________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા”નું વિવેચન
fe 1 અડગ શ્રદ્ધા હતી. એક વખતે રાજ્યમાં દુકાળ પડ્યો અને અનાજ વગર લોકો જ ભૂખે મરવા લાગ્યા. એમને થયું કે આ બધું અનાજ અહીં પડ્યું છે અને લોકો
કે ભૂખે મરે છે, તે ઠીક નથી. એટલે એમણે બઘાને એમાંથી અનાજ આપવા માંડ્યું અને વિચાર્યું કે જે થવાનું હશે તે થશે. થોડા જ વખતમાં અનાજના ભંડાર ખાલી થઈ ગયા. રાજાને ખબર પડી એટલે એમને પકડી મગાવવા સિપાઈઓ મોકલ્યા. સિપાઈઓ એમને બેડીઓ પહેરાવી લાવવા લાગ્યા. રસ્તામાં મંદિર આવ્યું એટલે દામાજીએ કહ્યું કે મને ભજન કરી લેવા દો. સિપાઈઓએ એમને મંદિરમાં ભજન કરવા દીધું.
S
THAR
હJfft
આ બાજુ એક માણસ રાજા પાસે આવ્યો અને કહ્યું કે દામાજીએ જે અનાજ લોકોને આપી દીધું તેના જે પૈસા થાય તે હું આપી દઉં છું. રાજાને પૈસા મળી ગયા એટલે દામાજીને છોડી મૂકવાની આજ્ઞા કરી. એટલામાં દામાજીને લઈને સિપાઈઓ આવી પહોંચ્યા. રાજાએ એમને ત્યાં જ છૂટા કર્યા અને પૂછ્યું, તમારા વતી પૈસા કોણ આપી ગયું? દામાજી એકદમ ખેદ કરી બોલ્યા કે મારે માટે ભગવાનને તસ્દી લેવી પડી એ ઠીક ન થયું. ત્યારથી રાજા પણ ભગવાનનો ભક્ત થયો.
૧૫૪