________________
‘ભક્તિમાર્ગ પ્રવેશ નહિ’.....
સુખી હોય તોય ભક્તિ કર્યા કરે અને દુઃખી હોય તોય ભક્તિ કરે, પણ મારું આ દુઃખ જાઓ એમ ન કરે. એ સાચી ભક્તિ છે. નરસિંહ મહેતા વગેરેને રિદ્ધિસિદ્ધિ આત્મામાં પ્રગટી હતી, છતાં બધું કામ એમ ને એમ કરતા. ભક્તિમાં
એમને વધારે આનંદ આવતો હતો. જ્યાં સુધી નિઃસ્પૃહતા ન આવે ત્યાં સુધી આનંદ પણ ન આવે. ભગવાનને તસ્દી આપવાની ભક્તને ઇચ્છા હોતી નથી. બધી ભક્તિમાં પરાભક્તિ છે તેમાં ભગવાન પ્રત્યે કંઈ ન માગે એવું થાય છે. થાય તે બધું જોયા કરવું.” (બો.૨ પૃ.૫૫)
‘ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીદ્યા માર્ગે ચાલ્યું જવાય’
“ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વચ્છંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પો મટે. આવો એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે.’’ (વ.પૃ.૬૮૭)
સત્પુરુષ પ્રત્યે અચળ પ્રેમ અને શ્રદ્ધા એ જ ત્રિકાળમાં જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ
“ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યપ્રતીતિ આવ્યા વિના સત્સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ
૧૫૫