SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ આજ્ઞાભક્તિ - ‘ભક્તિના વીસ દોહરા'નું વિવેચન (ઇન્દવ છંદ) " प्रेम लग्यो परमेश्वर सों तब, भूलि गयो सिगरो घरु बारा । ज्यों उन्मत्त फिरें जितहीं तित, नेक रही न शरीर संभारा ॥ स्वास उसास ऊठे सब रोम, चलै दृग नीर अखंडित धारा । કુંવર ઝોન રે નવધા વિધિ, છાજિ પર્યો રસ પી મતવારા ।'' -પ્રવેશિકા (પૃ.૪૦) અર્થ :–પરમેશ્વર સાથે પ્રેમની લગની લાગે ત્યારે સઘળું ઘરબાર વગેરે બધું ભક્તને ભૂલાઈ જાય છે. જેમ ઉન્મત્ત એટલે ગાંડો માણસ અહીંતહીં ફર્યા કરે અને તેને પોતાના શરીરની લેશ સંભાળ લેવાનું પણ સૂઝતું નથી. તેમ ભક્તને પણ ભગવાનના વિરહમાં કે ભક્તિના વેગમાં શ્વાસોચ્છવાસ ઉઠે કે બધા રોમ ઊભા થઈ જાય, કે આંખોમાંથી આંસુની ધારા અખંડિતપણે વહ્યા કરે તો પણ તેની તેને ખબર પડતી નથી. સુંદરદાસ કહે છે કે આ કલિકાળમાં આ નવ પ્રકારની ભક્તિ કરનાર પણ કોણ હશે? કે જે આ પ્રભુના પ્રેમરસમાં ઉન્મત્ત બનીને ગાંડાની જેમ જગતને કે શ૨ી૨ને ભૂલી ગયો હોય ? અર્થાત્ કોઈ વિરલા જ હશે, એવી કાળસ્થિતિ થઈ ગઈ છે. ‘પ્રજ્ઞાવબોધ'માંથી : ભક્તિ વિષેની ભલામણ “દેખાદેખી ભક્તિ કરતા, ધંધે વળગી ભૂલી જતા, કાળ ગાળવા કીર્તન કરતા, કોઈ રહસ્ય ન ઉર ઘરતા; ગાન - તાન મિષ્ટાન્ન મળે છે, એમ ગણી ટોળે મળતા, પણ આત્માની ઉન્નતિ કાજે ભક્ત-મંડળે ના ભળતા.” ૬ અર્થ :—“કોઈ એક બીજાને દેખી ભક્તિ કરે છે. પછી ધંધે વળગી બધું ભૂલી જઈ માયા પ્રપંચ કરે છે. સમય પસાર કરવા ભજન કીર્તન કરે છે પણ ભક્તિ કરવાનું પ્રયોજન શું છે તેનો કોઈ હૃદયમાં વિચાર કરતા નથી. પણ ભગવાનની ભક્તિના નામે ગાયન કરવાનું મળે છે અને તેની તાનમાં લીન થવાનું બને છે. વળી ભક્તિના ફળમાં તરત મિષ્ટાન્ન મળે છે એમ ગણી બધા ટોળામાં ભેગા થાય છે. પણ જ્યાંથી આત્માની ઉન્નતિ થાય અને ગુણો પ્રગટે એવા સાચા ભક્ત મંડળમાં તે ભળતા નથી.'' ।।૬।। -પ્ર.વિ.ભાગ-૨ (પૃ.૫૭૯) માટે શાસ્ત્રનો કે ભક્તિનો મર્મ સમજવા શ્રી સદ્ગુરુની અનન્ય પ્રેમે ભક્તિ કરવી. “મર્મ સદ્ગુરુ-ઉરે જે રહ્યો ગુપ્ત તે, જાણવા ભક્તિ કરવી સુભાવે, રોકી સ્વચ્છંદ, આજ્ઞા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોઘ આવે. આજ’૧૨ અર્થ :–‘શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર્આત્મામાં રહ્યો છે.’ તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી ૧૫૦
SR No.009109
Book TitleAgnabhakti
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Rajchandra
File Size111 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy