________________
આજ્ઞાભક્તિ - “ભક્તિના વીસ દોહરા'નું વિવેચન
પછી કુમારપાળ રાજા પોતાના મહેલના ઉપવનમાં જઈને ત્યાં રહેલા ખરતાડ વૃક્ષોની ચંદન, કપૂર વિગેરેથી પૂજા કરીને જાણે પોતે મંત્રસિદ્ધ હોય તેમ બોલ્યા કે –
- “હે ખરતાડના વૃક્ષો! જો મારું મન પોતાના આત્માની જેમ જૈન મતમાં આદરવાળું હોય, તો તમે શ્રી તાડના વૃક્ષો થઈ જાઓ. એમ કહીને રાજાએ કોઈએક ખરતાડ વૃક્ષના ઢંઘ પ્રદેશ ઉપર પોતાના સુવર્ણનો હાર મૂક્યો. પછી એ પ્રમાણે કરીને રાજા મહેલમાં જઈ ઘર્મ ધ્યાનમાં તત્પર થઈને રહ્યો, એટલે શાસન દેવતાએ તે ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો બનાવી દીધાં.
પ્રાત:કાળે ઉપવનના રક્ષકોએ આવીને રાજાને તે વૃત્તાંત નિવે
દન કર્યું. એટલે રાજાએ પણ તેઓને ઈનામ આપીને આનંદ પમાડ્યા પછી શ્રી તાડના પત્રો લઈને ગુરુ પાસે મૂકી વંદના કરી. ગુરુએ “આ ક્યાંથી ?” એમ પૂછ્યું, એટલે રાજાએ વિનયથી સર્વ સભાસદોને ચમત્કાર પમાડનાર તે વૃત્તાંત નિવેદન કર્યું. પછી હેમચંદ્રાચાર્ય કર્ણને અમૃત સમાન તે વૃત્તાંત સાંભળીને રાજા અને સભાસદો સહિત તે ઉપવનમાં ગયા. ત્યાં રાજાના કહેવા પ્રમાણે પૂર્વે નહીં સાંભળેલ તેવું નજરે જોયું. તે વખતે બ્રાહ્મણો તથા દેવીબોઘી (બૌઘાચાર્ય) વિગેરે નગરના લોકો પણ ખરતાડનાં વૃક્ષોને શ્રીતાડનાં વૃક્ષો થયેલા જોઈ વિસ્મય તથા આશ્ચર્ય પામ્યા.” -ઉ.પ્રા.ભા.ભાગ-૪ (પૃ.૨૦૪)
આવી ગુરુભક્તિ અમને પણ પ્રગટો એવી પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે.
૧૪૬