________________ આજ્ઞાભક્તિ હોઝિ012 GSS.Sc અys, S ઘન લાવીને પાણી વગરના કૂવામાં ઘનની પેટીઓ અંદર ઉતારે છે. પંડિતજી ચૂપચાપ બધું જોઈ રહ્યા છે. બીજે દિવસે કોટવાળને બતાવી બઘા ચોરોને પકડાવી દીધા. ચોરીનું ઘન કૂવામાંથી કાઢી બઘાને પોતપોતાને આપી દીધું. કોટવાળે બઘા ચોરોને રાજા આગળ હાજર કર્યા. રાજાએ ચોરીના અપરાઘના બદલામાં તેઓને ફાંસીની સજા આપી. -સદાચાર શિક્ષક ભાગ-૨માંથી ઘર્મ અને સત્સંગતિના પ્રભાવથી ચોરનો પણ ઉદ્ધાર લોહખુર ચોરનું || વૃષ્ટાંત - “શ્રેણિકના / પિતા પ્રસેનજિત રાજાના રાજ્યમાં રાજગૃહી નગરીને વિષે લોહખુર નામે એક ચોર રહેતો હતો. એક વખતે તેણે દ્યુતક્રીડામાં જીતેલું દ્રવ્ય | વાચકોને આપી દીધું. પછી ત્યાંથી જતાં માં થયો, એટલે પોતાને ઘેર | ભોજન કરવા માટે જવાની ઇચ્છા કરી; તેવામાં રાજાના મહેલમાંથી સરસ રસોઈની સુગંઘ આવી; એટલે તત્કાળ તેને વિચાર થયો કે, “મારી પાસે અંજનવિદ્યા છે, તેથી મારે શું અશક્ય છે? માટે અંજનવિદ્યાથી રાજગૃહમાં જઈને રાજભોજન કરું.” આવું વિચારી તે અદ્રશ્ય વિદ્યાથી રાજમહેલમાં ગયો અને રાજાની સાથે એક થાળમાં બેસી તેમાંથી ભોજન જમીને પોતાને ઘેર ગયો. પછી તો રસગૃદ્ધિ થવાથી એવી રીતે પ્રતિદિન કરવા લાગ્યો....ઘણા દિવસ સુધી તેમ ચાલવાથી ઓછો આહાર થવાને લીધે રાજાનું અંગ કૃશ થઈ ગયું. એક વખતે મંત્રીએ રાજાને પૂછ્યું કે, “હે સ્વામિન્ ! તમારું શરીર ગ્લાન કેમ છે? શું અન્ન પર અરુચિ થઈ છે? કારણ કે અન્ન વગર શરીર, નેત્ર વગર મુખ, ન્યાય વગર રાજ્ય, લવણ વિના ભોજન, ઘર્મ વિના જીવિતવ્ય અને ચંદ્ર વિના નિશા એ શોભતાં નથી, અથવા તમને કાંઈ ચિંતા તો નથી? કારણ કે શરીરમાં રહેલી ચિંતા શરીરને બાળે છે, અને દુષ્ટ પિશાચીની જેમ નિત્ય રુધિર અને માંસને બાળી નાખે છે.” રાજા બોલ્યો કે, “હે મંત્રી! મને મોટું આશ્ચર્ય એ થાય છે કે હું હમેશાં બમણું ત્રણગણું જમું 424