________________ આજ્ઞાભક્તિ "દ કી તૃષા ઘણી લાગી છે, તેથી કૃપા કરીને મને પાણી લાવી આપો.” શ્રેષ્ઠીએ તે વાત રાજવિરુદ્ધ જાણી મૌન રહ્યો. પુનઃ ચોરે દીન આલાપોવડે તેવીજ રીતે પાણીની માગણી કરી. જેથી શ્રેષ્ઠીએ હિંમત લાવીને કહ્યું કે, “હે ભદ્ર! તું તારા આખા ભવમાં કરેલા પાપની આલોચના કર. સ્મૃતિમાં લાવ અને તેની નિંદા કર. શેઠના કહેવાથી ચોરે પોતાના આખા ભવમાં કરેલા પાપ જણાવ્યા, એટલે જિનદત્તે ચોરી પ્રમુખના પચ્ચખાણ કરાવ્યા, અને કહ્યું કે “હે ભદ્ર! એત્વ અને અન્યત્વ ભાવના ભાવવાથી પ્રાણીના સર્વ પાપ અર્થ ક્ષણમાં પણ લય પામી જાય છે, તેથી તું હવે તે ભાવના ભાવ, સર્વ જીવોને મૈત્રીભાવે જો અને સર્વ પ્રકારની આપત્તિમાંથી ઉદ્ધાર કરનાર નમસ્કાર મહામંત્રનું સ્મરણ કર. હું જળ લેવાને જાઉં છું.” ચોરે પૂછ્યું કે, “કૃપાનિધિ! આ પચ્ચખાણથી અને નમસ્કારથી મારા મહાપાપ જશે?” શ્રેષ્ઠી બોલ્યા કે હજારો પાપ કરી અને સેંકડો જીવોની હત્યા કરી નવકાર મંત્રને જાનારા તિર્યંચો પણ સ્વર્ગે ગયા છે.” આ પ્રમાણે તેને ઉપદેશ કરી જિનદત્ત શ્રેષ્ઠી જળ લેવાને ગયો. પછવાડે તે ચોર સમાધિથી મૃત્યુ પામી અંત સમયે જ આયુષ્ય બાંઘી સૌઘર્મ દેવલોકમાં દેવતા થયો. “અહો, સત્સંગતિનું ફળ કેવું અદ્ભુત છે!” ....જિનદત્ત શ્રેષ્ઠી જળ લઈને આવ્યા, ત્યાં તો તેને મૃત્યુ પામેલો જોયો. પરંતુ પોતે રાજવિરુદ્ધ કર્યું છે એવું જાણી તે શક્રાવતાર ચૈત્યમાં જઈને કાયોત્સર્ગે રહ્યા. સુભટોએ સર્વ વૃત્તાંત રાજાને જણાવ્યું; એટલે રાજાએ આજ્ઞા કરી કે, “હે સુભટો! એ મૂર્ખ ગાય જેવા પણ કૃત્યે વાઘ જેવા શ્રેષ્ઠીને ચોરની જેમ વિડંબના કરીને મારી નાખો.” સુભટોએ તત્કાળ શ્રેષ્ઠીને રાજાની આજ્ઞા જણાવી, તથાપિ તે ધ્યાનથી ચલિત થયા નહીં. પછી તેઓ તેને અનેક પ્રકારની વિડંબના કરવા લાગ્યા. તે વખતે પેલો “લોહખુરદેવ ભવપ્રત્યય અવધિજ્ઞાનવડે પોતાના ઘર્મગુરુની એવી અવસ્થા જોઈને વિચાર કરવા લાગ્યો કે - એક અક્ષર, અર્થ પદ કે પદ માત્રને ભણાવનારા ગુરુને જે ભૂલી જાય તે પાપી કહેવાય છે. તો ઘર્મને બતાવનારા ગુરુને ભૂલી જનાર પાપી કહેવાય તેમાં તો શી નવાઈ?” આવું વિચારી પ્રતિહારનો વેષ લઈ તરત તે ત્યાં આવ્યો અને દંડાઘાતવડે સુભટોને મૂર્શિત કરી નાખ્યા. તે હકીકત સાંભળી રાજા ચતુરંગ સેના લઈને ત્યાં આવ્યો. દેવે તેને કહ્યું કે, “તમે ઘણા છો તેથી શું થઈ ગયું? કહ્યું છે કે, ઘણા ગજેન્દ્રો હોય પણ તે દુબળા સિંહની બરાબર પણ થઈ શકતા નથી. આમ કહીને એક રાજા સિવાય બીજા બઘાને તેણે પૃથ્વી પર પાડી નાખ્યા. પછી આખા નગર પર આકાશમાં શિલા વિદુર્વાને તે ઉપદ્રવ કરવા લાગ્યો. એટલે રાજા અને મંત્રીઓ અંજલિ જોડીને બોલ્યો કે, “હે દેવ! અમારો અપરાઘ ક્ષમા કરો.” દેવ બોલ્યો-“મારા ઘર્મગુરુ શ્રીજિનદત્ત શ્રેષ્ઠીને 426