________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'.....
ભક્તિ કરી ભગવાન પાસે કંઈ ઇચ્છવું નહીં “સકામભક્તિથી જ્ઞાન થાય નહીં, નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય.” (વ.પૃ.૭૦૭).
પ્રભુભક્તિ એ મોક્ષનો ઘુરંધર માર્ગ “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ ઘુરંધર માર્ગ મને લાગ્યો છે. ગમે તો મનથી પણ સ્થિર થઈને બેસી પ્રભુભક્તિ અવશ્ય કરવી યોગ્ય છે.” (વ.પૃ.૩૩૫)
આ કાળમાં જીવનપર્યત ભક્તિ પ્રઘાનદશા આરાઘવી “ભક્તિપ્રઘાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છેદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે.
તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે. અલ્પ એવું જ્ઞાન, અથવા જ્ઞાનપ્રઘાનદશા તે અસુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છેદાદિ દોષ પ્રત્યે, અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે, ઘણું કરીને એમ હોય છે; તેમાં પણ આ કાળને વિષે તો ઘણા કાળ સુધી જીવનપર્યત પણ જીવે ભક્તિપ્રઘાન દશા આરાઘવા યોગ્ય છે; એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. (અમને એમ લાગે છે, અને એમ જ છે.)” (વ.પૃ.૩૪૦).
મહાત્મા કબીરજી અને નરસિંહ મહેતાની ભક્તિ સર્વોત્કૃષ્ટ મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી. સ્વપ્ન પણ તેમણે એવી દુઃખી સ્થિતિ છતાં આજીવિકા અર્થ, વ્યવહારાર્થે પરમેશ્વર પ્રત્યે દીનપણું કર્યું નથી. તેમ કર્યા સિવાય જોકે ઈશ્વરેચ્છાથી વ્યવહાર ચાલ્યો ગયો છે તથાપિ તેમની દારિડ્યાવસ્થા હજુ સુધી જગત-વિદિત છે; અને એ જ એમનું સબળ માહાભ્ય છે. પરમાત્માએ એમના “પરચા” પૂરા કર્યા છે તે એ ભક્તોની ઇચ્છાથી ઉપરવટ થઈને. ભક્તોની એવી ઇચ્છા ન હોય, અને તેવી ઇચ્છા હોય તો રહસ્યભક્તિની તેમને પ્રાપ્તિ પણ ન હોય. આપ હજારો વાત લખો પણ જ્યાં સુધી નિસ્પૃહ નહીં હો, (નહીં થાઓ) ત્યાં સુધી વિટંબના જ છે.” (વ.પૃ.૨૭૯)
ખરો ભક્ત સુખમાં કે દુઃખમાં હોય પણ ભક્તિ જ કરે નરસિંહ મહેતાનું દ્રષ્ટાંત - “નરસિંહ મહેતાને ભગવાન પર અપૂર્વ વિશ્વાસ હતો. એમના પરચા ભગવાનના ભક્ત દેવોએ પૂર્યા હતા પણ એમને અંતરથી બિલકુલ એ માટે ઇચ્છા ન હતી, કે યાચના કરી નથી.
દામાજી પંતનું દ્રષ્ટાંત - દક્ષિણમાં એવા એક દામાજી પંત નામે સંત થઈ ગયા. તેઓ રાજ્યમાં અન્નભંડાર ઉપર દેખરેખ રાખતા. તે વખતે રાજાઓ ગણોતના બદલામાં અનાજ ઉઘરાવતા, તે ભરી રાખતા. બહુ મોટા અન્નભંડાર હતા. દામાજી પંત સંત હતા અને ભગવાન પર
૧૫૩