________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
દ ન વધે અથવા શાસ્ત્રો જાણ્યાથી પોતાની મરજી પ્રમાણે વર્તવાનો સ્વછંદ આવે જ અથવા અતિપરિણામીપણું એટલે જે જ્ઞાન પોતામાં પરિણમ્યું ન હોય છતાં માની
લે કે એ જ્ઞાન બધું મારામાં પરિણમી ગયું, હું તો જ્ઞાનીના કહેવા પ્રમાણે જ વર્ત છું. એમ પોતે માની લેવાથી વારંવાર જીવને તે સાચા મોક્ષમાર્ગથી પડવાના કારણો થાય છે. અથવા આત્માની ઉચ્ચી ભૂમિકાને પ્રાપ્ત થવા દેતા નથી. - ૨. ક્રિયામાર્ગ - મોક્ષ પ્રાપ્તિ અર્થે ઘર્મની ક્રિયાઓ કરવી તે ક્રિયામાર્ગ છે. તે ક્રિયાઓ વિષે સરુના ઉપદેશ દ્વારા સાચી સમજણ મેળવ્યા વગર પોતાના સ્વચ્છેદે મોક્ષ મેળવવા માટે ઘર્મની ક્રિયાઓ-પૂજા-વ્રત-તપ-જપાદિના અનુષ્ઠાન કરવા તે ક્રિયાજડપણું છે. તે જ ઘર્મક્રિયાના સાઘનો પૂજા-વ્રત-તપ-જપાદિ અનુષ્ઠાનનું સાચું સ્વરૂપ જ્ઞાની પુરુષો દ્વારા પ્રથમ સમજીને પછી કરવા યોગ્ય છે. નહીં તો તે જ ક્રિયાઓથી જીવને અસદ્ અભિમાન, જે ક્રિયાઓ કરતા હોઈએ તેનો આગ્રહ, અથવા ક્રિયાઓ કરવાથી રિદ્ધિસિદ્ધિ પ્રગટશે એવો મોહ અથવા તપસ્વીઓની પૂજા સત્કાર આદિ બહુમાનની ભાવના અને સર્વથી વિશેષ તો ઘર્મને નામે ક્રિયાઓ દેહની થાય છે અને તેને આત્માની ક્રિયાઓ માની લેવી એ આદિનો આમાં સંભવ રહ્યો છે.
૩. ભક્તિમાર્ગ :- માટે કોઈક આત્મજ્ઞાની મહાત્માને બાદ કરતાં એટલે કોઈ આત્મજ્ઞાની મહાપુરુષ જ્ઞાનમાર્ગમાં પ્રવૃત્તિ શકે, તે સિવાય ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય લીધો છે. અને સદગુરુનું સર્વાર્પણપણે શરણ સ્વીકારી તેમની જ આજ્ઞામાં વર્યા છે. પણ જેનું શરણ લઈએ તે સાચા આત્મજ્ઞાની પુરુષ હોવા જોઈએ. નહીં તો અજ્ઞાનીના શરણથી, મળેલો રત્ન-ચિંતામણિ જેવો આ દુર્લભ મનુષ્યદેહ ઊલટો ચારગતિમાં વિશેષ પરિભ્રમણ કરાવનારો થઈ જાય.
આ પત્રાંક ૬૯૩ વિષે પૂ.શ્રી બ્રહ્મચારીજી જણાવે છે કે “ભક્તિમાં સ્વછંદ છે નહીં. જ્ઞાનીની આજ્ઞામાં જ એનું ચિત્ત ચોંટી જાય છે, તેથી બીજે ભટકે નહીં. ભક્તિ એ ઉત્તમ વસ્તુ છે, પણ નિષ્કામ ભક્તિ થવી જોઈએ. દેહાધ્યાસ છોડવા માટે આ ભક્તિ છે. ભગવાનમાં ચિત્તને લીન કરવું એ અહીં કહેવું છે. જ્ઞાનમાર્ગ કરતાં ભક્તિમાર્ગ સુલભ છે. જ્ઞાનમાર્ગમાં અલ્પ જ્ઞાન હોય તો તે અનેક દોષોને ઉત્પન્ન કરે છે. અલ્પજ્ઞાન જીવને ઉન્મત્ત કરનાર છે. અને ભક્તિમાં તો હું કંઈ જ જાણતો નથી' એમ રહે. જ્ઞાનમાર્ગે ઘણા ભૂલ કરે છે. સદ્ગુરુના આશ્રય વિના પોતાની બુદ્ધિથી પદાર્થનો નિર્ણય કરી બેસે તો ઘણા દોષો ઉત્પન્ન થવાનો સંભવ છે. આ કાળ એવો છે કે જિંદગી આખી ભક્તિ જ કરવા યોગ્ય છે.” (જૂનું બો.૧ પૃ.૩૩૨)
માટે પૂ.શ્રી બ્રહ્મચારીજી “પ્રજ્ઞાવબોઘ’ ગ્રંથના “સાર્વજનિક શ્રેય’ નામના રૂપમાં પાઠમાં પણ ભક્તિમાર્ગની ભલામણ કરતા જણાવે છે કે
“હાંરે આ કળિકાળે તો ભક્તિ-માર્ગ જ શ્રેષ્ઠ જો, સર્વ સંતની શિખામણ આ ઉરે ઘરો રે લો;
૧૪૮