________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'....
જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંધીનું જ્ઞાન પામવાની સમજ આવે છે. ૧૨ા -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૨૬૭)
“પ્રભુ ભક્તિ રત ચિત્ત રમે જ્યાં, કેવળજ્ઞાન પ્રકાશે જી,
કોણ મૂર્ખ ઇંદ્રિયસુખ ઇચ્છે, જેથી નિજ સુખ નાશજી. અર્થ -પ્રભુના શુદ્ધ આત્મસ્વરૂપમાં ભક્તિ પ્રગટીને જો ચિત્ત તેમાં જ રમે તો કાળે કરીને તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય. જેમ શ્રી નેમિનાથ ભગવાન પ્રત્યે રાજુલનો શુદ્ધ પ્રેમ પ્રગટ્યો તો તે કેવળજ્ઞાનનું કારણ થયું. અથવા શ્રી ગૌતમ સ્વામીને ભગવાન મહાવીર પ્રત્યે સાચી ભક્તિ ઊપજી તો તે પણ કેવળજ્ઞાનને આપનાર સિદ્ધ થઈ. માટે એવો કોણ મૂર્ખ હોય કે જે ઇન્દ્રિયના ક્ષણિક સુખોને ઇચ્છી પોતાના આત્માથી જ પ્રાપ્ત થતા શાશ્વત સુખનો નાશ કરે.” I૧કા
-પ્ર.વિ-૧ (પૃ.૩૯૮) ચૈત્યવંદન ચોવીશી ભાગ-૧,૨' (અર્થ સહિત)માંથી :
શ્રી દેવચંદ્રજી મહારાજ પણ ભક્તિથી કેવા કેવા મોટા લાભ થાય છે તે શ્રી અજિતવીર્ય જિનેશ્વરના સ્તવનમાં જણાવે છે –
“પ્રીતિ ભક્તિ અનુષ્ઠાનથી રે મ૦ વચન અસંગી સેવ રે; ભ૦
કર્તા તન્મયતા લહે રે મ પ્રભુ ભક્તિ નિત્યમેવ રે. ભ૦ ૩ સંક્ષેપાર્થ - પ્રીતિરૂપ ભક્તિ અનુષ્ઠાન વડે અસંગી એવા પ્રભુના વચન અનુસાર તેમની સેવા એટલે આજ્ઞા ઉઠાવતાં, કર્તા એવો પુરુષ હમેશાં પ્રભુની ભક્તિમાં જગતને ભૂલી જઈ પ્રભુના ગુણમાં તન્મય બને છે. [૩]
જિન ભક્તિરત ચિત્તને, મ. વેદક રસ ગુણ પ્રેમ રે; ભવ
સેવક જિનપદ પામશે રે, મ રસથિત અય જેમ રે. ભ૦ ૬ સંક્ષેપાર્થ – શ્રી જિનેશ્વર પ્રભુની ભક્તિમાં જેનું ચિત્ત રત છે અર્થાત્ લીન છે તેનો પ્રભુ પ્રત્યેનો પ્રેમગુણ વેધક રસ જેવો છે. જેમ વઘક રસથી વેથિત થયેલું અય એટલે લોઢું, સોનું બની જાય છે, તેમ પ્રભુભક્તિમાં તન્મય એવો સેવક પણ સુવર્ણ સમાન જિનપદને પામે છે. કા.
નાથ ભક્તિરસ ભાવથી રે, મ૦ તૃણ જાણું પરદેવ રે; ભ૦
ચિંતામણિ સુરતથકી રે મ અથિકી અરિહંતસેવ રે. ભ૦ ૭ સંક્ષેપાર્થ –શ્રી દેવચંદ્રજી મહારાજ કહે છે કે મારા નાથ પ્રભુની ભક્તિરસમાં ભાવોની તરબોળતા થતાં અને સર્વ પર દેવો તૃણ સમાન ભાસે છે. તેમજ ચિંતામણિ રત્ન કે કલ્પવૃક્ષ કરતાં પણ મને તો શ્રી અરિહંત પ્રભુની સેવા અઘિકી કહેતાં વઘારે શ્રેષ્ઠ જણાય છે; કારણ કે એ સેવા શાશ્વત સુખશાંતિસ્વરૂપ એવા મોક્ષપદને આપનારી છે. તેવા
૧૫૧