________________ આજ્ઞાભક્તિ મારા મસ્તકમાં માર્ગ કરીને મારું લોહી પીતી હતી, તે અન્યાયથી મેં તેને મારી છે.” કુમારપાળે કહ્યું, “અરે દુષ્ટ! વાળ તો જૂને રહેવાનું સ્થાન છે, ત્યાંથી તે - જીવને તેં સ્થાનભ્રષ્ટ કર્યો તેથી તે પોતે જ અન્યાયી છો. કદી તું જીવહિંસાથી ડર્યો નહીં, પણ શું મારી આજ્ઞાથી પણ ડર્યો નહીં?” એમ કહી તેનો ઘણો તિરસ્કાર કર્યો. પછી તે મહેશ્વરે જીવિતદાનરૂપ ભિક્ષા માગી એટલે દયાળુ રાજાએ કહ્યું કે–જા, તને છોડી મૂકું છું, પણ તું તારું સર્વ દ્રવ્ય ખર્ચીને આ જૂના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે યૂકાવિહાર’નામે એક પ્રાસાદ કરાવ, કે જેને જોઈને કોઈપણ જીવ વઘ ન કરે.” મહેશ્વર શેઠે તેમ કરવું સ્વીકાર કર્યું. -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભાગ-૨ (પૃ.૫). કુમારપાળ રાજાએ ચામડી ઉખેડી પણ જીવ બચાવ્યો જીવદયાનું જવલંત દૃષ્ટાંત - એક વખત કુમારપાળ રાજા કાયોત્સર્ગ ઊભા હતા. ત્યારે પગે મંકોડો ચોંટ્યો. તે વખતે પાસેના સેવકોએ તેને ઉખેડવા માંડ્યો. પણ રાજાએ મંકોડાને વ્યાકુળ થતો જોઈ, તીક્ષ્ણ કાતર વડે પોતાની ત્વચા ઉખેડી મંકોડાને દૂર કર્યો. અને એવો નિયમ લીઘો કે, “વર્ષાઋતુના ચાર મહિના પોતાના નગરના દરવાજા બહાર જવું નહીં.' -ઉપદેશપ્રાસાદ ભાષાંતર ભા.૧ (પૃ.૫) ચોરીનું વ્યસન “એક વાર ઠગનારો જીવ પણ વારંવાર ઠગાશેજી, દાન સમાન સહસ્ત્રગણું ફળ ચોરીનું ય ચખાશેજી. વિનય૦૬ હવે છઠું વ્યસન ચોરી છે તે વિષે જણાવે છે - અર્થ - એકવાર કોઈ જીવને ઠગશે તેના ફળમાં વારંવાર તે પોતે ઠગાશે. કોઈને દાન આપવાનું હજાર ગણું ફળ મળે તેમ ચોરી કરવાના ફળમાં તેને હજારગણું દુઃખ ભોગવવું પડશે. ચોરનું દૃષ્ટાંત :- - એક છોકરાને ચોરીના અપરાધમાં ફાંસીની શિક્ષા કરવામાં આવી, ત્યારે તેણે માને મળવાની ઇચ્છા દર્શાવી. મા મળવા આવી ત્યારે તેના કાન કરડી ખાઘા. તે વખતે લોકોએ પૂછ્યું કે 422