________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ જીવનો વઘ કરનાર નરકે જાય અને દયા પાળનાર સ્વર્ગે જાય ખેંગાર રાજાનું દૃષ્ટાંત - એકદા જૂનાગઢનો ખેંગાર નામનો રાજા એ જ શિકાર કરવા ગયો હતો. ત્યાં ઘણા સસલાઓનો વઘ કરી તેને ઘોડાના પૂંછડા સાથે બાંધીને પાછો આવતાં તે માર્ગથી તેમજ સાથીદારોથી છૂટો પડ્યો. અર્થાત્ એકલો ભૂલો પડ્યો તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચઢીને બેઠેલા ઢુંઢલ નામના ચારણને જોઈને તેને પૂછ્યું કે –“અરે! તું માર્ગ જાણે છે?” ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે - जीव वधंता नरग गई, अवधता गई सग्ग, हुं जाणुं दो वाटडी, जीण भावे तिण लग्ग. // 1 // નre . અર્થ - “જીવનો વઘ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે, આ બે માર્ગ હું તો જાણું છું, તને ગમે તે માર્ગે જા.” આ પ્રમાણે વેધ કરે તેવી દૂઘ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયો; તેથી તેણે ત્યાંજ જીવનપર્યત પ્રાણીવશે નહીં કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણનો અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરુની જેમ સત્કાર કર્યો. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૪ (પૃ.૨૭) 419