________________ આજ્ઞાભક્તિ જીવનો વઘ કરવો મહાપાપ છે, આ એક વચનથી થયેલો ઉદ્ધાર ઢીમરનું દૃષ્ટાંત - પૃથ્વીપુર નગરમાં એક ઢીમર રહેતો હતો, તે મત્સ્ય મારવાને ઇચ્છતો નહોતો, તથાપિ તેના સ્વજનવર્ગે તેને જાલ વિગેરે આપીને મસ્ય મારવા બળાત્કારે મોકલ્યો. તે જાળમાં મસ્સો લઈને આવ્યો. સ્વજનોએ તેને મત્સ્ય ચીરવાને તીક્ષ્ણ શસ્ત્ર આપ્યું. તે શસ્ત્રથી મત્સ્યોનો વઘ કરતાં તેની આંગળી કપાઈ ગઈ. તેની વેદનાથી તેણે ચિંતવ્યું કે, “હિંસાપ્રિય જીવોને ધિક્કાર છે. કોઈને “મરી જા' એવું કહેતાં પણ દુઃખ થાય છે. તો હિંસા કરતાં કેમ ન લાગે?” એ વખતે કોઈ ગુરુ શિષ્ય નગરમાંથી - બહાર ઠલ્લે જતાં તે સ્થાનેથી નીકળ્યા. તેમણે હાથમાં શસ્ત્ર વાળા તે માછીને જોયો. તે જોઈ શિષ્ય ગુરુને કહ્યું કે, “હે ભગવાન! આવા પાપી જીવો તો કોઈ રીતે પણ તરે એમ લાગતું નથી.” ગુરુ બોલ્યા - “વત્સ! જિનેંદ્રશાસનમાં એવો એકાંત કદાગ્રહ નથી; કારણકે અનેક ભવોમાં સંચય કરેલા કર્મો હોવા છતાં, અધ્યાત્મજ્ઞાન,(આત્માના ભાવ) સહિત શુભ પરિણામ વડે પ્રાણી કર્મોને ક્ષણવારમાં નાશ પમાડે છે. તે વિષે કહ્યું છે કે “જે જે સમયે જીવ જે ભાવમાં પ્રવર્તે છે, તે તે સમયે તેવાં તેવાં શુભાશુભ કર્મ બાંધે છે.” આ પ્રમાણે કહી શિષ્યને નિરુત્તર કરીને ગુરુએ ઉંચે સ્વરે આ પ્રમાણે એક પદ કહ્યું કે - “નીલવરો મહાપાવો” જીવનો વઘ કરવો મહાપાપ છે. આ પ્રમાણે કહી ગુરુ આગળ ચાલ્યા. તે સાંભળી ઢીમરે તે પદ યાદ કરીને ચિંતવ્યું કે, “આજથી મારે કોઈ જીવનો વઘ કરવો નહીં.” આવું ધ્યાન કરતાં તેને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પોતે પૂર્વે ચારિત્રની વિરાઘના કરેલી તેનું ફળ આ નીચ કુળમાં જન્મ થયો વિગેરે માની તે દીક્ષા લેવામાં ઉત્સુક થયો અને અંતે શુક્લધ્યાનથી તત્કાળ કેવળજ્ઞાનને પામ્યો. સાનિધ્યમાં રહેલા દેવતાઓએ તેનો મહોત્સવ કર્યો. દેવદુંદુભિનો શબ્દ સાંભળી પેલા શિષ્ય ગુરુને પૂછ્યું કે, “આ શેનો શબ્દ છે?” ગુરુ બોલ્યા 420