યોં ન બિચારત હૈ મનમેં, કછુ ઔર રહા ઉન સાઘનસેં?”..... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી : “અજ્ઞાનીના બઘાં જપતપાદિ અહંકાર વઘારે “મિથ્યાવૃષ્ટિ સમકિતી પ્રમાણે જપતપાદિ કરે છે, એમ છતાં મિથ્યાવૃષ્ટિનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થતાં નથી, સંસારના હેતુભૂત થાય છે. સમકિતીનાં જપતપાદિ મોક્ષનાં હેતુભૂત થાય છે. સમકિતી દંભરહિત કરે છે, આત્માને જ નિંદે છે, કર્મો કરવાનાં કારણોથી પાછો હઠે છે. આમ કરવાથી તેના અહંકારાદિ સહેજે ઘટે છે. અજ્ઞાનીનાં બધાં જપતપાદિ અહંકાર વઘારે છે, અને સંસારના હેતુ થાય છે.” (વ.પૃ.૬૯૭) સર્વ ક્રિયા, રાગદ્વેષ કષાયાદિ છોડવા માટે છે; બંઘન માટે નથી “સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો, અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે; બંઘનને માટે નથી. જેથી બંઘન થાય એ બઘાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યત) ત્યાગવા યોગ્ય છે.” (વ.પૃ.૨૫૬) ‘બોઘામૃત ભાગ-૨' માંથી : આત્મજ્ઞાનના લક્ષ વગર ક્રિયા કરે તે પુણ્ય બાંધે પણ મોક્ષ ન થાય “બીજાં વ્રતનિયમ ઘણા કરે, પણ આત્મજ્ઞાન વગર પુણ્ય ભોગવાઈને જતું રહે છે. પહેલામાં પહેલું આત્મજ્ઞાન કરવાનું છે. જે કંઈ કરવું તે આત્મજ્ઞાન માટે. એ જ્ઞાનીની શિખામણ ભૂલવા જેવી નથી. વ્રતનિયમ હોય પણ એકડા વગરના મીંડા છે. અભવ્ય જીવ પણ વ્રતનિયમ પાળે, તલ જેટલા કકડા કરે તોય ક્રોઘ ન કરે, તેથી નવરૈવેયક સુધી જાય છે, પણ એ આત્મજ્ઞાનનો લક્ષ બંધાયા વગર કરે છે. કષાય ઓછા કરે તેટલું વધારે પુણ્ય બંધાય, તેથી દેવનાં સુખ વગેરે મળે, પણ એ રહેવાનું નથી, દેખાઈને જતું રહેવાનું છે. ખાલી હાથે પાછો આવે. આત્મા ભૂલાઈ જાય છે અને હું વ્રત કરું છું, હું તપ કરું છું એમ જીવ અભિમાન કરે છે. ખરી રીતે પહેલું આત્મજ્ઞાન થાય પછી વ્રતનિયમ આવે તો તે કર્મને છેદવાનાં શસ્ત્રો છે. પછી પંચ મહાવ્રત પાળે તો તે નકામું ન જાય, પણ આત્મજ્ઞાનના લક્ષ વગર કરે તો માત્ર પુણ્ય બાંધે. આત્મજ્ઞાન ચોથે ગુણસ્થાનકે થાય છે, શ્રાવકપણું પાંચમે અને પછી છ મુનિપણું આવે છે. ન કરવું એમ નથી, પણ આત્મજ્ઞાન કરીને જેટલું કરે તેટલું નિર્જરાનું કારણ થાય. પાપ કરતાં પુણ્ય સારું છે. જેમ કોઈ તડકામાંથી છાયામાં આવે તો સારું છે. જેટલું કરવું હોય તેટલું લક્ષ સહિત કરવું.” બો.૨ (પૃ.૨૭૮) સુઘારસ વગેરે સાઘનો છે તેને જ્ઞાન માની લે તો આગળ ન વધે. કોઈ સાઘનનો આપણે નિષેઘ નથી. સાઘન કરવાં, પણ આત્માને ભૂલી ગયો તો એ 302 Page #307 -------------------------------------------------------------------------- ________________ ‘બિન સરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... સાઘન રમકડાં જેવા છે. સુઘારસ ઝરે છે તેને અમૃતધારા પણ કહે છે. એ તો હકી બધાં સાઘનો છે.” -બો.૨ (પૃ.૧૪૫) આત્મજ્ઞાન મેળવવા માટે જપતપાદિ સાઘનો યોગ્યતા આપનાર છે. બઘાં શાસ્ત્રોનો સાર તો “આત્મા જાણવો’ કહ્યું. તો હવે આપણે જપ તપ નિયમ યમની શી જરૂર છે? એ તો નિષ્ફળ છે એમ કોઈ કહે, તો કે એમ નથી. આત્મા જાણવો છે, પણ એને માટે યોગ્યતા લાવવા સાધનની જરૂર પડશે. સાઘનો કરી આત્મપ્રાપ્તિ કરવી છે, પણ સાઘનો કર્યા કરે અને આત્માનો લક્ષ ન હોય તો તેમાં જ અટકી રહે. સાઘનનો આગ્રહ પછી એને થઈ જાય, કે “હું કરું છું એમ જ બઘા કરો' સાઘન છે તેથી સાધ્ય કરી લેવું. સાઘનમાં અટકી રહે તો સાધ્ય ન થાય. જેમ આંગળીથી ચંદ્ર બતાવે, પણ જોનાર જો આંગળીને જ વળગી રહે તો ચંદ્ર દેખાય નહીં તેમ સાઘનને વળગી રહે તો સાધ્ય રહી જાય.” બો.૨ (પૃ.૨૯૭). લક્ષ વગરની ક્રિયા આત્માર્થે નહીં પણ માનાર્થે આત્માર્થે તપ કરું છું એમ લક્ષ હોય ત્યાં આત્માર્થનું કારણ થાય અને આત્માર્થ ભૂલી જાય તો માનમાં તણાઈ જાય.” (બો.૧ પૃ.૫૧૭). ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..૪ શ્રીમદ્ રાજચંદ્ર માંથી - જ્ઞાનીના ગુણનો વિચાર ન કરે અને પોતાને જ્ઞાની માને તે સંસાર વઘારે “જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે. જે જીવ સત્પરુષના ગુણનો વિચાર ન કરે, અને પોતાની કલ્પનાના આશ્રયે વર્તે તે જીવ સહજમાત્રમાં ભાવવૃદ્ધિ ઉત્પન્ન કરે છે, કેમકે અમર થવાને માટે ઝેર પીએ છે.” (વ.પૃ.૮૦૩) આત્મસ્વરૂપને પ્રાપ્ત પુરુષ જ આત્મા જણાવી શકે, બીજો કોઈ નહીં હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે.” (વ.પૃ.૩૭૨) “એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ” “પ્રથમ પદમાં એમ કહ્યું છે કે : હે મુમુક્ષુ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવૃત્ત અને એક નિજ સ્વરૂપને વિષે દ્રષ્ટિ છે કે જે 303 Page #308 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ શેય પણે તારે વિષે દેખાશે.” (વ.પૃ.૪૮૨) ચમનિયમાદિ સાઘનો આત્મજ્ઞાનની યોગ્યતા મેળવવા માટે કહ્યાં છે “બીજા પદનો સંક્ષેપ અર્થ - હે મુમુક્ષુ! યમનિયમાદિ જે સાઘનો સર્વ શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ કારણને અર્થે છે; તે કારણ આ પ્રમાણે છે : આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યાં છે. તત્ત્વજ્ઞાનીઓએ એથી, એવા હેતુથી એ સાઘનો કહ્યાં છે. પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો અથવા તે સાઘન પણ અભિનિવેશ પરિણામે ગ્રહ્યાં.” (વ.પૃ.૪૮૨) ગુરુ ઉપદેશથી આત્મસ્વરૂપ જાણી, શ્રદ્ધી, તેનું ચિંતન કરો સર્વશે કહેલું ગુરુઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. જેમ જેમ ધ્યાનવિશદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી.” (વ.પૃ.૫૮૫) સદ્ગુરુના ઉપદેશથી યોગ્ય બની, સંસાર તાપ શમાવવો એ જ કરવા યોગ્ય “સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને તે સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ તત્યતા છે.” (વ.પૃ.૧૭૮) આત્મારૂપ જ્ઞાનીપુરુષના બોઘ વિના જીવ કદી જાણ્યો જાય નહીં ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થકરના માર્ગબોઘને નમસ્કાર કરીએ છીએ. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાઘનોનો બળવાન પરિશ્રમ કર્યો છતે, પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થકરના ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ.” (વ.પૃ.૩૬૬) અગમ અગોચર મુક્તિમાર્ગ, ગુરુ વિના ત્રણે કાળમાં હાથ લાગે નહીં “અગમ અગોચર નિર્વાણમાર્ગ છે, એમાં સંશય નથી. પોતાની શક્તિએ, સદ્ગુરુના આશ્રય વિના, તે માર્ગ શોધવો અશક્ય છે; એમ વારંવાર દેખાય છે, એટલું જ નહીં, પણ શ્રી સદ્ ગુરુચરણના આશ્રયે કરી બોઘબીજની પ્રાપ્તિ થઈ હોય એવા પુરુષને પણ સદ્ગુરુના સમાગમનું આરાધન નિત્ય કર્તવ્ય છે. જગતના પ્રસંગ જોતાં એમ જણાય છે કે, તેવા સમાગમ અને આશ્રય વિના નિરાલંબ બોઘ સ્થિર રહેવો વિકટ છે.” (વ.પૃ.૪૮૬). જુઓ, આ ચૈતન્ય લક્ષણવાળા એકેન્દ્રિય જીવો બિચારા કેટલા દુઃખી છે એક આચાર્યનું દૃષ્ટાંત - “જ્ઞાન અને ચારિત્રવડે પ્રઘાન, શ્રુતના રહસ્યનો પાર પામેલા અને ભવ્યજીવોને તારવામાં સમર્થ એવા કોઈ એક આચાર્ય અનેક સાઘુગણ સહિત ગામે ગામ 304 Page #309 -------------------------------------------------------------------------- ________________ ‘બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... વિહાર કરીને વાચનાએ કરી (ઉપદેશ આપવાવડે) સર્વ શ્રમણસંઘને બોઘ કરતા 6 ક. હતા. તે આચાર્ય પાંચ સમિતિ અને ત્રણ ગતિથી યુક્ત હતા, અને સર્વ સંયોગમાં જ અનિત્યાદિક બાર ભાવના ભાવતા હતા. તે વિહારના ક્રમે કરીને એકદા એક મોટા વનમાં આવ્યા. તે વન અનેક લતા વગેરેએ કરીને નીલવર્ણ લાગતું હતું, અને તેમાં અનેક પક્ષીઓના સમૂહે નિવાસ કરેલો હતો. તે વનની પુષ્ય, પત્ર અને ફળની લક્ષ્મી (શોભા) જોઈને સર્વ મુનિઓ પ્રત્યે આચાર્ય બોલ્યા કે “હે નિગ્રંથો! Hક કા? આ પત્ર, પુષ્પ, ગુચ્છ, ગુલ્મ અને ફળોને જુઓ. છે તેમાં રહેલા જીવો ચૈતન્યલક્ષણરૂપ અનન પ . રિ , શક્તિવાળા છતાં તેને આવરણ કરીને રહેલા જ્ઞાનાવરણ, દર્શનાવરણ, ચારિત્રમોહની, મિથ્યાત્વમોહની અને અંતરાયકર્મના ઉદયે કરીને દાનાદિક કાંઈ પણ ન થઈ શકે તેવા એકેન્દ્રિય ભાવને પામેલા છે. તેઓ વાયુથી કંપતા, બળહીન, દુઃખી આત્માઓ કોઈ પણ પ્રકારના શરણ વિનાના અને જન્મ-મરણના ફળથી યુક્ત છે. અહો! તેઓ અનુકંપા કરવા યોગ્ય છે. મન, વચન અને નેત્રાદિથી રહિત એવા આ બિચારા પર કોણ દયા ન કરે છે એમ કહી સર્વના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન છે8 Ned. કરીને આગળ ચાલ્યા.” હે મુનિઓ! આજે અહીં મોહરાજાની ઘાડ પડી છે માટે ત્યાં જવા જેવું નથી “આગળ જતાં એક મોટું નગર આવ્યું. તે નગરમાં અનેક પ્રકારનાં ગીત અને વાજિંત્રોના શબ્દથી વિવાહાદિક ઉત્સવો થતા પ્રગટ રીતે દેખાતા હતા, તેથી સ્વર્ગના જેવું તે મનોહર નામ છે લાગતું હતું. તે નગરને જોઈને સૂરિએ સર્વ સાઘુઓને કહ્યું કે “હે તેવું મુનિઓ! આજે આ જ નગરમાં મોહ રાજાની ઘાડ * પડી છે, તેથી આ લોકો PM 305 Page #310 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન ઊછળ્યા કરે છે. તેઓ આત્મિક ભયે કરીને વ્યાપ્ત છે. અહીં પ્રવેશ કરવો આપણને યોગ્ય નથી. આ લોકો લોભપાશથી બંધાયેલા છે, માટે તેઓ અનુકંપાને યોગ્ય છે, પરંતુ તેઓ મોહ મદિરાનું પાન કરીને ઉન્મત્ત થયેલા હોવાથી ઉપદેશને યોગ્ય નથી, માટે આપણે આગળ ચાલો.” તે સાંભળીને સાધુઓ બોલ્યા કે “હે ગુરુ! આપ અમને સારો ઉપદેશ કર્યો.” ઇત્યાદિ શુભ યોગમાં તત્પર થયેલા તેઓ વિહાર કરવા લાગ્યા. આવી રીતે આત્મતત્ત્વની દ્રષ્ટિમાં તત્પર થયેલાને ગ્રામ, નગર કે જંગલ સર્વ વૈરાગ્યનાં કારણપણે થાય છે.” -ઉ.પ્રા.ભાષાંતર ભા.૫ (પૃ.૧૩૩) કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” -શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ અને સપુરુષ વિના કોઈ કાળે કલ્યાણ થાય નહીં “સત્સંગ ને સત્યસાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જો પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તોપણ ઘડો થાય નહીં, તેમ કલ્યાણ થાય નહીં.” (વ.પૃ.૭૦૩) આ ભવે જ્ઞાની મળ્યા પણ પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે તીર્થકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ આ વખતે જ્ઞાનીનો યોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો; અને તો જ કલ્યાણ થશે. ઉપાદાનકારણ - પુરુષાર્થ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવો કે પુરુષના કારણ-નિમિત્ત-થી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અસોચ્ચાકેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે!” (વ.પૃ.૭૦૩) “ઉપદેશામૃત' માંથી - સરુ મળ્યા વિના કલ્યાણ માટે કરેલી કલ્પનાઓ બઘી ખોટી સદ્ગુરુના યોગ વિના કરેલી કલ્પનાઓ મિથ્યા છે. પોતાની માન્યતા આડે સત્ય સમજાતું નથી. ત્યાગ-વૈરાગ્ય વિના અને યોગ્યતાની ખામી હોય ત્યાં સુધી આત્માનું ભાન થાય નહીં.” (ઉ.પૃ.૬૪) ગુરુ વિના સમ્યકજ્ઞાન નથી અને ગુરુ વિના જ્ઞાન થાય પણ નહીં “લઘુતા આવે તો પછી કેવું કામ થાય? આ તો માનમાં ને મનમાં રહ્યો, કે આને કંઈ આવડતું નથી, આ કંઈ જાણતો નથી; લાવોને હું વાત કરું. ભૂંડુ કરી નાખ્યું છે. સત્સંગની તો બલિહારી છે! આ અવસર આવ્યો છે, ચેતવા જેવું છે. કૂંચી નથી તો તાળાં શી રીતે ઊઘડે? તે 306 Page #311 -------------------------------------------------------------------------- ________________ બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે?”..... આવવું જોઈએ. તેમ ગુરુ વિના જ્ઞાન નથી અને થાય નહીં. બીજે જાઓ, ભલે! - 3 ભટકો–તેથી તો તાળાં ભટકાય પણ ઊઘડે નહીં. તે ગુરુ પાસેથી મળશે.” (ઉ.પૃ.૨૦૧) ‘બોધામૃત ભાગ-૨' માંથી - પોતે જ આત્મા હોવા છતાં તે સદ્ગુરુ વિના સમજાય એમ નથી આત્મા લેવા જવો પડે એવો નથી, પોતાની પાસે જ છે. પણ સદ્ગુરુ વિના સમજાય એવું નથી. સમજે તો સહજ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી. જ્ઞાની પુરુષો કહે છે કે પ્રાતની પ્રાપ્તિ કરવી છે. જેમ એના ઘરમાં ઘન દાટેલું હોય, પણ એને ખબર ન હોય. તે એને પ્રાપ્ત તો છે, પણ ભાન નથી. બેભાન છે, તેને બદલે ભાન કરવાનું છે.” ઓ.૨ (પૃ.૬૮) એક શેઠનું દ્રષ્ટાંત - એક શેઠ નિર્ધન થવાથી પરદેશ કમાવવા ગયા. તે વખતે તેના મિત્ર સાથુ થયેલા તે તેને ઘેર વહોરવા માટે આવ્યા. તેણે પૂછ્યું ભાઈ ક્યાં છે? તેની પત્નીએ કહ્યું એ તો કમાવવા પરદેશ ગયા છે. ત્યારે સાધુ પુરુષે કહ્યું - છે તો ઘરમાં અને શોધે છે બહાર એમ કહી આંગણા તરફ ઈશારો કર્યો. શેઠ ઘરે આવ્યા ત્યારે પત્નીએ આ વાત કરી. ત્યારે શેઠે કહ્યું એ તો જ્ઞાની છે માટે જ્યાં ઈશારો કર્યો ત્યાં ખોદીએ. ખોદ્યુ તો ચરુનો ઘડો હાથ આવ્યો. એમ પોતાની પાસે ઘરમાં જ હોવા છતાં તેનું ભાન નથી. ક A /| 307 Page #312 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તેમ અનંતસુખસ્વરૂપ એવો આત્મા પોતે જ હોવા છતાં તેનું ભાન નથી. ભાન કરાવનાર સદ્ગુરુ મળે તો આત્માનું ભાન થાય અને સર્વકાળ અનંતસુખને પામી જીવ કાળાંતરે મોક્ષને પામે. સલ્લુરુ જાણે છે કે આપણું કલ્યાણ શામાં છે માટે તે કહે તેમ કરવું “આટલા કાળ સુધી જે કર્યું તે બધું નિષ્ફળ થયું, પણ હવે સત્પરુષનો યોગ થયો છે માટે લાગ આવ્યો છે. સમયે સમયે જીવ કર્મ બાંધે છે. કેડ બાંધીને પુરુષાર્થ કરવાનો છે. “યમનિયમ” વિચારે તો સન્દુરુષાર્થ જાગે. યમ નિયમ બધું કર્યું પણ બાકી શું રહ્યું? તો કે “બિન સદ્ગુરુ કોય ન ભેદ લહે.” સદ્ગુરુના આધારે કરવાનું છે. આપણું કલ્યાણ શાથી થાય? તે સદ્ગુરુ જાણે છે. સંસાર ઉપરથી સર્વથા વૃત્તિ ઊઠે તો પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટે. ઉપર ઉપરથી મુમુક્ષુ કહેવરાવવાથી કંઈ નથી. “છૂટું છૂટું” ભાવના થવી જોઈએ. બાહ્યક્રિયામાં આગ્રહ છે, પણ પરિણામ ફેરવવા એ મુખ્ય છે. અમે સાધુ છીએ, શાસ્ત્ર વાંચીએ છીએ, એમ માને છે, તેથી સાધુઓ સત્સંગ કરતા નથી. એ સસાઘન રહી ગયું છે એ ધ્યાનમાં આવતું નથી.” -બો.૨ (પૃ.૧૯૭) “કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી; પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસેં.” 5 અર્થ - “જ્ઞાની પુરુષોને સંસારી જીવો પ્રત્યે કરુણા આવે છે. જીવનું કલ્યાણ સગુરુ - ગમે છે. જ્યારે સરુની આજ્ઞા પ્રત્યે પ્રતીતિ અથવા પ્રેમ થાય તો આત્મા પળમાં પ્રગટ થાય એમ છે. સદગુરુની આજ્ઞા પ્રત્યે જેટલો પ્રેમ થયો તેટલો જીવ સવળો થયો. પ્રેમ હોય તો આજ્ઞા મનાય.” /પા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) ‘કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;'... “શ્રીમદ્ રાજચંદ્ર માંથી - અજ્ઞાની જીવો સ્વમતિ કલ્પનાએ મોક્ષમાર્ગ આરાધતાં સંસારમાં રઝળે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિઘ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે.” | (વ.પૃ.૪૯૯) જ્ઞાની પુરુષનો યોગ પ્રાપ્ત થયે જ આત્મા તરફ જીવનો લક્ષ જાય. “કોઈ પણ પ્રકારે પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવનમૂર્તિ પ્રાપ્ત 308 Page #313 -------------------------------------------------------------------------- ________________ કરુના હમ પાવત હૈ તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી;'..... થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સત્ પર લક્ષ હિક આવે છે. સજીવનમૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને ને બંઘન છે; આ અમારું હૃદય છે.” (વ.પૃ.૨૬૧) આત્મામાં સ્થિતિ છે એવા જ્ઞાનીપુરુષથી જ આત્મઘર્મ જાણીને આચરવો. “જીવે ઘર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાઘવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મઘર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાઘવા જોગ છે.” (વ.પૃ.૩૫૧) જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે, કેમકે તે સાચા ઉપાય જાણે છે “અજ્ઞાની પોતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોઘાદિ ઘટે છે. જ્ઞાની તેના વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તો મોક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચો થયો છે.” (વ.પૃ.૯૯૯) જેવી યોગ્યતા તેવું ફળ. જ્ઞાનીની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય. “જ્ઞાની પુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાઘન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સપુરુષના આશ્રય લે તો સાઘનો ઉપકારના હેતુઓ છે. પુરુષની દ્રષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે.” (વ.પૃ.૭૧૨) ગમ વગર વિદ્યા સાધ્ય થઈ નહીં પાદલિપ્તાચાર્યનું દ્રષ્ટાંત - “પાદલિતાચાર્ય વિહાર કરતાં અન્યદા ખેટકપુરમાં આવ્યા. ત્યાં જીવાજીવોત્પત્તિ પ્રાભૃત, નિમિત્ત પ્રાભૃત્ત, વિદ્યા પ્રાભૃત્ત અને સિદ્ધપ્રાકૃત એ ચાર પ્રાભૃત તેમને મળ્યા. પછી સૂરિ હંમેશાં પાદલપ વિદ્યાએ કરીને પાંચે તીર્થોએ જઈ ત્યાં રહેલ જિનબિંબોને વંદના કરીને પછી ભોજન કરતા હતા. એકદા સૂરિ ઢંકપુરે આવ્યા. ત્યાં જેણે ઘણા લોકોને વશ કર્યા છે એવો નાગાર્જુન નામનો યોગી સૂરિ પાસે આવી વિદ્યા શીખવાની ઇચ્છાએ શ્રાવક થઈને નિરંતર = તેમના ચરણની સેવા કરવા લાગ્યો. નિરંતર ગુરુના ચરણ કમળમાં વંદના કરવાથી ઔષધિઓના ગંઘવડે તેણે એકસોને સાત - - ઔષધિઓ ઓળખી લીધી. ( 309 Page #314 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન પછી તે સર્વ ઔષધિઓને જળ સાથે મેળવી વાટીને તેનો પગે લેપ કરી આકાશમાં ઉડવા લાગ્યો; પણ થોડે દૂર ઊડીને પાછો તે સ્થાને પડવા લાગ્યો; છે તેથી તેના શરીરે ચાઠાં પડ્યાં. તે જોઈને એકદા ગુરુએ તેને પૂછ્યું કે–હે ભદ્ર! આ તારા શરીરે ક્ષત શેનાં છે? ત્યારે તે યોગીએ ગુરુ પાસે સત્ય વાત કહી બતાવી. તે સાંભળીને તેની બુદ્ધિથી રંજિત (આનંદિત) થયેલા ગુરુએ તેને શુદ્ધ (સત્ય) શ્રાવક બનાવ્યો. IIT પછી વિહાર સમયે ગુરુએ તેને કહ્યું કે “હે શ્રાવક! જો તારે આકાશમાં ઉડવાની ઇચ્છા હોય તો તે એકસો ને સાતે ઔષધિઓને સાઠી ચોખાના ઓસામણમાં એકત્ર કરીને તેનો લેપ કરજે, જેથી તને અલના નહીં થાય.” આ પ્રમાણેના ગુરુવચનથી (ગુરુગમથી) તેનો મનોરથ પૂર્ણ થયો, અને તે સ્વસ્થાને ગયો. એમ જ્ઞાની પુરુષની આજ્ઞાએ ચાલવાથી જ જીવને આત્મજ્ઞાન થાય છે.” -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૧૧૫) બોઘામૃત ભાગ-૨' માંથી - કૃપાળુદેવને દયા આવે છે કે જ્ઞાન પાસે છે છતાં કર્મનું દેવું વધારે છે “કૃપાળુદેવ કહે છે કે અમને દયા આવે છે. એની પાસે ઘન છે પણ ઉપર દેવું કરીને ખાવું પડે છે. નિગ્રંથ ગુરુની જરૂર છે. કોઈ સદ્ગુરુ શોધીને તેના પ્રત્યે પ્રેમ કરવાનો છે. પકડ નથી જીવને જ્ઞાની પુરુષ કહે તે પકડાતું નથી. આ કાને સાંભળે ને આ કાને જતું રહે છે. બાકી જ્ઞાની તો ઘણું ય કહે છે.” -બો.૨ (પૃ.૬૮) 310 Page #315 -------------------------------------------------------------------------- ________________ પલમેં પ્રગટે મુખ આગલસેં જબ સદ્ગુરુચર્ન સુપ્રેમ બસે... સર્વ ક્રિયા કરતાં જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવો વઘારે હિતકારી ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતાં જ્ઞાનીનાં વચનોનો વિચાર કરવો એ વઘારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોકસંજ્ઞા-શાસ્ત્રસજ્ઞામાં વૃત્તિ ન જાય, જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે, એવો નિશ્ચય કરવો. જ્ઞાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવર-એ જ્ઞાનીનાં વચન વિચારતાં ચિલાતીપુત્રનો મોક્ષ થયો.” –બો.૨ (પૃ.૮૫) જીવને માર્ગની ખબર નથી તેથી ડાહ્યો ન થતાં જ્ઞાની કહે તેમ કરવું જીવ અજાણ્યો છે. જીવને ખબર નથી છતાં ડાહ્યો થાય છે. લાવો ધ્યાન કરું, ફલાણું કરું, એમ કરે છે. દવાખાનામાં જાય ત્યાં એમ ન કહે કે મને ફલાણી દવા જ આપો. જ્ઞાની પુરુષ પાસે જાય ત્યારે મને ધ્યાન શિખવાડો, ફલાણું શિખવાડો એમ કહે છે. જીવ પુરુષ પાસે જાય ત્યારે કંઈ ને કંઈ ઇચ્છા લઈને જાય છે. પુરુષને તો જીવને ચોખ્ખો કરવો છે. પ્રભુશ્રીજી કહેતા કે તારી સમજણ ઉપર મૂક મીંડું ને તાણ ચોકડી. જીવને પોતાને ખબર નથી. કલ્પનાથી જીવ ભર્યો છે.” -બો.૨ (પૃ.૧૪૩) જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે “શાસ્ત્રો વગેરે વાંચતા વિચાર થાય છે કે લખાણ કંઈ છે અને માણસની સમજમાં કંઈ આવે છે. પણ આથી કંઈક અલગ વાત છે એમ પરમકૃપાળુદેવે જણાવ્યું. ત્યારે શ્રી સૌભાગ્યભાઈએ કહ્યું કે શું અલગ છે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે કંઈક ગુરુગમ, તે એ કે જે વાત શાસ્ત્રમાં નથી તે ગુરુના મુખમાં સમાયેલી છે; અને તે જાણવા, યોગ્યતા થયે સત્સમાગમથી તથા પૂર્વકર્મ પાતળા પચ્ચે સમજાય છે.” શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૧૬૩) પલમેં પ્રગટે મુખ આગલમેં, જબ સગુરુચર્ન સુપ્રેમ બસેં.......... 5 જીરણશેઠની ભાવના - ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિા ચઉમાસી પારણું આવે, કરી વિનતિ નિજ ઘર જાવે; પ્રિયા પુત્રને વાત જણાવે, પટકૂળ જરી પથરાવે રે; મહાવીર પ્રભુ ઘર આવે, જીરણ શેઠજી ભાવના ભાવે રે. મ૦૧ ઉભી શેરીએ જળ છંટકાવે, જાય કેતકી ફૂલ બિછાવે; નિજઘર તોરણ બંઘાવે, મેવા મિઠાઈ થાળ ભરાવે રે. મોર અરિહાને દાન જ દીએ, દેતાં દેખી જે રીઝે; ષમાસી રોગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મ૦૩ 311 Page #316 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરિયે પઘરાવું; પારણું ભલી ભક્ત કરાવું, જુગતે જિનપૂજા રચાવું રે. મ૦૪ પછી પ્રભુને વોળાવા જઈશું, કર જોડી સામા રહીશું; નમી વેદી પાવન થઈશું, વિરતિ અતિ રંગે વહીશું 2. મ૦૫ દયા, દાન, ક્ષમા, શીલ ઘરશું, ઉપદેશ સર્જનને કરશું; સત્ય જ્ઞાનદશા અનુસરશું, અનુકંપા લક્ષણ વરશું રે. મહ૬ એમ જી રણશેઠ વદંતા, પરિણામની ઘારે ચઢતા; શ્રાવકની સીમે ઠરતા, દેવ દુંદુભિનાદ સુણતાં રે. મ૦૭ કરી આયુ પૂરણ શુભભાવે, સુરલોક અશ્રુતે જાવે; શાતાવેદની સુખ પાવે, શુભવીર વચન રસ ગાવે રે. મ૦૮ -વેદનીયકર્મની પૂજા એવો સાચો પ્રેમ શુદ્ધ આત્મા એવા પરમકૃપાળુદેવ પ્રત્યે થાય તો જીવનું કામ થઈ જાય. ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના સમયમાં પ્રભુશ્રીજી પ્રત્યે મુમુક્ષુઓનો અત્યંત પ્રેમ હતો તેથી જવું હોય ખેતરમાં પણ પ્રેમને લઈને આશ્રમમાં આવી જવાય. “તનસેં, મનમેં, ઘનમેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” 6 અર્થ - “તન, મન, ઘન અને બીજા બધા બાહ્યાંતર પદાર્થો ઉપરથી મમતા છોડી એક સદ્ગુરુની આજ્ઞાને જો આત્મામાં ઘારણ કરે તો કાર્ય સિદ્ધ થઈ જાય, અમૃત રસ પામે. દેહાદિથી પ્રેમ છોડે તો અમૃતરસ જેવો અખૂટ પ્રેમ પામે.” Iકા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) તનસેં, મનમેં, ઘનમેં, સબસે, ગુરુદેવકી આન સ્વ-આત્મ બર્સે'..... “શ્રીમદ્ રાજચંદ્ર’ માંથી : સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે “જીવ ખોટા સંગથી, અને અસદ્ગથી અનાદિકાળથી રખડ્યો છે; માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે; જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મોળા પડે; પરિણામે સમ્યકત્વ થાય.” (વ.પૃ.૭૨૭) 312 Page #317 -------------------------------------------------------------------------- ________________ તનસેં, મનમેં, ઘનસેં, સબસેં, ગુરુદેવકી આન સ્વ-આત્મ બસેં;'... ' SIR પોતે પોતાથી જ્ઞાન પામે નહીં; પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક શીધ્ર પામે “અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.” (વ.પૃ.૨૯૩) જેને આત્મા પ્રત્યક્ષ છે એવા સપુરુષની આજ્ઞા ઉઠાવે તો સમકિત થાયા બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવા; તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તો સમતિ થાય.” (વ.પૃ.૭૨૧) તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધે, તે જ્ઞાન પામે. “જ્ઞાનીની આજ્ઞાનું આરાઘન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ઘનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.” (વ.પૃ.૨૬૨) બોઘામૃત ભાગ-૨' માંથી : મોક્ષમાર્ગમાં જ્ઞાનીની આજ્ઞાનું માહાભ્ય છે. તે પ્રમાણે વર્તે તો કેવળજ્ઞાન “જ્ઞાનીની આજ્ઞાએ મોક્ષ છે. પ્રભુશ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મુમુક્ષુ કરે તો પણ એનો મોક્ષ થાય. માહાસ્ય તો જ્ઞાનીનું આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય તો બે ઘડીમાં ય કેવળજ્ઞાન થાય.” -બો.૨ (પૃ.૧૪૫) જ્ઞાનીના કહ્યા પ્રમાણે વર્તે તે જીવનું જરૂર કલ્યાણ થાય. “જ્ઞાનીપુરુષની આજ્ઞા સિવાય તને પણ પ્રવર્તે નહીં, મન પણ પ્રવર્તે નહીં, ઘન પણ પ્રવર્તે નહીં. બધું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે. એક શ્વાસોચ્છવાસ સિવાય કંઈ આજ્ઞા સિવાય ન પ્રવર્તે. કોઈ પણ પ્રકારે સગુરુનો શોઘ કરવો. શોઘ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાઘન કરવું.”(૧૬૬) (બો.૨ પૃ.૬૮) બોઘામૃત ભાગ-૩' માંથી - શરીર સામાચિકમાં, મન નાટકમાં, તો સંસારફળની પ્રાપ્તિ થાય બે ભાઈનું દ્રષ્ટાંત - “સત્સંગનો યોગ થવાને વખતે તેમને હડિયાણા જવાનું બન્યું એ કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વખતે વાત ઓર છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી એક વાત કરતા કે બે ભાઈઓ એક જ્ઞાની પાસે કથા સાંભળવા જતા અને તેમની આજ્ઞાથી ઘર્મક્રિયા કરતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થવાથી મોટાભાઈએ નાનાભાઈને કહ્યું–‘ભાઈ, તું જો સ્મશાનમાં જાય તો મારે બે ઘડી ઘર્મ કરવા જ્ઞાની પાસે જવાય.” ત્યારે નાનાભાઈએ કહ્યું, “શું મારે ઘર્મ કંઈ નથી કરવો? તમારે જવું હોય તો સ્મશાને જાઓ, હું તો આ ઘર્મ કરવા ચાલ્યો.” એમ કહી તે તો 313 Page #318 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ- “યમ નિયમ” કાવ્યનું વિવેચન મહાત્માના મુકામ તરફ ચાલ્યો. ત્યાં તો રસ્તામાં કોઈ મિત્ર આવી મળ્યો તેણે કહ્યું કે આજ તો નાટકમાં ખરી મજાનો ખેલ આવવાનો છે, તું આવીશ કે નહીં? તેણે કહ્યું, “આ ઘર્મક્રિયા થઈ રહે કે તુર્ત તારે ત્યાં આવું છું.” એમ કહી મહાત્મા પાસે ગયો અને ઘર્મક્રિયાની આજ્ઞા તો લીથી, પણ મન તો નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતું હતું અને ક્યારે અમુક પાઠ પૂરા થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા-પાણી કરી નાટક જોવાનો લહાવો લેવાય, એમ થયા કરતું હતું. ગમે તેમ ગોટા વાળી ક્રિયા પૂરી કરી ચાલી નીકળ્યો અને નાટકમાં રાત ગાળી. મોટાભાઈએ સ્મશાનમાં પણ સદ્ગુરુના દર્શન સમાગમની ભાવના કરી મોટાભાઈને સ્મશાને જવું પડ્યું, પણ તે વિચાર કર્યા કરતો હતો કે આ કામ આવી ન પડ્યું હોત તો આત્મજ્ઞાની સદ્ગુરુ ભગવાનની શાંત મુદ્રાના દર્શન મને થાત, તેમની જગત-હિતકારી, શાંતિપ્રેરક, અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હોત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી, તેમાં વૃત્તિને રોકીને જેટલો કાળ શુભ ક્રિયામાં ગાળ્યો હોત તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. અહીં અજ્ઞાનીઓની વચમાં લૌકિક અર્થે આવી આત્માર્થ વિસારી રહ્યો છું એ મારું કમભાગ્ય છે. એમ વિચારતો પોતાનો કાળ ગાળી ઘેર જઈ ભગવદ્ભક્તિ કરી સૂઈ ગયો. “ભાવ તિહાં ભગવંત' “જેવા ભાવ તેવા પ્રભુ ફળે’ સવારે મહાત્મા જ્ઞાની ગુરુના દર્શને હર્ષભેર ગયો અને ગઈ રાતનો ખેદ દર્શાવી પોતાને પ્રભાતમાં સદ્ગુરુના દર્શન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે તે મહાભાગ્ય માનવા લાગ્યો અને દર્શન, સ્તુતિ કરી શ્રી સદ્ગુરુના વચનામૃતથી શાંત થઈ ઘેર પાછો ગયો. નાનોભાઈ રોજની રૂઢિ * મુજબ મહાત્માના દર્શન કરવા ગયો. તેને તેના મોટાભાઈના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી ત્યારે તે બોલ્યો કે, “મહારાજ, મને સ્મશાનમાં મારા મોટાભાઈને મોકલવો હતો અને ઘર્મ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કંઈ ઘર્મ વહાલો નહીં હોય? મેં કેવી ઘર્મક્રિયા કરી ? અને તેમને લૌકિકમાં છે. 314 Page #319 -------------------------------------------------------------------------- ________________ તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો’.... જવું પડ્યું.” મહાત્માએ કહ્યું, “ભાઈ, ઘર્મક્રિયા સાચી ભાવપૂર્વક તો તારા fe 1 મોટાભાઈને સ્મશાનમાં બેઠાં થઈ છે અને તેં તો ઘર્મના સ્થાનમાં જ્યાં ચિત્ત ) ભગવાનમાં રાખવું જોઈએ તેને બદલે નાટકમાં ને મિજબાનીના તરંગમાં રાખ્યું હતું. તેથી તેને સંસારફળની પ્રાપ્તિ થઈ છે અને મોટાભાઈને વૈરાગ્યને લઈને મોક્ષનું કારણ બન્યું છે.” આમ ‘ભાવ તિહાં ભગવંત’ કહ્યું છે તે લક્ષમાં રાખવા યોગ્ય વાત છેજી. “મન ચંગા (પવિત્ર) તો કથરોટમાં ગંગા” એ કહેવત પ્રમાણે સદ્ગઆજ્ઞામાં જેટલો કાળ ભાવપૂર્વક ગાળશો તેટલું જીવન સફળ થયું માનવા યોગ્ય છેજી. “શાસ્ત્ર ઘણાં મતિ થોડલી, મન શિષ્ટ કહે તે પ્રમાણ રે, મન સુયશ લહે એ ભાવથી, મન ન કરે જૂઠ ડફાણ રે, મન” પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ આપેલા મંત્રસ્મરણનું વિસ્મરણ ન થાય તેટલી દાઝ રાખવા ભલામણ છેજી.” (પૃ.૪૪૯) ભાવવંદનાથી યથાર્થ ફળ થાય, દ્રવ્ય વંદનાથી નહીં શાંગકુમારનું દ્રષ્ટાંત - “એકદા કોઈ રાજાએ શ્રીકૃષ્ણને એક જાતવાન અશ્વ ભેટ તરીકે મોકલ્યો. તે વખતે શાંબ અને પાલક એ બે પુત્રોએ આવીને પિતા પાસે તે અશ્વની માગણી કરી; એટલે કૃષ્ણ કહ્યું કે “કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથને પ્રથમ વંદના કરશે તેને આ અશ્વ હું આપીશ” પછી પાલકકુમારે તો રાત્રિના પાછલે પહોરે ઊઠીને મોટેથી શબ્દ કરીને પોતાના બૃત્યોને ઉઠાડ્યા, અને તેમને તૈયાર કરી સાથે લઈને પ્રાતઃકાળ થતાં સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માગ્યો. ત્યારે કૃષ્ણ કહ્યું કે “પ્રભુને પૂછીને પછી આપીશ.” અહીં મધ્યરાત્રિ ગયા પછી શાંબ જાગ્યો હતો; પણ તે પાપભીરૂ હોવાથી પોતાને સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. પ્રાતઃકાળે સમય થતાં સર્વે પ્રભુના સમવસરણમાં ગયા. પ્રભુને વંદના કરીને કૃષ્ણ પૂછ્યું કે “હે સ્વામી! આજે આપને પ્રથમ કોણે વંદના કરી?” પ્રભુ બોલ્યા કે “આજે દ્રવ્યવંદનથી પાલક કુમારે પ્રથમ અમને વાંદ્યા હતા અને શાંબકુમારે ભાવવંદનથી પ્રથમ વાંદ્યા હતા.” તે સાંભળીને કૃષ્ણ શાંબકુમારને તે અશ્વ આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોઘ પામીને શાંબ તથા પ્રદ્યુમ્ન દીક્ષા ગ્રહણ કરી અને અનુક્રમે ગિરનાર પર્વત ઉપર મુક્તિ પામ્યા. શાંબે પ્રભુનું આંતરધ્યાન કર્યું તેથી તે વંદનનું ફળ પામ્યો, અને પાલકે સાક્ષાત્ પ્રભુને વાંદ્યા છતાં પણ તે ફળ પામ્યો નહીં, માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં આવ્યંતર વિધિને બળવાન માને છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૪ (પૃ.૨૪૫) તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો... 315 Page #320 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ' કાવ્યનું વિવેચન “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સદગુરુના બોઘરૂપ અમૃતનું પાન કરી આત્માર્થી આત્મકલ્યાણને સાધે છે “સાચા પુરુષનો બોઘ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરોબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીઘા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી, ન તરાય એવાં આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે; મનુષ્યપણું લૂંટી લીધું છે.” (વ.પૃ.૭૨૨) પ્રત્યક્ષ જ્ઞાની ગુરુની આજ્ઞા આરાઘે તો આત્માનુભવરૂપ અમૃતરસ પામે “જેમ દૂરના ક્ષીરસમુદ્રથી અત્રેના તૃષારસની તૃષા છીપે નહીં, પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય, તો તેથી તૃષા છીપે.” (466) તેમ મહાવીર ભૂતકાળમાં થઈ ગયા, તે કંઈ કહેવા આવે નહીં, પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે એવા પ્રત્યક્ષ જ્ઞાનીથી કલ્યાણ છે. કૃપાળુદેવ પાસે અમૃત છે તેથી કહે છે કે અમૃત પીવું હોય તો આવો. જેને ગરજ હોય તે આવે. સંસારથી ત્રાસ પામ્યા હો અને દુઃખ લાગ્યું હોય તો આ બાજુ આવો એટલે અમૃત પીવડાવીએ. જેને પરમાર્થ પર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે.” જેને કંઈ મોક્ષની ઇચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે' “તનસેં મનમેં ઘનમેં સબસેં, ગુરુદેવની આન સ્વઆત્મ બસેં; તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમ ઘનો.” ગમે તેટલા રોગ થયા હોય, પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખો સાગર છે. ખૂટે એવો નથી. માટે તમે આ બાજુ આવો. એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે! સંસારની બધી વિટંબણા એમણે દૂર કરી છે. તમે આત્મસુખ જાણ્યું નથી તેથી બળો છો. અમે અમૃતસાગર છીએ માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. જેને કંઈ મોક્ષની ઇચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે. તેવા જીવોને કૃપાળુદેવ બોલાવે છે કે અહીં આવો.” -ઓ.૨ (પૃ.૨૯૩) “વહ સત્ય સુઘા દરશાવહિંગે, ચતુરાંગુલ હે ડ્રગસે મિલહે; રસ દેવ નિરંજન કો પિવહી, ગહી જોગ જુગાજુગ સો જીવહી.” અર્થ - “સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થાય તો સત્ય સુઘારસ સમજાય. એ પોતાની પાસે જ છે. દ્રષ્ટિ પડવી જોઈએ. સમ્યફષ્ટિ થાય તો આત્મા પાસે જ છે. પરમ નિદાન પ્રગટ મુખ આગળ, 316 Page #321 -------------------------------------------------------------------------- ________________ વહ સત્ય સુથા....ગસે મિલહે; રસ દેવ નિરંજન...જુગાજુગ સો જીવહી’... જગત ઉલ્લંઘી હો જાય જિનેશ્વર.” (આનંદઘનજી) મોઢા આગળ જ છે. એને મૂકી / પુદ્ગલમાં જાય છે. “સત્ એ કંઈ દૂર નથી પણ દૂર લાગે છે.-શ્રીમદ્ રાજચંદ્ર. અંતર-આત્મા થઈ પરમાત્માને ભજે તો પોતે પરમાત્મા થાય, નિરંજન રસને પામે. પછી આત્માને મરવું ન પડે. અમર થઈ જાય એટલે મોક્ષ પામે; દુઃખથી નિવૃત્ત થાય.” IIળી -પૂ.બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) વહ સત્ય સુઘા દરશાવહિંગે, ચતુરાંગુલ હે ડ્રગસે મિલહે;'... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - સુધારસ, આત્મા પ્રગટવાનો સુગમ ઉપાય, પણ ગુરુ આજ્ઞાએ જ ફળીભૂત એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોઘનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોઘ કરે છે, તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે, તે આત્માને પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સુગમ ઉપાય મુખરસ એક્તાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુઘારસસ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી. એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જાણ્યો છે તે જ્ઞાની પુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે.” (વ.પૃ.૩૮૬) સુઘારસ - બીજજ્ઞાન આપનાર જ્ઞાની જોઈએ, નહીં તો ભૂલો પડે “આત્મપરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થકર “સમાધિ' કહે છે.” (568) આત્મામાં જે ચંચળપણું છે, તે રોકાય અને પોતાના સ્વરૂપમાં રહેવાય તેને માટે સુઘારસ એક સાઘન છે. સુથારસનું નામ બીજજ્ઞાન કહો તો વાંધો નથી. બીજજ્ઞાન આપનાર આત્મજ્ઞાની હોવા જોઈએ, નહીં તો ભુલાવો થાય. એ સુઘારસથી લબ્ધિઓ પણ પ્રગટે. તેથી એને જ આત્મા માની બેસે તો જ્ઞાની જેને આત્મા કહે છે તે એને સમજાય નહીં. સુથારસમાં વૃત્તિ રહેવાથી ચિત્તસ્થિરતા થાય છે. સાઘનમાં અટકી જાય તો સાધ્ય પ્રાપ્ત ન થાય. જ્ઞાનીપુરુષ વિના કોઈ સાઘનથી ઠેકાણું ન પડે. “વહ સાઘન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો” “સત્ સાઘન સમજ્યો નહીં ત્યાં બંઘન શું જાય?” સાઘન તો જીવે અનંતવાર ઘણાં કર્યા છે. યોગમાં ખેચરી મુદ્રા આવે છે. જેને સુઘારસ સંબંઘી સાઘન કરવું હોય તે જીભના મૂળ આગળ જરા કાપ મુકાવે છે. તેથી જીભ લાંબી થાય અને ઠેઠ ગળા સુધી લઈ જવાય, એટલી લાંબી કરે. ત્યાં આગળ રસ ઝરે છે, તે સુઘારસ છે.” -બો.ભા.૧ (પૃ.૧૪૪) 317 Page #322 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન સપુરુષ પ્રત્યે પ્રેમ એ જ સાચો સુઘારસ, એના ફળમાં ગુરુની કૃપા થાય સદ્ગુરુ પ્રત્યે પ્રેમ થાય તો સદ્ગુરુની કૃપા પણ એને પ્રાપ્ત થાય. એ જ સાચો સુધારસ છે અને એથી જ ગુરુગમ મળે છે. જ્ઞાની પુરુષ તો યોગ્યતા જુએ છે. સોભાગભાઈની યોગ્યતા દેખી તો અમે તો એના દાસ છીએ એમ કૃપાળુદેવને થયું. જ્ઞાની પુરુષે એ જ સુઘારસ વર્ણવ્યો છે. મોઢામાંથી ઝરે તે સુઘારસ નહીં. સમ્યગ્દષ્ટિ થાય તો તે મળે એવું છે. સમ્યગદર્શન થાય તો પછી અમર થઈ જાય. બઘાનું આ કારણ કહે છે કે પરમપ્રેમ પરમાત્મા પ્રત્યે થાય, સમ્યગ્રુષ્ટિ આવે તો એને આગમની સાચી વાત પ્રગટ થાય. કોઈને પછી પૂછવા જવું પડે નહીં. અનુભવમાં આવે.” -બો.૨ (પૃ.૬૮) રસ દેવ નિરંજન કો પિવહી; ગહી જોગ જુગાજુગ સો જીવહી..... 7 જે જીવ અંતરઆત્મા થઈ પરમાત્માને ભજે છે તે જીવ નિરંજન પરમાત્મા જે આત્મરસને એટલે આત્માનંદને અનુભવે છે તે અનુભવરસને સર્વકાળને માટે પામી યુગોયુગ સુધી જીવતો જ રહેશે; પછી કદી મરશે નહીં. સમ્યગ્દર્શન પામી પ્રતિ સમયે કર્મ કાપતો જવાથી તે જીવ પરમાત્મા બને છે. પછી કોઈ કાળે જન્મે જ નહીં, તો મરવાનો ક્યાં પ્રશ્ન રહે. માટે તેનો આત્મા સદા આત્માનંદમાં રહી સર્વકાળ જીવતો જ રહેશે અર્થાત્ જન્મમરણના દુઃખોથી તે સંપૂર્ણપણે છૂટી જશે. “પર પ્રેમ પ્રવાહ, બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે.” 8 અર્થ - “ઉપરનો સાર બધો આ ગાથામાં આવી ગયો છે. સર્વ પદાર્થો ઉપરથી પ્રેમ ઉઠાવીને એક પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ થાય તો સર્વાગમનું જ્ઞાન, ભણ્યા વિના જ આવી જાય. “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ શ્રુત ઘમેં રે મન દ્રઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવંત.” આ તો એક સામાન્ય દ્રષ્ટાંત છે. એના કરતાં અનંતગણો પ્રેમ આવવો જોઈએ. બધા આગમો એની સાક્ષી પૂરે છે. પ્રેમરૂપી અગ્નિ લાગે તો બઘા કર્મો બળી જાય. પરાભક્તિ એ કેવળજ્ઞાનનું બીજ છે. પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન.” Iટા -પૂ.શ્રી બ્ર.જી.દર્શન (પૃ.૧૫૦) પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં.... 318 Page #323 -------------------------------------------------------------------------- ________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'..... શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - જ્ઞાનીને જે ઓળખીને ભજે તે જ તેવો થાય, અને તે જ ઉત્તમ મુમુક્ષુ જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.” માત્ર જ્ઞાનીને ઇચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે. અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય છે.” (વ.પૃ.૩૨૦) જેને જ્ઞાની પુરુષની ઓળખાણ છે તેને ઘણો જ પ્રેમ આવે છે “એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તો તેના પ્રત્યે તેને ઘણો જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતો નથી.” (વ.પૃ.૯૯૯) જ્ઞાની પ્રત્યે અચળ પ્રેમ કરે તે જ્ઞાની જેવો થાય “ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આધ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યાં છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાઘવો.” (વ.પૃ.૨૫૯) બોઘામૃત ભાગ-૧' માંથી : સંસારનો બધો પ્રેમ ઉઠાવી સપુરુષ પ્રત્યે કરવો તે પરમપ્રેમ મુમુક્ષુ-પરપ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં એનો શો ભાવાર્થ છે? પૂજ્યશ્રી–જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે શરીરમાં, કુટુંબ આદિમાં વેરી નાખી છે, તે બધેથી ઉઠાડી સન્દુરુષ પ્રત્યે પરમ પ્રેમ કરવાનો છે. પ્રેમ સંસારમાં રોકાયો છે. પ્રેમની જેટલી શક્તિ છે તે બધી પ્રભુ પ્રત્યે વપરાય, તે પરપ્રેમ એટલે પરમ પ્રેમ છે. પ્રેમ એ આત્મા છે.” -બો.૧ (પૃ.૬૬૯) બોઘામૃત ભાગ-૨' માંથી - સપુરુષ પ્રત્યે, તેના વચન પ્રત્યે પ્રેમ ન આવે તો આત્મવિચાર જન્મે નહીં. “જીવની પાસે ખરી મૂડી પ્રેમ છે. એ પ્રેમરૂપી મૂડી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં વેરી નાખી છે. તેથી સાચી કમાણી થતી નથી. એ પ્રેમરૂપી મૂડી સપુરુષમાં વાપરે તો ખરી કમાણી થાય. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં.” જ્ઞાની પુરુષ તો પોકારીને કહે છે કે હે જીવ! તું મોહનિદ્રામાં ઊંધે 319 Page #324 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન છે, માટે જાગ. જ્યાં સુધી સસ્તુરુષ પ્રત્યે અને તેમના વચન પ્રત્યે તથા તે જ વચનના આશય પ્રત્યે પ્રેમ ન આવે ત્યાં સુધી આત્મવિચાર ઉદય પામે નહીં. - અનાદિકાળથી જીવની બાહ્ય વૃત્તિ છે. અરૂપી આત્મા ભણી વળવી મુશ્કેલ છે. પોતાની પાસે જ આત્મા છે તેની ઓળખાણ કરવાની છે. પુરુષ ઉપર વિશ્વાસ આવે તો થાય. જ્યારે એને સન્મુરુષ પ્રત્યે પ્રેમ આવે ત્યારે એને લાગે કે આટલા કાળ સુધી બધાં સાધનો વૃથા કર્યા. માટે હવે લક્ષ રાખીને આત્માનું કરવું. વિશ્વાસ આવ્યા પછી બધું સહેલું છે. જ્યાં સુધી પરવસ્તુઓમાં પ્રેમ છે, ત્યાં સુધી સાચી વસ્તુ પર વિશ્વાસ આવે નહીં.” -o.2 (પૃ.૧૮૭) સંસારમાં પ્રેમ હોય ત્યાં સુધી આત્મા હાથમાં ન આવે “પ્રીતિ અનંતી પરથકી, જે તોડે હો તે જોડે એહ.” “સંસારમાં પ્રીતિ હોય ત્યાં સુધી પરમાર્થ હાથમાં ન આવે. પરમાર્થ ભુલાય છે એ જ મરણતુલ્ય છે. “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો!” પરમાર્થ ન ભુલાય એ જ કાળજી રાખવાની છે. “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુવિચાર વિના ન રહેવું.” -o.2 (પૃ.૮૭) ઘન કુટુંબાદિમાં પ્રેમ છે તેટલો સત્સંગ, આત્મા ઉપર આવે તો કામ થાય “જ્યાં સુધી સંસાર પ્રિય લાગતો હોય ત્યાં સુધી મોક્ષનું માહાત્મ ન લાગે. સત્સંગ સર્વોપરી વસ્તુ છે. માહાસ્ય લાગ્યું નથી. ઘન કુટુંબાદિ ઉપર જેટલો પ્રેમ આવે છે તેટલો પ્રેમ સત્સંગ ઉપર, આત્મા ઉપર આવે ત્યારે કામ થાય. ત્યાં સુધી અપ્રમત્તપણે પુરુષાર્થ કરવાનો છે. જીવની પાસે પ્રેમરૂપી મૂડી છે, તે સંસારમાં વેરી નાખે છે. એ પ્રેમની મૂડી બધેથી ઉઠાવી મોક્ષમાં જોડવી, તો કલ્યાણ થશે. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં' જગતમાં કોઈ મારું નથી.” -બો.૨ (પૃ.૭૯) સંસારમાં પ્રેમ કર્યો તેથી અનંતગણો પ્રેમ સપુરુષના વચનમાં કરવો જ્ઞાનીપુરુષે જે કંઈ કહ્યું હોય તેમાં પ્રેમ આવે, તેમાં ને તેમાં જ રહ્યા કરે, એથી જ મારું કલ્યાણ છે, એમાં જેટલો કાળ જાય તેટલું મારું જીવન સફળ છે, એમ અપૂર્વતા લાગે તો સ્વચ્છંદ રોકાય. જ્ઞાનીએ જે કહ્યું હોય તેમાં અચળપણું કરવું. અચળ એટલે બીજે ખસે નહીં. એવી ભક્તિ કરવાની છે. મંત્રનું સ્મરણ ભુલાય નહીં એવું કરવાનું છે. ગમે ત્યાં બજારમાં હોઈએ કે ઘરમાં, પણ એ જ સાંભર્યા કરે એવું થાય ત્યારે ભક્તિ કરી કહેવાય. જ્ઞાનીએ કહેલાં વચનો સિવાય આખું જગત સોનાનું થાય તો પણ મારે તૃણવત્ છે, એવી ભાવના કરવી. પ્રેમને સંસાર પરથી ઉઠાડી જ્ઞાનીએ કહ્યું તેમાં જોડવો. મન બીજે ચોંટયું છે. તે બધેથી ઉઠાડે તો ભક્તિ થાય. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ; પરમપુરુષથી રાગતા.” મનને કહેવું કે તારે છૂટવું હોય તો બધેથી છૂટી અહીં આવ. જગત જોઈતું હોય તો લખચોરાશીમાં ભટક. વૈરાગ્ય એ મોક્ષનો ભોમિયો છે. એ વૈરાગ્ય આવે તો મોક્ષમાર્ગ એને દેખાય. સંસારમાં પ્રેમ કર્યો છે તેથી અનંતગણો પ્રેમ સસ્કુરુષનાં વચનોમાં કરવાનો છે. સંસારનો પ્રેમ તો 320 Page #325 -------------------------------------------------------------------------- ________________ ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'... લખચોરાશીમાં ભટકાવે, અને આ ભગવાન પરનો પ્રેમ તો બધેથી મુક્ત કરે.” fe 1 -બો.૨ (પૃ.૯૯) શરીરાદિ પ્રત્યે પ્રેમ છે તે પલટાવી સપુરુષ પ્રત્યે કરવો “પુરુષને સ્ત્રી પ્રત્યે અને સ્ત્રીને પુરુષ પ્રત્યે પ્રેમ હોય છે. સવારમાં ઊઠીને બધી સતીઓનાં નામ લે છે, તેનું કારણ એ પવિત્ર છે. પતિવ્રતાનો પ્રેમ તો સંસારપ્રત્યયી પ્રેમ છે. એ દ્રષ્ટાંત ઉપરથી અસાંસારિક વસ્તુ પ્રત્યે પ્રેમ કરવાનો છે. જીવની પાસે પ્રેમ મૂડી છે. લૌકિક પ્રેમ શરીરાદિ પ્રત્યે છે તે પલટાવી સપુરુષ પ્રત્યે કરે તો કેવળજ્ઞાન સુધી લઈ જાય. “પરપ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે,” -બો.૨ (પૃ.૯૬) સંસાર પ્રત્યે પ્રેમથી સંસાર વધે, ઘર્મ પ્રત્યે પ્રેમથી ઘર્મ પ્રગટે સંસારનો ક્ષય કરવા માટે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સાઘન છે. જ્ઞાનીએ જે ઉપદેશ કર્યો હોય, લક્ષ રાખવા કહ્યું હોય તે પ્રત્યે એટલો પ્રેમ હોય કે દેહ પ્રત્યે પણ તેટલો પ્રેમ ન રહે. જ્ઞાનીનું એક વચન પણ મોક્ષે લઈ જાય એવું છે. તેમાં જ એનું ચિત્ત રહે છે. છઠ્ઠી કાન્તા દ્રષ્ટિમાં એવો પ્રેમ હોય છે. પાંચમી સ્થિર દ્રષ્ટિમાં ક્ષાયક સમતિ થાય છે. તેથી પણ ચઢિયાતી દશામાં એવો પ્રેમ કહ્યો છે. રાગ, પ્રેમ, સ્નેહ બધું એક જ છે. જે પ્રેમ સંસાર પ્રત્યે છે તે સંસાર પ્રગટાવે અને તે ઘર્મ પ્રત્યે થાય તો ઘર્મ પ્રગટે. કાન્તા' શબ્દનો અર્થ પણ એ જ છે–પતિવ્રતાનું ચિત્ત પતિમાં જ રહે છે, તેમ મુમુક્ષનું ચિત્ત સત્પરુષનાં વચનમાં જ રહે.” -બો.૨ (પ્ર.૯૬) ભક્તિ કરી ભગવાન પાસે મોક્ષ સિવાય બીજું કંઈ માંગવું નહીં ભક્તિમાં સ્વચ્છેદ આદિ દોષો થતા નથી. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. જ્ઞાનમાર્ગ બહુ અઘરો છે. તેમાં અલ્પ જ્ઞાન હોય તો નુકસાન કરે. ભક્તિમાં હું કંઈ જ જાણતો નથી એમ થાય છે અને આજ્ઞામાં વર્તે તેથી ચિત્ત બીજે જાય નહીં.” -ઓ.૨ (પૃ.૯૬) શુદ્ધ સ્વરૂપની ભક્તિ કરવા નિરંતર મંત્રમાં રહેવું યોગ્ય “સપુરુષનું ચિત્રપટ હૃદયમાં દેખાય તે કરતાં સસ્તુરુષના સ્વરૂપની ભક્તિ કરે, સ્મૃતિ કરે એથી વઘારે લાભ છે. સત્પરુષની દશા સમજવા ગુણોનું સ્મરણ કરવા માટે ચિત્રપટ છે.” -બો.૨ (પૃ.૯૬) પ્રભુ પ્રત્યે પ્રેમરૂપ ભક્તિ વિના શાંતિ થાય નહીં “વ્યાસજીને નારદઋષિ મળ્યા ત્યારે વ્યાસજીએ કહ્યું કે મેં ઘણાં શાસ્ત્રો લખ્યાં છે, પણ શાંતિ થઈ નહીં. નારદઋષિએ કહ્યું કે ભક્તિમાં લીન થાઓ ત્યાર પછી વ્યાસજીએ ભક્તિ વિષે લખવું શરૂ કર્યું હતું.” ઓ.૨ (પૃ.૭૧) 321 Page #326 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે? “પ્રશ્ન–ભક્તિ કેમ નથી જાગતી? પૂજ્યશ્રી–જીવને બીજી સંસારની ભક્તિ છે. સવારથી સાંજ સુધી દેહ અને કુટુંબની ભક્તિ કરે છે. એ એને ગમે છે. એ જ કારણથી ભક્તિ નથી ગમતી. જીવને સંસારમાં હજુ પ્રેમ છે. તે ઊઠી સંસાર ઝેર જેવો લાગે ત્યારે ભક્તિ જાગે. પછી સંસારનાં કામો ગમે નહીં. ભક્તિ નથી થતી એ દુઃખ છે. ભક્તિ હોય તો મુક્તિ સહેજે આવે.” -બો.૨ (પૃ.