________________
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ'.....
નહીં તેનો પરિતાપ”....
એવા સાચા ભક્તોની ભક્તિ કે કથા પણ મને સાંભળવા મળતી નથી અને તેનો પરિતાપ એટલે ખેદ પણ મારા મનમાં થતો નથી એવો હું પુણ્યહીન સ્થિતિમાં આવી પડ્યો છે. માટે આપની કૃપા થાય તો જ મારો ઉદ્ધાર થાય. “નોક્ષ મૂરું ગુરુકૃપા.”
“ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન;
સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન.” ૮ અર્થ -“ભક્તિ માર્ગમાં નિરંતર રહેવા જેવું છે. સર્વ જે ભક્તિનો માર્ગ ભાખ્યો છે એવા માર્ગમાં પણ મારો પ્રવેશ નથી, એવા ભાવ ક્યારે થાય? તો કહે : તારા ભજનમાં દ્રઢ ભાન થાય ત્યારે. એવું દ્રઢ ભાન પણ મને નથી. મારો ઘર્મ શું છે, તેની પણ મને સમજણ નથી. મારો ઘર્મ એટલે જિનેશ્વર ભગવાને ભાખ્યો છે, તે જૈનઘર્મ અથવા આત્માનો ઘર્મ. એવો ઘર્મ ક્યાંથી લભ્ય થાય? શુભદેશમાં સ્થાન હોય તો. એવું શુભસ્થાન પણ મને પ્રાપ્ત થયું નથી.”-પૂ.શ્રી બ્ર.જી. (પૃ.૧૪૭) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ.
ભક્તિ એ પરમપ્રેમનું બીજું રૂપ છે. “ભક્તિ પરમપ્રેમ રૂપા” ભગવાન પ્રત્યે એવા પરમપ્રેમરૂપ ભક્તિમાં હજુ મારો પ્રવેશ થયો નથી. ભગવાનને પામવાના ત્રણ માર્ગ પરમકૃપાળુદેવે પત્રાંક ૬૯૩ માં જણાવ્યા છે –
જ્ઞાનમાર્ગ, ક્રિયામાર્ગ, ભક્તિમાર્ગ “જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી.
ક્રિયામાર્ગે અસઅભિમાન, વ્યવહારઆગ્રહ, સિદ્ધિમોહ, પૂજાસત્કારાદિ યોગ, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષોનો સંભવ રહ્યો છે.
કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે અને આજ્ઞાશ્રિતપણું અથવા પરમપુરુષ સદ્ગુરુને વિષે સર્વાર્પણ સ્વાધીનપણું શિરસાવંદ્ય દીઠું છે, અને તેમ જ વર્યા છે, તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ; નહીં તો ચિંતામણિ જેવો જેનો એક સમય છે એવો મનુષ્યદેહ ઊલટો પરિભ્રમણવૃદ્ધિનો હેતુ થાય.”
(વ.પૃ.૫૦૪) ૧. જ્ઞાનમાર્ગ :- શાસ્ત્રો વાંચી મોક્ષમાર્ગને જાણી આરાઘવો તે જ્ઞાનમાર્ગ. એ મહા મુશ્કેલીથી આરાધી શકાય એવો માર્ગ છે. કેવળજ્ઞાન દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. ગુરુગમ વગર આ જ્ઞાનમાર્ગથી મોક્ષમાર્ગમાં અનેક શંકાઓ ઉત્પન્ન થાય કે વિકલ્પ
૧૪૭