________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ ચારુદત્તે વિચાર્યું કે આ બધું કામ વસંતતિલકાનું છે. તે જાણી તેને ઘણી રક ધૃણા આવી. તે પોતાને ઘેર ગયો. દ્વારપાળે અંદર જતાં રોક્યો. અને કહ્યું કેચારુદત્ત! આ ઘર તમારું જ છે, પણ હમણાં મારા માલિકે ગિરવી રાખ્યું છે. ચારુદત્તે કહ્યું-મારી માતાનું ઘર તને ખબર છે? ત્યારે દ્વારપાળે એનું ઝૂંપડા જેવું ઘર બતાવ્યું. ચારુદત્ત ઘરે ગયો કે એની માતા અને સ્ત્રી બન્ને સામે આવ્યા. માતાએ આવી તેને નવડાવ્યો અને ભોજન કરાવ્યું. પછી ચારુદત્તે માતા પાસે વિદેશમાં વ્યાપાર કરવાની આજ્ઞા માગી. મામાની સાથે વિદેશ ગયો. ત્યાં સારી કમાણી થઈ, પણ રસ્તામાં જતાં લૂંટારાએ બધું લૂંટી લીધું. ફરી કપાસના ઘંઘામાં આગ લાગી ગઈ. ત્યાંથી મલય પર્વત ઉપરના નગરમાં કમાવા ગયો. ભાગ્યોદયથી ત્યાં પણ ઘન કમાયો પણ ચોરો લૂંટી ગયા. ત્યાંથી પ્રિયંગુ શહેરમાં ગયો. ત્યાં ચારુદત્તના પિતાના મિત્ર સુરેન્દ્રદત્તની સહાયથી સારું ઘન કમાયો, પણ જહાજમાં સમુદ્ર વાટે જતાં જહાજ સમુદ્રમાં ડૂબી ગયું. મામા-ભાણેજ બન્ને છૂટા પડી ગયા. પાટીયું હાથમાં આવવાથી બહાર નીકળ્યા. સમ્મરી નામની નગરીમાં પહોંચ્યા. ત્યાં પોતાના પિતાનું અનામત ઘન પિતાના મિત્રને ત્યાં પડ્યું હતું તે વડે મંદિરનો જિર્ણોદ્ધાર કરાવ્યો અને દાન વગેરે આપવા લાગ્યો. ત્યાંથી રાજગૃહ નગરમાં આવ્યો. ત્યાં રામદંડી સાઘુનો મેળાપ થયો. તેણે પણ રસકુપીના બહાને કૂવામાં નાખી દીઘો. ત્યાંથી મહામુશ્કેલીએ બહાર નીકળ્યો. ત્યાં પણ એની પાછળ પાડા પડ્યા. ત્યાંથી માંડ માંડ છૂટ્યો. પછી મિત્રો મળવાથી રત્નદીપ પહોંચ્યો. ત્યાં જિનમંદિરમાં દર્શન પૂજા કરીને બહાર નીકળ્યો. ત્યાં મુનિરાજના દર્શન થતાં જ મુનિ મહાત્મા બોલ્યા–ચારુદત્ત તું અહીં ક્યાંથી? ચારુદત્તે પૂછ્યું કે-આપ મારું નામ ક્યાંથી જાણો? મુનિ મહાત્માએ કહ્યું કે હું અમિતગતિ વિદ્યાઘર છું. 415