________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ કેમ આમ કર્યું? ત્યારે તેણે કહ્યું કે નાનપણમાં હું નાહીને ભીને શરીરે બીજાના તલના ઢગલા પાસે જઈ ત્યાં આળોટીને તલ શરીરે ચોટાડી લઈ આવતો, ત્યારે ) આ મા રાજી થતી હતી. તેના પરિણામે હું આટલો મોટો ચોર થયો. તેનું કારણ મારી આ મા છે, માટે મેં રે વાવે તેવું લણે' ભણે જન, શાસ્ત્ર વળી પોકારેજી ચતુર બની ચોરી કરતાં જીવ, પર-ભવડર વિસારેજી. વિનય અર્થ - “જેવું વાવે તેવું લણે એવી કહેવત છે તથા શાસ્ત્રો પણ આ વાતનો પોકાર કરીને જણાવે છે કે ચોરી કરવી તે દુઃખનું કારણ છે. છતાં ચતુર બનીને ચોરી કરતાં જીવ આ ભવ પરભવના ડરને ભૂલી જાય છે. 20 જે મૂડીથી બહુ જન જીવે તે જ ચોર પણ ચોરેજી, દુઃખ કેટલું ઘરે કુટુંબી? મરણ-દુઃખ એક કોરેજી. વિનય અર્થ - જે ઘનની મૂડી વડે ઘણા જન જીવે તેને ચોર ચોરી જાય છે. તેથી તેના કુટુંબીઓ કેટલું દુઃખ પામે કે તેના આગળ મરણનું દુઃખ પણ એક કોરે મુકાઈ જાય છે. કેમકે મરણનું દુઃખ તો એકવાર ભોગવાય પણ નિર્ધનતાનું દુઃખ તો પ્રતિદિન ભોગવવું પડે છે. દશ પ્રાણથી માણસ જીવે છે. તેને ઘન પણ એક અગિયારમા પ્રાણ સમાન છે. પર ઘન લેતાં જાણે તેના પ્રાણ જ લીધા. કારણ નિર્ધન બનીને તે બહુ દુઃખ પામે છે. ગરવા -પ્ર.વિ.૧ (પૃ.૪૨૨) ચોરીના અપરાઘમાં બઘાને ફાંસી તાપસ ચોરનું દૃષ્ટાંત - કૌશાંબી નામની નગરીમાં એક ચોર તાપસનો વેશ ઘારણ કરી રહેવા લાગ્યો. દિવસે તો લોખંડનું શીકું બનાવી ઝાડને લટકાવી તેમાં પોતે ધ્યાનમાં બેસી રહેતો. કંઈ ખાય. પીએ નહીં. તેના સાથીદારો તેના તપની પ્રશંસા કરતાં ચોતરફ ફરવા લાગ્યા, તેથી ઘણા લોકો તેના ભક્ત થયા. તે તાપસ રાતના ચોરી કરવા લાગ્યો. લોકોએ ચોરીની વાત રાજાને કરી તેથી કોટવાળને બોલાવી કહ્યું કે સાત દિવસમાં ચોરને પકડીને લાવ. નહીં તો તને ફાંસી દેવામાં આવશે. કોટવાળે એક પંડિતજીને પોતાની ચિંતા દૂર કરવાનો ઉપાય પૂછ્યો. પંડિતજીએ કહ્યું કે આ નગરમાં કોઈ અતિ નિઃસ્પૃહ પુરુષ રહે છે? કોટવાળે કહ્યું–એક તાપસ શીકામાં બેસી લટકી રહ્યો છે, અને કોઈ લૂખું સુકું આપે તે ખાઈને સંતોષ કરીને રહે છે. પંડિતજી કહે– ચોરને પકડવાની જવાબદારી મારી. પંડિતજી આંધળા બની તાપસની પાસે રહેવા લાગ્યા. તાપસના સાથીદારોએ તેની પરીક્ષા કરી કે ખરેખર આંઘળો છે કે કોઈ બનાવટી ઠગ છે. ગમે તેટલી પરીક્ષા કરી પણ એ ચલિત થયો નહીં. ત્યારે સાથીદારોને ખાતરી થઈ કે ખરેખર એ આંધળો જ છે. ત્યારે તપસી અને તેના સાથીદારો બધા ચોરી કરવા નીકળ્યા અને 423