________________ આજ્ઞાભક્તિ ખાવ, કાં સ્ત્રીસેવન કરો અને કાં તો દારૂ પીઓ.” પછી પેલા બ્રાહ્મણે વિચાર્યું કે આ લોકો મને છોડશે નહીં પણ માંસ ખાઉં તો નરકે જવું પડે, પરસ્ત્રી સેવનથી પણ નરકે જવું પડે અને દારૂ જો કે ખરાબ તો છે, પણ વનસ્પતિમાંથી થયેલો છે Twn' વITE DAY 2 5 / ( A US MAYIN એટલે તે લેવામાં કંઈ હરત નથી. એમ જાણીને તેણે એ પસંદ કર્યું. તેને બધાએ મળીને ઘણો આગ્રહ કર્યો. એક કહે મારો પીવો, બીજો કહે મારો પીવો, એમ બઘાએ મળીને એને ખૂબ દારૂ પાયો. તેથી તે ગાંડો થઈ ગયો, એટલે પછી એણે માંસ ખાધું, પરસ્ત્રીસેવન કર્યું, બધું કર્યું. ભાન ભૂલાય એ મોટો દોષ છે. પછી શું કરે ને શું ન કરે તે કશું કહેવાય નહી. જ્યાં જ્યાં આત્મા ભૂલાય છે તે મોટો દોષ છે. દેહમાં એકાકાર તન્મય થઈ જાય છે અને પોતાને ભૂલી જાય છે; એ ગાંડપણ જ છે.” -મહાનીતિ વિવેચન (પૃ.૬૬) વેશ્યાગમનનું વ્યસન “માંસ-મદિરાથી ગંઘાતી, નરકભૂમિ સમ વેશ્યાજી, ઘન કાજે નીચ સંગ કરે છે, ખોટી નિશદિન વેશ્યાજી. વિનય અર્થ - જેના ઘરમાં માંસ મદીરાનો વ્યવહાર છે, એવી માંસ મદિરાથી ગંધાતી નરકભૂમિ સમાન વેશ્યા છે. જે ઘનને માટે નીચ પુરુષોનો પણ સંગ કરે છે. કામ વાસનાની તીવ્રતાને લીધે જેની હંમેશાં ખરાબ વેશ્યા છે એવી આ વેશ્યા તે પાપના ઘર સમાન છે. 13aaaa 412