________________ સાત વ્યસન અને સાત અભક્ષ્યના ત્યાગનો ઉપદેશ મલિન વસ્ત્ર ઘોવાની શિલા, થાન હાડકાં ચાવેજી, તેવી વેશ્યા-સંગતિ ગંદી ભુલભુલામણી લાવેજી. વિનય , અર્થ - વાસનારૂપ મેલા વસ્ત્ર ધોવા માટે વેશ્યા તે પત્થર સમાન છે. કૂતરો હાડકાં ચાવે ત્યારે પોતાનું તાળવું છોલાઈ જતાં તેમાંથી લોહી નીકળે છે ત્યારે કૂતરો એમ માને છે કે આ લોહી હાડકામાંથી નીકળે છે, તેમ વેશ્યાની ગંદી સંગતિ પણ એવી ભુલભુલામણી લાવે છે કે હું આ વેશ્યાથી સુખ પામું છું; પણ ખરેખર તો પોતાની જ વીર્યશક્તિનો વ્યય કરી જીવ સુખ કલ્પી લે છે.” I14 -પ્ર.વિ.(પૃ.૪૨૨) વેશ્યાનો પ્રેમ કૃત્રિમ “મનમાં કોઈ અન્ય પુરુષ ઉપર પ્રેમ હોય છે, વચનમાં તેનાથી વળી કોઈ જુદા સાથે પ્રીતિ રાખે છે, વળી ક્રિયામાં (કાયાથી) તો વળી કોઈ જુદા જ પુરુષ સાથે રમે છે. આવી વેશ્યા સ્ત્રીઓ સુખને માટે કેવી રીતે થઈ શકે? જેનું મોઢું, માંસ ખાતી હોવાથી માંસથી દુર્ગથિત, મદિરાથી મિશ્ર, અને અનેક વિટ-જાર પુરુષોથી સેવાયેલું છે એવું, ઉચ્છિષ્ટ-એઠાં ભોજનની માફક વેશ્યાના મુખનું કોણ સેવન કરે? કામી પુરુષે પોતાનું સર્વ ઘન વેશ્યાને આપ્યું હોય, પણ જ્યારે તે નિર્ધન થઈ ત્યાંથી ચાલ્યો જાય છે, ત્યારે તે વેશ્યા જતા કામી પુરુષનાં વસ્ત્રો પણ ખેંચી લેવાની ઇચ્છા રાખે છે. અહા! કેટલી બધી સ્વાર્થતા, કે નિઃસ્નેહતા છતાં મોહાંઘ પુરુષો સમજી શકતા નથી. પણ વેશ્યાને સ્વાધીન થયેલો પુરુષ, નિરંતર લુચ્ચા, જાગારી, ખરાબ પુરુષોની સોબતમાં જ આનંદ માને છે; પણ દેવ, ગુરુ, સારા મિત્રો અને બાંધવોની સોબતને બિલકુલ ઇચ્છતો નથી. ઘનની ઇચ્છાથી, કોઢીઆઓને પણ કામદેવ સમાન જોનારી અને કૃત્રિમ સ્નેહને વિસ્તારનારી, સ્નેહ વિનાની વેશ્યાનો સમજા માણસોએ અવશ્ય ત્યાગ કરવો.” યોગશાસ્ત્રમાંથી વેશ્યાગમનથી ઘનનો નાશ, આબરૂનો નાશ, અંતે દુર્ગતિ; પણ ઘર્મથી ઉદ્ધાર ચારુદત્તનું દ્રષ્ટાંત - “શ્રેણિકે ગૌતમસ્વામીને પ્રશ્ન કર્યો કે વેશ્યાગમનથી દુર્વ્યસનમાં ફસાય તો કેવા કેવા દુઃખ ભોગવવા પડે? તે મને કૃપા કરી બતાવો. ગૌતમસ્વામી બોલ્યા કે હે રાજન! સાંભળો. હું તમને ચારુદત્તનું ચારિત્ર સંભળાવું છું કે જેને વેશ્યાગમનથી કેવા કેવા દુઃખ ભોગવવા પડ્યા. ચંપાનગરીમાં વિમલવાહન નામે રાજા હતો. તેના રાજ્યમાં એક શેઠ રહેતો હતો. તેનું નામ ભાનુદત્ત અને તેની સ્ત્રીનું નામ દેવિલા હતું. તે શેઠને પુત્ર નહીં હોવાથી તે નિરંતર પુત્રની ઇચ્છાથી દેવોની આરાધના કરતી હતી. મુનિ ભગવંતે ઉપદેશ આપ્યો કે કુલદેવની પૂજાથી સમ્યત્વની પ્રાપ્તિ નહીં થાય વગેરે ઉપદેશથી તેની પુત્રની ઇચ્છા નિવૃત્ત થઈ. પણ થોડા સમય પછી તેને પુત્રની પ્રાપ્તિ થઈ. તેનું નામ ચારુદત્ત રાખવામાં આવ્યું. એ ચંપાનગરીમાં જ સિદ્ધાર્થ નામનો શેઠ તથા તેની પત્ની સુમિત્રા રહેતા હતા. તેમની પુત્રી મિત્રાવતી નામની કન્યા સાથે ચારુદત્તના લગ્ન થયા. પણ ચારુદત્ત તો વૈરાગ્યવાન હોવાથી હંમેશા 413