________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ છું, પણ કોઈ અંજનસિદ્ધ પુરુષ મારી સાથે જમી જાય છે, તેથી નારકીના fe 1 જીવોની જેમ મારો ઉદરાગ્નિ શાંત થતો નથી.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ , રસોડાના સ્થાનમાં ચોતરફ આકડાના સૂકાં પુષ્પો વેર્યા, ભોજન સમયે પેલા * ચોરના પગના આઘાતથી તેને ખડખડતા જોઈ તે વિષે નિશ્ચય થયો. પછી બીજે દિવસે તે ચંપાતા પુષ્પનો ધ્વનિ સાંભળી, ચોરને અંદર આવેલો જાણી તત્કાળ તે સ્થાનના હારને દ્રઢ અર્ગલા આપી વાસી દીઘાં અને અંદર પ્રથમથી ગુપ્ત રાખેલો તીવ્ર ધુમાડો કર્યો. ધૂમ્રથી વ્યાકુળ થયેલા ચોરના નેત્રમાંથી અશ્રુઘારા ચાલી, તેથી તેણે કરેલું સિદ્ધાંજન ઘોવાઈ ગયું, એટલે સર્વેએ તેને પ્રત્યક્ષ જોયો. પછી તત્કાળ તેને બાંધીને રાજા પાસે લઈ ગયા. તે વખતે ચોરે ચિંતવ્યું કે, “અહો! દૈવયોગે મારું તો ભોજન અને ઘર બંને નષ્ટ પામ્યું.” પછી રાજાની આજ્ઞાથી સુભટોએ તે ચોરને નગરના જાહેર ભાગોમાં ફેરવી શૂળીએ ચડાવ્યો. ત્યારપછી રાજાના સુભટો ગુપ્ત રીતે સંતાઈ રહીને જોવા લાગ્યા કે, હવે જે પુરુષ આ ચોરની સાથે વાતચીત કરે તેની પાસે સર્વ નગરજનનું ચોરેલું દ્રવ્ય છે એમ જાણીને તેને ત્યાં શોઘવું. તેવામાં જિનદત્ત નામે એક શ્રેષ્ઠી તે માર્ગે નીકળ્યો. તેણે ચોરનું આક્રંદન સાંભળી ચોર પ્રત્યે કહ્યું કે, “અરે ચોર! પાપરૂપી વૃક્ષનું આ ભવમાં આ વઘ બંધન વિગેરે ફળ તને પ્રાપ્ત થયું છે અને પરલોકમાં નરકગતિની વેદનારૂપ ફળ પ્રાપ્ત થશે, કેમકે પ્રાણીએ ઉપાર્જન કરેલું કર્મ અન્યથા થતું નથી; પરંતુ હવે અંતકાળે પણ તું અદત્તાદાન ચોરીના ત્યાગરૂપ વ્રત અંગીકાર કર.” તે સાંભળી ચોરે કહ્યું, “અરે શેઠ! મારા પગ શિયાળ ખાઈ ગયા છે કાગડાઓએ મસ્તકને ઠોલી નાખ્યું છે. આ પ્રમાણે મને પૂર્વ કર્મનું ફળ ઉદયમાં આવ્યું છે, હવે હું શું કરું? પરંતુ મને 425