૭૧) આખો દિવસ દેહ અને કુટુંબની ભક્તિ કરે તો પ્રભુ પ્રત્યે ભક્તિ ક્યાંથી ઊગે ગોમતી શેઠાણીનું દ્રષ્ટાંત - “શ્રીપુર નગરમાં વસુ નામે એક શેઠ રહેતા હતા. તેને ગોમતી નામે સ્ત્રી હતી. અને ઘનપાલ નામે પુત્ર હતો. હવે વખત જતાં વસુ શેઠ મરણ પામ્યા. અને વડિલ તરીકેનો ઘરનો ભાર ગોમતી શેઠાણી પર આવ્યો. તે વખતે ઘીરજ અને સ્નેહથી કામ લેવાને બદલે શેઠાણીએ ખૂબ જ કડવી વાણીનો ઉપયોગ કરવા માંડ્યો. તેથી ઘરમાં રોજ કંકાસ થવા લાગ્યો. આથી એકવાર એના પુત્ર ઘનપાળે કહ્યું : માતાજી! હવે તમારે ઘર્મ-ભક્તિ કરવાના દિવસો છે. માટે બધી ફિકર-ચિંતા છોડીને ઘર્મકથા શ્રવણ કરો. આવતી કાલથી આપણે ત્યાં એક વિદ્વાન પંડિત દ્વારા ઘર્મકથા વંચાય તેવો હું પ્રબંઘ કરું છું અને ઘનપાળે તે મુજબ પ્રબંઘ કર્યો. બીજે દિવસે પંડિતજી એક શાસ્ત્ર લઈને તેમના ઘરે આવ્યા. અને આસન પર બેઠક જમાવીને વાંચવાની શરૂઆત કરી. તેમાં પહેલું વાક્ય વાંચ્યું કે - “સદ્ગુરુ કહે'. તે વખતે કથા સાંભળવા બેઠેલી માતાજીનું ધ્યાન ખડકીમાં ઊભેલા કૂતરા તરફ ગયું. એટલે “હડ હડ’ કરતાં ઊભાં થયા અને લાકડી વડે તેને ફટકાર્યો. પછી લાકડી ઠેકાણે મૂકીને કથા સાંભળવા બેઠાં. પંડિતજીએ ફરી વાંચ્યું કે “સદ્ગુરુ કહે તેમનું આ વાક્ય પૂરું થયું ત્યાં માજીની નજર રસોડા તરફ પડી. ત્યાં એક બિલાડી ઘીમા પગલે દૂઘની તપેલી ભણી જઈ રહી હતી. એટલે માજી “છી છી” કરતા ઊભા થયા અને રસોડામાં બધું આદું-પાછું કરીને ફરી કથા સાંભળવા બેઠા. હવે પંડિતજીએ ફરીથી શરૂઆત કરી કે “સદ્ગુરુ કહે એટલામાં વળી માજીની નજર ગાય પર પડી. ત્યાં વાછરડો છૂટી ગયો હતો. તેથી છુ છુ” કરતાં ઊભા થયા અને વાછરડાને ઠેકાણે બાંધ્યો. ત્યાંથી આવીને ફરી કથા સાંભળવા બેઠા. એટલે પંડિતજી બોલ્યા કે–“સદગુરુ કહે પણ માજીને તો કંઈ ચેન ન હતું. ( મન અહીં-તહીં ભમ્યા જ કરતું હતું. આ વખતે તેની નજર છાપરા ભણી ગઈ. ત્યાં એક કાગડો કા કા કરી રહ્યો હતો. એટલે ડોશી ઊભાં થયા અને હાથમાં લાકડી લઈને તેને ઉડાડ્યો. પાછા ડોશી ફરી પોતાને ઠેકાણે આવીને બેઠા. પંડિતજીએ “સદ્ગુરુ કહે’ વાક્યથી શરૂઆત કરી, પરંતુ તે જ વખતે કોઈ ભિખારી ત્યાં આવી ચઢ્યો. માજીનું ધ્યાન તે તરફ ગયું અને તેઓ તેને તગેડી મુકવા માટે ઉક્યાં. આ રીતે લગભગ એક મુહૂર્તકાળ વ્યતીત થઈ ગયો, પણ પંડિતજી “સદ્ગુરુ કહે થી આગળ 322 Page #327 -------------------------------------------------------------------------- ________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'...... વઘી શક્યા નહીં. આથી કંટાળીને તેઓ બીજા દિવસે આવ્યા જ નહીં. તાત્પર્ય કે - જેનું ચિત્ત જરાયે સ્થિર નથી, ભમતું જ રહે છે, અન્યોન્ય વસ્તુ તરફ દોડતું જ રહે છે તેને ભક્તિ કે સત્સંગમાં સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય. માટે વિક્ષેપના કારણોથી નિવૃત્ત થઈ, તેમજ પર પુગલનું વિશેષ માહાભ્ય મનમાં ન રાખી સત્સંગ કરે તો સ્થિરતા આવે અને સાચી ભક્તિ થાય.” કાળ ફરી ગયો છે, ભગવાનનું નામ પણ સાંભળવા ન મળે “આ કાળમાં ભક્તિની વાત પણ સાંભળવા ન મળે એવું થઈ ગયું છે. તેથી ભક્તિ નથી જાગતી. જીવે પ્રેમ બીજે વેરી નાખ્યો છે. કાળ ફરી ગયો છે. પહેલાં સતયુગમાં તો મહાપુરુષના યોગ આદિની અનુકૂળતા સહેજે મળી આવતી. પરંતુ આ કાળમાં તો ભગવાનનું નામ પણ સાંભળવાને ન મળે એવું થઈ ગયું છે. જીવ ઘર્મનાં સ્થાનોમાં પણ બીજી ઇચ્છા રાખે છે.” -બો.૨ (પૃ.૭૧) બોઘામૃત ભાગ-૩' માંથી : સ્ત્રીપુત્રાદિ કરતાં અનંતગણો પ્રેમ પુરુષ પ્રત્યે આવવો જોઈએ જેને સત્પરુષના દેહ, ચિત્રપટ, વીતરાગમુદ્રા, વચન, કથા તથા આજ્ઞા પ્રત્યે રુચિ નથી 323 Page #328 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન તેણે તે પ્રથમ કર્તવ્ય છે. સંસારમાં જેમ સ્ત્રીપુત્રના દેહ વચનાદિ પ્રત્યે પ્રેમ છે તેથી અનંતગણો પ્રેમ પુરુષ પ્રત્યે પ્રગટ થાય તેમ પ્રવર્તવાની જરૂર છે.” -બો.૩ (પૃ.૨૦૪) કામ કરતાં પણ ભાવ-પ્રેમ કૃપાળુદેવ તરફ કે સ્મરણમાં રાખવો “અનાદિકાળથી જે પ્રેમવડે સંસાર પરિભ્રમણ થયા કર્યું છે તે પ્રેમ પલટાવી સંસારથી છુટાય તેમ તે પ્રેમ વાપરવા હવે ચીવટ રાખવી ઘટે છેજી. વાછરડું ઘેર હોય તો પણ ગાયને ચરવા ખેતરોમાં જવું પડે છે, પણ મન-ભાવ-પ્રેમ વાછરડા પ્રત્યે હોય છે. તેથી તે વારંવાર ચરતાં ચરતાં તેને સાંભરી આવે છે ને ઊંચુ ડોક કરી બરાડે છે, તેમ કામ કરતાં જતાં પણ આપણો ભાવ-પ્રેમ પરમકૃપાળુદેવ તરફ, તેણે આપેલા સ્મરણમાં રહે અને તે વારંવાર સાંભરી આવે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે.” -બો.૩ (પૃ.૧૧૩) પ્રભુ પ્રભુ લય લાગી હોય તો જ્યાં જાય ત્યાં એનું મન પ્રભુમાં હોય. કેમકે જ્યાં પ્રેમ હોય ત્યાં મન સહેજે જાય છે. એના ઉપરથી શ્રી આનંદઘનજી મહારાજ એક કાવ્યમાં ચાર-પાંચ દ્રષ્ટાંત આપીને આ વાત સમજાવે છે કે એવો પ્રેમ પ્રભુમાં લગાડીને પ્રભુની ભક્તિ કરો કે પ્રભુ સદેવ તમારી પાસે રહે. “ઐસે અરિહંત કે ગુણ ગાવ રે મના; ઐસે જિનચરણે ચિત્ત લાવ રે મના. અર્થ - હે ભવ્યો! તમે એવા પ્રકારે અરિહંત ભગવાનના ગુણગાન કરો અથવા એવી રીતે જિન એટલે રાગદ્વેષ, અજ્ઞાન જેના જિતાઈ ગયા છે એવા વીતરાગ પુરુષોના ચરણકમળમાં પ્રીતિ ઘરો કે જેથી મન બીજે જાય જ નહીં. હવે કેવા પ્રકારે ચિત્તને પ્રભુ ભક્તિમાં લીન રાખવું તે દ્રષ્ટાંતો દ્વારા જણાવે છે :પહેલું દૃષ્ટાંત - ચારો ચરતા પણ ગાયનું મન પોતાના વાછરડામાં ઉદરભરણ કે કારણે રે, ગૌઆ બનમેં જાય; ચારુ ચરે ચિંહુ દિશી ફિરે રે, વાકી સુરતિ બછુટવા માંહિ રે મનાવ ઐસે. જીના અર્થ - ઉદરભરણ એટલે પેટ (T ભરવાને કારણે ગાય વનમાં જાય. ત્યાં ચારો ચરે અને તેના માટે ચારે દિશાઓમાં ઘાસ - ખાવા માટે ફરે પણ તેની સુરતિ એટલે ધ્યાન લક્ષ તો પોતાના બછુરવા એટલે વાછરડામાંબચ્ચાંમાં જ હોય છે કે તે બિચારું મારા વગર શું કરતું હશે? એનો પ્રેમ ત્યાં જ લાગેલો રહે જેમ જન કે 324 Page #329 -------------------------------------------------------------------------- ________________ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમભેદ સુઉર બસેં;'..... તેમ આપણો પ્રેમ પણ દરેક કામ કરતાં પોતાના ઈષ્ટદેવ પરમકૃપાળુ પરમાત્માના શુદ્ધ સહજાત્મસ્વરૂપના રટણમાં જ લાગેલો રહેવો જોઈએ જેથી આત્માનું શીધ્ર કલ્યાણ થાય. બીજું દ્રષ્ટાંત - વાતો કરતા પણ સખીઓનું મન માથા ઉપરના ઘડાઓમાં સાતપાંચ સાહેલીઓ રે, હિલમિલ પાણી જાય; તાલી દિયે ખડખડ હસે રે, વાંકી સુરતિ ગગુરવા માંહિ રે મના. ઐસેવ અર્થ - પચાસેક વર્ષ પહેલાં પાણી ભરવા માટે બધી બહેનોને કૂવા ઉપર જવું પડતું હતું. ત્યાંથી મોટા માટલા ઉપર નાનું માટલું મૂકીને તે પાણી ભરી ઘરે આવતી હતી. રસ્તામાં પાંચ સાત બહેનપણીઓ વાતો કરતી જાય, ખડખડ હસે પણ ખરા કે હસવામાં તાલી પણ પાડે. છતાં તેની સુરતિ એટલે તેનું ધ્યાન-લક્ષ તો માથા ઉપર રાખેલ ગગુરવા એટલે ઘડાઓમાં જ હોય છે કે જેથી એ નીચે પડી ન જાય. : - એમ આપણું મન પણ અતિ ચંચળ હોવાથી તેને પ્રભુ પ્રભુની લય લગાડીને તેના સ્મરણમાં જ લીન કરવા યોગ્ય છે કે જેથી એ બીજા અશુભ વિચારો કરી આપણને નીચ ગતિમાં ન લઈ જાય. 325 Page #330 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન fe 1 ત્રીજું દૃષ્ટાંત - દોરી ઉપર નાચતા નટનું મન કોલાહલ હોવા છતાં સ્થિર નટુઓ નાચે ચેકમાં રે, લોક હરે લખ શોર; વાંસ ગ્રહી વરતે ચઢે રે, વાકો ચિત્ત ન ચલે કિહું ઠોર રે મના. ઐસે. અર્થ - નટની ટોળી ચોકમાં ઊભી છે. ઢોલ વગાડે છે, લોકો પણ ઘણા શોર એટલે - A = અવાજ કરે છે. તે વખતે વાંસ પકડીને નટ વરતે એટલે દોરી પર ચઢે છે અને એકલી દોરી ઉપર ઊભો રહીને હાથના ઈશારાથી નાચ કરી લોકોને બતાવે છે. લોકો આ જોઈને આનંદ પામી ખૂબ અવાજ કરે છે. છતાં પણ નટનું મન તો એ દોરી ઉપરના સમતુલનને જાળવવામાં જ રહે છે, બીજે ક્યાંય જતું નથી; ત્યાં જ સ્થિર છે. એવી રીતે આપણે પણ ભક્તિ કે સત્સંગ કરતા મનને સ્થિર રાખવું જોઈએ કે જેથી તે કર્મબંઘ કરાવી મનુષ્યનો ભવ બગાડે નહીં, પણ ભક્તિ કે સત્સંગનો પૂરો લાભ લઈ મનુષ્યભવ સફળ કરે. 326 Page #331 -------------------------------------------------------------------------- ________________ વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભો બતલાઈ દિયે'..... N S Uછે ! ચોથું દ્રષ્ટાંત - જુગારીનું મન જુગારમાં, પાંચમું દૃષ્ટાંત - કામીનું મન કામમાં જુઆરી મનમેં જુઆ રે, કામી કે મન કામ; આનંદઘન પ્રભુ યુ કહે રે, ઈમ લ્યો ભગવંત કો નામ રે મના. ઐસે.” અર્થ :- જુગાર રમનારના મનમાં જુગાર હોય કે ક્યારે દાવ લગાડું અને પૈસા કમાવી લઉં. અથવા કામવાસનાથી યુક્ત મનવાળાને મનમાં પણ તે જ હોય; તેમ તો } } - ગા ! હવે તમે પણ આ પ્રમાણે પ્રભુના . કં પ કે, આ નામ સ્મરણને અથવા તેમના * શુદ્ધ સહજાત્મસ્વરૂપને પ્રભુ પ્રભુની લય લગાડી એવું ભજી લો કે પ્રભુ સદેવ તમારા મનમાં જ રહે અને કર્મરૂપી શત્રુઓની કિંઈ તાકાત તમારી પાસે ચાલી શકે નહીં અને તમે નિર્વિને છેક મુક્તિપુરી સુધી પહોંચી જાઓ. વહ કેવલકો બીજ ગ્લાનિ કહે, નિજકો અનુભી બતલાઈ દિયે........... 8 ‘બોઘામૃત ભાગ-૧' માંથી - પોતાના આત્માનો અનુભવ એ જ કેવળજ્ઞાનનું બીજ “પોતાનું ઓળખાણ થાય ત્યારે “આત્મા' નામ સાંભળતા રોમાંચ થઈ જાય એવું થાય છે. કોઈ બ્રાહ્મણ ખાડામાં પડ્યો હતો. તે નીકળી શકતો ન હતો. ત્યાં કોઈએ લાડુ લાડુ એમ બૂમ પાડી તે સાંભળતા જ કૂદકો મારી બહાર નીકળી ગયો. આત્માનો અનુભવ થયો હોય તો તે પ્રત્યે પ્રેમ આવે છે. એ કરવા જ્ઞાનીનાં વચનોનો આધાર છે.” -બો.૧ (પૃ.૩૩૪) બોઘામૃત ભાગ-૨' માંથી - સપુરુષ પ્રત્યે પ્રેમ એ જ કેવળજ્ઞાનનું બીજ કે શ્રદ્ધારૂપ સમકિત. “પર પ્રેમપ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાઈ દિયે.” જેનામાં પુરુષ પ્રત્યે પ્રેમ છે, તેનામાં કેવળજ્ઞાનનું બીજ છે. આત્મા પોતાના અનુભવથી જ દેખાય છે. ગમે તેટલી વિકટ વાટે પણ પરમાર્થ પ્રાપ્ત કરવાનો છે. પરમ પ્રેમ આવે તો પરાભક્તિ પણ થાય.” –બો.૨ (પૃ.૩૪) 327 Page #332 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ - “યમ નિયમ” કાવ્યનું વિવેચન પ્રભુ પ્રત્યે સાચો પ્રેમ હોય તો બહાર શું થઈ રહ્યું છે તેનું ભાન રહે નહીં બાદશાહનું દ્રષ્ટાંત - “પ્રભુશ્રીજી એક દૃષ્ટાંત આપતા કે –“એક = બાદશાહ પાથરણું પાથરીને જંગલમાં નમાઝ ભણવા બેઠો હતો. તે વખતે કોઈ બાઈ પોતાના જાર પુરુષને મળવા વેગભેર જતી હતી. બાદશાહને તે બાઈની ઠોકર વાગી, પણ નમાઝ ભણતા હતા એટલે કાંઈ બોલ્યા નહીં. 8 8 8 p * પણ મનમાં થયેલું કે એ પાછી આવે ત્યારે એને શિક્ષા કરીશ. બાઈને તો જારના મોહમાં તે ઠોકરનું કંઈ ભાન નહોતું. પણ તે પાછી આવી ત્યારે બાદશાહે તેને ઠપકો આપ્યો. તેના ઉત્તરમાં તે બાઈ બોલી કે તમને ઠોકર વાગી તેની મને કંઈ ખબર નથી, પણ તમને ખબર પડી એટલી તમારા નમાઝમાં ખામી. એ સાંભળી બાદશાહ સમજી ગયો કે જેટલો એ બાઈને સંસાર ઉપર મોહ છે તેટલો મને જો ભગવાન પ્રત્યે મોહ એટલે પ્રેમ હોત તો મને પણ ઠોકરની ખબર પડત નહીં કે કોણ આવ્યું ને કોણ ગયું? એવો પ્રેમ પ્રભુશ્રીજીને કૃપાળુદેવ પ્રત્યે હતો. પ્રભુશ્રી નડિયાદ હતા ત્યારે ખબર પડી કે કૃપાળુદેવ અમુક ટ્રેનમાં જવાના છે એટલે તેમના દર્શન કરવા તેઓ સ્ટેશન પર ગયા. ગાડી ઊપડી તો પણ દર્શનના લોભથી ડબાની સાથે ને સાથે પ્રભુશ્રી દોડવા લાગ્યા. આગળ થોરીઆની વાડ આવી તો પણ તેમને ખબર પડી નહીં અને તે વાડમાં તેઓ પડી ગયા. એમ પ્રેમમાં આખું જગત ભુલાઈ જાય છે.” -સાતસો મહાનીતિ (પૃ.૫૨) 328 Page #333 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન ક્ષમાપના'નો પાઠ (વિવેચન સહિત) થયેલી ભૂલોનો પશ્ચાત્તાપ કરી માફી માગવી તે ક્ષમાપના ક્ષમાપના એટલે જાણે અજાણે થયેલી ભૂલની માફી માગવી તે ક્ષમાપના. અથવા પશ્ચાત્તાપ કરી, થયેલી ભૂલનો સ્વીકાર કરી માફી માગવી તે ક્ષમાપના છે. ખરો પશ્ચાત્તાપ જાગે તો પાપથી પાછું વળી શકાય છે. (પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ) - પાપથી પાછા વળ્યા તો કેવળજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત - પ્રસન્નચંદ્ર રાજા હતા. વાદળનું સ્વરૂપ જોઈ વૈરાગ્ય પામ્યા. તેથી પાંચ વર્ષના બાળકને રાજગાદી ઉપર બેસાડી દીક્ષા લઈ લીધી. તેઓ એક વાર જંગલમાં ધ્યાનમાં ઊભા હતા. ત્યારે શ્રેણિક મહારાજા મોટા સૈન્ય સાથે ભગવાન મહાવીરને વંદન કરવા જતા હતાં. તેમાનાં બે સૈનિકોએ પ્રસન્નચંદ્ર મુનિને ધ્યાન કરતા જોયા ત્યારે એકે તેમની ખૂબ પ્રશંસા કરી જ્યારે બીજાએ કહ્યું કે આ રાજા મહાપાપી છે. એને પાંચ વર્ષના બાળકને રાજ્ય આપી દીક્ષા લીધી. પણ એના વૈરીઓ તે બાળકને હણી રાજ્ય લઈ લેશે. તે સાંભળી પ્રસન્નચંદ્ર રાજર્ષિને મનમાં થયું કે મારા જીવતા બાળકને હણી રાજ્ય લેનાર કોણ છે? એવા વિચારથી મનમાં અનેક સૈનિકો સાથે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. તે વખતે શ્રેણિક રાજાએ પ્રસન્નચંદ્ર મુનિને વંદન કરી તેમની ) અડોલ સ્થિરતા જોઈ ભગવાન પાસે - જઈ પૂછ્યું કે આ મુનિ જો હવે કાળધર્મ પામે તો ક્યાં જાય? 2 . ભગવાને કહ્યું સાતમી નરકમાં. એમ ... થોડી થોડી વારે પૂછતાં ભગવાને કહ્યું : છઠ્ઠી નરકે, પાંચમી, ચોથી, ત્રીજી, બીજી, પહેલીમાં. કેમકે પ્રસન્નચંદ્ર મુનિ મનમાં લડતા લડતાં શસ્ત્રો બઘા પૂરા થવાથી માથાનો મુકુટ લઈ મારવા હાથ ઉંચો કર્યો કે માથું તો મુંડન થયેલું જણાયું. ત્યારે અરે! મેં આ શું કર્યું? હું તો દિક્ષિત છું. મેં મહાપાપ કર્યું. હું આવા ભયંકર વિચારમાં ક્યાં ચઢી ગયો. એમ પશ્ચાત્તાપ કરી પાછા હઠતા હઠતા ઠેઠ શ્રેણિ માંડીને ત્યાં જ કેવળજ્ઞાન પ્રગટ કર્યું. એ -Ii ) વિ . રેણિક રાજાએ 329 Page #334 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તેથી શ્રેણિક વારંવાર પૂછતાં ભગવાને અનુક્રમે કહ્યું–પહેલા દેવલોકમાં, ચોથા, બારમા દેવલોક વગેરેમાં જાય. થોડીવારમાં દેવદુદુભિ વાગી. ત્યારે શ્રેણિકરાજાએ ભગવાનને પૂછતાં કહ્યું કે પ્રસન્નચંદ્ર રાજર્ષિને કેવળજ્ઞાન થયું છે. એમ પાપના પશ્ચાતાપથી કે ક્ષમાપનાથી ભયંકર પાપોમાંથી પણ પાછું વળી શકાય અને ઠેઠ કેવળજ્ઞાન સુધી પણ પહોંચી શકાય છે. માટે પશ્ચાત્તાપ કે ક્ષમાપના એ પાપનું પ્રતિક્રમણ છે. પ્રતિસામે, ક્રમણ=જવું તે. પૂર્વે લાગેલા દોષોની સામે જવું અર્થાત્ તે દોષોને લક્ષમાં લઈ તેથી પાછા હઠવું તે પ્રતિક્રમણ છે અથવા પશ્ચાત્તાપ છે. પશ્ચાત્તાપથી પાપનું નિવારણ થાય છે અને ફરી એવા દોષો કરતાં જીવ અટકે છે. પોતાના દોષોનું નિરીક્ષણ કરી, ગુરુ આગળ તે દોષોની કબુલાત કરી, પશ્ચાત્તાપ કરવો તે આલોચના છે. ગુરુ હાજર હોય તો દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત પણ આપે. રાત્રે સૂતાં પહેલાં ક્ષમાપનાનો પાઠ બોલી તેના વિચારમાં જ રહેવું (પ્રભુશ્રીએ “તત્ત્વજ્ઞાન’માંથી ક્ષમાપનાનો પાઠ કાઢી, એક મુમુક્ષુને કહ્યું :) “પ્રભુ, આ એક ચંડીપાઠની પેઠે રોજ, દિન પ્રતિ નાહીધોઈને ભણવાનો પાઠ છે. મોઢે થઈ જાય તો કરવા જોગ છે. બને તો રાત્રે સૂતા પહેલાં પણ તેના વિચારમાં જ રહેવું.” (ઉ.પૃ.૩૧૦) માન મૂકી હું અઘમમાં પણ અઘમ છું એમ કરે તો પાપ આવતાં અટકે “જીવને અભિમાન પેસી જાય છે. માન હોય ત્યારે ગમે ત્યારે લુંટાય છે. માન આવે તો ભગવાન ખસી જાય. “અઘમાધમ છું' એ ટકવું આ કાળમાં બહુ મુશ્કેલ છે. આ કાળનું ઝેર ઉતારવા જેવું કૃપાળુદેવે બધું લખ્યું છે. એક ક્ષમાપના” બોલે તો બધું ઝેર ઊતરી જાય.” -બો.૧ (પૃ.૩૮૮) વિચારપૂર્વક ક્ષમાપનાનો પાઠ થાય તો પોતાના દોષો દેખાય “અનાદિની ભૂલ ટાળવા માટે પરમકૃપાળુદેવે દરરોજ સ્મરણ કરવા યોગ્ય ક્ષમાપનાના પાઠની આજ્ઞારૂપ ઉત્તમ સાઘન આપ્યું છે. તેનો વિચારપૂર્વક રોજ પાઠ થાય તો જીવને પોતાના દોષો દેખી તે દોષો ટાળવાની ભાવના કરવાનું તે ઉત્તમ નિમિત્ત છે. -બો.૩ (પૃ.૫૨) ‘નિત્યનિયમાદિ પાઠ” માંથી - “હે ભગવાન! હું બહું ભૂલી ગયો.” શું ભૂલી ગયો? તો કે પરને પોતાનું માની, પોતે પોતાને ભૂલી ગયો “વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો. હવે નહીં કરું. પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિ કાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મમરણ થયાં કરે છે, તે એ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.” 330 Page #335 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન ભરતેશ્વરને એ ભૂલ સમજાઈ કે શરીર, કુટુંબ, ઘનાદિ કોઈ મારા નથી દો “ભાવનાબોઘમાં કૃપાળુદેવે ભરતેશ્વરનું દ્રષ્ટાંત આપ્યું છે, તેમાં આંગળી પરથી વીંટી સરી પડવાથી ભરતેશ્વરને સ્વપરનો વિચાર જાગૃત થયો કે હું મને સ્વરૂપમાન માનું છું તે તો વસ્ત્ર આભૂષણની શોભા છે અને શરીરની શોભા માત્ર ત્વચાને લઈને છે. ત્વચા ન હોય તો જણાય કે તે મહા દુર્ગધી પદાર્થોથી ભરપૂર છે. આવો દેહ તે પણ મારો નથી તો તે નવયૌવનાઓ, તે કુળદીપક પુત્રો, તે અઢળક લક્ષ્મી, તે છ ખંડનું રાજ્ય વગેરે મારાં ક્યાંથી હોય? એ સર્વને મેં મારા માન્યાં, તેમાં સુખની કલ્પના કરી તે અજ્ઞાનને લઈને ભૂલ થઈ હતી.” ભરતેશ્વર પરમાં મારાપણું છોડી ભૂલ ટાળી તો કેવળજ્ઞાન પ્રગટ્યું “હવે કોઈ પણ વસ્તુમાં મમત્વ ન કરું. અહો! હું બહુ ભૂલી ગયો, એટલું કહેતામાં તો ભરતેશ્વરના અંતરમાંથી તિમિરપટ ટળી ગયું અને શુક્લધ્યાન પ્રાપ્ત થયું તેથી અશેષ ઘનઘાતી કર્મ બળીને ભસ્મ થયાં તેથી કેવળજ્ઞાન પ્રગટ થયું! ભરતેશ્વરની રિદ્ધિ ઉત્કૃષ્ટ હતી તો પણ તેનું મમત્વ તેઓએ ઉતારી નાખ્યું.” બોઘામૃત ભાગ-૧,૩' માંથી - પોતાના આત્માની ઓળખાણ કરવાનું જીવ ભૂલી ગયો છે હે ભગવાન! હું ભૂલી ગયો”, એમ લાગે તો વિચાર આવે કે શું ભૂલ્યો? ભૂલ સમજાય ત્યારે ભૂલથી અટકે. મનુષ્યભવ છૂટવા માટે છે. લાગ આવ્યો છે. છૂટ્યો તો છૂટ્યો, નહીં તો પછી લખચોરાશીમાં ભટકવું પડશે. ખાસ કરવાનું છે તે પડી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર. ચેતે તો થાય. જ્યારે ત્યારે ચેતશે ત્યારે થશે. કોઈ કરી આપશે નહીં. પોતે કરવું પડશે. આ કાળમાં ઢીલ કરવા જેવું નથી. પોતાને જ કરવાનું છે. ઢીલ કરે તેટલો છેતરાય છે. કર્યું એટલું કામ. જ્ઞાનીની આજ્ઞા જેટલી ઉઠાવાય તેટલું કરી ચૂકવું.” -.1 (પૃ.૨૯૧) ભૂલની ખબર પડી તો મારાપણું નીકળી ગયું એક વ્યકિતનું દૃષ્ટાંત - એક વ્યક્તિ ચાદર ઓઢીને સૂતો હતો. તેને બીજા એક વ્યક્તિએ આવીને કહ્યું કે આ ચાદર તો મારી છે. ત્યારે ચાદર ઓઢીને સૂતેલી વ્યક્તિએ કહ્યું કે ના આ તો મારી છે. ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું : જો આ ચાદર ઉપર મારું નામ લખેલું છે. તે જોઈ સૂતેલી વ્યક્તિએ કહ્યુંમારી ભૂલ થઈ. મારી પણ ચાદર એવી જ છે. પણ ઊઠીશ ત્યારે પાછી આપીશ. પણ હવે તેના મનમાં એમ થઈ ગયું કે આ ચાદર તે મારી નથી. ભલે તે ઓઢીને સૂતો છે પણ એમાંથી મારાપણું નીકળી ગયું. 331 Page #336 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તેમ જ્ઞાની પુરુષો કહે છે કે જો વાત સમજાઈ ગઈ હોય કે આ શરીર તે મારું નથી તો તેમાં રહેવા છતાં પણ આ દેહ તે મારો નથી. હું તો એથી ભિન્ન જ્ઞાની પુરુષોએ જોયો, જાણ્યો, અનુભવ્યો તેવો આત્મા છું એમ થઈ જાય. જેમ આશ્રમની ઘર્મશાળામાં કઈ ટૂટભાંગ થઈ જાય કે કંઈ કલર ઊખડી જાય તો પણ એના મનમાં દુઃખ નહીં થાય કેમ કે આ ઘર તે મારું નથી. ભરત ચક્રવર્તીને આજ વાત સમજાઈ ગઈ તેથી કેવળજ્ઞાનને પામી ગયા. આપણો આત્મા પણ ખરેખર આ દેહ, ઘર, કુટુંબાદિથી સાવ જુદો હોવા છતાં તેને મારા માનવાની ભૂલ હજુ સમજાતી નથી; તે જ આ સંસારનું મૂળિયું છે. હવે જ્ઞાની પુરુષના વચનને લક્ષમાં લઈ વિચારશે તો આ ભૂલ ભાંગશે. “મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીઘાં નહીં.” “નિત્યનિયમાદિ પાઠ” માંથી - તમારા અમૂલ્ય વચનો, દુર્લભ માનવદેહમાં મળ્યા, પણ સામાન્યમાં કાઢી નાખ્યા શાથી ભૂલી ગયો? મનુષ્યદેહ દુર્લભ છે. તેની એક ઘડી પણ અમૂલ્ય છે. તેમાં કોઈ સપુરુષનો ઉપદેશ મળવો અત્યંત દુર્લભ છે. એવા સપુરુષનાં વચનો પ્રાપ્ત થવાં ત્રણે કાળે અત્યંત દુર્લભ હોવાથી અમૂલ્ય છે, છતાં જ્યારે તે મળી આવ્યાં ત્યારે તેનું માહાસ્ય જાણ્યું નહીં. તેને સામાન્યમાં ગણી કાઢ્યાં અથવા તો પૂરાં સાંભળ્યા જ નહીં.” આત્મપ્રાપ્તિનો લક્ષ બંઘાય તો તે મેળવવા પ્રયત્ન કરે “સપુરુષના એક એક વચનને લક્ષમાં લેવાથી કોઈ કોઈ જીવ સંસાર તરી ગયા છે-મોક્ષે ગયા છે. સત્પરુષનાં વચન વિચારીને જીવે લક્ષ કરી લેવાનો છે કે હવે મારે શું કરવાનું છે? જો લક્ષ બંઘાઈ જાય તો પછી તેના પ્રયત્નમાં લાગી જાય.” આત્માનું હિત શામાં છે? એ લક્ષમાં ન લે તો સંસારથી છુટાય નહીં કોઈએ પચાસ હજાર રૂપિયા કમાવવા એમ લક્ષ કર્યો હોય અને પછી પ્રયત્ન કરે તો તેથી અર્થા પણ કમાઈ શકે; પરંતુ લક્ષ જ ન હોય તો તેવો પ્રયત્ન કરી શકે નહીં. તેવી રીતે સત્પરુષના વચનથી આત્માનું હિત શામાં છે, તે વિચારીને શું કરવું તેનો લક્ષ થવો જોઈએ. એ રીતે સપુરુષનાં વચનો લક્ષમાં લીઘા નહીં તેથી હજી સંસારનો અંત આવ્યો નથી.” (પૃ.૩૪) તમારાં કહેલાં અનુપમ તત્ત્વનો મેં વિચાર કર્યો નહીં.” જીવાદિ અનુપમ નવ તત્ત્વનો મેં ઊંડા ઊતરી વિચાર કર્યો નહીં “ભગવાને જીવ અને અજીવ અને તેના વિસ્તારરૂપે નવ તત્ત્વ અથવા છ દ્રવ્ય કહ્યાં છે. તેમાં આખા વિશ્વના પદાર્થો આવી જાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ કેમ થાય તે દર્શાવ્યું છે. અથવા 332 Page #337 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના’ના પાઠનું વિવેચન તો આત્મા એ જ અનુપમ તત્ત્વ છે. આત્માને જાણતાં વિશ્વનાં પદાર્થોનું જ્ઞાન પણ યથાર્થપણે થાય છે. ભગવાને કહેલાં આ તત્ત્વોને ઊંડા ઊતરી વિચાર્યા નહીં.” વૈરાગ્ય ઉપશમરૂપ ઉપદેશબોઘ વિના સિદ્ધાંત બોઘ ન સમજાય તત્ત્વ સમજાવું એ સિદ્ધાંતબોઘ છે, તે થવા પ્રથમ ઉપદેશબોઘ અથવા વૈરાગ્ય ને ઉપશમની જરૂર છે. કષાયની મંદતા થાય, માત્ર મોક્ષ અભિલાષા થાય, આત્માનું હિત કરવાના ભાવ જાગે ત્યારે જિજ્ઞાસુ કે આત્માર્થી બને ત્યારે સદગુરુનો બોઘ, સિદ્ધાંતબોઘ રુચે અને પછી તેનો જ વિચાર કરે. બીજા સંસારના વિચારો છોડીને ભગવાનના કહેલા તત્ત્વોનો વિચાર કરે.” (પૃ.૩૪) “તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં.” નિત્યનિયમાદિ પાઠ' માંથી - આપે દર્શાવેલ ગૃહસ્થઘર્મ કે મુનિઘર્મરૂપ શીલ તે રીતે હું વર્ચી નહીં “ભગવાનનાં વચન સાંભળે, વિચારે પછી તેને આચરવાના ભાવ થાય. ભગવાને જે ઉત્તમ ચારિત્ર અથવા શીલ ઉપદેશ્ય છે કે આત્મસ્વરૂપમાં રહેવું, તે શીલ મેં પાળ્યું નહીં. અથવા વ્યવહારથી મુનિના ઘર્મો અને ગૃહસ્થના ઘર્મો પ્રણીત કર્યા છે તે રીતે વર્તન કર્યું નહીં. પ્રયત્ન કરતાં કરતાં જ્યારે સદ્વર્તન સહજ થઈ જાય ત્યારે તે શીલ કહેવાય. ભગવાનની આજ્ઞાનુસાર વર્તવાનો પ્રયત્ન કર્યો નહીં. સત્પરુષના વચન હૃદયમાં ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તે શીલ.” સપુરુષના વચનને લક્ષમાં લે તે શ્રદ્ધા, વિચારે તે જ્ઞાન, આચરે તે ચારિત્ર છે પ્રથમ સત્પષનાં વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દ્રઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન, અને ચારિત્રની અગત્યતા દર્શાવી.” (પૃ.૩૫) તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં” “નિત્યનિયમાદિ પાઠ” માંથી - દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતાને લોકિક અર્થમાં જાયા, ભગવાને કહ્યું તેમ ન જાણ્યા શીલમાં આત્માના બઘા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જાણ્યા છે. પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી.” આત્મા બંધનથી મુક્ત કેવી રીતે થાય? તે વિચારી ઘર્મ કરવો તે સ્વદયા “દયાના ઘણા ભેદ છે તે મોક્ષમાળા-શિક્ષાપાઠ નવમામાં બતાવ્યા છે, તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિ કાળથી કર્મબંઘ કરી દુઃખી કર્યો છે તે બંધનથી મુક્ત કેવી રીતે થાય? 333 Page #338 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તે વિચારી ઘર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ઘર્મક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું, આત્માને કર્મબંઘથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે, તેથી દયાને ઘર્મનું મૂળ કહી છે.” આત્માને ઓળખી તેમાં રહેવું તે શાંતિ, આત્માના લક્ષ વગરની ક્રિયા માત્ર પુણ્યાર્થે બોલવું નહીં તેને શાંત રહેવું એમ કોઈ માને છે. ભગવાને પ્રથમ સમકિત કરવા કહ્યું છે. પોતાના આત્માને ઓળખે પછી તેમાં રહેવું તે શાંતિ . સમકિત નથી થયું ત્યાં સુધી ક્રોઘાદિ ન કરે તો પુણ્ય બંઘાય પરંતુ આત્માનો લક્ષ નથી ત્યાં સુધી કર્મથી ન છૂટે. આત્માનો લક્ષ હોય ત્યાં પછી કષાય રોકે વગેરે તે બધું આત્મામાં રહેવા અર્થે થાય છે.” વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો જ કલ્યાણ. અને કલ્યાણ એ જ શાંતિ શાંતિ એટલે બઘા વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું. સ્વભાવ પરિણામ ઓળખે પછી વિભાવ પરિણામ ગમે નહીં તેથી નિવૃત્ત થાય. વિભાવથી હઠી સ્વભાવમાં આવે તો કલ્યાણ છે. કલ્યાણ એ જ શાંતિ છે. આત્માનું ઓળખાણ હોય તો તેનું માહાસ્ય લાગે એટલે જે કરે તે આત્માર્થે થાય.” ક્ષમા એ આત્માનો ગુણ છે. નિમિત્ત મળતાં પણ ક્રોઘાદિ ન કરે તે ક્ષમા “ક્ષમા એટલે નિમિત્ત હોય તોપણ ક્રોઘાદિ ન કરે. બળપૂર્વક સ્વભાવમાં જ રહેવું તે ક્ષમા છે. ક્ષમા આત્માનો ગુણ છે. ક્રોધાદિ વિભાવ છે.” આત્મા કર્મને લઈને અશુદ્ધ. જેટલી કર્મની નિર્જરા તેટલો આત્મા પવિત્ર “પવિત્રતા એટલે આત્માની શુદ્ધતા. સર્વથી પવિત્રમાં પવિત્ર વસ્તુ આત્મા છે. તે કર્મને લઈને અશુદ્ધ થઈ રહ્યો છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” જેટલી કર્મનિર્જરા થાય તેટલી શુદ્ધતાપવિત્રતા થઈ કહેવાય.” દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા આવે ત્યારે શુદ્ધ સ્વભાવનું ઓળખાણ થાય “સમતિ થાય ત્યારથી નિર્જરા થવા માંડે છે. આત્માની કર્મમલરહિત દશા થવી તે મોક્ષ છે. દયા, શાંતિ વગેરે કરીને એ શુદ્ધ ભાવનું ઓળખાણ કરવાનું છે. સમકિત ગુણ આવે એટલે આત્માના બઘા ગુણો ઓળખાય. સર્વ ગુણાંશ તે સમતિ. સમકિત થતાં આત્મા વિભાવમાંથી ફરીને સ્વભાવ તરફ ઢળે છે. શુદ્ધાત્મામાં પરિણમવું તે જ પવિત્રતા છે.” -નિત્ય પાઠ (પૃ.૩૭) બોઘામૃત ભાગ-૧,૩” માંથી - દયા. દયાનું સ્વરૂપ સમજાય તો પોતાના આત્માની અત્યંત દયા આવે ““પરમકૃપાળુદેવનાં વચનો ઘણાં જ ગૂઢાર્થવાળાં છે. જેમકે “તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.” આ વાક્યમાં બધું સમાઈ જાય છે. દયાનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે પોતાના આત્માની અત્યંત કરુણા ઊપજે છે અને તે જ સમકિત છે; 334 Page #339 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અને તે પ્રાપ્ત થયા પછી આત્મામાં અપૂર્વ શાંતિ આવે છે, સમતા આવે છે અને કી પછી કેવળજ્ઞાનરૂપ પવિત્ર આત્મા થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે.” -બો.૧ (પૃ.૨૨) હયપ્રદીપ’ માંથી - શાંતિ જે આત્માના વિચાર છોડી પરનાં જ વિચાર કરે તે જીવ શાંતિ પામે નહીં હરિગીત- “રે! સેંકડો કામો વડે વ્યાકુળ થઈ જે મન બળે, પામે નહીં શાંતિ કદી, ઇચ્છા છતાં કોઈ સ્થળે; હૃદયે રહેલું સ્વરૂપ પણ પામે નહીં તે જન અરે! જે સારભૂત વિચાર તજી પરના વિચાર કર્યા કરે.” (હૃદયપ્રદીપ) –બો.૩ (પૃ.૫૨૪) અર્થ - અરે! જેનું મન સેંકડો કામો વડે વ્યાકુળ થઈને બળ્યા જ કરે છે તે જીવને શાંતિની ઇચ્છા હોવા છતાં પણ તે કદી શાંતિ પામી શકે નહીં. અરે! તે જીવ પોતાના હૃદયમાં જ રહેલું એવું શુદ્ધ સ્વરૂપ પણ પામી શકે નહીં. કેમકે તે સારભૂત આત્માના વિચાર તજીને પર પદાર્થના વિચાર કર્યા કરે છે. માટે તેનું જીવન કર્મ બંઘાવી સંસારમાં રઝળવા માટે છે. ક્ષમા ઉપર દમદંતમુનિનું દૃષ્ટાંત - હસ્તિશીર્ષના રાજા દમદંતને એકવાર પાંડવો તથા કૌરવો સાથે મોટી વઢવાડ થઈ. પણ જરાસંઘ રાજાની મદદથી દમદંત રાજા જીતી ગયો અને પાંડવો તથા કૌરવોની હાર થઈ. એક દિવસ વાદળાનું ક્ષણિક સ્વરૂપ જોઈ સંસારને પણ વાદળા સમાન ક્ષણિક અને અસાર જાણી રાજાએ દીક્ષા ગ્રહણ કરી. હસ્તિનાપુર નગરની બહાર કાઉસગ્ગ ધ્યાને ઉભા રહ્યાં. રાજદરબારમાં જતાં રસ્તામાં પાંડવોએ દમદંતમુનિને ધ્યાનસ્થ જોઈ ભક્તિભાવે વિંદન કર્યું. અને તેમની 10 રાજ્ય અવસ્થાનું બળ 8i અને ચારિત્ર બળની પ્રશંસા કરી આગળ ચાલ્યા. પાછળથી કૌરવો આવ્યા. દુર્યોધને દ્વેષભાવ લાવી માઠા વચન બોલી તેમની સામે બીજોરુ ફેંક્યું. તે જોઈ સાથેના સૈનિકોએ પત્થરો ફેંક્યા. તેથી મુનિ આમાં See ઢંકાઈ ગયા. જ' \\ / 335 Page #340 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દુધન અથવા / દૂર કરાવી નમસ્કાર વગેરે પાંડવો ગીરી . રાજદરબારથી પાછા ફરતાં દુર્યોધન સંબંધી આ વાત જાણી સેવકો પાસે પત્થરો દે કે આ તમારી | A ITAL કરી સ્વસ્થાને ગયા. પાંડવોએ માન આપ્યું અને કૌરવોએ વેષભાવથી જ છે અપમાન કર્યું પણ મુનિએ તો - " બન્ને પ્રત્યે સમભાવથી ક્ષમા છે ! રાખી પોતાનું કલ્યાણ કર્યું. ક્ષમાનાં પાંચ પ્રકાર : ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા, વચન ક્ષમા અને ઘર્મ ક્ષમા એમ ક્ષમાના પાંચ ભેદ છે. તેમાં પ્રથમની ત્રણ ક્ષમા લૌકિક સુખને આપનારી છે અને છેલ્લી બે ક્ષમા - મોક્ષને આપનારી છે. 1. ઉપકાર ક્ષમા - કોઈએ આપણો ઉપકાર કર્યો હોય તો તેના કડવાં વચન પણ સહન કરવાં. અર્થાત્ આ મારો ઉપકારી છે તેમ માની ક્ષમા રાખવી તે ઉપકાર ક્ષમા. 2. અપકાર ક્ષમા :- જે પોતાનાથી વધારે બળવાન-સત્તાવાન હોય તેથી તેને કંઈ કરી શકાય તેમ નથી. તેનાં વચનો સહન કરી લેવાં અર્થાત્ પોતાનું નુકસાન કરશે એમ માની ક્ષમા રાખવી તે અપકાર ક્ષમા. 3. વિપાક ક્ષમા - ક્રોઘનાં ફળ નઠારાં છે. તેનાથી અનેક દુશ્મનો ઊભા થતાં વિવિઘ સંતાપ પ્રાપ્ત થશે! અર્થાત્ ક્રોઘનું ફળ ભોગવવું પડશે એમ માની ક્ષમા રાખવી તે વિપાક ક્ષમા. 4. વચન ક્ષમા - ક્રોઘ ન કરવો એમ જિનેશ્વર ભગવાનનું વચન છે તેમ માની કોઈનું દિલ વચનથી પણ દુભાવે નહિ તે વચન ક્ષમા. 5. ઘર્મ ક્ષમા - આત્માનો ઘર્મ જ ક્ષમા છે માટે ક્ષમા જ રાખવી જોઈએ એમ માની ગજસુકુમારની પેઠે ક્ષમાને ઘારણ કરે તે ઘમે ક્ષમા.” -શ્રીપાળ રાજાનો રાસ (પૃ.૨૯૪). દશ લક્ષણ ઘર્મમાં પહેલો ઘમે ઉત્તમ ક્ષમા છે. “ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.” માટે મોક્ષ મેળવવા ક્રોથને બદલે ક્ષમા જ રાખવી યોગ્ય છે. બીજા પાસે દોષની ક્ષમા માગવી અને સામાને પણ દોષની ક્ષમા આપવી એ જ કલ્યાણકારક છે. આવા સર્વ દોષથી નિવૃત્ત થવા માટે પરમકૃપાળુદેવે આ “ક્ષમાપનાનો પાઠ લખી આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. 336 Page #341 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન સંવત્સરી પર્વમાં હૃદય નિર્મળ કરવા ખમત ખામણાં કરવા “ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા આદિ ગુણ ઘાર; ક્ષમા-અર્થી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. જેમ તીર્થમાં સ્નાન કરવાથી શરીરનો મળ દૂર થઈ પવિત્ર થવાય છે તેમ આવા સંવત્સરી પર્વ જેવાં પર્વમાં પણ પૂર્વ પાપો છોડી હૃદય નિર્મળ કરવા ખમતખામણાં કરવાનાં છે. ભૂતકાળને ભૂલી જઈ, મોક્ષમાર્ગમાં આગળ વઘાય તેવું બળ મળે તેવા ભાવ, નિર્ણયો અને પરિણામ કરવાથી તે બની શકે એમ છેજી.” બો.૩ (પૃ.૪૩૧) “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - પવિત્રતા જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે.” (વ.પૃ.૭) બાહ્યસ્નાન વગેરેથી કંઈ આત્માની પવિત્રતા નથી કબીરજીનું દૃષ્ટાંત - એકવાર કબીર સાહેબ ગંગા નદીને તીરે પાણી પીવાનો લોટો માંજી રહ્યા હતા. એવામાં કેટલાક તરસ્યા જાત્રાળુ બ્રાહ્મણો પાણી પીવા ત્યાં આવ્યા. તેઓને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીર સાહેબ, તેઓને પોતાનો ચોખ્ખો લોટો આપવા લાગ્યા. બ્રાહ્મણો છે. આ તેમનું આવું વર્તન જોઈ ગુસ્સાથી બરાડી . ' ઊઠ્યા : “અરે, તને કશું ભાન છે? આજે જે , સવારે જ ગંગા તટે શ્રાદ્ધ ક્રિયા કરીને અને એ ગંગાજીમાં સ્નાન કરી, પાપ ધોઈને પવિત્ર ) થયેલા અમોને તારો અપવિત્ર લોટો આપીને શું તું અભડાવવા માગે છે?” - કબીર સાહેબ એ સાંભળીને શાંતિથી-ઘીરજથી બોલ્યા : “ભાઈઓ, પવિત્ર ગંગાજીના પાણીથી મારો લોટો પવિત્ર થયો નહીં તો પછી એવા ગંગાજીમાં સ્નાન કરવાથી તમારા પાપ શી રીતે ઘોવાઈ જાય? મનની પવિત્રતાથી જ આત્મા પવિત્ર થઈ શકે.” -સંતોના જીવન પ્રસાદીમાંથી મનની પવિત્રતા એ જ સાચી પવિત્રતા છે એક વિઘવાબાઈનું દ્રષ્ટાંત - એક શેઠ હતા. તેમણે પૂર્વ પુણ્યના ઉદયથી પાંચ પેઢી સુધી ચાલે એટલું ઘન પ્રાપ્ત કર્યું હતું. છતાં છઠ્ઠી પેઢીની ચિંતા કરતા હતા. એમના પત્ની તો ભક્તિ ભજન કરે અને પોતાના પતિને પણ ભક્તિ ભજન કરવાનું કહે. પણ એમને કાંઈ અસર થાય નહીં. પાડોશમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી તે ઘંટી ચલાવે અને પોતાનું ગુજરાન કરી Rii . | | | 337 Page #342 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ સંતોષ માને અને ભજન ભક્તિ કર્યા કરે. શેઠની પત્ની પણ એની પાસે જાય અને ભજન ભક્તિ કરી આનંદ માણે. એક દિવસ શેઠને ત્યાં જમણવારનો અવસર આવ્યો. ત્યારે શેઠે થાળ ભરી પાડોશમાં રહેતી વિધવા સ્ત્રીને ત્યાં મિષ્ટાન્ન વિગેરે મોકલાવ્યું. નોકરે જઈ કહ્યું કે શેઠે આ જમવાનું મોકલાવ્યું છે. ત્યારે તે વિઘવા બાઈ બોલી કે મેં તો જમી લીધું છે. ત્યારે નોકર બોલ્યો કે આ બગડે એવું નથી, પછી કામમાં આવશે. ત્યારે તે બેને કહ્યું કે હું બીજા વખતની ચિંતા કરતી નથી. કાલ કોણે દીઠી છે? માથા ઉપર મરણ ભમે છે એમ કહી તે તો ભજન ભક્તિમાં લીન થઈ ગઈ. નોકરે શેઠને આ વાત જણાવી ત્યારે તે ઊંડા વિચારમાં પડી ગયા કે હું તો મારી છઠ્ઠી પેઢીની ચિંતા કરું છું અને આ બહેન તો બીજા ટંકની - પણ ચિંતા કરતી નથી. એનામાં સંતોષ-ભાવ કેટલો છે! એના મનની પવિત્રતા કેવી છે. એમ વિચારી શેઠ પણ ભક્તિમાં લાગી ગયા અને | | | | સંતોષભાવ કેળવી પવિત્ર બન્યા. “હે ભગવન્! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહું મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું.” “નિત્ય નિયમાદિ પાઠ” માંથી - આત્મા રત્ન જેવો પણ કર્મરજથી મલિન થવાથી સંસારમાં રઝળ્યો આત્માના ગુણો ઓળખ્યા નહીં ત્યાં સુધી ભૂલ્યો, તેથી સંસારમાં આથડ્યો-અજ્ઞાનને લીધે જન્મમરણ કર્યા. તૃષ્ણાથી દુઃખી થતો રઝળ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું. કેટલું દુઃખ લાગ્યું ત્યારે આ વચનો નીકળ્યા હશે! સંસાર અત્યંત દુઃખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસારથી પ્રીતિ ઊઠે ત્યારે પરમાર્થમાં જોડાય. અનંત કાળનો આ સંસાર છે.” અનંતકાળથી સંસારમાં હોવા છતાં જીવ પુરુષાર્થ કરે તો સંસારથી છૂટી શકે “મહાવીર ભગવાને જમાડીને કહ્યું હતું કે સંસાર શાશ્વત છે અને અશાશ્વત પણ છે. આવો ને આવો સદા રહેવાનો છે, માટે શાશ્વત અને અમુક જીવની અપેક્ષાએ તે અશાશ્વત છે. જીવ જાગે ને પુરુષાર્થ કરે તો તે સંસારથી છૂટી શકે તેથી અનંત કાળનો સંસાર છતાં બઘા જીવ તેમાં અનંત કાળ રહે એવું નથી, અનાદિસાંત પણ છે.” 338 Page #343 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સમકિત નથી થયું તો અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું, માટે પાપી છું “સમકિત નથી થયું ત્યાં સુધી અનંત સંસારની ઉત્પત્તિ કરી રહ્યો છું. પાપી છું. મિથ્યાત્વ છે ત્યાં સુધી પાપ જ છે. પાંચ મહાવ્રત પાળતો હોય પણ મિથ્યાત્વ છે તો પાપી જ છે. બઘા પાપનું મૂળ મિથ્યાત્વ છે. જેને છૂટવું છે તેણે પ્રથમ મિથ્યાત્વને ટાળવા લક્ષ રાખવાનો છે.” મદોન્મત્ત એટલે આઠ પ્રકારના મદથી હું ઉન્મત્ત થયેલો છું “ઘન, રૂપ, બળ, વિદ્યા, કુળ, જાતિ, ઐશ્વર્ય અને તપ એ આઠ પ્રકારના મદ છે તેમાં તણાઈ જાય છે. નજીવી વસ્તુ મળી તેનો અહંકાર. અનંતાનુબંધી કષાય મિથ્યાત્વ સાથે રહે છે, તેને પ્રથમ કાઢવાના છે. માન ન હોય તો અહીં જ મોક્ષ હોય. હું જાણું છું એમ થાય છે તે અનંતાનુબંધી માન છે. તે જાય તો તો સમકિત થાય.” મિથ્યાત્વ છે ત્યાં સુધી કર્મ છે અને કર્મ છે ત્યાં સુધી આત્મા મલિન છે “મિથ્યાત્વ જાય ત્યાંથી જ મોક્ષની શરૂઆત છે. જ્યાં સુધી કર્મ-રજ છે ત્યાં સુધી મલિન છે. કર્મ નિમિત્તે ભાવ મલિન થાય છે. તેથી તે આત્માને અપવિત્ર કરે છે.” -નિત્યનિયમાદિ પાઠ (પૃ.૩૮) અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું.” મોહી જીવનું દ્રષ્ટાંત - જન્મમરણના દુઃખનો અંત કેમ આવે? એનો વિચાર જીવે કર્યો નથી. જ્ઞાની પુરુષો કહે છે કે 84 લાખ યોનિમાં સહન ન થાય એવાં દુઃખો તેં સહન કર્યા છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓનાં રુદનનાં આંસુ એકઠાં કરીએ તો અનંત સમુદ્ર ભરાય એટલા ભવ તું કરી ચૂક્યો તેનું તને કંઈ ભાન નથી. મોહવશ માણસ બે પગથી માંડી આઠ પગવાળો કરોળીયાની જેવો થાય કરોળિયાનું દ્રષ્ટાંત - તું પોતે જ તારી જાતને મોહવશ, કરોળિયાની જાળ સમાન બાંઘી, તેમાં ફસાઈ જાય છે. તે કેવી રીતે? તો કે મનુષ્ય પહેલા બે પગ વાળો હોય, પરણે ત્યારે ચાર પગો ઢોર જેવો થાય. પછી એક બાળક જન્મે ત્યારે છ પગો ભમરા જેવો થાય. ભમરાને છ પગ હોય છે. હવે ભમરાની જેમ અજ્ઞાની જીવ જ્યાં ત્યાં ગુંજ્યા કરે છે કે આ સ્ત્રી મારી, આ પુત્ર મારો એમ એના મનમાં ગુંજન ચાલુ હોય. પછી છોકરો મોટો થાય ત્યારે પરણાવે. ઘરમાં છોકરાની વહુ આવે એટલે આઠ પગો કરોળિયા જેવો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ રચીને તેમાં ફસાઈ જાય છે અને તેમાં વળી આનંદ માને છે. 339 Page #344 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ p & T 8 / % @ 6 અજ્ઞાનવશ તેને ખબર નથી કે આ સંસારની વિટંબનામાં સુખ માની આ દુઃખની જાળને પોતે જ રચી છે અને પોતે જ IED દુઃખી દુઃખી થઈ રહ્યો છે. હવે આ ભવન પરંપરાનો અંત લાવવો હોય તો એ રાગને પલટાવી સપુરુષ પ્રત્યે કરે તો આ બધી વિટંબનાઓ સદાને માટે મટી જાય. પણ આ અનાદિનો સંસારનો મોહ દૂર કરવા - ઘણા કાળ સુધી સત્પરુષના બોધની જરૂર i ) છે. તે વિના આ મોહ માટે એવો નથી. બોઘામૃત ભાગ-૧' માંથી : ‘હું પાપી છું.... તારું ભૂંડું કરે તેનું પણ ભલું કર “ક્ષમાપનાનો પાઠ બોલે ત્યારે યાદ આવે કે “હું બહુ પાપી છું” એવા બીજા પણ મારામાં ઘણા દોષો છે એમ થાય. તારા પ્રત્યે કોઈ દ્વેષ કરે, તો પણ તું કોઈ પ્રત્યે દ્વેષ કરીશ નહીં, (પ૮૬) એ અઘરું છે. તારું ભંડુ કરે તો તેનું ભલું કર. એવી વાત સાંભળવા ક્યાંથી મળે? બઘાં જીવો કર્માધીન છે.” (પૃ.૪૪૯) સંત તુકારામનું દૃષ્ટાંત - “એક ભગવાનના ભક્ત સંત તુકારામ હતા. તેમની પત્ની કર્કશ સ્વભાવવાળી હતી. છતાં સમજણના બળથી ભક્તો પોતાના ગૃહ સંસારને સ્વર્ગ સમાન બનાવી દે છે. એકવાર સંત તુકારામ ખેતરમાંથી શેરડીના સાંઠા લઈને ઘરે આવતા હતા. રસ્તામાં ગરીબ માણસો અને વાત . પ . - - ક નાના છોકરાઓ મળ્યા. તેઓ ઉપર દયા આવવાથી તેમને શેરડીના સાંઠા વહેંચવા માંડ્યા. 340 Page #345 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન વહેંચતા વહેંચતા એક સાંઠો બાકી રહ્યો. તે તેમણે ઘેર જઈ પત્નીને આપ્યો. પત્નીએ રસ્તાની હકીકત જોઈ હતી તે ક્રોધે ભરાયેલી હતી. જેવો સાંઠો એના / હાથમાં આવ્યો કે તેણીએ સંત તુકારામના બરડામાં માર્યો તેથી તેના બે ટુકડા થઈ ને ગયા. તે વખતે હસતે મોઢે તુકારામ બોલ્યા–વાહ પ્રભુ વાહ! તું તો બહુ સમજણી સ્ત્રી છે. તારો મારા ઉપર કેટલો બધો પ્રેમ છે કે શેરડી જેવી વસ્તુ પણ તને એકલીને ખાવી ન ગમી અને તેના તે આપણા બન્ને માટે બે ટુકડા કરી દીઘા. ગા T / / આવા કષાયરહિત શાંત વચનો સાંભળીને સ્ત્રી શરમાઈ ગઈ અને પતિની માફી માગીને તેના પગમાં પડી. આમ ખમીખુંદે, ગમ ખાય તે મોટો. તે આત્મા વર્તમાનમાં શાંતિ અનુભવે છે તેમજ બીજાનો પણ ક્રોઘ કષાય શાંત કરવાનું તે નિમિત્ત બને છે.” - “હું બહું મદોન્મત્ત અને કર્મ રજથી કરીને મલિન છું.” બોઘામૃત ભાગ-૩' માંથી - શ્રેણિક હિંસા કરીને મદમાં ઉન્મત્ત થયો તો નરકગતિમાં જવું પડ્યું શ્રેણિક રાજાનું દ્રષ્ટાંત - “બીજું, આપે “શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ બાંધ્યું હતું કે તેમને સન્દુરુષનો યોગ થયા છતાં, સમ્યગ્દર્શન થયા છતાં નરકે જવું પડ્યું?” એમ પૂછ્યું છે તેનો ઉત્તર : મોક્ષમાળામાં શ્રી અનાથીમુનિના ઉપદેશરૂપ 5,6, 7 ત્રણ પાઠ આપ્યા છે, તેમાં શ્રી શ્રેણિક સમ્યગ્દર્શન કેમ પામ્યા તેની કથા છે તે વાંચી જશોજી. તેમાં જણાવેલા પ્રસંગ પહેલાં એક દિવસ શ્રેણિક શિકારે ગયેલા ત્યાં એક હરણને તાકીને જોરથી બાણ માર્યું. તે હરણના શિકારને 341 Page #346 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ છે કોઈ Eii વીંધીને પાસે ઝાડ હતું તેમાં ચોંટી ગયું. તે જોઈ શ્રેણિકને પોતાના બાહુબળનું અભિમાન ફુરી આવ્યું અને ખૂબ કૂદ્યો અને અહંકારથી બોલ્યો, “દેખો, મારું બળ, હરણના પેટની પાર થઈને ઝાડમાં પેસી ગયું છે. મારા જેવો બળવાન જગતમાં કોઈ હશે?” આમ આનંદમાં આવી પાપની પ્રશંસા કરતાં જે તીવ્ર ભાવો થયા તે વખતે તેણે નરકનું આયુષ્ય બાંધી દીધું. નરકગતિ બાંધી દીધી તે ફરી નહીં, પણ સમ્યક્દર્શનના પ્રભાવે અને સર્વ સન્માર્ગી જીવોની સેવા તથા ઘર્માત્માઓ પ્રત્યે ઉલ્લાસ ભાવ વધતાં સાતમી નરકનાં બધાં દુઃખ છૂટી જઈ પહેલી નરકમાં ઘણા થોડા આયુષ્યવાળા નારકી તે થયા છે.” બો.૩ (પૃ.૧૯૪). હે પરમાત્મા! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું.” નિત્યનિયમાદિ પાઠ માંથી - ઉપરના દોષોથી છૂટવા દેવગુરુઘર્મ એ ત્રણ તત્ત્વનો આશ્રય લેવો જરૂરી હું આવો છું પણ પરમાત્મા પવિત્ર છે, સર્વ કર્મરજથી રહિત છે. તેથી તેમનું અવલંબન લેવા કહે છે કે, હે પરમાત્મા! તમારા કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. તત્ત્વ એટલે દેવગુરુધર્મ. જ્યારે મોક્ષ કરવો હશે ત્યારે આ ત્રણનું અવલંબન લેવું પડશે. હું શું કરું છું? ક્ષણે ક્ષણે શું કરી રહ્યો છું તેની કાળજી રાખવી જોઈએ.” પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું એ બધો પ્રપંચ છે. હું તેમાં જ પડ્યો છું હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. પ્રપંચ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લાગી રહેવું તે બધો પ્રપંચ છે. જોવા, સાંભળવા વગેરેમાં ખોટી થઈ રહ્યો છે. પરમાત્મા તરફ વળવું હોય તો ઇન્દ્રિયોનો સંયમ જોઈએ. પરંતુ હું તો નિરંતર પ્રપંચમાં વર્તુ છું. 342 Page #347 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અજ્ઞાનથી - વિપરીત બુદ્ધિથી આંઘળો થયો છું અને વિવેક ન હોવાથી મૂઢ પણ છું અજ્ઞાનથી - વિપરીત બુદ્ધિથી તેને સારું માન્યું છે. જે છોડવાનું છે તેને સારું માન્યું છે, હિતકારી માન્યું છે તેથી છૂટી શકે નહીં. અનાદિ કાળથી અજ્ઞાનથી અંધ થયો છું, પણ સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. પરંતુ એવી વિવેક કરવાની શક્તિ પણ મારામાં નથી. વિવેક આવે તો તે અજ્ઞાન ટાળે એવો બળવાન છે. વિવેકનું કામ જુદું કરવાનું છે. હિત, અહિત, દેહ ને આત્મા વગેરેને જેમ છે તેમ ભિન્ન ઓળખવાં તે વિવેક છે. અજ્ઞાન હોય ત્યાં વિવેક ન હોય - વિવેક ન હોય ત્યાં મૂઢતા હોય. વિવેકશક્તિ એટલે ભેદજ્ઞાન. અજ્ઞાનદશામાં પણ જો છૂટવાની જિજ્ઞાસા હોય તો મૂઢ ન કહેવાય.” આત્મહિત માટે શું કરવું તેની ખબર નથી છતાં પોતાને ડાહ્યો માને તે મૂઢતા છે “પરંતુ વિવેકશક્તિ નથી અને તેનું ભાન પણ નથી તે મૂઢતા છે. તે દિશાની ખબર નથી, તેનો વિચાર નથી છતાં પોતાને ડાહ્યો માને, હું સમજું છું એમ માને તે મૂઢતા છે.” જ્ઞાનીપુરુષના આશ્રય વિના નિરાશ્રિત અને અનાથ છે. આશ્રય લે તો સનાથ થાય. “અજ્ઞાન દશામાંથી બહાર નીકળવું હોય તો જ્ઞાની પુરુષનો આશ્રય લેવો જોઈએ. તે નથી, તેથી નિરાશ્રિત છું. અનાથ છું. જેનું આ સંસારમાં કોઈ ન હોય તે અનાથ કહેવાય. ખરો નાથ આત્મા છે; તે પ્રગટે ત્યારે સનાથ થવાય. સદ્ગુરુનો આશ્રય મળે તોપણ સનાથ થવાય.” (નિત્ય. પાઠ પૃ.૩૮) સગુનો આશ્રય મળવાથી સનાથ થયો એક ભિખારીનું દૃષ્ટાંત –એક ભિખારી કરું હતો. ખાવાનું મળતું જ કે નહોતું. મુનિ ભગવંતને SS આહાર વહોરી લાવતા ' જોઈ તેમને કહ્યું કે મને ખાવાનું આપો. મુનિ કહે અમારા જેવો થાય તો જ અપાય. બીજી રીતે નહીં. આ તો તમારા જેવો કરો. અપાય. બીજી રીતે નહીં. આ મુનિએ તેને દીક્ષા આપી. ( છે - મ e 343 Page #348 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ ખૂબ ખાવાથી અજીરણ થયું. બીમાર પડ્યો. સાઘુઓ સેવા કરવા લાગ્યા. રાજા પણ ગુરુ મહારાજના દર્શને આવતાં શાતા પૂછી. તેથી એને થયું કે આ જૈન ઘર્મ કેવો ઉત્તમ છે કે જેના પ્રતાપે મને ખાવાનું મળ્યું અને ઉપરથી સાઘુઓ સેવા કરે, રાજા શાતા પૂછે. આવા જૈનધર્મની મહાનતાના ભાવ કરતા કરતા તેનું મૃત્યુ થયું. તેથી મરીને રાજા સંપ્રતિ થયો. પાછા આ ભવમાં પણ તે જ ગુરુને જોતાં જાતિસ્મરણ જ્ઞાન થયું અને ગુરુને બધું સમપર્ણ કરવાના ભાવ થયા. ગુરુએ જૈનધર્મનો ઉદ્ધાર કરવાની આજ્ઞા આપી. તે પ્રમાણે આ ભવમાં અનેક જૈન મંદિરો તથા હજારો જિનબિંબો બનાવરાવ્યા. ગુરુનો આશ્રય મળવાથી ગરીબ અનાથમાંથી સનાથ થઈ ગયો. નીરાગી પરમાત્મા! હું હવે તમારું, તમારા ઘર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - નાથ કોણ? નીરાગી પરમાત્મા, જેણે પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. આખું જગત રાગદ્વેષમાં પડ્યું છે. પરમાત્મા નીરાગી છે. જેને સંસારમાંથી છૂટવું હોય તેણે શું કરવું? પરમાત્મારૂપ દેવ, તેમણે ઉપદેશેલો ઘર્મ, અને તે ઘર્મને સમજીને પોતે આચરે તેમજ અન્યને સમજાવે એવા મુનિ અથવા ગુરુ આ ત્રણ શરણ છે. તેની ઉપાસના કરતાં જીવ શરણવાળો થાય.” (નિત્ય. પાઠ પૃ.૩૯) 344 Page #349 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન બોઘામૃત ભાગ-૧, 3 માંથી - સૂતી વખતે ત્રણ પાઠ બોલી કૃપાળુદેવનું શરણ લઈ સૂવું “હે ભગવાન, હું તો અધમાધમ છું, આ કળિકાળમાં મારે એક તારું જ શરણું છે. ગમે તેમ કરી મને શરણે રાખો.” એવી ભાવના નિત્ય કરવાની છે. કેટલીક વાર સમૂહમાં પ્રાર્થના કરવાની હોય છે અને એકાંતમાં પણ કરવાની હોય છે. રાતે સૂતી વખતે રોજ વિશ દોહરા, યમનિયમ, ક્ષમાપના બોલી કૃપાળુદેવનું શરણું લઈ સૂવે તો કંઈ મોડું ન થાય. એ કરવા જેવું છે. બોલતી વખતે આપણને ભાવ ફૂરે એવું કરવાનું છે. કૃપાળુદેવ હાજરાહજૂર જ ઊભા છે એવું જાણીને ભક્તિ કરવી. એનું જ શરણું લેવું.” બો.૧ (પૃ.૩૮૮) “ઘર્મ જેવી કોઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી' એક કેવળી પાસે કોઈ મોટો રાજા દર્શનાર્થે ગયો. નમસ્કાર કરી પૂછે છે : “હે ભગવાન! ત્રણે લોકમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ કઈ હશે?” ભગવાને કહ્યું : “ઘર્મ જેવી કોઈ ઉત્તમ વસ્તુ આ જગતમાં નથી.” ફરી રાજાએ પ્રશ્ન કર્યો. “ઉત્તમ વસ્તુ મણિ આદિ રસ્તામાં મૂકીએ તો ગમે તે જનાર ઉઠાવી લીધા વિના રહે નહીં, તો ઘર્મ જેવી ઉત્તમ વસ્તુને અંગીકાર કરવા લોકો કેમ દોડાદોડ કરતા નથી?” ભગવાને કહ્યું, “પાંચ ઇન્દ્રિયના વિષયો તેમને ખાળે છે. ઘર્મ ઉપર તેમની દ્રષ્ટિ પડી નથી, ઘર્મ સુખકારક લાગ્યો નથી. ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે? જો ઘર્મનો સ્વાદ ચાખે તો તેને પછી મૂકે નહીં.” બોઘામૃત ભાગ-૩માંથી (પૃ.૨૦૭) હીનપુણ્ય જીવને ઘર્મ કરવાનો ભાવ જ ન થાય એક ગરીબ કુટુંબનું દૃષ્ટાંત - એક ગરીબ કુટુંબને ગામમાં મજૂરી મળતી નથી. તેથી તેણે બીજે ગામ જવાનો વિચાર કર્યો. બીજે ગામ જવા માટે ઘરેથી નીકળ્યા. રસ્તામાં એક યક્ષણીએ તેમની ગરીબ સ્થિતિ જોઈને યક્ષને કહ્યું કે એ બિચારા બહુ દુઃખી છે તેથી એમને કંઈ આપો. યક્ષે કહ્યું એના નસીબમાં નથી. યક્ષણીએ કહ્યું આપ્યા વગર નસીબની શી ખબર પડે. ત્યારે યક્ષે એક સોનાનું કડું રસ્તામાં . મૂક્યું. એ કડાની પાસે આવતા પહેલા તેમને એવો વિચાર આવ્યો કે આંધળા લોકો કેમ ચાલતા હશે? એમ વિચારી બેય જણે આંખ બંઘ કરી અને ચાલતા રહ્યા. કડું વટાવી ગયા પછી આંખ ખોલી. 