________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'...
ઉ–
હાંરે સદાચરણ પણ સેવા કરી વિચાર જો,
એક લક્ષથી અકામ ભક્તિ આદરો રે લો. હાંરે વ્હાલા અર્થ – આ ભયંકર કળિયુગમાં એક ભક્તિમાર્ગ જ શ્રેષ્ઠ છે. સાચી સમજ સાથે પ્રભુ પ્રત્યે ભક્તિ હોવી જોઈએ, તો જ તે જ્ઞાન સફળ છે. પરમપ્રેમરૂપ ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્યવત્ છે. આ સર્વ સંતપુરુષોની શિખામણ છે. તેને હૃદયમાં કોતરી રાખવી. તથા પોતપોતાની ભૂમિકા અનુસાર વિચાર કરીને હમેશાં સદાચરણને જ સેવવા. તેમજ માત્ર એક આત્માર્થના જ લક્ષપૂર્વક નિષ્કામભાવે પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું. એ આત્મકલ્યાણનો સુગમ ઉપાય છે. જગતના સર્વ જીવોનું હિત પણ આમાં જ સમાયેલું છે.” -પ્રજ્ઞાવબોધ વિવેચન ભાગ-૧ (પૃ.૪૧૭)
એ ભક્તિમાર્ગના બીજા નવ પ્રકાર “પ્રવેશિકા' નામના ગ્રંથના ૧૭મા પાઠમાં જણાવે છે :“ પ્રભક્તિના કોઈ પ્રકાર હશે કે નહીં? ઉ–નવધા ભક્તિ મનાય છે. પ્રતે નવ પ્રકાર કયા?
“શ્રવU, વીરતા, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન;
ધુતા, સમતા, પળતા, નવધા, મવિત પ્રમાન.” -શ્રી બનારસીદાસ (૧) શ્રવણ-ગુરુદેવ ભગવંતની કથા સાંભળવી તે શ્રવણ ભક્તિ છે; તેમના ગુણો સાંભળી તેમનું મહાભ્ય હૃદયમાં વસવાથી આપણી વૃત્તિ તેવા બનવા પ્રેરાતી જાય છે. (૨) કીર્તન–તેમના ગુણગ્રામ કરતાં તેમના સ્વરૂપમાં મન જોડાય છે અને ઉત્તમ ભાવના પોષાય છે. શ્રવણ કીર્તનનો ક્રમ ઘણા આરાઘે છે પણ આગળનો ક્રમ આરાઘનાર બહુ વિરલ જીવો હોય છે. (૩) ચિંતવન-ચિંતવન એટલે મનન કરવું; કથાદિ સાંભળીને, સ્તવન કરીને, તે ઉપરથી આપણા આત્મવિકાસનો માર્ગ વિચારવો જરૂરનો છે. (૪) વંદન–વંદન એટલે નમસ્કાર આદિ વિનય ભક્તિ કરવી, (૫) સેવન–સેવન એટલે ગુરુ આદિ પૂજ્ય જનોની સેવાચાકરી, તેમના વચનામૃતોનું, આજ્ઞાનું ઔષઘની સમાન સેવન કરવું અને આત્મભ્રાન્તિ રૂપ રોગ દૂર કરવો. (૬) ધ્યાન-ધ્યાન એટલે મનોવૃત્તિ જ્ઞાની પુરુષની આજ્ઞામાં એકાગ્ર કરવી અથવા ઘર્મધ્યાન આદિવડે ઘર્મમૂર્તિ બનવું. (૭) લઘુતા–લઘુતા એટલે પોતાનામાં ગુણોની વૃદ્ધિ થયા છતાં છલકાઈ ન જવું, બાહ્ય પદાર્થોનું. શાસ્ત્રજ્ઞાન આદિનું માહાસ્ય ન લક્ષમાં રાખતાં, ફળ બેસતાં વૃક્ષની ડાળ નમે તેવા નમ્રભાવે વર્તવું તે. (૮) સમતા–“સર્વાત્મમાં સમ દ્રષ્ટિ દ્યો, આ વચનને હૃદયે લખો.” સર્વ જીવને પોતાના સમાન માની રાગદ્વેષ ન થવા દેવા, તે પરમાત્મદશા પામવાનો માર્ગ છે. (૯) એકતા–એકત્વ ભાવના, અસંગ દશા; ઈષ્ટદેવમાં તલ્લીન થઈ જવું તે.
શ્રી સુંદરદાસનું પ્રેમલક્ષણા ભક્તિ વિષે નીચેનું કાવ્ય વિચારવા યોગ્ય છે.”—
૧૪૯