________________
કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ”...
પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે છે તેનું કલ્યાણ થાય.
જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાની પુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગનો ઉદ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઈએ, કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી.” (વ.પૃ.૭૦૮) કથા અલભ તુજ પ્રેમની' તારા પ્રત્યે ભક્તોની કેવી પ્રીતિ હતી તેની કથા પણ મને સાંભળવા મળતી નથી.
ભૂતકાળમાં અનેક ભક્તો થઈ ગયા. તેમની કથાઓ જીવનચરિત્રો પણ મને સાંભળવા મળતા નથી, કે જેથી મને પણ આપના અચળ એટલે સ્થિર આત્મસ્વરૂપ પ્રત્યે તેમની જેમ આકર્ષણ થાય અને અંતરમાં ભક્તિ પ્રગટે. જેમકે –
કલિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રત્યે શ્રી કુમારપાળ રાજાને કેવી અદ્ભુત ગુરુભક્તિ પ્રગટી હતી કે જેના પ્રતાપે ખરતાડના વૃક્ષો પણ શ્રી તાડના થઈ ગયા.
શ્રી કુમારપાળ રાજાની શ્રી ગુરુ હેમચંદ્રાચાર્ય પ્રત્યેની અનન્ય ભક્તિ શ્રી કુમારપાળ રાજાનું દ્રષ્ટાંત - “ગુરુએ કરેલા સર્વ ગ્રંથો મારે અવશ્ય લખાવવા. એવો અભિગ્રહ લઈને સાતસો લહિયાને લખવા બેસાડ્યા. એક વખત પ્રાતઃકાળે ગુરુને તથા દરેક સાઘુને વિધિપૂર્વક વાંદીને રાજા લેખશાળા જોવા ગયા. ત્યાં લહિયાઓને કાગળના પાનામાં લખતાં જોઈને રાજાએ ગુરુને તેનું કારણ પૂછ્યું. ત્યારે ગુરુએ કહ્યું કે હે ચૌલુક્ય દેવ! હાલ જ્ઞાનભંડારમાં તાડપત્રોની ઘણી ખોટ છે, માટે કાગળના પાનામાં ગ્રંથો લખાય છે.” તે સાંભળીને રાજા લજ્જિત થયો અને મનમાં વિચારવા લાગ્યો કે “અહો! નવા ગ્રંથો રચવામાં ગુરુની અખંડ શક્તિ છે, અને મારામાં તે ગ્રંથો લખાવવાની પણ શક્તિ નથી, તો પછી મારું શ્રાવકપણું શું?’ એમ વિચારીને તે ઊભો થઈને બોલ્યો-હે ગુરુદેવ! મને ઉપવાસનું પ્રત્યાખ્યાન આપો. તે સાંભળી “આજે શેનો ઉપવાસ છે?” એમ ગુરુએ પૂછ્યું ત્યારે રાજાએ કહ્યું કે અત્યાર પછી જ્યારે તાડપત્ર પૂરાં થાય ત્યારે જ મારે ભોજન કરવું.” તે સાંભળીને ગુરુએ કહ્યું કે - શ્રી તાડનાં વૃક્ષો અહીંથી ઘણા દૂર છે, તો તે શી રીતે જલદી મળી શકશે ? એમ ગુરુએ તથા સામંતો વિગેરેએ બહુમાન સહિત ઘણા વાર્યા, તો પણ તેમણે તો ઉપવાસ કર્યો. શ્રી સંઘે તેમની સ્તુતિ કરી કે –
અહો! શ્રી કુમારપાળ રાજાની ગુરુકૃપાએ જિનાગમને વિષે કેવી ભક્તિ છે તેમજ અહો! ગુરુને વિષે તેનું બહુમાન પણ કેવું છે? અને અહો! તેનું સાહસ પણ કેવું નિઃસીમ છે.”
૧૪૫.