345 Page #350 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ (OF 1 યક્ષે કહ્યું કે જોયું એના નસીબમાં નથી. તેથી એને એવો ભાવ આવ્યો અને જ કડું પડેલું હોવા છતાં તેના ઉપર દ્રષ્ટિ પડી નહીં. તેમ ઘર્મ કરવાની બધી સામગ્રી 2 મળી હોય પણ હીનપુણ્ય જીવને ઘર્મ કરવાનું મન જ ન થાય. “મારા અપરાઘ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - આત્માની આરાધના કરે, પશ્ચાત્તાપ કરે તો સર્વ પાપથી મુક્ત થાય. શરણ કેમ પ્રાપ્ત થતું નથી? જીવ અપરાધી છે. જેની આરાઘના કરવી જોઈએ તેની આરાઘના કરતો નથી. પોતામાં દોષો છે તે જણાતા નથી. સત્તામાં દોષ હોય તે જણાય નહીં; નિમિત્ત મળે દોષ ઊભા થાય. આત્માની આરાધના નથી કરતો એ મોટો દોષ છે. જે જે કારણને લઈને આત્માની આરાઘના થતી નથી તે મારા પાપો ટળી જાય, એ મારી અભિલાષા છે. પાપથી મુક્ત થાય તો નિર્દોષ થાય.” બઘા કર્મ પાપ છે. મુખ્ય પાપ ઘાતીયા કર્મ છે. તે જાય તો પરમાત્મા થવાય મોક્ષ શું? આત્માની શુદ્ધતા-પાપરહિત દશા એ જ મોક્ષ છે. બધાં કર્મ પાપ છે. તેમાં ચાર ઘાતિયા કર્મ મુખ્ય પાપ છે. તે જાય તો પરમાત્મા થવાય. તેથી તે ઘાતિયા કર્મ તોડવા પ્રયત્ન કરવો જોઈએ. “ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ.” કરેલા પાપોથી મુક્ત થવાનો ઉપાય - પશ્ચાત્તાપા “પાપ થયું હોય તો પછી શું કરવું? પશ્ચાત્તાપ. પાપ કરીને રાજી થાય, તેનું અભિમાન કરે તો તીવ્ર કર્મ બાંધે. જેમકે શ્રેણિક રાજાએ બાણ માર્યું તે હરણને વીંધીને ઝાડમાં પેસી ગયું તેનું અભિમાન કરવાથી નરકનું આયુષ્ય બાંધ્યું અને પ્રસન્નચંદ્ર રાજર્ષિએ ક્રોઘના વિચારોથી સાતમી નરકે જવાય એવાં પાપનાં દળિયાં બાંધ્યાં, પરંતુ પાછો પશ્ચાત્તાપ કરવાથી છૂટી ગયા.” વીસ દોહરા, ક્ષમાપના વગેરે પશ્ચાત્તાપ જગાડવા માટે છે પાપથી મુક્ત કેમ થવાય? પશ્ચાત્તાપ કરવાથી. વીસ દોહરા, ક્ષમાપના વગેરે બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણા ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય.” ભૂલ થઈ તેનો પશ્ચાત્તાપ કરી માફી માગે તો બીજાને પણ અસર થાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે તો શું કરવું તેનો ઊંડો વિચાર કરી શકે.” (નિય. પાઠ પૃ.૪૦) “આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું....... 346 Page #351 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તેનું નામ પ્રતિક્રમણ “ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય, તે વખતની અગાઉ અથવા તે દિવસે જે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મભાવે જોઈ જવા અને તેનો પશ્ચાત્તાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ.” (વ.પૃ.૮૭) બોઘામૃત ભાગ-૧, 3' માંથી - મારા અપરાઘ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે તમારો કાગળ મળ્યો. ક્ષમાપનાના ભાવ વાંચ્યા. તે જ પ્રમાણે હું પણ આપના પ્રત્યે આ ભવમાં કે ભવોભવમાં અપરાઘ થયા હોય તેની ઉત્તમ ક્ષમા યાચું છું અને આપના પ્રત્યે પણ સમભાવે ખમું છુંજી. સર્વ ભૂલી જવાનું છે. જેણે વહેલી તૈયારી કરી તે વહેલો સુખી થશેજી. જે સંભાર સંભાર કરશે તે પરભવમાં પણ વેરભાવ લઈ જશે એવો સિદ્ધાંત હોવાથી ખમી ખૂંદવું, નિર્વેર-મૈત્રીભાવ ઘારણ કરવો અને સર્વને ખમાવી નિઃશલ્ય થઈ પરભવ માટે તૈયાર રહેવું એ ઉત્તમ સનાતન માર્ગ છેy.” –બો.૩ (પૃ.૫૨૪) આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું “ગયા કાળથી આ વર્ષ અંતપર્યત આપ કોઈને હું કષાયાદિ દોષનું નિમિત્ત બન્યો હોઉં કે કોઈ જ્ઞાનીની દ્રષ્ટિએ અવિનયાદિ અપરાશમાં આવ્યો હોઉં તેવા સર્વ દોષોની ઉત્તમ ક્ષમા આપવા આપને તથા આપના સમાગમી જીવો પ્રત્યે નમ્ર વિનંતી છેજી. જગતના ભાવો સર્વ ભૂલવા યોગ્ય છે'.” -બો.૩ (પૃ.૫૬૨) માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, પરસ્પર ખમાવવું એ જ ઘર્મ છે આ પર્યુષણ પર્વ આવીને ગયા પણ કષાય ને પ્રમાદને કારણે બધા એકત્ર ન થઈ શક્યા. તો હવે તે કારણો દૂર કરી ભક્તિનો રંગ જે પ્રતિષ્ઠા વખતે દેખાતો હતો તે સંભારી ફરી જાગ્રત થવા ભલામણ છેજી. ઘન ખર્ચવું સહેલું છે પણ માન મૂકી, અણબનાવ ભૂલી જઈ, બઘા પરમકૃપાળુદેવનાં સંતાન છે એમ દ્રષ્ટિ રાખી, કંઈ પોતાને વિપરીત ભાવ થઈ આવ્યો હોય તે પરસ્પર ખમાવી, એક પિતાના પરિવારની પેઠે હળીમળીને ભક્તિ કરો છો એવા તમારા પત્રની રાહ જોઉં છું. ઓ.૩ (પૃ.૩૬૯) દોષો થયાં હોય તેનો પશ્ચાત્તાપ કરવો “કેટલી કાળજી રાખવાની છે! સવારમાં દોષોનું પ્રતિક્રમણ કરવું, સાંજે કરવું અને સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારી સર્વ જીવોને સમાવી સૂવું. (મો.૫૫) રોજ કેમ વર્તવું તેનો વિચાર કરવો, પછી સાંજે તપાસવું કે હું આજે ક્યાં ક્યાં ઊભો હતો? ક્યાં ક્યાં વાતો કરી? વઘારે વખત શામાં ગાળ્યો? એ બધું વિચારવું. દોષો થયા હોય તેનો પશ્ચાત્તાપ કરવો અને ફરીથી દોષો 347. Page #352 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ ન થાય તેનો લક્ષ રાખવો. આત્માને ન ભૂલાય એટલા માટે આ કરવાનું છે. અંતરદૃષ્ટિ થાય તે માટે કરવાનું છે. જૂનું બો.૧ (પૃ.૨૬૫) રાત્રે સૂતી વખતે અઢાર પાપસ્થાનક વિચારવાં “પહેલે પ્રાણાતિપાત-આજે કોઈ જીવના પ્રાણ છૂટે તેવી પ્રકૃતિ મન, વચન, કાયાથી કરવા-કરાવવા કે અનુમોદવા વડે મારાથી થઈ છે? એમ મનને પૂછવું. તે અર્થે 84 લાખ જીવાજોનિનો પાઠ છે તેનો ક્રમ લેવો કે સાત લાખ પૃથ્વીકાય જીવોની યોનિ કહી છે તેમાંથી કોઈ પૃથ્વીકાય જીવ હણ્યો છે, હણાવ્યો છે કે હણતાં અનુમોદ્યો છે? એટલે માટી વગેરેનું કામ આજે કિંઈ પડ્યું છે? મીઠું, રંગ, પથ્થર આદિ સચિત જીવો પ્રત્યે નિર્દયપણે વગર પ્રયોજને પ્રવર્તવું પડ્યું છે? અથવા પ્રવર્તવું પડતું હોય તેમાંથી ઘટાડી શકાય તેવું હતું? એવી રીતે અપકાય એટલે સચિત પાણી વગર પ્રયોજન ઢોળ્યું છે? પાણી વાપરતાં આ કાચું પાણી જીવરૂપ છે એમ સ્મૃતિ રહે છે? તેવી પ્રવૃત્તિ ઓછી થાય તેમ છે? તેઉકાય એટલે અગ્નિનું પ્રયોજન વિના લગાડવું કે ઓલવવું થયું છે? તેવી રીતે વાયુકાયના જીવોની ઘાત થાય તેવી પ્રવૃત્તિ આજે થઈ છે? પ્રત્યેક વનસ્પતિ, સાઘારણ વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય આદિ મનુષ્ય સુઘીમાં કોઈ પ્રત્યે ક્રૂરતાથી વર્તાયું છે? તેમ ન કર્યું હોત તો ચાલત કે કેમ? પાપ થયું હોય તો પશ્ચાત્તાપ કરવાથી આવતી કાલે તે બાબતની કાળજી રાખી વર્તવાનો ઉપયોગ રહે. બીજું મૃષાવાદ–જેની જેની સાથે દિવસે કે રાત્રે બોલવું થયું હોય તેમાં જૂઠું, મશ્કરીમાં વા છેતરવા બોલાયું છે? પરમાર્થ સત્ય શું? તે સમજી મારે બોલવાની ભાવના છે તે કેમ પાર પડે? કેવી સંભાળ લેવી ઘટે? વગેરે વિચારો બીજા પાપસ્થાનક વિષે કરવા. ત્રીજું ચોરી - કહેવાય તેવું પ્રવર્તન મેં કર્યું છે? કરાવ્યું છે ? અનુમોડ્યું છે? તેવું બન્યું હોય તો તે વિના ચાલત કે નહીં? હવે કેમ કરવું? વગેરે વિચાર કરવા. ચોથું મૈથુન–મનવચનકાયાથી વ્રત પાળવામાં શું નડે છે? દિવસે કે રાત્રે વૃત્તિ કેવા ભાવમાં ઢળી જાય છે? તેમાં મીઠાશ મન માને તેને કેમ ફેરવવું? વૈરાગ્ય અને સંયમ વિષે વૃત્તિ રોકાય તેવું કંઈ આજે વાંચ્યું છે? વિષયની તુચ્છતા લાગે તેવા વિચાર આજે કર્યા છે? નવ વાડથી વ્રતની રક્ષા કરવા પરમકૃપાળુદેવે કહ્યું છે, તેમાં કંઈ દોષ થયા છે? તેવા દોષો દૂર થઈ શકે તેમ હોવા છતાં પ્રમાદ કે મોહવશે આત્મહિતમાં બેદરકારી રહે છે? વગેરે વિચારોથી આત્મનિરીક્ષણ કરવું. પાંચમું પરિગ્રહ લોભને વશ થઈ જીવને આજે ક્લેશિત કર્યો છે? પાંચ ઇન્દ્રિયોમાંથી વઘારે મૂર્છા કયા વિષયમાં છે? અને તેને પોષવા શું શું નવું સંગ્રહ કર્યું? મમતા ઘન, ઘર, કુટુંબ આદિ ઉપરની ઓછી થાય છે કે વધે છે? પરિગ્રહ ઘટાડવાથી સંતોષ થાય તેમ છે? મન મોજશોખથી પાછું હઠે છે? બિનજરૂરિયાતની વિલાસની વસ્તુઓ વધે છે કે ઘટે છે? છઠે ક્રોઘ– કોઈની સાથે અયોગ્ય રીતે ક્રોઘ થયો છે? કોઈના કહેવાથી ખોટું લાગ્યું છે? કોઈ ઉપર રિસાવાનું બન્યું છે? વેરવિરોઘ વગેરેના વિચાર ટૂંકામાં જોઈ જવા. 348 Page #353 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સાતમે માન પોતાની પ્રશંસા થાય તેવું બોલવું, ઇચ્છવું બન્યું છે? કુ બીજાને અપમાન દીધું છે? વિનયમાં કંઈ ખામી આવી છે? વગેરે વ્યવહાર અને પરમાર્થે લક્ષ રાખી વિચારવું. આઠમે માયા કોઈને છેતરવા માટે વર્તવું પડ્યું છે? ઉપરથી રાજી રાખી સ્વાર્થ સાધવાનું કંઈ પ્રવર્તન થયું છે? કોઈને ભોળવી લોભ આદિ વઘાય છે? નવમે લોભ- પરિગ્રહમાં પ્રાપ્ત વસ્તુમાં મમતા છે ને લોભમાં નવી ઇચ્છાઓ વસ્તુ મેળવવાની કરી હોય તે તપાસી જવી. દશમે રાગ- જેના જેના પ્રત્યે રાગ છે તેમાં વૃદ્ધિ થાય છે? ઓછું થઈ શકે તેમ છે? પોતાને ગમતી ચીજો મળે ત્યારે પરમાર્થ ચૂકી જવાય છે? રાગ ઓછો કરવો છે એવો લક્ષ રહે છે? વગેરે વિચારવું. અગિયારમે દ્વેષ– ષ પણ તેમ જ. બારમે કલહ થાય તેવું કંઈ બન્યું છે? તેરમે અભ્યાખ્યાન– કોઈને આળ ચઢાવવા જેવું વર્તન આજે થયું છે? ચૌદમે પૈશુન્ય- કોઈની નિંદા તેની ગેરહાજરીમાં થઈ છે? પંદરમે રતિ-અરતિ- ભાવો દિવસમાં કેવા ક્યાં ક્યાં થાય છે? સોળમે પરપરિવાદ- બીજાનું હલકું બોલવું કે નિંદા થઈ છે? સત્તરમે માયામૃષાવાદ– માયાથી જૂઠું બોલવું થયું છે? અઢારમે મિથ્યાત્વશલ્ય- આત્માને વિપરીતપણે માની લેવા જેવું કે કુસંગથી મારી ઘર્મશ્રદ્ધા ઘટે તેવું આજે કંઈ બન્યું છે? અન્યથર્મીના યોગે થયેલી વાત વિચારી જવી.” -બો.૩ (પૃ.૬૫૦) આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. આગળ કરેલા પાપોનો અનેક જીવોએ કરેલો પશ્ચાત્તાપ અથવા પ્રતિક્રમણના દ્રષ્ટાંતો નીચે મુજબ : (શ્રી ઠાકરશી લેહરચંદના પ્રસંગમાંથી) ખોજાને ખોટું લાગ્યું તેથી પ્રતિક્રમણ થયું નથી કૃપાનાથનું દ્રષ્ટાંત - એક દહાડો શ્રી મુંબઈની રેશમી ઓઢણી લઈને એક વાણિયાનું કૃપાનાથ પાસે આવવું થયું હતું. અને એના તરફથી ઓઢણીની કિંમત પૂછવાથી કૃપાનાથે તે જણાવી હતી હવે તે જ દિવસે માતુશ્રી તરફથી જમવા બોલાવવામાં આવતાં કૃપાનાથે મને કહ્યું કે - જા, તું જમી લે. અમને જમવાની રુચિ નથી. ત્યારે મેં અરજ કરી કે કેમ સાહેબ? કાંઈ તબિયત નરમ છે? ત્યારે કહ્યું કે ના. ત્યારે ફરી કારણ પૂછ્યું. ત્યારે કૃપાનાથે કહ્યું કે પ્રતિક્રમણ 349 Page #354 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ થયું નથી. આથી હું આશ્ચર્ય પામ્યો ને મેં પૂછ્યું કે સાહેબ, પ્રતિક્રમણ શેને? ત્યારે કૃપાનાથે કહ્યું કે સવારમાં જે અમે ઓઢણીની કિંમત કરી હતી, તેના સંબંધમાં ઓઢણીના માલિક અત્રેના ખોજાને, અમારા તરફથી તે ઓઢણીની કિંમત ઓછી IT IT થવાથી તે ખપી નહીં, એમ લાગવાથી તેને અમારા પ્રત્યે કાંઈ ખોટું લાગ્યું છે. તેનું હજુ અમારાથી સમાઘાન થયું નથી, માટે તું જમી લે. એટલે આપણે તેની પાસે જઈએ. પછી હું જમ્યો અને અમે તે ખોજા પાસે ગયા. ત્યાં તે ખોજાના મનનું સમાધાન કૃપાનાથે કર્યું. -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૩૩) પ.પૂ.પ્રભુશ્રીજી અને પૂ.મોહનલાલજી મહારાજ વચ્ચેની પરસ્પર નિર્મળ ક્ષમાપના મુનિઓનું દ્રષ્ટાંત - “સંતજનો ઘણા ક્ષમાશીલ અને કેટલા કરુણાળુ હોય છે તે વાત તારીખ ૪ની સાંજે પ્રત્યક્ષ દીઠી. પ્રભુશ્રીજીએ કૃપા કરીને જેમ ચાલતું હતું તેમ શાસ્ત્રવાંચન શરૂ કરી ચાલુ રાખવાની રજા આપી. તેથી મૂલાચાર વાંચવાની શરૂઆત થઈ. તેમાં પ્રતિક્રમણ છે તે ભાવ પરિણામની શુદ્ધિ છે. એ વાત આવી ત્યારે મોહનલાલજી મહારાજે કહ્યું કે પરિણામમાં (ભાવોમાં) રાગાદિની મલિનતા પ્રકૃતિના ઉદયથી થઈ હોય તો તે દૂર કરી નિર્મળ પરિણામ કરવા; એમ પ્રાયશ્ચિત્ત સંબંધી વાત કરતા હતા. તે વખતે પ્રભુશ્રીજીએ હાથ જોડીને મુનિદેવ શ્રી મોહનલાલજીને જણાવ્યું કે પ્રકૃતિના ઉદયથી સવારે મારા વડે બોલાયું પણ તમે જે ક્ષમા ઘરી સહન કર્યું તે ક્ષમાને નમસ્કાર છે. ત્યારે 350 Page #355 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન કી મોહનલાલજી મહારાજ પણ તેમના ચરણમાં હાથ મૂકી માથું નમાવવા વાંકા વળ્યા હતા. પણ પ્રભુશ્રીજીના જોડેલા હાથે તેમના મસ્તકને રોકી રહ્યાં હતા. IIIMANAS આમ પરસ્પર મુનિશ્વરોના નિર્મળ પરિણામનું આબેહૂબ ચિત્ર ત્યાં હાજર રહેલાને સ્તબ્ધ કરે હતું.” (પૂ.શ્રી બ્રહ્મચારીજીની નોટમાંથી) આ જીવ પારકા દોષ જોવામાં શૂરો છે, પણ આવા નિખાલસ ભાવે હૃદય ખાલી કરી નમ્રતા ભાવ ઘારણ કરવાનું શીખ્યો નથી. શુદ્ધ અંતઃકરણપૂર્વક ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન મૃગાવતીનું દૃષ્ટાંત - ત્રીજું સાઘન પરસ્પર ખમાવવાનું છે. તે ઉપર એવી કથા છે કે એક વખતે ચંદનબાળા સાથ્વી તથા મૃગાવતી શિષ્યા સાધ્વી વીરપ્રભુને વાંદવા ગયા હતા. તે દિવસે સૂર્ય ચંદ્ર મૂલવિમાન સહિત પ્રભુને વાંદવા આવ્યા હતા. તેથી અસ્ત સમય થયા છતા સમવસરણમાં દિવસવત્ પ્રકાશ હતો; પરંતુ દક્ષપણાથી સૂર્યાસ્ત સમય જાણી એકદમ ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા, ઈર્યાપથિકી પડિક્કમી નિદ્રાવશ થયા. પછી સૂર્ય ચંદ્ર સ્વસ્થાને ગયા એટલે 351 Page #356 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ 1 1 એકદમ અંઘકાર થઈ ગયો, તેથી રાત્રિ પડી જવાને લીધે ભય પામીને મૃગાવતી તત્કાળ ઉપાશ્રયે આવ્યા. અને ઈરિયાવહી પડિક્કમતાં ચંદના સાધ્વીને કહ્યું કે “હે ગુણીજી! મારો અપરાધ ક્ષમા કરો.” ચંદનબાળાએ કહ્યું કે ‘હે મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહીં.” મૃગાવતી બોલી કે હવે ફરી વાર આવું કરીશ નહીં.' એમ કહી તે ચંદન1 = બાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તો પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંતઃ કરણવડે વારંવાર પશ્ચાત્તાપ પૂર્વક ખમાવવાથી મૃગાE- વતીને કેવળજ્ઞાન પ્રગટ થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતો હતો, એટલે મૃગાવતીએ કેવળજ્ઞાનથી જાણી ચંદનબાળાનો હાથ ઊંચો કર્યો, તેથી તેઓ જાગી ગયા. હાથ ઊંચો કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પનો વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે-“આવા અંધકારમાં સર્પ આવે છે કે કેમ જાણ્યું? તેમણે કહ્યું કે “આપના પસાયે'. એમ પૂછતાં તેને કેવળજ્ઞાન થયેલું જાણી મૃગાવતી શિષ્યા સાધ્વીને ખમાવતાં ચંદન બાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. એવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યા દુષ્કત આપવું. (ઉ.પ્રા.ભા.ના આધારે) 7 - / 352 Page #357 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન સમડીએ પોતાના અપરાઘની ક્ષમા માગી સમડીનું દૃષ્ટાંત - કૌશાંબી નામની નગરીમાં મહિપાલ નામે રાજા હતો. તે તે નગરના ઉદ્યાનમાં ત્રણ જ્ઞાનને ઘારણ કરનાર વરદત્ત નામે મુનિ પધાર્યા. ચતુર્વિધ સંઘને આ પ્રમાણે દેશના આપવા લાગ્યા–જૈન ઘર્મ પાળનારો મુમુક્ષુ અપરાધી અને નિરપરાથી બન્ને ઉપર દયા કરે છે. જેમ ચંદ્ર, રાજા અને ચંડાલ બન્નેના ઘર ઉપર સરખી ક્રાંતિ પ્રસારે છે તેમ. આ પ્રમાણે ઘર્મદેશના દેતા ગુરુને અકસ્માત હસવું આવ્યું. તે જોઈ સભાજનો વિસ્મય પામી બોલ્યા : ભગવન્! પ્રવચનમાં કહ્યું છે કે હાસ્ય કરવાથી સાત અથવા આઠ પ્રકારના કર્મનો બંધ થાય છે. તો તમારા જેવા મોહને જિતનારા પુરુષોને અવસર વિના હાસ્ય ઉત્પન્ન કેમ થયું? મૂનિ બોલ્યા - “ભદ્રો” સાંભળો, આ લીંબડાના વૃક્ષ ઉપર સમડી નામે પક્ષિણી દેખાય છે, તે પૂર્વભવના વેરથી ક્રોઘ લાવી બે પગ વડે મને મારી નાખવાનો વિચાર કરે છે. તે સાંભળી લોકોએ કૌતુકથી તેનો પૂર્વભવ પૂછ્યો ત્યારે મુનિ તે સમડીને પ્રતિબોઘ થવા માટે તે સમડીનો પૂર્વભવ કહેવા લાગ્યા. આ ભરતખંડમાં આવેલ શ્રીપૂર નામના નગરમાં ઘન્ય નામે એક શેઠ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ સુંદરી હતું. તે વ્યાભિચારિણી હતી. તે એક દિવસ પોતાના પતિને મારવા માટે દૂધમાં ઝેર ભેળવીને આપવા જતી હતી, ત્યાં રસ્તામાં સર્પે ડંખ માર્યો અને તે તુરત મૃત્યુ પામી અને સિંહ થઈ. ઘન્ય શેઠે પણ વૈરાગ્ય પામી પછી દીક્ષા ગ્રહણ કરી હતી. see a es e R R I [ A. Pii \ / 353 Page #358 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અન્યદા કોઈ વનમાં આ ઘન્ય મુનિ કાયોત્સર્ગે રહ્યા હતા. તે વખતે પૂર્વભવની સ્ત્રી જે સિંહ થઈ છે તેણે ઘન્ય મુનિને મારી નાખ્યા. મુનિ બારમા દેવલોકમાં ગયા. સિંહ ચોથી નરકે ગયો. ક 2 / 0 0 છે કે : 1 tu, TITIN h e ee e જે 0 g STS) પછી ધન્ય મુનિના જીવ સ્વભાવ નિનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને ચંપાનગરીમાં દત્ત નામના શ્રેષ્ઠીને ઘેર વરદત્ત નામે પુત્ર થયો. જન્મથી જ વૈરાગી, વિવેકી, દાતાર અને દયાળુ હતો. થોડા જ વખતમાં તે સમતિ પામ્યો. સુંદરીનો જીવ ચોથી નરકમાંથી નીકળીને વરદત્તના ઘરે દાસીનો પુત્ર થયો. પૂર્વના વેરભાવને લીધે એ હંમેશાં વરદત્તને શત્રુની જેમ જોવા લાગ્યો. વરદત્તને વિશ્વાસ બેસે એટલા માટે જૈનધર્મ પાળવા લાગ્યો. તેથી શેઠે આ મારો ઘર્મબંધુ છે એમ વિચારી લોકોની સમક્ષ પોતાના ભાઈ તરીકે સ્થાપન કર્યો. તે કપટથી ભક્તિ બતાવવા લાગ્યો અને અંદરથી મારવાના ઉપાય વિચારવા લાગ્યો. તેણે એક વખતે સૂતી વેળાએ શેઠને વિષયુક્ત નાગરવેલનું પાન આપ્યું. પણ શેઠને ચોવિહાર હોવાથી ઓશિકા નીચે મૂકી સૂઈ ગયા. સવારે ઊઠી શેઠ દેરાસરે ગયા. શેઠાણીએ આંગણે ઊભેલા દાસી પુત્રને કહ્યું કે “દેવર! આ તાંબુલ ગ્રહણ કરો. તે લઈને ખાઈ ગયો. તત્કાળ તે મરણ પામ્યો. 354 Page #359 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન આર્તધ્યાનના કારણે મૃત્યુ પામીને આ હવે સમડીરૂપે ઉત્પન્ન થયો છે. અને મેં વૈરાગ્ય પામીને આ દીક્ષા ગ્રહણ કરી છે. હું ને તે વખતે સમડી પોતાનો પૂર્વભવ સાંભળી જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થવાથી વૃક્ષની નીચે ઊતરી ગુરુના ચરણમાં પડી અને પોતાનો અપરાઘ ખમાવ્યો. પછી મુનિના વચનથી અનશન કરીને સ્વર્ગ ગઈ. રાજા વગેરે પ્રતિબોધ પામ્યા અને અહિંસા ઘર્મ સ્વીકાર્યો. મુનિ ચારિત્ર પાળીને મોક્ષે પધાર્યા. સમડીએ ક્ષમા માગી તો ઉત્તમગતિને પામી. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૨૪) ગુરુ આગળ પોતાના દોષની સાચા અંતઃકરણે કરેલી કબૂલાત મદનકુમારનું દૃષ્ટાંત - એક સગૃહસ્થ હતો તેને પુત્ર થયો. પણ એની મા મરી ગઈ તેથી તેના પિતાશ્રીએ વિચાર્યું કે જો કોઈ સારી કન્યા મળે તો ફરીથી લગ્ન કરું. સારા સંજોગે સારી કન્યા પણ પરણ્યો. પણ થોડા વર્ષોમાં તો બાપ પણ ગુજરી ગયો. હવે ઘરમાં સાવકી મા અને દીકરો રહ્યા. એકાંત બહુ અનિષ્ટ વસ્તુ છે. મદન નામનો દીકરો ભરજુવાનીમાં આવ્યો. સાવકી મા પણ ભરજુવાન હતી. તેથી એકાંત મળતા બન્નેનું પતન થયું. એક દિવસ આચાર્ય મહારાજ વ્યાખ્યાન આપતા હતા. તેમાં બ્રહ્મચર્ય સંબંધી બહુ વિસ્તારથી વિવેચન કર્યું. મા અને દીકરો રોજ વ્યાખ્યાન સાંભળવા જાય. આજે બ્રહ્મચર્ય સંબંધી સાંભળવાથી એમના મનમાં બહુ પશ્ચાત્તાપ થયો. વ્યાખ્યાન પુરું થઈ ગયા પછી લોકો તો બઘા ચાલ્યા ગયા. પણ રંભા નામની મા અને મદન નામનો દીકરો બેસી રહ્યા. બઘાના ગયા પછી મદને ગુરુ મહારાજને ઘીમે સ્વરે કહેવાનું શરૂ કર્યું 355 Page #360 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ E ની કે, મહારાજ ! આજે બ્રહ્મચર્ય સંબંધી વ્યાખ્યાન સાંભળીને હું ખૂબ જ ઊંડા વિચારમાં પડી ગયો છું. આપે કહ્યું કે પરસ્ત્રી, વેશ્યા વગેરે સાથે વિહાર કરનારા તો દુર્ગતિ પામે છે. તે તો ખરું પરંતુ હું તો મારી માતા સાથે વિહાર કરું છું તો હવે અમારી કેવી દુર્ગતિ થશે? અને આવા ઘોર પાપમાંથી છૂટવાનો હે મહારાજ, કાંઈ પણ ઉપાય છે? યુવાને ગળગળા થતાં કહ્યું. મહારાજશ્રીએ એક ક્ષણ વિચાર કરીને કહ્યું કે “ભાઈ! તેમાંથી બચવાનો ઉપાય છે.” મદને કહ્યું કે “શું ઉપાય છે? તે ગમે તેવો દુષ્કર હશે તો પણ હું તે ઉપાય કરીશ.” માતાએ પણ હા કહી. VIET દી: મહારાજે કહ્યું “તો તમે કાલે એક ખાદીનો કકડો લાવજો અને તેને એક વાસણ ઉપર બરાબર બાંધીને મારા આસન નીચે મૂકી તમે વ્યાખ્યાન સાંભળવા બેસજો. વ્યાખ્યાનનો પૂર્વ વિભાગ પૂરો થાય અને ઉત્તર વ્યાખ્યાનની શરૂઆત કરું ત્યારે તમે તમારી વાત બધા લોકોની સમક્ષ ઊભા થઈ કહી સંભળાવજો. લોકો નિંદા કરે તો પણ તમે સમતા રાખજો. જેમ લોકો નિંદા કરશે તેમ તેમ તમારા કર્મો ખપતા જશે અને ખાદીના કકડામાં રહેલા કાણા પૂરાતા જશે. જેટલા કાણા બાકી રહેશે તેટલા ભવ તમારે કરવાના બાકી છે એમ સમજવું. પછી બન્ને જણ ઘેર ગયા. 356 Page #361 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન બીજા દિવસે મહારાજશ્રીના કહેવા પ્રમાણે ખાદીનો કકડો લાવી વાસણ 'E . ઉપર બાંઘી મહારાજના આસન નીચે તે વાસણ મૂકી દીધું. વ્યાખ્યાન સાંભળતા પૂર્વ વ્યાખ્યાન પૂરું થયું એટલે મદને ઊભા થઈ વિનયપૂર્વક ઘીમે ઘીમે બોલવાનું શરૂ કર્યું. નિષ્કારણ કરુણાળ પ્રભુ! આજે મારે કાંઈક કહેવું છે માટે તે કહેવાની મને અનુજ્ઞા આપો.” મહારાજશ્રીએ સભા સમક્ષ નજર કરી. તેમના મનોભાવ ઉપરથી બઘાની સંમતિ સમજી તે યુવાનને બોલવાની રજા આપી. માતા અને પુત્ર વચ્ચે અબ્રહ્મચર્ય સેવવું અસંભવિત છે પણ સંભવિત થયેલું જોઈ મને બહુ કંપારી છૂટે છે.” યુવાનનો સાદ ગળગળો થઈ ગયો. “તે માતા પુત્ર પરસ્પર અબ્રહ્મ સેવી અઘોર પાપમાં પડનાર આ તમારી વચ્ચે ઊભા છે તે હું અને આ મારી માતા.” આ શબ્દો સાંભળતાંની સાથે જ આખો ઉપાશ્રય ગાજી ઊઠ્યો અને બન્નેને ધિક્કાર અને ફીટકારના શબ્દો સંભળાવવા લાગ્યા. પુત્ર અને માતા બન્ને આ નિંદાના શબ્દો સાંભળીને સહન કરી રહ્યા હતા. iaaW/A /N/ મહારાજશ્રી તેના ઉપર એક શબ્દ પણ બોલ્યા નહીં અને ઉત્તર વ્યાખ્યાન શરૂ કરી દીધું. 357 Page #362 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ લોકોને વ્યાખ્યાન સાંભળવાનો રસ ઊડી ગયો અને નિંદા કરવામાં ડૂબી ગયા. વ્યાખ્યાન પૂરું થયે બધા ધિક્કારની લાગણીનો વરસાદ વર્ષાવતાં ઘેર ગયા. મહારાજે ખાદીનો કકડો બાંધેલ વાસણ કાઢીને જોયું તો તેમાં બે જ કાણા બાકી રહ્યાં હતા. બીજા બઘાં પૂરાઈ ગયા હતાં. તે જોઈ મહારાજે કહ્યું કે “સભામાં બેઠેલા સુશીલા અને સુમન એ બે જણ તમારી કબૂલાતથી ભારે આનંદ પામ્યા છે. તમારા પ્રાયશ્ચિત્તથી તેઓ તમને ખૂબ ઘન્યવાદ આપી ગયા છે. આ બે કાણા બાકી રહ્યાં છે તે એમ સૂચવે છે કે હવે બે જ ભવ તમારે કરવાના બાકી રહ્યા છે.” પ્રાયશ્ચિત્તથી શું શું નહિ મળતું હોય? ઘચ છે ગુરુ મહારાજને કે જેમણે મને આ ઉપાય બતાવ્યો. અને ઘન્ય છે એ જૈનધર્મ કે જેમાં આવા ઘોર પાપમાંથી મુક્ત થવાનો માર્ગ પણ છે.” -સામયિકના પ્રયોગો (પૃ.૬૭) ઘર્મની ક્રિયામાં થયેલ આશાતનાથી માતંગ કુળમાં જન્મા માતંગપુત્રનું દ્રષ્ટાંત - કામરૂપપટણમાં કોઈ ચાંડાલને ત્યાં દાંતવાળો પુત્ર ઉત્પન્ન થયો. તે જોઈ તેની માતાએ ભય પામીને ગામ બહાર જઈ તે પુત્રને તજી દીધો. તેવામાં તે નગરનો રાજા ફરવા નીકળ્યો. તેણે તેને દીઠો, એટલે પરિજન દ્વારા પોતાના મહેલમાં લઈ જઈ તેને ઉછેર્યો. - 358 Page #363 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન અનુક્રમે તે યુવાવસ્થા પામ્યો. પ્રાંતે રાજાએ તેને જ ગાદી ઉપર બેસાડીને 6 ક. દીક્ષા લીધી. તે રાજર્ષિ અનુક્રમે જ્ઞાની થયા, એટલે પુત્રને પ્રતિબોઘ કરવા ત્યાં જ આવ્યા. રાજાને ખબર થતાં તે મોટી સમૃદ્ધિથી ગુરુને વાંદીને પાસે બેઠો. તેવામાં બે તે ચાંડાલની સ્ત્રી પણ ત્યાં આવી. ગુરુને વાંદીને બેઠી. તે માતંગીને જોઈને રાજા હર્ષ પામ્યો અને તે માતંગી પણ રાજાને જોઈને હર્ષ પામી. તેના રોમાંચ વિકસિત થયા અને તત્કાળ તેના બન્ને સ્તનમાંથી દૂઘની ઘારા નીકળી. તે જોઈને રાજાએ આશ્ચર્ય પામી ગુરુને પૂછ્યું કે - “હે સ્વામી! મારા દર્શનથી આ માતંગીના સ્તનમાંથી દૂઘ કેમ નીકળ્યું?” મુનિ બોલ્યા કે - “હે રાજા! આ માતંગી તારી માતા છે. તેણે તને જન્મતાં જ ગામ બહાર તજી દીધો હતો, ત્યાંથી મેં લઈને તારું પાલન કર્યું હતું, અને મારે પુત્ર નહીં હોવાથી તને રાજ્ય આપ્યું હતું. તે સાંભળીને રાજાએ પૂછ્યું કે - “હે ગુરુ! કયા કર્મથી માતંગ કુલમાં મારો જન્મ થયો? અને કયા કર્મથી મને રાજ્ય મળ્યું?” મુનિ બોલ્યા કે - “તું પૂર્વભવે શ્રીમાન અને વિવેકી શ્રેષ્ઠી હતો. એકદા જિનેન્દ્રની પૂજા કરતાં એક સુગંધી પુષ્પ પદ્માસન ઉપરથી પડ્યું. તે અતિ સુગંધી છે એમ જાણી તેં ફરીથી તે પુષ્પ પ્રભુ પર ચઢાવ્યું. re, 359 Page #364 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ * અવિધિએ સ્નાન કર્યા વિના એ પ્રમાણે કરવાથી તેં માલિન્યપણાનું પાપકર્મ / ઉપાર્જિત કર્યું, તે પાપની આલોચના કર્યા વિના મરણ પામી માતંગ કુળમાં તું કાર ઉત્પન્ન થયો, અને વિધિપૂર્વક પૂજા કરવાના પુણ્યથી તું રાજ્ય પામ્યો.” આ પ્રમાણે સાંભળીને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તરત જ તેણે રાજ્ય તજી દઈને દીક્ષા લીધી. અંતે સમગ્ર દુષ્કર્મ આલોચી પ્રતિક્રમીને સ્વર્ગે ગયો. -ઉપદેશ પ્રાસાદ ભાષાંતર ભાગ-૫ (પૃ.૧૮) આવશ્યક નિત્યનિયમ પ્રતિદિન સમયસર કરવાં એક શિષ્યનું દૃષ્ટાંત - આપણે સામાયિક, આલોચના, આત્મસિદ્ધિ વગેરે રોજ બોલીએ છીએ તે ક્રિયાઓ વડે મન શુદ્ધ થાય છે અને પરિણામ સ્થિર થઈ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. એક શિષ્યને શંકા થઈ કે આ રોજ નિત્યનિયમના પાઠ કરવા વિગેરે ક્રિયા શું કામ કરવી જોઈએ? તેથી ગુરુને પૂછ્યું. ગુરુએ વિચાર્યું કે આને એકદમ સમજાવવાથી નહીં = સમજે તેથી કહ્યું કે પછી સમજાવીશ. પછી તેઓ જે કુટિરમાં રહેતા હતા ત્યાં શિષ્ય સવારે આવ્યો ત્યારે તેને કહ્યું કે આજે તો બહાર અમુક જગ્યાએ બેસવું છે. બીજે દિવસે નદીએ લઈ ગયા. ત્રીજે દિવસે અન્ય સ્થળે ગયા. એમ કરતાં સાત દિવસ કુટિર સાફ ન કરતાં અન્ય સ્થળે રહ્યા પછી આઠમે દિવસે શિષ્યને કહ્યું કે આ કુટિર ઝટ સાફ કર. પરંતુ ત્યાં કચરો બહુ હતો તેથી શિષ્ય કહ્યું કે અહીં તો બહુ કચરો થઈ ગયો છે તેથી સાફ કરતાં વાર લાગશે. એક 360 Page #365 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન ત્યારે એ ઉપરથી ગુરુએ સમજાવ્યું કે આપણે રોજ કેટલાંય પાપ કરીએ E ની છીએ. તેનું નિવારણ કરી ચિત્તશુદ્ધિ કરવાની દરરોજ જરૂર છે. નિત્યનિયમ ) પ્રમાણે દરરોજ ક્રિયાઓ ન કરીએ તો પછી કર્મમેલ વધી જતાં શુદ્ધિ કરવાનું બહુ મુશ્કેલ પડે; મન સ્થિર થાય નહીં. ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ ન થતાં દોષવૃદ્ધિ થાય. જ્યારે તત્ત્વ વિચારવા તો સાત્વિક મન જોઈએ. તે માટે ગુઆજ્ઞા અનુસાર ક્રિયા પ્રતિદિન ભાવપૂર્વક કરવી જોઈએ.તો પુણ્યબંધ થઈ પરંપરાએ તે મોક્ષનું કારણ થાય. આત્માર્થે ક્રિયા કરવાનું લક્ષ રાખવું. જપ-તપ પૂજાપાઠ એક આત્માર્થે કરી સંસારથી છૂટવા માટે કરવા. મન સ્થિર થઈ સંવર, નિર્જરા થાય એ લક્ષ રાખવો. સંસારની સર્વ ઇચ્છા ત્યાગીને આજ્ઞા આરાઘવી. “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - વૈરાગ્યભાવે ઊંડા ઊતરતાં ભગવાનનું અને પોતાનું સ્વરૂપ એક જણાય છે “પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. ભગવાનનું અંતર કેવું છે? તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. ભગવાનના તત્ત્વ-આત્મસ્વરૂપ સુઘી નજર જાય તો ચમત્કાર લાગે કે મારું સ્વરૂપ તમે પ્રગટ કર્યું તેવું જ છે! મૂળ સ્વરૂપમાં ક્યાંય ભેદ નથી, કર્મને લઈને ભેદ કહેવાય છે. “જિનપદ નિજપદ એકતા.” ક્ષમાપનાની વચ્ચે મૂકેલા આ વાક્યમાં કૃપાળુદેવે ઉત્તમ મર્મની વાત કહી દીધી છે.” ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે તેથી આત્મજ્ઞાન થાય “કર વિચાર તો પામ.” વસ્તુ સ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. “વસ્તુ વિચારત ધ્યાવર્તે, મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઊપજે; અનુભવ યાકો નામ.” એમ બનારસીદાસે કહ્યું છે.” આત્મવિચારથી સુખશાંતિ થાય. પણ તે સદ્ગુરુના બોઘે થાય તો જ સાચી “બીજા વિચારથી મન થાકી જાય, માથું દુઃખે. આત્માનો વિચાર કરતાં સુખ ઊપજે, શાંતિ થાય. ઊંડો ઊતરું છું એટલે બાહ્યભાવથી છૂટું છું. જ્ઞાની પુરુષના વચનના અવલંબને પોતાનું ખરું સ્વરૂપ સમજાય છે. સદ્ગુરુના બોઘે જે વિચારણા થાય તે સુવિચારણા છે.” બીજા વિચારો રોકી મનને આત્મવિચારમાં લઈ જવા આત્મબળ કરવું પડે બીજા વિચારોથી રોકીને મનને આત્મવિચારમાં લઈ જવું હોય તો ત્યાં આત્મવીર્ય ફોરવવું પડે છે. પછી તેનો અભ્યાસ થઈ જતાં મન તે તરફ સહેજે ઢળે ત્યારે બીજાં કામ કરતાં પણ 361 Page #366 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 1 આત્મવિચારમાં રહી શકે. ભગવાનનું સ્વરૂપ અદ્ભુત છે! વૈરાગ્ય, ઉપશમ વડે ઊંડા ઊતરતાં મારા સ્વરૂપને પ્રકાશિત કરે તેવું તમારું સ્વરૂપ કેવું જણાય?” (નિત્ય. પાઠ પૃ.૪૧) બોઘામૃત ભાગ-૧' માંથી : સત્સંગમાં સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરે તો મોક્ષની રુચિ થાય જીવનમાં કરવા યોગ્ય એક સત્સંગ છે. ત્યાં સાંભળવાનું મળે છે. પ્રભુશ્રીજી કહેતા કે મરી જજો પણ સત્સંગ કરજો, સમ્યક્દર્શન અને રુચે, સંસાર અસાર છે એમ લાગે. મોક્ષ શાશ્વત છે, એ રુચ્યો તો સમ્યગ્દર્શન થયું. જ્યારથી મોક્ષની રુચિ થઈ ત્યારથી સમ્યગ્દર્શન છે. રોજ સંભારવું કે “હું શું કરવા આવ્યો છું? શું કરું છું?” એમ જો જીવ વિચાર કરે તો પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણથી પણ વધારે લાભ છે. કરે તો થાય.” -બો.૧ (પૃ.૩૭૭) શું કરવાને તું આવીઓરે, શું કીઘો વિચાર; આજકાલ ઊઠીને ચાલવું, હાંરે મુકી સર્વે સંસાર, જોને વિચારી જીવડા. જોને વિચારી જીવડા રે માથે મરણનો માર, જોને વિચારી જીવડા.” “હે ભાઈ જરી મનમાં વિચારો, કેમ આવ્યો હું અહીં; ને શું કર્યું મેં કાજ આજે, વ્યર્થ તો જીવ્યો નહીં; બગડ્યું જરૂર સુઘારવું, સુઘરેલ બગડે ના હવે, એ કાળજી ઘરી કાળજે, જીવન ગુજારું આ ભવે.” -પૂ. શ્રી બ્રહ્મચારીજી “તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” નિત્યનિયમાદિ પાઠ” માંથી - ભગવાનની નીરાગી દશા સમજવા માટે પોતાના રાગદ્વેષ છોડવા પડે “જ્ઞાની પુરુષ કેવા નિશ્ચિત છે, સુખી છે તેનો વિચાર કરીએ તો આપણું ચિત્ત એ ભાવમાં જાય છે; જ્ઞાની પુરુષ કેવા છે તે કહે છે. નીરાગી! તે દશા સમજવા પોતાને રાગ છોડવો પડે. જ્યારે પોતાને રાગદ્વેષ થાય ત્યારે ભગવાનનું નીરાગી સ્વરૂપ સંભારે તો રાગદ્વેષ જતા રહે.” પ્રભુ રાગદ્વેષરહિત હોવાથી, નિર્વિકારી, સચિદાનંદી અને સહજાનંદી છે “નિર્વિકારી–રાગદ્વેષથી થતા સર્વ વિકારથી રહિત. સત્—આત્મા, સત્ ચિત્ આનંદ સ્વરૂપ, આત્માને જાણવાથી થતાં આનંદ સ્વરૂપ, ભગવાન આત્મિક સુખવાળા છે. રાગ, વિકાર અને વિષયાદિનો આનંદ દુઃખના કારણ છે. ભગવાન તેથી છુટ્યા છે. પોતાના આત્માનું સહજ સુખ અનુભવે છે. આટલું તો અપૂર્ણ દશામાં પણ ક્વચિત્ હોય; હવે પૂર્ણદશાનાં લક્ષણો કહે છે.” 362 Page #367 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપના'ના પાઠનું વિવેચન ભગવાન સર્વજ્ઞદશાને પામેલા હોવાથી અનંતજ્ઞાની, અનંતદર્શી છે ભગવાન પૂર્ણ દશાને પામ્યા હોવાથી અનંતજ્ઞાની અને અનંતદર્શી છે. “હે મુમુક્ષુ, એક આત્માને જાણતાં સમસ્ત લોકાલોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઇચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે.” ભગવાન કેવળજ્ઞાની હોવાથી ત્રણેય લોકને જણાવવા સમર્થ છે સર્વ આવરણ દૂર થયા હોવાથી ભગવાનને ત્રણે લોકનું ત્રણે કાળનું જ્ઞાન છે. તેથી રૈલોક્યપ્રકાશક છે. આ ભગવાનના ગુણોમાં ચિત્ત રાખવા યોગ્ય છે. બીજું જાણવાની ઇચ્છાથી નિવર્ત જ્ઞાનીના સ્વરૂપનો લક્ષ રાખવો.” (પૃ.૪૨) બોઘામૃત ભાગ-૧' માંથી : મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે' “રોજ બોલીએ છીએ : “તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને ગૈલોક્યપ્રકાશક છો.” એ જ આપણું સ્વરૂપ છે. મારું ખરું સ્વરૂપ જ્ઞાન-દર્શન છે, એવી ભાવના કરવાની છે. જે ખરું સ્વરૂપ છે તે વારંવાર સંભારવાનું છે. જ્ઞાની તો પોકારી પોકારીને કહે છે, પણ એને બેસવું જોઈએ ને?” (જૂનું બો.૧ પૃ.૨૭૩) “માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું” નિત્યનિયમાદિ પાઠ' માંથી - આ ક્ષમાપના કોઈ સાંસારિક સુખની ઇચ્છાથી કરી નથી. માત્ર આત્માનું હિત થાય, કર્મબંઘથી મુક્ત થવાય એ હેતુથી કરી છે. ખરા ભાવથી ભગવાનને અંતરમાં સાક્ષી રાખીને કરી છે. પૂર્વે બાંધેલા કર્મ ઉદય તો આવે પરંતુ તે વખતે રાગદ્વેષ ન કરતાં સમતા ક્ષમા રાખું જેથી ફરી તેવાં કર્મ ન બંઘાય એમ ભગવાન પ્રત્યે યાચના છે, બીજું કંઈ ઇચ્છવું નથી. જે આવે તે ખમી ખૂંદવું. ભગવાનને ભૂલવા નહીં. ઘીરજ ન છોડવી. દ્રઢતા હોય તો ક્ષમા રહે.” (નિત્ય. પાઠ પૃ.૪૩) બોઘામૃત ભાગ-૩' માંથી - પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલો મોડો તેની દશાને પામશે “આપને પાખી ઉપર પત્ર લખવા વિચાર હતો પણ વહેલો મોકો મળ્યો તો વહેલી ક્ષમાયાચનામાં કંઈ દોષ નથી. ગયા કાળથી ચોમાસી પાખી પર્યત આપના તથા આપના કુટુંબી પ્રત્યે કંઈ દોષ થયા હોય તેની ઉત્તમ ક્ષમા નમ્રભાવે પરમકૃપાળુદેવની સાક્ષીએ જય સદ્ગુરુવંદનપૂર્વક યાચું છું તે સ્વીકારી ઉત્તમ ક્ષમા આપવા કૃપાવંત થશોજી. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીની અનંત કૃપાથી જે જે જીવોને પરમકૃપાળુદેવની ભક્તિનો રંગ લાગ્યો છે તે ચોલમજીઠના રંગ જેવો છે. જે 363 Page #368 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ E ની પરમકૃપાળુદેવનો આશ્રિત થયો તે વહેલો મોડો તેની દશાને પામશે, એમ વિચારી સર્વ પ્રત્યે પૂજ્યબુદ્ધિ રાખી સર્વની ક્ષમા યાચી નિઃશલ્ય થવાનો પ્રાચીન રિવાજ વિચારવાન જ્ઞાનીઓનો આપણા સર્વને અત્યંત ઉપકારી છેજી-બો.૩ (પૃ.૪૧૩) “એક પળ પણ તમારાં કહેલાં તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ.!” નિત્યનિયમાદિ પાઠ' માંથી - નવતત્ત્વ કે છ પદ વગેરેમાં મને શંકા ન થાય એ જ અભિલાષા “ભગવાન પાસે શું માગ્યું છે તે કહે છે. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. નિઃશંકતા એ સમકિતનો પહેલો ગુણ છે. એક પળ માત્ર શંકા થાય તો બધું બગાડી નાખે, ગાઢ કર્મ બાંધી લે. શંકા સંતાપકારી છે. શંકા રહિત સમક્તિીને રાતદિવસ પુરુષાર્થ જાગે, રાતદિવસ આત્મામાં વૃત્તિ લાગી રહે. એમ એ રીતે મોક્ષમાર્ગમાં વર્તુ એ માગ્યું.” રાતદિવસ તમારી કહેલી ભક્તિ અને સ્વાધ્યાયમાં જ મારી વૃત્તિ રહો “પુષ્પમાળા”માં ભક્તિકર્તવ્ય અને ઘર્મકર્તવ્ય એમ ભેદ બતાવ્યા છે. સત્પરુષની આજ્ઞાએ સ્તુતિ, નિત્યનિયમ, સ્વાધ્યાય વગેરે કરવું તે ભક્તિ છે અને તે કરતાં જે આત્મહિતના વિચાર આવે, કષાયની મંદતા થાય, આત્માનાં પરિણામ સ્થિર થાય તે ઘર્મ છે. શરૂઆતમાં ભક્તિ એ મુખ્ય છે. તેનું પરિણામ ઘર્મ છે તે આગળ ઉપર સમજાય છે.” દિવસે, રાત્રે કે નિદ્રામાં તમારી કહેલી આજ્ઞામાં જ પ્રવર્તી એ જ ઇચ્છા “દેહને અંગે બીજાં કાર્યમાં પ્રવર્તવું પડે ત્યારે અને રાત્રે નિદ્રામાં પણ ભાવના તો આત્માર્થ કરવાની જ રહે એમ લક્ષ રાખવો. એમ દિવસે તેમ જ રાત્રે ભગવાનની આજ્ઞામાં ઘર્મધ્યાનમાં પ્રવર્તાય એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ એટલે મારી સર્વ ઇચ્છા તેમ જ વર્તન મોક્ષ માટે જ હો.” (નિત્ય. પાઠ પૃ.૪૩) હે સર્વજ્ઞ ભગવાન! તમને હું વિશેષ શું કહ્યું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું ." નિત્યનિયમાદિ પાઠ” માંથી - પૂર્વે કરેલા પાપોની ક્ષમા ચાહું છું અને નવા ન બંઘાય એમ ઇચ્છું છું હે ભગવાન! આપ સર્વજ્ઞ છો તેથી બધું જાણો છો. મારાં સત્તામાં રહેલાં કર્મને પણ જાણો છો. હું અલ્પજ્ઞ તમને શું કહ્યું? મારાં કર્મજન્ય પાપો ક્ષય થાય અને ફરી તેવાં ન બંઘાય એવી સમતા ક્ષમા ઘીરજ રહે એમ ઇચ્છું છું.” (નિત્ય.પાઠ પૃ.૪૪) 364 Page #369 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન બાજૂ ગુમ Imain માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું..... “શ્રીમદ્ રાજચંદ્ર' માંથી - માત્ર પશ્ચાત્તાપથી કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છે તો જ કલ્યાણ કોઈ સાધુ જેણે પ્રથમ આચાર્યપણે અજ્ઞાનઅવસ્થાએ ઉપદેશ કર્યો હોય, અને પછી તેને જ્ઞાનીપુરુષનો સમાગમ થતાં તે જ્ઞાનીપુરુષ જો આજ્ઞા કરે કે જે સ્થળે આચાર્યપણે ઉપદેશ કર્યો હોય ત્યાં જઈ એક ખૂણે છેવાડે બેસી બઘા લોકોને એમ કહે કે મેં અજ્ઞાનપણે ઉપદેશ આપ્યા છે, માટે તમે ભૂલ ખાશો નહીં; તો તે પ્રમાણે સાધુને કર્યા વિના છૂટકો નહીં. જો તે સાધુ એમ કહે, મારાથી એમ થાય નહીં; એને બદલે આપ કહો તો પહાડ ઉપરથી પડતું મૂકું, 2 તે કહો તે કરું; પણ ત્યાં તો મારાથી નહીં જવાય.” જ્ઞાની કહે છે ત્યારે એ વાત જવા દે. અમારા સંગમાં પણ આવતો નહીં. કદાપિ તું લાખ વાર પર્વતથી પડે તોપણ કામનું નથી. અહીં તો તેમ કરશે તો જ મોક્ષ મળશે. તેમ કર્યા વિના મોક્ષ નથી; માટે જઈને ક્ષમાપના માગે તો જ કલ્યાણ થાય.” (વ.પૃ.૯૯૨) - ઉદયન રાજાનું દૃષ્ટાંત - સાઘર્મી ભાઈ પ્રત્યે ક્ષમાયાચના કરું. ઉદયન રાજાને ત્યાં ભગવાનની પ્રતિમા હતી. તે પ્રતિમાને સાચવવા માટે રાજાએ એક દાસી રાખી. તે કુબજા હતી. પણ ગુટીકાના પ્રભાવથી તે બહુ સુંદર બની ગઈ. એક દિવસ ચંડપ્રદ્યોત રાજા ત્યાં આવ્યો. તે દાસીને જોઈ મોહ પામ્યો અને તેને સાથે આવવા જણાવ્યું. પણ તેણીએ કહ્યું કે ભગવાનની પ્રતિમા લો તો જ હું આવું, નહી તો નહી. તેથી રાજા ચંડપ્રદ્યોત ભગવાનની પ્રતિમા તથા દાસી બન્નેને લઈ ગયો. ઉદયન રાજાને ખબર પડવાથી તેની સાથે યુદ્ધ કરી ચંડપ્રદ્યોત રાજાને પકડી લાવ્યો અને તેના કપાળમાં દાસીપતિ એવો પટો કરી ચોંટાડ્યો. જ્યારે પર્યુષણ પર્વ આવ્યા ત્યારે ઉદયન રાજાએ ઉપવાસ કર્યો અને રસોયાને કહ્યું કે ચંડપ્રદ્યોત રાજાને જે ભાવે તે પૂછીને બનાવ. રસોઈઆએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આજે કેમ પૂછે છે? કોઈ દિવસ તો પૂછતો નથી. ત્યારે રસોઈઆએ કહ્યું કે આજે તો અમારા ઉદયન રાજાને ઉપવાસ છે. ત્યારે ચંડપ્રદ્યોતે વિચાર્યું કે કદાચ મને મારવા માટે એમ કર્યું હશે એમ ઘારી તેણે કહ્યું : મારે પણ આજે ઉપવાસ છે. તે વાત સાંભળીને ઉદયન રાજાએ વિચાર્યું કે અહો! આ તો મારો સાથÍભાઈ થયો. તેથી તેને કેદમાંથી મુક્ત કરાવ્યો અને પોતે 365 Page #370 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પણ માન મૂકી તેની ક્ષમા માગવા ગયો. ક્ષમા માગી પોતાના રાજ્યમાં પાછો મોકલાવી દીધો. (ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩) આમ સહધર્મી ભાઈબહેનો પ્રત્યે ખરા અંતઃકરણથી ખમાવું; પણ ખમાવવામાં માન રાખું નહીં. બોઘામૃત ભાગ-૧' માંથી : ભવભીરુ જીવ કષાય થાય તો પશ્ચાત્તાપ કરે અને તે પોતાનો દોષ માને મુમુક્ષુ–કોઈ અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પછીથી વિચાર આવે ત્યારે પશ્ચાત્તાપ થાય છે એનું શું કારણ હશે? “પૂજ્યશ્રી–એટલી વિચારની ખામી છે. કેટલાક જીવોને અયોગ્ય કાર્ય કરતાં પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પણ પશ્ચાત્તાપ નથી થતો. કેટલાકને પ્રથમ વિચાર નથી આવતો અને પાછળથી પશ્ચાત્તાપ થાય છે. અને કેટલાકને પહેલાં વિચાર થાય કે આ મારે કરવા યોગ્ય નથી છતાં પરાધીનતાને લીધે કરે, પછી પશ્ચાત્તાપ કરે છે. જીવ ભવભીરૂ હોય તેને કષાય ભાવ થવા લાગે ત્યારે આ સારા છે એમ ન થાય. તેને મનમાં “એમ શા માટે થયું?” એટલું થાય પછી વિચાર કરે કે કોઈનો દોષ નથી. મારા કર્મનો દોષ છે. તેથી આગળ વાદ, પ્રવાદ કે ઝઘડા થતા નથી.” -બો.૧ (પૃ.૨૨૯) સમજીને અભ્યભાષી થનારને પશ્ચાત્તાપનો થોડો જ અવસર સંભવે કામ, માન અને ઉતાવળ એ ત્રણ મોટા દોષો છે. ઉતાવળ એ મોટો દોષ છે. દરેક કામમાં બોલતાં ઉતાવળ ન કરવી. વિચાર કરીને બોલવું. આ હું બોલું છું તે હિતકારી છે કે નહીં? એમ વિચાર કરીને બોલવું. થોડુંક થતું હોય તો થોડુંક કામ કરવું. પણ સારું કામ કરવું. ઉતાવળ ન કરવી. વિચારની ખામી છે.” -o.1 (પૃ.૨૨૯) ‘બોઘામૃત ભાગ-૩' માંથી :હું કોઈને દુઃખનું કારણ ન થાઉં માટે સર્વને સાચા ભાવે ખમાવું છું “ખમાવું સર્વ જીવોને, સર્વે જીવો ખમો મને; મૈત્રી હો સર્વની સાથે, વૈરી માનું ન કોઈને. અષાઢ ચોમાસી પાખી સંબંધી આપ કોઈ પ્રત્યે માઠા યોગાધ્યવસાયથી જાણતા-અજાણતાં અયોગ્ય વર્તન થયું હોય તે ભાવ નિંદી, ફરી તેમ નહીં વર્તન થવા દેવાની ભાવનાએ ઉત્તમ ક્ષમા પરમકૃપાળુદેવની સાક્ષીએ ઇચ્છું છું તથા તેવા કોઈ આપના વર્તનની સ્મૃતિ રહી હોય તે ભૂંસી નાખી નિઃશલ્યપણે ખમું છુંજી. ક્લેશનું કારણ કોઈને આ જીવ ન થાય અને કોઈને ક્લેશનું કારણ ન માને એવા ભાવ ટકી રહે તેવી પરમકૃપાળુદેવ પ્રત્યે સાચા અંતઃકરણે યાચના-ભાવના-ઇચ્છા છે. સર્વને નમ્રભાવે ખમાવી પત્ર પૂર્ણ કરું છુંજી.” -બો.૩ (પૃ.૭૦૩) 366 Page #371 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન પર્યુષણની આરાધના કરી સર્વને ભાવથી ખમાવે તો આરાધક કહેવાય “આજના દિવસમાં કોઈના પ્રત્યે વિરોઘ થયો હોય તે સાંજ સુધીમાં શમાવી દેવા ક્ષમાપના આદિ ઉપાય લઈ શાંત થવું. બાર માસમાં જે દોષ થયા હોય તે યાદ હોય તો તેના ઉપાય લઈ નિર્વેર થવું અથવા યાદ ન હોય તો અંતરભાવથી સર્વ પ્રત્યેથી વેર-વિરોઘરહિત થવું એ આશયથી પર્યુષણ પર્વની ક્ષમાપના હોય છે. જેની સાથે વિરોઘ હોય, જાણતાં હોઈએ છતાં તે વેર મટાડવા ઉપાય ન લઈએ કે વઘારીએ અને દૂર જ્યાં વેર ન હોય ત્યાં પત્રાદિ લખીએ એવી હાલ રૂઢિ થઈ ગઈ છે તે પલટાવી હૃદયમાંથી વેરભાવનું કલંક દૂર કરી, “સર્વ જીવો મારા મિત્રો છે, તેમણે કરેલા દોષો ભૂલી જઉં છું અને મેં તેમના પ્રત્યે કરેલા દોષોની ક્ષમા ઇચ્છું છું.” આવું ઉદાર દિલ જ “વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ઘર્મ પામવા યોગ્ય છેજી. આ પત્ર વારંવાર વિચારી, હૃદય કોઈ પ્રત્યે વેરભાવ ન રાખે તેટલી નમનતા, લઘુતા અને સર્વને ક્ષમાવવાની યોગ્યતા લાવે તેમ જ આચરવાની હિંમત ઘરી નિઃશલ્ય થાય તેમ કરવા વિનંતી છેજી.” -બો.૩ (પૃ.૬૦૧) કષાય થાય એ મોટો દોષ અને કષાય ઘટે તેટલું કલ્યાણ “સભામંડપમાં જેની સાથે વિક્ષેપ થાય તેવો પ્રસંગ થયો હોય તેની વિનયભાવે ક્ષમા ઇચ્છવા યોગ્ય છે અને ફરી તેવો પ્રસંગ સત્સંગમાં ન બને તેવો લક્ષ રાખવા યોગ્ય છે. પોતાનો વાંક ના હોય તો પણ સામાના ચિત્તને સમાઘાન થાય તે અર્થે પણ ક્ષમા માગવા યોગ્ય છે. ટાઢા પાણી (પીવા) કરતાં કષાય પરિણામ થાય તે મોટો દોષ છે. તેનાં પરિણામમાં ફરી ન અવાય તેવો નિશ્ચય તે ખરું પ્રાયશ્ચિત્ત છે. ફરી એકાસણું કરવું તે દ્રવ્ય-પ્રાયશ્ચિત્ત છે.” ઓ.૩ (પૃ.૬૨૬) હું તો અઘમાઘમ છું એમ થાય તો અભિમાન ન થાય જીવને ‘હું સમજું એવું અભિમાન રહ્યા કરે છે તેથી બીજાઓ સાથે ક્લેશ કરે છે ? ‘તમે બરાબર જાણતા નથી, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ.” એ આદિ ‘હું સમજું છું એવું જીવનું અવ્યક્ત અભિમાન છે. “હું અધમ છું” એવો જો નિશ્ચય થાય તો તે એમ જાણે કે “આખું જગત મારા કરતાં સારું છે” એટલે કોઈથી પણ એને ક્લેશ થાય નહીં.” –બો.૩ (પૃ.૬૨૬) પશ્ચાત્તાપપૂર્વક કરેલા પાપની આલોચના કર્યા વિના પાપથી છુટાતું નથી. ગુરુનો યોગ હોય તો જઘન્યપણે પ્રતિવર્ષ તો જરુર ગુરુ પાસે આલોચના કરવી. કહ્યું છે કે જંબુદ્વીપમાં જેટલાં વેલુઓનાં રજકણ છે તે બઘાં રત્નો થઈ જાય અને તેટલાં રત્ન કોઈ પ્રાણી સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોચના કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી.” વળી કહ્યું છે કે “જંબુદ્વીપમાં જેટલા પર્વતો છે તે બધા સુવર્ણના થઈ જાય તેને કોઈ સાત ક્ષેત્રમાં આપે તો પણ આલોચના કર્યા વિના એક દિવસના પાપથી પણ છુટાતું નથી. ત્યારે આલોચના વિના 367 Page #372 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ f6 કી ઘણા દિવસોના ઉપાર્જિત પાપની હાનિ તો કેવી રીતે થાય? તેથી વિધિપૂર્વક આલોચના કરીને ગુરુ જે પ્રાયશ્ચિત્ત આપે તે પ્રમાણે જો કરે તો જ તે ભવે પણ પ્રાણી શુદ્ધ થાય છે. જો એમ ન હોય તો દ્રઢપ્રહારી વગેરેની તે જ ભવે સિદ્ધિ કેમ થાય?” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩ (પૃ.૩૭) એક કુંભારનું દ્રષ્ટાંત - “એક કુંભાર માટલા ઘડતો હતો. ત્યારે એક છોકરો દૂર બેસીને નિશાન તાકીને કાંકરો ફેંકી માટલાને કાણું પાડી નાખે. ત્યારે કુંભારે કહ્યું કે ભાઈ તું આ શું કરે છે? મારા માટલાને નુકસાન થાય છે. ત્યારે છોકરો કહે–મિચ્છામિ દુક્કડે એમ બે-ત્રણ વાર માટલા ફોડી એમ જ કહ્યા કરે. ત્યારે કુંભારે પણ એક કાંકરો લઈ છોકરાને કાને જોરથી મરડવા લાગ્યો. ત્યારે છોકરો કહે મને બહુ દુઃખે છે. ત્યારે કુંભાર કહે–મિચ્છામિ દુક્કડં. છોકરો કહે–એવો કેવો તારો મિચ્છામિ દુક્કડં. ત્યારે કુંભાર કહે-જેવો તારો તેવો મારો. પછી માટલા ફોડવાનું તેણે બંધ કર્યું. આમ દોષ કર્યા કરે પણ પશ્ચાતાપ કરી જીવ પાછો ન ફરે તો તે દોષો કેમ જાય? માટે પશ્ચાતાપ કરી દોષો ઘટાડવા કે મટાડવા જોઈએ તો જ જીવનું કલ્યાણ થાય. બે ચોરોએ સાચા ભાવથી પશ્ચાત્તાપ કર્યો તો પાપ ઘોવાઈ ગયું ત્રણ ચોરનું દ્રષ્ટાંત - “બે ચોરોએ પોતાના બન્નેના ભોગ માટે સમાન માલિકીપણે દ્રવ્યની ચોરી કરી હતી. તેમાં એક ચોર પોતાના આત્માને સાચા અંતઃકરણથી ઠપકો આપતો કહે છે કે, “આવી ચોરીનું અકાર્ય કરનાર મને ધિક્કાર થાઓ', આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાથી ચોરી 368 Page #373 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના'ના પાઠનું વિવેચન સંબંઘી થયેલા પાપનો ક્ષય થયો, એટલે તેને ચોરપણાનો અભાવ થયો. કેવી fe રીતે? તો કે કોઈક તેવા નિમિત્તથી રાજપુરુષોએ તેમના ઉપર ચોરીની શંકા થવાથી પકડ્યો અને દિવ્ય કર્યું. તેમાં તપાવેલ લોઢાના અડદ અને તેના બીજા પ્રકારે શુદ્ધિ કરી. ફરી પણ ગુદામાં શૂળી ભોંકી. આ વગેરે દેવતાના પ્રભાવથી તે ચોરને કશી આંચ ન આવી. તથા બીજા ચોરે વિવિઘ પ્રકારના અકાર્ય કરેલાં અને પારકું દ્રવ્ય ભોગવવાના સમયે તેને ઘણો પશ્ચાત્તાપ થયો. એ પશ્ચાત્તાપના કારણે ચોરી સંબંધી ઉપાર્જન કરેલું પાપકર્મ ઘોવાઈ ગયું. ત્યારપછી રાજસેવકોએ તેને પકડ્યો. દેવતાના પ્રભાવથી તપેલા અડદ વગેરેથી તેની પરીક્ષા - શુદ્ધિ કરી. દિવ્ય પ્રભાવથી તથા ચોરીનું પાપકર્મ ઘોવાઈ ગયેલ હોવાથી તે ચોરને કશી આંચ ન આવી. હવે ત્રીજા ચોરને પકડ્યો, રાજ્યાધિકારીઓએ પૂછ્યું, એટલે તેણે કહ્યું કે તે બન્ને ચોર છે એમ જણાવ્યું. ત્રીજાને શૂળી પર ચઢાવ્યો, તો તે મૃત્યુ પામ્યો. - ત્યાર પછી પહેલા ચોરે પણ ચોરી કર્યાની કબુલાત સ્વીકારી કે અમે પણ ચોરી કરેલી જ છે. તેને ગુદામાં શૂળી ભોંકી, પરંતુ વિંઘાયા વિના તે નીચે ઊતરી આવ્યો, ત્યારે સર્વ લોકો વિસ્મય પામ્યા, એટલે દેવતાઓએ સાચી હકીકત જણાવી કે, આણે ચોરી કરી હતી, પરંતુ પશ્ચાત્તાપરૂપભાવથી ચોરીથી ઉપાર્જન કરેલ કર્મ ખપાવી નાખ્યું છે. ત્યાર પછી તે વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી, ચોર ઋષિ તરીકે પ્રસિદ્ધિ પામ્યો.” -ઉપદેશ પદ મહાગ્રંથ (પૃ.૪૯૮) 369 Page #374 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત ન કરવાથી ભયંકર સ્થિતિ પ્રાપ્ત થઈ એક ગોવાળે બાવળની સૂળમાં જૂને પરોવી મારી હતી, તેનું પ્રાયશ્ચિત્ત ન જ કરવાથી તે એકસોને આઠ ભવ સુધી સૂળીથી મરણ પામ્યો હતો. ગોવાળનું દૃષ્ટાંત - નાગપુર નામના નગરમાં માઘવ નામે એક ગોવાળ રહેતો હતો. તે એક દિવસ ગાયો ચારવા માટે મોટા અરણ્યમાં ગયો. ત્યાં સૂર્યનો પ્રચંડ તાપ લાગવાથી એક બનેલ છાપરામાં ગયો. તેવામાં તેના માથામાંથી એક જૂ તેના હાથમાં આવી. તે જોઈને તે નિર્દય ગોવાળે તેને “આ જૂ મારા દેહનું સત્ત્વ (લોહી) પી જાય છે.” એમ વિચારીને શુળી ઉપર તેને પરોવી મારી નાખી. તે પાપના ઉદયથી તે જ ભવમાં તે ગોવાળ ચોરીના ગુનામાં આવી શૂળીની શિક્ષા પામીને મરણ પામ્યો. ત્યાર પછી તે એ જ પ્રમાણે એકસો ને સાત વાર જુદા જુદા ભવોમાં ચોરી વગેરેના દોષથી શુળીનું દુઃખ ભોગવીને મરણ પામ્યો. એકસો સાતમા ભવમાં તે પાપકર્મનો ઉદય થોડો રહ્યો, ત્યારે તેણે તાપસી દીક્ષા ગ્રહણ કરી; અને સદા વનમાં રહીને સૂકાં પાંદડા, ફળ, ફૂલ વગેરેનું ભક્ષણ કરવા લાગ્યો. એ પ્રમાણે નિઃસંગપણે વ્રતનું પાલન કરતાં તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. અન્યદા તે અરણ્યની નજીકના નગરમાંથી રાજાના અલંકારોની પેટી કોઈ ચોરે ઉપાડી. તેને પકડવા માટે રાજાના સિપાઈઓ પાછળ દોડ્યા. તેઓને પાછળ આવતાં જોઈને તે ચોરે રત્નાલંકારની પેટી અરણ્યમાં સતેલા પેલા તાપસ પાસે મૂકી અને વટવૃક્ષ ઉપર ચડી ગયો. સિપાઈઓ ત્યાં આવ્યા. તો તાપ સૂતેલો હતો, અને પાસે પેટી પડેલી હતી. તેઓ પેટી સહિત તાપસને પકડીને રાજા પાસે લઈ ગયા. તાપસ વિભંગજ્ઞાનથી સર્વ હકીકત જાણ્યા છતાં પોતાના પૂર્વકૃત કર્મને નિંદતો સતો મૌન જ રહ્યો. અન્યાયી રાજાએ તેને શૂળી પર ચડાવ્યો. સમતાભાવે વેદના સહન કરવાથી તેના પૂર્વ કર્મ ક્ષય થયા અને તે શુભ ધ્યાનમાં મરણ પામીને દેવતા થયો.” આ પ્રમાણે અભયકુમારનું વચન સાંભળી બઘા ક્ષત્રિયો દયાઘર્મમાં તત્પર થયા.” -ઉ.