________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ શિકારનું વ્યસન “મુખમાં તૃણ સહ નિરપરાથી હરણ અશરણ ભય-મૂર્તિજી, હણે શિકારી ગણી બહાદુરી કરે પાપમાં પૂર્તિજી.” વિનય અર્થ - મોઢામાં તૃણ ગ્રહણ કરે તેને રાજા પણ છોડી મૂકે છે. એવા તૃણ એટલે ઘાસના ખાનારા બિચારા નિરપરાધી હરણો જેને કોઈ જંગલમાં શરણ આપનાર નથી એવા ભયની મૂર્તિ સમાન, ઘણા જ ભયભીત સ્વભાવવાળા હરણોને દુષ્ટ એવો શિકારી હણી નાખે છે. તેણે હણીને વળી બહાદુરી માની હિંસાનંદી રૌદ્રધ્યાન સેવી પાપમાં પૂર્તિ કરીને નરકગતિને સાથે છે. 15 “કીડી ડંખે તોપણ કૂદે તેવા જન શિકારેજી, તીણ તીરે નિર્દોષી મૃગને હણી કેમ સુખ ઘારેજી!” વિનય અર્થ - કીડી ચટકો મારે તોપણ કૂદે તેવા શિકારીઓ તીણ બાણવડે નિર્દોષી મૃગને હણીને કેમ સુખ માનતા હશે? એવાઓને સુખ પણ કેમ મળશે કેમકે “સુખ દીઘે સુખ હોત હૈ, દુઃખ દીઘાં દુઃખ હોય; આપ હણે નહીં અવરકું, તો અપને હણે ન કોય.” -બૃહદ આલોચના 16aaaa જે તુજ સ્વજન હતાં પરભવમાં, તુજ મુખ જોવા ઝૂરતાંજી, વગર ઓળખે હણે તેમને ધિક્ક! શિકારી-કુરતાજી. વિનય અર્થ - જે પૂર્વભવમાં તારા જ સ્વજનો હતા. તારું મુખ જોવાને માટે જે ઝૂરતા હતા. તેને જ તું વગર ઓળખે હણી નાખે છે. માટે હે શિકારી! તારી એવી દુષ્ટ ક્રુરતાને સદા ધિક્કાર છે. પુત્રનું દૃષ્ટાંત - એક પુત્રની માતા મરીને કૂતરી થઈ. પિતાના શ્રાદ્ધના દિવસે ખાવા માટે ખીરની રસોઈ બનાવી. તેમાં તે જ કૂતરીએ આવીને મોટું -- ઘાલ્યું તો પુત્રે તેના માથે લાકડીઓના માર માર્યા. એમ. -- - 4 પૂર્વભવના પોતાના જ સ્વજનોને જીવ અજ્ઞાનવશ હણે છે. ૧૭ળા એક વાર જે હણે જીવ તું, વેર ઘરી તે મરશેજી, પરભવમાં બહુ વાર મારશે; વેર વઘારી ફરશેજી. વિનય અર્થ - એકવાર તું જે જીવને હણે છે, તે જીવ તારા પ્રત્યે વેર ઘારણ કરીને મરશે. તેથી 417