________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
નિર્મળ તત્ત્વરુચિ થઈ રે મ કરજો જિનપતિભક્તિ રે; ભ૦ દેવચંદ્ર પદ પામશો રે, મ. પરમ મહોદય યુક્તિ રે. ભ૦ ૯
સંક્ષેપાર્થ –હે ભવ્યાત્માઓ! જો તમને નિર્મળ એવી આત્મતત્ત્વ પામવાની રુચિ ઉત્પન્ન થઈ હોય તો શ્રી જિનપતિ એવા જિનેશ્વર પ્રભુની ભક્તિ ભાવપૂર્વક કરજો. તો તમે પણ દેવોમાં ચંદ્રમા સમાન ઉત્તમ શાશ્વત સુખરૂપ એવા મોક્ષપદને પામશો. પ્રભુની ભક્તિ સાચા ભાવે કરવી એ જ પરમ મહોદય એવા મોક્ષપદને પામવાની સાચી યુક્તિ છે અર્થાત્ એ જ સાચો ઉપાય છે.” મા -ચૈત્યવંદનચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૨૧૦)
શ્રી દેવચંદ્રજી મહારાજ શ્રી મુનિસુવ્રતનાથ જિનેશ્વરના સ્તવનમાં જણાવે છે કે પ્રભુ પ્રત્યેનો પ્રેમ આપણને નીરાગી બનાવે તો તેના પ્રત્યેની ભક્તિ કોને ન ગમે? સર્વ આત્માર્થીને તો ગમે જ.
“દીઠો દરિશણ શ્રી પ્રભુજીનો, સાચે રાગે મનસું ભીનો;
જસુ રાગે નીરાગી થાયે, તેમની ભક્તિ કોને ન સુહાયે. ૧ સંક્ષેપાર્થ –ગત ચોવીશીમાં થયેલા બારમા તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત ભગવાને કેવળજ્ઞાન વડે નવ તત્ત્વોનું કે છ દ્રવ્યોનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને જૈનદર્શનમાં પ્રગટ કર્યું તે જાણવાથી તેના પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને આત્મા આદિ પદાર્થોનું દર્શન થયું અર્થાત્ શ્રદ્ધા થઈ. તેથી વીતરાગ પ્રભુના ગુણોમાં સાચા રાગે મન ભીનું થયું અર્થાત્ સાચા ભક્તિભાવે તે ગુણો પ્રાપ્ત કરવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. જેના પ્રત્યે રાગ કરવાથી પોતે પણ વીતરાગપદને પામે એવી પ્રભુની આજ્ઞાભક્તિ કોને ન ગમે? અર્થાત્ વિચારવાન પુરુષોને તો ગમે જ. પણ પ્રભુ આજ્ઞાથી જે વિમુખ છે, અજાણ છે, તે તો બિચારા અજ્ઞાનીજીવો સંસારમાં જ રઝળ્યા કરે છે. આવા
તેમની ભક્તિ ભવભય ભાંજે, નિર્ગુણ પિણ ગુણશક્તિ ગાજે;
દાસભાવ પ્રભુતાને આપે, અંતરંગ કળિયળ સવિ કાપે. ૫ સંક્ષેપાર્થ –એવા સાચા વીતરાગી પ્રભુની ભક્તિ ખરેખર ચારગતિરૂપ સંસારના ભયને ભાંગનાર છે. અનંતદોષથી યુક્ત પ્રાણી પણ પ્રભુની આજ્ઞા ઉઠાવવાથી સમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્રાદિ ગુણોને પ્રાપ્ત કરી જગતમાં પંકાય છે.
પ્રભુ પ્રત્યેનો દાસભાવ તે આત્મપ્રભુતાને આપનાર છે અને અંતરમાં રહેલા મિથ્યાત્વ, કષાયાદિ કલિમલ એટલે પાપમળને સર્વથા નષ્ટ કરનાર છે. માટે પ્રભુભક્તિ જ સર્વથા કર્તવ્ય છે.” પાા -ચૈત્યવંદન ચોવીશી (અર્થ સહિત) ભાગ-૨ (પૃ.૧૫૦) “શ્રીમદ્ રાજચંદ્રમાંથી -
સદગુરુની ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે.” (વ.પૃ.૩૯૫)
૧૫૨