________________ આજ્ઞાભક્તિ પરભવમાં તે તને બહુ વાર મારશે. તારા પ્રત્યે વેર રાખી તને મારવા માટે તે ફર્યા કરશે, એમ ભવોભવ તે વેરના સંસ્કારો ચાલ્યા કરશે.” 18. -પ્ર.વિ.(પૃ.૪૨૨) શિકાર પછી જીવનું દુઃખ જોઈ થયેલો પશ્ચાત્તાપ પૃથ્વીપાલ રાજાનું દ્રષ્ટાંત - ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અનુપમ રૂપવાળો પૃથ્વીપાલ રાજા હતો. તે એક વખતે વનમાં મૃગયા રમવાને ગયો. ત્યાં કોઈ એક વૃક્ષ ઉપર મયૂર પક્ષીને જોઈ ઘનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું અને તેના પ્રાણ લેવા માટે બાણ છોડ્યું. બાણ લાગવાથી મયૂર પક્ષી તત્કાળ પૃથ્વી પર પડ્યું. તેને પૃથ્વી પર તરફડતાં અને આક્રંદ કરતા જોઈ રાજાને વિચાર આવ્યો પદ , on એક ક કે “અરે આ જીવને મેં તેના ક્રીડારસમાંથી અકસ્માત વિરસ કર્યો. તેની જેમ મારાથી અધિક બળવાળો કોઈ નર કે વ્યાધ્ર આવી મને ઘણા પ્રહાર કરીને વેદના ઉપજાવે તો તે વખતે તેને કોણ નિવારે? માટે મારા જેવા પાપીને ધિક્કાર છે.” આમ વિચારી પૃથ્વી પર તરફડતા મયૂર પક્ષી તરફ જોઈને વારંવાર તેને નમવા લાગ્યો. વેદનામાં પણ રાજાએ નમ્ર વચન કહ્યાં. તેથી કાંઈક શુભ ધ્યાનમાં તત્પર થયેલો તે મયૂર ક્ષણવારમાં મૃત્યુ પામ્યો અને વિશાલપુર નગરમાં મનુષ્યપણે અવતર્યો.” –ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૩ (પૃ.૪૭) 418