પ્રા.ભા. ભાગ-૪ (પૃ.૨૫) શ્રી હરિભદ્ર સૂરિને પ્રાયશ્ચિત્તરૂપે 1444 ગ્રંથો રચવા પડ્યા શ્રી હરિભદ્ર સૂરિનું દૃષ્ટાંત - પોતાના શિષ્યોને બૌદ્ધઘર્મની શિક્ષા મેળવવા તેમને ત્યાં 370 Page #375 -------------------------------------------------------------------------- ________________ “ક્ષમાપનાના પાઠનું વિવેચન મોકલ્યા હતા. પછી બૌદ્ધને ખબર પડી કે આ જૈન છે. તેથી તે બેય ત્યાંથી ભાગ્યા. એક પકડાયો તેને મારી નાખ્યો. બીજો ઠેઠ પહોંચ્યો પણ થાકીને અંતે એ ' To e છે 8 82. પણ મરી ગયો. તેથી શ્રી હરિભદ્રસૂરિએ 1444 બૌદ્ધોને તેલના કડાવમાં લબ્ધિ વડે નાખીને મારવાનો ભાવ કર્યો. તેમના ગુરુને ખબર પડવાથી તેમણે બે શિષ્યોને તેમના ક્રોઘને શાંત કરવા અને તે દોષના પ્રાયશ્ચિત્તરૂપે 1444 ગ્રંથો રચવાની તેમને આજ્ઞા કરી. તે તેમણે રચ્યા. -ઉપદેશ પ્રાસાદ ભાષાંત ભાગ-૧ (પૃ.૧૧૯) 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ.... નિત્યનિયમાદિ પાઠ” માંથી - | સર્વ વિભાવ ભાવ મૂકી દે તો અવશ્ય પરમ શાંતિ થાય મારા આત્માનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. કલ્યાણ થાઓ એવી ભાવનાથી વિરમું છું. સર્વ વિભાવ પરિણામથી થાકવું, નિવૃત્ત થવું તે શાંતિ છે. તેથી અવશ્ય કલ્યાણ થાય છે.” (નિત્ય. પાઠ પૃ.૪૪) 371 Page #376 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્રનું અદ્ભુત માહાભ્ય ઉપદેશામૃત' માંથી - ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મહા ચમત્કારિક મંત્ર છે સહજાત્મસ્વરૂપ” એ મહા ચમત્કારિક મંત્ર છે. સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિ કર્મ ખપે છે. શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિત્તવૃત્તિ મંત્રસ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે.” (ઉ.પૃ.૩૫૧) મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું સ્મરણ નિરંતર કર્તવ્ય છે. હાલ તે બની શકે તેમ છે. પછી જે બાકી રહે છે તે પણ અવશ્ય પ્રાપ્ત થશે.” (ઉ.પૃ.૩૩૮) ચિત્રપટ સન્મુખ વૃષ્ટિ કરી મંત્ર ઉપર ઉપયોગ દેવો “જેમ બને તેમ શાંતિભાવે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” નામના મંત્રનો જાપ કરતા રહેવું. વારંવાર સ્મૃતિ મનમાં એની જ લાવ્યા કરશોજી. અને દેવાધિદેવ પરમકૃપાળુદેવના ચિત્રપટ સન્મુખ દ્રષ્ટિ કરવી. તેમનાં દર્શન કરી મંત્ર પર ઉપયોગ દેવાની ભલામણ છેજી; તેમાં તમારું કલ્યાણ છે.” (ઉ.પૃ.૫૧) સહજાત્મસ્વરૂપ' એ જ આત્મા છે અને તે પ્રાપ્ત કરવાની જ આજ્ઞા છે અમને જે પરમકૃપાળુદેવે આજ્ઞા કરી છે અને જે અમે આરાઘીએ છીએ, જેની અમને દ્રઢ શ્રદ્ધા છે તે અમે તમને આજે સ્પષ્ટ અંતઃકરણે ખુલ્લા શબ્દોમાં કહીએ છીએ; કારણ કે અમારાં વચન ઉપર તમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આ જે પોતે આરાધે છે તે જ કહે છે. પરમકૃપાળુદેવની આજ્ઞા પ્રત્યે પરિણામપૂર્વક દૃઢ શ્રદ્ધાથી ઉપાસના કરશો તો કલ્યાણ જ છે. એ આજ્ઞા તે “સહજાત્મસ્વરૂપ” એ છે; અને એ જ આત્મા છે, એમ દ્રઢ શ્રદ્ધા રાખવી. આ તો સાંભળ્યું છે, એમાં બીજું નવું શું છે? એ પ્રકારના વિકલ્પથી સામાન્યપણામાં ન કાઢી નાખતા, આમાં કોઈ અલૌકિકતા રહી છે એમ માની દ્રઢ શ્રદ્ધાથી આરાઘન કરવું.” (ઉ.પૃ.૪૮૯) મંત્રનો જાપ જારી રાખે તો જડ જેવા શરીરમાં ચેતન જણાય અમે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી પણ વિકલ્પ ઊઠે કે “હજી કેમ કંઈ જણાતું નથી? આત્મા હોય તો કંઈક દેખાયને?” પણ અરૂપી આત્મા દેખાય? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્રનો જાપ ખૂબ કર્યો પણ તમે કહો છો તેવું કેમ કંઈ જણાતું નથી? “કંઈ નહીં, હજી જારી રાખો.” એવો જવાબ મળ્યો. આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જણાય છે. પણ વિશ્વાસ અને દ્રઢતાથી ગુરુઆજ્ઞાનું પાલન કરવું અને જોવા કરવાની ઇચ્છા 372 Page #377 -------------------------------------------------------------------------- ________________ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... પણ ન રાખવી. યોગમાં તો માત્ર શ્વાસ સૂક્ષ્મ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણ્યો છે તે માટે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે.” (ઉ.પૃ.૨૫૯) હાલતાં, ચાલતાં, કામ કરતાં પણ સ્મરણ કરવું પરમારથમાં પિંડ જ ગાળ' એટલે આત્માને અર્થે ભાવના કરવી. હાલતાં, ચાલતાં, કામ પ્રસંગમાં વર્તતાં પણ મનમાં સ્મરણ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું કરવું, એટલે ક્ષણે ક્ષણે તે મંત્ર સંભારવો, ભૂલવા જેવું નથી.” (ઉ.પૃ.૧૦૫) કૃપાળુદેવે મંત્ર આપી અનંત ઉપકાર કર્યો, એનો બદલો કોઈ રીતે ન વળે “પ્રભુશ્રી– (‘સહજ’ શબ્દ સાંભળતા) એણે શા કામ કર્યા છે! કેવો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ' મંત્ર યોજી કાઢ્યો છે, પ્રભુ! તે વખતે તો કંઈ ખબર ઓળખાણ નહીં. પણ હવે સમજાય છે કે અહોહો! કેટલો ઉપકાર કર્યો છે! કાળ વહ્યો જ જાય છે; કંઈ થોભતો નથી. એના ઉપકારનો તો બદલો વળે તેમ નથી, ચામડી ઉતરાવી તેના જોડા સિવડાવીએ તોય બદલો વળે તેમ નથી.” (ઉ.પૃ.૩૦૮) ભાન હોય ત્યાં સુધી મંત્રમાં ચિત્ત રોકવું. એના જેવું કોઈ શરણ નથી “જ્યાં સુધી ભાન રહે ત્યાં સુધી સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મહામંત્રનું સ્મરણ રાખવું. ઉપયોગ બઘામાંથી ઉઠાવી તેમાં રાખવો. એના જેવું કોઈ બીજું શરણ નથી. તો જ કલ્યાણ થશે. બધેથી પ્રીતિ ઉઠાવી જેટલી આત્મા ઉપર પ્રીતિ કરી હશે તેટલું કલ્યાણ થશે. આત્મા સદ્ગુરુએ જાણ્યો છે માટે સદ્ગુરુનું શરણ, શ્રદ્ધા, તેના ઉપર ભક્તિ ભાવ, રુચિ, પ્રીતિ વઘારી હશે તે જ કામ કરશે.” (ઉ.પૃ.૩૯૨) જ્ઞાનીએ જોયો તેવો એક આત્મા જ મારો, એ શ્રદ્ધા સાથે મરણ ને સમાધિમરણ “મારા તો એક સત્વરૂપી પરમ કૃપાળુદેવ છે, અને તેમણે જે આજ્ઞા કરી છે અને કહ્યો છે તેવો સહજાત્મસ્વરૂપી એક આત્મા જે છે, તે સહજાત્મસ્વરૂપ આત્મા છે, નિત્ય છે, એ આદિ છે પદ જે પરમકૃપાળુદેવે કહ્યાં છે તે સ્વરૂપવંત છે. એ મારો છે એમ માનવું. અત્યારથી તૈયારી કરી રાખવી કે મરણ સમયે આ આજ્ઞા જ માનીશ, બીજાં કંઈ નહીં માનું. એ માનવાથી જ, એ માન્યતા રહેવાથી તે સાથે જે મરણ છે તે સમાધિમરણ છે. જ્ઞાન-દર્શન-ચારિત્રમય-સહજાત્મસ્વરૂપ આત્મા એ જ આપણો છે, એમ માનવું. જીવ પોતાની મેળે શ્રદ્ધા, ભાવના કરે એના કરતાં આ તો સાક્ષી થઈ, અમારી સાક્ષીયુક્ત થયું.” (ઉ.પૃ.૪૯૦) સહજાત્મસ્વરૂપમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ મારા ગુરુ છે “સદ્ગુરુ, પ્રત્યક્ષ પુરુષ, સહજાત્મસ્વરૂપ પરમગુરુ-જ્ઞાનદર્શનમય શ્રીમદ્ રાજચંદ્ર તે જ ગુરુ છેજી.” (ઉ.પૃ.૬૩) 373 Page #378 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ શુદ્ધ ચૈતન્ય સ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરુ છે શ્રીમદ્ પરમકૃપાળુ દેવાધિદેવ સદ્ગુરુ દેવ શ્રી રાજચંદ્ર શુદ્ધ ચૈતન્યસ્વામી સહજાત્મસ્વરૂપ પરમગુરુને ત્રિકાળ નમસ્કાર હો! ત્રિકોણ શરણું હો! જય શ્રી ગુરુદેવ! જય ગુરુદેવ! જય ગુરુદેવ! ગુરુદેવની જય વર્તો, જય વર્તા!” (ઉ.પૃ.૬૫), મંત્રમાં વૃત્તિ રોકવી. નહીં તો નજર કરે ત્યાં મોહ થાય. બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઊછર્યો અને પોતાને કોળી માનતો હતો; પછી તેના બાપે સમજાવ્યો ત્યારે ચેતીને સાધુ થઈ ગયો, તેમ ચેતવાનું છે. વીલો મૂક્યો તો સત્યાનાશ વળશે. ક્ષણ ક્ષણ ‘સહજત્મસ્વરૂપ પરમગુરુ” એટલે પોતાનું આત્મસ્વરૂપ જે છે તેને સંભારવું અને પરમાં વૃત્તિ જતી રોકવી. નહીં તો નજર કરતાં મોહ થાય. અને તે મહાબંઘનમાં લઈ જાય.” (ઉ.પૃ.૪૧૪) બોઘામૃત ભાગ-૧' માંથી - જેને અમૂલ્ય સમયનો ઉપયોગ કરવો હોય તો સ્મરણ કર્યા કરવું પૂજ્યશ્રી–સ્મરણ” એ અદ્ભુત વસ્તુ છે. સ્વસ્વરૂપની પ્રાપ્તિ કરાવનાર તથા સ્વરૂપમાં સ્થિરતા કરાવનાર છે. આખો દિવસ તેનું રટણ કરવામાં આવતું હોય તો પણ નિત્યનિયમની માળા ગણવાની ચૂકવી નહીં. જેને અમૂલ્ય સમયની ક્ષણ પણ નકામી ન જવા દેવી હોય તેને માટે સ્મરણ” એ અપૂર્વ વસ્તુ છે. કૂવામાં પડેલા ડૂબતા માણસને હાથમાં દોરડું આવે તો તે ડૂબે નહીં, તેમ “સ્મરણ” એ સંસાર સમુદ્રમાંથી તારનાર વસ્તુ છે.” -બો.૧ (પૃ.૩૯) જ જો 3 ક 374 Page #379 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’... કામ કરતાં પણ સ્મરણ કરવું, કામ પૂરું થયે પણ સ્મરણ કરવું? “આપણને જે સ્મરણ મળ્યું છે તેને યાદ ન કરે અને પછી કહે કે સંકલ્પ- વિકલ્પ બહુ આવે છે. તો એ ભૂલ પોતાની છે. માટે હમેશાં સ્મરણ યાદ રાખવું. * કામ કરતો હોય ત્યારે પણ સ્મરણ કરવું અને કામ પૂરું થયે પણ સ્મરણ કરવું.” -ધો.૧ (પૃ.૧૦૯) શાસ્ત્રો કરતાં સ્મરણમાં વઘારે વૃત્તિ રાખવી' “સ્મરણ ન ભુલાય એવો લક્ષ રાખવો. શાતા અશાતામાં કે ગમે ત્યારે એ ન ભૂલવું. શાસ્ત્રો કરતાં સ્મરણમાં વઘારે વૃત્તિ રાખવી.” -o.1 (પૃ.૧૫૫) કામ હાથ પગથી અને મોઢે મંત્રનું સ્મરણ કરતા રહેવું “એક સમય પણ નકામો ન ગુમાવવો. હાલતા ફરતાં ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ની ટેવ પાડવી. કામ કરવું હોય તો હાથ પગથી કરે છે, કંઈ મોઢાથી કરવું નથી. મોઢાથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'નું સ્મરણ કરતા રહેવું.” -બો.૧ (પૃ.૧૦૭) નવકારમંત્રમાં પાંચ પરમેષ્ઠિ છે. તે બધા “સહજાત્મસ્વરૂપમાં આવી જાય છે " “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમાં પાંચ પરમેષ્ઠિ આવી જાય છે. પાંચેનું સ્વરૂપ સહજત્મસ્વરૂપ છે. આ મંત્ર છે તે આત્મા છે. હાલતાં, ચાલતાં, કામ કરતાં મંત્રનો જાપ કર્યા કરવો. કામ તો હાથ પગથી કરવાનું છે પણ જીભ તો નવરી છે ને? સ્મરણ ભુલાય નહીં એવી ટેવ પાડવાની જરૂર છે.” તે ઉપર એક દ્રષ્ટાંત છે. -બો.૧ (પૃ.૨૧૧) નિરંતર મંત્ર મોટે રહે તો મરણ અવશ્ય સુધરે એક પંડિતનું દ્રષ્ટાંત - એક પંડિત હતો. તે બહુ ભણેલો હતો. સ્મરણ શક્તિ એટલી બઘી હતી કે સો શ્લોકો કોઈ બીજો માણસ બોલતો હોય તે સાંભળી તે પંડિત સો શ્લોકો બોલી શકતો. તેણે સો શ્લોકોની રચના કરી હતી. તે મોઢે યાદ રાખી, પછી મોઢે જ તેની ટીકાની રચના કરી હતી. તે પંડિત છોકરાઓને ભણાવતો. એક દિવસે તે જાત્રા કરવા ગયો. ત્યાં તેને એક મહાપુરુષ મળ્યા. તેઓએ તે પંડિતને એક મંત્ર આપ્યો. પંડિત તે મંત્રમાં મગ્ન થઈ ગયો અને ગાંડા માણસની જેમ બોલ્યા કરે. પછી તે નિશાળમાં આવ્યો. છોકરાઓ આવીને તેને પૂછવા લાગ્યા કે આ શબ્દનો અર્થ શું? પંડિતે કહ્યું “કૃષ્ણ”. ફરી તે છોકરાઓએ બીજો શબ્દ પૂક્યો. પંડિતે ફરીથી કહ્યું, “કૃષ્ણ.” એમ ગમે તે શબ્દ પૂછે તો પણ તે પંડિત “કૃષ્ણ કૃષ્ણ” જ કહે. એવી રટના લગાવવાની છે. સ્મરણની ટેવ પાડી હોય તો મરણ વખતે યાદ આવે અને સમાધિમરણ થઈ જાય એવું છે.” -બો.૧ (પૃ.૨૧૧) કૃપાળુદેવના સમાગમી ત્રિભોવનભાઈએ અંત સુધી મંત્રમાં વૃત્તિ રાખી “ખંભાતમાં ત્રિભોવનભાઈનું શરીર બરાબર નહોતું, ત્યારે મનમાં તેઓને થવા લાગ્યું કે આ 375 Page #380 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દેહ છૂટી જશે, માટે મારે શું કરવું? મારે સત્સંગ નથી, એમ થવા લાગ્યું. ત્યારે હું ત્યાં ગયો. તેમણે મને કહ્યું કે હું શું કરું? “પરમગુરુ નિગ્રંથ જપું કે “આતમભાવના = ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે જપું? છેવટે મારે શું કરવું? તેમને કૃપાળુદેવ પાસેથી મંત્ર નહીં મળેલો. પછી મેં પ્રભુશ્રીજીનું કહેલું ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” જપવાનું કહ્યું. ત્યારે તેમણે કહ્યું કે “આ તો કૃપાળુદેવ મારા માટે જ લખી ગયા છે!? મરતાં સુધી તેઓની વૃત્તિ તેમાં જ રહી હતી.” -o.1 (પૃ.૩૩૯) કૃપાળુદેવ સહજાત્મસ્વરૂપ છે, શુદ્ધ આત્મા છે માટે તેમાં વૃત્તિ રાખવી “કૃપાળુદેવ ઉપર પ્રેમ કરવાનો છે. મંત્ર સ્મરતાં મન કૃપાળુદેવમાં પરોવવું તો આનંદ આવે. મંત્રના ગુણો સાંભરે તો મન બીજે ન જાય. તેના વિચાર રહે તો શાંતિ રહે.” -બો.૧ (પૃ.૨૩૯) મંત્ર એ બીજ છે, એથી કેવળજ્ઞાનરૂપ વૃક્ષ થાય અને મોક્ષરૂપ ફળ આવે “મંત્ર છે તે જેવી તેવી વસ્તુ નથી. એ બીજ કહેવાય છે. એમાંથી વૃક્ષ થાય. વડનું બીજ જેમ નાનું હોય, તોપણ તેમાંથી મોટો વડ થાય છે, તેમ આ મંત્ર છે તે વડના બીજ જેવું છે. એની આરાધના કરે તો આત્માના ગુણો પ્રગટે. એક સમ્યગ્દર્શનગુણ પ્રગટે તો બઘા ગુણ પ્રગટે. “સર્વ ગુણાંશ તે સમ્યત્વ.” (95) પરભવમાં આ સાથે આવે એવું છે. અત્યારે તો જેટલું કરવું હોય તેટલું થાય. આટલી સામગ્રી ફરી ન મળે..... શું કરવા આવ્યો છે? શું કરે છે? એનો વારંવાર વિચાર કરવો. ઘર્મના કામમાં ઢીલ ન કરવી, કરી લેવું.” -બો.૧ (પૃ.૩૯૦) “સ્મરણનું વધારે જોર રાખવું. સ્મરણ હરતાં ફરતાં પણ કરવું.” -બો.૧ (પૃ.૪૮૧) આત્માનું કર્મમળરહિત શુદ્ધ સ્વરૂપ તે જ સહજાત્મસ્વરૂપ “મુમુક્ષુ–સહાત્મસ્વરૂપ એટલે શું? પૂજ્યશ્રી–આત્મસ્વરૂપ જેવું છે તેવું. પોતાના સ્વભાવમાં રહેવું અથવા કર્મમલરહિત જે સ્વરૂપ તે સહજાત્મસ્વરૂપ. જેમ સ્ફટિકરત્ન અન્ય પદાર્થના સંયોગે લીલો, પીળો, લાલ આદિ જેવો સંયોગ થાય તેવો દેખાય છે તે તેનું સહજસ્વરૂપ નથી. પણ જ્યારે એકલું નિર્મળ સ્ફટિક રહે ત્યારે તે તેનું સહજ સ્વરૂપ છે.” બો.૧ (પૃ.૪૮૦). મંત્ર મંચ્યો, સ્મરણ કરતો કાળકાટું હવે આ “મંત્રથી મંત્રાઈ જવું, પારકા બોલ ભૂલી, જ્ઞાનીના બોલમાં ચિત્ત રાખવું. જગતનાં કામોનું ગમે તેમ થાઓ, પણ આપણે તો જ્ઞાની કૃપાળુદેવનું જે કહેવું છે તેમાં જ રહેવું છે. પ્રભુશ્રીજી કહેતા કે ગાંડા થઈ જવું. સ્મરણમાં રહેવું.” ઓ.૧ (પૃ.૪૮૨) મંત્રનું અપૂર્વ માહાભ્ય લાગ્યું હોય તો જ અંત સુઘી એમાં ચિત્ત રહે જ્યાં સુધી ભાન હોય, શ્વાસોચ્છવાસ ચાલતા હોય, ત્યાં સુધી સ્મરણ ચૂકવું નહીં. એ થાય ક્યારે? અપૂર્વતા લાગે ત્યારે.” -જૂનું બો.૧ (પૃ.૩૦૭) 376 Page #381 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... ‘સહજાન્મસ્વરૂપ' એ અઘોરીમંત્ર, ગમે ત્યાં બોલી શકાય મુમુક્ષુ–સ્ત્રીઓને અડચણ હોય ત્યારે નિત્યનિયમ તથા સ્મરણ મનમાં કરી છે શકે કે કેમ? પૂજ્યશ્રી–એ બધું મનમાં કરવામાં કોઈ વાંધો નથી. પ્રભુશ્રીજી કહેતા હતા કે આ તો અઘોરી મંત્ર છે. આત્માને માટે છે અને આત્મા ક્યાં નથી! એટલે બધે જ બોલાય. એ ઉપર પ્રભુશ્રીજી દ્રષ્ટાંત આપતા. એક યતિનું દ્રષ્ટાંત - એક યતિ હતો. તે મંત્રથી ભૂત, પ્રેત કાઢતો હતો. એક માણસને ભૂત ભરાયેલું તે કાઢવા લાગ્યો. ત્યારે ભૂતે કહ્યું કે અહીં મને છેડતો નહીં, મને અહીં જ રહેવા દેજે. નહીં તો તારી વલે કરીશ. યતિએ કહ્યું બઘે મને યશ મળે છે અને અહીં તું મને અપયશ અપાવવા માગે છે? તે નહીં બને. એમ કહી મંત્ર ભણીને તેને (ભૂતને) કાઢ્યો. પછી ભૂત તેનું વેર લેવા લાગ શોઘવા માંડ્યો, પણ મંત્રને લઈને એનું કાંઈ ચાલે નહીં. તેથી તેણે વિચાર્યું કે જ્યારે દિશાએ જાય ત્યારે અશુચિ વખતે મંત્ર ન બોલી શકે; એટલે તે દિશાએ ગયેલો ત્યારે સમડીનું રૂપ લઈને ઝાપટ મારીને લોટામાંનું પાણી ઢોળી નાખ્યું અને પછી મોટા પાડાનું રૂપ લઈને એને મારવા ઘસ્યો. યતિએ જોયું કે લાગ જોઈને વેર લેવા આવ્યો છે, એટલે તરત જ એને અઘોરી મંત્ર યાદ આવ્યો તે મંત્રને ભણવા માંડ્યો, એટલે ભૂત તરત ભાગી ગયો. એમ આપણે મંત્ર ગમે ત્યાં બોલી શકીએ.” –બો.૧ (પૃ.૫૯) વઘારે વિકલ્પ આવે તો મોટેથી મંત્ર બોલવો, પણ મૂકી ન દેવો. “મુમુક્ષુ-સ્મરણ કરું છું ત્યારે બહુ મુંઝવણ થાય છે કે અહીંથી જતો રહું? ક્યાં જઉં? શું કરું? એમ મુઝવણ થાય છે. પૂજ્યશ્રી–બઘાં કર્મ છે. આવી આવીને જાય છે. ગભરાવું નહીં અને સ્મરણ છોડવું નહીં. સ્મરણથી એવું થાય છે, માટે સ્મરણ મૂકી દેવું, એમ ન કરવું. વઘારે વિકલ્પો આવે તો મોટેથી ઉતાવળે ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એમ ધૂન લગાવવી. મુઝાવું નહીં. સ્મરણ કર્યા જ કરવું.” -જૂનું બો.૧ (પૃ.૩૦૭) “બોઘામૃત ભાગ-૩' માંથી - સહજાત્માસ્વરૂપ પરમગુરુ “અનંત કીર્તનનું કીર્તન, પરમ શુદ્ધ સ્વરૂપનું વર્ણન અને સર્વ સ્તોત્રોનો સાર હે પરમ કૃપાળુ! તેં આ મહામંત્રમાં પૂર્યો છે. અલ્પમતિ અને અનેક આવરણને લઈને તે ઉકેલતો નથી પણ અવશ્ય તે જ સંસારથી તારી સર્વોત્તમ પદમાં સ્થિતિ કરાવશે એવી અતૂટ શ્રદ્ધા વૃદ્ધિગત થતી જાય છે, એ જ તારી સમીપ આવવાનું સાઘન અને નૌકાનો સઢ દૂરથી દેખાય તેવું આશાકેન્દ્ર છે. સર્વ હિંસા ટાળનાર એવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જે અવિનાશી પરમપદ તેની સ્મૃતિ અમરતા 377 Page #382 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અર્પણ કરનાર છે, તે સહજાત્મસ્વરૂપ પરમગુરુ પદ પ્રથમ અહિંસાવ્રતનો આઘાર છે. “જડભાવે જડ પરિણમે, ચેતન ચેતનભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” આ વચનામૃતમાં મરણની ભીતિને ભાંગી નાખી હે પ્રભુ! આપે અભયપદ આપ્યું છે. એ ભાવ દૃઢ થયે મરણપ્રસંગે પણ ચિત્તમાં ક્ષોભ થવો ઘટતો નથી અને એ જ ખરેખરી અહિંસા છે. જો મરણપ્રસંગે પણ ક્ષોભ ન થાય તો તેથી ઓછાં દુઃખકર અને રાત્રિના સ્વપ્ન જેવા બીજાં દુઃખ તો નજીવો છે, આંખ ઊઘડતાં વિલય થાય તેવાં છે, તેમાં પરમ સહનશીલતા આપની પ્રસાદીથી પ્રાપ્ત થવા યોગ્ય છે. બીજાં, સત્ અસને સમજાવી સત્યસ્વરૂપમાં સ્થિર કરવામાં સમર્થ એવો આ મહામંત્ર બીજું સત્ય મહાવ્રત તેનું મૂળ છે. જે જે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પરમગુરુની ભાવનાથી રહિત છે તે સર્વ વિભાવભાવવાળું અથવા અસત્ય અને મિથ્યા છે તો જેની નિરંતર વૃત્તિ આ મહામંત્રમાં રોકાઈ હોય તે સત્યમૂર્તિ કહેવા યોગ્ય છે. જેટલું આ સહજાત્મસ્વરૂપની સન્મુખ રહેવાતું નથી તેટલું અસત્ય પ્રવર્તન છે. જૂઠેજૂઠું જગત કુટાય છે અને ખરું મરણ કે ખરી હિંસા વા આત્મઘાત પણ એ જ છે. હે પ્રભુ! આ આત્મઘાત અને અસત્ય સ્થાનમાંથી તારે આશરે બેઠેલા આ બાળકનો ઉદ્ધાર કરી તારા સત્યસ્વરૂપમાં નિરંતર ટકી રહેવાય તેમ સ્થાપજે. ત્રીજું મહાવ્રત અચોર્યવ્રત કે અસ્તેયવ્રત તે પણ આ મહામંત્રની સહાય હોય તો જ પળાયા તેમ છે. કેમ કે આત્માથી અન્ય એવા જે જડ પદાર્થો તેને ગ્રહણ કરવા અને પોતાના માનવા એ ચોરી અને જૂઠ બન્નેના અપરાઘ કરતા પણ ઘણો ભારે અપરાઘ છે. હે પ્રભુ! આ દેહ તે સર્વ દોષનું સ્થાન તથા કર્મનું કારખાનું છે તેને મારું મારું માની તેને પાળવા પોષવા જે જે કર્યું તે બધું ચોરીરૂપ જ છે. પારકી જ ચીજ પકડી પાસે રાખી છે, તે મરણ વખતે પાછી પારકી હોવાથી ઓકી કાઢવી જ પડશે, ચોરીનો માલ કોઈને પચે જ નહીં. લૂંટારા અને ચોરની જ્ઞાતિવાળામાંથી પણ કોઈને નોકરીમાં રાખીને તેને શાહુકાર પોતાનો પટો પહેરાવે છે એટલે તે શાહુકારનો નોકર પણ શાહુકારમાં જ ખપે છે, તેના ઉપર કોઈ ચોરીનો આરોપ મૂકે નહીં, કારણ કે તેની પાસે શાહુકારનો પટો છે; તેમ હે પ્રભુ! આપનો મહામંત્ર “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” તે અમારા મુખમાં જીભના ચામડા પર ચોંટ્યો રહે અને તેમાં જ વૃત્તિ રહે ત્યાં સુધી આ લૂંટારાપટ્ટન જેવા સંસારમાંથી આપને શરણે આવતાં, એ નામના-મંત્રના માહાભ્યથી જ ચોર મટી ત્રીજું વ્રત પાળનાર, તારી આજ્ઞામાં ઉપયોગપૂર્વક વર્તનાર, સમિતિ આદિ પાળનાર જેવા ગણાવા યોગ્ય છે. તું જ સાચો શાહુકાર છે પણ “શાહે વાણિયો રળી ખાય’ તેમ તારા શરણથી આ જીવ પરભાવને ઓળખી પારકી ચીજ પારકે ખાતે રાખતાં શીખશે. ચોથી પ્રતિજ્ઞા બ્રહ્મચર્યવ્રતની. તે પણ બ્રહ્મનું માહાભ્ય સમજાવનાર શુદ્ધ સહજાત્મસ્વરૂપ પરમગુરુના લક્ષથી સઘાય છે. બ્રહ્મ મહ–બૃહત્ ત્રૈલોક્યપ્રકાશક એવું આત્મસ્વરૂપ તેમાં ચર્યા 378 Page #383 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... વર્તના નિરંતર જેની છે તે બ્રહ્મચર્યવ્રત શુદ્ધ સ્વરૂપના ઉપયોગ વિના કેમ ર ક સમજાય? વિભાવરૂપ પરનાર તજી સ્વભાવ-સ્વશક્તિ-આત્મરમણતામાં લીન ) પુરુષ જ મૈથુનત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે. જ્યાં સુધી તારા સહજ સ્વરૂપનું ભાન નથી ત્યાં સુધી તે પ્રાપ્તિનું સાઘન, પાત્રતા પ્રગટ કરાવનાર બાહ્ય બ્રહ્મચર્ય પરમ ઉપકારી છે અને સહજાત્મસ્વરૂપ પરમગુરુની પરમ પ્રતીતિ, રુચિ અને પરિણતિ પામે તે પછી આ બાહ્ય જગતના ક્ષણિક અને અંતે દુર્ગતિ દેનાર વિષયાનંદની રુચિ કેમ કરે? બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સદ્ધર્મની સમાપ્તિ–સાર–પૂર્ણતા આવી જાય છે. પાંચમુ મહાવ્રત અપરિગ્રહ, તે પણ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુનું પરમ માહાસ્ય પ્રગટ્ય પળાય તેમ છે. પરિગ્રહ એ કારાગૃહ જ છે. જ્યાં સુધી એ પરિગ્રહરૂપી ગ્રહ નડે છે ત્યાં સુધી શાંતિ નથી પણ જ્યાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” રૂપ સત્પરુષની કૃપાદ્રષ્ટિ થઈ કે અંતરમાંથી તે પરિગ્રહભૂત ભાગી જાય છે. તેની વાસનાનો ક્ષય થાય છે અને સર્વ સંસાર સિનેમાના ખેલ જેવો બની રહે છે. પોતાને માત્ર સાક્ષીપણું પ્રાપ્ત થાય છે. આ સ્વપ્ન જેવા સંસારમાં પરિગ્રહ, છાતી પર વજન મૂકી કોઈ ઊંઘમાં મૂંઝવતું હોય તેવો દુઃખકર છે, તે પરમ પ્રગટ એવા તારા સ્વરૂપની સ્મૃતિરૂપ જાગૃતિ પામતાં તે સ્વપ્ન અને નિદ્રાનો નાશ થાય છે. પરમપદની પ્રતીતિ અને સ્વરૂપરમણતા એ જ ખરી નગ્નતા-અસંગતા છે, તે જ શુદ્ધ નિર્મળતા છે, જેથી સ્નાન કરવાની કોઈ કાળે જરૂર પડતી નથી અને એ જ અનશનરૂપ પરમ તૃતિનું કારણ છે. એ તારા સંપૂર્ણ સ્વરૂપ સિવાય વિશ્વમાં ક્યાંય સત્ય એકાંતવાસ નથી. તુહિ તેહિ તેહિ નિરંતર તુંહિ તેહિ તુંહિ હૃદયમાં અચળ વાસ કરી રહો! 3ૐ ૐ ૩ૐ 3ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ " બો.૩ (પૃ.૨૪) મંત્રનું પરમપ્રેમથી રટણ કરે તો જન્મ સફળ થાય અને ગતિ સુઘરી જાય અનંત કૃપા કરી પરમકૃપાળુદેવે જણાવેલો મંત્ર આ કલિકાળમાં આપણને સંતની કૃપાથી મળ્યો છે તે આપણા મહાભાગ્ય છે. જેમ કોઈ કૂવામાં પડી જાય અને તેના હાથમાં કોઈ સાંકળ કે દોરડું આવી જાય તો તે ડૂબી જતો નથી, તેમ મંત્રનું સ્મરણ ઠેઠ મરણ સુઘી અવલંબનરૂપ છે. સપુરુષનું એક પણ વચન જો હૃદયમાં પરમપ્રેમથી ઘારણ થાય તો આ મનુષ્યજન્મ સફળ થઈ જાય અને તેની ગતિ સુધરી જાય એવું તેનું માહાસ્ય છે.” -બો.૩ (પૃ.૭૦) સંતની કૃપાથી મંત્ર મળ્યો તો હરતા, ફરતા સદા બોલ્યા જ કરવું મહાપુણ્યના યોગે સંતની અનંતકૃપાથી જે સ્મરણમંત્ર મળ્યો છે તેનું વિશેષ માહાભ્ય રાખી હરતાંફરતાં, બેસતાંઊઠતાં, જાગતા હોઈએ ત્યાં સુધી જેટલું બને તેટલું રટણ કરવા યોગ્ય છે.” બો.૩ (પૃ.૮૧) 379 Page #384 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ સ્મરણમંત્રની ઉપાસના ઉલ્લાસભાવે દુઃખમાં કે સુખમાં વારંવાર કરવી. સ્મરણમંત્ર છે તેની ઉપાસના ઉલ્લાસભાવે, દુઃખના વખતમાં અને પછી પણ વારંવાર કરતા રહેવાનું ન ચૂકવું. હરતાં, ફરતાં, બેસતાં, ઊઠતાં મંત્રમાં વૃત્તિ રહે તેવી ટેવ પાડી મૂકવા યોગ્ય છે. તે મરણ વખતે જીવને મિત્રની ગરજ સારશે. એટલું જ નહીં, પણ સદ્ગુરુનું આપેલું એ અમૂલ્ય વચન સદ્ગુરુ સમાન જ છે.” -બો.૩ (પૃ.૧૦૩) પ.પૂ.પ્રભુશ્રીજીને જે મંત્ર મળ્યો તે જ મંત્ર મને મળ્યો, એ મારા મહાભાગ્યા પરમકૃપાળુદેવ રાળજ પઘારેલા તે વખતે પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીને પરમકૃપાળુ પ્રત્યે જેવો દર્શનનો પ્રેમ હતો તે દર્શન ન થયાં પણ તેઓશ્રીની આજ્ઞા માથે ચડાવી રાળજના સીમાડાથી ખંભાત દર્શન કર્યા વિના આંખમાં આંસુ સહિત પાછા પધાર્યા તે પ્રેમની યાદી આપી બીજે દિવસે પૂ. સોભાગભાઈને ખંભાત મોકલ્યા હતા અને મંત્ર પ.પૂ.પ્રભુશ્રીજીને જણાવવા આજ્ઞા કરી હતી, તે જ મંત્ર આજે મને મળે છે તે મારા મહાભાગ્ય છે.” -બો.૩ (પૃ.૧૦૭) મોઢાને તો મંત્રનું કામ સોંપી દેવું, નવરું પડે તો એમાં જાય. “કોઈ કહે કે વારંવાર મંત્ર બોલ બોલ કરે તો ખોટું દેખાય, કોઈને ગમે ન ગમે, માટે બોલ બોલ કરવું ઠીક નહીં, પણ તેવી વાત મનમાં આણી પ્રમાદ સેવવા યોગ્ય નથી. ભલેને કોઈ કહે એ તો ગાંડીઓ થઈ ગયો છે, ગાંડો ગણે તોપણ તે લત મૂકવા યોગ્ય નથી. મોઢાને તો મંત્રનું કામ 380 Page #385 -------------------------------------------------------------------------- ________________ સહજાન્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’......... સોંપી મૂક્યું હોય તો મન પણ જરા નવરું પડે ત્યારે મોઢાથી મંત્ર બોલાતો હોય s તેમાં લક્ષ રાખે. ભલે મન બીજે હોય અને મોઢે મંત્ર બોલાતો હોય તોપણ કંઈ ન કરવા કરતાં તે પુરુષાર્થ સારો છે.” - બો.૩ (પૃ.૧૧૩) શ્રી રામચંદ્ર બળદને અંતે મંત્ર સંભળાવ્યો તો તેની દેવગતિ થઈ “શ્રી રામચંદ્ર એક બળદને મરણપ્રસંગે કાનમાં મંત્ર સંભળાવ્યો હતો. તેથી તેની દેવગતિ થઈ હતી.” . બો.૩ (પૃ.૧૧૬) મંત્ર જીભને ટેરવે રાખી. મૂકવાથી મન પણ તે તરફ પ્રેરાય “મંત્રનું સ્મરણ તો જરૂર જીભને ટેરવે રાખી મૂકવું કે જેથી મન પણ તે વચન તરફ પ્રેરાય અને શોક ભૂલીને ધર્મ સંભારે.” -બો.૩ (પૃ.૧૪૬) મહામંત્રનું બળવાન શ્રદ્ધાથી રાતદિવસ રટણ કરે તો મોક્ષ પણ સુલભ થાય “મહામંત્રનું આત્મદાન થયું છે, અને જીવ તે શ્રદ્ધાને બળવાન બનાવી રાતદિવસ તે સ્મરણમાં ચિત્ત રાખવાની ટેવ પાડે તો મોક્ષ પણ સુલભ થાય, તેવા મહામંત્રનો લાભ જેને થયો છે તેવા ! જીવે હવે ગભરાવા જેવું જગતમાં કશું ચિત્તમાં ગણવું ઘટે નહીં.” બો.૩ (પૃ.૧૭૪) મહામંત્રનો લાભ છે 381 Page #386 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પ.પૂ.પ્રભુશ્રીજી કહે–મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ. પરમ કૃપાવંત પ.પૂ.પ્રભુશ્રીજીએ મંત્ર આદિની આજ્ઞા, પરમ પુરુષ દ્વારા = પ્રાત, જણાવી. તે મંત્રનું એટલું બધું માહાભ્ય તેઓ કહેતા કે “આત્મા જ આપીએ છીએ.” દવા વાપરીને જેમ રોગનો નાશ કરીએ છીએ તેમ તે મંત્રનું એકાગ્ર ચિત્તથી, સંસાર વીસરી જઈ તેમાં તન્મયતા રાખી તેનું આરાઘન કરવાથી જન્મમરણનો નાશ થાય તેવું બળવાન સામર્થ્ય તેમાં છે; તો ભવરોગ નાશ કરવા, જેટલી આપણામાં શક્તિ છે તેટલી બધી તે આજ્ઞા ઉઠાવવામાં વાપરવી ઘટે છે.” -બો.૩ (પૃ.૨૦૧) પરમકૃપાળુદેવનું શરણ લઈ, મંત્રને હૃદયમાં રાખી, નિર્ભય રહીશ. “આજથી મારા આત્માને પરમકૃપાળુદેવના શરણમાં સોંપું અને તેણે જણાવેલો મંત્ર એ જ મીંઢળ ને નાડું લગ્નને વખતે હાથે બાંધે છે તેમ મારા હૃદયમાં હવેથી રાખીશ અને તે પરમપુરુષમાં વિશ્વાસથી જ હવે હું સનાથ છું, એનું મારે શરણ છે, તો મરણથી પણ મારે ડરવાનું નથી.” -બો.૩ (પૃ.૨૧૮) મન કાં તો કામમાં, કાં સ્મરણમાં; પણ એને નવરું રાખવું નહીં “વિષયકષાય પજવે ત્યારે રડવું તે કંઈ ઉપાય નથી પણ જ્ઞાની પુરુષની આજ્ઞારૂપ લાકડી / છે ઇ e e e 8 સંભારી તેમાં હૃદયને જોડી દેવું એટલે વિષય-કૂતરાં તુર્ત નાસી જશે, ખેદ કરવારૂપ રડવાથી તે ખસે તેમ નથી, કર્મ પ્રાર્થના સાંભળે તેવાં નથી, તે તો શરમ વગરનાં છે. માટે જ્ઞાનીની આજ્ઞા 382 Page #387 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... મંત્ર-સ્મરણ, ભક્તિ વગેરેમાં ચિત્ત વધારે રાખવાથી વિષયોની બળતરામાં પેસવાનો તેને વખત નહીં મળે. કાં તો કામ, કે કાં તો સ્મરણ આદિ એમ મનને નવરું ન રાખવું.” બો.૩ (પૃ.૨૭૭) પુત્ર, ઘન કે દેવલોક માટે નહીં પણ જન્મમરણ ટાળવા મંત્ર જપીશ હે પ્રભુ! આપની આજ્ઞાથી ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું મારા આત્માના ઉદ્ધારને અર્થે આરાઘન કરીશ. ભક્તિ કરીને બીજી કશી સંસારી વાસના પોષવાની ભાવના ન રાખવી. લોકો દીકરા માટે, ઘન માટે કે દેવલોકનાં સુખ માટે ઘર્મ કરે છે કે મંત્ર જપે છે; તેમ ન કરતાં o o o o o o * જન્મમરણ ટાળવા અને મોક્ષ થાય તેટલા માટે જ આ મંત્ર પરમકૃપાળુદેવની કૃપાથી મને મળ્યો છે, તે જેવો તેવો નથી. જ્ઞાની પુરુષે આત્મા જેવો જામ્યો છે, અનુભવ્યો છે, અને કહ્યો છે તેવો આત્મા મારે માનવો છે, તે આત્મા જણાવવા આ મંત્ર પરમપુરુષે યોજ્યો છે; તે આત્માર્થે જ હું તેને જપ્યા કરીશ. જે જ્ઞાની પુરુષે માન્યું છે, તે બધુંય મારે માનવું છે; મારું માનેલું બધું ઊંધું છે, તે સવળું કરવા આ મંત્રમાં હું ભાવ રાખું છું. જેમ કોઈ કૂવામાં પડી ગયો હોય અને તેને તરતાં આવડતું ન હોય છતાં દોરડું હાથમાં આવી જાય તો પછી તે ડૂબે નહીં, દોરડે દોરડે બહાર નીકળી શકે તેમ આ મંત્ર જ્ઞાનીની આજ્ઞાથી મળેલો મારો ઉદ્ધાર કરનાર છે એટલો વિશ્વાસ રાખી બને તેટલી વાર રાતદિવસ જપ્યા કરવા યોગ્ય છે.” -બો.૩ (પૃ.૨૭૮) 383 Page #388 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ મંત્રમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો છે તમે સ્મરણમંત્રનો અર્થ સમજવા વિનંતી કરી, તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવે લખ્યું છે : “સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે?” (166) મંત્ર પણ પરમકૃપાળુદેવે જણાવેલો શબ્દ છે, તો તેમાં પણ અનંત શાસ્ત્રોનો પરમાર્થ સમાયેલો હોવો જોઈએ. તે ઉકેલવા માટે, સમજવા માટે તેવાં પ્રબળ જ્ઞાન ચક્ષુ પણ જોઈશે. પણ તેની સામગ્રી ન હોય ત્યાં સુધી બેસી રહેવું ઘટતું નથી.” -બો.૩ (પૃ.૨૯૩) મંત્રની વારંવાર સ્મૃતિથી પ્રભુકૃપાએ તેનો ગૂઢ આશય સમજાય. આપણને સદ્ગુરુની કૃપાથી મંત્ર મળ્યો છે તે વારંવાર સ્મૃતિમાં રહે તેવી ટેવ પાડવાથી મંત્રનો પરમાર્થ પ્રગટવાનું કારણ છેજી.” -બો.૩ (પૃ.૨૯૭) આત્માને મંત્રથી સદાય પવિત્ર રાખવા જાપ ચૂકવો નહીં સર્વ અવસ્થામાં શુચિ-અશુચિ ગણ્યા વિના, મંત્રનું સ્મરણ થઈ શકે છે, એમ પ.ઉ. પ.પૂ.પ્રભુશ્રીજીએ કહેલું છે, માટે આત્માને મંત્રરૂપી સ્નાનથી સદાય પવિત્ર કરતા રહેવાનું ચૂકવા યોગ્ય નથીજી.” બો.૩ (પૃ.૩૨૬) ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વઘતો જાય તેમ કરવું “એકાંતનો વખત મળે તેટલો સ્મરણ એટલે માળા ગણવામાં કાઢવો. કેટલી રોજ માળા ફરે છે તેનો હિસાબ પણ રાખવો. આંગળી ઉપર વેઢા છે તે ગણતા રહેવાથી સંખ્યાની ગણતરી થશે. તેમાં દરરોજ થોડો થોડો વધારો કરતા રહેવું અને દરરોજ ચાળીસ કે પચાસ માળા ફરવાના ક્રમ સુધી પહોંચી ત્યારે કેમ મન રહે છે, માળાનો ક્રમ વઘારવા વૃત્તિ રહે છે કે કંટાળો આવવા તરફ મન વળે છે, તે પત્રથી જણાવવા ભલામણ છેજી. બને તો રાત્રે પણ જાગી જવાય ત્યારે માળા લઈને બેસવું, ઊભા રહીને માળા ગણવી કે ફરતાં ફરતાં પણ ગણવી; પણ ઊંઘ ઓછી થતી જાય અને માળાનો ક્રમ વઘતો જાય તેમ થોડે થોડે રોજ વઘારતા રહેવાની જરૂર છે.” -બો.૩ (પૃ.૩૩૯), મંત્ર છે તે એકાગ્રતા, જાગૃતિનું પ્રબળ કારણ છે “મંત્ર આરાઘના વિશેષ કરતા રહેવા ભલામણ છેજી. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુ જીવને એ પ્રબળ કારણ છે. પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજી તો એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ.” બો.૩ (પૃ.૩૮૮) ક્રોઘ, માન, માયા, લોભ ઘટાડવાના લક્ષે માળા ફેરવવાથી મન ભટકતું અટકે “માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાનો અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્ચયનો કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાનો રાખવો, જેમ કે અત્યારે બે-પાંચ મિનિટ અવકાશ છે તો જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી 384 Page #389 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રનું અદ્ભુત માહાભ્ય’... માળામાં ક્રોઘ દૂર કરવાનો એટલે કોઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોઘ કરવો નથી, પ્રાણ : ક લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોઘ કરવો નથી, એવો નિશ્ચય કે) ક્ષમાગુણ પ્રગટ કરવો છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એકલો મંત્ર છે બોલાતો હોય ત્યારે મન થોડી વારે બીજી કોઈ બાબતમાં ખેંચાઈ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી આવી સલાહ જ્ઞાની પુરુષોએ આપી છે કે તેને જરૂર પડે તો આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રોકવું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી વિનયગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડ્યે રોકવું. ત્રીજીમાં માયા તજી સરળતા ઘારણ કરવા, ચોથીમાં લોભ ઘટાડી સંતોષ વધારવા મનને વાળવું.” –બો.૩ (પૃ.૪૦૧) મંત્ર વડે કેવી કમાણી થાય? તો કે સર્વ ફિકર, ચિંતા, ક્રોધાદિ નાશ પામે “જન્મમરણ છૂટે એવું સત્સાઘન પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તો હરતાં, ફરતાં, કામ કરતાં, રાંઘતા, સીંઘતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું 385 Page #390 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ FE ની સ્મરણ ચાલુ જ જીભે રટાયા કરે એવી ટેવ પાડી મૂકી હોય તો કેવી કમાણી થયા કરે! ફિકર, ચિંતા, ક્રોઘ, અરતિ, ક્લેશ, કંકાસ, શોક, દુઃખ બઘાં આર્તધ્યાનનાં કારણો, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઈ જાય.” બો.૩ (પૃ.૪૪૬) દેહ છૂટી ગયા પછી ખબર પડે તો પણ થોડીવાર મંત્રનું સ્મરણ કર્યા કરવું પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણા વખત અગાઉ કહી મૂકેલું કે એવો વખત આવે ત્યારે બીજી બધી વાતો, વાચન વગેરે બંઘ કરી “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયો છે એમ ખબર પડે તોપણ થોડી વાર તેમ જ કર્યા કરવું.” –બો.૩ (પૃ.૪૫૬) પરમકૃપાળુદેવની કૃપાથી મંત્ર મળ્યો તે સર્વ પ્રસંગમાં શાંતિ આપનાર છે “પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેજી. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાયક્લેશથી આત્મા સંતાપ પામે છે.” -બો.૩ (પૃ.૪૭૪) મંત્ર રટણમાં ઘનાદિ કાંઈ ન જોઈએ. માત્ર છૂટવાની ઘગશ જોઈએ મંત્ર સ્મરણ તેલની ઘાર પેઠે અતૂટ રહ્યા કરે તેવો પુરુષાર્થ જીવ જો હાથમાં લે, આદરે તો કિંઈ ને કંઈ તે દિશામાં કરી પણ શકે. સ્મરણમાં નથી વિકતા જોઈતી, નથી બળ વાપરવું પડતું, નથી કળા-કુશળતા જોઈતી કે નથી ઘન ખરચવું પડતું; પણ માત્ર છૂટવાની ઘગશ લાગવી જોઈએ.” ઓ.૩ (પૃ.૪૭૬) પરાયા વિકલ્પો ભૂલી હવે તો માત્ર મંત્રમાં જ ચિત્તને પરોવવું “મંત્રે મંચ્યો સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી, બોલ ભૂલું પરાયા; આત્મા માટે જીવન જીવવું, લક્ષ રાખી સદી એ, પામું સાચો જીવન-પલટો મોક્ષમાર્ગી થવાને.” (પ્રજ્ઞાવબોધ-૭૪) મંત્રનું સ્મરણ કરતાં પરમકૃપાળુદેવની દશા પામી શકાય “પરમકૃપાળુદેવે આપેલા મંત્રનું સ્મરણ કરતાં કરતાં પરમકૃપાળુદેવની દશા પામવા હવે તો જીવવું છેજી.” -બો.૩ (પૃ.૫૦૯) “સહજાત્મ સ્વરૂપ'માં નવકાર વગેરે અનેક મંત્રો સમાય છે “તેમની હાલ ઇચ્છા હોય તો “સહજાત્મસ્વરૂપ પરમગુરુ”- મંત્ર પણ જણાવશો અને તેમાં નવકાર વગેરે અનેક મંત્રોનો સમાવેશ થઈ જાય છે. મરણ વખતે એ મંત્રમાં ચિત્ત રાખી ક્યાંય 386 Page #391 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’.... આસક્તિ નહીં રાખો અને સદ્ગુરુ પરમકૃપાળુદેવે જામ્યો છે, અનુભવ્યો છે, તે આત્મા મને પ્રાપ્ત હો એ જ ભાવનાથી મરણ કરનારને સમાધિમરણ પ્રાપ્ત થાય છે, એમ શ્રી લઘુરાજ સ્વામીએ જણાવેલું તમને જણાવ્યું છે.” -બો.૩ (પૃ.૫૧૬) નિયમમાં ઓછામાં ઓછી એક માળા રાખવી ઘટે. વઘારે પોતાની શક્તિ પ્રમાણે “તા.ક–પોતાની શક્તિ પ્રમાણે માળાનો નિયમ રાખવો, પણ એક માળા તો ઓછામાં ઓછી રાખવી ઘટે. માળા વિના પણ સ્મરણમાં બને તેટલું ચિત્ત રાખવાથી ઘર્મ ધ્યાન થાય છેજી. જે આજ્ઞા મળી છે તેને આઘારે જે પુરુષાર્થ થાય છે તે ઘર્મધ્યાનનું કારણ છેજી. “બાપા, ધો, T[ તવો આજ્ઞાનું આરાઘન એ જ ઘર્મ છે, આજ્ઞાનું આરાઘન એ જ તપ છે.” -બો.૩ (પૃ.પર૯) સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે (IIT) ////nl/ સર્વ દોષના નાશનો ઉપાય મંત્ર છે. તેમાં વારંવાર વૃત્તિ રહે, એક તાર તેમાં લક્ષ રહે, તેવી ભાવના કર્તવ્ય છે'.” -ઓ.૩ (પૃ.૫૭૫) 387 Page #392 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દરદીનું મન મંત્રમાં અહોરાત્ર રહે તેવી ગોઠવણ જરૂર કરવા યોગ્ય મંત્રમાં મન અહોરાત્ર રહે તેવી છેવટે ગોઠવણ થાય તો જરૂર કર્તવ્ય છેજી. પોતાનાથી ન બોલાય તો જે સેવામાં હોય તેણે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” એ મંત્ર દરદીના કાનમાં પડ્યા કરે તેટલા ઉતાવળે અવાજે બોલ્યા કરવા યોગ્ય છે.” ઓ.૩ (પૃ.૬૩૬) મંત્રની ટેવ પાડી મૂકી હોય તો દુઃખ સુખમાં શાંતિ રાખી શકે સ્મરણ નિરંતર રહે એવી ટેવ પાડી મૂકી હોય તો તે દુઃખના વખતમાં આર્તધ્યાન ન થવા દે અને સુખના વખતમાં માન, લોભ, શાતાની ઇચ્છા વઘવા ન દે.” ઓ.૩ (પૃ.૯૭૦) એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું સાધન તે મંત્ર છે સ્મરણમંત્ર અત્યંત આત્મહિત કરનાર છે. એક સેકંડનો પણ સદુપયોગ કરવાનું તે સાઘન છે. પરમકૃપાળુદેવે જામ્યો છે તેવો આત્મા તે મંત્રમાં તેમણે જણાવ્યો છે.” -બો.૩ (પૃ.૬૯૪) મૂંઝવણ વખતમાં પણ મંત્ર દવા સમાન છે “મંત્રનું સ્મરણ કરવું. એ મૂંઝવણના વખતમાં દવા સમાન છે.” -બો.૩ (પૃ.૭૦૦) મંત્રથી જીવ પાપથી છૂટે અને સ્વરૂપનું ભાન થવાનું પણ કારણ થાય. “સ્મરણ, સ્વરૂપ-ચિંતવન ગણાય? તેના ઉત્તરમાં જણાવવાનું કે જેની જેટલી યોગ્યતા તે પ્રમાણે તે શબ્દ પરિણમે છે. પાપથી તો જીવ જરૂર છૂટે ને પુણ્યબંઘ કરે; પણ સ્વરૂપનું ભાન થયું હોય તેને સ્વરૂપચિંતનરૂપ કે સ્થિરતાનું કારણ થાય અને સ્વરૂપનું ભાન થવાનું પણ સ્મરણ કારણ થાય.” -બો.૩ (પૃ.૭૦૮) મંત્રમાં ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છે “પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે મરણ વખતે તે સ્મરણમાં ચિત્ત રહે અને આત્મા જ્ઞાનીએ જાણેલો તેમાં જણાવ્યો છે તે જ મારે માન્ય છે, તો તે સમાધિમરણ છે. મંત્રમાં તો ચૌદ પૂર્વનો સાર છે; આત્મા ભરી આપ્યો છેજી. તેનું અવલંબન પ્રગટ આત્મસ્વરૂપ એવા જ્ઞાનને શરણે મરણપર્યત ટકાવી રાખવાનું છેજી. હું સમજી ગયો એમ કરી વાળવા જેવું નથીજી.” બો.૩ (પૃ.૭૦૮) અનંત આગમ સમાય એવા મંત્રનો લૂંટતૂટ લાભ એક મંત્રમાં અનંત આગમ સમાય તેટલી કૃપા પરમકૃપાળુદેવે કરી છે; તેનો બને તેટલો લાભ આ ભવમાં લૂટંલૂંટ લઈ લેવાનો છેજી.” -બો.૩ (પૃ.૭૪૭) મંત્રોના સામાન્ય અર્થ આત્માનું સહજ સ્વરૂપ તે કેવળજ્ઞાન સ્વરૂપ છે "1. સહજાન્મસ્વરૂપ એટલે કર્મથી જે વિકારી કે વિભાવરૂપ જીવનું સ્વરૂપ થઈ ગયું છે, તે 388 Page #393 -------------------------------------------------------------------------- ________________ ‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રનું અદ્ભુત માહાભ્ય’..... વિભાવ ટળી કેવળ નિજસ્વભાવરૂપ થવું તે સહજાત્મસ્વરૂપ છે, તે TE : કેવળજ્ઞાનસ્વરૂપ છે; તેની જેમને પ્રાપ્તિ થઈ છે અથવા તે પ્રગટાવવા જે પરમ , પુરુષાર્થ સેવે છે એવા પાંચ પરમગુરુ છે : શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાઘુવર્ગ. 2. પરમગુરુ એટલે ઉપર જણાવ્યા તે પાંચ પરમેષ્ઠી મહાત્મા બે વર્ગમાં વહેંચાયેલા છે. એક વિભાગ નિગ્રંથ મહાત્માઓનો છે, તે સાઘક છે : આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. બીજા જેમની સાઘના પૂર્ણ થઈ છે એવા સર્વજ્ઞ ભગવંતો છે : અરિહંત અને સિદ્ધ. શ્રી અરિહંતને આયુષ્યાદિ ચાર કર્મ પૂરાં થતાં સુધી તે દેહદારી ભગવંતરૂપે દર્શન દે છે અને આયુષ્ય પૂર્ણ થયે સિદ્ધરૂપે બિરાજે છે. નિગ્રંથ એટલે જેમની મોહરૂપ ગાંઠ ગળી ગઈ છે, નિર્મોહી બન્યા છે. તે ચોથે ગુણસ્થાનેથી, ખરી રીતે છઠ્ઠું સ્થાનેથી તે બારમા ગુણસ્થાન સુઘીની દશાવાળા ગણાય છે. પછી તે કેવળજ્ઞાની, સર્વજ્ઞ બની મોક્ષે જાય છે. 3. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે” એનો ભાવ પરમકૃપાળુદેવ પ્રભુએ જ આ પ્રમાણે દર્શાવ્યો છે : “શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.” (692) રાગદ્વેષનો ક્ષય થયે કેવળજ્ઞાન થાય છે.” -બો.૩ (પૃ.૭૬૨) ‘સહજાત્મસ્વરૂપ' એ પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે “બીજું મંત્રના અર્થ વિષે નીચે લખેલી દિશામાં વિચાર કર્તવ્ય છેજી : (1) “સહજાત્મસ્વરૂપ એટલે કર્મરહિત દશામાં જીવનું જે નિર્મળ સ્વરૂપ છે તે ખરી રીતે પાંચ પરમગુરુ કે પરમકૃપાળુદેવનું સ્વરૂપ છે. તેમાં લક્ષ રાખવાથી આપણા મનની મલિનતા દૂર થઈ ખરા સ્વરૂપની જિજ્ઞાસા વધતાં કર્મ દૂર થાય અને શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે. તે પહેલા મંત્રનો અર્થ છે. (2) આતમભાવના એટલે “હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય!” (692) તેથી કેવળજ્ઞાન પ્રગટે છે. (3) ત્રીજા મંત્રમાં પરમગુરુ એટલે અરિહંત ચાર ઘાતકર્મોનો ક્ષય કરી પરમાત્મા થયા છે તે; સિદ્ધ એટલે આઠે કર્મનો ક્ષય કરી મોક્ષે ગયા છે તે; આચાર્ય એટલે સર્વ સંઘના નેતા જ્ઞાનીપુરુષ; ઉપાધ્યાય એટલે શાસ્ત્રોને ભણી બીજા સાથુ વગેરેને ભણાવે તે; અને સાધુ એટલે આત્મજ્ઞાન પામી સંસારનો ત્યાગ કરી મોક્ષ અર્થે પુરુષાર્થ કરે છે તે મુનિ–એમ પાંચે પરમગુરુ છે. તે પાંચમાં સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય એ ત્રણ નિગ્રંથ ગણાય છે એટલે તે મોહની ગ્રંથિ છેદી 389 Page #394 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પરિગ્રહરહિત થયેલા છે, મોક્ષ સાઘનાર સાધક છે. સર્વજ્ઞદેવમાં બે પરમેષ્ઠી છે. અરિહંત અને સિદ્ધ બન્ને પરમાત્મસ્વરૂપ છે. અરિહંત દેહધારી છે. સિદ્ધ ભગવાન અશરીરી છે. આમ ‘પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ’નો અર્થ વિચારશોજી.” -બો.૩ (પૃ.૭૯૩) સાત વ્યસન અને સાત અભક્ષ્ય ત્યાગરૂપ સદાચાર વૃઢતાથી પાળશો જે નિયમો તમે મંત્ર લેતી વખતે લીઘા છે તે કડકાઈથી પાળશો. બીજા પણ સદાચાર બને તેટલા સેવશો. ઇંદ્રિયોનો જય કરવાનો અભ્યાસ કરી સન્શાસ્ત્ર હંમેશા વિચારશો તો ઘણો લાભ થશેજી. ત્યાં હાલ એકલા રહેતા હો તો બ્રહ્મચર્ય પાળવાનો લક્ષ રાખશો. સૂતી વખતે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બ્રહ્મચર્યનો નિયમ લઈ તે પ્રમાણે વર્તવું. જેટલા દિવસ તેમ વર્તી શકાય તેટલો વિશેષ લાભ છેજી. બીજા લોકોના સંગ કરતાં પુસ્તકોનો પરિચય વિશેષ રાખવા ભલામણ છેજી. વારંવાર વાંચશો તો વિશેષ વિશેષ સમજાશેજી. 3ૐ શાંતિઃ” -બો.૩ (પૃ.૭૯૪) મંત્ર છે તે કૃપાળુદેવનું સ્વરૂપ અને નિશ્ચયનયે પોતાનું પણ સ્વરૂપ “સ્મરણ છે તે માત્ર કૃપાળુદેવનું સ્વરૂપ જ છે અને નિશ્ચયનયે પોતાનું સ્વરૂપ પણ તે જ છે; માટે સ્મરણમાં ચિત્ત રાખી આત્મભાવના ભાવવા ભલામણ છે.-બો.૩ (પૃ.૭૬૯) મંત્રનું સ્મરણ રાતદિવસ રાખવા તૈયારી કરે તો કીમતી જીવન સફળ થાય મંત્રનું સ્મરણ રાતદિવસ રહ્યા કરે તેવો પુરુષાર્થ કરવા કેડ બાંઘી તૈયાર થઈ જવું કે જેથી અહીં આવવાનું બને તોપણ બીજી આડીઅવળી વાતોમાં આપણું કીમતી જીવન વહ્યું ન જાય. એ જ એક રટણ રાખ્યા કરવું ઘટે છેજી.” -બો.૩ (પૃ.૭૮૪) 390 Page #395 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ઉપદેશામૃત' માંથી - વ્યસનથી મન ત્યાંનું ત્યાં રહે, ઘર્મમાં વિજ્ઞ પાડે અને બન્ને લોક બગાડે “સાત વ્યસનમાં જે સાત વસ્તુનો ત્યાગ કહ્યો છે તે દરેક વસ્તુ વાપરવાથી વ્યસન, ટેવ બંઘાઈ જાય છે, મન ત્યાંનું ત્યાં જ રહે છે, ઘર્મમાં વિબ પાડે છે. આ લોક પરલોક બન્નેમાં હાનિકારક છે અને ઘર્મનો નાશ કરનાર છે. માટે તેને દૂરથી ત્યાગવાની વૃત્તિ રાખવી.” દવામાં માંસાદિ વસ્તુ આવે તો તેનો ત્યાગ કરી દેશી દવા વાપરવી “કોઈ શરીરના કારણે દવા માટે વાપરવી પડે તોપણ તે ચીજ ઘણા પાપનું કારણ છે એમ જાણી બને ત્યાં સુધી તે વગરની બીજી દવા મળતી હોય તો તેથી ચલાવી લેવું. ઘણી દેશી દવાઓ પણ હોય છે. જો દવા માટે છૂટ ન રાખી હોય અને દવામાં અમુક માંસાદિ વસ્તુ આવે છે એમ ખાતરી હોય તો તે દવા વાપરવા યોગ્ય નથી.” (ઉ.પૃ.૧૨૮) રાજાને મુનિ પર શ્રદ્ધા થઈ તો રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરી બાલકૃષ્ણ મુનિનું દ્રષ્ટાંત :-“એક બાળકૃષ્ણ નામના જૈન મુનિ હતા. એક વખત સૌરાષ્ટ્રમાંના એક રાજાને તેમણે વરસાદ આવશે એવું જણાવેલું. રાજા ઉપાશ્રયમાંથી ઘેર પહોંચ્યા કે તરત વરસાદ થયેલો. એટલે તેમના ઉપરથી તે રાજાની આસ્થા થયેલી અને તેના રાજ્યમાં શિકાર કરવાની મનાઈ કરેલી.” (ઉ.પૃ.૨૬૨) બોકડાઓની રક્ષા અને યુક્તિવડે બઘાનો છૂટકારો બોકડાઓની રક્ષાનું વૃષ્યત : “વટામણમાં એક ટી 2 વખત બઘા આગેવાન વાણિયા અને ભાવસાર બેઠા હતા. એટલામાં કોઈ મોટા સાહેબ માટે બે બોકડા સિપાઈ લઈ જતા હતા. તે તેમની પાસેથી પડાવી લઈ પાંજરાપોળમાં મોકલાવી 391 Page #396 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દીઘા. સિપાઈને કંઈ લાલચ બતાવી; પણ પૈસા ઓછા પડ્યાથી તે મનાયા નહીં અને દશપંદર જણને પકડીને સાહેબના તંબુ આગળ લઈ ગયા. પછી સિપાઈ ઘમકાવવા લાગ્યા એટલે અમે એક યુક્તિ કરી, બઘાએ બુમરાણ કરી મૂક્યું. Sii છે ? (e સાહેબે બહાર આવી તપાસ કરી કે શું છે અને આમને શા માટે આપ્યા છે એમ પૂછ્યું એટલે બઘાએ કહ્યું કે બોકડા કંઈ જતા રહ્યા હશે તે માટે અમને પકડી આપ્યા છે. તે સાંભળી સાહેબે છોડી મૂકો” કહીને કાઢી મૂક્યા.” (ઉ.પૃ.૨૬૩) અભક્ષ્ય વસ્તુનો ત્યાગ ન થાય તો નરક તિર્યંચ ગતિના દુઃખ ભોગવવા પડશે. જીવે હજી ઘર્મ જાણ્યો નથી. ત્યાગનું ફળ મળે છે. “ત્યાગે તેની આગે અને માગે તેથી ભાગે', એમ કહેવાય છે. કંદમૂળ-લસણ, ડુંગળી, બટાકા વગેરે લીલોતરી, ઉમરડાં, વડના ટેટા, પીપળના ટેટા, પીપળાના ટેટા - એવાં અભક્ષ્ય ફળ ખાઘાથી ખરાબ ગતિ થાય છે, બુદ્ધિ બગડે છે. કેટલો કાળ જીવવું છે? કેટલાક લોક ઘર કરાવી ભોગવ્યા પહેલાં મરી જાય છે. મનુષ્યભવ પામીને જો ચેતી ન લેવાય તો નરકતિર્યંચના ભવમાં દુઃખ ભોગવવાં પડશે.” (ઉ.પૃ.૩૩૦) ઊંધિયું, પોંકમાં ઈયળો બફાઈ જાય, માંસ ખાવાં જેવાં તે અભક્ષ્ય છે “ઊંધિયું, પોંક વગેરેમાં ઈયળો વગેરે બફાઈ જતાં હશે! માંસ ખાવા જેવાં તે અભક્ષ્ય છે. 392 Page #397 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ આશ્રમની જગામાં આવા પાપનાં કામ કદી ન કરાય. કોઈએ ઊંધિયું અહીં લાવવું નહીં અને બાળવું પણ નહીં. પકવાન, પતાસાં એવો પ્રસાદ વહેંચવો હોય તો તે વહેંચવો પણ જામફળ જેવાં ઘણાં બિયાવાળાં ફળનો અને જેમાં જીવ હોય તેવી ચીજોનો પ્રસાદ ન કરવો. શ્રાવકો તો જાવજીવ ઊંધિયું ખાવાનાં પચખાણ લે છે કે હે ભગવાન! જીવું ત્યાં સુધી એવી અભક્ષ્ય વસ્તુ મોઢામાં ન ઘાલું. એના વગર ક્યાં મરી જવાય છે? ખાવાની બીજી ચીજો ક્યાં ઓછી છે?” (ઉ.પૃ.૩૩૧) બોઘામૃત ભાગ-૧,૨,૩ માંથી - આજ્ઞા આરાધવા માટે સદાચરણની પ્રથમ જરૂર તે ન હોય તો બધું નકામું “આજ્ઞા આરાઘનયોગ્ય થવા માટે સદાચરણ સેવવાની જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત વ્યસનના ત્યાગની જરૂરી છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મઘ, માખણ ત્યાગવા યોગ્ય છે. એક મધના ટીપામાં એટલા બઘા સૂક્ષ્મ જીવો હોય છે કે તે જીવો જો કબૂતર જેટલા શરીરના હોય તો એક લાખ યોજન ઉપર એવી રીતે પથરાઈ જાય કે પગ મૂકવાની જગ્યા ન રહે.” (બો.૧ પૃ.