________________ આજ્ઞાભક્તિ વિદ્યાભ્યાસ કરવામાં જ તલ્લીન રહેતો હતો. તેથી મિત્રાવતી સાથે કંઈ સંબંઘ રાખતો નહીં. તે વાતની સુમિત્રાને ખબર પડી તેથી ચારુદત્તની માતાને ઓળંભા - સંભળાવવા લાગી. ભણે પણ ગણે નહીં તો શું કામનું? પોતે લગ્ન કર્યા છે તો તેનું કર્તવ્ય સમજવું જોઈએ. દેવિલાએ સુમિત્રાને સમજાવીને તેના ઘરે મોકલી. પછી ચારુદત્તની માતાએ પોતાના દિયરને વાત કરીને તેને વેશ્યાને ત્યાં મોકલ્યો. પછી તે ત્યાં જ રહેવા લાગ્યો. બાર મહિના થયા તો પણ ઘરે આવતો જ નથી. પિતાએ સમાચાર મોકલ્યા કે તારા પિતા બિમાર છે. છતાં આવ્યો નહીં. પિતાએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. વેશ્યાને ત્યાં માતાએ ઘન મોકલ મોકલ કરવાથી તે સર્વ ઘન પૂરું થઈ ગયું. વસંતતિલકા વેશ્યાને ખબર પડી કે હવે એની પાસે ઘન નથી. તેથી તેને દારૂ પાઈને એક કપડામાં બાંધીને ઉકરડામાં નાખી દીધો. પ્રાતઃકાળ થવાથી કૂતરાઓ એનું મોઢું ચાટવા લાગ્યા. ચારુદત્ત નશામાં બોલ્યોહે વસંતસેના! હું હમણાં ઉંઘમાં છું તેથી તું આઘી જા, મને સૂવા દે. એટલામાં તો ચોકીદાર આવ્યો અને પૂછ્યું કે તું કોણ છે? અને અહીં કેમ આવ્યો? એ સાંભળવાથી ચારુદત્તની બુદ્ધિ ઠેકાણે આવી. પ- જ છે છે 414