________________ આજ્ઞાભક્તિ fe તમે મને બંધનથી છોડાવ્યો હતો તે હું છું. ઘણા વર્ષો સુધી સંસારમાં રહી વૈરાગ્ય પામીને દીક્ષા લીધી છે. તેટલામાં તે મુનિના પુત્રો વિદ્યાઘર ત્યાં મુનિને વાંદવા આવ્યા. મુનિએ ચારુદત્તની બધી હકીક્ત કહી. તેથી વિદ્યાઘરોએ તેને નમસ્કાર કર્યા. ત્યાં બે દેવો આવ્યા. તેમણે મંદિરમાં દર્શન કરી પહેલાં ચારુદત્તને નમસ્કાર કરી પછી મુનિને નમસ્કાર કર્યા. ચારુદત્તે કૂવામાં પડેલા પુરુષને મંત્ર સંભળાવ્યો હતો તે દેવ થયો હતો. બીજો બકરાને મંત્ર સંભળાવ્યો હતો તે પણ દેવ થયો હતો. તે બન્ને દેવે કહ્યું કે–હે પુણ્યવાન! હવે ઘન કમાવવા માટે પ્રયત્ન કરવાની જરૂર નથી. ચંપાનગરીમાં તમારી ઇચ્છા પ્રમાણે ઘન મળી જશે. દેવો પોતાના સ્થાનકે ગયા. વિદ્યાઘર પોતાના નગરમાં ચારુદત્તને લઈ ગયો. ત્યાં વિદ્યાઓ સાધ્ય કરી. 32 સ્ત્રીઓ પરણ્યો. પછી ત્યાંથી રવાના થઈ ઘણા વિદ્યાઘરો સાથે ચંપાનગરી આવ્યો. ચારુદત્તના આવવાના સમાચાર સાંભળી રાજા વિમલવાહન તેને મળવા માટે આવ્યો. ચારુદત્તે રાજાને ભેટશું આપ્યું. રાજાએ ચારુદત્તને યોગ્ય 0 92 જાણીને અર્થે રાજ્ય આપ્યું. A C S , પછી ચારુદત્ત પોતાની માતા કિલો ન િતથા પોતાની જુની સ્ત્રીને મળ્યો. ઘણા કાળ સુધી HIT મળ્યો. ઘણા કાળ સુધી ( જિ . સુખપૂર્વક કાળ નિર્ગમન - D. કર્યો. એક દિવસ ચારુદત્ત પોતાના મહેલમાં બેઠો હતો. ત્યાં વાદળા ભેગા થયેલા જોયા અને થોડીવારમાં તે છિન્નભિન્ન થઈ ગયા. તે જોઈને તેને વિચાર આવ્યો કે એક દિવસ સગાં-સંબંઘી, ઘન-દોલત વગેરે બઘા અલગ અલગ થઈ જશે, એમ વિચારી તેને સંસાર પ્રત્યે ઉદાસીનતા આવી. તેથી પુત્રને રાજ્યભાર સોંપી પોતે દીક્ષા લીધી. ઉગ્ર તપશ્ચર્યાના પ્રભાવથી સવાર્થસિદ્ધિ વિમાનમાં દેવ થયો. આ કથા વડે પ્રમાણ શિક્ષા શું મળે છે કે ચારુદત્ત વેશ્યાના મોહમાં પડવાથી આખું ઘર બરબાદ થઈ ગયું. માતા અને સ્ત્રીને ખાવાના પણ સાંસા પડ્યા. ઝૂંપડીમાં રહેવા જવું પડ્યું. પાપના પ્રાયશ્ચિત્તરૂપ ચારુદત્તને ઉકરડામાં પડવું પડ્યું. માટે ઘર્માત્મા પુરુષોએ પાપાત્મા એવી વેશ્યાઓનો સર્વથા પરિત્યાગ કરવો. જિનેન્દ્રદેવનો એ જ ઉપદેશ છે.” T 416