૧૦) મા ખાવામાં ઘણું પાપ છે “અનેક જંતુઓના સમુદાયનો નાશ થવાથી પેદા થયેલું અને જુગુપ્સનીય લાળવાળું મથનું આસ્વાદન (ભક્ષણ) કોણ કરે? અર્થાત્ ન જ કરવું જોઈએ. લાખો નાના જંતુઓના ક્ષયથી પેદા થયેલું મઘ તેને ખાવાવાળો થોડા જીવોને મારવાવાળા ચંડાળથી (જીવો મારવાની સંખ્યાની અપેક્ષાએ) પણ વધી જાય છે. એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીને બીજે ઠેકાણે તે રસને ગમે છે, તેથી પેદા થયેલું તે મઘ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ (એઠું) મઘ ઘાર્મિક પુરુષો ખાતા નથી. કેટલાક મનુષ્યો મઘનો ત્યાગ કરે છે પણ ઔષધને માટે તે મઘ ખાય છે. જ્ઞાનીઓ કહે છે કે ઔષઘને માટે ખાધેલું મધ પણ નરકનું કારણ છે. કેમકે કાળકૂટ ઝેરનો કણીયો પણ ખાધો હોય તો તે પ્રાણના નાશ માટે થાય છે. કેટલાક અજ્ઞાની જીવો કહે છે કે મઘમાં પણ મીઠાશ રહેલી છે. પણ જેનો આસ્વાદ કરવાથી ઘણા વખત સુધી નરકની વેદના ભોગવવી પડે તેને તાત્ત્વિક મીઠાશ કેમ કહેવાય? જેનું પરિણામ દુઃખદાયી આવે તેમાં મીઠાશ હોય તોપણ તે મીઠાશ ન કહેવાય, માટે મથનો વિવેકી પુરુષોએ ત્યાગ કરવો જોઈએ.” યોગશાસ્ત્ર (પૃ.૧૪૯) માખણ ખાવામાં પણ ઘણા જંતુઓનો વિનાશ “એક પણ જીવને મારવામાં અત્યંત પાપ છે, તો જંતુઓના સમુદાયથી ભરપુર આ માખણનું કોણ ડાહ્યો માણસ ભક્ષણ કરે ? છાશમાંથી બહાર કાઢ્યા પછી અંતર્મુહૂર્ત થયે તેમાં ઘણા સૂક્ષ્મ 393 Page #398 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ જંતુના સમૂહો પેદા થાય છે. માટે વિવેકી પુરુષોએ તે માખણ ન ખાવું.” - યોગશાસ્ત્ર (પૃ.૧૪૮) સાતેય વ્યસન નરકના હાર, કોઈ નરકમાં ન જાય માટે ત્યાગવા કહ્યું "(1) જુગારલોભ છે તે મહા ખરાબ છે. જો તે છૂટે તો ઘણો જ લાભ થાય તેમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં. (2-3) માંસ-દારૂ– ત્યાગવા યોગ્ય છે. (માંસ ત્યાગ કરનાર ભીલને મળેલા ફળનું દ્રષ્ટાંત) (4) ચોરી ચોરી કરીને પાસે પૈસા આવે ત્યારે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે વસ્તુ દુઃખદાયક છે; એમ સમજી કોઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પણ લેવી નહીં. લાખ રૂપિયાની કિંમતની ચીજ રસ્તામાં પડી હોય તે પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત્ દુઃખ તે સુખ નહીં”, જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ કૃપાળુદેવે કહ્યું છે. (5) શિકાર– કોઈ પણ જીવને ઈરાદાપૂર્વક મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માંકડ, મચ્છર, જૂ, લીખ, ચાંચડ વગેરેને ઈરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય તે મરી જાય નહીં. (6) પરસ્ત્રી અને (7) વેશ્યાગમન- આ વ્યસનોથી આ લોક અને પરલોક બન્ને બગડે છે, માટે તેમનું સેવન કરવું નહીં. લોકોમાં પણ તે નિંદ્ય ગણાય છે માટે તેનો ત્યાગ કરવો.” -બો.૧ (પૃ.૧૧) પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય છે.” -બો.૩ (પૃ:૨૧), સાત વ્યસનનો ત્યાગ મંત્ર લેતાં પહેલાં લેવો જરૂરી “પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ તેને વિધ્ધ કરનાર સાત વ્યસન છે.ઘર્મનો પાયો નીતિ છે, તેથી જ સાત વ્યસનનો ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે.” -બો.૩ (પૃ.૬૬૯) સાત વ્યસનમાં વૃત્તિ રહેતી હોય તે ઘર્મ શું આરાઘી શકે ? વિ. તમારો પત્ર આજે આવ્યો. તે ભાવદયાસાગર નિષ્કારણકરુણાસિંઘુ પ.પૂ.પ્રભુશ્રીજીએ વાંચી આ પત્ર લખવા સૂચના કરી છેજી. તેઓશ્રીજીએ એ પત્ર વાંચી મારી ધૂળ કાઢી નાખી અને ઠપકો દીઘો કે એ ઘર્મનો ઢોંગ કરનાર દુષ્ટ આજથી અત્રે પત્ર ન લખે તે જણાવ. “પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ એ જ સમ્યક્રદર્શન છે.” (21-110) એમ પરમકૃપાળુદેવે જણાવ્યું છે. એ કૃપાદ્રષ્ટિને પાત્ર થવા જીવે કેમ વર્તવું ઘટે? અનીતિને માર્ગે ચાલનાર કદી પવિત્ર પુરુષોની કૃપાદ્રષ્ટિ નહીં પામે! 394 Page #399 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સાત વ્યસન-જુગાર, માંસ, દારૂ, ચોરી, વેશ્યાનો સંગ, પરસ્ત્રીગમન, 'E . શિકાર મહાપાપમાં દોરનાર છે. તેમાં જ જેની વૃત્તિ રહેતી હોય તો તે ઘર્મ શું છે / આરાધી શકશે? પરદારાગમન કરનાર નરકે જાય છે અને અસહ્ય દુઃખ ત્યાં ભોગવે છે. અલ્પકાળના કલ્પિત સુખમાં ફસાઈ જીવ મહા અનર્થ કરી નાખે છે. પછી પસ્તાવો થાય છે, રોગ થાય છે, નિર્ધન થાય છે અને એ અસ્થિર ચિત્તવાળા જીવો જે માનસિક દુઃખ ભોગવે છે તે તો અસહ્ય હોય છે. તેની ઘર્મક્રિયામાં ધૂળ પડે છે, અપકીર્તિ થાય છે. માયા, કપટ, જૂઠ, હિંસા એ બઘાં પાપ તેની પૂઠ પકડે છે અને અનંતકાળ સુધી જન્મજરામરણનાં દુઃખો ભોગવતો જીવ ઘાંચીના બળદની પેઠે પરાધીનપણે પરિભ્રમણ કર્યા કરે છે. આ લોકમાં એવા લોકો ઘણું કરીને કમોતે મરે છે અને પરલોકમાં પીવાના પ્રહાર સહ્યા કરે છે. હે ભગવાન! દુશ્મનને પણ એવા પાપનો રસ્તો ન મળો એમ સારા પુરુષો તો ઇચ્છે છે. -બો.૩ (પૃ.૫૭) પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત સાત અભક્ષ્ય તજવા યોગ્ય. આ સાત વ્યસન : અને (1) વડના ટેટા, (2) પીપળના ટેટા, (3) પીપળાના ટેટા, (4) ઉમરડાં, (પ) અંજીર, (6) મઘ, (7) માખણ–આ સાત અભક્ષ્ય - આ સપુરુષની - પરમકૃપાળુદેવની સાક્ષીએ જિંદગીપર્યત તજવા યોગ્ય પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે.” -બો.૩ (પૃ.૩૨૯) વડ, પીપળ, ઉદુંબર, પ્લેક્ષ અને કાકોદુંબર એ પાંચ વૃક્ષના ફળોમાં મચ્છરની જેવા ઉડતા બહુ સૂક્ષ્મ જીવો વડે ભરેલા હોવાથી તે વર્જનીય છે, લૌકિકમાં પણ એ અભક્ષ્ય કહેવાય છે. ચાર મહા વિગઈ - મદ્ય, મધ, માંસ, અને માખણ એ અભક્ષ્ય છે. કારણ કે તેમાં તે વર્ણના અનેક સંમૂર્છાિમ જીવો ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે : “મદ્ય, મધુ, માંસ અને માખણ એ ચાર જે રંગના છે તે જ રંગના જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે.” -શ્રી પાર્શ્વનાથ ચરિત્ર ભાષાંતર (પૃ.૧૫૨) બોઘામૃત ભાગ-૧' માંથી - સાત અભક્ષ્ય વસ્તુ ખાય તો ઘણું પાપ થાય. ન ખાય તો પણ ચાલે મુમુક્ષુ–સાત અભક્ષ્યનો ત્યાગ શા માટે કહ્યો હશે? પૂજ્યશ્રી–જીવને એથી પાપ બંધાય છે. અનાદિકાળથી જીવ પાપ કરતો આવ્યો છે, તેથી છૂટે તો ભક્તિ થાય. એ ખાય તો ઘણું પાપ થાય છે અને ન ખાય તો એના વિના ચાલે એવું છે.” -બો.૧ (પૃ.૪૯૪) નિયમ લઈ વસ્તુ ત્યાગે તો જ વ્રત, નહીં તો તેની હિંસાનું પાપ જીવને લાગે છે જ્યારથી નિયમ કરે કે મારે આ નથી વાપરવું ત્યારથી વ્રત કહેવાય. “આ સાત વ્યસન અને પાંચ ઉદબર ફળ તથા મઘ અને માખણ એ સાત અભક્ષ્ય, તેના ત્યાગમાં પાંચ અણુવ્રત આવી જાય છે. વિચાર કરે તો સમજાય એવું છે.” -બો.૧ (પૃ.૪૯૪) 395 Page #400 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તે આ પ્રમાણે વિચાર કરતાં કંઈક સમજાય છે - અહિંસા અણુવ્રત–માંસનો ત્યાગ, દારૂનો ત્યાગ, શિકારનો ત્યાગ તથા = સાત અભક્ષ્યનો ત્યાગ કરવાથી અહિંસા અણુવ્રત પળાય છે. સત્ય અણુવ્રત–જુગાર કે ચોરી કરનાર જૂઠ બોલે. તેના ત્યાગથી સત્ય અણુવ્રત પળાય છે. અચૌર્ય અણવત–મોટી ચોરીનો ત્યાગ કરવાથી અચૌર્ય અણુવ્રત પળાય છે. બ્રહ્મચર્ય અણુવ્રત–પરસ્ત્રીગમન અને વેશ્યાગમનના ત્યાગથી બ્રહ્મચર્ય અણુવ્રતનું પાલન થાય છે. પરિગ્રહત્યાગ અણુવ્રત–લોભથી માણસ જુગાર રમે છે. માટે જુગારનો ત્યાગ કરવાથી અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહવાળો શ્રાવક થાય. તેથી અંશે પરિગ્રહ ત્યાગ અણુવ્રત પણ પળાય છે. ‘બોઘામૃત ભાગ-૩' માંથી - થઈ શકે તેટલા પાપના ત્યાગની વૃઢ પ્રતિજ્ઞા લેવી. પાપથી પાછા હઠવું જરૂરી “સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી જીવતા સુધી જેટલાનો ત્યાગ થઈ શકે તેટલો ત્યાગ હૃદયમાં વિચારી તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું એવો દ્રઢ નિર્ણય કર્તવ્ય છેજી. કેમકે પાપના પંથથી પાછા હઠ્યા સિવાય સન્માર્ગમાં સ્થિરતા થતી નથીજી.” -બો.૩ (પૃ.૨૩૪) સાત અભક્ષ્યમાં વધારે પાપ મઘમાં, સાત ગામ બાળે તેથી પણ વધુ પાપ “તમે મઘની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છો, પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વઘારે પાપવાળું એ મઘ છેજી. મઘમાખી ફૂલ ઉપરથી રસ ચૂસી મધપૂડામાં જઈ પૂંઠથી છેરે છે એટલે મઘ એ માખીની વિષ્ટારૂપ છે. તેમાં નિરંતર વિષ્ટાની પેઠે જીવો ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મઘ ચાખે તેને સાત ગામ બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી વઘારે પાપ લાગે છે....ખાંડની ચાસણી મઘને બદલે વપરાય છે અને લગભગ સરખો જ ગુણ કરે છે... આત્માને મળત્યાગથી ઘણા પાપના બોજામાંથી બચાવી શકાય એટલા માટે લખ્યું છે.' -બો.૩ (પૃ.૬૯૩) પૂર્વના પાપથી માંદગી, મઘ ખાઈ ફરી પાપ કરે તો આગળ પણ માંદગી મઘમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું પાપ લાગે તેથી વધારે પાપ એક મનું ટીપું ચાખવાથી લાગે છેજી. પૂર્વે પાપ કરેલાં તેને લીધે માંદગી આવે છે અને ફરી મધ ખાઈને પાપ કરે તો વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે મથનો ત્યાગ ન કર્યો હોય તો આજથી ત્યાગ કરવો ઘટે છેજી. એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. -બો.૩ (પૃ.૭૧૧) માખણ અભક્ષ્ય છે માટે તેની પ્રતિજ્ઞા લેવી આત્માને હિતકારી છે “તમે માખણ નહીં ખાવાની પ્રતિજ્ઞા જો ન લીધી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે તાજું 396 Page #401 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ માખણ લેવામાં દોષ નથી, તે લક્ષમાં રાખવા ભલામણ છેજી, અને પ્રતિજ્ઞા : ક લીધી હોય તો માખણ કંઈ જીવનની વૃદ્ધિ કરી શકે તેમ નથી. આયુષ્ય બાંધેલું ) છે, તેથી વઘારવા કોઈ દવા કે દાક્તર સમર્થ નથી એવો દ્રઢ વિશ્વાસ રાખી પ્રતિજ્ઞારૂપ ઘર્મ મરણપર્યત ટકાવવા ભલામણ છેજી.” બો.૩ (પૃ.૩૭૨) વ્રત લીઘા પછી વ્રતભંગ થાય તે મોટો દોષ ગણાય, તેને ચુસ્તપણે પાળવું “માખણ-ભક્ષણનો દોષ સેવાયો છે, તે સંબંધી જણાવવાનું કે તે ઠીક થયું નથી. નજીવું જણાતું હોય પણ વ્રત લીઘા પછી વ્રતભંગ થાય તે મોટો દોષ ગણાય છે. “વ્યવહારમાં જેમ સારા માણસના વચનની કિંમત હોય છે, તેમ ઘર્મમાર્ગમાં પણ વ્રત એ પ્રતિજ્ઞા છે.” તેનું પાલન ચુસ્તપણે કરવા ચૂકવું નહીં. દોષ ફરીથી ન થાય તે લક્ષમાં રાખી અત્રે આપનું આવવું થાય ત્યારે તે થયેલો દોષ દૂર કરવા પ્રાયશ્ચિત્તની માગણી કરવાથી આપને ઉપાય રૂબરૂમાં જણાવવાનું પ.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છેજી.” -બો.૩ (પૃ.૬૦) પ્રભુ સાક્ષીએ નિયમ લીઘા, તે પ્રાણ જાય તો પણ ત્યાગવા યોગ્ય નથી જ “તમે સટ્ટાની બાઘાની માગણી કરી છે તે વાંચી પ્રસન્નતા થઈ છેજી. જો કે સાત વ્યસનમાં જ એક રીતે તેની બાઘા તો આવી જાય છે; છતાં તમારા મનમાં એમ રહે છે કે તેની બાઘા નથી લીધી અને હવેથી લેવી છે, તો તે પણ યોગ્ય છેજી. પણ પરમકૃપાળુદેવની સાક્ષીએ જે કોઈ નિયમ રાખીએ તે પ્રાણ જાય પણ ત્યાગ કરવા યોગ્ય નથી જ, એવી તૈયારી થયે લેવા યોગ્ય છેજી. વ્યવહારમાં કોઈની સાથે બોલીથી બંધાઈ ગયા અને પછી ઘણું નુકસાન વેઠવું પડતું હોય તોપણ આબરૂની ખાતર બોલેલું સજ્જનો પાળે છે; તો જેને આધારે આપણે મોક્ષ મેળવવો છે એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તો તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંદ્ય ગણી, પાછું પગલું ભરવાનો વિચાર જીવનપર્યત કરવો ઘટતો નથી.” -ઓ.૩ (પૃ.૪૯૧) મનમાં નિયમ લીઘો છે એમ માની, તેનું પાલન કરી પોતાની પરીક્ષા કરવી તેવી દ્રઢતા હાલ આપણામાં ન લાગતી હોય તો છ માસ, બાર માસ કરી જોયું કે મન દ્રઢ રહે છે કે નહીં. નિયમ ન લીઘો હોય છતાં મનમાં નિયમ લીઘો છે એમ વિચારી એકાદ વર્ષ પોતાની દ્રઢતાની પરીક્ષા કરી જોઈ, પછી નિયમ લેવાનો વિચાર રાખવો હોય તો તે પણ સુવિચાર છે. અને જો અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તો હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાનો ત્યાગ કરવાનો નિયમ લઈ લેવામાં પ્રતિબંધ નથીજી.” -બો.૩ (પૃ.૪૯૧) સાતેય વ્યસન નરકના દ્વાર સાત વ્યસનમાંના કોઈ પણ વ્યસનનું સેવન કરનારા જીવો આ ભવમાં દુઃખી થાય અને ભવોભવમાં દુઃખી થાય. પરભવમાં નરકગતિમાં ભયંકર દુઃખ કરોડો વર્ષ સુધી ભોગવે. માટે 397 Page #402 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 5 એવા દુઃખો જીવો ન પામે તેના માટે પૂ.શ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોઘમાં પાઠ 36 “સગુણ' નામનો છે, તેમાં પાન 214 ઉપર કાવ્યમાં બઘા વ્યસનોના ખોટા 2 ફળ સરળતાથી સમજાવે છે. જે આપણે જાણવા અત્યંત જરૂરી છે. તેથી અત્રે તે ગાથાઓના અર્થ અનેક દ્રશંતો સાથે આપીએ છીએ. તે વાંચવાથી જીવો એવા પાપ કરતા બચે અને સદા તે વ્યસનોથી દૂર જ રહે જેથી નરકગતિના ભયંકર દુઃખ તેમને ભોગવવા ન પડે. પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧માંથી : “કોઈ ઉપાયે પ્રથમ જ ટાળો મિથ્યામતિ દુખવેલીજી, સસ વ્યસન ત્યાગી કરી લેવી સત્સંગતિ સૌ પહેલીજી.” વિનય અર્થ - કોઈ પણ સમ્યક્ ઉપાય કરીને દુઃખની વેલરૂપ મિથ્યાત્વવાળી મતિને અર્થાત્ જે બુદ્ધિમાં મિથ્યા માન્યતાઓ રહેલી છે તેને તમે પ્રથમ દૂર કરો. તે મિથ્યા માન્યતાઓને ટાળવા માટે સાત વ્યસનોનો ત્યાગ કરીને સૌથી પહેલા સત્સંગ કરી લેવા યોગ્ય છે. “द्यूतं च मासं च सुरा च वेश्या, पापर्द्धि चोर्यं परदार सेवा; ओतानि सप्त व्यसनानि लोके, घोराति घोरं नरकं नयन्ति." અર્થ - જુગાર (સટ્ટો), માંસ, મદિરા, વેશ્યાગમન, શિકાર, ચોરી, પરદારરસેવન આ સાત વ્યસનોની કુટેવો જીવને ઘોરથી ઘોર નરકમાં લઈ જાય છે. ll8 -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૦) સાતેય વ્યસનોના પૂતળા બનાવી, લોકોને બતાવી દેશમાંથી બહાર કાઢ્યા રાજા કુમારપાળનું દ્રષ્ટાંત - અહો! કુમારપાળ રાજાના અમારી એટલે કોઈને મારવા નહીં એવા કહેલા કામોનું શું વર્ણન કરીએ કે જેના રાજ્યમાં જુગાર રમતી વખતે પણ કોઈ ‘મારી” એવા બે શબ્દો બોલી શકતું નહીં. એક વખતે રાજા કુમારપાળે સાત વ્યસનને હિંસાના કારણભૂત જાણી માટીના સાત પુરુષોના રૂપ બનાવ્યા. તેમના મુખ ઉપર ભષી લગાડી, ગઘેડે બેસાડી, તેની આગળ ફૂટેલા ઢોલ વિગેરે તુચ્છ વાજીંત્રો વગાડતાં તેને પાટણ નગરના ચોરાશી ચૌટામાં ફેરવી, - લાકડી તથા મુષ્ટિ વિગેરેથી તાડન કરાવી, તેને પોતાના નગરમાંથી અને પોતાના દેશમાંથી બહાર કાઢી મૂકાવ્યા હતા.” -ઉ.ભા. ભાગ-૨ (પૃ.૫) 398 Page #403 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ સર્વ વ્યસનોનો રાજા જુગાર જુગાર કુસંગતિનું કારણ, સર્વ વ્યસનમાં પહેલુંજી, દુઃખ-અપકીર્તિ-પાપમૂળ એ, કરે સદા મન મેલુંજી.” વિનય અર્થ - સાત વ્યસનમાં પહેલું વ્યસન જુગાર છે. તે હલકી વૃત્તિવાળા જુગારીઓ સાથે કુસંગતિનું કારણ છે. આ વ્યસનથી નલરાજા કે ઘર્મરાજાની જેમ સર્વ ખોઈ બેસી જીવનમાં દુઃખ ઊભું કરે છે. અને અપકીર્તિ પામે છે તથા તે પાપનું મૂળ હોવાથી મનને સદા મેલું રાખે છે. એક વ્યસન સેવવાથી સાતે વ્યસન કેવી રીતે વળગે છે તેના ઉપર એક દ્રષ્ટાંત છે : જુગારી રાજાનું દ્રષ્ટાંત :- કોઈ એક દેશનો રાજા દુષ્ટ પુરુષોની સંગત થવાથી જુગારના વ્યસનમાં લાગી ગયો. તે રાજાના બે ડાહ્યા મંત્રી હતા તે ઘણા વખતથી રાજાની સેવા કરતા હતા. તે મંત્રીઓએ રાજાને જુગટુ ન રમવા ઘણો સમજાવ્યો પણ તેણે માન્યું નહીં. તેથી તે UN COVE. * ZU છે * જ ) G* NARE [ . 1 w! E / \ | | | મંત્રીઓ તેનો દેશ છોડી ગયા. અન્ય દેશમાં જઈને તે મંત્રીઓએ દાઢી, મૂછ, જટા વઘારીને વેશ પલટો કર્યો, અને તેમાંનો એક મહંત બન્યો ને બીજો તેનો શિષ્ય બન્યો. કેટલોક સમય વીત્યા 399 Page #404 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ બાદ તે બન્ને પોતાના દેશના શહેરોમાં ફરવા લાગ્યા. ત્યાં પ્રથમ તેઓ જુદે જુદે સ્થળે ઘન દાટતા. પછી તેમની પાસે લોકો આવે તેમાં કોઈ કોઈને ગુસઘન બતાવતા. વળી ગામના નામાંકિત તેમજ પોતાને અગાઉ પરિચિત લોકોના નામ તથા બીજી હકીકત જણાવી સર્વને વિસ્મય કરતા. વળી તેઓ આસન માંડી યોગસાધના કરવાનો ડોળ કરતા હતા; આથી તેમને ઘણા શિષ્યો થયા. લોકોમાં તેમની બહુ પ્રસિદ્ધિ થવા લાગી. યોગસાઘન કરવા માટે તેઓ માછલાં પકડવાની જાળ ઓઢીને દરરોજ અમુક વખતે ધ્યાનમાં બેસતા. ઘીરે ઘીરે તેમની મહત્તા ખૂબ વધી ગઈ. એમ કરતાં તેઓ જે શહેરમાં રાજા હતો ત્યાં આવ્યા. આટલા વખતમાં રાજા જુગારમાં ઘણું ઘન હારી ગયો હતો. પરંતુ તેનાથી તે વ્યસન મૂકી શકાતું ન હતું. મહંતની ખ્યાતિ સાંભળીને તે પણ તેમની પાસે આવ્યો. થોડી પ્રાસંગિક વાત કર્યા પછી તે રાજાની નજર મહંતે ઓઢેલી જાળ પર પડી. તેથી તેણે સાશ્ચર્યથી પૂછ્યું-મહારાજ, આ જાળ જેવું શું છે ? આપ તે કેમ ઓઢો છો? મહંત– આ માછલાં પકડવાની જાળ છે. કોઈ કોઈ વખતે માછલાં પકડવાં કામ આવે છે. રાજા– શું મહારાજ આપ માછલીઓનો શિકાર કરો છો? મહંત–નારે ભાઈ! અમારા જેવા તે કંઈ 400 Page #405 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ હિંમેશ શિકાર કરે ? પરંતુ ક્યારેક માંસ ખાવાની તીવ્ર ઇચ્છા થાય છે ને કોઈ દિ ની શિષ્ય તે લાવી શકતા નથી ત્યારે માછલાંઓનો શિકાર કરવો પડે છે. રાજા– આશ્ચર્ય સાથે) શું મહાશય આપ માંસ પણ ખાઓ છો? મહંત–અરે જે રાજા! તું બહુ ભોળો છે. અમારા જેવા યોગી વળી માંસ ખાતા હોય? પરંતુ જ્યારે દારૂનો નશો વઘારે ચઢે છે ત્યારે માંસ ખાવાની તીવ્ર લાલસા આપોઆપ થઈ આવે છે, તેને વશ થઈને અમારે માંસ ખાવું પડે છે. રાજા–મહારાજ હું શું સાંભળું છું? આપ મદ્ય પણ પીઓ છો? મહંતે–અરે અમારા જેવા યોગી દારૂ પીએ? દારૂથી તો સર્વ યોગસાઘન નાશ પામે. પરંતુ જ્યારે કોઈ વખત વેશ્યાને ત્યાં ચાલ્યા જઈએ તો ત્યાં તેને વશ થવાથી મદ્ય પીવો પડે છે. રાજા–મહારાજ તો શું આપ વેશ્યાગમન પણ કરો છો? મહંત–ના ના વેશ્યાગમન માટે દરરોજ જવાનો અમને કંઈ અભ્યાસ નથી પણ ક્યારે પરસ્ત્રી ન મળે ત્યારે જવું પડે છે. રાજા–મહારાજ તો શું આપ પરસ્ત્રીનું પણ સેવન કરો છો? મહંત–અરે ના ના. ઘન હાથ લાગે ત્યારે તેને એવા જ કાર્યમાં ખર્ચવાનું મન થઈ જાય. રાજા–મોટા આશ્ચર્યપૂર્વક) મહારાજ, આપ ચોરી કરો છો? મહંત–અરે મૂર્ખ અમારા જેવા યોગી તે વળી ચોરી કરતા હશે? પરંતુ ક્યારેક જુગાર માં બધું ઘન હારી જવાય અને જુગારની લત છૂટે નહીં ત્યારે લાચાર બનીને ચોરી કરવી પડે છે. રાજા—આપ જુગાર પણ રમો છો? મહંત–હા, એમાં શો વાંધો છે? યથા રાજા તથા પ્રજા. એ સાંભળી રાજા ચોંકી ઉઠ્યો. પછી તે મસ્તક નમાવી બોલ્યો કે–મહારાજ હું જુગાર રમું છું, પણ આ બઘાં વ્યસનો એક જુગારમાંથી આવે છે એમ હું જાણતો નહોતો. માટે હવે હું આજથી એ જુગારનો ત્યાગ કરું છું. પછી રાજાએ મહંતને કહ્યું કે-હે મહારાજ! આપ ભવિષ્યવેત્તા છો અને સર્વ કંઈ જાણો છો તો કૃપા કરીને એટલું બતાવો કે મારા જુના બે મંત્રી દેશ છોડીને ક્યાં ચાલ્યા ગયા છે? તેઓ અત્યારે ક્યાં છે? તેમના વગર મારા રાજ્યની દુર્દશા થઈ ગઈ છે. ત્યારે મહંતે કહ્યું કે આવતી કાલે તે તને મળશે. પછી મળ્યાથી રાજાએ તેમને તેઓના પદ પર ફરી નિયુક્ત કર્યા. અને દુષ્ટ જુગારી મિત્રોની સંગત છોડી દીધી. પછી રાજ્યની વ્યવસ્થા ઉત્તમ રીતે થવા લાગી. આથી સિદ્ધ થાય છે કે જુગાર સર્વ વ્યસનોનો રાજા છે તેથી સાત વ્યસનમાં તેનું સ્થાન પ્રથમ મૂકવામાં આવ્યું છે. લા-પ્રજ્ઞાવબોઘ વિવેચન ભાગ-૧ (પૃ.૪૨૦) જુગારથી રાજા રાજ્ય હાર્યો, બુદ્ધિ બગડી અને દુર્ગતિમાં ગયો પુરંદર રાજાનું દ્રષ્ટાંત - સિદ્ધપુર નામના નગરમાં પુરંદર નામે રાજા હતો. તે સુંદર નામના કોઈ જુગારી સાથે જુગાર રમવા લાગ્યો. તે જોઈ એક વખતે તેની રાણીએ અમૃતસમાન વાણીથી રાજાને કહ્યું કે, “હે સ્વામી! જુગારથી નળરાજા અને પાંડવો પગલે પગલે નિંદાને પ્રાપ્ત 401 Page #406 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe ક થઈ દુઃખી થયા છે, તેથી સર્પ જેમ કાંચળીને છોડી દે તેમ તમે જુગારને છોડી દો.' ઇત્યાદિ વચનો વડે બહુ નિવાર્યા, તોપણ રાજાએ જુગાર છોડ્યો નહીં. એક વખતે રાજા તેના નાના ભાઈ સાથે જુગાર રમતાં રાજ્ય હાર્યો. રાજ્યપાટ હારવાથી અનુજબંધુએ તેને નગરની બહાર કાઢી મૂક્યો. V (((@DDD SSC TOR) ગજી BIDY રાજા, રાણી અને એક કુમારને લઈને અરણ્યમાં ચાલી નીકળ્યો. માર્ગે જતાં કોઈ ભીલની સાથે એવી શરત કરી કે - “જો હું જીતું તો તારી સ્ત્રી લઉં અને હારું તો માથુ આપું. આવી પ્રતિજ્ઞા કરી જુગાર રમ્યો, તેમાં રાજા જીત્યો. એટલે જાણે કાજળથી બનાવી હોય તેવી કાળી અને દુર્ભાગ્યથી નિર્માણ કરેલી હોય તેવી કુરૂપા ભીલડીને લઈને રાજા આગળ ચાલ્યો. માર્ગે ચાલતાં નીચ ભીલડીને વિચાર થયો કે, “આ રાણી મારી પત્ની (શોક્યો હોવાથી મારી વૈરિણી છે, માટે તેને મારી નાંખુ તો સુખ થાય.' એવો વિચાર કરી જળ ભરવાનું મિષ કરી રાણીને કૂવા પાસે લઈ જઈ કૂવામાં નાખી દીધી અને પુરંદરરાજા પાસે આવીને કહ્યું કે, “તમારી રાણી તો કોઈ બીજા પુરુષને લઈને ચાલી ગઈ.” રાજા તેના વિયોગથી ઘણો ખેદ પામ્યો. પછી ભીલડી અને કુમારને લઈને માર્ગે ચાલ્યો. માર્ગમાં એક મોટી નદી આવી. ભીલડી અને કુમાર બન્નેને એક સાથે નદી ઉતારવાને અસમર્થ હોવાથી પ્રથમ ભીલડીને લઈને રાજા નદીમાં પેઠો. ત્યાં કોઈ મગર રાજાને ગળી ગયો, અને ભીલડી નદીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી. રાજાના 402 Page #407 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ભારથી મગર વઘારે ચાલી શક્યો નહીં. એટલે કાંઠા ઉપર આવીને પડ્યો. ઢીમર લોકોએ તેને પકડીને ચીર્યો, એટલે તેના ઉદરમાંથી રાજા નીકળ્યો. તેને LT 'T F કિ A /// 1 / શીતલ પવનથી સંજ્ઞા આવી. એટલે ઢીમર લોકોએ તેને પોતાને ઘેર દાસ કરીને રાખ્યો. એક વખતે રાજા મત્સ્ય લેવાને નદીમાં પેઠો, ત્યાં નદીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો અને દુર્ગતિએ ગયો. અહીં રાણી કૂવામાં પડી હતી તેને કોઈ મુસાફરોએ કૂવામાંથી કાઢી. તે મુસાફરોના સાર્થપતિએ તેને કહ્યું તું કોણ છે? એમ પૂછ્યું એટલે તેણીએ પોતાનું વૃત્તાંત જે યથાર્થ હતું તે કહી બતાવ્યું. તેથી તેણે પોતાની પાસે તેને બહેન કરીને રાખી. | નદીને કાંઠે જે રાજકુમાર રહ્યો હતો તેને કોઈ વિદ્યાધરી વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગઈ; અને તેને ઘણી વિઘાઓ શીખવીને અનુક્રમે તેના પિતાના રાજ્ય ઉપર બેસાડ્યો. તે સાથે સાર્થવાહ ફરતો ફરતો રાણીના રાજ્યમાં આવ્યો ત્યાં પુત્રે માતાને ઓળખી અને પગે પડ્યો. પછી માતાને સુખી કરી. -ઉ.પ્રા.ભા.ભાગ-૨ (પૃ.૨૨૨) 403 Page #408 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ જુગારીનું વ્યસન કેવી રીતે બુદ્ધિને બગાડે છે કે પોતાની રાણી હોવા છતાં કાળી કલુટી કુરૂપા ભીલડીને લેવાની ભાવના થઈ અને રાજા હોવા છતાં બધું ખોઈને કેવા દુઃખ આ ભવમાં ભોગવવા પડ્યાં અને પરભવમાં દુર્ગતિમાં જવું પડ્યું માટે જ મહાપુરુષો, આપણો આત્મા નરક, તિર્યંચ ગતિમાં ન જાય તેના માટે આ સાતેય વ્યસનોની પ્રથમ પ્રતિજ્ઞા લેવડાવે છે. એ એમનો પરમોપકાર કોઈ રીતે ભુલાય એવો નથી. માંસનું વ્યસન “નિરંતર જંતુ જ્યાં ઊપજે, પ્રાણી હણી જન લાવેજી, જોતાં, અડતાં ચઢે ચીતરી, કોણ માંસ મુખ ચાવેજી?” વિનય અર્થ - બીજાં વ્યસન માંસ છે. જેમાં નિરંતર જંતુઓની ઉત્પત્તિ થયા કરે છે. પ્રાણીઓને મારી જે લાવે છે. એવા માંસને જોતાં કે અડતાં જ ચીતરી ચઢે, તો એવો કોણ મૂર્ખ હોય કે જે એને મુખવડે ચાવે. નિર્દયી માણસો આવા કામ કરી દુર્ગતિને પામે છે. I10 -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૧) નરકના માર્ગમાં ભાથા સમાન માંસનું કોણ ભક્ષણ કરે? પ્રાણીઓને માર્યા બાદ તત્કાળ ઉત્પન્ન થતા અનંત જંતુઓના સમૂહથી દૂષિત થયેલું અને નરકના માર્ગમાં પાથેય તુલ્ય માંસનું કયો બુદ્ધિમાન માણસ ભક્ષણ કરે? અર્થાત્ ન કરે.” યોગશાસ્ત્ર (પૃ.૧૪૮) અકબરને માંસાહાર છોડાવી વર્ષમાં છ મહિના હિંસા બંઘ કરાવી અકબરનું દૃષ્ટાંત - “એક વખતે અકબર બાદશાહ અટકદેશના રાજાને જીતવા જતાં એક દિવસમાં બત્રીશ કોશની મજલ કરી. ત્યાંથી આગળ ચાલી અનુક્રમે અકબર બાદશાહે અટકદેશના રાજાના નગર ઉપર ઘેરો ઘાલ્યો. ત્યાં બાર વર્ષ સુધી લશ્કરનો પડાવ રાખ્યો, તો પણ તેનો કિલ્લો અકબરને તાબે થયો નહીં. એક વખતે કાઝીઓ, મુલ્લાઓ અને મુસલમાનોએ મળી બાદશાહને કહ્યું કે “હે અકબર બાદશાહ! તું હંમેશાં કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે. બાદશાહે આ વૃત્તાંત ગુરુને જણાવ્યો. ગુરુ બોલ્યા- “જે દિવસે કિલ્લો લેવાની તમારી ઇચ્છા થાય તે દિવસ કિલ્લો લઈએ પણ તમારે બધું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બન્નેએ જ ત્યાં જવું. તેમજ તે દિવસે નગરની બહાર કે અંદર કોઈએ બિલકુલ હિંસા કરવી નહીં.” 404 Page #409 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ગુરુનાં આવા વચન સાંભળી બાદશાહે પડહની ઘોષણાથી સર્વ સ્થાને હિંસા કરવાનો પ્રતિષેધ કર્યો અને પ્રાતઃ તેઓ બન્ને એકલા કિલ્લા પાસે જવા ચાલ્યા. તે જોઈ કેટલાક નિંદક પ્લેચ્છો કહેવા લાગ્યા કે “આ કાફર હિંદુ અકબરને શત્રુના હાથમાં સોંપી દેશે.” અહીં વાચકેંદ્ર ગુરુએ કિલ્લા પાસે આવી એક ફૂંક મારવા વડે બઘી ખાઈ રજથી પૂરી દીઘી, બીજી ફૂંકે શત્રુના સૈન્યને ખંભિત કરી દીધું અને ત્રીજી ફૂંકે ઘાણીની જેમ દરવાજા ફૂટીને ઊઘડી ગયા. અકબર બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની અખંડ આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે–હે પૂજ્ય! મને કાંઈક પણ કાર્ય બતાવવાનો અનુગ્રહ કરો.” તે વખતે સૂરિએ બાદશાહના રાજભંડારમાં પ્રતિવર્ષ જજીઆવેરાના કરનું ચૌદ કોટિ દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની માગણી કરી અને કહ્યું કે –“તમે હંમેશાં સવાશેર ચકલીની જીભ ખાઓ છો તે વગેરે હવેથી માંસ ખાવું બંધ કરો અને શત્રુંજયગિરિ પર જનારા મનુષ્ય દીઠ એક સોનૈયાનો કર લેવાય છે તે માફ કરો. તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો. તે છ માસ આ પ્રમાણે તમારો જન્મ માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બઘા રવિવાર, 12 સંક્રાતિઓની 12 તિથિઓ, નવરોજનો (રાજા) મહિનો, ઈદના દિવસો. મોહરમના દિવસો અને સોફિઆનના દિવસો.” બાદશાહે એ ચારે વાત કબૂલ કરી અને તેના ફરમાનો મહોર છાપ સાથે તરત કરાવીને વાચકેંદ્રને અર્પણ કર્યા. વાચકેંદ્ર પોતાના ગુરુ . 405 Page #410 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ મહારાજ શ્રી હીરવિજયસૂરિને તેનું ભેટણું કર્યું. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩ (પૃ.૩૩) રાજાએ માંસનું સ્મરણ થતાં કરેલ પ્રાયશ્ચિત્ત - કુમારપાળ રાજાનું દૃષ્ટાંત - એક વખતે કુમારપાળ ઘેબર જમતો હતો, તેવામાં તેને કાંઈક મળિતાપણાથી પૂર્વે કરેલું માંસ ભક્ષણ યાદ આવી ગયું. એટલે તત્કાળ ખાવું બંઘ કરી સૂરિ પાસે જઈને પૂછ્યું કે “સ્વામી! અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં?” ગુરુ બોલ્યા–“તે વણિક અને બ્રાહ્મણને ઘટે, પણ અભક્ષ્યનો નિયમ રાખનારા ક્ષત્રિયને ઘટે નહીં, કારણ કે તે ખાવાથી પૂર્વે કરેલા નિષિદ્ધ (માંસ) આહારનું સ્મરણ થઈ આવે છે.” ગુરુની કહેલી આ વાત કુમારપાળે સ્વીકારી પરંતુ પૂર્વે કરેલા માંસભક્ષણનું સ્મરણ કરતાં બત્રીશ ગ્રાસ ભર્યા હતા છે જે છે S તેના પ્રાયશ્ચિત્તમાં એક સાથે ઘેબરના વર્ણ સહ્રશ બત્રીશ વિહારો કરાવ્યા. -ઉ.પ્રા.ભા. ભા.૧ (પૃ.૩૦) હિંસા કરવાના ભાવ માત્રથી સાતમી નરકમાં ગયો તંદુલમલ્યનું દ્રષ્ટાંત - તંદુલમસ્ય જેવો નાનો જીવ પણ અશુદ્ધ ભાવો વડે સાતમી નરકમાં જઈ પડ્યો તો મોટો જીવ તો તેવા ભાવોથી નરકમાં જાય જ એમાં નવાઈ શી? માટે અશુદ્ધ ભાવ તજી શુદ્ધ ભાવ કરવાનો ઉપદેશ છે. ભાવ શુદ્ધ થાય તો પોતાનું અને પરનું સ્વરૂપ જાણવામાં આવે. તે સ્વરૂપજ્ઞાન, જિનદેવની, જ્ઞાની ભગવાનની આજ્ઞાની ભાવના નિરંતર ભાવે તો થાય. માટે જ્ઞાનીની આજ્ઞા અનુસાર આત્મભાવના નિરંતર કર્તવ્ય છે. 406 Page #411 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ તંદુલ મત્સ્યની કથા આ પ્રમાણે સંક્ષેપમાં છે. કાકંદીપુરીમાં સૂરસેન નામનો 'E . રાજા હતો. તે માંસભક્ષી હોવાથી નિરંતર માંસ ખાવાનો અતિ લોલુપી હતો. તેનો ) પિતૃપ્રિય નામનો રસોઈઓ તેને દરરોજ અનેક જીવોને મારીને માંસ ભક્ષણ કે કરાવતો હતો. તેને સર્પ ડસવાથી તે મરીને સ્વયંભૂરમણ સમુદ્રમાં મહામસ્ય થયો. રાજા સૂરસેન પણ મરીને તે મહામત્યના કાનમાં તંદુલ (ચોખા જેવડો) મત્સ્ય થયો. ત્યાં મહામસ્યના મોંમાં ( 2 0 0/ આ જ છે - , અનેક જીવો આવે અને નીકળી જાય; તે જોઈ તંદુલ મત્સ્ય વિચારે કે આ મહામસ્ય નિર્માગી છે કે મુખમાં આવેલ જીવોને જીવતા નીકળી જવા દે છે અને ખાઈ જતો નથી. મારું શરીર જો આટલું મોટું હોય તો સમુદ્રના બધા જીવોને ખાઈ જાઉં, એકને પણ જીવતો નીકળી જવા દઉં નહીં. આવી હિંસાની ભાવનાથી એક પણ જીવને ખાઘા વિના પણ તે સાતમી નરકમાં ગયો. મહામસ્ય તો હિંસા કરનાર હતો તેથી તે તો મરીને સાતમી નરકે ગયો પણ તંદુલ મત્સ્ય હિંસા કર્યા વગર પણ હિંસાના ભાવ કરવાથી સાતમી નરકમાં ગયો. માટે ભાવ શુદ્ધ કરવા, દુર્ગાન તજવા ઉપદેશ છે. સૂરસેન રાજા પૂર્વ ભવના પુણ્યથી રાજા થયો હતો. પણ આત્મજ્ઞાનરૂપ ઘર્મ નહિ હોવાથી પુણ્ય પૂરાં કરી, વળી પાપ કરી તેને નરકાદિમાં ભમવું પડ્યું. માટે પુણ્યનો જ પક્ષ ન રાખતાં આત્મજ્ઞાનરૂપ ઘર્મ પામવાનો લક્ષ રાખી ભાવ શુદ્ધ કર્તવ્ય છે.” -અષ્ટપ્રાભૃત (પૃ.૧૧૩) ચૌદસના દિવસે હિંસાનો ત્યાગ યમપાલ ચાંડાલનું દ્રષ્ટાંત - પોદનપૂર નામના નગરમાં મહાબલ નામે રાજા હતો. તેણે 407 Page #412 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ આઠ દિવસનો ઉત્સવ રાખ્યો હતો. રાજાએ આજ્ઞા કરી કે આખા નગરમાં કોઈએ જીવહિંસા કરવી નહીં. પરંતુ રાજપુત્ર માંસાહારી હતો તેથી છૂપી રીતે પોતાના * બગીચામાં એણે મેંઢાને મારી નાખ્યો. તે માળીએ જોઈ લીધું. માળીએ રાત્રે પોતાની સ્ત્રીને વાત કરી તે ગુપ્તચરે સાંભળી લીધી અને તેણે આ વાત રાજાને કરી. રાજાની આજ્ઞાનો ભંગ થવાથી તેને ન્યાયની રક્ષા માટે પ્રાણદંડની સજા આપી. રાજપુત્રને શૂળી ઉપર ચઢાવા માટે ચાંડાલને બોલાવવા સિપાઈ ગયો. યમપાલ ચાંડાલને એક દિવસે સાપે ડંસ માર્યો તેનું વિષ ચઢવાથી તે બેહોશ થઈ ગયો. ઘરના લોકો એ મરી ગયો એમ સમજી સ્મશાનમાં મૂકી આવ્યા. ત્યાં એક મુનિરાજ તપસ્યા કરતા હતા. તેમનું શરીર તપના પ્રભાવથી ઔષઘીરૂપ થયું હતું. તેથી તેમના શરીરને સ્પર્શ કરીને પવન જેના શરીરને લાગે તે નીરોગી થઈ જાય. એ મુનિરાજના પ્રભાવથી ચાંડાલનું વિષ ઊતરી ગયું અને નીરોગી થઈ ગયો. મુનિને નમસ્કાર કરી તેમની પાસેથી વ્રત લીધું. ચૌદસના દિવસે જીવહિંસા નહીં કરું. દેવયોગે ચૌદસને દિવસે જ સિપાઈઓને આવતા જોઈ ચાંડાલ છૂપાઈ ગયો અને પોતાની સ્ત્રીને કહ્યું કે–તું એમ કહેજે કે એ બીજે ગામ ગયા છે. સિપાઈઓએ કહ્યું કે-ચાંડાલ અભાગિયો છે. કારણ રાજપુત્રને મારવાથી બહુમૂલ્ય દાગીના મળવાના હતા પણ આજે જ બીજે ગામ ગયો. ચાંડાલની સ્ત્રીએ એ સાંભળીને છૂપાઈ રહેલા ચાંડાલને બતાવી દીધો. સિપાઈઓએ તેને પકડી રાજાની સામે હાજર કર્યો. ચાંડાલે ચૌદસના વ્રતના કારણે રાજપુત્રને મારવાની રાજાને મનાઈ કરી. રાજાએ વિચાર્યું કે રાજપુત્ર અને ચાંડાલ બેય મળેલા હશે તેથી આ બહાના કાઢે છે, વ્રત નહીં હોય. માટે બન્નેના હાથપગ બાંધી મગરમચ્છથી ભરેલા તળાવમાં નાખી દીઘા. લોકોએ આશ્ચર્યપૂર્વક જોયું તો જળની ઉપર ચાંડાલ સિંહાસન પર આનંદથી બેઠો છે, વાજાં વાગે છે અને જયધ્વનિ થઈ રહી છે. 408 Page #413 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રાજાએ જ્યારે આ વાત સાંભળી ત્યારે ત્યાં આવી ચાંડાલને સન્માનિત કર્યો. આવા અહિંસા વ્રતનો મહિમા જોઈને બીજાને નહીં સતાવાની ઘણાએ પ્રતિજ્ઞા કરી. દારૂનું વ્યસન “દારૂડિયો માતાને કાન્તા ગણી, કુચેષ્ટા કરતોજી, શેરીમાં મુખ ફાડી સૂવે, થાન-મૂત્ર પણ પીતોજી. વિનય અર્થ - ત્રીજું વ્યસન દારૂ છે. દારૂડિયો ભાન ભૂલી પોતાની માતાને, પોતાની સ્ત્રી ગણીને કુચેષ્ટા કરવા લાગી જાય છે. દારૂના નશામાં ગરકાવ થઈ શેરીમાં મુખ ફાડીને સૂઈ જાય છે. તેના મોઢામાં કૂતરા પણ મૂતરી જાય છે. એવી દુર્દશામાં ત્યાં પડ્યો રહે છે. ./11|| ઘર્મ, અર્થ ને કામ ગુમાવે આ ભવમાં પણ દારૂજી, પરભવમાં બહુ દુઃખો દેશે; કામ કરે શું સારુંજી? વિનય અર્થ - દારૂના વ્યસનને લઈ પ્રાણી આ ભવમાં ઘર્મ, અર્થ અને કામ પુરુષાર્થને ખોવે છે, અર્થાત્ કોઈ પણ કાર્યમાં એનું ચિત્ત ચોંટતું નથી. તથા દારૂમાં રહેલ અસંખ્યાત જીવોની તે હિંસા કરે છે તેથી આવા વ્યસન પરભવમાં પણ તેને બહુ દુઃખ આપનાર થાય છે. આવા વ્યસનો સેવી મનુષ્યભવ પામીને તે પ્રાણી શું સારું કામ કરે છે; કંઈ જ નહીં. માત્ર સંસાર વઘારીને અહીંથી જાય છે.” 12aaaa -પ્ર.વિ.ભાગ-૧ (પૃ.૪૨૧) દારૂ પીધેલા માણસની દુર્દશા જેમ વિદ્વતાએ કરી સુંદર માણસની પણ દૌર્ભાગ્યના કારણથી સ્ત્રી ચાલી જાય છે, તેમ મદિરાપાન કરવા વડે કરી બુદ્ધિ દૂર ચાલી જાય છે. મદિરાપાનથી પરાધીન થયેલ ચિત્તવાળા પાપી મનુષ્યો પોતાની માતાની સાથે સ્ત્રીની માફક વર્તન કરે છે. અને સ્ત્રીની સાથે માતાની માફક વર્તન કરે છે. મદ્યથી ચલિત ચિત્તવાળાઓ પોતાને અને પરને જાણી શકતા નથી. તેથી પોતે નોકર છતાં પોતાને સ્વામી માફક ગણે છે અને પોતાના સ્વામીને કિંકરની માફક ગણે છે. કદાચ મડદાની માફક મેદાનમાં પડેલા ઉઘાડા મુખવાળા મદિરા પીવાવાળા માણસના મુખમાં છિદ્રની શંકાથી કૂતરાંઓ પણ મુતરે છે. મદ્યપાનના રસમાં મગ્ન થયેલો બજારમાં પણ નગ્નપણે સૂવે છે અને એક સેજસાજમાં પોતાના ગૂઢ અભિપ્રાયને-છાના વિચારોને બોલી નાખે છે. વિચિત્ર પ્રકારના ચિત્રોની રચના ઉપર કાજળ ઢોળાવાથી જેમ ચિત્રો નાશ પામે છે તેમ દારૂ પીવાથી કાંતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી ચાલી જાય છે. મદિરા પીવાવાળો ભૂતથી પીડાયેલાની માફક નાચે છે; શોકવાળાની માફક રડ્યા કરે છે અને દાહજ્વરથી પીડાયેલાની માફક જમીન ઉપર આળોટ્યા કરે છે. મદિરા શરીરને શિથિલ કરી નાખે છે.” -યોગશાસ્ત્ર (પૃ.૧૪૩) 409 Page #414 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દ્વારિકાના દહનનું નિમિત્ત દારૂ દ્વૈપાયન તાપસનું દૃષ્ટાંત - “સર્વ અભક્ષ્યમાં પ્રથમ મદ્યનું ગ્રહણ, તેને = સર્વથી મહાઅનર્થના હેતુભૂત જાણીને તેનું વર્ણન કરેલું છે. તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે “મદ્ય દુર્ગતિનું મૂળ છે અને તે લજ્જા, લક્ષ્મી, બુદ્ધિ અને ઘર્મનો નાશ કરનારું છે.” વળી કહ્યું છે કે-“મદ્યપાન વડે ઉન્મત્ત થયેલો પુરુષ બાળા, યુવતિ, વૃદ્ધા, બ્રાહ્મણી અને ચંડાલણી ગમે તેવી પરસ્ત્રીને પણ સેવે છે. એક વખત કૃષ્ણ વાસુદેવે શ્રી નેમિનાથને પૂછ્યું કે “સ્વામી! આ મારી નગરીનો વિનાશ શા વડે થશે?' પ્રભુ બોલ્યા- “મદિરાથી'. તે સાંભળી કુણે આખા નગરમાંથી મદિરાને કઢાવી નાખી. એક વખતે શાંબ અને પ્રદ્યુમ્ન બંને દૂર વનમાં ગયા, ત્યાં મદિરા જોઈને તેનું પાન કર્યું. પછી મદવિહ્વળ થઈ તેમણે દ્વૈપાયન તાપસને બાંધ્યો ને માર્યો. કરે 410 Page #415 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ તત્કાળ તે તાપસે “હું યાદવોનો તથા તેના નગરનો દાહ કરનાર થાઉં.” એવું હું ન નિયાણું કર્યું. તે સાંભળી બળરામ અને કૃષ્ણ તેની પાસે આવ્યા અને પ્રણામ કર્યા. ત્યારે તાપસ બોલ્યો કે “હું તમારા બે વિના બીજા સર્વને હણીશ.” બળરામ અને કૃષ્ણ ઘણુ સમજાવ્યા પણ સમજ્યા નહીં. અનુક્રમે તે મૃત્યુ પામી અગ્નિકુમાર દેવ થયો. તરત જ તે نتی inert" : ક્રોધાયમાન થઈને યાદવપુરીને દહન કરવા આવ્યો. તે સમયે નગરના લોકોએ બાર વર્ષ સુધી આયંબિલ વ્રત કર્યું. તેથી તે તેમનો પરાભવ કરી શક્યો નહીં. પછી લોકો પ્રમાદી થઈ ગયા. તે અવસરનો લાભ લઈ તેણે આખી દ્વારકાનગરી બાળી નાખી. બળરામ અને કૃષ્ણ જીવતા બહાર નીકળ્યા. રોહિણી, દેવકી અને વસુદેવ નગરના દરવાજા નીચે દબાઈને મૃત્યુ પામી સ્વર્ગે ગયા. એમ સંભળાય છે કે, “મથી અંઘ થયેલા એવા સાંબે સર્વ યાદવકુળને હણી નાખ્યું અને પિતાની નગરીને પણ બાળી રાખ કરી; અર્થાત તેના કારણભૂત થયા.” -શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૩ના આઘારે (પૃ.૯૨) દારૂથી ભાન ભૂલી માણસ બીજા વ્યસનપણ સેવે. બ્રાહ્મણનું દૃષ્ટાંત - “એક બ્રાહ્મણ કાશીથી ભણીને પોતાને ગામ જતો હતો. રસ્તામાં એક ભીલોની પલ્લી આગળથી જવાનું હતું. ત્યાં ભીલો દારૂ પીને, નશો ચઢેલો હોવાથી ગાંડા જેવા થઈ ઊભા હતા. તેમણે તે બ્રાહ્મણને દીઠો એટલે બોલ્યા કે મહારાજની મહેમાનગીરી કરો. એમ કહી બઘા ચારે બાજુ ફરી વળ્યા અને કહે કે “તમને જવા નહીં દઈએ. કાં તો માંસનું મિષ્ટાન્ન 411 Page #416 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ ખાવ, કાં સ્ત્રીસેવન કરો અને કાં તો દારૂ પીઓ.” પછી પેલા બ્રાહ્મણે વિચાર્યું કે આ લોકો મને છોડશે નહીં પણ માંસ ખાઉં તો નરકે જવું પડે, પરસ્ત્રી સેવનથી પણ નરકે જવું પડે અને દારૂ જો કે ખરાબ તો છે, પણ વનસ્પતિમાંથી થયેલો છે Twn' વITE DAY 2 5 / ( A US MAYIN એટલે તે લેવામાં કંઈ હરત નથી. એમ જાણીને તેણે એ પસંદ કર્યું. તેને બધાએ મળીને ઘણો આગ્રહ કર્યો. એક કહે મારો પીવો, બીજો કહે મારો પીવો, એમ બઘાએ મળીને એને ખૂબ દારૂ પાયો. તેથી તે ગાંડો થઈ ગયો, એટલે પછી એણે માંસ ખાધું, પરસ્ત્રીસેવન કર્યું, બધું કર્યું. ભાન ભૂલાય એ મોટો દોષ છે. પછી શું કરે ને શું ન કરે તે કશું કહેવાય નહી. જ્યાં જ્યાં આત્મા ભૂલાય છે તે મોટો દોષ છે. દેહમાં એકાકાર તન્મય થઈ જાય છે અને પોતાને ભૂલી જાય છે; એ ગાંડપણ જ છે.” -મહાનીતિ વિવેચન (પૃ.૬૬) વેશ્યાગમનનું વ્યસન “માંસ-મદિરાથી ગંઘાતી, નરકભૂમિ સમ વેશ્યાજી, ઘન કાજે નીચ સંગ કરે છે, ખોટી નિશદિન વેશ્યાજી. વિનય અર્થ - જેના ઘરમાં માંસ મદીરાનો વ્યવહાર છે, એવી માંસ મદિરાથી ગંધાતી નરકભૂમિ સમાન વેશ્યા છે. જે ઘનને માટે નીચ પુરુષોનો પણ સંગ કરે છે. કામ વાસનાની તીવ્રતાને લીધે જેની હંમેશાં ખરાબ વેશ્યા છે એવી આ વેશ્યા તે પાપના ઘર સમાન છે. 13aaaa 412 Page #417 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ મલિન વસ્ત્ર ઘોવાની શિલા, થાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યા-સંગતિ ગંદી ભુલભુલામણી લાવેજી. વિનય , અર્થ - વાસનારૂપ મેલા વસ્ત્ર ધોવા માટે વેશ્યા તે પત્થર સમાન છે. કૂતરો હાડકાં ચાવે ત્યારે પોતાનું તાળવું છોલાઈ જતાં તેમાંથી લોહી નીકળે છે ત્યારે કૂતરો એમ માને છે કે આ લોહી હાડકામાંથી નીકળે છે, તેમ વેશ્યાની ગંદી સંગતિ પણ એવી ભુલભુલામણી લાવે છે કે હું આ વેશ્યાથી સુખ પામું છું; પણ ખરેખર તો પોતાની જ વીર્યશક્તિનો વ્યય કરી જીવ સુખ કલ્પી લે છે.” I14 -પ્ર.વિ.(પૃ.૪૨૨) વેશ્યાનો પ્રેમ કૃત્રિમ “મનમાં કોઈ અન્ય પુરુષ ઉપર પ્રેમ હોય છે, વચનમાં તેનાથી વળી કોઈ જુદા સાથે પ્રીતિ રાખે છે, વળી ક્રિયામાં (કાયાથી) તો વળી કોઈ જુદા જ પુરુષ સાથે રમે છે. આવી વેશ્યા સ્ત્રીઓ સુખને માટે કેવી રીતે થઈ શકે? જેનું મોઢું, માંસ ખાતી હોવાથી માંસથી દુર્ગથિત, મદિરાથી મિશ્ર, અને અનેક વિટ-જાર પુરુષોથી સેવાયેલું છે એવું, ઉચ્છિષ્ટ-એઠાં ભોજનની માફક વેશ્યાના મુખનું કોણ સેવન કરે? કામી પુરુષે પોતાનું સર્વ ઘન વેશ્યાને આપ્યું હોય, પણ જ્યારે તે નિર્ધન થઈ ત્યાંથી ચાલ્યો જાય છે, ત્યારે તે વેશ્યા જતા કામી પુરુષનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઇચ્છા રાખે છે. અહા! કેટલી બધી સ્વાર્થતા, કે નિઃસ્નેહતા છતાં મોહાંઘ પુરુષો સમજી શકતા નથી. પણ વેશ્યાને સ્વાધીન થયેલો પુરુષ, નિરંતર લુચ્ચા, જાગારી, ખરાબ પુરુષોની સોબતમાં જ આનંદ માને છે; પણ દેવ, ગુરુ, સારા મિત્રો અને બાંધવોની સોબતને બિલકુલ ઇચ્છતો નથી. ઘનની ઇચ્છાથી, કોઢીઆઓને પણ કામદેવ સમાન જોનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, સ્નેહ વિનાની વેશ્યાનો સમજા માણસોએ અવશ્ય ત્યાગ કરવો.” યોગશાસ્ત્રમાંથી વેશ્યાગમનથી ઘનનો નાશ, આબરૂનો નાશ, અંતે દુર્ગતિ; પણ ઘર્મથી ઉદ્ધાર ચારુદત્તનું દ્રષ્ટાંત - “શ્રેણિકે ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે વેશ્યાગમનથી દુર્વ્યસનમાં ફસાય તો કેવા કેવા દુઃખ ભોગવવા પડે? તે મને કૃપા કરી બતાવો. ગૌતમસ્વામી બોલ્યા કે હે રાજન! સાંભળો. હું તમને ચારુદત્તનું ચારિત્ર સંભળાવું છું કે જેને વેશ્યાગમનથી કેવા કેવા દુઃખ ભોગવવા પડ્યા. ચંપાનગરીમાં વિમલવાહન નામે રાજા હતો. તેના રાજ્યમાં એક શેઠ રહેતો હતો. તેનું નામ ભાનુદત્ત અને તેની સ્ત્રીનું નામ દેવિલા હતું. તે શેઠને પુત્ર નહીં હોવાથી તે નિરંતર પુત્રની ઇચ્છાથી દેવોની આરાધના કરતી હતી. મુનિ ભગવંતે ઉપદેશ આપ્યો કે કુલદેવની પૂજાથી સમ્યત્વની પ્રાપ્તિ નહીં થાય વગેરે ઉપદેશથી તેની પુત્રની ઇચ્છા નિવૃત્ત થઈ. પણ થોડા સમય પછી તેને પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ચારુદત્ત રાખવામાં આવ્યું. એ ચંપાનગરીમાં જ સિદ્ધાર્થ નામનો શેઠ તથા તેની પત્ની સુમિત્રા રહેતા હતા. તેમની પુત્રી મિત્રાવતી નામની કન્યા સાથે ચારુદત્તના લગ્ન થયા. પણ ચારુદત્ત તો વૈરાગ્યવાન હોવાથી હંમેશા 413 Page #418 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ વિદ્યાભ્યાસ કરવામાં જ તલ્લીન રહેતો હતો. તેથી મિત્રાવતી સાથે કંઈ સંબંઘ રાખતો નહીં. તે વાતની સુમિત્રાને ખબર પડી તેથી ચારુદત્તની માતાને ઓળંભા - સંભળાવવા લાગી. ભણે પણ ગણે નહીં તો શું કામનું? પોતે લગ્ન કર્યા છે તો તેનું કર્તવ્ય સમજવું જોઈએ. દેવિલાએ સુમિત્રાને સમજાવીને તેના ઘરે મોકલી. પછી ચારુદત્તની માતાએ પોતાના દિયરને વાત કરીને તેને વેશ્યાને ત્યાં મોકલ્યો. પછી તે ત્યાં જ રહેવા લાગ્યો. બાર મહિના થયા તો પણ ઘરે આવતો જ નથી. પિતાએ સમાચાર મોકલ્યા કે તારા પિતા બિમાર છે. છતાં આવ્યો નહીં. પિતાએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. વેશ્યાને ત્યાં માતાએ ઘન મોકલ મોકલ કરવાથી તે સર્વ ઘન પૂરું થઈ ગયું. વસંતતિલકા વેશ્યાને ખબર પડી કે હવે એની પાસે ઘન નથી. તેથી તેને દારૂ પાઈને એક કપડામાં બાંધીને ઉકરડામાં નાખી દીધો. પ્રાતઃકાળ થવાથી કૂતરાઓ એનું મોઢું ચાટવા લાગ્યા. ચારુદત્ત નશામાં બોલ્યોહે વસંતસેના! હું હમણાં ઉંઘમાં છું તેથી તું આઘી જા, મને સૂવા દે. એટલામાં તો ચોકીદાર આવ્યો અને પૂછ્યું કે તું કોણ છે? અને અહીં કેમ આવ્યો? એ સાંભળવાથી ચારુદત્તની બુદ્ધિ ઠેકાણે આવી. પ- જ છે છે 414 Page #419 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ચારુદત્તે વિચાર્યું કે આ બધું કામ વસંતતિલકાનું છે. તે જાણી તેને ઘણી રક ધૃણા આવી. તે પોતાને ઘેર ગયો. દ્વારપાળે અંદર જતાં રોક્યો. અને કહ્યું કેચારુદત્ત! આ ઘર તમારું જ છે, પણ હમણાં મારા માલિકે ગિરવી રાખ્યું છે. ચારુદત્તે કહ્યું-મારી માતાનું ઘર તને ખબર છે? ત્યારે દ્વારપાળે એનું ઝૂંપડા જેવું ઘર બતાવ્યું. ચારુદત્ત ઘરે ગયો કે એની માતા અને સ્ત્રી બન્ને સામે આવ્યા. માતાએ આવી તેને નવડાવ્યો અને ભોજન કરાવ્યું. પછી ચારુદત્તે માતા પાસે વિદેશમાં વ્યાપાર કરવાની આજ્ઞા માગી. મામાની સાથે વિદેશ ગયો. ત્યાં સારી કમાણી થઈ, પણ રસ્તામાં જતાં લૂંટારાએ બધું લૂંટી લીધું. ફરી કપાસના ઘંઘામાં આગ લાગી ગઈ. ત્યાંથી મલય પર્વત ઉપરના નગરમાં કમાવા ગયો. ભાગ્યોદયથી ત્યાં પણ ઘન કમાયો પણ ચોરો લૂંટી ગયા. ત્યાંથી પ્રિયંગુ શહેરમાં ગયો. ત્યાં ચારુદત્તના પિતાના મિત્ર સુરેન્દ્રદત્તની સહાયથી સારું ઘન કમાયો, પણ જહાજમાં સમુદ્ર વાટે જતાં જહાજ સમુદ્રમાં ડૂબી ગયું. મામા-ભાણેજ બન્ને છૂટા પડી ગયા. પાટીયું હાથમાં આવવાથી બહાર નીકળ્યા. સમ્મરી નામની નગરીમાં પહોંચ્યા. ત્યાં પોતાના પિતાનું અનામત ઘન પિતાના મિત્રને ત્યાં પડ્યું હતું તે વડે મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને દાન વગેરે આપવા લાગ્યો. ત્યાંથી રાજગૃહ નગરમાં આવ્યો. ત્યાં રામદંડી સાઘુનો મેળાપ થયો. તેણે પણ રસકુપીના બહાને કૂવામાં નાખી દીઘો. ત્યાંથી મહામુશ્કેલીએ બહાર નીકળ્યો. ત્યાં પણ એની પાછળ પાડા પડ્યા. ત્યાંથી માંડ માંડ છૂટ્યો. પછી મિત્રો મળવાથી રત્નદીપ પહોંચ્યો. ત્યાં જિનમંદિરમાં દર્શન પૂજા કરીને બહાર નીકળ્યો. ત્યાં મુનિરાજના દર્શન થતાં જ મુનિ મહાત્મા બોલ્યા–ચારુદત્ત તું અહીં ક્યાંથી? ચારુદત્તે પૂછ્યું કે-આપ મારું નામ ક્યાંથી જાણો? મુનિ મહાત્માએ કહ્યું કે હું અમિતગતિ વિદ્યાઘર છું. 415 Page #420 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe તમે મને બંધનથી છોડાવ્યો હતો તે હું છું. ઘણા વર્ષો સુધી સંસારમાં રહી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી છે. તેટલામાં તે મુનિના પુત્રો વિદ્યાઘર ત્યાં મુનિને વાંદવા આવ્યા. મુનિએ ચારુદત્તની બધી હકીક્ત કહી. તેથી વિદ્યાઘરોએ તેને નમસ્કાર કર્યા. ત્યાં બે દેવો આવ્યા. તેમણે મંદિરમાં દર્શન કરી પહેલાં ચારુદત્તને નમસ્કાર કરી પછી મુનિને નમસ્કાર કર્યા. ચારુદત્તે કૂવામાં પડેલા પુરુષને મંત્ર સંભળાવ્યો હતો તે દેવ થયો હતો. બીજો બકરાને મંત્ર સંભળાવ્યો હતો તે પણ દેવ થયો હતો. તે બન્ને દેવે કહ્યું કે–હે પુણ્યવાન! હવે ઘન કમાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. ચંપાનગરીમાં તમારી ઇચ્છા પ્રમાણે ઘન મળી જશે. દેવો પોતાના સ્થાનકે ગયા. વિદ્યાઘર પોતાના નગરમાં ચારુદત્તને લઈ ગયો. ત્યાં વિદ્યાઓ સાધ્ય કરી. 32 સ્ત્રીઓ પરણ્યો. પછી ત્યાંથી રવાના થઈ ઘણા વિદ્યાઘરો સાથે ચંપાનગરી આવ્યો. ચારુદત્તના આવવાના સમાચાર સાંભળી રાજા વિમલવાહન તેને મળવા માટે આવ્યો. ચારુદત્તે રાજાને ભેટશું આપ્યું. રાજાએ ચારુદત્તને યોગ્ય 0 92 જાણીને અર્થે રાજ્ય આપ્યું. A C S , પછી ચારુદત્ત પોતાની માતા કિલો ન િતથા પોતાની જુની સ્ત્રીને મળ્યો. ઘણા કાળ સુધી HIT મળ્યો. ઘણા કાળ સુધી ( જિ . સુખપૂર્વક કાળ નિર્ગમન - D. કર્યો. એક દિવસ ચારુદત્ત પોતાના મહેલમાં બેઠો હતો. ત્યાં વાદળા ભેગા થયેલા જોયા અને થોડીવારમાં તે છિન્નભિન્ન થઈ ગયા. તે જોઈને તેને વિચાર આવ્યો કે એક દિવસ સગાં-સંબંઘી, ઘન-દોલત વગેરે બઘા અલગ અલગ થઈ જશે, એમ વિચારી તેને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી. તેથી પુત્રને રાજ્યભાર સોંપી પોતે દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવ થયો. આ કથા વડે પ્રમાણ શિક્ષા શું મળે છે કે ચારુદત્ત વેશ્યાના મોહમાં પડવાથી આખું ઘર બરબાદ થઈ ગયું. માતા અને સ્ત્રીને ખાવાના પણ સાંસા પડ્યા. ઝૂંપડીમાં રહેવા જવું પડ્યું. પાપના પ્રાયશ્ચિત્તરૂપ ચારુદત્તને ઉકરડામાં પડવું પડ્યું. માટે ઘર્માત્મા પુરુષોએ પાપાત્મા એવી વેશ્યાઓનો સર્વથા પરિત્યાગ કરવો. જિનેન્દ્રદેવનો એ જ ઉપદેશ છે.” T 416 Page #421 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ શિકારનું વ્યસન “મુખમાં તૃણ સહ નિરપરાથી હરણ અશરણ ભય-મૂર્તિજી, હણે શિકારી ગણી બહાદુરી કરે પાપમાં પૂર્તિજી.” વિનય અર્થ - મોઢામાં તૃણ ગ્રહણ કરે તેને રાજા પણ છોડી મૂકે છે. એવા તૃણ એટલે ઘાસના ખાનારા બિચારા નિરપરાધી હરણો જેને કોઈ જંગલમાં શરણ આપનાર નથી એવા ભયની મૂર્તિ સમાન, ઘણા જ ભયભીત સ્વભાવવાળા હરણોને દુષ્ટ એવો શિકારી હણી નાખે છે. તેણે હણીને વળી બહાદુરી માની હિંસાનંદી રૌદ્રધ્યાન સેવી પાપમાં પૂર્તિ કરીને નરકગતિને સાથે છે. 