________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ “વત્સ! જો, તે ઢીમરને મહાજ્ઞાન ઉત્પન્ન થયું, તેનો દેવો મહોત્સવ કરે છે, તે સંબંધી દુંદુભીનો આ નાદ છે.” -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.(પૃ.૪૪) ક્ષણમાત્રનો જ્ઞાની પુરુષનો સમાગમ અથવા જ્ઞાનીપુરુષનું એક વચન પણ યથાર્થ પરિણમાવે તો જીવ મોક્ષને પામે છે. રાજાના હૃદયમાં પ્રાણી માત્ર પ્રત્યે પ્રગટેલી દયાની અદ્ભુત લાગણી કુમારપાળ રાજાની દયાનું દૃષ્ટાંત - પુરાણના શ્લોકો સાંભળીને કુમારપાળે તે શ્લોકો લખાવી તેના પત્ર લઈને પોતાના સેવકોને પોતાના રાજ્યમાં દરેક શહેરે અને દરેક ગામે જીવદયાને માટે મોકલાવ્યા. વળી રાજા કુમારપાળે ગત બાતમીદારોને રાખ્યા હતા. “કોઈ હિંસા કરે છે કે નહીં?” એ જાણવા તેઓ ગુપ્ત રીતે તેના વિશાળ રાજ્યમાં સર્વત્ર ફરતા હતા. એક વખતે એવું બન્યું કે - મહેશ્વર વણિકનું દ્રષ્ટાંત - કોઈ ગામમાં મહેશ્વર નામના કોઈ વણિકના કેશમાંથી તેની સ્ત્રીએ એક જ કાઢીને તે શ્રેષ્ઠીના હાથમાં મૂકી એટલે તે મહેશ્વર શેઠે તેને મારી નાખી. તે રાજાના ગુપ્તચરોના જોવામાં આવ્યું. તેથી તત્કાળ તે શ્રેષ્ઠીને મરેલી જૂ સાથે પકડીને પાટણ નરેશ કુમારપાળ પાસે લઈ ગયા. રાજાએ પૂછ્યું “અરે શેઠ! આવી દુષ્ટ ચેષ્ટા કેમ કરી?” શ્રેષ્ઠીએ કહ્યું “મહારાજ! આ જૂ ઇ, છે દિ 421