15 “કીડી ડંખે તોપણ કૂદે તેવા જન શિકારેજી, તીણ તીરે નિર્દોષી મૃગને હણી કેમ સુખ ઘારેજી!” વિનય અર્થ - કીડી ચટકો મારે તોપણ કૂદે તેવા શિકારીઓ તીણ બાણવડે નિર્દોષી મૃગને હણીને કેમ સુખ માનતા હશે? એવાઓને સુખ પણ કેમ મળશે કેમકે “સુખ દીઘે સુખ હોત હૈ, દુઃખ દીઘાં દુઃખ હોય; આપ હણે નહીં અવરકું, તો અપને હણે ન કોય.” -બૃહદ આલોચના 16aaaa જે તુજ સ્વજન હતાં પરભવમાં, તુજ મુખ જોવા ઝૂરતાંજી, વગર ઓળખે હણે તેમને ધિક્ક! શિકારી-કુરતાજી. વિનય અર્થ - જે પૂર્વભવમાં તારા જ સ્વજનો હતા. તારું મુખ જોવાને માટે જે ઝૂરતા હતા. તેને જ તું વગર ઓળખે હણી નાખે છે. માટે હે શિકારી! તારી એવી દુષ્ટ ક્રુરતાને સદા ધિક્કાર છે. પુત્રનું દૃષ્ટાંત - એક પુત્રની માતા મરીને કૂતરી થઈ. પિતાના શ્રાદ્ધના દિવસે ખાવા માટે ખીરની રસોઈ બનાવી. તેમાં તે જ કૂતરીએ આવીને મોટું -- ઘાલ્યું તો પુત્રે તેના માથે લાકડીઓના માર માર્યા. એમ. -- - 4 પૂર્વભવના પોતાના જ સ્વજનોને જીવ અજ્ઞાનવશ હણે છે. ૧૭ળા એક વાર જે હણે જીવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશેજી. વિનય અર્થ - એકવાર તું જે જીવને હણે છે, તે જીવ તારા પ્રત્યે વેર ઘારણ કરીને મરશે. તેથી 417 Page #422 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પરભવમાં તે તને બહુ વાર મારશે. તારા પ્રત્યે વેર રાખી તને મારવા માટે તે ફર્યા કરશે, એમ ભવોભવ તે વેરના સંસ્કારો ચાલ્યા કરશે.” 18. -પ્ર.વિ.(પૃ.૪૨૨) શિકાર પછી જીવનું દુઃખ જોઈ થયેલો પશ્ચાત્તાપ પૃથ્વીપાલ રાજાનું દ્રષ્ટાંત - ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અનુપમ રૂપવાળો પૃથ્વીપાલ રાજા હતો. તે એક વખતે વનમાં મૃગયા રમવાને ગયો. ત્યાં કોઈ એક વૃક્ષ ઉપર મયૂર પક્ષીને જોઈ ઘનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને તેના પ્રાણ લેવા માટે બાણ છોડ્યું. બાણ લાગવાથી મયૂર પક્ષી તત્કાળ પૃથ્વી પર પડ્યું. તેને પૃથ્વી પર તરફડતાં અને આક્રંદ કરતા જોઈ રાજાને વિચાર આવ્યો પદ , on એક ક કે “અરે આ જીવને મેં તેના ક્રીડારસમાંથી અકસ્માત વિરસ કર્યો. તેની જેમ મારાથી અધિક બળવાળો કોઈ નર કે વ્યાધ્ર આવી મને ઘણા પ્રહાર કરીને વેદના ઉપજાવે તો તે વખતે તેને કોણ નિવારે? માટે મારા જેવા પાપીને ધિક્કાર છે.” આમ વિચારી પૃથ્વી પર તરફડતા મયૂર પક્ષી તરફ જોઈને વારંવાર તેને નમવા લાગ્યો. વેદનામાં પણ રાજાએ નમ્ર વચન કહ્યાં. તેથી કાંઈક શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે મયૂર ક્ષણવારમાં મૃત્યુ પામ્યો અને વિશાલપુર નગરમાં મનુષ્યપણે અવતર્યો.” –ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩ (પૃ.૪૭) 418 Page #423 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ જીવનો વઘ કરનાર નરકે જાય અને દયા પાળનાર સ્વર્ગે જાય ખેંગાર રાજાનું દૃષ્ટાંત - એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા એ જ શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વઘ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતાં તે માર્ગથી તેમજ સાથીદારોથી છૂટો પડ્યો. અર્થાત્ એકલો ભૂલો પડ્યો તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચઢીને બેઠેલા ઢુંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે –“અરે! તું માર્ગ જાણે છે?” ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે - जीव वधंता नरग गई, अवधता गई सग्ग, हुं जाणुं दो वाटडी, जीण भावे तिण लग्ग. // 1 // નre . અર્થ - “જીવનો વઘ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે, આ બે માર્ગ હું તો જાણું છું, તને ગમે તે માર્ગે જા.” આ પ્રમાણે વેધ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાંજ જીવનપર્યત પ્રાણીવશે નહીં કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણનો અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરુની જેમ સત્કાર કર્યો. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૪ (પૃ.૨૭) 419 Page #424 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ જીવનો વઘ કરવો મહાપાપ છે, આ એક વચનથી થયેલો ઉદ્ધાર ઢીમરનું દૃષ્ટાંત - પૃથ્વીપુર નગરમાં એક ઢીમર રહેતો હતો, તે મત્સ્ય મારવાને ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાલ વિગેરે આપીને મસ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મસ્સો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વઘ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી તેણે ચિંતવ્યું કે, “હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે. કોઈને “મરી જા' એવું કહેતાં પણ દુઃખ થાય છે. તો હિંસા કરતાં કેમ ન લાગે?” એ વખતે કોઈ ગુરુ શિષ્ય નગરમાંથી - બહાર ઠલ્લે જતાં તે સ્થાનેથી નીકળ્યા. તેમણે હાથમાં શસ્ત્ર વાળા તે માછીને જોયો. તે જોઈ શિષ્ય ગુરુને કહ્યું કે, “હે ભગવાન! આવા પાપી જીવો તો કોઈ રીતે પણ તરે એમ લાગતું નથી.” ગુરુ બોલ્યા - “વત્સ! જિનેંદ્રશાસનમાં એવો એકાંત કદાગ્રહ નથી; કારણકે અનેક ભવોમાં સંચય કરેલા કર્મો હોવા છતાં, અધ્યાત્મજ્ઞાન,(આત્માના ભાવ) સહિત શુભ પરિણામ વડે પ્રાણી કર્મોને ક્ષણવારમાં નાશ પમાડે છે. તે વિષે કહ્યું છે કે “જે જે સમયે જીવ જે ભાવમાં પ્રવર્તે છે, તે તે સમયે તેવાં તેવાં શુભાશુભ કર્મ બાંધે છે.” આ પ્રમાણે કહી શિષ્યને નિરુત્તર કરીને ગુરુએ ઉંચે સ્વરે આ પ્રમાણે એક પદ કહ્યું કે - “નીલવરો મહાપાવો” જીવનો વઘ કરવો મહાપાપ છે. આ પ્રમાણે કહી ગુરુ આગળ ચાલ્યા. તે સાંભળી ઢીમરે તે પદ યાદ કરીને ચિંતવ્યું કે, “આજથી મારે કોઈ જીવનો વઘ કરવો નહીં.” આવું ધ્યાન કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાઘના કરેલી તેનું ફળ આ નીચ કુળમાં જન્મ થયો વિગેરે માની તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો અને અંતે શુક્લધ્યાનથી તત્કાળ કેવળજ્ઞાનને પામ્યો. સાનિધ્યમાં રહેલા દેવતાઓએ તેનો મહોત્સવ કર્યો. દેવદુંદુભિનો શબ્દ સાંભળી પેલા શિષ્ય ગુરુને પૂછ્યું કે, “આ શેનો શબ્દ છે?” ગુરુ બોલ્યા 420 Page #425 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ “વત્સ! જો, તે ઢીમરને મહાજ્ઞાન ઉત્પન્ન થયું, તેનો દેવો મહોત્સવ કરે છે, તે સંબંધી દુંદુભીનો આ નાદ છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.(પૃ.૪૪) ક્ષણમાત્રનો જ્ઞાની પુરુષનો સમાગમ અથવા જ્ઞાનીપુરુષનું એક વચન પણ યથાર્થ પરિણમાવે તો જીવ મોક્ષને પામે છે. રાજાના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રગટેલી દયાની અદ્ભુત લાગણી કુમારપાળ રાજાની દયાનું દૃષ્ટાંત - પુરાણના શ્લોકો સાંભળીને કુમારપાળે તે શ્લોકો લખાવી તેના પત્ર લઈને પોતાના સેવકોને પોતાના રાજ્યમાં દરેક શહેરે અને દરેક ગામે જીવદયાને માટે મોકલાવ્યા. વળી રાજા કુમારપાળે ગત બાતમીદારોને રાખ્યા હતા. “કોઈ હિંસા કરે છે કે નહીં?” એ જાણવા તેઓ ગુપ્ત રીતે તેના વિશાળ રાજ્યમાં સર્વત્ર ફરતા હતા. એક વખતે એવું બન્યું કે - મહેશ્વર વણિકનું દ્રષ્ટાંત - કોઈ ગામમાં મહેશ્વર નામના કોઈ વણિકના કેશમાંથી તેની સ્ત્રીએ એક જ કાઢીને તે શ્રેષ્ઠીના હાથમાં મૂકી એટલે તે મહેશ્વર શેઠે તેને મારી નાખી. તે રાજાના ગુપ્તચરોના જોવામાં આવ્યું. તેથી તત્કાળ તે શ્રેષ્ઠીને મરેલી જૂ સાથે પકડીને પાટણ નરેશ કુમારપાળ પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું “અરે શેઠ! આવી દુષ્ટ ચેષ્ટા કેમ કરી?” શ્રેષ્ઠીએ કહ્યું “મહારાજ! આ જૂ ઇ, છે દિ 421 Page #426 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ મારા મસ્તકમાં માર્ગ કરીને મારું લોહી પીતી હતી, તે અન્યાયથી મેં તેને મારી છે.” કુમારપાળે કહ્યું, “અરે દુષ્ટ! વાળ તો જૂને રહેવાનું સ્થાન છે, ત્યાંથી તે - જીવને તેં સ્થાનભ્રષ્ટ કર્યો તેથી તે પોતે જ અન્યાયી છો. કદી તું જીવહિંસાથી ડર્યો નહીં, પણ શું મારી આજ્ઞાથી પણ ડર્યો નહીં?” એમ કહી તેનો ઘણો તિરસ્કાર કર્યો. પછી તે મહેશ્વરે જીવિતદાનરૂપ ભિક્ષા માગી એટલે દયાળુ રાજાએ કહ્યું કે–જા, તને છોડી મૂકું છું, પણ તું તારું સર્વ દ્રવ્ય ખર્ચીને આ જૂના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે યૂકાવિહાર’નામે એક પ્રાસાદ કરાવ, કે જેને જોઈને કોઈપણ જીવ વઘ ન કરે.” મહેશ્વર શેઠે તેમ કરવું સ્વીકાર કર્યું. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨ (પૃ.૫). કુમારપાળ રાજાએ ચામડી ઉખેડી પણ જીવ બચાવ્યો જીવદયાનું જવલંત દૃષ્ટાંત - એક વખત કુમારપાળ રાજા કાયોત્સર્ગ ઊભા હતા. ત્યારે પગે મંકોડો ચોંટ્યો. તે વખતે પાસેના સેવકોએ તેને ઉખેડવા માંડ્યો. પણ રાજાએ મંકોડાને વ્યાકુળ થતો જોઈ, તીક્ષ્ણ કાતર વડે પોતાની ત્વચા ઉખેડી મંકોડાને દૂર કર્યો. અને એવો નિયમ લીઘો કે, “વર્ષાઋતુના ચાર મહિના પોતાના નગરના દરવાજા બહાર જવું નહીં.' -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૫) ચોરીનું વ્યસન “એક વાર ઠગનારો જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્ત્રગણું ફળ ચોરીનું ય ચખાશેજી. વિનય૦૬ હવે છઠું વ્યસન ચોરી છે તે વિષે જણાવે છે - અર્થ - એકવાર કોઈ જીવને ઠગશે તેના ફળમાં વારંવાર તે પોતે ઠગાશે. કોઈને દાન આપવાનું હજાર ગણું ફળ મળે તેમ ચોરી કરવાના ફળમાં તેને હજારગણું દુઃખ ભોગવવું પડશે. ચોરનું દૃષ્ટાંત :- - એક છોકરાને ચોરીના અપરાધમાં ફાંસીની શિક્ષા કરવામાં આવી, ત્યારે તેણે માને મળવાની ઇચ્છા દર્શાવી. મા મળવા આવી ત્યારે તેના કાન કરડી ખાઘા. તે વખતે લોકોએ પૂછ્યું કે 422 Page #427 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ કેમ આમ કર્યું? ત્યારે તેણે કહ્યું કે નાનપણમાં હું નાહીને ભીને શરીરે બીજાના તલના ઢગલા પાસે જઈ ત્યાં આળોટીને તલ શરીરે ચોટાડી લઈ આવતો, ત્યારે ) આ મા રાજી થતી હતી. તેના પરિણામે હું આટલો મોટો ચોર થયો. તેનું કારણ મારી આ મા છે, માટે મેં રે વાવે તેવું લણે' ભણે જન, શાસ્ત્ર વળી પોકારેજી ચતુર બની ચોરી કરતાં જીવ, પર-ભવડર વિસારેજી. વિનય અર્થ - “જેવું વાવે તેવું લણે એવી કહેવત છે તથા શાસ્ત્રો પણ આ વાતનો પોકાર કરીને જણાવે છે કે ચોરી કરવી તે દુઃખનું કારણ છે. છતાં ચતુર બનીને ચોરી કરતાં જીવ આ ભવ પરભવના ડરને ભૂલી જાય છે. 20 જે મૂડીથી બહુ જન જીવે તે જ ચોર પણ ચોરેજી, દુઃખ કેટલું ઘરે કુટુંબી? મરણ-દુઃખ એક કોરેજી. વિનય અર્થ - જે ઘનની મૂડી વડે ઘણા જન જીવે તેને ચોર ચોરી જાય છે. તેથી તેના કુટુંબીઓ કેટલું દુઃખ પામે કે તેના આગળ મરણનું દુઃખ પણ એક કોરે મુકાઈ જાય છે. કેમકે મરણનું દુઃખ તો એકવાર ભોગવાય પણ નિર્ધનતાનું દુઃખ તો પ્રતિદિન ભોગવવું પડે છે. દશ પ્રાણથી માણસ જીવે છે. તેને ઘન પણ એક અગિયારમા પ્રાણ સમાન છે. પર ઘન લેતાં જાણે તેના પ્રાણ જ લીધા. કારણ નિર્ધન બનીને તે બહુ દુઃખ પામે છે. ગરવા -પ્ર.વિ.૧ (પૃ.૪૨૨) ચોરીના અપરાઘમાં બઘાને ફાંસી તાપસ ચોરનું દૃષ્ટાંત - કૌશાંબી નામની નગરીમાં એક ચોર તાપસનો વેશ ઘારણ કરી રહેવા લાગ્યો. દિવસે તો લોખંડનું શીકું બનાવી ઝાડને લટકાવી તેમાં પોતે ધ્યાનમાં બેસી રહેતો. કંઈ ખાય. પીએ નહીં. તેના સાથીદારો તેના તપની પ્રશંસા કરતાં ચોતરફ ફરવા લાગ્યા, તેથી ઘણા લોકો તેના ભક્ત થયા. તે તાપસ રાતના ચોરી કરવા લાગ્યો. લોકોએ ચોરીની વાત રાજાને કરી તેથી કોટવાળને બોલાવી કહ્યું કે સાત દિવસમાં ચોરને પકડીને લાવ. નહીં તો તને ફાંસી દેવામાં આવશે. કોટવાળે એક પંડિતજીને પોતાની ચિંતા દૂર કરવાનો ઉપાય પૂછ્યો. પંડિતજીએ કહ્યું કે આ નગરમાં કોઈ અતિ નિઃસ્પૃહ પુરુષ રહે છે? કોટવાળે કહ્યું–એક તાપસ શીકામાં બેસી લટકી રહ્યો છે, અને કોઈ લૂખું સુકું આપે તે ખાઈને સંતોષ કરીને રહે છે. પંડિતજી કહે– ચોરને પકડવાની જવાબદારી મારી. પંડિતજી આંધળા બની તાપસની પાસે રહેવા લાગ્યા. તાપસના સાથીદારોએ તેની પરીક્ષા કરી કે ખરેખર આંઘળો છે કે કોઈ બનાવટી ઠગ છે. ગમે તેટલી પરીક્ષા કરી પણ એ ચલિત થયો નહીં. ત્યારે સાથીદારોને ખાતરી થઈ કે ખરેખર એ આંધળો જ છે. ત્યારે તપસી અને તેના સાથીદારો બધા ચોરી કરવા નીકળ્યા અને 423 Page #428 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ હોઝિ012 GSS.Sc અys, S ઘન લાવીને પાણી વગરના કૂવામાં ઘનની પેટીઓ અંદર ઉતારે છે. પંડિતજી ચૂપચાપ બધું જોઈ રહ્યા છે. બીજે દિવસે કોટવાળને બતાવી બઘા ચોરોને પકડાવી દીધા. ચોરીનું ઘન કૂવામાંથી કાઢી બઘાને પોતપોતાને આપી દીધું. કોટવાળે બઘા ચોરોને રાજા આગળ હાજર કર્યા. રાજાએ ચોરીના અપરાઘના બદલામાં તેઓને ફાંસીની સજા આપી. -સદાચાર શિક્ષક ભાગ-૨માંથી ઘર્મ અને સત્સંગતિના પ્રભાવથી ચોરનો પણ ઉદ્ધાર લોહખુર ચોરનું || વૃષ્ટાંત - “શ્રેણિકના / પિતા પ્રસેનજિત રાજાના રાજ્યમાં રાજગૃહી નગરીને વિષે લોહખુર નામે એક ચોર રહેતો હતો. એક વખતે તેણે દ્યુતક્રીડામાં જીતેલું દ્રવ્ય | વાચકોને આપી દીધું. પછી ત્યાંથી જતાં માં થયો, એટલે પોતાને ઘેર | ભોજન કરવા માટે જવાની ઇચ્છા કરી; તેવામાં રાજાના મહેલમાંથી સરસ રસોઈની સુગંઘ આવી; એટલે તત્કાળ તેને વિચાર થયો કે, “મારી પાસે અંજનવિદ્યા છે, તેથી મારે શું અશક્ય છે? માટે અંજનવિદ્યાથી રાજગૃહમાં જઈને રાજભોજન કરું.” આવું વિચારી તે અદ્રશ્ય વિદ્યાથી રાજમહેલમાં ગયો અને રાજાની સાથે એક થાળમાં બેસી તેમાંથી ભોજન જમીને પોતાને ઘેર ગયો. પછી તો રસગૃદ્ધિ થવાથી એવી રીતે પ્રતિદિન કરવા લાગ્યો....ઘણા દિવસ સુધી તેમ ચાલવાથી ઓછો આહાર થવાને લીધે રાજાનું અંગ કૃશ થઈ ગયું. એક વખતે મંત્રીએ રાજાને પૂછ્યું કે, “હે સ્વામિન્ ! તમારું શરીર ગ્લાન કેમ છે? શું અન્ન પર અરુચિ થઈ છે? કારણ કે અન્ન વગર શરીર, નેત્ર વગર મુખ, ન્યાય વગર રાજ્ય, લવણ વિના ભોજન, ઘર્મ વિના જીવિતવ્ય અને ચંદ્ર વિના નિશા એ શોભતાં નથી, અથવા તમને કાંઈ ચિંતા તો નથી? કારણ કે શરીરમાં રહેલી ચિંતા શરીરને બાળે છે, અને દુષ્ટ પિશાચીની જેમ નિત્ય રુધિર અને માંસને બાળી નાખે છે.” રાજા બોલ્યો કે, “હે મંત્રી! મને મોટું આશ્ચર્ય એ થાય છે કે હું હમેશાં બમણું ત્રણગણું જમું 424 Page #429 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ છું, પણ કોઈ અંજનસિદ્ધ પુરુષ મારી સાથે જમી જાય છે, તેથી નારકીના fe 1 જીવોની જેમ મારો ઉદરાગ્નિ શાંત થતો નથી.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ , રસોડાના સ્થાનમાં ચોતરફ આકડાના સૂકાં પુષ્પો વેર્યા, ભોજન સમયે પેલા * ચોરના પગના આઘાતથી તેને ખડખડતા જોઈ તે વિષે નિશ્ચય થયો. પછી બીજે દિવસે તે ચંપાતા પુષ્પનો ધ્વનિ સાંભળી, ચોરને અંદર આવેલો જાણી તત્કાળ તે સ્થાનના હારને દ્રઢ અર્ગલા આપી વાસી દીઘાં અને અંદર પ્રથમથી ગુપ્ત રાખેલો તીવ્ર ધુમાડો કર્યો. ધૂમ્રથી વ્યાકુળ થયેલા ચોરના નેત્રમાંથી અશ્રુઘારા ચાલી, તેથી તેણે કરેલું સિદ્ધાંજન ઘોવાઈ ગયું, એટલે સર્વેએ તેને પ્રત્યક્ષ જોયો. પછી તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે ચોરે ચિંતવ્યું કે, “અહો! દૈવયોગે મારું તો ભોજન અને ઘર બંને નષ્ટ પામ્યું.” પછી રાજાની આજ્ઞાથી સુભટોએ તે ચોરને નગરના જાહેર ભાગોમાં ફેરવી શૂળીએ ચડાવ્યો. ત્યારપછી રાજાના સુભટો ગુપ્ત રીતે સંતાઈ રહીને જોવા લાગ્યા કે, હવે જે પુરુષ આ ચોરની સાથે વાતચીત કરે તેની પાસે સર્વ નગરજનનું ચોરેલું દ્રવ્ય છે એમ જાણીને તેને ત્યાં શોઘવું. તેવામાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તે માર્ગે નીકળ્યો. તેણે ચોરનું આક્રંદન સાંભળી ચોર પ્રત્યે કહ્યું કે, “અરે ચોર! પાપરૂપી વૃક્ષનું આ ભવમાં આ વઘ બંધન વિગેરે ફળ તને પ્રાપ્ત થયું છે અને પરલોકમાં નરકગતિની વેદનારૂપ ફળ પ્રાપ્ત થશે, કેમકે પ્રાણીએ ઉપાર્જન કરેલું કર્મ અન્યથા થતું નથી; પરંતુ હવે અંતકાળે પણ તું અદત્તાદાન ચોરીના ત્યાગરૂપ વ્રત અંગીકાર કર.” તે સાંભળી ચોરે કહ્યું, “અરે શેઠ! મારા પગ શિયાળ ખાઈ ગયા છે કાગડાઓએ મસ્તકને ઠોલી નાખ્યું છે. આ પ્રમાણે મને પૂર્વ કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે, હવે હું શું કરું? પરંતુ મને 425 Page #430 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ "દ કી તૃષા ઘણી લાગી છે, તેથી કૃપા કરીને મને પાણી લાવી આપો.” શ્રેષ્ઠીએ તે વાત રાજવિરુદ્ધ જાણી મૌન રહ્યો. પુનઃ ચોરે દીન આલાપોવડે તેવીજ રીતે પાણીની માગણી કરી. જેથી શ્રેષ્ઠીએ હિંમત લાવીને કહ્યું કે, “હે ભદ્ર! તું તારા આખા ભવમાં કરેલા પાપની આલોચના કર. સ્મૃતિમાં લાવ અને તેની નિંદા કર. શેઠના કહેવાથી ચોરે પોતાના આખા ભવમાં કરેલા પાપ જણાવ્યા, એટલે જિનદત્તે ચોરી પ્રમુખના પચ્ચખાણ કરાવ્યા, અને કહ્યું કે “હે ભદ્ર! એત્વ અને અન્યત્વ ભાવના ભાવવાથી પ્રાણીના સર્વ પાપ અર્થ ક્ષણમાં પણ લય પામી જાય છે, તેથી તું હવે તે ભાવના ભાવ, સર્વ જીવોને મૈત્રીભાવે જો અને સર્વ પ્રકારની આપત્તિમાંથી ઉદ્ધાર કરનાર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર. હું જળ લેવાને જાઉં છું.” ચોરે પૂછ્યું કે, “કૃપાનિધિ! આ પચ્ચખાણથી અને નમસ્કારથી મારા મહાપાપ જશે?” શ્રેષ્ઠી બોલ્યા કે હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી નવકાર મંત્રને જાનારા તિર્યંચો પણ સ્વર્ગે ગયા છે.” આ પ્રમાણે તેને ઉપદેશ કરી જિનદત્ત શ્રેષ્ઠી જળ લેવાને ગયો. પછવાડે તે ચોર સમાધિથી મૃત્યુ પામી અંત સમયે જ આયુષ્ય બાંઘી સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. “અહો, સત્સંગતિનું ફળ કેવું અદ્ભુત છે!” ....જિનદત્ત શ્રેષ્ઠી જળ લઈને આવ્યા, ત્યાં તો તેને મૃત્યુ પામેલો જોયો. પરંતુ પોતે રાજવિરુદ્ધ કર્યું છે એવું જાણી તે શક્રાવતાર ચૈત્યમાં જઈને કાયોત્સર્ગે રહ્યા. સુભટોએ સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું; એટલે રાજાએ આજ્ઞા કરી કે, “હે સુભટો! એ મૂર્ખ ગાય જેવા પણ કૃત્યે વાઘ જેવા શ્રેષ્ઠીને ચોરની જેમ વિડંબના કરીને મારી નાખો.” સુભટોએ તત્કાળ શ્રેષ્ઠીને રાજાની આજ્ઞા જણાવી, તથાપિ તે ધ્યાનથી ચલિત થયા નહીં. પછી તેઓ તેને અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. તે વખતે પેલો “લોહખુરદેવ ભવપ્રત્યય અવધિજ્ઞાનવડે પોતાના ઘર્મગુરુની એવી અવસ્થા જોઈને વિચાર કરવા લાગ્યો કે - એક અક્ષર, અર્થ પદ કે પદ માત્રને ભણાવનારા ગુરુને જે ભૂલી જાય તે પાપી કહેવાય છે. તો ઘર્મને બતાવનારા ગુરુને ભૂલી જનાર પાપી કહેવાય તેમાં તો શી નવાઈ?” આવું વિચારી પ્રતિહારનો વેષ લઈ તરત તે ત્યાં આવ્યો અને દંડાઘાતવડે સુભટોને મૂર્શિત કરી નાખ્યા. તે હકીકત સાંભળી રાજા ચતુરંગ સેના લઈને ત્યાં આવ્યો. દેવે તેને કહ્યું કે, “તમે ઘણા છો તેથી શું થઈ ગયું? કહ્યું છે કે, ઘણા ગજેન્દ્રો હોય પણ તે દુબળા સિંહની બરાબર પણ થઈ શકતા નથી. આમ કહીને એક રાજા સિવાય બીજા બઘાને તેણે પૃથ્વી પર પાડી નાખ્યા. પછી આખા નગર પર આકાશમાં શિલા વિદુર્વાને તે ઉપદ્રવ કરવા લાગ્યો. એટલે રાજા અને મંત્રીઓ અંજલિ જોડીને બોલ્યો કે, “હે દેવ! અમારો અપરાઘ ક્ષમા કરો.” દેવ બોલ્યો-“મારા ઘર્મગુરુ શ્રીજિનદત્ત શ્રેષ્ઠીને 426 Page #431 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ fe 5 તેના અપરાઘ વિના તમે શા માટે પીડા કરો છો? તે મહાશયના મહિમાથી જ મને આ દેવસમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે.” એમ કહીને તેણે બઘો પોતાનો વૃત્તાંત કહી સંભળાવ્યો. [lLSL N. જા પ . =aa વO PPP ifiઈ છે પછી પ્રસન્ન થયેલા દેવે કહ્યું કે, “તમે સર્વે મારા ગુરુના ચરણમાં પ્રણામ કરો અને તેમના મુખથી નવકાર મંત્ર સાંભળી ચોરી વિગેરેના ત્યાગરૂપ વ્રતને ગ્રહણ કરો.” સર્વેએ તેમ કર્યું, અને જિનદત્ત શ્રેષ્ઠી મોટા ઉત્સવવડે પોતાને ઘેર આવ્યા. લોકો પણ પ્રત્યક્ષ જૈનઘર્મની પ્રશંસા કરવા લાગ્યા. ઉપર પ્રમાણે લોહખુર ચોર લોઢાની શૈલીએ પરોવાયો હતો, છતાં અલ્પ કાળના પણ નિયમને ઘારણ કરી જિનદત્ત શ્રાવકની સહાયથી આદ્ય વિમાનને વિષે દેવસમૃદ્ધિને પ્રાપ્ત થયો.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨ (પૃ.૭૦) સર્વ જીવનું ઇચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય ચાર રાણીઓનું દ્રષ્ટાંત-- વસંતપુરમાં અરિદમન નામે રાજા હતો. તે એકદા પોતાની 427 Page #432 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ ચારે રાણીઓ સહિત મહેલના ગવાક્ષમાં બેસી ક્રીડા કરતો હતો. તેવામાં એક / ચોરને વધસ્થાન તરફ લઈ જવાતો તેમણે જોયો. તે જોઈ રાણીઓએ પૂછ્યું કે, છે “એણે શો અપરાઘ કર્યો છે?” તે સાંભળીને એક રાજસેવક બોલ્યો કે, “તેણે ચોરી કરી છે, તેથી તેને વઘસ્થાન તરફ લઈ જાય છે.” તે સાંભળીને મોટી રાણીએ રાજાને કહ્યું કે–“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણરૂપ રાખેલું છે તે વરદાન આજે માગું છું, કે એક દિવસ માટે આ ચોરને મુક્ત કરી મને સોંપો” રાજાએ તે વાત કબૂલ કરીને તે ચોરને રાણીને સોંપ્યો. તે રાણીએ હજાર મહોરનો ખર્ચ કરી તે ચોરનો સ્નાન, ભોજન, અલંકાર, વસ્ત્રો વગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વગેરે શબ્દાદિક વિષયોથી તેને આખો દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તે જ પ્રમાણે લક્ષ સુવર્ણનો ખર્ચ કરી બીજી રાણીએ તે ચોરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કોટી દ્રવ્યનો વ્યય કરી તે જ રીતે તેનો સત્કાર કર્યો, ચોથે દિવસે છેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચોરને મરણના ભયથી મુક્ત કરાવ્યો એટલે અભયદાન અપાવ્યું; બીજો કાંઈ પણ સત્કાર કર્યો નહીં. મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે, “આ નાની રાણીએ આને કાંઈ પણ આપ્યું નહીં, તેમ તેને માટે કાંઈ ખર્ચ પણ કર્યો નહીં. ત્યારે તેણે ચોરનો શો ઉપકાર કર્યો?” નાની */ / \ \ શકે છે - 0 3 DO UID) UIDાપ Site છે EDU એ * ઉ6tZ3 Rs 1 l'a\MiniifNNI 18 ) 428 Page #433 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રાણી બોલી કે–“તમારા ત્રણે કરતા મેં વઘારે ઉપકાર કર્યો છે, તમે કાંઈ પર હ . ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકારના વિષયમાં મોટો વિવાદ થયો. ત્યારે તેનો ન્યાય કરવા માટે રાજાએ તે ચોરને જ બોલાવીને પૂછ્યું કે–“તારા પર આ ચારમાંથી કોણે વઘારે ઉપકાર કર્યો?” તે સાંભળી ચોર બોલ્યો કે–“હે મહારાજા! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભોજનાદિ સુખનો કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તો ત્રણ દિવસ કેવળ દુઃખનો જ અનુભવ કર્યો છે. અને આજે તો શુષ્ક, નીરસ અને તૃણ જેવો સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખનો જ અનુભવ કરું છું અને તેથી જ આજે હું હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે, “જેમ રાજાની નાની રાણીએ ચોરને મૃત્યુના દુઃખમાંથી બચાવીને મહાન ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યોએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી, તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૧ (પૃ.૧૫૪) તેમજ આપણે માથે પણ મરણ તાકી જ રહ્યું છે, લીઘો કે લેશે એમ થઈ રહ્યું છે, એમ જાણીને સમાધિમરણની અવશ્ય આરાધના કરવી. એક મહાત્માએ એક ભાઈને કહ્યું કે તારું એક મહિના પછી મૃત્યુ છે. તેથી તેને મહિના સુધી બધું અસાર લાગ્યું. કેમકે મારે તો મહિના પછી મરી જવાનું છે તો શામાં મોહ રાખું? એવી જાગૃતિ આપણને પણ મરણ સાથે જ છે એમ લાગે તો રહે. સત્પરુષના બોઘનો પરિચય હમેશાં રહે તો સંસાર અસાર જણાય, તે પ્રત્યે વૈરાગ્ય આવે અને એવી જાગૃતિ સદા રહી શકે. ચોરને લાભ અને શ્રાવકને દુઃખ કેમ? શ્રાવક અને ચોરનું દૃષ્ટાંત –“કોઈ ત્રિ માણસને પાપાનુબંધી પુણ્યના ઉદયથી આ E ભવમાં વિપત્તિ જોવામાં આવતી નથી, તથાપિ પરિણામે આગામી ભવમાં તેને અવશ્ય વિપત્તિ પ્રાપ્ત થવાની એમ સમજવું. તે વિષે એક વાર્તા છે કે કોઈ શ્રાવક અને ચોર બન્ને પોતપોતાના . ઘરમાંથી સાથે નીકળ્યા. શ્રાવક ચોરની આગળ : આગળ પ્રભુના દર્શન કરવા જતો હતો. ત્યાં માર્ગમાં શ્રાવકના પગમાં કાંટો વાગ્યો અને પેલા ચોરને આગળ જતાં એક રૂપિયો જડ્યો - " 429 Page #434 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ 6 કતેથી તે હર્ષ પામ્યો. આથી શ્રાવક વિચારમાં પડ્યો કે, “અહો! અધર્મને સારું ફળ છે અને ઘર્મીને દુઃખ–આ કેવી વાત?” આ સંદેહ તેણે ગુરુ પાસે જઈને પૂક્યો છે એટલે ગુરુ બોલ્યા કે, “હે શ્રાવક! તારું પાપ પગમાં કાંટો વાગવાથી નાશ પામ્યું અને તે ચોરને આગળ જતાં તે રાજાના સુભટો પકડીને શલીએ ચઢાવશે.” ક્ષણવારમાં તેમ જ બન્યું. તે પેલા શ્રાવકના સાંભળવામાં આવ્યું. ત્યારથી તે શ્રાવક નિરંતર શુદ્ધ વ્યાપારમાં તત્પર થયો.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૨૦૦) રસ્તામાં પડેલી વસ્તુ પણ લેવી નહીં શેઠ પુત્રનું દૃષ્ટાંત - એક શેઠનો પુત્ર હતો. તે પરદેશથી આવતો હતો. દરિયામાં વહાણ ડૂબવાથી તે તરીને પાર નીકળ્યો. ત્યાં કિનારા આગળ એક રાજાની કન્યાને મરેલી સ્થિતિમાં જોઈ. તેના ગળામાં ચળકતું જોયું તો તે હાર હતો. તેથી તેણે વિચાર્યું કે આ હાર નદીમાં જતો રહેશે તેના કરતાં હું દુકાન કરી કમાણીમાંથી તેની કિંમતની એક ઘર્મશાળા તેના નામની કરાવીશ. એમ વિચારી તે હાર લઈ આગળ ચાલ્યો. પોતાના ગામ પર જતાં વચ્ચે શહેર આવ્યું ત્યાં બઘાની હ જડતી લેવાઈ. તેણે કહ્યું મારી પાસે કંઈ નથી. છતાં ચાલતાં ક્યાંય કપડું ભરાયું અને ફાટ્યું, હાર બહાર નીકળી પડ્યો. તે જોઈ પોલીસે પકડ્યો અને લઈ ગયા. તેણે હકીકત બઘી જણાવી પણ તપાસ કરનારે ઉલટું એમ કહ્યું કે હારને લેવા માટે તેં જ આ કન્યાને મારી છે. તેથી તેને ફાંસીની સજા થઈ. આ ઉપરથી રસ્તામાં પડેલી કોઈ વસ્તુ પણ લેવી નહીં. 430 Page #435 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ પરસ્ત્રીગમનનું વ્યસન “ચિંતા, વ્યાકુળતા, દુબુદ્ધિ, રોગ, દુઃખ વઘ આપેજી, નરકે બાળે લોહ-પૂતળી, ૫રનારી-રતિ પાપજી. વિનય હવે સાતમું વ્યસન પરસ્ત્રીગમન છે. તે વિષે સ્પષ્ટતા કરે છે - અર્થ - પરનારીનો સંગ કરવાથી તેને ચિંતા ઊપજે કે જાણે કોઈ મને દેખી ન લે તથા વિષયની તીવ્ર ઇચ્છાને લીધે મનમાં ઘણી વ્યાકુળતા થાય છે. પરસ્ત્રીઓ પ્રત્યે નજર રહેવાથી તેની બુદ્ધિ દુર્બુદ્ધિ બની જાય છે. ભોગો તેના શરીરને ભોગવી જઈ રોગ ઉપજાવે છે. હમેશાં તેની સ્મૃતિ રહેવાથી મનમાં સદા દુઃખ રહ્યા કરે છે. તથા પરસ્ત્રી સંગ કરતાં પકડાઈ જાય તો વઘને પણ પાત્ર બની જાય છે, અર્થાત્ લોકો તેને મારી પણ નાખે છે. આ બધા દુઃખ તો આ ભવના છે. તેમજ પરભવમાં પણ પરસ્ત્રીગમનના પાપે તેને નરકમાં ગરમાગરમ લાલચોળ લોખંડની પૂતળીને આલિંગન કરાવીને બાળે છે. જેસી પ્રીતિ હરામકી, તૈસી હર પર હોય; ચલ્યો જાય વૈકુંઠમેં, પલ્લો ન પકડે કોય.” મારા ધિક્ક! પરાક્રમ, થિક ગુણ, બુદ્ધિ, સત્તા, વગ, સંપત્તિજી, વૃથા જીવન, જો સ્વપ્ન પણ છે, પર-સ્ત્રી-ઘન-આસક્તિજી. વિનય અર્થ - તારા પરાક્રમને ધિક્કાર છે, તારી બુદ્ધિ, સત્તા કે વગ એટલે લાગવગ કે સંપત્તિને પણ ધિક્કાર છે તથા તારું જીવન પણ વ્યર્થ છે કે જો તને સ્વપ્ન પણ પરસ્ત્રી કે પરઘન પ્રત્યે આસક્તિ છે.” -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૨) રાવણ વિદ્વાન હોવા છતાં પરસ્ત્રીની ઇચ્છાથી નાશ પામ્યો રાવણનું દૃષ્ટાંત - “રાવણ બહુ વિદ્વાન હતો, ત્રણ ખંડનો એ રાજા હતો. એ ત્રણ ખંડ જીતવા ગયો ત્યારે એને એક વિદ્યા સાઘતી બાઈ મળી. તે બાઈને રાવણને જોતાં વિકાર થયો, તેથી તેણે રાવણને કહ્યું કે તમે મારી ઇચ્છા પૂરી કરો તો હું તમને વિદ્યા આપું, જેથી આ આખો દેશ જીતી શકો. રાવણને મનમાં થયું કે આવું પાપનું કામ તો ન કરવું, પણ એની પાસે જે વિદ્યા છે તે લઈ લેવી. રાવણે બાઈને કહ્યું, મને તું વિદ્યા આપ. તે બાઈએ વિદ્યા આપી. રાવણ પછી દેશ જીતવા ગયો. જીતીને પાછો ત્યાં આવ્યો અને બાઈને કહ્યું કે તું તો મારી મા છે, કેમકે તેં મને મંત્ર આપ્યો છે, તેથી તારાથી વિકારની વાત પણ ન થાય. એમ રાવણ હતો બહુ વિદ્વાન. આમ સમજુ હતો પણ કર્મના ઉદયે સીતાને હરણ કરવાની ભૂલ કરી, તેથી હજુ સુધી જગતમાં નિંદાય છે. પોતે પોતાનું પદ ભૂલી પરમાં લીન થયો તો પોતાના બઘા કુટુંબનો નાશ કરે છે અને પરિભ્રમણ કર્યા કરે છે. જીવને વિકારભાવ કર્મબંઘનું કારણ છે, પછી પોતાની સ્ત્રી હો કે પરની; 431 Page #436 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ પણ અતિ આસક્તિ હોય તો ગાઢ કર્મ બંઘાય. એને અતિભોગદોષ કહેવાય છે. મોહવશ શું શું જીવો નથી કરતા?” (બો.૧ પૃ.૫૯૯) સ્ત્રીનું ચરિત્ર દેવો પણ જાણતા નથી તો પુરુષ ક્યાંથી જાણે? મંગીનું દ્રષ્ટાંત :- મંગી નામની સ્ત્રી હતી. તેનો પતિ ક્યાંય બહાર ગયો હતો. મંગીની સાસુને મંગી ઉપર દ્વેષભાવ રહેતો. એક દિવસે તેણે મંગીના ઘરેણાં એક માટલામાં પડ્યાં હતાં, તેમાં એક કાળો સર્પ મૂકી ઉપર ઘાસ પાથરી દીધું. મંગીએ ઘરેણાં લેવા અંદર હાથ નાખ્યો તો સર્પ ડસ્યો તેથી તેને થોડીક વારમાં ઝેર ચઢી ગયું. સાસુ તેને સ્મશાનમાં લઈ ગઈ અને ત્યાં મૂકી ઉપર ઘાસ પાથરી દીધું અને પછી ઘેર આવી ગઈ. એટલામાં મંગીનો ઘણી ઘેર આવી ગયો અને માને પૂછ્યું કે મંગી ક્યાં છે? માએ કહ્યું કે બહાર ગઈ હશે, હમણાં આવી જશે, મરી ગઈ હશે વગેરે ગમે તેમ કહેવા માંડી. રાત થવા આવી છતાં મંગી આવી નહીં, તેથી તેનો પતિ હાથમાં નાગી તલવાર લઈને તેને શોઘવા જંગલમાં ગયો. એવામાં ત્યાં એક મુનિના દર્શન થયાં. મુનિ ધ્યાનસ્થ હતા. તેણે કહ્યું કે જો મારી સ્ત્રી મને મળી જશે તો હું તમારી સો કમળોથી પૂજા કરીશ એમ કહીને ત્યાંથી આગળ ચાલ્યો. ફરતાં ફરતાં સ્મશાનમાં ઘાસ પડેલું જોયું. ઘાસ ઊંચું કરી જોયું તો મંગી દેખાઈ. તે તેને ઊંચકી મુનિની પાસે આવ્યો. તે મૂર્વાગત હતી તેથી તેણે બોલાવી પણ બોલી નહીં. પછી તેને ઊંચકી મુનિના ચરણનો સ્પર્શ કરાવ્યો. મુનિ ઔષઘિલબ્ધિવાળા હતા. તેથી અડતાં જ તેનું ઝેર ઊતરી ગયું અને તે બેઠી થઈ. તેનો પતિ મુનિની પૂજા કરવા માટે તળાવમાં કમળ લેવા ગયો. મંગી ત્યાં જ બેઠી હતી. ત્યાં એક ચોર આવ્યો. તેને જોઈને મંગીએ કહ્યું, મારે તારી સાથે આવવું છે. તું મને લઈ જા. ચોરે કહ્યું, તારા પતિની મને બીક લાગે છે. એ મને મારી નાખશે તો? મંગીએ કહ્યું, તું ડરીશ નહીં, એ તો બીકણ છે, નિર્બળ છે. તને નહીં મારે એવું હું કરીશ. એટલામાં એનો ઘણી કમળ લઈને આવ્યો. તેને જોઈને ચોર ઝાડની પાછળ સંતાઈ ગયો. મંગીના પતિએ પોતાના હાથમાં જે તલવાર હતી તે મંગીના હાથમાં આપી અને પોતે મુનિની કમળો વડે પૂજા કરવા લાગ્યો. મંગીએ તલવાર તેને મારવા માટે ઉગામી એટલામાં પેલો ચોર આવ્યો અને તલવાર હાથથી ઝાલી લીધી. તલવારની ઘારથી તેની ચાર આંગળીઓ કપાઈ ગઈ. આંગળીઓ કપાયાનો અવાજ થયો તેથી તેના પતિએ કહ્યું કે કેમ તને ભય લાગે છે? સંગીએ કહ્યું-હા, મને ભય લાગે છે. પછી ચોર ત્યાંથી જતો રહ્યો. એટલામાં એના છ ભાઈઓ ગામમાં ચોરી કરવા ગયેલા તે બઘા ઘનમાલ લઈને આવ્યા. પછી ભાગ કરીને દરેકને ઘન આપવા લાગ્યા, પણ નાનાભાઈએ કહ્યું કે મારે ઘન નથી જોઈતું. બઘા ભાઈઓએ પૂછ્યું, શું થયું? ઓછો ભાગ છે તેથી નથી જોઈતો? કે બીજું કંઈ કારણ છે? તેણે બધી વાત કરી કહ્યું કે જુઓ મારી ચાર આંગળીઓ કપાઈ ગઈ. આપણે બધાં પૈસા લાવી લાવીને બૈરાંને આપીએ છીએ અને બૈરાં તો એવાં નીકળે છે. તેથી મારે તો દીક્ષા લેવી છે. તે સાંભળી બઘાને દીક્ષા લેવાનું મન થયું. તેથી સાતે જણે દીક્ષા લીધી. તે વાત સંગીના 432 Page #437 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ પતિએ પણ સાંભળી. મારી સ્ત્રી આવી છે! એમ જાણીને તેણે પણ દીક્ષા લીધી. વિષયભોગમાં કંઈ સુખ નથી. એવી વૈરાગ્યવાળી કથા સાંભળે છે છતાં જીવને વૈરાગ્ય આવતો નથી. તેનું કારણ શું છે? જીવ, વિષયમાં સુખ નથી એ છે કે ભૂલી જાય છે. કિંપાક ફળ જેવા વિષયનાં સુખ કહ્યાં છે. તે સુંદર હોય છે, મીઠાં હોય છે પણ ખાય ત્યારે આંતરડાં તોડી નાંખે છે; તેમ વિષયના સુખ શરૂઆતમાં સુંદર લાગે છે, પણ પછી ચાર ગતિમાં ભ્રમણ કરાવે છે. ભવોભવમાં એથી ન છુટાય. ત્યાગની ભાવના થવી મુશ્કેલ છે. સ્વર્ગે જવું હોય કે મોક્ષે, બન્નેમાં સ્ત્રી અર્ગલા સમાન વિધ્વરૂપ છે. એથી પરાઘની થઈ જીવ કર્મ બાંધે છે અને તેથી અધોગતિમાં જાય છે. પરસ્ત્રી તો દૃષ્ટિવિષ સર્પ સમાન છે.” (બો.૧ પૃ.૫૯૭) પરસ્ત્રી એ સર્વ પાપોની ખાણ જે પતિને મૂકી અન્યને સેવે તેનો વિશ્વાસ ન કરાય. શ્રાવકોએ આસક્તિપૂર્વક પોતાની સ્ત્રી પણ સેવવી ન જોઈએ તો સર્વ પાપોની ખાણ સમાન પરસ્ત્રી માટે તો શું જ કહેવું? અર્થાત્ પરસ્ત્રી ન જ સેવવી. જે સ્ત્રી પોતાના વહાલા પતિને મૂકી નિર્લજ્જ થઈ અન્ય પતિ પાસે જાય છે, તેવી ક્ષણિક ચિત્તવાળી યા ક્ષણિક પ્રેમવાળી અન્ય સ્ત્રીનો વિશ્વાસ શો? અર્થાત્ તેનો વિશ્વાસ ન જ રાખવો.” યોગશાસ્ત્ર (પૃ.૧૨૭) પરસ્ત્રીગમન કરનાર આ ભવ અને પરભવ બન્નેમાં દુઃખી થાય છે “પ્રાણનાશના સંદેહને ઉત્પન્ન કરનાર, પરમ વૈરનું કારણ અને આ લોક તથા પરલોક વિરુદ્ધ પરસ્ત્રી ગમનનો ત્યાગ કરવો. પરદારામાં આસક્ત પુરુષો આ લોકમાં (રાજા તરફથી) સર્વ ઘનનું હરણ, બંઘન અને શરીરના અવયવોનું છેદન એ આદિ દુઃખો પામે છે તથા મરણ પામ્યા બાદ ઘોર નરકમાં જાય છે. પોતાની સ્ત્રી ઉપર કોઈ ખરાબ નજર કરે તેના રક્ષણ માટે નિરંતર યત્ન કરનાર, અને સ્વસ્ત્રીના ખરાબ આચરણોથી ઉત્પન્ન થતાં દુઃખોનો અનુભવ કરનાર માણસે પરસ્ત્રી ગમન શા માટે કરવું જોઈએ? કારણ કે પોતાની માફક તેના પતિને પણ દુઃખ થાય જ. જેણે પોતાના પરાક્રમથી આ વિશ્વને સ્વાધીન કર્યું હતું તેવો મહા પરાક્રમી રાવણ પણ પરસ્ત્રીમાં રમવાની ઇચ્છાથી કુળનો ક્ષય કરી નરકમાં ગયો. રાવણનું ચરિત્ર સુપ્રસિદ્ધ છે. પર સ્ત્રી સાથે ક્રીડા કરવાની ઇચ્છાથી તેણે સીતાનું હરણ કર્યું હતું. વિભીષણ નામના તેના ભાઈએ તેને ઘણું સમજાવ્યો, પણ રામચંદ્રજીને સીતા પાછી ન આપી. આખરમાં રામચંદ્ર તથા લક્ષ્મણની સાથે યુદ્ધમાં તેને ઊતરવું પડ્યું. અને એક સ્ત્રી માટે પોતાના કુળનો નાશ કરી અંતમાં રણ શય્યામાં લાંબી નિદ્રાએ તેને સુવું પડ્યું અને મરણ પામી નરકની ઘોર યાતનાઓ સહન કરવી પડી. માટે પોતાનું કુશળ ઇચ્છનારા સપુરુષોએ અવશ્ય પરસ્ત્રીનો ત્યાગ કરવો. લાવણ્યતાએ કરી પવિત્ર અવયવોવાળી, સૌંદયર્તાની સંપદાના ઘર સમાન, અને કલાના સમુદાયમાં કુશળતાવાળી પણ સ્ત્રીનો ત્યાગ કરવો. પોતાના ઉપર આશિક થયેલી એવા ગુણોવાળી પરસ્ત્રીની પાસે પણ જે મહાશયની વૃત્તિ 433 Page #438 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ નિષ્કલંક રહી છે, તેવા શાસનની ઉન્નતિ કરનાર, સુદર્શન શ્રેષ્ઠીના ગુણોની અમે કેટલી સ્તુતિ કરીએ? તેઓના સંબંધમાં અમો કેટલું બોલીએ અથવા શું બોલીએ? અર્થાત્ તેઓના સંબંધમાં જેટલું બોલીએ તેટલું ઓછું જ છે.” -યોગશાસ્ત્ર (પૃ.૧૨૮) પરસ્ત્રી ત્યાગી સુદર્શન શેઠનું દૃષ્ટાંત - “પૂર્વે અંગ દેશમાં તિલક સમાન શ્રેષ્ઠ ચંપાનગરીમાં દધિવાહન રાજા રાજ્ય કરતો હતો. મહા કુલવાન અને દેવાંગના તુલ્ય રૂપવાળી અભય નામની તેને પટરાણી હતી. તેજ શહેરમાં વૃષભદાસ નામનો પરમાર્હત ભક્ત શ્રેષ્ઠિ રહેતો હતો. તેને યથાર્થ નામવાળી અર્હદાસી નામની સુશીલા સ્ત્રી હતી. તેને અનુક્રમે શુભ સ્વપ્નોથી સૂચિત સુદર્શન નામનો પુત્ર થયો. સમગ્ર કળાઓમાં પ્રવીણ થયેલા પુત્રને પિતાએ ઉત્તમ કુળની સુશીલા મનોરમા નામની કન્યા પરણાવી. સદ્ગુરુના સંયોગે સુદર્શન અને મનોરમા પરમ અર્ધભક્તો થયા અને બાર વ્રતો રૂપ ગૃહસ્થ ઘર્મ તેમણે સ્વીકાર્યો. ખરેખર અજ્ઞાનાંઘકાર દૂર કરવા માટે ગુરુ સિવાય બીજો કોઈ પ્રકાશ સમર્થ નથી. તેજ રાજાના કપિલ નામના પુરોહિત સાથે સુદર્શનને ગાઢ મૈત્રી થઈ. સુદર્શનના ઘાર્મિક તેમજ સ્વાભાવિક ગુણોથી આકર્ષાયેલો કપિલ પોતાનો કેટલોક વખત તેની પાસે જ વ્યતીત કરતો હતો. પોતાના પતિને ઘેર મોડો આવતો જોઈ સ્ત્રી કપિલાએ ઘેર મોડા આવવાનું કારણ પૂછ્યું. ગુણાનુરાગી કપિલે પોતાના મિત્ર સુદર્શનના ગુણોનું કપિલા આગળ વર્ણન કરી જણાવ્યું કે મહા ગુણવાન અને રૂપવાન સુદર્શનની મિત્રતાથી મારા આત્માને ઘન્ય માનું છું અને દિવસનો મોટો ભાગ તે સદ્ગણીની સોબતમાં પૂર્ણ કરું છું. તેથી મોડું અવાય છે. પતિમુખથી સુદર્શનના ગુણો સાંભળી વગર દેખે પણ કપિલા તેના ઉપર મોહિત થઈ પડી. ખરેખર અમૃત પણ નિર્માગી મનુષ્યોને વિષ તુલ્ય થઈ પરિણમે છે. ગમે તે પ્રયોગે કપિલાએ સુદર્શનને મળવાનો નિર્ણય કર્યો. એક દિવસ કપિલ બહારગામ ગયો. તે અવસર જોઈ કપિલા સુદર્શન પાસે આવી અને ‘તમારો મિત્ર ઘણો બીમાર છે માટે તમને બોલાવે છે એમ કહી ઊભી રહી.” સરળ હૃદયના સુદર્શને તે વાત ખરી માની અને મિત્રને મળવાને કોઈ પણ માણસને સાથે લીઘા સિવાય કપિલા સાથે ચાલી નીકળ્યો. ઘરમાં જઈ કપિલાને કહ્યું મારો મિત્ર ક્યાં છે? તેણે કહ્યું અંદર અગાશીમાં છે, આગળ જાઓ. સુદર્શન આગળ ચાલ્યો એટલે કપિલાએ દ્વાર બંધ કર્યા સુદર્શન શંકાયો. કપિલ ક્યાં છે? ફરી પૂછ્યું. કપિલાએ જવાબ આપ્યો, કપિલને બદલે આજે કપિલાને જ મળો. મારા પતિના મુખથી તમારા ગુણ સાંભળ્યા ત્યારથી મારી મનોવૃત્તિ તમારા તરફ લલચાઈ હતી. હવે આજે મારી પ્રાર્થના સફળ કરો અને મને શાંતિ આપો. સુદર્શન એકાએક સ્ત્રીના કહેવાથી મનુષ્ય સાથે લીધા સિવાય પોતાનું પરના ઘરમાં આવવું 434 Page #439 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ થયું તેનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પણ આ પશ્ચાત્તાપ નકામો હતો. પાણી પીને હું તો ઘર પૂછવા જેવું થયું, કપિલા તેને મુકે તેમ નહોતી. મોહાંધ મનુષ્યને કર્તવ્યાકર્તવ્યનો વિવેક હોતો નથી. કપિલા સુદર્શનને વળગી પડી. તાત્કાલિક બુદ્ધિવાળા સુદર્શને ખુલ્લા હૃદયથી દિલગીર થઈ જવાબ આપ્યો, કપિલા! તમારું કહેવું હું માન્ય રાખી શકતો નથી કારણ કે વિધાતાએ મારા સુંદર રૂપ સાથે નપુંસકપણાનો દોષ સાથે જ દાખલ કર્યો છે, અર્થાત્ હું નપુંસક છું. દ્રઢ હૃદયવાળા મનુષ્યોના હૃદયમાં ઇચ્છા સિવાય વિકૃતિ થતી નથી. કપિલા વિલખી થઈ ગઈ અને તત્કાળ સુદર્શનને જવા માટે દ્વાર ખોલી આપ્યું. સુદર્શન ઘેર આવ્યો અને હવેથી સાથે સહાયક લીઘા સિવાય કોઈને ઘેર વગર પ્રસંગે ન જવું તેવો નિર્ણય કર્યો. ઇંદ્ર મહોચ્છવનો દિવસ હતો. સારાં સારાં વસ્ત્રાભૂષણો પહેરી સર્વ લોકો બહાર જતાં હતા. અભયા રાણી પણ કપિલા પુરોહિતની સાથે રથમાં બેસી ફરવા નીકળી. તેવામાં આજુબાજુ દેવકુમાર જેવા છ પુત્રોથી ઘેરાયેલી એક સ્ત્રીને કપિલાએ જોઈ અભયાને પૂછે છે, બાઈ સાહેબ! આ ભાગ્યવાન સ્ત્રી કોણ છે ? અભયાએ જવાબ આપ્યો. આપણા નગરના પ્રખ્યાત ઘર્મિષ્ઠ શેઠ સુદર્શનની આ સ્ત્રી છે અને આ છએ પુત્રો તેના છે. કપિલા હસીને બોલી બાઈ સાહેબ! તેને પુત્રો ક્યાંથી હોય? રાણીએ જવાબ આપ્યો કપિલા આ શું બોલે છે? પુરુષોવાળી સ્ત્રીને પુત્રો ન હોય ત્યારે કોને હોય? કપિલાએ જવાબ આપ્યો, તેનો સ્વામી પુરુષાર્થ રહિત છે. આ પ્રમાણે કહી પોતાનો સર્વ વૃત્તાંત રાણીને જણાવ્યો. અભયા હસીને બોલી, અરે મુગ્ધા! સુદર્શને તને ઠગી છે. તે પર સ્ત્રી તરફ નપુંસક છે પણ સ્વસ્ત્રી તરફ નપુંસક નથી. - કપિલા જરા મોઢું ચઢાવીને બોલી, ઠીક છે, હું તો મુગ્ધા છું અને મને ઠગી છે, પણ તમે તો ચતુર છો ને! અભયા બોલી, મારા હાથના સ્પર્શથી તો પત્થર પણ ગળી જાય તો પુરુષની તો વાત જ શી કરવી? કપિલાએ કહ્યું આટલો બધો ગર્વ રાખો છો ત્યારે હવે તમે સુદર્શન સાથે વિલાસ કરશો જ. માનના આવેશમાં આવી જઈ અભયાએ પ્રતિજ્ઞા કરી કે જો સુદર્શન સાથે વિલાસ ન કરું તો અગ્નિમાં પ્રવેશ કરી બળી મરું. ખરેખર અજ્ઞાની મનુષ્યોને માન ક્યાં કરવું તેની પણ ખબર પડતી નથી. તેથીજ પોતાની મર્યાદા અને ઘર્મને ઓળંગી રાણીએ અનર્થકારી પ્રતિજ્ઞા કરી. મહોત્સવમાં ફરી સર્વ કોઈ પોતપોતાને ઠેકાણે ગયા.. અભયાના હૃદયમાં ચિંતા અગ્નિ સળગવા લાગ્યો. શાંત કરવા માટે પોતાની ઘાવ માતા પંડિતાને બોલાવી પોતાની પ્રતિજ્ઞા જણાવી. પંડિતાએ પ્રતિજ્ઞા માટે ઠપકો આપ્યો અને કહ્યું કે આ પ્રતિજ્ઞા તેં ઠીક નથી કરી, કેમકે સાઘારણ જૈનીઓ પણ પરસ્ત્રી સાથે સહોદર તુલ્ય વૃત્તિ રાખે છે તો આ તો ઘર્મ ઘુરંધર સુદર્શનના સંબંધમાં કહેવું જ શું? અભયાએ જણાવ્યું કે તે હું જાણું છું પણ હવે થઈ તે થઈ, માટે કોઈ ઉપાય કરો કે જેથી મારી પ્રતિજ્ઞા સફળ થાય. પંડિતાએ તપાસ કરી જણાવ્યું કે આઠમ ચૌદશ સુદર્શન પોસહ કરી રાત્રે સૂના ઘરમાં કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહે છે. તે રાત્રે તેને અહીં ઉપાડી લાવવો. 435 Page #440 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ એક દિવસ કૌમુદિ મહોત્સવનો દિવસ હતો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જ નગરમાંથી સર્વ સ્ત્રી પુરુષોએ બહાર નીકળી જવું અને રાત્રિ દિવસ વનમાં * આનંદથી ગુજારવો. તે દિવસ ચોમાસી ચતુર્દશીનો હોવાથી શેઠે વિચાર્યું કે મને ઘર્મમાં ખલેલ પડશે. રાજા પાસે ભેટ મૂકી તે દિવસ શહેરમાં ઘર્મધ્યાનમાં રહી ગુજારવા અરજ કરી. રાજાએ તેને ઘર્મિષ્ઠ હોવાથી રજા આપી. શેઠે દિવસ ચૈત્ય પરિપાટીમાં ગુજારી. રાત્રે પોષઘ કરી શૂન્ય ગ્રહમાં કાયોત્સર્ગમાં રહ્યો અને પ્રાતઃકાળ થયા સિવાય ગમે તેવા ઉપસર્ગ થાય તો પણ ચલાયમાન ન થવું તેવો અભિગ્રહ કર્યો. આ વાતની ખબર પંડિતાને પડી. પંડિતાએ અભયાને કહ્યું કે જો તું આજે બહાર ન જાય તો તારું કામ થાય. અભયાએ પેટમાં દુઃખવાનું બહાનું કાઢી રાજા પાસેથી શહેરમાં રહેવાની રજા મેળવી. ચોકીનો જાપતો પૂર્ણ હતો એટલે સુદર્શનને અંદર કેમ લાવવો તે વિચારમાં પંડિતા ઘુંચાઈ. આખર એવા નિર્ણય ઉપર આવી કે દેવની મૂર્તિના બહાનાથી તેને અંદર લઈ જવો. પછી કામદેવની ઊભી મૂર્તિ ગાડી ઉપર ચડાવી પંડિતા રાજગઢમાં લઈ ગઈ. ચોકીદારના પૂછવાથી તેણે તે મૂર્તિ દેખાડી અને જણાવ્યું કે રાણી સાહેબ આજે બહાર જવાનાં નથી માટે મૂર્તિઓનું પૂજન કરવા સારું રાજગઢમાં લઈ જવામાં આવે છે. બે ચાર મૂર્તિઓ તેવી રીતે લઈ જઈ કાયોત્સર્ગ મુદ્રાએ ધ્યાનમાં રહેલા સુદર્શનને ગાડી ઉપર ચડાવી અભયા રાણી પાસે લાવી મૂક્યો. પોતાના મનોરથો પૂર્ણ થયા સમજી અભયા નજીક આવી હાવભાવ કરવા લાગી. સુદર્શન ધ્યાનમાં જાગૃત હતો. ઉપસર્ગ આવ્યો જાણી તે વધારે દૃઢ થતો ચાલ્યો. અભયા કહે છે કે, તમારે માટે મેં આ બધી મહેનત કરી છે માટે મને શાંત કરો. સુદર્શન બોલ્યો નહિ, અભયાએ હાથ પકડ્યો, આલિંગન કર્યું અને કામોત્પન્ન કરવાની પોતામાં જેટલી ચાતુરી હતી તે સર્વ વાપરી ચુકી, પણ પત્થર ઉપર પાણી ઢોળવા માફક નિરર્થક થયું. અભયા ગુસ્સો કરી બોલી, સુદર્શન મારું કહેવું માન્ય કર. હું તુષ્ટમાન થઈ તો રાજ્ય બધું તારે આધિન છે અને રોષાયમાન થઈ તો આ તારું જીવિતવ્ય પણ નથી એમ નિશ્ચય રાખજે. પણ સાંભળે કોણ? આ પ્રમાણે આખી રાત્રિ સુદર્શનને મનાવતા ગઈ. આખર પ્રાતઃકાળ થતો જાણી પોતાનું કામ સિદ્ધ ન થયું અને હવે ઉલટો ફજેતો થશે એમ જાણી પોતાને હાથે પોતાના શરીર પર કેટલાંક જખમ કરી પોકાર કરી ઊઠી કે દોડો દોડો, કોઈ માણસ અંતઃપુરમાં પેઠો છે, અને મારી આબરુ લૂંટે છે. ખરેખર સ્ત્રીઓના પ્રપંચો યા ચરિત્રોનો પાર કોઈ પામતું નથી. ચોકીદારો દોડી આવ્યા અને કેટલીકવારે રાજા પણ આવ્યો. સુદર્શનને રાજાએ ઓળખ્યો. અભયાએ રાજાને જણાવ્યું કે ઓચિંતો આ માણસ મહેલમાં દાખલ થયો અને મારું શિયળ લૂંટતો હતો. મેં પોકાર કરી મારું રક્ષણ કર્યું છે. રાજા સુદર્શનને પૂછે છે, શેઠ! આમાં સત્ય શું છે તે જણાવ. મને તારા વચન ઉપર ભરોસો છે. શેઠે વિચાર કર્યો કે જો હું સત્ય કહીશ તો રાજા સ્ત્રીને મારી નાખશે, એમ જાણી શેઠ મૌન 436 Page #441 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ રહ્યા. ઘણું પૂક્યાં છતાં જ્યારે શેઠે ઉત્તર ન આપ્યો ત્યારે રાજાએ ગુસ્સે થઈ હતી શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. શેઠને શહેરમાં થઈ શૂળીએ ચઢાવવા લઈ જતાં જોઈ શહેરમાં હાહાકાર થઈ રહ્યો. તેની સ્ત્રી મનોરમાને ખબર થઈ. સતી મનોરમાએ ગૃહ ચૈત્યમાં જઈ શાસન દેવીઓને વિજ્ઞપ્તિ કરી કે જો મારો સ્વામી નિર્દોષ હોય તો શાસનાષિઘષ્ઠાતુ દેવદેવીઓ મને સહાય કરજો; અને પોતે સ્વામીનું કલંક દૂર ન થાય ત્યાં સુધી કાયોત્સર્ગ કરી ધ્યાનસ્થપણે રહી. સુદર્શનને બહાર લઈ ગયા. શૂળી ઉપર ચડાવવાની તૈયારી કરે છે. સત્ય તે સત્ય જ. એ છૂપું રહે જ નહિ. સતી મનોરમાની લાગણી અને સુદર્શનની સત્યતા પ્રકટ કરવા શાસનાધિષ્ઠાતા દેવીએ શૂળીનું સિંહાસન કરી દીધું અને સત્યનો જયજયકાર થયો. - રાજા ત્યાં આવ્યો સુદર્શન પાસે પોતાનાં અજાણપણાના અપરાધની માફી માગી અને હાથી ઉપર બેસાડી રાજા સભામાં લઈ ગયો. અભયારે ખબર પડવાથી ગળે ફાંસો ખાઈ તે મરી ગઈ, અને ઘાવ માતા નાસી ગઈ. શેઠે ઘેર આવી દુઃખદાઈ સંસારવાસથી વિરક્ત થઈ ચારિત્ર ગ્રહણ કર્યું અને એકલ વિહારી થઈ સૂનાં વનો, જંગલો, પહાડો, ગુફાઓમાં ધ્યાનસ્થ રહી આત્મસાઘનમાં તે સાવધાન થયા. પંડિતા નાસી પાટલીપુત્ર શહેરમાં દેવદત્ત વેશ્યાને ત્યાં રહી. તેની આગળ સુદર્શનના રૂપ, ગુણ અને ઘેયર્તા વિગેરેનું વર્ણન કર્યું. એક દિવસ સુદર્શન મુનિ ફરતા ફરતા પાટલીપુત્રના વનમાં ધ્યાનસ્થ હતા. કાર્ય પ્રસંગે આવી ચડેલી પંડિતાએ તેને જોઈ, ઓળખી પોતાની સ્વામિનીને વાત કહી. તેણે પોતાને ત્યાં લાવવા કહ્યું. મુનિ પણ ધ્યાન પૂર્ણ કરી આહાર અર્થે ફરતા ત્યાં આવી ચડ્યા. વેશ્યાના ઘરની ખબર ન હોવાથી તેઓ અંદર ગયા. વેશ્યાએ આખો દિવસ હાવભાવ કરી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યા પણ તે નિરર્થક ગયા. સાંજે થાકીને વેશ્યાએ જવા દીઘા. તે ત્યાંથી નીકળી વનમાં કાયોત્સર્ગે રહ્યા. અભયા રાણી આર્તધ્યાનથી મરીને વ્યંતરી થયેલી તે ફરતી ફરતી ત્યાં આવી. તેણે સુદર્શનને જોયા. પૂર્વનું વેર સાંભરી આવ્યું. તેણે ઘણા ઉપસર્ગો કર્યા. મુનિ પણ મનને દ્રઢ કરી આત્મધ્યાનની શ્રેણિ પર ચઢી આગળ વધ્યા અને પરિણામની વિશુદ્ધતાથી સર્વ કર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. અનેક ભવ્ય જીવોને બોધ આપી સુદર્શન મુનિ મોક્ષે પધાર્યા. આ પ્રમાણે પરસ્ત્રીથી વિરક્ત રહેનાર મહાપુરુષ સુદર્શનનું ચરિત્ર સમાપ્ત થયું. આ ચરિત્ર ઉપરથી સુદર્શનની શિયળ વિષેની દૃઢતા સંબંઘી ઘણું સમજવા અને મનન કરવા જેવું છે. તે મહાપુરુષે ત્રણે ઠેકાણે અને તેમાં પણ અભયા રાણી પાસેથી પોતાનો બચાવ કર્યો હતો તે ખરેખર પ્રશંસવા લાયક છે.” યોગશાસ્ત્ર (પૃ.૧૨૯) પરપુરુષ ત્યાગ કરવાનો સ્ત્રીઓને ઉપદેશ “ઐશ્વર્યમાં રાજાના રાજા સરખો અને રૂપમાં કામદેવ જેવો પણ રાવણનો જેમ સીતાએ ત્યાગ કર્યો તેમ સ્ત્રીઓએ પરપુરુષનો ત્યાગ કરવો. 437 Page #442 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અન્ય સ્ત્રી પુરુષમાં આસક્ત થવાનું ફળ બીજા પુરુષ અને બીજી સ્ત્રીઓમાં આસક્ત મનવાળા સ્ત્રી પુરુષોને ભવોભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દીર્ભાગ્યપણું પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પાળવાનું ફળ ચારિત્રના પ્રાણ સરખા અને મોક્ષના એક અસાઘારણ કારણ સરખા બ્રહ્મચર્યને આદરવાથી દેવો વડે કરીને પણ તે પૂજાય છે. બ્રહ્મચર્યના પાલન કરવાથી લાંબા આયુષ્યવાળા, સારા સંસ્થાન (આકૃતિ)વાળા, દૃઢ સંઘયણવાળા, તેજસ્વી અને મહાન પરાક્રમવાળા પુરુષો થઈ શકે છે. આ પ્રમાણે ગૃહસ્થોનું સ્વદારાસંતોષ યા પરસ્ત્રી ત્યાગ કરવારૂપ ચોથા વ્રતનું વર્ણન કર્યું.” -યોગશાસ્ત્ર (પૃ.૧૩૪) ઘવળશેઠનું દૃષ્ટાંત - “ઘવળશેઠને શ્રીપાળ રાજાની સ્ત્રીઓ પ્રત્યે તેમજ તેના ઘન પ્રત્યે આસક્તિ હોવાથી મરીને સાતમી નરકે ગયો. શ્રીપાળ પોતાના મહેલમાં સૂતા હતા. તેને મારવા માટે કટાર લઈ ઉપર ચઢતાં પડી ગયો અને તે જ કટાર વડે મરીને તે ઘવલશેઠ નરકગતિને પામ્યો.” |23ii -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૪) પરસ્ત્રીનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરી વ્રતમાં દૃઢ રહેવું નાગિલનું દ્રષ્ટાંત - “ભોજપુર નામના નગરમાં સર્વજ્ઞ ઘર્મમાં તત્પર લક્ષણ નામે એક વણિક રહેતો હતો. તેને નવતત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. એક વખતે વરને માટે શોઘ કરતાં પિતાને તેણીએ આ પ્રમાણે જણાવ્યું કે “હે પિતાજી! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત, તેલના વ્યય વિનાનો અને ચંચળપણા રહિત દીવાને ઘારણ કરે તે મારો પતિ થાઓ.” પુત્રીનું આ વચન સાંભળી તેનો દુષ્કર અભિગ્રહ જાણીને ચિંતાતુર થયેલા લક્ષણશેઠે તે વાર્તા નગરમાં ઉદ્ઘોષણાથી જાહેર કરી. આ ખબર નાગિલ નામના એક શ્રુતકારે સાંભળી, એટલે કોઈ યક્ષની સલાહથી તેણે તેવો દીપક કરાવ્યો. તે નજરે જોઈ શ્રેષ્ઠી હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદા તે નાગિલને પરણાવી. પછી નંદા પોતાના પતિને વ્યસનાસક્ત જાણી ઘણી કચવાવા લાગી, તથાપિ નાગિલે તે વ્યસન છોડ્યું નહીં. તેથી હમેશાં દ્રવ્યનો વ્યય થવા લાગ્યો. લક્ષણશેઠ પુત્રીના સ્નેહથી તેને દ્રવ્ય પૂરતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ નિરંતર પરિચય રાખતી હતી. એક વખતે નાગિલના મનમાં એવો વિચાર થયો કે, “અહો! આ સ્ત્રીનું કેવું ગાંભીર્ય છે કે જે હું મોટો અપરાથી છતાં મારી ઉપર કોપ કરતી નથી.” અન્યદા નાગિલે કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, “હે મહામુનિ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારી ઉપર મન ઘરતી નથી, તેનું શું કારણ?” મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું–‘તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે “જે પુરુષના અંતઃકરણમાં માયારૂપ કાજળ ન હોય, જેમાં નવતત્ત્વ વિષે અસ્થિરતારૂપ વાટ ન હોય. 438 Page #443 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમકિતના ખંડનરૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ઘારણ કરતો હોય તે મારો પતિ થાઓ.” આ પ્રમાણે દીપના મિષથી તે સ્ત્રીએ જે અર્થ ઘાર્યો હતો તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બતાવ્યો એટલે શ્રેષ્ઠીએ પોતાની પુત્રી તને આપી. હવે તું કે જે મહા વ્યસની છે તેની પર શીલાદિગુણો યુક્ત એવી એ તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિત પૂર્ણ થશે.” નાગિલે પૂછ્યું, “ભગવાન! સર્વ ઘર્મમાં કયો ઘર્મ શ્રેષ્ઠ છે?” મુનિ બોલ્યા - “હે ભદ્ર! શ્રી જિનેન્દ્રપ્રભુએ પોતાના સુગંઘવડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલઘર્મને સર્વ ઘર્મમાં શ્રેષ્ઠ કહેલો છે ઇત્યાદિ. ગુરુવાક્ય સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો. અને તત્કાળ સમતિ, શીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવકઘર્મને આચરવા લાગ્યો. આ પ્રમાણે સાંભળી નંદા ઘણો હર્ષ પામી અને ભાવથી તેની સેવા કરવા લાગી. અન્યદા તે પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રના પ્રકાશમાં સુતો હતો, તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો. તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, “હે મહાપુરુષ! જો મને સ્ત્રીપણે સ્વીકારશો તો હું તમને બે અપૂર્વ વિદ્યા આપીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને અન્યથા કરશો નહીં.” આ પ્રમાણે કહી શરીરે ધ્રુજતી તે બાળા નાગિલના ચરણમાં પડી, એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેમ પોતાના પગને સંકોચી દીધા. એટલે તે બાળા એક લોઢાનો અગ્નિમય રક્ત ગોળો વિક્ર્વીને બોલી કે, “અરે અઘમ! મને ભજ, નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ.' 439 Page #444 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે, “દશ અવસ્થારૂપ હોવાથી દશ મસ્તકવાળા રાવણની જેવો કામદેવરૂપ રાક્ષસ કે જે દેવદાનવોથી પણ દુર્જય છે તે પણ શીલરૂપ અસ્ત્રથી સાધ્ય થાય છે.” આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ જાજ્વલ્યમાન લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું, એટલે તે ગોળો ખંડ ખંડ ચૂર્ણ થઈ ગયો. Illi તે બાળા લજ્જાથી અદ્રશ્ય થઈ ક્ષણવારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉઘાડેલા દ્વારમાંથી ત્યાં આવી અને મઘુર વાણીવડે બોલી કે–“હે સ્વામી! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.” તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, “નંદા વિષયભોગ સંબંઘી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા હોય નહીં. આનું રૂપ તો તેના જેવું છે, પણ પરિણામ તેવા જણાતા નથી, તેથી એની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.” આમ વિચારી નાગિલે કહ્યું કે, હે પ્રિયે! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અઅલિતપણે ચાલી આવ. તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં અલિત 440 Page #445 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ થઈ ગઈ. ઘર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, 'હું ન કદિ બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વવિરતિપણું અંગીકાર કરવું તેજ યોગ્ય છે.” આવું ઘારી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું..... તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિઆ થયા. ત્યાંથી દેવતા થઈ પુનઃ નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા. “આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વદારાસંતોષ વ્રતમાં દ્રઢ પ્રતિજ્ઞા રાખી તો તે વિદ્યાઘરીથી પણ કંપાયમાન થયો નહીં.” માટે સર્વ પ્રાણીએ સ્વદારાસંતોષ વ્રત દૃઢપણે ઘારણ કરવું.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા. 2 (પૃ.૭૬) સાત વ્યસનોનું ફળ “સસ વ્યસન સદ્ઘર્મ ભુલાવે : યુધિષ્ઠિર ઘર્માત્માજી, જુગાર શરતે દ્રૌપદી મૂકી! કેવા થયા મહાત્માજી?” વિનય અર્થ : સાતેય વ્યસન આત્મઘર્મને ભુલાવે છે. યુધિષ્ઠિર જે ઘર્મરાજા નામે પ્રખ્યાત હતા, તેમણે જુગાર રમતાં શરતમાં પોતાની સ્ત્રી દ્રૌપદીને પણ મૂકી દીધી. અહો! મહાત્મા હોવા છતાં વ્યસનને આધીન તેમની પણ કેવી મતિ થઈ ગઈ. 24 “કૃષ્ણ કુળના કુલીન પુત્રો મદિરાથી મદમાતાજી, દાહ દ્વારિકાનો વિચારો; વ્યસન બઘા દુખદાતાજી.” વિનય અર્થ : પ્રદ્યુમ્ન અને સાંબનું દ્રષ્ટાંત - ઉત્તમ કુળમાં જન્મેલા કુલીન એવા શ્રીકૃષ્ણના મોક્ષગામી સાંબ અને પ્રદ્યુમ્ન પુત્રો દારૂ પીને મદમાતા થઈ ગયા. ભગવાન દ્વારિકાનો દાહ દ્વીપાયન દ્વારા થશે. તેથી આ બેય જણા દારૂના નશામાં દીપાયન ઋષિ પાસે જઈ તેમને ખુબ હેરાન કર્યા. તે વખતે તેણે નિયાણું કર્યું કે મારા તપનો પ્રભાવ હોય તો હું આખી દ્વારિકાનો દાહ કરનાર થાઉં. એવા નિયાણાથી તે મરીને અગ્નિકુમાર દેવ થયો. અને આખી દ્વારિકા નગરીને બાળી નાખી. આમ દારૂના વ્યસનથી કેટલું મોટું અનર્થ થયું. વ્યસનો બઘાં જ આવી રીતે દુ:ખના જ આપનાર છે.” ||રપાી -પ્ર.વિ.ભા.૧ (પૃ.૪૨૪) “વિદ્યાઘર મહારાજા રાવણ પરસ્ત્રીવશ શીશ ખોવેજી, એક વ્યસન પણ પ્રાણ હરે તો સસ સેવી શું દો'વેજી?” વિનય અર્થ : “વિદ્યાઘરોના મહારાજા હોવા છતાં સતી સીતા જેવી પરસ્ત્રીને વશ થતાં રાવણે પોતાનું મસ્તક ખોયું. એક વ્યસન પણ તેના પ્રાણ હરણનું કારણ થયું તો સાતે વ્યસન સેવનારની કેવી ભયંકર સ્થિતિ થશે? “એક પાઈની ચાર બીડી આવે, હજાર રૂપિયા રોજ કમાતા બૅરિસ્ટરને બીડીનું વ્યસન હોય અને તેની તલપ થતાં, બીડી ના હોય તો એક ચતુર્થાશ પાઈની કિંમતની નજીવી વસ્તુ માટે વલખાં મારે. હજાર રૂપિયા રોજ કમાનાર, અનંત શક્તિવંત આત્મા છે જેનો 441 Page #446 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ એવો બૅરિસ્ટર મૂયોગે નજીવી ચીજ માટે વલખાં મારે! જીવને, આત્માની અને એની શક્તિની વિભાવ આડે ખબર નથી.” (વ.પૃ.૬૬૨) એક પાઈની ચાર બીડી મળે છે; અર્થાત્ પા પાઈની એક બીડી છે. તેવી બીડીનું જો તને વ્યસન હોય તો તે અપૂર્વ જ્ઞાનીના વચનો સાંભળતો હોય તોપણ જો ત્યાં ક્યાંયથી બીડીનો ઘુમાડો આવ્યો કે તારા આત્મામાંથી વૃત્તિનો ધુમાડો નીકળે છે, અને જ્ઞાનીના વચનો ઉપરથી પ્રેમ જતો રહે છે. બીડી જેવા પદાર્થમાં, તેની ક્રિયામાં વૃત્તિ ખેંચાવાથી વૃત્તિક્ષોભ નિવૃત્ત થતો નથી! પા પાઈની બીડીથી જો એમ થઈ જાય છે, તો વ્યસનીની કિંમત તેથી પણ તુચ્છ થઈ; એક પાઈના ચાર આત્મા થયા, માટે દરેક પદાર્થમાં તુચ્છપણું વિચારી વૃત્તિ બહાર જતી અટકાવવી; અને ક્ષય કરવી.” (વ.પૃ.૬૮૯) /રકા. બીજા વ્યસનો બીડી પીવી, તંબાકુ સુંઘવી, તંબાકુ દાંતે ઘસવી ત્રણેય કાઢી નાખ્યા. શ્રી છગનભાઈનો પ્રસંગ - “એક દિવસ મને બીડી પીતો, તંબાકુ સુંઘતો અને દાતણ વેળાએ તંબાકુ ઘસતો જોયો. મને તંબાકુનું વ્યસન હતું. તે જોઈ સાહેબજીએ કહ્યું કે “ત્રણે કાઢી નાખ.” તે મેં તે જ દિવસથી કાઢી નાખ્યા” -શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૪૧) 442 Page #447 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ વ્યસનને આધીન હોવાથી બીડી, હોકોથી બંધકોશ મટે એવી માન્યતા છે શ્રી જેઠાલાલભાઈનો પ્રસંગ - પછી બીજે દિવસે રાત્રે આઠ વાગ્યાના સુમારે મને કૃપાળુશ્રીએ કહ્યું “તમે હોકો બીડી પીવો છો, તે શા માટે મૂકી દેતા નથી?” ત્યારે મેં કહ્યું કે ઝાડાની કબજીયાત રહેવાને કારણને લીધે હોકો બીડી પીઉં છું. પૂજ્યશ્રી–“તંબાકુનો પ્રચાર તો 200-400 વર્ષથી વિશેષ થયો છે. તે પહેલાંના લોકો, તંબાકુ, બીડી, હોકા સિવાય બંધકોશ વડે મરી જતા હશે!” કહ્યું ના સાહેબ. ત્યારે સાહેબજીએ મને કહ્યું : તમે વ્યસનને આધીન થઈ ગયા છો. પણ વ્યસન તમને આધીન છે. માટે તે બઘા બહાના છે. અને તે મૂકી દેશો તો મૂકી દેવાશે. લખનાર : આપની આજ્ઞા હોય તો બીડી પીવાનું રાખ્યું અને હોકો બંધ કરી દઉં. પૂજ્યશ્રી : “રૂપિયા ન રાખવા અને પરચુરણ બે આના પાવલીઓ રાખવી તે પણ સરખું જ થાય છે. આવા વચન સાંભળી મને વિચાર થયો કે પૂજ્યશ્રી કહે છે તે સત્ય જ છે. એમ જાણી તે માન્ય કરવાથી તેના પ્રત્યાખ્યાન સાહેબજીએ મહારાજ લલ્લુજીસ્વામી પાસે કરાવ્યા.” -પ્રેરક પ્રસંગો (પૃ.૨૭૨) 443 Page #448 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ આત્મકલ્યાણ માટે સાત વ્યસન ત્યાગવા જરૂરી શ્રી સોમચંદભાઈનો પ્રસંગ - તેઓશ્રીની નજીક જઈને સવિનય નમસ્કાર કરી હાથ જોડી મેં વિનંતી કરી. અને શ્રી પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે સાત વ્યસન જરૂર ત્યાગ કરવા જોઈએ, તેમાં ઉત્તમકુળને લીધે પાંચ તો સહેજે પળાય છે, પણ પરસ્ત્રી અને ચોરી એ બે વ્યસન ત્યાગવા કઠણ છે. ઉપયોગ રાખે જરૂર ત્યાગ થઈ શકે છે. પછી મારી ભૂલ મેં પરમકૃપાળુદેવ સમક્ષ નિવેદન કરી, ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે અમુક તારીખ થી અમુક માસ સુધી એકાસણા કરવા અને શ્રી પોપટભાઈ જણાવે તેમ વર્તવું. પછી હું શ્રી પરમકૃપાળુદેવને રડતાં ચક્ષુએ સાષ્ટાંગ નમસ્કાર કરી બહાર નીકળ્યો.” -શ્રીમદ રાજચંદ્ર પ્રેરક પ્રસંગો (પૃ.૩૧૨) પિતાની પુત્ર પ્રત્યેની લાગણી જોઈ વ્યસની પુત્રને પણ આવેલ ભાન પિતાપુત્રનું દ્રષ્ટાંત - “એક પિતાનો પુત્ર વ્યસની હોવાથી તેના ઘરનાં માણસો બહુ હેરાન હતા. છોકરો બગડતો બગડતો છેક બગડી ગયો. ગામના માણસોને પણ તે ત્રાસ આપવા લાગ્યો. લોકો તેનાથી બહુ નારાજ થયા. લોકોએ ભેગા મળી ઠરાવ કર્યો કે, “આ છોકરાને ગામ બહાર કાઢી મૂકવો. તેમાં તેના બાપની પણ સલાહ લીધી. બાપ પણ કંટાળી ગયો હતો, તેથી તેણે હા કહી. પછી બધાની સહીઓ લેવા માંડી. આખા ગામની સહીઓ લીધી. છેવટે તેના 444 Page #449 -------------------------------------------------------------------------- ________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ બાપની સહી લેવા ગયા, ત્યારે તે બહુ દિલગીર થયો. સહી કરતાં તેના હાથમાંથી 6 , કલમ ધ્રુજવા લાગી. તે પ્રથમ તો આનાકાની કરવા લાગ્યો, ત્યારે લોકોએ કહ્યું : નકામો આ મોહ શો? આવા દુષ્ટ છોકરાને ઘેર રાખીને તમારે ગામની આબરૂના કે કાંકરા કરાવવા છે?” બાપ રડતો રડતો બોલ્યો : “તે ગમે તેવો પણ મારો પુત્ર છે. જો કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય, માટે હું આપ લોકોની પાસે બે મહિનાની મુદત માગું છું. જો બે મહિનામાં તે નહિ સુઘરે તો હું સહી કરી આપીશ.” આ બઘો દેખાવ છોકરો જોઈ રહ્યો હતો. તેને એકદમ સદ્વિચાર આવ્યો, તેથી તરત જ પિતા પાસે આવીને તે તેમના પગમાં પડ્યો અને બોલ્યો : “પિતાજી! મારા જેવા દુષ્ટ પુત્રને માટે આપને આટલું દુઃખ? હું પ્રતિજ્ઞા કરું છું કે, આજથી સર્વ વ્યસનો છોડી દઈશ. હfor RTY અહા! મારે માટે ગામને દુઃખ? મારા જેવા પાપી લોકો આમ જ દુનિયામાં દુઃખ આપતા હશે? અહો! ક્યાં શાંતનુના પુત્ર ભીષ્મ અને દશરથના પુત્ર શ્રી રામ? તેઓએ પિતાને સુખ આપી જગતને સુખ આપ્યું. અને કંસ, દુર્યોધન તથા મારા જેવા કુપુત્રોએ સૌને દુઃખ આપ્યું. ઘન્ય છે 445 Page #450 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તેઓને અને ધિક્કાર છે અમને!” ત્યાર પછી તેનો હૃદયપલટો થયો અને તે સુઘરી ગયો. બઘા વ્યસન મૂકી દીઘા. પિતાએ રાજી થઈ તેને આશીર્વાદ આપ્યા.” -શ્રી સુબોઘસાગરમાંથી વ્યસનોને ત્યાગે તો ઘર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થ સફળ થાય “વ્યસન ત્યાગ રૂપ નીક કરી લે સગુણ-જળને કાજેજી, ચારે પુરુષાર્થો સાથે જો સગુણ અંગ વિરાજેજી. વિનય અર્થ : વ્યસનોને ત્યાગવારૂપ નીક એટલે પાણી જવાનો રસ્તો કરી લે જેથી સદ્ગણરૂપી પાણી તારા અંદર પ્રવેશ પામે. જો સદ્ગણ તારા હૃદયમાં બિરાજમાન થાય તો તું ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સાધી શકીશ.” -પ્રજ્ઞાવબોઘ વિવેચન ભા.૧ (પૃ.૪૨૫) 446 Page #451 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ જુદા જુદા ત્રણ પ્રકારે ‘ભક્તિના વીસ દોહરા'ના અર્થ લખેલા છે, તે આ પ્રમાણે છે : શ્રી સદ્ગરુભક્તિરહસ્ય (ભક્તિના વીસ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 અર્થ - હે પ્રભુ! હે પરમાત્મસ્વરૂપ સત્પરુષ! મારાથી શું કહી શકાય એમ છે? આપના ગુણગ્રામનો પાર આવે તેમ નથી, અનંત છે; અને મારામાં તો અનંત દોષ ભરેલા છે એટલે કહેવા યોગ્ય નથી. અનંત કર્મના આવરણથી હું ઘેરાયો છું. દીન અનાથના આપ બેલી છો, દયાળુ છો, આધાર છો. તેથી મારા દોષ આપ પરમેશ્વરના આગળ જણાવી મારા દુઃખ રડું છું, આપને આશ્રયે આવ્યો છું. શુદ્ધભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમ સ્વરૂપ. 2 અર્થ - આપને ઓળખવા માટે શુદ્ધ ભાવ જોઈએ તે મારામાં નથી. અને શુદ્ધ ભાવનો અભાવ હોય ત્યાં સુધી લક્ષ કે ભાવના તે શુદ્ધ ભાવની રહેવી જોઈએ; તે પણ મારામાં નથી. સર્વ ભાવ તારા અર્થે નથી એટલે મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત; તેમ કૃત-ઘર્મે ઘરે મન દૃઢ ઘરે, જ્ઞાનાક્ષેપકવંત.” શુદ્ધ ભાવના વિરહમાં શુભ ભાવ-જે તારું સ્મરણ, કીર્તન, કથા, ચિંતવન તથા તારા બોઘમાં જ રમણતા, મીઠાશ, ઉલ્લાસ તે રહેતા નથી. તેમ છતાં મારી જેવી અનાથ, દીન સ્થિતિ છે તેનું સ્મરણ પણ રહેતું નથી. હું પામર અને તું પરમેશ્વર એવી લઘુતા પણ લક્ષમાં રહેતી નથી; હે પરમપુરુષ! મારી શી વાત કરું? નથી આજ્ઞા ગુરુદેવની અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દ્રઢ, ને પરમાદર નાહીં. 3 અર્થ :- હે પ્રભુ! પરમ ઉપકારી અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુની આજ્ઞા હૃદયમાં કોતરી રાખી નથી. જે જે બોઘ થાય છે, તે તે પ્રમાણે વર્તવાના ભાવરૂપ આજ્ઞા હૃદયમાં ચોંટાડી રાખી હોય તો વીર્ય જેટલું જેટલું પ્રગટે તેટલી તેટલી આજ્ઞા ઉઠાવી શકાય, પણ તેવો આજ્ઞાનો અપૂર્વભાવ અને એવી કોઈ ચોંટ થઈ નથી. આપનું ગમે તેવું વચન હશે તો પણ મને હિતકારી જ નીવડશે, આપ એકાંતે મારા આત્મહિતનો જ માર્ગ બતાવો છો એવો આપના ઉપર દ્રઢ વિશ્વાસ પણ મને પ્રગટ્યો નથી. 447 Page #452 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અથવા આપ પરમાત્મસ્વરૂપ જ છો એવો દ્રઢ નિશ્ચય મને આવ્યો નથી અને પરમાત્મા પ્રત્યે જેવો આદર એટલે ઉત્કૃષ્ટ પૂજ્યભાવ રહેવો જોઈએ તેવો વિશ્વાસ અને અલૌકિક પૂજ્યભાવ મારામાં હજી નથી આવ્યો. પરમ આદર એટલે પરમ વિનયની ખામી છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - સર્વ કલ્યાણનું મૂળ જે સત્સંગ તેનો યોગ મને મળ્યો નથી અને તે સત્સંગને એક નિષ્ઠાથી, પરમ પ્રેમે ઉપાસવો તે સસેવા છે. તેવો જોગ કે યોગ્યતા પણ મારામાં નથી. તથા મન, વચન અને કાયાની એકાગ્રતાથી બાહ્યભાવ તજી પરમાત્મસ્વરૂપ સત્પરુષને ચરણે આત્મઅર્પણતા થઈ નથી, તથા સપુરુષ અને તેનાં વચનરૂપ સતશાસ્ત્રનો આશ્રય પણ પ્રાપ્ત થયો નથી અથવા મોક્ષમાર્ગસ્વરૂપ સ્વભાવનું અનુસંધાન તે અનુયોગ મેં ગ્રહણ કર્યો નથી. હું પામર શું કરી શકું?’ એવો નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છેક. 5 અર્થ - મારામાં વિવેક પણ પ્રગટ્યો નથી એટલે પરભાવનો કર્તા હું છું. “મેં કર્યું, મારે કરવાનું બાકી છે” વગેરે અહંભાવ, મમત્વભાવને લીધે એમ નથી સમજાતું કે હાથ, પગ વગેરે શરીરનાં, પર છે તો હું શું કરી શકું એમ છું? મેં શું કર્યું છે. હું તો અહંકાર કર્યા કરું છું. મન, વચન, કાયાથી જે થાય છે તેનો સ્વામી હું બનું છું તે મિથ્યા છે અને હું તો જાણવા સિવાય કંઈ કરી શકતો નથી એવો વિવેક અને નિરહંકારતા, દીનતા મારામાં નથી પ્રગટ્યાં. જ્ઞાનીનો માર્ગ તે જ ચરણ છે. આચરણ છે. એ અંતર્મુખ થવાનો, સમાઈ જવાનો માર્ગ તેમાં ઠેઠ મરણ સુધી ટકી રહેવાનું બળ, ઘીરજ, સહનશીલતા, શુરવીરપણું મારામાં નથી. અચિંત્ય તુજ માહાત્મયનો, નથી પ્રભુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ-પ્રભાવ. 6 અર્થ - હે પ્રભુ, અનંત ચતુષ્ટય સ્વરૂપ તારું માહાભ્ય, મહત્તા તે પ્રત્યે ઉલ્લાસભાવ આવતો નથી, કારણ કે તે મતિનો વિષય નથી. એક પરમપ્રેમ આપના પ્રત્યે આવે તો મારું કામ થઈ જાય; પણ તે પ્રેમનો એક અંશ પણ મારામાં જણાતો નથી. હે ઉત્કૃષ્ટ પ્રભાવશાળી, સ્નેહ કરવા યોગ્ય સપુરુષ, તારા પ્રભાવ પ્રત્યે મને ભાવ ઊપજે એ પ્રકારે મારો સંસારભાવ ક્યારે ઘટશે? અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 અર્થ - હે સ્થિર સ્વભાવરૂપ પરમાત્મા! ચારે ગતિમાં પરિભ્રમણ કરાવે તેવી પારા જેવી 448 Page #453 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ ચંચળતા મારામાં છે તે મટીને મેરુપર્વત જેવી અચળ પ્રેમભક્તિ, ચોંટ મારામાં ક્યારે આવશે? અને તે અચળ પરમાત્મસ્વરૂપનો વિરહ પણ મને સાલતો નથી. અને હે પ્રભુ! તારા પ્રત્યેના પ્રેમની કથા પણ કાનમાં પડતી નથી; આ કાળમાં એ પ્રેમ કથા કરનાર અને સાંભળનાર દુર્લભ થઈ પડ્યા છે. તેનો પણ મનમાં કંઈ સંતાપ, ખેદ રહેતો નથી; તો યોગ્યતા ક્યાંથી આવશે? ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 અર્થ - જ્ઞાન અને ચારિત્રને મોક્ષદાયી બનાવનાર ભક્તિ તેનો માર્ગ મને મળ્યો નથી. અને ભક્તિમાર્ગ પ્રાપ્ત થાય તેવી યોગ્યતા મેળવવા ભજન અથવા સપુરુષના ગુણગ્રામ ગાવા, ગુણ ચિંતવન કરવા યોગ્ય છે પણ પુરુષના ગુણોનું ભાન મને દ્રઢ થયું નથી. કારણ કે મને આત્મઘર્મની સમજ પ્રાપ્ત થઈ નથી અને જ્યાં તેવી સમજ પ્રાપ્ત થાય તેવાં શુભ સ્થળોમાં સ્થિરતા કરીને રહેવાનું મારાથી બનતું નથી. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 અર્થ - કળિકાળને લઈને જીવને સત્પરુષનો યોગ બનવો, સપુરુષનું ઓળખાણ પડવું, બોઘ મળવો, સરળ સ્વભાવ, મુમુક્ષતા, અનુકૂળતા, આજ્ઞાંકિતપણું, મધ્યસ્થપણું, જિતેન્દ્રિયપણું આદિ યોગ મળવા દુર્લભ છે. શાસ્ત્રવિચ્છેદ, મતિની મંદતા, મિથ્યાગ્રહ, અસત્સંગ આદિ દોષો આ કાળમાં પ્રગટ વર્તે છે. તો પણ તે બઘાથી બચી શકાય તેવું સુરક્ષિત સ્થળ જે સત્પરુષના ચરણકમળ, તેની મર્યાદામાં, સમીપમાં વસવું, (સમ્યકત્વ-પંદર ભવની ઉત્કૃષ્ટ સંસાર મર્યાદા કરનાર ઘર્મ) તથા આજ્ઞાએ વર્તવું તે આજ્ઞારૂપ મર્યાદા ઘર્મ કે સત્સંગમાં વિઘ્ન કરનાર પરિગ્રહ આદિની મર્યાદા કે નિયમરૂપ ઘર્મ પણ હું પાળી શકતો નથી. તો પણ મારી શી વલે થશે એવા વિચારે આકુળ-વ્યાકુળતા પ્રગટતી નથી. એવા ભારે કર્મ આ કળિકાળમાં મારો અવતાર થયો છે, તે હે પ્રભુ! આપ જુઓ છો. સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં; કરે બાહ્ય પર રાગ. 10 અર્થ - સત્પરુષની આજ્ઞા ઉઠાવવારૂપ સેવામાં વિઘ્ન કરનાર જે બંઘન (લોકસંબંઘી બંઘન, સ્વજન - કુટુંબરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પ - વિકલ્પરૂપ બંઘન) તેનો મારાથી ત્યાગ બનતો નથી. તથા દેહ અને ઇન્દ્રિયો, બાહ્ય પદાર્થો પ્રત્યે પ્રીતિ વધારનારાં છે તેને દમવાં જોઈએ, વશ કરવા, જીતવા જોઈએ તે પણ મારાથી બનતું નથી. 449 Page #454 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. 11 અર્થ - હે પ્રભુ, તારી સમીપતામાં કર્મનું જોર ચાલતું નથી. પણ તારા વિયોગમાં હું પરવશ બની પીડાઉ છું, છતાં તારો વિયોગ મને સાંભર્યા કરતો નથી; કારણ કે આત્માથી ભિન્ન એવાં વચનની પ્રવૃત્તિમાં હું તને વિસરી જઉં છું. તથા આંખ વડે સ્ત્રી આદિ પદાર્થોમાં મોહ પામી પાપ પ્રવૃત્તિમાં ફસાઉ છું. તેનો સંયમ બે રીતે થાય. એક તો વચનને તારા ગુણગ્રામ ગાવામાં, ભક્તિ ભજનમાં વપરાય અને નેત્રોને તારાં દર્શન કરવામાં કે શાસ્ત્ર આદિ શુભનિમિત્તોમાં પ્રવર્તાવી પાપ બંધનનાં કારણને સવળા કરી આત્મહિતમાં વાળવાનું તથી કે નેત્રાદિ ઇન્દ્રિયોનાં વિષયોમાં રાગ, દ્વેષ, મોહ ન કરવાથી સંયમ થાય. અસત્સંગથી હું રઝળું છું તેમજ ગૃહાદિ પ્રત્યે મમતા રાખીને જન્મ મરણ ભોગવું છું તો પણ તે પ્રત્યે વૈરાગ્ય કે ઉદાસીનતા ન આવી. અહંભાવથી રહિત નહિ, સ્વઘર્મ સંયચ નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. 12 અર્થ - હું રાજા, હું રંક, હું સ્ત્રી, હું પુરુષ, હું જુવાન, હું બાળક, હું બ્રાહ્મણ આદિ સર્વ અવસ્થાઓ કર્મથી થાય છે; તેમાં આત્મબુદ્ધિ થાય છે તે વિપરીત બુદ્ધિ મારી ટળી નથી. આત્મઘર્મ-વીતરાગતા, નિર્વિકારતા, શુદ્ધ ચૈતન્ય, જ્ઞાતા-દ્રષ્ટાપણું વગેરે આત્મઘર્મ શાશ્વત સ્વભાવનો આવિર્ભાવ થયો નથી. અન્ય ઘર્મ જે સંયોગી સ્વભાવ, નાશવંતપણું, શબ્દ, શરીર, રોગ, પાપ, પુણ્ય વગેરે પરપદાર્થો અને તેને લઈને વિષય વિકાર, લોભ, હર્ષ, શોક, મોહ આદિ વિભાવ બઘા પર ઘર્મ છે, તેની નિવૃત્તિ આત્માર્થે મારાથી થઈ નથી. ઘર્મ, તપ આદિ પુણ્ય ક્રિયા પણ કંઈને કંઈ મતિકલ્પનાથી થયેલા મલિનભાવે કરી છે. જે નિર્જરાથી આત્મા નિર્મળ થાય છે તેવી નિર્જરારૂપ પરઘર્મની નિવૃત્તિ મારાથી થઈ નથી. એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શું? 13 અર્થ - એ રીતે અનંત પ્રકારે હું કોઈ સાઘન પામ્યો નથી. એક સમ્યત્વરૂપ સગુણ પણ પામ્યો નથી. તો હે પ્રભુ! હું તારી સમક્ષ કેવી રીતે આવી શકું? કારણ કે કરવા યોગ્ય આ ભવમાં મેં કંઈ કર્યું નથી. કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - તોપણ હે પ્રભુ! આપ પરમ કૃપાળુ કરુણાની મૂર્તિ જ જાણે છો. તેથી મારા જેવા 450 Page #455 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ દીન અનાથના સહાય કરનાર બાંઘવ છો. અને હું પાપી પરમ દીન અનાથ છું. તેથી હે પ્રભુશ્રી ! બોઘ દાન રૂપી હાથ લંબાવી મારો ઉદ્ધાર કરો. મારો હાથ પકડી દુર્ગતિમાં જતો અટકાવો, મને સન્માર્ગે દોરો. અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ - હે પ્રભુ! મારા અનંત દોષોમાંના મુખ્ય ત્રણ દોષો અનંત કાળથી પરિભ્રમણ કરાવનારા છે. 1. ભગવંતનું સ્વરૂપ મેં જાણ્યું નહીં, 2. તે સ્વરૂપનો નિરંતર લક્ષ જેમને છે એવા સપુરુષ કે આત્મજ્ઞાની ગુરુની સેવા કરી નહીં અને 3. અભિમાનનો ત્યાગ કર્યો નહીં; “હું સમજુ છું' એવી ભૂલમાં રહ્યો. સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 અર્થ - એ ત્રણ દોષોમાં મુખ્ય દોષ એ છે કે સંત એટલે સદગુરુની ઓળખાણ કરાવનાર સપુરુષ, તેમની આજ્ઞાએ કોઈ આચરણ ન થયું. કારણ કે એ સત્પરુષનો આશ્રય છોડીને સ્વચ્છેદે મેં અનેક યમ, નિયમ, સંયમ આદિ સાઘનો કર્યા. તેથી સંસારનો પાર આવ્યો નહીં. અને એ વિપરીત પુરુષાર્થથી આ સંસારમાર્ગ છે અને આ મોક્ષમાર્ગ છે એવો અલ્પ પણ વિવેક પ્રાપ્ત થયો નહીં સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય. 17 અર્થ - એ રીતે સ્વચ્છેદે પ્રવર્તવાથી કે કુગુરુની આજ્ઞાએ પ્રવર્તવાથી સર્વ પુરુષાર્થ માત્ર કર્મબંઘનનું કારણ થયો. અનાદિકાળના પરિભ્રમણમાં મેં કોઈ ઉપાય કરવો અઘૂરો રાખ્યો નહીં પણ અજ્ઞાન ભૂમિકામાં માત્ર કર્મબંઘની પ્રવૃત્તિ થઈ. જ્યાં સુધી સત્સાઘન એટલે સત્પરુષની આજ્ઞાએ કોઈ સાધન નથી થયું ત્યાં સુધી બંઘન કેમ ટળે? પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - તો હવે સત્ સાઘન કેવા પ્રકારના હોય તે વિષે કહે છે કે જ્યારે જીવને પ્રભુ, પ્રભુ કે તુંહિ તૃહિની ધૂન લાગશે, સદ્ગુરુના ચરણે જઈને પડશે, અને પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જો દેખશે ત્યારે તરવાનું સાઘન પ્રાપ્ત થશે. અને એ ત્રણેમાંથી કોઈ સાઘન મને પ્રાપ્ત થયું નથી. પ્રભુપદ પ્રત્યે અનન્ય પ્રેમ જાગ્યો નથી. સદ્ગુરુને શરણે ગયો નથી; બીજાના અલ્પ દોષો પણ 451 Page #456 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ દેખવાનો અભ્યાસ પડી ગયો છે પરંતુ મારી આભ જેવડી ભૂલો પણ મારી નજરે ચઢતી નથી; તો હે પ્રભુ! હવે કેવા ઉપાયથી હું તરી શકીશ? અમાઘમ અથિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય? 19 અર્થ - જ્યાં સુધી મારામાં માને છે એટલે હું અમુક કરતાં તો સારો છું એમ મનમાં રહે છે ત્યાં સુધી સારો બનવાનો પુરુષાર્થ મારાથી થઈ શકશે નહીં. સારો દેખાવા માટે હું કરું છું તેટલો પુરુષાર્થ સારો થવા માટે કરતો નથી. પણ જ્યારે અઘમમાં અઘમ હું છું એમ લાગશે ત્યારે હું તે અઘમતા દૂર કરી ઉત્તમ પદ પામવા પુરુષાર્થ કરીશ. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત” એમ પરમકૃપાળદેવે કહેલું છે. તે માન મુકાશે ત્યારે સર્વ જીવ પ્રત્યે પોતાનું દાસત્વ મનાશે અને સર્વ જીવને ખમાવીને પોતાના દોષો જીવ જોશે તો તે દોષો દૂર કરવા પુરુષાર્થ જાગ્રત થશે. “હું કંઈ નથી જાણતો એવો વૃઢ નિશ્ચય કરી સત્પરુષને શરણે જવાથી જીવને સપુરુષાર્થની દિશા સમજાય છે. તે વિના ગમે તેટલો પુરુષાર્થ કરે તો પણ તે સત્સાઘન થનાર નથી. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ વૃઢતા કરી દેજ. 20 અર્થ - હે પ્રભુ! આવી મારી અઘમ દશા હોવાથી હું તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને ફરી ફરી એ જ માગણી કરું છું કે તારા સ્વરૂપનું મને ભાન પ્રગટે, સદ્ગુરુનું ઓળખાણ થાય અને સદ્ગુરુ તથા સંતની સેવા મને પ્રાપ્ત થાય આ ત્રણ કલ્યાણનાં કારણ મને અચળરૂપે આપ. ટૂંકામાં મને સત્સંગ, પરમસત્સંગ અને અસંગપણું પ્રાપ્ત થાઓ એટલે હું આપના ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને માગું છું તે સફળ થાઓ. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સં.૧૯૯૦ પોષ વદ 8, મંગળવાર 1934 (પૂ.શ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત ડાયરી નં.૯ (પૃ.૧૫૨)માંથી ઉતારેલ છે.) 452 Page #457 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ શ્રી સશુરુભક્તિરહસ્ય (ભક્તિના વીસ દોહરા) તત ૐ સત્ સહજાત્મસ્વરૂપ પરમગુરુદેવને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું? દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ. 1 અર્થ - હે (દીન, રંક દાસીના પ્રભુ) દીનાનાથ, દયા એજ જેનો સ્વભાવ છે એવા દયાળુ પ્રભુ! હું શું કહ્યું? શી પ્રાર્થના-સ્તુતિ કરું? હે પ્રભુ! હે પ્રભુ! એટલું ઉચ્ચારીને જ અટકી પડું છું; કારણ કે હું તો અનંત દોષને રહેવાનું ઠેકાણું-ઘર છું. અને આપ તો કરુણાવંત-કૃપાનાથ છો! ભાવાર્થ - “નાથ કૈસો ગજ કો બંઘ છુરાયો, ગજ ઔર ગ્રાહ બરત જલ ભીતર; ભરત ભરત ગજ હાર્યો નાથ કેસો ગજ કો બંઘ છુરાયો.” મનરૂપી હાથી, સંસાર સરોવરમાં જલક્રીડા કરવા જતાં, કર્મબંઘરૂપી મગરે તેનો પગ પકડી રાખ્યો અને ઊંડા જળમાં ખેંચી ગયો. ત્યાં ડૂબતાં ડૂબતાં સરોવરમાંથી કમળ ચૂંટી કમળાપતિને (સહજ, અમલ, અનૂપ, શુદ્ધ ચેતનાના સ્વામીને) ઊંચી સૂંઢ કરી અર્પતાં, પ્રાર્થના મરણ વખતે કરે છે, તેમ ભવભ્રમણથી થાકેલો આત્મા કોઈ પુરુષના યોગે સંસારથી મુક્ત થવાની ઇચ્છાવાળો, સમ્યકત્વ અભિમુખ થયેલો નિકટ ભવી મુમુક્ષુ પરમાત્માની ભક્તિ કરતાં કહે છે કે હે પ્રભુ! હે પ્રભુ! આ મરણ ઊભા કરે એવી સંસારની અનેક ક્રિયામાં રચ્યોપચ્યો હું, આપની સન્મુખ આવીને ઊભો રહેવાને પણ લાયક નથી. હું શું જાણું છું કે તમારી સ્તુતિ કરું ? મારી યોગ્યતા ક્યાં છે? હું તો અનંત દોષથી ભરેલો છું. ડૂબતો માણસ કંઈ ભાષણ કરીને, લાંબા વખાણ કરીને કે વિનયપૂર્વક વિનંતી કરીને બચાવનારને બોલાવવા ન જાય તે તો દોડો! કોઈ દોડો! એવા ટૂંકા શબ્દો જ બોલે. તેમ મુમુક્ષુ આ વીસ દોહરાની શરૂઆતમાં માત્ર પ્રભુના નામનો જ ઉદ્ગાર કાઢે છે. ફરી એનો એ જ હે પ્રભુ! ઉદ્ગાર કાઢે છે અને કહે છે કે હું શું કહું? પણ તમે રાંકમાં રાંક દાસીને પણ શરણ આપનાર છો! અનાથના નાથ છો; તેથી મારામાં અનંત, મારાથી ગણ્યા ન જાય, જાણ્યા ન જાય છતાં તમે અનંતજ્ઞાની હોવાથી જાણો છો, તેટલા બધા દોષથી હું ભરેલો છું - બધા દોષો મારામાં વસ્યા છે અને આપ અનંત ગુણના ઘામ છો, કરુણાળ છો - અમારી દયા ખાઓ છો તેથી તમારી આગળ આટલુંય બોલાય છે. નહિ તો તમારા ગુણ ગાવા માટે તો કેવા કેવા ભાવ જોઈએ? તે જણાવે છે. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમ સ્વરૂપ. 2 453 Page #458 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અર્થ - જે શુદ્ધ ભાવથી મોક્ષ થાય છે તેવા ભાવ મારામાં નથી. વળી સર્વભાવ તારામાં પ્રશસ્તપણે અર્પણ થયા નથી, આથી કરીને દીનત્વ-લઘુતા કે નમ્રતા મારામાં નથી પ્રગટ થઈ. અને લઘુતાથી જે પ્રભુતા પમાય છે તે સાઘન નહીં હોવાથી, પરમસ્વરૂપ-તારું અચિંત્ય સ્વરૂપ કે પરમ પદ, લઘુતાના દ્વાર વિના પમાય નહીં. તેનું વર્ણન-કથન થાય તેવી યોગ્યતા પણ મારામાં નથી, તેથી તમને હું શી રીતે કહું? ભાવાર્થ - અશુભ, શુભ અને શુદ્ધ એ ત્રણ પ્રકારના ભાવ કે પરિણામ જીવના હોઈ શકે. અશુભ ભાવથી પાપ બંધાય, શુભ-પ્રશસ્ત રાગ એટલે સત્પરુષ, સલ્લાસ્ત્ર, સન્ધર્મ ઉપર રાગ તે પુણ્યનું કારણ છે તેથી પરંપરાએ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે, અને શુદ્ધભાવ તે સાચા ભાવ, સમ્મદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયની ભાવના-પરિણામ તે સાક્ષાત્ મોક્ષનું કારણ છે. આ ત્રણ ભાવોમાંથી શુદ્ધભાવ તો મારામાં નથી જ, તેમ શુભ ભાવો પણ સંપૂર્ણપણે તને અર્પાયા નથી. તારામાં-તારા ગુણ કીર્તનમાં-તારા વચનમાં સર્વભાવ વર્તતા નથી. વળી પરમ દીનત્વની ઓછાઈ, આ લોકની અલ્પ પણ સુખેચ્છા અને પદાર્થનો અનર્ણય એ ત્રણ કારણો “માર્ગ પ્રાતિને રોકનાર છે, તેમાં માર્ગ પ્રાપ્તિનું પરમ સાધન પરમ દીનત્વ કે સર્વ પ્રાણીઓ પ્રત્યે પોતાનું દાસત્વ તે મારામાં નથી અને તે થવાનું કારણ ‘સપુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિરૂપ પરમધર્મ” તે મારામાં નથી પ્રગટ્યો, તેથી જોગ્યતા મારામાં નથી આવી એટલે પરમસ્વરૂપ એવા પરમાત્મા વિષે હું શું કહી શકું? તેમ છતાં આજ્ઞાંકિત ગુણ હોય, આજ્ઞા આરાઘકપણું હોય તો યોગ્યતા આવે, તે જણાવતાં કહે છે - નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહીં. 3 અર્થ - આસ-મોક્ષમાર્ગ માટે વિશ્વાસ રાખવા લાયક પુરુષ-ગુરુદેવની આજ્ઞા હૃદયમાં મેં અચળ કરી નથી, હજી ચંચળપણું આજ્ઞા ઉઠાવવામાં વિઘ્ન કરે છે. તેમજ આજ્ઞા કરનાર આત ભગવાનનો દ્રઢ વિશ્વાસ પણ નથી, સત્પરુષનું સાચું ઓળખાણ પણ પડ્યું નથી; તેથી સગાં, ઘન, લૌકિક સુખ આદિ ઉપર વિશ્વાસ રાખ્યો છે ત્યાં સુધી પરમાત્મા ઉપર દ્રઢ વિશ્વાસ આવી શક્તો નથી. “પ્રીતિ અનંતી પર થકી જે તોડે હો તે જોડે એહ.”–દેવચંદ્રજી. આમ સાચી ઓળખાણ વિના પરમ આદર, ભક્તિભાવ કે રુચિ ઉત્પન્ન પણ થઈ નથી તો આદરભાવ વિના ભક્તિ કેમ કરીને હું કરી શકું? ભાવાર્થ :- “કાળા ઘો કાળા તવો” આજ્ઞાને ઘર્મનું મૂળ, શાસ્ત્રમાં કહ્યું છે; પણ મારામાં તો આજ્ઞા ઉઠાવવા જેટલી યોગ્યતા પણ નથી. સંસાર પરિભ્રમણ કરાવનાર એવા કામઘંઘા અને વિષય કષાયની પ્રવૃત્તિમાં હું નિશ્ચળ વૃત્તિએ વર્તુ છું. તેમાંથી છૂટી બે ઘડી સંસારમળ નાશ થાય તેવી ભક્તિ વગેરે ઉદ્યમમાં વર્તવાનું મનમાં અચળપણું નથી આવતું. ઉલટું, આત પુરુષની આજ્ઞાએ વર્તતાં મન પોતાનો ચંચળ સ્વભાવ પ્રગટ કરે છે. સત્પરુષની આજ્ઞામાં 454 Page #459 -------------------------------------------------------------------------- ________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ જ્યાં અચળ થવું જોઈએ ત્યાં તેમ થતું નથી. આજ્ઞા હૃદયમાં સચોટ સ્થિર થવામાં હું કે મન વિધ્ધ કરે છે. તેમજ આપ પ્રભુ સાચા છો ને સાચો મોક્ષમાર્ગ બતાવો છો ) એટલો પણ વિશ્વાસ દ્રઢપણે મન ટકવા દેતું નથી; તો પછી પરમ આદર અને પરમ ભક્તિ મારામાં ક્યાંથી ઊગે? શ્રદ્ધા અને ભક્તિ વિના આજ્ઞા કેવી રીતે ઉઠાવાય? આમ આજ્ઞારૂપી ઘર્મનું મૂળ મારામાં સ્થિર ચોંટ્યું નથી તો ઘર્મનું પોષણ કેવી રીતે પામું અને શી રીતે સ્તુતિ કરું? આમ હોવા છતાં જો સત્સંગ કે સસેવા પ્રાપ્ત થાય તો સત્પરુષના યોગબળે મારું કામ થાય એવો વિચાર પ્રગટ કરતાં જણાવે છે : જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - ‘ક્ષામપિ સન્નસંતરા, મતિ માવતરને નૌવા’ -શંકરાચાર્ય. સન - સપુરુષનો સમાગમ ક્ષણવાર થયો હોય તો પણ ભવસમુદ્ર તરવામાં તે નાવરૂપ થઈ પડે છે. પણ એવો સત્સંગનો જોગ મને પ્રાપ્ત નથી, તેમજ સત્પરુષની સેવાનો જોગ પણ મળ્યો નથી અથવા હું પુરુષની સેવા કરવાને માટે યોગ્ય-લાયક નથી, મારા એવાં અહોભાગ્ય નથી. તેમજ પ્રત્યક્ષ સગુયોગના અભાવે તેના વિરહમાં તે ભગવાનમાંજ તલ્લીનતા રહેવી જોઈએ, સર્વાશે સર્વસ્વ અર્પણ કરી વર્તવું જોઈએ તેમ પણ બનતું નથી. વળી તે પુરુષ સાચા છે, તેમને આશરે રહેવાથી મારું કલ્યાણ થશે એવો આશ્રય ભાવ, શરણ પણ ગ્રહણ થતું નથી. તેમજ પૂર્વિક ભાગ્યને બળે પ્રારબ્ધ યોગે પણ જોગાનુજોગ બનતો નથી. અચાનક વગર સમયે પૂર્વપુણ્યના યોગે સત્પરુષ પ્રાપ્ત થાય તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ કે સ્વભાવ નથી. અથવા શંકા-સમાઘાન જેટલો પ્રશ્નોત્તર થઈ શકે તેવો યોગ પણ પ્રાપ્ત થયો નથી. ભાવાર્થ - “બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો.” -શ્રીમદ્ રાજચંદ્ર તેથી પણ વિશેષ પુણ્ય હોય તો આર્યભૂમિમાં જન્મ થાય. તેમાં પણ ઉત્તમ કુળ મળવું પણ દુર્લભ છે. અને સત્કર્મ પ્રાપ્ત કરાવે તેવા પુરુષનો સંગ એ તો મહાભાગ્યની નિશાની છે. તે ન હોય તો તેવા આસ પુરુષનો જેને રંગ લાગ્યો છે તેવા પુરુષનો સંગ, તે સત્સંગ પણ અતિશ્રેય કરનાર છે. મારા ભાગ્યમાં તો તે પણ નથી. તેમજ સાચી સેવા-કાં તો પુરુષની નિષ્કામ ભાવે સેવા અથવા સાચા ભાવથી પ્રતિમા આદિની સેવા કે આત્મભાવના, તેને માટે મારી લાયકાત નથી. તેવો જોગ નહીં બનવાથી મારાથી તે બનતું નથી. હું એટલો અભાગિયો છું કે મને તેવી સેવા પ્રાપ્ત થઈ નથી. તેમજ મન, વચન, કાયા સર્વયોગથી અર્પણભાવ કરી વર્તાતું પણ નથી. પરમાત્મામાં તલ્લીનપણે પણ રહેવાતું નથી. વળી ન વર્તાય તો તે મારો દોષ છે; પણ હું તેને આશરે હવેથી રહેવા ઇચ્છું છું એવો શરણભાવ પણ રહેતો નથી. અન્ય પુરુષો અને અન્ય ઘર્મો કે સંસારનાં કારણોમાં મહત્ત્વ હજુ રહ્યા કરે છે. તેમજ એવો કોઈ પ્રસંગ પણ બન્યો નથી કે જે ઘર્મના lઈ કાળે અનુકૂળતા પ્રાપ્ત થતાં ઘર્મરૂપી અંકુર ઊગી નીકળે 455 Page #460 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe અને જાગ્રત કરી ઋત ઉપર શ્રદ્ધા દૃઢ કરાવે એવો અચાનક યોગ પણ બનવાનું મારા ભાગ્યમાં હોય તેમ લાગતું નથી. આવી મારી અધમ દશા, હે પ્રભુજી, તમે જાણો છો. આવી પામરતા-કમનસીબમણું, લઘુતા, વિવેકપૂર્વક સ્મૃતિમાં રહે તો પણ હિતકારી છે, તે જણાવતાં કહે છે– ‘હું પામર શું કરી શકું', એવો નથી વિવેક; ચરણ, શરણ, ઘીરજ નથી, મરણ સુધીની છેક. 5 અર્થ - હું રાંક, પામર પ્રાણી કંઈ કરી શકવાને સમર્થ નથી કારણ કે હું કર્મથી બંઘાયેલો છું અને પરમાત્મા કર્મથી મુક્ત છે. તે અનંત વીર્યવંતા છે તેની આગળ મારી કોણ ગણતરી? આવો વિવેક મારામાં નથી. પણ આસપુરુષ સદ્ગુરુદેવનાં ચરણ - વચનામૃત - આજ્ઞા તે પ્રમાણે આટલા ભવમાં વર્તીશ, તેને શરણે આટલાં બાકી રહેલાં વર્ષ ગાળીશ, એટલું કરવાની પણ મારામાં ઘીરજ નથી, હિંમત નથી. | ભાવાર્થ :- મારાથી કાંઈ કોઈને માટે થઈ શકે તેમ નથી. સર્વ પોતપોતાના કર્માનુસાર જીવે છે. હું જ કર્મથી બંઘાયેલો છું તો મારાથી કર્મ ઉપરાંત બીજું શું થવાનું છે? જે કંઈ શુભ થતું હોય તે પણ કર્માનુસાર કે હરિ ઇચ્છાએ થાય છે, તેમાં મમત્વ માનવા જેવું કે અભિમાન કરવા જેવું નથી. અને અભિમાન કરીને માથે કુટુંબ, દેશ આદિનો ટોપલો ઉપાડી લેવાથી કર્મ વઘારવાનું નિમિત્ત ઊભું થાય છે. આવો સાચા ખોટાનો, હિત અહિતનો વિવેક-ભેદ સમજવાની શક્તિ મારામાં નથી. તેથી મારાથી કુટુંબ ચાલે છે, હું જ દાન-ધર્મ કરું છું; હું ન કરું તો કેમ આ બધો વ્યવહાર ચાલે? વગેરે પ્રકારે અભિમાન હે પ્રભુ! મારામાં વર્તે છે. પણ જો શરણ પ્રાપ્ત થાય તો અનાથપણું મટે. વિવેકજ્ઞાન ન હોય તો પણ એમ રહે કે તારા કહ્યા પ્રમાણે આટલો ભવ ગળાજો એવી ભાવનાથી દ્રઢ વર્તાય તો પણ શ્રેય થાય; પણ તેટલી ઘીરજ, હિંમત કે વીર્ય મારામાં નથી. આવો હું હીનવીર્ય-અશક્ત થઈ ગયો છું. તેનો હે પ્રભુ! તારા અનંત વીર્ય આદિગુણોની સ્મૃતિ જગાડશે એવો ભાવ જણાવતાં હવે કહે છે - અચિંત્ય તુજ મહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. 6 અર્થ :- હે પ્રભુ! તારું માહાસ્ય એટલું બધું છે કે ત્યાં સુઘી મતિની ગતિ પહોંચતી નથી; અને તેથી જોઈએ તેવા ઉલ્લાસવાળો ભાવ જાગતો નથી. કારણ કે તે અનુભવની બહાર છે. જે જોયું નથી, જાણ્યું નથી, તેના ઉપર ઉલ્લાસ કેમ કરીને લાવું? જે પ્રેમ આવવો જોઈએ અથવા સંસાર પ્રત્યે જે પ્રેમ વર્તે છે તેનો એક અંશ પણ પરમાર્થ પ્રત્યે વર્તાતો નથી. અને પ્રેમ કે જ્ઞાન વિના તારી ઓળખાણ નથી. તેમજ જ્ઞાન પ્રભાવ પણ એટલો બધો નથી કે આલંબન વિના પ્રભુતાની કંઈ શ્રેયકારી ભાવના કરી શકાય. 456 Page #461 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ ભાવાર્થ - હે ગુરુદેવ! તમારું માહાસ્ય અચિંત્ય છે, અપાર છે, મતિમાં હું / આવે તેવું નથી. તો તમારું ઓળખાણ કયે રસ્તે થાય? એક તો આપના પ્રત્યે ઉલ્લાસથી, પ્રેમથી હૃદય ભરપૂર થવાથી તન્મયતા અનુભવાય અથવા “જ્ઞાનસ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી.”-આનંદઘનજી. એ જ્ઞાનના પ્રભાવથી, આત્મભાવના ભાવવાથી તમારું ઓળખાણ થાય. તેમ છતાં મારામાં તો આપના પ્રત્યેના પ્રેમનો એક છાંટોય દેખાતો નથી, તો પ્રફુલ્લિત કે ઉલ્લાસવાળા ભાવની તો શી વાત કરવી? એટલે ભક્તિમાર્ગથી પણ તરવાનો રસ્તો મારે માટે દેખાતો નથી. તેમ મારામાં પરમ પ્રભાવ-પ્રભાવિક જ્ઞાન કે પ્રબળ ક્ષયોપશમ અને વીર્ય વડે શુદ્ધ આત્મભાવના ભાવવા જેવી યોગ્યતા પણ નથી. તેવી અઘમ દશા હે પ્રભુજી મારી છે. તેના ઉત્તરમાં જો આપ એમ જણાવો કે સ્વરૂપ તો સદાય જેમ છે તેમ છે, અજર, અમર, અવિનાશી, અચળ છે, તેનો વિયોગ નથી. તેના ઉત્તરમાં જણાવવાનું કે - અચળ રૂપ આસક્તિ નહિ, નહિ વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. 7 અર્થ - આપે જે સ્વરૂપ દર્શાવ્યું તેની કૂઢ પકડ થતી નથી, તેમાં વળગ્યા રહેવાતું નથી; અથવા તો આપને દ્રઢતાથી વળગ્યા રહેવાતું નથી. અને આમ કલ્યાણના માર્ગનો વિરહ પડે છે તો પણ તેને માટે ખેદ થતો નથી. તેની તેજ ભાવનામાં રહેવું જોઈએ, તેના જ ઉચાટમાં રહેવું જોઈએ, તેની જ ઇચ્છા રહેવી જોઈએ, તેના માટે ઝૂરવું જોઈએ, તે પણ મારાથી હે ભગવાન, બનતું નથી. તેની ઝૂરણા માટે તો તેમ જેણે કર્યું છે અથવા એવો ઉત્કટ પ્રેમ જેને જાગ્યો છે કે જેને તેના વિના એક પળ પણ જીવવું તે મરણ કરતાં પણ અધિક દુઃખદાયી થઈ પડે છે તેવા આદર્શ પુરુષના પ્રેમની કથા અને દશાનો પરિચય થવો જોઈએ. પણ તમારો તેવો સ્વરૂપ પ્રત્યેનો પ્રેમ મને કોણ કહી બતાવે? તેની પણ પ્રાપ્તિ નથી. તો પણ જીવને તેનો ઉચાટ રહેતો નથી, વ્યાકુળતા આવતી નથી. આવા કલ્યાણના સાઘનો મને પ્રાપ્ત નથી થયાં તો મારે તરવાનો હવે કોઈ આરો છે? એના ઉત્તરમાં ભક્તિમાર્ગથી કલ્યાણ થશે, એમ કહો તો કહેવાનું કે : ભક્તિમાર્ગ પ્રવેશ નહીં, નહિ ભજન દ્રઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. 8 અર્થ - ભક્તિમાર્ગ મને પ્રાપ્ત થયો નથી, ભક્તિ કરવી, ભક્તિ કેવા પ્રકારે કરવી, ભક્તિનું સ્વરૂપ શું? વગેરે મને ખબર નથી. “ગુરુ ગમે કરીને ભક્તિનું પરમ સ્વરૂપ સમજાયું નથી.” તેમજ ભજન શાનું કરવું, કેમ કરવું, તેનું પણ ચોક્કસ ભાન મને નથી. વળી આત્મઘર્મની સમજ જ મને નથી. અને જ્યાં ગમે તે વાત સમજી શકાય તેવા પવિત્ર તીર્થક્ષેત્રે મારે વસવાનું બની શકતું નથી. તો શું કરવું? ૪પ૭ Page #462 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ “શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન; લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ.” -બનારસીદાસ. ભાવાર્થ - ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ કરતાં સુલભ છે. અને ઘણા વિચારવાન જીવોએ તેનો આશ્રય કર્યો છે, એ ભાવાર્થનું કહેવું સારું છે પણ મારો ભક્તિમાર્ગમાં પ્રવેશ નથી, હું તેથી અજાણ્યો છું. તેમ નથી આવડતાં ભજન કે સ્તવન તો પછી ભક્તિથી પ્રાપ્ત કરવા યોગ્ય સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્ ચારિત્રરૂપ આત્મઘર્મની સમજ તો મને શાની હોય? તે સમજવા માટે જ્યાં સત્પરુષ વસતા હોય, સત્સંગની લહરીઓ છૂટતી હોય અને આત્માને સત્ રંગ ચઢાવે તેવો યોગ હોય તેવા તીર્થક્ષેત્ર સેવવાથી ભક્તિમાર્ગ સમજાશે; એમ જણાવે તો એટલું કહેવાનું છે કે મારે તેવાં સ્થાનમાં વસવાનો જોગ નથી, એટલું પણ મારા ભાગ્યમાં નથી. અને વળી “ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું પરમસ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય.” શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 253 તેનો વિચાર લક્ષમાં રાખી જણાવે છે : કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. 9 અર્થ - “વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુ લોપ” શ્રીમદ્ રાજચંદ્ર. આવા કળિકાળમાં અમુક કાળ ભક્તિ યોગ્ય છે કે અમુક કાળ શાસ્ત્રાભ્યાસ માટે અયોગ્ય છે એવી મર્યાદાઓ સદ્ગુરુના વિયોગ જેવા કાળમાં કેમ જાણી શકાય, અને ભક્તિમાર્ગમાં પ્રવર્તતા થતાં દોષો કેમ દૂર થાય? અથવા આ કળિકાળમાં આયુષ્ય બહુ ટૂંકુ હોય છે અથવા ચોતરફ વિષયકષાયને પોષે તેવા સંજોગો વધતા જાય છે. તે દોષોમાંથી બચવા મર્યાદા ઘર્મ એટલે વૃત્તિ સંક્ષેપ કરવાનાં સાધન તરીકે દિશા, દેશ, ઘન, આદિની વ્રત લઈને મર્યાદા કરવામાં આવે છે, તે પણ મારાથી બનતું નથી. તેમ છતાં મને કોઈ રસ્તો ન સૂઝે ત્યારે જે આકુળતા વ્યાકુળતા થવી જોઈએ તેની નિશાની સરખી જણાતી નથી, એ કર્મની કેટલી બધી બહોળતા (બાહુલ્યતા) છે. તે માત્ર તમે જ હે પ્રભુ! જાણો છો, જાઓ છો. ભાવાર્થ - સર્વકાળમાં સસ્તુરુષનો યોગ થવો દુર્લભ કહ્યો છે. તો આ ટુંડાઅવસર્પિણી (કળિ) કાળમાં તે અત્યંત દુર્લભ હોય એમાં નવાઈ નથી; તો ગુરુગમે ભક્તિનું સ્વરૂપ સમજાવું મહા દુષ્કર દેખાય છે. અને પ્રાયે સપુરુષના વિયોગ જેવા આ કાળમાં, આ ક્ષેત્રમાં દોષો જ જ્યાં ત્યાં ઊભરાય એ સ્વાભાવિક છે. તેમાંથી શી રીતે બચવું એ પ્રશ્ન થાય છે. તેનો ઉત્તર એ કે અલ્પ આયુષ્ય અને કુસંગ, વીર્યહીનતા, હીનપુણ્યતા વગેરે આ જમાનાના દોષોરૂપી અગ્નિથી લાગતા આ મનુષ્યભવરૂપી ઘરમાંથી બચાવાય તેટલું બચાવી લેવું, તેને માટે મર્યાદા ઘર્મ, દિશા, દેશ, ઘન, આહાર આદિમાં થતા દોષોનો વિચાર કરી, તેની વ્રત આદિથી સમ્યક્ મર્યાદા બાંથી વર્તવું. સમકિત સાથે પાંચ મહાવ્રત પાળવાં વગેરે મર્યાદા અથવા “કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર 458 Page #463 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ વિના ન રહેવું એમ મહાત્માઓની શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક 254. 3 આવી સ્વરૂપ મર્યાદારૂપી ઘર્મ પ્રમાણે વર્તવું. પણ તેવો ઘર્મ મારાથી પળાતોય નથી અને તે બદલ ખેદ કે વ્યાકળતા પણ રહેતી નથી. એ કેવાં ભારે કર્મ કહેવાં? જે બળતાં ઘરમાં બેભાન થઈને દોડે છે, તે કેવી રીતે બચે? તેવી મારી સ્થિતિ હે પ્રભુ લાગે છે. ત્રાસ રૂ૫ સંસાર પણ મને ત્રાસ ઉપજાવવાને બદલે તેમાંજ પકડી રાખે છે એ કેવા પ્રકારના કર્મ હશે તે આપ જાણો છો. કારણ કે આપ સર્વજ્ઞ છો. આવા ભયંકર દોષોથી બળતા કળિકાળમાં માત્ર પુરુષ જ શીતલ ઝાડની છાયા-કલ્પદ્રુમ સમાન છે. તેની સેવા પ્રાપ્ત કરવાથી સર્વ સાંપડશે એ ઉપાય સાચો છે. પણ તેમાં વિઘ્નો નડે છે તે જણાવે છે. સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેન્દ્રિય માને નહિ, કરે બાહ્ય પર રાગ. 10 અર્થ - મારું વીર્ય એટલું બધું હણાઈ ગયું છે કે મને બળતામાંથી બચવાના સપુરુષની સેવારૂપ ઉપાય સૂઝયા છતાં પ્રતિકૂળ સંજોગોને હું દૂર કરી શકતો નથી. મને કલ્યાણમાં વિઘ્ન કરતાં સ્વજન કુટુંબાદિ બંઘન, લોકલાજ આદિ બંધન, સંકલ્પ-વિકલ્પરૂપ બંઘન, દેહાભિમાનરૂપ બંઘન વગેરે બંધનો હું તજી શકતો નથી. વળી દેહ અને ઇન્દ્રિયો મને વિષય કષાયમાં દોરી જાય છે. મારું કહ્યું કરતી નથી અને બાહ્ય પદાર્થો ઉપર રાગદ્વેષ કરાવી બંઘન કરાવે છે. તેથી સપુરુષથી વિમુખ રહેવા જેવી મારી દશા વર્તે છે. આવી સ્થિતિમાં સત્પરુષનો કે કલ્યાણનો વિયોગ રહે તો શું કરવું? ભાવાર્થ - “બીજું કાંઈ શોઘ મા. માત્ર એક સપુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વન્ય જા; પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં, આખી જીંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.”(વ.પત્રાંક 76) આવાં વચનથી સત્પની સેવાની પ્રતીતિ થાય છે. પણ મને ઉપર જણાવ્યા, તેનાં બંઘન નડે છે. તે મારાથી દૂર થતાં નથી. લોકને રૂડું દેખાડવા ઘણું મારે કરવું પડે છે. તેમજ દેહેન્દ્રિયોને પણ વશ રાખી શકતો નથી. તેથી સત્પરુષનો યોગ થતો નથી અને થાય તો તે અસંયમ, તેની ઓળખાણ પડવા જેટલી સારી યોગ્યતા આવવા દેતો નથી. મારી વૃત્તિઓ જ સંસારમાં રહે છે. ત્યાં હવે શું કરું? તે દર્શાવતા કહે છે : તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અર્થ:- હે પ્રભુ, તારો યોગ પ્રાપ્ત થવો તે અમારા ઉદ્ધારનું નિઃશંક સાઘન છે અને તે આ કાળમાં દુર્લભ થઈ પડ્યો છે. તે આ કાળમાં તારો વિયોગ અમને હૃદયમાં સાલવો જોઈએ. વારંવાર મનમાં પ્રગટ થઈ આ ઉણપ અમારા અંતરમાં સ્ફરવી જોઈએ, તો જ તારા યોગની ભાવના રહે પણ તેમ બનતું નથી. ઊલટું જાણેલું, બોલી બતાવવામાં અથવા વાતચીત, પરકથા 459 Page #464 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ fe 1 આદિ વચનયોગની પ્રવૃત્તિમાં બંઘન હું કર્યા કરું છું. તેમજ નયન-વૃષ્ટિમાં ઝેર જ છે.” વિષયકષાયને પોષવામાં આંખો હું વાપર્યા કરું છું. જ્યાં જ્યાં નજર પડે છે * ત્યાં ત્યાં હું શુભાશુભ ભાવ કરી બંઘન કર્યા કરું છું. વળી સત્સંગ દુર્લભ હોવાથી જેમનામાં સાચી ભક્તિ નથી તેવા અણભક્તના સંગથી ઉદાસ, અળગો, મધ્યસ્થ રહેતો નથી. તેથી તેમના કુસંગનું ફળ પણ નિમિત્તને લઈને થાય છે. તેમજ ગૃહ કાર્યાદિકમાં પણ ભાવ મોળા નહીં પડવાથી તે બંઘના નિમિત્તમાં હું વસું છું. ભાવાર્થ - હે ભગવાન તારું સ્મરણ કેમ નથી રહેતું? તારી આજ્ઞા સમજાવનાર સદ્ગુરુ ભગવાન વિના મારું કલ્યાણ નથી. એમ ક્ષણે ક્ષણે મને સાંભરવું જોઈએ, તે પણ ફરતું નથી. ઊલટું વાજાળમાં હું માછલાની પેઠે બંઘન પામી હણાઉં છું અને નયન વિકારથી ઠાર ઠાર ભવ ઊભા થાય તેવાં બંઘનની કમાણી કરી રાચી રહ્યો છું. તારી આજ્ઞાને માન્ય કરનારા ભક્તજનોનો સંગ તે સત્સંગ છે, અને તે કર્મ આવતાં અટકાવી, જાના કર્મની નિર્જરા કરવામાં સહાયરૂપ નિમિત્તભૂત બને છે. પણ બીજા અણભક્ત એટલે અન્ય સંસારી જીવોને છોડીને કુટુંબ આદિ કાર્યને વેગળું કરીને, તેમાં ઉદાસ પરિણામ કરીને, સત્સંગની પ્રાપ્તિ થાય તો, તેમ બનવા સંભવ છે. પણ તેવુંય મારાથી હે પ્રભુ, બનતું નથી. મારું કુટુંબ, મારા સ્વજન પરિવારમાં જ હજી હું રાચી રહ્યો છું. તે ઉપરાંત દેહાભિમાનરૂપ બંધનથી પણ હું મુક્ત નથી, તે જણાવે છે - અહંભાવથી રહિત નહિં, સ્વઘર્મ સંચય નાહી; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. 12 અર્થ - હું સુખી છું, હું દુઃખી છું, હું રૂપાળો છું, હું બ્રાહ્મણ, પાટીદાર, વાણિયો છું, હું કર્તા છું, ભોક્તા છું, હું ઘર્મ કરું છું વગેરે પ્રકારે દેહાભિમાન કે હુંપણું દુઃખદાયી છે. તે પણ ટળ્યું નથી અને આત્મઘર્મ-સમ્યકજ્ઞાન, સમ્યદર્શન, સમ્યક્યારિત્રરૂપી સ્વધર્મોની પ્રાપ્તિ થઈ નથી. તે ગુણો મારામાં આવ્યા નથી. તેમજ પરવૃત્તિમાં પ્રવર્તતો હોવાથી 25 પ્રકારના સમકિતના દોષ છે તે સર્વ મળથી હું મૂકાયો નથી. ભાવાર્થ :- “સ્વધર્ષે નિધનં શ્રેય: પરથમ મચાવ:” -ભગવદ્ગીતા. શ્રીકૃષ્ણના આ વાક્યમાં પણ આત્મધર્મ, સમ્યક જ્ઞાનદર્શનચારિત્ર સહિત મરણ તે શ્રેયરૂપ ગણ્યું છે. અને તેથી વિપરીત સમાધિમરણ અટકાવનાર દેહાભિમાન, અને પરમાત્માના ઘ-ગુણોનું અજ્ઞાન ટળ્યું નથી. હમમાન ગતેિ, વિજ્ઞાને પરમાત્મનિ ! યત્ર યત્ર મનો યાત, તત્ર તત્ર સમાધય:” . આ સમાધિનાં કારણ જે સ્વધર્મ સંચય, પરમાત્માનું જ્ઞાન, ઘર્મ, લક્ષણનું થવું અને હુંપણું ગળી જવું, અહંભાવથી રહિત થવું, તે મારા ભાગ્યમાં ક્યાંથી? સંતુઘર્મથી ઊલટા અન્ય ઘર્મ-કુદેવ, કુગુરુ, કુઘર્મના સંગથી અને માન પોષવા આદિ વૃત્તિઓથી નિર્મળપણે હું છૂટ્યો નથી. કષાય શમે અને 460 Page #465 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ મોક્ષની જ અભિલાષા રહે તેવી મારી દશા થઈ નથી; તો ઘર્મ હું કેવી રીતે પામું? આવાં અનંત કારણોને લઈને મારી અઘમ દશા છે તે કહે છે - . એમ અનંત પ્રકારથી સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ મુખ બતાવું શુંય? 13 અર્થ - આવાં અનંત કારણોને લઈને હું પરાધીન છું મારામાં હજી એકપણ આત્મગુણ પ્રગટ્યો નથી તો હે પ્રભુ, હું તને શું મોઢું દેખાડું? ભાવાર્થ - એટલે જેટલે અંશે આત્મગુણ પ્રગટે તેટલે તેટલે અંશે સસ્તુરુષ ઓળખાય, અને સત્ શ્રદ્ધા પણ તેટલી જ ગણાય. પણ મારામાં તો અનંત દોષો ભર્યા છે, તો હે પ્રભુ! મને તમારું દર્શન-શ્રદ્ધા ક્યાંથી અચળપણે પ્રાપ્ત થાય? અને તેવી યોગ્યતા પ્રાપ્ત કરવાનાં સાધનો ઉપર જણાવ્યાં તે ઉપરાંત, તે સાધનના પ્રકાર અનંત છે, પણ તે સર્વ સાઘનથી હું રહિત છું. મારાથી કોઈ સાઘન પ્રાપ્ત કરી શકાતું નથી, એવો હું પાપી છું, અનાથ છું અને આપ દયાની મૂર્તિ છો તે જણાવતાં કહે છે : કેવળ કરુણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - હે આ ભગવાન! આપ તો દયારૂપી દેહમાં જ વસો છો; કેવળ દયામય જ છો, દીનના બંઘવ, સહાયક છો; અને હું તો પાપી છું. અનાથમાં અનાથ હું છું. હે પ્રભુ! તમારા સિવાય મારા તરફ કોઈ નજર પણ ન નાખે એવો પાપાત્મા અને રાંક હું છું. તેથી તમે મારો હાથ ઝાલીને આ સંસારરૂપી અંઘારા કૂવામાંથી મને ખેંચી લ્યો - મારો ઉદ્ધાર કરો. ભાવાર્થ - સત્પરુષોનો દેહ પોતાનું પ્રારબ્ધ પૂરું કરવા અને પરનું કલ્યાણ કરવા, એ હેતુએ ટકેલો છે. તેમ હે ભગવાન, મારા જેવા દુઃખીજનો સંસારનાં કારણ સેવી દુઃખની પરંપરા ખડધે જાય છે, તે જોઈ આપનું અંતઃકરણ દયાથી ઊભરાઈ જાય છે. તમે દયાની મૂર્તિ છો. રાગદ્વેષથી આત્માની ઘાત થાય છે, અને તે પ્રમાણે અમે અજ્ઞાની પ્રાણીઓ આત્મઘાતી છીએ; કસાઈ કરતાં પણ ભૂંડા છીએ. કારણ કસાઈ તો આ જ ભવમાં કોઈ પ્રાણીનો વધ કરે છે. પણ અમે તો એવાં વેર બાંધીએ છીએ, એવી માયામય પ્રીતિ કરીએ છીએ કે તે ભવોભવ ભટકતાં પણ તે ગાંઠ ભેદાવી મુશ્કેલ થઈ પડશે. આવી અમારી દશા જોઈ આપ રાગદ્વેષથી મુક્ત થઈ અમને મુક્ત કરવા કરુણા કરી બોઘ કરી રહ્યા છો. પરનું હિત એ જ આપનું કાર્ય છે. પણ અમે પાપી છીએ કે આપના તરફ અમે જરા આંખ ઊંચી કરીને નજર પણ નાખતા નથી. સંસારથી મુક્ત થવાનો અપૂર્વ જોગ પ્રાપ્ત થતાં-મનુષ્યભવ, ઉત્તમકુળ, સગુરુની પ્રત્યક્ષ વાણી આવો ઉત્તમ જોગ મળતાં પણ જે અવસર ચૂકે તે મૂરખ શિરોમણિ જ ગણાય, અથવા તેનાં ગાઢાં પાપ ફરીવળી સત્ ને સત્ ન સમજવા દે તે કેવી અનાથ દશા. કોઈને રોગ થયો હોય તો અમુક વખતે જાય, ઘન ગુમાવ્યું હોય તો ફરી કમાય છે કે વિદ્યા ભૂલી ગયો હોય તો ફરી અભ્યાસ 461 Page #466 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ કરી પ્રાપ્ત કરી લે, પણ જેણે પુરુષનો પ્રાપ્ત યોગ ગુમાવ્યો તે તો “અવસર પામી આળસ કરશે તે મૂરખમાં પહેલોજી યશોવિજયજી. એને આ કાળમાં દુર્લભ વસ્તુ તે પ્રાપ્ત થઈ તે ફરી કયે ભવે પ્રાપ્ત થશે તે વિષે કહી શકાય નહીં. મારા જેવા પાપીને આટલું પણ નથી સૂઝતું તો પ્રભુ આપના યોગબળે જ મારો ઉદ્ધાર થશે એમ માની વિનંતી કરું છું કે મને સંસાર સાગરમાંથી બુડતો બચાવવા આપની કૃપાનજરરૂપી હાથ લંબાવી, બોઘ આપી સમ્યકત્વરૂપી આઘાર આપી મારો ઉદ્ધાર કરશો. સંસાર સાગર કેવો ત્રાસ ઉપજાવે તેવો છે તે જણાવતાં કહે છે : અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ-સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ - આ અપાર સંસારસાગરમાં અનાદિકાળથી હું ગોથા ખાઉં છું. તો પણ તે સંસારનું સ્વરૂપ અને તેથી વિરક્ત એવા અસંસારી, મુક્ત ભગવાનનું મને ભાન થયું નહીં. કારણ કે તે આપમત-સ્વચ્છેદે સમજી શકાય તેવું નથી. સદ્ગુરુ કે સત્યના ઉપાસક એવા સંતપુરુષના ચરણમાં માથું મૂકી નિરભિમાનપણે તેમની સેવા-આજ્ઞા ઉઠાવી નથી; નહિ તો જેમ છે તેમ આજ સુધી સમજ્યા વિના રહે નહીં. ભાવાર્થ - અનંત કાળથી આ સંસારનો પાર પામવા હું આથડ્યા કરું છું પણ સંસાર સમુદ્ર અપાર છે. તેનો પાર સ્વભુજાએ તરીને પામવો દુર્લભ છે. આવા મહાન સાગરને જે રમત માત્રમાં તરી ગયા છે, ગાયની ખરીથી થયેલા ખાડાના ખાબોચિયાની પેઠે જે સંસાર ઓળંગી ગયા તે મહાવીર સુભટોમાંથી કોઈની મને ઓળખાણ પડી શકી નહીં. નહીં તો હું પણ તેમને આશરે વહાણમાં બેસી (ચઢીને) સમુદ્રને કિનારે પહોંચી જાય તેમ સંસાર તરી જાત. એવા તીર્થકર ભગવંતોના કાળમાં પણ હું હતો. છતાં મારાથી કાંઈ બન્યું નહીં. તેનો બોઘેલો સાચો માર્ગ પ્રરૂપનાર પ્રવર્તાવનાર સદ્ગુરુ આત ભગવાનની પણ ઉપાસના મારાથી બની નહીં. અથવા એ અવલંબને સાઘકપણે વર્તતા સંતપુરુષની આજ્ઞા પણ ઉઠાવી શક્યો નહીં, તેથી હજી આ લખ ચોરાશીમાં હું ભણું છું. અજ્ઞાનપણે સ્વચ્છેદે ઉદ્યમ કરવામાં તો બાકી નથી રાખી. તે જણાવતાં કહે સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામીયો, ઊગ્યો ન અંશ વિવેક. 16 અર્થ :- મેં સાઘન તો બહુ કર્યા હતાં પણ તેમાં એક ભૂલ રહી ગઈ; તે એ કે સંતની આજ્ઞાએ કે તેના આશ્રયે ઉદ્યમ કરવાને બદલે સ્વચ્છેદે દોડ કરી. તેથી સંસાર સાગરનો કિનારો પ્રાપ્ત થયો નહીં. અને સાચો માર્ગ જ હાથ ન આવ્યો, હિત અહિત જાણવા જેટલી વિવેક બુદ્ધિનો અંકુર સરખો ક્યારેય પ્રગટ્યો નહીં. ભાવાર્થ - “યમ, નિયમ, સંયમ આપ કીયો...તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” શ્રીમદ્ રાજચંદ્ર 462 Page #467 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ આવી આવી કઠણ કે દુઃસાધ્ય ગણાતી ક્રિયા કરવામાં મેં પાછી પાની હતી કરી નથી, પણ ક્યાંય મારું દિલ ઠર્યું નહીં, કારણ કે સાચો માર્ગ પ્રાપ્ત થયા વિના / શાંતિ પ્રાપ્ત થવી સંભવતી નથી. અને માર્ગના ભોમિયા વિના માર્ગ પ્રાપ્ત થાય છે તેવો નથી. તેથી ભોમિયા વિના સંસાર વનમાં હું માર્ગ શોધતાં શોધતાં કાંટા, પથરા, કાદવ, ને ઝેરી જનાવરોથી ભરપૂર ભયંકર સ્થળોમાં ભૂલો પડી આંઘળાની પેઠે રખડ્યો. માત્ર આશ્રય અને આનંદના ઘામ એવા પુરુષના કહ્યા પ્રમાણે મારાથી ન વર્તાયું એ જ મોટી ભૂલ થઈ હતી. તે ભૂલનું પરિણામ શું આવ્યું તે કહે છે : સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય. 17 અર્થ :- અજ્ઞાન દશામાં, છુટવા માટે કરેલા ઉદ્યમ નકામા ગયા. એટલું જ નહિ પણ તે બંઘનરૂપ નીવડ્યા; અવળો વળ ઉકેલ્યા પછી જ જેમ દોરી પાંસરી રીતે ભાગી શકાય છે, તેમ તે પ્રયત્નો વિધ્વરૂપ નીવડ્યા. પાંશરે માર્ગ આવતાં પહેલાં તે બંધન ઉકેલવા સિવાય બીજો કોઈ ઉપાય હવે નથી. અને સતસાઘન-આત્મસાઘનનું ઓળખાણ ન થયું ત્યાં સુધી બંઘન થયા જ કરે છે. તેવી દશા થયા વિના બંઘ કેમ અટકે? અથવા જૂના બંઘન-ખોટી માન્યતાઓ, કદાગ્રહો દૂર કરવામાં પુરુષના બોઘની જરૂર છે તે સમજાયા વિના તે આગ્રહો સ્વચ્છેદે કેવી રીતે દૂર થાય? ભાવાર્થ - જે જે સાઘન બંઘનરૂપ નીવડ્યાં છે તે હૃદયમાં ઘર કરી બેઠાં છે તેમને દૂર કરવાની મારામાં કોઈ રીતે શક્તિ દેખાતી નથી. હે પ્રભુ, હવે તે જડ ઘાલી બેઠેલી અવળી સમજ દૂર કરવાનો કોઈ ઉપાય સૂઝતો નથી. સાચાં સાઘન શાં, તેની મને સમજ નથી. અને અત્યાર સુધીનાં સાધન અશાંતિ ઉત્પન્ન કરનારાં નીવડ્યાં, તો હે પ્રભુ, આ બંઘન હવે શું ટળે? તેની ખરા દિલની આ ઝૂરણા જાણી, કંઈક માર્ગ પ્રાપ્તિનો ઉપાય સૂઝે તેમ જણાવે છે - પ્રભુ, પ્રભુ, લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - સંસાર ઉપર વૈરાગ્ય - ઉદાસીનતા આવવાથી પ્રભુની શોઘ માટે જીવ પ્રયત્ન કરે છે. અને એક પ્રભુની જ લય જો લાગે અને સદગુરુની શોધ કરી તેના ચરણની ઉપાસના કરે તથા પોતાના દોષ જોઈ દોષને ટાળવાનો ઉદ્યમ કરે તો સંસાર તરવાનો માર્ગ મળે. પણ હે પ્રભુ, મને તો તેવી પ્રભુ માટે લય પણ લાગી નથી અને સદ્ગુરુને નમસ્કાર કરવા જેટલું કે ચરણકમળમાં પડી રહેવા જેટલું પણ સદભાગ્ય મને પ્રાપ્ત થયું નહીં, તેમ બીજાના દોષ દેખવા આડે મારા દોષ દેખવાની મને નવરાશ પણ મળતી નથી, તો મારા જેવા અઘમ માટે તો સંસાર તરવાનો કોઈ રસ્તો ઘટતો નથી એમ જણાવતાં ઉત્તર મળે છે કે પોતે અઘમ છે એમ જેને નિશ્ચય વર્તે છે તે માણસમાં દુઃખથી મુક્ત થવા અથાગ શ્રમની મારે જરૂર છે એવું ભાન પણ અવ્યક્તપણે રહ્યું છે; તે તેને સાચો માર્ગ મળતાં બળ આપે છે તે વિષે જણાવે છે - 463 Page #468 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અઘમાઘમ અથિકો પતિત સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય? 19 અર્થ - આખી દુનિયાના અઘમ માણસોનું પ્રદર્શન કર્યું હોય તેમાં સર્વોપરી સ્થાન મને મળે એટલી બધી અઘમતા મારામાં છે; હું પાપીઓમાં મહાપાપી છું. એવો નિશ્ચય આવ્યા વિના મોક્ષમાર્ગનું સાધન બની શકે તેમ નથી. અને જો એવો નિશ્ચય વર્તે નહીં તો મોક્ષ માટે સાધન ન થાય અને સાઘન ન થાય તો મોક્ષ પણ કેમ પ્રાપ્ત થાય? ભાવાર્થ :- જગતના સર્વ પ્રાણીઓ પ્રત્યે દાસત્વ બુદ્ધિ આવ્યા વિના પરમદીનતા આવતી નથી. અને તે વિના મોક્ષમાર્ગની પ્રાપ્તિ પણ નથી. અને જો દાસત્વ બુદ્ધિ આવે તો પોતે જેનો દાસ મનાયો તેના કરતાં હલકો જ મનાવો જોઈએ. સકળ જગતને પરમાત્મામય જોનાર સર્વના શિષ્ય થઈને વર્તે છે. તેના ભાવ ભક્ત કે દાસ તરીકે વર્તવાના નિશ્ચયવાળા જ હોય છે. તેને જગતના કોઈ પણ પ્રાણી પ્રત્યે વેર બુદ્ધિ હોય જ નહીં અને હોય તો તેટલી પરમાત્મપદની અશાતના અને પોતાના આત્માની ઘાત કરવા બરાબર છે. પોતે અઘમમાં અઘમ હોય અને ઉત્તમમાં ઉત્તમપદ પ્રાપ્ત કરવું હોય તો કેટલા બધા પુરુષાર્થની જરૂર પડે? તેમ મોક્ષને માટે નિરંતર પુરુષાર્થની જરૂર છે. અને કોઈ મહાપુરુષાર્થશીલના સંગ વિના સાચો પુરુષાર્થ સમજાય તેમ નથી માટે છેવટે ભગવાન પાસે તેવા મોક્ષ સાઘક મહાપુરુષાર્થી સદ્ગુરુ અને સંતના યોગની માગણી પ્રભુ પાસે મુમુક્ષુ કરે છે : પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દેજ. 20 અર્થ - હે ભગવાન તારા ચરણકમળમાં વારંવાર નમસ્કાર કરીને એટલી જ માગણી હું કરું છું કે મને સદ્ગુરુ અને સંતનો યોગ પ્રાપ્ત થાઓ, અને તે ભગવાનરૂપ જ છે એવી પરમેશ્વર બુદ્ધિ તેમને માટે મારામાં અચળપણે પ્રગટ થાઓ. ભાવાર્થ - “સત્પરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ અને જ્ઞાનીઓએ પરમઘર્મ કહ્યો છે.” (વ.પત્રાંક 254) આ પરમઘર્મ મને પ્રાપ્ત થાઓ એટલે છેવટે પ્રભુને વારંવાર પગે લાગીને મુમુક્ષુ માગી લે છે. કારણ કે સદેવ, સગુરુ અને સઘર્મ આ ત્રણ ઉપર સભ્યશ્રદ્ધા આવવી મોક્ષમાર્ગનું અંગ છે, તારરૂપ છે અને સદૈવ તથા સદ્ઘર્મની ઓળખાણ સદ્ગુરુ દ્વારા થાય છે. તેથી તે ત્રણે એક સદ્ગમાં સમાવેશ પામે છે. આ રીતે ટૂંકામાં સદ્ગુરુ, સંતની માગણીમાં સમ્યગ્દર્શનની માગણી મુમુક્ષુએ કરી છે. (પૂ.શ્રી બ્રહ્મચારીજીએ કરેલ આ અર્થ તેમની હસ્તલિખિત ડાયરી નં. 6 માંથી ઉતારેલ છે.) 464 Page #469 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ સદ્ગુરુભક્તિરહસ્ય (ભક્તિના વીશ દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહ્યું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. 1 અર્થ - “હે સર્વજ્ઞાનાદિ ગુણના સ્વામી, હે પરમાત્મા! આપની અપાર અનંત શક્તિનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી, તો હું પામર પ્રાણી શું કહી શકું એમ છું? દીન એટલે અહંકાર કરવા જેવું જેની પાસે કાંઈ નથી અને જેને કોઈનો આશરો પણ નથી એવા મારા જેવા અનાથ - - એકલા ઉપર દયા કરનાર હે દયાળુ દેવ! ત્રિવિધ તાપે તપતા આ ક્લેશરૂપ સંસારમાં અનાદિકાળથી ભમતા જીવો કેમ કરીને મોક્ષમાર્ગ પામી મુક્ત થાય? એવી ભાવદયા જેના હૃદયમાં નિરંતર વર્તી રહી છે એવા હે પરમકૃપાળુદેવ આપનું નિરંતર મને ધ્યાન રહો. હે કરુણાવંત દયાળુદેવ! ક્યાં આપ અનંત જ્ઞાનાદિ સમૃદ્ધિના ઘણી અને ક્યાં આપને યાદ કરનાર આ અનંત દોષને સંઘરનાર એવો અનંત દોષનું ભાજન આ જીવ! હુંપણું અને મારાપણું જ કર્યા કરે છે. જે અનંતદોષનું મૂળ છે. એ અહંભાવ અને મમત્વભાવને ટાળવા જ જ્ઞાનીપુરુષો ઉપદેશ દે છે. 1aaaa શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ? પારા અર્થ - જે પરમાત્મભાવમાં રહેવાથી જીવને કર્મ ન બંઘાય તેવા શુદ્ધ ભાવ મારામાં નથી અને જગત આત્મરૂપ જોવામાં આવે તો રાગદ્વેષ ટળી પરમાનંદ પ્રાપ્ત થાય. પણ તેવી રીતે સર્વને તુજ પરમાત્મરૂપ જોવાનું હું શીખ્યો નથી. તેમજ હું સર્વથી હલકો છું, મારામાં કંઈ માલ નથી એવા ભાવ પણ આવ્યા નથી; તો આખા જગતનો દાસ થઈ સર્વ પાસેથી મારે શીખવા યોગ્ય જે જે છે તે હું કેવી રીતે જાણી શકું? અને એ જાણ્યા સિવાય તારું પરમસ્વરૂપ છે તે હું શી રીતે કહી શકું? હરિભજન થકી છોટા હોય તે મોટા થાય છે. પણ જે છોટો થઈ શક્યો નથી તેને મોટાઈનો માર્ગ કેવી રીતે મળે? લધુતા એટલે જેની જેટલી સમજ તેટલી નમ્રતા અથવા સમજ્યા તે સમાયા. આગ્રહ, અહંકાર મુકાય ત્યાં લઘુતા અને દીનતા સાચી પ્રગટે અને તે પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ થયે પ્રગટે છે. તેનું માહાસ્ય સમજાયે પોતાની લઘુતા, પોતાની ઊણપ લક્ષમાં આવે છે અને અભિમાન ગળી જાય છે. તે એટલા સુધી કે સર્વ પ્રાણી માત્રના દાસ તરીકે પોતાને ગણે છે. આત્મા સિવાય સર્વ વસ્તુ તુચ્છ લાગે અને તે તુચ્છ, પુદ્ગલિક વસ્તુનો મોહ કે ગર્વ ન રહે ત્યારે જ સામટી નમ્રતા, લઘુતા, દીનતા પ્રગટે. પણ તે મારામાં નથી તેથી હું પરમાત્મસ્વરૂપને કેમ વર્ણવી શકું ? ગારા 465 Page #470 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહીં; આપ તણો વિશ્વાસ દૃઢ ને પરમાદર નાહીં. રૂા. અર્થ - હે પ્રભુ! આપની આજ્ઞા તો નીતિ પ્રમાણે વર્તી સત્વશીલ પાળી, રાગદ્વેષ દૂર કરવાની છે. વળી બાહ્યભાવ દૂર કરી આત્મભાવના ભાવવારૂપ સદ્ગુરુદેવની આજ્ઞા છે તેમાં મારું ચિત્ત સ્થિર રહેતું નથી. ઘડીએ ઘડીએ, ક્ષણે ક્ષણે બાહ્ય ઇન્દ્રિયોના વિકારોને વશ થઈ પરવસ્તુમાં પ્રવર્તે છે. તેમજ આપના ઉપર એવો દ્રઢ વિશ્વાસ પણ મને આવ્યો નથી કે જેથી મનમાં એમ રહ્યા કરે કે હવે મારે શી ફિકર છે? પરમાત્મા જેવો મારે માથે ઘણી છે તો વહેલે મોડે પણ મારી સંભાળ તે લેશે અને એવો દ્રઢ વિશ્વાસ આવે તો બીજી વસ્તુઓ ઉપરથી વિશ્વાસ ઊઠી જાય. તેણે જે વસ્તુને મહત્ત્વ આપ્યું હોય તે જ ગમે, તેનો ભાવ જ બદલાઈ જાય. સંસાર ઉપરથી અને સંસારી લોકો જેને સારું માનતા હોય તે ઉપરથી મન ફરીને જેને માટે પરમગુરુ આપણને ઉપદેશ આપે છે તે જ રુચે. તેના પ્રત્યે બહુમાનપણું - પરમાદર પ્રગટ થાય. જેટલો સપુરુષ ઉપર દ્રઢ વિશ્વાસ તેટલું તેના પ્રત્યે, તેના વચન પ્રત્યે પરમ આદર કે બહુમાનપણું હોય. મોક્ષમાર્ગ બતાવનાર આપ છો અને મારે મોક્ષમાર્ગ જ જોઈએ છે, બીજું નથી જોઈતું એવું દ્રઢ થયે તે માર્ગદર્શક સપુરુષ પ્રત્યે દ્રઢ વિશ્વાસ ઊપજે. પણ મારામાં તેવો વૈરાગ્ય અને મુમુક્ષુતારૂપ યોગ્યતા નથી; તેથી આપના ઉપર દ્રઢ વિશ્વાસ અને પરમાદર (પરમ આદર) ભાવ પ્રગટતા નથી, તો તેનો શો ઉપાય? 3. જોગ નથી સત્સંગનો, નથી સત્ સેવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. 4 અર્થ - આપના ઉપર દ્રઢ વિશ્વાસ કે ક્ષાયિક સમ્યત્વ પ્રગટ થવાનું મૂળ કારણ સત્સંગ અને સત્ સેવા છે. તેથી કેવળ અર્પણતા એટલે આત્મ સમર્પણ અથવા અનન્ય આશ્રયભાવ આવે છે. સત્સંગ એટલે સસ્વરૂપ આત્માને અર્થે જ સમાગમ અથવા સરૂપ સત્પરુષનો સંગ કે સમાગમ. જેથી સત્ એવા આત્માની પ્રાપ્તિ થાય છે. અથવા સત્નો રંગ લગાડે, સમ્યદ્રષ્ટિ કે આત્મભાવની રુચી પ્રગટાવે તે સત્સંગ છે. એવા સત્સંગથી સસેવા સમજાય છે. સસેવા એટલે આત્માનું સેવન કરવું અર્થાત્ તેની ભાવના કરવી. અથવા સત્ સેવા એટલે આત્માને અર્થે સેવા, પુરુષાર્થ, લઘુતા સહિત શિષ્યભાવે આજ્ઞાંકિતપણે ઉત્તમ ભાવમાં વર્તવું એટલે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું તે. એવા સત્સંગ અને સત્સવાની એ બન્નેની જોગવાઈ મને દુર્લભ થઈ પડી છે. બન્ને મને પ્રાપ્ત થાય તેટલું સદ્ભાગ્ય કે જોગવાઈ મને મળ્યાં નથી. તેમજ તે પ્રાપ્ત કરવા સર્વસ્વનો ત્યાગ કરી હું તન્મયપણે તે ભાવમાં જ લીન થયો નથી. બાહ્યભાવ તજી અંતર્ધાત્માથી પરમાત્માને ભજવારૂપ આત્મસમર્પણનો દાવ મારા ભાગ્યમાં આવ્યો 466 Page #471 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ નહીં; તેમજ તે પ્રાપ્ત કરવાનો અનુયોગ એટલે પ્રકાર જે પુરુષનો અનન્ય / આશ્રય એટલે તેનું અવલંબન, સપુરુષ તેની વાણી, અને તેના આશયનો આધાર તે મને પ્રાપ્ત થયા નથી. જા હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક; ચરણ શરણ ઘીરજ નથી, મરણ સુધીની છે. આપણા અર્થ - ઉપર કહ્યા પ્રમાણે હું સર્વ સાઘન રહિત પામર પ્રાણી છું. છતાં મને મારી રંક દશાનું ભાન નથી. કર્મને આધીન હું, મદારીને આધીન જેમ માંકડો નાચે તેમ પરવશપણે પરિભ્રમણ કર્યા કરું છું. એવો પામર હું શું કરવા સમર્થ છું? એટલો પણ વિવેક એટલે યથાર્થ હિત-અહિતનો વિચાર મને નથી. સર્વ શક્તિમાન પરમાત્મા અને કર્માધીન એવો હું રાંક બહિરાત્મા તેને જુદા જુદા ઓળખવારૂપ વિવેક; તે મારામાં નથી. તેમજ મરણપર્યત આપના ચરણનું શરણ રાખવાનું પણ મને ભાન નથી. જો સત્પરુષના ચરણનું શરણ અને ઉપાસના આટલા ભવમાં મરણ સુધી ટકી રહે તો તે સત્પરુષની દશાને પ્રાપ્ત થઈ સમાધિમરણ કરે. પણ તેવો શરણભાવ પણ મને આવ્યો નથી. શરણ એટલે આઘાર, આશરો, અવલંબન. પોતાની શક્તિબળે સર્વ તજી દે અને પરમપદની મહત્તા સમજાય તો વિવેકજ્ઞાન અથવા ભેદજ્ઞાન કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અથવા સપુરુષના અવલંબને નિરાભિમાનીપણે વર્તી સ્વચ્છંદ રોકે તો આત્મજ્ઞાન અને મોક્ષ મળે છે. પાા અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. આવા અર્થ - પરમપદ કેટલું ઉત્કૃષ્ટ ઉત્તમ છે એની કલ્પના પણ થઈ શકે તેમ નથી, અચિંત્ય છે. પણ તેનું માહાસ્ય એટલે મહત્તા, મહિમા જે મોટા પુરુષો ગાઈ ગયા છે, તેટલું પણ ભાવપૂર્વક જો આ જીવ વિચારે, પ્રતીત કરે તો પરમ આનંદ અને ચિત્તની પ્રસન્નતા પામે અને હર્ષથી દિલ ઊભરાઈ જાય; પણ તે પરમપદ માટે રુચિ, પ્રેમ કે સ્નેહ લગાર પણ મારા હૃદયમાં પ્રગટ થયો નથી. તેમજ તે પરમપદ પ્રાપ્ત કરવાની ભાવના જાગવા માટે જે યોગ્યતા જોઈએ જેમકે વિશાળબુદ્ધિ, મધ્યસ્થપણું, સરળતા અને ઇન્દ્રિયોનો જય; તે રૂપ પ્રભાવ પણ મારામાં નથી. અર્થાત્ એવા પ્રફુલ્લિત ભાવવાળી પરાભક્તિ મારામાં નથી. તેમજ સ્નેહ-પ્રેમ સ્વરૂપ આત્માનો અંશ જે શ્રદ્ધારૂપ સમ્યકત્વ તે પણ મારામાં નથી, તે પામવા માટે જેટલો પ્રભાવ એટલે પુણ્યની સામગ્રી તથા બઘી જોગવાઈ જોઈએ તે પણ મને મળી નથી. IIકા અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. llણી અર્થ - અચળ એટલે નિત્ય સ્વરૂપે જે આત્મદ્રવ્ય છે તે પ્રત્યે આસક્તિ એટલે દ્રઢ પ્રેમ, 467 Page #472 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ / \ રુચિ. શ્રદ્ધા રુચિ, શ્રદ્ધા, નિશ્ચય તે આત્મતત્ત્વના સ્વરૂપમાં મને નથી. મૂળ આત્મસ્વરૂપને અચળરૂપે વળગી રહેવા જેટલું વીર્ય અને સ્થિરતા તથા પુરુષાર્થ પણ મારામાં નથી. મૂળ વસ્તુના વિચાર વિના એક ક્ષણ પણ આ કાળમાં રહેવું યોગ્ય નથી, છતાં તે વસ્તુ સ્વરૂપ પ્રમાદ આદિ દોષોને લઈને ભૂલી જવાય છે. તેથી તેનો વિરહ પડે છે, વિસ્મૃત થઈ જવાય છે, ભૂલાવો થઈ જાય છે. તેમ છતાં પ્રસન્નચંદ્ર રાજર્ષિને જેમ પોતાની ભૂલ સમજાતાં તેનો ત્યાગ કરી પશ્ચાત્તાપ વડે તેઓ વિશેષ પુરુષાર્થમાં પડ્યા, તેવી રીતે મારાથી થતું નથી. વિરહનું દુઃખ થવું જોઈએ. વિરહનો પશ્ચાત્તાપ (પસ્તાવો) થવો જોઈએ તે પણ મને થતો નથી. તેવી તીવ્રતા કે તેવો ભાવ આવવા માટે તારા ઉપર પ્રેમ રાખનાર ભક્તોની કથા પણ તેવા ભાવ પ્રગટ કરવા સમર્થ છે. અર્થાતુ તારી કથા પ્રેમ ઉત્પન્ન કરી શકે પણ તે પ્રાપ્ત થવી આ કાળમાં દુર્લભ થઈ પડી છે. અને તે પરમાત્મપદ પ્રાપ્ત કરવાની સત્પરુષોને કેવી લગની લાગી હતી. કેટલા પ્રેમપૂર્વક પુરુષાર્થ તે કરતા હતા, તે કથા સાંભળવાનો જોગ પણ અલ્પ થઈ પડ્યો છે. એટલે કે મોક્ષપંથની કથા સાંભળવાનું પણ બનતું નથી. તેનો પણ પરિતાપ એટલે ખેદ કે પશ્ચાત્તાપ થતો નથી તો હે પ્રભુ! મને શાંતિનો માર્ગ કેમ મળશે? આ પ્રકારે તત્ત્વનું સ્વરૂપ જાણી તેના આઘારે પોતાનું વર્ણન રાખવું અને તે પ્રમાણે ન વર્તાય તેટલો પશ્ચાત્તાપ, ખેદ રાખી આત્મજ્ઞાનને વિસારવું નહીં પણ વળગી રહેવું, તે રૂપ જ્ઞાનમાર્ગ છે. જેમ વાંદરીનું બચ્ચું તેની માતાને પ્રયત્નપૂર્વક વળગી રહેવાથી અહીં-તહીં બધે ફરે છે. તેમ ભક્તિમાર્ગમાં તે આત્મજ્ઞાન પામેલા પુરુષોની શોઘ કરી, તેનો નિર્ણય કરી, તેનું શરણ લઈ તેની આજ્ઞામાં નિઃશંકપણે વળગી રહેવું, બિલાડીનું બચ્ચું જ્યાં પડ્યું હોય ત્યાં પડ્યું રહે છે, પણ મારી મા મારી સંભાળ લેશે એવા ભાવે રહેવાથી તેને મુખમાં ઘાલીને તે બિલાડી જાય છે. તેમ સપુરુષનું શરણ ગ્રહણ કરી રહેવારૂપ ભક્તિમાર્ગ આ કાળમાં ઉત્તમ છે. શા. પણ તે ભક્તિમાર્ગની પ્રાપ્તિ અતિ દુર્લભ મને થઈ પડી છે. તે જણાવવા હવે ગાથા કહે છે - ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન ઢ ભાન; સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. દ્રાક્ષ અર્થ - ઉપર પ્રમાણે ભક્તિમાર્ગ સુગમ છતાં તેમાં પ્રવેશ પામવો દુર્લભ છે. “જે ભક્તિથી સફુરુષના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોઘ થાય.” એવી જે ભક્તિ તે પ્રાપ્ત થવા અર્થે કોઈ એક સપુરુષને શોથી તેના ઉપર અનન્ય પ્રેમ રાખી, તેના વચનમાં, તેના ગુણોમાં, તલ્લીન બની તેને જે પ્રસન્ન કરવામાં આ ભવ ગાળવો. તેટલી યોગ્યતા કે પુરુષાર્થ પણ મારામાં નથી આવ્યા. તેમજ ભજન ભક્તિને પોષનાર પુરુષના ગુણ, કીર્તન, કથા, સત્સંગ, પ્રેમપૂર્વક જે કાલાવાલારૂપ પ્રાર્થના વગેરે 468 Page #473 -------------------------------------------------------------------------- ________________ ભક્તિના વીસ દોહરા'ના અર્થ સરુષ પ્રત્યે ભાવ કરનારના પ્રયત્નો તે કેવા હોવા જોઈએ? તેનું પણ મને / ભાન નથી, સમજાયા નથી. તેમજ નિજ ઘર્મ એટલે આત્મ ઘર્મ ને તે હું કોણ છું? મારું સ્વરૂપ શું છે? વગેરે પ્રશ્નોના સમાધાન માટે (1) વસ્તુ સ્વભાવરૂપ ઘર્મ છે અથવા (2) સમ્યત્વ સહિત ક્ષમા આદિ દશ લક્ષણરૂપ યતિ ઘર્મ છે તથા (3) આત્મપરિણામની વિશુદ્ધિઅર્થે કામ ક્રોઘાદિ કષાયથી થતી આત્માની વિભાવરૂપે પરિણતિને ટાળવારૂપ અહિંસા ઘર્મ છે કે (4) સમ્યક્દર્શન, સમ્યક્ જ્ઞાન, સમ્યક્રચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ, એ ઘર્મ છે; પણ તેની મને હજી સમજ આવી નથી. અને તે ચાર પ્રકારે ઘર્મનું સ્વરૂપ સમજવા યોગ્ય જે સત્પરુષના ચરણ સમીપનો નિવાસ કે સત્સંગ છે તે રૂપ શુભ દેશમાં રહેવાનું હજુ મારાથી બનતું નથી. દા. કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. મેલા અર્થ :- કળિકાળમાં જન્મ થયો છે તેથી અલ્પ આયુષ્ય, શરીરનો નિર્બળ બાંધો, અસત્સંગની બહુલતા, સપુરુષો અને તીર્થંકરાદિ અતિશયથારી પુરુષોનું દુર્લભપણું અને ઘર્મ સમજવાની અને સાઘવાની પ્રતિકૂળતાઓથી જીવ ઘેરાયેલો છે. તો પણ સંસારને અલ્પ કરે, મર્યાદિત કરે, ટૂંકો કરે અમુક મુદતનો એટલે અવઘિવાળો કરે એવો ઘર્મ જે સમ્યક્દર્શનરૂપી ઘર્મ, તેની પ્રાપ્તિ આવા દુષમકાળમાં પણ થઈ શકે છે. તેમ છતાં મને તે પ્રાપ્તિ થઈ નથી. આ ભવે મોક્ષ પ્રાપ્ત કરાય તેટલી યોગ્યતા, આ કળિકાળને લઈને પ્રાપ્ત નથી થઈ તો પણ સમકિત જે હાલ પામી શકાય એમ છે, તે પણ મેં પ્રાપ્ત કર્યું નહીં. તેમ છતાં હે પ્રભુ! મને તેનો ખેદ કે આકુળ-વ્યાકુળતા કે ઘર્મ પ્રાપ્ત કરવાની તાલાવેલી થતી નથી. એ મારાં ભારે કર્મની નિશાની છે. એવાં મારા ભારે કર્મ આપ જોઈ જ રહ્યા છો. શા સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ના અર્થ - ઘર્મનું સ્વરૂપ સમજ્યા પછી તેની રુચિ, શ્રદ્ધા થયા પછી પણ તેનું સેવન એટલે આચરણ કરવામાં એ ચાર બંઘન–લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ સંબંધી બંધન, દેહાભિમાનરૂપ બંઘન, સંકલ્પવિકલ્પરૂપ બંઘન આડે આવે છે. સેવાને પ્રતિકૂળ છે છતાં તેને હું તજી શકતો નથી, કોરે કરી શકતો નથી. વીર્ય ઉપર આવરણ કે અંતરાય હોવાથી દેહ અને ઇન્દ્રિયોનો સંયમ કરી ઘર્મમાં જ તેને પ્રવર્તવાની ઇચ્છા છતાં, ને ઘર્મ માર્ગમાં સમતા, સહનશીલતા, ક્ષમા આદિ ઘર્મમાં સ્થિર થવાને ઇચ્છતો છતાં તેને બદલે બાહ્ય લાલચોમાં રાગ કરે છે, તેમાં પડી જાય છે. ઘર્મ સમજવાથી થયેલી શ્રદ્ધાનું પણ કહ્યું માનતો નથી. અનાદિ દેહાધ્યાસને લઈને બાહ્ય વસ્તુઓ પ્રત્યે ઇષ્ટ 469 Page #474 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ અનિષ્ટપણું કરે છે. અને તેથી ઘર્મનું આચરણ, ઘર્મ સમજ્યા પછી પણ થતું નથી; કારણ કે પૂર્વે બાંધેલા કર્મનું જોર વધારે હોવાથી જીવ કર્મને વશ વર્તે છે. બાહ્ય પદાર્થો પર રાગાદિ પરિણામ રહ્યા કરે છે. (10) તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. 11 અર્થ - હે ભગવાન! તમારા શુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ થઈ જાય છે, એ વિયોગ મને કેમ રહે છે? અને નિરંતર શુદ્ધ આત્મસ્વરૂપનો લક્ષ કેમ રહેતો નથી. અથવા તારો વિયોગ મને વારંવાર સાંભરી આવવો જોઈએ, તેને માટે ઝૂરણા થવી જોઈએ પણ તેવી કોઈ લગની–લય હજી મને લાગી નથી. હજી પર વસ્તુની વાતોમાં જીવ રાજી થાય છે અને પરપદાર્થો જોવાથી તેમાં દ્રષ્ટિ તણાઈ જાય છે. પણ તારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના જ ગુણગ્રામ કરવામાં અને તેની કથા વગેરે વચનોનું શ્રવણ કરવામાં વૃત્તિને હું રોકી શકું તો તે વચનનો સંયમ થયો ગણાય. તેમજ આત્મા સંબંઘી બોલવાની, પૂછવાની, સાંભળવાની ભાવના નિરંતર રાખવી ઘટે છે, તે રહે અને “જ્યાં જ્યાં નરજ મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” અથવા જગત આત્મારૂપ જોવામાં આવે એવી દ્રષ્ટિ હોવી જોઈએ, તેને બદલે જગતને પર્યાય દૃષ્ટિથી જોતાં રાગદ્વેષરૂપ પરિણામ વિકાર રહ્યા કરે છે. તે નયન એટલે ચક્ષુ ઇન્દ્રિયના સંયમનો અભાવ છે. એ દોષો દૂર કરવા સત્સંગ અને સ બોઘની જરૂર છે. પણ અનભક્ત એટલે ભગવાન પ્રત્યે ભક્તિ નથી એવા અસત્સંગથી હું ઉદાસ થયો નથી, કુસંગનો કંટાળો આવ્યો નથી; તેમજ રાગદ્વેષના કારણે ગૃહકુટુંબાદિ પ્રત્યે પણ આસક્તિ મટી મને ઉદાસીનતા આવી નથી. 11. અહંભાવથી રહિત નહિ, સ્વઘર્મ સંચય નાહીં; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. ૧રા અર્થ - અહંનામરૂપ બળ, વિદ્યા, દેહાદિમાં હું પણું થઈ રહ્યું છે. દેહાદિમાં અહંભાવ, મમત્વભાવ થઈ રહ્યો છે. પણ તેથી આત્મા ભિન્ન છે, એમ જાણવારૂપ, માનવારૂપ સ્વઆત્મઘર્મ તેનો દ્રઢ અભ્યાસ કરી મૂકવો ઘટે છે. તે એટલા સુઘી કે ઊંઘમાં કે સ્વપ્નમાં પણ દેહ તે હું, એમ ન થઈ જાય. આવા અભ્યાસરૂપ સ્વધર્મનો સંચય મારાથી થયો નથી. અન્ય ઘર્મ એટલે પરને પોતાનાં માનવારૂપ અથવા કુઘર્મ કે કહેવાતા ઘર્મ, તેનાથી પાછો ફર્યો નથી. “પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એત્વતા હો દાખી ગુણ ગેહ.” મલ એટલે કષાય આદિ, તેથી રહિત થઈને પર એટલે બાહ્ય વસ્તુ પરની પ્રીતિરૂપ અન્ય ઘર્મનો મેં ત્યાગ પણ કર્યો નથી. 12aa 470 Page #475 -------------------------------------------------------------------------- ________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ ય? I1all 2 એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય; નહીં એક સદ્ગણ પણ, મુખ બતાવું શુંય? 13 અર્થ - ઉપર ગણાવ્યા તેવા અનંત પ્રકારે મારી નિર્બળતા એટલે સાઘન રહિત અવસ્થા છે. અને એક સગુણ પણ મારામાં નથી તો હે પ્રભુ! આપની સન્મુખ હું શું મુખ બતાવું? શું મોં લઈને આવું? કોઈપણ પ્રકારની યોગ્યતા મારામાં નથી. કોઈપણ ઘર્મ પ્રાપ્તિનાં સાઘન મારાથી બનતાં નથી તેથી મને ઘણી શરમ આવે છે. હું અપાત્ર અને દયા લાવવા જેવો છું. સર્વ ગુણોને સદ્ગણ નામ આપનાર એવો સમ્યત્વ નામનો જે આત્માનો ગુણ છે તેની પ્રાપ્તિના કોઈ સાધન હે પ્રભુ! મારાથી બની શક્યા નથી. 13 કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનાનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. 14 અર્થ - હે પ્રભુ! હું આવો અપાત્ર છું, અને તમે તો કેવળ આત્મસ્વરૂપ, કરુણા એટલે દયાની મૂર્તિ જ છો. અને દીનબંધુ એટલે મારા જેવા રંકના રક્ષક છો. દીનાનાથ એટલે અનાથના નાથ છો. અને હું તો પાપી છું. પરમ અનાથ એટલે આપ વિના કોઈ મારું આ જગતમાં નથી એવો આઘાર વગરનો અશરણ છું. તેથી હે પ્રભુજી, હું આપને વિનંતી કરું છું કે મારો હાથ પકડી મારી આ અઘમ દશામાંથી મને બહાર કાઢો. સદ્ગોઘરૂપી પરમ આઘાર આપી મને અજ્ઞાનરૂપી અંઘારા કૂવામાંથી બહાર કાઢો, મારો ઉદ્ધાર કરો. તે મને પ્રાપ્ત કરવાનાં સાઘનનું અવલંબન ગ્રહણ કરવાની મારી અશક્તિ દેખી આપ પરમાત્મા મારો ઉદ્ધાર થાય તેવી કોઈ શક્તિ પ્રગટાવો કે જેથી હું આ દશા તજી ઉત્તમ દશા પ્રાપ્ત કરું. ./14 અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. 15 અર્થ :- સહજાત્મસ્વરૂપી ભગવાનનું ભાન નહિ થવાથી હું અનંતકાળ સુધી આ અનંત દુઃખરૂપી સંસારમાં આથડ્યો, ભમ્યો. તેમજ તે સ્વરૂપનું ભાન એટલે જ્ઞાન થવાને માટે “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન” તેવી પ્રભુભક્તિ કે સદ્ગુરુની સેવા કે સંત સપુરુષની સેવારૂપ સાધન મેં ગોઠવ્યા નહીં. તેથી સસ્વરૂપને પામ્યો નહીં. હવે સદ્ગુરુ કોણ? તો કે “ક્ષણ ક્ષણ જે અસ્થિરતા અને વિભાવક મોહ, તે જેનામાંથી ગયા તે અનુભવી ગુરુ જોય) અથવા બાહ્ય પરિગ્રહ અને અત્યંતર મિથ્યાત્વાદિ ગ્રંથિથી રહિત એવા નિગ્રંથ તે ગુરુ. એવા ગુરુનું શરણ ગ્રહ્યાથી જીવ સદ્ગતિ કે મોક્ષ પામે છે. અને સંત કોણ? તો કે જેને સસ્વરૂપની રુચિ થઈ છે અને તે સસ્વરૂપની સાઘક દશામાં છે. કોનું શરણ ગ્રહણ કરવા યોગ્ય છે તે બતાવી દેનાર એવા સંત કે સપુરુષ તેની સેવાથી પણ તેવી દશાને જીવ પામે છે. પણ તે સાઘનો પ્રાપ્ત કેમ નથી થતાં? તો કહે છે કે “મૂક્યું નહિ અભિમાન.” હું જાણું છું, 471 Page #476 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ આટલી મને ખબર પડે છે. મારા જેવો ભાગ્યશાળી કોણ છે? હું લોકોત્તર પુષ્યવાળો છું. હું પૂજવા યોગ્ય દશાને પ્રાપ્ત થયો છું વગેરે ભાવ મનમાં રહે છે, તે ભાવો જીવને ઊંચે ચઢવા દેતા નથી, પણ મિથ્યાત્વમાં જ ભમાવ્યા કરે છે. અનાદિકાળનું પરિભ્રમણ કેવી રીતે છૂટે? તો કે હું કંઈ જાણતો નથી એવો નિશ્ચય કરી સદ્ગુરુને શરણે ગયા વગર જીવનો મોક્ષ નથી. પણ અનાદિના અહંભાવને સાથે લઈને સદ્ગુરુની સેવા કરે તો તે અહંકાર કે અભિમાન ગયા વગર તેનું પરિભ્રમણ મટે નહીં. તે જણાવવા આ ગાથા છે. પરમ દીનત્વ અથવા પરમ વિનય એ મોક્ષ માર્ગ પામવાનું પ્રથમ પગથિયું છે. તે માન, અપમાન, અભિમાન મૂક્યા વિના પ્રાપ્ત થતું નથી. “માન ન હોત તો અહીં જ મોક્ષ હોત” એમ સત્પરુષો કહી ગયા છે તો પણ મારાથી માન મૂકાયું નથી. ./૧૫ના સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. 16aaaa અર્થ - સત્ વસ્તુને ઓળખી, પ્રતીત કરી, પરમ કરુણા ભાવથી નિષ્કામપણે, યોગ્ય જીવને તેનું ભાન થવા માટે સંતપુરુષો સસ્વરૂપનો બોઘ દે છે. તેવા સંતપુરુષોએ બતાવેલા આચરણ કે આજ્ઞાના અવલંબન એટલે આશ્રય વિના જીવે અનેક એટલે ઘણા ઘણા સાઘન કર્યો, પણ તે મોક્ષમાર્ગમાં કામ લાગ્યા નહીં, કે સંસાર સમુદ્રથી પાર પમાડે તેવા ન નીવડ્યાં. મોક્ષમાર્ગ પામવાને માટે પ્રથમ માનાદિનો નાશ કરવા સ્વચ્છંદને ત્યાગવો જોઈએ. અને સ્વચ્છંદ છેદવા સદગુરુના શરણે પુરુષાર્થ કરવો જોઈએ. પણ આજ સુધીના પુરુષાર્થમાં એ ખામી આવી કે સદ્ગુરુના શરણ વગર ઊલટી દિશાએ સ્વચ્છેદે જીવ ચાલ્યો તેથી વિવેક કહેતાં ભેદજ્ઞાન, તેનો અંશ પણ પ્રગટ્યો નહીં. અર્થાત્ આ માર્ગ આત્માને હિતકારી છે અને આ માર્ગ અહિતકારી છે એવો અમુક નિર્ણય પણ અલ્પ અંશે પ્રગટ થયો નહીં. અથવા તો સન્દુરુષો આ રસ્તે ચાલીને મોક્ષે ગયા છે, જાય છે અને જશે તેનો નિશ્ચય થવો તે પણ વિવેક છે. તે વિવેક પણ સદ્ગોઘ વિના અજ્ઞાનથી પ્રાપ્ત થવો દુર્લભ છે. 16aaaa. સહુ સાઘન બંઘન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; સત્ સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય? 17 અર્થ - સત્પરુષની આજ્ઞા વિના જેટલો પુરુષાર્થ સુખ પ્રાપ્તિ માટે કે મોક્ષ મેળવવા માટે કર્યો તે બઘો પુણ્ય કે પાપરૂપ બંઘન કરનારો જ થયો અને તેને ભોગવવા સિવાય હવે બીજો કોઈ ઉપાય રહ્યો નથી. અથવા સ્વચ્છેદે મોક્ષ મેળવવા માટે કોઈ ઉપાય જીવે બાકી રાખ્યો નથી. તોપણ તેમાનું એક સાઘન મોક્ષના ઉપાય માટે ન બન્યું. સત્ એટલે આત્મા. તેનું હિત કરનાર જે કોઈ સાધન હોય તેને હું સમજ્યો નહીં અર્થાત્ તે સાઘનને હું જાણતો નથી. જેથી કલ્યાણ થાય એવી સપુરુષની આજ્ઞારૂપ કોઈ કલ્યાણકારી 472 Page #477 -------------------------------------------------------------------------- ________________ “ભક્તિના વીસ દોહરા'ના અર્થ સાઘનની સમજ કે પ્રતીત આવી નહીં, તો આ અનાદિકાળથી જ્યાં બંઘન થતું [e : આવ્યું છે એવા સંસારરૂપી આ કેદખાનાથી શી રીતે છૂટું થવાય? હવે છૂટા થવા ? માટેના સત્સાઘન કયા છે તે કહે છે - ૧ણા પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? 18 અર્થ - તંહિ તૃહિરૂપ હે પ્રભુની! પ્રભુશ્રીજીની જેમ લય લાગે એટલે એકતાર અખંડ લક્ષ રહે તો બીજા બઘા બંઘન કરાવનાર સાધન દૂર થઈ જાય, વિલય પામી જાય. માત્ર તેથી સહજાત્મસ્વરૂપ થાય અને બઘા કર્મોની નિર્જરા થઈ જીવનો મોક્ષ થાય. આ પ્રથમ સત્ સાઘન કહ્યું. તેવી લય હજી મને લાગી નથી. હવે બીજું સત્સાઘન તે પોતાનું અભિમાન મૂકી હું કંઈ જાણતો નથી એવો દ્રઢ નિશ્ચય કરી, સદ્ગુરુને ચરણે જઈ, તેનું અવલંબન એટલે અનન્ય શરણ-આશ્રય ગ્રહણ કરવાથી પણ મોક્ષમાર્ગ મળે છે. આ સદ્ગુરુની શ્રદ્ધામાં સદેવ અને સદ્ઘર્મની શ્રદ્ધા સમાઈ જાય છે એનું અવલંબન કે શરણભાવરૂપ વ્યવહાર સમ્યત્વ પણ મોક્ષ થવાનું કારણ છે. એ બીજું સત્સાઘન મેળવવા પણ હું ભાગ્યશાળી થયો નથી. - હવે ત્રીજું સત્સાઘન તે યોગ્યતા કે મુમુક્ષુતા પ્રાપ્ત કરવી તે છે. તે સ્વચ્છંદ ન કરવાથી આવે છે. અને “રોકે જીવ સ્વચ્છેદ તો પામે અવશ્ય મોક્ષ.” તે સ્વચ્છંદ રોકવા માટે પોતાના દોષો નિષ્પક્ષપાતપણે જોવા જોઈએ. પોતાના દોષો દેખે પછી તે દોષો ટાળવાની ચીવટ રાખે અને તેને દૂર કરવાના ઉપાય શોધે. એમ પોતાના દોષો દેખનાર પણ તે દોષો મૂકી મોક્ષે જવાના માર્ગ ઉપર આવી શકે છે. આ ત્રણ સત્સાઘનોમાંથી એક પણ સાઘન મળ્યું હોય તો તે જીવ મોક્ષે જાય. પણ તેમાંથી હે પ્રભુ! મારાથી કંઈ બની શકતું નથી. એવી મારી દશા બહુ બહુ અઘમ છે, તે જણાવતાં હવે આગળની ગાથામાં કહે છે. 18 અઘમાઘમ અઘિકો પતિત,સકળ જગતમાં હંય; એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શું? ||19ll અર્થ - જ્યાં સુધી મનથી એમ નિશ્ચય નથી કર્યો કે હું સર્વથી હલકો છું, હું કંઈ જાણતો નથી, મારાથી હવે કંઈ થઈ શકતું નથી. અનંતકાળથી સ્વચ્છંદે મારી મેળે પુરુષાર્થ કરીને હું હવે થાક્યો; માટે જગતમાં હલકામાં હલકો માણસ પણ મને મોક્ષમાર્ગ બતાવે તો તેના દાસનો દાસ થઈને રહું. મારા બાપનો, કુળનો, વિદ્યાનો, રૂપનો, વૈભવ કે કશાનો મદ રાખ્યા વગર અધમમાં અઘમ થઈને મોક્ષમાર્ગ જાણનાર ગમે તેવો ભિખારી જેવો, રોગી કે કુરૂપ હોય, હલકી વર્ણનો હોય તો પણ તેની પાસેથી માર્ગ પામવા તેનો દાસ થઈને રહું. 473 Page #478 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાભક્તિ એવો ભાવ ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારે સત્સાઘન જે મોક્ષ પામવાનું કારણ છે તે પ્રાપ્ત થવું દુર્લભ છે. હલકી ઘૂળ આકાશમાં વાયુને નિમિત્તે ઊંચે ચઢે છે, અને કાંકરા-પથરા રસ્તામાં અથડાય છે. તેમ હલકા થવાથી એટલે લઘુતાથી આત્માની પ્રભુતા પ્રગટે છે. એવું નિરભિમાનપણું, અથવા પોતાના અવગુણને જોવાથી અને પારકાના ગુણ જોવાથી જે વિનયભાવ આવે છે તે મને પ્રાપ્ત થયો નથી. એવા વિનયને ભગવાને ઘર્મનું મૂળ કહ્યું છે. આખા જગતના શિષ્ય થવાની વૃત્તિ થાય ત્યારે જીવને સત્સાઘન એટલે મોક્ષનું કારણ પ્રાપ્ત થાય છે. 19o. પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દ્રઢતા કરી દે જ. 20 અર્થ :- ઉપરોક્ત મારી દીનતા જણાવી હવે છેવટે પરમાત્માના ચરણકમળમાં વારંવાર પડી નમસ્કાર કરીને વારંવાર એ જ માગણી કરું છું કે સર્વ સાધનમાં પ્રથમ કરવા યોગ્ય સાઘન જે શ્રી સદ્ગુરુ અને તેને ભજનાર, ઓળખનાર સંત જે તુજસ્વરૂપ હોય એટલે તારામાં અને તેમનામાં અંતર ન હોય એવા પરમ કરુણામૂર્તિ સત્પરુષની પ્રાપ્તિ મને દ્રઢતાપૂર્વક કરાવી એટલે અચળ પ્રતીતિ અને ભક્તિ સાથે સાચા સદ્ગુરુ કે સંતની પ્રાપ્તિ કરાવ. કેમકે સત્પરુષ એ કલ્પવૃક્ષ સમાન છે. તેની પ્રાપ્તિથી પરમાર્થ એટલે મોક્ષમાર્ગની સર્વ સામગ્રી મળી આવવી સુલભ થઈ પડે છે. તેથી ઘર્મમૂર્તિ એવા સદગુરુ કે સંત જે પરમાત્મસ્વરૂપ છે તેમની મને ભેટ થાય એવી કૃપા કર, એવું ફરી ફરી હું આપના ચરણકમળમાં પડી પડીને માગું છું તે સફળ થાઓ. ૨૦ના મંગળ મૂળ સદ્ગુરુ શરણ, મુજ મનમાં હો સ્થિર; વિપ્ન હવે નહીં હું ગણું, વસે હૃદયમાં વીર.' (પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કરેલ આ અર્થ બ્રહ્મચારી મણિબેનની ડાયરીમાંથી ઉતારેલ છે.) 474 Page #479 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ $ $ . 183 191 192 193 5 198 ગ્રંથમાં આવેલ વૃષ્ટાંતોની સૂચિ ક્રમાંક - વિગત | પૃષ્ઠ | ક્રમાંક વિગત 1. એક છોકરાનું દ્રષ્ટાંત ......................05 | 39. દામાજી પંતનું વૃષ્ટાંત ...........153 2. નિત્યનિયમ પ્રાણની પેઠે સાચવવા યોગ્ય છે 06 | 40. નાભા ભગતનું દૃષ્ટાંત .....................156 3. ભીલનું દ્રષ્ટાંત ... | 41. આનંદશ્રાવકનું દ્રષ્ટાંત.........................૧૬૧ દૃઢપ્રહારીનું દૃષ્ટાંત......... ............29 42. કુગુરુઓનું દ્રષ્ટાંત..............................૧૭૧ 5. સ્થૂલિભદ્રના બ્રહ્મચર્યની દ્રઢતાનું દ્રષ્ટાંત .....30 | 43. કાળો તંબુ અને સફેદ તંબુનું દ્રષ્ટાંત..........૧૭૬ રોહિણેય ચોરનું દૃષ્ટાંત... 44. પંચમકાળનું દૃષ્ટાંત ..... ......................177 7. અંજનચોરનું દૃષ્ટાંત............ 45. યાજ્ઞવલ્કયનું દૃષ્ટાંત .............................180 8. તુલસીદાસનું દૃષ્ટાંત..... ................2 46. આર્દ્રકુમારનું દ્રષ્ટાંત..... .................. 9. રામદાસજીનો પ્રસંગ.......................૪૪ 47. એક તપસ્વીનું દ્રષ્ટાંત.... 10. સંત એકનાથનું દૃષ્ટાંત ............................41 48. ગુરુ શિષ્યનું દ્રષ્ટાંત.... ..................... 11. વિનયવાન શિષ્યનું દ્રષ્ટાંત ...................48 | 49. મઘુબિંદુનું દૃષ્ટાંત....................... 12. ચીનના એક મહાત્માનું દ્રષ્ટાંત. .............. 50. સુભદ્રનું દૃષ્ટાંત ......... ............ 13. શ્રી મોતીભાઈનો પ્રસંગ ....................... 51. બે કાચબાનું દ્રષ્ટાંત........................ 14. ચિલાતીપુત્રનું દ્રષ્ટાંત............................ પ૨. ત્રણ દુકાનનું દ્રષ્ટાંત.... 194 15. વંકચૂલનું દ્રષ્ટાંત .................................... 53. શ્રી શંકરભાઈનો પ્રસંગ .... 16. શિવભૂતિમુનિનું દ્રષ્ટાંત...................... | 54. સુભાનકુમારનું દ્રષ્ટાંત..... 17. શ્રી ભાઈલાલભાઈનો પ્રસંગ ....................63) 55. વેશ્યાના શબનું દૃષ્ટાંત . 205 18. મહાત્માનું દ્રષ્ટાંત........... 56. વઢકણી રાણીનું દ્રષ્ટાંત ... 19. શ્રી ગૌતમસ્વામીનું દ્રષ્ટાંત........................૬૪ | પ૭. રજ્જા સાથ્વીનું દ્રષ્ટાંત.. 20. વણાગનટવરનું દ્રષ્ટાંત ........................... 58. માતા પુત્રનું દ્રષ્ટાંત... 21. જિનરક્ષિત અને જિનપાલિતનું દ્રષ્ટાંત..........૭૮ | 59. શ્રી સોમચંદભાઈનો પ્રસંગ . 22. શ્રી મોહનલાલજી મુનિનો પ્રસંગ ..............82 | 60. શ્રી ત્રિભોવનભાઈનો પ્રસંગ.. ................219 23. રત્ન વાણિયાનું દ્રષ્ટાંત .....................83 61. આભીરી અને વણિકનું દ્રષ્ટાંત .....................221 24. એક શિષ્યની ગુરુ પ્રત્યેની શ્રદ્ધાનું દ્રષ્ટાંત ....84 | કર. પુરબિયાનું દ્રષ્ટાંત ...... 25. શ્રી ઝવેરભાઈનો પ્રસંગ .... 63. પારસમણિનું દ્રષ્ટાંત... 26. ખેડૂત કુટુંબનું દ્રષ્ટાંત ...... 64. વિચક્ષણ વહુનું દ્રષ્ટાંત ... 27. નારદજીનું દ્રષ્ટાંત ........... 65. સુભમ ચક્રવર્તીનું દ્રષ્ટાંત. 28. પ્રલાદનું દ્રષ્ટાંત ............ 66. ગોવર્ધનરામનું દ્રષ્ટાંત..... .....................240 29. આર્દ્રકુમારનું દ્રષ્ટાંત ..... 67. ભોજરાજાનું દ્રષ્ટાંત..... 30. કંદોઈની છોકરીનું દ્રષ્ટાંત .. 104 | 68. મરિચિનું દ્રષ્ટાંત ... .251 31. શેઠ પુત્ર ઘનાભદ્રનું દ્રષ્ટાંત ................ .105 | | 69. ઉજિતકુમારનું દૃષ્ટાંત........................૨૫૨ 32. સાપ નોળિયાનું દ્રષ્ટાંત ....... 70. ગોપીઓના અહંકારનું દ્રષ્ટાંત.............. .255 33. પૂષ્પચૂલાનું દ્રષ્ટાંત........................... 115 | | 71. શ્રમણભદ્રનું દ્રષ્ટાંત........................ 263 34. શ્રી છગનભાઈનો પ્રસંગ.. 117] 72. શ્રી રામચંદ્રજીનું દ્રષ્ટાંત..................... 35. શ્રી છગનભાઈનો પ્રસંગ........................... 73. રાજા અને શાસ્ત્રીનું દ્રષ્ટાંત ...................268 36. એક દિગંબરભાઈનો પ્રસંગ.. .131 | 74. એક વૃદ્ધનું દ્રષ્ટાંત... .......277 37. શ્રી ઝવેરભાઈનો પ્રસંગ......................૧૩૮ | 75. તામલી તાપસનું દ્રષ્ટાંત ........................285 38. શ્રી કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત ...............145 | 76. કુરુદત્તનું દ્રષ્ટાંત............................૨૯૨ 207 209 ***210 .215 * 91 .94 , *.10870 0. 0 119 0 0 475 Page #480 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ | 313 ગ્રંથમાં આવેલ દ્રષ્ટાંતોની સૂચિ | ક્રમાંક વિગત પૃષ્ઠ | ક્રમાંક વિગત 77. શિવરાજર્ષિનું દ્રષ્ટાંત... ................293 | 115. સ્મરણમાં ચિત્ત રહે તો મોક્ષ સુલભ .....381 78. એક બાવાનું દ્રષ્ટાંત..... ................295 116. મંત્રથી વિષયકષાયરૂપ કૂતરાં ભાગી જાય..૩૮૨ 79. એક આચાર્યનું દ્રષ્ટાંત ........ ................304 117. જન્મમરણથી છૂટવા મંત્રસ્મરણ..........૩૮૩ 80. એક શેઠનું દ્રષ્ટાંત.... .........................307 118. કામ કરતા, રાંધતા પણ સ્મરણ કરવું....૩૮૫ 81. પાદલિતાચાર્યનું દ્રષ્ટાંત..... ................309 119. બોકડાઓની રક્ષાનું દ્રષ્ટાંત ................391 82. બે ભાઈનું દ્રષ્ટાંત ............ ............... 120. રાજા કુમારપાળે સાત વ્યસનોનાં પૂતળાં 83. શાંબકુમારનું દ્રષ્ટાંત............................૩૧૫ બનાવી કાઢી મૂક્યા તેનું દ્રષ્ટાંત............૩૯૮ 84. ગોમતી શેઠાણીનું દ્રષ્ટાંત.....................૩૨૨ 121. જુગારી રાજાનું દ્રષ્ટાંત ..........................399 85. પહેલું દ્રષ્ટાંત ગાયનું મન વાછરડામાં........૩૨૪ 122. પુરંદર રાજાનું દ્રષ્ટાંત .......................401 86. બીજું દ્રષ્ટાંત સખીઓનું મન ઘડામાં..........૩૨૫ 123. અકબરનું દ્રષ્ટાંત...............................૪૦૪ 87. ત્રીજું દ્રષ્ટાંત નટનું મન દોરીમાં .............326 ૧૨૪.કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત....................૪૦૬ 88. ચોથું દ્રષ્ટાંત જુગારીનું મન જુગારમાં........૩૨૭ 125. તંદુલમસ્યનું દ્રષ્ટાંત...........................૪૦૬ 89. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દ્રષ્ટાંત ..................329 126. યમપાલ ચાંડાલનું દ્રષ્ટાંત ........................407 90. એક વ્યક્તિનું દ્રષ્ટાંત. 331 127. દ્વૈપાયન તાપસનું દ્રષ્ટાંત... 91. દમદંતમુનિનું દ્રષ્ટાંત.. ૩૩પ 92. કબીરજીનું દ્રષ્ટાંત.... 128. દારૂ પીનાર બ્રાહ્મણનું દ્રષ્ટાંત.............૪૧૧ 93. એક વિઘવાબાઈનું દૃષ્ટાંત. 129. વેશ્યામાં આસક્ત ચારુદત્તનું દ્રષ્ટાંત..........૪૧૩ 337 130. પુત્રનું દ્રષ્ટાંત ......... ............. 94. કરોળિયાનું દ્રષ્ટાંત.... .417 339 131. પૃથ્વીપાલ રાજાનું દ્રષ્ટાંત...................... 95. સંત તુકારામનું દ્રષ્ટાંત .. 418 96. શ્રેણિકરાજાનું દ્રષ્ટાંત.. .......................341 132. ખેંગાર રાજાનું દ્રષ્ટાંત..... .419 97. એક ભિખારીનું દ્રષ્ટાંત ........................343 133. ઢીંમરનું દ્રષ્ટાંત .420 98. એક ગરીબ કુટુંબનું દ્રષ્ટાંત ..................345 134. મહેશ્વર વણિકનું દ્રષ્ટાંત .. 99, કૃપાનાથનું દ્રષ્ટાંત....... ......................349 135. જીવદયાનું જ્વલંત દ્રષ્ટાંત .. 100. મુનિઓનું દ્રષ્ટાંત ... ............... 136. ચોરનું દ્રષ્ટાંત ..... 101. મૃગાવતીનું દ્રષ્ટાંત..... ......... 137. તાપસ ચોરનું દ્રષ્ટાંત....... 102. સમડીનું દ્રષ્ટાંત.... 138. લોહખુર ચોરનું દ્રષ્ટાંત ........................424 103. મદનકુમારનું દ્રષ્ટાંત.. ૩પપ 139. ચાર રાણીઓનું દ્રષ્ટાંત.... ...................427 104. માતંગપુત્રનું દ્રષ્ટાંત... 140. શ્રાવક અને ચોરનું દ્રષ્ટાંત ......................429 105. એક શિષ્યનું દ્રષ્ટાંત.. 141. શેઠપુત્રનું દ્રષ્ટાંત. ...................430 106. ઉદયન રાજાનું દ્રષ્ટાંત 142. રાવણનું દ્રષ્ટાંત .. .................................431 107. એક કુંભારનું દ્રષ્ટાંત.............. 143. મંગીનું દ્રષ્ટાંત. ... .............432 108. ત્રણ ચોરનું દ્રષ્ટાંત ..... 144. પરસ્ત્રી ત્યાગી સુદર્શન શેઠનું દ્રષ્ટાંત ......434 109, ગોવાળનું દ્રષ્ટાંત..............................૩૭૦ [ 145. ઘવલશેઠનું દ્રષ્ટાંત. .438 110. શ્રી હરિભદ્ર સૂરિનું દૃષ્ટાંત....................૩૭૦ | 146. નાગિલનું વૃષ્ટાંત.... 111. મંત્રરૂપી દોરડાનું દ્રષ્ટાંત ...................... 147. શ્રી છગનભાઈનો પ્રસંગ.. 112. એક પંડિતનું દૃષ્ટાંત........ ...............375 | 148. શ્રી જેઠાભાઈનો પ્રસંગ .. 113. હરતા ફરતા મંત્રનું સ્મરણનું દ્રષ્ટાંત.......૩૮૦ 149. શ્રી સોમચંદભાઈનો પ્રસંગ ....................444 114. શ્રી રામચંદ્ર બળદનું કરાવેલ સમાધિમરણ૩૮૧ | 150. પિતાપુત્રનું દ્રષ્ટાંત .............................445 350 351 353 358 ................360 ............... 365 368 368 438 374 42. .443. 476